________________
શ્રી ચારિત્રવિજયજી મહારાજ
મુંબઈના ગોડીજી મંદિરના પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનાં દર્શન થયાં. તેથી એમનું મનોમંથન વધુ તીવ્ર બન્યું. છેવટે ગુરુ વ્રજપાળ સ્વામીએ એમની વાતનો સ્વીકાર કર્યો, પરંતુ પોતાની વૃદ્ધાવસ્થામાં જાહેરમાં કશો સ્વીકાર કે ફેરફાર કરવાનું પોતાને માટે શક્ય નથી એમ સ્પષ્ટ જણાવ્યું. પરંતુ સત્યશોધક તીવ્રાભિલાષી ધર્મસિંહ સ્વામીનું મનોમંથન વધુ વેગ પકડતું ગયું. એ પછી અંજારના ચાતુર્માસ દરમિયાન તેમણે મંદિરમાં દર્શન કરવા જવાનું ચાલુ કર્યું. એથી સ્થાનકવાસી સમાજમાં ચકચાર થઈ. કનડગત ચાલુ થઈ. મોત સુધીની ધમકીઓ વારંવાર મળવા લાગી. પરિસ્થિતિ અસહ્ય થતાં ચાતુર્માસ પૂરું થાય તે પહેલાં ધર્મસિહ સ્વામી પોતાનો સમુદાય છોડી એકલા ચાલી નીકળ્યા. તેમને પકડીને પાછા લાવવા માટે સાંઢણીસવાર મોકલવામાં આવ્યા. દૂરથી એમને આવતા જોઈ તેઓ એક ઝાડ પાછળ સંતાઈ ગયા અને આખી રાત જંગલમાં બેસી રહ્યા. ભચાઉ જઈ જામનગર પહોંચ્યા અને ૧૯૬૦માં મૂળચંદજી મહારાજ અને આત્મારામજી મહારાજના સમુદાયના શ્રી કમલવિજયજી મહારાજના શિષ્ય શ્રી વિનયવિજયજી પાસે ફરીથી સંવેદી દીક્ષા લીધી. એમનું નામ હવે “ચારિત્રવિજય” રાખવામાં આવ્યું.
મુનિશ્રી ચારિત્રવિજયજી પોતાના ગુરુમહારાજ સાથે સૌરાષ્ટ્રમાં વિહાર કરવા લાગ્યા. વિ. સં. ૧૯૬૦માં મુનિશ્રી પાલિતાણામાં આવ્યા ત્યારે એ દિવસોમાં શત્રુંજય તીર્થ ઉપર લાગો ઉઘરાવનારા બારોટો તરફથી ઘણી આશાતના થતી અને ગૃહસ્થ તથા સાધુ-યાત્રાળુઓને ઘણી કનડગત થતી. બારોટોનો સામનો કરનાર સાધુઓને ક્યારેક મારવામાં પણ આવતા. એ દિવસોમાં એકવીસ વર્ષના યુવાન, સશક્ત ચારિત્રવિજયજીએ એક દિવસ પોતાને મારવા આવતા નશામાં ચકચૂર બનેલા પચાસેક જેટલા બારોટોના જૂથનો હાથમાં દંડો લઈ હિંમતભેર સામનો કરી તેઓ બધાને ભગાડ્યા હતા. ત્યારથી બારોટોનું જોર નરમ પડ્યું હતું.
ત્યારપછી શ્રી ચારિત્રવિજયજીએ શત્રુંજય તીર્થ ઉપર બારોટો દ્વારા થતી આશાતના બંધ થાય એ માટે મંત્રસાધનાનો સંકલ્પ કર્યો. એ માટે એમને શ્રી રત્નવિજયજી નામના એક મુનિમહારાજનો ઉત્તરસાધક તરીકે સહકાર મળ્યો. બંનેએ અઠ્ઠમનું ત્રણ ઉપવાસનું તપ કરી, તળેટીમાં એક બંધ કોટડીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org