________________
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ
ભાઈએ આવીને એવી એક પત્રિકા મૂકી ત્યારે તેમણે તે ભાઈને સ્વસ્થતા અને સમતાભાવથી કહ્યું કે, “કાદવની સામે કાદવ ઉછાળવો એ આપણું કામ નથી. માટે તેની ઉપેક્ષા જ કરવી જોઈએ. પત્રિકાબાજી એ ધર્મનો નહિ પણ અધર્મનો માર્ગ છે. જેને એ માર્ગે જવું હોય તે ભલે એ માર્ગે જાય. આપણે એ માર્ગે જવું
વિ. સં. ૨૦૦૯ના કારતક સુદ બીજના દિવસે શ્રી વલ્લભસૂરિ મહારાજના ૮૩મા જન્મદિવસ નિમિત્તે ભાયખલામાં એક વિશાળ મંડપમાં સમારોહ રાખવામાં આવ્યો હતો. તેમનું પ્રવચન ચાલતું હતું ત્યારે મંડપના એક છેડે આગ લાગી, પરંતુ તે તરત બુઝાવી નાખવામાં આવી. તે વખતે કેટલાક લોકો એમ બોલવા લાગ્યા કે વિરોધીઓએ જાણી-જોઇને આ આગ લગાડી છે. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું, “ભાઈઓ ! જાણ્યા વગર આવી રીતે કોઈના ઉપર દોષારોપણ કરવું તે યોગ્ય નથી. કદાચ આગ આકસ્મિક જ લાગી હોય. દિવાળીના દિવસો છે એટલે કોઈ બાળકના ફટાકડાથી પણ આગ લાગી હોય.'
શ્રી વલ્લભસૂરિ મહારાજની પ્રેરણાથી મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ હતી તે વખતે વલ્લભસૂરિ મહારાજ વ્યાવહારિક શિક્ષણને પ્રોત્સાહન આપી સાંસારિક કામો કરે- કરાવે છે એવો આક્ષેપ કરતી પત્રિકાઓ બહાર પડી હતી. પરંતુ એના તરફ લક્ષ્ય ન આપતાં શ્રી વલ્લભસૂરિ મહારાજે પોતાના ભક્તોને શાંત રહેવા કહ્યું હતું.
મહારાજશ્રીનું વિ. સં. ૧૯૯પનું ચાતુર્માસ પંજાબમાં રાયકોટ નામના નગરમાં કરવાનું નક્કી થયું. તે માટે તેમણે રાયકોટમાં પ્રવેશ કર્યો ત્યારે સંઘના કેટલાક આગેવાનોએ આવીને કહ્યું કે, “ગુરુમહારાજ ! અહીં ચાતુર્માસ કરવાનું સલામત નથી. અહીં કેટલીક ઉશ્કેરણીભરી પત્રિકાઓ વહેંચાઈ છે. એ પરથી લાગે છે કે આગળ જતાં મોટું તોફાન થશે.” મહારાજશ્રીએ સંઘના આગેવાનોની એ વાત સાંભળી લીધા પછી કહ્યું કે, પત્રિકાઓથી આપણે ડરી જવાની જરૂર નથી. ચાતુર્માસ નક્કી કર્યું છે. તેથી અહીં જ તે કરીશું. તમે બધા શાંતિ અને સ્વસ્થતા રાખશો. ગામમાં શીખો અને મુસલમાનોની પણ એવી વિનંતી છે કે અમારે અહીં જ ચોમાસું કરવું. એટલે એ પ્રમાણે જ કરીશું.'
ચાતુર્માસમાં મહારાજશ્રીની વ્યાખ્યાનશૈલી એટલી સરસ અને પ્રેરણામય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org