________________
૮ ૨
પ્રભાવક સ્થવિરો
કરેલા, પરંતુ સખત ગરમી અને લૂને કારણે કોઈ વૃક્ષ ઊગી શકતું નહોતું. ધારશીએ નક્કી કર્યું કે ગામને પાદર વડલો વાવવો. શરૂઆતમાં એના પ્રયત્નો નિષ્ફળ ગયા, પરંતુ રાતદિવસની શ્રમભરેલી સતત કાળજીથી ગામને પાદર એણે વડલો ઉગાડ્યો. ધીરજ, દઢ નિશ્ચય અને પુરુષાર્થના સદ્ગુણોએ ધારશીના વ્યક્તિત્વને ઘડ્યું.
ધારશી ચોદક વર્ષનો થયો. કચ્છમાં પિતાના ખેતીના વ્યવસાયમાં બહુ કસ નહોતો. એ દિવસોમાં સ્ટીમર મારફત કચ્છી ભાઈઓ મુંબઈ આવતા અને અનાજનો વેપાર કરી સારું કમાતા. ધારશીને કમાવા માટે પિતાએ મુંબઈ મોકલ્યો. મુંબઈમાં તુવેરની દાળના એક કારખાનામાં ધારશી નોકરીએ રહ્યો, સારું કામ કર્યું. શેઠે રાજી થઈ ધારશીને ભાગીદાર બનાવ્યો. રહેવા માટે ધારશીએ પોતાની જુદી ઓરડી લીધી. કચ્છમાંથી માતા તથા નાનાં ભાઈ–બહેનને પણ મુંબઈ બોલાવ્યાં. ઘર, જમીન, ખેતી વગેરેને કારણે પિતા હજી કચ્છમાં રોકાયા.
ધારશી વેપારમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતો જતો હતો ત્યાં સિ. સં. ૧૯૫૬માં મુંબઈમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો. ધારશીની માતા સુભદ્રાબાઈ અને બહેન રતન પ્લેગમાં મૃત્યુ પામ્યાં. એમની સેવાચાકરી કરતા ધારશીને પણ પ્લેગની ત્રણ ગાંઠ નીકળી. બચવાનો કોઈ ઉપાય નહોતો. થોડા દિવસમાં મૃત્યુ હવે નિશ્ચિત હતું. ધારશી મરણપથારીએ પડ્યો. એવામાં એનો એક મિત્ર વેલશી તેને મળવા આવ્યો. નજર સામે અનેક લોકોને મૃત્યુ પામતાં જોઈને સંસારની અનિત્યતા અને અસારતા ધારશીને દેખાઈ આવી. વેલશી ધર્મનો જાણકાર હતો. તેણે ધારશીને કહ્યું કે, “તારું મૃત્યુ પ્લેગની ગાંઠોને કારણે હવે નિશ્ચિત જણાય છે. પણ એક પ્રતિજ્ઞા કરી કે કદાચ જીવી જાય તો ધર્મના માર્ગે વળીને, સાધુ થઈને જીવન કૃતાર્થ કરીશ અને લોકોને ધર્મના માર્ગે વાળીશ.” કેટલાક સમયથી ધારશીના મનમાં ધર્મમંથન ચાલતું હતું. તેમાં મિત્રની શિખામણ ગમી ગઈ. એણે સત્તર વર્ષની વયે પ્રતિજ્ઞા લીધી કે જીવી જાઉં તો જૈન સાધુ થઈને પોતાનું અને લોકોનું કલ્યાણ કરીશ.
અને ખરેખર એમ જ બન્યું. મિત્રે લાવી આપેલી દવાથી ધારશીની ગાંઠો ફૂટી ગઈ. તાવ ઊતરી ગયો અને પ્લેગથી મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org