________________
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ
ચાતુર્માસ દિલ્હીમાં હતું.
કૃપારામને દીક્ષા લેવાની સંમતિ મળી એટલે એમના એક અજૈન મિત્ર અરોડા જાતિના યુવાન જીવનમલે પણ દીક્ષા લેવાનો વિચાર કર્યો. એણે પણ દીક્ષા માટે માતા-પિતા પાસે ઘણી મહેનત પછી સંમતિ મેળવી. તેઓ બંને દિલ્હી જવા નીકળ્યા. એ દિવસોમાં ત્યાં રેલવે નહોતી. પ્રવાસનાં ખાસ સાધનો નહોતાં. બળદગાડી અને ઘોડા ઉપર પ્રવાસ હતો. કૃપારામને માતાપિતા અને કુટુંબીજનોએ ભારે હૈયે વિદાય આપી. તેમની સાથે માસીના દીકરા તથા એક નોકરને મોકલ્યા. વળી બુટેરાયજી મહારાજને ભલામણચિઠ્ઠી લખી કે હાલ કૃપારામને ગૃહસ્થવેશે અભ્યાસ કરાવજો અને ચાતુર્માસ પછી દીક્ષા આપજો.
કૃપારામ ને જીવનમલ દિલ્હી આવી પહોંચ્યા. બુટેરાયજી મહારાજ પાસે અભ્યાસ ચાલુ કર્યો. એમ કરતાં દોઢ મહિનો થઈ ગયો. હવે ચાતુર્માસ શરૂ થવાને થોડા દિવસ હતા. કૃપારામનો વૈરાગ્ય એટલો તીવ્ર હતો કે ચાતુર્માસ પહેલાં દીક્ષા લેવાનો તેમણે આગ્રહ રાખ્યો, કારણ કે ચાતુર્માસમાં દીક્ષા અપાય નહિ. વળી ચાર મહિનામાં સંજોગો કેવા બદલાઈ જાય એની શી ખબર પડે ? એટલે અવસર બરાબર જાણી લઈ તથા બંને યુવાનોના વૈરાગ્યના ભાવની બરાબર કસોટી કરીને ગુરુમહારાજે ચાતુર્માસ બેસતાં પહેલાં અષાઢ સુદ ૧૩ (સં. ૧૯૦૮)ના રોજ તેઓ બંનેને દીક્ષા આપી. કૃપારામનું નામ મુનિ વૃદ્ધિચંદ્રજી રાખવામાં આવ્યું અને જીવનમલનું નામ મુનિ આનંદચંદજી રાખવામાં આવ્યું.
ચાતુર્માસ પહેલાં દીક્ષા આપવામાં આવી એ સારું જ થયું. કારણ કે દીક્ષા પછી થોડા દિવસે રામનગરથી કૃપારામને તેડી જવા માટે પિતાશ્રીનો માણસ આવ્યો હતો, કારણ કે કૃપારામના એક ભાઈનું અવસાન થયું હતું. દીક્ષા સમયસર લેવાઈ ગઈ એથી મુનિ વૃદ્ધિચંદ્રજીને બહુ આનંદ થયો.
દિલ્હીથી વિહાર કરી બુટેરાયજી મહારાજ પોતાના શિષ્યો સાથે જયપુર પધાર્યા. એમની ભાવના ગુજરાત બાજુ વિહાર કરવાની હતી. વૃદ્ધિચંદ્રજી મહારાજે સં. ૧૯૦૯નું ચાતુર્માસ ગુરુમહારાજ સાથે જયપુરમાં કર્યું હતું. સાથે મુનિ મૂલચંદજી, મુનિ પ્રેમચંદજી તથા મુનિ આનંદચંદજી મહારાજ પણ હતા. આ ચાતુર્માસમાં અભ્યાસનો વિશેષ લાભ થયો કારણ કે જયપુરમાં
Jain Education International
૧૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org