________________
શ્રી બુટેરાયજી મહારાજ
૧૦૩
છોડી દઈને ગૃહસ્થ વેશ અંગીકાર કર્યો હતો. આથી બુટેરાયજી એકલા પડી ગયા હતા. પરંતુ આવી ધાકધમકીઓથી તેઓ ડરતા નહોતા, કારણ કે તેઓ આત્માર્થી હતા અને જિનતત્ત્વમાં અડગ શ્રદ્ધા ધરાવનાર હતા.
એવામાં પ્રેમચંદજી નામના એક સાધુએ પોતાના ગુરુમહારાજને છોડીને બુટેરાયજી પાસે આવીને ફરીથી દીક્ષા લીધી હતી. તેઓ તેમની સાથે ચારેક વર્ષ રહ્યા હતા. બુટેરાયજીએ પ્રેમચંદજીને આગમશાસ્ત્રોનો સારો અભ્યાસ કરાવ્યો હતો. પરંતુ કુંજરાવાળા નગરમાં તેઓ ચાતુર્માસ હતા ત્યારે એક દિવસ મુનિ પ્રેમચંદજીએ કહ્યું, “ગુરુદેવ, મારાથી હવે દીક્ષા પળાતી નથી. મારું મન ડામાડોળ થઈ ગયું છે. મારી કામવાસના બહુ જાગ્રત રહે છે. મારાં ભોગાવલી કર્મનો ઉદય થયો લાગે છે. માટે મને દીક્ષા છોડવાની આજ્ઞા આપો.”
બુટેરાયજી મહારાજે એમને ખૂબ સમજાવ્યા, પરંતુ જ્યારે લાગ્યું કે એ સાધુજીવનમાં હવે ટકી શકે તેમ નથી, ત્યારે તેમણે દીક્ષા છોડવાની અનુમતિ આપી. મુનિ પ્રેમચંદજીએ દીક્ષા છોડીને, લગ્ન કરીને ગૃહસ્થ જીવન સ્વીકાર્યું. લાહોરમાં જઈને એમણે સિપાઈની નોકરી લીધી. ગૃહસ્થ વેશે તેઓ કોઈ કોઈ વાર ગુરુમહારાજને વંદન કરવા આવતા.
સં. ૧૯૦૨નું ચાતુર્માસ બુટેરાયજી મહારાજે પર્સરમાં કર્યું. તે વખતે એક નવયુવાન એમના સંપર્કમાં આવ્યો. એમનું નામ મૂળચંદ હતું. એમની ઉમર નાની હતી, પણ એમની બુદ્ધિની પરિપક્વતા ઘણી હતી. વળી એમણે જુદા જુદા સાધુઓ પાસે શાસ્ત્રાભ્યાસ પણ કર્યો હતો. બુટેરાયજીના મુહપત્તી અને પ્રતિમાપૂજનના વિચારો એમણે જાણી લીધા હતા, અને તે પોતાને સાચા જણાતાં તેમણે પણ ચર્ચા ઉપાડી હતી. ત્યારપછી સોળ વર્ષની વયે એમણે બુટેરાયજી પાસે દીક્ષા લીધી. એમનું નામ મૂળચંદ હતું એટલે સાધુ તરીકે એમનું નામ મૂળચંદજી રાખવામાં આવ્યું. તેમણે ગુરુમહારાજ બુટેરાયજી સાથે રામનગરમાં ચાતુર્માસ કર્યું.
મૂળચંદજી મહારાજ જેવા તેજસ્વી અને નીડર શિષ્ય મળતાં બુટેરાયજીની નૈતિક હિંમત હતી તે કરતાં પણ વધી ગઈ. વિ. સં. ૧૯૦૩નું ચાતુર્માસ તેઓ બંનેએ લાહોર પાસે ચંદ્રભાગા નદીના કિનારે આવેલા રામનગરમાં કર્યું. તે વખતે ગુરુ-શિષ્ય વચ્ચે મુહપત્તી વિશે ઘણી વિચારણા થઈ, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org