________________
૧૦૬
બાંધે તો બધાંએ ભેગાં મળી તેમનો સાધુવેશ ખેંચી લેવો.
ભેગા થયેલા ટોળામાંથી ગંગારામ નામના એક સાધુ કે જે જબરા હતા અને જે પોતાને ઘણા વિદ્વાન અને શાસ્ત્રના જાણકા૨ તરીકે ઓળખાવતા હતા તેમણે ઊભા થઈને બધાંની વચ્ચે જોરથી મોટા અવાજે બધાંને સંભળાય એ રીતે બુટેરાયજીને કહ્યું, ‘બુટેરાયજી, જો તમે આગમ સૂત્રોને માનતા હો તો પછી આચાર્યનું કહ્યું પણ તમારે માનવું જોઈએ. પરંતુ તમે તે માનતા નથી.'
બુટેરાયજીએ કહ્યું, ‘હું સૂત્ર સિદ્ધાંતમાં માનું છું, અને આચાર્યનું કહેવું પણ માનું છું.’
ગંગારામજીએ કહ્યું, ‘જો તમે આચાર્યનું કહ્યું માનતા હો તો તમારા ગુરુ નાગરમલજી મુહપત્તી મોઢે બાંધતા હતા અને જિનપ્રતિમામાં માનતા નહોતા, તો તમે એની વિરુદ્ધ કેમ વર્તે છો ? તમે તમારા ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો ? તમે મૃષાવાદી છો; તમે નિહ્નવ છો, તમે મિથ્યાદૃષ્ટિ પતિત સાધુ છો.’
આ સાંભળી બુટેરાયજીએ કહ્યું, મને મારા ગુરુ નાગરમલજીએ શિખવાડ્યું
છે કે
·--
પ્રભાવક સ્થવિરો
Jain Education International
अरिहंतो मह देवो जीवज्जजीवं सुसाहुणो गुरुणो । जिणपत्रतं तत्तं, इह सम्मतं मए गहियं ।।
[સુદેવ અરિહંત, સુસાધુ ગુરુ તથા જિનેશ્વર ભગવાન દ્વારા પ્રરૂપિત તત્ત્વ(ધર્મ)નું જાવજીવ હું શરણ ગ્રહણ કરું છું.]
મારા ગુરુ નાગરમલજીએ મને જે આ શિખવાડ્યું છે તેનો હું સ્વીકાર કરું છું. એમાં સૂત્ર સિદ્ધાંત અને ગુરુની આજ્ઞા બંનેનો સ્વીકાર આવી જાય છે. મારે માટે એ પ્રમાણ છે, ફુગુરુ, ફુધર્મ મારે માટે પ્રમાણ નથી.
આ સાંભળી નક્કી કરેલી યોજના પ્રમાણે ગંગારામજીએ બૂમ પાડીને બધાંને કહ્યું, ‘ભાઈઓ ! બુટેરાયજી સાથે વધારે વાત કરવાનો કોઈ અર્થ નથી. જો તેઓ અત્યારે મુહપત્તી ન બાંધે તો તમે બધાં અત્યારે જ એમનો વેશ ઉતારી લો અને એમને મારીને અહીંથી બહાર કાઢી મૂકો.’
આમ વાદવિવાદ ઉગ્ર ઝઘડામાં પરિણમ્યો. એ જો વધે તો જૈન સાધુઓની
For Private & Personal Use Only
www.jainelibrary.org