________________
૧૧૦
પ્રભાવક સ્થવિરો
જેથી બુટેરાયજીને સ્થાનકમાં ઊતરવાની સગવડ કે ગોચરી–પાણી મળે નહિ, પરંતુ તેઓ બહુ ફાવતા નહિ.
અંબાલાના આ પ્રસંગ પછી બુટેરાયજી મહારાજ અંબાલા છાવણી ગયા. ત્યાંથી મુનિ પ્રેમચંદજીને સાથે લીધા. ત્યાંથી વિહાર કરીને મેરઠ થઈ દિલ્હી પધાર્યા. એક મહિનો ત્યાં રહી ફરી પંજાબ તરફ પધાર્યા. અંબાલા, માલેરકોટલા, પતિયાલા, લુધિયાના, હોશિયારપુર, જલંધર, અંડિયાલા ગુરુ, અમૃતસર વગેરે સ્થળે વિચરી તેઓ ગુજરાનવાલા પધાર્યા, પોતાના શિષ્ય મુનિ મૂલચંદજી અહીં કર્મચંદજી શાસ્ત્રી પાસે અભ્યાસ કરવા રોકાયા હતા તેમને લઈ વિહાર કરતા તેઓ દિલ્હી પધાર્યા. દિલ્હીમાં સં. ૧૯૦૮માં તેમણે બે યુવાનોને બહુ ધામધામપૂર્વક દીક્ષા આપીને એકનું નામ રાખ્યું વૃદ્ધિચંદ્રજી અને બીજાનું નામ રાખ્યું મુનિ આનંદચંદજી.
બુટેરાયજી મહારાજની ભાવના હતી સિદ્ધાચલની યાત્રા કરવાની અને ગુજરાતના સંવેગી સાધુઓને સમાગમ કરી પોતાની શંકાઓનું સમાધાન કરવાની. એટલા માટે દિલ્હીથી એમણે પોતાના ચારે શિષ્યો મુનિ મૂલચંદજી, મુનિ પ્રેમચંદજી, મુનિ વૃદ્ધિચંદ્રજી અને મુનિ આનંદચંદજીની સાથે ગુજરાત તરફ પહોંચવાની ભાવના સાથે વિહાર કર્યો. એક પછી એક ગામે વિહાર કરતા તેઓ પાંચેય જયપુર મુકામે પધાર્યા. વિ. સં. ૧૯૦૯નું ચાતુર્માસ તેઓએ જયપુરમાં કર્યું. ચાતુર્માસ પછી તેઓ બધા વિહાર કરી કિસનગઢ થઈ અજમેર પહોંચ્યા. અજમેરથી તેઓ નાગોર પહોંચ્ય.નાગોરમાં મુનિ વૃદ્ધિચંદ્રજીના પગમાં સંધિવાના કારણે અસહ્ય પીડા થવા લાગી. એટલે તેઓને નાગોરમાં રોકાઈ જવું પડ્યું. દરમિયાન મૂલચંદજી મહારાજે ગુજરાત બાજુ વિહાર કર્યો. આનંદચંદજી મહારાજનું ચિત્ત સંયમપાલનમાં ડગુમગુ રહેવા લાગ્યું. થોડા વખતમાં તેઓ સાધુનો વેશ છોડીને યતિ બની ગયા અને જ્યોતિષનો વ્યવસાય કરવા લાગ્યા.
થોડા વખત પછી બિકાનેરથી સંઘના આગેવાનો નાગોર આવ્યા અને બુટેરાયજી મહારાજને બિકાનેર ચાતુર્માસ માટે પધારવા વિનંતી કરી. એ વિનંતીનો સ્વીકાર કરી બુટેરાયજી મહારાજે બિકાનેર તરફ વિહાર કર્યો. દરમિયાન વૃદ્ધિચંદ્રજી મહારાજને પગની પીડા ઓછી થઈ ગઈ, એટલે તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org