________________
શ્રી ચારિત્રવિજયજી મહારાજ
૮૧
કરવાથી એની હિંમત ઘણી વધી ગઈ હતી. નાનાં બાળકોને એ જમાનામાં ઘોર અંધારામાં ભૂતપ્રેતની બીક લાગે એ સ્વાભાવિક હતું, પરંતુ ધારશીને એવી કશી બીક ક્યારેય લાગતી નહિ. કોઈક ભૂતની વાત કરે તો ધારશી તેની સાથે શરત લગાવે. એવી રીતે શરત લગાવી કોઈક અંધારી જગ્યામાં કલાકો સુધી હિમ્મતભેર તે એકલો બેસી રહેતો. એની એ હિંમતની ચારે બાજુ પ્રશંસા થતી.
ધારશી હવે બારેક વર્ષનો થયો હતો. તોફાની પણ એવો જ હતો. જાતજાતનાં પરાક્રમ કરતો. એક વખત અંધારી રાતે ધારશી પોતાના એક અનુભવી દોસ્તાર સાથે એક ખેતરમાં મગની શિંગ ખાવા ઘૂસ્યો. કંઈક અવાજ થતાં રખેવાળ જાગી ગયો. અવાજની દિશામાં છોકરાઓને પકડવા દોડ્યો. ધારશીનો દોસ્તાર પરિચિત રસ્તે ભાગી ગયો. ધારશીને અંધારામાં રસ્તો જયો નહિ. દોડતો કાંટાની વાડ પાસે તે આવી પહોંચ્યો. આ બાજુ પકડાવાનો ભય હતો. બીજી બાજુ કાંટા વાગવાનો ભય હતો. ધારશી જોર કરીને કાંટાની વાડ કૂદ્યો. પરંતુ એથી વાડની પેલી બાજુ આવેલા એક અવાવરૂ કૂવામાં પડ્યો. કૂવો બહુ ઊંડો નહોતો. પણ ધારશીને વાગ્યું ઘણું. લોહી પણ નીકળ્યું. પણ પકડાવાની બીકે ચૂપચાપ, જરા પણ ઊંહકારો કર્યા વગર બેસી રહ્યો. પરોઢિયે જરા ઉજાસ થતાં દોડીને ઘરે પહોંચી ગયો. કપડાં બદલીને ઊંઘી ગયો. ઘરમાં કે ગામમાં પોતાના આ પરાક્રમની કોઈને ખબર ન પડવા દીધી.
પત્રી ગામને પાદર એક બાવળ હતો. એ બાવળમાં ભૂતનો વાસ છે એવી માન્યતા હતી. એટલે ત્યાંથી જતાં-આવતાં લોકો ડરતા. ગામના પટેલને થયું કે એ બાવળ કપાવી નાખીએ તો લોકોની બીક જાય. દિવસે કપાવતાં વહેમી લોકોનો ઊહાપોહ થાય. એટલે એણે અંધારી રાતે તે બાવળ કપાવવાનું વિચાર્યું, પરંતુ રાતને વખતે એ કાપવાની કોઈની હિંમત ચાલતી નહોતી. છેવટે એ કામ એણે કિશોર ધારશીને સોંપ્યું. ધારશીએ અંધારી રાતે એકલે હાથે ભૂતના વાસ સમું બાવળનું એ વૃક્ષ કાપી નાખ્યું. એની આ મર્દાનગી માટે ગામના પટેલે એને સવા કોરીનું ઈનામ આપ્યું હતું. - કિશોર ધારશીમાં વિચારેલું કામ પાર પાડવાની તમન્ના હતી. પત્રી ગામને પાદર ઢોરોને પાણી પીવા માટે એક વૃક્ષ ઉગાડવા માટે ઘણા લોકોએ પ્રયત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org