________________
શ્રી બુટેરાયજી મહારાજ
સાધુઓ ચડિયાતા લાગ્યા. આથી એમનું મન ડામાડોળ રહેવા લાગ્યું. તેઓ પોતાના સ્થાનકવાસી ગુરુ નાગરમલજી સાથે રહેવાનું નક્કી કરીને જોધપુરથી વિહાર કરીને પાછા દિલ્હી આવી પહોંચ્યા. દિલ્હીમાં એમણે ગુરુમહારાજ સાથે બે ચાતુર્માસ કર્યા.
વૃદ્ધાવસ્થા અને નાદુરસ્ત તબિયતના કારણે ઋષિ નાગરમલજીએ દિલ્હીમાં જ સ્થિરવાસ કર્યો હતો. બુટેરાયજી એમની પાસે પાછા આવ્યા હતા. પરંતુ ગુરુમહારાજનો પહેલાં જેટલો ઉલ્લાસભર્યો ભાવ હવે જણાયો નહિ. તો પણ બુટેરાયજી દંભ-કપટ વિના સરળતાથી ગુરુમહારાજ સાથે રહીને તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા. બુટેરાયજીએ ગુરુમહારાજને વિનંતી કરી કે તેઓ પોતાને વધુ શાસ્ત્રાભ્યાસ કરાવે. પરંતુ ગુરુમહારાજ હવે મન મૂકીને શાસ્ત્રાભ્યાસ કરાવતા હોય એવું બુટેરાયજીને લાગતું નહિ.
કેટલાક સમય પછી ગુરુમહારાજ વધુ બીમાર પડ્યા. બુટેરાયજીએ દિવસ-રાત જોયા વગર અથાગ પરિશ્રમપૂર્વક એમની સેવા-ચાકરી કરી. તેમનાં ઠલ્લો-માત્રુ પણ તેઓ જરા પણ કચવાટ વગર, બલકે હોંશથી સાફ કરતા અને આસપાસ ક્યાંય જવું હોય તો બુટેરાયજી તેમને ઊંચકીને પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જતા. રોજ ઉજાગરા થતા તો પણ તેઓ ગુરુમહારાજની પાસે ખંતથી, ઉત્સાહથી અને ગુરુસેવાના ભાવથી બેસી રહેતા અને તેમની સતત સંભાળ રાખતા અને રાત્રે જ્યારે જ્યારે સમય મળે ત્યારે પોતે ગોખેલાં સૂત્રો, થોકડા, બોલ વગેરે બોલીને યાદ કરી લેતા. બુટેરાયજીની વૈયાવચ્ચ નાગરમલજી મહારાજના હૃદયને સ્પર્શી ગઈ. તેમના હૃદયનું પરિવર્તન થયું. અંતિમ સમયે એમણે કહ્યું, “બુટા, તે મારી બહુ સેવાચાકરી કરી છે, મેં તને જોઈએ તેટલો અભ્યાસ કરાવ્યો નથી. તારી જિજ્ઞાસા અને જ્ઞાનની ભૂખ ઘણી મોટી છે, માટે તું આ મારી પાંચ મૂલ્યવાન હસ્તલિખિત પ્રતો તારી પાસે જ રાખજે. તું સદા સુખી રહેજે અને ધર્મનો પ્રચાર કરજે. તું કોઈ પણ કદાગ્રહી સાધુનો સંગ કરતો નહિ. જ્યાં તને શુદ્ધ ધર્મની પુષ્ટિ થતી લાગે ત્યાં તે રહેજે અને તે પ્રમાણે કરજે.” આમ આશિષ આપી ઋષિ નાગરમલજી મહારાજ કાળધર્મ પામ્યા.
પોતાના ગુરુમહારાજના કાળધર્મ પછી બુટેરાયજી મહારાજ વિહાર કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org