________________
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ
વૃદ્ધિચંદ્રજી મહારાજે અને મૂલચંદજી મહારાજે ઉપાડી લીધી. પરંતુ એક દિવસ રાતે એકાંતમાં બેસી બંનેએ નિર્ણય કર્યો કે કોઈએ પોતાના ચેલા ન કરવા, પરંતુ જે કોઈ દીક્ષાર્થી હોય તેને દીક્ષા આપીને તેને ગુરુદેવ બુટેરાયજીના શિષ્ય કરવા, એટલે કે તેને પોતાના ગુરુભાઈ કરવા. શિષ્યનો મોહ કેટલો બધો હોય છે એ તો સાધુપણામાં જે હોય તેને વધારે સમજાય. વૃદ્ધિચંદ્રજી મહારાજ અને મૂલચંદજી મહારાજે શિષ્યમોહ ઉપર વિજય મેળવ્યો હતો.
પરંતુ એક દિવસ ધર્મસંકટ ઊભું થયું. મૂલચંદજી મહારાજ પાસે બે યતિઓ દીક્ષા લેવા આવ્યા. તે જાણીને બુટેરાયજી મહારાજે આજ્ઞા કરી, ‘મૂલા ! આ બંનેને હવે વૃદ્ધિના ચેલા બનાવજે.' ગુરુદેવે વૃદ્ધિચંદ્રજી મહારાજને પણ કહ્યું કે, વૃદ્ધિ ! હવે આ બેને તારા ચેલા બનાવજે.’
એ દિવસે રાત્રે ફરી વૃદ્ધિચંદ્રજી મહારાજ અને મૂલચંદજી મહારાજ એકાંતમાં મળ્યા. વૃદ્ધિચંદ્રજી મહારાજે મૂલચંદજી મહારાજને કહ્યું, ‘તમે જાણો છો કે મેં પ્રતિજ્ઞા લીધી છે કે મારે કોઈ શિષ્ય ન કરવા, એટલે તેઓને હું ચેલા તરીકે કેવી રીતે સ્વીકારી શકું ?'
મૂલચંદજી મહારાજે કહ્યું, ‘તમારી પ્રતિજ્ઞાની વાત સાચી છે. મેં પણ એવી પ્રતિજ્ઞા લીધી છે. પરંતુ બીજી બાજુ ગુરુદેવની આજ્ઞાના પાલનનો પ્રશ્ન છે. હવે ગુરુદેવની આજ્ઞાનું પાલન એ અંગત પ્રતિજ્ઞા કરતાં ચડિયાતી વસ્તુ છે. માટે તમારે ચેલા સ્વીકારવા જ પડશે.’
૧૩૧
વૃદ્ધિચંદ્ર મહારાજે કહ્યું કે, ‘જો ગુરુદેવની આજ્ઞા હોય તો એક ચેલો તમે કરો અને એક ચેલો મને આપો.' મૂલચંદજી મહારાજે કહ્યું, ‘એમ બની નહિ શકે, કારણ કે ગુરુ મહારાજે મને આજ્ઞા કરી છે કે દીક્ષા આપીને મારે એ બંનેને આપના જ શિષ્ય ક૨વાના છે.'
છેવટે મૂળચંદજી મહારાજે દીક્ષા આપીને તેમને વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય બનાવ્યા. એકનું નામ રાખવામાં આવ્યું મુનિ ગંભીરવિજયજી અને બીજાનું નામ મુનિ ચારિત્રવિજયજી.
પોતાને બે શિષ્યો થયા એટલે સમય જોઈને વૃદ્ધિચંદ્રજી મહારાજે ગુરુદેવને કહ્યું, ‘ગુરુદેવ ! મારે બે ચેલા છે અને મૂલચંદજી મહારાજને એક પણ ચેલો નથી.' એ સાંભળી બુટેરાયજી મહારાજે મૂલચંદજી મહારાજને કહ્યું, ‘મૂલા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org