________________
શ્રી બુટેરાયજી મહારાજ
સોબતમાં અને ત્યાગ-વૈરાગ્યની વાતોમાં વધુ રસ પડતો હતો.
દુલુઆ નાનુંસરખું ગામ હતું. ત્યાં પ્રાથમિક શાળા પણ નહોતી એટલે બુટાસિંહને શાળામાં અભ્યાસ ક૨વાની કોઈ તક મળી નહોતી. ગામમાં શીખ ધર્મનું મંદિર ગુરુદ્વારા હતું. બુટાસિંહનાં માતા-પિતા શીખ ધર્મ પાળતાં હતાં અને ગુરુદ્વારામાં જતાં.
૯૫
બુટાસિંહ જ્યારે આઠેક વર્ષના થયા ત્યારે એમના પિતાનું અવસાન થયું હતું. હવે કુટુંબમાં માત્ર માતા અને પુત્ર બે જ રહ્યાં હતાં. માતા પોતે જ્યારે ગુરુદ્વારામાં જતી ત્યારે તે સાથે નાના બાળક બુટાસિંહને લઈ જતી. ગુરુદ્વારામાં નિયમિત જવાને કારણે માતાની સાથે બુટાસિંહ પણ ધર્મપ્રવચન કરનાર ગ્રંથિસાહેબ જે ધર્મોપદેશ આપતા તે સાંભળતા હતા. વળી બપોરે બુટાસિંહ ગુરુદ્વારામાં જતા. ત્યાં છોકરાઓને શીખોની ગુરુમુખી ભાષાલિપિ શીખવવામાં આવતી. આમ કરતાં કરતાં બુટાસિંહને ગુરુમુખી ભાષા લખતાં-વાંચતાં આવડી ગઈ. શીખ ધર્મના ગ્રંથો જેવા કે, ‘ગ્રંથસાહેબ’, ‘મુખમણિ’, ‘જપુજી’ વગેરે વાંચવાની તક પણ તેમને સાંપડી. વળી ગુરુદ્વારામાં પધારનાર સંતોનો પરિચય પણ થવા લાગ્યો. આમ રોજ નિયમિત ગુરુવાણીના શ્રવણ દ્વારા વધતા જતા ધર્માભ્યાસી બુટાસિંહને ધર્મ પ્રત્યે રુચિ વધવા લાગી.
સોળેક વર્ષની ઉંમર થઈ હશે ત્યારે એક દિવસ બુટાસિંહે પોતાની માતાને કહ્યું, ‘મા ! મારે લગ્ન કરીને ઘરસંસાર માંડવો નથી. મારે સાધુ થવું છે.’ એ સાંભળતાં જ માતાને સિદ્ધવચની બાબાએ કરેલી આગાહી સાચી પડતી લાગી. બુટાસિંહે જ્યારે સંન્યાસ લેવા માટે માતાની આજ્ઞા માંગી ત્યારે માતાએ એમને સમજાવતાં કહ્યું, ‘બેટા, મારા જીવનનો તું જ એક માત્ર આધાર છે. તારા પિતાનો સ્વર્ગવાસ થયો છે. તારે બીજાં કોઈ ભાઈબહેન નથી. એટલે તું ઘ૨ની અંદર પણ સંન્યાસી તરીકે રહી શકે છે. તારો સ્વભાવ જોતાં હું તને લગ્ન ક૨વાનું ક્યારેય કહીશ નહિ. તારા માટે સિદ્ધવચની મહાત્માએ કરેલી આગાહી હું જાણું છું. તું સાધુ થશે એ વાત સાચી છે, પરંતુ તું ઘરમાં રહીને સાધુપણું પાળી શકે છે. એમ કરશે તો મને પણ સહારો રહેશે. તારે જો સાધુ થવું હોય તો મારા ગયા બાદ તું થજે.’
બુટાસિંહે કહ્યું, ‘માતાજી ! ઘરમાં મારું જરા પણ મન લાગતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org