________________
૧ ૧ ૬
પ્રભાવક સ્થવિરો
તારટપાલ વગરના એ દિવસોમાં પંજાબના રામનગર, જમ્મુ, ગુજરાનવાલા વગેરે શહેરોમાંથી એમના ભક્તો પંજાબ પધારવા માટે જતા-આવતા મુસાફરો સાથે વિનંતીપત્ર મોકલતા. આથી સં. ૧૯૧૮માં અમદાવાદમાં ચાતુર્માસ કરી બુટેરાયજી મહારાજે પંજાબ તરફ વિહાર કર્યો. પાલી અને દિલ્હી ચાતુર્માસ કરી તેઓ પંજાબમાં પતિયાલા, અમૃતસર વગેરે સ્થળે વિચર્યા અને લોકોને બોધ આપ્યો. હવે મુહપત્તી અને પ્રતિમાપૂજનની ચર્ચા કરવાની એમની ભાવના ન હતી. પરંતુ અમરસિંહના શ્રાવકોએ ૧૯૨૩માં ફરી ચર્ચા ઉપાડી. શાસ્ત્રાર્થ કરવામાં સાક્ષી તરીકે તટસ્થ પંડિતો પણ રાખવા પડશે, અને તોફાન ન થાય એટલા માટે બેચાર સિપાઈઓ પણ રાખવા પડશે. પરંતુ અમરસિંહે એક અથવા બીજું બહાનું કાઢી શાસ્ત્રાર્થ કરવાનું ટાળ્યું. અમરસિંહના શ્રાવક ભક્તોએ પણ એમને ચર્ચા ટાળવાનું અને ખમતખામણા કરી લેવાનું સમજાવ્યું. એ જાણી બુટેરાયજી ખમતખામણા કરવા આવ્યા હતા પણ અમરસિંહજીએ તો એમની સાથે કંઈ ચર્ચા કરવાની ના પાડી દીધી.
બીજે દિવસે બુટેરાયજીના કેટલાક ભક્તો અમરસિંહજી પાસે ગયા અને કહ્યું કે, “જેમ બુટેરાયજી મહારાજે તમારી પાસે ખમતખામણા કર્યા છે તેમ તમારે પણ એમની પાસે જઈને ખમતખામણા કરવા જોઈએ. પરંતુ એટલી વાત થતાંમાં તો અમરસિંહજીના શ્રાવકોએ બુટેરાયજીના શ્રાવકોને ધક્કો મારી બહાર કાઢ્યા, અને અમરસિંહજીનો બીજા દિવસનો વિહાર પણ જાહેર કરી દીધો.
પરંતુ બીજે દિવસે સવારે બુટેરાયજી જંગલમાં ઠલ્લે ગયા ત્યારે અમરસિંહજી ત્યાં રસ્તામાં મળ્યા. એમણે બુટેરાયજીને કહ્યું, “બુટેરાયજી ! હું તમને ખમતખામણા કરવા આવતો હતો, પરંતુ શ્રાવકોએ મને અટકાવ્યો. લોકો બહુ વિચિત્ર છે. હું તમને વારંવાર ખમાવું છું.'
આમ બુટેરાયજી મહારાજ સાથે શાસ્ત્રચર્ચા નિવારી અમરસિંહજીએ ક્ષમાપના કરી લીધી. એથી વિવાદનો વંટોળ શમી ગયો અને જેને જેમાં શ્રદ્ધા હોય તે પ્રમાણે આચરણ કરવા લાગ્યા. અલબત્ત બુટેરાયજી મહારાજના આગમનને કારણે પંજાબમાં આત્મારામજી મહારાજ વગેરે બીજા ઘણા સાધુ-મહાત્માઓએ પણ પોતાના સંપ્રદાયમાંથી નીકળી ગુજરાતમાં જઈ સંવેગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org