________________
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ
૧૩૭
સાંભળી, ગુરુ મહારાજની અમતિ મેળવી નેમવિજય મહારાજે શ્રાવકોને વહેલાં આવવા અને વહેલાં જવા માટે કડક સૂચના આપી હતી.
વૃદ્ધિચંદ્રજી મહારાજના અંતિમ દિવસોમાં જે શ્રાવકોએ એમની દિવસ-રાત સેવા-ભક્તિ કરી હતી તેમાં શ્રી કુંવરજી આણંદજી અને શ્રી અમરચંદ જસરાજનાં નામ મુખ્ય હતાં.
મહારાજશ્રીને વા અને સંગ્રહણીનાં અસાધ્ય દર્દો તો હતાં જ તેમાં છાતીમાં વારંવાર થઈ આવતા દુખાવાનું દર્દ વધતું ચાલ્યું હતું. વૈદરાજોના ઉપચારો છતાં એમાં ફરક પડતો નહોતો. એટલે આવા શરીરે મહારાજશ્રી કેટલું ખેંચી શકશે એ પ્રશ્ન હતો. મહારાજશ્રીના આ અંતિમ કાળે એમની યાદગીરીરૂપે એમનો ફોટો પાડવાની ઇચ્છા સંઘના કેટલાક શ્રેષ્ઠીઓને થઈ. એ દિવસોમાં ફોટોગ્રાફીની શોધ થઈ ચૂકી હતી અને બૉક્સ કૅમેરા વડે ફોટો પાડવામાં આવતો. મહારાજશ્રીએ અગાઉ કેટલીય વાર પોતાનો ફોટો પડાવવા માટે અનિચ્છા દર્શાવેલી, પરંતુ હવે તો શ્રેષ્ઠીઓ કેમેરાવાળાને પહેલાં તૈયાર રાખીને વિનંતી કરતા કે જેથી મહારાજશ્રી જો હા પાડે તો તરત જ ફોટો પાડી લેવાય. સં. ૧૯૪૮ના પર્યુષણ પછી એક દિવસ શ્રેષ્ઠીઓએ બહુ જ આગ્રહપૂર્વક વિનંતી કરી અને સંઘના પ્રેમને વશ થઈ માત્ર દાક્ષિણ્યતા ખાતર મહારાજશ્રીએ હા કહી કે તરત જ એમનો ફોટો કેમેરાવાળાએ પાડી લીધો હતો. ફોટાની અનેક નકલો કઢાવી જૈન ધર્મ પ્રસારક સભાએ ગુરુભક્તોને આપી હતી. મહારાજશ્રીનો આ એક જ ફોટો મળે છે જે આજ સુધી પ્રચલિત રહ્યો છે.
એવી જ રીતે મહારાજશ્રીનું જીવનચરિત્ર લખવા માટે કેટલાકે કોશિશ કરી હતી. એ માટે જોઈતી માહિતી તો મહારાજશ્રી પાસેથી જ મળી શકે. એકબે વખત કોઈક-કોઈકે મહારાજશ્રીને એમના જીવન વિશે પ્રશ્નો કર્યા ત્યારે મહારાજશ્રીએ સહજ રીતે એના જવાબ આપ્યા હતા, પરંતુ પછીથી જ્યારે પોતાને વહેમ પડ્યો કે જીવનચરિત્ર લખવા માટે આ પ્રશ્નો પુછાય છે ત્યારે તેમણે જવાબ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.
મહારાજશ્રીને વિહાર કરીને સિદ્ધાચલજી અને તળાજા જવાની ભાવના વારંવાર થતી પરંતુ ચાલવાની શક્તિ રહી નહોતી. સંઘે એમને માટે ડોળીની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું પણ ડોળીનો ઉપયોગ કરવાની એમણે સ્પષ્ટ ના
Jain Education.International ..
For Private & Personal Use Only
www.jainelibrary.org