________________
૧૦૪
પ્રભાવક સ્થવિરો
ચાતુર્માસ પછી માગસર મહિનામાં તેઓ બંનેએ રામનગરમાં મુહપતીનો દોરો તોડી નાખ્યો. તેઓએ મુહપત્તી હવેથી હાથમાં રાખશે એવું જાહેર કર્યું. પંજાબમાં આ ક્રાંતિકારી ઘટનાથી ઘણો ખળભળાટ મચી ગયો. હવે સ્થાનકમાર્ગી ઉપાશ્રયોમાં જવું તેમને માટે મુશ્કેલ બની ગયું. અલબત્ત આટલા સમય દરમિયાન તેમની સાથે સંમત થનાર શ્રાવકોનો સમુદાય હતો, પરંતુ પરિસ્થિતિ હવે વિકટ થવાની હતી.
આ સમય દરમિયાન દીક્ષા છોડી જનાર પ્રેમચંદજીને ગૃહસ્થ જીવનના કડવા અનુભવો થતાં અને વૈરાગ્યનો ઉદય થતાં તેઓ ફરી દીક્ષા લેવા તૈયાર થયા. પરંતુ તે વખતે બુટેરાયજીને શિયાલકોટ જવાનું અનિવાર્ય હતું. એટલે એમણે પોતાના શિષ્ય મૂળચંદજી મહારાજને પિંડદાદનખા નામના ગામે પ્રેમચંદજીને ફરી દીક્ષા આપવા મોકલ્યા. પરંતુ પ્રેમચંદજી હવે દીક્ષા માટે એટલા અધીરા થઈ ગયા હતા કે વિહાર કરીને મૂળચંદજી મહારાજ ત્યાં પહોંચે તે પહેલાં તો તેમણે બુટેરાયજી મહારાજને પોતાના ગુરુ તરીકે ધારણ કરીને, સંઘ સમક્ષ તથા જિનપ્રતિમાની સાક્ષીએ સાધુનાં વસ્ત્ર પહેરી લીધાં હતાં. ત્યારપછી તેઓ મૂળચંદજી મહારાજ સાથે વિહાર કરીને બુટેરાયજી મહારાજ સાથે જોડાઈ ગયા હતા.
બુટેરાયજી મહારાજે મુહપત્તીનો દોરો કાઢી નાખ્યો તે પછી પંજાબમાં વિચરવાનું આરંભમાં એમને માટે બહુ કઠિન બની ગયું. તેમ છતાં એવા વિરોધના વંટોળ વચ્ચે પણ તેઓ સ્વસ્થતાથી અને નિડરતાથી વિચરતા રહ્યા હતા.
એક બાજુ એમની વિદ્વત્તા, વિનમ્રતા, સરળતા અને લોકપ્રિયતા કેવી હતી અને બીજી બાજુ તેમને માથે કેવાં સંકટો આવી પડ્યાં હતાં તેના કેટલાક પ્રસંગો નોંધાયા છે. શરૂઆતનો એક પ્રસંગ પતિયાલા શહેરનો છે.
પંજાબના સ્થાનકવાસી સંપ્રદાયના મુખ્ય ઋષિ અમરસિંહજી ત્યારે પતિયાલામાં બિરાજમાન હતા. અમરસિંહજીના ગુરુભાઈએ સિત્તેર જેટલા ઉપવાસની તપશ્ચર્યા કરવા ધારી હતી. સાઠ જેટલા ઉપવાસ પછી તપશ્ચર્યા દરમિયાન જ તેઓ કાળધર્મ પામ્યા. એ પ્રસંગે પતિયાલામાં એક ગુણાનુવાદ મહોત્સવ રાખવામાં આવ્યો હતો. એ અવસરે ચારે બાજુથી હજારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org