________________
શ્રી ચારિત્રવિજયજી મહારાજ
ચોપડે ઉધાર લખાવીને મંગાવ્યું. ત્યારપછી આ સંસ્થાનું તેમણે ‘યશોવિજય જૈન ગુરુકુળ’માં રૂપાંતર કર્યું. આ સંસ્થા એમણે ભાડૂતી મકાનમાં થોડાક વિદ્યાર્થીઓ સાથે શરૂ કરાવી હતી, અને આ સંસ્થાના નિભાવ અને વિકાસ માટે એ કપરા દિવસોમાં એમણે ઘણાં વર્ષો સુધી તનતોડ મહેનત કરી હતી.
મહારાજશ્રીને સત્તરમા શતકમાં થઈ ગયેલી મહાન વિભૂતિ ઉપાધ્યાય નામમાં ખૂબ શ્રદ્ધા હતી. કાશીમાં તેઓ તેમના નામવાળી શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં રહ્યા હતા અને વિદ્યાભ્યાસ કર્યો હતો અને ત્યારથી જ એ નામમાં એમને અપૂર્વ શ્રદ્ધા થઈ ગઈ હતી. તેઓ કહેતા કે ઉપાધ્યાયજી મહારાજ સ્વપ્નમાં તેમને દર્શન દઈ જાય છે અને ગમે તેવી વિકટ પરિસ્થિતિ ઊભી થાય પણ ઉપાધ્યાયજી મહારાજનું નામસ્મરણ કરતાંની સાથે તે મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. એટલા માટે જ તેમનું પુણ્યશ્લોક નામ આપેલી સંસ્થાને ભવિષ્યમાં કંઈ પણ મુશ્કેલી આવશે તો તે દૂર થઈ જશે એવી અચલ શ્રદ્ધા એમને હતી.
શ્રી ચારિત્રવિજયજી મહારાજને યાદ રાખવા માટે એક જ પ્રસંગ બસ થશે. જીવદયાના ક્ષેત્રે જૈન સાધુઓ પોતાના પ્રાણના ભોગે પણ કેવું અપ્રતિમ કાર્ય કરી શકે છે એના એક ઉત્તમ ઉદાહરણ તરીકે શ્રી ચારિત્રવિજયજીનો એ પ્રસંગ અવશ્ય ટાંકી શકાય. વિ. સં. ૧૯૬૮માં મહારાજશ્રી પાલિતાણામાં હતા ત્યારે એક રાતે થોડાક કલાકોમાં વરસાદ એટલો બધો તૂટી પડ્યો કે આખા ગામમાં પાણીનાં ધસમસતાં પૂર આવ્યાં, ઢોર અને માણસો તણાવા લાગ્યાં, લોકોની ચીસો અને બૂમાબૂમથી મુનિશ્રી અને વિદ્યાર્થીઓ જાગી ગયા. જોયું તો પૂરમાં લોકો તણાતા હતા. એ વખતે યુવાન શ્રી ચારિત્રવિજયજીએ પોતાની બુદ્ધિ, સૂઝ, કુનેહ અને શક્તિ વાપરી, પોતાના વિદ્યાર્થીઓની સહાય લઈ પાઠશાળાથી સામેના દવાખાના સુધી જાડું મોટું દોરડું બાંધી દીધું. અને ધસમસતા પૂરમાં પોતે અને પોતાના વિદ્યાર્થીઓ દોરડું પકડીને પાણીમાં ઊભા રહી ગયા. અને પાણીમાં તણાઈ આવતા માણસો અને ઢોરને પકડી લઈ દોરડાને સહારે સહીસલામત બચાવી લેવામાં આવ્યાં. આ રીતે રાત્રિ દરમિયાન ત્રણ-ચાર કલાકમાં લગભગ ચારસો માણસોને અને કેટલાંય પશુઓને એમણે ઉગારી લીધાં હતાં. નગ્ન કે અર્ધનગ્ન દશામાં ઘસડાઈ આવેલાં કેટલાંય માણસોને તરત પાઠશાળામાંથી જે મળ્યાં તે વસ્ત્ર આપવામાં આવ્યાં,
Jain Education International.
For Private & Personal Use Only
૮૭
www.jainelibrary.org