________________
[[૪] || શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ |
ગઈ સદીમાં અંગ્રેજોનું શાસન ભારતમાં ચાલતું હતું ત્યારે ખ્રિસ્તી મિશનરી પાદરીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર ગરીબ ગામડાંઓમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં જોરશોરથી કરતા હતા. અંગ્રેજોની સત્તા હતી એટલે મિશનરીઓ સામે બહુ વિરોધ થઈ શકતો નહોતો. એક વખત ધર્મપ્રચારનું કામ રોકટોક વિના વેગથી ચાલે એટલે એમાં ધર્માન્તર કરાવવા માટે વિવિધ તરકીબો પણ અજમાવાય. ગામડાંઓના અભણ અને અબુધ લોકોને પોતાના ધર્મના ચમત્કારની વાતોથી આશ્ચર્યમુગ્ધ કરી દેવાના પ્રયાસો પણ થતા. એક પાદરી પોતાની પાસે બે નાની સરસ રંગેલી મૂર્તિઓ રાખતા. એક ભગવાન વિષ્ણુની અને એક ક્રૉસ સહિત ઇશુ ખ્રિસ્તની. ગામડાના લોકોને ભેગા કરી તેઓ ઉપદેશ આપતા કે સાચા ભગવાન એ જ કે જે પોતે તરે અને બીજાને તારે. એવો ઉપદેશ આપ્યા પછી લોકો પાસે એક મોટું વાસણ મગાવી તેમાં પાણી ભરાવતા. પછી પોતાની થેલીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ કાઢી બધાનાં દેખતાં તેઓ પાણીમાં તે મૂકતા. એ મૂર્તિ પાણીમાં ડૂબી જતી. ત્યારપછી પોતાની થેલીમાંથી ઈશુ ખ્રિસ્તની સરસ રંગીન મૂર્તિ કાઢતા અને તે પાણીમાં મૂકતા અને સૌના આશ્ચર્ય વચ્ચે તે મૂર્તિ પાણીમાં તરવા લાગતી. આવો ચમત્કારભર્યો પ્રયોગ કરીને ગામડાંના ગરીબ અબુધ લોકોના મનમાં તેઓ ઠસાવતા કે જે પોતે તરી શકે તે જ બીજાને તારી શકે. માટે સાચા ભગવાન ઇશુ ખ્રિસ્ત જ છે, કારણ કે તે પોતે તરે છે અને બીજાને તારે છે. માટે તેમનો ધર્મ સ્વીકારવો જોઇએ.
ધર્માન્તરની તેમની આ પ્રવૃત્તિની વાત સાંભળી કુતૂહલથી પ્રેરાઈને એક વખત એક યુવાન પણ ત્યાં આવ્યો હતો. લોકોની વચ્ચે બેસીને પ્રચારક પાદરીનો પ્રયોગ તેણે નિહાળ્યો. પોતે બુદ્ધિશાળી હતો એટલે પ્રયોગનું રહસ્ય તરત સમજી ગયો. તેણે પ્રયોગ પૂરો થયા પછી પાદરીને કહ્યું કે, “સાચા-ખોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org