________________
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ
મહારાજની પ્રેરણાથી આ ઉપરાંત જૂનાગઢ, વેરાવળ, પાલનપુર, સાદડી, અંબાલા, લુધિયાણા, લોધી, ઝઘડિયા, વરકાણા, માલેરકોટલા, હોશિયારપુર, ઝંડિયાલાગુરુ, ફાલના વગેરે સ્થળોએ વિવિધ પ્રકારની વિદ્યાસંસ્થાઓની સ્થાપના થઈ છે. જૈન સમાજમાં વિદ્યાકીય તેજ વધારવામાં અને સ્ત્રીકેળવણી દ્વારા સ્ત્રીઓની ઉન્નતિ કરવામાં એ રીતે શ્રી વલ્લભસૂરિ મહારાજનો ફાળો ઘણો મોટો રહ્યો છે.
માત્ર વ્યાવહારિક કેળવણી માણસને સ્વાર્થી કે અહંકેન્દ્રી બનાવી દે. એટલે વ્યાવહારિક કેળવણી પણ ધાર્મિક સંસ્કારવાળી હોવી જોઈએ. એ માટે શ્રી વલ્લભસૂરિ મહારાજના વિચારો અત્યંત વિશદ હતા. તેમણે કહ્યું છે, ‘કેળવણી વિના આપણો આરો નથી. કેળવણી પણ ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કારથી સુવાસિત હોવી જોઇએ. જ્યાં સુધી આ પ્રકારની ધાર્મિક કેળવણી નહિ હોય ત્યાં સુધી આપણો ઉદ્ધાર જ નથી. ફક્ત કેળવાયેલા જૈન જ શાસનની રક્ષા કરશે. સ્વામીભાઇની કમાવાની તાકાતમાં વધારો કરો. એક દિવસની રોટી આપ્યા કરતાં તેને નિરંતર રોટી મળે એવી વ્યવસ્થા કરો. જ્ઞાનીઓએ સાત ક્ષેત્ર કહ્યાં છેઃ (૧) જિનચૈત્ય, (૨) જિન-પ્રતિમા, (૩) સાધુ, (૪) સાધ્વી, (૫) સદ્નાન, (૬) શ્રાવક અને (૭) શ્રાવિકા. તીર્થનો વિચ્છેદ થતાં પ્રથમ શ્રાવક-શ્રાવિકા, પછી સાધુ અને સાધ્વીનો વિચ્છેદ થશે. તીર્થમાં શ્રાવક-શ્રાવિકા પણ છે. માટે સંઘના એ અંગને પણ મજબૂત બનાવવું પડશે. શ્રી મૂળચંદજી મહારાજના સમયમાં કુસંપ નહોતો. જ્યાં કુસંપ હોય ત્યાં જંપ નથી થતો. તે સમયે ઝીણાં કપડાં નહોતાં વપરાતાં; હમણાં તો તમે અમને ઝીણાં કપડાં વહોરાવો છો. તે સમયે અમે ચા-દૂધ માટે વહોરવા નહોતા નીકળતા. આજે અમે તેમ કરતા થઈ ગયા છીએ. અમારે ને તમારે આ સમજવાનું છે કે આપણી આ સહેલાણીપણાની ટેવ ત્યાગી–ફકીરને લાયક છે ખરી ? સ્વધર્મીઓ માટે ઉદ્યમ કરો. એકલી પૌદ્ગલિક કેળવણીથી કોઈનો ઉદ્ધાર નથી થવાનો. ધાર્મિક કેળવણી હશે તો ધાર્મિક સંસ્કાર મળશે. તો જ વિવેકપ્રાપ્તિ થશે. તો જ શાસનહિતનાં સારાં કામો થશે.’
શ્રી વલ્લભસૂરિ મહારાજની સાંપ્રદાયિક ઉદારતાના પણ અનેક પ્રસંગો નોંધાયેલા છે.
Jain Education International
ան
For Private & Personal Use Only
www.jainelibrary.org