________________
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ
૧૩૩
વિચર્યા નિસ્પૃહ ભાવથી કીધો અતિ ઉપચાર. શાસન સોહ વધારીને, સ્વર્ગ ગયા ગુરુરાય.
દુર્લભ” પદપંકજ નમી, ગુણ ગિરુઆ તસ ગાય.” કવિ પોતે વળાના હતા અને મહારાજશ્રીના સંપર્કમાં આવ્યા હતા એટલે એમણે બીજે ન મળતી એવી વળાની કેટલીક વિગતો આ રાસકૃતિમાં અને પાદનોંધમાં વણી લીધી છે. તેઓ લખે છે : પ્રતિબોધ સુણતાં નિત્ય ભાવે,
મિથ્યાત્વ તિમિરને દૂર હઠાવે, શુદ્ધ જિનમત બીજ વાવે, મુનિ શ્રાવક આચાર બતાવે,
લોંકા તપ સહુ સુણવા આવે, શુદ્ધ પંથ જાગૃતિ થાવે. ગોચરી રે પણ પોતે આવે,
ભક્ષ્યાભઢ્ય વિવેક બતાવે, શ્રાવકાચાર સમજાવે, મિથ્યાત્વનાં પરવો નહીં કરવા,
રસોડે પાણિયરે ચંદરવા. સૂચવે જયણા ધરવા, કાઢી ગરાશિયાનો શિણગાર, જોતા ઘણા શ્રાવકને દ્વાર. કહે, “આ શું ? વિરુદ્ધાચાર ?' લોંકા તપાનો ભેદ નિવારે રે,
જિનમત, શુદ્ધ સરવે દિલ ધારે રે, ઉપગાર કર્યો એ ભારે રે.” આમ વૃદ્ધિચંદ્રજી મહારાજે વળામાં પોતાની વાણીથી ઘણો ઉત્સાહ પ્રગટાવ્યો હતો. એમનું વ્યાખ્યાન સાંભળવા લોકાગચ્છના અને તપાગચ્છના (સ્થાનકવાસીઓ અને મૂર્તિપૂજક) બધા જ આવતા અને તેઓ વચ્ચેના ભેદભાવ તેમણે નિવાર્યા હતા. વળી લોકો ગરાસિયા જેવો જ આચાર પાળતા હતા તેમાં પણ ફેરફાર કરાવ્યો હતો. કવિ પાદનોંધમાં લખે છે કે જૈનોના ઘરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org