________________
શ્રી ચારિત્રવિજયજી મહારાજ
ગત શતકમાં જે કેટલાક મહાન જેન આચાર્ય ભગવંત કે સાધુ ભગવંત થઈ ગયા તેમાં પૂ. બુટેરાયજી મહારાજ, પૂ. મૂળચંદજી મહારાજ, પૂ. આત્મારામજી મહારાજ, પૂ. બુદ્ધિસાગરજી મહારાજ, પૂ. વિજયનેમિસૂરિ મહારાજ, પૂ. વિજયધર્મસૂરિ મહારાજ (કાશીવાળા), પૂ. વિજયવલ્લભસૂરિ મહારાજ, પૂ. સાગરાનંદસૂરિ મહારાજ વગેરેની સાથે સ્વર્ગસ્થ પૂજ્ય શ્રી ચારિત્ર વિજયજી મહારાજને પણ અવશ્ય યાદ કરવા જોઇએ.
પાલિતાણામાં શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ નામની જૈનોની વિખ્યાત વિદ્યાસંસ્થા છે. અનેક સાધારણ સ્થિતિના જૈન તેજસ્વી વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં એ સંસ્થાએ ઘણું મહત્ત્વનું યોગદાન આપ્યું છે. એ સંસ્થાના સ્વપ્ન સેવી સ્થાપક અને એને સ્થિર કરવામાં અથાગ પરિશ્રમ ઉઠાવનાર તે શ્રી ચારિત્રવિજયજી મહારાજ હતા. ચોત્રીસ વર્ષની યુવાન વયે તેઓ કાળધર્મ પામ્યા, પરંતુ એટલા અલ્પ આયુષ્યકાળમાં એમણે ભગીરથ કાર્યો કર્યાં હતાં.
શ્રી ચારિત્રવિજયજી મહારાજ કચ્છના વતની હતા. તેમનો જન્મ વિ. સં. ૧૯૪૦માં કાળી ચૌદશની રાતે કચ્છમાં ગામ પત્રીમાં વેઢા કુટુંબમાં થયો હતો. એમના પિતાનું નામ ઘેલાશા હતું અને માતાનું નામ સુભદ્રાબાઈ હતું. ઘેલાશાએ પોતાના આ સંતાનનું નામ ધારશી પાડ્યું હતું.
બાલ ધારશી સશક્ત બાંધાનો અને કઠણ સ્વભાવનો હતો. તે ખડતલ અને સહનશીલ હતો. શારીરિક પરિશ્રમ કરવામાં તે પાછો પડે તેવો નહોતો. પિતા ઘેલાશા ખેતી કરતા. બાળક ધારશી ચાર-પાંચ વર્ષનો થયો ત્યારથી પિતાની સાથે ખેતરે જવા લાગ્યો. સાતેક વર્ષનો થતાં ગામની શાળામાં તે ભણવા લાગ્યો હતો અને ફાજલ સમયમાં ખેતરે પણ જતો. વાવણી અને કાપણીના દિવસોમાં કોઈ કોઈ વખત એકલા આખી રાત ખેતરમાં રહેવાનો એટલી નાની ઉંમરે એને મહાવરો પડ્યો હતો. અંધારી રાતે એકલાં રાતવાસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org