________________
૮૮
પ્રભાવક સ્થવિરો
પાણીમાં થીજી ગયેલાંને દવાઓ અને ખાવાનું આપવાની વ્યવસ્થા કરી. બેભાન થઈ ગયેલાં માટે ઉપચારો ચાલુ કરી તેમને બચાવી લેવામાં આવ્યાં. સરકારી દવાખાનાના પારસી ડૉક્ટર શ્રી હોરમસજી આ કોલાહલથી જાગી ગયા. મુનિશ્રી અને એમના વિદ્યાર્થીઓએ લોકોને બચાવવા જે ભગીરથ કાર્ય કર્યું તે તેમણે નજરે જોયું. તેમણે એ વિશે લેખિત અહેવાલ બ્રિટિશ એડમિનિસ્ટ્રેટર મેજર સ્ટ્રોંગને લખી મોકલ્યો. મુનિશ્રીના આ સાહસની તારીફ તે સમયે મુંબઈના અંગ્રેજી દૈનિક “ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ આવી અને બ્રિટિશ અમલદારોએ એમની મુલાકાત લીધી હતી. ચારિત્રવિજયજી કહેતા કે પોતાને જાણે કોઈ દેવી સહાય થઈ હતી. તણાઈ જતા એક બાળકને તેઓ ન બચાવી શક્યા એ દશ્યને નજર સામે જ્યારે તેઓ યાદ કરતા ત્યારે એમની આંખમાંથી આંસુ વહેતાં.
તે અરસામાં પાલિતાણાના રાજવી માનસિંહજી ગુજરી ગયા હતા. તેમના વારસ સગીર વયના હતા અને વિદ્યાભ્યાસ માટે બ્રિટનમાં રહેતા હતા. એટલે બ્રિટિશ સરકારે પાલિતાણાના રાજ્ય માટે બ્રિટિશ એડમિનિસ્ટ્રેટર તરીકે ગોરા અમલદાર મેજર એચ. એસ. સ્ટ્રોંગની નિમણૂક કરી હતી. તેઓ ભલા અને સમજદાર હતા. જ્યારે ડૉક્ટર હોરમસજીનો અહેવાલ તેમણે વાંચ્યો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા. પાલિતાણાના ચારસોથી વધુ નાગરિકોને ડૂબતા બચાવનાર સાધુ મહાત્માને મળવા તેઓ જાતે ઘોડા ઉપર બેસીને આવ્યા. મુનિશ્રીને રાજ્ય તરફથી અને પોતાના તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. એમનાં સેવા અને શોર્યની પ્રશંસા કરી અને રાજ્ય તરફથી જ્યારે કંઈ પણ મદદ જોઈતી હોય તો જણાવવા કહ્યું. | મુનિશ્રીએ કહ્યું કે, જીવરક્ષા પોતાનો ધર્મ છે, અને પોતે જે કંઈ કર્યું છે તે કર્તવ્યબુદ્ધિથી પ્રેરાઈને કર્યું છે. મેજર સ્ટ્રોંગ એટલા બધા પ્રભાવિત થયા હતા કે મુનિશ્રીનો ફોટો અને જળપ્રલયનો અહેવાલ વિલાયતનાં છાપાંઓમાં છપાવ્યા.
મેજર સ્ટ્રોંગનો પરિચય મુનિશ્રીને લાભકારક થયો. જે મકાનમાં એમણે બોર્ડિંગ ચાલુ કરી હતી તે ખાલી કરાવવા માટે કેટલાક વખત પછી રાજ્ય તરફથી હુકમ થયો હતો. મુનિશ્રીને લાગ્યું કે આ બાબતમાં મેજર સાહેબ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org