________________
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ
૭૩
લાગ્યો.
સુરતના ચાતુર્માસ દરમિયાન બીજી એક ઘટના બની. સુરતમાં શ્રી કમલવિજયના શ્રી મોહનવિજય નામના એક શિષ્ય હતા. એમને અચાનક ગાંડપણ ઊપડેલું અને બહુ તોફાન તેઓ મચાવતા. એમને ફેફરું પણ આવતું. ઘણા ઉપચાર કર્યા છતાં તે મટતું જ નહોતું. ભૂત, પ્રેત કે વળગાડમાં શ્રી કમલવિજય માનતા નહોતા. પરંતુ પોતાના આ શિષ્યથી તેઓ હવે થાક્યા હતા અને શિષ્યને પણ ઘણો બધો ત્રાસ પડતો હતો. લોકો પણ તેમને કંઈક મંત્રસાધના કરવા વિનંતી કરતા હતા. મુનિ બુદ્ધિસાગર મંત્રતંત્રના સારા જાણકાર હતા અને ગૃહસ્થાવસ્થામાં પણ તેઓ સાપ, વીંછી, આધાશીશી વગેરે ઉતારી આપતા હતા. એમને કહેવામાં આવ્યું ગુરુમહારાજની આજ્ઞા લઈ મુનિશ્રી બુદ્ધિસાગર શ્રી મોહનવિજય પાસે ગયા. મંત્ર ભણીને વળગાડને પડકાર કર્યો. મોહનવિજયે ઘણું તોફાન મચાવ્યું, પણ પછી ધીમે ધીમે શાંત પડ્યા અને સ્વસ્થ થયા. એ ક્ષણથી એમનો એ રોગ કાયમને માટે ચાલ્યો ગયો. એથી શ્રી બુદ્ધિસાગરની મંત્રશક્તિની ચોમેર પ્રશંસા થવા લાગી.
શ્રી બુદ્ધિસાગરના ચમત્કારક પ્રભાવની સુરતમાં બનેલી બીજી એક ઘટના પણ નોંધાયેલી છે. એક દિવસ સવારમાં તેઓ તાપી નદીના કિનારે સ્પંડિલ જઈ પાછા ફરતા હતા ત્યાં કિનારા ઉપર એક માછીમાર માછલી પકડવા માટે પોતાની જાળ પાણીમાં નાખી રહ્યો હતો. મહારાજશ્રીએ એને તેમ ન કરવા સમજાવ્યો; જૈન સાધુની હાજરીમાં આવું હિંસાનું કામ કરવું યોગ્ય નથી એમ પણ કહ્યું. પરંતુ માછીમાર માન્યો નહિ અને ઉદ્ધતાઈથી જવાબ આપવા લાગ્યો. એટલે મહારાજશ્રીએ એને કહ્યું કે, “ભલે, તારે જે કરવું હોય તે કર, પણ આજે એક પણ માછલી નહિ આવે.' એમ કહીને મહારાજશ્રી ત્યાં બેસી ગયા. મંત્ર ભણીને એક કાંકરી પાણીમાં નાખી અને એ જગ્યા સામે તાકીને બેસી રહ્યા. કલાકથી વધુ સમય થઈ ગયો પણ એક પણ માછલી પકડાઈ નહિ એટલે માછીમાર વિમાસણમાં પડ્યો. મહાત્માનો જ આ ચમત્કાર છે એની ખાતરી થતાં એ એમને પગે પડુયો. માફી માગી અને પોતાની જાળ સંકેલી ચાલ્યો ગયો.
સુરત પછી મહારાજશ્રીનું ચાતુર્માસ પાદરામાં હતું. ત્યાં એક દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org