________________
પ્રભાવક સ્થવિરો
હોય તો તેને પોતાનો પ્રયોગ ગુપ્ત રીતે બતાવતા. યોગસમાધિમાં લીન થઈ પોતાના શરીરને તેઓ જમીનથી અધ્ધર રાખી શકતા. એમના એ પ્રયોગની નોંધ નજરે જોનારાઓએ લખેલી છે. વડોદરાના સર મનુભાઈ દીવાન અને ડૉ. સુમંત મહેતાની વિનંતીથી તેમણે પોતાના હૃદય અને નાડીના ધબકારા બંધ કરી બતાવ્યા હતા. અનેક લોકોને તેમના આશીર્વાદથી કે સ્પર્શથી પોતાનું દુઃખ દૂર થયાના અનુભવો થયા હતા.
શ્રી બુદ્ધિસાગર મહારાજ પોતાની ધ્યાનસાધના માટે એકાંત સ્થળ વધુ પસંદ કરતા. ક્યારેક તે માટે નદીકિનારે કે જંગલમાં કે પહાડ ઉપર જતા; ભોંયરા જેવી જગ્યામાં બેસતા. વિ. સં. ૧૯૬૭માં ચાતુર્માસ માટે મુંબઈ પધારેલા ત્યારે પાછા ફરતાં રસ્તામાં બોરીવલી પાસેની કેનેરીની ગુફાઓ વિશે માહિતી મળતાં એ ગુફાઓમાં જઈને તેમણે યોગસાધના કરી હતી.
તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં વેદાંતી સંન્યાસીઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ, આર્યસમાજી વિદ્વાનો, મુસલમાન ઓલિયા અને ફકીરો, ખ્રિસ્તી પાદરીઓ, ભજનિકો, ભરથરીઓ વગેરે સર્વ ધર્મના લોકો તેમનાં દર્શન માટે અને તેમનું વ્યાખ્યાન સાંભળવા એકત્ર થતા. તેમના વિહારનું મુખ્ય ક્ષેત્ર સાબરકાંઠા હતું. વીજાપુર, અમદાવાદ, માણસા, પેથાપુર, મહેસાણા, સાણંદ, પાદરા વગેરે સ્થળોએ તેમનાં ચાતુર્માસ થયાં હતાં. એ જમાનો બ્રિટિશ સરકારની સાથે સાથે દેશી રાજાઓનો પણ હતો. ઈડર, માણસા, પેથાપુર, ધરમપુર, લીંબોદરા, અલુવા, સાણંદ, વરસોડા વગેરે રાજ્યના રાજવીઓ, ઠાકોરો તેમનાં વ્યાખ્યાનો સાંભળવા માટે પધારતા. વડોદરાના સયાજીરાવ ગાયકવાડે ખાસ નિમંત્રણ આપીને પોતાના લક્ષ્મીવિલાસ મહેલમાં એમનું જાહેર વ્યાખ્યાન ગોઠવ્યું હતું, જેથી એમના કુટુંબનો મહિલાવર્ગ મહારાજશ્રીના વ્યાખ્યાનનો લાભ લઈ શકે. મહારાજશ્રીની વ્યાખ્યાનશૈલી એટલી સરળ, રોચક અને પ્રસંગાનુસાર રહેતી કે જેથી કેટલાય રાજવીઓએ શિકાર, માંસ, જુગાર અને મદિરાનો ત્યાગ કર્યો હતો. સયાજીરાવ ગાયકવાડે દશેરાને દિવસે વડોદરામાં થતો પાડાનો વધ, શ્રી બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી કાયમ માટે બંધ કરાવી દીધો હતો.
શ્રી બુદ્ધિસાગર મહારાજની પ્રતિભા એવી હતી કે જ્યાં જ્યાં પોતે વિચરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org