________________
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ
નગરેનગરમાં જૈનો અને અન્ય ધર્મીઓ વચ્ચે અથવા જૈનોના જુદા જુદા ફિરકાઓ વચ્ચે કે સંઘનાં જુદાં જુદાં જૂથો વચ્ચે કોઈક ને કોઈક કારણસર વિસંવાદ, મતભેદ, સંઘર્ષ, કલહ, વિખવાદ, ઝઘડા કે મારામારી ઉદ્ભવે છે. તેવે વખતે બંને પક્ષને બરાબર ન્યાય આપી શકે એવી તટસ્થ વ્યક્તિની જરૂર પડે છે. જૈન સાધુઓ બહારથી આવતા હોવાને લીધે તથા તેઓ થોડા સમયમાં અન્યત્ર ચાલ્યા જવાના હોવાને લીધે તથા તેઓ સત્ય અને સંયમના ઉપાસક હોવાને લીધે નિઃસ્વાર્થ તટસ્થ મધ્યસ્થી તરીકે યોગ્ય ન્યાય આપી શકે છે. વળી તેમની પવિત્ર પ્રતિભાની અસર પણ લોકોના જીવન પર પડે છે. મહાન આચાર્યોના જીવનનો સમાજ ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણો મોટો ઉપકાર રહે છે. શ્રી વલ્લભસૂરિ મહારાજ પણ એવા એક મહાન આચાર્ય હતા કે જેમની ઉપસ્થિતિએ અનેક સ્થળે કલહ, વેરવિરોધ કે સંઘર્ષના પ્રસંગો શમી ગયા છે. જયપુરમાં ખરતરગચ્છ કે તપગચ્છ વચ્ચે તથા સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વચ્ચે, પાલનપુરમાં સંઘમાં બે પક્ષો વચ્ચે, વળામાં તપગચ્છ અને લોકાગચ્છ વચ્ચે, મિયાગામમાં બે ગામના સંઘો વચ્ચે, વણછરામાં દશા શ્રીમાળીના બે પક્ષો વચ્ચે, પિંડવાડામાં શ્રાવકોના બે પક્ષો વચ્ચે, ખિવાણદી ગામમાં શ્રાવકોના જુદા જુદા પક્ષો વચ્ચે, સમાનામાં જૈનો અને અર્જુનો વચ્ચે, નાભામાં સ્થાનકવાસીઓ અને મૂર્તિપૂજકો વચ્ચે, વાપીમાં એક કુટુંબના સભ્યો વચ્ચે, ભરૂચમાં શ્રીમાળી અને લાડવા વણિકો વચ્ચે, માલેકોટલામાં નવાબ અને હિન્દુ પ્રજા વચ્ચે એમ વિવિધ પ્રકારના સંઘર્ષો એમણે દૂર કરાવ્યા હતા. એવી જ રીતે ઝંડિયાલાગુરુ, ગુજરાનવાલા, નવસારી, પૂના, બુરહાનપુર, વાંકલી, અમદાવાદ, શિયાલકોટ, જીરા, બીકાને૨, લુધિયાણા, સાદડી, ખુડાલા, પાલિતાણા, મુંબઈ, પાલનપુર વગેરે અનેક સ્થળે તેમણે વિવિધ પક્ષો વચ્ચેના ઝઘડાઓનું સમાધાન કરાવ્યું હતું. સમાધાન કરાવવા માટે બંને પક્ષો પ્રત્યે ન્યાયપૂર્વકની સહાનુભૂતિની જરૂર રહે છે તથા ઝઘડાના મૂળને સમજવા માટે તથા તેનું યોગ્ય અને સમાધાનપૂર્વક નિરાકરણ કરવા માટે તીક્ષ્ણ બુદ્ધિશક્તિની અપેક્ષા રહે છે. જેના અંતરમાં બધાંને માટે અપાર વાત્સલ્ય રહ્યું હોય તેઓ આવા ઝઘડાઓનું સમાધાન સરળતાથી અને ઝડપથી કરાવી શકે છે. શ્રી વલ્લભસૂરિ મહારાજ પાસે એ માટે એવું વાત્સલ્ય હતું, એવી કુનેહ હતી અને
Jain Education International
For Private & Personal Use Only
પર
www.jainelibrary.org