________________
શ્રી ચારિત્રવિજયજી મહારાજ
ધારશી બચી ગયો.
સંકલ્પો તો ઘણા માણસો કરે છે; કેટલાક પ્રતિજ્ઞા પણ લે છે, પરંતુ આપત્તિ ટળી ગયા પછી, લીધેલી આકરી પ્રતિજ્ઞા નિષ્ઠાપૂર્વક પાર પાડવાનું કામ તો કોઈક વિરલ વ્યક્તિઓ દ્વારા જ થાય છે. ધારશી પોતાની પ્રતિજ્ઞામાં અડગ રહ્યો. વેપાર કરીને મોટા વેપારી થવાનું પ્રલોભન છોડી દઈ દીક્ષા લેવા માટે મુંબઈથી સ્ટીમરમાં બેસી તે કચ્છ ગયો. માંડવી બંદરે ઊતરી, પિતાને મળવા ન જતાં બંદર પાસે જ રસ્તામાં મળેલા કાનજી સ્વામી નામના એક સ્થાનકમાર્ગી સાધુ પાસે તેણે દીક્ષા લેવાની ભાવના દર્શાવી. કાનજી સ્વામી પોતાના ગુરુ વ્રજપાળ સ્વામી પાસે તેને લઈ ગયા.
વ્રજપાળ સ્વામીએ ધારશીને ધારીધારીને જોયો. એની આંખો તેજસ્વી હતી. ચેના ચહેરા ઉપર ચમક હતી. એની મુખાકૃતિ સરસ હતી. એમાં ઉજ્જવળ ભાવિની આગાહી જણાતી હતી. છતાં દીક્ષા આપતાં પહેલાં માણસને ચકાસવો જોઈએ. વ્રજપાલ સ્વામીએ કહ્યું, ‘ભાઈ ! જેણે દીક્ષા લેવી હોય એ માણસ નિર્વ્યસની હોવો જોઈએ. તને કોઈ વ્યસન છે ?' ધારશીએ ડોકું નમાવ્યું. વ્રજપાળ સ્વામીએ કહ્યું, ‘તો પછી તું દીક્ષા કઈ રીતે લઈ શકે ? શાનું વ્યસન છે ?’ ધારશીએ કહ્યું, બીડીનું વ્યસન છે. પણ હું તે છોડી શકીશ. સ્વામીએ કહ્યું, ‘એમ વ્યસન સહેલાઈથી છૂટતું નથી.' ધારશીએ કહ્યું, ‘અત્યારથી જ હું તે કાયમ માટે છોડી દઈશ.’ એમ કહી તે સ્થાનકની બહાર ગયો. એક ઓટલા પર બેઠો. પોતાની પોટલીમાંથી મુંબઈથી લાવેલી બીડીઓ કાઢી. પિવાય એટલી પી લીધી અને બાકીની બધીને દીવાસળી ચાંપી દીધી.
ધારશી સ્થાનકમાં પાછો આવ્યો અને પોતે કાયમ માટે બીડી છોડી દેવાની પ્રતિજ્ઞા લેવા તૈયાર થયો. વ્રજપાળ સ્વામીએ ધારશીની મક્કમતાની પ્રશંસા કરી. એમણે ધારશી પાસે પ્રતિજ્ઞા લેવડાવી. પરંતુ એમણે માતા-પિતા કે સંઘની આજ્ઞા વગર તરત દીક્ષા આપવાની ના પાડી. આજ્ઞા મળે તે દરમિયાન પોતાની સાથે રહીને વિદ્યાભ્યાસ કરવા જણાવ્યું.
દરમિયાન ધારશીને તેડવા માટે પોતાને ગામમાંથી નીકળેલા પરંતુ સ્ટીમર પર મોડા પહોંચેલા પિતા ઘેલાશા ધારશીને બંદર ઉપર ન જોતાં નિરાશ થઈ પાછા ઘરે ફર્યા. પાછળથી ધારશીની ભાળ મળતાં તેઓ તેને લેવા માટે વ્રજપાળ
Jain Education International
૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org