________________
૯૬
પ્રભાવક સ્થવિરો
જીવનનો ભરોસો નથી. વળી પંજાબના ઈતિહાસમાં તો કેટલીય માતાઓએ ધર્મને ખાતર પોતાના સંતાનને અર્પણ કરી દીધાં હોય એવા દાખલા છે. માટે મને ઘર છોડીને જવાની આજ્ઞા આપો.'
એ વખતે માતાજીએ કહ્યું, ‘બેટા, તું જો ઘર છોડીને જવા માટે મક્કમ હોય તો મારી તને એટલી જ સલાહ છે કે આ એક ઘરસંસાર છોડીને બીજા પ્રકારનો ઘરસંસાર તું વસાવતો નહિ. તું સાચો ત્યાગી સંન્યાસી બને એ મને વધુ ગમશે. માટે ભલે વાર લાગે, પણ તું કોઈ સાચા ત્યાગી—વૈરાગી-વિદ્વાન સાધુની શોધ કરીને પછી એમની પાસે સંન્યાસ લેજે. તને જ્યાં જ્યાં જવાનું મન થાય ત્યાં ત્યાં તેવા સંન્યાસીઓ પાસે જઈને રહેજે અને તારું મન ન ઠરે તો ઘરે પાછો આવતો રહેજે. આ ઘર તારું જ છે અને તારે માટે હંમેશાં ખુલ્લું જ છે. તું જે મહાત્મા પાસે સંન્યાસ લેવાનું નક્કી કરે એની વાત પહેલાં મને કરજે અને પછી સંન્યાસ લેજે.'
માતાની આજ્ઞા મળતાં બુટાસિંહે સદ્ગુરુની શોધ શરૂ કરી. જ્યાં ક્યાંયથી માહિતી મળતી તો તે સાધુ મહાત્માને મળવા માટે તેઓ દોડી જતા અને એમની સાથે થોડા દિવસ રહેતા. એ રીતે તેઓ કોઈ કોઈ વખત શીખ ધર્મગુરુ સાથે રહ્યા, કોઈ વખત ફકીરો સાથે રહ્યા, કોઈ વખત નાથ સંપ્રદાયના બાવાઓ સાથે રહ્યા, કોઈ વખત ધૂણી ધખાવનાર અને ચરસ-ગાંજો પીનાર ખાખી બાવાઓ સાથે રહ્યા, પરંતુ તેમને ક્યાંય પૂરો સંતોષ થતો નહિ. સંન્યાસીઓની સાથે રહેવાથી તે તે સંન્યાસીઓના સ્વભાવની વિચિત્રતાઓ કે મર્યાદાઓનો અને તેમના જીવનમાં ધન, મિલકત, કીર્તિ, નારી કે એવા કોઈ માટે રહેલી વાસનાઓનો પરિચય થતો. તેઓ ઘરે આવીને પોતાની માતાને દરેકના અનુભવની વાત કરતા. માતા તેમને આશ્વાસન આપતાં કહેતી કે, ‘બેટા, ભલે મોડું થાય, ભલે જવા-આવવાનો ખર્ચ વધુ થાય. પણ તું ફિકર કરતો નહિ. આ ઘર તારું જ છે. માટે સદ્ગુરુની શોધમાં ઉતાવળે નિર્ણય લેતો નહિ.’ આ રીતે બુટાસિંહે પંજાબમાં ઠેઠ કાંગડા અને કુલુ મનાલી સુધી અને બીજી બાજુ જમ્મુ અને કાશ્મીર સુધી સાત-આઠ વર્ષ સુધી ઘણી રખડપટ્ટી કરી, કેટલાય સંન્યાસી, ફકીર, લિંગિયા, નાથ, જોગી વગેરેનો સંપર્ક કર્યો, પરંતુ ક્યાંય એમનું મન ઠરતું નહિ. ઘણાખરા તો ગાંજો, ચરસ, અફીણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org