________________
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ
ત્યાં ત્યાં તરત તેમનાં વ્યાખ્યાનો ગોઠવાતાં અને સર્વ ધર્મના સેંકડો, હજારો લોકો તેમને સાંભળવા આવતા. દરેક સ્થળે સંઘ, સમાજ કે ગામના આગેવાનો પણ તેમના વ્યાખ્યાનમાં આવીને બેસતા. અમદાવાદમાં હતા ત્યારે સ્વ. આનંદશંકર ધ્રુવ, સ્વ. કેશવ હર્ષદ ધ્રુવ, કવિ નાનાલાલ વગેરે પણ તેમની પાસે આવતા. મહારાજશ્રી પોતે પણ કોઈ પણ પ્રકારનો સંકોચ કે મોટાઈ રાખ્યા વગર સારા સારા માણસોને, સાધુ-સંન્યાસીઓને, કવિ-લેખકોને સામેથી મળવા જતા અને નિખાલસ ચર્ચા કરતા. તેઓ ગાંધીજીને પણ મળ્યા હતા. વાદવિવાદથી તેઓ દૂર રહેતા હતા. અને નિષ્પક્ષ તથા નિ:સ્વાર્થભાવથી વિચારણા કરતા. અમદાવાદમાં શ્રી અમીરખજી વગેરે સ્થાનકવાસી સાધુઓએ, મૂર્તિપૂજા વિશે એમની સાથે ચર્ચા કરી ત્યારે એટલી તટસ્થ રીતે, આધારો સહિત, બંને પક્ષ પ્રત્યે પૂરા સમભાવથી રજૂઆત કરી કે શ્રી અમીરખજી સ્વામી એમની પાસે, પોતાના મુનિઓને લઈને આવ્યા અને તેઓએ એમની પાસે મૂર્તિપૂજક સમુદાયની દીક્ષા લીધી. શ્રી અમીરખજી સ્વામી બહુ તેજસ્વી અને દેખાવે પ્રભાવશાળી હતા. તેઓ શ્રી બુદ્ધિસાગરસૂરિના શિષ્ય શ્રી અજિતસાગરજી બન્યા અને સમય જતાં મહારાજશ્રીના પટ્ટશિષ્ય બન્યા. તેઓ કુશળ વક્તા હતા અને તેમણે પણ ઘણા ગ્રંથો લખ્યા હતા.
શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજના જીવન અને સાહિત્ય ઉપર આનંદઘનજી, દેવચંદ્રજી અને ઉપાધ્યાય યશોવિજયજીના સાહિત્યની ઘણી ઊંડી અસર પડી છે. એ ત્રણેનું જીવનચરિત્ર એમણે લખ્યું છે. દેવચંદ્રજીના ગ્રંથોનું એમણે સંપાદન કરીને બે ભાગમાં પ્રકાશન કર્યું હતું. આનંદઘનજીનાં પદો ઉપર એમણે સવિસ્તર જે વિવેચન કર્યું છે તે જોતાં તત્ત્વના ઊંડાણમાં જવાની તેમની અધિકારશક્તિ કેટલી મોટી છે તેની પ્રતીતિ થાય છે. સ્વ. બુદ્ધિસાગરસૂરિએ પોતે પણ અનેક પદો, સ્તવનો, સઝાયો, પૂજાઓ વગેરેની રચના કરી છે, જેમાં એમની ભક્તિવૈરાગ્યયુક્ત કવિત્વશક્તિનું સુભગ દર્શન થાય છે. એમણે વિ. સં. ૧૯૬૭માં ભાખેલી ભવિષ્યવાણી કે “રાજાઓ સામાન્ય માનવ થશે, રાજાશાહી જશે અને વિજ્ઞાનની વિદ્યાર્થી એક ખંડની ખબરો બીજા ખંડમાં તત્કણ આવશે” એ સાચી પડી છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજે જૈનોના વ્યાવહારિક અને ધાર્મિક વિદ્યાભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org