________________
૧૦૮
પ્રભાવક સ્થવિરો
શહેરમાં ન જતાં અંબાલા કેન્ટોનમેન્ટ-છાવણી તરફ વિહાર કરીએ.'
બુટેરાયજીએ કહ્યું, “ભાઈ પ્રેમચંદ ! એમ ઉપસર્ગોથી ડરી જઈએ તે કેમ ચાલે ? ભગવાન મહાવીરને પણ ઉપસર્ગો અને પરીષહો થયા હતા. એટલે આપણે ડરવું ન જોઈએ. પરંતુ જો તને ડર લાગતો હોય તો તું સીધો અંબાલા છાવણી પહોંચી જા. હું અંબાલા શહેરમાં બે-ત્રણ દિવસ રોકાઈને પછી ત્યાં આવીશ.” | મુનિ પ્રેમચંદજી સાચે જ ડરી ગયા હતા. તેઓ અંબાલા શહેરમાં ન જતાં સીધા છાવણીમાં પહોંચી ગયા. બુટેરાયજી એકલા વિહાર કરતા અંબાલા શહેરમાં પધાર્યા. પોતે સ્થાનકમાં ઊતર્યા અને ગોચરી લાવીને આહાર–પાણી કર્યા.
અંબાલા શહેરમાં ઋષિ અમરસિંહ, ગંગારામજી વગેરે અગાઉથી આવી ગયા હતા. અંબાલામાં મોહોરસિંહ નામના એક જૈન શ્રાવક હતા, તેઓ સૂત્ર-સિદ્ધાંતના અભ્યાસી હતા અને બુટેરાયજીના પણ અનુરાગી હતા. ગંગારામજીએ બુટેરાયજીને સમજાવવા માટે મોહોરસિંહને મોકલ્યા. મોહોરસિંહ બુટેરાયજી પાસે આવ્યા અને મુહપત્તીની ચર્ચા કરી. બુટેરાયજીએ કહ્યું, “ભાઈ મોહોરસિંહ, તમે સૂત્રસિદ્ધાંતના અભ્યાસી છો. તમે એમાંથી મુહપત્તી મોઢે બાંધવાનો પાઠ બતાવો તો હું મુહપત્તી મોઢે બાંધી લઈશ.”
તેઓ બંને વચ્ચે મુહપત્તી વિશે શાસ્ત્રનાં વચનોની ચર્ચા-વિચારણા થઈ. એથી મોહોરસિંહને ખાતરી થઈ કે મુહપત્તીની મોઢે બાંધવાની વાત જિનાગમમાં ક્યાંય આવતી નથી. એટલે એમણે કહ્યું, “ગુરુદેવ, આપની વાત સત્ય છે. હું સ્વીકારું છું. પરંતુ અહીંનું વાતાવરણ પ્રતિકૂળ છે. અહીં આપનું અપમાન થવાના સંજોગો છે. જો અમે આપના પક્ષે રહીએ તો અમારે પણ તકલીફ ભોગવવાની આવે, માટે આપ મુહપત્તી મોઢે બાંધી લો તે સારી વાત છે.” પરંતુ બુટેરાયજીએ તેમ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો.
મોહોરસિંહે આવીને ગંગારામજીને કહ્યું કે, “બુટેરાયજી મુહપત્તી મોઢે બાંધવાની સ્પષ્ટ ના કહે છે. તેઓ પોતાની શ્રદ્ધામાં અને પોતાના નિશ્ચયમાં બિલકુલ અડગ છે.”
બીજે દિવસે અંબાલા શહેરમાં એક સ્થાનકમાં બધાં સાધુ-સાધ્વી એકત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org