________________
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ
મહારાજ પંજાબથી વિહાર કરી ગુજરાતમાં આવ્યા અને સંવેગી દીક્ષા ધારણ કરી. ત્યારપછી બુટેરાયજી મહારાજ અને મૂલચંદજી મહારાજ પંજાબ જઈ આવ્યા, પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજ તો પાછા પંજાબ ક્યારેય ગયા જ નહિ. તેમણે પંજાબ ઉ૫૨થી, પોતાના વતન અને કૌટુમ્બિક સ્વજનો ઉ૫૨થી આસક્તિ ક્યારનીય ઉતારી નાખી હતી. તેઓ ગુજરાતના થઈને, ગુજરાત સાથે, ભાવનગર સાથે એકરૂપ થઈને રહ્યા હતા. ગુરુ મહારાજ બુટેરાયજી મહારાજે એમને કાઠિયાવાડ અને તેમાં પણ ભાવનગર ક્ષેત્ર સંભાળવાની આજ્ઞા કરી ત્યારથી તેઓ તે ક્ષેત્રને સવિશેષપણે સાચવવા લાગ્યા હતા. અગાઉ ગુજરાત કરતાં પણ કાઠિયાવાડ ધર્મ અને સંસ્કારમાં પછાત હતું. વળી ત્યાં સ્થાનકવાસી માર્ગ વધુ પ્રચલિત બન્યો હતો. એ દૃષ્ટિએ મંદિરમાર્ગને ત્યાં વધુ ચેતનવંતો બનાવવામાં વૃદ્ધિચંદ્રજી મહારાજનું મોટું યોગદાન રહેલું છે. સમગ્ર ભાવનગર જિલ્લા ઉપર અને તેમાં પણ ભાવનગર શહેર ઉપર એમનો ઉપકાર ઘણો મોટો રહ્યો છે. એમણે પંજાબ છોડ્યા પછી કુલ ૩૮ ચાતુર્માસ ગુજરાતમાં કર્યાં એમાં ચોવીસ ચાતુર્માસ કાઠિયાવાડમાં કર્યાં અને અડધાં ચાતુર્માસ-૧૯ જેટલાં ચાતુર્માસ ભાવનગરમાં કર્યાં. એ ઉપરથી પણ આ વાતની પ્રતીતિ થશે. ભાવનગરના સંઘ પાસે એમણે વખતોવખત વિવિધ સુંદર ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક કાર્યો કરાવ્યાં અને પરિણામે એ જમાનામાં ભાવનગર માત્ર ગુજરાતનું જ નહિ, સમગ્ર ભારતનું એક મહત્ત્વનું સંસ્કારકેન્દ્ર બની ગયું હતું.
વૃદ્ધિચંદ્રજી મહારાજના સ્વર્ગવાસ પછી અંજલિ આપતી વિવિધ કાવ્યકૃતિઓની રચના થઈ છે. ગુજરાતીમાં રચાયેલા આઠ શ્લોકના એક અષ્ટકમાં એના અજ્ઞાત કવિ લખ્યું છે :
‘મોટા-નાના સરવ જનને માન આપે સુહર્ષે, હેતે બોલી મધુર વચનો ભક્તના ચિત્ત કર્યો. જેના ચિત્તે અવિચળ સદા તુલ્ય દૃષ્ટિ વિભાસે, તે શ્રી વૃદ્ધિવિજય ગુરુને કેમ ભૂલી જવાશે ? વિદ્વાનોનાં વદન નિરખી નિત્ય આનંદ પામે, ગ્રંથો દેખી અભિનવ ઘણો હર્ષ જે ચિત્ત જામે,
Jain Education International
૧૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org