________________
શ્રી બુટેરાયજી મહારાજ
૧૦૭
શોભા નહિ રહે એમ સમજીને બુટેરાયજીના એક અનુરાગી બનાતીરામ નામના એક જબરા શ્રાવકે ઊભા થઈને મોટા અવાજે સંત-મહાસતીઓને કહ્યું કે, શું તમે બધાં અહીં શાસ્ત્રની ચર્ચા કરવા આવ્યાં છો કે મારામારી કરવા આવ્યાં છો ? તમને જૈન સાધુ-સાધ્વીઓને આમ કરવું શોભે છે ? તમે બધાં અહીંથી હઠો અને પોતપોતાના સ્થાને જાવ. ખબરદાર, બુટેરાયજીને કોઈએ હાથ અડાડ્યો તો.”
બનાતીરામના અવાજથી બધા ડઘાઈ ગયા. એમની સાથે બીજા કેટલાક શ્રાવકો પણ જોડાઈ ગયા. ગંગારામજીને ખાતરી થઈ ગઈ કે અહીં પોતાનું કશું ચાલશે નહિ. તેઓ ત્યાંથી આઘા ખસી ગયા. ત્યારપછી તેમણે પોતાનાં કેટલાંક સંત-સતીઓને એક બાજુએ લઈ જઈને ધીમા અવાજે ખાનગીમાં કહ્યું, “બુટેરાયજી અહીં પતિયાલામાં વારંવાર આવે છે. અહીં ઘણી તપશ્ચર્યા કરી છે. એટલે એમના અનુરાગી શ્રાવકો અહીં ઘણા છે. એટલે તેઓ બુટેરાયજીનો વેશ ઉતારવા દેશે નહિ. પરંતુ હવે બુટેરાયજી અહીંથી અંબાલા તરફ વિહાર કરવાના છે. જોકે અંબાલામાં પણ તેમના અનુરાગી શ્રાવકો ઘણાં છે, તો પણ આપણા શ્રાવકો પણ ઓછા નથી. એમના દ્વારા ત્યાં આપણે એમનો વેશ ઉતરાવી લઇશું. છતાં જો અંબાલાના શ્રાવકો તેમ નહિ કરે તો મારા ઘણા વણવ ભક્તો છે. તેમની પાસે એમણે એ કામ કરાવી લઈશું. માટે આપણે બધાં અહીંથી જલદી વિહાર કરીને અંબાલા પહોંચી જઈએ અને બુટેરાયજી ત્યાં આવે તે પહેલાં લોકોને તૈયાર કરી દઈએ.'
ગંગારામજી તરત વિહાર કરીને પોતાના સાધુઓ સાથે અંબાલા પહોંચી ગયા. બુટેરાયજીએ પાંચેક દિવસ પતિયાલામાં સ્થિરતા કરીને અંબાલા તરફ વિહાર કર્યો. અંબાલાના કાવતરાની તેમને ખબર ન હતી. વિહાર કરતાં કરતાં
જ્યારે તેઓ અંબાલા શહેર તરફ જતા હતા ત્યારે રસ્તામાં કેટલાક અનુરાગી શ્રાવકોએ બુટેરાયજીને ચેતવ્યા કે, “ગુરુદેવ, અંબાલા શહેરમાં વાતાવરણ બહુ તંગ થઈ ગયું છે. વખતે આપના ઉપર સંકટ આવી પડે. માટે અંબાલામાં પ્રવેશ કરવો તે આપને માટે હિતાવહ નથી. આપ આગળ ચાલ્યા જાવ.'
બુટેરાયજીને એમના શિષ્ય મુનિ પ્રેમચંદજીએ પણ વિનંતી કરી કે, “ગુરુમહારાજ, અંબાલા શહેરમાં આપના માથે ભય છે. માટે આપણે અંબાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org