________________
૯૦
પ્રભાવક સ્થવિરો
આવી તપાસ કરી તો જાણવા મળ્યું કે રાજ્ય તરફથી ફરમાન નીકળ્યું છે કે ડુંગર ઉપરની જાત્રા બંધ કરવામાં આવી છે અને જાત્રાળુને પાલિતાણામાં પ્રવેશ કરવા નહિ દેવાય. ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી રોજ સેંકડો જાત્રાળુઓ કાર્તિકી પૂર્ણિમા માટે આવી રહ્યા હતા. પણ તે બધા સિહોરના સ્ટેશને અને સિહોર ગામની ધર્મશાળાઓમાં પડી રહ્યા હતા. મહારાજશ્રીએ રાજ્યને સમજાવવા કોશિશ કરી અને કંઈક રસ્તો કાઢવા કહ્યું, પણ રાજ્ય તરફથી જરા પણ મચક આપવામાં આવી નહિ. એટલે મહારાજશ્રી મેજર સાહેબ પાસે પહોંચ્યા. એમની સાથે વિચારવિનિમય કરી એવો ઉપાય નક્કી કર્યો કે યાત્રાળુઓ ગામ બહાર ગુરુકુળમાં ઊતરે. ત્યાંથી બહારના રસ્તે થઈ, ગામમાં દાખલ થયા વિના, જાત્રા કરી પાછા ગુરુકુળમાં આવે. ત્યાં ભોજનઉતારાની પાકી વ્યવસ્થા કરવામાં આવી. મેજરસાહેબનો હુકમ રાજ્યને માનવો પડ્યો અને યાત્રાળુઓ નિર્વિને શત્રુંજયની યાત્રા કરી શક્યા.
પાલિતાણામાં આમ મહારાજશ્રીની ધારણા પ્રમાણે બધું પાર પડે છે. મહારાજશ્રી વચનસિદ્ધ પુરુષ છે એવી વાત જાણીતી થઈ હતી. નૈષ્ઠિક, બ્રહ્મચર્ય, નિઃસ્વાર્થ પરોપકારવૃત્તિ અને મંત્રસાધનાને કારણે મહારાજશ્રીની એવી શક્તિની પ્રતીતિ પણ કેટલાકને થઈ હતી. ગુરુકુળના મેનેજર ઝવેરચંદ માધવજીનો એક પ્રસંગ પણ નોંધાયેલો છે. એમનાં લગ્ન થયાંને દસેક વર્ષ થયાં હતાં છતાં કોઈ સંતાન પ્રાપ્ત થયું નહોતું અને હવે કોઈ સંતાન થાય એવી આશા પણ જણાતી નહોતી. એથી તેઓ “એક દીકરો હોત તો સારું...” એમ નિ:સાસો નાખતા અને મહારાજશ્રીના કંઈક આશીર્વાદ મળે એમ ઇચ્છતા. એક દિવસ તેઓ નામું લખતા હતા અને આવો નિઃસાસો નાખ્યો ત્યારે મહારાજશ્રીએ
ત્યાં આવીને રમતા કૂતરાના એક ગલૂડિયાને બતાવી કહ્યું, “દીકરો દીકરો શું કરે છે ? લે પેલો દીકરો. એને રોજ નવડાવી-ધોવરાવી દૂધ પાજે.” મહારાજશ્રીના વચન અનુસાર મેનેજરે એ ગલૂડિયાને ઘરમાં રાખી સારી રીતે સાચવ્યું. થોડા વખતમાં જ એણે મહારાજશ્રીને સમાચાર આપ્યા કે પોતાની પત્ની સગર્ભા થઈ છે. ત્યારપછી ઘરે દીકરાનો જન્મ થયો. મોટો થતાં એ દીકરાએ ગુરુકુળમાં જ રહીને અભ્યાસ કર્યો હતો.
જીવનનાં અંતિમ વર્ષોમાં ચારિત્રવિજયજીએ પોતાના વતન કચ્છમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org