________________
પ્રભાવક સ્થવિરો
ભગવાનની જળપરીક્ષા પૂરી થઈ. હવે મારે તમને આ ભગવાનની અગ્નિપરીક્ષા કરી બતાવવી છે. માટે બંને ભગવાન મને આપો.” પાદરી તરત વાત પામી ગયા, કારણ કે ભગવાન વિષ્ણુની મૂર્તિ પથ્થરની હતી અને ઇશુ ખ્રિસ્તની મૂર્તિ લાકડાની હતી. પરંતુ બંને રંગેલી હતી એટલે ભોળા લોકોને તેના ફરકની ખબર પડતી નહિ. જો અગ્નિપરીક્ષા કરવામાં આવે તો ઇશુ ખ્રિસ્તની મૂર્તિ બળીને ખાખ થઈ જાય. એટલે પાદરીએ આડાંઅવળાં ગલ્લાતલ્લા કર્યા અને તરત ત્યાંથી તેણે વિદાય લીધી. પેલા યુવાને લોકોને આવા ભરમાવનારા ધર્મપ્રચારથી ન દોરવાઈ જવા માટે શિખામણ આપી.
પાદરીની સામે પડકાર ફેંકનાર એ યુવાનનું નામ હતું બહેચરદાસ પટેલ, જેઓ પાછળથી જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ તરીકે સુવિખ્યાત બન્યા.
બહેચરદાસ જાતે પાટીદાર હતા. ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાં વિ. સં. ૧૯૩૦માં (ઇ. સ. ૧૮૭૪)માં મહા વદ ચૌદસના રોજ, મહાશિવરાત્રિના પર્વના દિવસે રાતના બાર વાગે એમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ શિવદાસ હતું અને માતાનું નામ હતું અંબાબાઈ. શિવદાસના એ પાંચમા સંતાન હતા.
શિવદાસ ખેડૂત હતા. પતિ-પત્ની આખો દિવસ ખેતરમાં કામ કરતાં. ખેડૂતો સામાન્ય રીતે ઝાડની નીચી ડાળી ઉપર ઝોળીની જેમ લૂગડું બાંધીને તેમાં નાના બાળકને સુવાડે. એવી રીતે નાના બાળક બહેચરદાસને રોજ સુવાડતા હતા. એક દિવસ ખેતરમાં એવી રીતે બાળકને સુવાડ્યું હતું ત્યારે તે ડાળને બાંધેલી ઝોળી ઉપર એક કાળો મોટો નાગ આવ્યો. એ જોઈને અંબાબાઈ ડઘાઈ ગઈ. નાગ ડંખ મારે તો ઊંઘતા બાળકનું તરત મૃત્યુ થાય. એ દશ્ય જોઈ એમના મુખમાંથી ચીસ નીકળી ગઈ. સાથે સાથે પોતાને જેમાં પરમ શ્રદ્ધા હતી એવી બહુચરા માતાની તરત માનતા પણ માની લીધી. થોડી વારમાં નાગ ત્યાંથી ચાલ્યો ગયો. બાળક બચી ગયું. એટલે માતા-પિતાએ બાળકનું નામ બહેચરદાસ રાખ્યું.
બહેચરદાસ મોટા થતાં એમને ગામની પ્રાથમિક શાળામાં મૂકવામાં આવ્યા. ભણવામાં તે તેજસ્વી હતા. સહાધ્યાયીઓમાં એક ડાહ્યાભાઈ નામનો જેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org