________________
૫૪
એવી દીર્ઘદૃષ્ટિ પણ હતી.
શ્રી વલ્લભસૂરિ મહારાજ જૈન ફિરકાઓને ઉદ્દેશીને કહેતા કે, ‘ભલે તમે શ્વેતામ્બર હો, દિગમ્બર હો, સ્થાનકવાસી હો, તેરાપંથી હો, ભલે તમારા ગુરુ જુદા જુદા હોય, ભલે તમારી ક્રિયાઓમાં થોડો ફેરફાર હોય પણ તમે બધા જ પ્રભુ મહાવીરનાં સંતાન છો અને એથી તમારી ફરજ છે કે જૈન સિદ્ધાંતોનો જગતમાં પ્રચાર કરવા અને અહિંસા દ્વારા જગતમાં શાંતિ સ્થાપવામાં સૌ કોઈએ પોતાનો ફાળો આપવો જોઇએ. ધર્મ એ કંઈ બંધિયાર પાણી નથી અથવા એ કોઈનો ઇજારો નથી. ધર્મ એ માનવીના જીવનને ઉન્નત કરનારી વસ્તુ છે. જે વસ્તુ સાંકડી મનોવૃત્તિ જગવે, જે વસ્તુ સંકુચિત રીતે વિચાર કરવા પ્રેરે એ સાચો ધર્મ નથી. ‘સવિ જીવ કરું શાસનરસી' એ આપણા ધર્મની મુખ્ય વસ્તુ છે. એથી આપણે સૌએ આંતરિક ઝઘડાઓ કે મતભેદો એક બાજુ મૂકી દઈને આત્મકલ્યાણને માર્ગે આગળ ધપવું જોઇએ.’
પ્રભાવક સ્થવિરો
શ્રી વલ્લભસૂરિ મહારાજે ધર્મોપદેશની સાથે સાથે પ્રસંગ અને પરિસ્થિતિ અનુસાર સમાજસુધારાનું પણ મહત્ત્વનું સંગીન કાર્ય કર્યું હતું. સમાજમાં કેટલાક કુરિવાજો પડી જતા હોય છે. શ્રી વલ્લભસૂરિ મહારાજની પ્રેરણા અને ઉપદેશથી પંજાબમાં ઘણે સ્થળે વરવિક્રય કે કન્યાવિક્રય ન કરવાના, લગ્ન પ્રસંગે પૈસાનો ધુમાડો ન કરવાના, પ્રભુપૂજામાં ચરબીની કાંજી ચડાવેલાં કપડાં ન પહેરવાના, ચરબીવાળા સાબુ ન વાપરવાના, હાથીદાંતનો રતનચૂડો ન બનાવવાના ઈત્યાદિ પ્રકારના નિયમો ઘણા લોકોએ લીધા હતા.
શ્રી વલ્લભસૂરિ મહારાજે જૈન સમાજની ઉન્નતિ કરવા માટે વ્યાવહારિક શિક્ષણની સમાજમાં યોગ્ય વ્યવસ્થા થાય એ માટે પણ ઉપદેશ આપ્યો હતો. એમની પ્રેરણાથી અનેક સ્થળે વિવિધ વિદ્યાસંસ્થાઓની સ્થાપના થઈ છે. એવી સંસ્થાઓમાં અગ્રગણ્ય સંસ્થા તે મુંબઇની શ્રી મહાવીર જૈન વિદ્યાલય છે, જેની અંધેરી, પૂના, વડોદરા, વલ્લભવિદ્યાનગર, અમદાવાદ અને ભાવનગરમાં શાખાઓ છે. લગભગ ૭૫ વર્ષથી વિદ્યાભ્યાસનું અને આગમો સહિત સાહિત્યગ્રંથોના પ્રકાશનનું સંગીન કાર્ય કરતી આ સંસ્થાએ સમાજને હજારો જૈન વિદ્યાર્થીઓ આપ્યા છે, જેઓ પોતાની ઉજ્જવલ કારકિર્દી વડે પોતપોતાના ક્ષેત્રમાં ઘણું મહત્ત્વનું કાર્ય કરીને સંસ્થા માટે ગૌરવરૂપ બન્યા છે. પૂ. વલ્લભસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org