________________
૧ ૨૮
પ્રભાવક સ્થવિરો
ઉપરાંત યશોવિજયજીના ગ્રંથોનો અભ્યાસ કરવાની સારી તક મળી.
સં. ૧૯૧૪માં વૃદ્ધિચંદ્રજી મહારાજે અમદાવાદથી વિહાર કરી. શત્રુંજય અને ગિરનારની યાત્રા કરીને ભાવનગરમાં ચાતુર્માસ કર્યું. ગુરુ મહારાજે એમને હવે વ્યાખ્યાન વાંચવાની આજ્ઞા આપી હતી. ત્યારે એમની ઉંમર ચોવીસ વર્ષની હતી. આ ચાતુર્માસ દરમિયાન પણ તેમણે ભાવનગરના શ્રાવકોને ફરી પાછા ઘેલા કરી દીધા હતા.
વૃદ્ધિચંદ્રજી મહારાજની પ્રતિભા ઘણી તેજસ્વી હતી. તેઓ શરીરે ઊંચા, ગોરા અને ભરાવદાર હતા. તેમનો ચહેરો પણ ભરાવદાર અને પ્રશાંત હતો. તેઓ બાળબ્રહ્મચારી હતા. એમનું ચારિત્ર એટલું બધું નિર્મળ હતું અને ભક્તિ, વિનય, વૈયાવચ્ચ તથા શાસ્ત્રજ્ઞાન વગેરે ગુણોથી તેમનું જીવન એટલું બધું પવિત્ર હતું કે એમની પાસે રહેવાથી ઘણાને વૈરાગ્યનો બોધ થતો હતો, કેટલાક દીક્ષા લેવા તૈયાર થતા અને કેટલાક ગૃહસ્થો એમની પાસે આજીવન ચતુર્થ વ્રતની-બ્રહ્મચર્યની બાધા લેતા.
આ વર્ષ દરમિયાન વૃદ્ધિચંદ્રજી મહારાજની ગુરુભક્તિનો એક વિશિષ્ટ પ્રસંગ નોંધાયેલો છે. ભાવનગરથી પોતાના ગુરુમહારાજ શ્રી બુટેરાયજી મહારાજ તથા ગુરુબંધુ શ્રી મૂલચંદજી મહારાજ સાથે તેઓ સિદ્ધાચલજીની યાત્રાએ આવ્યા હતા. પાલિતાણામાં મુકામ કર્યો હતો. એક દિવસ મૂલચંદજી મહારાજ ગુરુદેવને માટે દૂધ વહોરવા ગયા. કોઈક શ્રાવિકાને ઘરે જઈ દૂધ વહોર્યું. પરંતુ એ શ્રાવિકાએ ભૂલથી દૂધમાં દળેલી ખાંડને બદલે દળેલું મીઠું નાખી દીધેલું. આ ભૂલની ખબર નહોતી શ્રાવિકાને કે નહોતી મૂલચંદજી મહારાજને. ઉપાશ્રયમાં આવ્યા પછી જ્યારે તેઓ ગોચરી વાપરવા બેઠા ત્યારે બુટેરાયજી મહારાજે દૂધનો ઘૂંટડો પીતાં જ કહ્યું, “મૂલા ! મારી જીભ ખરાબ થઈ ગઈ લાગે છે. દૂધનો સ્વાદ કડવો લાગે છે.'
તરત ગુરુદેવના હાથમાંથી પાત્ર લઈને મૂલચંદજી મહારાજે દૂધ ચાખ્યું તો ખબર પડી કે દૂધમાં સાકરને બદલે ભૂલથી મીઠું નખાઈ ગયું છે. એટલે એમણે કહ્યું, “ગુરુદેવ, આપ એ દૂધ પીવું રહેવા દો. હું એ દૂધ પી જઈશ.'
ત્યાં વૃદ્ધિચંદ્રજી મહારાજે દૂધનું પાત્ર લઈ લીધું અને કહ્યું, “આ દૂધ તમારા બંનેને પીવાને યોગ્ય નથી. વળી પરઠવાથી જીવહાનિ થવાનો સંભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org