________________
૬o
પ્રભાવક સ્થવિરો
વલ્લભસૂરિ મહારાજ પાસે આવી પહોંચ્યા અને પોતાની ચિંતા વ્યક્ત કરી. શ્રી વલ્લભસૂરિ મહારાજે પ્રેમથી કહ્યું, “સબ કુછ અચ્છા હો જાયેગા.” થોડી વારમાં જ આકાશમાંથી ધીમે ધીમે વાદળાં વીખરાયાં અને સૂરજ પ્રકાશવા લાગ્યો. પ્રતિષ્ઠાના મહોત્સવમાં કંઈ પણ વિઘ્ન ન આવ્યું એથી રાજી થઈ મુસલમાનોએ સંઘને વિનંતી કરી કે પોતાની મસ્જિદ પાસેથી રથયાત્રા પસાર થવા દેવામાં આવશે અને ઢોલ-નગારાં પણ વગાડી શકાશે. આમ ગામમાં સંઘર્ષનું જે વાતાવરણ હતું તે ઉલ્લાસભર્યા ઉત્સવમાં ફેરવાઈ ગયું.
જ્યારે હિન્દુસ્તાનને આઝાદી મળી અને ભારત તથા પાકિસ્તાન એવા બે ભાગ પડ્યા તે વખતે પંજાબમાં સરહદ પરનાં ગામોમાં તંગદિલીભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પાકિસ્તાનના ભાગે આવેલાં પંજાબનાં કેટલાંય ગામોમાં જેનોની વસ્તી હતી. એ જેનોએ ત્યાં રહેવું કે ભારત ચાલ્યા આવવું એ ચિંતાનો મોટો વિષય હતો. જે રીતે સામુદાયિક ધોરણે રમખાણો ચાલ્યાં અને ઠેર ઠેર હજારો માણસોની કતલ થઈ તે જોઈ તે વખતે પાકિસ્તાનમાં રહેવામાં પોતાની સલામતી નથી એવું હિન્દુઓને અને જેનોને લાગ્યું.
એ સમયે શ્રી વલ્લભસૂરિ મહારાજ ગુજરાનવાલામાં હતા. એમને બચાવીને ભારત લઈ આવવા માટે બહુ ઊહાપોહ થયો. પંજાબના જૈનોએ ઉચ્ચ સરકારી સ્તરે પ્રયત્નો કર્યા કે જેથી પોતાના ગુરુ ભગવંતને વિમાન દ્વારા ભારત લઈ આવવામાં આવે. જ્યારે આ સમાચાર શ્રી વલ્લભસૂરિ મહારાજને મળ્યા ત્યારે તેમણે એ વ્યવસ્થાનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો અને કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાનમાંથી છેલ્લામાં છેલ્લો ફેન ભારત નહિ આવે ત્યાં સુધી પોતે પણ ભારત નહિ આવે. તેમણે ગુજરાનવાલા અને આસપાસનાં ગામોના જૈનોને, શક્ય એટલી ઝડપથી સ્ત્રીઓને અને બાળકોને ભારત રવાના કરવા માટે સૂચના કરી દીધી હતી અને એ પ્રમાણે સેંકડો કુટુંબો ઘરબાર મૂકીને, હાથપગે નીકળી જઈને ભારતભેગા થઈ ગયાં હતાં. હવે જે કેટલાંક ભાઈબહેનો ગુજરાનવાલામાં રહી ગયાં હતાં તેમની સાથે છેલ્લે શ્રી વલ્લભસૂરિ મહારાજ પણ નીકળવાના હતા. લોકોના મનમાં ગભરાટ ઘણો હતો. પરંતુ ગુરુ મહારાજ તેઓને સાંત્વન આપતા. જ્યારે ગુજરાનવાલામાંથી બધા જ હિન્દુઓ નીકળી ગયા ત્યારે અઢીસો જેટલા શ્રાવકો મહારાજશ્રી સાથે ઉપાશ્રયમાં આવીને રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org