________________
૫૦
પ્રભાવક સ્થવિરો
સાથે શ્રેષ્ઠિ લક્ષ્મીચંદજી ઢઢા પણ હતા. એ વખતે એક અંગ્રેજ અમલદારે તેઓને જોયા એટલે તેણે પોલીસ દ્વારા લક્ષ્મીચંદજીને બોલાવીને પૂછયું કે, તમારી સાથે આવેલા આ સંન્યાસી મહેમાનો કોણ છે ? તેઓ ગુપ્ત વેશે અમને ક્રાંતિકારી હોવાનો અમને વહેમ પડે છે.” લક્ષ્મીચંદજીએ પોલીસને સમજાવ્યું કે, “આ અમારા અહિંસક જૈન સાધુઓ છે.' પોલીસે આપેલી આ માહિતીથી અંગ્રેજ અમલદારને સંતોષ થયો નહિ. એણે આ સાધુઓની હિલચાલ ઉપર નજર રાખવા માટે ગુપ્તચરો ગોઠવાવી દીધા. પરંતુ એ ગુપ્તચરોએ અંગ્રેજ અમલદારને જણાવ્યું કે આ જૈન સાધુઓ હિંસક ક્રાંતિકારીઓ નથી. પરંતુ ત્યાર પછી બન્યું એવું કે વારંવાર મહારાજશ્રી પાસે આવવાને કારણે એ ગુપ્તચરો પણ જૈન સાધુમહારાજોના ઉત્તમ અને ઉદાત્ત આચાર-વિચારો જોઈને શ્રી મહારાજશ્રીના ભક્ત બની ગયા.
શ્રી વલ્લભસૂરિ મહારાજ અંબાલા શહેરમાં હતા ત્યારે એક દિવસ એ. જવાહરલાલ નહેરુના પિતા ૫. મોતીલાલ નહેરુને એક સભામાં મળવાનું થયેલું. તે વખતે શ્રી વલ્લભસૂરિની સાથે વાતચીત કરતાં કરતાં મોતીલાલ નહેરુ સિગરેટ પીતા હતા. વલ્લભસૂરિએ એ જોઈને પ્રેમથી, શાંતિથી, સમભાવથી, મૃદુ સ્વરે ટકોર કરતાં મોતીલાલ નહેરુને કહ્યું કે, “તમે દેશને આઝાદ કરવા માટે આંદોલન ઉપાડ્યું છે, પરંતુ તમે પોતે તો સિગરેટનું વ્યસન ધરાવો છો અને તેમાં પણ પરદેશી સિગરેટ પીઓ છો તો તે કેટલે અંશે યોગ્ય છે ?' એ સાંભળી મોતીલાલ નહેરુએ તરત સિગરેટ ફેંકી દીધી અને સિગરેટ ન પીવાની મહારાજશ્રી પાસે બાધા લીધી. ત્યારપછી મોતીલાલ નહેરુ કેટલીક જાહેર સભાઓમાં કહેતા કે, “હું જ્યારે પરદેશી સિગરેટ પીતો હતો ત્યારે મેં મારી અક્કલ ગુમાવી દીધી હતી, પરંતુ એક જૈન સાધુએ પ્રેમથી મારી અક્કલ પાછી લાવી આપી અને હું ત્યારથી સિગરેટ પીતો બંધ થઈ ગયો
ભારતને સ્વરાજ્ય મળ્યું તે પહેલાંના એ દિવસો હતા. દેશી રાજ્યોના હિંદુ રાજાઓ તથા મુસલમાન નવાબો વગેરેની સત્તાનો પ્રભાવ લોકજીવન ઉપર ત્યારે ઘણો મોટો હતો. એવા સત્તાધારીઓ પણ સીધુ મહાત્માઓના ચારિત્ર્ય અને ઉપદેશથી પ્રભાવિત થતા અને પોતે સામેથી મહાત્માઓને વંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org