________________
૧૧૪
પ્રભાવક સ્થવિરો
મહારાજને પણ બીજા સત્તર સાધુઓ સાથે ગુજરાતમાં આવી સ્થાનકમાર્ગી દીક્ષા છોડી સંવેગી દીક્ષા ધારણ કરવાની પ્રેરણા મળી. આમ ગુજરાત ઉપર પંજાબી સાધુઓના આગમનનો ઘણો મોટો પ્રભાવ પડ્યો.
બુટેરાયજી મહારાજ ખરેખર એક ઊંચી કોટિના સાધુ હતા. તેઓ બ્રહ્મચર્યના પાલનમાં તથા સ્વાદેન્દ્રિય ઉપ૨ વિજય મેળવવામાં ઘણા મક્કમ હતા. તપશ્ચર્યા, વિહાર વગેરે કરવા માટે તેમની પાસે સારું શરીરબળ અને મનોબળ હતું. ભાવનગરમાં ચાતુર્માસ કર્યા પછી બુટેરાયજી મહારાજ પોતાના શિષ્યો સાથે પાલિતાણા પધાર્યા હતા. તે સમયના બેએક પ્રસંગો નોંધાયેલા છે. પાલિતાણામાં મૂલચંદજી ગોચરી વહોરવા જતા. તેઓ પણ પોતાના ગુરુ મહારાજની જેમ એક જ પાત્રમાં બધી ગોચરી વહોરી લાવતા. એવી રીતે મિશ્ર થઈ ગયેલી ગોચરી તેઓ વાપરતા જેથી સ્વાદ ઉપર વિજય મેળવાય.
પંજાબના લોકો દાળશાકમાં ગોળ ન નાખે. એક દિવસ મૂલચંદજી મહારાજ ગોચરી વહોરી લાવ્યા હતા. ગોચરી વાપરતાં બુટેરાયજી મહારાજે મૂલચંદજીને કહ્યું, ‘મૂલા, આ કઢી બહુ ગળી લાગે છે.’ તે વખતે મૂળચંદજી મહારાજે કહ્યું, ‘ગુરુદેવ, એ કઢી નથી પણ કેસરિયા દૂધ છે. એ તો ગળ્યું જ હોય.'
આમ બુટેરાયજી મહારાજે ખાવાની વાનગીઓમાં રસ લીધો નહોતો. પાત્રમાં જે આવે તે તેઓ વાપરી લેતા. શિખંડ, દૂધપાક કે કઢી વચ્ચે એમને બહુ ફે૨ જણાતો નહિ.
પાલિતાણામાં એક દિવસ મૂલચંદજી મહારાજ એક શ્રાવકના ઘરે ગોચરી વહોરવા ગયા ત્યારે તે શ્રાવક પાસેથી જાણવા મળ્યું કે પાલિતાણામાં ઘણા શ્રાવકો રીંગણાનું શાક ખાય છે, અને સ્થાનકવાસી સાધુઓ રીંગણાનું શાક વહોરે પણ છે. બહુબીજના પ્રકારનું આ શાક અભક્ષ્ય ગણાય છે. જેનોથી તે ખવાય નહિ. મૂલચંદજી મહારાજ જ્યારે એ શ્રાવકને ઘરે ગોચરી વહોરવા ગયા ત્યારે તે શ્રાવકે અચાનક ઉત્સાહપૂર્વક રીંગણાનું શાક પાત્રમાં ઠાલવી દીધું. મૂલચંદજી મહારાજે ઉપાશ્રયમાં આવીને ગુરુ મહારાજ બુટેરાયજીને આ વાત કહી. એ ગોચરી તો તેઓને કલ્પે નહિ, એટલે ન વાપરતાં પરઠવી દીધી. પરંતુ બુટેરાયજી મહારાજે એ પ્રસંગે મૂલચંદજી મહારાજને કહ્યું કે ‘મૂલા! આમાં શ્રાવકોનો કંઈ દોષ નથી. વસ્તુતઃ શુદ્ધ આહાર માટે ધર્મપ્રચારની જરૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org