________________
૭૦
પ્રભાવક સ્થવિરો
અને અભક્ષ્યનો તેમણે ત્યાગ કર્યો હતો. હવે એમણે સામાયિક, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ ચાલુ કરી.
પાઠશાળાની ઇનામી સ્પર્ધાઓમાં તેમને ઇનામો મળવા લાગ્યાં. કેટલાંયે સ્તવનો તેમણે કંઠસ્થ કર્યા. તેઓ જુદા જુદા સાધુમહારાજોના સંપર્કમાં આવ્યા. એમાં એક વયોવૃદ્ધ સાધુમહારાજ શ્રી ગુમાનવિજયજી પ્રત્યે તેમને ઘણી શ્રદ્ધા થઈ હતી. વળી, પોતાના અંતિમ દિવસોમાં રવિસાગરજી મહારાજે બહેચરદાસને પોતે જે ગણતા હતા તે નવકારવાળી પોતાની સ્મૃતિ તરીકે આપી અને આત્મસાધના કરવાની ભલામણ કરી. બહેચરદાસની ત્યારે ૨૩ વર્ષની ઉમર હતી. તેઓ મહારાજની સેવાચાકરી કરતા. અવાજ એમનો બુલંદ હતો. તેઓ મહારાજશ્રીને ઉચ્ચ સ્વરે સ્તવન–સક્ઝાય સંભળાવતા.
જૈન સાધુઓનું જીવન જોઈ એમને સંયમનો રસ લાગ્યો હતો. દીક્ષા લઈ સાધુ થવું કે ન થવું તેનું મંથન તેમના દિલમાં ચાલુ થયું હતું. પરંતુ એટલું તો નક્કી કરી લીધું હતું કે પરણીને ગૃહસ્થાશ્રમ માંડવો નથી.
આજોલમાં બહેચરદાસનો વિદ્યાભ્યાસ વધતો જતો હતો. ત્યાં કાશીથી એક વૃદ્ધ યતિ આવ્યા હતા. એ યતિએ બહેચરદાસને “વર્ધમાન વિદ્યા”,
ઋષિમંડલ” તથા “સૂરિમંત્ર'ની ગુરુગમ આમ્નાયો બતાવી હતી. યતિ કાશી પાછા ફરતા હતા ત્યારે કાશી જઈ વધુ અભ્યાસ કરવા બહેચરદાસને મન થયું, પણ પછી એ અજાણ્યા દેશમાં જવાનું માંડી વાળીને, મહેસાણામાં જ ગુરુમહારાજ શ્રી રવિસાગરજીની પ્રેરણાથી સ્થપાયેલી “શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા'માં અભ્યાસ કરવા માટે તેઓ આજોલ છોડી મહેસાણા જઈને રહ્યા. વૃદ્ધાવસ્થાને કારણે શ્રી રવિસાગરજી મહારાજે ત્યાં સ્થિરવાસ કર્યો હતો. બહેચરદાસ ત્યાં એમના વધુ ગાઢ સંપર્કમાં આવ્યા. ઘણુંખરું એમની પાસે જ રહેતા અને એમની વૈયાવચ્ચ કરતા. પંચોતેર વર્ષની વયના શ્રી રવિસાગરજી મહારાજે કેટલાક દિવસ પહેલાં પોતાના કાળધર્મના દિવસની આગાહી કરી દીધી હતી અને એ દિવસે પદ્માસન વાળીને, કાઉસગ્ગ ધ્યાનમાં સમાધિપૂર્વક, અનેક લોકોની હાજરી વચ્ચે પોતાનો દેહ છોડ્યો હતો. બહેચરદાસ અંતિમ ક્ષણ સુધી એમની પાસે જ રહ્યા હતા.
શ્રી રવિસાગરજી મહારાજે પોતાના અંતિમ દિવસોમાં એવી એક આગાહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org