________________
શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ
વિદ્યાર્થી હતો. એણે બહેચરદાસને સરસ્વતીદેવીનો મંત્રજાપ શીખવ્યો હતો.
પોતે કણબીનો છોકરો છે એટલે પોતાને વિદ્યા નહિ ચડે અને પોતે પંડિત નહિ થઇ શકે એવો ડર બહેચરદાસના મનમાં હતો. પરંતુ વિદ્વાન બનવાની તથા સારા વક્તા બનવાની એમને ઘણી હોંશ હતી. મિત્ર ડાહ્યાભાઇએ એમને સરસ્વતીદેવીનો મંત્રજાપ એક જૂની હસ્તલિખિત પોથીમાંથી ઉતારી આપ્યો અને ગામના દેરાસરમાં જઈ, એકાંત સમયે પદ્માવતી દેવીની પ્રતિમા સામે બેસી મંત્રજાપ કરવાનું કહ્યું. એમ કરવાથી બહેચરદાસને જાણે સરસ્વતીદેવી પ્રસન્ન થયાં હોય એવો અનુભવ થયો. એમની વક્તત્વછટા અને લેખનની કલા જાણે વિકસવા લાગી. બહેચરદાસનો વચ્છરાજ નામનો એક સહાધ્યાયી હતો. તે જાતે બારોટ હતો અને કવિતા કેમ વાંચવી તે જાણતો હતો. એણે બહેચરદાસમાં કવિતાનો રસ જગાડ્યો હતો. શાળામાં ભણવું અને ખેતરમાં કામ કરવું એ બે બહેચરદાસની મુખ્ય પ્રવૃત્તિ સાથે મંત્રજાપ અને જોડકણાં બનાવવાની પ્રવૃત્તિ ચાલતી.
બહેચરદાસ ભરથરી, જોગી, સાધુબાવાઓ, રાવણહથ્થાવાળાઓ વગેરે પાસે બેસી પદો, ભજનો સાંભળતા. એ સાંભળીને એવી કવિતા લખવાનું તેમને મન થઈ જતું. કિશોરાવસ્થામાં જ બહેચરદાસની કવિતા-સરવાણી ફૂટી હતી. એ દિવસોમાં એમણે એક પ્રાર્થના-કાવ્ય લખ્યું હતું જેની આરંભની કડીઓ નીચે પ્રમાણે હતીઃ
ઓ ઈશ્વર ! માબાપ તું, તું છે તારણહાર; સારો કર મુજને, પ્રભુ ! લે મારી સંભાળ. સારી વિદ્યા આપ તું, દુર્ગુણ-દોષો ટાળ;
કૃપા કરી મુજને, પ્રભુ ! ગણજે તારો બાળ, એક વખત વિજાપુરના વિદ્યાર્થીમંડળમાં મિત્ર વચ્છરાજના આગ્રહથી એમણે મોટા થવા વિશે કાવ્યરચના રજૂ કરી હતી, જેની આરંભની કડી નીચે પ્રમાણે હતી :
જનો મોટા થાતા, જનો પંકાતા, સારાં કરીને કાજ; દુઃખને વેઠી વિદ્યા ભણે જે, હેડે રાખી હામ.. ખંતીલા, ઉત્સાહી ટેકી, ઉદ્યમી રાખે નામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org