________________
૧૧૮
પ્રભાવક સ્થવિરો
રહ્યા હતા. નગરશેઠ દલપતભાઈ રોજ એમને વંદન કરવા આવતા હતા. અમદાવાદમાં તે જમાનામાં નગરશેઠનું સ્થાન અને માન ઘણું મોટું હતું. શેઠ દલપતભાઈનાં પત્ની ગંગા શેઠાણી પણ ધર્માનુરાગી જાજવલ્યમાન નારી હતાં. છતાં બ્રહ્મષ્ઠિ બુટેરાયજી મહારાજ એટલા બધા નિસ્પૃહ, અનાસક્ત હતા કે પોતાને વંદન કરવા આવનારી બહેનોમાં ગંગા શેઠાણી કોણ છે તે જાણવાની ક્યારેય ઉત્સુકતા દર્શાવી નહોતી.
વિ. સં. ૧૯૩૫ના આસો મહિનામાં દાદાગુરુ ગણિ મણિવિજયજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા.
વિ. સં. ૧૯૩૮માં બુટેરાયજી મહારાજે અમદાવાદમાં પંચોતેર વર્ષની ઉંમરે પંદર દિવસની બીમારી પછી ફાગણ વદ અમાસ (પંજાબી ચૈત્ર વદ અમાસ)ના રોજ રાત્રે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં ઝડપથી પ્રસરી જતાં ત્યાં ત્યાં એમના ભક્તવર્ગમાં શોક છવાઈ ગયો. ચૈત્ર સુદ એકમના રોજ સાબરમતી નદીના કિનારે ચંદનની ચિતામાં એમના પાર્થિવ દેહનો જ્યારે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે ત્યાં હજારો નગરજનોની આંખોમાંથી આંસુ વહ્યાં હતાં.
બુટેરાયજી મહારાજને અંજલિ આપતાં શ્રી ન્યાયવિજયજી મહારાજે લખ્યું છે કે, ‘બુટેરાયજીની દેહમુદ્રામાં પ્રતાપ હતો, આત્મમુદ્રામાં ગુણગૌરવ હતાં અને વિશાલ લલાટપટમાં બ્રહ્મચર્યનું અલૌકિક ઓજસ હતું. એમના પંજાબી ખડતલ દેહમાં સુંદરતા, સુકુમારતા અને સજ્જનતા તરવરતી. બુટેરાયજી મહારાજ એટલે પરમ ત્યાગમૂર્તિ, મહાયોગીરાજ, સત્ય અને સંયમની પ્રતિમા.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org