________________
૮૬
પ્રભાવક સ્થવિરો
ઉવસગ્ગહરં સ્તોત્રનો અખંડ જાપ શરૂ કર્યો. બે દિવસ-રાત સારી રીતે પૂરાં થયાં. ત્રીજી રાતે હવે છેલ્લો પ્રહર બાકી હતો ત્યાં ઉત્તરસાધકની ઉજાગરા અને થાકને કારણે આંખો મીંચાવા લાગી. એટલામાં એક મોટો નાગ ત્યાંથી નીકળ્યો. શ્રી ચારિત્રવિજયજીનું ધ્યાન તે તરફ ગયું. મંત્રમાં ઉપયોગ રહ્યો નહિ. હાથમાંથી માળા પડી ગઈ. ઉત્તરસાધક પણ જાગ્રત થઈ ગયા. બંને કોટડીની બહાર નીકળી ગયા. જરા માટે સાધના અધૂરી રહી. બહાર એક લીંબડા નીચે સંથારો કરી સૂઈ ગયા. સ્વપ્નમાં ગેબી અવાજ આવ્યો કે, ‘ભલે તમારી સાધના જરાક માટે અધૂરી રહી, પણ તમારું કાર્ય જરૂર પાર પડશે.' શ્રી ચારિત્રવિજયજીએ બનેલી આ ઘટનાની વાત સવાર થતાં પોતાના દાદાગુરુને કરી. એમણે એ માટે શ્રી ચારિત્રવિજયજીને શાબાશી આપી, અને તીર્થરક્ષા માટે એમની સાધનાની અનુમોદના કરી. ત્યારપછી થોડા જ દિવસોમાં શત્રુંજય તીર્થ ઉપર બારોટો દ્વારા ઈરાદાપૂર્વક શૌચાદિને કા૨ણે થતી આશાતના બંધ થઈ.
પોતાનો વિદ્યાભ્યાસ વધતાં ચારિત્રવિજયજીને કાશી જઈ વધુ વિદ્યાભ્યાસ કરવાની ઈચ્છા થઈ. ગુરુમહારાજની આજ્ઞા મળી. એ દિવસોમાં જંગલોમાં થઈ કાશી સુધીનો વિહાર કરવો એ ઘણી કપરી વાત હતી. તો પણ અડગ મનના ચારિત્રવિજયજીએ કાશી પહોંચી ત્યાં તે સમયે યશોવિજયજી જૈન પાઠશાળાની પ્રવૃત્તિથી પ્રખ્યાત બનેલા શ્રી વિજયધર્મસૂરિ સાથે રહી વિદ્યાભ્યાસ કર્યો અને એમની સાથે સમેતશિખરની અને આસપાસનાં બીજાં તીર્થોની યાત્રા પણ કરી.
ગુજરાતમાં પાછાં ફરતાં શ્રી ચારિત્રવિજયનું એક જ સ્વપ્ન હતું કે કાશી જેવી વિદ્યાસંસ્થા પાલિતાણામાં ઊભી કરવી. તેઓ ગુજરાતમાં પધાર્યા. અમદાવાદ, કપડવંજ, ગોધરા વગેરે સ્થળે વિચરી, ગિરનારની યાત્રા કરી તેઓ પાલિતાણા પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. તેમણે ગુરુકુળની સ્થાપના માટેના પોતાના વિચારો બીજાઓ આગળ વ્યક્ત કર્યા, પરંતુ ક્યાંયથી ઉત્સાહજનક અભિપ્રાય મળ્યો નહિ. એ માટે ફંડ પણ નહોતું તેમ છતાં એમણે વિ. સં. ૧૯૬૮ના જ્ઞાનપંચમીના દિવસે પાલિતાણામાં ‘યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા'નું ઉદ્ઘાટન કરાવ્યું. એ માટે એમણે મુહૂર્તનું શ્રીફળ પણ વેપારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org