________________
૭૮
પ્રભાવક સ્થવિરો
ઉપર ઘણો ભાર મૂક્યો હતો. વણિક જૈનો વેપાર-ધંધામાં જેટલી પ્રવીણ હોય છે તેટલા વિદ્યાવ્યાસંગી નથી હોતા. એ માટે એમની ભાવના જૈન ગુરુકુળો સ્થાપવાની હતી. એમણે પાલિતાણામાં શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળની સ્થાપના અને વિકાસ માટે પ્રેરણા આપી હતી. અમદાવાદમાં તથા વડોદરામાં પણ જૈન બૉર્ડિગની સ્થાપના કરાવી હતી. એમણે જિનાલયોની પ્રાણપ્રતિષ્ઠા, ઉપધાન મહોત્સવો, છ'રી પાળતા સંઘો ઈત્યાદિનું આયોજન પણ કરાવ્યું હતું; પાઠશાળાઓ અને ધર્મશાળાઓની સ્થાપના કરાવી હતી. વિજાપુરમાં હસ્તલિખિત પ્રતોના ભંડાર માટે “જ્ઞાનમંદિરની સ્થાપના કરાવી હતી. મહુડીનું ઘંટાકર્ણ મહાવીરનું સ્થાનક એ એમની જીવંત સ્મૃતિ સમાન બની ગયું છે. એમની પ્રેરણાથી માણસામાં સ્થપાયેલું “શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ” એમના ગ્રંથોના પ્રકાશનની પ્રવૃત્તિ આજ દિવસ સુધી કરતું આવ્યું છે.
- શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજે એમના જમાનામાં જોયું હતું કે કેટલાય દુઃખી જેને લોકો પોતાનાં દુઃખ દૂર કરવા માટે પીર વગેરેની માનતા રાખતા હતા. આથી એમણે લોકોના એ પ્રવાહને વાળવા માટે ઘંટાકર્ણ વીર નામના દેવની સાધના કરીને એનો સાક્ષાત્કાર કર્યો હતો. તેમાં પોતાને જેવી આકૃતિ દેખાઈ તેવી મૂર્તિ મહુડીથી મૂળચંદ મિસ્ત્રીને બોલાવીને તેમની પાસે તૈયાર કરાવીને મહુડીમાં શ્રી પપ્રભુના જિનાલયની બહાર તેની સ્થાપના કરાવી. ત્યારથી એ તીર્થક્ષેત્ર મહિમાવંતુ બની ગયું છે.
યોગના ઊંડા અભ્યાસી હોવાના કારણે શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજને પોતાનો અંતિમકાળ જણાઈ ગયો હતો. વિ. સં. ૧૯૮૧ના જેઠ વદ ૨ના દિવસે તેઓ મહુડીમાં હતા ત્યારે પોતાને વીજાપુર લઈ જવા માટે ભક્તોને કહ્યું હતું. સવારે આઠ વાગે નીકળવાનો સમય જોશીએ કાઢી આપ્યો હતો. તેમાં પોતે ફેરફાર કરાવ્યો અને વહેલા નીકળ્યા, અને જેઠ વદ ૩ના દિવસે સવારે આઠ વાગતાં વિજાપુર પહોંચી ગયા. બધાને ખમાવીને પોતાનો પ્રય મંત્ર “ મમ્ મહાવીર'નો જાપ પોતે ચાલુ કર્યો અને શિષ્યો તથા એકત્ર થયેલી માનવમેદની પાસે એ જાપ ચાલુ રખાવ્યો. પદ્માસનમાં બેસી પોતે સમાધિ લીધી અને પ્રાણ રૂંધીને સવા આઠ વાગ્યે દેહ છોડ્યો. એમના કાળધર્મ પામ્યાના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org