________________
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ
૧૨૯
છે. માટે હું જ આ દૂધ પી જાઉં છું.” એમ કહી તેઓ બધું દૂધ પી ગયા. બુટેરાયજી મહારાજ તથા મૂલચંદજી મહારાજ તો એ જોતા જ રહી ગયા.
વૃદ્ધિચંદ્રજી મહારાજે અપથ્ય દૂધ પી તો લીધું, પરંતુ એથી એમને ઝાડા થઈ ગયા. એમાંથી આગળ જતાં એમને સંગ્રહણીનો રોગ થયો, જે ઘણા ઓષધોપચાર કરવા છતાં જીવનપર્યત મટ્યો નહિ. એથી એમનું શરીર ક્ષીણ અને અશક્ત થઈ ગયું હતું.
સં. ૧૯૧૪ના વર્ષ દરમિયાન વૃદ્ધિચંદ્રજી મહારાજના સંસારી પિતા લાલા ધર્મયશજીના અવસાનના સમાચાર આવ્યા. મહારાજશ્રીએ એમના ઉપકારોનું સ્મરણ કર્યું. પરંતુ બધી સાંસારિક માયા હવે એમણે ઉતારી નાખી હતી. - સં. ૧૯૧પનું ચોમાસું વૃદ્ધિચંદ્રજી મહારાજે કેટલાક શ્રાવકોની વિનંતીથી ઘોઘામાં કર્યું. ત્યાં યતિઓનું જોર હતું. એટલે ઉપાશ્રયમાં ઊતરવા ન મળ્યું. તેઓ એક ગૃહસ્થને ઘરે ઊતર્યા. ત્યાંના યતિ દલીલચંદજીએ એમને વ્યાખ્યાન વાંચવાની મનાઈ ફરમાવી. આવી પરિસ્થિતિ ઊભી થશે એ તેઓ જાણતા જ હતા. એનો સરળતાથી એમણે સ્વીકાર કરી લીધો. પણ દિવસે દિવસે શ્રાવકો વૃદ્ધિચંદ્રજીના રાગી થતા ગયા. વ્યાખ્યાન પણ ચાલુ થયું. અને પર્યુષણમાં એમણે ઉપાશ્રયમાં કલ્પસૂત્ર વાંચ્યું. ત્યારથી ઘોઘામાંથી યતિનો મહિમા ઓછો થઈ ગયો.
સં. ૧૯૧૬નું ચાતુર્માસ ભાવનગરમાં કરી તેઓ સં. ૧૯૧૭માં અમદાવાદ આવ્યા, કારણ કે ગુરુદેવ બુટેરાયજી મહારાજે હવે પંજાબ બાજુ વિહાર કર્યો હતો. અમદાવાદમાં વૃદ્ધિચંદ્રજી મહારાજે ચાર ચાતુર્માસ કર્યા. તે દરમિયાન અમદાવાદના શ્રેષ્ઠીઓ શેઠ હેમાભાઈ, શેઠ પ્રેમાભાઈ, શેઠ દલપતભાઈ, શેઠ મગનભાઈ વગેરે ઉપર તેમનો ઘણો પ્રભાવ પડ્યો. શેઠ દલપતભાઈ ભગુભાઈએ સિદ્ધાચલજીનો સંઘ કાઢવાની ભાવના વ્યક્ત કરી, પણ તે શરતે કે સાથે વૃદ્ધિચંદ્રજી મહારાજ પધારે. મહારાજશ્રીએ સંમતિ આપી એટલે બહુ ધામધૂમપૂર્વક સંઘ કાઢવામાં આવ્યો. શેઠશ્રીએ આ માટે એ દિવસોમાં રૂપિયા એંસી હજારનું ખર્ચ કર્યું હતું.
ત્યાર પછી ભાવનગર, અમદાવાદ, રાધનપુર વગેરે સ્થળે મહારાજશ્રીએ ચાતુર્માસ કર્યો. ૧૯૨૭માં જ્યારે તેમણે જાણ્યું કે ગુરુવર્ય બુટેરાયજી મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org