________________
શ્રી ચારિત્રવિજયજી મહારાજ
૮૯
મદદ કરી શકે. તેઓ ગોપનાથ હતા. મુનિશ્રી વિહાર કરીને ત્યાં પહોંચી ગયા. આટલો વિહાર કરીને મુનિશ્રી આવ્યા છે એમ જાણ્યું એટલે બાબત કંઈક મહત્ત્વની હોવી જોઈએ એમ મેજર સાહેબ તરત સમજી ગયા. મુનિશ્રીએ બધી પરિસ્થિતિ સમજાવી. એનું પરિણામ સારું આવ્યું. મુનિશ્રીની મુશ્કેલી સમજી જઈને સાહેબે સરસ ઉકેલ કાઢી આપ્યો. સંસ્થા માટે રેલવે સ્ટેશન પાસે પાંચ વિઘા જમીન ૯૯ વર્ષના પટે કરી કરી આપી. અને તેમાં સંસ્થાનું પોતાનું નવું મકાન ન થાય ત્યાં સુધી સરકારી મકાનમાંથી તેમને ખાલી નહિ કરાવવામાં આવે એવો હુકમ કરી આપ્યો. આથી આનંદવિભોર થયેલા મુનિશ્રીએ મેજર સાહેબને વિનંતી કરી કે ગુરુકુળના નવા મકાનનું ખાતમુહૂર્ત મેજર સાહેબના હાથે જ થાય. મેજર સાહેબે એ વિનંતી સ્વીકારી અને પ્રમાણે “શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળના મકાનનો પાયો વિ. સં. ૧૯૭૦ના વૈશાખ સુદ ત્રીજ-અખાત્રીજના દિવસે મેજર એચ. એસ. સ્ટ્રોંગના હાથે નખાયો. કેવો વિરલ સુભગ સમન્વયભર્યો સંયોગ ! અથાગ પરિશ્રમ લઈ શ્રી ચારિત્રવિજયજી મહારાજે સ્થાપેલી આ સંસ્થાએ ત્યારથી અનેક તેજસ્વી વિદ્યાર્થીઓનાં જીવનઘડતરમાં કેટલો બધો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે ! એટલા માટે જ આરંભના વખતમાં કોઈ કોઈ ટીકાકારો મહારાજશ્રીને એમ કહેતા કે આ સંસ્થા બહુ લાંબા વખત સુધી ચાલશે નહિ ત્યારે મહારાજશ્રી પૂરા આત્મવિશ્વાસપૂર્વક કહેતા કે કેમ નહિ ચાલે? અમે એના પાયામાં જાતમહેતનનું સીસું પૂર્યું છે. એના પાયા એમ કોઈ હચમચાવી શકશે નહિ. આરંભમાં આર્થિક મુશ્કેલી ઘણી પડતી, પરંતુ મહારાજશ્રી નિરાશ થાય એવા નહોતા. એક વખત મુનીમે આવીને કહ્યું, “મહારાજશ્રી ! સિલકમાં પૈસા નથી. આવતી કાલે શું કરીશું?' મહારાજશ્રીએ કહ્યું, “આવતી કાલે મનીઑર્ડર આવશે.” અને બરાબર એ જ પ્રમાણે આર્થિક મદદનો મનીઑર્ડર આવ્યો હતો.
મેજર સ્ટ્રોંગના પરિચયથી મહારાજશ્રીને ફરી એક વાર પણ લાભ થયો. સં. ૧૯૭૧નું ચાતુર્માસ મહારાજશ્રીએ પાલિતાણામાં કર્યું. એ વખતે ત્યાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો. ગુરુકુળના વિદ્યાર્થીઓને લઇને મહારાજશ્રી ટાણા ગામે ચાલ્યા ગયા. ત્યાં એમને વિચાર આવ્યો કે બહારગામથી આવતા યાત્રાળુઓનું શું થતું હશે ? સુખરૂપ જાત્રા કરી શકતા હશે ? પાલિતાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org