Book Title: Sanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust
Catalog link: https://jainqq.org/explore/007267/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રોબળ | વ્યવહારમાં કાનમાં દિલમાં સપનામાં રોમે રોમમાં - io TUTO પંન્યાસ યશોવિજય ગણી Page #2 -------------------------------------------------------------------------- ________________ સં ય મી ના કાનમાં દિલમાં સપનામાં રોમેરોમમાં વ્યવહારમાં ♦ લેખક ૦ વર્ધમાનતપોનિધિ સંઘહિતચિંતક સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન શાસનપ્રભાવક પંન્યાસપ્રવરશ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્ય પંન્યાસ યશોવિજય ગણી ♦ પ્રકાશકે . દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી, મફલીપુર ચાર રસ્તા, ધોળકા. જિ. અમદાવાદ-૩૮૭૮૧૦, Page #3 -------------------------------------------------------------------------- ________________ સૂચના આ પુસ્તક શ્રી જૈન દેવબાગ લક્ષ્મી આશ્રમ ઉપાશ્રય, જામનગરના શાનદ્રવ્યમાંથી છપાયેલ હોવાથી ગૃહસ્થે જ્ઞાનખાતામાં રૂા.૧૫૦/ચૂકવીને માલિકીમાં રાખવી. ચતુર્થ આવૃત્તિ - ૧૦૦૦ નકલ - વિ.સં.૨૦૬૭ ૦ મૂલ્ય : મનોમંથન + દોષભંજન + આત્મરંજન ૦ -: પ્રાપ્તિસ્થાન : . • • • પ્રકાશક શ્રી સતીષભાઈ બી. શાહ હસ્તમેળાપ એમ્પોરીયમ, ગોલવાડના નાકે, રતનપોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ શ્રી ઈન્દ્રવદનભાઈ રણછોડદાસ શેષકરણ બોટાવાલા બીલ્ડીંગ, બીજે માળે, રૂમ-૭, ૧૧/૧૩ હોર્નીમાન સર્કલ, મુંબઈ-૪૦૦૦૦૧. ફોન : (૨હે.) ૨૪૦૯૨૮૭૦ (ઓ) ૫૬૩૪૫૪૮૦|૮૧ શ્રી સિદ્ધક્ષેત્ર વર્ધમાન તપ આયંબીલ ખાતુ શત્રુંજય ગેટ પાસે, પાલીતાણા, સૌરાષ્ટ્ર-૩૬૪૨૭૦. ફોન : ૦૨૮૪૮-૨૫૨૮૩૦ ડૉ. હેમંતભાઈ પરિખ ૨૧, તેજપાલ સોસાયટી, ફતેહનગર બસ સ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ-૭. શ્રી મહેન્દ્રભાઈ ઝવેરી ૫૦૨, સંસ્કૃતિ કોમ્પ્લેક્ષ, અતિથિ ચોક પાસે, કાલાવાડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫. મો. : ૯૮૨૫૧૬૮૮૩૪ Type Setting By : SHRI PARSHVA COMPUTERS & Printed by': Shivkrupa Offset Tel. : 079-25460295 Tel. 079-25623828 B Page #4 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ ૦ જેઓની આંખમાં પરમગીતાર્થ મહર્ષિનો આત્મા ડોકીયાં કરે છે. જેઓના વચનના શ્રવણમાત્રથી વીતરાગના અતિગૂઢ રહસ્યોનો ગેબી મર્મભેદ પ્રગટે છે. જેઓના રોમેરોમમાં શાસન-સંઘ-શાસ્ત્રના યોગ-ક્ષેમ-વૃદ્ધિ આદિની હિતકામના રહેલી છે. નિયતિ અને નિસર્ગની મહાસત્તાએ જેઓનું સર્જન જિનશાસનના ઉચ્ચતમ ઉત્કર્ષ માટે કરેલ છે. લાખો-કરોડો જીવોને પોતાના ભુજાબળથી પોતાની ઉત્કૃષ્ટ ભાવનારૂપી મહાયાનપાત્રમાં બેસાડી મોક્ષે લઈ જવા જેઓ ઝંખી રહ્યા છે. જેઓની ઝીણી આંખોમાં જિનવચનના સૂક્ષ્મતમ ભાવોને પકડવાની નિપુણતા રહેલી છે. ગુરુવર્યોના જેઓ અનન્ય કૃપાપાત્ર છે. દેહથી વામન હોવા છતાં વિરાટ આત્મોન્નતિને જેઓ ધારણ કરી રહ્યા છે. જેઓ અનેક સંયમીઓના મોક્ષમાર્ગમાંથી કાંટા-કાંકરા-કાદવને દૂર કરી શીતલ-મધુર જિનાજ્ઞાનું અમૃતપાન કરાવી, સંજીવની રૂપી અભિગ્રહો આપી, હિતશિક્ષારૂપી ઔષધિનું દાન કરી, આંખોમાં વિમલાલોક-અંજન કરી, તત્ત્વપ્રીતિકર-પાણી પીવડાવી, પાવનતારૂપી પરમાત્ર પ્રેમે પ્રેમે વપરાવી સહુને ભેદભાવ વિના અમરત્વના માર્ગે આગળ ધપાવી રહ્યા છે તેવા પરમોપકારી પરમજ્ઞાની સરળતાના ભંડાર પરમદીર્ઘદર્શી વર્ધમાનતપોનિધિ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પવિત્ર કરકમલમાં, તેઓશ્રીની જન્મશતાબ્દી નિમિત્તે, સાદર-સવિનય-સબહુમાન શ્રદ્ધાંજલિ C Page #5 -------------------------------------------------------------------------- ________________ • પ્રકાશકીય પ્રવેદન - નાસ્તિકવાદ અને ભોગવાદના ગાઢ અંધકારની સામે સમ્યજ્ઞાનની મશાલના પ્રચાર અને પ્રસાર માટે પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ.ગુરુદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની પાવન પ્રેરણાથી “દિવ્યદર્શન ટ્રસ્ટની સ્થાપના થઈ. ચતુર્વિધ સંઘના પ્રત્યેક સભ્યને સમ્યજ્ઞાનની આ જ્વલંત અને જીવંત મશાલનો લાભ મળે તે માટે તેઓશ્રીના મંગલ માર્ગદર્શન મુજબ જૈન શાસ્ત્રો, જૈન શાસ્ત્રોના વિવેચનો-વ્યાખ્યાઓ તથા શાસ્ત્રાનુસારી પુસ્તકોનું પ્રકાશન કાર્ય શરૂ થયું. આ જ મહાયોજનાના એક ભાગ સ્વરૂપે પૂજ્યશ્રીની વૈરાગ્ય નીતરતી કલમે કંડારાયેલ “દિવ્ય દર્શન' સાપ્તાહિકનું કાર્ય વર્ષો સુધી ચાલ્યું. વર્તમાનમાં તારક જિનાજ્ઞા” માસિક પ્રકાશનનો પણ લાભ અમારી સંસ્થાને મળી રહ્યો છે - તે અમારા માટે એક ગૌરવનો વિષય છે. અમારી જ સંસ્થા તરફથી પૂર્વે પ્રકાશિત થયેલ “સંયમીના કાનમાં', “સંયમીના દિલમાં”, “સંયમીના સપનામાં”, “સંયમીના રોમેરોમમાં અને “સંયમીના વ્યવહારમાં' - આ પાંચ પુસ્તિકાઓનું ચતુર્થ આવૃત્તિરૂપે પ્રકાશન કરતાં અમે આનંદને અનુભવીએ છીએ. પંન્યાસશ્રી યશોવિજયજી ગણીએ પુનઃ સંશોધન-સંમાર્જન-સંવર્ધન અને સંપાદન કરીને આ પાંચેય પુસ્તિકાઓને પ્રસ્તુત એક જ પુસ્તકમાં પૂર્વની પ્રસ્તાવના સાથે આવરી લીધેલ છે. અમને આશા છે કે પ્રત્યેક સંયમી અને મુમુક્ષુઓ આ પ્રકાશનના માધ્યમથી સંયમજીવનની શુદ્ધિને વધુ ઝળહળતી બનાવી વિષમ કાળમાં જૈન શાસન અને જૈન સંઘની તારક જિનાજ્ઞા મુજબ ઉત્કૃષ્ટ રક્ષા-સેવા-પ્રભાવનાઅભ્યદય કરવા કટિબદ્ધ બનશે. પ્રસ્તુત પ્રકાશન અંગે કોઈ પણ સૂચન વિજ્ઞ વાચકવર્ગના મનમાં જાગે તો તે અમારા માટે આવકાર્ય બની રહેશે. આવા વૈરાગ્યવર્ધક શાસ્ત્રીય પ્રકાશનોનો લાભ અમારી સંસ્થાને મળતો જ રહે અને એના દ્વારા પૂજ્યપાદ સ્વ.ગુરુદેવશ્રીના આશિષ અમોને મળતા જ રહે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. લિ. દિવ્યદર્શન ટ્રસ્ટ વતી આસો સુદ-૧, વિ.સં.૨૦૬૭ કુમારપાળ વી. શાહ, મયંક શાહ આદિ ટ્રસ્ટીગણ HD - Page #6 -------------------------------------------------------------------------- ________________ • લેખકની હૃદયોર્મિ • અનંત કરુણાનિધાન ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીર મહારાજાના પટ્ટધર પરમ આત્મજ્ઞાની સુધર્મસ્વામી ગણધર ભગવંતની વાણીરૂપી પાણી દ્વારા પોતાની તૃષાને શમાવી ફુર્તિથી મોક્ષમાર્ગે આગેકૂચ કરી રહેલા પવિત્ર સાધુ-સાધ્વીજી ભગવંતો જિનશાસનની શાન છે. આગમ અને આગમોત્તરકાલીન શાસ્ત્રના અભ્યાસમાં ગળાડૂબ સંયમીઓ ઠેર-ઠેર અનુભવની હરણફાળ ભરવાનું અમોઘ સામર્થ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. અનેક ગુરુ ભગવંતોની વાચના પુસ્તકરૂપે પણ પ્રગટ થતી રહે છે એ આપણા શ્રમણ સંઘનું અદ્વિતીય સૌભાગ્ય અને સદ્ભાગ્ય છે. આ પૂર્વે જુદા-જુદા સમયે સંયમીઓને અપાયેલી વાચના અને સંયમીઓને લખાયેલ પત્રોનું સંકલન કરીને “સંયમીના કાનમાં, સંયમીના દિલમાં, સંયમીના સપનામાં, સંયમીના રોમેરોમમાં અને “સંયમીના વ્યવહારમાં' - નામથી પાંચ લઘુ પુસ્તિકાઓ દિવ્ય દર્શન ટ્રસ્ટ મારફત પ્રકાશિત થયેલ હતી. પરિમાર્જન અને પરિવર્ધન કરીને તે જ પાંચેય પુસ્તિકાઓનો પ્રસ્તુત પ્રકાશનમાં સમાવેશ કરવામાં આવેલ છે. સંયમીઓની લાગણીભરી માગણીને લક્ષમાં રાખીને પ્રકાશિત કરવમાં આવતી આ કૃતિ સંયમીઓની આકૃતિને આગમિક કલાકૃતિરૂપે પરિણામાવશે અને અનેક ભવ્યાત્માઓના જીવનમાં ચમત્કૃતિનું સર્જન કરાવશે એવી ભવ્ય ભાવનાપૂર્વક સંયમીઓના ચરણકમલમાં કોટિશઃ નતમસ્તકે નમસ્કૃતિ. લી. સ્વ.ગચ્છાધિપતિશ્રી ભુવનભાનુસૂરીશ્વરશિષ્યપંન્યાસપ્રવર વિશ્વકલ્યાણવિજયશિષ્યાણ પંન્યાસ યશોવિજય ગણી - —-- ન E E Page #7 -------------------------------------------------------------------------- ________________ ( વિષયવિમર્શ છે (સંયમીના કાનમાં) સપ્તર્ષિના સાત તારા .. ............................... ગુરુકૃપાની ઓળખાણ ................................... •••••••••••••••• ભયંકર તત્ત્વની પીછાણ ................. મોક્ષનો અમોઘ ઉપાય .................................... ............. એક સમસ્યા ................ પ્રથમ દુર્લભ ચીજને જાણીએ ........... ...તો બીજી દુર્લભ ચીજ સુલભ બને ... ત્રીજી દુર્લભ ચીજને ઓળખીએ.. ............. સમસ્યા ત્રણ: ઉપાય એક ............... .............. ઉત્તરાધ્યયન સૂત્ર રહસ્ય ............. વી છેતરામણ !.................. ........... ચાર દૃષ્ટિ પામીએ .......................... ............. ચાર દૃષ્ટિ છોડીએ ........... સાધના સરળ, ઉપાસના કઠણ ....... મહાવ્રત કરતાં યતિધર્મ ચડે..... નાનકી પણ બળવાન આરાધના .................. સંયમના બે પ્રાણ ...................... અત્યંતર ત્યાગ કેળવીએ..................... લોક્લ સ્ટેશન છોડે......... હિસાબ એખો કરીએ. ..................... ........... જ્ઞાનપ્રાપ્તિના ઉપાય ........................ કેટલો લાંબો ગર્ભવાસ ?.... પ્રભુબહુમાનનું સ્વરૂપ ........... સંયમલ્વનનો મહિમા ............. યુતિ જમાવીએ ત્રિવેણી સંગમ કરીએ ............. પૂજ્યશ્રી ગચ્છાધિપતિ જયઘોષસૂરિજી મહારાજની પ્રસાદી ......... ....... ••••••••• ............... •••••••••• F Page #8 -------------------------------------------------------------------------- ________________ (સંચમીના દિલમાં જાત-જગત-જગતપતિની ઓળખાણ સાગર જેવા સાધુ સાધનાના છ પરિબળો ગુરુ પાસેથી ૧૭ રત્નો મેળવીએ મૌનનો મહિમા સમાધિનો અમૃત કુંભ પામીએ........ વિદ્વાન, પંડિત, જ્ઞાનીની ભેદરેખા ઓળખીએ ........ વેશ, વર્તન, વલણની વાતો ગુરુશિષ્યના સંબંધની ઓળખાણ શિષ્યની ત્રણ ભૂમિકા .. કપડાને નહિ, ભાવને સાંધો જાત સાથે છેતરામણ . તાત્ત્વિક ગુરુવચન રુચિની ઓળખાણ ચાર વિનયસમાધિના રહસ્યો સંયમ અન ઘડતર ભોગનો ત્યાગ બને યોગ મન બને દીવાલ, દર્પણ કે કેમેરો ? સમસ્યા પતનનો ઇતિહાસ આત્મવિકાસના છ પગથિયા વિમલ વિવેકની વાવણી પહેલાં વૈરાગ્ય પછી જ્ઞાન-વિજ્ઞાન આખી એ-બી-સી–ડી હાજર આચારનું લોકોત્તર ફ્ળ ઓળખીએ લંક નિવારીએ આંચાર શુદ્ધિ - વિચાર શુદ્ધિ મારક અને તારક તત્ત્વની સપ્તપદી જો જો, બલિદાન નિષ્ફળ ન જાય ........ સાધનામાં અપ્રમત્તતા તારક, આગ્રહ મારક મનની નવ નબળી કરી બત્રીશ યોગ સંગ્રહ G ૧૦૩-૨૧૨ ૧૦૫ ૧૦૭ ૧૦૯ ૧૧૪ ૧૧૭ ૧૧૮ ૧૨૦ ૧૨૨ ૧૨૪ ૧૨૮ ૧૩૦ ૧૩૨ ૧૩૪ ૧૩૭ ૧૩૮ ૧૪૦ ૧૪૨ ૧૪૪ ૧૪૮ ૧૫૨ ૧૫૭ ૧૫૮ ૧૬૦ ૧૬૨ ૧૯૪ ૧૯૮ ૧૭૧ ૧૭૪ ૧૭૭ ૧૮૨ Page #9 -------------------------------------------------------------------------- ________________ A .......૧૮ ...૧૮૯ : : $ : : : : : ....માટે વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ છે............... ઉપયોગને ઉજળો કરીએ............. આરાધક - વિરાધક તત્ત્વની ઓળખાણ ............................ ચાર સેનાને જમીએ. ૧૯૪ સાધુ અને બાવાની ભેદરેખા ............................ ......૧૯૭ વૈરાગ્યને દેદીપ્યમાન કરવાના રામબાણ ઉપાય ............ ૨૦૧ મૂઢ-બુદ્ધ-પ્રબુદ્ધ અવસ્થા ........... ..... ૨૦૩ સંયમીની જવાબદારી – જાગૃતિ – જોખમદારી .................. ૨૦૯ સમક્તિનું બીજું સ્વરૂપ........ ............ .... ૨૯ (સંચમીના સપનામાં...).......... (૨૧૩-૨૦૦ (સંચમીના રોમેરોમમાં (૨૦૧-૩૯૦ : : ............... - ૨૭૩ ........... * * *............ •••• ૨૮૧ ...•••••• ............ ................. : : બે આધારસ્તંભને ઓળખીએ ....... નાસિક્તા પણ આવકાર્ય ! ...તો અનુત્તરવાસી દેવ શરમાઈ જાય ............ ૨૮૫ ... તો બ્રહ્મચર્ય સરળ છે. ................... ૨૯૨ ગુરુ બનતાં પહેલાં... .............. ... ૨૯૭ શું સિદ્ધ ભગવંતની આરાધના કરીએ છીએ ?..... ૩૦૦ ચાલો, રોગમાં સમાધિને માણીએ ............. ૩૦૩ જિનવાણી વિશે સાત પ્રકારના પ્રમાદ પરિહરું .................. • ૩૦૮ જીભની નહિ, જીવન જીવવાની વફદારી કેળવીએ.................. ૩૧૭ ...તો સંયમની ચારેય ઉપમા આત્મસાત્ થાય ......................... શું દીક્ષામાં પણ અર્થપુરુષાર્થ-કામપુરુષાર્થ ?...................... ૩૨૯ ... ... આ મૂળ વાત છે................................................ ૧૪ ૉષસ્થાનને પરિહરું ........ ............. ૩૩૯ ..... તો ભાવચરિત્ર પ્રગટે............................ ઉત્સાહનું ઉદ્ધકરણ ............... ૩૪૪ બાધક-સાધક–શોધક તત્ત્વને તપાસીએ ........... .................... .... ૩૪૮ પરોક્ષને પ્રત્યક્ષ કરવાની કળા ૩૫૦ ઉપાર્જન નહિ પણ પ્રગટીકરણ ..... સંક્રમકરણપ્રક્રિયાનો રહસ્યાર્થ.... ૩૫૭ • ૩૨૫ : : • ૩૩૧ : ............... o : : : : •••. ૩૫૩ H Page #10 -------------------------------------------------------------------------- ________________ •... ૩૭૩ છ ........ .......... •••. ૩૯૯ ભારે કર્મીપણાની અમુક નિશાનીઓ.............. આવો, અપ્રમત્તતાને ઓળખીએ ............ ...તો જ તપયોગ તારક બને................. ..૩૬૭ પૂ. સાધ્વીજી ભગવંતોને ઉદ્દેશીને......... અતિપરિચય નહિ, સુપરિચય કરો ...................................... •.. ૩૭૧ મારક તત્ત્વની પીછણ ........... શું સિંહગુફાવાસી મુનિને ઓળખીએ છીએ ?........................ બેજવાબદારને પ્રભાવકનું લેબલ !.. ઈચ્છાપૂર્વક સહન કરવા છતાં અકામનિર્જરા !..................... ત્યાગ કરતાં વૈરાગ્ય ચઢે... ૩૮૭ (સંયમીના વ્યવહારમાં.......... •••(૩૯૧-૫૨૫ ••••••••••••••••••••••••••••• ૩૭૩ છે ............. •............. સમાધિ અને સંક્લેશના માર્ગ ......... .........૩૯૩ પ્રથમ અસમાધિ સ્થાન ટાળીએ દ્વિતીય-તૃતીય-ચતુર્થ અસમાધિસ્થાનની સમજ પાંચમું-છઠું અસમાધિ સ્થાન છોડીએ સાતમા અસમાધિસ્થાનની ભયાનક્તા ........ આઠમું અસમાધિસ્થાન તજીએ. નવમા અસમાધિસ્થાનનો વિપાક.............. દશમા અસમાધિસ્થાનની ઓળખાણ અગિયારમા અસમાધિસ્થાનના બે અર્થ બારમું-તેરમું અસમાધિસ્થાન સર્વથા વર્જય ...... ચૌદમા અસમાધિસ્થાનનું તાત્પર્ય......... પંદરમું અસમાધિસ્થાન – શાસ્ત્રદર્પણમાં................ સોળમું અસમાધિસ્થાન : ચાર પ્રકારે ................. સત્તરમું અસમાધિસ્થાન : મોક્ષમાર્ગમાં પર્વત ............... અઢારમું-ઓગણીસમું અસમાધિસ્થાન તજીએ .............. વીસમું અસ્માધિસ્થાનઃ સંયમ રવાના કરાવે................ Page #11 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત ભણવાને ઈચ્છુક શ્રમણ-શ્રમણી ભગવંતો-પંડિતવર્યો-મુમુક્ષુઓ માટે | નવલું નજરાણું સરલ સંક્તમ્ -(પાંચ પુસ્તકોનો સેટ) :- લેખક :પંન્યાસપ્રવર યશોવિજયજી ગણીના શિષ્ય મુનિ ભક્તિયશ વિજય જ પ્રથમ પુસ્તક :- સંસ્કૃત ભણવા માટેની સ્વાધ્યાય યુક્ત પ્રથમ ( દ્વિતીય પુસ્તક - સંસ્કૃત ભણવા માટેની સ્વાધ્યાય યુક્ત દ્વિતીયા તૃતીય પુસ્તક :- પ્રથમા-દ્વિતીયા ગત સ્વાધ્યાયોની ગાઈડ = માર્ગદર્શિકા • ચતુર્થ પુસ્તક - વિશેષ મહેનતુ માટે અવનવા સ્વાધ્યાયોથી સભર પ્રેકટીસ બુક = પ્રયોગમંદિરમ્ ભ પાંચમું પુસ્તક :- પ્રેકટીસ બુકની ગાઈડ = પ્રયોગ માર્ગદર્શિકા પ્રાપ્તિસ્થાન :- દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી, મફલીપુર ચાર રસ્તા, ધોળકા. જિ. અમદાવાદ-૩૮૭૮૧૦. Page #12 -------------------------------------------------------------------------- ________________ સંયમીના કાનમાં • લેખકની ઊર્મિ • વિશ્વકલ્યાણકર શ્રી જૈનશાસનમાં પૂર્વમહર્ષિઓએ “લોહીની સગાઈ કરતાં ધર્મની સગાઈ ચઢિયાતી છે, કલ્યાણકારી અને મંગલકારી છે. એવું જણાવેલ છે. મોક્ષયાત્રામાં આગળ વધવા વર્તમાનકાળની લોહીની સગાઈને ધર્મસગાઈમાં રૂપાંતરિત કરવા માટે અને જેની સાથે લોહીનો સંબંધ હોય તેવા માતા, પિતા, ભાઈ, બહેન વગેરે મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધે તેવી પ્રેરણા તથા માર્ગદર્શન આપવા માટે પ્રયત્નશીલ રહેવું એ ધર્મને સમજેલ પ્રત્યેક સાધકનું અંગત કર્તવ્ય છે. આ હકીકતને ખ્યાલમાં રાખીને સંસારીપણે બેન સાધ્વીજીશ્રી કલાવતીશ્રીજી મ. ઉપર પ્રેરકપત્રો લખેલા. સૌથી વધુ મારક તત્ત્વ શું ? મોક્ષે જવાનો સરળ ઉપાય, ચાર દુર્લભ ચીજ વિશે ઉત્તરાધ્યયન સૂત્રની મીમાંસા. ૪ સુંદર દૃષ્ટિ, ૪ ત્યાજય દૃષ્ટિ, મુહપત્તિનો ઉપયોગ.. વગેરે વિષયો ઉપર અનેક વર્ષોથી જે ચિંતન કરેલું તે શાસ્ત્રદોહન પત્રોમાં ભરવાનો પ્રયત્ન કર્યો. ઘણાં સંયમીઓની Page #13 -------------------------------------------------------------------------- ________________ માગણી હતી કે આ સાહિત્ય પુસ્તકરૂપે પ્રગટ થાય તો અનેક મુમુક્ષુઓને અને સંયમીઓને લાભ થાય. સંસારીપણે નાનીબેન પ્રીતિકુમા૨ીની ભાગવતી પ્રવ્રજ્યાના મંગલપ્રસંગે વિ.સં.૨૦૫૪ મહાસુદ ૧૧ના પવિત્ર દિવસે પ્રસ્તુત પુસ્તકનું પ્રકાશન કરવા માટે વેરાવળનિવાસી રણછોડભાઈ વાંદરવાલા તથા મનોજભાઈ પારેખ વગેરેએ પણ જવાબદારી લેવાની તૈયારી દર્શાવી. તેના પરિણામ સ્વરૂપે “સંયમીના કાનમાં” પુસ્તિકાની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ. નકલ ખૂટી જતાં તથા પૂજ્ય સંયમીઓ તથા મુમુક્ષુઓની પુસ્તિકા અંગે માગણી વધતાં સુધારા-વધારા અને શાસ્ત્ર પાઠોના સંવાદ દ્વારા મૌલિક પત્રોને મહદંશે લેખ સ્વરૂપે ગૂંથીને બીજી આવૃતિ પ્રગટ થઈ રહી છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો અને દીક્ષાર્થી ભાઈ-બહેનોના આત્મોત્થાનમાં, મોક્ષમાર્ગે હરણફાળ ભરવામાં પ્રસ્તુત પ્રકાશન ઉપયોગી બને તેવી મંગલ કામના. અક્ષયતૃતીયા, વિ.સં.૨૦૫૫ પાલીતાણા. ગુરુપાદપદ્મરેણુ મુનિ યશોવિજય લખી રાખો ડાયરીમાં... (૧) જયણાનું પાલન સંયમનો પક્ષપાત જણાવે છે. તેમ (૨) સંયમીને સહાય કરવી, સંયમીને અનુકૂળ બનવું, સંયમીને અનુકૂળ બનવા જાગૃતિ કેળવવી એ પણ સંયમનો જ પક્ષપાત છે. તેમ છતાં બીજા નંબરનો સંયમનો પક્ષપાત બળવાન છે. કારણ કે તેમાં અભિમાનના અનુબંધ તૂટવાની શક્યતા ઘણી વધારે છે. ૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ સપ્તર્ષિના સાત તારા સમકિતી દેવો પણ જેની સતત ઝંખના કરે છે તે દુર્લભ અણમોલ સંયમજીવન તમને પૂજ્યપાદ ભદ્રંકર સૂરીશ્વરજી મ., સાધ્વીજી શ્રી રવિપ્રભાશ્રીજી મ. વગેરેની અસીમ કૃપાથી મળેલ છે. તે તમારું લોકોત્તમ સૌભાગ્ય અને પરમ સદ્ભાગ્ય છે. સ્વચ્છ કોરો ઉજ્જવળ અને પવિત્ર કાગળ તમારા હાથમાં છે. તેમાં અનુપમ આધ્યાત્મિક કલાકૃતિ અને ગુણમય રોચક રંગોળીનું સર્જન કરવાની અંગત મહત્ત્વપૂર્ણ જવાબદારી હવે તમારી છે. બિનશરતી ગુરુશરણાગતિના અને ભાવનાના કિંમતી, અદ્ભુત રંગોથી રંગોળીને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ભવ્ય બનાવજો. પ્રશમરતિમાં વાચકશિરોમણિશ્રી ઉમાસ્વાતિજી મહારાજ ‘ધન્યસ્પેરિ નિતતિ...' ઇત્યાદિ કહેવા દ્વારા જણાવે છે કે શિષ્યની ભૂલ કે સંક્લેશ સ્વરૂપ ગરમીને શાંત કરનાર પરિબળ માત્ર એક જ છે. અને તે છે ગુરુભગવંતના મુખસ્વરૂપ મલયગિરિમાંથી નીકળતો હિતશિક્ષા - ઠપકારૂપી ચંદનનો શીતળ સ્પર્શ. ગુરુદેવ જે શિષ્યને નિઃસંકોચ રીતે ઠપકો આપી શકે તે શિષ્ય પરમ ધન્ય છે, અત્યંત ભાગ્યશાળી છે- એમ શ્રીઉમાસ્વાતિજી મહારાજ કહે છે. માટે ગુરુદેવ કે વડીલ સંયમી આપણી નાની પણ ભૂલ બતાવે, કડક ઠપકો આપે, અત્યન્ત કટુ શબ્દોમાં ઠપકો આપે તેને આક્રોશપરિષહ માનવાની ભૂલ ન કરશો. પણ ‘ગુરુદેવની અને વડીલોની તે નિગ્રહકૃપા છે' એમ અંતરથી સમજશો અને સ્વીકારશો. આપણો એક્સીડંટ થતો હોય અને કોઈ ઝાટકો મારીને ખેંચે તો આપણે તેને એમ નથી કહેવાના કે “જરા શાંતિથી મને ખેંચવાને બદલે ઝાટકો કેમ માર્યો ?” તેમ કોઈ કડવા-તીખા-આકરા-ગરમ શબ્દોમાં ભૂલ બતાવે તો મનને એમ ન થવું જોઈએ કે ‘મને પ્રેમથી ભૂલ બતાવો, કડવા શબ્દમાં નહિ. હળવા શબ્દમાં ઠપકો ૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ આપો, ભારેખમ શબ્દોમાં નહિ... ખાનગીમાં ભૂલ દેખાડો, જાહેરમાં નહિ.” “ગુરુદેવ કે વડીલ તરફથી ઠપકો મળે તે મારું દુર્લભ સૌભાગ્ય અને પરમ સદ્ભાગ્ય છે.” એમ માત્ર આજે નહિ પણ સંયમજીવનના છેડા સુધી વિચારજો, હૃદયથી સ્વીકારજો અને જીવનમાં ઉતારજો. તો જ વિકાસયાત્રા અત્યંત વેગવંતી બનશે. ગુરુદેવશ્રી પ્રત્યે આવો હાર્દિક સમર્પણભાવ કેળવવાની સાથે સાથે સહવર્તી ગુરુબહેનો પ્રત્યે સહાયક ભાવમાં તત્પરતા કેળવજો અને બાકીના સમયમાં વિકથા - સંકલ્પ - વિકલ્પોનો ભોગ ન બની જવાય તે માટે સ્વાધ્યાયની રુચિ કેળવજો. કાયાનું માત્ર સમર્પણ નહિ, પણ હાર્દિક સમર્પણભાવ. બહારથી માત્ર સહાય નહિ પણ સહાયકભાવમાં તત્પરતા. મોઢેથી માત્ર સ્વાધ્યાય નહિ પણ જ્વલંત રુચિ અને ઉલ્લાસપૂર્વકનો સ્વાધ્યાય. આ અદ્ભુત ત્રિવેણી સંગમ સંયમજીવનમાં કરશો તો તમે ખરા અર્થમાં વહેલી તકે તારક જંગમ તીર્થ સ્વરૂપ બની શકશો. આપણે લોકોત્તર વેશ પામ્યાં છીએ તો માત્ર લૌકિક તુચ્છ પ્રવૃત્તિ જ નહિ પરંતુ લૌકિક વલણ પણ છૂટવું જ જોઈએ. “ઈંટનો જવાબ પથ્થરથી આપવો.” “હમ કિસીસે કમ નહિ, “હમ સે કૌન ટકરાયેગા ?', “લાતો કે ભૂત બાતોં સે નહિ માનતે', “મુખ 214 COLCL 4 97', 'I am something', 'I am everything', આવી પરિણતિ લૌકિક વલણ કહેવાય. તે છૂટે તો જ સંયમજીવન ખરા અર્થમાં સાર્થક બને. - સાધનાની તળેટીએ જે ઉલ્લાસથી આવ્યા છો તેવો જ ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ સાધનાના શિખરે પહોંચતા સુધી ટકાવી રાખજો. આચારાંગ સૂત્રનું આ ટંકશાળી વચન યાદ રાખજો “જાએ સદ્ધાએ નિબંતો તામેવ અણુપાલિજ્જા.” જે ઉત્સાહથી, જે ઉમંગથી, જે આનંદથી, જે મનોરથથી, જે શ્રદ્ધાથી, જે ગુરુબહુમાનથી, જે લક્ષ્યથી, જે ભાવનાથી, જે સંકલ્પથી તમે, ભાગવતી પ્રવ્રજ્યા - ૪ - Page #16 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારેલ છે તે ઉત્સાહ, ઉમંગ, આનંદ, મનોરથ, શ્રદ્ધા, બહુમાન, સંકલ્પ વગેરેને વર્ધમાન કરવા પ્રયાસ કરશો. તે માટે તમે આત્મજાગૃતિ કેળવીને સતત પ્રયત્નશીલ રહેશો. ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ વધુ કિંમતી અને પ્રભાવશાળી સંયમરત્નની જાળવણી કાળજીપૂર્વક ક૨વાથી એની દુર્લભતા, પ્રભાવિકતા, મહાનતા, પવિત્રતા, ઉત્તમતા અને તારકતા તાત્ત્વિક રીતે અનુભવી શકાય છે. જીવનમાં મધુરતા માણી શકાય છે. દીક્ષા મળી એટલે સાધનાની તળેટીએ આવ્યા. હવે (૧) નિર્મળ સંયમ પરિણતિ, (૨) જ્ઞાનગર્ભિત વૈરાગ્યવૃત્તિ, (૩) દેહાતીતદશાની અનુભૂતિ અને (૪) ધવલ આત્મપરિણતિના ઉચ્ચતમ શિખરોને સર કરવાના છે. મહાપુરુષોએ ખેડેલા આ લોકોત્તર માર્ગે દૃઢ મક્કમ પગલે આગળ વધાય તે માટે ઘણી સાવધાની રાખવાની હોય છે. (૧) સૌ પ્રથમ બિનશરતી ગુરુશરણાગતિને જીવનમાં આત્મસાત્ કરવી એ અનિવાર્ય કર્તવ્ય છે, ફરજ છે. (૨) બાવીસ પરિષહમાંથી આક્રોશ પરિષહ જીતવા સદા કટિબદ્ધ બનવું પણ ખૂબ જરૂરી છે. (૩) સહવર્તી સહુ સંયમી પ્રત્યે નિઃસ્વાર્થ સહાયકભાવ હૃદયમાં વણી લેવાનો. (૪) દરેક સાથે સહૃદયતાપૂર્વક સરળ વ્યવહાર કેળવવો. (૫) આત્માર્થીભાવે સ્વાધ્યાયની પરિણતિને હૃદયસ્થ કરવી. (૬) સંયમીઓના ગુણોની પ્રશંસા, અનુમોદના અને ઉપભ્રંણા કરવામાં આળસ કદાપિ ન કરવી. (૭) નિંદા, ઈર્ષ્યા, વિકથા, માયા, દંભના કાદવથી સદા દૂર રહેવું. સપ્તર્ષિના તારા જેવી ચમકતી આ સાત સાવધાની / કાળજી જીવનમાં કેળવીને આત્મશુદ્ધિ અને આત્મપુષ્ટિનો અનુભવ કરો. આ રીતે આગળ વધી ક્ષાયિક આત્મગુણોના વૈભવને પામો એ જ શુભ આશિષ. ૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ ગુરુકૃપાની ઓળખાણા પવિત્ર - પ્રૌઢ - ગુણિયલ - શાંત સ્વભાવી - દીર્થસંયમી એવા ગુરુદેવ તમને મળ્યા તે તમારો પ્રબળ પુણ્યોદય છે. વિષમ કાળમાં આવા ગુરુદેવ મળવા - ગમવા - હૃદયથી સ્વીકારવા એ અનુપમ સૌભાગ્ય છે. અન્ય સાધ્વીજી મ.સા. ના મુખેથી તમારા ગુરુદેવશ્રીના વખાણ સાંભળી ઘણો આનંદ થયો. “જેવા સાધ્વી શ્રી ચંદનબાલાજી પ્રભુ મહાવીરના પાવન હૈયે વસેલા તે જ રીતે સુવિશુદ્ધ સંયમી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા. ના દિલમાં તમારા ગુરુદેવે આદરણીય પવિત્રસ્થાન પ્રાપ્ત કરેલ છે.” આ રીતે અન્ય સમુદાયના સાધ્વીજી મ.સા. ના મોઢેથી હૃદયના ઉદ્ગાર સાંભળી ખૂબ જ હર્ષ થયો. તમારું જીવન ધન્ય બની ગયું. આ ગુરુદેવશ્રીની મન મૂકીને ભક્તિ કરી લેજો. બિનશરતી શરણાગતિ સ્વીકારી લેજો. તેમની આજ્ઞા, સૂચના, ભાવના અને ઈંગિત આકાર, ઈચ્છાને અનુસાર જીવન બનાવશો તો કલિકાળમાં કલ્પતરુને પામ્યાની તાત્ત્વિક અનુભૂતિ કરી શકશો, કર્મના મલિન ચીકણા અનુબંધો તૂટી જશે, મોહનીય કર્મ અને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ખીલી ઉઠશે. ગુરુકૃપા થકી મળેલ સંયમયાત્રા જરૂરથી ઉચ્ચતમ જ્ઞાનયોગને પણ જીવનમાં આ જ ભવમાં ખેંચી લાવશે. સાથે સાથે આચારચુસ્ત, અંતર્મુખ અને સ્વાધ્યાયશીલ સંયમી ગ્રુપ મળેલ છે એ પણ સુભગ સુમેળ સધાયો. ૨૪ કલાક ઉત્તમ આલંબન તમારી આંખ સામે સહજ રીતે સમુપસ્થિત થયેલ છે. તેની ખૂબ કમાણી કરજો. ગુરુદેવ અને પવિત્ર સંયમીના જ્યારે જ્યારે આંખ સામે દર્શન થાય ત્યારે હૈયાને આનંદથી, ઉલ્લાસથી અને ઉમંગથી છલકાવી દેજો, રોમેરોમને કૃતજ્ઞભાવથી ભાવિત કરી દેજો. તેનાથી તમે સાનુબંધ સંયમ અને પવિત્ર જ્ઞાનયોગને આત્મસાત કરી શકશો. Page #18 -------------------------------------------------------------------------- ________________ નાનકડું ઝરણું આગળ વધતાં મહાકાય ગંગાનદી બને છે. ટીપે ટીપે સરોવર ભરાય છે. Begining is always small. દરેક શરૂઆત હંમેશા નાનકડી હોય છે. માટે બીજાને ખૂબ આગળ વધેલાં જોઈને હતાશ કે નિરાશ ન થતાં તેમના આલંબને ધીમે ધીમે પણ દૃઢ આત્મવિશ્વાસથી મક્કમ પગલે આગળ વધવું. જેટલો સમય વધુ સ્વાધ્યાય થાય તેટલી વધુ નિર્જરા છે. ૧ કલાકમાં ૩૦ ગાથા કરીને આખો દિવસ ગપ્પા મારવા, તેના કરતાં આખો દિવસ ગોખવાનો પુરુષાર્થ કરીને ૫ ગાથા પણ મોઢે કરે તેને વધુ નિર્જરા છે. માટે ગુરુભક્તિ અને સહવર્તીને સહાય કરવાની જ્યારે તક મળે ત્યારે તે યોગને આરાધી બાકીના સમયમાં સતત નિષ્ઠાપૂર્વક સ્વાધ્યાયમાં લીન રહેવું. આ રીતે જ પ્રબળ જ્ઞાનાવરણક્ષયોપશમ થશે. “પૂજ્યોની મીઠી કૃપાનું મજબૂત પીઠબળ સતત મારી સાથે જ છે.” એવા વિશ્વાસથી દરેક યોગમાં ઉજમાળ બનશો. - જાહેરમાં દીક્ષા મળી એટલે બધી જ રીતે પૂજ્ય આચાર્યશ્રીના વચનના પ્રભાવે સુંદર કામ થયું. હવે કામ છે તમારી અંતરંગ આવડત, સૂક્ષ્મ વિવેકદૃષ્ટિ અને પ્રામાણિક પુરુષાર્થનું. કારણ કે સ્વયં આરાધના કરવાની અને અનેકને આરાધના કરાવવાની આ બન્ને પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ચીવટવાળા બનવું પડે છે. માટે ભણવાની સાથે એવી તાલીમ પૂ. ગુરુદેવશ્રી પાસેથી લેવી કે જેથી ‘બધાની બાહ્ય-અત્યંતર આરાધનામાં કેવી રીતે સહાયક બનાય ?' તે જાણીને એ મુજબ જીવન ઘડી શકાય. જીવનમાં કોઈ પણ ક્ષેત્રે વિષયના આવેગ, કષાયના આવેશ અને અવિવેકને પ્રવેશ ન કરવા દેવો. જ્ઞાનાભ્યાસ પણ ઊંડાણથી માર્મિક અને તલસ્પર્શી રીતે કરવા મહેનત કરજો. પરમાત્મભક્તિ અને ગુરુકૃપાનું બળ જોરદાર હોય તો આ જગતમાં કશું પણ અશક્ય નથી. એના પ્રભાવથી તમામ વિશુદ્ધ ભાવના ૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ નિર્વિઘ્ને પાર પાડે છે. આ અનુભવસિદ્ધ ત્રિકાલઅબાધિત પરમ સત્ય છે. માટે તો મહાતાર્કિક શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી જેવા પણ શક્રસ્તવમાં “ત્વામેકમર્હન્ ! શરણં પ્રપદ્યે.” કહીને ‘હે અરિહંત ! માત્ર એક તારું શરણ સ્વીકારું છું.' એવા હૃદયના ઉદ્ગારને વ્યક્ત કરે છે. દેવ - ગુરુની બિનશરતી શરણાગતિ આપણા જીવનમાં આવે એ જ દેવ-ગુરુની તાત્ત્વિક કૃપા છે, જેના થકી આઠે કર્મના બંધ અને અનુબંધનો વિચ્છેદ થાય છે. માટે કોઈ પણ જાતની બાહ્ય આળપંપાળમાં કે પારકી પંચાતમાં પડ્યા વિના આરાધનાને વધુ ચેતનવંતી બનાવજો. દીક્ષા લેવા દ્વારા ત્યાગી, વૈરાગી અને સાત્ત્વિક વ્યક્તિને છાજે તેવું પરાક્રમ કરવા બદલ ધન્યવાદ. કેવી અનંત પુણ્યરાશિ ભેગી થાય ત્યારે આત્મહિતચિંતક નિઃસ્વાર્થી ગુરુમાતા મળે ! આત્મહિતચિંતક ગુરુમાતા તમને પણ મળ્યા એ તમારું પરમ સૌભાગ્ય છે. એમના અંતરના આશિષ હોય પછી શું અશક્ય છે ? સન્માન્ય સ્થાન હોય અને સન્માર્ગ ખેડવાની ટેક હોય પછી શું અશક્ય છે ? P થનગનતા ઉલ્લાસથી દીક્ષા લેવાનો પ્રથમ પ્રયાસ ખૂબ જ મંગળમય થયો છે કે જે નજીકના જ કાળમાં ઈષ્ટસિદ્ધિનું સૂચક છે. કર્મવશ ગમે તેવા કપરા સંયોગો આવે તેમ છતાં ધૈર્ય અને હિંમત કદાપિ ગુમાવશો નહિ. સંયમમાર્ગ એ વીરનો માર્ગ છે, શૂરવીર વિવેકીનો માર્ગ છે. કાયરનું અહીં કામ નથી. કવિ નર્મદનું સૂત્ર યાદ છે ને ? ૧. ડગલું ભર્યું, તે ભર્યું. ના હટવું. ના હટવું. ૨. યા હોમ કરીને પડો. ફતેહ છે આગે. ૩. કહેવાય છે કે તમે માત્ર એક ડગલું ભરો તો ઈશ્વર ૯૯ ડગલા સામે ચાલીને આવે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૪. હિંમતે મર્દા તો મદદે ખુદા. આવા ટૂંકા પણ મહત્ત્વપૂર્ણ સૂત્રોને સતત નજર સામે રાખીને તે મુજબ જીવન ઘડવા પ્રયત્નશીલ રહેવું. વિવેકપૂર્વક હિંમત કેળવી છે તો હવે વિનય - વૈયાવચ્ચ - ઔચિત્ય - સહિષ્ણુતા સમતા - ધૈર્ય પણ જીવનભર કેળવો. પરમેશ્વરભક્તિ અને ગુરુસમર્પણભાવથી મોહનીય કર્મ ખપાવી, શીઘ્ર દ્રવ્ય ભાવ ચારિત્રજીવન ઉજ્જવળ રીતે પાળી પરમપદ સાધો એ જ મંગલ કામના. લખી રાખો ડાયરીમાં... આમાન્યા જાળવવો. સત્કાર = ફરજ ઉપરાંત હૈયાના ઉમળકાથી થતી ભક્તિ. • વિનય = અવિનય = મોક્ષલક્ષ્મીને દાંડો મારીને ભગાડવી. - માયા = આરાધનાની શક્તિ છૂપાવવી. બીજાના હૃદયમાં પ્રતિષ્ઠિત શાસનને ઉખેડે તેવી પ્રવૃત્તિ શાસનહીલના. બીજાના હૃદયમાં શાસનની વાવણી થાય તેવી પ્રવૃત્તિ શાસનપ્રભાવના. સ્વહૃદયમાં શાસનનું સર્જન થાય તેવી વૃત્તિપ્રવૃત્તિ = શાસનઆરાધના. = = ૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ ભયંકર તત્ત્વની પીછા આપણે સંસાર છોડી દીધો. કારણ કે તે દુઃખમય, દર્દમય, દોષમય, દુર્ગતિમય અને પાપમય હોવાના લીધે આપણને ન ગમ્યો. માટે તો દીક્ષા લીધી. એ બહુ જ સુંદર કામ કર્યું. પણ બહિરંગ સંસારને તિલાંજલિ આપ્યા બાદ અંતરંગ સંસારનો મૂળથી ઉચ્છેદ કરવાનું લક્ષ્ય સતત નજર સામે રાખવાનું છે. ભાવી સંસાર વધી જાય તેવી એક પણ ભૂલ સ્વપ્રમાં પણ ન થાય તેની નિરંતર કાળજી રાખવાની છે. માટે જ સંસારવર્ધક પરિબળોને પ્રજ્ઞાચક્ષુ દ્વારા પીછાણી લેવા પડશે અને તેનાથી સદા દૂર રહેવું પડશે. કલ્પનાતીત સંસાર વધારનાર પરિબળ કયું ? (૧) શું મિથ્યાત્વ? ના, યોગની આઘ ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ હોવા છતાં સંસાર ઘટી રહેલ છે. એવું શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં જણાવેલ છે. (૨) તો શું અવિરતિ ? ના, અવિરતિના કાદવમાં પડેલા કેટલાય સમકિતીદેવ વગેરે સંસારને તોડી જ રહેલા છે. (૩) તો શું સર્વવિરતિનો અભાવ ? ના, અસંખ્ય દેશવિરતિધર પશુઓ પણ મોક્ષમાર્ગે આગળ વધી રહેલ છે. (૪) તો શું તીવ્ર કષાય સંસારને ઘણો વધારી દે ? ના, ઉગ્ર કષાય હોવા છતાં ચંડકૌશિક સર્પને અનંતકાળ ભટકવાનું નથી. પ્રચંડ ક્રોધી ચંડરુદ્રાચાર્ય તે જ ભવમાં મોક્ષે પહોંચી ગયા. અભિમાનની ટોચે બેઠેલ ઈન્દ્રભૂતિ ગૌતમ પરમ વિનયી ગણધર બનીને તે જ ભવમાં મુક્તિને વરી ગયા. માયા કરવા છતાં તીર્થંકર બનીને મોક્ષમાં જવાનું સદ્ભાગ્ય મલ્લીકુમારીને મળેલ હતું. લોભના સાગરમાં ડૂબનાર કપિલ પણ તે જ ભવમાં કેવલી બની ગયા. (૫) તો શું ક્રૂરતા અનંતકાળ ભટકાવે ? ના, અતિક્રૂર દૃઢપ્રહારી, ૧૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ અર્જુનમાળી, ચિલતિપુત્ર વગેરે પણ એ જ ભવમાં આત્મકલ્યાણને સાધી ગયા. (૬) તો શું વિષયાસક્તિ અનંતકાળ રખડાવે ? ના, ઈલાયચીકુમાર નટડીમાં આસક્ત થવા છતાં તે જ ભવે મુક્તિગામી બન્યા. કામી સ્થૂલભદ્ર પણ કામવિજેતા બની ૮૪ ચોવિશી સુધી અમર બની જશે. (૭) તો શું નિયાણ અનંતકાળ રખડાવે ? ના, નિયાણ કરનાર અનામિકા, અવંતિસુકુમાલ વગેરે પણ અનંતકાળ સંસારમાં ફસાયા નથી. (૮) અજ્ઞાન પણ ક્યાં અનંતકાળ સંસારમાં રખડાવે છે ? ભૂલકણા માપતુષ મુનિ પણ કેવલજ્ઞાની થઈ ગયા ને ! (૯) હિંસા - ક્રૂરતામાં ગળાડૂ થયેલ ૧૦ કરોડ સૈનિકો પણ દ્રાવિડ અને વારિખિલ્લની સાથે મોક્ષમાં ગયા છે ને ! (૧૦) ૧૮ પાપસ્થાનકોને સેવનાર પણ અનંતા જીવો તે જ ભવે મોક્ષમાં ગયા છે. તો પછી જેની હાજરીથી જીવ ઘણી રખડપટ્ટી સંસારમાં કરે તેવું તત્ત્વ કયું ? એવું કયું પરિબળ છે કે જેની હાજરીથી ઉગ્ર સાધના કરવા છતાં જીવનું ઠેકાણું ન પડે ? અનંતા ઓઘા લેવા છતાં જે કારણે તે બધા નિષ્ફળ ગયા હોવાની સંભાવના છે તે તત્ત્વ શું છે ? બધી સાધનાને એકડા વિનાના મીંડા જેવી કરનાર અને સાધનાને પ્રાણહીન અને નિસ્તેજ મડદા જેવી માયકાંગલી બનાવનાર તત્ત્વ કયું છે? તેનું નામ શું છે ? એનું નામ છે આશાતના. ભગવતીસૂત્રમાં અને આવશ્યકનિર્યુક્તિમાં જણાવેલ છે કે “તિર્થીયર-ગણતર-મહઢિયં આસામંતો બહુસો અસંતસંસારિઓ હોઈ.” તીર્થકર, ગણધર, ગુરુજન, લબ્ધિસંપન્ન પંચપરમેષ્ઠીની આશાતના ઉગ્ર ભાવે થાય તો અનંત સંસાર વધી જાય. આના સમર્થનમાં ગોશાળાનું દષ્ટાંત ભગવતી સૂત્રમાં બતાવેલ —- ૧૧ - 11 - - Page #23 -------------------------------------------------------------------------- ________________ છે. કુલવાલક મુનિ પણ એ જ માર્ગે ગયા અને બધું હારી ગયા. નાનામાં નાની આશાતનાનો પરિહાર કરવાનો સ્પષ્ટ ખ્યાલ આવે એ માટે તો પગામ સજ્જામાં ૭ ભયસ્થાન, ૮ મદસ્થાન વગેરેના દરેક પ્રકારનો સ્વતંત્ર નામોલ્લેખ કરવાપૂર્વક પરિચય કરાવવાના બદલે ૩૩ આશાતનાના પ્રત્યેક સ્થાનોને નામોલ્લેખ કરીને સ્વતંત્ર રીતે બતાવ્યા છે. સિદ્ધ થવાની સાધના કરવા નીકળેલા સાધુ - સાધ્વીજીને સિદ્ધના ૩૧ ગુણોનો વિસ્તારથી પરિચય કરાવવાના બદલે ૩૩ આશાતનાના સ્થાનો પ્રત્યેકના નામનિર્દેશ સાથે બતાવવાની પાછળ શાસ્ત્રકારોનો ગંભીર આશય આપણને ખ્યાલમાં આવે તો આશાતનાતત્ત્વને આપણે દફનાવ્યા વિના ન રહીએ. ગુરૂઆશાતના અતિભયાનક તત્ત્વ હોવાથી તો ગુરુવંદનભાષ્યમાં પણ ગુરુની ૩૩ આશાતનાનો નામોલ્લેખ સાથે પરિચય કરાવેલ છે. ઉગ્ર ભાવે થયેલ પંચપરમેષ્ઠીની આશાતના જેટલો સંસાર વધારે છે તેટલો સંસાર તો વિષયાસક્ત દેવ-દેવીઓ કે નિયાણ કરનાર બ્રહ્મદત્ત ચક્રવર્તી | સુભૂમ ચક્રવર્તી | ત્રિપૃષ્ઠ વાસુદેવે પણ વધારેલ નથી. આનો અર્થ એ નથી કે વિષય - કષાયને હટાવવા બેદરકાર બનવું કે નિયાણ કરવું. પરંતુ આ કહેવા પાછળનો આશય એ છે કે પંચપરમેષ્ઠીની આશાતનાની કાતિલતા સમજી તેનાથી કાયમ વેગળા રહેવાની પ્રબળ સાવધાની નિરંતર રાખવી. (૧) કેવલજ્ઞાની બનેલ નાના સંયમીબંધુઓની આંશિક આશાતનાથી ગર્ભિત અહંકારે બાહુબલીને કેવલજ્ઞાન પામવા ન દીધું. (૨) કામવિજેતા સ્થૂલભદ્રસ્વામીની આશાતનાથી ગર્ભિત ઈર્ષ્યા ભાવે સિંહગુફાવાસી મુનિને પતનની ખીણમાં ધકેલી દીધા. (૩) ગુરૂઆશાતનાની ભૂલથી બંધાયેલા કર્મોએ તપસ્વી કુલવાલક મુનિને વેશ્યામાં આસક્ત બનાવ્યા. (૪) આચાર્ય, ઉપાધ્યાય વગેરેની આશાતનાથી ગર્ભિત રસલોલુપતાએ અષાઢાભૂતિને ભૂલાવી દીધા. - ૧૨ - Page #24 -------------------------------------------------------------------------- ________________ (૫) “ગુરુદેવે પરાણે સંયમ આપ્યું તે સારું નહિ” એવી ગુરૂઆશાતનાથી ગર્ભિત વિચારધારાએ મેતારજમુનિને દુર્લભબોધિ બનાવ્યા. (૬) દીક્ષાનિષેધક દેવવાણીની આશાતનાથી ગર્ભિત અહંકારનો નંદીષેણ મુનિના પતનમાં નોંધપાત્ર ફાળો છે. (૭) રસલોલુપતાથી ગુરુને છોડવાની ભૂલ કરનાર કંડરિક મુનિવર નરકગામી થયા. જે કોઈનું સંયમજીવનમાંથી પતન થયું હોય તેના જીવનને આશાતનાનું ઝેર Direct કે Indirect અવશ્ય ચડેલું જ હશે. અનંત સંસાર વધારવાની જેની તાકાત હોય તે સંયમભ્રષ્ટ કેમ ન કરે ? ઉત્સૂત્રભાષણથી નિયમા અનંત સંસાર વધે-એવો નિયમ નથી. એવું ધર્મપરીક્ષા ગ્રન્થમાં ઉપાધ્યાયજી મહારાજે વિસ્તારથી બતાવેલ છે. જ્યારે આશાતના ઉગ્ર ભાવે થાય તો નિયમા અનંત સંસાર વધે છે. અનંત સંસાર વધારનાર દેવદ્રવ્યભક્ષણમાં દેવાધિદેવની આશાતનાનું ઝેર પડેલ જ છે. સાધ્વીનું શીલખંડન કરનારનો અનંત સંસાર વધે છે એમ શાસ્ત્રમાં જે જણાવેલ છે તેમાં પણ સંયમીની આશાતનાનું પાપ ૨હેલ જ છે. આશાતના અતિભયનાક હોવાથી જ ગોશાળો કેવળજ્ઞાન પામીને પ્રથમ દેશનામાં ગુરુઆશાતનાના ત્યાગનો વિસ્તારથી ઉપદેશ આપશે. - જેમ ડાયાબીટીસ નાબુદ ન થાય ત્યાં સુધી કોઈ પણ રોગ ઉપર કોઈ પણ દવા અસરકારક ચિરસ્થાયી પરિણામ આપતી નથી. તેમ આશાતનાનું પાપ જ્યાં સુધી નાબુદ ના થાય ત્યાં સુધી નિર્મળ સંયમચર્યા, ઉગ્ર તપશ્ચર્યા, દીર્ઘકાલીન સ્વાધ્યાય વગેરે તારક યોગો પણ વીતરાગદશાને લાવવામાં સફળ બનતા નથી. આશાતનાનું પાપ બીજી સાધનાના અંતરંગ ઉમંગને પણ ખલાસ કરી નાંખે છે. વિષય-કષાયના ચીકણાં પાપ કરનાર સ્થૂલભદ્ર (વિષય), અભિમાની ઈન્દ્રભૂતિ ગૌતમ (માન કષાય) વગેરે ગુરુસમર્પણ દ્વારા ૧૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ ઝડપથી તરી ગયા. પરંતુ આશાતનાનું ચીકણું પાપ કરનાર કોઈ પણ જીવ તપ-ત્યાગ-વૈરાગ્ય-જ્ઞાન-ધ્યાનના સહારે જલ્દી સંસાર પાર કરી ગયો હોય તેવું પ્રાયઃ જાણવા નથી મળ્યું. બીજા પાપ કર્યા પછી તે પાપથી પાછા ફરવાનું પ્રણિધાન ગુરુસમર્પણ ભાવ આપે છે. પરંતુ ઘોર આશાતના કર્યા પછી તેનાથી પાછા ફરવાનો સંકલ્પ, પ્રાયશ્ચિત્ત કરવાનો ભાવ લગભગ જાગતો નથી. બીજા પાપ કર્યા બાદ ગુણીજનને સમર્પિત થવાથી તે પાપને હટાવવાનું બળ મળે. પરંતુ ગુણીજનની આશાતના કર્યા બાદ સંસાર તરવાનું બળ કેમ મળે ? સંસારમાંથી મોક્ષને જોડતું એકમાત્ર કોઈ માધ્યમ હોય તો પંચપરમેષ્ઠી છે. જે તેને ઠુકરાવે તે સંસાર તરી ન શકે તેમાં કોઈ નવાઈ નથી. હોડીને કે સ્ટીમરને ઠુકરાવનાર કોઈ માણસ મહાકાય સાગરને બે હાથથી તરી ન શકે. બે હાથ = તપ, ત્યાગ, સ્વાધ્યાયાદિ. સ્ટીમર પંચપરમેષ્ઠી. સાગર = સંસાર. સ્ટીમરમાં બેસવું = પંચપરમેષ્ઠી પ્રત્યે સમર્પણભાવ. સ્ટીમરનો પંચપરમેષ્ઠીની આશાતના. = ત્યાગ = અજ્ઞાનગ્રસ્ત કહેવાતા માષતુષ મુનિએ ગુરુસમર્પણભાવ દ્વારા કેવળજ્ઞાન મેળવ્યું. જ્યારે પંડિતસાધુ ગોષ્ઠા માહિલ પૂર્વધરની આશાતના કરી નિર્ભવ બન્યા. કામી એવા સ્થૂલભદ્ર ગુરુસમર્પણથી કામવિજેતા બન્યા. જ્યારે વાસનાને ખલાસ કરે તેવો તપ કરનાર કુલવાલક મુનિ ગુરુઆશાતનાથી વેશ્યાગામી/વેશ્યાકામી બન્યા. પ્રચુર પરિગ્રહને છોડી શાલીભદ્ર ગુરુસમર્પણ દ્વારા મોક્ષમાર્ગે આગળ વધ્યા. જ્યારે અપરિગ્રહ માર્ગે ચાલનાર શિવભૂતિ ગુરુહીલનાના પાપે દિગંબરમતના સ્થાપક બન્યા. “ન યાવિ મોક્ખો ગુરુહિલણાએ” એવું દશવૈકાલિક સૂત્રનું વચન પણ આ જ વાતની સાક્ષી પૂરે છે. કડકડતી ઠંડીથી બચવા અગ્નિ જરૂરી છે. પણ અગ્નિમાં હાથ નાખવામાં આવે તો અગ્નિ બાળવાનું જ કામ કરે. તેમ હિમ જેવા મોહરાજાથી બચવા સંયમી, ગુરુ, પંચપરમેષ્ઠી સ્વરૂપ અગ્નિની જરૂર ૧૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ પડે. પણ તેની વિરાધના-આશાતના કરવામાં આવે તો તે જ આપણને ખલાસ કરી નાંખે. ચંદનનો લેપ કરવામાં આવે તો તે દાહ સમાવી દે. પણ તેને સળગાવો તો આપણને તે બાળી નાંખે. તેમ પંચપરમેષ્ઠી, ગુરુ કે સંયમીની ભક્તિ કરીએ તો આપણે તરી જઈએ અને તેની આશાતના કરીએ તો ચોક્કસ ડૂબવાના. અતિપરિચયાદવજ્ઞા” એવું જો તારક ગુરુદેવ કે સંયમીની બાબતમાં થાય તો ખલાસ. અગ્નિ સાથેની રમત રમવામાં જેટલું જોખમ છે તેના કરતાં વધુ ભય જાણી જોઈને સંયમીની આશાતના કરવામાં છે. માટે ચાલુ જીવનવ્યવહારમાં ગુરુદેવ, વિદ્યાગુરુદેવ, સહવર્તી સંયમીની આશાતના જો દોષદૃષ્ટિ, પ્રમાદ વગેરેના લીધે કે અસહિષ્ણુતાના લીધે થઈ જાય તો સમજી લેવું કે ભવાંતરમાં ફરીથી ગુરુદેવ વગેરેની પ્રાપ્તિમાં અંતરાય થાય તેવા ચીકણાં કર્મ બાંધવાના કામ દીક્ષા લીધા પછી પણ ચાલુ જ છે. ધર્મના નામે ધર્મનાશના કાંટાળા માર્ગે ભૂલેચૂકે પણ ચડી ન જવાય તેની સતત સાવધાની સંયમજીવનમાં રાખજો. સંયમજીવન રૂપી સુવર્ણથાળમાં આશાતના રૂપી લોઢાની મેખ ન લાગે તો જ સંયમજીવનના સાચા અને સાત્વિક આનંદની અનુભૂતિ થાય. મારક આશાતના તત્ત્વનો પ્રવેશ ન થાય તો જ વર્ષપર્યાય બાદ અનુત્તરદેવની તેજોલેશ્યાને પણ ટક્કર મારે તેવી ભાવવિશુદ્ધિ તારક સંયમજીવનમાં અનુભવી શકાય. બાકી એ વાત માત્ર શાસ્ત્રોમાં જ રહે, આપણા જીવનમાં નહિ. તમે સુજ્ઞ છો, વધારે શું લખું ? ૧૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ મોક્ષનો અનો ઉપાય સક્ષમણ પંચપરમેષ્ઠી, તારક ગુરુદેવશ્રી અને સહવર્તી સંયમીઓની આશાતનાના પરિવાર માટેની સાવધાની તેમને ગયા પત્રમાં જણાવી. મોક્ષમાર્ગમાં બાધક તત્ત્વની ઓળખાણ થયા પછી હવે મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધવાના અમોઘ ઉપાયની વિચારણા કરીએ. (૧) સાનુબંધ રીતે (૨) ઝડપથી (૩) નિયમો મોશે પહોંચાડવા માટે કર્યું તત્ત્વ સમર્થ છે ? (૧) શું તપ સમર્થ છે? ના, માસક્ષમણને પારણે માસક્ષમણ કરનાર અગ્નિશર્મા તાપસ પણ ઘણો સમય સંસારમાં પરિભ્રમણ કરશે. સિંહગુફાવાસી તપસ્વી મુનિ પણ તપ કરવા છતાં મોક્ષમાર્ગથી ચૂકી ગયાં. (૨) તો શું જ્ઞાન તેવો ઉપાય છે ? ના, અનંતા ૧૪ પૂર્વધારો પણ અત્યારે નિગોદમાં વિદ્યમાન છે. (૩) તો શું ત્યાગથી મોક્ષ થાય? ના, સંસારનો, રાજ્યસમૃદ્ધિનો ત્યાગ કરનારા અનંતા તાપસઋષિઓ પણ સંસારમાં ઘણો સમય રહે છે. (૪) તપ-ત્યાગ-જ્ઞાન ત્રણેય ભેગા થાય તો ? ના, છતાંય કંડરિક મુનિવર વગેરે નીચે પડ્યા. (૫) તો શું પરમાત્મભક્તિ તેવું તત્ત્વ છે ? ના, પરમાત્માભક્તિમાં એકાકાર થવા છતાં રાવણને વાસનાએ હેરાન કરેલ છે. (૬) તો શું શાસનપ્રભાવના? ના, ઘણા શાસનપ્રભાવકોના પણ વર્તમાનકાળમાં પતન થયેલા જોવા મળે છે. (૭) તો શું વ્યાખ્યાનશક્તિ ? ના, જોરદાર વ્યાખ્યાનકારોને પણ મોહમલે પરાસ્ત કરેલ છે. (૮) તો શું પ્રતિક્રમણ, કાઉસગ્ગ વગેરેમાં અપ્રમત્તતા ? ના, તેવા ક્રિયાચુસ્ત ઉગ્રસાધક રહનેમિ વગેરે પણ પછડાટ ખાઈ ગયા હતા. ૧૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ (૯) તો શું સંયમનો પક્ષપાત મોક્ષનું અમોઘ કારણ છે ? ના, સંયમનો પક્ષપાત હોવા છતાં પણ મરીચિ ઉસૂત્રપ્રરૂપણાની ભૂલ કરી બેઠા. (૧૦) તો શું ચારિત્ર? ના દીક્ષા લેવા છતાં અરણિક મુનિવર પતન પામ્યા. પરમાત્માના હાથે દીક્ષા લેવા છતાં જમાલી પરમાત્માની સામે જ બંડખોર અને બળવાખોર બન્યા. તપ-ત્યાગ-જ્ઞાન-ધ્યાનમાં -મસ્ત એવા ઉગ્ર સાધકો તિષ્યગુપ્ત-રોહગુરૂ-શિવભૂતિ વગેરે નિહનવ બન્યા. તો પછી એવી કઈ સાધના છે ? કે જેનો આશ્રય લેવાથી સાધક પડ્યા વિના ઝડપથી ચોક્કસ મોક્ષને મેળવી શકે ? છે તેવો કોઈ ઉપાય ? હા, તેનું નામ છે વૈયાવચ્ચ. વૈયાવચ્ચ એ અપ્રતિપાતી ગુણ છે. વૈયાવચ્ચ એવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાવી આપે છે કે જેના દ્વારા મોક્ષપ્રાપક અવંધ્ય સામગ્રી મળે છે. (૧) નિઃસ્વાર્થ ભાવે (૨) પૂજ્યત્વબુદ્ધિથી (૩) વિવેકદષ્ટિપૂર્વક આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ, તપસ્વી, ગ્લાન, બાલ, વૃદ્ધ વગેરેની ભક્તિ, સેવા, વૈયાવચ્ચ કરવાના લીધે તો ભરતચક્રવર્તી, બાહુબલી વગેરે બાહ્ય અત્યંતર ઐશ્વર્ય પ્રાપ્ત કરીને મુક્તિ પામ્યા. મોક્ષસામગ્રી આપીને તેમાં જીવને યોગ્ય રીતે પ્રવૃત્તિ કરાવ્યા વિના વૈયાવચ્ચજનિત પાવન પુણ્ય રવાના ન થાય. માટે જ ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં “સત્રે હિર પરિવા, વેચાવત્ર પુખો મદિવાકુ આવું કહેવા દ્વારા શ્રી ભદ્રબાહુસ્વામીજીએ તેને અપ્રતિપાતી ગુણ કહ્યો છે. પણ તેની ઉપરોક્ત ત્રણ શરત પળાવી જોઈએ. વૈયાવચ્ચનો મતલબ છે, જે જીવ જે ધર્મકાર્યક્ષેત્રમાં અસમર્થ હોય તેને તે કાર્યક્ષેત્રમાં સમર્થ બનાવવો. તથા તે રીતે સમર્થ ન થાય ત્યાં સુધી તેને તે ધર્મકાર્યમાં સહાય કરવી. બાળ, ગ્લાન સાધુ ગોચરી લાવવામાં અસમર્થ હોવાથી તેને ગોચરી લાવી આપવી તે વૈયાવચ્ચ કહેવાય. તેમ જેને ગોચરી લાવતા આવડતી ન હોય તેને ગોચરી ૧૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ લાવતા શીખડાવવી તે પણ વૈયાવચ્ચ કહેવાય. ભણતા ન આવડે તેને ભણાવવા તે પણ વૈયાવચ્ચ છે. નૂતન દીક્ષિતને પડિલેહણ, પ્રમાર્જન વગેરે શીખડાવવું તે પણ વૈયાવચ્ચ કહેવાય. વ્યવહારસૂત્રભાષ્ય (ભાગ-૩, ઉદ્દેશો-૧, ગા.૩૭૪) અને નિશીથભાષ્ય (ગાથા-૬૬૦૫) માં “વૈયાવચ્ચે તિવિદે સMામિ ય परे तदुभए य । अणुसिढि उवालंभे उवग्गहे चेव तिविहंमि ।।" આવું કહેવા દ્વારા સ્વ-પર-ઉભયને અનુશાસન, ઉપાલંભ, ઉપકાર કરવા દ્વારા સ્વરૂપ ત્રણ પ્રકારની વૈયાવચ્ચ બતાવેલ છે. મતલબ કે ગુરુ શિષ્યનું અનુશાસન કરે છે તે પણ પ્રથમ પ્રકારની વૈયાવચ્ચ છે. તથા ભૂલ કરતા શિષ્યને ગુરુ ઠપકો આપે છે તે બીજા પ્રકારની વૈયાવચ્ચ છે. આત્મહિતબુદ્ધિથી સા.મૃગાવતીજીને ઠપકો આપવા દ્વારા બીજા નંબરની વૈયાવચ્ચ કરનાર સા.ચંદનબાલાજી સ્વ-પરના કેવલજ્ઞાનનું નિમિત્ત બની ગયા. આ બીજા નંબરની વૈયાવચ્ચ કરનાર ચંડરુદ્રાચાર્ય પણ નૂતન દીક્ષિતને કેવલજ્ઞાનની ભેટ આપી ગયા અને સ્વયં પણ કેવલજ્ઞાન પામી ગયા. એક પણ ઠોકર ખાધા વિના સ્વયં મોક્ષમાર્ગે આગળ વધવા અસમર્થ એવા શિષ્યને અપ્રમત્ત રીતે મોક્ષમાર્ગે આગળ વધવા સમર્થ બનાવવા કરુણાબુદ્ધિથી શિષ્યનું અનુશાસન કરનાર કે ઠપકો આપનારા ગુરુદેવ શિષ્યની બે પ્રકારની વૈયાવચ્ચ કરે છે. - આ વાત જિનશાસન સિવાય બીજે ક્યાંય જાણવા જ ન મળે. કેવું અદ્ભુત છે આ જિનશાસન ! આપણે પ્રામાણિકપણે આપણું અનુશાસન કરીએ, ઉન્માર્ગે જતી આપણી જાતને ઠપકો આપણે જ આપીએ તે પણ આપણા દ્વારા થતી આપણી વૈયાવચ્ચ છે. અનુશાસનનો બીજો અર્થ પ્રશંસા પણ છે. અર્થાત્ અન્ય ગુણવાનની, આરાધકની આપણે પ્રશંસા, ઉપબૃહણા કરીને તેને મોક્ષમાર્ગે આગળ વધવા, સ્થિર કરવા માટે પ્રોત્સાહિત કરીએ તે પણ પ્રથમ પ્રકારની વૈયાવચ્ચ છે. પ્રભુ ૧૮ - Page #30 -------------------------------------------------------------------------- ________________ મહાવીરે કામદેવ શ્રાવકની દૃઢતાને, ઉપસર્ગમાં ય અચલાયમાનતાને સમવસરણમાં વખાણીને પ્રથમ નંબરની વૈયાવચ્ચ ચરમ તીર્થંકર ભગવંતે પણ કેવલજ્ઞાન બાદ કરેલ છે. લોકોએ સુભદ્રા મહાસતીની કરેલી પ્રશંસાને વ્યવહારસૂત્રભાષ્ય (૧/૩૭૫) અને નિશીથભાષ્ય (૬૬૦૬)માં પ્રથમ પ્રકારની વૈયાવચ્ચ સ્વરૂપે બતાવેલ છે. પ્રશંસા દ્વારા સામેની વ્યક્તિની ઉપબૃહણા થવાથી આરાધનામાં તેને પ્રોત્સાહન, પ્રેરણા મળે છે અને તે આરાધનામાં સ્થિર થાય છે, મજબૂત થાય છે. આથી પ્રશંસા પણ અધિકૃત વ્યક્તિ માટે વૈયાવચ્ચ બની શકે છે. પરંતુ વર્તમાનકાળમાં વ્યવહારસૂત્રમાં બતાવેલ ત્રીજા નંબરની વૈયાવચ્ચ જ મુખ્યતયા પ્રસિદ્ધ છે. વૈયાવચ્ચનો ત્રીજો અર્થ છે જે આરાધકો આરાધના કરી રહેલા હોય તેને આરાધનામાં સહાય કરી. સંગમ નામના ભરવાડે તપસ્વી મુનિને ખીર વહોરાવીને બીજા નંબરની વૈયાવચ્ચ કરી. તેથી તે શાલિભદ્ર બની અણગાર બન્યા. આહાર-પાણી દ્વારા ૫૦૦ સાધુની ભક્તિ કરી બાહુમુનિ ભરત ચક્રવર્તી થયા તથા સુબાહુમુનિ ૫૦૦ મુનિઓના શરીરની વિશ્રામણા કરી બાહુબલી થયા. ગુણીજનની સેવા કરવાથી તેવા પ્રકારના સર્વોત્કૃષ્ટ ગુણો પણ સરળતાથી મળે છે. સાધકને પરિશ્રમથી / સાધનાથી ગુણ મળે છે. એની સેવા કરનાર સેવકને સેવાના બદલામાં તે ગુણોની ભેટ સરળતાથી સહજપણે મળે તેવો પ્રકૃતિનો સનાતન નિયમ છે. જેની સેવા કરીએ એના અંતરના આશિષ મળવાથી જ્ઞાનાવરણ અને મોહનીયનો બળવાન ક્ષયોપશમ થવા દ્વારા શ્રુતધર્મ અને ચારિત્રધર્મ પણ વધુ નિર્મળ અને સાનુબંધ બને છે. જેની સેવા કરીએ છીએ તેનામાં રહેલ રત્નત્રય, તપ, ત્યાગ, વૈરાગ્ય વગેરે તમામ ગુણોની પ્રાપ્તિનું રિઝર્વેશન વૈયાવચ્ચ કરાવી આપે છે. ઉપકારી ગુરુદેવ, વિદ્યાગુરુ વગેરેની નિઃસ્વાર્થભાવે સેવા કરવાથી કૃતજ્ઞતાગુણ સરળ અને સહજ બને છે તથા આંશિક ઋણમુક્તિનો ૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ લાભ મળે છે. વ્યવહારસૂત્રમાં “શિતાબ-વેયાવä રેમાને સમને નિબે મહાન્તરે મહર્નિવસાને મતિ” (ઉદ્દેશ-૧૦) આવું કહેવા દ્વારા ગ્લાનની સેવા કરનારને મહાનિર્જરા બતાવેલ છે. ગ્લાનની સેવા કરવાથી તો તીર્થંકર પરમાત્માની ભક્તિનો લાભ મળે છે. કારણ કે પંચસૂત્રમાં દેવાધિદેવ ખુદ કહે છે કે “જો ગિલાણ પડિસેવઈ સો માં પડિલેવઈ.” આથી પરમાત્માના હૃદયમાં વૈયાવચ્ચીને આદરણીય સ્થાન મળે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તો જણાવેલ છે કે “વૈયાવચ્ચેvi તિર્થીયરનામોત્ત નાયડુ અર્થાત વૈયાવચ્ચ દ્વારા તીર્થકર નામકર્મનો બંધ થાય છે. આના દ્વારા વૈયાવચ્ચના સામર્થ્યની કલ્પના થઈ શકે છે. બીજાને શાતા અને સમાધિ આપનારને ક્યારેય અશાતા અને અસમાધિનો ભોગ બનવું પડતું નથી. કારણ કે Give and take નો ત્રિકાલ અબાધિત નિયમ તેની પાછળ કામ કરી રહ્યો છે. માટે જ વૈયાવચ્ચીને બીજાની સેવા લેવી પડે તેવા સંજોગો માંદગી - અશક્તિ વગેરે) આપવા કર્મસત્તા, ધર્મસત્તા રાજી નથી. વ્યવહારમાં પણ દેખાશે કે વૈયાવચ્ચી વ્યક્તિ લગભગ સશક્ત અને નિરોગી જ હશે. આ બાહ્ય લાભ પણ આત્મિક સમાધિ જાળવવામાં નોંધપાત્ર ભાગ ભજવે છે. નિશીથસૂત્રમાં જણાવેલ છે કે “જેમ સુગંધી પુષ્પની પાસે ભમરાઓના ટોળેટોળા સામે ચાલીને આવતા હોય તેમ ગ્લાન મુનિ પાસે વૈયાવચ્ચ કરનારાઓ સામે ચાલીને ભક્તિ માટે હુંસાતુંસીપડાપડી કરતા હોય.” આનાથી સિદ્ધ થાય છે કે સંયમના નિર્મળ અધ્યવસાય-સ્થાનોમાં રમતા સંયમીને વૈયાવચ્ચ ગુણની આવશ્યકતા-મહત્તા એટલી હોય જ જેટલી હવા - પાણીની. તાત્ત્વિક સંયમની પરિણતિ આત્મસાત્ થાય એટલે વૈયાવચ્ચની રુચિ અવશ્ય હોય. વૈયાવચ્ચના સંયોગ હોય ત્યારે વૈયાવચ્ચ હોય અને બાકીના સંયોગમાં વૈયાવચ્ચ ન હોય તેવું બને. પરંતુ ન ૨૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ વૈયાવચ્ચની રુચિ તો ૨૪ કલાક હોય જ. તો જ સંયમના અધ્યવસાય ટકે-વધે-બળવાન બને. તપ-ત્યાગ વગેરેના જેમ અભિગ્રહ થાય છે તેમ વૈયાવચ્ચના પણ નિયમો સંયમી અવશ્ય લે. વૈયાવચ્ચી નંદીષેણમુનિનો વૈયાવચ્ચ સંબંધી ઉગ્ર અભિગ્રહ કેવો હતો ? દેવપરીક્ષામાં પણ તેઓએ કેવો First Class મેળવ્યો ! આ બધી વાત ગુરુગમથી વિસ્તારથી સમજી સંયમજીવનમાં વૈયાવચ્ચની રુચિ કેળવવા માટે પ્રયત્નશીલ રહી પરમપદને નિકટ બનાવો એ જ મંગલ કામના. (લખી રાખો ડાયરીમાં... જે અપવાદ સર્વત્ર પ્રચલિત થયેલ હોય તે બાબતમાં ઉત્સર્ગની સાથે અપવાદ પણ બતાવવા. જેથી કોઈને વ્યામોહ ન થાય. દા.ત. ઉત્સર્ગ એકાસણા, અપવાદ બેસણા-નવકારશી વગેરે. જેની આંખમાંથી શરમના જળ કે પાપનો ભય જાય તેને તીર્થકર પણ આરાધક બનાવી ન શકે. - ૨૧ - Page #33 -------------------------------------------------------------------------- ________________ એક સમસ્યા ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવેલ છે કે મનુષ્યભવ, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને સંયમજીવન આ ચાર ચીજ અત્યંત દુર્લભ છે. અને પન્નવણા ગ્રંથમાં જણાવેલ છે કે, ‘એગમેગસ હું ભંતે મણુસસ્સ ગેવેજ્જગદેવત્તે કેવઈયા દŽિદિયા અઈયા ? ગોયમા ! અણંતસો’ (પ્ર.ઈન્દ્રિયપદ - સૂ.૩૧) અર્થાત્ વ્યવહાર રાશિમાં આવેલ પ્રાયઃ બધા જીવ અનંતવાર નવમાં ચૈવેયકમાં દેવ તરીકે ઉત્પન્ન થયેલ છે. ભક્તપરિશા પયન્ના (૭૯). ભગવતીસૂત્ર (શ.૧૨/ઉદ્દેશો-૭), જીવાજીવાભિગમ (૩/૨/૨૨), પુષ્પમાલા (૨૨૬), પંચાશક (૧૪/ ૪૮), ઉપદેશપદ (૨૩૩), પંચવસ્તુક (૧૭૩૮-૩૯), ઉપદેશમાલા (૫૨૧), ધર્મબિંદુવૃત્તિ (૭/૩૬) વગેરેમાં પણ નવમા ગ્રેવયકમાં અનંત વાર ઉત્પન્ન થવાની વાત આવે છે. ચારિત્રજીવન નિર્મળ રીતે પાળ્યા વિના તો નવ ત્રૈવેયકમાં દેવ તરીકે જન્મ ન જ મળે. કારણ કે નિરતિચાર ચારિત્રવાળા જીવો જ નવમી ત્રૈવેયકમાં ઉત્પન્ન થઈ શકે છે એવું ભગવતી સૂત્રમાં જણાવેલ છે. તેથી પ્રશ્ન એ છે કે અનંતા ઓઘા લેવા છતાં, નિરતિચાર સંયમ જીવન ક્રોડ પૂર્વ સુધી અનંતીવાર પાળવા છતાં મોક્ષ કેમ ન થયો? એવું શું ખૂટી પડ્યું કે અનંતા નિરતિચાર ચારિત્ર પણ નિષ્ફળ ગયા ? મનુષ્યભવ + ધર્મશ્રવણ + શ્રદ્ધા + ચારિત્રજીવન જેવી ચાર દુર્લભ અમૂલ્ય ચીજની અનંતવા૨ પ્રાપ્તિ થવા છતાં શેની ગેરહાજરીથી ભવભ્રમણનો વિરામ ન થયો ? ૧ પૂર્વ ૭૦,૫૬૦ અબજ વર્ષ. આવા કરોડ પૂર્વ સુધી નિરતિચાર ચારિત્ર અનંતીવાર પાળ્યું. તેથી શ્રદ્ધા વિના જ તે પાળ્યું તેમ તો કેમ માની શકાય ? વર્તમાન ભવમાં આપણને જે શ્રદ્ધા અને સંયમજીવન મળેલ છે તે અનંત કાળમાં ક્યારેય મળેલ નહિ હોય-એમ માનવાને - - ૨૨ = Page #34 -------------------------------------------------------------------------- ________________ કોઈ અવકાશ નથી. વર્તમાનની આપણી શ્રદ્ધા તો લૂલી - લંગડી છે કે જે અવાર-નવાર માંદગી, થાક, વિહાર આદિ પ્રસંગે સંયમજીવનમાં અતિચાર લગાડે છે. વળી, વિહારમાં ૧૨ના બદલે દશ કીલોમીટર નીકળે, ગોચરીપાણી વિના તકલીફે નજીકમાં મળી જાય, કોઈક ભગત મળી જાય, ઠંડુ પાણી-ઠંડકવાળી જગ્યા ઉનાળામાં મળે કે ‘હાશ !' આવી અનુભૂતિ કરાવે તે શ્રદ્ધા કેવી પાંગળી કહેવાય ? ૯મા ત્રૈવેયકમાં જવા આવી તકલાદી શ્રદ્ધા કામ ન લાગે. ઉગ્ર ઉપસર્ગ-પરિષહની વણઝાર વચ્ચે પણ નિરતિચાર સંયમજીવન અનંતીવાર દીર્ઘકાળ સુધી પળાવે તે શ્રદ્ધા કેવી જ્વલંત હશે ? તેથી તેવી શ્રદ્ધા પણ આપણે અનંતવાર મેળવી જ હશે એ સિદ્ધ થાય છે. - પ્રસ્તુતમાં મારો પ્રશ્ન એ છે કે અનંતવાર નિરતિચાર સંયમજીવન જીવવા છતાં આપણું ઠેકાણું ન પડયું તો વર્તમાનકાળના અતિચારબહુલ વિરાધકભાવયુક્ત બકુશ-કુશીલ ચારિત્રથી આપણી ભવભ્રમણયાત્રા શું બંધ પડશે ? સંસાર છોડવા છતાં વર્તમાન સંયમજીવનથી જો મોક્ષમાર્ગે એક પણ કદમ આગળ ચાલી ન શકાય તો શું દીક્ષા માત્ર બાહ્ય કાયકષ્ટ જ બની રહેશે ? મેરુપર્વત જેટલા ઊંચા ઓઘાના ઢગલામાં શું એવા એક નિષ્ફળ ઓઘાનો વધારો કરવાનો ? જો એવું જ થાય તો આપણે કેટલા દયાપાત્ર બનીએ ? ઘાંચીના બળદ જેવી દશા શું આપણને મંજૂર છે ? જો નામંજૂર હોય તો પ્રશ્ન એ છે કે અનંતવાર નિરતિચાર સંયમજીવન મેળવ્યા પછી પણ જે આપણને ભૂતકાળમાં કદી મળેલ નથી તે ચીજ શું આપણે આ જીવનમાં મેળવી છે ? શું તે મળેલ હોય તેવી અનુભૂતિ આનંદ-સંતોષ થાય છે ? શું તેને આપણે ઓળખીએ છીએ ખરા ? આ વિચાર આપણને કેટલી વાર આવે છે ? જેની ગેરહાજરીથી અનંતા નિરતિચાર સંયમજીવન નિષ્ફળ ગયા તે પરમતત્ત્વને પામવાની ઝંખના-તમન્ના પણ શું આપણને ૨૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ આ જીવનમાં મળેલ છે ખરી ? આ ભવમાં તે અવશ્ય મળેલ છે જ આવો આત્મવિશ્વાસપૂર્વકનો રણકાર શું આપણા હૃદયમાં ધબકે છે ? જેની પ્રાપ્તિમાં સંયમજીવનની સફળતા છે તે શું આપણે આ ભવમાં નહિ મેળવીએ ? તો પછી સંસારત્યાગ અને સંયમસાધનાનો મતલબ શું ? ગંગા નદી પાસે રહેવા છતાં તરસ્યા રહીએ તેના જેવી અજ્ઞતા બીજી શું હોઈ શકે ? મધુરતા-ગળપણ વિનાના મિષ્ટાન્નની મજા શું આવે ? ખૂબ મનોમંથન કર્યા પછી જણાય છે કે ચાર અંતરંગ ચીજ એવી છે કે અનંતકાળમાં આપણને ક્યારેય મળેલ નથી. એ ચાર ચીજ ન મળવાના લીધે જ માનવભવ વગેરે ચાર દુર્લભ ચીજ પણ નિષ્ફળ ગઈ. છેલ્લુ સંઘયણ હોવા છતાં આપણે તે ચારેય ચીજને આ ભવમાં પામવી હોય તો પામી શકીએ તેમ છીએ. છતાં હકીકત એ છે કે અનાદિકાળમાં આપણે એ ચાર ચીજને ક્યારેય મેળવેલ નથી. એ ચાર ચીજ મળે એટલે નિશ્ચયથી સમ્યગ્દર્શન + ભાવચારિત્ર અવશ્ય મળી જ જાય. સૌપ્રથમ આપણે મનોમન નક્કી કરી દેવું જોઈએ કે એ ચાર અપૂર્વ-અલબ્ધ ચીજના ભોગે કશું પણ કરવું નથી. જે ચાર ચીજને તાત્ત્વિક રીતે ન પામવાના લીધે નિરતિચાર અનંતા સંયમજીવન નિષ્ફળ ગયા એ ચાર ચીજને કોઈ પણ હિસાબે આત્મસાત્ કરવી જ છે. એના ખાતર જે બલિદાન આપવું પડે તે આપવા ભગીરથ પુરુષાર્થ કરવો જ રહ્યો. બીજા બધા વગર ચાલશે પણ એ ચાર ચીજ વિના તો કદાપિ નહિ જ ચાલે. જેના વિના વિનય, વૈયાવચ્ચ, વૈરાગ્ય વગેરે બધા ય યોગો મોક્ષ ન આપવાથી નિષ્ફળ બને તે ચાર ચીજ મેળવવા માટે જ આ સંયમજીવન લીધું છે. હવેથી બધા શ્વાસ એ ચાર ચીજને આત્મસાત્ કરવા માટેના લક્ષ્યથી વણાઈ જવા જોઈએ. ખુદ તીર્થંકર પરમાત્માના હાથે દીક્ષા મળી જાય, પ્રથમ સંઘયણ વગેરે મળી જાય છતાં જો એ ચાર ચીજ ૨૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ ન મળે તો રાખમાં ઘી ઢોળ્યા જેવું થાય. તો એ ચાર ચીજ કેવી મહાન્ હશે ! તેની પ્રાપ્તિથી કેવો અવર્ણનીય આનંદ આવતો હશે ! જે ચાર ચીજ મેળવ્યા બાદ મુક્તિ નિશ્ચિત થાય, જેને મેળવ્યા બાદ જ મોક્ષ થાય એ ચાર ચીજ કેવી અલૌકિક હશે ! તે સિદ્ધગિરિમાં સંયમજીવનમાં અનશન કર્યા બાદ પણ જો એ ચાર ચીજ ન મળે તો મોક્ષમાર્ગે એક પણ કદમ આગળ વધી ન શકાય તો એ ચાર ચીજ કેવી અદ્ભુત અને અજોડ હશે ! આટલી બધી મહત્ત્વપૂર્ણ એ ચાર ચીજ હોય તો તેને મેળવવા માટે આપણો ભીષ્મ સંકલ્પ કેવો હોવો જોઈએ ? તેના પ્રત્યે આદર અને બહુમાન ભાવ કેવો હોવો જોઈએ ? એ સમજી શકાય તેમ છે. એ ચાર ચીજ કઈ હશે ? તે વિશે તમે વિચારવિમર્શ કરશો. આગળના પત્રોમાં ક્રમશઃ તે ચાર ચીજની ઓળખાણ કરાવીશ. ત્યાં સુધી તે ચાર ચીજ પ્રત્યે અહોભાવ, તલસાટ, સંવેદના, ગરજ બળવાન બને તેવી મનોભૂમિકાને મજબૂત રીતે તૈયાર કરશો. એરોડ્રામ હોય તો પ્લેન ઉતરી શકે, હેલિપેડ હોય તો હેલિકોપ્ટર ઉતરી શકે. તેમ ગરજ-તલસાટ-અભીપ્સા વગેરેની તીવ્રતા સ્વરૂપ સ્ટેન્ડીંગ પ્લેટફોર્મ તૈયાર હશે તો જ તે ચાર તારક તત્ત્વનું અવતરણ આત્મભૂમિમાં થશે. બાકી જાણવા છતાં ન જાણવા જેવું થશે. એવું ન બને તેની ખાસ તકેદારી રાખશો. – ૨૫ – Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દુર્લભ ચીજને જાણીએ પૂર્વે ૪ દુર્લભ વસ્તુની વાત કરી હતી તેના અનુસંધાનમાં જણાવવાનું કે સૌપ્રથમ દુર્લભ વસ્તુ છે મોક્ષમાર્ગ. મોક્ષમાર્ગની વ્યાખ્યા કરતાં લલિતવિસ્તરા ગ્રંથમાં જણાવેલ છે કે “ચેતસો અવક્રગમનં માર્ગઃ મોક્ષમાર્ગઃ” અર્થાત્ ચિત્તની અવક્ર, સરળ પરિણતિ એ મોક્ષમાર્ગ છે. સરળ પરિણામ મળવો અત્યંત દુર્લભ છે. સાપ દરની બહાર વાંકો ચૂકો ચાલે પણ દરમાં સીધો ચાલે. અન્યથા તેનું શરીર છોલાઈ જાય અને કીડીઓ તેને ફોલી ખાય. તેમ મોક્ષમાર્ગે આવતાં પૂર્વે અચરમાવર્ત કાળમાં જીવ વક્ર હોય પણ મોક્ષની નજીક આવે એટલે ચિત્તની અંતરંગ પરિણતિ સરળ થવા માંડે. આંટીઘુંટી વગરનું, ફૂડ-કપટ વગરનું મન ખરેખર દુર્લભ છે. પણ મોક્ષની નજીક આવ્યા પછી જો સાધક મનને વક્ર બનાવે તો મોક્ષમાર્ગથી વધુ દૂર ધકેલાઈ જાય. ભલે તે બાહ્યસાધના કરતો રહે. સરળતા હોય તો મોક્ષ નજીક. વક્રતા હોય તો મોક્ષ દૂર. અધ્યાત્મસારમાં કહેલ છે કે “સત્યજં રસલામ્પત્યં સુત્યજં દેહભૂષણમ્, સુત્યજા: કામભોગાઘાઃ દુસ્યજં દમ્ભસેવનમ્.” અર્થાત્ રસની લંપટતા, દેહવિભૂષા, કામ-ભોગ વગેરે છોડવા બહુ સરળ છે. પરંતુ દંભનું - માયાનું સેવન છોડવું બહુ મુશ્કેલ છે. બાહ્ય બધી આરાધના સરળ છે. નિર્દમ્ભ પરિણતિ દુર્લભ અને દુષ્કર છે. જે સાધક સરળ હોય તે સ્વાભાવિક રીતે સમર્પિત હોય, સહિષ્ણુ અને નિર્ભય હોય, સ્પષ્ટ વલણવાળો હોય, વિશ્વસનીય + નિખાલસ + પ્રામાણિક + કોમળ + શુદ્ધ હોય તથા સાત્ત્વિક હોય, નમ્ર હોય. પરંતુ જે વક્ર હોય તે મોટા ભાગે અક્કડ, અતડુ, ભયભીત, અસહિષ્ણુ, સ્વતંત્ર, સ્વચ્છંદી, મૃષાવાદી, માયાવી, અવિશ્વસનીય, ગૂઢ, સત્ત્વહીન હોય, અપ્રામાણિક હોય, ઉદ્ધત હોય, કઠોર-નઠોર અને ક્રૂર હોય. = ૨૬ Page #38 -------------------------------------------------------------------------- ________________ સરળ હોય તે જ શુદ્ધ અને સૂક્ષ્મ આલોચના કરી શકે. વક્ર હોય તે શુદ્ધ આલોચના પણ ન કરી શકે. આલોચના ન કરે તો અનંત સંસાર પણ વધી શકે - એમ ભક્તપરિજ્ઞા પયત્રામાં જણાવેલ છે. સરળ સાધકો આલોચના કરવા પોતાના આસનેથી ઊભા થઈને માત્ર ગુરુ પાસે જાય તો ગુરુ પાસે પહોંચતા પૂર્વે જ કેવળજ્ઞાન પામે. આ રીતે અનંતા સંયમીઓ કેવળજ્ઞાન પામી ગયા - એમ મહાનિશીથસૂત્રના પ્રથમ શલ્યોદ્ધાર અધ્યયનમાં જણાવેલ છે. તેથી નક્કી થાય છે કે સરળતા એ જ મોક્ષે જવાનો Short Cut + Super Cut + Sweet Cut + Swift Cut + Easy Cut + Safe Cut આ જ કારણસર દશવૈકાલિકના ૩જા અધ્યયનમાં પણ કહેલું છે કે “નિ પાંથા ઉનુવંસિનો' ઋજુદર્શી = સરળદર્શી જ ખરા અર્થમાં નિર્ઝન્થ = ગાંઠ વગરના હોઈ શકે. હજારો માઈલ લાંબો દોરો હોય તો પણ તે સોયના નાના કાણામાંથી ઝડપથી પસાર થઈ શકે. પરંતુ તેના માટે એક શરત છે કે દોરામાં કોઈ ગાંઠ ન જોઈએ. તેમ ગમે તેટલા ભારે કર્મ બાંધેલા હોય તો પણ સાધક મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધી શકે. પણ તેની શરત છે કે સાધક સરળ હોવો જોઈએ. ગાંઠ નાનકડી હોય તો પણ તે ગાંઠ છે, દોરાને આગળ વધવા ન દે. તેમ વક્રતા નાની હોય તો પણ તે વક્રતા છે. તે વક્રતા સાધકને મોક્ષમાર્ગે આગળ વધવા ન દે. તેથી ભગવાનની દષ્ટિએ ખરા અર્થમાં નિગ્રંથ-નિગ્રંથી થવા માટે સરળ થવું અત્યન્ત અનિવાર્ય છે. ભગવાની આજ્ઞા પણ એ જ છે કે સાચા બનો. સાચો તે જ બની શકે કે જે સરળ હોય. નિશીથ અને બૃહત્કલ્પભાષ્યમાં જણાવેલ છે કે- “નવિ વિડ્યુિં પુત્રીયં પરિસિદ્ધ વા વિ નિવેરિટિં एसा तेसिं आणा कज्जे सच्चेण होअव्वं ।। -- (જિમા.૬૨૪૮, ..મ.રૂરૂ રૂ૦)” -- ૨૭ - Page #39 -------------------------------------------------------------------------- ________________ મતલબ કે જિનેશ્વર ભગવંતોએ કોઈ પણ કાર્યની અનુજ્ઞા કે નિષેધ કરેલ નથી. તેઓ તો એમ જ ફરમાવે છે કે કોઈ પણ કામમાં તમે સાચા બનો, ખોટા નહિ, માયાવી નહિ. સર્વત્ર સચ્ચાઈ રાખવાની તરણતારણહાર જિનાજ્ઞા સમજ્યા પછી વક્રતા-માયા-આડંબર-કપટનો આશ્રય કઈ રીતે કરી શકાય ? તુચ્છ, ક્ષુદ્ર વસ્તુ ખાતર માયા કરવાથી બધી સાધના Fail થતી હોય અને વિરાધક થવાતું હોય તો શા માટે દંભ-માયાનું સેવન કરવું ? જે દિવસે દીક્ષા અને તે જ દિવસે જેને કેવળજ્ઞાન મળ્યું તે મલ્લીનાથ ભગવાનના કર્મ કેટલા ઓછા હશે ! છતાં આરાધના ખાતર પણ કરેલી નાનકડી માયા-મૃષાવાદ-છેતરપિંડીના લીધે તીર્થંકર પદવીમાં કલંક સ્વરૂપ સ્ત્રી અવતાર મળ્યો. આવી તે માયા કેટલી ગોઝારી હશે ? તેની કલ્પના પણ ધ્રુજારી પેદા કરાવી દે તેવી છે. કપડું ઉજળું કરવા માટે જેમ કાદવ ન ચોપડાય તેમ આરાધના કરવા માટે પણ માયાનો આશ્રય ન લેવાય. આરાધના ખાતર કરેલી માયાનું જો આવું ગોઝારું પરિણામ હોય તો વિરાધના ખાતર (અભિમાન-આબમહત્ત્વાકાંક્ષા-તુચ્છ સ્વાર્થ વિગેરે મલિન ભાવો ખાતર) માયા કરે તેનું Result શું આવે? પોતાના વ્યાખ્યાનમાં માંડ ૪૦૦ માણસ આવ્યા હોય અને ‘હજાર કરતાં વધુ માણસથી હોલ પ્રવચન પૂર્વે જ અકડેઠાઠ ભરાઈ ગયો હતો !” આવું સંયમી કઈ રીતે બોલી શકે ? આવી તુચ્છ માયા-મૃષાભાષા અને સરળતા વચ્ચે કરોડો યોજનો કરતાં વધુ છેટું રહે છે, સમકિતથી તો અનંત યોજન અને કદાચ અનંતકાળનું આંતરું. આંધળી દળે ને કૂતરો ચાટે તેમ આપણે આરાધના કરીએ અને માયા તેને ખલાસ કરે. Result માં ઝીરો અથવા - દેવાળું જ નીકળે ને સાધકનું ! નાનકડી માયા અને પરિણામ કેવું ભયંકર જોવા મળે ? રૂક્તિ સાધ્વી, લક્ષ્મણા સાધ્વી, દ્રૌપદી (પૂર્વભવ) ન ૨૮ } Page #40 -------------------------------------------------------------------------- ________________ સાધ્વી, મલ્લીકુમારી વગેરેના દૃષ્ટાંત ખબર જ છે ને ? સરળતાના અભાવે દ્રૌપદીએ પૂર્વભવમાં પોતાની આબરૂ બચાવવા કડવી તુંબડી ધર્મરુચિ અણગારને વહોરાવી દીધી. Result માં મળ્યો અનંત સંસાર, તે પણ રીબામણ ભરેલો. સરળ હોય તેને લગભગ કોઈની ઈર્ષ્યા, અદેખાઈ ન થાય અને માયાવી હોય તે પ્રાયઃ મહત્ત્વાકાંક્ષી હોય. તેથી જ તે ઈર્ષ્યા, અદેખાઈથી બળતો હોય. સિંહગુફાવાસી મુનિ તેથી જ પતિત થયા ને ! પીઠ અને મહાપીઠ પણ તેથી જ સ્ત્રીવેદ પામ્યા, ભલે ને ચરમશરીર મળ્યું. શિષ્યની ઈર્ષ્યાથી જ નયશીલસૂરિ બીજા ભવમાં સાપ થયા તેવું સંવેગરંગશાળા ગ્રંથમાં દર્શાવેલ છે. સરળ હોય તે કોઈની ય ભૂલને માફ પણ કરી શકે. વક્ર પ્રાયઃ બીજાની ભૂલને જ શોધતો હોય. ઉપદેશમાલામાં (ગાથા-૯૯) બતાવેલ દત્ત મુનિનું દૃષ્ટાંત ખ્યાલમાં છે ને ? પોતાના ઉપકારી સંયમી ગીતાર્થ ભવભીરુ ગુરુદેવની પણ ભૂલને જ તે જોતા રહ્યા. જ્યારે સરળ એવા પાર્શ્વનાથ ભગવાનના જીવે (પ્રથમ મરુભૂતિના ભવમાં) તાપસ બનેલા પોતાના નાના ભાઈ કમઠનો દેશનિકાલ થવામાં પોતાની ભૂલને કારણ માની અને તેઓ ખમાવવા તૈયાર થઈ ગયા. સરળ હોય તે પોતાની ભૂલનો બચાવ ન કરે પણ સ્વીકાર કરે. મૃગાવતી સાધ્વીએ પોતાની ભૂલ સ્વીકારી તો કેવળજ્ઞાનની ભેટ મળી. તેના મૂળમાં હતી સરળતા. સરળતા સદા Positive Thinking આપે અને વક્રતા હંમેશા Negative Thinking આપે. પ્રથમમાં ઉત્થાન છે અને બીજામાં પતન છે, સર્વતોમુખી વિનાશ છે. પસંદગી કોની કરવી ? તે આપણા હાથમાં છે. પોતાનાથી દેડકી મરી ગઈ- એમ ન સ્વીકાર્યું તો તપસ્વી મુનિ ચંડકોશિક નાગ થયા. સરળ હોય તે પ્રાયઃ કોઈની સાથે સંઘર્ષમાં ન ઉતરે અને માયાવી પ્રાયઃ સંઘર્ષ કર્યા વિના ન રહે. વક્ર અગ્નિશર્મા સંઘર્ષમાં ૨૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉતર્યો. સરળ ગુણસેન સંઘર્ષમાં ન પડ્યા અને ખમાવવા તૈયાર થઈ ગયા. સરળતા હોત તો અગ્નિશર્મામાં પ્રજ્ઞાપનીયતા (= સમજશીલતા) અવશ્ય હોત, અને તો તો તાપસ ગુરુદેવ કુલપતિના વચનથી અગ્નિશર્મા શાંત થઈ ગયા હોત. પણ સરળતા ન હતી. તેથી કુલપતિનું વચન ન પાળ્યું અને ક્રોધના દાવાનળમાં હોમાયા. વેરનું નિયાણું બાંધ્યું. માટે અગ્નિશર્માના વિનાશમાં પણ ક્રોધ નહિ પણ સરળતાનો અભાવ જ પ્રારંભિક તબક્કામાં મુખ્ય કારણ હતો. ક્રોધ તો અગ્નિશર્માને કુલપતિ ગુરુ સાથે તોછડાઈ કર્યા બાદ પાછળથી આવ્યો. ઉગ્ર સાધના નિષ્ફળ ગઈ. ઉગ્ર તપ કરવા છતાં અનંતકાળ તે ભટકશે. ચંડરુદ્રાચાર્યના શિષ્ય સરળ હતા. તેથી ગુરુના ક્રોધમાં ઉપકારના દર્શન કર્યા. સંઘર્ષમાં ઉતર્યા વિના સ્વભૂલનો સ્વીકાર કરીને પશ્ચાતાપ દ્વારા કૈવલ્યલક્ષ્મીને પામ્યા. માયાવી તો ઉપકારીના મધુર કોમળ વચનમાં પણ અપકારની શંકા-કુશંકા કરે. સરળ સાધક તો ઉપકારીના કઠોર વચનમાં પણ કરુણાના દર્શન કરીને પુર ઝડપે મોક્ષમાર્ગે આગળ વધે. માટે તો મૃગાવતી અને ચંડરુદ્રાચાર્યના શિષ્ય ફાવી ગયા. ખ્યાલમાં રહે કે ઉપકારીના કઠોર વચનમાં કરુણાના દર્શન ન કરી શકે તે સાધક આત્મવિકાસ સાધી ન શકે. ઉપકારીનું સાંભળી ન શકે તે પોતાની જાતને સંભાળી ન શકે, ભલે ગમે તેટલો મોટો વિદ્વાન, તપસ્વી કે કઠોર આચારવાળો હોય. સરળ ન હોય તે વિશ્વસનીય ન બને. ઉપકારીનો દ્રોહ કરવામાં પણ વક્ર જીવ ન અચકાય. કુલવાલક મુનિ તેથી જ બધી તપસાધનાને સળગાવી બેઠા. “ ખરું કહીએ તો સરળતા એ સમર્પણભાવને લાવવા દ્વારા સાધનાને સાનુબંધ બનાવે છે. વક્રતા તો સ્વચ્છંદતા લાવવા દ્વારા સાધનાને Fail કરે. અનુબંધ વગરની સાધના દેવલોકના સુખ આપીને ३० Page #42 -------------------------------------------------------------------------- ________________ ભવભ્રમણ વધારવાનું કામ પણ કદાચ કરી દે. સાધના પુણ્ય બંધાવે. સરળતા શુદ્ધિ અપાવે. શુદ્ધિ સલામતી આપે. પુણ્ય તો સામગ્રી અને સગવડ આપે. સલામતી વિનાની સામગ્રી અને સગવડનો ભરોસો ન કરાય. સગવડ અને સલામતી આ બેમાંથી એક જ મળે તેમ હોય તો સલામતીની જ પસંદગી કરાય. ગુરુવચનની આરાધના સરળ જ કરી શકે. પ્રેમ આરાધનાનો નહિ પણ ગુરુવચનનો, ગુરુઈચ્છાનો કેળવવાનો છે. આ કાર્ય સરળ અને નિષ્કપટ સાધક જ કરી શકે. માયાવી કદાચ આરાધનાનો પ્રેમ કેળવી શકે, ટકાવી શકે, વધારી પણ શકે. પણ ગુરુવચનનો પ્રેમ કેળવી ન શકે. કોઈ પણ ભોગે ગુરુવચનને બિનશરતી રીતે આત્મસાત્ કરવું છે - આવી પરિણિત સરળ હૃદયમાં જ પાંગરી શકે. સરળને આરાધના પણ સરળ, ગુરુવચનપાલન પણ સરળ, મોક્ષ પણ સરળ. માયાવીને કદાચ સ્વકલ્પિત આરાધના સરળ હોય, પરંતુ ઈચ્છાવિરુદ્ધ ગુરુવચનનું પાલન કઠણ હોય. માટે માયાવીનો મોક્ષ પણ અઘરો. તેથી સરળતા જીવનમાં આવી કે નહિ ? તેનું થર્મોમીટર છે ગુરુવચનપાલનમાં તત્પરતા + બિનશરતી ગુરુશરણાગતિ. તમે સમજુ છો. પણ પ્રાયઃ માયાવી જીવ સ્ત્રીના અવતાર પામે અને સ્ત્રીને પ્રાયઃ માયા આત્મસાત્ હોય, માયા કરવી સરળ હોય. માટે દંભ, કપટને છોડવા અને સરળ પરિણામને આત્મસાત્ કરવા, પ્રતિપળ નિર્દભ સાધનાની જાગૃતિ કેળવવા ભગીરથ પુરુષાર્થ + ભીષ્મ સંકલ્પ કરવો જ રહ્યો. આ માટે અધ્યાત્મસાર ગ્રંથનો ૩જો દંભત્યાગ અધિકાર ગુરુગમથી સમજીને, કંઠસ્થ કરીને, તેને જીવનમાં ઉતારવા કટિબદ્ધ બનજો. ‘આપ ભલા તો જગ ભલા' - આ અનુભૂતિ સરળ જીવ જ કરી શકે. સંસારની માતા માયા છે. અને માયાની માતા વક્રતા છે. માયા કરતાં પણ અપેક્ષાએ વક્રતા દોષ ભયંકર છે. કારણ કે માયાવી તો પકડાઈ જાય એટલે તેટલો સમય માયા છોડી દે. વક્ર તો ૩૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ પકડાવા છતાં દલીલ-બચાવ-ખુલાસા-૨જુઆત-ચર્ચા કરે જ રાખે. માયાવી માણસ માયા દ્વારા કદાચ કેવળ પોતાના સ્વાર્થને જ સાધે. જ્યારે વક્રતા તો બીજાને ખોટા પાડવાનું પણ કામ કરે. માયાવીમાં કદાચ તોછડાઈ ન પણ હોય, વક્રતાની સાથે તોછડાઈ અવશ્ય હોય. માટે તોછડાઈ, માયા વગેરેને અટકાવવા હોય તો વક્રતાને ડાયવોર્સ આપ્યા વિના છુટકો નથી. ડાયવોર્સ પછી પાછા તેની સાથે જ એંગેજમેન્ટ અને મેરેજ કરવાની ભૂલ ન થઈ જાય એ બાબતમાં પણ સાવધ રહેવા જેવું છે. કારણ કે કલિકાલના સંયમી પણ જડ + વક્ર હોય છે- એવું કલ્પસૂત્રમાં આવે છે અને સરળતા એ જ સીધો મોક્ષમાર્ગ છે- એમ શ્રી હરિભદ્રસૂરિજી કહે છે. માટે વક્રતાને છોડવા સતત જાગૃતિ કેળવજો. બાકી માયાના સંસ્કાર પડે તો પ્રભુ મહાવીરના સમવસરણમાં પણ ભક્તિભાવથી હાથી બનીને નૃત્ય કરવા છતાં પૂર્વભવની વક્રતા, ઊંઘાઈના લીધે મોટેથી વાછુટ કરનાર દેવ જેવી વિડંબનાનો ભોગ બનવું પડે. સરળ જીવનો જ ગુરુહૃદયમાં પ્રવેશ થાય, જિનશાસનમાં તાત્ત્વિક પ્રવેશ થાય અને અરિહંતના દિલમાં તેને સ્થાન મળે. આવું જબ્બર સૌભાગ્ય અને સદ્ભાગ્ય સરળ સાધક પાસે હોય છે. માયાવી માટે આ બધું જ અશક્ય છે. ઉપમિતિ ભવપ્રપંચા કથાના પાંચમા પ્રસ્તાવમાં જે વામદેવનું ચરિત્ર છે તે ગુરુગમથી ભણશો તો માયાનો શિકાર બનેલો જીવ શું શું કરે ? તે સ્પષ્ટ રીતે ખ્યાલમાં આવશે. અને માયાથી બચવાનો પ્રબળ પરિણામ પેદા થશે. ભગવાનની આજ્ઞા અને ગુરુની આજ્ઞા એક જ છે કે ‘ચિત્તની સરળતા દ્વારા સમર્પણભાવ કેળવી પરમપદને પ્રાપ્ત કરો.' છેલ્લા સંઘયણમાં સાધના કદાચ ભલે મુશ્કેલ હોય પણ સરળતા તો કેળવી જ શકાય. બાકીની ૩ ચીજની વાત અવસરે. ૩૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ ...તો બીજી દુર્લભ ચીજ સુલભ બને આ પૂર્વે ૪ દુર્લભ ચીજમાંથી ૧ દુર્લભ ચીજ જણાવી. તે આવે તો બીજી દુર્લભ ચીજ સુલભ બને. પ્રથમ દુર્લભ ચીજને આત્મસાત્ કરવાનો ભગીરથ પુરુષાર્થ ચાલુ કરેલ હશે. બીજા નંબરનો દુર્લભ ગુણ છે નમ્રતા. કદાચ નમ્રતા સહેલી હશે, પાપના ઉદય વખતે અને વેદના-વ્યથાની વચ્ચે. પરંતુ (૧) પુણ્યના ઉદયમાં, (૨) આપણા પુરુષાર્થથી મળેલી સફળતામાં, (૩) શક્તિ હોવા છતાં કોઈનું સાંભળી લેવામાં, (૪) આપણી પ્રશંસા સાંભળવામાં, (૫) આપણી અપેક્ષિત કદર ન થાય ત્યારે, (૬) કોઈએ ન કરેલું કામ આપણે કરીએ ત્યારે, (૭) તપ-સ્વાધ્યાયવૈયાવચ્ચ વગેરે યોગોમાં બીજાથી આગળ વધીએ ત્યારે, (૮) આપણી ઈચ્છા, વચન પૂર્ણ થાય ત્યારે, (૯) ગુરુ મહારાજ, વડીલ વગેરે આપણી ભૂલ ન હોવા છતાં આપણને કડક ઠપકો આપે ત્યારે, (૧૦) આપણને ગોચરી, વસ્ત્ર, જગ્યા, ટેબલ, પેન વગેરે મળે એ વખતે, (૧૧) બીજા મુશ્કેલીથી કરી શકે એવા કાર્ય સહજ રીતે આપણે કરીએ તે અવસરે નમ્રતાને સાચવવી એ ખરેખર ખૂબ જ મુશ્કેલ છે. ઉપરના અગ્યાર પ્રસંગમાં જો અભિમાન ન નડે, નમ્રતા-લઘુતા આવે તો સમજવું કે ખરા અર્થમાં આપણે મોક્ષમાર્ગે આગળ વધી રહ્યા છીએ. દર વર્ષે ૧૦/૧૧ માસ આંબેલ કરવા સરળ છે. કલાકમાં ૩૦ ગાથા ગોખવી સરળ છે, વર્ષમાં ૩૦ ગ્રંથો વાંચવા સરળ છે. રોજ ૩/૪ કલાક સંયમીની વૈયાવચ્ચ કે પરમાત્માની ભક્તિ કરવી સહેલી છે. ૪ મહિના સુધી કપડાનો કાપ કાઢ્યા વિના તેને પહેરવામાં પણ કદાચ કોઈ મુશ્કેલી ન નડે. તથા ફ્રુટ, ડ્રાયફ્રુટ, મીઠાઈ કે ફરસાણનો ત્યાગ પણ સુકર છે. બીજાને રોજ ૫/૭ કલાક ભણાવવાનું પણ સુસાધ્ય છે. પરંતુ આ બધા કાર્યો કર્યા ૩૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ બાદ પણ પોતાની જાતને અભિમાનરહિત રાખવી એ અતિદુષ્કર કાર્ય છે. (૧) ઉપરોક્ત કાર્યો કર્યા બાદ બીજા આપણી પ્રશંસા અને કદર કરે તથા પ્રસિદ્ધિ મળે તેવી ભૂખ હોય તો સમજી લેવું કે હજુ નમ્રતા આત્મસાત્ થઈ નથી. (૨) અરે ! બીજા આપણી સાથે હસીને વાત કરે, નજર પડતાં સ્મિત આપે-આવી અપેક્ષા પણ અભિમાનનો જ ઓડકાર છે. (૩) ગુરુમહારાજ જાહેરમાં મને ઠપકો ન આપે, મારી ભૂલ કોઈ જાહેરમાં ન બતાવે- આવી ઈચ્છા એ પણ અભિમાનનું જ એક સ્વરૂપ છે. (૪) પોતાનાથી થતો ભૂલોનો બચાવ એ પણ નમ્રતાની ગેરહાજરી સૂચવે છે. (૫) અજાણ્યે થઈ જતી આત્મપ્રશંસા પણ નમ્રતાને દેશનિકાલ આપવાનું કામ કરે છે. (૬) બધા જોતા હોય ત્યારે ઊભા ઊભા અપ્રમત્તપણે ક્રિયા કરવી અને કોઈ ન જુએ ત્યારે બેઠા બેઠા ક્રિયા કરવી આ પણ એક જાતનો અત્મપ્રશંસાપ્રેરિત અભિમાનનો જ લેબાશ છે. - (૭) આપણી આરાધનાની ખુમારી કે ગૌરવ પ્રદર્શિત કરવામાં પણ ઘણી વાર અભિમાન પગપેસારો કરે છે. (૮) બીજાની પ્રશંસા આપણી પ્રશંસા કરતાં ઓછી થાય તેવી મનની ગણતરી પણ અભિમાનની હાજરી સૂચવે છે. (૯) આપણી આરાધનાની કોઈ પ્રશંસા કરતાં હોય તો આ બધું દેવ અને ગુરુની કૃપાથી થાય છે.” એવું બોલવાની ગણતરી અને જો બીજા આપણી વિશિષ્ટ આરાધના ન જાણતા હોય તો તે જણાવવાની વૃત્તિ- આ પણ અભિમાનનો જ વિલાસ છે. જેમ માયાવી આલોચના ન કરી શકે તેમ અભિમાની પણ આલોચના ન કરી શકે. માટે સરળતાની સાથે નમ્રતાને લાવવી જ પડે. ૩૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ (૧) એક વર્ષ સુધીની એકાંત, મૌન, ધ્યાન, સ્થિરતા, કાયોત્સર્ગ, દેહાધ્યાસમુક્ત સળંગ ચોવિહાર ઉપવાસ વગેરે ઉગ્ર સાધના છતાં નમ્રતાના અભાવના લીધે બાહુબલીજી કૈવલ્યલક્ષ્મીને પામી ન શક્યા. (૨) નમ્રતા હતી તો ઉપર જણાવેલ ઉગ્ર સાધના વગર પણ કુરગડુ મુનિ કેવલજ્ઞાન પામ્યાં અને પેલા ઉગ્ર તપસ્વીઓ અભિમાનના કારણે ઈર્ષ્યા + ક્રોધની આગમાં સળગ્યા. (૩) સિંહગુફાવાસી મુનિ પણ અભિમાનના રવાડે ચડીને ઈર્ષ્યાનો ભોગ બની પતિત થયા. (૪) પ્રભુ મહાવીરનો જીવ પણ વિશાખાનંદીના ભવમાં ગાયની હડફેટે ચડતાં પરાભવ, મશ્કરી સહન ન થતાં અભિમાનની જાળમાં ફસાઈને ક્રોધવશ નિયાણુ બાંધવાની ભૂલ કરી બેઠા. (૫) દશ પૂર્વધર નંદીષેણ મુનિ પણ વેશ્યાનો ટોણો સહન ન કરવાથી અભિમાનના શિખરે ચડીને પોતાની તાકાત બતાવવા જતાં પતિત થયા. (૬) ૧૦ પૂર્વના માલિક બન્યા પછી ૧૪ પૂર્વ ભણવાની શક્તિ હોવા છતાં નમ્રતા ન હોવાના કારણે પોતાની આવડત અને શક્તિ બતાવવા જતા અર્થથી છેલ્લા ૪ પૂર્વને ભણવાનું સૌભાગ્ય ગુમાવનાર સ્થૂલભદ્રજી કંદર્પવિજેતા બન્યા, પણ દર્પવિજેતા બનવાનું સદ્ભાગ્ય ખોઈ બેઠા. આવા ઢગલાબંધ ઉદાહરણો છે કે નમ્રતાના અભાવને કારણે ઊંચામાં ઊંચી આરાધના કરવા છતાં સાધકો નીચે ગબડી પડ્યા, ભ્રષ્ટ થયા. આવું જાણ્યા પછી અભિમાનના પનારે પડ્યા વિના નમ્રતાને આત્મસાત્ કરવા કેવી અવિરત આત્મજાગૃતિની જરૂર છે ? એ સમજી શકાય તેમ છે. સરળતાની જેમ નમ્રતા મળે તો જ પ્રભુશાસનમાં આપણો પ્રવેશ થઈ શકે. નમ્રતાને આત્મસાત્ કરવી આમ તો ભારે કઠણ છે. પણ બે ઉપાય દ્વારા તેને કેળવી શકાય તેમ છે. (૧) આપણી ભૂલનો બચાવ કરવાના બદલે તેનો સ્વીકાર કરવાની પ્રયત્નપૂર્વક ટેવ પાડવી. ૩૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ (૨) આપણી આરાધનાને બને ત્યાં સુધી ગુપ્ત રાખી સ્વપ્રશંસાથી દૂર રહેવું. આ બે ઉપાય અમોઘ છે. તેનાથી અવશ્ય નમ્રતા પ્રાપ્ત થાય છે - એવો અનુભવ છે. પરંતુ નિષ્ફળતા વખતે આવતી હતાશા કે નિરાશાને નમ્રતા માનવાની ભૂલ ના કરશો. સરળતા + નમ્રતાને આત્મસાત્ કરવાનો પ્રબળ પુરુષાર્થ ચાલુ કરો પછી બીજી બે દુર્લભ વસ્તુની વાત જણાવું છું. લખી રાખો ડાયરીમાં... ગુરુને તરછોડનારનું પુણ્ય તકલાદી હોય, પરલોક બગડેલ હોય, મોક્ષ દૂર હોય, અનુબંધ મલિન હોય. પોતાનો ઈતિહાસ લખવો જેને ગમે છે તેને ઈતિહાસકારો યાદ કરતા નથી. વૈરાગ્ય ન હોય ત્યાં તાત્ત્વિક સમર્પણભાવ ન હોય. ગુરુસમર્પણ ન હોય ત્યાં પારમાર્થિક ગુરુકૃપા ન હોય. ૩૬ Page #48 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી દુર્લભ ચીજને ઓળખીએ. બે દુર્લભ ચીજને આત્મસાત્ કરવા કટિબદ્ધ બન્યા હશો. આજે ત્રીજી દુર્લભ ચીજની વાત કરવી છે. તે છે વિશુદ્ધ ઉપશમભાવ. વર્ષોની આરાધના જ નહિ પણ અનંત ભવોની સાધના, ચારિત્રજીવનનું પાલન કર્યા પછી પણ તેની પ્રાપ્તિ થવી એ ખરેખર ખૂબ જ મુશ્કેલ છે. સંયમજીવનમાં ઉગ્ર કષાયના નિમિત્ત પ્રાયઃ ન મળે. કોઈને મારી નાખવાના વિચાર ના આવે. પરંતુ એટલા માત્રથી ઉપશમભાવ આવી ગયો - તેમ ન માનવું. (૧) નાની નાની પ્રતિકૂળતામાં થતા સંક્લેશ, (૨) મનનું ધારેલું ન થતા અજંપો થવો, (૩) કષ્ટસાધ્ય કાર્યમાં થતો ઉદ્વેગ, (૪) ચિરકાળથી સાધ્ય કાર્યમાં થતી અધીરાઈ, (૫) ધારેલી વસ્તુ મેળવવાની ઉત્સુકતા, (૬) આપણાથી આગળ વધતા આરાધકો ઉપર ઈર્ષાનો ભાવ, (૭) સ્વદોષનો અસ્વીકાર કે બચાવ કરવાની વૃત્તિ, (૮) બીજાના દોષને શોધવાનું વલણ, (૯) મળેલ ચીજમાં ઓછાપણાનો ડંખ રહેવો, (૧૦) મળેલી ચીજને ટકાવવાની ગણતરી, (૧૧) (ગોચરી, કપડાં, જગ્યા, પુસ્તક આદિ) સારી ચીજને મેળવવાની ગણતરી, (૧૨) અસહિષ્ણુતા, (૧૩) ક્ષુદ્રતા, (૧૪) તુચ્છ સ્વભાવ, (૧૫) દીનતા, (૧૬) ભયભીતપણું, (૧૭) સંભ્રાન્તતા, બેબાકળાપણું, (૧૮) મૂઢતા, (૧૯) અવિચારિતપણું, (૨૦) બીજાએ કરેલા અન્યાય કે અનુચિત વ્યવહારની નોંધ- આ બધાનો જો આપણે શિકાર બનતા હોઈએ તો સમજવું કે વિશુદ્ધ કોટિનો ઉપશમભાવ હજુ સુધી આવેલ નથી. એક વાર આત્માનું અનાવૃત સ્વરૂપ સમજાય, આત્મશુદ્ધિનો અનુભવ થાય તો જ વિશુદ્ધ ઉપશમરસ પ્રાપ્ત થાય. કારણ કે આત્માનું મૌલિક સ્વરૂપ જ ઉપશમભાવ છે. માટે તો કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના વિશેષણ તરીકે “તે પક્ષને વસંતે” મૂકેલું છે. તેમાં જ - ૩૭ - Page #49 -------------------------------------------------------------------------- ________________ જણાવેલ છે કે “વસમારં વસ્તુ સામ” અર્થાત ચારિત્રનો સાર ઉપશમભાવ છે. દૂધનો સાર ઘી છે. શેરડીનો સાર સાકર છે. ખોરકાનો સાર સપ્તધાતુની પરિણતિ છે. તેમ ચારિત્રનો સાર વિશુદ્ધ દઢ ઉપશમભાવ છે. તેની પ્રાપ્તિમાં જ ચારિત્રની સફળતા છે. સફળ ચારિત્રની ફલશ્રુતિ પણ વિશુદ્ધ ઉપશમભાવ છે. આપણે ઉપશમભાવ ખરેખર લાવવો જ હોય તો ઉપરોક્ત ૨૦ બાધક તત્ત્વોને દૂર કરવા જોઈએ. તો જ તેની અનુભૂતિ થાય. પછી આ સંયમજીવનમાં ખરેખર બહુ મઝા આવે છે. શાસ્ત્રમાન્ય ઉપશમભાવ આપણે પામ્યા છીએ કે નહિ ? તેનું થર્મોમીટર બે પરિબળની ચકાસણી ઉપર આધાર રાખે છે. (A) શક્તિ હોવા છતાં પ્રસન્નતાપૂર્વક પ્રતિકૂળતાને સહન કરવાની વૃત્તિ આવે તો ઉપશમભાવ ખેંચાઈને આવે. માત્ર સહન નથી કરવાનું પણ પ્રસન્નતાપૂર્વક સહન કરવાનું છે. નરકમાં અનંત વાર ઘાણીમાં પીલાવા છતાં કેવળજ્ઞાન તો શું? સમ્યજ્ઞાન પણ આપણને મળેલ નથી. સકામ નિર્જરા થયેલ નથી. માટે બંધકસૂરિના ૫૦૦ શિષ્યોને ઘાણીમાં પલાવાથી કેવલજ્ઞાન નથી મળ્યું. પણ પીલાવામાં પ્રસન્નતા-સમાધિ ટકાવવાથી, ખીલવવાથી જ કેવલજ્ઞાન મળેલ છે. માટે સહન કરવામાં જેટલી પ્રસન્નતા વધે તેટલી શુદ્ધિ વધે, આત્મતેજ વધે. - દૂરના ઘરોમાં ગોચરી જવામાં પ્રસન્નતાથી ઉત્સાહ કેળવીએ તો આત્મશુદ્ધિ વધે. “દેહદુઃખ મહાસલ આ સૂત્ર નજર સામે હોય તો સહન કરવામાં પ્રસન્નતા સહજ બને. પ્રતિકારની તાકાત ન હોય ત્યારે કદાચ પ્રસન્નતાપૂર્વક સહન કરીએ તેનું બહુ મૂલ્યાંકન શાસ્ત્રકારોને નથી. પણ (૧) પ્રતિકારની શક્તિ હોય, (૨) કષ્ટ ટાળી શકાય તેમ હોય, (૩) કષ્ટને ટાળવામાં આપણે આબરૂ વગેરે ગુમાવવાનું ન હોય છતાં તેવા સમયે (૪) પ્રસન્નતાપૂર્વક સહન કરવાના પ્રસંગ કેટલા ? (૫) શારીરિક કષ્ટ સહન કરવાના, (૬) કોઈના કડવા શબ્દ સહન કરવાના, (૭) આપણને ન ગમે ૩૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ તેવી કોઈની પ્રવૃત્તિ જોવા છતાં પ્રસન્નતા રાખવાની, (૮) બીજાની ભૂલને પ્રસન્નતાથી સહન કરવાની અને ભૂલી જવાની, (૯) બીજાના સુખને + વિકાસને સહન કરવાનો, (૧૦) તેમાં ઈર્ષ્યા નહિ કરવાની. ઉપરોક્ત દશેય બાબતને ધ્યાનમાં રાખીને પ્રસન્નતાથી સહન કરવાનું વલણ કેળવીને ચંદન જેવો શીતલ સ્વભાવ બનાવીએ તો વિશુદ્ધ ઉપશમભાવ સરળ છે. પરમાત્માની આજ્ઞા મુજબ પ્રસન્નતાથી સહન કરવાની તૈયારી ન રાખે તેણે પરમાધામીની આજ્ઞા મુજબનું પરાણે પણ સહન કરવું જ પડે. જિનાજ્ઞા મુજબ સહન ન કરીએ તો તે વલણ દુર્ગતિના ચિક્કાર દુ:ખ સહન કરવા માટેની આમંત્રણપત્રિકા છે. ધર્મસત્તા ખાતર પ્રસન્નતાથી સહન ન કરે તેણે કર્મસત્તાનું બધું જ લાચારીથી સહન કરવું અનિવાર્ય બને છે. માટે સર્વત્ર સર્વદા સઘળું પ્રસન્નતાપૂર્વક સહન કર્યે જ જવાનું. તેમાં કોઈ બાંધછોડ કરાવની નહિ. હદ નક્કી કરવાની નહિ. સહન કરવાની હદ નક્કી કરનારને કર્મસત્તા બેહદ સહન કરાવે જ છે. પ્રસન્નતાથી સહન ન કરનારને આખરે લાચારીથી પણ સહન તો કરવું જ પડે છે. સાધુજીવનમાં ખાસ કરીને ગુરુભાઈઓ અને ગુરુબહેનોના કડવા વચનને સહન કરવાના અને તેમની થતી પ્રશંસાને સહન કરવાની-બસ આટલું આવડે તો પણ ન્યાલ થઈ જવાય. બીજાના સુકૃતે આપણે સુખી હોઈએ તો દુનિયાના દુઃખે દુઃખી ન થઈએ. તો જ પરપ્રશંસામાં આપણે પ્રસન્ન રહી શકીયે. પીઠ અને મહાપીઠ મહાવિદ્વાન સાધુ હોવા છતાં ગુરુભાઈની પ્રશંસા સહન ન કરી શક્યા તો સ્ત્રીવેદ પામ્યાં. સિંહગુફાવાસી મુનિ પણ પોતાના ગુરુભાઈ સ્થૂલભદ્રસ્વામીની માત્ર ૩ અક્ષર જેટલી વધુ પ્રશંસા સહન ન કરી શક્યા અને પતિત થયા. પોતાના શિષ્યનો ઉત્કર્ષ સહન ન કરી શકનાર નયશીલ આચાર્ય સાપ થયા. આ ૩૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ બધું શાસ્ત્રદૃષ્ટિથી સમજ્યા પછી પરપ્રશંસાને પ્રસન્નતાથી સહન કરવાની ટેવ પાડવી. આપણી ગુણસંપત્તિ હીન કક્ષાની હોય તો જ પરપ્રશંસા સહન ન કરી શકીએ. આ વાત ખાસ ખ્યાલમાં રાખવી. “પરસમ્પટ્ટુર્જો દિ દીનશુળસમ્વત્પુરુષં યુદ્ધ રોતિ.” માટે આપણે ગુણવૈભવ વધા૨વાનો ઉદ્યમ કરવો. આપણી લીટી લાંબી કરવાની તાકાત ન હોય તો બીજાની લીટીને ટૂંકાવવાનું પાપ તો ભૂલેચૂકે ન કરવું. પરપ્રશંસાને સહન કરવા (૧) ગુણાનુરાગ કેળવવો અને (૨) પોતાની ગુણસમૃદ્ધિનો વૈભવ વધારવો. કદાચ શારીરિક કષ્ટ સહન કરવા સરળ હશે પણ કડવા વચન અને પરપ્રશંસાને સહન કરવી ખૂબ આકરી છે. કારણ કે શારીરિક કષ્ટ સહન કરવા માટે શાતાવેદનીયનો ઉદય કે વીર્યંતરાયકર્મનો ક્ષયોપશમ જોઈએ. જ્યારે કડવા વચન અને પરપ્રશંસાને સહન કરવા માટે તો મોહનીય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે. માટે પ્રસન્નતાપૂર્વક સહન કરવા તત્પર બનવું. શારીરિક કષ્ટ સહન કરવામાં મન પીછેહઠ કરે તો વિચારવું કે સાધનાના કષ્ટો સહન નહિ કરું તો દુર્ગતિના કષ્ટો મારી રાહ જોઈને જ બેઠા છે. બસ પછી ઉપશમ ભાવ આવશે જ. સહનશીલતાની ચરમ સીમાએ પહોંચેલા ગજસુકુમાલ મુનિ, મેતારજમુનિ, અર્ણિકાપુત્ર આચાર્ય, સ્કંધક સૂરિના ૫૦૦ શિષ્યોને યાદ કરવા. (B) ઉપશમભાવને લાવવાનું બીજું પરિબળ છે અસંક્લિષ્ટ ચિત્તવૃત્તિ. ગજા ઉપરનું કષ્ટ સહન કરવાનું દેહબળ ન હોય ત્યારે માંદગીના નિવારણ માટે ઉપચાર વગેરે કરીએ એ વખતે પણ મનને સંક્લિષ્ટ નહિ બનાવવું કે ‘આ માંદગી ક્યાં આવી પડી?' હજુ સુધી ડૉક્ટર કેમ ન આવ્યા ? દવા-અનુપાન હજુ સુધી કેમ આવેલ નથી ? રોગ ક્યારે જશે ? હું જ કેમ માંદો પડું છું?' ગમે તે થાય પણ મનમાં સંક્લેશ ક્યારેય લાવવાનો નહિ. આ ४० Page #52 -------------------------------------------------------------------------- ________________ જ ભગવાનની આજ્ઞા છે. મનને નિર્મળ બનાવવું એ જ જિનાજ્ઞા + ગુરુ આજ્ઞા છે. “મા તુ નિર્મનં ચિત્ત ટિોપમ” સ્ફટિક જેવું નિર્મળ મન બનાવીએ તો જ પ્રધાન જિનાજ્ઞાપાલન થાય. પરિસ્થિતિનું પરિવર્તન થાય તો પણ નિર્મળ મનઃસ્થિતિનું પરિવર્તન થવા ન દેવાય. અસહ્ય વેદનામાં સમાધિ ન રહે તો ઉપચાર કરવાની શાસ્ત્રમાં છૂટ બતાવી છે. પરંતુ કોઈ પણ સ્થિતિમાં મનને સંક્લિષ્ટ બનાવવાની છૂટ શાસ્ત્રમાં આવેલ નથી. નિર્મળ પરિણતિ એ જ આપણી મૂડી છે, અંતરંગ સંપત્તિ છે. "असंक्लिष्टं चित्तरत्नमान्तरं धनमुच्यते । यस्यैतत् मुषितं क्लेशैः तस्य शिष्टा विपत्तयः ।।" અસંક્લિષ્ટ ચિત્તરત્નને સંક્લેશરૂપી ચોર ઉપાડી જાય તો માત્ર વિપત્તિ જ બાકી રહે છે. અસંક્લિષ્ટ મનોવૃત્તિરૂપી મોક્ષમાર્ગથી આપણે દૂર ન ફેંકાઈ જઈએ તે માટે જ શાસ્ત્રમાં અપવાદમાર્ગ બતાવેલ છે. રાગ-દ્વેષના સંશ્લેષ પોષવા માટે જો અપવાદનો ઉપયોગ કરીએ તો તે માર્ગ નહિ પણ ઉન્માર્ગ કહેવાય. સંક્લેશરૂપી દારૂનો નશો કરીને સાધનાધનને ગુમાવવાનું નથી. ગજસુકુમાલ મુનિના ઉદાહરણને શાંતચિત્તે વિચારશું તો જરૂર ખ્યાલ આવશે કે. સર્વત્ર સદા સહિષ્ણુતાની ભઠ્ઠીમાં સેકાઈ જવા છતાં સંક્લેશનો ભોગ આપણે ન બનીએ-એ જ તારક પરમાત્માને પસંદ છે. એ જ તારણહાર જિનાજ્ઞા છે. એ જ સરળ, ટૂંકો અને સુરક્ષિત મોક્ષમાર્ગ છે. અનાદિ કાળમાં અનંતા ઓઘા મેળવવા છતાં આવો આંતરિક, ગુપ્ત, અદશ્ય છતાં અનુભવગમ્ય એવો મોક્ષમાર્ગ આપણે લગભગ ક્યારેય મેળવેલ નથી. ધંધો કરવા છતાં નફો ન મેળવ્યો. ખાવા છતાં તાકાત ન મેળવી. ઠંડુ પાણી પીવા છતાં તરસ ન બુઝાઈ. લાઈટ ચાલુ કરવા છતાં પ્રકાશ ન પથરાયો. ઘણી મુસાફરી કરવા છતાં ઈષ્ટસ્થાને પહોંચી ન શક્યા. ઘણીવાર અગ્નિ મેળવવા છતાં - ૪૧ - Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉષ્મા ન મેળવી શક્યા, ઠંડી દૂર કરી ન શક્યા. ખેતી કરવા છતાં અનાજ મેળવી ન શક્યા. ઘણી ગતિ કરવા છતાં પ્રગતિ કરી ન શક્યા. ઉગ્ર સાધના કરવા છતાં પણ સિદ્ધિને મેળવી ન શક્યા. આ કેવી આપણા ભૂતકાળની દયાજનક સ્થિતિ છે ! હવે આ સંયમજીવનમાં આનું પુનરાવર્તન નહિ પણ પરિવર્તન કરવાનું છે. માત્ર ક્રાંતિ નહિ પણ ઉત્ક્રાંતિ કરવાની છે કે જે માત્ર પ્રવૃત્તિનું નહિ પણ વૃત્તિનું ય ઊર્વીકરણ કરે. આના માટે જ આપણે સંયમજીવન મેળવેલ છે. અમોઘ બાણવિદ્યાવાળા ચેડા રાજાને પ્રતિજ્ઞા હતી કે એક દિવસમાં એક વારથી વધુ બાણ ન ચલાવવું. એમ આપણે અહીં એવી વિશુદ્ધ ઉપશમવિદ્યા મેળવીએ કે હવેથી નવા ભવમાં, બાકીના સમગ્ર ભવચક્રમાં એક વારથી વધુ સંયમ જીવન ન મેળવવું પડે. બીજી વાર સંયમજીવન મેળવવાની જરૂર જ ન રહે. ચેડા રાજાને બીજી વાર બાણ ફેંકવાની જરૂર જ રહેતી ન હતી. બસ પછી લૌકિક વલણ છૂટે અને લોકોત્તર વલણ મેળવાય-કેળવાય, આત્મસાત્ થાય. પછી મજા જ મજા છે. આ ત્રણેય દુર્લભ ચીજ (પૂર્વે જણાવેલ બે ચીજ (૧) સરળતા (૨) નમ્રતા અને અહીં જણાવેલ (૩) વિશુદ્ધ ઉપશમભાવ) મેળવીએ તો જ ચોથી દુર્લભ ચીજ મળી શકે. એ ચોથી ચીજનો પરિચય આવતા પત્રમાં કરશું. ત્યાં સુધી આ ૩ દુર્લભ રત્નોને મેળવો-કેળવો અને જાળવો. લખી રાખો ડાયરીમાં... મનની ચંચળતા રવાના કરવાના ચાર અમોઘ ઉપાય. (૧) સૌમ્યતા (૨) અનુત્સુકતા (૩) ધીરજ (૪) સહિષ્ણુતા. ૪૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ સમસ્યા ત્રણ ઉપાય એક ત્રીજી દુર્લભ ચીજ વિશુદ્ધ ઉપશમભાવને આત્મસાત્ કરવાનો ઉદ્યમ ચાલુ હશે. આજે ચોથી દુર્લભ ચીજની વાત કરવી છે. તેનું નામ છે અનાસક્ત ભાવે દેહાધ્યાસનો ત્યાગ. અનાદિ કાળથી આપણને દેહનો વળગાડ છે. મકાનથી આપણો સંપર્ક દૂર છે. તેના કરતાં વસ્ત્રનો સંપર્ક નજીક છે. તેના કરતાં ચામડીનો સંપર્ક વધુ નજીક અને તેના કરતાં પણ શરીરનો સંપર્ક વધુ નજીક. અનાદિનું સાતત્ય અને અતિનજીકનું સાતત્ય, આના જ કારણે મકાન, વસ્ત્ર કરતાં ચામડી ઉપર વધુ આસક્તિ અને તેના કરતાં પણ દેહ ઉપર જીવોને સહુથી વધુ આસક્તિ છે. Nearest Body becomes the Dearest. (૧) પેટ બગડે કે (૨) માથું ચડે તો બેચેની, અકળામણ અને ગુંગળામણનો અનુભવ થાય. (૩) તાવ આવે અને સમતા ભાગી જાય. (૪) વિહાર લાંબો હોય તો મનમાં અજંપો રહે. (૫) ગામ ધારણા કરતાં વધુ દૂર હોય તો મન ખિન્ન બને. (૬) મચ્છર બેસે અને કાઉસગ્ગ ભાંગવાનું મન થાય. (૭) ગોચરી ઠંડી, પ્રતિકૂળ આવે અને મનમાં ઉદ્વેગ થાય. (૮) અનુકૂળ ગરમ ગોચરી વધુ વાપરવાનું મન થાય. (૯) બપોરે ઉનાળામાં દૂરના ઘરોમાં બહુ ઉપરના માળે ગોચરી જવાનો ઉલ્લાસ ન થાય. (૧૦) કાપ વહેલો કાઢવાનું મન થાય. (૧૧) ફોટાના આલબમમાં આપણા ફોટા ઉપર સૌપ્રથમ નજર જાય. (૧૨) આપણો કોઈએ અજાણતા પણ પાડેલ સુંદર ફોટો દેખીને મન પ્રસન્ન થાય. (૧૩) ગરમીના દિવસોમાં ઠંડુ પાણી પીવાની ઝંખના રહે. (૧૪) ઉનાળામાં ઠંડકવાળું સ્થાન મેળવવાની ગણતરી. (૧૫) ટેકો લઈને બેસવાની વૃત્તિ. (૧૬) સુખાસનમાં આખો દિવસ બેસવાની રુચિ. (૧૭) રાત્રે સંથારામાં સૂતી વખતે ઠંડકનો અનુભવ. (૧૮) વિહારમાં —-૪૩ - ૪૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ થાકેલા હોઈએ અને નજીકના ઘરમાં ગોચરી મળતાં “હાશ !' આવો ભાવ પેદા થાય. (૧૯) રોગની અકસીર દવા લાગુ પડતાં દિલમાં રાજીપો પેદા થાય. (૨૦) આપણું કામ કરી આપનાર પ્રત્યે લાગણી-મમતા થાય. (૨૧) ગોચરીમાં આપણી ભક્તિ કરનારા ગમે. આ બધા દેહાધ્યાસના ચિન્હો છે. બેરોકટોક આવો દેહાધ્યાસ પોષનારે પોતાની જાતને સમકિતી માનવાની અને બીજાને મિથ્યાત્વી કે કુગુરુ માનવાની-કહેવાની ભૂલ ભૂલેચૂકે ન કરવી. ઉગ્ર સાધનાની તાકાતને દેહાધ્યાસ ખલાસ કરી નાખે છે. જેટલો દેહાધ્યાસ ઘટે તેટલી સાધનામાં ફાવટ આવે. જેટલો દેહાધ્યાસ વધે તેમ સાધનામાં ગોલમાલ-ઘાલમેલ થાય, ગોટાળા થાય. ગજસુકુમાલ મુનિ, અંધકસૂરિ, દમદંત ઋષિ, મેતારજ ઋષિ વગેરેએ દેહાધ્યાસને સંપૂર્ણતયા ખલાસ કર્યો તો કૈવલ્યલક્ષ્મીની ભેટ મળી. દેહાધ્યાસનો ભોગ બનનાર કંડરીક મુનિ, અષાઢાભૂતિ, અરણિક મુનિવર વગેરે પતિત થયા. દેહાધ્યાસ હોય તો સાધના નિષ્ફળ, દેહાધ્યાસ ન હોય તો સાધના સફળ. કહેવા દો કે સાધનાની સફળતા જ દેહાધ્યાસ તોડવામાં રહેલી છે. (૧) કદાચ આઠમ કે ચૌદસના દિવસે આંબેલ થાય કે જ્ઞાન પાંચમના દિવસે ઉપવાસ થાય તો પણ તેની પાછળ યશકીર્તિની ભાવના, આબરુ ટકાવવાની ગણતરી વગેરે હોય ! (૨) કોઈની ભક્તિ કરવા આપણા શરીરને ઘસી નાંખીએ તો પણ પ્રશંસાના બે મીઠા શબ્દની અપેક્ષા રહે. (૩) લાંબી તપશ્ચર્યા કરી હોય અને પ્રશંસા ઓછી થાય તો પણ મનમાં રંજ રહે. (૪) કોઈની માંદગીમાં લાંબો સમય સેવા કરી હોય, શરીરને ઘસી નાંખેલ હોય અને આપણે માંદા પડીએ ત્યારે તે સેવા બરાબર ન કરે તો મનમાં ડંખ રહે. આવું ઘણી વાર થતું હોય છે. તેથી કહી શકાય કે દેહાધ્યાસ - ૪૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ તોડવો કદાચ સહેલો હશે, પણ અનાસક્ત ભાવે દેહાધ્યાસ તોડવો ખૂબ જ મુશ્કેલ છે, દુષ્કર છે. માન કષાયથી કે ધનની આસક્તિથી ગૃહસ્થો દેહાધ્યાસ તોડે જ છે ને ! સંસારી લોકો ધંધામાં ભૂખમરો વેઠીને પણ કાળી મજૂરી કરે જ છે ને ! પણ તેની કોઈ કિંમત અધ્યાત્મ ક્ષેત્રે નથી. ૫૦ વર્ષ સુધી ઘાસલેટ ફ્રીઝમાં રહે તો પણ તેની દાહક શક્તિમાં કોઈ જ ઘટાડો થતો નથી. તેમ વર્ષો સુધી આરાધના કરીએ પણ દેહાધ્યાસ જો અકબંધ હોય તો કર્મના અશુભ અનુબંધમાં કોઈ જ ઘટાડો થઈ ન શકે. કોડ પૂર્વ સુધી અભવ્ય જીવ દેહાધ્યાસ તોડે છે. તે પણ અનાસક્તભાવથી નહિ. અનાસક્તભાવે અભવ્ય દેહાધ્યાસ તોડી શકતો નથી. સ્વર્ગની આસક્તિ તેની પાછળ ગોઠવાયેલી જ છે. તેથી જ મલિન અનુબંધમાં ઘટાડો થતો નથી. આપણે તો કર્મના કાળા અનુબંધો તોડવાના છે. તે માટે અનાસક્ત ભાવથી દેહાધ્યાસ તોડવો જ રહ્યો. યાદ રાખવું કે માનકષાય કે લોભકષાયની આસક્તિથી જે દેહાધ્યાસ તોડીએ તે માત્ર મજૂરી છે, અકામનિર્જરા કે બાલતપ છે. અનાસક્ત ભાવથી દેહાધ્યાસ તોડીએ તે જ સાધના સકામનિરા બને. સમ્યક જ્ઞાનવાળો પ્રતિપળ અનાસક્ત ભાવે દેહાધ્યાસ તોડે છે. તેથી તેની પ્રત્યેક ક્રિયા નિર્જરામય છે. માટે દરેક શ્વાસોચ્છવાસમાં જ્ઞાની કર્મ ખલાસ કરે છે. માત્ર દેહાધ્યાસ નહિ, નામાવ્યાસ પણ તોડવાનો છે. (૧) ૫૦ માણસની વચ્ચે ઘોંઘાટમાં પણ આપણું નામ કોઈ બોલે કે તરત કાન તે તરફ દોડે. (૨) ગમે તેટલા કોઈ કામમાં એકાકાર થઈ ગયા હોઈએ તો પણ આપણું નામ કોઈ બોલે કે તરત જ ત્યાં ઉપયોગ જાય, લક્ષ્મ જાય. (૩) દીક્ષાનો પર્યાય વધે તેમ પત્રિકા, પોસ્ટર, બેનર, સ્ટિકર, દેરાસરનું બોર્ડ વગેરે ઉપર આપણું નામ આવે તેવી અપેક્ષા ઉભી થાય. (૪) કોઈની પ્રશંસા કોઈ - - ૪૫ } Page #57 -------------------------------------------------------------------------- ________________ કરે તેમાં પ્રશંસનીય તરીકે આપણું નામ ગોઠવાઈ જાય તો રાજી થઈએ. (૫) પ્રશંસામાં આપણા નામનો પ્રવેશ થાય તેવું ઈચ્છીએ. (૬) પુસ્તક, નોટ, ડાયરી વગેરેમાં આપણું નામ સુંદર અક્ષરે લખવાનું મન થાય. (૭) આવતી અનેક ટપાલોમાં આપણા નામની ટપાલ આવી છે કે નહિ ? તેની જિજ્ઞાસા થાય. (૮) કોઈના ઉપર આવેલી કોઈની ટપાલમાં આપણો નામોલ્લેખ થયો છે કે નહિ ? (૯) આપણને વંદના, અનુવંદના, સુખશાતા જણાવેલ છે કે નહિ ? (૧૦) આપણા કરતાં નાના પર્યાયવાળાનું નામ આગળ આવે અને આપણું નામ પાછળ આવે તો મનમાં અજંપો રહે. (૧૧) કોઈ નિંદા કરે તેમાં મારા નામનો ઉલ્લેખ તો થતો નથી ને ? એની સાવધાની રાખવાનું વલણ આવે. (૧૨) સારા સંયમી તરીકે ગુરુદેવ, વડીલો આપણા નામનો ઉલ્લેખ કરે ત્યારે મનમાં આનંદનું મોજુ ઊંડે ઊંડે ફરી વળે. આ બધો નામાવ્યાસનો વિચિત્ર વિલાસ છે. અનામી આત્માને વળી નામનો કેવો વળગાડ? અશરીરી એવા આત્માને વળી શરીરનો આ કેવો વળગાડ ? દેહાધ્યાસ અને તેનાથી ઉભો થયેલ નામાધ્યાસ. એ બન્નેના બળથી કામાવ્યાસ ઊભો થાય છે. કામવાસનાનો વળગાડ ! પોતાના રૂપરંગને અને વિજાતીયના રૂપ-રંગને જોવાનું આકર્ષણ પણ સંયમભ્રષ્ટ કરાવી દે છે. દેહાતીત, નામાતીત અને રૂપાતીત બનવા નીકળેલ સાધક દેહ, નામ અને રૂપ-રંગની પાછળ જ પાગલ બને એ કેવી કરૂણ દુર્ઘટના છે? દેહાધ્યાસ, નામાવ્યાસ અને કામાવ્યાસ - આ ત્રણેય આપણા મોટા શત્રુ છે. એ જો ખતમ થાય તો મોક્ષ દૂર નથી. આ ત્રણને રવાના કઈ રીતે કરવા ? તેનો ઉપયોગ શું ? આ પ્રશ્નોનો જવાબ આ જ પત્રમાં લખું છું. બિનશરતી ગુરુશરણાગતિ આ એક જ માત્ર ઉપાય છે અનાસક્તભાવે દેહાધ્યાસ, નામાધ્યાસ અને કામોધ્યાસને સંપૂર્ણતયા દૂર કરવાનો. તેની પ્રક્રિયા આ રીતે છે. - ૪૯ - Page #58 -------------------------------------------------------------------------- ________________ દેહાધ્યાસમાં દેહ આગળ છે અને દેહના કેન્દ્ર સ્થાનમાં સુખ છે. દેહાધ્યાસના મૂળમાં સુખકામના રહેલી છે. નામાધ્યાસમાં નામ આગળ છે અને નામના કેન્દ્ર સ્થાનમાં અહંકાર રહેલો છે. નામાધ્યાસના મૂળમાં અહંકારને પુષ્ટ કરવાની વૃત્તિ છે. કામાધ્યાસમાં કામવાસના આગળ છે અને કામવાસનાના કેન્દ્ર સ્થાને આકર્ષક રૂપ-રંગ રહેલ છે. કામાધ્યાસના મૂળમાં અતૃપ્ત પુદ્ગલરમણતા રહેલી છે. જ્યારે તાત્ત્વિક ગુરુશરણાગતિના મૂળમાં સદ્ગુણ પામવાની તીવ્ર ઝંખના અને આત્મરમણતા મેળવવાની તાલાવેલી રહેલી છે. શરણાગતિમાં પણ આગળ શરણ છે અને શરણના કેન્દ્રમાં નમ્રતા છે. શરણાગતિના મૂળમાં નમ્રતાનો સ્વીકાર છે. સુખકામનાને તોડવાની તાકાત સદ્ગુણકામનામાં છે. અહંકારવૃત્તિને તોડવાની તાકાત નમ્રતાના સ્વીકારમાં છે. તથા કામ-વાસનાોત્તેજક અતૃપ્ત પુદ્ગલરમણતાને ખતમ કરવાનું સામર્થ્ય સઘન આત્મરમણતાને મેળવવાની તાલાવેલીમાં રહેલ છે. સદ્ગુરુ તો ગુણમય ચેતનવંતી આત્મરમણતાથી પરમ તૃપ્ત છે. તેવા ગુરુદેવની પારમાર્થિક શરણાગતિના મૂળમાં આત્મરમણતાનો આનંદ માણવાની અભીપ્સા, તાત્ત્વિક સદ્ગુણઝંખના અને નમ્રતાનો સ્વીકાર હોય છે જ. સુખકામના ઉપર ઊભા થયેલા દેહાધ્યાસને અને અહંકારવૃત્તિ ઉપર ઊભેલા નામાધ્યાસને તથા પુદ્ગલરમણતા ઉપર ઊભા થયેલા કામાધ્યાસને તોડવા માટે સદ્ગુણકામના અને આત્મરમણતાઝંખનાથી નમ્રભાવે સ્વીકારેલ માત્ર ગુરુશરણાગતિ જ સમર્થ છે. એક જ ઉપાય દ્વારા ત્રણેય દોષ નામશેષ બને. તેમજ માત્ર દેહાધ્યાસ તોડવાનો નથી. પરંતુ અનાસક્તભાવથી દેહાધ્યાસ તોડવાનો છે. તે માટે માત્ર ગુરુશરણાગતિ નહિ પણ બિનશરતી ગુરુશરણાગતિ આત્મસાત્ કરવાની છે. તો જ ત્રણેય શત્રુ ક્યારેય હેરાન ન કરે. અપુનઃર્ભાવથી નિવૃત્તિ પામે. બિનશરતી ગુરુશરણાગતિથી પરમગુરુ પરમાત્માની પ્રાપ્તિ થાય ૪૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ છે. કેમ કે ‘ગુરુવારતત્ત્વમેવ ચ તવહુમાનાત્તાશયાનુંતં પરમગુરુપ્રાપ્લેરિહ વીન' (૨/૧૦)' આવું ષોડશક પ્રકરણમાં જણાવેલ છે. આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. સદ્ગુરુ સદ્ગુણથી સમૃદ્ધ છે. તો પરમાત્મા સદ્ગુણથી પરિપૂર્ણ છે. સદ્ગુણથી સમૃદ્ધ સદ્ગુરુની બિનશરતી શરણાગતિ આવે તો જ સદ્ગુણથી પરિપૂર્ણ એવા પરમગુરુ પરમાત્માનો આપણા દિલમાં પ્રવેશ થાય. તથા આપણા હૃદયમાં પરમાત્મા પધારે તો જ ક્લિષ્ટ કાળા કર્મો ખલાસ થાય, મલિન અનુબંધ રવાના થાય. ધર્મબિંદુ ગ્રંથમાં આ અભિપ્રાયથી જ કહેલ છે કે “તિ સ્થિતે હૈં શાતિ વિસ્તષ્ટવિશ્વમ' (૬/૪૮) અર્થાત્ ભગવાન હૃદયમાં બિરાજમાન થાય તો ચીકણાં કર્મ રવાના થાય. સદ્ગુરુને સદ્ભાવથી જે દિલમાં ન બેસાડે તેના દિલમાં ક્યારેય પરમગુરુનો પ્રવેશ ન જ થાય. ભલે ને તે ઉગ્ર તપશ્ચર્યા, દીર્ઘકાલીન સ્વાધ્યાય, જાપ કે કષ્ટસાધ્ય સાધના કરે. કુલવાલક મુનિનું જીવન વિચારશો તો આ વાત સમજાઈ જશે. માટે સંયમજીવનને સફળ બનાવવા માટે સરળ, સુરક્ષિત અને ટુંકો માર્ગ એ જ છે કે સદા સર્વત્ર પ્રસન્નતાપૂર્વક બિનશરતી ગુરુશરણાગતિને અપનાવીએ. મોક્ષે જવાનો આ એક જ અમોઘ રામબાણ ઉપાય છે. પણ તેને મેળવવા માટે પૂર્વે જણાવેલી ૩ દુર્લભ ચીજ (સરળતા, નમ્રતા અને વિશુદ્ધ સૌમ્યભાવ ઉપશાંત પરિણતિ) મેળવવી જ પડે. તે ત્રણ હોય તો જ ચોથી ચીજ મળે. = હાર્દિક સરળતા + નમ્રતા + વિશુદ્ધ ઉપશમભાવના સહારે કેળવેલી બિનશરતી ગુરુશરણાગતિથી જ મેળવી શકાય, કેળવી શકાય તેવો અનાસક્તભાવે દેહાધ્યાસત્યાગ, નામાધ્યાસત્યાગ અને કામાધ્યાસત્યાગ આવે તો બે કે ત્રણ ભવમાં જ મોક્ષ થાય તેમાં કોઈ સંદેહ નથી. આપણે વિચારેલ ચાર દુર્લભ ચીજનો રહસ્યમય ગૂઢ ઉલ્લેખ શાસ્ત્રમાં મળે છે. આ બધી વાતો મારી રીતે મેં ઉપજાવી કાઢેલ નથી. તે શાસ્ત્રવચનની વિચારણા આગળના પત્રમાં કરશું. ૪૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉત્તધ્યયન ક્ષત્ર ઉચ્ચ ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવેલ છે કે “વત્તરિ પરમંડળ સુfહાળીદ રંતુળો માધુરં સુ સજા સંગમ ય વરિયા” મતલબ કે જીવને અહીં ચાર ચીજ મળવી દુર્લભ છે. (૧) મનુષ્યભવ, (૨) ધર્મશ્રવણ, (૩) જિનવચનની શ્રદ્ધા અને (૪) સંયમમાં પુરુષાર્થ. પણ આ વાત ખૂબ જ માર્મિક છે. અનંત વાર આપણે બધા નવરૈવેયકમાં ઉત્પન્ન થયા છીએ - આવી વાત પન્નવણા, જીવાભિગમ, ભગવતીજી, પંચવસ્તુ વગેરે ગ્રંથોમાં આવે છે. તેથી ઉપરની ચારેય ચીજ અનંત વાર આપણને મળેલી જ છે - એવું સિદ્ધ થાય છે. આ વાત આપણે આગળ (પૃષ્ઠ ૧૭) વિસ્તારથી વિચારી ગયા. છતાં પણ તે ચાર ચીજને દુર્લભ બતાવવાની પાછળ શાસ્ત્રકારોનો આશય ખૂબ જ ગંભીર છે. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં શ્રીઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે કે “માયા તૈર્યોની” અર્થાત માયા પશુગતિનું કારણ છે. અને સરળતા એ મનુષ્યગતિનું કારણ છે. (૧) માનવભવને દુર્લભ કહેવાની પાછળ શાસ્ત્રકારોનો ભાવ એ છે કે મોક્ષે ન પહોંચીએ ત્યાં સુધી સતત માનવભવ આપે તેવી સરળતા -ઋજુતા-અવક્રપરિણતિ મળવી ખૂબ જ દુર્લભ છે. (૨) બીજી દુર્લભ ચીજ તરીકે ધર્મશાસ્ત્રનું વાંચન નહિ પણ શ્રવણ-આવો શાસ્ત્રોબ્લેખ એમ સૂચવે છે કે જ્ઞાનાવરણનો તીવ્ર લયોપશમ હોય તો સ્વયં શાસ્ત્રવાંચન કદાચ થઈ શકે. પણ શાસ્ત્રશ્રવણ તો ગુરુ પાસે જ થાય અને ગુરુ પાસે શાસ્ત્રશ્રવણ કરવા માટે વિનય કરવો જ પડે. વિનય કરીએ એટલે અહંકાર તૂટે, નમ્રતા આવે. માટે “શાસ્ત્રશ્રવણ દુર્લભ છે. આવું કહેવાની પાછળ તાત્પર્યાર્થ એ છે કે મોક્ષે ન પહોંચીએ ત્યાં સુધી સતત શાસ્ત્રશ્રવણ ગુરુ ભગવંતના શ્રીમુખેથી કરવા માટે જરૂરી એવી ૪૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ સાનુબંધ, દઢ અને વિનયયુક્ત નમ્રતા આખા ભવચક્રમાં મળવી ખૂબ જ દુર્લભ છે. અમરતાના પાયામાં નમ્રતા છે. મોક્ષમાં જઈને અમર બનવું હોય તો અહીં નમ્ર બનવું જ પડે. (૩) જિનવચનશ્રદ્ધાને મોઢેથી વ્યક્ત કરીએ તે અલગ અને હૃદયથી સ્વીકારીએ તે અલગ. આપણા ઉપર ઉપસર્ગ કરનાર પણ આપણી કર્મનિર્જરામાં સહાયક હોવાથી ઉપકારી છે - આવી જિનવચનની શ્રદ્ધા ઉપશમભાવ ન હોય તો ડગમગી જાય. “મારા જીવનમાં બનતી પ્રત્યેક ઘટના મારા આત્મવિકાસ માટે જ છે, ઉત્થાન માટે જ છે.” આવી શ્રદ્ધા ટકાવવી હોય તો ઉપશમભાવ અનિવાર્ય છે. માટે “જિનવચનશ્રદ્ધા દુર્લભ છે” આવું કહેવાની પાછળ રહસ્ય એ છે કે મોક્ષપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જિનવચનશ્રદ્ધા = સમકિત ટકાવી રાખે તેવો વિશુદ્ધ ઉપશમભાવ મળવો સમગ્ર ભવચક્રમાં અતિદુર્લભ છે. માટે સમકિતનું પ્રથમ લિંગ પ્રશમભાવ મૂકેલ છે. વિશુદ્ધ ઉપશમભાવ આવે તો જ જિનવચનોની દઢ શ્રદ્ધા સ્વરૂપ સમકિત આવે. “નરક છે, જીવના પ૬૩ ભેદ છે, નિગોદમાં અનંત જીવ છે.” આવા જિનવચનની શ્રદ્ધા કદાચ સરળ હશે. પણ “આપણને વગર કારણે, વિના વાંકે હેરાન-પરેશાન કરનાર આપણો પરમ ઉપકારી છે' - આવા જિનવચનની શ્રદ્ધા દુર્લભ છે. કારણ કે તેને પામવા, ટકાવવા માટે ઉપશમભાવ કેળવવો જ પડે. ગજસુકમાલ, ચિલાતિપુત્ર, દઢપ્રહારી, અર્જુનમાળી વગેરેએ વિશુદ્ધ ઉપશમભાવ આત્મસાત્ કર્યો. તેથી જ તેમની જિનવચનશ્રદ્ધા જીવલેણ ઉપસર્ગમાં પણ ચલાયમાન ન થઈ. (૪) “સંયમ દુર્લભ છે.” એવું કહેવાના બદલે “સંયમમાં પુરુષાર્થ દુર્લભ છે. આવું ભગવાને ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ છે. આની પાછળ પણ રહસ્ય રહેલ છે. સંયમમાં પુરુષાર્થ કરવાનો મતલબ છે સંયમના આચારમાં પ્રવર્તવું. ખુલ્લા પગે વિહાર, વર્ષમાં ન ૫૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ ત્રણ કે બે વાર લોચ, રાત્રિના પ્રથમ અને છેલ્લા પ્રહરમાં પણ સ્વાધ્યાય, અજ્ઞાત નિર્દોષ ગોચરી, વિવિધ તપ, દ્રવ્યાદિ ૪ અભિગ્રહ, વિગઈ ત્યાગ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, વૈયાવચ્ચ, વિનય, અસ્નાન, કાઉસગ્ગ, પડિલેહણ, પ્રતિક્રમણ, અપ્રતિબદ્ધ વિહાર, અષ્ટપ્રવચન-માતાપાલન.... આ બધાય સાધ્વાચારમાં ઉલ્લાસથી પ્રવૃત્તિ કરવી તે દુર્લભ છે. આવું કહેવાની પાછળ આશય એ રહેલો છે કે જો સંયમી દેહાધ્યાસ તોડે, નામનાની કામનાને છોડે અને વાસનાના ખેંચાણથી છૂટે તો જ ઉત્સાહથી ઉપરોક્ત કષ્ટસાધ્ય આચારપાલન શક્ય બને. પ્રસન્નતાપૂર્વક ખુમારીથી પાળેલા પ્રત્યેક ચારિત્રાચાર અનાદિ કાળનો દેહનો, નામનો અને કામનો અધ્યાસ = વળગાડ તોડનારા જ છે. કાયકષ્ટ દરેક સંયમાનુષ્ઠાનમાં છે જ. તેથી “સંજમમ્મિ ય વિરિયં” કહેવાની પાછળ ભગવાનનો આશય એ છે કે મોક્ષે ન પહોંચાય ત્યાં સુધી સંયમમાં માનસિક પણ ગોલમાલ વિના, કાયિક ઘાલમેલ વગર પ્રસન્નતાપૂર્વક પ્રવર્તાવવામાં કારણ બને તેવો અનાસક્તભાવયુક્ત દેહાધ્યાસત્યાગ, નામાધ્યાસત્યાગ અને કામાધ્યાસત્યાગ ભવચક્રમાં જીવોને માટે દુર્લભ છે. આ જ વાત બીજી રીતે સમજવી હોય તો કહી શકાય કે ૪ કષાયનો ત્યાગ દુર્લભ છે. સરળતા આવે એટલે માયાવિજય મળે, નમ્રતા આવે એટલે માનવિજય મળે. વિશુદ્ધ ઉપશમભાવ આવે એટલે ક્રોધવિજય પ્રાપ્ત થાય. દેહાધ્યાસત્યાગ, નામાધ્યાસત્યાગ અને કામાધ્યાસત્યાગ થાય એટલે લોભવિજય આવે. કારણ કે સહુથી વધુ મૂર્છા શરીર ઉપર છે. શરીરની, નામની અને કામવાસનાની મૂર્છા એ લોભ કષાય જ છે. અનાસક્તિથી દેહાધ્યાસ આદિ ત્રણનો ત્યાગ થાય તો લોભ ૨વાના થાય જ. યશકીર્તિના લોભથી તપ કરીને દેહાધ્યાસ તોડીએ તો પણ લોભ તો ઉભો જ રહે. માટે અનાસક્ત ભાવથી દેહાધ્યાસ તોડવાનો. નામનાના ત્યાગી તરીકેની છાપ લોકોના દિલમાં મેળવવા જાહેરમાં નામનાથી ૫૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ દૂર ભાગીએ તો ય નામાધ્યાસ મરે નહિ. વિજાતીય આકર્ષણ ઊભું રાખીને બ્રહ્મચર્ય પાળીએ તો ય લોભ તો ઊભો જ રહ્યો. કાદવથી કાદવને દૂર ન કરાય. અનાસક્તભાવથી દેહાધ્યાસ વગેરે ત્રણેને તોડવા ખૂબ જ કઠણ છે. કારણ કે દેહાધ્યાસ વગેરે સ્વરૂપ લોભને જીતવા માટે તે પહેલાં ક્રોધ-માન-માયા-આ ત્રણેય કષાયને જીતવા જ પડે. ક્ષપકશ્રેણીની પ્રક્રિયા યાદ છે ને ? ક્રોધાદિ ત્રણ રવાના થાય પછી જ લોભનો ક્ષય થાય છે. આથી દેહાધ્યાસ આદિના ત્યાગ માટે સરળતા + નમ્રતા + ઉપશમભાવ સહિત બિનશરતી હાર્દિક ગુરુશરણાગતિ જોઈએ. ઉપશમશ્રેણીમાં ૧૧ મા ગુણઠાણે ચડેલાને પાડવાનું કામ લોભ કષાય જ કરે છે. માટે ઉપર જણાવેલી ગુરુશરણાગતિ આવે તો જ ઉપશમશ્રેણિને બદલે ક્ષપકશ્રેણિનો પ્રારંભ થાય. આમ ક્ષપકશ્રેણીનું સૂક્ષ્મબીજ બિનશરતી ગુરુશરણાગતિમાં છે. આ જો સમજાઈ જાય તો કેવા ગદ્ગદ્ભાવથી, આદરભાવથી, અહોભાવથી ગુરુને સમર્પિત થવું જોઈએ ? તે માટે કશો જ ઉપદશે આપવો ન પડે. શાસ્ત્રના કેવા નોખા અને સાવ અનોખા ગેબી ભાવો છે ! સાધુ પોતાના ગુરુમાં ગૌતમસ્વામીજીના દર્શન કરે, સાધ્વીજી પોતાના ગુરુમાં ચંદનબાલાજીના દર્શન કરે આવી વાત પણ શાસ્ત્રમાં આટલા માટે જ કરવામાં આવેલ છે. - આ પત્રમાં જે વાત કરી તેનાથી વધુ રહસ્ય સરળતા વગેરે આ ચાર વસ્તુની પાછળ છુપાયેલ છે. અને આ ચારેયની પ્રાપ્તિમાં પણ જીવ કેવો છેતરાય છે ? આ બધી ગુપ્ત, ગૂઢ, માર્મિક વાતો હવે પછીના પત્રમાં આપણે વિચારશું. તત્રસ્થ સર્વ સંયમીભગિનીઓને વંદનાદિ વિદિત કરશો. ૫૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ કેવી છેતરામણ ! ભવચક્રમાં દુર્લભ એવી ચાર ચીજ સરળતા, નમ્રતા, ઉપશમભાવ અને અનાસક્તભાવે દેહાધ્યાસત્યાગ-આ મળે તો મુક્તિ નજીક છે. એની વાત આપણે વિચારી ગયા. પરંતુ ઊંડાણથી વિચારીએ તો આ ચારેય ચીજ પણ અનંતીવાર મળેલ છે. હરિવર્ષ - હિમવંત વગેરે યુગલિકક્ષેત્રોમાં આપણે અનંતીવાર યુગલિક તરીકે જન્મેલા છીએ. ભરત ઐરાવતમાં પણ યુગલિક કાળમાં અનંતીવાર યુગલિક તરીકે ગોઠવાયા. યુગલિકોમાં કષાય અને વિષય અત્યંત મંદ હોય. ગૂઢ માયા, ફૂડકપટ, તીવ્ર ક્રોધ, પ્રબળ અહંકાર, શરીરની ગાઢ મૂર્છા વગેરે ન હોય, અતિમંદ હોય. અરે ! માનવભવમાં અહીં પણ નાના હતા ત્યારે સરળતા, નમ્રતા વગેરે હતી જ ને ! ગરીબાઈમાં પણ ઘણીવાર માણસ પાસે નમ્રતા વગેરે હોય જ છે ને ! અનંતીવાર સમવસરણમાં ગયા ત્યારે ત્યાં તો નમ્રતા, સરળતા, ઉપશમભાવ વગેરે આપણી પાસે હતા જ ને ? અભવ્ય વગેરે જે નિરતિચાર ચારિત્ર પાળીને નવ પ્રૈવેયકમાં જાય તે ચારિત્ર પાળતી વખતે તે પણ સરળ, નમ્ર, શાંત હોય જ છે ને ! કષાયની કે વિષયની ઉગ્રતા આવે તો દ્રવ્યચારિત્રના પાલનથી ક્યારેય નવમો ચૈવેયક ન મળી શકે. બરાબર ને ? તેથી આવી સરળતા વગેરે પણ છેતરામણીવાળી જ સમજવાની. કારણ કે તે સરળતા વગેરે ગુણો સોપાધિક છે, પરાવલંબી છે, ક્ષણિક છે, ઔદયિકભાવસ્વરૂપ છે. - યુગલિક પાસે કાલપ્રયુક્ત કે ક્ષેત્રપ્રયુક્ત સરળતા વગેરે છે. ગરીબાઈમાં લાચારીજન્ય નમ્રતા વગેરે છે. બચપણમાં અજ્ઞાનપ્રયુક્ત નમ્રતા, ઉપશમભાવ વગેરે છે. પહેલવાન પાસે નબળો માણસ જે ઉપશમભાવ, નમ્રતા વગેરે રાખે છે તે શારીરિક શક્તિના વૈકલ્યથી પ્રયુક્ત છે અથવા દુ:ખભયજન્ય છે. મતલબ કે બાહ્ય ૫૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ પરિબળોથી તેવી સરળતા, નમ્રતા વગેરે પણ આપણને અનંતીવાર મળેલ છે. પણ મોક્ષમાર્ગે આગળ વધવા માટે તેનો કોઈ મજબૂત સહારો આપણને મળેલ નથી. ઔદિયકભાવના સરળતા વગેરે ગુણોથી કદાચ સદ્ગતિ મળી જાય. પણ પરમગતિ ન મળી શકે. માટે આપણે તો ક્ષયોપશમભાવના સરળતા વગેરે મેળવવાના, આત્મસાત્ કરવાના. આપણને મળેલ સંયમજીવન, તપ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ, ભક્તિ, જિનવચનશ્રવણ, ત્યાગ, જપ, લોચ પ્રતિક્રમણ, કાઉસગ્ગ, ભિક્ષાટન, વિહાર, સમિતિગુપ્તિપાલન, અભિગ્રહ, વંદન વગેરે બાહ્ય યોગો અને ક્ષમા નમ્રતા વગેરે આંતરિક ગુણો આ બન્ને ઔદિયકભાવના હોય તો તેનાથી મોક્ષમાર્ગે આગળ વધી શકાય નહિ. ગતિ થશે પ્રગતિ નહિ થાય. માટે તેને ક્ષાયોપશમિક બનાવવા આપણે “ઉદ્યમ” કરવો જ પડે. આપણું સમગ્ર સંયમજીવન કર્મોદયજન્ય છે કે કર્મક્ષયોપશમજન્ય ? તેના ઉપર ગંભીર વિચાર કરવા જેવો છે. – ગતાનુગતિકતા, લાજ-શરમ, યશકામના, અનુપયોગ વગેરેથી બાહ્ય અનુદાનો કે આંતરિક ગુણો આવે તો તે ઔદયિકભાવસ્વરૂપ જાણવા અને દૃઢપ્રણિધાન, સૂક્ષ્મ ઉપયોગ, તીવ્ર એકાગ્રતા, વિવેકદૃષ્ટિ, સહજ અનાસક્તભાવ, ઉછળતો આદર, અંતરંગ બહુમાન, શુદ્ધ વિધિ, યથાશક્તિ જયણા વગેરે તમામ પરિબળો હાજર હોય તો જ તે પારમાર્થિક બળવાન ક્ષાયોપશમિકભાવમાં પરિણમે. દા.ત. 'આંબેલનો તપ કરતાં પૂર્વે, પચ્ચખાણ પૂર્વે આંબેલની ઝંખના - તાલાવેલી, આંબેલ કરતી વખતે આનંદ, આંબેલ પૂર્ણ થયા પછી તેની અંતરંગ અનુમોદના, ફરીથી ઝડપથી આંબેલમાં આવવાના છળતા મનોરથ, આંબેલના તપસ્વી ઉપર હાર્દિક અહોભાવ, તપસ્વીને તમામ પ્રકારે સહાય કરવામાં તરવરાટ, તપસ્વીની ભરપેટ અનુમોદના, આંબેલ ન કરનારા ઉપર જરા ૫૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ પણ દ્વેષ કે ઘૃણા ન હોય, આંબેલનો પ્રત્યેક કોળીયો મોઢામાં જાય તે સમયે ‘હું ધન્ના અણગારને રોમેરોમમાં પરિણમાવું છું' આવી હૃદયમાં ભાવના, આપણાથી આંબેલની ઓળીમાં આગળ હોય તેના પ્રત્યે ઈર્ષ્યાનો ભાવ ન હોય, પારણામાં પણ આંબેલના તપની હાર્દિક અનુમોદના- આવા અનેક ચાલકબળોથી જો આંબેલનો તપ કરીએ તો તે ક્ષાયોપશમિક ભાવમાં પરિણમે. તેવું ન હોય, વિપરીત હોય તો તે ઔયિક ભાવનો તપ જાણવો. ઓળી ક્યારે પૂરી થાય? ક્યારે પારણું આવે ? આવા સતત વિચાર આવે, પારણામાં ઠંડકનો અનુભવ થાય, આંબેલમાં પણ ગરમાગરમ ફરસાણ વગેરેના માધ્યમથી આહારસંજ્ઞાનું પોષણ કરવાની રુચિ જાગે, તપનું અભિમાન પ્રગટે, તપસ્વીની ઈર્ષ્યા જન્મે, આંબેલનું પચ્ચક્ખાણ કરતી વખતે પણ ગદ્ગદ્ભાવ ન હોય, ગતાનુગતિક તપ થાય, લજ્જાથી તપ થાય, આવું બધું હોય તો સમજવું કે ‘હજુ આપણો તપ ઔદિયકભાવનો જ છે, બળવાન ક્ષાયોપશમિક ભાવનો નહિ.' (૧) બહારથી ક્રોધ, અભિમાન કરશું તો આપણી છાપ બગડશે, (૨) સામેવાળો મને નુકશાન ન કરે માટે તેનું સહન કરું, (૩) મારી માયા કે મૃષાવાદ જો કોઈ જાણશે તો મારો કોઈ વિશ્વાસ નહિ કરે, (૪) સામે બોલીશ તો મારી આબરૂ જશે, (૫) ક્લેશ-કંકાશ કરીશ તો અવસરે મને કોઈ સહાય નહિ કરે, (૯) ક્રોધ કરીશ તો સામેવાળો મારા ઉપર ઉપકાર નહિ કરે, (૭) સ્વપ્રશંસા જાહેરમાં કરીશ તો મને બધા અભિમાની સમજશે, (૮) જુઠું બોલીશ તો મને દંડ થશે.” આવી ગણતરીથી જો સરળતા, નમ્રતા, ઉપશમભાવ વગેરે આવે તો તેને ઔયિક ભાવના સમજવા. કોઈ કડવું વચન સંભળાવે અને આપણી છાપ ન બગડે તેવા આશયથી બહારથી ક્રોધ ન કરીએ પણ મનમાં સંક્લેશ થાય, ૫૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ ઉદ્વિગ્નતા આવે તો સમજવું કે ‘ક્ષાયોપમિક ક્ષમા-ઉપશમભાવ આવેલ નથી.' અભિમાની તરીકે આપણી છાપ ઉભી ન થાય તે માટે આપણે જાહેરમાં સ્વપ્રશંસા ન કરીએ પણ કોઈ આપણી પ્રશંસા કરે તો તે મનમાં ગમે તો સમજવું કે ‘વિશુદ્ધ ક્ષાયોપશમિક નમ્રતા આવેલ નથી.' સ્વપ્રશંસામાં અકળામણ થાય તો સમજવું કે ક્ષાયોપશમિક નમ્રતા આવી છે. ‘કોઈ મારું જાહેરમાં અપમાન કરે તો સારું, જેથી મારું અશુભ કર્મ ખપે. મારી સાથે બધા પ્રતિકૂળ વ્યવહાર કરે તો સારું, જેથી મને ક્ષમાગુણ કમાવવાની તક મળે.’ આવા મનોરથો જાગે તો સમજવું ક્ષાયોપશમિક ઉપશમભાવની ભૂમિકા તૈયાર થઈ રહી છે. (6 “કાઉસગ્ગમાં ૫/૭ મચ્છર શરીરને ડંખ મારે તો સારું, બપોરે દૂરના ઘરમાં ગોચરી બોલાવનાર આવે તો સારું, કોઈને પ્રતિકૂળ હોય તેવી જ ગોચરી મને વાપરવા મળે તો સારું, કોઈ ન લે તેવા જ ઉપકરણો મને મળે તો સારું, મકાનમાં બધાને અનુકૂળ જગ્યા મળી જાય પછી બચેલી પ્રતિકૂળ જગ્યાએ મારું આસન ગોઠવાય તો મજા આવશે” આવી ભાવના અંતરમાં સહજ રીતે જાગે તો સમજવું કે ક્ષાયોપશમિક ભાવે દેહાધ્યાસત્યાગની ભૂમિકા સુંદર રીતે તૈયાર થઈ રહી છે. કોઈને પણ ખબર ન હોય તેવી આપણી નાની પણ ભૂલ ગુરુદેવને, વડીલને જણાવવાની ભાવના થાય, તેની આલોચના કરવા તૈયાર થઈએ, ભૂલનો કદી બચાવ ન કરીએ, આપણી ભૂલ ન હોય છતાં આપણને ઠપકો મળતાં આનંદ થાય તો સમજવું ‘ક્ષાયોપશમિક સરળતાનો અને નમ્રતાનો પાયો અંદ૨માં મજબૂત રીતે તૈયાર થઈ રહ્યો છે.' વિજાતીયને જોવાની તક મળે, જોઈએ છતાં ન પકડાઈએ, આપણી બહાર છાપ ખરાબ ન થાય તેવી પાકી શક્યતા હોય તેમ છતાંય આપણને જુવાનીમાં વિજાતીયદર્શનની રુચિ પણ ન ૫૬ Page #68 -------------------------------------------------------------------------- ________________ થાય તો કામાધ્યાસત્યાગ ક્ષાયોપશમિક ભાવનો સમજવો. જો મોક્ષે જવું હોય તો આવું કર્યા વિના છૂટકો જ નથી. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી શુદ્ધિકરણનો. તેથી “ક્ષાયોપશમિક ભાવે સરળતા, નમ્રતા, ઉપશમભાવ તથા દેહાધ્યાસત્યાગ અવશ્ય લાવી આપે તેવી બિનશરતી ગુરુશરણાગતિ કેળવીને આપણે બધા વહેલી તકે પરમપદને પામીએ તેવું વિવેકદૃષ્ટિગર્ભિત સામર્થ્ય મળે.” એવી પરમાત્માને પ્રાર્થના. તત્રસ્થ સર્વે સંયમી ભગિનીઓને વંદનાદિ વિદિત કરશો. લખી રાખો ડાયરીમાં... નિંદા કરવાની જેમ નિંદા સાંભળનાર પણ અવશ્ય ગુનેગાર છે. ૫૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ ચાર દૃષ્ટિ પામીએ આપણને જે અમૂલ્ય - દુર્લભ સંયમજીવન કલિકાળમાં પ્રાપ્ત થયું છે તેને બળવાન / પ્રબળ નિર્જરાકારક / પુણ્યાનુબંધી પુણ્યનું પ્રાપક / વિશદ વિશુદ્ધિનું સંપાદક બનાવવું હોય તો જીવનમાં ૪ પ્રકારની દૃષ્ટિ કેળવવા જેવી છે. (૧) માઈક્રોસ્કોપ જેવી દૃષ્ટિ. માઈક્રોસ્કોપ નાનામાં નાની વસ્તુને મોટી દેખાડે. ચર્મચક્ષુથી અગમ્ય સૂક્ષ્મ વસ્તુને પણ બતાવે. તેમ પરગુણદર્શન અને સ્વદોષદર્શન માટે જીવનમાં આપણે માઈક્રોસ્કોપ જેવી દૃષ્ટિ કેળવવા જેવી છે. કાંકરા જેવા નાનકડા પરગુણને મેરુ જેવો મહાન દેખીએ. સ્વદોષને રજના બદલે ગજ જેવો જોવો. આમ થાય તો મોહનીય કર્મનો સાનુબંધ ક્ષયોપશમ આત્મસાત્ થતો જાય. પરંતુ સ્વગુણને અને પરદોષને જોવા માટે માઈક્રોસ્કોપષ્ટિનો ઉપયોગ થઈ ન જાય તેનો સતત ખ્યાલ રાખવાનો છે. આવા શીર્ષાસનથી જ આપણે અનાદિકાળથી ભવભ્રમણ કરીએ છીએ. માઈક્રોસ્કોપ તો ૨૪ કલાક સતત આંખે રાખીને જોઈ ન શકાય. માઈક્રોસ્કોપ મેળવવા, સાચવવા માટે પણ આપણે પરાધીન રહેવું પડે. જ્યારે માઈક્રોસ્કોપ જેવી દિષ્ટ તો આપણને કાયમ સ્વાધીન છે. માઈક્રોસ્કોપ વિનાશી છે, માઈક્રોસ્કોપ દૃષ્ટિ અવિનાશી બની શકે છે. તેવી દૃષ્ટિ અવિનાશી પદને પમાડનાર છે. માઈક્રોસ્કોપ પૌદ્ગલિક છે, ભૌતિક છે. જ્યારે માઈક્રોસ્કોપદષ્ટિ આધ્યાત્મિક છે. ગુણવિકાસ માટે આવી દૃષ્ટિ પામ્યા વિના છૂટકો જ નથી. (૨) X-Ray જેવી દૃષ્ટિ X-Ray ક્યારેય બહારની ચામડી ન બતાવે પણ બહારની ૫૮ Page #70 -------------------------------------------------------------------------- ________________ ચામડી | રુધિર | માંસ વિધીને અંદર રહેલ હાડકાના દર્શન કરાવે. X-Ray ની જેમ આપણે આપણી દૃષ્ટિ વેધક અને ભેદક બનાવવાની છે. પરિવર્તનશીલ પ્રત્યેક વસ્તુને આરપાર વિધીને જગતના પદાર્થોના તાત્ત્વિક સ્વરૂપને જિનવચન અનુસાર ઓળખી તેના પ્રત્યે ઉદાસીન અને અનાસક્ત દશાને સુબુદ્ધિ મંત્રીની જેમ આત્મસાત કરવાની છે. ગોચરી વાપરતી વખતે ભક્ષ્ય પદાર્થની ૧૬ કલાક પછીની અવસ્થા નજર સામે રહે. નવા કે કાપ કાઢેલ કપડાં | ઉપકરણો વાપરતાં ૧ વર્ષ પછીની તેની ચીથરા જેવી થનાર હાલત નજર સામે રમવા માંડે. ઉનાળાની ગરમીમાં શીતળ પાણી વાપરતી વખતે તેની ૬ કલાક પછી થનાર પરસેવાની અવસ્થા અને દુર્ગધ - અશુચિતા આંખ સામે તરવરે. આ રીતે શરીરમાં રહેલી અશુચિતાના દર્શનથી તેની મૂચ્છને કાપીને દુન્યવી પદાર્થમાંથી મનને ઉંચકી લેવાનું આપણું અંગત કર્તવ્ય આપણે બજાવવાનું છે. એક પરમાણુ માત્રની પણ સ્પર્શના મનમાં ન આવી જાય તેની સતત કાળજી અને સાવધાની રાખવા દષ્ટિને X-Ray જેવી બનાવી, પર્યાય ઉપરથી નજર હટાવી શુદ્ધ આત્મદ્રવ્ય તરફ દૃષ્ટિ કેન્દ્રિત કરવી. પછી વિજાતીય આકર્ષણ પણ સાધકને હેરાન ન કરી શકે. ઉકરડાનું આકર્ષણ સમજુ વ્યક્તિને કેવી રીતે થાય? (૩) દૂરબીન જેવી દૃષ્ટિ દૂર રહેલા ડુંગર | જંગલ | નદી વગેરેને દૂરબીન અહીં રહેવા છતાં બતાવે છે. તેમ અપેક્ષાએ ચર્મચક્ષુથી દૂર રહેલ છતાં તે તે અવસ્થામાં અનુભવને યોગ્ય પુણ્ય | પાપ | પુણ્યનો ભોગવટો | પરલોક | કર્મબંધ - અનુબંધ | ભવાંતરમાં સુલભબોધિતા કે દુર્લભબોધિતા વગેરે ઉપર સતત ચાંપતી —- ૫૯ - Page #71 -------------------------------------------------------------------------- ________________ નજર રહે તો જ સદ્ગતિ અને સુલભબોધિતામાં અવરોધક કોઈ ભૂલ જીવનમાં થઈ ના જાય. અને તેને સુલભ બનાવે તેવા દરેક ઉપાયમાં ઉલ્લાસ અને ઉમંગથી સતત સ્વતઃ પ્રવૃત્તિ થયે રાખે. બીજા આરામ કરતાં હોય ત્યારે પણ સ્વાધ્યાયસાધના-સેવામાં પ્રયત્નશીલ રહેવાનું બળ આ દૂરબીન જેવી દૃષ્ટિ વડે તેના ફળને જોવા દ્વારા પ્રાપ્ત થાય છે. (૪) ટેલીસ્કોપ જેવી દૃષ્ટિ આકાશમાં ઊંચે ઊંચે રહેલ નક્ષત્ર / તારા / ઉપગ્રહો / ગ્રહો વગેરેને ટેલીસ્કોપ સ્પષ્ટ રીતે બતાવે છે. તેમ આપણે આપણી દૃષ્ટિને ઊર્ધ્વગામી બનાવી વિપુલ કર્મનિર્જરા, સિદ્ધ સ્વરૂપ, અવિનાશી સુખ, ક્ષાયિક નિર્મલ ગુણો, પ્રાપ્ત યોગોની તારકતા વગેરેનું સતત દર્શન અને અનુભૂતિ કરાવે તેવી ટેલીસ્કોપટ્ટષ્ટિ પ્રાપ્ત થાય તે માટે ઉઘત રહેવું. પડિલેહણ / પ્રમાર્જન કરતા વલ્કલચીરીને કૈવલ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ. સાધુની સંયમચર્યા જોઈને ઈલાયચીકુમારને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. સાધ્વીશ્રી ચંદનબાળાજીના મોઢા ઉપરનો પ્રશમભાવ જોઈને પેલો શેડુવક ખેડુત સંયમજીવન પામી ગયો. અનિત્ય ભાવના દ્વારા ભરતચક્રી સર્વજ્ઞ બની ગયા. તાજો લોચ અને ઉપર દાંડાના માર પડે છતાં સદ્ગુરુ પ્રત્યેના સદ્ભાવથી ચંડરુદ્રાચાર્યના શિષ્ય કેવલજ્ઞાન પામી ગયા. “હું ગુરુણીના ક્લેશમાં નિમિત્ત બની !” એવા અપરાધસ્વીકાર / દુષ્કૃતગહના ભાવથી મૃગાવતીજી અપ્રતિપાતી જ્ઞાનને પ્રાપ્ત કરી ગયા. માથે અંગારા સળગાવનાર સોમિલ સસરાને પરમોપકારી માનનાર ગજસુકુમાલ મુનિ મુક્તિ રમણીને વરી ગયા. ઈરિયાવહી કરતાં કરતાં પશ્ચાતાપના ભાવમાં ઓગળી જનારા અઈમુત્તાજીએ સર્વજ્ઞતાને મેળવી લીધી. §Ο Page #72 -------------------------------------------------------------------------- ________________ કેવા કેવા તારક યોગો અને કેવી ઉદાત્ત ભાવના કેળવવાના ઉત્તમ આલંબનો આપણી સામે સહજતઃ ઉપસ્થિત છે ! તેના દ્વારા થનારી વિપુલ કર્મનિર્જરા અને વિશુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ ઉપર નજર કેન્દ્રિત કરવા, સ્પષ્ટ કરવા ટેલીસ્કોપ જેવી દષ્ટિ બનાવવી જ પડશે. આ ચાર દષ્ટિને સમકિતદષ્ટિ આત્મા કેળવવા માટે નિરંતર પ્રયત્નશીલ રહે છે. તો જ તેના બળથી તેનું સમ્યગ્દર્શન ટકી શકે, શુદ્ધ બની શકે, સ્થિર-બળવાન બની શકે. ચારિત્રની પ્રાપ્તિ - વૃદ્ધિ - શુદ્ધિ - સ્થિરતા વગેરે સમકિતની બળવત્તા વિના અશકય પ્રાય છે. માટે આ ચાર દષ્ટિ કેળવી મુક્તિપદને નિકટ બનાવો એ જ મંગલકામના. (લખી રાખો ડાયરીમાં...) ઉત્તમ ભૂમિકા = બીજાના પુણ્યવૈભવ અને ગુણવૈભવના દર્શને પ્રસન્નતા. મધ્યમ ભૂમિકા = બીજાના પુણ્યવૈભવને જોઈ ન શકે. અધમ ભૂમિકા = બીજાના ગુણવૈભવને પણ દેખી ન શકે. આપણે જે ભૂમિકાએ છીએ ત્યાંથી જિનાજ્ઞા મુજબ મોક્ષમાર્ગે આગળ વધાય તેવો યોગ્ય દૃષ્ટિકોણ અપનાવી જીવનને ઘડીએ એ જ સ્યાદ્વાદનો સાચો ઉપયોગ છે. ૬૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ ચાર દૃષ્ટિ છોદીએ પૂર્વે મેળવવા જેવી ચાર દૃષ્ટિઓ વિષે લખેલ તે ધ્યાનમાં હશે. પરંતુ તે ચાર ષ્ટિ તેને જ મળી શકે કે જે નીચેની ચાર દૃષ્ટિઓને છોડી દે. તેમાં પ્રથમ દૃષ્ટિ છે : (૧) કમળાના રોગીની દૃષ્ટિ. જેને આંખે કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય. સફેદ શંખ પણ પીળો દેખાય. તેમ જેની દૃષ્ટિ સારી ચીજની ખતવણી પણ ખરાબ તરીકે જ કરે છે તેને ગમે તેટલા ઉત્કૃષ્ટ આરાધનાના સંયોગો | સામગ્રી મળી જાય તો પણ તેના માધ્યમથી તે વ્યક્તિ મોક્ષમાર્ગે એક કદમ પણ આગળ વધવા માટે અસમર્થ-અયોગ્ય જ બની રહે છે. દા.ત. કોઈ સેવા વગેરે કરે તેને જોઈને મનમાં એમ થાય કે તેને વૈયાવચ્ચી તરીકેનો જશ મેળવવો છે માટે તે ભક્તિ કરે છે. તબિયત સુધારવા તે તપ કરે છે. આબરૂ સુધારવા તે રાત્રિસ્વાધ્યાય કરે છે. ૪બીજા ઉપર છવાઈ જવા માટે તે શાસનપ્રભાવનાના કાર્યો કરે છે. તપ પછી પારણામાં તે કેવો લપસે છે ! સેવા લેવા માટે તે શિષ્યોને ભેગાં કરે છે. બીજાને દેખાડવા માટે તે જાહેરમાં ઊભા ઊભા પ્રતિક્રમણ કરે છે. સંયમી તરીકે પોતાની છાપ ટકાવવા તે બધાની હાજરીમાં નિર્દોષ ગોચરી વાપરે છે. પ્રસિદ્ધિ મેળવવા માટે પુસ્તક વગેરે છપાવે છે...” આવી વિચારસરણી આધ્યાત્મિક કમળારોગનો શિકાર બનવાની નિશાની છે. આવું સડેલું બગડેલું માનસ આરાધના કરવા માટે લાયક ન કહી શકાય. પાણીના બદલે દૂધમાંથી પોરા કાઢવાની વૃત્તિ એ એની ઓળખ છે. જમાલી વગેરે નિહ્નવો આ કમળાની દૃષ્ટિના ભોગ બની ગયા હતા. આ કાતિલ દૃષ્ટિમાંથી સત્વરે મુક્ત ન બને તેને છદ્મસ્થ ગુરુમાં પણ દોષદર્શન કરવાની મારક કુટેવ પડી જાય ૬૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ અને પરમગુરુની સામે ગોશાળાની જેમ બળવો કરવાની હિચકારી વૃત્તિ પણ જન્મે. આ દૃષ્ટિને સાધકે તુરત જ છોડવી જોઈએ. (૨) ઘુવડની દૃષ્ટિ ઘુડવને અંધારામાં મજા પડે. અજવાળાથી તે દૂર ભાગે. તેમ જેને આરાધના, સ્વાધ્યાય, સેવા, ભક્તિ વગેરેના અવસરે કંટાળો આવે અને ગોચરી, પાણી, કપડા, વસતિ, સગવડતા વગેરેની વાતોમાં તે ઊંડાણથી રસ દાખવે. સ્વાધ્યાયમાં દિવસે ય ઊંઘ, બગાસા, ઝોકા આવે અને વાતો કરવામાં રાતે હોંશે હોંશે ઉજાગરા કરે. પોતાનો કાપ કાઢવો હોય તો ઉલ્લાસથી કાઢે અને ગ્લાન, વૃદ્ધ સંયમીનો કાપ કાઢવો હોય તો થાક લાગે, કંટાળો આવે. ટુંકમાં પુદ્ગલરમણતા પોષે, ઋદ્ધિ-૨સ-સાતા ગારવ દૃઢ કરે, વિકથા-નિંદારસને મજબૂત કરે, દેહાધ્યાસ તગડો કરે તેવી જ બાબતમાં રસ પડે અને તારક તત્ત્વ પ્રત્યે અણગમો-આ ઘુવડની દૃષ્ટિ છે. વ્યવહારથી સંયમજીવન મળી જવા છતાં આવી દૃષ્ટિના શિકાર બનેલા જીવો આત્મકલ્યાણ સાધી શકતા નથી. (૩) સમડીની દૃષ્ટિ આકાશમાં ઊંચે ઉડવા છતાં સમડીની નજર તો નીચે સડેલા ઉકરડામાં પડેલા મરેલા ઉંદરને શોધવામાં જ પરોવાયેલી હોય. તેની દૃષ્ટિ તીક્ષ્ણ હોવા છતાં નીચે બગીચામાં રહેલ સુગંધી ફૂલ, પાકેલા ફળ, હરિયાળી વનરાજીને માણવાનું સૌભાગ્ય એની પાસે નથી. એને તો માંસના ટુકડા અને મડદા ચૂંથવામાં જ રસ છે. તે જ રીતે (૧) જે સ્વયં ઉગ્ર તપશ્ચર્યા કરવા દ્વારા સાધનાના ગગનમાં ઊંચે ઉડવા છતાં મનથી આહારસંજ્ઞાનો ગુલામ હોય, (૨) તપ ન કરી શકનાર પ્રત્યે અસદ્ભાવ હોય, (૩) સંસાર છોડવા છતાં સંસારીઓ પ્રત્યે મમત્વવૃત્તિ ખસતી ન હોય, (૪) પોતે ઘણું ભણે પણ ન ભણનાર પ્રત્યે ઘૃણા અને તિરસ્કાર રાખે. ૬૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ (૫) પોતે અલ્પ નિદ્રા લે પણ વધુ નિદ્રા લેનાર પ્રત્યે ધિક્કારવૃત્તિ કેળવે. (૬) સ્વયં અનેકની ભક્તિ કરે, પણ ભક્તિ ન કરનાર પ્રત્યે અણગમો હોય. (૭) સ્વયં ઉગ્ર ત્યાગ કરીને ત્યાગ ન કરનારાઓ ઉપર નફરત રાખે. (૮) જાતે શાસનપ્રભાવના કરવા છતાં બીજા પ્રભાવકોની ઈર્ષા-નિંદા કરે, (૯) સ્વયં ગુરુભક્તિ કરે પણ બીજા શિષ્યોને ગુરુ પ્રત્યે ભેદબુદ્ધિ કરાવે. આ બધા લક્ષણો ઊંચે ઉડવા છતાં ય મડદા ચુંથનાર સમડીની દૃષ્ટિના છે. | કુરગડ મુનિના સહવર્તી તપસ્વી સાધુઓને આવી જ કોઈક દષ્ટિએ ભરખી લીધા હતા. સ્વયં ઉગ્ર આરાધના કરવા છતાં પ્રગતિશૂન્ય ગતિ કરનાર ઘાંચીના બળદ જેવી કે કફોડી હાલત સાધકની સર્જાય છે તેમાં આ દૃષ્ટિનો ઘણો મહત્ત્વનો ફાળો છે. (૪) ઘેટાંની દષ્ટિ. ઘેટું એટલું બધું નીચું જોઈને ચાલે કે આગળ ખાડો આવતો હોય તો પણ એને ખ્યાલ ન આવે અને ખાડામાં ગબડી પડે. અરે ! આગળના ઘેટાંને ખાડામાં પડતું દેખે તો પણ પોતે ખાડામાં પડે. રોજનો એ જ રસ્તો હોય, એ જ ખાડો, એ જ ગોવાળ, એ જ ઘેટું. છતાં તે ખાડામાં ઘેટું પડ્યા વિના રહે નહિ. જે સાધકની ઘેટાં જેવી અલ્પવિકસિત વિવેકદષ્ટિ છે તે કટોકટીના અવસરે લગભગ વિરાધના, ક્લેશ અને સંક્લેશના ખાડામાં પડે છે. સંકુચિતવૃત્તિ પણ ઘેટાંની દૃષ્ટિની એક નિશાની છે. “માંદગીમાં તેણે મારી સેવા કરી ન હતી તો હું પણ શા માટે તેની સેવા કરું ? તેણે વિહારમાં મારી રાહ ન જોઈ તો હું પણ શા માટે તેની રાહ જોઉં ?” આવી ક્ષુદ્રમનોવૃત્તિમાં ઘેટાંની દૃષ્ટિનું પ્રતિબિંબ રહેલું છે. સાધક પોતાની નબળી કડી કે દોષ પારખી ન શકે તે પણ ઘેટાદૃષ્ટિનું માપ-દંડ છે. કોઈના કડવા વચનને લીધે પોતાને ગુસ્સાનો વારંવાર અનુભવ થાય. છતાં પણ કટુવાણીરૂપી ખાડાને ઓળખી ૬૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ તેમાં ક્રોધપાત ન કરવાની વૃત્તિ ન જ પ્રગટે તે પણ ઘેટાંની દષ્ટિનું થર્મોમીટર છે. પ્રમાદ, વિકથા, વિજાતીયપરિચય, ઈર્ષા, અસહિષ્ણુતા, ભક્તોનું આકર્ષણ, સુખશીલતા, યુવાનીમાં સ્થિરવાસ, પ્રોજેક્ટ-પ્લેટફોર્મ-પબ્લીસિટી-ફંકશન-ફેડરેશન વગેરેનો વળગાડ, આહારલોલુપતા, છાપા-પૂર્તિમાંય વિજાતીય દર્શનની રુચિ વગેરેના કારણે અનેક સાધકો વર્તમાન કાળમાં પણ પતન પામ્યા- એવું જાણવા છતાં પોતે આસાનીથી તે ખાડાનો ભોગ બની જાય. એ પણ ઘેટાંદષ્ટિની પારાશીશી છે. આવી ઘેટાંદષ્ટિ સાચા અર્થમાં સંયમની કે તારક જિનશાસનની પ્રાપ્તિ થવા ન દે. મારકતાની દૃષ્ટિએ વિચાર કરીએ તો ૪થી દષ્ટિ કરતાં ૩જી દષ્ટિ વધુ નુકશાનકારક છે. કારણ કે ચોથી દષ્ટિમાં માત્ર સ્વજીવનમાં પ્રમાદ-શિથિલતા છે, બીજા પ્રત્યે દ્વેષ-ધિક્કારવૃત્તિ નથી. જ્યારે ૩જી દૃષ્ટિમાં તો ઈર્ષ્યા-નિંદા પણ ભળે છે. ૩જી દૃષ્ટિ કરતાં પણ બીજી દષ્ટિ વધુ નુકસાનકારી છે, કારણ કે ત્રીજી દષ્ટિમાં સ્વજીવનમાં આરાધના હોવાથી તારક યોગની રુચિ ઊભી છે. જ્યારે બીજી દષ્ટિમાં તો તારક યોગો પ્રત્યે જ અણગમો છે. તથા બીજી-ત્રીજી-ચોથી દષ્ટિ કરતાં પણ પ્રથમ દષ્ટિ વધુ ભયંકર છે. કારણ કે બાકીની દૃષ્ટિઓમાં બીજાના તમામ યોગોની, આરાધનાઓની સંપૂર્ણતયા ઊંધી ખતવણી નથી રહેલી. જ્યારે પ્રથમ દષ્ટિમાં તો બીજાના તમામ આરાધક યોગોની ખોટી જ ખતવણી થાય છે. ત્રીજી દૃષ્ટિમાં પરનિંદા હોવા છતાં તે બીજાની અમુક પ્રવૃત્તિને ઉદેશીને જ છે, જ્યારે પ્રથમ દૃષ્ટિમાં તો અન્યની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યે, વિચારો પ્રત્યે પણ ખોટી ખતવણી-ગેરસમજ કામ કરી રહેલ છે. કમળો થયો હોય તેને સર્વત્ર પીળું જ દેખાય ને ! માટે ૧લી દષ્ટિ અધ્યાત્મમાર્ગમાં સૌથી વધુ નુકસાનકારી છે. આ વાસ્તવિકતા હોવા છતાં સાધકોનો અનુભવ એવો છે કે પ્રથમ દષ્ટિ છોડ્યા પછી પણ બીજી દષ્ટિ છોડવી અઘરી છે. બીજી Page #77 -------------------------------------------------------------------------- ________________ કરતાં ત્રીજી દષ્ટિ છોડવી અઘરી છે. તથા સૌથી વધુ મુશ્કેલ હોય તો ચોથી ઘેટાંની દૃષ્ટિનો પરિહાર. જીવનની તમામ ઘટનાઓ અને મનની પરિવર્તનશીલ વૈચારિકતાનો ચોકસાઈથી અભ્યાસ કરશો તો આ વાત તરત સમજાઈ જશે. કારણ કે બીજાને સંયમી તરીકે માન્યા પછી પણ પોતાના જીવનમાં તારક યોગો વિશે પ્રબળ રુચિ, સક્રિય ઉત્સાહને આત્મસાત કરવાનું કામ બહુ અઘરું છે. આરાધનામાં રુચિ જાગે પછી પણ ઈર્ષા-નિંદાથી અલિપ્ત રહેવું વધુ કઠણ છે. ઈર્ષ્યા વગેરે છૂટે તો ય આરાધનામાં શિથિલતા ઘૂસી ન જાય તેની સતત સાવધાની રાખવાનું કામ તો વધુ કપરું છે. માટે તો “સમય ગોયમ ! મા પમાયએ'ની મીઠી શરણાઈ સમવસરણમાં વિરપ્રભુ વારંવાર વગાડતા હતા ને ! પારમાર્થિક સમકિતની પ્રાપ્તિ પછી પણ સર્વવિરતિગુણસ્થાનકમાયોગ્ય અધ્યવસાયો ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ બાદ મળે-આવી જે વાત ભગવતીસૂત્ર, કમ્મપયડી, આવશ્યકનિર્યુક્તિ, પ્રવચનસારોદ્ધાર વગેરેમાં મળે છે તે પણ આ જ વાતની સાક્ષી પૂરે છે ને ! - આ ચાર દષ્ટિનો વળગાડ છૂટે તો જ પૂર્વોક્ત માઈક્રોસ્કોપદષ્ટિ, X-Ray જેવી દષ્ટિ વગેરે ૪ દૃષ્ટિ મળી શકે. પછી જ ભાવનાજ્ઞાનની સાચી મસ્તીને સંયમી માણી શકે. પછી “મોક્ષ નજીક છે' - તેવી સ્વાનુભૂતિ પણ જરૂર થશે. તેનો આનંદ કલ્પનાતીત હશે. તમે પણ એ સ્તર સુધી વહેલી તકે પહોંચો એવી મંગળ કામના. (લખી રાખો ડાયરીમાં....) ભાવ સંયમી ક્યારેય કોઈ શિષ્યના દિલમાં તેના ગુરુ પ્રત્યે દીવાલ ઊભી કરવાનું પાપ ન કરે. સાત્ત્વિક કોણ ? આક્રોશ પરિષહને પ્રસન્નતાથી જીતે તે. Page #78 -------------------------------------------------------------------------- ________________ સાધના સરળ ઉપાસના કહષા. કલિકાલમાં સદ્ગુરુ મળવા દુર્લભ છે. અને મળ્યા પછી પણ ફળવા તો અતિદુર્લભ છે. સદ્દગુરુ ફળવા એટલે સદ્દગુરુની ઉપાસના કરવી. જેને સદ્ગુરુની ઉપાસના નથી આવડતી તેની બાહ્ય ઉગ્ર દેખાતી સાધના પણ પોકળ, પોલી સમજવી. સદ્ગુરુની સમ્યક ઉપાસના એ જ સંયમજીવનનો સાર છે. સદ્દગુરુની ઉપાસના એટલે નિઃસ્વાર્થભાવે બિનશરતી શરણાગતિ. તે આવે એટલે સદ્ગુરુના કઠોર |કડવા વચન પણ અમૃતતુલ્ય અનુભવાય. ઉમાસ્વાતિજી મહારાજે પ્રશમરતિમાં જણાવેલ છે કે “ધન્ય જીવ ઉપર ગુરુના આક્રોશ વચનો હિતશિક્ષારૂપે વરસે છે.” શિષ્યોના પ્રમાદ, સ્વચ્છંદતા, ઉદ્ધતાઈ, અભિમાન વગેરેને તાત્કાલિક દૂર કરવાની દૃષ્ટિએ ગુરુની અનુગ્રહ કૃપા કરતાં પણ નિગ્રહ કૃપા ઘણી ચઢિયાતી છે. તેને અનુભવવાની મસ્તી કોઈક અનેરી હોય છે. ચંદનબાળાજીએ મૃગાવતીજીને ઠપકો ન આપ્યો હોત અને મૃગાવતીજીએ તેને ઝીલ્યો ન હોત તો મૃગાવતીજીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ ન હોત. ઠપકો ઝીલવા માટેની તત્પરતા વિના અનાદિકાલીન કુસંસ્કારોને / કુસંજ્ઞાઓને દૂર કરવાનું કામ ખૂબ જ કઠણ છે. ટાંકણાના ઘા ન ઝીલી શકનાર પોચો પર કદાપિ પ્રતિમા કે પરમાત્મા બનીને પૂજવા લાયક બની શકતો નથી. તેમ ગુરુના આક્રોશને સહન કરવાની તૈયારી ન રાખનાર સાધક શિવસ્વરૂપ બનવાને પાત્ર બની શકતો નથી. તમારા ગુરુમહારાજ શાંત / સૌમ્ય સ્વભાવના હોવાથી એમને વ્યક્તિગત ભાવપૂર્વક વિનંતિ કરવી કે “મારા દોષ મને કડક અક્ષરમાં જણાવતા રહેજો.' જે દિવસે સદ્ગુરુનો ઠપકો ન મળે તે દિવસ વાંઝીયો લાગે તો સમજવું હવે તાત્ત્વિક સંયમપરિણતિ નિષ્પન્ન થઈ રહી છે. માટે ગચ્છાચારપયજ્ઞામાં કહેલ છે કે શિષ્ય ભૂલ કરે ત્યારે તેને લાકડીથી ફટકાનારા ગુરુ સારા પરંતુ શિષ્યને જીભથી ચાટનાર | લાડકોડથી ઉછેરનાર ગુરુ સારા નહિ. ૬૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાસૂત્રભાષ્યમાં પણ આ જ વાત જણાવતાં કહેલ છે કે “નિહાÇ वि लिहंतो न भद्दओ जत्थ सारणा णत्थि । दंडेण वि ताडेंतो स भद्दओ સારા ખત્વ ।।' (ભાગ-૩, ૩દે.-૧/Ī.૩૮૨) માટે જ સંયમની સાધના સરળ છે. પરંતુ ગુરુતત્ત્વની ઉપાસના બહુ અઘરી છે. ગુરુતત્ત્વની ઉપાસના કરતાં આવડે તો અભવ્ય ગુરુ મળ્યા હોય તો પણ તરી જવાય. અને ઉપાસના ન આવડે તો તદ્ભવ મોક્ષગામી ગુરુ મળ્યા હોય તો પણ ગોશાળાની જેમ અનંત સંસાર કદાચ વધી જાય. માટે ક્યારેય ગુરુતત્ત્વની મનથી પણ અવહેલના / આશાતના / અનાદર થઈ ન જાય તે માટે ખૂબ જ જાગૃતિ કેળવજો. ગુરુતત્ત્વની વિરાધના એ સમ્યગ્ દર્શનની વિરાધના છે. જ્ઞાનવિરાધના અને ચારિત્રવિરાધના કરતાં પણ સમ્યગ્દર્શનની વિરાધના વધુ ભયંકર છે. સમ્યગ્દર્શનની વિરાધના આપણને ચીકણાં ચારિત્ર મોહનીય અને ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બંધાવે, ભલે ને જીવનભર ઉગ્ર તપ – ત્યાગ – સ્વાધ્યાય - શીલ આદિથી આપણે જીવનને સમૃદ્ધ બનાવીએ. ગોશાળાનો અનંત સંસાર વધવાનું મુખ્ય કારણ ગુરુતત્ત્વની આશાતના જ છે. આ વાત ખ્યાલમાં આવે માટે જ આપણે રોજ પગામ સજ્ઝાયમાં ૩૩ આશાતનાઓને એક એકના નામપૂર્વક અલગ-અલગ યાદ કરીએ, તેવી વ્યવસ્થા ગણધર ભગવંતોએ કરેલી છે. આ વાત પૂર્વે (પૃષ્ઠ-૧૧) જણાવેલી જ છે. - ગૌતમ સ્વામીજી કરતાં પણ આપણું સૌભાગ્ય અપેક્ષાએ ચઢિયાતું છે. કારણ કે વીતરાગ ગુરુ દીક્ષા પછી વિશિષ્ટ પ્રકારે વ્યક્તિગત કાળજી, સારણા, વારણા આદિ કરી ન શકે. જ્યારે છદ્મસ્થ ગુરુ ભગવંત સારણા, વારણાદિ કરીને આપણું જતન/કાળજી કરી શકે છે. જો આ રીતે દૃષ્ટિને ઉદાર-વિશાળ બનાવતા આવડે તો ‘ગુરુ આપણા પક્ષે છે કે નહિ ?' તે વિચારવાના બદલે ‘આપણે ગુરુદેવના પક્ષે છીએ કે નહિ ?’ તેવી તાત્ત્વિક આધ્યાત્મિકલાભદાયી વિચારસરણી મળી જાય, કે જે અનંતકાળના ભવભ્રમણ પછી પણ મળવી દુર્લભ છે. પુષ્પચુલા સાધ્વીજીને અર્ણિકાપુત્ર આચાર્યમાં ગુરુ તત્ત્વની ઉપાસના કરતાં આવડી ગયું તો કેવલજ્ઞાનની પ્રાપ્તિ ગુરુ કરતાં ૬૮ Page #80 -------------------------------------------------------------------------- ________________ પહેલા થઈ ગઈ. ગુરુના ઠપકાને ઝીલતા આવડવાથી જ તો સાધ્વીશ્રી ચંદનબાળાજી કરતાં સાધ્વીશ્રી મૃગાવતીજીને પહેલા કેવલજ્ઞાન મળી ગયું. ક્રોધી સ્વભાવના ચંડરુદ્રાચાર્ય નામના ગુરુના લાકડીના ઘાને સહન કરનાર નૂતન શિષ્યને ગુરુ કરતાં પહેલાં કેવલજ્ઞાન થઈ ગયું. મુખ્યતયા સમર્પણ ભાવની પરાકાષ્ઠા હોવાના લીધે તો ત્રિપદીને સાંભળતાં સાંભળતાં ગણધર ભગવંતોને દ્વાદશાંગીનો ક્ષયોપશમ થઈ જાય છે. ગુરુસમર્પણભાવ જેટલો પ્રબળ હોય તેટલું સમ્યજ્ઞાન નિર્મળ અને બળવાન બને છે. પંચાશકજીમાં તો ગુરુ પારતંત્ર્યને જ જ્ઞાન કહેલ છે. ‘ગુરુવારતંત નારૂં' (૧૧/૭). શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ જેવાના ઉપરોક્ત વચનને ગંભીરતાથી જીવનમાં વણી લેનારને તો કલિકાલમાં પણ ગુરુતત્ત્વ કલ્પવૃક્ષની જેમ અવશ્ય ફળે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જેની કુંડલીમાં ગુરુગ્રહ કેન્દ્રમાં હોય તેના (અન્ય ગ્રહો દ્વારા થનારા) લાખો દોષો હણાઈ જાય છે. તેમ જેના હૃદયમાં કેન્દ્રસ્થાને ગુરુ હોય તેના જીવનમાં બીજા લાખો દોષો નબળા બનીને ખરી પડે છે, રવાના થાય છે. ગુરુની આજ્ઞાને માનવી તે જઘન્ય કોટીની ગુરુભક્તિ છે. અને ગુરુની ઈચ્છા મુજબ જીવનને બનાવી દેવું, ભલે પોતાની ઈચ્છાને કચડી નાખવી પડે તે મધ્યમ કોટિની ગુરુભક્તિ છે. તથા મનમાં ઉઠતી પ્રત્યેક ઈચ્છા ગુરુની ઇચ્છા મુજબ જ હોય અને ગુરુઈચ્છા મુજબ જ પ્રેમથી સંયમજીવન સમગ્રપણે જીવે તે ઉત્કૃષ્ટ ગુરુભક્તિ / સમર્પણભાવ છે. મોક્ષમાર્ગ જેટલો શાસ્ત્રમાં રહેલો છે તેના કરતાં વધુ તાત્ત્વિક મોક્ષમાર્ગ સદ્ગુરુ પાસે જીવંત રહેલો છે. ગુરુના હૃદયમાં વણાયેલ જીવંત મોક્ષમાર્ગ મેળવનાર જ મોક્ષનો ભાગી બની શકે છે. ગુરુ તત્ત્વની ઉપાસના વિના કેવળ શુષ્ક રીતે ભણવાથી કે બાહ્ય તપ- -ત્યાગથી મોક્ષમાર્ગ સાચા અર્થમાં મળી શક્તો નથી. માટે પુણ્યોદયથી મળેલા સદ્ગુરુદેવશ્રીની તાત્ત્વિક ઉપાસનાને જીવંત રીતે જીવનમાં કેળવવા પ્રયત્નશીલ બનતા રહેશો. પછી મોક્ષ બહુ દૂર નથી. 23 Page #81 -------------------------------------------------------------------------- ________________ વહાલત કરતાં યતિધર્ન ચઢે. આપણે સંયમજીવનમાં પાંચ મહાવ્રત પાળીએ છીએ તે વ્યવહાર ચારિત્ર છે. ક્ષમા, નમ્રતા વગેરે દશવિધ યતિધર્મનું પાલન એ નિશ્ચય ચારિત્ર છે. તથા ૧૮૦૦૦ શીલાંગરથનું પાલન એ નિશ્ચય અને વ્યવહાર ઉભયસંમત ચારિત્ર છે. “ઘ મૂલજિયસંજ્ઞાખ્યા વચરતશ્વ યોગાત્રા શાના સત્રાણામષ્ટાવરીચ નિષ્પત્તિકા (૨૮૮) આમ પ્રશમરતિમાં દશ યતિધર્મને મુખ્ય કરીને, પૃથ્વીકાય વગેરે પાંચ-વિકલેન્દ્રિય આદિ ચાર તથા અજીવ એમ કુલ ૧૦ ની, મન-વચન-કાયા, કરણ-કરાવણ-અનુમોદનથી ઈન્દ્રિય અને સંજ્ઞાને પરવશ થયા વિના રક્ષા કરવાની વાત કરેલ છે. યતિધર્મ ૧૦ x પૃથ્વી આદિ ૧૦ x ઈન્દ્રિય ૫ x સંજ્ઞા ૪ x કરણાદિ ૩ X કાયા વગેરે ૩ = ૧૮૦૦૦ શીલાંગરથ.” દશવિધ યતિધર્મ વિના કેવળ બાહ્ય પાંચ મહાવ્રતનું નિરતિચાર પાલન બહુ બહુ તો માત્ર નવ રૈવેયક આપી શકે. દશવિધ યતિધર્મ સાથે તેનું પાલન મોક્ષ આપી શકે. પાંચ મહાવ્રતનું નિર્મળ પાલન કાયિક બળ, માનસિક એકાગ્રતા, કાયિક અપ્રમત્તતા હોય તો પણ થઈ શકે. પણ દશવિધ યતિધર્મનું પાલન તો મોહનીય કર્મના પ્રબળ ક્ષયોપશમથી મળનાર વિશિષ્ટ ચિત્તશુદ્ધિ હોય તો જ થાય. માટે આપણે પાંચ મહાવ્રતપાલન ઉપર જેટલું લક્ષ રાખવાનું છે તેના કરતાં વધુ ઝોક દશવિધ યતિધર્મપાલન પ્રત્યે રાખવાનો છે. મહાવ્રત કેરી હોય તો યતિધર્મ મીઠાશ છે. મહાવ્રત ફૂલ હોય તો યતિધર્મ ફોરમ છે. મહાવ્રત શરીર હોય તો યતિધર્મ એ તાકાત છે, આત્મા છે, પ્રાણ છે. બધા જ અપવાદ મહાવ્રતમાં બતાવેલ છે. યતિધર્મમાં એક પણ માનસિક અપવાદ કે છૂટછાટ બતાવેલ નથી. કારણ કે યતિનું લક્ષણ એટલે જ યતિધર્મ. લક્ષણ વિના વસ્તુ હાજર જ ન હોઈ - ૭૦ Page #82 -------------------------------------------------------------------------- ________________ શકે. આનાથી ફલિત થાય કે ક્યારેક કટોકટીમાં વ્યવહારથી મહાવ્રતપાલન ન થાય તો પણ સાધુપણું ટકી શકે છે. પરંતુ તાત્ત્વિક યતિધર્મ ન હોય તો સાચું સાધુપણું ક્યારેય ન સંભવે. નક્કરતા - કઠણતા વગર જેમ વજ ન સંભવે તેમ તાત્ત્વિક યતિધર્મ વિના સંયમી ન જ સંભવે. ચંદ્રકાંત મણિની હાજરીમાં અગ્નિ હોય તો કદાચ પ્રકાશ મળી શકે પણ રસોઈ બની ન શકે. તેમ કષાય, વિષયની હાજરીમાં મહાવ્રત પાલન હોય તો કદાચ સદ્ગતિ મળી શકે પણ પરમગતિ તો ન જ મળે. માટે આપણે તો યતિધર્મ માટે જ મહેનત વધુ કરવાની છે. પછી પાંચ મહાવ્રતના પાલનમાં ય અનેરો આનંદ આવે. સંયમજીવન મકાન છે, મહાવ્રત એ થાંભલો છે અને યતિધર્મ એ દીવાલ છે. દીવાલ + છાપરા વિનાના કેવળ થાંભલાવાળા મકાનમાં શિયાળાની રાતે કે ઉનાળાના મધ્યાહ્ન કાળે રહેવાથી વિશેષ લાભ ન થાય, ઠંડી કે ગરમીથી રક્ષણ ન મળે. માટે ક્ષમા, નમ્રતા, સરળતા, પવિત્રતા વગેરે યતિધર્મને આત્મસાત કરવા વધુ લક્ષ રાખવું. અનંત વાર મહાવ્રત પાળેલા છે. પરંતુ ૫/૭ ભવમાં પણ ક્ષાયોપથમિક ક્ષમા, નમ્રતા વગેરે યતિધર્મને મોક્ષના લક્ષથી હસ્તગત કર્યા નથી. માટે કહી શકાય કે તેવા ક્ષમા વગેરે યતિધર્મ અત્યંત દુર્લભ છે. એક પણ નાનકડું છિદ્ર મહાકાય સ્ટીમરની તાકાત તોડી નાંખે તેમ ક્રોધ વગેરે કષાય સંયમ નૌકાની તાકાત ખલાસ કરી નાખે છે. સ્ટીમર સામે કિનારે જરૂર પહોંચાડે. પરંતુ છિદ્ર ન હોય અને યોગ્ય રીતે ચલાવતા આવડે તો જ. તેમ સંયમ જરૂર મોક્ષે પહોંચાડે પણ કષાય ન હોય અને અપ્રમત્તતા વગેરે હોય તો જ. આ લક્ષ્ય રાખીને સંયમજીવન જીવી રહેલા પરમપદને પામો એ જ પરમાત્માને પ્રાર્થના. . Page #83 -------------------------------------------------------------------------- ________________ નાનકડી પણ બળવાન આરાધન, દો ળિä તવો...' ઈત્યાદિ દશવૈકાલિકસૂત્રના વચનથી નિત્ય એકાસણાં કરવાની દરેક સંયમીને જિનાજ્ઞા છે. શારીરિક નબળાઈ વગેરેના કારણે કદાચ તેનું પાલન ન થાય તેવું પણ ક્યારેક બની જાય. પરંતુ તેનો પક્ષપાત, તે યોગને ઝડપથી પુનઃ પ્રાપ્ત કરવાની પ્રબળ ઝંખના, નિત્ય એકાસણા આદિ તપને આરાધનાર ઉપરનો સદ્ભાવ વગેરેનું સતત પરિશીલન થવાથી એ યોગને પુનઃ આરાધવાની તક, શક્તિ અને ઉજળા સંયોગ અવશ્ય મળે છે. પરંતુ આજે મારે બીજી એક વાત કરવી છે કે નિત્ય એકાસણાનો તપ છૂટી જાય તે જેટલું મનમાં ખૂંચે છે તેની જેમ દિવસમાં અવાર-નવાર બોલતી વખતે મુહપત્તિનો ઉપયોગ નથી રહેતો એનો રંજ-અફસોસ આપણને કેટલો ? રોજના એકાસણાંની આરાધના કરતાં પણ બોલતી વખતે મુહપત્તિનો ઉપયોગ રાખવાની આરાધના - અપ્રમત્તતા ઘણી ચઢિયાતી છે. એકાસણા માટે શારીરિક શક્તિની જરૂર છે. મુહપત્તિના ઉપયોગ માટે માનસિક વૈર્ય, જિનાજ્ઞા પ્રત્યે આદર અને અપ્રમત્તતાની જરૂર છે. જે યોગમાં પ્રધાનતયા શારીરિક બળની જરૂર હોય તે યોગ કરતાં જે યોગમાં અપ્રમત્તતા - માનસિક ઉપયોગ આદિની પ્રધાનતયા આવશ્યકતા હોય તે યોગ બળવાન બને છે. * ભગવતીસૂત્રમાં ગૌતમસ્વામીજી શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માને પ્રશ્ન પૂછે છે કે “ઈન્દ્રની ભાષા આરાધની કે વિરાધની? સત્ય કે મૃષા ?' ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે “યમાં ! નારે णं सक्के देविंदे देवराया सुहुमकायं अणिजुहित्ता णं भासं भासति ताहे णं सक्के देविंदे देवराया सावज्जं भासं भासति । जाहे णं सक्के देविंदे देवराया सुहुमकायं णिजुहित्ता णं भासं भासति ताहे ન ૭૨ - Page #84 -------------------------------------------------------------------------- ________________ णं सक्के देविंदे देवराया अणवज्जं भासं भासति" (१६/२/८ भगवतीसूत्र) અર્થાત “ઈન્દ્ર મહારાજ ખેસના | વસ્ત્રના છેડાને મોઢા આગળ રાખીને બોલે ત્યારે તેની ભાષા નિરવદ્ય = આરાધની = સત્ય હોય અને ખુલ્લા મોઢે ઈન્દ્ર બોલે તો તેની ભાષા સાવદ્ય = વિરાધની = મૃષા હોય છે.” પન્નવણાના ૧૧મા પદમાં પણ જણાવેલ છે કે “સાવદ્ય ભાષા નિશ્ચય નયથી અસત્ય ભાષા છે.” આ ઘટના/હકીકત ઉપર ખૂબ શાંતિથી વિચાર કરવા જેવો છે કે નૈૠયિક સમ્યગ્દર્શનને નિયમો ધારણ કરનાર ઈન્દ્ર પણ જો મોઢા પાસે વસ્ત્રનો છેડો રાખ્યા વિના બોલે તો તેની ભાષા મૃષા કહેવાતી હોય તો વ્યવહાર સમ્યગ્દર્શનને ધારણ કરનારા) સંયમીઓ જો મુહપત્તિનો ઉપયોગ કર્યા વિના બોલે તો તેની ભાષા સત્ય કઈ રીતે બની શકે ? બીજું મહાવ્રત કઈ રીતે ટકી શકે? વાયુકાય, સંપાતિમ જીવો વગેરેની વિરાધનાથી પ્રથમ મહાવ્રત કેવી રીતે નિર્મળ રહી શકે ? જીવ અદત્તના લીધે ત્રીજું મહાવ્રત પણ કઈ રીતે અખંડ રહે ? રોજના બેરોકટોક મહાવ્રતખંડન પછી વર્ષોના સંયમપર્યાયને વ્યવહારથી ધારણ કરવા છતાં સંયમજીવનની સાત્ત્વિક અનુભૂતિ કઈ રીતે થઈ શકે ? ભાષાસમિતિ અને વચનગુતિ ચાલી જાય પછી અષ્ટપ્રવચનમાતાની અખંડ નિશ્રા કેવી રીતે મળી શકે ? પ્રવચનમાતાના વિરહમાં સંયમી બાળ કેવી રીતે સુરક્ષિત અને સલામત હોઈ શકે ? (૧) કાયમ મુહપત્તિનો ઉપયોગ રાખીને બોલવાથી બિનજરૂરી બોલવાનું લગભગ બંધ જ થઈ જાય છે. (૨) આથી બિનજરૂરી વેડફાતી શક્તિનો દુર્વ્યય પણ અટકે છે. કારણ કે શરીરની ધાતુના ક્ષય કરતાં પણ વાણી દ્વારા શક્તિક્ષય વધુ થતો હોય છે. “વીર્થક્ષયાત્ વાસયો વત્તીયા (૩) આ બાબત ખ્યાલમાં આવવાના લીધે અંતર્દેશીયપત્ર કે –૭૩ - Page #85 -------------------------------------------------------------------------- ________________ કવરની ભાષાના બદલે ટેલીગ્રામ અને ફેક્સની ભાષા સહજ રીતે આત્મસાત્ થાય. (૪) તેનાથી મૃષાવાદ પણ પ્રાયઃ બંધ થાય છે. (૫) આના લીધે મૃષાવાદથી અને બેદરકારીથી બોલવા દ્વારા ઊભા થતા સંઘર્ષો પણ બંધ થાય છે. (૬) વિચારપૂર્વક બોલવાની ટેવથી બીજા મહાવ્રતની પાંચમી ભાવના પણ સહજ રીતે આત્મસાત્ થાય. (૭) મુહપત્તિને હાથમાં પકડીને મોઢા પાસે રાખીને બોલવાથી ક્રોધના ઉકળાટથી બોલવાનું પણ પ્રાયઃ બંધ થઈ જાય. હૃદયમાં ક્રોધનો તીવ્ર ઉકળાટ રાખીને બોલનાર લગભગ મુહપત્તિને હાથમાં પકડીને, મોઢા પાસે રાખીને, બોલી શકતો નથી. (૮) આમ મુહપત્તિના સતત ઉપયોગથી બીજા મહાવ્રતની પ્રથમ ભાવના પણ જીવનમાં સક્રિયપણે વણાઈ જાય છે. (૯) પ્રબળ હાસ્યમોહનીયના ઝેરી ફુવારામાં સ્નાન કરવાનું કલંક પણ પ્રાયઃ મુહપત્તિનો સર્વત્ર સર્વદા ઉપયોગ રાખનારના જીવનમાં જોવા નહિ મળે. (૧૦) તેથી બીજા મહાવ્રતની ચોથી ભાવના પણ સહજ રીતે પળાઈ જાય છે. (૧૧) તેનાથી બીજું મહાવ્રત નિર્મળ બને છે. (૧૨) જિનાજ્ઞા પ્રત્યે સક્રિય અહોભાવ અંતરમાં કેળવાય છે. (૧૩) જીભમાં તાત્ત્વિક વચનલબ્ધિ પ્રગટે છે. (૧૪) વાયુકાયને બચાવવાની સતત વૃત્તિ અંતઃકરણમાં પ્રગટે છે. (૧૫) તેના દ્વારા સંયમના પરિણામ નિર્મળ થાય છે. (૧૬) Sound Pollution માં પણ ઘટાડો થાય છે. (૧૭) બોલતી વખતે થુંક ઉડવા દ્વારા સહવર્તી સંયમીની કે પુસ્તકાદિની થતી આશાતના પણ અટકે છે. મુહપત્તિનો ઉપયોગ રાખવાની બાહ્ય દિષ્ટએ દેખાતી નાનકડી ૭૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ આરાધના પણ કેવી બળવાન છે ? એનું આ રીતે સૂક્ષ્મ વિવેકદૃષ્ટિથી સંવેદન કરવાથી મુહપત્તિ કેડપટ્ટી બનતી અટકી પડે. જેમ ૨૪ કલાક નિરપેક્ષપણે મુહપત્તિને કેડપટ્ટી બનાવવામાં આરાધકભાવ ખીલી શકતો નથી તેમ મુહપત્તિને કાયમ મોઢે બાંધવાથી પણ યાંત્રિકતા, ઉપયોગશૂન્યતા આવવાથી અપ્રમત્તતા વગેરેને કેળવવાનો તાત્ત્વિક લાભ નથી મળતો. માટે તટસ્થ બુદ્ધિથી તારક જિનાજ્ઞા પ્રત્યે અહોભાવ કેળવીને બોલતી વખતે મુહપત્તિનો જીવંત ઉપયોગ રાખશો તો ઉપર જણાવેલ અપરંપાર લાભો અવશ્ય મળશે. મુહપત્તિના ઉપયોગ સ્વરૂપ અપ્રમત્તતાના બળથી સદા સર્વત્ર અપ્રમત્તતાને આત્મસાત્ કરવાની મંગલ શરૂઆત આજથી આપણા જીવનમાં થાય અને અપ્રમત્તગુણસ્થાનકે આરૂઢ થવાનું સૌભાગ્ય મળે તેવી પરમાત્માને મંગલ પ્રાર્થના. લખી રાખો ડાયરીમાં... પરદુઃખના ઈન્કારમાં આર્હત્ત્વનું બીજ સમાવિષ્ટ છે. સ્વદોષના સ્વીકારમાં કૈવલ્યલક્ષ્મીનું બીજ નિહિત છે. સારો ગુરુકુલવાસ મળે પુણ્યના આધારે, ફળે યોગ્યતાના આધારે. • સાધુ (૧) નિરભિમાની, (૨) ઠરેલ પ્રકૃતિવાળા, (૩) હાસ્ય-મશ્કરી શૂન્ય, (૪) વિકથા - પરપંચાતથી રહિત હોય, (૫) વગર વિચાર્યે ન બોલે, (૬) વગર પૂછ્ય બોલે નહિ (૭) અતિ બોલે નહિ. (ઉપદેશમાલા. ગાથા-૭૯) ૭૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ સંયમના બે પ્રાણ સમાધિ અને સ્વાધ્યાય એ બે સંયમજીવનના ભાવ પ્રાણ છે. તીર્થંકરનામકર્મ બંધાવનાર વીસ સ્થાનક પદમાંથી એક પદનું નામ છે સમાધિપદ. આ પદની આરાધનામાં બીજાને સતત સમાધિ આપતા રહેવાનું અને અસમાધિમાં બીજાને નિમિત્ત બનવાનું કાયમ ટાળતા જવાનું. “મારું પુણ્ય અને શક્તિ પહોંચે તો જ્યાં ક્યાંય પણ તક મળે ત્યાં બીજાને સમાધિ આપવા હું ઉછળતા ઉલ્લાસથી પહોંચી જાઉં. ભમરો જેમ ઉલ્લાસ અને ઉમંગથી ગુલાબના ફૂલ પાસે પહોંચી જાય છે તેમ જેને સમાધિની, સહાયની આવશ્યકતા હોય ત્યાં ઉત્સાહથી હું પહોંચી જાઉં. તથા મારી પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ એટલી જાગૃતિ રહે કે ભૂલે ચૂકે પણ બીજાની અસમાધિમાં નિમિત્ત બની ના જવાય. હા, એ ખાતર અપમાનો સહન કરવા પડે તો એ ય સહન કરું, ગાળો ખાવી પડે તો ગાળો ય ખાઉં, ગોચરી-પાણીમાં કે વસ્ત્ર-પાત્રમાં કદાચ પ્રતિકૂળતા વેઠવી પડે તો એ ય વેઠી લઉં. વગર ભૂલે નાના કે મોટા તરફથી ઠપકાઓ ખાવા પડે તો ખાઈ લઉં. પરંતુ ક્યાંય પણ બચાવ તો ના જ કરું, પ્રતિકાર તો ના જ કરું.” આવી વિચારસરણી જીવનમાં કેળવાઈ જાય અને એને પ્રેક્ટીકલ રીતે અપનાવીએ તો તેમાં સ્થાયી અને સુદૃઢ સમાધિપ્રાપ્તિના અમોઘ બીજ પડ્યા છે. સંયમજીવનનો સાચો રસાસ્વાદ કરાવવાની તાકાત ધરબાયેલી પડી છે. એક વાત ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે કે સમાધિદાનના ઈનામમાં જેમ તીર્થંકરનામકર્મ બંધાય છે તેમ સંયમીને અસમાધિદાનની સજામાં દુર્ગતિઓની અને બોધિદુર્લભતાની પરંપરા સર્જાય છે. સમાધિ આપીને સમાધિ મેળવવી કે મનની અનાદિની સ્વચ્છંદતાને આધીન થઈને અસમાધિની ખાઈમાં આત્માને ધકેલી દેવો ? તેનો નિર્ણય આપણે જાતે જ કરવાનો છે. ૭૬ Page #88 -------------------------------------------------------------------------- ________________ સહવર્તી સંયમીઓને ડગલે ને પગલે સમાધિ + સહાયતાના દાનથી અઢી દ્વીપના તમામ સંયમીઓને સમાધિ + સહાયતા આપવાનો લાભ મળે છે. આવા આશયથી તો ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં જણાવેલ છે કે ‘મિ પૂર્ણમ્મ સવ્યે તે પૂછ્યા ઢોઁતિ।' માટે ડગલે ને પગલે સદ્ભાવપૂર્વક સર્વત્ર સંયમીઓને સહાયતા કરતા રહેવાનું, સમાધિનું દાન છૂટથી કરતાં રહેવું. તેનાથી સાનુબંધ વિશુદ્ધ ભાવસંયમની શીઘ્રતાથી પ્રાપ્તિ કરી આત્માને પરમગતિમાં સ્થાપિત કરો એ જ શુભેચ્છા. સ્વાધ્યાય અને તેનાથી સાધ્ય ફળની વાત આવતા પત્રમાં કરવા ધારણા છે. લખી રાખો. ડાયરીમાં... મહત્ત્વ ન આપવા જેવી ચીજને મહત્ત્વ આપીએ તેનું પરિણામ કષાય. સામેથી મળેલા ભોગ સુખને છોડે તે યોગી. ન મળતા ભોગસુખને છોડે તે ત્યાગી. ન મળતા ભોગસુખને ય ઝંખે તે ભોગી. ભોગતૃષ્ણા હોવા છતાં મળેલ ભોગસામગ્રી માણી ન શકે તે રોગી. ભોગસામગ્રી છોડવા છતાં અંતરથી તેને ઝંખે તે ઢોંગી. ৩৩ Page #89 -------------------------------------------------------------------------- ________________ અત્યંત વ્યાણ કેળવીએ. ખરેખર, સંયમજીવનની સફળતા માટે સ્વાધ્યાય પ્રત્યેની સ્વાભાવિક રુચિ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. બીજા બધા યોગો કરતાં સ્વાધ્યાયમાં પ્રવર્તમાન વિશિષ્ટ નિર્જરા કરે છે. એમ બૃહત્કલ્પભાષ્યમાં જણાવેલ છે. સ્વાધ્યાય વિનાનું સંયમજીવન એટલે પ્રાણ વિનાનું શરીર. સ્વાધ્યાયના માધ્યમથી જ બાહ્ય-અત્યંતર તાત્ત્વિક ત્યાગ આવે છે. તેથી જ “જ્ઞાનસ્થ નિં વિરતિઃ' આમ શાસ્ત્રકારો જણાવે છે. અધ્યયનની જેમ, ક્ષમતા પ્રાપ્ત થયા બાદ, અધ્યાપન એ પણ વિશિષ્ટ કર્તવ્ય છે. પોતાના જીવનનો અમૂલ્ય સમય ફાળવીને અનેક સંયમીઓને અધ્યાપન કરાવી સાચા અપ્રતિપાતી વૈયાવચ્ચગુણને તમે આત્મસાત કરી રહ્યા છો. જે વ્યક્તિ જે યોગમાં અસમર્થ હોય તેને તે યોગમાં સહાય કરી, સમર્થ બનાવવા માટે અને ભવિષ્યમાં સ્વાવલંબી બનાવવા માટે, જે કાંઈ શક્ય હોય તે કરવા પ્રયત્નશીલ રહેવું તે જ તાત્ત્વિક વૈયાવચ્ચ છે. વિષમ કાળમાં દુર્લભ એવા આ ગુણને તમારામાં જાણીને હાર્દિક અનુમોદના. અનાદિ કાળના કુસંસ્કારો સામે લડવા અનેક સંયમીને સ્વાધ્યાય ગુણનું દાન કરવાની આ નિઃસ્વાર્થવૃત્તિ, અંતર્મુખતા, ઉદારતા, નમ્રતા વગેરે પ્રાપ્ત ગુણોને સાનુબંધ બનાવી શીઘ પરમપદને પામશો એવો વિશ્વાસ છે જ. પરંતુ અધ્યયન-અધ્યાપન વગેરે યોગના મધ્યમથી હવે ખરા અર્થમાં આપણે ત્યાગી બનવાનું છે. ગોચરી - પાણી - વસ્ત્ર - પાત્ર વગેરે બાબતોમાં જ માત્ર ત્યાગી નથી બનવાનું. પરંતુ જે જે ચીજો સંયમજીવનને મલિન કરનારી છે, તે તે દરેક ચીજના ત્યાગી બનવાનું છે. પછી તે વાતચીતનો રસ હોય કે નિંદા કુથલીનો ટેસ્ટ હોય... પછી તે સૂઈ જવાનો પ્રસાદ હોય કે અનુકૂળતાનો રાગ હોય... અનુકૂળતામાં રતિની લાગણી હોય કે પ્રતિકૂળતામાં અરતિનો અનુભવ હોય... { ૭૮ - Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધિની ભૂખ હોય કે સ્વપ્રશંસાની ખણજ હોય... પરદોષદર્શનની કુટેવ હોય કે પરનિદાનું વ્યસન હોય... આત્માને સતાવતી પ્રત્યેક ચીજ પ્રત્યે લાલ આંખ થશે ત્યારે જ આત્મા તે ચીજનો સહજ રીતે ત્યાગ કરતાં આનંદ અનુભવશે... અન્યથા ત્યાગ થવા છતાં, વ્યવહારથી ત્યાગી બનવા છતાં તેનો રાગ નહિ છૂટે. પૂર્વે ધન્ના અણગાર અને શાલીભદ્ર વગેરેને જે સંયમ મળ્યું, મૃગાવતી, ચંદનબાલાજી વગેરેએ જે સંયમજીવન પાળ્યું તે જ ચારિત્ર આપણને મળેલ છે. હવે જરૂર છે તેમાં ભાવોલ્લાસનો પ્રાણ પૂરવાની. વિધિ - યતના - ભક્તિ - સહિત સ્વાધ્યાયમાં ઉદ્યમશીલ બનજો. ખૂબ જ ઉત્તમ સંયમી ગ્રુપ અને સુંદર વાતાવરણ મળેલું છે, તેનો પૂરેપૂરો લાભ ઉઠાવીને આત્માને કર્મથી હળવો બનાવજો. નમ્રતા બધા જોડે, નાના જોડે પણ રાખવી. સદા સરળ વ્યવહાર કરવો. સાથે રહેલા સંયમીના ગુણાનુવાદ કરવા અને સહુની સાથે મીઠી વાણી રાખવી. આ બધું તમારામાં છે. છતાં ખ્યાલ આપવાની ફરજથી લખ્યું છે. જે ખૂટે તે ઉમેરશો, વિકસાવશો. કારણ કે જે જે તારક તત્ત્વ ગેરહાજર હોય તે સર્વને લાવવાનો પ્રામાણિક ઉદ્યમ કરવો તે જ સાચો આરાધકભાવ છે. જે ગેરહાજર હોય તેને લાવીએ તો જ હાજર હોય તે ફળદાયક બને. તપેલી, ગેસ, દૂધ, ખાંડ, ચાની ભૂકી, એલચી હાજર હોય છતાં માચીસબોક્ષ કે લાઈટર ન હોય તો “ચા” તૈયાર ન થાય. દીવાસળીની ગેરહાજરીથી જે હાજર છે તે દૂધ, તપેલી, ગેસ વગેરે પણ “ચા” બનાવવામાં પાંગળા સાબિત થાય છે. દીવાસળી આવે તો તે તમામ પરિબળ સાર્થક થાય. માટે જે કલ્યાણકર તત્ત્વ ગેરહાજર છે તે જ તારક તત્ત્વને સ્યાદ્વાદમાં પ્રધાન ગણવામાં આવેલ છે, જેથી તેને લાવવાનો પુરુષાર્થ થાય. આ રીતે જ આરાધકભાવ બળવાન બને તથા હાજર હોય તે શક્તિનું અજીર્ણ, અભિમાન વગેરે ન થાય. આ રીતે શુદ્ધ સ્યાદ્વાદને અપનાવીએ તો જ સ્વાધ્યાય સફળ બને. આ સાવધાની રાખીને સ્વાધ્યાયમાં રોજ ઉત્સાહ વધારશો. ૭૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ લોકલ સ્ટેશાન છોડો. લોકલ ટ્રેનને અમદાવાદથી મુંબઈ પહોંચતા જેટલો ટાઈમ લાગે છે તેના કરતાં કર્ણાવતી એક્સપ્રેસને અમદાવાદથી મુંબઈ પહોંચતા ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે. આનું મુખ્ય કારણ એ છે કે તે બહુ ઓછા સ્ટેશન કરે છે. નાના | નાના સ્ટેશને તે ગાડી ઉભી રહેતી નથી. માટે તેની ઝડપ પણ વધે છે ને દરેક સ્ટેશને સિગ્નલ પણ ટપોટપ મલે છે. બરાબર તે જ રીતે મોક્ષનગરની આપણી સાધનાગાડી જો સ્ટેશન ઓછા કરે તો જ સાધનામાં વેગ આવી શકે અને તે સાધનાગાડી ઝડપથી શિવનગર પહોંચી શકે. ગોચરી ઠંડી આવી. કપડા બહુ જાડા છે. ઉપાશ્રય ઘણો ટૂંકો છે. માકડ, મચ્છર ઘણા છે. લોકો ભાવિક લાગતા નથી. ગોચરીના ઘરો પણ બહુ દૂર છે. સૂવાની જગ્યા ખાડા ટેકરાવાળી છે.” આવા જે વિકલ્પો મનમાં ઉઠે તે બધા સાધનાગાડીમાં રુકાવટ પેદા કરે છે. આવા નગણ્ય સ્ટેશનની મુલાકાત લેવા સાધનાગાડી ઉભી રહે એટલે તેની સ્પીડ આપોઆપ ઘટી જાય. તેવા વિચારોથી બાહ્ય પરિસ્થિતિ ને બદલતી નથી જ. પણ તેના સ્વીકારની આપણી માનસિક તૈયારી ઘટી જાય છે. તેથી સન્ત તૂટે છે, આચારપાલનનો ઉત્સાહ ખૂટે છે, મોહરાજા આપણને લૂંટે છે. તેના પરિણામસ્વરુપે માનસિક સ્વસ્થતા અને શારીરિક સ્વસ્થતા પણ જોખમાય છે. પછી દરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં મન સંક્લિષ્ટ બને છે. સ્વભાવ પણ બગડી જાય છે. મોક્ષનું મૂળભૂત લક્ષ્ય ચૂકી જવાય છે. આ ખૂબ --[ ૮૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ જ મોટું નુકશાન છે. “બીજા મને બહુ બોલાવતા નથી. મને આદર, સત્કાર મળતો નથી. મારી જોઈએ તેવી કદર થતી નથી. તેણે મને વિના કારણે ટોણો માર્યો. મારું તેણે જાહેરમાં અપમાન કર્યું. અહીં મારામાં કોઈને ય રસ નથી.” આવા તો અનેક નાના નાના સ્ટેશનો છે, જે સાધનાગાડીને ધીમે પાડે છે, રોકી રાખે છે. બાહ્ય સ્ટેશનો તો કદાચ ગાડીને રોકી રાખે, જ્યારે સાધનાગાડીમાં આવતા સ્ટેશનો તો સ્પીડ ઘટાડવાના બદલે અથવા રુકાવટ કરવાના બદલે સાધનાગાડીને ઊંધો ધક્કો મારી રિવર્સમાં પુરપાટ દોડાવે એવું પણ બની જાય ! બાહ્ય સ્ટેશનો ઉપર ગાડી ઉભી રહે તો તેનો ખ્યાલ આવે છે. જેથી ફરીથી ગાડી સ્ટાર્ટ કરવાનું ડ્રાઈવરને ભાન થઈ શકે છે. જ્યારે આંતરિક સ્ટેશનો એવા છે કે ‘આપણી સાધનાની ગાડી ધીમી પડી / ઉભી રહી / પાછળ જાય છે.' એવો ખ્યાલ પણ આવતો નથી. બાહ્ય આરાધના કરવા છતાં વાસ્તવમાં આપણી મોક્ષની ગાડી પાછળ જતી હોય, તેમ છતાં “સાધનાગાડી પૂરપાટ આગળ વધી રહી છે” તેવો માનસિક આભાસ પણ પેદા કરી મૂકે એવા આંતરિક સ્ટેશનોથી સતત સાવચેત રહેવું. તપ, ત્યાગ, સ્વાધ્યાય, અધ્યાપન, શાસનપ્રભાવના, વ્યાખ્યાન આદિ યોગોના માધ્યમથી અહં, પ્રશંસા, પ્લેટફોર્મ અને પ્રસિદ્ધિની ભૂખ વગેરે પુષ્ટ થાય ત્યારે આવું થવાની શક્યતા વધી જાય છે. “એક પણ સ્ટેશન કર્યા વિના શિવનગર પહોંચવું છે.” એવો સંકલ્પ હોવા છતાં ઘણા સાધકો જાણે-અજાણે ડગલે ને પગલે ફ્લેગ સ્ટેશનો / લોકલ સ્ટેશનો / પરચુરણ સ્ટેશનો કરે જ જાય છે. એવું કલિકાલમાં વિશેષ કરીને થતું હોય છે. ૮૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ આનું મુખ્ય કારણ તો એ છે કે સ્વાનુભૂતિનો તાત્ત્વિક પ્રકાશ નહિ પણ મોટા ભાગે તેનો કાલ્પનિક આભાસ સાધક કરતો હોય છે. આંતરિક આત્મવૈભવની-ચિદાનંદની મસ્તીને ન અનુભવવાને લીધે જ પરદ્રવ્યોમાં સ્વબુદ્ધિ-મમત્વબુદ્ધિ થાય છે. જેના લીધે મન - સતત સર્વત્ર આર્તધ્યાનમાં જ પરોવાયેલું રહે છે. તેના લીધે દીક્ષા પૂર્વે મોક્ષમાર્ગને બૌદ્ધિક રીતે સમજવા છતાં દીક્ષા બાદ અનુભવના સ્તરે એને પરિણાવવા માટે સાધક નિર્બળ બની જાય છે. મોક્ષમાર્ગ અને સંસારમાર્ગની આંતરિક ભેદક રેખાને તે અનુભવી શકતો નથી. જેના ફલસ્વરૂપે તે પ્રથમ ગુણઠાણા સુધી નીચે ફેંકાઈ જાય છે. આ વાત ઉપાધ્યાયજી મહારાજે ૧૨૫ ગાથાના સ્તવનમાં બહુ માર્મિક રીતે બતાવી છે. પરપરિણતિ પોતાની માને વર્તે આર્તધ્યાને, બંધ-મોક્ષ કારણ ન પીછાણે તે પહેલે ગુણઠાણે. સાધક જીવનની આ તે કેવી કરુણ સ્થિતિ ! માટે બાહ્યયોગમાં પ્રવૃત્તિ કરતાં કરતાં મનોવૃત્તિનું નિરીક્ષણ સતત કરતાં જ રહેવાનું. નિર્મળ આત્મપરિણતિને કેળવવા રોજ-રોજ અવારનવાર સાધકે આત્મનિરીક્ષણ કર્યું જ છૂટકો. ' (લખી રાખો ડાયરીમાં...) • શાસ્ત્રનું કહેલું આપણે કેટલું કરીએ છીએ ? તો “આપણું કહેલું થાય એવી બીજા પાસે આપણે અપેક્ષા કેટલી રાખી શકીએ ? સમકક્ષની ઈર્ષ્યા ન થાય તો ગુણનો પ્રમોદ સાચો. માન-સન્માનનું અજીર્ણ = માન ન મળતાં બીજાનું અપમાન કરવાની વૃત્તિ. Page #94 -------------------------------------------------------------------------- ________________ હિસાબ ચોખ્ખો કરીએ. સાધકના મનના પરિણામો ચન્દ્રની કળા જેવા છે. બીજા દિવસે જો ચન્દ્રકળા વધે નહિ તો તે ઘટે જ છે. તે જ રીતે સાધકની પરિણતિ નિર્મળ ના થાય તો મલિન થાય જ છે. શાસ્ત્ર પણ આ જ વાતનું સમર્થન કરે છે કે જો છ ગુણઠાણે રહ્યા પછી અંતર્મુહૂર્તમાં ૭ મે ગુણઠાણે જવાનો અંતરંગ ભગીરથ પુરુષાર્થ સાધક ન કરે તો ૬ઠે ગુણઠાણેથી તેને નીચે ઉતરવું જ રહ્યું. કમ્મપયડી વગેરેમાં સંયમજીવનના અધ્યવસાયસ્થાન, યવમધ્ય વગેરેના નિરૂપણમાં આ જ વાત બતાવી છે. સૌથી વધુ મહત્ત્વની વિચારવા જેવી વાત એ છે કે પૂર્વ કરોડ વર્ષના સંયમજીવનમાં (૧ પૂર્વ = ૭૦,૫૬૦ અબજ વર્ષ) ૬ઠ્ઠા ગુણઠાણાથી નીચે વધુમાં વધુ ૯૦૦ વાર ઉતરે તો ફરીથી ૬ઠ્ઠા ગુણઠાણે ચઢી શકાય. પરંતુ ૯૦૦ કરતાં વધુ વખત છઠ્ઠા ગુણઠાણાથી નીચે ઉતરે તો બાકીની આખી જીંદગીમાં એક પણ વાર ફરીથી ૬ઠ્ઠા ગુણઠાણે ચઢવાનું સૌભાગ્ય તે વ્યક્તિને ન જ મળી શકે – આવી વાત પ્રવચનસારોદ્ધાર, આવશ્યકનિયુક્તિ વગેરે ગ્રન્થોમાં આકર્ષદ્વારમાં કરેલી છે. તથા ગુણસ્થાનકક્રમારોહ, દ્વિતીય કર્મગ્રન્થ, કમ્મપયડી, પંચસંગ્રહ વગેરે ગ્રન્થોમાં જણાવ્યા મુજબ છઠ્ઠા ગુણઠાણાનો સળંગ સમય માત્ર અંતર્મુહૂર્ત જ છે. મતલબ કે પ્રત્યેક અંતર્મુહૂર્તે છઠ્ઠા ગુણઠાણેથી સાતમા ગુણઠાણે જવાનો પ્રયત્ન ન થાય તો સંયમી છથી અવશ્ય નીચે ઉતરી જાય અને આ રીતે વધુમાં વધુ ૯૦૦ વાર જ ઉતરી શકાય. તેનાથી વધુ વખત છથી નીચે ઉતરે તો બાકીની જીંદગીમાં એક પણ વાર દુદ્દે ગુણઠાણે ચઢી ન જ શકાય. હવે મહત્ત્વનો વિચાર એ કરવાનો છે કે ૮૦ વર્ષના સંયમજીવનમાં રોજ દરેથી એક વાર નીચે ઉતરે તો કેટલી વાર ૮૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ ફરીથી ૬ ગુણઠાણે આવી શકાય ? આની ત્રિરાશિ માંડીને હિસાબ ચોખ્ખો કરીએ તો ખ્યાલ આવે કે પોણા ત્રણ વર્ષ પછી જીવનમાં ક્યારેય છઠ્ઠા ગુણઠાણે ચઢી ન જ શકાય. બાકીની જીંદગી નિશ્ચયનયથી સંસારીપર્યાય ગણાય. આપણા જીવનમાં જો હાર્દિક રીતે આ દૃષ્ટિ વણાઈ ગઈ હોય તો “૬ થી ૭મે ગુણઠાણે જવાનો અંતરંગ પુરુષાર્થ ન થાય તો વર્તમાન સંયમજીવનમાં શું હાલત થાય ?' તે સમજાવવું ન પડે. દેવનું આયુષ્ય ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ કહેવાય. પરંતુ વ્યન્તર નિકાયના દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય તો માત્ર ૧ પલ્યોપમ જ છે. તેમ “કરોડ પૂર્વ (૭૦,પ૯૦૦000000000000000 વર્ષ !) આયુષ્ય હોય તે અવાર નવાર દથી પડે તો ઉત્કૃષ્ટથી ૯૦૦ વાર ફરીથી છકે ગુણઠાણે પહોંચી શકે –આવી વાત શાસ્ત્રકારો કરે છે. પણ ૧૦૦ વર્ષના આયુષ્યવાળા સંયમી વારંવાર છથી નીચે ઉતરે તો ૯૦૦ વાર ફરીથી છકે પહોંચી શકે કે તેના કરતાં ઓછી વાર ચઢી શકે ? તે બાબતનો નિર્ણય તો કેવલજ્ઞાની-અતીન્દ્રિયજ્ઞાની સિવાય વર્તમાનમાં કોણ કરી શકે ? ૧૦૦ વર્ષના આયુષ્યવાળા માટે ૯૦૦ ના બદલે ૨૦૦ વાર જ તેવું સૌભાગ્ય હોય તો? તેનો વિચાર કરતાં પણ ધ્રુજારી ઉપજે તેવું છે. નિદ્રામાં પણ ૬થી ૭ મે અને ૭મેથી ૬ કે ગુણઠાણે સતત આવ-જાવ કરનારા, નીચે ન પડનારા સંયમીઓ હોય છે. કારણ કે સાતમે ગુણઠાણે રહેનારા જીવોની કાયમ ઓછામાં ઓછી બે અબજ સંખ્યા છે. એવું શાસ્ત્રકારો બતાવે છે. તેવા સંયમીઓની દિવસની સંયમચર્યા કેટલી જાગૃતિ રેલી અને પ્રબળ આત્મવિશુદ્ધિના બળવાળી હશે ? તેની કલ્પના કરતાં આંખમાં આનંદના આંસુ આવી જાય અને એવા સંયમીના ચરણોમાં મસ્તક ઝૂકી જાય તો જ નિર્મળ સંયમ-પરિણતિ સ્થિર બને. વૃદ્ધિગત બને, વિશુદ્ધ બને. આ બધી વસ્તુસ્થિતિનો ખ્યાલ રાખીને જ ચરમ તીર્થાધિપતિ ८४ Page #96 -------------------------------------------------------------------------- ________________ ‘સમય ગોયમ ! મા પમાયÇ' નો ઉપદેશ અવાર-નવાર ફરમાવતા હતા. આ વસ્તુસ્થિતિ નજર સામે હોય પછી ક્યારેય ‘હું જ શુદ્ધ સંયમી છું' એવો અહંકાર ખાનદાન સાધકના મનમાં પણ ન આવી શકે. માટે તો સૂરપુરંદર વિશુદ્ધસંયમી હરિભદ્રસૂરિજી મહારાજ પણ પોતાની જાતને સંવિગ્ન કહેવાના બદલે ‘સંવિગ્નપાક્ષિક' તરીકે પોતાનો ઉલ્લેખ કરે છે. ખરેખર શ્રીહેમચંદ્રસૂરિજી મહારાજની જેમ પોતાને મળેલ કલિકાલસર્વજ્ઞ બિરુદ તેમણે સાર્થક અને સફળ કર્યું એવું તેમની નમ્રતા જોતાં લાગ્યા વિના ન રહે. માનકષાયની વિરતિસ્વરૂપ નમ્રતા એ સમ્યક્ત્તાનનું અનિવાર્ય ફળ છે. અહંકાર એ જ્ઞાનનું અજીર્ણ છે. અક્કડ પર્વત ઉપર પાણી ટકતું નથી ને પોચી માટી પાણીનો સંગ્રહ કર્યા વિના રહેતી નથી. અહંકારી ઉપર વરસતી ગુરુકૃપા કે જ્ઞાન તેમાં ટકતું નથી, પિરણત થતું નથી. જ્યારે નમ્રતા અને સરળતાને આત્મસાત્ કરનારને ગુરુકૃપા અને સમ્યજ્ઞાન મળ્યા વિના, ફળ્યા વિના રહે નહીં. સંયમીની સેવા, સંયમચર્યા, સ્વાધ્યાય, સમર્પણભાવ, સરળતા, સૌમ્યતા, સહજતા, સહિષ્ણુતા, સાત્ત્વિકતા, સહાયકતા વગેરે સદ્ગુણોને કેળવવા પ્રયત્ન કરશો. લખી રાખો ડાયરીમાં... જે હોડીમાં બેઠા હોય તેમાં કાણું ન પડાય, જે ગુરુને સ્વીકાર્યા હોય તેના પ્રત્યે દુર્ભાવ ન કરાય. સ્વપ્રશંસા ગમે તે અર્ધસત્ય બોલે, પૂર્ણ સત્ય પ્રાયઃ ન બોલે. ૮૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રાપ્તિના ઉપાય સંઘયણ બળ ઓછું પડે એવું જણાય તો તેટલા કાળ પૂરતો તપયોગને ગૌણ કરી અને અધ્યયન-અધ્યાપનયોગને મુખ્ય કરીએ તો જ આરાધક બની શકીએ. અધ્યાપનને ગૌણ કરી અધ્યાપન શક્તિ હોવા છતાં તપયોગને જ આરાધવાની પક્કડ રાખીએ તો સાનુબંધ ક્ષયોપશમ, આત્મવિશુદ્ધિ, પ્રબળ નિર્જરા વગેરેની પ્રાપ્તિ તો ન જ થાય. પણ પરોપકાર કરવાની શક્તિ હોવા છતાં નિઃસ્વાર્થ ભાવથી પરોપકાર ન કરવાથી જિનાજ્ઞાવિરાધનાનું પાપ લાગે. માટે જ ૧૦ પૂર્વધર જિનકલ્પ સ્વીકારે તો વિરાધક બને-એમ શાસ્ત્રકારો ફરમાવે છે. વિવેકદ્રુષ્ટિ ખીલે તો જ જિનશાસનમાં આપણો પ્રવેશ થાય. માટે તો ઉપમિતિભવપ્રપંચા કથાના ચોથા પ્રસ્તાવમાં વિવેક પર્વત ઉપર જિનશાસનનું અવસ્થાન બતાવેલ છે. આનાથી સૂચિત થાય છે કે જિનશાસનમાં વલ ચારિત્ર કે કેવળ જ્ઞાન નહિ પણ વિવેકદૃષ્ટિ જ બળવાન છે. જિનશાસનનો સાર શુદ્ધ અને સૂક્ષ્મ વિવેકદૃષ્ટિનો વિકાસ છે. તેથી જ અપુનર્બન્ધકના લક્ષણમાં પણ ‘સર્વત્ર ઔચિત્યપાલન' આ ગુણ મૂકેલ છે. આ વાત પોતાની ભૂમિકા અનુસાર વિવેકદૃષ્ટિ ઉપર ભાર આપવાનું સૂચન કરે છે. આપણી ભૂમિકાને સમજવા અને સુધારવા માટે સર્વત્ર આપણે તટસ્થપણે આત્મનિરીક્ષણ તો કરે જ રાખવાનું. જેથી ગૌણ-મુખ્યભાવ સમજી, વિવેકદૃષ્ટિને નિર્મળ બનાવી શકીએ. મોક્ષમાર્ગમાં કયાંય કયારેય પણ ભૂલા ન પડીએ. સુશે કિં બહુના ? સેવાના અવસરે સ્વાધ્યાયના યોગ કરતાં સહાયતા ગુણ બળવાન છે. સહાયનો / ભક્તિનો અવસર પૂર્ણ થયા બાદ સ્વાધ્યય યોગ બળવાન છે. વડીલોની ભક્તિ દ્વારા મોહનીયકર્મનો સુંદર બળવાન ૮૬ Page #98 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમ થાય છે. જે જે યોગ મોહનીય કર્મનો ક્ષયોપશમ કરાવી આપે તે તે યોગ જરૂ૨ જ્ઞાનાવરણનો પણ ક્ષયોપશમ કરાવી આપે. કારણ કે મોહનીયકર્મના ક્ષયોપશમની સાથે જ્ઞાનાવરણીય કર્મનો પણ ક્ષયોપશમ થાય છે જ. માષતુષમુનિ કે નંદિષેણ મુનિ વગેરે દૃષ્ટાંતો આપવાદિક છે. તે ઔત્સર્ગિક ઉદાહરણો નથી. કારણ કે તેમના કર્મ નિકાચિત હતા. જ્ઞાનપ્રાપ્તિના બહિરંગ ઉપાય ભણવું / લખવું / પુનરાવર્તન કરવું / ગોખવું / વાંચવું વગેરે છે. જ્યારે જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ આદર અહોભાવ વિનય વિવેકદૃષ્ટિ જ્ઞાનીની પ્રશંસા - સહાય વગેરે કરવી તથા શક્તિ હોય તો બીજાને નિઃસ્વાર્થ ભાવે અને નમ્ર ભાવે ભણાવવું, સ્વાધ્યાયના માધ્યમે મોક્ષમાર્ગને જાણવાની-અનુભવવાની-પરિણમાવવાની તીવ્ર તમશા વગેરે જ્ઞાનપ્રાપ્તિના અંતરંગ અમોઘ ઉપાયો છે. “બહિરંગાત્ અંતરંગ બલવ' એ ન્યાયે જ્ઞાનપ્રાપ્તિના આંતરિક ઉપાયો બળવાન છે. માટે જ્યારે જ્યારે અવસર આવે ત્યારે જ્ઞાનપ્રાપ્તિના અંતરંગ ઉપાયોમાં ઉલ્લાસથી પ્રવૃત્તિ કરવી. પછી સમયાનુસાર જ્ઞાનપ્રાપ્તિના બાહ્ય ઉપાયોમાં પણ પ્રવૃત્તિ કરવી. અંતરંગ ઉપાયમાં પ્રવૃત્તિ કરીને, અવસર હોવા છતાં, જ્ઞાનના બાહ્ય ઉપાયોમાં ઉપેક્ષા / અનાદર કરે તે વિરાધક થાય. તથા અંતરંગ ઉપાયોમાં પ્રવૃત્તિ કરવાના અવસરે અંતરંગ ઉપાયોના ભોગે બાહ્ય ઉપાયોને પકડી રાખે તો ભણવા છતાં જ્ઞાનાવરણીય + મોહનીય કર્મ ચીકણાં બંધાય. માટે ભક્તિનો અવસર ચૂકવો નહિ અને ભક્તિનો અવસર પૂર્ણ થાય કે તરત સ્વાધ્યાયમાં લાગવાનું ભૂલવું નહિ. બસ પછી જુઓ, દેવતાઓ પણ શરમાઈ જાય તેવું દેદીપ્યમાન આત્મઉદ્યાન બની જાય છે કે નહિ? ઈન્દ્રો પણ એવા સંયમી પાસે ઝૂકી પડે. - - - - - સંયમજીવનરૂપી બાગને તમે સ્વાભાવિક સાનુબંધ મઘમઘતા સદ્ગુણપુષ્પોથી સદા માટે નવપલ્લવિત બનાવો એ જ શુભકામના. ૮૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ કેટલો લાંબો ગર્ભવાસ ? તમારા દીક્ષાજીવનનો ૯ માસ જેટલો પર્યાય થવા આવ્યો છે. માનવ આયુષ્યના પ્રાયઃ ૯ માસ ગર્ભવાસના કહેવાય છે. ત્યાર બાદ માતા બાળકને જન્મ આપે છે. પક્ષીના જીવનમાં થોડી જુદી ઘટના છે. ઢેલ વગેરે મોરને જન્મ નથી આપતી પણ મોરના ઈંડાને મૂકે છે. ઈંડાનું જતન કાળજી કરે છે. પછી ઈંડાનું કોચલું તોડીને સ્વયં મોર જન્મે છે. ઈંડાનું કવચ ઢેલ ન તોડે, જન્મ લેનાર મોર પોતે જ તોડે. - સંયમજીવનમાં જન્મ પામવાનું માનવની જેમ નથી, પરંતુ પક્ષીની જેમ છે. ઢેલ ઈંડાને મૂકે તેમ ગુરુ ભગવંતે આપણને રજોહરણાદિ સામગ્રી આપી. ઈંડાનું જતન ઢેલ કરે તેમ ગુરુ મહારાજ સારણા વારણા ચોયણા પડિચોયણા દ્વારા તથા ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા આપણી કેળવણી કરે. પરંતુ ઈંડાનું કવચ મોર સ્વયં તોડે તો જ તેનો જન્મ થાય છે, તેમ મિથ્યાત્વ અવિરતિ - કષાયના આવરણો આપણએ સ્વયં તોડીએ, દૂર કરીએ તો જ વસ્તુતઃ આપણો સંયમી તરીકે જન્મ શક્ય છે. તેમ છતાં પક્ષી ઈંડામાંથી સ્વયં જન્મે છે તેમાં અને સાધુવેશમાં સંયમી જન્મે છે તેમાં અમુક વિશેષતા પણ રહેલી છે. જેમ કે પક્ષીનો ઈંડામાં રહેવાનો ગર્ભવાસકાળ નિયત-મર્યાદિત હોય છે. જ્યારે સંયમજીવનમાં ગર્ભવાસનો કાળ અનિયત છે. પ્રબળ આત્મજાગૃતિ હોય તો પ્રથમ સેકંડમાં પણ જન્મ થઈ જાય અને જાગૃતિના અભાવમાં જન્મ ન થાય તો આખું જીવન પણ પૂરું થઈ જાય. અરે ! અનંતા ઓઘા મળી જાય તો પણ જન્મ ન થાય એવું ય બને. કેવી કરુણતા જન્માવે તેવી વાસ્તવિકતા છે !? પક્ષીને ઈંડાનું માત્ર એક જ કવચ તોડવાનું હોય છે. જ્યારે - ८८ Page #100 -------------------------------------------------------------------------- ________________ સાધનાજીવનમાં એક-બે નહીં પણ અનાદિ કાળના કુસંસ્કારના અનંતા આવરણો તોડવાના હોય છે. ૧૦ સંજ્ઞા, ૪ વિકથા, ૩ શલ્ય, ૩ ગારવ, ૫ પ્રમાદ, ૧૮ પાપસ્થાનકો, અયતના, ક્રૂરતા, લોલુપતા, મહત્ત્વાકાંક્ષા, ખેદઉગાદિ આઠ દોષો, ઈર્ષ્યા, અસહિષ્ણુતા, અવિવેક, કુટિલતા, સ્વાર્થભાવ, કૃતજ્ઞતા, નિર્લજ્જતા, પાપરસિકતા, પક્ષપાતવૃત્તિ, તેજાબી વાણી વરસાવવાની વૃત્તિ, ઓહ ! હિસાબ જ નથી. અનાદિ કાળના વળગેલાં આ બધા આવરણોનો દેશનિકાલ, આત્મનિકાલ કરીએ તો જ સંયમી તરીકે જન્મ વાસ્તવમાં શક્ય છે. કોણ જાણે ગર્ભવાસમાં કેટલાં વર્ષો નીકળી જાય ! કેટલાય ભવો પસાર થઈ જાય ? તો ય જન્મ ના થાય ! કોઈ દીક્ષાપર્યાય પૂછે ત્યારે જવાબ આપતાં પૂર્વે “સંયમી તરીકે જન્મ થયો કે નહિ ? તેની શોધ કરવી ના પડે તેવું જીવન બનાવવા જેવું છે. સંયમ જીવનમાં બીજું કશું જ મેળવવાનું નથી. શિષ્ય, પ્રસિદ્ધિ, સેવા, પ્રશંસા વગેરે મેળવવા માટે સંયમજીવન નથી. પરંતુ અનાદિ કાળનાં આ કોચલા તોડવા માટે આ સંયમજીવન છે. તેના માટે જ તપ-ત્યાગ, સ્વાધ્યાય, વિનય, ભક્તિ, જાપ, ધ્યાન, ચિંતન, ગોચરીચર્યા, વિહારચર્યા, પડિલેહણાદિ યોગ, ૨૫/૧૨/૪ ભાવનાનું પરિશીલન, અષ્ટપ્રવચનમાતા, યતિધર્મનું આસેવન, શીલાંગરથધારકતા, વતન, પ્રમાર્જન, સંયમ આદિ તારક યોગો શ્રી તીર્થકર પરમાત્માએ ફરમાવ્યાં છે. આ બધા યોગો કશું મેળવવા માટે નહિ પણ અનાદિ કાળના આવરણોને તોડવા માટે જ પ્રભુએ પ્રરૂપેલા છે. આ વાતને હૈયામાં ખૂબ ઊંડાણથી અને દૃઢતાથી ઉતારવા જેવી છે. ઈડા રૂપે જગતમાં આવવા છતાં અત્યંત કમજોરીના લીધે ચાંચ દ્વારા ઈડાનું કવચ ન તોડવાને લીધે જન્મ ન પામનાર પક્ષી કદાચ દયાપાત્ર છે. પરંતુ જાહેરમાં સ્વેચ્છાથી રજોહરણ મેળવ્યા પછી તથા ૮૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ તારક શાસન, સંયમ, સદ્ગુરુ, કલ્યાણમિત્ર, સંયમીવર્તુળ, શાસ્ત્રની સમજણ, આરાધનાની સામગ્રી, પ્રેરક વાતાવરણ મળ્યા પછી પણ અનાદિની અવળી ચાલને ન છોડવાના લીધે વાસ્તવમાં સંયમી તરીકે જન્મ પામ્યા વિના જ જગતમાંથી રવાના થનાર વ્યક્તિ કર્મસત્તા માટે અત્યંત હાંસીનું પાત્ર અને સજાપાત્ર બને છે. વગર કારણે કરેલી વિરાધનાઓ, વિરાધકભાવો, ઘાલમેલ, ગોલમાલ વગેરે જોર કરે તો એને કદાચ અનંત ફાંસી પણ ભોગવવી પડે છે. આ વાતને હૃદયમાં વણી લેજો. પછી દરેક યોગોની પ્રવૃત્તિ કોઈક જુદી જ રીતે થશે. જીવન ધન્ય બની જશે. લખી રાખો ડાયરીમાં... કર્મોદયજન્ય પરિસ્થિતિમાંથી પસાર થતાં થતાં કર્માધીન બની ન જવાય તેની સાવધાની રાખે તે સંયમી. સંયમજીવનમાં જડતાના મુખ્ય કારણ (૧) બેજવાબદાર માનસ, (૨) અત્યંત આસક્તિ, (૩) ઋણમુક્તિના વિચારનો અભાવ. સંયમીને સંક્લેશ કરાવે તેને ભવાંતરમાં (૧) સંયમ ન મળે, (૨) સંયમીના દર્શન ન મળે, (૩) સમાધિના નિમિત્ત ન મળે. જે સ્વાધ્યાય વગેરે આરાધનાથી કે પુણ્યશક્તિથી ઉપકારી પ્રત્યે અહોભાવ વધે તે સ્વાધ્યાય આદિ સફળ, બાકી નિષ્ફળ. ૯૦ Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રભુબહુમાનનું સ્વરૂપ ત્યાં પૂજ્યશ્રીની વાચનાઓ ચાલી રહેલી છે. તેનો જેટલો લાભ લેવાય તેટલો લેજો. આવી તક વારંવાર આવતી નથી. પરંતુ ભણવાના લીધે ગુરુભક્તિ વગેરેમાં કચાશ ના લાવશો. કારણ કે શ્રુતજ્ઞાનને પરિણત કરવાનું અને કેવલજ્ઞાનને પ્રગટ કરવાનું સામર્થ્ય ભક્તિસભર ગુરુવૈયાવચ્ચ વગેરે આંતરિક તત્ત્વોમાં રહેલ છે. સાથે સાથે વૈરાગ્યને પણ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરજો. લલિતવિસ્તરા ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે એક ખૂબ જ સુંદર વાત જણાવેલ છે કે વિષયવૈરાગ્ય એ જ ભગવાન પ્રત્યે બહુમાનભાવ છે. ભગવાનના સૂક્ષ્મ - લોકોત્તર પરમ કારુણિક ભાવસ્વરૂપને ન ઓળખવા છતાં જો વિષયના આવેગ અને કષાયના આવેશ ઘટે, મંદ થાય તો તે વ્યક્તિમાં ભગવદ્બહુમાન છે જ. કારણ કે ભગવાન પ્રત્યે બુહમાનનો અર્થ છે ભગવાનની આજ્ઞાનું પાલન. જિનાજ્ઞા એ છે કે વિષય કષાય ત્યાજ્ય છે. એની મમતા, પક્કડ છોડો ઘટાડો. આજ્ઞાપાલન કરવાથી ભગવદ્બહુમાનનું ફળ વિદ્યમાન જ છે. માટે ભવવૈરાગ્યને ભગવદ્બહુમાન સ્વરૂપે જણાવેલ છે. જેમ જેમ વિષયવૈરાગ્ય તથા ગુણવૈરાગ્ય = પોતાના તપ-ત્યાગ-સ્વાધ્યાય આદિ ગુણોનું ય અભિમાન કે અજીર્ણ નહિ) વધે તેમ તેમ ભગવાનનું બહુમાન વધે અને બન્ને પ્રકારના વૈરાગ્ય ઘટે તેમ ભગવદ્બહુમાન ઘટે. તારક તેમ જ આનાથી બીજી વાત એ સૂચિત થાય છે કે જ્યાં વિષયવૈરાગ્ય અને કષાયમંદતા ના હોય ત્યાં વાસ્તવમાં પ્રભુબહુમાન ન જ હોય. કદાચ વ્યવહારથી ભગવદ્દ્બહુમાન દેખાતું હોય તો પણ ભ્રામક હોય. ભગવાનની પ્રતિમા, તીર્થો, તીર્થયાત્રા, જાપ વગેરે આપણને બહુ ગમે, તેટલા માત્રથી ભગવદ્બહુમાન આપણામાં છે. - એવું માનવાની ભૂલ ન કરી શકાય, કારણ કે વિષયવૈરાગ્ય - - - ૯૧ - - Page #103 -------------------------------------------------------------------------- ________________ વિના તે બધા જ ભાવો ઔદયિકભાવસ્વરૂપ પણ સંભવી શકે છે. ઔદિયકભાવના ધર્મોથી ક્યારેય પણ કર્મનિર્જરા કે મોક્ષ થઈ ન શકે. આપણને તો ક્ષાયોપશમિક સંવર, સાનુબંધ સકામ નિર્જરા, મોક્ષ- આ ત્રણ તત્ત્વ સિવાય કશું પણ ન ખપે. માટે પ્રભુભક્તિની સાથે સાથે વિષયવૈરાગ્યને ઉત્કટ બનાવવાની અને કષાયને ક્ષીણપ્રાયઃ બનાવવાની આપણે જાગૃતિ પ્રતિપળ કેળવવી જ પડે. કેમ કે તે જ તાત્ત્વિક ભગવદ્બહુમાન છે અને ભગવદ્બહુમાનથી યુક્ત એવી જ સંયમચર્યા મોક્ષનું કારણ બની શકે. તેવી સંયમચર્યા એ સોનાના ઘડા જેવી છે. કારણ કે ભવાંતરમાં દેવલોકમાં જવાથી સંયમચર્યાસ્વરૂપ ઘડો તૂટી જવા છતાં પણ સોના જેવો ભગવદ્બહુમાન ભાવ વિષયવૈરાગ્ય સાથે રહી શકે છે. વિષયવૈરાગ્ય વિનાની સંયમચર્યા એ માટીના ઘડા જેવી છે કે જે ગમે ત્યારે નાશ પામી શકે છે. પછી તેનું કશું મહત્ત્વ રહેતું નથી. માટીનો ઘડો નિરનુબંધ આરાધના અને સોનાનો ઘડો સાનુબંધ આરાધના. અનુબંધ પાડનાર છે વિષયવૈરાગ્ય અને કષાયત્યાગ સ્વરૂપ ભગવદ્બહુમાનભાવ. પ્રત્યેક ક્ષણે આવી આત્મજાગૃતિ કેળવી સંયમની સાધનાને સાનુબંધ બનાવો એ જ એક મંગળ કામના. = = લખી રાખો ડાયરીમાં... પોતાના જીવનમાં જરૂર આચારચુસ્ત બનવાનું અને ‘આચારચુસ્ત ન હોય તે સાધુ ન કહેવાય' આવું કદાપિ નહિ બોલવાનું. • જીભની આસક્તિ બ્રહ્મચર્યઘાતક છે. - • - માત્ર શરીરની તકલીફ જણાવે તે દર્દી. • મનની મૂંઝવણ, આત્માના દોષ જણાવે તે શિષ્ય. ૯૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ સંયમજીવનનો મહિમા આપણને જિનશાસન મળેલ છે તે આપણું એક વિશિષ્ટ સૌભાગ્ય છે કે જ્યાં “આસવા તે પરિસવા” આવા આચારાંગ સૂત્રને જાણવા અને માણવા મળે છે. નુકશાનીના અવસરને ઊંચા લાભમાં ફેરવવાની કળા જિનશાસન મેળવ્યા વિના શક્ય જ નથી. જરૂર છે માત્ર જિનશાસનના તત્ત્વજ્ઞાનને, કર્મફિલોસોફીને, શાસ્ત્રસાહિત્યને, સ્યાદ્વાદદ્દષ્ટિને આત્મસાત્ કરવાની. પછી ચિત્તની પ્રસન્નતા, સંયમજીવનનો આનંદ, સાત્ત્વિકતા, વગેરે ગુણો વધતા જ રહે. એ માટે સતત આત્મજાગૃતિ, આત્મનિરીક્ષણને કેળવ્યા વિના છૂટકો નથી. (પ્રત્યુત્તું પ્રત્યેàક્ષેત) સ્વાધ્યાય, તપ, સાધના, સંયમ, સેવા વગેરે તે માટે જ પરમાત્માએ બતાવેલ છે. જિનશાસનપ્રાપ્તિની વિશિષ્ટતાની જેમ સંયમજીવનપ્રાપ્તિની વિશિષ્ટતાનો અનુભવ હોસ્પીટલમાં રહેવાના અવસરે થયો. સંસારમાં આવા અવસરે સમાધિના સંયોગો મળે તેવી બહુ જ ઓછી શક્યતા.જ્યારે અહીં મારી સમાધિ ટકી રહે તે માટે પૂ. જયઘોષસૂરીશ્વરજી મ., પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મ., પૂ.પં.રત્નસુંદર વિ.મ., પૂ.પં.હેમરત્ન વિ.મ., પૂ.પં. જયસુંદર વિ.મ. વગેરેએ સમાધિપત્રોનો ધોધ વરસાવ્યો. હોસ્પીટલમાં પૂ.મુક્તિવલ્લભ વિ.મ., મુનિશ્રી મેઘવલ્લભ વિજયજી મહરાજ વગેરેએ દિલ દઈને સેવા કરીને, હિતશિક્ષાદિ આપીને ભરપૂર સમાધિ આપી. ક્યાં સ્વાર્થની દુર્ગંધથી ખદબદતો સંસાર અને ક્યાં પરોપકારની સુગંધથી મહેકતું સંયમ જીવન ! સમાધિ આપતો વૈયાવચ્ચ ગુણ અપ્રતિપાતી કેમ કહેવાયો છે ? તેના રહસ્યો જાણવા મળ્યા. ખરેખર આવા વિચારોમાં જે આનંદ અનુભવાય છે તે અવર્ણનીય બની રહે છે. ‘અહો શાસન ! અહો સંયમ !' આ રણકાર ગુંજતો રહે, ભાવપ્રાણ ધબકતા રહે. બસ પછી કાંઈ બોલવાનું રહેતું નથી. માત્ર અનુભવવાનું રહે ૯૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ છે. આવી અનુભૂતિમાં ખોવાઈ જવું એ પણ એક લહાવો છે. ગુરુકૃપા, સંયમસાધના, સંયમનો પક્ષપાત -આ બધા તેના પ્રધાન કારણ છે. યોગ્ય રીતે કારણસામગ્રી ભેગી થાય કે તેનું કાર્ય મળે જ છૂટકો. એ કારણોની પ્રાપ્તિ માટે ગવેષણા કરતા રહીને પરમલોકને આપણે નજીક બનાવીએ એ જ મંગલકામના. લખી રાખો ડાયરીમાં... પ્રાયઃ બચપણમાં સ્નેહરાગ, યુવાનીમાં કામરાગ, પ્રૌઢ અવસ્થામાં ષ્ટિરાગ નડે. ♦ પ્રતિકૂળ ઉપસર્ગને જીતવા વીર્યંતરાયકર્મનો ક્ષયોપશમ, અનુકૂળ ઉપસર્ગને જીતવા મોહનીયકર્મનો ક્ષયોપશમ મહત્ત્વનો છે. ♦ (૧) નિઃસ્વાર્થભાવે પરોપકાર, (૨) નિર્દોષ સંયમચર્યા, (૩) ઉગ્ર તપ-ત્યાગ. આ ત્રણ દ્વારા બાહ્ય-અત્યંતર ઉત્કૃષ્ટ આરાધનાસામગ્રી સામેથી મળે. રાગની સામગ્રીમાં રાગ ઘટાડવો હોય તો તેમાં પરિવર્તન ન કરવું. અને સામગ્રી સાદી રાખવી. ભવિષ્યની અતિઉજ્જવળ કલ્પના નિષ્ક્રિય બનાવે. ભવિષ્યની અતિખરાબ કલ્પના નિરાશ બનાવે. ઉજ્જવળ ભાવીનો સંકલ્પ જીવને સાવધાન, સક્રિય અને ઉત્સાહી બનાવે. ૯૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ યુતિ જમાવીએ અનાદિ કાળથી આપણે પરદ્રવ્યને ઓળખી, સાચવી તેમાં જ રહેલા છીએ. મોહરાજા આ જ કાર્ય બધાને કરાવે છે. હવે જિનાજ્ઞાથી આપણે આપણી જાતને (૧) ઓળખવાની છે, (૨) સાચવવાની છે, (૩) અને આપણામાં જ રહેવાનું છે. મમત્વ કરવા લાયક કોઈ ચીજ હોય તો તે આપણો પોતાનો જ આત્મા છે. આપણી જાતને જણાવવાના લીધે જ દેવ, ગુરુ, કલ્યાણ મિત્ર, ધર્મ, જિનાજ્ઞા વગેરે પણ અવશ્ય મમતા કરવા લાયક છે. આ સિવાય બીજું કશું જ બહારનું જાણવા, સમજવા કે સાચવવા જેવું નથી. ઔયિક ભાવોની જંજીરમાંથી વહેલી તકે બહાર નીકળી ક્ષયોપશમભાવની પાલખીમાં બેસી ક્ષાયિકભાવને પામવાની અંતર્યાત્રા આરંભવાની છે. લક્ષ્ય તરીકે ક્ષાયિક સદ્ગુણની સમૃદ્ધિ, માધ્યમ તરીકે ક્ષાયોપશમિક ગુણવૈભવનો સહારો. આ યુતિ બરાબર જામી જાય તો અલ્પ સમયમાં તમામ આધ્યાત્મિક કાર્ય સમાપ્તિના આરે આવીને ઉભા રહે. દેહનો અગ્નિસંસ્કાર થાય તે પૂર્વે કર્મના અગ્નિસંસ્કાર માટે આટલું કાર્ય તો અવશ્ય કરવું જ પડશે. એમાં તમે સફળ બનો એ જ મંગલ કામના. - આપણને અમૂલ્ય જીવન મળેલ છે. એક એક સેકન્ડની અબજોની કિંમત આંકીએ તો પણ ન આંકી શકાય. સવાલ એ છે કે આપણે અબજો રૂપિયા કરતાં ચડિયાતી સમયશક્તિનો પરભવ માટે કેટલો ઉપયોગ કરીએ છીએ ? અત્તર ગટરમાં પડી જાય તો લોકો અફસોસ કરે. ઘી જમીનમાં ઢોળાઈ ન જાય તે માટે સાવધાની રાખે. પરંતુ અત્તર, ઘી વગેરે કરતાં પણ અત્યંત કિંમતી સમય ઢોળાઈ રહ્યા છે. તેની કોઈ પરવા પણ કરતું નથી. ખરેખર માણસ જીવનમાં મૃત્યુ સિવાયની દરેક ચીજનો ખૂબ જ ઊંડાણથી ૯૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરે છે. પરંતુ અનિવાર્ય અને મહત્ત્વની ચીજ મૃત્યુ તરફ જાણે આંખ મીંચામણા કરે છે. જ્ઞાની પુરુષો રતન જેવા માનવભવનું જતન કરવાની ડગલેને પગલે વાત કરે છે. આપણને સાવધાન બનાવે છે કે હજુ હાથમાં તક છે. આરાધના કરી લો. બેસવું હોય તો બેસી જાવ, ગાડી ઉપડી જાય છે. મોક્ષનગરની ગાડીમાં બેસવાનો ચાન્સ એકમાત્ર માનવને મળે છે. પશુને કોઈ કહે પણ નહિ. કારણ કે તેને સમજણ નથી. પરંતુ માનવની પાસે બુદ્ધિ છે, સમજણ છે, શક્તિ છે, અનુકૂળતા છે. જ્ઞાની પુરુષોની આ વાત ઉપર ધ્યાન આપીને જીવનને જયણામય, ગુણમય બનાવીએ. મેળલા સંયમ જીવનને સમાધિમય બનાવીએ. સંયમની મસ્તીથી જીવીએ, મોજથી મરીએ તો ધન્ય બનીએ. આરાધનાની પ્રવૃત્તિમાં ભલે કદાચ વધારો ન થાય, આરાધકભાવની વૃત્તિમાં તો ઘટાડો ન જ થવો જોઈએ. તપમાં ભલે આગેકૂચ ન કરી શકીએ. આહારસંશાને તોડવામાં તો કચાશ ન જ રાખીએ. સ્વાધ્યાયમાં કદાચ હરણફાળ ભરી ન શકીએ, આત્મનિરીક્ષણમાં તો ગોકળગાયપણું ન જ પાલવે. વિશિષ્ટ સદ્ગુણવૈભવને કદાચ આત્મસાત્ ન કરી શકીએ. પરંતુ દોષત્યાગમાં તો પીછેહઠ ન જ થવી જોઈએ. આવી પ્રતિપળ સાવધાની રાખીને ‘દેવો પણ આપણો આંતરિક દેદાર જોઈને ઝૂકી પડે’-એવો આરાધનાનો અને આરાધકભાવનો વૈભવ પામો એ જ અંતરની એક માત્ર તમન્ના. લખી રાખો ડાયરીમાં... જડમાં પરિવર્તન કરવાની કળા અનાદિકાળથી હસ્તગત કરી છે. જાતમાં પરિવર્તન કરવાની કળા આત્મસાત્ કરીએ તો બેડો પાર થાય. ૯૬ Page #108 -------------------------------------------------------------------------- ________________ ત્રિવેણી સંગમ કરીએ દેવગુરુની અસીમ કૃપા + પ્રચંડ પુણ્યોદય + સમ્યક્ પુરુષાર્થનો ત્રિવેણીસંગમ થવાથી આપણને મળેલ સંયમ - જીવનના એક પછી એક વરસ ટપોટપ પૂરા થતાં જાય છે. ઝપાટાબંધ કાળ પસાર થતાં થતાં સંસારી જીવનની પદાર્થલક્ષી દૃષ્ટિ હટાવીને પરિણતિલક્ષી દૃષ્ટિનો જેટલા અંશમાં ઉઘાડ થાય તેટલા અંશે સંયમપાલનમાં આનંદ વધતો જાય. (૧) સાધનામાં એકાગ્રતા + અહોભાવ + જયણાની ત્રિપુટી ભળી જાય (૨) વેદનામાં સહનશીલતા + સમતા + પ્રસન્નતાની ત્રિપુટી. (૩) વંદનામાં શ્રદ્ધા + સંવેદના + શરણાગતિની, (૪) જ્ઞાનમાં શુદ્ધિ + નમ્રતા + સરળતાની, (૫) સમ્યગ્દર્શનમાં સમર્પણ + સત્ત્વ + સ્વસ્થતાની, (૬) ચારિત્રમાં સામર્થ્ય + પ્રણિધાન + આત્મરમણતાની, (૭) બ્રહ્મચર્યમાં સહજતા + પવિત્રતા + નિષ્કલંકિતતાની, (૮) ભક્તિમાં નિર્દોષતા + નિખાલસતા + નિરીહતાની, (૯) વૈયાવચ્ચમાં નિરભિમાનતા + નિસ્પૃહતા + કટિબદ્ધતાની, (૧૦)તપમાં ક્ષમા + નિર્લેપતા + અપ્રમત્તતાની ત્રિપુટી ભળી જાય તો સંયમજીવનના વાસ્તવિક આનંદની અનુભૂતિ થઈ શકે. સંયમજીવનના પ્રારંભિક તબક્કામાં સાધના કર્તૃત્વભાવથી થાય. પણ પછી પરિણતિ વિશુદ્ધ બનતા સાધના સ્વભાવથી થાય. અજ્ઞાની બધું કર્યા કરે. જ્ઞાનીને બધું થયા કરે. કર્યા ક૨વામાંથી થયા કરવામાં પહોંચવાનું છે. કરવામાં ભારબોજ કદાચ લાગશે. થયે રાખવામાં હળવાશનો અનુભવ થશે. ૯૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ સાધના કર્યા કરવાથી સાધના આદતસ્વરૂપ બનીને પુણ્ય બંધાવી સદ્ગતિ આપે. જ્યારે સાધના સહજતાથી થયે રાખવાથી સાધના સ્વભાવસ્વરૂપ બની કર્મનિર્જરા દ્વારા મુક્તિ આપે છે. આપણે દેવાધિદેવની આરાધના, ગુરુદેવની ઉપાસના અને સંયમની સાધનાને આદતમાંથી સ્વભાવમાં રૂપાંતરિત કરવા કટિબદ્ધ થવાનું છે. પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે યોગી આદત ન બનતાં સ્વભાવરૂપ બને તો જ તેના થકી આનંદની અનુભૂતિ થઈ શકે. સાધનાને સ્વભાવસ્વરૂપ બનાવવા માટે અંતર્મુખતા કેળવવી અનિવાર્ય બને છે. તે માટે શુભ ભાવો કાયમ ટકી રહેવા જોઈએ. એક વાર શુભ ભાવ આવી જાય તેવું કરવું સરળ છે. પણ તે ટકે, વધે તે ખૂબ અઘરું છે. તેના માટે નીચેની સાત બાબતની કાળજી લેવી. (૧) શુભભાવને ટકાવવા માટે આવેલા શુભ ભાવની ખુશાલી જોઈએ. (૨) તેના માટે કોઈક ચીજ કે નબળી પ્રવૃત્તિ વગેરેનો ત્યાગ કરવાની વૃત્તિ જોઈએ. આવું કરવાથી તે શુભ ભાવ પાછા આવે છે. બીજા અનેક શુભ ભાવોને તે ખેંચી લાવે છે. (૩) આવેલ શુભ ભાવની ભવિષ્યમાં હાર્દિક અનુમોદના કરવાથી પણ તેના શુભ અનુબંધ પડે છે. (૪) બીજા જીવોમાં તેવા શુભ ભાવને પ્રગટાવનારી પ્રવૃત્તિ જોઈને, - તથાવિધ ગુણોને જોઈને હાર્દિક ગુણાનુરાગ કેળવવામાં આવે તો શુભ ભાવ માટે તે આમંત્રણ પત્રિકા બને છે. (૫) અન્ય જીવોની આરાધનાની જાહેરમાં પ્રશંસા, ઉપવૃંહણા, સ્થિરીકરણ કરવાથી શુભ ભાવોના અનુબંધ દઢ થાય છે. (૬) ગુણવાનોની, પુણ્યવાનોની, આરાધકોની નિંદાથી કાયમ દૂર રહેવાની વૃત્તિ હોય તો શુભ ભાવોના અનુબંધો ન તૂટે. ૯૮ ૯૮ Page #110 -------------------------------------------------------------------------- ________________ (૭) દોષવાળી વ્યક્તિ પ્રત્યે ધૃણા, તિરસ્કારભાવને ન રાખવાથી શુભ ભાવની મૂડી સલામત રહે છે. આ સાત વાતોનો ખ્યાલ રાખી તે મુજબ વર્તવાનો પ્રયત્ન કરશો તો શુભ ભાવ જલ્દી આવશે, આવેલા શુભ ભાવ ટકશે, વધશે, સાનુબંધ થશે. જેમ ઘંટ એક વાર જોરથી વાગે પણ તેનો રણકાર લાંબા સમય સુધી ચાલે તેમ એક વાર હૃદયના સાચા ભાવથી ધર્મ આરાધના કર્યા પછી તેની સ્મૃતિ, તેની અનુમોદના લાંબો સમય ચાલવી જોઈએ. તેનો રણકાર પણ સાત્ત્વિક અને તાત્ત્વિક છે. ત્યાર બાદ જીવનમાં પ્રભુ પ્રત્યેની પ્રીતિ, ભક્તિ અને શ્રદ્ધા પ્રધાન બને છે. પ્રભુ પ્રત્યેના પ્રેમને સમર્પણ થવામાં રસ છે. સંસાર પ્રત્યેના રાગને સંઘર્ષમાં જ કેવળ રસ છે. તર્ક ઉપરનો વધુ પડતો વિશ્વાસ સંસારને ખેંચી લાવે છે. તથ્ય ઉપરનો વધુ પડતો વિશ્વાસ પરમાત્માને ખેંચી લાવે છે. જગતપતિના દર્શન થયા પછી જગતના દર્શનની વાસના ખતમ થઈ જાય છે. ખરેખર ! ભગવાનમાં ખોવાઈ જવા જેવું છે. મરજીવો ડુબકી મારે તો દરિયામાંથી મોતી મેળવે અને કિનારે બેસી છબછબીયા કરે તો કેવળ પથ્થર મળે. તેમ આરાધનાના સાગરમાં ડુબકી લગાવીએ તો આત્માનો ગુણવૈભવ મળે. બાકી ઉપરછેલ્લી, મોળી, શક્કી આરાધના કરીએ તો તકલાદી સુખ મળે કે જે નાશ પામવા સર્જાયેલ હોય. કરોળીયાનું જાળું જ્યાં સુધી પુણ્ય ન પરવારે ત્યાં સુધી જ સલામત. તેમ સંયમજીવનમાં પણ શરીર વગેરેનું સુખ પણ જ્યાં સુધી પુણ્યોદય છે ત્યાં સુધી જ સલામત રહે છે. તેથી અત્યારે પુણ્યોદય છે તો આત્મસાધના કરી લેવા જેવી છે. આમ કરીને વહેલા પરમપદને પામો તે મંગળકામના. - ૯૯ - Page #111 -------------------------------------------------------------------------- ________________ પુજ્ય શ્રી રાધિપતિ જયઘોષણજીિ મહારાજની પ્રસાદી જીવન અંદરથી પણ પ્રસન્ન અને ગુણસૌરભથી ભરેલું બનાવવું. ગુરુનું વચન મનથી પ્રસન્નતાપૂર્વક સ્વીકારવાથી સમ્યક્ત નિર્મળ થાય. મન બગડે તો સમકિત મલિન થાય, નાશ પણ પામે. સંયમજીવનમાં અનુભવાતી આપણી મસ્તી-પ્રસન્નતા સામાન્યથી પ્રાયઃ ક્ષયોપશમ ભાવની હોય. તેથી તે અનુભવવાના પ્રયત્નની સાથે પ્રમાદ અને કષાયના કારણે તે ઉડી ન જાય તે માટે સતત સાવધ બનવું. સહવર્તી મહાત્માઓની ઉપબૃહણા - પ્રેરણા - પ્રોત્સાહન - સહાયકતા કરવી, અનુમોદના કરવી. આત્મદોષોનું નિરીક્ષણ અને શક્ય સુધારણા માટે પ્રયત્ન કરવો. ગુરુની ભક્તિ-બહુમાન-સેવા-આદરમાં જરા પણ કમી ન આવે તેનું ધ્યાન રાખવું. માતા-પિતા સિવાય સ્વજનો સાથે બહુ વાતો ન કરવી સારી. બાહ્ય આચારોમાં પણ જાણકાર અને ચોક્કસ બનવું. આંતરિક ગુણો કેળવવા અને દોષોનો નિગ્રહ કરવા માટે કષાયજય, વિષયોથી નિવૃત્તિ, વૈરાગ્ય અને ભાવના વગેરે શક્ય પ્રયત્નો કરતા રહેવું. તો પરિણતિ ઘડાશે. માટે જાગૃતિપૂર્વક પ્રયત્ન કરવો. શાસનમાં સંયમ, સંયમના કારણો સમજવા અને પાળવા કટીબદ્ધ થવું. નાના ગુરુભાઈઓ પ્રત્યે સહાયક વૃત્તિ રાખવી. તેઓ વ્યવહારથી ભલે નાના છે. વાસ્તવમાં પૂજ્ય છે. સાધુપદે પંચપરમેષ્ઠીમાં છે. માટે ગૌરવ સાથે જ જોવા. (૧૦૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ • • વિચારસરણી દ્વારા, ભાવના દ્વારા અને પ્રવૃત્તિ દ્વારા અવગુણો દૂર થાય અને ગુણો ભાવે માટે ક્રમિકપણે એનો અમલ કરવો. ગોખવાનું અને પાઠ-આ બન્ને અર્થ સાથે કરવાથી આનંદ વધે. ગુરુની ઈચ્છા મુજબ અને કહ્યા મુજબ વર્તનાર, અભ્યાસ અને સંયમની કાળજી રાખનાર, બધાને સહાયક થનારના જીવનમાં ગુણો સ્વાભાવિક રીતે આવે છે. જેટલા સરળ, નમ્ર અને સમર્પિત બનશો તેટલા ગુણો અને જ્ઞાન વિકસશે. સંયમમાં ચુસ્તતા માટે ગુરુને પૂર્ણ સમર્પિત બનવું. સહવર્તી સાધુઓને ભગવાન માની આદર કરવો તો વિશેષ ક્ષયોપશમ જાગશે. જો તપ-ત્યાગ-સંયમમર્યાદા, જ્ઞાન, ધ્યાન વગેરે આરાધનામાં કટીબદ્ધ રહ્યા તો જીવન સફળ. નહિતર કુધ્યાન, અસમાધિ, અસ્વસ્થતા, વેશવિડંબના અને પરાણે વેશમાં રહેવાપણું છે. વૈરાગ્યના ચિંતન અને ભાવનથી આત્માને સતત સાત્ત્વિક બનાવવો. બે પાટે ગાડી ચાલે; (૧) આરાધના કરવી, ગુણો કેળવવા, સદ્ભાવના વિકસાવવી, (૨) વિરાધનાઓ છોડવી, દોષો રોકવા તથા અસદ્ વિચારણા, વાણી, વર્તનનું ચેકીંગ કરવું અને રોકવા પ્રયત્ન કરવો. ગુણો કેળવવા સરળ અને સમર્પિત બનવું પડે. મહાત્માઓને સદા સહાયક થવું. તેમાં ઉત્સાહ વધારવો. બીજાનું, નાનાનું, મોટાનું કામ કરવાથી પુણ્ય અને ધર્મ થાય. ૧૦૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ નાનાને પણ કામ આપીએ તો આભિયોગિક, કિલ્બિષિક કર્મ બંધાય. અભ્યાસ, વિનય, વૈરાગ્ય ત્રણ ભેગા થશે તો પરિણતિ ખીલશે. આંતરિક શુદ્ધિ અને પરિણતિને વધારવી, સુધારવી. તે અંગે સતત જાગ્રત બનવું. ભાવનાથી, ભક્તિથી, બહુમાનથી અને વિનયથી આરાધના વધે છે. મનોબળ દૃઢ અને કાર્યપદ્ધતિ વ્યવસ્થિત કરવી. જેથી ગુણો આવે, આત્મા નિર્મળ પરિણતિવાળો બને. ગુરુને ઈચ્છાથી સમર્પિત બનવું. સહવર્તીઓને સહાયક, પ્રેરક અને આરાધનામાં ઉપબૃહક બનવું. વિવેક અને વૈર્ય દ્વારા સંયમ આત્માના દોષો અને કર્મનો નાશ કરે છે. સ્વભાવના કોઈ પણ જાતના દોષમાં કર્મજન્ય, પ્રકૃતિજન્ય, સંયોગજન્ય જે દોષો હોય તેનો નાશ વિવેક અને ધીરપૂર્વકના સત્ત્વ, સંયમ અને જયણાથી થાય છે. દા.ત. માલતુષમુનિ સંયોગને આધીન પ્રવર્તન હોય પણ સ્વભાવને આધીન પરિણતિ બનાવી રાખવી. સંયમની આંતરિક પરિણતિ અને બાહ્ય વ્યવહારમાં કડક અને ચોક્કસ બનવું. (લખી રાખો ડાયરીમાં...) ઉત્તરગુણમાં ઘાલમેલ થાય તો મૂલગુણ દીર્ઘજીવી ન બને. –-૧૦૨ – Page #114 -------------------------------------------------------------------------- ________________ સંયમીના દિલમાં • લેખકની ઊર્મિ • નવી મારૂતિ કે મર્સીડીઝ કાર લીધા પછી તેની બરાબર માવજત કરવામાં ન આવે તો તેનું આયુષ્ય ટૂંકું થઈ જાય. સીટીઝનની ન્યુ બ્રાન્ડ ઘડીયાળને ચાવીની (કે સેલની) ચા પીવડાવવામાં ન આવે તો તેને એટેક આવી જાય. નવી સાયકલ કે સ્કૂટરના હાલમાં પણ નિયમિત રીતે ઓઈલ પૂરવામાં ન આવે તો કીચુડ-કીચુડ અવાજ આવે. કારખાનાના મશીનને અવસરે ઓઈલિંગ કરવામાં ન આવે તો તે પણ રીસાઈ જાય. એ જ રીતે દીક્ષા પછી સંયમીની માવજત-કાળજી જો ગુરુ, વડીલ સંયમી, કલ્યાણમિત્ર દ્વારા કરવામાં ન આવે તેમજ ગુરુબંધુ અને સહવર્તી સંયમી સાથીદારો દ્વારા તેની ઉપેક્ષા કરવામાં આવે તો સંયમ ગાડીની સ્પીડ પણ ઘટી જાય, આયુષ્ય ટુંકાઈ જાય, એકસીડન્ટ થઈ જાય આવી ઘણી શકયતા નકારી શકાય તેમ નથી. આ બાબતને લક્ષમાં રાખીને શિષ્યવર્ગનું વાચના દ્વારા ઘડતર થતું જોઈને અનેક સાધુ ભગવંતોની માગણી આવી કે “આ વાચના ૧૦૩) Page #115 -------------------------------------------------------------------------- ________________ સંકલિત કરી પુસ્તક રૂપે છપાય.' દીર્ઘદષ્ટિગર્ભિત લાગણીભરેલ માગણીને માન આપી તે વાચના આજે પુસ્તિકારૂપે પ્રગટ થઈ રહી છે. પ્રસ્તુત પ્રકાશન અનેક પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો તથા મુમુક્ષુઓને ઉપકારક બનશે તો મારી મહેનત સફળ-સાર્થક બની એમ સમજીશ. તરણતારણહાર પરમપવિત્ર શ્રીજિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. શ્રાવણ સુદ-પંચમી-વિ.સં.૨૦૫૪ પરમબ્રહ્મમૂર્તિ શ્રીનેમિનાથ જન્મ કલ્યાણક ગિરનાર-જૂનાગઢ. • હી. ગુરૂપાદપદ્મરેણુ મુનિ યશોવિજય લખી રાખો ડાયરીમાં... જે બીજાના સુકૃતને બાળે તેને એવા નિમિત્ત મળે જેનાથી તે પોતાના સુકૃત બાળે. • ૪૨ દોષ રહિત ગોચરી મળે તે સ્વરૂપ શુદ્ધિ. માંડલીના પાંચ દોષ ટળે તે હેતુ શુદ્ધિ. ગોચરી વાપરી જ્ઞાનધ્યાનમાં મસ્ત રહેવું તે અનુબંધ શુદ્ધિ. સાધુનું બીજું નામ છે ‘વાચંયમ.’ વાણી ઉપર જેનો સંયમ હોય તે વાચંયમ. १०४ Page #116 -------------------------------------------------------------------------- ________________ જાત-જાત-જાતપતિની ઓળખાણ જગતપતિને જોવાની શ્રાવકોને વાત કરીને આપણે જગતને જ જોવામાં અટવાઈએ તો જાતનું દર્શન થઈ ન શકે. જગતને દેખે તે કનિષ્ઠ ભૂમિકા છે. જગતપતિને દેખું-ઓળખે તે મધ્યમ ભૂમિકા અને જાતને પૂર્ણરૂપે દેખે - ઓળખે - અનુભવે તે ઉત્તમ ભૂમિકા છે. જગત બીજું કશું જ નથી. આપણી જાતની વિકૃતિ તે જગત. જગતપતિ પરમાત્મા બીજું કશું જ નથી. આપણી જાતની મૂળભૂત પ્રકૃતિ તે જગતપતિ. જાતને પામવા - પ્રગટાવવા જગતને છોડી જગતપતિને પકડવા પડે. જગતને કેન્દ્રસ્થાને ગોઠવે તે બહિરાત્મા. જગતપતિને જીવનના કેન્દ્રસ્થાને ગોઠવે તે અંતરાત્મા. જાતને = નિર્મળ આત્મસ્વરૂપને જીવનના કેન્દ્રસ્થાને ગોઠવે તે પરમાત્મા બની શકે. પરમાત્મદશાની પ્રાપ્તિ માત્ર જગતપતિને જોવાથી - સમજવાથી નથી આવતી, કારણ કે તેમાં પરમાત્મા અને પોતાની વચ્ચે ભેદભાવ રહેલો છે. મારા ભગવાન વીતરાગ, કેવળજ્ઞાની, સર્વગુણસંપન્ન, સકલશક્તિયુક્ત, સર્વદોષમુક્ત...” ઈત્યાદિરૂપે નિશ્ચયથી અથવા “મારા પ્રભુ કરુણાસાગર, કામિતપૂરણકલ્પતરુ, દીન દયાળ, દયાસિન્ધ, પરમકૃપાળુ પરમહિતેચ્છુ...” ઇત્યાદિરૂપે વ્યવહારનયથી પરમાત્માનું સ્વરૂપ વિચારવામાં પણ આપણી જાત અને જગતપતિ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ રીતે અનુભવાય છે. આવી દશામાં તાત્ત્વિક રીતે પરમાત્મસ્વરૂપનું જાતમાં પ્રગટીકરણ શક્ય ન બને. આપણી જાતમાં પરમાત્મદશાનો પ્રાદુર્ભાવ જગતપતિને જોવાથી કે વિચારવાથી નહિ પણ જાતમાં ઠરવાથી થાય છે. ‘હું કાળો, ગોરો, જાડો, દુબળો..” આ રીતે પોતાની જાતને ચર્મચક્ષુથી જુએ, ઓળખે તે ઘન્ય ભૂમિકા. પોતાની જાતને -૧૦૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ શાસ્રચક્ષુથી જુએ-સમજે તે મધ્યમ ભૂમિકા. નિર્મળ જ્ઞાન દષ્ટિથી પોતાની જાતે જ પોતાની જાતને નિર્મળ આત્માને અનુભવે, વેદે તે ઉત્તમ ભૂમિકા. પોતાની જાતને ઓળખવા, સમજવા શાસ્ત્રનો સહારો લેવો તે પણ એક જાતની આપણી લાચારી છે. જેમ ચશ્મા પહેરીને જોવું તે આંખના નંબરવાળા માણસ માટે લાચારી છે. ચશ્મા વગર આંખથી જ સાક્ષાત્ જોવું તે ગૌરવ પાત્ર કહેવાય. તેમ શાસ્રના આલંબન વિના આત્મા દ્વારા જ આત્માને - જાતને અનુભવીએ તે ગૌરવપાત્ર ભૂમિકા છે. તેવું શક્ય ન હોય તો જગતપતિવચનનું શાસ્ત્રનું આલંબન લેવું તે મધ્યમ કક્ષા છે. તાત્ત્વિક અસંગદા પ્રગટ થયા વિના જ જિનવચનને છોડી દેવું તે જઘન્ય કક્ષા છે. આ સમીકરણને સ્પષ્ટ રીતે નિશ્ચિત કરી નિર્મળ આત્મસ્વરૂપને = જાતને ઓળખવા, અનુભવવા પ્રામાણિકપણે ભૂમિકા મુજબ પ્રયત્ન કરી પરમાત્મદશાને ઝડપથી પ્રાપ્ત કરો એ જ મંગળકામના.. = = લખી રાખો ડાયરીમાં... વિષયની આસક્તિ એકને ડુબાડે. કષાયની ઉગ્રતા અનેકને સળગાવે. આપણો પરોપકારનો સ્વભાવ હોય, ગંભીરતા ગુણ હોય, ગીતાર્થ તરીકેની છાપ હોય તો આપણા વચનને સામેની વ્યક્તિ અવશ્ય સ્વીકારે. સંયમ અને સદ્ગુણની દૃષ્ટિવાળાનો મોક્ષ વહેલો થાય. પુદ્ગલદૃષ્ટિવાળાનો મોક્ષ ન થાય. १०५ Page #118 -------------------------------------------------------------------------- ________________ સાગર જેવા સાધુ સૂયગડાંગસૂત્રની ચૂર્ણીમાં સાધુ માટે એક બહુ મહત્ત્વની વાત કરી છે કે ‘સાદુળા સારેગ વ હોયળં.' સંયમી સાગર જેવા હોય. આટલી નાનકડી સૂત્રાત્મક વાત દ્વારા ઘણું બધું કહી દીધું છે. આજે આપણે તેની વિચારણા કરીએ. (૧) સાગરમાં જેમ સતત મોજા ઉછળતા હોય તેમ સંયમીના હૃદયમાં ગુરુ પ્રત્યે બહુમાનભાવના મોજા-ઊર્મિ નિરંતર ઉછળ્યે જ રાખે. પ્રતિકૂળ સંયોગમાં, કડક હિતશિક્ષામાં, ગુરુના કડવા ઠપકામાં પણ સંયમીના દિલમાં ગુરુદેવ પ્રત્યે અહોભાવ સતત ઉછળતો જ રહે. (૨) સાગર જેમ ગંભીર હોય તેમ સંયમી ગંભીર હોય. ગંભીરતા એટલે બીજાના દોષને પચાવવા અને પોતાના ગુણને પચાવવા. બીજાના દોષને પચાવવા એટલે બીજામાં દોષ દેખવા છતાં, જાણવા છતાં તેના પ્રત્યે દુર્ભાવ ન થાય કે બીજા આગળ તેની નિંદા-હલકાઈ ન થાય તેની સાવધાની રાખવી. જેના દોષ આપણે જાણતા હોઈએ તેને પણ આપણે તેના દોષ જાણીએ છીએ' એવી ગંધ પણ ન આવે તેવો તેની સાથે વ્યવહાર રાખવો. પોતાના ગુણને પચાવવા એટલે બીજા પાસે આપબડાઈ ના કરવી. સ્વપ્રશંસા કરવામાં કે સાંભળવામાં અંદરથી અણગમો થવો. આવી ગંભીરતા આવે તે માટે સંયમી સતત સર્વત્ર પ્રયત્નશીલ હોય. (૩) સાગરનો જેમ અંત નથી સીમા નથી. તેમ સાધુની સાધનાની કોઈ હદ નથી, સરહદ નથી. ૧૦૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ (૪) સાગરમાં રત્નો અનંતા છે તેમ સંયમીમાં પણ સદ્ગુણરત્નો અનંતા હોય, અમૂલ્ય હોય. (૫) હજારો નદી ઠલવાય છતાં સાગર તૃપ્ત ન થાય એમ હજારો શાસ્ત્રો ભણવાં છતાં સાધુને કદાપિ તેમાં તૃપ્તિ - સંતોષ ન થાય. નવું નવું ભણવાનો ઉત્સાહ કાયમ સંયમીના હૃદયમાં જીવંત હોય. (૬) જેમ સાગર શાશ્વત છે તેમ સંયમીના હૃદયમાં જિનશાસન સદા કાળ માટે પ્રતિષ્ઠિત હોય. પ્રતિકૂળ સ્થિતિમાં, પાપના ઉદયમાં પણ શાસન દિલમાંથી ચલાયમાન ન થાય. (૭) જેમ પૂનમના ખીલેલા ચંદ્રને જોઈને સાગર હિલોળે ચઢે તેમ ગુણીજનોને જોઈને સાચા સંયમીનું હૃદય હિલોળે ચઢે, દિલ પુલક્તિ થાય, મન આનંદવિભોર થાય, રોમરાજી વિકસ્વર થાય. (૮) સાગર ઓટમાં પણ મડદાને ન સાચવે, બહાર કાઢે. તેમ પ્રતિકૂળતામાં, પાપોદયમાં, કોઈના તરફથી તકલીફ આવે ત્યારે પણ તેના પ્રત્યે દ્વેષ-દુર્ભાવના મડદા સંયમી હૃદયમાં સાચવે નહિ પણ બહાર કાઢે, રવાના કરે. (૯) ગમે તેવી ભરતીમાં પણ સાગર રત્નોને બહાર ફેંકે નહિ ડે બતાવે નહિ તેમ ગમે તેવા પુણ્યોદયમાં સંયમી સરળતા, નમ્રતા વગેરે સદ્ગુણરત્નોને ફેંકે નહિ કે કોઈની આગળ પોતાના તે ગુણરત્નોનું પ્રદર્શન ન કરે. આ નવપદને જીવનમાં અપનાવીએ, ઉતારીએ, તે માટે પ્રયત્ન ચાલુ રાખીએ તો સૂયગડાંગ ચૂર્ણિમાં આપણા માટે બતાવેલી સાગરઉપમા સાર્થક બને. એવું કરવામાં આપણને સંકલ્પબળ, મનોબળ, આત્મબળ મળે તેવી પરમાત્માને પ્રાર્થના કરીએ. -૧૦૮ ૧૦૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ સાધનાના છ પરિબળો સાચો સંયમી ૬ સ્થાનમાં અહોભાવ-બહુમાનભાવ કેળવે છે. (૧) આરાધ્ય (૨) આરાધના (૩) આરાધનાના ઉપકરણ (૪) ઉપાસ્ય (૫) ઉપાસના (૬) ઉપાસક. (૧) આપણા આરાધ્ય છે દેવાધિદેવ અરિહંત પરમાત્મા. તેમના પ્રત્યે બહુમાન હોય તો જ આરાધના પ્રાણવંતી બને. અરિહંત પ્રત્યે અહોભાવ એટલે તેમના વચન ઉપર અહોભાવ. દરેક આરાધના કરતાં પૂર્વે ‘મારા ભગવાને આમ કરવાનું કહ્યું છે' આ પ્રમાણે અરિહંત અને અરિહંતવચન પ્રત્યે અંતરમાં અહોભાવ લાવીએ તો સમાપત્તિની પ્રાપ્તિ થાય છે. સમાપત્તિ એટલે અરિહંતતુલ્યતાની પ્રાપ્તિ. જિનવચન પરત્વેના બહુમાન દ્વારા જિનેશ્વર હૃદયમાં પ્રતિષ્ઠિત થાય અને ‘તે અરિહંત તુલ્ય હું છું, ‘હું સ્વયં અરિહંત છું' આ રીતે ધ્યાન દ્વારા અરિહંતની સ્પર્શના થાય તે સમાપત્તિ-એવું બત્રીશ-બત્રીશી પ્રકરણમાં ઉપાધ્યાયજી મહારાજે જણાવેલ છે. (૨) આરાધ્યની જેમ આરાધના પ્રત્યે પણ અહોભાવ જોઈએ. આરાધના પ્રત્યે અહોભાવ એટલે આરાધનાની (૧) વિધિ (૨) યતના (૩) અપ્રમત્તતા (૪) શક્તિઅનિગૂહન (૫) સૂત્રાર્થમાં ઉપયોગ (૬) મુદ્રા (૭) અનુમોદના આ સાત બાબતને સાચવવી; તેમાં ઉત્સાહ કેળવવો. આવું બને તો આરાધનાના અંતરાય તૂટે, આરાધનાની સામગ્રી મળે, આરાધના સાનુબંધ થાય, અનેકને આરાધના કરાવવાનું પુણ્ય બંધાય, આપણી આરાધનાના નિમિત્તે બીજા પણ આરાધનામાં ઉત્સાહથી જોડાય. સૌભાગ્ય અને આદેય નામકર્મ ઉદયમાં આવે. ૧૦૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ (૩) આરાધનાની જેમ આરાધનાના ઉપકરણો પ્રત્યે પણ અહોભાવ કેળવાનનો છે. (૧) ઉપકરણો ગમે તેમ રખડતા ન રાખવા. (૨) પગ ન લગાડવો. (૩) થુંક ન લગાડવું. (૪) સમયસર ઉપયોગપૂર્વક પડિલેહણ કરવું. (૫) ઉપકરણની મૂછ ન કરવી. (૬) અવસરોચિત ઉપયોગ કરવાની કાળજી રાખવી, (૭) અયતના દ્વારા ઉપકરણને અધિકરણ ન બનાવવા. આ સાત બાબતનું લક્ષ રાખીએ તે ઉપકરણ પ્રત્યે અહોભાવ - આદરભાવ કહેવાય. ઉપકરણ પ્રત્યે આવો આદરભાવ હોય તો આરાધનાના અવસરે ઉપકરણો | સામગ્રી સહજ રીતે અંતરાય વિના પ્રાપ્ત થાય. બાકી તેના અંતરાય બંધાય. તેના ફળરૂપે ભણવાના અવસરે પુસ્તક - પ્રત ન મળે, ભણાવનાર ન મળે, પોતે માંદા પડે, પોતાને ભણવાનો ઉત્સાહ ન જાગે, જ્ઞાન ન ચઢે, ભણાવનારને આપણને ભણાવવાનો ઉત્સાહ ન જાગે, ભણાવનાર માંદા પડે.. આવી બધી મુશ્કેલીઓ નડે. બીજી આરાધનામાં પણ આ રીતે સમજી લેવું. માટે દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધનાના કોઈ પણ ઉપકરણો પ્રત્યે ઉપરોક્ત સાત બાબતને સાચવવા કાળજી રાખવી. (૪) આપણાં ઉપાસ્ય છે ભવોદધિતારક ગુરુદેવ. તેમના પ્રત્યે અહોભાવ એટલે “મારા સંસારનો મૂળથી ઉચ્છેદ કરનારા આ ગુરુદેવ છે. મારો મોક્ષ ગુરુદેવના હાથમાં છે. ગુરુદેવના હૈયામાં મારું એકાન્ત કલ્યાણ રહેલું છે.” એવી લાગણીને ૨૪ કલાક કાયમ ટકાવવી. ગુરુના કડક ઠપકા, કટુ શબ્દો, અપમાન, ગરમાગરમ હિતશિક્ષા, ચોયણા-પડિચોયણા વગેરેમાં પણ તેમના પ્રત્યે અહોભાવને ઉછાળતા રાખવાની સૌથી મોટી જવાબદારી આપણા માથે છે. ગુરુદેવની કઠોરતા એ કરુણાનો પર્યાયવાચી શબ્દ છે. ગુરુની કડકાઈમાં કૃપાના દર્શન કરતાં -૧૧૦+ Page #122 -------------------------------------------------------------------------- ________________ આવડે તો ગુરુ પ્રત્યે અહોભાવ જીવંત બને, ચેતનવંતો બને. આવું થાય તો જ પરમગુરુ મળે. ઉપાસનામાં અહોભાવ એટલે ગુરુની આજ્ઞાને, સૂચનને, ઈચ્છાને જીવનમાં વણી લેવા થનગનતાં રહેવું. ગુરુની કેવળ આજ્ઞા પાળે તે જઘન્ય કક્ષા. ગુરુની સૂચનાને પણ જીવનમાં ઉતારે તે મધ્યમ કક્ષા. ગુરુની તમામ ઈચ્છાને પણ સર્વદા જીવનમાં ઉતારવા સર્વત્ર પ્રસન્નતાપૂર્વક કટિબદ્ધ બનવું તે ઉપાસનાની ઉત્તમ ભૂમિકા છે. બહુમાનભાવ, વિનય, ભક્તિ, સમર્પણભાવ, ગુરુદેવ પાસે હૈયું ખોલવું, ગુરુની નજીક રહેવું, ગુરુની નજરમાં રહેવું, ગુરુના દિલમાં રહેવું, ગુરુને દિલમાં રાખવા... આ બધા પણ ઉપાસનાના જ પ્રકાર છે. ઉપ = પાસે, આસન = રહેવું. ગુરુની પાસે, ગુરુના હૃદયમાં રહેવું એ જ તો ખરી ઉપાસના છે. આ ઉપાસના નિષ્ક્રિય જણાતી હોવા છતાં અત્યંત સક્રિય છે, મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધારનાર છે. આરાધના કરતાં પણ ઉપાસના બળવાન છે. આરાધનામાં કાયાની ચોકસાઈ, ચોક્કસતા,નિયમિતતા, બુદ્ધિની સૂક્ષ્મતા, એકાગ્રતા ઉપયોગી છે. ઉપાસનામાં હૃદયની સ્વચ્છતા, સ્વસ્થતા, સરળતા, કૃતજ્ઞતા, શ્રદ્ધા, નમ્રતા... વગેરે અપેક્ષિત છે. "આરાધનાની કચાશ ઉપાસના દ્વારા પૂરી શકાય છે. ઉપાસનાની કચાશ આરાધનાથી પૂરી શકાય નહિ. આરાધનાની કચાશમાં સત્ત્વની ખામી કારણ બની શકે છે. ઉપાસનાની કચાશ તો શ્રદ્ધાની ખામીના લીધે જ ઉદ્ભવે છે. ઉગ્ર આરાધના કરવા છતાં ઉપાસનાની ખામીના લીધે કુલવાલક, ગોષ્ઠામાહિલ, ગોશાળો, જમાલિ વગેરે ઘણું ૧. આ બાબતની વિસ્તૃત જાણકારી મેળવવા માટે લેખક દ્વારા રચાયેલ “સાધના ચઢે કે ઉપાસના ?' પુસ્તિકા વાંચો. ------ - -[૧૧૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ ભવભ્રમણ કરશે. ઉગ્ર આરાધનાના ન કરવા છતાં ગુરુની નિર્મળ ઉપાસનાના ઉત્કર્ષથી મૃગાવતીજી, પુષ્પચુલા સાધ્વીજી, ચંડરુદ્રાચાર્યના શિષ્ય, માપતુષ મુનિ વગેરે ઝડપથી ભવસાગર તરી ગયા. આરાધના હજુ પરાધીન છે. ઉપાસના તો સ્વાધીન છે. પાંચમા આરામાં હુંડા અવસર્પિણી કાળના છેડા સુધી છેલ્લા સંઘયણમાંય ઉપાસના શક્ય છે, ઉપાસનાનો ઉત્કર્ષ સુસાધ્ય છે. આરાધનાનો ઉત્કર્ષ તો પ્રાય: ચોથા આરામાં પ્રથમ સંઘયણ હોય તો જ શક્ય છે. (૬) છેલ્લું અને મહત્ત્વનું પરિબળ છે ઉપાસકો – આરાધકો પ્રત્યેનો અહોભાવ. સ્વયં આરાધના અને ઉપાસનાના ક્ષેત્રે આગળ વધવા છતાં સહવર્તી પરિચિત આરાધકો - ઉપાસકો પ્રત્યે અહોભાવ ટકાવવો ખૂબ મુશ્કેલ છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ તો ચોથા ષોડશકમાં ત્યાં સુધી કહે છે કે સાધર્મિકની. આરાધકની અરુચિ એ ધર્મપ્રવેશ માટે અયોગ્યતાની નિશાની છે. માટે આગળના પાંચ પરિબળોને મજબૂત, સાત્ત્વિક, તાત્ત્વિક અને પારમાર્થિક બનાવવા હોય તો તમામ આરાધકો, ઉપાસકો પરત્વે અહોભાવ, પ્રમોદભાવ, સહાયકભાવ અને ગુણાનુરાગ આત્મસાત્ કરવો અનિવાર્ય છે, આવશ્યક છે. દૂરના પ્રત્યે પ્રમોદભાવ રાખવો, ટકાવવો, વધારવો હજુ સહેલો છે. પરંતુ સહવર્તી સાધર્મિકો – આરાધકો પ્રત્યે - પ્રમોદભાવ કેળવવો મુશ્કેલ છે. ઘણીવાર દૂરના સાધર્મિક સાથે મૈત્રી - પ્રમોદભાવ એટલા માટે આપણે રાખીએ છીએ કે નજીકના આરાધકનો પ્રત્યે મૈત્રી - પ્રમોદભાવ આપણે રાખવા નથી માગતા અને એમની જવાબદારીમાંથી છટકવા માંગીએ છીએ. સહવર્તી સાધર્મિક આરાધક પ્રત્યે અહોભાવ એટલે (૧) એમના કાર્યમાં સહાય કરવી, (૨) એમની ઈર્ષા અદેખાઈ ન કરવી, ૧૧ર Page #124 -------------------------------------------------------------------------- ________________ (૩) એમના પ્રત્યે ગુણાનુરાગ કેળવવો, એમનું (૪) સ્થિરીકરણ (૫) વાત્સલ્ય (૬) ઉપબૃહણા કરવામાં આળસ ન કરવી, (૭) એમની આરાધનામાં અંતરાય ન કરવો, (૮) એમની નિંદા ન કરવી, (૯) એમની પ્રશંસા કરવી. - સહવર્તી સાધમિક આરાધકો પ્રત્યે આટલું કરીએ તો જ ખરા અર્થમાં સહવર્તી અને દૂરવર્તી, અઢી દ્વીપવર્તી, ત્રિકાળવર્તી તમામ સાધર્મિકો-આરાધકો પ્રત્યે અહોભાવ રાખવાનો લાભ મળે. આ છેલ્લું છઠ્ઠું પરિબળ નબળું પડે તો આરાધના વગેરે પૂર્વના પરિબળો પણ પોકળ અને પાંગળા બની જાય તેવું શક્ય છે. સિંહગુફાવાસી મુનિ, પીઠ, મહાપીઠ વગેરે આરાધનામાં નિષ્ણાત બનવા છતાં, ઈર્ષાના લીધે સહવર્તી સાધર્મિકની પ્રશંસા સહન ન કરી શકવાથી આધ્યાત્મિક ક્ષેત્રે ઘણી નુકશાની વહોરી બેઠા. જ્યારે સાધર્મિક પ્રત્યે અહોભાવ-ભક્તિના લીધે સંભવનાથ ભગવાનના જીવે પૂર્વના ત્રીજા ભવમાં તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથોમાં શ્રી ઉમાસ્વાતિજી મ. અને શ્રી હરિભદ્રસૂરિજી મ. તો ત્યાં સુધી કહે છે કે સાધર્મિક આપણે ત્યાં પધારે અને આપણું મોટું - હૈયું બગડે, રોમરાજી પુલકિત ન થાય તો સમ્યગ્દર્શનના પણ ફાંફા છે. આમ ઉત્તરોત્તર એ તત્ત્વો ચઢિયાતા છે, અધિક મહત્ત્વના છે, આત્મસાત કરવા અઘરા છે. આ છ એ તત્ત્વો પ્રત્યે જિનાજ્ઞા મુજબ પારમાર્થિક અહોભાવ કેળવીએ તો જ સંયમજીવન સફળ બને. આવું કરીને વહેલા પરમપદે પહોંચીએ એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. (લખી રાખો ડાયરીમાં...) મન ઉકળાટવાળું હોય તે કદાચ સંયમીના કપડા પહેરી શકે, પણ સંયમમાં ઠરી ન શકે. ११३ Page #125 -------------------------------------------------------------------------- ________________ ગુરુ પાસેથી ૧૭ હલ્લો મેળવીએ. પ્રસન્નતાથી સહન કરે તે સાચો સંયમી. માત્ર ગુરુનું સહન કરે તે જધન્ય કક્ષા. સાધર્મિકનું સહન કરે તે મધ્યમ કક્ષા. તમામનું પ્રસન્નતાથી સહન કરે તે ઉત્તમ કક્ષા. સંયમજીવનમાં સહન કરી કરીને સહન પણ શું કરવાનું છે ? પૂર્વેના કાળમાં જે તકલીફ - કષ્ટો - અગવડો – સમસ્યાઓ હતી તેના દશમા ભાગનું પણ સહન ન કરવું પડે તેવી આજકાલ સંઘવ્યવસ્થા, જૈનકુળવ્યવસ્થા વગેરે છે. ભૂખતરસ, ઠંડી, ગરમી, મચ્છર, વિહાર વગેરે પરિષહો પણ આજકાલ સરળ થઈ ગયા છે. છતાં આજે એક ચીજ - એક પરિષહ સહન કરવાનો ઉભો છે. તે છે આક્રોશ પરિષહ. ઉપકારી, વડીલ કે ગમે તે વ્યક્તિ કડવા વચન સંભળાવે, આક્રોશ વરસાવે છતાં તેની અસર મન ઉપર ન લે તે ઉત્તમ ભૂમિકા. કોઈ કડક – કટુવચન સંભળાવે તો જ તેની અસર લે અને કાળક્રમે તે અસર ભૂંસી નાખવા પ્રયત્ન કરે તે મધ્યમ ભૂમિકા. કોઈ કડવા વચન ન સાંભળે તો પણ તેની અસર લે તે અધમ ભૂમિકા. દા.ત. કોઈ બે વ્યક્તિ વાત કરતાં – કરતાં વચ્ચે આપણી તરફ જુએ અને “આપણી તે નિંદા કરે છે તેવો ભાવ જાગે તો અધમ ભૂમિકા સમજવી. કોઈ કડવું સંભળાવે તો તેની મનમાં ગાંઠ મારે અને તેની ભૂલ-છિદ્ર જોવાની વૃત્તિ રાખે તે પણ અધમ ભૂમિકા છે. બધાના કદાચ કડવા વચન સહન ન થઈ શકે. પરંતુ કમ સે કમ ગુરુનું કડવું વચન સહન કરવાની તો વિશેષ પ્રકારે ટેવ પાડવી. ગુરુનું કડવું વચન વગેરે પ્રસન્નતાપૂર્વક સહન ન કરે તેણે બીજા બધાનું લાચારીથી સહન કરવું જ પડે તેવી સ્થિતિ કર્મસત્તા સર્જે છે. ११४ Page #126 -------------------------------------------------------------------------- ________________ ગુરુનો આક્રોશ પ્રસન્નતાથી સહન કરવાથી (૧) નમ્રતા કેળવાય. (૨) ગુરુવિનય થાય. (૩) ગુરુકૃપા પ્રાપ્ત થાય. (૪) ગુરુના દિલમાં સ્થાન મળે. (૫) સાચું શિષ્યત્વ પ્રગટ થાય. (૬) ગુરુ બનવાની લાયકાત આવે. (૭) અનાદય-અપયશ કર્મનો નાશ થાય. (૮) ચંડરુદ્રાચાર્યના શિષ્યની જેમ કેવળજ્ઞાનની નજીક પહોંચાય. (૯) ભવાંતરમાં સદ્ગુરુની પ્રાપ્તિના અંતરાય તૂટે. (૧૦) દેવતા સહાય કરે. (૧૧) લોકપ્રિયતા મળે. (૧૨) શાસનપ્રભાવના થાય. (૧૩) જ્ઞાનવરણીય અને મોહનીયનો ક્ષયોપશમ થાય. (૧૪) લબ્ધિઓ પ્રગટ થાય. (૧૫) પરમગુરુ પરમાત્માની નજીકના ભવમાં પ્રાપ્તિ થાય. (૧૬) નિર્મળ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ, રુચિ પ્રગટે. (૧૭) સંયમભ્રષ્ટ કદિય ન થવાય. આ બધા સાનુબંધ વિશિષ્ટ લાભોને નજરની સામે રાખીને ગુરુના આક્રોશને પ્રસન્નતાથી સહન કરવાની સંકલ્પપૂર્વક ટેવ પાડવી. ત્યાર પછી વડીલ, વિદ્યાગુરુ, સહવર્તી, નાના સાધુ વગેરેના કડવા વચન પ્રસન્નતાથી સહન કરવાનો ઉત્સાહ કેળવવો. આ રીતે ઝડપથી મોક્ષમાર્ગે આગળ વધો એ જ મંગલકામના. (લખી રાખો ડાયરીમાં...) પોતાની ભૂલ ભૂલ તરીકે ન લાગવી, ન સ્વીકારવી અને બચાવ કરવો એ જ સૌથી મોટી ભૂલ. ગુરુની રજા વિના શાસ્ત્રો ભણવાથી પણ જ્ઞાનાવરણ કર્મ બંધાય. મર્યાદાનો લોપ એટલે શાસનનો વિચ્છેદ. ૧૧૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ મૌનનો મહિમા. સંયમસાધના માટે શક્તિની જરૂર છે; શુદ્ધિની જરૂર છે. શુદ્ધિને મેળવવાનો - પ્રગટાવવાનો પ્રયત્ન કરવાનો અને શક્તિને સાચવવાનો, વેડફાતી બચાવવાનો અને પચાવવાનો પ્રયત્ન કરવાનો. બિનજરૂરી બોલવાથી શરીરની અનેક શક્તિનો નાશ થાય છે. શરીરની સાત ધાતુના ક્ષય કરતાં પણ વાણીનો ક્ષય એ વધુ નુકશાનકારક છે. માટે શક્ય હોય તો બિનજરૂરી ન બોલવું, જરૂરી પણ ઓછું બોલવું, ટુંકેથી પતાવવું. ન બોલવામાં નવ ગુણ' આ વાતને સતત નજર સામે રાખવી. તે નવગુણ આ રીતે સમજી શકાય. (૧) ન બોલવાથી, મૌન રહેવાથી કોઈને અપ્રિય ન થવાય. (૨) અનર્થદંડ - નિંદા - વિકથા વગેરેથી બચી જવાય. (૩) મૃષાવાદથી બચાય. તેથી બીજું મહાવ્રત નિર્મળ રહે. (૪) મૌનથી વચનસિદ્ધિ ઉત્પન્ન થાય. (૫) આદેય નામકર્મ - સૌભાગ્ય પ્રાપ્ત થાય. (૬) યશ-કીર્તિ ફેલાય. (૭) તોતડા - મુંગા - બોબડા બનવાનું કર્મ ન બંધાય. (૮) કોઈને માથાનો દુઃખાવો ન બનાય. (૯) પૂજ્યોની વાચિક આશાતનાથી અટકાય. 'આ નવ લાભ અધ્યાત્મમાર્ગે આગળ વધવામાં સહાયક બને તેવા છે. આ નવ ગુણોથી સ્વ-પરને સમાધિ સુલભ અને સરળ બને છે. તે ઉપરાંત (૧૦) શારીરિક શક્તિનો વ્યય પણ થતો નથી. (૧૧) મૌન રહેવાથી પોતાનું અજ્ઞાન પ્રગટ થતું નથી. આ લૌકિક લાભ છે. ૧૧૬ Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧૨) “મૌન સર્વાર્થસાધનમ્” આ શાસ્ત્રવચન પણ નજર સામે રહે છે. (૧૩) બિનજરૂરી ન બોલીએ તો જરૂરી ઉપયોગી બોલવાનો ઉત્સાહ જાગે. કલાકો સુધી વાતો ઉત્સાહથી કરીએ અને પ્રતિક્રમણ ભણાવવામાં, બોલીને સ્વાધ્યાય કરવામાં, બીજાને ભણાવવામાં ઉત્સાહ ન જાગે તેવું ન બનવું જોઈએ. (૧૪) વિકથા બોલવામાં ઉત્સાહ ન હોય તો ગુણાનુવાદ - પ્રશંસા, ઉપબૃહણા કરવામાં ઉલ્લાસ ઉમટે. (૧૫) બિનજરૂરી બોલવામાં જે પાવરધા હોય તેને ગુરુની હિતશિક્ષા, વાચના, ગુણાનુવાદ વગેરે સાંભળવામાં ઉમંગ ન આવે. (૧૬) બોલવાનો વધુ પડતો રસ વડીલોની વાતને વચ્ચેથી તોડવામાં, રોકવામાં પણ આગળ વધારી દે. (૧૭) વાચાળતા કથારસને પેદા કરવા મીઠું-મરચું ઉમેરીને પણ બોલવાની કુટેવ પાડે. (૧૮) વાતોડિયોનો કોઈ જલ્દી વિશ્વાસ પણ ન કરે. (૧૯) વાતોડિયાની સાચી પણ વાતમાં બીજા ખોટી શંકા કરે. (૨૦) વાતોડિયા માણસ એકાંતમાં અને મૌનમાં અકળાઈ ઉઠે. (૨૧) સ્વાધ્યાયની રુચિ લગભગ તેને ન હોય. (૨૨) વાતોડિયા માણસ પ્રાયઃ શાંતચિત્તે પ્રસન્નતાપૂર્વક ધ્યાનયોગમાં ઊંડા ઉતરી શકતા નથી. આ બધી બાબતને લક્ષમાં રાખીને બિનજરૂરી બોલવાનું ટાળતા રહેવું. જરૂરી વાત વિચારીને વિવેકપૂર્વક પરિમિત મધુર શબ્દમાં કહેવી. આ રીતે ભાષાસમિતિ, વચનગુપ્તિ અને વચનયોગની આરાધના કરવાથી શાસ્ત્ર ભણવામાં, ભણાવવામાં, વ્યાખ્યાનમાં અસ્મલિત વાણીનો અમોઘ ધોધ વરસાવવાની યોગ્યતા, શક્તિ, આવડત મળે અને એના માધ્યમથી મોક્ષમાર્ગે સ્વ-પરને ઝડપથી આગળ વધારવાનું અખંડ અદ્વિતીય સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ રીતે આપણે મોક્ષમાર્ગે હરણફાળ ભરીએ – એ જ મંગલકામના.. ૧૧૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ સમાધિનો અમૃત કુંભ પામીએ આજે સમાધિ વિશે વાત કરવી છે. જેનો સ્વભાવ સમાધિનો હોય તેને સર્વત્ર સદા સમાધિ સુલભ બને. જેનો સ્વભાવ સંક્લેશનો હોય તેને અનુકૂળ સંયોગમાં પણ સમાધિ ટકવી મુશ્કેલ છે. સમાધિનો સ્વભાવ ઓળખવાના ચિહ્ન આ રીતે જાણવા. (૧) વારંવાર પોતાની ભૂલની સામે ચાલીને ક્ષમાપના કરે. (૨) પ્રેમથી ભૂલનો સ્વીકાર કરે. (૩) ભૂલનું પુનરાવર્તન ન કરવાની સાવધાની રાખે. (૪) બીજાની આરાધનામાં લેશ પણ અંતરાય ન કરે. (૫) બીજાને સામે ચાલીને ઉત્સાહપૂર્વક સહાય કરે. (૬) બધાનું પ્રેમથી સહન કરવાની ટેવ પાડે. (૭) અવસરે હિતકારી પરિમિત મધુર વાણીને બોલે. આ સાત બાબત દ્વારા ‘સમાધિનો સ્વભાવ છે’ તેમ જાણી શકાય. આનાથી વિપરીત હોય તો અસમાધિનો સંક્લેશનો સ્વભાવ જાણવો. આપણા જીવનમાં ઉપરની સાતેય બાબતને આત્મસાત્ ક૨વાની જરૂર છે. સમાધિ સ્વભાવના આ સાત કાર્ય છે. સમાધિના કારણ ત્રણ છે. (૧) કર્મ વિજ્ઞાનની ઠરેલ સમજણ, (૨) ધીરજ અને (૩) વિશુદ્ધ પુણ્ય. વિશુદ્ધ પુણ્ય સંક્લેશ થાય તેવા સંયોગને હટાવે છે. શાલિભદ્ર આનું ઉદાહરણ છે. જ્યારે કર્મના ગણિતની સમજણ અને ધી૨જ પ્રતિકૂળ સંયોગમાં પણ સમાધિને પ્રગટાવે છે, ટકાવે છે. મયણા, સનત્કુમાર ચક્રવર્તી વગેરે આના ઉદાહરણ છે. કારણને મજબૂત રીતે પકડવાથી કાર્યની અવશ્ય પ્રાપ્તિ થાય છે. સંયમીને અનુલક્ષીને દશવૈકાલિક સૂત્રમાં ચાર સમાધિ બતાવી છે. (૧) વિનય, (૨) શ્રુત, (૩) તપ અને (૪) આચારની સમાધિ. વિનય વગેરે ચારેય પણ સમાધિના કારણ છે. પરંતુ તેની પાછળ પણ રહસ્ય રહેલ છે. ११८ Page #130 -------------------------------------------------------------------------- ________________ માત્ર કાયા ઝૂકે તે વિનય અને હૈયું પણ પૂજ્યો પ્રત્યે ઝૂકે તે વિનયસમાધિ. સૂત્રને ગોખીએ, તેના અર્થને સમજીએ, પુનરાવર્તન કરીએ અને અવસરે બીજાને ભણાવીએ તે શ્રત અને શાસ્ત્રના રહસ્યાર્થીને સંવેદનશીલ હૃદયે સમજીને જિનાજ્ઞા મુજબ અહોભાવથી તેને જીવનમાં વણી લઈએ તે શ્રુતસમાધિ. માત્ર કાયાને તપાવે, કાયાની ધાતુને તપાવે તે તપ અને આત્મા પર લાગેલ કર્મને સમત્વયોગથી તપાવે-ખંખેરે તે તપસમાધિ. બાહ્ય તપમાં ઈચ્છાનિરોધ ભળે તો તે તપસમાધિ બને. વચન અને કાયા પંચાચારપાલનમાં મસ્ત હોય તે આચાર અને મન પણ સર્વત્ર ઉલ્લાસ-ઉમંગથી પંચાચારપાલનમાં સદા ભળેઠરે તો તે આચારસમાધિ. ગુરુદેવ વગેરે આપણને વિનય, શ્રુત વગેરેમાં જોડી શકે. પરંતુ તેનું સમાધિમાં રૂપાંતર કરવાની જવાબદારી આપણી છે. આ હકીકતને ખ્યાલમાં રાખીને આપણે આપણી જવાબદારી બજાવવા તત્પર રહેવાનું છે. ઉપરની સાત, ત્રણ અને ચાર બાબતને ઉલ્લાસથી જીવનમાં વણી સ્વ-પરને સમાધિ-પ્રાપ્તિમાં નિમિત્ત બનો એ જ મંગલ કામના... (લખી રાખો ડાયરીમાં...) બીજું કદાચ ક્યારેક ક્યાંક ન સચવાય તો ચાલે. પરંતુ દરેક સ્થાને, પ્રત્યેક પળે, સર્વ સંયોગમાં આપણા પરિણામને તો સાચવવા જ રહ્યા. નિરવદ્ય એવું હિત-મિત-પ્રિય બોલતા શીખવું એ પણ એક બળવાન આરાધના છે. આપણા ક્લિષ્ટ રાગ-દ્વેષ પોષે તે ઉત્સર્ગ કે અપવાદ પારમાર્થિક ન કહેવાય, માર્ગ ન કહેવાય પણ ઉન્માર્ગ જ કહેવાય. ૧૧૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ વિદ્યના પંડિત. જ્ઞાનીની બેઠરેખા ઓળખીએ. આજે જ્ઞાન માટે વાત કરવી છે. (૧) શાસ્ત્રના અર્થની વ્યાખ્યાને ઓળખે તે વિદ્વાન કહેવાય. શંકા-કુશંકાના નિરાકરણપૂર્વક શાસ્ત્રના પદાર્થને સૂક્ષ્મ બુદ્ધિથી પીછાણે તે પંડિત કહેવાય. શાસ્ત્રના પરમાર્થને, ગૂઢાર્થને, તાત્પર્યાર્થને, રહસ્યાર્થને, ગુન્નાર્થને સમજે, સ્વીકારે, તે મુજબ સહજતઃ જીવન બનાવે તે જ્ઞાની કહેવાય. (૨) દીર્ઘકાલીન, નિરંતર શાસ્ત્રનો અભ્યાસ કરવાથી વિદ્વાન થઈ શકાય. ગુરુગમથી, શાસ્ત્રાભ્યાસ કરવાથી પંડિત થઈ શકાય. ગુરુકૃપાથી અધ્યયન કરવામાં આવે તો શાની - આત્મજ્ઞાની થઈ શકાય. (૩) વિદ્વાન પાસે શાસ્ત્રની લંબાઈ પહોળાઈ ઘણી હોય. પંડિત પાસે શાસ્ત્રનું ઉંડાણ પૂરતું હોય. જ્ઞાની પાસે તો સ્વયં શાસ્ત્રો જ પરિપૂર્ણરૂપે પારદર્શક બની ચૂક્યા હોય. (૪) વિદ્વાનની સ્મૃતિ તેજદાર પાણીદાર હોય. પંડિતની પ્રજ્ઞા સૂક્ષ્મ-વેધક-ધારદાર હોય. જ્ઞાનીની સ્વાનુભૂતિ આનંદસભર અને રસાળ હોય છે. - (૫) વિદ્વાનને ભવાંતરમાં સદ્ગતિ મળે છે. પંડિતને આંશિક સન્મતિ પણ મળે છે. જ્ઞાનીને તો પરમગતિ-પરમગુરુ-પરમજ્ઞાન અનાયાસે સંપ્રાપ્ત થાય છે. (૬) જ્ઞાનની અને જ્ઞાનીની જઘન્ય આરાધના કરનારો વિદ્વાન થાય, મધ્યમ આરાધના કરનારો પંડિત થાય, ઉત્કૃષ્ટ આરાધના કરનાર જ્ઞાની-અનુભવજ્ઞાની-આત્મજ્ઞાની થાય છે. (૭) વિદ્વાન પ્રાયઃ સ્વાર્થસાધક હોય છે. તે અવસરે ગુલાંટ મારતાં ખચકાતો નથી. પંડિત પરાર્થ - પરોપકાર પણ સાધે છે. જ્ઞાની-આત્મજ્ઞાની તો નિયમા પરમાર્થને પ્રગટાવે છે. ૧૨૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ (૮) વિદ્વાન પ્રભુની સામે હોય છે. પંડિત પ્રાયઃ પ્રભુની સમીપ હોય છે. જ્યારે જ્ઞાની તો પ્રભુમય હોય છે. (૯) વિદ્વાન ઘણીવાર દયાપાત્ર બને છે. પંડિત પ્રભુની કરુણાને પાત્ર છે. જ્ઞાની પ્રભુની કૃપાનું પાત્ર છે. (૧૦) વિદ્વાન બુદ્ધિથી શાસ્ત્રને પકડે છે. પંડિત પ્રજ્ઞાથી શાસ્ત્રને સર્જે છે. જ્ઞાની તો સ્વયં જ જીવંત શાસ્ત્રદર્પણ છે. (૧૧) વિદ્વાન ઘણીવાર બીજા સાથે સ્પર્ધા કરે છે. પંડિત બીજાને સહાય કરે છે. જ્ઞાની બીજાને સ્વાનુભૂતિ તરફ દોરે છે. (૧૨) વિદ્વાન પાસે શેય અર્થની માહિતી પુષ્કળ હોય છે. પંડિત હોય તે પદાર્થને શોધે. જ્ઞાની પાસે ઉપાદેય પરમાર્થનો સ્પર્શાત્મક માર્મિક બોધ હોય છે. (૧૩) વિદ્વાન પ્રાયઃ બુદ્ધિને કેન્દ્રસ્થાને રાખે છે. પંડિત પ્રજ્ઞાને કેન્દ્રસ્થાને ગોઠવે છે. જ્ઞાની આજ્ઞાનેનજિનાજ્ઞાને કેન્દ્રસ્થાને પ્રતિષ્ઠિત કરે છે. (૧૪) વિદ્વાન શ્રુતજ્ઞાનની પાછળ દોડે છે. પંડિત ચિંતાજ્ઞાનચિંતનજ્ઞાનની પાછળ પડે છે. જ્ઞાની ભાવનાજ્ઞાનને આત્મસાત્ કરે છે. (૧૫) વિદ્વાન પાસે શાસ્ત્રનો નકશો છે. પંડિત પાસે શાસ્ત્રનું મોડેલ (Model) છે. જ્ઞાની પાસે શાસ્ત્રની ફેક્ટરી છે, જે કર્મનિર્જરા - પુણ્યાનુબંધી પુણ્યનું પુષ્કળ સર્જન પ્રતિપળ કરે છે. આ બધી બાબતોને લક્ષમાં રાખીને જ્ઞાની બનવાનું ધ્યેય-સંકલ્પ-લક્ષ રાખજો. માત્ર વિદ્વાન કે પંડિત બનીને અટકી ન જશો. (લખી રાખો ડાયરીમાં...) શરીર, ઉપકરણ અને તપ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ વગેરેની શક્તિનો જરૂરી ઉપયોગ કરવાનો. છતાં તેના પ્રત્યે મૂછ થવા નહિ દેવાની. આનું નામ ભાવ સંયમ. ૧૨૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ વે, વર્તન, વલવાની વાતો. કેવળ કપડાથી સંયમી હોય તે જઘન્ય કક્ષા કહેવાય. આચારથી સંયમી હોય તે મધ્યમ કક્ષા. ગુણથી પણ સંયમી હોય તે ઉત્કૃષ્ટ કક્ષા. સાધુવેશ આવ્યા પછી આચાર આવે, સાધ્વાચાર આવે તો સંયમના કપડાં સાર્થક બને. સાધ્વાચાર આવ્યા પછી સંયમીના ગુણ આવે તો સાધ્વાચાર સાર્થક બને. સાધુનો વેશ કદાચ પુણ્યથી મળે. આચાર પુરુષાર્થથી મળે. જ્યારે ગુણ તો આત્મપરિણતિથી સંયમપરિણતિથી જ મળે. પુણ્યથી મળેલ સાધુવેશ, પુણ્યપ્રભાવથી કદાચ સગવડ આપે. પુરુષાર્થથી મળેલ આચાર અધ્યાત્મજગતમાં સલામતી આપે, આચારભ્રષ્ટ કે સંયમભ્રષ્ટ થવા ન દે. આત્મપરિણતિથી મળેલ ગુણ તો ચિરસ્થાયી સમાધિ અને મોક્ષ આપવાનું કામ કરે. સંયમવેશ એ દુકાનના સ્થાને છે. સાધ્વાચાર એ ધંધાના સ્થાને છે, વકરાના સ્થાને છે, ઘરાકીતુલ્ય છે. જ્યારે સંયમના સદ્ગુણ એ નફાના સ્થાને છે. દુકાનદાર ધંધાના માધ્યમથી નફાને મેળવવાનું લક્ષ રાખે તેમ સંયમવેશધારક સાધ્વાચારના માધ્યમથી સણને મેળવવાનું લક્ષ્ય રાખે. સાધુવેશ એ અલ્પવિરામ છે, સાધ્વાચાર એ અર્ધવિરામ છે અને સદ્દગુણ સમૃદ્ધિ એ પૂર્ણવિરામ છે. દુકાન ન માંડે, ધંધો ન કરે તો નફો ન થાય. તેમ સાધુવેશ ધારણ ન કરે, સાધ્વાચારને ભાંગે તેને સદ્ગુણસમૃદ્ધિ પ્રાપ્ત ન થાય. સાધુવેશ આવે એટલે અનાયતનનો ત્યાગ થાય. દુકાન, ઘર, સ્વજન, ધંધો, નોકરી, હોટલ, ક્લબ, ફરવાના કે મોજ-મજાના સ્થળ વગેરે અનાયતન કહેવાય. આપણને સંયમવેશ મળવા માત્રથી અનાયતનનો ત્યાગ સહજ રીતે થઈ ગયો. સાધ્વાચાર આવે એટલે દુરાચાર, વ્યભિચાર, અનાચાર, ભ્રષ્ટાચાર વગેરે રવાના થાય; હિંસાદિ વિરાધનાઓ ૧રર Page #134 -------------------------------------------------------------------------- ________________ છુટી જાય. સાધુના સદ્ગુણ આવે એટલે દુર્ગુણ, ક્રોધાદિ વિરાધકભાવો, પાપના અનુબંધો, ક્લિષ્ટ ચિત્તપરિણતિઓ દૂર થાય. આપણો સાધુવેશ બીજાને પુણ્ય બંધાવે, આપણો સાધ્વાચાર આપણને પણ પુણ્ય બંધાવે. જ્યારે ભાવ સંયમના સદ્ગુણો તો સાનુબંધ સકામ સુદૃઢ કર્મનિર્જરા કરાવે. આપણો સાધુવેશ બીજાને સદ્ગતિ આપે. આપણો સાધ્વાચાર આપણને સદ્ગતિ આપે. સંયમના સદ્ગુણ આપણને પરમતિ આપે. બાલ જીવ પાસે પણ સાધુવેશ હોઈ શકે. મધ્યમકક્ષાવાળા જીવ પાસે સાધ્વાચાર હોય. જ્યારે સાધુનો સદ્ગુણવૈભવ તો પંડિતકક્ષા ઉત્તમ કક્ષાવાળા જીવ પાસે જ હોય. કેવળ સાધુવેશ ક્યારેક વ્યામોહ સંમોહ પણ પેદા કરી દે. “હું સાધુ સંયમી થઈ ગયો” એવો ભ્રમ પણ પેદા કરી દે. કેવળ સાધ્વાચાર ઈર્ષ્યા કે સ્પર્ધા વગેરેમાં ઉતારી સંઘર્ષ પણ પેદા કરે. જ્યારે સાધુનો સદ્ગુણવૈભવ રી-એક્શનલેસ છે. તે કોઈ પણ જાતની વિકૃતિ-ખોડખાંપણ લાવે નહિ. આ બાબત લક્ષમાં રાખી ઉત્તમકક્ષાને પ્રાપ્ત કરજો એ જ મંગલ કામના... લખી રાખો ડાયરીમાં... શ્રેષ્ઠ ઘોડાને ચાબુક મારવાની જરૂરી નથી. ઉત્તમ શિષ્યને ઠપકો-કડક હિતશિક્ષા દેવાની જરૂર નથી. ભગવાનથી વિભક્ત ન થાય તે સાચો ભક્ત. · ગૃહવાસ, શક્તિવાસ અને દેહવાસ છોડે તે સાચો સંયમી. • ૧૨૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ મણિના સંબંધની ઓળખાણ આજે ગુરુ શિષ્યના આંતરિક સંબંધની વાત કરવી છે. નિઃસ્વાર્થભાવે શિષ્યના સ્થાયી આત્મકલ્યાણને ઈચ્છે છે અને તેની યોગ્યતા મુજબ તેને આત્મહિતના તાત્ત્વિક માર્ગે યોગ્ય ઉપાયો દ્વારા પ્રેમથી આગળ વધારે તે સાચા આત્મજ્ઞાની ગુરુ. આવા ગુરુને સદા માટે બિનશરતી રીતે સંપૂર્ણપણે સમર્પિત હોય, ગુરુની આજ્ઞાને-ઈચ્છાને પાળવા જે તત્પર હોય, પોતાના તમામ દોષની ગુરુ પાસે મુક્ત મનથી કબુલાત કરી જાતને સુધારવાનો પ્રામાણિક પ્રયત્ન કરે તે સાચો શિષ્ય. બન્ને પક્ષે કર્તવ્યપરાયણતા મુખ્ય હોય, અધિકારવૃત્તિ બિલકુલ ના હોય. આવું ગુરુત્વ કે શિષ્યત્વ જ્યાં છે ત્યાં જિનશાસન જીવતું જાગતું છે. શિષ્યની ભૂલ ન હોવા છતાં પણ ગુરુ શિષ્યને કડક ઠપકો આપે તો પણ ગુરુ પ્રત્યે અણગમો સાચા શિષ્યના હૃદયમાં ન થાય. ખોટા ઠપકાને પણ શિષ્ય પ્રેમથી સ્વીકારે પણ પોતાનો બચાવ, ચર્ચા, દલીલ કે ખુલાસો કરીને ગુરુને ખોટા ન પાડે. ગુરુ ઠપકો આપવાની બાબતમાં વ્યવહારદષ્ટિએ કદાચ ખોટા હોય છતાં તેને સાચા બનાવે - બતાવે તે શિષ્ય ઉત્તમ. ગુરુ સાચા હોય અને તેને સાચા બનાવે - બતાવે તે શિષ્ય મધ્યમ. ગુરુ સાચા હોવા છતાં તેને ખોટા પાડે તે શિષ્યની અધમ કક્ષા. ગુરુ ઠપકો આપે ત્યારે બચાવ, દલીલ, ચર્ચા કે ખુલાસો કરીએ તેમાં ગુરુને ખોટા પાડવાનું કામ થાય. આવું ન થાય તેની સાવધાની રાખવી. ક્યારેય પણ ગુરુ ઠપકો આપે ત્યારે હાથ જોડી, ગુરુની આંખ સામે નજર રાખી, પ્રસન્નતાપૂર્વક પૂરેપૂરો ઠપકો સાંભળવો એ સમર્પણભાવની નિશાની છે. “મારી ભૂલચૂક થતી હોય તો નિઃસંકોચ જણાવશો. જેથી મારું આત્મહિત થાય' આવી આજીજી ૧૨૪ Page #136 -------------------------------------------------------------------------- ________________ પૂર્વકની પ્રાર્થના શિષ્ય અવાર-નવાર ગુરુને કરે એમ દશવૈકાલિક સૂત્રના ૯માં અધ્યયનના ચોથા ઉદ્દેશામાં વાત તાત્પર્યતઃ કરેલી છે. માત્ર હિતશિક્ષાને નહિ પણ ગુરુના ઠપકાને જે સતત પ્રેમથી ઝંખે તે સાચો શિષ્ય. ગુરુનો ઠપકો અસહ્ય લાગે તે શિષ્ય સંયમને પ્રસન્નતાપૂર્વક પાળી ના શકે, ગુરુકૃપા મેળવી ના શકે. ગુરુ પાસેથી સ્વપ્રશંસા સાંભળવાની ભૂખના લીધે ગુરુના કડક શબ્દ કે ઠપકો અસહ્ય બનવાની ભૂમિકાએ પહોંચે છે. માટે ગુરુ પાસેથી મીઠી પ્રશંસા સાંભળવાની અપેક્ષાને ઉભી જ ન થવા દેવી. ગમે તેટલો, ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તેની હાજરીમાં આપણને ઠપકો આપતાં ગુરુને લેશ પણ સંકોચ ન થાય તો સમજવું કે તીર્થકરમાન્ય સાચું શિષ્યત્વ આપણામાં પ્રગટ થયું છે. આવું થાય તો જ ગુરુકૃપા પ્રાપ્ત થાય અને આવી ગુરુકૃપા મળે તો જ મોક્ષ નજીક આવે. આ વાત ગચ્છાચાર પન્નામાં વિસ્તારથી જણાવેલ છે. સંયમજીવનમાં એક મહત્ત્વની વાત સમજવાની છે અને તે એ કે શિષ્ય = ઘોડો, ગુરુ = ઘોડેસવાર, વાચના = લગામ અને કડકાઈ = ચાબક. લગામથી ઘોડો વ્યવસ્થિત ચાલે તો માલિક ક્યારેય ચાબુક ન મારે. વગર કારણે ઘોડાને ચાબુક મારવાનું માલિકને પસંદ ન હોય. તેમ વાચના, હિતશિક્ષા, આલંબન, પ્રેરણા, પ્રોત્સાહન વગેરેના માધ્યમથી શિષ્ય જો વ્યવસ્થિત આરાધના કરે તો ગુરુ કડકાઈ કે આક્રોશ ન કરે, કડવો ઠપકો વગેરે ન આપે. વગર કારણે શિષ્ય ઉપર આક્રોશ કરવો, ઠપકો આપવો એ સાચા ગુરુને પસંદ ન જ હોય. ચાબુકનો ઉપયોગ ખાનદાન ઘોડેસવાર કચવાતા મનથી કરે તેમ પાપભીરુ હોવાથી ગુરુ કડકાઈ, આક્રોશ વગેરે શિષ્ય ઉપર દુભાતા મનથી કરે. માલિક ચાબુક મારે અને લીલા ચણા-ગોળ પણ અવસરે ખવડાવે, વહાલથી પંપાળે. તેમ જરૂર પડે કડકાઈ, લાલ આંખ - ૧૨૫ – Page #137 -------------------------------------------------------------------------- ________________ કર્યા બાદ ગુરુ શિષ્યને વાત્સલ્ય, ઉપબૃહણા, પ્રોત્સાહન, પ્રેમ, લાગણી પણ અવસરે બતાવે. કેમ કે શિષ્યનું હિત, આત્મકલ્યાણ ગુરુના હૈયે વસેલું હોય છે. ચાબુક મારવાની પાછળ ઘોડાને મારી નાખવાનો આશય માલિકનો ન જ હોય તેમ કડકાઈ, લાલ આંખ કરવાની પાછળ શિષ્યનો ઉત્સાહ ખતમ કરવાનો, સંયમપરિણતિથી ભ્રષ્ટ કરવાનો, શિષ્યને ઘર ભેગો કરવાનો કે શિષ્ય ઉપર અધિકારવૃત્તિ જમાવવાનો આશય સદ્ગુરુનો ન જ હોય. સિંહ, વાઘ, વરુથી ઘોડાનું રક્ષણ પણ માલિક જ કરે. તેમ વિષય, કષાય, વાસના, લાલસા, સંજ્ઞા વગેરે દોષોથી શિષ્યનું રક્ષણ પણ ગુરુ જ કરે. આ બધી હકીકત જો સ્પષ્ટ થાય તો ગુરુ પ્રત્યે સદ્ભાવ ઉછળતો જાય. પછી કોઈ પણ સંયોગમાં ગુરુની અવગણના ન થાય. તમામ કાર્ય કરતાં પૂર્વે ગુરુની ઈચ્છા શું છે ? એ જાણવાની તમન્ના અને એ મુજબ જીવન બનાવવાનો સંકલ્પ ઊભો થાય. પાંચ પ્રકારની ભૂમિકા શિષ્યની હોય. (૧) વાચના વગેરેના માધ્યમથી ગુરુની ઈચ્છા જાણીને તે મુજબ જીવન બનાવે તે શિષ્ય ઉત્તમ. (૨) ગુરુના ઉત્તમ જીવનને આદર્શ રાખીને આચારસંબંધી ગુરુનો વારસો જીવનમાં ઉતારે તે શિષ્ય મધ્યમ. (૩) ગુરુની આજ્ઞા મુજબ જીવન જીવે, ગુરુ જેટલી આજ્ઞા કરે તે પ્રસન્નતાથી પાળે તે શિષ્ય જઘન્ય. (૪) ગુરુની આજ્ઞા સાંભળી મન બગાડીને આજ્ઞા પાળે તે અધમ શિષ્ય. (૫) ગુરુની આજ્ઞા સાંભળવા, સમજવા છતાં તેને પાળે જ નહિ અને ગુરુની સામે દલીલ, ચર્ચા, બળવો, અવગણના, આશાતના વગેરે કરે તે શિષ્ય અધમાધમ. જે બાબતમાં ગુર્વાશાની અવગણના, ઉપેક્ષા, અનાદર કરીએ તે યોગને આરાધવાની શક્તિ, યોગ્યતા, ક્ષયોપશમ વગેરે ખતમ થાય છે. તે યોગને આરાધવાના બાહ્ય સંયોગ, નિમિત્ત, સામગ્રી મેળવવાના પણ ચીકણા અંતરાય બંધાય. ગુર્વાશાની અવગણના ઉત્કૃષ્ટ હોય તો સર્વ યોગની આરાધના કરવામાં ચીકણાં અંતરાય ૧૨૬ Page #138 -------------------------------------------------------------------------- ________________ બંધાય. દા.ત. ગુરુ ભણવાની આજ્ઞા કરે અને ન ભણીએ તો ભણવાનો ઉત્સાહ ન જાગે. પુસ્તક, વિદ્યાગુરુ વગેરે ભણવાની સામગ્રી ન મળે, ભણતી વખતે ઊંઘ આવે, માંદગી આવે, ભણવાના સમયે કોઈક મળવા આવે, ભણવાના અવસરે બીજા કામ આવી પડે, ભણવાના અંતરાય બંધાય. તથા ભણવાની બાબતમાં ગુર્વાજ્ઞાની અવગણના ઉગ્રતાથી કરીએ તો જ્ઞાનની સાથે તપ, સંયમ, વૈયાવચ્ચ વગેરેના પણ ચીકણા અંતરાય બંધાય. માટે ઉત્તમ શિષ્ય બનવાના લક્ષ સાથે જીવન જીવવું. પરંતુ ૪ થી કે પાંચમા નંબરમાં ક્યારેય ન પહોંચી જઈએ તેની કાયમ સાવધાની રાખવી. તે માટે ગુરુની વાણીમાં, દેહમાં, વ્યવહારમાં, સ્પર્શમાં, નજરમાં પવિત્રતાના દર્શન કરવા. ગુરુવાણી જેમ પાવન કરે તેમ ગુરુની નજર પણ પાવન કરે. સદા ગુરુની નજરમાં રહેવાય તેવી જગ્યાએ બેસવું. ગુરુની દૃષ્ટિથી પવિત્ર થયેલ વિગઈવાળી ગોચરી પણ વિકાર પેદા ન કરે, ગુસદષ્ટ ગોચરી આરાધનાના ઉત્સાહમાં છાળો લાવે. ગુરુની નજર પડ્યા વિનાની ગોચરી વાપરવામાં કદાચ નુકશાન પણ થાય. માટે આપણા પાત્રામાં આવેલ ગોચરી ગુરુદેવને બતાવીને વાપરવી. ગુરુદેવમાં આવી ઉત્તમ ભાવના રાખીએ તો બ્રહ્મચર્ય વિશુદ્ધ રીતે પળાય. સંયમપાલનમાં પ્રસન્નતા વધે. તાત્ત્વિક ગુરુકૃપા ઉત્તમ શિષ્યમાં જ ઉતરે. ગુરુની આજ્ઞા અને ઈચ્છા મુજબ જીવન બનાવવા કટિબદ્ધ બનવું, તેવી જાગૃતિ કેળવવી એ જ સાચી ગુરુકૃપા છે. આવી ગુરુકૃપા પામી વહેલા પરમપદને પામો એ જ મંગલ કામના. લખી રાખો ડાયરીમાં.... અધિકરણની મૂછ ગૃહસ્થનો સંસાર વધારે. ઉપકરણની મૂછ સાધુનો સંસાર વધારે. [૧૨૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ શિષ્યની ત્રણ કિલ_ શાસ્ત્રમાં શિષ્યને અનેક ઉપમા આપેલી છે. ૩ કક્ષાના શિષ્યને સમજવા ૩ ઉદાહરણને આજે સમજીએ. (૧) પર્વત જેવા શિષ્ય એ કનિષ્ઠ કક્ષાના જાણવા. જેમ પર્વત ઉપર વરસાદ પડે છતાં પર્વત પલળે નહિ, પાણીનો સંગ્રહ કરે નહિ. પાણીને પોતાનામાં ઉતારે નહિ. તેમ જે શિષ્ય ઉપર ગુરુની હિતશિક્ષા, ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા વરસે છતાં શિષ્ય પલળે નહિ, હિતશિક્ષા વગેરેને ગ્રહણ ન કરે, જીવનમાં ઉતારે નહિ તો પર્વતતુલ્ય જઘન્યકક્ષાના શિષ્ય સમજવા. જેમ પર્વતમાં અંદર પાણી ન ઘુસે તેમ શિષ્યના હૃદયમાં ગુરુની વાણી ઘૂસે નહિ તો પર્વતસમાન જઘન્યકક્ષાના શિષ્ય સમજવા. (૨) રેતી જેવા શિષ્ય એ મધ્યમ કક્ષાના શિષ્ય. વરસાદથી રેતી ભીની થાય પણ રેતાળ જમીનમાં વિશિષ્ટ પાક ન ઉગે તેમ ગુરુવાણીથી જે શિષ્ય ગદ થાય, વાચના – હિતશિક્ષા વગેરે દ્વારા જે પલળી જાય. પરંતુ હિતશિક્ષા વગેરેને જીવનમાં ન ઉતારે, આચરણમાં ન વણે તે રેતતુલ્ય મધ્યમકક્ષાવાળા શિષ્ય. (૩) કાળી ફળદ્રુપ માટી જેવા શિષ્ય એ ઉત્તમકક્ષાના જાણવા. કાળી માટી વરસાદથી પલળે, પોચી થાય, પાણીનો સંગ્રહ કરે, જલમય બને અને વિશિષ્ટ પાક પણ તેમાં ઉગે. તેમ જે શિષ્ય ગુરુની ગ્રહણશિક્ષા – આસેવનશિક્ષાથી પલળે, કુણા હૃદયવાળો બને, હિતશિક્ષાને યાદ રાખે, તેનાથી ભાવિત થાય અને જીવનમાં અવસરે હિતશિક્ષાદિનો અમલ કરે અને વિશિષ્ટકક્ષાના ગુણોથી સંપન્ન બને તે શિષ્ય ઉત્તમ જાણવા. ૧૨૮ Page #140 -------------------------------------------------------------------------- ________________ કાળી માટી વરસાદને ખેંચી લાવે તેમ ઉત્તમકક્ષાના શિષ્યો ગુરુને વરસવા માટે નિમિત્ત બને છે. સામે ચાલીને આવા શિષ્યો ઉપર ગુરુ વરસવા તલસતા હોય છે. આ શિષ્યોનું સૌભાગ્ય અત્યુત્તમ બને છે. ગુરુની પ્રત્યેક હિતશિક્ષાને જીવનમાં ઉતારવી તે જ સાચું ગુરુબહુમાન છે. ઉત્તમ કક્ષાના શિષ્ય ઉપર ગુરુ ન વરસે તો ગુરુ ગુનેગાર બને અને જઘન્ય કક્ષાના શિષ્ય ઉપર ગુરુ વરસી પડે તો ય ગુરુ ગુનેગાર બને. વાસ્તવમાં તો ઉત્તમ કક્ષાના શિષ્ય ઉપર સહજ ભાવે ગુરુકૃપા નિરંતર વરસતી જ હોય છે. વ્યવહારનયથી ગુરુ શિષ્ય ઉપર કૃપા વરસાવે. નિશ્ચયનયથી તો શિષ્ય સ્વયં સ્વપુરુષાર્થથી સ્વયોગ્યતાથી ગુર્વાજ્ઞાપાલનથી ગુરુકૃપા મેળવે છે. જેટલા અંશે ગુરુની ઈચ્છા, આજ્ઞાનું ઉત્સાહપૂર્વક પાલન કરીએ તેટલા અંશે ગુરુકૃપા પ્રાપ્ત થાય. આ સત્ય હકીકતને ખ્યાલમાં રાખીને ગુરુની આજ્ઞા, ઈચ્છા મુજબ સંયમજીવન પાળી વહેલા પરમપદ પ્રાપ્ત કરો એ જ મંગલકામના... (લખી રાખો ડાયરીમાં...) સમજણનો અભાવ, વૈરાગ્યની ખામી અને સત્ત્વની કચાશ હોય તે દીક્ષા સારી રીતે પાળી ન શકે. મોક્ષમાર્ગ = સંયમ જીવન માર્ગદર્શક = સદ્ગુરુ. માર્ગમાં શીતળ છાયા દેનાર વૃક્ષ = સુવિહિત સમુદાય. માર્ગમાં મીઠા ઝરણા = કલ્યાણમિત્ર. આ ચાર ચીજ મળે પછી પણ મોક્ષની નજક ન પહોંચે તે કરુણાપાત્ર છે. - ૧૨૯ | ૧૨૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ કાગને નહિ, ભાવને સાંધો. દશવૈકાલિકજીમાં નવમા અધ્યયનના છેડે સાધુ માટે “ભાવ સંધએ” વિશેષણ વાપરેલ છે. તેના દ્વારા એક બહુ જ માર્મિક વાત કરેલી છે. જે ભાવને સાંધે તે મોક્ષની નજીક અને જે ભાવને તોડે તે મોક્ષથી દૂર. પ્રતિજ્ઞા લીધા પછી, સંકલ્પ કર્યા પછી આરાધનાના માર્ગે આગળ વધતાં (૧) થોડી-ઘણી પ્રતિકૂળતા આવે અને આપણા ભાવ તૂટે તો આપણે મોક્ષથી દૂર છીએ. નિયમ લીધા પછી (૨) પસ્તાવો થાય (૩) મોટું પડી જાય, (૪) ઉત્સાહ ઉતરી જાય, (૫) નિયમ ભાંગવાનું મન થાય, (૬) નિયમમાં છૂટછાટ લેવાનું મન થાય, (૭) બીજાના કડવા શબ્દ સાંભળી મન ખિન્ન થાય, (૮) અભિગ્રહ ક્યારે પૂરો થાય ? તેની ઇંતેજારી જાગે, (૯) પારણાની ઉત્સુકતા આવે, (૧૦) જે ગ્રંથ ભણીએ તે ક્યારે પૂરો થશે ? તેની કુતૂહલતા- આ બધા ચિહ્નો પોતાના આરાધભાવને તોડવાના છે. આ રીતે સ્વયં પોતાના ભાવ તોડે અને હિતશિક્ષા-પ્રેરણા આપવાનો ગુનો ભાવ તોડે, પોતાના વિચિત્ર વ્યવહારથી “આને ક્યાં દીક્ષા આપી ?” એવો ગુરુને વિચાર જગાડે, બીજાનો આરાધનાનો ભાવ તોડે, બીજાને આરાધનામાં વિક્ષેપ કરે તો તે બધા મોલથી દૂર જવાના લક્ષણ જાણવા. આનાથી ઊલટું (1) ગમે તેવી કફોડી સ્થિતિમાં પણ પોતાનો જુનો આરાધકભાવ ટકાવે, વધારે મજબૂત કરે, મુશ્કેલીમાં પણ નવી નવી આરાધનાના કોડ કરે, પસ્તાવો ન કરે, આરાધનાની અનુમોદના કરે, પ્રતિજ્ઞા પૂરી થયા પછી પણ નવી પ્રતિજ્ઞા લે, છૂટછાટ ન લે, ઠપકો સાંભળી ભૂલ સુધારે, મન ખિન્ન ન કરે તો પોતાના ભાવને સાંધનાર બને. (I) શિષ્યની આવી ઊંચી ભૂમિકા દેખી ગુરુને પણ હિતશિક્ષા - ગ્રહણશિક્ષા, આસેવનશિક્ષા આપવાનો ઉત્સાહ વધે. “આને દીક્ષા ૧૩૦ Page #142 -------------------------------------------------------------------------- ________________ આપી તે સારુ કર્યું, શાસનનું આંશિક ઋણ આને દીક્ષા આપવાથી ઉતરશે' આવો ગુરુને વિચાર પોતાને જોઈને આવે તો ગુરુના ભાવને સાંધ્યા કહેવાય. (III) બીજાની આરાધનાની (૧) ઉપબૃહણા કરી તેનો ઉત્સાહ વધારે, વાત્સલ્ય દ્વારા બીજાનું (૨) સ્થિરીકરણ કરે, (૩) બીજાને આરાધનામાં સહાય કરે, (૪) બીજાના અંતરાય-વિક્ષેપને દૂર કરે. (૫) અન્યને આરાધનામાં જરૂરી ઉપકરણ-સામગ્રી-સમજણ વગેરે આપે. (૬) નિઃસ્વાર્થ ભાવે અધ્યાપન કરાવે, (૭) ગ્લાન, વૃદ્ધ, તપસ્વી વગેરેની વૈયાવચ્ચ કરે તો બીજાના ભાવને સાંધ્યા કહેવાય. આ ત્રણ પ્રકારે જે ભાવને સાંધે તેનો ચોક્કસ ત્રીજા ભવે મોક્ષ થાય. દીક્ષા લીધા પછી ક્યારેય ભાવને તોડનારમાં નંબર ન આવે તેની સાવધાની રાખી આપણા, ગુરુના અને બીજાના આરાધનાના ભાવને ઉમંગને વધારીએ તો સંયમજીવન સફળ બને. બાકી અનંતા ઓઘામાં વધારો થાય. માટે આ સાવધાની રાખીને સંયમજીવન પાળી પરમપદને નિકટ બનાવીએ એ જ એક મંગલ કામના... - લખી રાખો ડાયરીમાં... શરીરના પાંચ કલંક- (૧) અપવિત્ર, (૨) બંધનરૂપ, (૩) અનિત્ય, (૪) દગાખોર, (૫) આત્મબુદ્ધિના ભ્રમનું નિમિત્ત. આરાધનાના પાંચ બાધક તત્ત્વ (૧) આળસ, (૨) અનુત્સાહ, (૩) અનુપયોગ, (૪) અનાદર, (૫) અવિધિ. १3१ Page #143 -------------------------------------------------------------------------- ________________ જાત સાથે છેતરામણ દશવૈકાલિક સૂત્રમાં ‘અતિંતિણે’ (૯/૪/૫) વિશેષણ દ્વારા સાધુની એક આગવી વિશેષતા ઉપર ભાર મુકેલ છે. સાધુનો સ્વભાવ બળતણિયો ન હોય. વાતે વાતમાં ઓછું લાગે-ખોટું લાગે તે બળતણિયો સ્વભાવ કહેવાય. આપણા કરતાં વધારે તકલીફવાળા જીવો નજર સામે રાખીએ તો વાતેવાતમાં ઓછું ન લાગે. સમાધિ મેળવવાનો સરળ માર્ગ એ છે કે આપણા કરતાં વધુ તકલીફવાળા જીવોને નજર સામે રાખવા. બાહ્ય નુકશાનીની - બગાડાની ભરપાઈ બીજી ચીજ દ્વારા થઈ શકે છે. પરંતુ મનના પરિણામના બગાડાની નુકશાનીની ભરપાઈ ક્યારેય થઈ ન શકે. બાહ્ય નુકશાની અટકાવવા આપણે કદાચ પરાધીન હોઈ શકીએ. મનના બગાડાને અટકાવવા તો આપણે સ્વાધીન છીએ. સ્વાધીન બાબતમાં ઉપેક્ષા કરીએ એ એક જાતની આપણી જાત સાથેની છેતરપિંડી છે. (૧) કમ સે કમ એટલું તો નક્કી કરવું જ જોઈએ કે ખાવા - પીવાની બાબતમાં, ઉપકરણના વિષયમાં અને જગ્યાની બાબતમાં મનને ક્યારેય ઓછું આવવા ન દેવું. સાધકની આ જઘન્ય કક્ષા છે. (૨) માન સન્માનની બાબતમાં ક્યારેય ઓછું ન લાગે - તે સાધકની મધ્યમ કક્ષા છે. (૩) બુદ્ધિ, લબ્ધિ, શક્તિ, સિદ્ધિ, પુણ્ય, પ્રભાવની બાબતમાં ક્યારેય ઓછું ન લાગે તે ઉત્તમ કક્ષા. (૧) જઘન્ય કક્ષાવાળો દેહાધ્યાસથી ઉપર આવેલ છે. (૨) મધ્યમ કક્ષાવાળો નામાધ્યાસથી ઉપર આવેલ છે. (૩) ઉત્તમ કક્ષાવાળો કર્માધ્યાસથી ઉપર આવીને આત્મામાં જ લયલીન બનેલ છે. ગોચરી-પાણી-ઉપકરણો-જગ્યા વગેરેની બાબતમાં ઓછું લાગે તે દેહાધ્યાસની કનિષ્ઠ ભૂમિકા છે. દેહાધ્યાસમાં અટવાય તે નિયમા ૧૩૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વી હોય. જડમાં રમે/ઠરે તે મિથ્યાત્વી. ચેતનમાં રમવાનું ગમે તે સમકિતી. ચેતનમાં રમે/ઠરે તે સંયમી. સારી ગોચરી-પાણી, અનુકૂળ જગ્યા, ઉત્તમ ઉપકરણો અને પ્રશંસા કરનાર ભગતોની વચ્ચે રહીને મલકાય – લલચાય - મોહાય તે મિથ્યાત્વી. સ્વયં આવી પડેલ પ્રતિકૂળ ગોચરી -પાણી-જગ્યાઉપકરણોમાં અને ભગતોની ગેરહાજરીમાં સર્જાતી મનની અપ્રસન્નતા જેને ખેંચે તે સમકિતી. પ્રતિકૂળ ગોચરી, ઉપકરણ વગેરેને સામે ચાલીને સ્વીકારે તે સંયમી. દુઃખનો અર્થી તે દીક્ષાર્થી = મોક્ષાર્થી. સુખનો = અનુકૂળતાનો અર્થી તે સંસારાર્થી. બાહ્ય સામગ્રી જેમ ઊંચી ક્વોલિટીવાળી, વધુ પ્રમાણમાં તથા તેની આવશ્યકતા વધારે તેમ જીવની સંસારરસિકતા વધારે. બાહ્ય સામગ્રી જેમ સાદી ક્વોલિટીવાળી, અલ્પ પ્રમાણમાં તથા તેની આવશ્યકતા અપેક્ષા ઓછી તેમ જીવની સંયમરમણતા વધારે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય તો જ આવી ઉત્તમ ભૂમિકા કેળવાય, પકડાય. આપણે દેહાધ્યાસ, નામાવ્યાસ, કર્માધ્યાસથી મુક્ત બનીને સંયમરમણતાની ઉત્તમ ભૂમિકાએ પહોંચવાનું છે. એ લક્ષ રાખી સંયમજીવન પાળો એ જ મંગલકામના.. (લખી રાખો ડાયરીમાં • સાધનામાં સત્ત્વ કેળવવા માટે (૧) દુઃખભીરુ જીવને દુર્ગતિનો ભય, (૨) પાપભીરૂ પ્રાણીને પાપનો-વિરાધનાનો ભય, (૩) સુખાર્થી સાધકને સદ્ગતિના લાભનો ખ્યાલ, (૪) જ્ઞાની આત્માને પોતાના સદ્ગુણ અને મોક્ષના લાભનો વિચાર નિમિત્ત બને છે. –-૧૩૩ ૧૩૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ તાત્વિક ગુરુવચન શિની ઓળખાણા. - જિનવચનની રુચિ હોય તો સંયમજીવનમાં મસ્તીનો અનુભવ થાય. પરંતુ જિનવચનની રુચિ તાત્ત્વિક હોય તે બહુ જરૂરી છે. જેને ગુરુવચનમાં રુચિ હોય તેની જિનવચનરુચિ સાચી. માત્ર અનુકૂળ શાસ્ત્રવચનની રુચિ હોય અને ગુરુવચનરુચિ ન હોય તો તાત્ત્વિક જિનવચનરુચિ ન જ હોય. શાસ્ત્રોમાં તો ઉત્સર્ગ - અપવાદના અનેકવિધ વચનો ઉપલબ્ધ થાય. પોતાની સગવડ મુજબનું શાસ્ત્રવચન પકડી તેમાં જિનવચનસચિની છાપ મારી મોહવચનસચિને છુપાવવી તે એક જાતની બાલિશતા છે, કનિષ્ઠ ભૂમિકા છે. ગુરુવચનને છોડી શાસ્ત્રવચનને પકડનારા નવ નિcવ દિગંબર અને અનેક મુમતોત્થાપક પાક્યા છે. એ વાત વિશેષાવશ્યકમહાભાષ્યમાં સ્પષ્ટ છે. મધ્યસ્થ ભાવે શાસ્ત્રવચનને પકડવા તે મધ્યમભૂમિકા છે. સુખશીલતા પોષ્યા વિના ગુણાનુરાગથી ગુરુવચનને પકડવા, આદરવા, આચરવા તથા પ્રતિકૂળ સ્થિતિમાં પણ તેને ન છોડવા તે ઉત્તમ ભૂમિકા છે. “-પરનું સાનુબંધ ભાવ હિત ગુરુના હૈયે કોતરાયેલ છે, તેમના હાથમાં રહેલ છે.” આવું આપણું માનસિક વલણ દઢ હોય તો ગુરુવચનરૂચિ સરળ અને સહજ બને. તાત્ત્વિક ગુરુવચનરુચિ હોય તો જ આરાધના સાનુબંધ બને, મજબૂત બને, વિનિયોગકારી બને, વિશુદ્ધપુણ્યજનક થાય. * (૧) અનુકૂળ ગુરુવચન ગમે અને પ્રતિકૂળ ગુરુવચન ન ગમે, ' (૨) પુણ્યહીનદશામાં ગુરુવચન ગમે અને પ્રભાવક પુણ્યોદયના અવસરે ગુરુવચન ન ગમે, (૩) આરોગ્ય હોય ત્યારે ગુરુવચન ગમે અને માંદગીમાં (તપ વગેરે સંબંધી) ગુરુવચન ન ગમે, (૪) આપણું મન પ્રસન્ન હોય ત્યારે ગુરુવચન ગમે અને ૧૩૪ Page #146 -------------------------------------------------------------------------- ________________ આપણું મન ઉદ્વિગ્ન-બેચેન-ખિન્ન હોય ત્યારે ગુરુવચન ન ગમે; (૫) આવડત-હોશિયારી ન હોય ત્યારે ગુરુવચન ગમે અને આવડત-હોશિયારી આવે પછી ગુરુવચન ન ગમે; (૬) બીજા કોઈની પણ સાથે મનમેળ ન હોય ત્યારે ગુરુવચન ગમે અને બીજા સાથે મજબૂત મનમેળ પડે પછી ગુરુવચન ન ગમે; (૭) બોલતા ન આવડે તથા ભગત ન હોય ત્યારે ગુરુવચન ગમે અને બોલવાની છટા આવે તથા ભગતોની વણઝાર ઊભી થાય પછી ગુરુવચન ન ગમે; (૮) ગુરુ કડકાઈ કરે ત્યારે ગુરુવચન ન ગમે અને ગુરુ સહાય કરે પ્રશંસા - ઉપબૃહણા કરે ત્યારે ગુરુવચન ગમે; (૯) ગુરુ આપણા પક્ષમાં લાગે ત્યારે ગુરુવચન ગમે અને ‘ગુરુ આપણા પક્ષમાં નથી' એવું લાગે ત્યારે ગુરુવચન ન ગમે તો સમજવું કે ‘આ ગુરુવચનરુચિ નથી પણ સ્વાર્થરુચિ છે, સગવડરુચિ છે, મોહરુચિ છે. ગુર્વાશાની કે જિનાજ્ઞાની નહિ પણ મોહઆજ્ઞાની રુચિ છે.' આવું આપણા જીવનમાં ન બને તેની સાવધાની રાખી તાત્ત્વિક ગુરુવચનરુચિ કેળવી વહેલા પરમપદને આપણે પામીએ એ જ મંગલકામના... - લખી રાખો ડાયરીમાં... જઘન્ય વૈરાગ્યવાળો ઘર છોડી સાધુ બને. મધ્યમ વૈરાગ્યવાળો શરીરની આસક્તિ છોડી સાધના કરે. ઉત્કૃષ્ટ વૈરાગ્યવાળો સાધના કરવા છતાં જ્ઞાન, તપ-ત્યાગ, પ્રવચનશક્તિ વગેરેનો મદ ન કરે. જઘન્ય વૈરાગ્ય અને મધ્યમ વૈરાગ્ય આવ્યા વિના પ્રાયઃ ઉત્કૃષ્ટ વૈરાગ્ય આવી ન શકે. ૧૩૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ ચાણ વિનયક્ષશાહિના રહસ્યો દશવૈકાલિકસૂત્રમાં વિનયસમાધિના ચાર પ્રકાર બતાવેલ છે. (૧) ગુરુની હિતશિક્ષા, ગ્રહણશિક્ષા વગેરે સાંભળવી (૨) સ્વીકારવી (૩) ભૂલને સુધારવી (૪) ભૂલ સુધાર્યા પછી “હું વિશુદ્ધ સંયમી બનેલ છું એવું અભિમાન ન કરવું. શ્રવણની શરૂઆત માર્ગાનુસારીની ભૂમિકાથી થાય છે. સ્વીકાર તે સમકિતીની ભૂમિકા. ભૂલ સુધારવા આત્મસામર્થ્ય ફોરવવું તે સંયમીની ભૂમિકા છે. પોતાના શુદ્ધ સંયમનું અભિમાન ન હોય તે વીતરાગદશાની નજીકની ભૂમિકા છે. અગ્નિશર્મા ગુરુનું સાંભળવા તૈયાર ન થયા એ માર્ગાનુસારીની ભૂમિકાનો અભાવ. માલિ વગેરે ભૂલ સ્વીકારવા તૈયાર ન થયા અને સમકિતથી ભ્રષ્ટ થયા. અષાઢાભૂતિ, વગેરે ભૂલ સુધારવા તૈયાર ન થયા અને ચારિત્રથી ભ્રષ્ટ થયા. બાહુબલીજી અભિમાનમાં અટવાઈને વીતરાગદશાથી વંચિત રહ્યા. આનાથી વિપરીત વિચારીએ તો ચિલાતીપુત્ર, અર્જુનમાળી વગેરે શ્રવણના માધ્યમથી માર્ગાનુસારીની ભૂમિકા નિર્મળ રીતે દઢ કરી આગળ વધ્યા. ભૂલ સ્વીકારની ભૂમિકાએ ટકવાથી માપતુષ મુનિ વગેરે સમકિત ટકાવી શક્યા. ભૂલ સુધારવાની ભૂમિકાએ પહોંચવાથી આર્દ્રકુમાર, નંદિષેણ, રહનેમિજી વગેરે ભાવ ચારિત્રને પુનઃ પ્રાપ્ત કરી શક્યા. અભિમાન છોડવાની ભૂમિકાએ પહોંચવાથી પાછળથી બાહુબલીજી વીતરાગદશા પામી શક્યા. 'શ્રવણ વગેરે પ્રત્યેક વિનયસમાધિ એવી છે કે તેને મજબૂત રીતે પકડવામાં આવે તો છેક કેવલજ્ઞાન સુધી જીવને પહોંચાડે. ગૌતમસ્વામીજીના હસ્તે દીક્ષિત થયેલ ૧૫૦૩ તાપસમાંથી ૫૦૧ને ગુરુમુખેથી જગદ્ગુરુ-ગુણવર્ણનના શ્રવણથી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુદેશનાના શ્રવણથી અનંતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે. ભૂલસ્વીકારની ભૂમિકાને દઢ રીતે પકડવાથી ચંડરુદ્રાચાર્યના શિષ્યને, ૧૩૬ Page #148 -------------------------------------------------------------------------- ________________ અઈમુત્તા મુનિને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ભૂલને સુધારવાની ભૂમિકાએ દૃઢ રીતે પહોંચવાથી અષાઢાભૂતિ, માષતુષ મુનિ, મૃગાવતીજી વગેરેને કેવલજ્ઞાન મળ્યું. પુષ્પચુલા સાધ્વીજી; કુરગડુમુનિના સહવર્તી કેવલજ્ઞાન ચારેય તપસ્વી મુનિ ભગવંત વગેરેને કૈવલ્યલક્ષ્મી સંપ્રાપ્ત થઈ. યથાસંભવ રીતે ઉપરના ઉદાહરણોની યોજના કરવી. તાત્પર્ય એ છે કે ચારેય વિનયસમાધિને જીવનમાં કેળવીએ તો પરમગતિ-મુક્તિ આપણાથી દૂર નથી. ચારેય વિનયસમાધિને અવગણી ઉગ્ર સાધના તપ સંયમને કેળવીએ તો ત્યાગ પણ મોક્ષમાર્ગે આગળ વધી ન શકાય. માટે જીવનમાં ઊંચી ઉગ્ર આરાધનાના લક્ષના બદલે નિર્મળ ચતુર્વિધ વિનયસમાધિને કેળવવાનું લક્ષ રાખશો તો ક્યાંય પણ સંકલેશના વમળમાં, ભવભ્રમણમાં ફસાવાના બદલે સડસડાટ ઝડપથી મોક્ષમાર્ગે આગળ વધી શકાશે. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધો એ જ મંગલકામના... - - - લખી રાખો ડાયરીમાં... પરતત્ત્વની ગાઢ આસક્તિ એકાંતે મારક છે. ઘર, શરીર, સગા વહાલા, શક્તિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ, પ્લેટફોર્મ, પુણ્ય, શિષ્ય... આ બધા પરતત્ત્વ છે. - નજર સામે ઉત્તમ આલંબન ન મળે તો માનસિક રીતે તેવા પૂર્વકાલીન સંયમીના ઉત્તમ આલંબન ઊભા કરી જીવનમાં સારા આચારને ઉતારતા રહેવું. ૧૩૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ સંયા જીવન ઘડતર આજે જીવનવ્યવહાર - જીવનઘડતર વિશે વાત કરવી છે. (૧) સંયમીની આવશ્યક્તા એવી હોય કે તેની પૂર્તિ સર્વ સામાન્ય સંજોગોમાં થઈ જાય. ગોચરી, ઉપકરણ વગેરેની સાદી ક્વોલિટી, ઓછી વેરાઈટી અને અલ્પ પ્રમાણ કેળવવા પ્રત્યેક સંયમી પ્રયત્ન કરે. (૨) સંયમી એવા કોઈ પણ નિમિત્તનું સેવન ન કરે, નખરા કે અડપલા ન કરે કે જેથી વિશેષ પ્રકારની આવશ્યકતા ઊભી થાય. દા.ત. ખાવામાં બેદરકાર બની, માંદા પડીને દવા-દોષિત ગોચરી-સેવા લેવી વગેરે જરૂરિયાત સામે ચાલીને ઊભી ન કરે. ઉપકરણ ખોઈ નાખે, તોડી નાખે અને દૂરથી તે સ્પેશ્યલ ઉપકરણો મંગાવવા પડે તેવો પ્રમાદ-બેદરકારી જીવનમાં ન ઘુસાડે. અતિપરિશ્રમ કરી, વધુ ગોચરી વાપરી બપોરે ઊંઘવાની આવશ્યકતાને સંયમી નોતરે નહિ. (a) ચા વગેરેનું વ્યસન, (b) છાપા વાંચવા વગેરેનો શોખ, (C) વધુ ઉપકરણોનો સંગ્રહ, (0) પારણામાં વિશિષ્ટ વેરાયટી વાપરવાની ટેવ પાડીને આવશ્યકતા વધારવાનો પ્રયત્ન સાચો સંયમી કદાપિ ન કરે. (2) ચશ્માની વિશિષ્ટ ફ્રેમ, પેન, લેટરપેડ, મુહપત્તિ, કવર, આસન, કામળી, ગોચરી વગેરેની ચોક્કસ ક્વોલીટીનો આગ્રહ રાખી, ફેશન વગેરેને પોષીને આરંભ-સમારંભ વધારવાની, શ્રીસંઘ ઉપર ભારબોજ વધારવાની અને બહિર્મુખતાને મજબૂત કરવાની ભૂલ સંયમી ન કરે. " (૩) સાચો સાધુ વિશેષ આવશ્યકતા હોવા છતાં તેના વિના ચલાવવાનું સત્ત્વ કેળવે, ટેવ પાડે. (૪) બપોરની ઊંઘ, દોષિત ગોચરી વગેરેની વિશેષ પ્રસંગમાં આવશ્યકતા લાગે તો પણ બીજા માટે ખોટું આલંબન ન બની જવાય તેની સાવધાની રાખી જયણાપૂર્વક અપવાદ પદે તેનો ઉપયોગ કરે. १३८ Page #150 -------------------------------------------------------------------------- ________________ (૫) વિશેષ કે સામાન્ય આવશ્યક ગોચરી - ઉપકરણ વગેરેનો પણ મૂછ, મમતા, આસક્તિ, લાગણી વગર ઉપયોગ કરવાનું લક્ષ રાખે, પ્રયત્ન કરે, તેવી ટેવ પાડે. (૬) ગોચરી વગેરે આવશ્યક ચીજનો ઉપયોગ કર્યા પછી પણ તેની પ્રશંસા, અનુમોદના કરવાની ભૂલ ન કરે. (૭) આવશ્યક ચીજ-વસ્તુનો ભોગવટો કરવામાં મમતા, લાગણી થઈ જાય તો તેનો પસ્તાવો, બળાપો, આલોચના, પ્રાયશ્ચિત્ત, દંડ, ફરીથી નહિ કરવાની પ્રતિજ્ઞા વગેરે કરે તે સાચો પાકો સંયમી બની શકે. ઉપરની સાતેય બાબતોમાં બેદરકાર બની, ફક્ત મોઢેથી તત્ત્વજ્ઞાનની ઊંચી વાતો કરવાથી કે બાહ્ય એકાદ ઉગ્ર આરાધના દ્વારા વૈરાગ્યનો દેખાવ-આડંબર ઊભો કરવાથી ખરા અર્થમાં સંયમી બની શકાતું નથી. વ્યવહારમાં ગોલમાલ, ઘાલમેલ કરી કોરી નિશ્ચયની પોકળ વાતો બીજાને અને ક્યારેક પોતાની જાતને પણ વ્યામોહમાં મૂકી દે છે. માટે ઉપરના સાતેય વ્યવહારમાં ચોક્કસ બની, સાવધાની કેળવી સ્વાધ્યાય, સહાય, પ્રભુભક્તિ વગેરે ગુણોને આત્મસાત્ કરવા કટિબદ્ધ બની વહેલા મુક્તિપદને પ્રાપ્ત કરશો. નલખી રાખો ડાયરીમાં ; સાધુપણામાં ગોચરી, પાણી, ઊંઘ, બોલવાનું, જોવાનું, વિચારવાનું, સાંભળવાનું, ચાલવાનું... બધું જ મર્યાદામાં. કોઈ પણ ક્ષેત્રે લક્ષ્મણરેખા ઓળંગવામાં નુકશાન પાર વિનાનું. ભૂલનું પરિણામ ખ્યાલમાં ન હોય તો ભૂલ નાની લાગે. ૧૩૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ ભોગનો ત્યાગ અને યોગ 2૬૬ આપણા પુણ્ય વિશે આજે એક બહુ મહત્ત્વની વાત કરવી છે. સંસાર છોડ્યા પછી, દીક્ષા લીધા પછી (૧) સંસાર ક્યારેય યાદ પણ ન આવે, (૨) સંસારના ભોગસુખની ખણજ પણ ન જાગે, (૩) રોજ નવી નવી આરાધનાનો ઉત્સાહ, ઉમંગ જાગે તો આપણું પુણ્ય પુણ્યાનુબંધી જાણવું. દીક્ષા લીધા પછી (૧) જો સંસાર યાદ આવે, (૨) દીક્ષા લેવાનો પસ્તાવો થાય, (૩) “દીક્ષા સમજણ વિના વહેલી લઈ લીધી એવું લાગે, (૪) સંસારના ભોગસુખ યાદ આવે, (૫) ભોગસુખની ઈચ્છા જાગે, (૬) જાહેરમાં કે ખાનગીમાં સુખશીલતાને પોષવાનું મન થાય, (૭) નિષ્કારણ બીજાની સેવા લેવાની પણ જાગે, (૮) આરાધનામાં કંટાળો આવે, (૯) સંયમમાં રહીને જેટલી આહારસંજ્ઞા-રસગારવ-ઋદ્ધિગારવા -સાતા ગારવને પોષી શકાય તેટલું પોષવાનું કામ કરીએ, (૧૦) આશાતના - અવિનયમાં બેરોકટોક પ્રવૃત્તિ થાય, * (૧૧) બીજા ઉપર અધિકારવૃત્તિ જમાવવાનું મન થાય, (૧૨) દોષ સેવન પછી બળાપો ન થાય તો સમજવું કે આપણું પુણ્ય પાપાનુબંધી છે, મલિન છે. ગુરુદેવ તો સંસારનો ત્યાગ કરાવી શકે પરંતુ તે ત્યાગને યોગમાં બદલવાની જવાબદારી તો શિષ્યની છે. ત્યાગને યોગમાં રૂપાંતરિત કરવા ગુરુ શિષ્યને સમજણ આપે, સહાય કરે પરંતુ ત્યાગમાર્ગને યોગમાર્ગમાં ફેરવવાની ઝંખના - તાલાવેલી તો શિષ્યમાં હોવી જ જોઈએ. ભોજન બીજા આપે, ભૂખ તો પોતાની જ જોઈએ ને ! -ન૧૪૦ १४० Page #152 -------------------------------------------------------------------------- ________________ સંસારમાંથી કાયા છૂટે, મન ન છૂટે તો તે ત્યાગ કહેવાય. સંસારમાંથી કાયા અને 'મન બન્ને છૂટે તે યોગ કહેવાય. કાયા અને મન બન્ને સંસારમાં રહે તો તે ભોગ કહેવાય. ત્યાગને યોગમાં ન બદલીએ તો ભોગમાર્ગે મન દોડવાનું જ છે. યોગ વિનાનો ત્યાગ પાંગળો છે. ત્યાગને યોગમાં રૂપાંતરિત ન કરવાના કારણે તો અનંતા ઓછા નિષ્ફળ ગયા. સંસારત્યાગ કર્યા પછી પણ અંદરમાં મોટા ભાગે ભોગનું વલણ હોય તો કર્મસત્તા આપણને જોઈને હસે, મશ્કરી કરે. સંસારત્યાગ પછી યોગનું વલણ હોય તો આપણને જોઈ કર્મસત્તા રડે, વિલખી પડે અને ધર્મસત્તા પ્રસન્ન બને. (૧) ત્યાગ એ કર્માધીન છે, સંયોગાધીન છે, પરાધીન છે. યોગ એ સ્વપુરુષાર્થાધીન છે, સ્વાધીન છે. (૨) ત્યાગ ગતાનુગતિક પણ હોઈ શકે. યોગ તો નિયમા ઠરેલ સમજણ ડહાપણપૂર્વક જ હોય. (૩) ત્યાગ બહુ બહુ તો પુણ્ય કે સ્વર્ગ આપે. યોગ તો સદ્ગુણસમૃદ્ધિની પૂર્ણતા દ્વારા મોક્ષ આપે. (૪) ત્યાગ ક્યારેક સંઘર્ષ પેદા કરે. યોગમાં તો સદા સમાધિના નિજાનંદના ફૂવારા ઉડતા હોય. (૫) ત્યાગ એ બાહ્ય પરિવર્તન છે. યોગ એ આંતરિક આત્મપરિવર્તન છે. (૬) ત્યાગને આડંબર પણ ગમે. યોગ કદિય પ્રદર્શનની ચીજ ન બની શકે. · (૭) ત્યાગ કાદાચિત્ક છે. યોગ શાશ્વત છે. (૮) ત્યાગમાં ક્યારેક ભોગની ભૂતાવળ અને રોગની રીબામણ ગ઼ હોય. યોગમાં કશુંય અજીર્ણ નથી. માટે પુણ્ય પાપાનુબંધી ન બને તે રીતે ત્યાગમાંથી યોગમાર્ગે આગળ વધી વહેલા મુક્તિપદને પામો એ જ મંગલકામના... १४१ Page #153 -------------------------------------------------------------------------- ________________ બને હીવાલ, કે ફેશે? શાણ્યા આપણા મનને જગત માટે આંધળું, બહેરું અને મૂંગું બનાવીએ તો સંયમજીવનનો સ્વાદ માણી શકાય. માટે મનને જગત માટે દીવાલ જેવું બનાવવું. દીવાલની સામે હજારો ચીજ આવતા છતાં તેમાં તેનું પ્રતિબિંબ પડતું નથી. તેમ સંયમીના મનમાં જગતના કોઈ પણ દ્રવ્ય-ગુણ-પર્યાયનું પ્રતિબિંબ ન પડે. ગોચરી, પાણી, ઉપકરણ, જગ્યા, માન-અપમાનના શબ્દો આ બધા માટે મનને દીવાલતુલ્ય બનાવીએ તો સમાધિના ફુવારા ઉડે. જો આ બધી બાબતમાં મન દીવાલના બદલે અરીસા જેવું બની જાય, તેના સારા-નરસાપણાનું પ્રતિબિંબ બતાવવાનું ચાલુ કરે તો સંકલ્પ-વિકલ્પના વમળમાં આપણે ડૂબી જઈએ. ખાસ કરીને વિજાતીય તત્ત્વની બાબતમાં તો મનને દીવાલ જેવું જ બનાવવું. ભૂલ-ચૂકે પણ વિજાતીયની બાબતમાં મન અરિસા જેવું બને તો મોટેભાગે મન વિજાતીય માટે તરત કેમેરા જેવું બની જાય છે. અરીસો તો સામે વસ્તુ હાજર હોય ત્યાં સુધી ચિત્ર બતાવે, પ્રતિબિંબ દેખાડે. કેમેરો તો સામેથી ચીજ ખસી જાય, નાશ પામી જાય તો પણ તેની પ્રતિકૃતિનો સંગ્રહ ન ખસેડે. એક ચીજના હજાર-લાખ-કરોડ ફોટા કેમેરો આપી શકે. વિજાતીય તત્ત્વ માટે જો મનને દર્પણ બનાવીએ તો પ્રાયઃ મન આપોઆપ કેમેરામાં ફેરવાઈ જાય છે અને તેની આકૃતિનો - પ્રતિકૃતિનો કાયમ પોતાનામાં સંગ્રહ કરી રાખે છે. બીજા ચિત્ર ખસી જવા સહેલા છે પરંતુ વિજાતીયનું ચિત્ર મનમાંથી ખસવું બહુ મુશ્કેલ છે. વિશુદ્ધ પ્રબળ ગુરુકૃપા વિના તો તે અશક્યપ્રાયઃ જ છે. સંયમજીવનમાં ૩ વિષય ખુલ્લા છે. જીભના સ્તરે ગોચરી; પાણી; કાયાના સ્તરે ઉત્તમ ઉપકરણો; આંખ અને મનના સ્તરે વિજાતીયનું રૂપ. ગોચરી, પાણી કે ઉપકરણ પ્રતિકૂળ આવે, કોઈના ન ૧૪૨F Page #154 -------------------------------------------------------------------------- ________________ તરફથી કડવા શબ્દ સાંભળવા મળે કે મન ખળભળે; સંઘરી રાખેલી વિજાતીયની આકૃતિ તરત મન ઉપર છવાઈ જાય અને વાસનાવમળમાં મન એટલું બધું ઊંડું ખેંચી જાય કે સંયમીના લેબાશમાં આવી હલકી વિચારધારાને વળગવાથી અનંતી દુર્ગતિઓને પોતાના હાથે લખાતી આમંત્રણ પત્રિકા પણ રાંક જીવ તે સમયે વાંચી શકતો નથી, જોઈ શકતો નથી, વિચારી શકતો નથી. વમેલા સંસારને ફરીથી ચાટવાથી ચાખવાથી તે સંયમી ત્યારે શ્રાવક, સમકિતી, સજ્જન, માનવ અને સામાન્ય પશુની ભૂમિકાથી પણ નીચે ઉતરી કૂતરાની ભૂમિકાએ પહોંચી જાય છે. આ હકીકતને પણ તે જીવ તદન ભૂલી જાય છે. બાહ્ય રીતે ઈન્દ્રિયો ઉપર સંયમ રાખી લોભામણા વિષયોને, વિજાતીયની આકૃતિને મનથી યાદ કરે તે મિથ્યાચારી છે. એવું ભગવદ્ગીતામાં (૩/૬) બતાવેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં (૧૭મું અધ્યયન) તેવા જીવને પાપશ્રમણ બતાવેલ છે. પરંતુ આ શાસ્ત્રવચનને સાંભળવા તે જીવના કાન બહેરા બની જાય છે. માટે કમ સે કમ વિજાતીય તત્ત્વની બાબતમાં તો મનને કાયમ દીવાલ જેવું જ બનાવવું. તે મધ્યમકક્ષા છે. જગતના કોઈ પણ દ્રવ્ય, ગુણ કે પર્યાય માટે મન દીવાલ જેવું જ બને તે ઉત્તમ કક્ષા. જગત અને વિજાતીય તત્ત્વની બાબતમાં મનને કેમેરા જેવું બનાવે તે અધમ કક્ષા છે. આનાથી ઊલટું પરમાત્મા, ગુરુદેવ, શાસ્ત્રવચન, સંયમી, ગુણીયલ વ્યક્તિ, આરાધના, ઉપાસના, જયણા, અપ્રમત્તતા વગેરે બાબતમાં જેનું મન કેમેરા જેવું હોય તે ઉત્તમ કક્ષા. દર્પણ જેવું હોય તે મધ્યમ કક્ષા. દીવાલ જેવું હોય તે અધમ કક્ષા. આ બધી બાબતો ઉપર લક્ષ રાખી નિર્મળ આત્મપરિણતિ કેળવી વહેલા પરમપદ પામો એ જ મંગલકામના.. ૧૪૩. Page #155 -------------------------------------------------------------------------- ________________ પાનનો ઇતિહાસ, (૨) સંયમ સાધના એટલે પર્વત ઉપરની યાત્રા; તળેટીથી શિખર તરફની યાત્રા. પ્રત્યેક પગલે ઉપર જવાય અને પ્રત્યેક પગલે સાવધાની રાખવી પડે. એકાદ પગથિયાની ગફલત ખીણમાં પટકી દે, હાડકા ખોખરા કરી નાંખે. ૯૯,૯૯,૯૯૯ પગથિયા ચઢવાની મહેનતને એકાદ પગથિયાની બેદરકારી નિષ્ફળ બનાવી દે. કોઈ પણ પગથિયે ભૂલ ન કરી બેસીએ તે માટે પગથિયું ચૂકી જનાર, ભૂલથાપ ખાનાર સાધકોને નજર સામે રાખીએ તો આપણે તેવી ભૂલના લીધે નીચે ન ઉતરી જઈએ, આપણો સંયમવિકાસ અટકી ન પડે. માટે આજે ભૂલ કરનાર સાધકોને ગંભીરતાથી ઓળખશું અને તેવી ભૂલ ન કરવાનો સંકલ્પ કરશું. (૧) સુખશીલતાના લીધે અરણીક મુનિવર પતિત થયા. આહાર સંજ્ઞાની પરવશતાથી કંડરીક મુનિ ભ્રષ્ટ થયા. એકાંતમાં વિજાતીયના દર્શનથી રહનેમિજી પતનમાર્ગે વળ્યા. લબ્ધિશક્તિનો ગુરુને પૂછ્યા વિના સ્વેચ્છાથી માયાપૂર્વક ઉપયોગ કરવાથી અષાઢાભૂતિ મુનિ ઘરભેગા થયા. મદના લીધે હરિકેશી મુનિને ચંડાળકુળમાં ઉત્પન્ન થવું પડ્યું. (૬) સોનામહોર વરસાવવાની તાકાત બતાવવા જતાં નંદીષેણ મુનિ વેશ્યાનો ભોગ બન્યા. ગુરુની આશાતનાથી ફૂલવાલક મુનિ સંયમથી ભ્રષ્ટ થયા. ઈર્ષાને લીધે સિંહગુફાવાસી મુનિ પતિત થયા. (૯) અસહિષ્ણુતાથી મરીચિએ સાધુવેશ છોડ્યો. (૧૦) વિજાતીયમમતાથી મુનિ આદ્રકુમાર પતિત થયા. (૧૧) કુરુટ અને ઉત્કટ મુનિ ક્રૂર લેશ્યા, ક્રોધ, શાપ અને દ્વેષ ભાવથી નરકે ગયા. (૧૨) કદાગ્રહના લીધે જમાલિ નિહનવ થયા. (૭) (2) ૧૪૪ Page #156 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ગુરુ પ્રત્યે બળવાખોર માનસથી શાસ્ત્રાગ્રહી બનેલા કદાગ્રહી શિવભૂતિએ દિગંબરમતને પેદા કર્યો. (૧૪) પોતાની શક્તિને બતાવવાના અભિમાનથી સ્થૂલભદ્રસ્વામી છેલ્લા ૪ પૂર્વના પદાર્થથી-રહસ્યાર્થથી વંચિત રહ્યા. (૧૫) નબળા ભૂતકાળને યાદ કરવાથી વૈયાવચ્ચી નંદિષણ નિયાણ કરી બેઠા. (૧૬) અનુકૂળતાના રાગથી ઉજળા ભૂતકાળને યાદ કરવાથી મેઘકુમાર મુનિ સંયમ જીવનને છોડવા તૈયાર થયા. (૧૭) આર્તધ્યાનના લીધે પાર્શ્વનાથ ભગવંતનો જીવ મરુભૂતિ હાથી બન્યા. (૧૮) સાધ્વીના વેશમાં સ્ત્રી-પુરુષની કામક્રીડાના દર્શનથી દ્રૌપદીના જીવે નિયાણું કર્યું. (૧૯) શુદ્ધ આલોચના ન કરવાથી બાલબ્રહ્મચારિણી રુમી સાધ્વીએ તથા લક્ષ્મણા સાધ્વીએ સંસારભ્રમણ વધાર્યું. (૨૦) વૈયાવચ્ચની ઈર્ષ્યાથી મુનિ પીઠ-મહાપીઠે સ્ત્રીવેદ બાંધ્યો. (૨૨) અજ્ઞાનવશ ક્રોધને પરવશ થવાથી નિયાણ કરીને અગ્નિશર્માએ ઘોર તપશ્ચર્યાને નિષ્ફળ બનાવી. (૨૩) અભિમાનના લીધે ઘોરતપસ્વી બાહુબલીજીનું કેવલજ્ઞાન અટકી ગયું. (૨૪) સંવત્સરીના દિવસે ખાનાર પ્રત્યે દ્વેષભાવ રાખવાથી દૂરગડુ મુનિના સહવર્તી ચારેય ઘોર તપસ્વી મુનિની વીતરાગદશા રોકાયેલી રહી. (૨૫) જીભમાં આસક્ત થવાથી જિનશાસનપ્રભાવક મંગુ આચાર્ય ગટરના યક્ષ થયા. (૨૬) યોગપટ્ટમાં-કમરપટ્ટમાં આસક્ત થવાથી પ્રવચનપ્રભાવક સુમંગલાચાર્ય અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા. ૧૪૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ (૨૭) ભૂલ ન સ્વીકારીને, ક્રોધને પરવશ થવાથી સાધુ ભવાંતરમાં ચંડકૌશિક સર્ષ થયા. (૨૮) વિનશ્વર સંસારસંબંધની મમતાથી ઉપ્રસાધક પ્રસન્નચંદ્ર રાજર્ષિએ સાતમી નરક યોગ્ય કર્મદલિકોને ભેગા કર્યા. (૨૯) ગુરુવચનને અવગણીને જવાથી અંધકસૂરિ વિરાધક બની અગ્નિકુમાર નામના કુદેવ થયા. (૩૦) સ્ત્રીરત્નની લટમાં ભૂલા પડી સંભૂતિમુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તી બનવાનું નિયાણ કરી સંયમસાધનાને પાંગળી કરી. (૩૧) પરદર્શનના ખેંચાણથી પ્રકાંડ વિદ્વાન એવા પણ સિદ્ધર્ષિ ગણી ૨૧ વાર બૌદ્ધદર્શનમાં જવા તૈયાર થઈ ગયા. (૩૨) શિષ્યના લોભના લીધે મરીચિએ ઉત્સુત્રભાષણ દ્વારા ૧ કોડાકોડી સાગરોપમ સંસાર વધારી દીધો. (૩૩) પરસ્પરની મમતાના લીધે પૃથ્વીચંદ્ર-ગુણસાગર ૨૧ ભવ સુધી, ઉગ્ર વિશુદ્ધ સાધના કરવા છતાં કેવલજ્ઞાન પામી ન શક્યા. (૩૪) બાહુબળ બતાવવાની ભૂલથી ત્રિપૃષ્ઠ વાસુદેવ થવાનું નિયાણ કરી ૭ મી નરકને આમંત્રણ આપનાર વિશ્વભૂતિ ઉગ્ર સંયમ સાધનાને નિષ્ફળ કરી બેઠા. (૩૫) તપનો મદ કરી કુરગડુ મુનિએ તપનો અંતરાય બાંધ્યો. (૩૬) દુગંછાના લીધે મેતારજમુનિ દુર્લભબોધિ થયા. (૩૭) પોતાની વિદ્વત્તાના લીધે પ્રશ્નો પૂછવા આવનારા સાધુઓના નિમિત્તે રાત્રિજાગરણથી કંટાળી “હું ક્યાં શાસ્ત્રને ભણ્યો? આવો પશ્ચાત્તાપ કરવાથી ઘોર જ્ઞાનાવરણ કર્મ બાંધનાર જૈનાચાર્યને માપતુષ મુનિ બનીને અજ્ઞાનદશામાં ફસાવું પડયું. સુખશીલતા, આહારસંશા, વિજાતીય દર્શન, શક્તિનો ઉપયોગ १४१ Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રદર્શન વગેરે એક એક ભૂલના કારણે, પોતાની ઉગ્ર સાધના હોવા છતાં ઉપરના સાધકોને કર્મસત્તાએ પછાડી દીધા તો જેના જીવનમાં ઉપરના બધા દોષો હોય અને સાધનાના ઠેકાણા ના હોય તેવા જીવની હાલત કર્મસત્તા કેવી કફોડી બનાવે ? તે સમસ્યાનું સમાધાન મેળવવું દુર્લભ છે. માટે ઉપરના ૩૭ દોષમાંથી એક પણ દોષ-ભૂલનો ભોગ આપણે ન બની જઈએ તે સાવધાની રાખીને આપણે વહેલા પરમપદને પામીએ એ જ પરમપિતા પરમાત્માને હાર્દિક પ્રાર્થના. • લખી રાખો ડાયરીમાં... સહવર્તી અને ગુરુભાઈઓ સારણા-વારણા કરે, ગુરુદેવ ચોયણા પડિયોયણા કરે. તપ ત્યાગ + સ્વાધ્યાય + વૈયાવચ્ચ ભાવ સંયમ. તપ માત્ર વૈયાવચ્ચ - = = ત્યાગ + વૈયાવચ્ચ = મધ્યમ ભાવસંયમ. જઘન્ય ભાવ સંયમ. ઉત્કૃષ્ટ | ૧૪૭ અકુતૂહલવૃત્તિ એ આંતરિક શ્રીમંતાઈની નિશાની છે. લાગણીની મૃદુ ભાષા અભિમાનને તોડે છે, પ્રેમને પોષે છે, વાત્સલ્યને વધારે છે. અધિકારની ભાષા અભિમાનને પોષે છે. એક પણ તારક યોગની અરુચિ હોય તો ઉગ્ર સાધના કરવા છતાં મોક્ષ ન થાય. Page #159 -------------------------------------------------------------------------- ________________ આજીવિકાક્ષા .પગથિયL આત્મગુણ વિકાસના ૬ પગથિયા આપણે સર કરવાના છે. (૧) પહેલું પગથિયું છે આત્મસ્વરૂપ જિજ્ઞાસા. “કોણ આવ્યું ? કોણ ગયું ? વિહાર કઈ દિશામાં થશે ? ક્યારે થશે ? ઓળી ક્યારે પૂર્ણ થશે ? કોનું ચોમાસુ ક્યાં નક્કી થયું ? અહીં કોણ ચૈત્રી ઓળી કરાવવા આવવાનું છે ? કોની ક્યાં શિબિર છે ? અહીં કોણે પ્રતિષ્ઠા કરાવી ? સામેની વ્યક્તિનું નામ શું છે ? તેનું ગામ કયું છે ?” ઈત્યાદિ મુફલીસ જિજ્ઞાસાઓને છોડી “હું કોણ છું? મારું સ્વરૂપ શું છે ? મારા સહજ ગુણ-શક્તિ-લબ્ધિનું સ્વરૂપ શું છે ? તે ક્યારે પ્રગટ થશે ?” આવી જિજ્ઞાસા જાગે તો સ્વરૂપજિજ્ઞાસાનો પ્રારંભ થાય. પરરૂપ જિજ્ઞાસા મટે તો જ સ્વરૂપજિજ્ઞાસા તાત્વિક બને; બાકી તે બૌદ્ધિક કે વાચિક બને. સ્વરૂપજિજ્ઞાસા પછી (૨) આત્મસ્વરૂપબોધ એ બીજું પગથિયું છે. “હું જાડો, લાંબો, કાળો, ગોરો દૂબળો” ઈત્યાદિ બોધ પરરૂપબોધ છે; જે એક જાતનો માત્ર ભ્રમ છે. જડના સ્વરૂપનો પોતાના સ્વરૂપમાં આરોપ કરવો તે કેવળ ભ્રાન્તિ છે. જડના સ્વરૂપનો બોધ રાગ-દ્વેષ-મોહ વગેરે વિકૃતિને પેદા કરી ચેતનસ્વરૂપનો બોધ આવરે છે. આમ ચેતનમાં જડસ્વરૂપનો આરોપાત્મક બોધ કે ઉપાદેયરૂપે જડસ્વરૂપનો ભ્રાન્ત બોધ આત્મસ્વરૂપગોચર બોધને અટકાવનાર હોવાથી તે બન્નેને દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો જ અભ્રાન્ત આત્મસ્વરૂપનો તાત્ત્વિક બોધ પ્રગટે. “અનંત જ્ઞાનદર્શન-ચારિત્ર-શક્તિ, અખંડ આનંદ સ્વરૂપ મારો આત્મા અજર-અમર-અછદ્ય-અભેદ્ય-અવિનાશી છે' આવો આત્મસ્વરૂપવિષયક સ્પષ્ટ નિર્મળ બોધ પ્રગટાવવાનું સૌભાગ્ય ત્યારે પ્રાપ્ત થાય. (૩) ત્રીજું પગથિયું છે આત્મસ્વરૂપરુચિ. “જડ પદાર્થ સડન –૧૪૮F Page #160 -------------------------------------------------------------------------- ________________ ગલન-પતન-વિધ્વંસનસ્વરૂપ છે' એવું જાણી જડની રુચિ હટાવીએ તો આત્મસ્વરૂપની રુચિ પ્રગટે, મજબૂત બને. સકલ જગત તે એઠવાડ લાગે, જગતમાં બનતી બાહ્ય ઘટનાઓ સ્વમસમાન લાગે. બાહ્ય પદાર્થની સાર સંભાળ કંટાળા સ્વરૂપ લાગે, ભૂતકાળના નબળા પ્રસંગો અને પ્રતિકૂળ વ્યવહાર કરનાર વ્યક્તિઓ સ્મૃતિપટમાંથી ભૂલાવા માંડે તો આત્મસ્વરૂપવિષયકે તાત્વિક રુચિ જાગ્રત થાય. બીજે બધેથી રુચિની લાળ ટપકતી બંધ થાય તો નિજસ્વરુપની પારમાર્થિક રુચિ ઉદ્ભવે. બહારમાં રસ-કસના દર્શન થાય તેને પ્રાય: આત્મસ્વરુપ નીરસ-વિરસ લાગે. સારી ગોચરી, પાણી, ઉપકરણ, જગ્યા, ભગત, પ્રશંસા, અનુકૂળતા, સુખશીલતા, શક્તિ, લબ્ધિ, પુણ્યોદય, શિષ્યપ્રાપ્તિ વગેરેની ગાઢ રુચિ મોટા ભાગે આત્મસ્વરૂપચિ જાગવા ન દે. જ્ઞાન, તપ, જપ, વ્યાખ્યાન, શિબિર, પ્રતિષ્ઠા, ઉપધાન, છરી પાલિત સંઘ કાઢવો વગેરેની રુચિ પણ આત્મસ્વરૂપચિ પ્રગટાવવામાં સહાયક બને તો જ સાર્થક અને આત્મસ્વરૂપરુચિ જગાડવામાં વિઘ્ન કરે તો તે પણ નુકસાનકારી બને. આ વાતનો ખ્યાલ રાખવો કલિકાલમાં અત્યંત જરૂરી છે. (૪) સ્વરૂપચિ જાગે પછી સ્વરૂપ્રતીક્ષા આવે. અનુકૂળ ગોચરી, પાણી, ઉપકરણો, ઠંડકવાળી જગ્યા, ભગત વગેરેની પ્રતીક્ષા દૂર થાય તો જ “હું કેવળજ્ઞાન ક્યારે પામીશ? સર્વદોષમુક્ત ક્યારે થઈશ ? મારી નિષ્કષાય - વીતરાગદશા ક્યારે પ્રગટ થશે? સાયિક સર્વગુણસમૃદ્ધિને ક્યારે મેળવીશ? ખાવાની માથાકૂટને છોડી અણાહારી અવસ્થાને ક્યારે પ્રાપ્ત કરીશ ? નામી-સદેહી-રૂપી અવસ્થાને છોડી અનામી - અશરીરી - અરૂપી અવસ્થા ક્યારે મેળવીશ ? ઊંઘવાની ગુલામીને છોડી સદા જાગૃતિ - ઉપયોગમય - શુદ્ધ ઉપયોગમય સ્વરૂપને ક્યારે પ્રગટાવીશ ? વાસના અને ઈષ્ય નાગણના ઝેરી ડંખની વેદનાથી ક્યારે છુટકારો મળશે ? ૧૪૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ બોલ-બોલ કરવાની ગુલામી અને શ્વાસોચ્છવાસના બંધનમાંથી મુક્ત બની મૂક-સ્થિર-સ્વસ્થ સ્વરૂપને ક્યારે મેળવીશ ? વિચારદશાના કલંકથી છૂટી ક્યારે શાશ્વત નિર્વિકલ્પદશામાં મગ્ન બનીશ ? કર્મદેહ-મન-વચન- પુલમય વિભાવદશાથી છૂટી સ્થિર આનંદઘનજ્ઞાનઘન સ્વભાવદશાને ક્યારે માણીશ ? માન-અપમાનમાં તુલ્ય પરિણામ ક્યારે જાગશે ?” આ રીતે તાત્ત્વિક આત્મસ્વરૂપપ્રતીક્ષા ઉદ્દભવે. બહારના જગતમાં જેની પ્રતીક્ષા કરો તે મળે એવો નિયમ નથી. જ્યારે અધ્યાત્મ જગતમાં તો જેની પ્રબળ રુચિ - હાર્દિક પ્રતીક્ષા હોય તે મલ્યા વિના ન જ રહે. બાહ્ય જગતમાં પુણ્ય કે પૈસા વગેરે કિંમત ચૂકવવાની તૈયારી હોય તો ઈષ્ટ ચીજ મળે. દા.ત. શ્રીમંતના ઘરે જન્મ પુણ્યથી મળે. ગાડી, બંગલો વગેરે પૈસાથી મળે. પરંતુ અત્યંતર જગતમાં ઉપરની ચારમાંથી એક પણ ચીજ પુણ્ય કે પૈસાથી મળે નહિ. અનાવૃત - નિર્મળ આત્મસ્વરૂપની ઉત્કૃષ્ટ પ્રતીક્ષા-તીવ્ર ઝુરણા-ઉત્કટ તમન્ના એ જ તેને મેળવવાની સાચી કિંમત છે. તેવી પ્રતીક્ષા જાગે પછી જ (૫) પારમાર્થિક આત્મસ્વરૂપપ્રતીતિ પાંચમા તબક્કે પ્રગટે છે. શાસ્ત્રના માધ્યમથી કે ગુરુના ઉપદેશથી આત્મસ્વરૂપનો બહુ બહુ તો બોધ થઈ શકે, નિજ સ્વરૂપની સમજણ મળી શકે. પરંતુ તેનાથી તેની પ્રતીતિ ન થાય. આત્મસ્વરૂપની પ્રતીતિ = અનુભૂતિ માટે તો ચિરકાલીન તીવ્ર તલસાટવાળી નિજ સ્વરૂપપ્રતીક્ષાને આત્મસાત્ કર્યા વિના છુટકો જ નથી. ખાતા, પિતા, સૂતા, ઉઠતા, ચાલતા સતત નિર્મળ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની પ્રતીક્ષા-ઝંખના-તાલાવેલી-આતુરતા હોય તો જ પંચ પરમેષ્ઠીની અચિંત્ય કૃપાથી શાસ્ત્રમાં બતાવેલ છે તેવા દેહ-મન-વચન-કર્મ-પુદ્ગલમુક્ત સચ્ચિદાનંદમય નિજસ્વરૂપની પારમાર્થિક પ્રતીતિ, સાચી સંવેદના અને રુચિપૂર્ણ અનુભૂતિ થાય. ૧૫૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ તે જ તાત્ત્વિક સમ્યગ્દર્શન છે, મુક્તિમહેલનો મુખ્ય દરવાજો છે. જબ જાણ્યો નિજ રૂપ કો, તબ જાણ્યો સબ લોક; નહિ જાણ્યો નિજ રૂપ કો, જો જાણ્યો સબ ફોક. નિજસ્વરૂપની પ્રતીતિ કરવા માટે જ શાસ્ત્ર, તપ, જપ, ત્યાગ, ગુરુસેવા, પ્રભુભક્તિ, સાધુસેવા વગેરેનું આલંબન લેવાનું છે. વર્ષો સુધી તેવા આલંબનના-આરાધનાના પડખા સેવવા છતાં નિજ સ્વરૂપની પ્રતીતિ ન થાય, તેવી અનુભૂતિ કે સંવેદના ન થાય તે કેવી કરુણદશા કહેવાય ? નિજસ્વરૂપની પ્રતીતિ થાય પછી વર્તન - વલણ - વાણી - વ્યવહાર - દેદાર - સ્વભાવ બધું જ આપોઆપ બદલાઈ જાય. પછી યોગદૃષ્ટિ સમુચ્ચયમાં બતાવેલ તૃષ્ણા, ક્ષુદ્રતા, ઈર્ષા, દીનતા, ભયભીતતા, તુચ્છતા, લુચ્ચાઈ, અજ્ઞતા વગેરે ભવાભિનંદી જીવના લક્ષણો સ્પર્શી ન શકે. ત્યાર બાદ ઉન્નત, ઉત્તમ, ઉદાત્ત, ઉદાર, ઉષ્માપૂર્ણ ઉદાસીન ભૂમિકાએ આત્મા આરૂઢ થાય છે. અવર્ણનીય, કલ્પનાતીત આનંદને ત્યારે આત્મા અનુભવે છે, વેદે છે. પછી (૬) આત્મસ્વરૂપરમણતા નામની છઠ્ઠી ભૂમિકા પ્રગટ થાય છે. પોતાના જ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં, નિજાનંદમાં, ક્ષાયિક ગુણવૈભવમાં સ્થિરતા, મગ્નતા દ્વારા પૂર્ણતાનો અનન્ય અનુભવ સાધક કરે છે. આ જ સમ્યફ ચારિત્રયોગ છે. પુગલના સ્વરૂપની રમણતા મટે ત્યારે ભોજનરમણતા, ભગતરમણતા, દેહરમણતા, ઉપધિરમણતા, નામરમણતા, શક્તિરમણતા આપોઆપ રવાના થાય છે. તો જ આત્મસ્વરૂપરમણતા તાત્ત્વિક બને. પુદ્ગલરમણતા હોય ત્યાં સુધી નિજસ્વરૂપની રમણતા બનાવટી હોય. તેવા જીવ પાસે ભાવચારિત્ર ન હોય અથવા અત્યન્ત મંદ કે મલિન હોય. માટે પુદ્ગલરમણતા, પુદગલરુચિ હટાવીને આત્મસ્વરૂપરમણતા પ્રાપ્ત કરી આત્મવિકાસનું હું અંતિમ પગથિયું ચઢીને સાતમા પગથિયે મુક્તિ મહેલના દરવાજે ટકોરા મારીને શાશ્વત આનંદ ધામમાં વિશ્રાન્ત બનો એ જ મંગલકામના... –-૧૫૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ હિમાલ હિકની વાવણી સંયમજીવનમાં સર્વ ગુણોમાં વિમલ વિવેકદ્રષ્ટિ પ્રધાન ગુણ છે. સર્વ ગુણોનો રાજા વિવેક છે. બીજા બધા ગુણો તેના પ્રધાન, મંત્રી, સેનાપતિ, સૈનિક, પ્રજા વગેરેના સ્થાને છે. વિવેક જેનામાં હોય તેનામાં ઔચિત્ય, આવડત, વ્યવહારકુશળતા, બોલવાની કળા, જવાબદારીનું ભાન, કર્તવ્યનિષ્ઠતા, શાસ્ત્રના તાત્પર્યાર્થિને મેળવવાની યોગ્યતા, સમાધિધન, સમજણ, પ્રજ્ઞાપનીયતા, દીર્ધદષ્ટિ, સૂક્ષ્મદષ્ટિ, વૈરાગ્ય, અલ્પ પરિશ્રમે વધુ આધ્યાત્મિક પરિણામ મેળવવાની કુનેહ, મધ્યસ્થતા, ઓછામાં ઓછા નુકશાને વધુમાં વધુ લાભ (= કર્મનિર્જરા, પુણ્યબંધ, શાસનપ્રભાવના...) મેળવવાની આવડત, આશ્રવને સંવરમાં ફેરવવાની કળા વગેરે આત્મસાધનામાં જરૂરી ગુણો પણ પ્રાયઃ અવશ્ય હોય. વિવેકદૃષ્ટિ વગર જો તે બધા ગુણો હોય તો તે તાત્ત્વિક ન હોય. વિમલ વિવેકદૃષ્ટિ હોય તો જ ઉત્સર્ગ અને અપવાદનું સંતુલન જાળવી શકાય. વિવેક સાથે સત્ત્વ હોય તો નબળા નિમિત્તમાં પણ અપવાદસેવન ન કરવા સ્વરૂપ ઉત્તમ કક્ષા આવે. સત્ત્વ ન હોય અને વિવેક હોય તો પુરાલંબનથી, મજબૂત કારણ હોય ત્યારે જયણાપૂર્વક અપવાદસેવન સ્વરૂપ મધ્યમકક્ષા આવે. વિવેક ન હોય તો અપવાદનું નિમિત્ત ગયા પછી પણ અપવાદસેવન ચાલુ રાખવા સ્વરૂપ અધમ કક્ષા આવે. વિવેક ન હોય અને વક્રતા હોય તો અપવાદસેવન કરવા માટે અપેક્ષિત કારણોને - નિમિત્તને સામે ચાલીને ઊભા કરવા સ્વરૂપ અધમાધમ કક્ષા આવે. વિવેક દૃષ્ટિ હોય તો અવસરોચિત જયણાપ્રધાન અપવાદસેવન દ્વારા પણ ઉત્સર્ગપાલનસાધ્ય કર્મનિર્જરા વગેરે લાભો પ્રાપ્ત થાય. ક્યારેક તો ઉત્સર્ગપાલન કરતાં પણ વિશેષ લાભને વિવેકી સાધક અપવાદસેવન દ્વારા મેળવે છે. માટે જ દશપૂર્વધર, ૧૪ ૧પર) Page #164 -------------------------------------------------------------------------- ________________ પૂર્વી વગેરેને જિનકલ્પ સ્વીકારવાનો નિષેધ શાસ્ત્રમાં કરેલ છે. કેવલજ્ઞાની તીર્થંકર પણ નદી ઉતરવાનો અપવાદ સેવીને પણ ભવ્યજીવો ઉપર વિશિષ્ટ ઉપકાર કરે છે. વિવેકી ન હોય તે કાં તો અતિપરિણત હોય અથવા અપરિણત હોય. આગાઢ અપવાદના સ્થાનમાં પણ એકાંતે ઉત્સર્ગ પકડી રાખે તે અપરિણત. વગર કારણે હોંશે હોંશે અપવાદ સેવે તે અતિપરિણત. આવા જીવોને છેદશાસ્ત્ર ભણવાનો અધિકાર નથી આપેલ. તેથી ગુપ્ત, ગહન શાસ્ત્રપરમાર્થોને જાણવાની યોગ્યતા પણ વિવેકદષ્ટિસંપન્ન પાસે જ હોય. વિવેક હોય તો જ્ઞાન અને ક્રિયાનું સમતોલપણું જાળવી શકાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ મુજબ ક્યારે આરાધનાને મુખ્ય બનાવવી અને ક્યારે કેવળ આરાધકભાવને મુખ્ય બનાવવો ? તેની કોઠાસૂઝ વિવેકી પાસે જ હોય. સંયમવિરાધના કરતાં આત્મવિરાધના અને આત્મવિરાધના કરતાં શાસનવિરાધના વધુ નુકસાનકારી છે. આવો ખ્યાલ-સમજણ-સ્વીકાર વિવેકીને સહજ હોય. સંયમીનું સ્થિરીકરણ - વાત્સલ્ય - ઉપવૃંહણા વગેરે આચારો સમકિતને નિર્મળ બનાવનારા છે. એક અપેક્ષાએ પિંડવિશુદ્ધિ વગેરે ચારિત્ર શુદ્ધિકારી આચારો કરતાં પણ તે બળવાન છે - આવી સમજ વિવેકીને જ હોય. સમ્યગ્દર્શન - જ્ઞાન અને ચારિત્રની આરાધનામાંથી કઈ આરાધનાને ક્યારે મુખ્ય - ગૌણ બનાવવી? તેની તાત્ત્વિક સમજણ વિવેકીને જ હોય. અપવાદ સેવનમાં ઓછામાં ઓછો દોષ લાગે તેની કાળજી વિવેકી સંયમી જ રાખી શકે. વિવેક ન હોય તે અપવાદને આગાઢ સંયોગમાં પણ આચરે નહિ; મન બગાડીને પણ ઉત્સર્ગ પાળે અને વિવેકહીન સાધક જો કારણે અપવાદ આચરે તો કાયમ અપવાદસેવન ચાલુ રાખે. દીર્ઘકાલીન આરાધના ક્યારેક સંયોગવિશેષમાં છોડવી પડે તો ફરીથી અવસરે તે આરાધના શરૂ કરવાનો ઉત્સાહ અવિવેકીને પ્રાયઃ ન જાગે. પકડયું તે પકડયું અને છોડયું તે છોડ્યું - આવી મનોદશા -૧૫૩F Page #165 -------------------------------------------------------------------------- ________________ અવિવેકીની હોય. ઉત્સાહ હોય તો દુષ્કર આરાધના પણ કરવી અને ઉત્સાહ ન હોય તો સુકર - સરળ આરાધના પણ ન કરવી - આ પણ વિવેકહીનતાની નિશાની છે. સ્વ-પરની આરાધનામાં ક્યારે સ્વની આરાધનાને મુખ્ય કરવી અને ક્યારે બીજાની આરાધનાને મુખ્ય બનાવવી ? તેની સ્વસ્થ સમજણ વિવેકી પાસે જ હોય. શક્તિશાળી બાલમુનિને તૈયાર કરવા માટે પોતાની આરાધનાને અમુક સમયગાળા દરમિયાન ગૌણ કરવાની તૈયારી વિવેકી સાધક પાસે સહજતઃ હોય. સંયોગને જોઈ ક્યારે કઈ આરાધના વિશેષ લાભકારી છે ? તેનો વિચાર કરી તે આરાધના માટે જરૂરી ઉત્સાહ - ઉલ્લાસ – ઉમંગ પ્રગટ કરી સ્વયં પ્રવૃત્ત થવું અને યોગ્ય જીવને તેમાં પ્રવર્તાવવા - આ વિમલ વિવેકદષ્ટિની નિશાની છે. (૧) તપ અને વૈયાવચ્ચ બન્ને યોગને વિહારમાં આરાધવાની શક્તિ ન હોય તો ત્યારે વિશિષ્ટ વૈયાવચ્ચ ગુણને મુખ્ય કરી તપને ગૌણ કરવો. (૨) અધ્યયન-અધ્યાપન યોગનો વિશિષ્ટ લાભ મળે ત્યારે શક્તિ ન હોય તો તપને ગૌણ કરવો; (૩) વિશિષ્ટ તીર્થોમાં સ્વાધ્યાયને ગૌણ કરી પ્રભુભક્તિને મુખ્ય બનાવવી. (૪) વિશિષ્ટ પર્વોમાં તપને મુખ્ય કરવો, તપ શક્ય ન હોય ત્યારે ત્યાગને મુખ્ય કરવો. (૫) પર્યુષણાદિમાં પોતાના તપને ગૌણ કરી શ્રીસંઘને આરાધના કરાવવાના યોગને કે પ્રવચનપ્રભાવકની સેવાના યોગને મુખ્ય કરવો... આ બધા પ્રબુદ્ધ વિવેકદષ્ટિના ચિહ્નો છે. આપણામાં આવી વિમલ વિવેક દષ્ટિ જાગે, ટકે, વધે તે માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ પચ્ચખ્ખાણના દશ ભેદમાં (૧) અતીત તપ, (૨) અનાગત તપ વગેરે ભેદને દર્શાવેલ છે, (૩) ૧૫૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ અપવાદમાર્ગને પણ દર્શાવેલ છે. (૪) સ્થવિરકલ્પ બતાવેલ છે. (૫) એક સંયમીની આશાતના કે આરાધનામાં સર્વ સંયમીની આશાતના કે આરાધનાની વાત જણાવેલ છે. (૬) તપ વગેરે યોગની આરાધના કરતાં પણ ગુરુવચનની આરાધનાને મુખ્ય બનાવવાનું કલ્પસૂત્રના નવમા વ્યાખ્યાનમાં પ્રકાશેલ છે. ગળપણ વિનાની કોઈ મીઠાઈ ન હોય, સુગંધ વગરનું કમળ ન હોય; પ્રકાશ વગરનો સૂર્ય ન હોય તેમ વિવેક વિનાની કોઈ તાત્ત્વિક સાધના ન હોય. પ્રાણ વગરનું શરીર મડદું કહેવાય તેમ વિવેક વગરની આરાધના માયકાંગલી કહેવાય. માટે વિવેકદૃષ્ટિને જીવનમાં મુખ્ય બનાવી વહેલા પરમ પદને પ્રાપ્ત કરો એ જ મંગલકામના... લખી રાખો ડાયરીમાં... કશી અપેક્ષા રાખ્યા વિના બધાનું પ્રેમથી સહન કરે તે ઉત્તમ. જ્ઞાન, ઉપકરણાદિની અપેક્ષા રાખીને સહન કરે તે મધ્યમ. સહન જ ન કરે તે અધમ. સદ્ગુરુ મોક્ષમાર્ગદર્શક હોવાથી આંખ સમાન છે. ભવસાગરતારક હોવાથી વહાણતુલ્ય છે. ઠંડક આપનાર હોવાથી ઘેઘૂર વડલા જેવા છે. ♦ સાધુની પાયાની જરૂરીયાત બે છે. (૧) આયતન સેવા, (૨) અનાયતન ત્યાગ. ૧૫૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ પહેલાં વૈરાગ્ય પછી જ્ઞાન-વિજ્ઞાન સંયમજીવનમાં જ્ઞાનગુણને જેટલો ખીલવીએ તેટલું ચારિત્ર અને સમ્યગદર્શન નિર્મળ બને. દર્શન અને ચારિત્રમાં પ્રાણ પૂરવા માટે જ જ્ઞાનયોગને સાધવાનો છે. માટે તો ૬ મહિનામાં ૧ ગાથા ચઢે તો પણ ગાથા ગોખવાનો પુરુષાર્થ ચાલુ રાખવાની જિનાજ્ઞા છે. પરંતુ જો જ્ઞાન દ્વારા જ સમ્યગ્દર્શન અને ચારિત્ર મલિન બને તો જ્ઞાન જેટલું નુકશાન બીજો કોઈ પણ ગુણ ન કરે. જમાલિ ૧૧ અંગના પાઠી હતા. છતાં આ બાબતમાં ગોથું ખાઈ ગયા અને ભગવાન મહાવીર સામે બળવો કર્યો. જ્ઞાનની સાથે જો સરળતા હોય તો જ્ઞાન ક્યારેય નુકશાનકારક ન બને. ૯ નિહનવ પાસે જ્ઞાન ઘણું હોવા છતાં સરળતા અને સમર્પણભાવ ન હોવાથી તેઓ થાપ ખાઈ ગયા. ઘણી વાર એવું બને કે ન જાણીએ ત્યાં સુધી રાગ-દ્વેષ ન થાય અને જાણીએ એટલે રાગ-દ્વેષ ઊભા થવા માંડે. આવું થાય તો તેવું જાણવાનું છોડી દેવું. જ્ઞાન ઓછું હોવાથી મોક્ષ અટકી ગયેલ છે - તેવું નથી. પરંતુ અધિકાર બહારનું જાણીને, પાત્રતા વિના જાણીને તેના માધ્યમથી રાગ-દ્વેષના સંકલેશો પાર વિનાના કર્યા છે. તેથી જ મુખ્યતયા મોક્ષ અટકેલો છે. બીજા ગુણોથી કે અનાચારોથી કે દોષોથી જે નુકસાન થાય તેનું વળતર જ્ઞાન દ્વારા થઈ શકે. પરંતુ જ્ઞાન દ્વારા જે નુકસાન થાય તેનું વળતર કોઈ ગુણ દ્વારા થઈ ન શકે. માટે જ સરળ ન હોય, સમર્પિત ન હોય તેવા જીવોને ઊંચા શાસ્ત્રો ભણાવવાનો શાસ્ત્રમાં નિષેધ કરેલ છે. ભણીને પુદ્ગલ પ્રત્યે અને તારક સ્થાન પ્રત્યે ક્રમશઃ રાગ-દ્વેષ વધારવાના જ હોય તો ભણવાનો મતલબ શું ? રાગ-દ્વેષ ન હોય કે નવા ઉભા ન થાય તો જ જાણવાનો અધિકાર મળે છે - આવો કુદરતનો શાશ્વત સિદ્ધાન્ત છે. માટે ૧૫૬ Page #168 -------------------------------------------------------------------------- ________________ જ તો પૂર્વે ૧૦ મા ગુણસ્થાનકે રાગ-દ્વેષ-મોહ ખતમ થયા પછી જ ૧૩ મા ગુણસ્થાનકે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી જ્ઞાન મેળવવાની પાત્રતા કેળવવા માટે રાગ-દ્વેષ ઘટાડવાનો પ્રયત્ન મુખ્યતયા કરવો. કોઈના જીવનમાં દોષ જાણવાથી તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ થાય કે ઉત્તમ ગોચરી, ઉપકરણ વગેરેના સમાચારથી રાગ થાય તો તેવું જાણવાનો પ્રયત્ન છોડી દેવો. જે જાણવાથી સંયમી પ્રત્યેના બહુમાનમાં ઘટાડો થવા દ્વારા સમ્યગ્દર્શન મલિન થાય અને ચારિત્ર નબળું પડે તેવું જાણવાની કુતૂહલવૃત્તિને કાયમી દેશવટો આપવો. તેવી જાણકારી તો નિંદા, વિકથા, પારકી પંચાત કે અનર્થદંડ કહેવાય. શાસ્ત્રના અપવાદ સાંભળતા પણ જેને આનંદ થાય, ગલગલીયા થાય તેને અપવાદ જાણવાનો અધિકાર નથી. આનાથી ફલિત થાય છે કે જાણ્યા બાદ કે ભણ્યા બાદ સમકિત અને ચારિત્ર નિર્મળ બને, રાગ-દ્વેષ ઘટે, સરળતા સમર્પિતતા આવે તો જ જ્ઞાન યોગ પરમાર્થથી સફળ બને. બાકી શાસ્ત્ર પણ તીક્ષ્ણ શસ્ત્ર બની જાય; જ્ઞાન પણ અજ્ઞાન બની જાય, કથા પણ વિકથા બની જાય; તારક તત્ત્વ પણ મારક બની જાય. આવું ન બને તેની સાવધાની રાખી જ્ઞાન ગુણને પચાવવા વૈરાગ્યને કેળવી, જ્ઞાનગર્ભિત વૈરાગ્યને મેળવી, બીજામાં વૈરાગ્ય અને સમ્યજ્ઞાનનો વિનિયોગ કરી વહેલા કેવલજ્ઞાનને પામો એ જ મંગલ કામના....... લખી રાખો ડાયરીમાં... આરાધના માટે ઉપકરણ રાખવા, ઉપકરણની માવજત કરવી અને અવસરે તેનો ઉપયોગ કરવો તે જરૂરી છે. પરંતુ ઉપકરણની મૂર્છા રાખવી કદાપી આરાધના માટે જરૂરી નથી. ૧૫૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ આખી એ-બી-સી-ટ્ટી હાજર ! લૌકિક વ્યવહારમાં નોકરી કરતાં ધંધો ચઢિયાતો કહેવાય. કારણ કે નોકરી કરતાં ધંધામાં ધન વધુ મળે. પણ ધંધો ચાલુ કર્યા પછી નોકરી કરતા ઓછું ધન મળે, હોય તે ધન પણ ચાલ્યું જાય, દેવાળું કાઢે તો તે વેપારી ઠપકાને પાત્ર બને. તેમ લોકોત્તર શાસનમાં શ્રાવક કરતાં સંયમી ચઢિયાતા કહેવાય. કારણ કે ઉત્કૃષ્ટ શ્રાવક કરતાં જઘન્ય સંયમી વધુ કર્મનિર્જરા, વિશુદ્ધ પુણ્યબંધ કરે. પરંતુ સંયમ લીધા પછી જો શ્રાવકપણાની અપેક્ષાએ આપણે (૧) આરાધના ઓછી કરીએ; (૨) આંતરિક આરાધક ભાવને ઘટાડીએ; (૩) અપ્રમત્તતા અને આચારચુસ્તતાને ઘટાડીએ; (૪) આરાધનાનો ઉત્સાહ સ્વ-પરના જીવનમાં ક્રમશઃ છોડીએ-તોડીએ; (૫) સંયમી પ્રત્યે અહોભાવમાં રોજ કડાકો બોલાવીએ; (૬) પૂર્વે સુપાત્રદાનમાં જે ઉછળતો ઉમંગ હતો તેવો ઉમંગ સાધર્મિક ભક્તિમાં દીક્ષા પછી ન આવે; (૭) દીક્ષા પૂર્વે ગુરુ પ્રત્યે જે હાર્દિક બહુમાનભાવ હોય તેમાં દીક્ષા પછી ઓટ આવે; (૮) સંસારીપણે તપ-ત્યાગ-વિનય-વૈયાવચ્ચ-જિનભક્તિ વગેરેમાં જે ઉલ્લાસ હોય તે ઓઘો લીધા પછી ઓસરી જાય; (૯) પ્રતિક્રમણમાં ઉપયોગ-સૂત્ર બોલવાનો ઉત્સાહ વગે૨ે સંસારિપણા કરતાં દીક્ષિતદશામાં ન્યૂન હોય; (૧૦) અભિગ્રહ, નિયમ લેવાનો ઉલ્લાસ દીક્ષા પછી ઉતરતો જાય; (૧૧) વૈરાગ્ય-સ્વાધ્યાય-જયણા-વિધિપાલન વગેરેની કાળજી રવાના થાય; (૧૨) પ્રતિકૂળતામાં પણ આરાધનાની જે મક્કમતા મુમુક્ષુપણામાં હતી તેના બદલે અનુકૂળતામાં પણ આરાધનાની તેવી મક્કમતા ન રહે; ૧૫૮ Page #170 -------------------------------------------------------------------------- ________________ (૧૩) મુમુક્ષુપણામાં (a) ગુરુનિંદા, (b) સાધુનિંદા, (c) નિષ્કારણ પ્રમાદ, (d) ખાવાની તીવ્ર લાલસા, (e) ઉપકરણની ગાઢ મૂર્છા, (f) ઉજળા કે મોંઘાદાટ કપડા પહેરવાની આસક્તિ, (g) વિકથા, (h) અનુકૂળતાનો પ્રબળ પ્રેમ, (i) વધુ પડતી નિદ્રા, (j) નિરંતર સુખશીલતા, (k) આળસ, (I) ઔચિત્યપાલનમાં બેદરકારી, (m) નામનાની કામના, (n) ગુરુથી છૂપી પ્રવૃત્તિ, (o) ઉત્કટ અભિમાન, (p) વાત-વાતમાં ઓછું લાગવું, (q) અયતના, (r) ક્ષુદ્રતા, (s) ગુણવાનની-સંયમીની ઈર્ષ્યા, (t) ખોટું દોષારોપણ, (u) સતત સેવા લેવાની વૃત્તિ, (v) અધિકારવૃત્તિ, (w) ખોટું બોલવાની કુટેવ, (x) ગુરુ પ્રત્યે પણ શંકાશીલ માનસ, (y) અત્યંત અસહિષ્ણુતા, (z) દૃષ્ટિદોષ વગેરે જે દોષો આપણામાં જણાતા ન હતા તે તમામ દોષો સપરિવાર આપણા જીવનમાં તંબૂ તાણીને બેસી જાય તો આપણે પણ ઠપકાને પાત્ર બનીએ. ઉપરની ૧૩ બાબત જો મજબૂત રીતે આપણા જીવનમાં લાગુ પડે તો પાપાનુબંધી પુણ્યોદય જાણવો. આ રીતે ચારિત્ર પાળીને પણ ચારિત્રમોહનીય કર્મ મજબૂત રીતે બંધાય. દેવાળુ કાઢનાર વેપારી જેવી બેઆબરુ બેઢંગી - કઢંગી – કફોડી સ્થિતિમાં આપણે દીક્ષા પછી, આપણી જ ભૂલના લીધે મૂકાઈએ તો જ્ઞાનીની દૃષ્ટિએ આપણા કરતાં વધુ કરુણાપાત્ર-દયાપાત્ર કોણ હોઈ શકે ? ગંભીરતાથી આ બાબત વિચારતાં કંપારી છૂટી જાય તેવું ગોઝારું પરિણામ ઉપરની ૧૩ ચીજ લાવીને મૂકી દે. તેથી દીક્ષા પાળતાં પાળતાં ઉપરની કોઈ નબળી કડી આપણા જીવનમાં ઘૂસી ન જાય તેવી સાવધાની રાખીને મોક્ષમાર્ગે આપણે આગળ વધવાનું છે. આવી જાગૃતિ દેવ-ગુરુની કૃપાથી આપણે આત્મસાત્ કરીએ તેવી પ્રભુને પ્રાર્થના. - ૧૫૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ આચારનું લોકોત્તર ફળ ઓળખીએ તારક તીર્થંકર પરમાત્માઓએ આચારના ત્રણ ફળ બતાવ્યા છે. અનાશ્રવ, સંવર અને સકામ નિર્જરા. ગલત પ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવ, ગલત વૃત્તિ છૂટે તે સંવર, નિર્મળ મનોવૃત્તિની અનુભૂતિ કરાવે તે સકામ નિર્જરા. ત્રણેય ઉત્તરોત્તર ચઢિયાતા ફળ છે. સંયમજીવનના પ્રત્યેક આચારમાં આ વાત લાગુ પડે છે. દા.ત. (૧) સ્વાધ્યાયની પ્રવૃત્તિથી નિંદા-વિકથાની પ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવ. નિંદા વિકથા-પારકી પંચાતનો રસ તૂટે તે સંવર. ચિત્તપ્રસન્નતાની અનુભૂતિ થાય તે નિર્જરાની નિશાની. (૨) આંબેલ આદિ તપ કરવાથી ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે રીતે, ગમે તે ચીજ ખાવાની પ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવ. આહારસંજ્ઞા કપાય તે સંવર અને અનાસક્ત અવસ્થાની અનુભૂતિ થાય તે નિર્જરાની સાબિતી. (૩) વિનય કરવાથી અનુચિત, ઉદ્ધત, અક્કડ, સ્વચ્છંદ પ્રવૃત્તિ રવાના થાય તે અનાશ્રવ. ઉદ્ધતાઈ, અક્કડતા વગેરે દોષો જાય તે સંવર. નમ્રતા, સરળતા, કૃતજ્ઞતા વગેરેની અનુભૂતિ થાય તે નિર્જરાનું ચિહ્ન. (૪) વૈયાવચ્ચ દ્વારા બીજા પ્રત્યે તિરસ્કારભર્યો વ્યવહાર અને સ્વાર્થપ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવ. સ્વાર્થી વલણ, કઠોરતા છૂટે તે સંવર અને કરૂણાસભર કોમળ પરિણતિની અનુભૂતિ થાય તે નિર્જરાની ફલશ્રુતિ. (૫) પ્રાયશ્ચિત્ત દ્વારા પાપનો બચાવ, દલીલ, અપલાપ વગેરે પ્રવૃત્તિ દૂર થાય તે અનાશ્રવ. પાપનો પક્ષપાત, દોષરુચિ, માયા, અભિમાન, વક્રતા, અશુભ અનુબંધની તીવ્રતા વગેરે તૂટે તે સંવર. તથા સરળતા, નમ્રતા, પાપભીરુતા વગેરે સદ્ગુણો આવે તે નિર્જરાની સાક્ષી. આ રીતે સર્વ આરાધનામાં સમજી લેવું. ૧૬૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, અસંવર અને બંધ ગમવા તે સંસારીના લક્ષણ છે. સંયમીને તો અનાશ્રવ, સંવર અને સકામ સાનુબંધ નિર્જરા જ ગમે. જ્ઞાનાદિ પંચાચાર પાલન કરતાં કરતાં અનાશ્રવ, સંવર, સકામ નિર્જરાને સાધી વહેલા પરમપદને પામો એ જ મંગલકામના...... લખી રાખો ડાયરીમાં... સાધુનો સંસાર પાંચ પ્રકારે. (૧) અભિમાન સાથેનો શાસ્ત્રાભ્યાસ. (૨) મૂર્છા સાથેના ઉપકરણો. (૩) ક્રોધ કે આહારલાલસા સાથેનો તપ. (૪) જાતપ્રભાવનાની ભાવનાથી શાસનપ્રભાવના. (૫) સેવાની લાલચથી શિષ્યસંગ્રહ. અતિમૌન બીજાને ભારબોજરૂપ બને. અતિભાષણ બીજાને ત્રાસરૂપ બને. જરૂરી હોય ત્યાં હિતકારી સૌમ્ય વાત, બાકી મૌન. આ ઘટના બીજાને આનંદરૂપ બને. પતનની પળ જો સાત્ત્વિક ઉપાયથી અટકાવી શકાય તો ઉત્તમ. બાકી મધ્યમ કે જધન્ય ઉપાયથી પણ પતનની પળને અટકાવવી. આરાધના કરવા છતાં આરાધક ભાવને કેળવવાનું લક્ષ ન હોય તો આરાધનાનું તાત્ત્વિક ફળ મળી ન શકે. १५१ Page #173 -------------------------------------------------------------------------- ________________ કાંક નિવારીએ સિદ્ધ પરમાત્માનું જ સ્વરૂપ છે તે જ આપણું સ્વરૂપ છે. સિદ્ધ પરમાત્મામાં જે નથી અને આપણામાં છે તે તમામ ચીજ આપણું કલંક છે. બાહ્ય-અત્યંતર બે પ્રકારના કલંક આપણને વળગેલા છે. અમુક કલંક એવા છે કે જે આપણને વળગેલા છે. અમુક કલંક એવા છે કે આપણે તેને વળગેલા છીએ. જન્મ, શરીર, ઈન્દ્રિય, ઊંઘ, ખોરાક, રોગ, ઘડપણ, મોત વગેરે બાહ્ય કલંક છે. મોટા ભાગે તે આપણને વળગેલા છે. વિષય, કષાય, વાસના, લાલસા, તૃષ્ણા વગેરે દોષો અત્યંતર કલંક છે. અત્યંતર કલંકને પ્રાયઃ આપણે વળગીએ તો જ તે આપણામાં ઘુસી શકે. ખાવાની ગુલામી આપણી પાસે કર્મસત્તા કરાવે પરંતુ તેમાં રાગ-દ્વેષ-મોહ કરવા કે નહિ ? તે બાબતમાં કર્મસત્તાનો કશો જ અધિકાર નથી. કર્મસત્તા ઊંઘનું કલંક આપે પરંતુ તેમાં આસક્તિ, મમતા આપણે કરવી કે નહિ? તેનો નિર્ણય કર્મસત્તાના હાથમાં નહિ પણ આપણા જ હાથમાં છે. બાહ્ય કલંક આપવાની તાકાત ભલે કર્મમાં હોય. એક પણ અત્યંતર કલંક કર્મસત્તા આપી ન શકે. તેને તો અસાવધ સાધક જાતે ઊભા કરે છે. બાહ્ય કલંક તો અઘાતિકર્મના ઉદયથી આવે. જ્યારે અત્યંતર કલંક તો ઘાતિકર્મના ઉદયથી આવે. અઘાતિના ઉદયને અટકાવવા કે ફેરવવા કદાચ આપણે પરાધીન કે અસમર્થ હોઈ શકીએ. ઘાતી કર્મના ઉદય ઉપર તો આપણું જ વર્ચસ્વ છે. ભૂખ, તરસ, ઊંઘને અટકાવવા માટે કે કાળી ચામડીને ગોરી-રૂપેરી ચામડીમાં ફેરવવા માટે આપણે ભલે સમર્થ ન હોઈએ, પરંતુ તેમાં રાગ-દ્વેષના ઉછાળાને હટાવવા એ તો આપણા હાથમાં છે. બન્ને પ્રકારના કલંકને જીતી શકાય તેવા ઉપાયોને અમલમાં મૂકવા. બાહ્ય કલંકને જીતવા પરિષહ – ઉપસર્ગને સામે ચાલીને શક્તિ મુજબ સહન કરવા, તપ-ત્યાગ-સાધના-સ્વાધ્યાયમાં આગળ વધવું. - ૧૬૨ Page #174 -------------------------------------------------------------------------- ________________ અત્યંતર કલંકને જીતવા માટે આલોચના, વૈરાગ્ય, ગુણાનુવાદ, ગુણાનુરાગ, ઉપવૃંહણા, વિનય, વિવેક, વૈરાગ્ય, વૈયાવચ્ચ, સ્થિરીકરણ, વાત્સલ્ય, મનની જાગૃતિ વગેરે ગુણો કેળવવા તત્પર બનવું. કાયાના કે મનના સ્તરે ઉપસર્ગ - પરિષદમાં ક્યારેય હારવું નહિ. પરિષદમાં કાયાના સ્તરે હારે તો કાયાના બંધન ઉભા થાય. તેથી તો પાર્શ્વનાથ ભગવાનના જીવને હાથીના ભવમાં જવું પડ્યું. મનના સ્તરે હારે તેને મનના-આત્માના બંધન ઊભા થાય. અગ્નિશર્મા આનું ઉદાહરણ છે. કાયાના સ્તરે હારેલો સંખ્યાત કે અસંખ્યાત કાળે પુના માર્ગમાં આવી શકે. મનના સ્તરે હારેલાનું અનંતકાળે પણ કદાચ ઠેકાણું ન પડે. માટે આ બધી બાબતમાં સાવધાની રાખી આગળ વધવું. (લખી રાખો ડાયરીમાં...) જરૂરી જ્ઞાનના ઉપકરણ ઊંચકવા તે જ્ઞાનની આરાધના છે, મજુરી નથી. ચારિત્રના ઉપકરણમાં પણ આ રીતે સમજવું. પોતાની ચીજમાં આસક્તિ તે મૂછ કહેવાય. પારકી ચીજમાં આસક્તિ તે ગૃદ્ધિ કહેવાય. ૧૦ હજારની કિંમતના ખોવાયેલ હીરાને શોધવા ઝવેરી જે રીતે કચરો કાઢે તેવી સાવધાનીથી સાધુ કાજો કાઢે. નિર્દોષ જીવો કોહિનૂર હીરા કરતાં પણ વધુ કિંમતી છે. ૧૬૩F Page #175 -------------------------------------------------------------------------- ________________ આચાર શુદ્ધિ - વિચાર શુદ્ધિ આપણો જોરદાર પુણ્યનો ઉદય છે અને ગુરુભગવંતોની કૃપા આપણા ઉપર અનરાધાર વરસી રહેલી છે જેના પ્રતાપે આપણને સંયમજીવન સંપ્રાપ્ત થયેલ છે. ગુરુકૃપા અને પુણ્યોદયથી મળેલ સંયમવેશની સાર્થકતા વેશને અનુરૂપ માનસિક વલણ અને કાયિક વર્તન બનાવવામાં રહેલી છે. સૌપ્રથમ વ્યવહારશુદ્ધિ અને આચારશુદ્ધિ - પંચાચારશુદ્ધિ જીવનમાં વણી લેવી. જેથી તાત્ત્વિક વિચારશુદ્ધિ સુલભ બને, સ્થાયી બને, વૃદ્ધિંગત બને, સાનુબંધ બને. આચારશુદ્ધિ વિના કેવળ પોકળ વિચારશુદ્ધિનું વિશેષ મહત્ત્વ નથી. શક્તિ હોવા છતાં વ્યવહારશુદ્ધિ ન જાળવે, ઉપેક્ષા કરે, આચારપાલનમાં બેદરકાર બને તેની પરિણામશુદ્ધિ કાલ્પનિક બને, આભાસિક બને. આવું ઓઘનિર્યુક્તિમાં છેલ્લે બતાવેલ છે. માટે આચારશુદ્ધિ, આચારચુસ્તતા ઉપર વિશેષ લક્ષ રાખવું. પરિણામ અશુદ્ધ હોય તો નુકસાન માત્ર પોતાને જ થાય. જ્યારે વ્યવહાર અશુદ્ધ હોય, .આચારપાલનમાં ગોટાળા હોય તો સ્વપર અનેકને ઘણું નુકસાન થાય. તેનાથી બીજા ધર્મભ્રષ્ટ, શ્રદ્ધાભ્રષ્ટ, આચારભ્રષ્ટ થાય. પ્રમાદી અને શિથિલ બને. માટે ઈચ્છા વિના પણ પંચાચારપાલનમાં કટિબદ્ધ બનવું. પરાણે આચાર પાળવામાં કદાચ મનને સંકલેશ થાય તે નુકસાન ઓછું છે. કાલાંતરમાં એ સંકલેશ મંદ બની, ખતમ થઈ આચારપાલનના બળે જીવને મોક્ષના અને સદ્ગતિના માર્ગે આગળ વધારે છે. ચક્રવર્તીનો ક્રૂર ઘોડો પરાણે બ્રહ્મચર્ય પાળે, તેમ છતાં પરાધીનપણે કરેલું કાયિક બ્રહ્મચર્યપાલન તેને આઠમા દેવલોકમાં અવશ્ય જાય છે. માટે ક્યારેક ઈચ્છા વિના, પરાણે પણ મર્યાદાપાલન, સામાચારીપાલન, પંચાચારપાલન અવશ્ય કરવું. મનના ભાવ સારા રાખીને આચારમાં ગોટાળા કરીએ, ૧૬૪ Page #176 -------------------------------------------------------------------------- ________________ ગોલમાલ કરીએ, છતી શક્તિએ પ્રમાદ કરીએ તો નુકસાન ઘણું વધારે છે. કેમ કે બીજાને નબળું નિમિત્ત આપવું એ મોટો ગુનો છે. બીજાના નિમિત્તે આપણે પાપ ન બાંધીએ તેમ આપણા નિમિત્તે બીજા પાપ ન બાંધે તે જોવાની પણ આપણી અંગત ફરજ છે. બીજાને નબળું આલંબન આપનારને ભવાંતરમાં પ્રાયઃ જિનશાસન કે અન્ય સારા આલંબનો મળતા નથી. વિના કારણે અપવાદસેવન કરીને બીજાને નબળું નિમિત્ત આપવાથી આપણે એવું કર્મ બાંધીએ કે જેના ઉદયમાં આપણે ધર્મભ્રષ્ટ, શ્રદ્ધાભ્રષ્ટ, શાસનભ્રષ્ટ, સંયમભ્રષ્ટ બનીએ તેવા બળવાન નિમિત્ત આપણને મળે. માટે આચારચુસ્ત, મર્યાદા સંપન્ન બનવા મનને ઘડવું. મનની બેલગામ ઈચ્છાઓને કાબુમાં લેવા જ્ઞાનદષ્ટિ, તત્ત્વદષ્ટિ, વૈરાગ્યદષ્ટિ કેળવવી, સમજણના ઘરમાં રહેવું, વિવેકદષ્ટિને વિકસાવવી. લાભ-નુકસાનની તાત્ત્વિક ઓળખાણ ગુરુગમથી, શાસ્ત્રાભ્યાસથી કરવા તત્પર રહેવું. તેમ છતાં ચીકણા કર્મના ઉદયથી કદાચ મનમાં પાપવિચાર પ્રગટે તો પણ તેને આચાર સુધી પહોંચતો અટકાવવો. મનના પાપને શરીર સુધી પહોંચવા ન દઈએ તે મધ્યમ કક્ષા છે. મનમાં પાપ પેદા જ ન થાય તે ઉત્તમ કક્ષા. મનનું પાપ શરીર સુધી પહોંચે તે જઘન્ય કક્ષા. મનના નબળા વિચારોને આચારનું બળ ન મળે તો તે દીર્ઘજીવી - ચિરંજીવી બનતા નથી. મનના સારા વિચારને શરીર સુધી પહોંચાડીએ, આચારનું બળ આપીએ તે ચિરંજીવી - દીર્ઘજીવી બન્યા વિના રહેતા નથી. વિચારશુદ્ધિ વિના, ઈચ્છા વિના, પ્રસન્નતા વિના પણ પંચાચારને પાળીએ તો કર્મ હટતાં વિચારશુદ્ધિ પણ કાલાંતરમાં પ્રગટે છે. કેમ કે આચાર એ વૃક્ષ છે અને વિચાર તે ફળ છે. શુદ્ધવ્યવહાર એ વૃક્ષ છે, નિશ્ચય એ ફળ છે. ફળને મેળવવા વૃક્ષને ખતમ ન કરાય. તેમ વિચારશુદ્ધિને મેળવવા આચારને ખલાસ ન કરાય. આચારને તોડીને, ધર્મમર્યાદાને ફગાવીને, સામાચારીપાલનમાં ૧૬૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ બેદરકાર બનીને મેળવેલી વિચારશુદ્ધિ કે પ્રસન્નતા એ મોહના ઘરની છે; કર્મજનિત છે, તકલાદી છે. એનું જિનશાસનમાં કશું મૂલ્ય નથી. મોક્ષમાર્ગે આગળ વધવામાં ઊલટું તે રુકાવટ ઊભી કરે છે, કેમ કે એ પ્રસન્નતા રાગનો સંક્લેશ છે કે જે વ્યામોહ પેદા કરે છે. પરંતુ આપણા સંયમપાલન, પંચાચારપાલન, આરાધના વગેરેની સંખ્યામાં કાળક્રમે વધારો થતાં, આપણે આચારચુસ્ત બનતાં તેનું અજીર્ણ ન થાય, નાના પ્રત્યે તિરસ્કાર ભાવ પેદા ન થાય, અહંકાર પેસી ન જાય, બીજા ઉપર અધિકારવૃત્તિ જામી ન જાય તે માટે સતત હૃદયમાં વણી લેવું કે “હૃદયના પરિણામ જેનાથી કોમળ થાય, મુલાયમ થાય તે જ સાચી આરાધના. બાકી બધો ડોળ દેખાવ અને આડંબર.” મનને બદલવા અને સુધારવા માટે જ આપણે કપડાં બદલાવેલા છે, સંસાર-પરિવાર છોડેલ છે. માત્ર કપડા બદલવાથી કદાચ સદ્ગતિ થાય, મોક્ષ તો ન જ થાય. મોક્ષ તો કપડાની સાથે મન બદલવાથી, સુધારવાથી જ થશે. મોહના ઘરમાંથી છૂટવા - છટકવા, મોહના અનુશાસનમાંથી ખસી જિનના અનુશાસનમાં આવવા માટે આપણે સંયમની આરાધના કરીએ છીએ. જો આરાધના કરવાથી મોહના અનુશાસનમાં જ વધુને વધુ આવતા જઈએ, ફસાતા જઈએ તો આનાથી વધુ કરુણદશા કઈ હોઈ શકે ? માટે આચારશુદ્ધિની સફળતા વિચારશુદ્ધિને આભારી છે. ' જે વૃક્ષની વર્ષોથી ખાતર અને પાણી સિંચનથી માવજત કરવા છતાં તેમાં ફળ જ ન આવે તો પરિશ્રમ વ્યર્થ. તેમ વર્ષોથી આપણે દઢતાથી વિધિપૂર્વક ચુસ્તતાથી સંયમપાલન કરીએ છતાં વિચારશુદ્ધિ ન જ પ્રગટે, ગુણાનુરાગ અને પ્રમોદદષ્ટિ ન આવે, સંયમી પ્રત્યે પૂજ્યત્વબુદ્ધિ ન જાગે, સંયમપાલનમાં અહોભાવ ન ઉછળે, વૈયાવચ્ચમાં ઉત્સાહ ન થાય, ગુરુસમર્પણભાવમાં કચાશ ૧૬૬ Page #178 -------------------------------------------------------------------------- ________________ રહે, વિકથા-ઈર્ષ્યા-માયા-અહંકારમાં સતત તણાઈએ તો આપણે કરેલ સંસારનો અને પરિવારનો ત્યાગ, તપ-જપ-સંયમપાલન વગેરે સાર્થક કઈ રીતે કહી શકાય ? એ વણઉકેલી સમસ્યા બને. આ વિચારધારા આચારચુસ્તતાના અજીર્ણને અટકાવે છે. માટે આપણા જીવનમાં (૧) શરીરના સ્તરે સંયમ - સ્વાધ્યાય સેવાની મુખ્યતા, (૨) મનના સ્તરે ગુણાનુરાગ, નમ્રતા, ગુરુસમર્પણભાવની પ્રધાનતા, (૩) વચનના સ્તરે હિત-મિત-સત્ય-મધુર-સરળ-સ્પષ્ટ વાણીની અને ગુણાનુવાદની મુખ્યતા તથા (૪) આત્માના સ્તરે પરિણતિની નિર્મળતા, જૈનશાસન પ્રત્યે અહોભાવ અને વફાદારીની મુખ્યતા. આ ચાર બાબતને કેળવીએ એટલે મોક્ષ બહુ ઓછા સમયમાં/અલ્પ ભવમાં થાય. સ્પષ્ટ અને સુગમ લાગતી આ ચાર બાબતને જીવનમાં વણી લેવી બહુ ઘરી છે, ખૂબ મુશ્કેલ છે. પરંતુ કરવા જેવું પણ આ જ છે. તો જ સંયમજીવન સફળ સાર્થક બને. આવું કરવામાં આત્મબળ, દૃઢ મનોબળ મળે તેવી પરમાત્માને પ્રાર્થના. • - લખી રાખો ડાયરીમાં... કોઈને પણ સંયમ કે સંયમી પ્રત્યે અણગમો થાય તેવું સાધુનું વચન ન હોય. જીવદયા, સમિતિપાલન, સ્વાધ્યાય, ગુરુ-દેવસાધર્મિકદર્શન સિવાય આંખનો બીજો ઉપયોગ ન થાય તો જિતેન્દ્રિયપણું આવે. ♦ સાધુને સહાય કરે તે કુદરતનો પણ લેણદાર બને. ૧૬૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ સારક અને તારક તત્ત્વની સપ્તપદી એક વાત ખાસ હૃદયમાં વણી લેવા જેવી છે કે સંયમપ્રાપ્તિ જેટલી મુશ્કેલ છે તેના કરતાં સંયમના પરિણામોની પ્રાપ્તિ ખૂબ જ મુશ્કેલ - દુર્લભ - દુષ્કર છે. (૧) સંયમપ્રાપ્તિ તો કદાચ પુણ્યોદયથી પણ થઈ જાય. ભોગાંતરાય વગેરે કર્મના ઉદયથી પણ ક્યારેય દીક્ષા મળી જાય. પણ સંયમના પરિણામો તો મોહનીય કર્મના ક્ષયોપશમથી જ પ્રાપ્ત થાય. (૨) સંયમપ્રાપ્તિ શરીર સ્તરે પણ સંકળાયેલ છે. સંયમની પરિણતિ તો કેવળ આત્માના સ્તરે જ સંકળાયેલ છે. (૩) સંયમપ્રાપ્તિ પરાધીન છે, સાપેક્ષ છે, સાંયોગિક છે. જ્યારે સંયમના પરિણામોની પ્રાપ્તિ સ્વાધીન છે, નિરપેક્ષ છે. બીજા ઉપર નિર્ભર નથી. (૪) સંયમજીવન ઔદિયક પણ હોઈ શકે છે. જ્યારે સંયમની પરિણતિ તો ક્ષાયોપમિક - ઔપમિક કે ક્ષાયિક જ હોય છે. (૫) મોક્ષ અતિ દૂર હોવા છતાં સંયમ મળી શકે છે. સંયમની પરિણતિ તો મોક્ષ નજીક આવે તો જ મળે. (૬) સંયમપ્રાપ્તિ એ વકરો છે, ધંધો છે. સંયમની પરિણતિ એ નફો છે. (૭) સંયમ એ વૃક્ષ છે, સંયમની પરિણતિ એ ફળ છે. (૮) પદાર્થલક્ષી - દૃષ્ટિવાળા જીવો પણ સંયમ મેળવી શકે છે. પરિણામલક્ષી - પરમાત્મલક્ષી દૃષ્ટિ વિના સંયમની પરિણતિ મળી ન શકે. (૯) સંયમને પાળવામાં શરીરની પુષ્ટિ સહાયક બની શકે. સંયમની પરિણતિ કેળવવા આત્માની શુદ્ધિ જ કામ લાગે. આપણને સંયમજીવન મળી ગયેલ છે. તેથી હવે સંયમની ૧૬૮ Page #180 -------------------------------------------------------------------------- ________________ પરિણતિ પ્રત્યે નિરંતર અંતરમાં લક્ષ રાખવું એ અત્યંત મહત્ત્વનું છે. સંયમની પરિણતિ પ્રાપ્ત કરતાં પૂર્વે સંયમ-સમકિત-શાસનની બહાર ન ફેંકાઈ જઈએ તેની સાવધાની સૌથી વધુ આવશ્યક ચીજ છે. (૧) સંયમીની આશાતના-નિંદા-ટીકા. (૨) ચતુર્વિધ સંઘના કોઈપણ સભ્યની તથા ગુણવાનની ઈર્ષ્યા. (૩) કાયિક-વાયિક-માનસિક શક્તિનો કે પુણ્યશક્તિનો કે જ્ઞાન શક્તિનો અહંકાર. (૪) બળવાખોર માનસ. (૫) ગુરુ સાથે વાતવાતમાં દલીલ-બચાવ-સંઘર્ષ. (૬) બનાવટી-દાંભિક વલણ. (૭) પ્રાયશ્ચિત્ત કરવામાં બેદરકારી. આ સાત તત્ત્વ ખૂબ જોખમી છે, ભયંકર છે. આપણા જીવનમાં એમાંથી એક પણ ઘૂસી ન જાય તે માટે સતત સાવધાની કેળવવાની છે. બાકી બધી સંયમસાધનામાં પાણી ફરી વળે. ફરી ક્યારેય સંયમજીવન પણ મળી ન શકે. તેનાથી મોક્ષમાર્ગને આરાધવાની યોગ્યતા પણ ખતમ થાય, મંદ બને. સાતમાંથી એકેય ઉપદ્રવકારી તત્ત્વ જીવનમાં ન ઘૂસે એની સાવધાની કેળવ્યા બાદ સંયમની પરિણતિ જાગે, ખીલે, વધે, સાનુબંધ થાય તે માટે પ્રયત્ન ચાલુ કરવા. દા.ત. (૧) “જે ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, જગ્યા, ઉપકરણ વગેરે કોઈને પણ ન ચાલે એ મને પ્રેમથી ફાવશે' - આવું વલણ કેળવવું. કેમ કે ઉપકરણ તદન સાદા તેમ સંયમ ઊંચું. કિંમતી - ભપકાદાર ઉપકરણ મેળવવાનું વલણ આવે તેમ સંયમ નિમ્ન કક્ષાનું બને. (૨) સાચા-ખોટાની બાહ્ય ચર્ચામાં પડ્યા વિના “સારું મેળવવું, ખરાબ છોડવું આવું વલણ નિરંતર કેળવવું. (૩) ગુરુના કડવા ઠપકામાં કાયમ પ્રસન્નતા કેળવવી. કારણ -૧૪૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ કે ગુરુનો ઠપકો જેને ટકટક લાગે તેનો આત્મવિકાસ, ગુણવિકાસ અટકે. ગુરુનો કડક પણ ઠપકો જેને પ્રોત્સાહન લાગે તેનો ગુણવિકાસ વધે - આ શાશ્વત નિયમ છે. (૪) મનના પરિણામ ન બગડે તે માટે વિવિધ ઉપાયો કરવા. દા.ત. (a) જડ-ચેતન વસ્તુ કે વ્યક્તિ સંબંધી સારા-નરસાપણાનો અભિપ્રાય બાંધવાની ઉતાવળ ન કરવી. (b) જો એ અભિપ્રાય બંધાઈ ગયો હોય તો નિર્મૂળ કરવો. (c) એ અભિપ્રાયને બીજાની પાસે પ્રગટ કરવાની ભૂલ ન કરવી. (C) “દરેક વસ્તુ-વ્યક્તિ પરિવર્તનશીલ છે' - આ બાબત ધ્યાનમાં રાખવી. (e) “આપણા દુઃખમાં કે અધપતનમાં આપણા કર્મ સિવાય, આપણા સિવાય બીજા કોઈ જવાબદાર નથી' આવી સમજણ કેળવવી. () દરેક વ્યક્તિ-સંયોગ મારા આત્મવિકાસનું નિમિત્ત છે આવી ધારણા કરવી. (g) દરેક ભવ્યાત્મા સિદ્ધ ભગવંત થવાનું રો-મટીરીયલ છે આવી ભાવના ભાવવી. (૫) જે યોગમાં ઉત્સાહ હોય તેની આરાધના કરવાના બદલે જે યોગની શક્તિ હોય તેની આરાધનાનો ઉત્સાહ કેળવવો. કારણ કે મન હંમેશા કામચોર છે. સરળ યોગમાં જ ઉત્સાહ રાખે, અઘરા યોગમાં પ્રાયઃ ઉલ્લાસ ન દેખાડે. (૬) ઉપકારીના આક્રોશને કે બીજા દ્વારા થતા અન્યાયને અને અપમાનને પ્રસન્નતાથી સહન કરવાનું દઢ પ્રણિધાન કરવું. કારણ કે ક્ષમાની કમાણી ક્રોધના કે અન્યાયના બજારમાં થાય અને નમ્રતાની કમાણી પ્રાય: અપમાનના બજારમાં થાય. (૭) આરાધના કર્યા બાદ અતૃપ્તિ ઊભી રાખવી, જેથી રોજે રોજ આરાધનાનો ઉત્સાહ વધતો જાય. આ સાત તત્ત્વ જીવનમાં ઉતરે તો ભાવ સંયમના પારમાર્થિક પરિણામ પ્રગટવા માંડે. આવું કરીને પરમપદ જલ્દી પામો એ જ મંગલકામના... -૧૭૦ Page #182 -------------------------------------------------------------------------- ________________ જો જો, બલિદાન વિરુકુળ ન જાય. સાધુ જીવનમાં ઘણી સાવધાની રાખીને આગળ વધવાનું છે. સૌથી મોટી સાવધાની એ રાખવાની કે ગુરુ પ્રત્યે અણગમો પેદા થઈ ન જાય. તે માટે ગુરુસમર્પણભાવ ઉત્કૃષ્ટ કક્ષાનો કેળવવો. કારણ કે સંયમી બનવા કરતાં શિષ્ય થવું વધુ મહત્ત્વનું છે. | તન-ધન છોડીને સંયમી થવાય છે. ગુરુના ચરણોમાં મન છોડીને શિષ્ય થવાય છે. શિષ્ય થયા વિના કેવળ સંયમી થવાથી બહુ બહુ તો દેવલોક મળે. સાચા વફાદાર શિષ્ય થવાથી તો બેપાંચ ભવમાં જ મોક્ષ મળે. સાચા શિષ્ય બન્યા વિના મોહનીયનો ઉચ્છેદ શક્ય નથી. મન ગુરુને સોંપવામાં નડે છે (૧) ગુરુના કડક વચનો, (૨) આકરો ઠપકો, (૩) ગુરુના દિલમાંથી સ્થાન નીકળી જવાનો ભય, (૪) ગુરુના પ્રતિકૂળ વચનોને સ્વીકારવાની તૈયારીનો અભાવ, (૫) સ્વગુરુને ગૌતમસ્વામી તરીકે સ્વીકારવાનો અભાવ. આ પાંચ મલિન તત્ત્વો હટે તો જ આપણું મન મુક્તપણે સદ્ગરને સોંપી શકાય. તેને દૂર કરવાના ઉપાય આ પ્રમાણે વિચારવા. ગુરુના કડક વચનો અને આકરો ઠપકો પ્રસન્નતાથી સહન કરવાથી (૧) આપણો ભયંકર દુશ્મન અહં તૂટે છે. | () વિનય ધર્મ પ્રગટે છે. (૩) આત્મા નિર્મળ થાય છે. (૪) ભવાંતરમાં ગૌતમસ્વામીજી જેવા સદ્દગુરુને મેળવવાના અંતરાય રવાના થાય છે. (૫) જ્ઞાનાવરણ અને મોહનીયનો સાનુબંધ પ્રબળ ક્ષયોપશમ થાય છે. (૬) સંયમ પાળવાનું શારીરિક અને માનસિક બળ મળે છે. ૧૭૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ (૭) નિર્મળ બ્રહ્મચર્ય પાળવાનું અમોઘ સામર્થ્ય સ્વતઃ પ્રગટે છે. (૮) તાત્ત્વિક ગુરુકૃપા સંપ્રાપ્ત થાય છે. (૯) સંયમભ્રંશ, એકાકીપણું વગેરે સંભવિત અનેક નુકસાનોથી બચી જવાય છે. આ નવ લાભ નજર સામે હોય તો ગુરુના કડક વચનો અને આકરો ઠપકો સાંભળવામાં પ્રસન્નતા આપોઆપ પ્રગટે. ગરમીમાં પાણીની જેમ તરસ લાગે છે તેમ ગુરુના આકરા ઠપકાને સાંભળવાની તરસ અને તલપ લાગવી જોઈએ. આપણા નબળામાં નબળા વિચાર ખુલ્લા દિલે ગુરુને જણાવવાથી ગુરુના દિલમાંથી સ્થાન નીકળી જવાના બદલે આપણી પાપભીરુતા, આલોચનાની તત્પરતા, સરળતા, નમ્રતા વગેરેના લીધે ગુરુદેવ આપણને પોતાના હૃદયમાં નજીકનું સ્થાન આપે છે. ગુરુના દિલની આવી ઉદારતા અને ગંભીરતા આપણી તુચ્છ બુદ્ધિમાં જલ્દીથી સમજાતી ન હોવાથી ગુરુને મન સોંપવામાં કચવાટ થાય છે. આ કચવાટને દૂર કરવા ગુરુના ઉપકાર, ઉદારતા, ગંભીરતા, કરુણા, પરોપકારવૃત્તિ વગેરે ગુણોને નિરંતર નજરમાં રાખવા. “જ્ઞાનીના, અનુભવીના વચનો સ્વીકારવાથી ગલત કટુ અનુભવથી થનારા સેંકડો નુકસાનથી બચી જવાય છે” આ વાસ્તવિકતા ખ્યાલમાં હોય તો પોતાની દૃષ્ટિએ પ્રતિકૂળ લાગતા ગુરુવચનો સહર્ષ સ્વીકારવાની તૈયારી આવે. “આપણું હિત આપણા હાથમાં નથી. આપણું તાત્ત્વિક હિત આપણા હૃદયમાં પણ નથી, કારણ કે આપણે અનુભવજ્ઞાન વગરના છીએ. આપણું હિત ગુરુના હાથમાં છે, ગુરુના કરુણાર્દ હૈયે વસેલું છે” આવી સમજણ હોય તો ગુરુના પ્રતિકૂળ વચનો પણ અનુકૂળ લાગવા માંડે. અને પોતાના ગુરુમાં ગૌતમ સ્વામીને દર્શન પણ સુલભ-સુકર બને. આવું થાય તો ગુરુને મન સોંપવામાં થતી મૂંઝવણ દૂર થાય. સમજણનો પવન ફૂંકાય તો મૂંઝવણના વાદળ દૂર થાય, સંયમજીવનમાં ઉત્સાહનો પ્રકાશ આત્મસૂર્યમાંથી પ્રગટ થાય. પછી (૧) સર્વત્ર નીત ૧૭૨ Page #184 -------------------------------------------------------------------------- ________________ નવો આનંદ અનુભવાશે, (૨) સંયમની સાચી મસ્તી પ્રગટશે, (૩) સત્ત્વમાં ઉછાળો આવશે, (૪) અંતરાયો દૂર થશે, (૫) આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે, (૬) દેવતાનું સાન્નિધ્ય મળે, (૭) અલ્પ પ્રયત્ન વિશિષ્ટ આત્મકલ્યાણ થાય તથા (૮) સાનુબંધ મોક્ષમાર્ગની, શાસનની, સંયમની, સદ્ગુરુની, સદ્ગુણસમૃદ્ધિની પ્રાપ્તિ થાય. એવું ન થાય તો આપણે સંસારત્યાગ, કુટુંબત્યાગ, ફેશનત્યાગ-વ્યસનત્યાગનું આપેલું મોટું બલિદાન નિષ્ફળ થાય. (લખી રાખો ડાયરીમાં...) કાયમ બીજાને સમાધિ આપવી – એ તો સમાધિના સ્વભાવની નિશાની છે જ. પરંતુ બીજાને અસમાધિમાં નિમિત્ત ન બનવાની જાગૃતિ કેળવવી તે પણ સમાધિના સ્વભાવની જ નિશાની છે. વાતવાતમાં ઓછું લાગે તેવો બળતણીયો સ્વભાવ સાધનો ન હોય. બાલકક્ષાના જીવોને એકાગ્રતા માટે શ્રુતજ્ઞાન ઉત્તમ કક્ષાનું આલંબન છે. • શાસ્ત્રો બોધ માટે છે, શોધ માટે નહીં. સાધના પરિણામ માટે છે, પ્રદર્શન માટે નહીં. કદાચ આરાધના કરવી સરળ હશે. આરાધક ભાવ કેળવવો ભારે કઠણ છે. ૧૭૩. Page #185 -------------------------------------------------------------------------- ________________ ક્ષિાનામાં આપનnતારક આગ્રહ નાટક સંયમ જીવનમાં સમાધિ એ મુખ્ય ચીજ છે. બાકીના સ્વાધ્યાય, સેવા, તપ, જપ વગેરે યોગો ગૌણ છે. આથી સમાધિમય જીવન બનાવવાનું લક્ષ રાખીને બધી આરાધના કરવી. આરાધના કરવાની છે સમાધિ મેળવવા માટે. પણ ક્યારેક આરાધનાની બાબતમાં કોઈક પક્કડ-આગ્રહ આવી જતાં અસમાધિ વધી જાય એવું પણ બને. આવું ન બને તેની કાળજી રાખવી. (૧) “સવારે સ્વાધ્યાય કરવાનો અવસર છે. તેથી હું પાણી કે નવકારશી લેવા નહિ જાઉ'. (૨) “મારે તપ કરવો છે. તેથી હું ગ્લાનિસેવા નહિ કરું.” (૩) “મારે જાપ કરવો છે તેથી હું રાત્રે કોઈનો સ્વાધ્યાયપાઠ નહિ સાંભળું.” (૪) “મારે ભગવાનની ભક્તિ કરવી છે. માટે હું કાપ કાઢવામાં એમને મદદ નહિ કરું.” (૫) “મારે ભણવાનું છે. તેથી હાલ હું કોઈને ભણાવીશ (૬) “સ્વાધ્યાય-જપ વગેરે કરવાના મારે બાકી છે. એટલે હું કોઈના સ્થિરીકરણ-વાત્સલ્ય-ઉપબૃહણા માટે સમય નહિ કાઢું.” (૭) “મારે કાપ કાઢવો છે. એથી હું ગોચરી નહીં જાઉં.' (૮) “મારે વૈયાવચ્ચ કરવી છે એટલે હું તપ-જપ-સ્વાધ્યાય નહિ કરું.” આવી આરાધનાની પક્કડ પણ ઘણી વાર અસમાધિ પેદા કરી મૂકે છે. આરાધનાના આગ્રહના લીધે પણ આપણે અસમાધિ ન પામીએ, માર્ગભ્રષ્ટ ન થઈએ એટલા માટે જ આપણે આપણી ઈચ્છા મુજબ આરાધના નથી કરવાની પણ ગુરુની આજ્ઞા-ઈચ્છા મુજબ આરાધના કરવાની છે. આપણી ઈચ્છાથી પર્યુષણમાં અઠ્ઠાઈ १५४ Page #186 -------------------------------------------------------------------------- ________________ કરવી સહેલી છે. પણ ગુરુની ઈચ્છાથી વગર તિથિએ એક આંબેલ પણ કરવું ખૂબ અઘરું છે. આપણે આરાધના ઓછી કરી તેથી આપણો મોક્ષ નથી થયો-એવું નથી. પરંતુ ગુરુની આજ્ઞા-ઈચ્છા મુજબની આરાધના ઓછી કરી છે. તેથી મોક્ષ નથી થયો. જે આરાધનામાં આપણી ઈચ્છા, આગ્રહ ભળે તે આરાધનામાં શ્રદ્ધા ટકવી-વધવી સરળ છે. પરંતુ ગુરુની ઈચ્છા જે આરાધના કરાવવાની હોય અને આપણને તે આરાધના નાપસંદ હોય તો તેમાં શ્રદ્ધા કે રુચિ આવવી પણ મુશ્કેલ છે, વધવાની તો વાત શી કરવી? આપણી ઈચ્છા મુજબની શ્રદ્ધા એ તકલાદી છે. ગુરુની ઈચ્છા મુજબ ઉત્પન્ન થતી શ્રદ્ધા પોલાદી છે, તાત્ત્વિક છે, સાત્ત્વિક છે. ગુરુની આજ્ઞા-ઈચ્છા મુજબ આરાધના કરવાથી જ મન સ્ફટિક જેવું નિર્મળ - પારદર્શક બને છે. તેના દ્વારા મલિન વિચારોના કુંડાળામાંથી કાયમ બહાર નીકળાય છે. કાદવના કુંડાળામાંથી બહાર નીકળવું સહેલું છે. પણ ક્લેશના કુંડાળામાંથી બહાર નીકળવું ખૂબ કપરું છે. માટે કાયમ ગુરુની ઈચ્છાને અનુકૂળ વર્તવું. તે માટે નમ્ર અને વિનયી બનવું. જે નમ્ર અને વિનીત હોય તે સામાન્ય રીતે સમર્પિત જ હોય. સાચો શિષ્ય આંબાના ઝાડ જેવો છે. કેરી આવે તેમ આંબો ઝૂકે. તેમ પર્યાય, પુણ્ય, શક્તિ, જ્ઞાન, આવડત, ભક્તવર્ગ, શિષ્યવર્ગ વધતાં શિષ્ય ગુરુ પ્રત્યે વધારે ઝૂકે, સમર્પિત બને. પછી ગુરુની કોઈ વાતમાં દલીલ કે ખુલાસા કરવા ન પડે. દલીલ, બચાવ, ખુલાસા વગેરે ત્યાં જ કરવા પડે કે જ્યાં સમર્પણભાવ ઓછો હોય. સમર્પણભાવ દ્વારા જ મન સુધરી શકે છે; બદલી શકે છે. ગુરુ શિષ્યના કપડા બદલી શકે. મન તો શિષ્યએ પોતે જ બદલવું પડે. ગુરુ આપણી તસ્વીર અને તકદીર બદલી શકે. પણ તાસીર તો આપણે પોતે જ બદલવી પડે. આપણી તાસીરને બદલવામાં, સુધારવા ગુરુદેવ સહાય ચોક્કસ કરે, પ્રયત્ન કરે. પરંતુ તે ૧૭૫ Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્નોમાં આપણે ઉત્સાહ ન બતાવીએ, બળવો કે અણગમો કરીએ તો ગુરુ આપણી તાસીર બદલવામાં સહાયભૂત પણ થઈ ન શકે. ગુરુના વચનો સામે બળવો કે ચર્ચા, અરુચિ વ્યક્ત કરીએ તે આશાતના કહેવાય. આશાતના એ આગ છે અને આરાધના એ રૂનો ઢગલો છે. આશાતના તમામ આરાધનાને ખતમ કરી નાખે છે. વિરાધના કદાચ સત્ત્વહીનતાની નિશાની હોઈ શકે. તેથી તેમાં કદાચ સારા ભાવ હોઈ શકે. આશાતના તો શ્રદ્ધાહીનતાની જ નિશાની છે. તેથી તેમાં ભાવ મલિન જ હોય. આશાતનાવાળાની આરાધના અનુબંધ વગરની હોય, દેવલોક આપીને સંસારમાં રખડાવનાર હોય. માટે ગુરુની ઈચ્છા મુજબ આરાધના કરવા તત્પર બની વહેલા પરમપદને પામજો એ જ મંગલકામના... (લખી રાખો ડાયરીમાં.) • જે માન છોડે તે મહાન. બીજાને માન આપે તે મધ્યમ. જેને માન નડે તે કનિષ્ઠ. સામે ચાલીને સારા નિમિત્ત મળવા તે પુણ્યાધીન છે. સામે ચાલીને ખરાબ નિમિત્ત છોડવા તે પુરુષાર્થને આધીન છે. પુણ્ય ઓછું પડે ત્યારે કમ સે કમ પુરુષાર્થને તો વધારીએ બીજાને ધર્મમાં જોડવાનું સામર્થ્ય પુણ્યશાળી પ્રભાવકનું છે. બીજાની ધર્મભાવના નહિ તોડવાની જવાબદારી પ્રત્યેક આરાધકની છે. —–૧૭૬ ૧૭૬ Page #188 -------------------------------------------------------------------------- ________________ મનની નવ નબળી કડી સંયમજીવન એ મનને ઘડવાની, સુધારવાની પ્રયોગશાળા છે. સાધનામાં હાર-જીતનો આધાર આપણું મન છે. મનની નબળી કડીઓ ઓળખીને તેને દૂર કરવા પ્રયત્ન કરીએ તો સંયમજીવન સરસ-સફળ-સરળ બને. (૧) સૌ પ્રથમ મનની નબળી કડી એ છે કે તે જેટલું નબળું દેખે તે જીવનમાં ઉતારે છે. કોઈની આચારની ઢીલાશ, ગુણવિકલતા, નિંદાદિદોષયુક્તતા, વિધિમાં ઘાલમેલ, પ્રમાદ, ગારવ... આવું જે કાંઈ દેખે તે નિઃસંકોચ રીતે પોતાના જીવનમાં ઉતારતા મન વાર નથી લગાડતું. માટે નબળી વ્યક્તિનો સામે ચાલીને હોંશે હોંશે બહુ પરિચય ન કરવો. નબળાની નિંદામાં પણ પડવાના બદલે તેના પ્રત્યે ઉદાસીન ભાવ કેળવવો. નબળી વ્યક્તિના દોષની ચર્ચા કરવાથી પણ તે દોષની ઊંડે ઊંડે રુચિ ઊભી થાય છે અને તે દોષ ઓછામાં ઓછો ૧૦ ગણો બળવાન થઈને આપણા જીવનમાં ઘૂસે છે - આવું ઉપદેશમાલા ગ્રન્થમાં ધર્મદાસગણીએ જણાવેલ છે. વિશેષ સોબત આપણાથી ચઢિયાતાની કરવી, જેથી આરાધનામાં અને આરાધકભાવને ખીલવવામાં આપણને ઉત્સાહ જાગે. (૨) બીજી વાત એ પણ ખ્યાલમાં રાખવી કે દરેકમાં કોઈકને કોઈક ગુણ આપણા કરતાં ચઢિયાતો હોય છે. માટે આપણા સહવર્તીમાં રહેલા તે વિશેષ ગુણને, વિશિષ્ટતાને ઓળખી તેમના પ્રત્યે ગુણાનુરાગ, વાત્સલ્યભાવ કેળવવો. કારણ કે મનની બીજી નબળી કડી એ છે કે તેને નબળું જોવામાં રસ છે, અભાવમાં જ પ્રાયઃ રસ છે. તેથી આસપાસના સંયમીમાં દોષને જોઈને મન તેના પ્રત્યે ધૃણા પેદા કરાવે છે. (૩) મનની ત્રીજી વિચિત્રતા એ છે કે બીજામાં નબળી ચીજને ૧૭૭ Page #189 -------------------------------------------------------------------------- ________________ દેખીને તે વ્યક્તિની નિંદામાં મન ઊંડે ઉતરી પડે છે, તેના પ્રત્યે અણગમો-અરુચિ પેદા કરે છે. કેવું છે વિચિત્ર આ મન ! બીજાનું નબળું જોવામાં જ રસ, તે વ્યક્તિની ઘૃણા કરવામાં રસ અને પાછું તે દોષને પોતાના જીવનમાં ઉતારવામાં રસ ! કોઈ તાલમેળ ન મળે તેવી આ વિચિત્રતા છે. (૪) મનની ચોથી નબળી કડી એ છે કે પાણી જેમ ઢાળ મળે કે તરત નીચે ઉતરે તેમ પ્રતિકૂળ નિમિત્ત મળે કે મનનો ઉત્સાહ તરત જ નીચે ઉતરી જાય. ઉલ્લાસના શિખરેથી તળેટીએ અને ત્યાંથી પળવારમાં ખીણમાં ઉતરી જાય ! માટે કોઈ પણ આરાધનાની શરૂઆત કરતાં ‘સેંકડો કષ્ટો આવે તો પણ આરાધના છોડવી નથી, ઘટાડવી નથી' આવો સંકલ્પ દૃઢતાથી કરવો. (૫) મનની પાંચમી નબળી કડી એ છે કે જેમ પાણી પોતાનો રસ્તો શોધી કાઢે છે તેમ બગડેલું મન પોતાનું ધારેલું કામ કરવાનો માર્ગ જાતે જ શોધી કાઢે છે અને એ માટે જીવને બળ-પ્રોત્સાહન, લાભ જોવાની દૃષ્ટિ વગેરે પણ મન પોતે જ આપે છે. આનાથી બચવા વિવેકદૃષ્ટિ, સમર્પણભાવ, કલ્યાણમિત્રસંગતિ, આલોચના પ્રાયશ્ચિત્ત કરવાની ટેક, સત્ત્વ વિકસાવવાનું વલણ વગેરે ઉપર લક્ષ આપવું. (૬) છઠ્ઠા નંબરની મનની નબળી કડી એ છે કે મનના પરિણામ ચંદ્રકળા જેવા છે. ચંદ્રની કળા બીજે દિવસે વધે નહિ તો અવશ્ય ઘટે. તેમ મનના શુભ પરિણામને વધારવા પ્રયત્ન ન કરીએ તો અવશ્ય કાળક્રમે એ શુભ પરિણામ ઘટે છે. ચંદ્રકળાની વધ-ઘટ તો પ્રયત્ન વિના થાય છે. જ્યારે મનના શુભ પરિણામને વધારવા પ્રયત્ન પુરુષાર્થ કરવો પડે છે. તેનો ઘટાડો કરવા પ્રયત્ન કરવો નથી પડતો. છઢેથી સાતમે જવા પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. સાતમેથી છઢે આવવા માટે નહિ. માટે આગળ વધવા પ્રતિપળ જાગૃતિ કેળવવી. ‘સમયં ગોયમ ! મા પમાયએ' ઉપદેશનો આ જ રહસ્યાર્થ છે. - १७८ Page #190 -------------------------------------------------------------------------- ________________ (૭) મનની સાતમી નબળી કડી એ છે કે તેના પરિણામમાં ઉછાળો - ઘટાડો એકાએક પણ થઈ જાય છે. પુનમથી અમાસ સુધી પહોંચવા ચંદ્રને પંદર દિવસ લાગે છે. જ્યારે મન પુનમની બીજી જ ક્ષણે અમાસ પણ સર્જી દે છે. મન અમાસની બીજી જ ક્ષણે પુનમ પણ ક્યારેક લાવી દે છે. માટે મનના વર્તમાનકાલીન શુભ વિચારોને ભરોસો બેસી રહેવાના બદલે પ્રતિક્ષણ જાગૃતિ કેળવવી. દશપૂર્વધર નંદીષેણ મુનિ, હજાર વર્ષ ચારિત્ર પાળનાર કંડરિક મુનિ, લબ્ધિધારી અષાઢાભૂતિ મુનિ, દીર્ઘતપસ્વી અગ્નિશર્મા અને કુલવાલક મુનિ, ધ્યાનનિમગ્ન રહનેમિજી અને સૌભરી ઋષિ વગેરે શુભ ભાવનાના શિખરેથી પળવારમાં તળેટીમાં, ખીણમાં હડસેલાઈ ગયા. માટે વર્તમાન સાધના કે આરાધનાના ભરોસે બેસી રહેવાના બદલે પરોપકાર, ગુણાનુરાગ, ગંભીરતા, સહિષ્ણુતા, સમતા, વૈરાગ્ય, પવિત્રતા, સરળતા વગેરે સદ્ગુણોની સમૃદ્ધિ વધારવામાં રાત-દિવસ રચ્યા પચ્યા રહેવું. પછી મનમાં કાયમ પુનમ જ રહે. અમાસને અવકાશ ન મળે. () મનની આઠમી નબળી કડી એ છે કે મનના પરિણામનો બગાડો આધ્યાત્મિક મોત આપ્યા વિના રવાના નથી થતો. શરીરનો, પેટનો, આંખનો, ઉપકરણનો કે અઘાતિ કર્મનો બગાડો આધ્યાત્મિક મોત આપે એવો નિયમ નથી. માટે મનના પરિણામનો બગાડો ન થાય તે માટે (1) પાપભીરુતા, () “અનંત સિદ્ધ ભગવંતો મન સદા જોઈ રહેલા છે તેવી પરિણતિ, () ભાવનાજ્ઞાન, (iv) “જો હોતા હે ઉસે દેખતે રહો', “ખામોશી સે ચલતે રહો' તેવી તત્ત્વદષ્ટિ, (v) “જે થાય તે સારા માટે તેવું ડહાપણ, (vi) “રામ રાખે તેમ રહીએ તેવી ઠરેલ સમજણ, (vii) “દરેક પરિસ્થિતિ મારો આત્મવિકાસ, ગુણવિકાસ કરવા માટે જ સર્જાય છે.” આવો હાર્દિક સ્વીકાર જીવનમાં વણાય તેવી સાવધાની રાખવી. બીજા બધા બગાડાની નુકસાનીની હજુ ભરપાઈ થઈ શકે છે. મનના પરિણામના બગાડાની નુકસાનીની | ૧૭૯ Page #191 -------------------------------------------------------------------------- ________________ ભરપાઈ કરવામાં કદાચ અનંત કાળ પણ પસાર થઈ જાય. આથી કોઈ પણ ભોગે મનના પરિણામ મલિન થવા ન દેવા. શરીર, ઈન્દ્રિય વગેરેના બગાડાની બીજી કોઈ સજા કર્મસત્તા તરફથી ન થાય, જો મનની પરિણતિ નિર્મળ અને શુદ્ધ હોય તો. પરંતુ ઉત્કૃષ્ટ ઉગ્ર સાધના કરવા છતાં મનના પરિણામ બગડે તો તેની સજા અવશ્ય ભોગવવી જ પડે. અગ્નિશર્મા આનું સચોટ ઉદાહરણ છે. શરીર, ઈન્દ્રિય, પેટ વગેરેના બગાડાના લીધે કરેલ દોષસેવનની આલોચના કરવી સરળ છે. મનના બગાડાની આલોચના કરવી ખૂબ અઘરી છે. માટે મન ન બગડે તે માટે સૌથી વધુ કાળજી રાખવી. (૯) મનની નવમી નબળી કડી એ છે કે મન દોષની સાથે સમાધાન કરે છે અને દુઃખની સાથે સંઘર્ષ કરે છે. વિષય-કષાયવાસના-લાલસા-મહત્ત્વાકાંક્ષા-પ્રમાદ-વિકથા-નિંદા વગેરે દોષો ઘૂસી જાય ત્યારે મન તેની સામે લાલ આંખ કરવાના બદલે મીઠીકૂણી નજર સામે રાખે છે. એ દોષના સેવન બદલ કોઈને કોઈ બહાનું, બચાવ, કારણ, નિમિત્ત, સંયોગ, પરિસ્થિતિ વગેરેને જવાબદાર ઠરાવીને દોષસેવનની આવશ્યકતાને, સકારણતાને સિદ્ધ કરવા મન મથામણ કરે છે. દા.ત. (૧) તેના એ દોષ બીજામાં ઘૂસી ન જાય એવી ભાવનાથી મેં તેના દોષ બીજાને કહ્યા. મારે કાંઈ તેની નિંદા કરવી ન હતી. (૨) એનામાં પ્રમાદ ઘૂસી ન જાય તે માટે મેં ટકોર કરી. બાકી મને કાંઈ તેની ઈર્ષ્યા - અદેખાઈ નથી. (૩) મારે તપ શરૂ કરવો છે માટે હું મીઠાઈ વાપરું છું. (૪) હું સ્વાધ્યાય-અધ્યાપન વગેરે આરાધના કરું છું. માટે વિગઈ વાપરું છું. (૫) હું વૈયાવચ્ચ કરું છું. માટે તપ નથી કરતો. (૬) રાત્રે મોડે સુધી સ્વાધ્યાય કર્યો હતો. એટલે દિવસે હું વિશ્રામ કરું છું. (૭) શાસનપ્રભાવના થાય માટે મેં મારા તપની જાહેરાત ૧૮૦ Page #192 -------------------------------------------------------------------------- ________________ કરી. (૮) બાકી મારે કાંઈ જાતપ્રભાવના કરવી નથી. સામાવાળો અનુમોદના કરે એટલે મેં મારી આરાધનાની વાત કરી. બાકી મારે કોઈ મહત્ત્વાકાંક્ષા નથી...” ઈત્યાદિ રજૂઆત, બચાવ, દલીલ કરીને સ્વદોષની સાથે મન સહેલાઈથી સમાધાન કરે છે. જ્યારે દુઃખ, દર્દ, વેદના, પ્રતિકૂળતા વગેરેની સામે મન સતત સંઘર્ષ અને બળવો જ કરે છે. માટે એક સૂત્ર હૃદયમાં કોતરી લેવું કે “મારે સારા થવું હોય તો દોષની સામે બળવો અને દુઃખની દોસ્તી કેળવ્યા વિના છૂટકો જ નથી.” દોષની દોસ્તી બધી આરાધનાને ખતમ કરી નાંખશે. દુઃખની દોસ્તી સગુણોની પરંપરા લંબાવશે, મોક્ષની નજીક પહોંચાડશે. દોષની સામે મીઠી નજર રાખીને કરેલી આરાધના કદાચ દેવલોક આપશે પણ મોક્ષ નહિ જ આપે. દુઃખની દોસ્તી અને દોષ સામે લાલ આંખ રાખી હશે તો વિશિષ્ટ આરાધનાની ગેરહાજરીમાં પણ મોક્ષ સરળતાથી મળી જશે.” આવું વિચારી મનની નવમી નબળી કડીને હાંકી કાઢવી. | મનની નવ નબળી કડી દૂર કરે તે જ નવપદમાં કયાંક ખરા અર્થમાં પ્રતિષ્ઠિત થઈ શકે, પોતાના હૃદયમાં નવપદને પ્રતિષ્ઠિત કરી શકે. તમે સહુ મનની નવ વિચિત્રતાને ઉપયોગપૂર્વક દૂર કરી વહેલા પરમપદને પામો એ જ મંગલકામના... (લખી રાખો ડાયરીમાં... મોટા પત્થર કરતાં બંદૂકની ગોળીની તાકાત વધારે છે. તેમ ઘાલમેલવાળી મોટી સાધના કરતાં અહોભાવ, ઉપયોગ, એકાગ્રતા, અને ગુરુ સમર્પણભાવવાળી નાનકડી પણ આરાધના અત્યંત બળવાન છે. ૧૮૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ બાલીશ કુયોગ સંગ્રહ સંયમજીવનમાં વ્યવહારથી ઈન્દ્રિયવિષયોનો ત્યાગ થયો એમ કહેવાય. છતાં જે દોષના સેવનમાં “સંયમી' તરીકે આપણી છાપ બગડતી ન હોય તેવી પ્રવૃત્તિમાં રોકટોક વિના, કચવાટ વગર, રસપૂર્વક જીવ પ્રવર્તે એવી શક્યતા ઘણી મોટી છે. એવા ૪ વિષયના ભોગવટા સંયમજીવનમાં મુખ્ય છે. (૧) ભોજન, (૨) ઊંઘ, (૩) સ્વપ્રશંસાશ્રવણ, (૪) સુખશીલતા. આમાંના પ્રથમ બે જીવનનિર્વાહ માટે આવશ્યક હોવાથી તેમાં રસપૂર્વક આપણે પ્રવૃત્તિ કરીએ તો આપણી છાપ બગડવાની નથી. સંયમી તરીકેની છાપ ન બગડે માટે એકાસણું કરીએ, દિવસે આરામ ન કરીએ તે વાત જુદી છે. પરંતુ એકાસણામાં જે વાપરીએ અને રાત્રે પરિમિત નિદ્રા કરીએ તેમાં જેટલી રુચિનો, ઠંડકનો અનુભવ કરીએ, તેનો પક્ષપાત રાખીએ તેટલા અંશે તો વિષયસેવન થયું જ ગણાય. બીજા આપણી પ્રશંસા કરે તેને આપણે અટકાવી શકતા નથી કે કોઈને આપણી પ્રશંસા માટે પ્રેરણા પણ કરતા નથી. છતાં બીજા સ્વયં આપણી પ્રશંસા કરે તેને સાંભળવામાં ગલગલિયા થાય, આનંદ થાય, તે વ્યક્તિ પ્રત્યે લાગણી ઊભી થાય એ પણ કર્મેન્દ્રિયવિષયસેવન જ થયું. માંડલીનું એકાદ કામ કર્યા પછી આખો દિવસ બેઠાડું જીવન, ઉઠ-બેસની આળસ, વૈયાવચ્ચમાં ઉત્સાહનો અભાવ, બેઠા-બેઠા પ્રતિક્રમણાદિ આવશ્યક યોગોને કરવા, વિશિષ્ટ કષ્ટસાધ્ય આરાધનામાં ઉત્સાહ ન આવવો, વિહાર વગેરેનો અણગમો... આ સુખશીલતાના અલગ અલગ સ્વરૂપો છે. ઘણી વાર વૈયાવચ્ચ ન કરવી પડે તે માટે વિશિષ્ટ તપ-જપ સ્વાધ્યાયમાં જોડાઈએ તો તે પણ સુખશીલતાનો જ એક પ્રકાર છે. ૧૧૮૨ Page #194 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનમાં આવું પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. તપ-જપ-સ્વાધ્યાય કરવો તે ગુણ છે. પરંતુ વૈયાવચ્ચ - ગ્લાનસેવા ન કરવી પડે તે આશયથી વિશિષ્ટ તપ-જપ-સ્વાધ્યાય કરીએ તો તે દોષ છે, સુખશીલતા છે. આ વાત ભૂલાવી ન જોઈએ. સાધુજીવનમાં બાકીના બીજા વિષયો ખતમ થયા છે, વ્યવહારથી બંધ થયા છે. પણ જો વિષયવૈરાગ્ય ન આવ્યો હોય, વિષયનું આકર્ષણ અંદરમાં ઊભું જ હોય તો તેની ખણજ પૂરી કરવા જીવ ઉપરના ચાર વિષયોમાં રાજી થઈને પ્રવૃત્તિ કરે, સામે ચાલીને પ્રવૃત્તિ કરે. જો આવું થાય તો સંયમજીવનના સાચા આનંદની અનુભૂતિ તેને ન થાય, મહાવ્રતપાલનમાં ખરો ઉત્સાહ તેને ન જાગે, મોક્ષમાર્ગે આગળ વધવાનો ક્ષયોપશમ આવરાતો જાય. હકીકતમાં તો કોઈ પણ વિષયનું સેવન બ્રહ્મચર્યમાં દૂષણ લગાડે છે. માટે વિશુદ્ધ બ્રહ્મચર્ય પણ ઘસાતું જાય. પછી જીવ ગળીયા બળદ જેવો બની જાય. ભગવાને જે અર્થમાં સંયમજીવન બતાવેલ છે, ૧ વર્ષ પછી અનુત્તરવાસીના સુખને ઓળંગવાની સંયમી માટે જે વાત કરી છે તેને પામવા માટે તે જીવ અસમર્થ બની જાય. વિષયનો અર્થ બની, વ્યર્થ જીવન વ્યતીત થાય. અનંતા ઓઘામાં વધારો થાય. એકાદ વાર દેવલોક મળી જાય. મોક્ષમાર્ગની બહાર જીવ ફેંકાઈ જાય. ઘણીવાર તો એવું બને કે સંસારીપણે ખાતાં, ઊંઘતાં, પ્રશંસાશ્રવણમાં કે સુખશીલતામાં જે રુચિ હોય તે કરતા સંયમજીવનમાં વિશેષ બળવાન રુચિ જાગે ! આનું કારણ એ છે કે સંસારમાં બીજા બધા વિષયો ખુલ્લા હતા. સંયમજીવનમાં બીજા વિષયો બંધ થયા. એટલે વિષયની પણ પૂરી કરવાનું પરિમિત ક્ષેત્ર જ રહ્યું; ખણજ મોટી એટલે બમણા વેગથી જીવ એ ચાર વિષયમાં કુદકે ને ભૂસકે આગળ વધે. સંસારીપણે આપણી પ્રશંસા સાંભળવાની ભૂખ ઓછી હતી. Page #195 -------------------------------------------------------------------------- ________________ કારણ કે ‘આપણે છકાયના વિરાધક છીએ, સંસારરૂપી જેલના કેદી છીએ' આવી બુદ્ધિ હતી. હવે તો આપણે આપણી જાતને પૂજ્ય, જગતપૂજ્ય માની બેઠા. એટલે પ્રશંસા શ્રવણની ભૂખ એકદમ વધી ગઈ. બીજા ઉપર અધિકારવૃત્તિ જમાવવાથી સુખશીલતા વધી ગઈ. સંસારીપણે અન્ય સંયમીમાં પૂજ્યત્વ બુદ્ધિ હતી. તેથી સંયમીની સેવામાં આનંદ આવતો. એટલે સુખશીલતા ભાગી જતી. હવે સહવર્તી સંયમીમાં પૂજ્યત્વબુદ્ધિ ઘટી, કારણ કે જાતમાં પૂજ્યતા માની. એનાથી વૈયાવચ્ચનો ઉલ્લાસ તૂટે અને સુખશીલતા આવે. માટે ચાર વિષયસેવનથી ખૂબ સાવધાન બની મોક્ષમાર્ગે આગળ વધજો. વળી વિશેષ વિચારવા જેવી વાત એ છે કે તે ચારેય બાબત મહત્ત્વના આત્મગુણને યોગસાધનાને અટકાવે છે. (i) ખાવાની રુચિ એ તપની રુચિને મંદ કરે છે, પ્રવૃત્તિને તોડે છે. (IT) ઊંઘની રુચિ એ આળસ પેદા કરી સ્વાધ્યાયની, જાપની રુચિને-પ્રવૃત્તિને ઘટાડે છે. સમ્યગ્દર્શનથી પણ ભ્રષ્ટ કરે, જો એ તીવ્ર બને તો. – (III) સ્વપ્રશંસાની ભૂખ વિનયને અને વિનમ્રતાને તોડે છે, અહંકારને પેદા કરે છે, બીજાની ઈર્ષ્યા કરાવે છે. (I) સુખશીલતા તો (૧) વૈયાવચ્ચ, (૨) વિનય, (૩) માંડલીનું કામ, (૪) વિધિપાલનનો ઉત્સાહ, (૫) અપ્રમત્તતા, (૬) નિર્દોષ ગોચરીચર્યામાં અવરોધ કરે છે. ઉત્તરોત્તર ક્રમથી આ ચારેય વધુ ભયંકર છે; નુકસાનકારી છે. ખાવા કરતાં ઊંઘ, ઊંઘ કરતા સ્વપ્રશંસાશ્રવણની ભૂખ, તેના કરતાં સુખશીલતા વધુ અહિતકારી છે. સૌથી વધુ નુકસાનકારક તત્ત્વ સુખશીલતા છે. સ્વપ્રશંસાની ભૂખવાળો હજુ સાધના કરશે. પરંતુ સુખશીલને તો કોઈ પણ યોગમાં આરાધનાનો ઉત્સાહ જ ન પ્રગટે. સુખશીલતાસ્વરૂપ હરામહાડકાપણું ઉપરના છ દોષ ૧૮૪ Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉપરાંત (૭) વિશુદ્ધ ક્રિયાયોગને અને (૮) વ્યવહારનયને આત્મસાત્ કરવામાં પ્રતિબંધક છે. અને વ્યવહારનય પરિણમે નહિ ત્યાં સુધી (૯) નિશ્ચયનયને સમજવાની, તેને પરિણમાવવાની યોગ્યતા ન આવે અને ત્યાં સુધી મોક્ષમાર્ગે આગળ વધી ન શકાય. માટે સુખશીલપણું તો સંયમજીવનમાં ન જ ચાલે. (૧૦) સુખશીલ વ્યક્તિ પ્રચ્છન્ન સંસારી છે, પ્રચ્છન્ન ભોગી છે. (૧૧) સુખશીલતા રોગનું આમંત્રણ છે. (૧૨) બીજાની સેવા લઈને પુણ્યને ખતમ કરવાનું કામ સુખશીલ કરે છે. (૧૩) તે કિલ્બિષિક નામકર્મ બાંધે છે. (૧૪) આભિયોગિકપણું બાંધવાનું પાપ તે કરે છે. (૧૫) નિષ્કારણ સેવા લેવાથી સંયમીની આશાતના કરવાનું નુકસાન સુખશીલ વ્યક્તિ ઊભું કરે છે. (૧૬) પ્રાયઃ મનની સ્થિરતા પણ સુખશીલને ન હોય, સુખશીલ બધે જ સુખશીલ હોય. કષ્ટસાધ્ય કામથી તે ગભરાય. (૧૮) કાયાનો પરિશ્રમ તો ન ગમે પણ માનસિક પરિશ્રમ પણ તેને ન ગમે. (૧૯) તાત્ત્વિક અનુપ્રેક્ષા, ધ્યાન, શાસ્ત્રીય પદાર્થોનું ચિંતન વગેરે કરવામાં પણ તેને પ્રાયઃ કંટાળો જ આવે. (૨૦) સુખશીલતા વિષયસેવનનું તીવ્ર આકર્ષણ પેદા કરી સંયમભ્રષ્ટ પણ કરે. (૨૧) સુખશીલ કોઈને પ્રિય ન બને. (૨૨) સુખશીલને અપવાદની વાતો સાંભળવી અને આચરવી ખૂબ ગમે. (૨૩) આભાસિક નિશ્ચયનયમાં સુખશીલ વ્યક્તિ અટવાય છે. (૧૭) -૧૮૫E Page #197 -------------------------------------------------------------------------- ________________ (૨૫). $ (૨૮). [ , $ $ (૨૪) સુખશીલતા રાગના સંકલેશને સમાધિ માનવાની ભૂલને પેદા કરાવે છે. - સુખશીલ જીવ અતિપરિણત હોય, પરિણત ન હોય. (૨૬) છેદશાસ્ત્રોના અને શુદ્ધ નિશ્ચયનયના પરિશીલનની યોગ્યતાને સુખશીલતા ખતમ કરે છે. (૨૭). સુખશીલને કષ્ટસાધ્ય સંયમજીવન પણ રસ-કસ વિનાનું અસાર લાગે, રેતીના કોળીયા ચાવવા જેવું નીરસ - વિરસ લાગે. સુખશીલતા સ્વયં અસમાધિ સ્વરૂપ છે. (૨૯) સુખશીલ માણસ બીજાને અસમાધિ પેદા કરે છે. (૩૦) પોતાની સેવા કરાવવા બીજાની ખુશામત કરવાનું નીચ કાર્ય સુખશીલતા કરાવે છે. (૩૧) સુખશીલ વ્યક્તિને ખાવા, પીવા, ઊંઘવા, વિકથાશ્રવણ વગેરેમાં ઠંડકનો અનુભવ થાય. તેથી ખાવા-પીવા વગેરે કાર્યો તે શાંતિથી કરે. (૩૨) તેથી જ સુખશીલ વ્યક્તિ પ્રતિક્રમણ, પડિલેહણ વગેરેને ઉતાવળથી પતાવે. આવશ્યક નિર્યુક્તિમાં ૩૨ યોગસંગ્રહ બતાવેલ છે. જેને પકડવાથી જીવ ઝડપથી મોક્ષમાર્ગે આગળ વધે છે. જ્યારે સુખશીલતા તો ઉપરના ૩૨ કુયોગ સંગ્રહને કરાવીને ભવભ્રમણને દીર્ઘ બનાવે છે. ૧૪ પૂર્વધરો પતિત થઈને નિગોદમાં જાય છે તેમાં પણ મહત્વનો ફાળો સુખશીલતાનો જ છે. માટે સુખશીલતા તરફ લાલ આંખ રાખી તેને ખતમ કરનાર વૈયાવચ્ચ, વિનય, જયણા વગેરે યોગને કેળવવા તત્પર બનવું, અપ્રમત્ત બનવું. ૧૮૬ Page #198 -------------------------------------------------------------------------- ________________ (૫) (૮). માટે તૈયાવ આપતિપાતી ગુણ છે. વૈયાવચ્ચ શાસ્ત્રમાં અપ્રતિપાતી ગુણ બતાવેલ છે. કારણ કે (૧) વૈયાવચ્ચથી બીજાને તત્કાલ સમાધિ મળે છે. (૨) બીજા પ્રત્યે પોતાની પૂજ્યત્વબુદ્ધિ બળવાન બને છે. (૩) અનાદિ કાળની સ્વાર્થવૃત્તિ ઉપર ઘસારો પહોંચે છે. (૪) વૃદ્ધ, ગ્લાન વગેરેના અંતરના આશિષ મળે છે. નમ્રતા ગુણ કેળવાય છે. (). સંયમીને સહાય કરવાની વૃત્તિથી પોતાના ભવાંતરના પણ સંયમના અંતરાય તૂટે છે. સંયમ સાનુબંધ થાય છે. જેની વૈયાવચ્ચ થાય છે તેનામાં રહેલ જ્ઞાનાદિ ગુણોની સક્રિય અનુમોદના થાય છે. વૈયાવચ્ચથી બંધાયેલ પુણ્યના ઉદયમાં આરાધકભાવ વધુ દેદીપ્યમાન બને છે. (૧૦) અહોભાવપૂર્વક કરાયેલ વૈયાવચ્ચથી જ્ઞાનાવરણ વગેરે કર્મો તૂટે છે. (૧૧) ગ્લાનની વૈયાવચ્ચ કરવાથી, પંચસૂત્ર મુજબ, તીર્થંકરની વૈયાવચ્ચનો લાભ મળે છે. (૧૨) ઉત્તરાધ્યયન મુજબ વૈયાવચ્ચથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. (૧૩) વૈયાવચ્ચજન્ય પુણ્યના ઉદયમાં પ્રાયઃ પોતાનો પરાભવ ન થાય. (૧૪) વૈયાવચ્ચી પ્રાયઃ રોગી ન હોય. (૧૫) વૈયાવચ્ચી પ્રાયઃ સહુને પ્રિય બને. (૧૬) વૈયાવચ્ચ બીજાને શાતા-પ્રસન્નતા આપે. (૧૭) જ્ઞાનના અવસરે જ્ઞાન ભણવાથી જે નિર્જરા વગેરે થાય તે ૧૮૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ કરતાં ગ્લાનવૈયાવચ્ચના અવસરે વૈયાવચ્ચ કરવાથી અનેક ગણી વધુ નિર્જરા આદિ થાય છે. માટે જ્ઞાન કરતાં વૈયાવચ્ચ બળવાન છે. જ્ઞાન કદાચ સુખશીલતા પેદા કરે, વૈયાવચ્ચ તો અવશ્ય સુખશીલતાને તોડે. માટે વૈયાવચ્ચ ગુણ કેળવી, સુખશીલતાને ખતમ કરી સંયમજીવન સફળ કરી, વહેલા પરમપદને પામો એ જ મંગલકામના... (લખી રાખો ડાયરીમાં) સંયમજીવનની સફળતા વ્યવહારનયથી સ્વાધ્યાય, વિગઈત્યાગ, વૈયાવચ્ચ અને કાઉસગ્ગ વગેરે સાધનામાં છે. નિશ્ચયનયથી પાપવિચારોને અને વિકલ્પોને અટકાવવામાં છે. • સાધુ સીધા હોય, સાચા હોય. સાદા હોય, સારા હોય. સ્વાદુ ન હોય, સુખશીલ ન હોય. ઉદ્ધત-અવિનયીની જેમ હઠાગ્રહી ધર્મી પ્રત્યે પણ મધ્યસ્થ ભાવના રાખવાની છે. — —-૧૮૮ Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગને ઉજળો કરીએ એક વાત ધ્યાનમાં રાખવી કે કર્મ બે રીતે બંધાય છે. (૧) યોગથી અને (૨) ઉપયોગથી. અશુભ યોગ અને અશુભ ઉપયોગથી બંધાયેલ કર્મના ઉદયમાં જીવને બાહ્ય નિમિત્તો નબળા-હલકા મળે અને તેના લીધે જીવ પોતાના પરિણામને પણ બગાડે છે. લાચારીના લીધે યોગ અશુભ હોય પણ ઉપયોગ શુભ રાખ્યો હોય તો તેનાથી બંધાયેલ કર્મના ઉદયમાં જીવને બાહ્ય પરિબળો નબળા મળે તો પણ તેના નિમિત્તે જીવ પોતાના પરિણામ બગાડવાના બદલે નિર્મળ કરે છે. યોગને બદલવો કદાચ આપણા હાથમાં ન હોય પણ ઉપયોગને શુભ રાખવો તો આપણા હાથમાં છે. સ્વાધીન એવા ઉપયોગને સુધારવાના બદલે નબળા બાહ્ય યોગો મળવા બદલ પસ્તાવો કરનાર સાધક મોક્ષમાર્ગે આગળ વધી ન શકે. આત્મવંચના, જાત-છેતરામણમાં જ પ્રાયઃ તે ફસાઈ જાય. બાહ્ય નબળા યોગ અને નબળા સંયોગ મુજબ નબળો-મલિન ઉપયોગ રાખવો તે સંસારયાત્રાનું લક્ષણ છે. બાહ્ય નબળા યોગસંયોગમાં પણ ઉપયોગને બળવાન, નિર્મળ, ઉજળો બનાવવો એ સંયમયાત્રાનું લક્ષણ છે. આપણે સંસારયાત્રા નહિ પણ સંયમયાત્રા કરવા નીકળ્યા છીએ. માટે ઉપયોગને સ્ફટિક જેવો નિર્મળ બનાવવો. ‘આજ્ઞા તુ નિર્માનું ચિત્ત વર્ણવ્યું ટિોપમમ્' આ શાસ્ત્રવચનને સતત નજર સામે રાખવું. યોગની નબળાઈ કદાચ સત્ત્વની કચાશના લીધે હોઈ શકે. ઉપયોગની નબળાઈ અને મલિનતા તો શ્રદ્ધાની કચાશના લીધે જ હોય. શુભ યોગ ૨૪ કલાક રાખવા કદાચ આપણે પરાવલંબી બનવું પડે અને તે કદાચ શક્ય ન પણ હોય. પરંતુ શુભ ઉપયોગ ૨૪ કલાક રાખવામાં બાહ્ય પરિબળની આવશ્યકતા નથી. જો આપણા ઉપયોગની નિર્મળતા બાહ્ય સારા સંયોગને આધીન હોય તો કદાચ દેવલોક મળે. પણ તે આપણા સારા સ્વભાવને આધીન હોય તો તેનાથી મોક્ષ મળે. ૧૮૯ Page #201 -------------------------------------------------------------------------- ________________ બીજી મહત્ત્વની વાત એ છે કે જ્યાં આકર્ષણ હોય ત્યાં ઉપયોગ સહજ - સ્વાભાવિક હોય. અનાદિકાળથી મોહના ઘરના ઉપયોગની સહજતા ખાવા, પીવા, ઊંઘવા વગેરેમાં ઘણી રાખી. પરંતુ આત્માના ઘરના ઉપયોગની સહજતાને સહન કરવામાં, સરળ બનવામાં, સેવા કરવામાં, સદ્ગુણ મેળવવામાં લગભગ કેળવી નથી. સહનશીલતા, સરળતા, સેવા, સદ્ગુણપ્રાપ્તિ વગેરેનું જો આકર્ષણ ઊભું થાય તો ઉપયોગશુદ્ધિ કાયમી બને. બહારના લાભ-નુકસાનના બદલે અંદરના લાભ નુકસાનને ઓળખવાની, સમજવાની, એ મુજબ વર્તવાની અને વલણ કેળવવાની ટેવ પાડીએ તો જ ઉપરની વાત શક્ય બને. બહારમાં આનંદ અનુભવે તે અંદરમાં આનંદ ન અનુભવે. ખાવામાં આનંદ આવે તેને ખવડાવવામાં, સાધર્મિકભક્તિ કરવામાં તાત્ત્વિક આનંદ ન આવે. પારણામાં આનંદ આવે તેને તપમાં તાત્ત્વિક આનંદ ન આવે. વિકથામાં રુચિ હોય તેને સ્વાધ્યાયમાં લગની કે લાગણી ન હોય. હોય તો પણ તાત્ત્વિક ન હોય, ક્ષાયોપશમિક ન હોય, ઔયિક હોય. માટે અંદરમાં ઠરવાની, સદ્ગુણમાં રમવાની, બહારના નુકસાન વેઠવાની જેની તૈયારી હોય તેનો જ ઉપયોગ ઉજળો હોય. ક્યારેક આરાધનામાં ઉત્સાહનો અભાવ પણ ઉપયોગને મલિન બનાવે, કંટાળો લાવે. ‘બહુ થયું...' એવી તૃપ્તિ આરાધનામાં આવે એટલે આરાધનામાંથી અહોભાવ ખસે અને તે આરાધના આદતસ્વરૂપ-ટેવરૂપ બની જાય. તેવું ન બને માટે આરાધનામાં ઉત્સાહ - અતૃપ્તિ જાળવીને ઉપયોગને ઉપર જણાવ્યા મુજબ શુદ્ધ કરવો. જેથી આરાધનામાં પ્રાયઃ વિઘ્ન આવે નહિ અને આવે તો પણ તેને ઓળંગવાનું સામર્થ્ય આપોઆપ પ્રગટે. પછી રોગ, ઘડપણ, ઈન્દ્રિયની શિથિલતા, અશક્તિ, વિપરીત સંયોગ, પ્રતિકૂળ પરિસ્થિતિ વગેરે પરિબળો પણ મોક્ષમાર્ગે આગળ વધતા અટકાવવા સમર્થ ન બને. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધી વહેલી તકે પરમપદને પ્રાપ્ત કરીએ એ જ મંગલકામના... १८० Page #202 -------------------------------------------------------------------------- ________________ આહાહાક – વિણાયક તત્ત્વની ઓળખાણ (૫) સંયમપર્યાય વધતો જાય તેમ તેમ વિરાધક તત્ત્વ અને આરાધક તત્વની સાચી-તાત્ત્વિક સમજણ આવવી જોઈએ. તો જ ખરા અર્થમાં વિરાધક તત્ત્વથી દૂર રહી શકાય અને આરાધક તત્ત્વને મેળવી શકાય. આજે વિરાધક અને આરાધક તત્ત્વની થોડી વિચારણા કરીએ. (૧) જેનું શ્રવણ સગુણ પ્રાપ્તિનું નિમિત્ત ન હોય તે વિકથા. (૨). આરાધનામાં ઉત્સાહ - ઉમંગનો અભાવ તે આળસ. આપણાથી બીજા આકર્ષાય તેવો કાયિક કે વાચિક વિશિષ્ટ વ્યવહાર તે વિભૂષા. સહન કરવાથી, સમતા રાખવાથી, સહાયભૂત બનવાથી, સાધના સાધવાથી, સરળતા કેળવવાથી, ગુરુસમર્પિત થવાથી શોભે તે સાધુ, બાકી બાવો. મન-વચન-કાયા-ઈન્દ્રિય-પુદ્ગલ ઉપર સંયમ રાખે તે સંયમી બાકી અજ્ઞાની કે ઢોંગી. શક્તિ હોય તો સાધનામાં પ્રવર્તાવે અને શક્તિ ન હોય તો આંસુ પડાવે તે ભાવના, બાકી પોકળ કલ્પના અને વાણી વિલાસ. હેય તત્ત્વને હેય માનવા અને ઉપાદેય તત્ત્વને ઉપાદેય માનવા તે સમજણ; બાકી ષેય પદાર્થની પુષ્કળ સ્મૃતિ હોય તે કેવળ જાણકારી. (૮) સ્વની અનુભૂતિ કરાવે તે સ્વાધ્યાય. તેની યોગ્યતા પ્રગટાવે તો સ્વાધ્યાયની ભૂમિકા. યોગ્યતા પણ ન પ્રગટાવે તો શિક્ષણ કે અભ્યાસ. ચિત્તને શુદ્ધ કરે તેવો, ફરી પાપમાં પ્રવૃત્તિ ન કરાવે તેવો પસ્તાવો એટલે પ્રાયશ્ચિત્ત. (૧૦) વિનમ્રતા પ્રગટાવે તે વિનય, બાકી કાયક્લેશ કે લાચારી. ૧૯૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૧) આત્માની સાચી સમજણ આપે તે જ્ઞાન, બાકી જાણકારી. (૧૨) ઉપયોગ સર્વદા આત્મકેન્દ્રિત-શુદ્ધિકેન્દ્રિત બનાવે તે ધર્મધ્યાન, બાકી ઠગધ્યાન. (૧૩) જ્ઞાન-ધ્યાનની બીજી વ્યાખ્યા એવી છે કે શરીર અને આત્માના ભેદનું સંવેદન તે જ્ઞાન તથા આત્મા અને પરમાત્માના અભેદનું સંવેદન તે ધ્યાન. (૧૪) આત્મા ઉપર ઉપકાર કરે તો ઉપકરણ, બાકી અધિકરણ. (૧૫) જ્ઞાનાદિ ગુણને બળવાન બનાવી કર્મને તપાવે, દૂર કરે તે તપ, બાકી લાંઘણ. (૧૬) કાયાની મમતાને તોડે તે કાઉસગ્ન-કાયોત્સર્ગ, બાકી વ્યાયામ કસરત. (૧૭) જેની સેવા કરીએ તેના ઉપર અહોભાવ-પૂજ્યત્વબુદ્ધિ પ્રગટાવે તે વૈયાવચ્ચ, બાકી મજૂરી - મજબૂરી. (૧૮) ગુરુના અનુશાસનમાં રહેવા ઝંખે, ગુરુને મન સોંપે તે શિષ્ય, બાકી મજૂર અથવા માથાનો દુઃખાવો. (૧૯) આત્માને તારે તેવી યાત્રા આપણા માટે તીર્થયાત્રા, બાકી પર્યટન કે પ્રવાસ. (૨૦) પરમાત્મકેન્દ્રિત અસ્તિત્વના લીધે જે અદ્ભુત આત્મવ્યક્તિત્વથી તથા સભૂત ગુણની ગરિમાથી શોભે અને શિષ્યને કરુણાબુદ્ધિથી અવસરે તત્ત્વ કહે તે ગુરુ, બાકી બોસ(Boss). (૨૧) રાગ-દ્વેષ જીતવાનું વલણ કેળવે તે જૈન, બાકી જન. (૨૨) આત્માને નુકશાનકારી એવા તત્ત્વને સમજી તેને અણગમાપૂર્વક છોડીએ તે ત્યાગયોગ, બાકી ગતાનુગતિક ઘેટાવૃત્તિ. (૨૩) તત્ત્વની હાર્દિક રુચિ અંતરમાં હોય અને શક્તિ મુજબ જીવનમાં તત્ત્વને વણી લીધેલ હોય તથા કેવળ પરાર્થવૃત્તિથી અવસરે તત્ત્વને પ્રકાશે તે પ્રવચનકાર, બાકી ભાષણકાર. ૧૯ર Page #204 -------------------------------------------------------------------------- ________________ (૨૪) કોઈ પ્રત્યે વેરની કે સ્નેહની ગાંઠ ન રાખે તે નિર્ઝન્ચ, બાકી ગઠીયો. (૨૫) જેનાથી આત્માનું વિશેષ રીતે કલ્યાણ થાય તેવી સમર્પણ ભાવગર્ભિત વૃત્તિ-પરિણતિ નિર્દભપણે કેળવવી એનું નામ શ્રદ્ધા, બાકી અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા. (૨૬) દર્શન-જ્ઞાન-ચારિત્રના પર્યાય નિર્મળ-બળવાન બનાવવા માટે જે દ્રવ્યાદિ ઉપયોગી કે આવશ્યક ન હોય તેના પ્રત્યે ઉદાસીનતા તે વૈરાગ્ય, બાકી ઢોંગ. (૨૭) બીજી રીતે એમ પણ કહી શકાય કે રત્નત્રયીના પર્યાય નિર્મળ બનાવવામાં સહાયક એવા દેવ-ગુરુ-સાધર્મિકવિદ્યાગુરુ-કલ્યાણમિત્ર વગેરે પ્રત્યે અને સંયમસાધના પ્રત્યે જે વિશિષ્ટ પ્રકારનો રાગ-અનુરાગ તે વૈરાગ્ય, બાકી બનાવટ કે સ્વાર્થવૃત્તિ. નિશ્ચયનયની ઉપરોક્ત વ્યાખ્યાઓ એટલા માટે યાદ રાખવાની છે કે વ્યવહારનયની દીર્ઘકાલીન આરાધનાનું આપણને અજીર્ણ ન થાય, બીજા પ્રત્યે અણગમો ન આવે, જાત પ્રત્યે અહંકાર ન આવે, લક્ષ્યથી ભ્રષ્ટ થઈ ન જઈએ અને આરાધનામાં ભ્રામક સન્તોષ ઊભો ન થાય. આ રીતે જ મોક્ષમાર્ગે સાચી પ્રગતિ થાય. આવી પ્રગતિ સાધીને સંયમજીવન સફળ કરો અને વહેલા પરમપદને પામો એ જ મંગલકામના... (લખી રાખો ડાયરીમાં...) તીર્થકર ભગવંતો જગતને તારવા દીક્ષા લે છે. આપણે જાતને તારવા દીક્ષા લીધી છે. સામેની વ્યક્તિને પ્રતિબોધ કરતી વખતે કે તે પ્રતિબોધ ન પામે તે વખતે આ બાબત નજરમાંથી ખસવી ન જોઈએ. ૧૯૩) Page #205 -------------------------------------------------------------------------- ________________ ચાર સેનાને જીતીએ આપણે છદ્મસ્થ છીએ એટલે ભૂલ થવાની. ભૂલ કરનારનો મોક્ષ હજુ થાય પણ ભૂલનો બચાવ કરનારનો મોક્ષ ન જ થાય. માટે જે નિમિત્તના લીધે ભૂલ થઈ હોય, જે કારણે સ્વ-પરનો ભાવ-ઉત્સાહ તૂટે તે નિમિત્તે ભવિષ્યમાં ભૂલ ન થાય કે ભાવ ન પડે તેવી સાવધાની રાખીને ભૂલ સ્વીકારવાથી, આલોચના કરવાથી આત્મશુદ્ધિ થાય છે અને આરાધનામાં આગળ વધવાનો ઉત્સાહ વધે છે. જાગૃતિ કેળવવાથી, ઉપયોગ રાખવાથી ભૂલ થતી અટકે છે. સર્વત્ર, સર્વદા, સર્વ પ્રકારનો ઉપયોગ સંયમી રાખે. કેમ કે સંયમ અને શાસ્ત્રનો સૂક્ષ્મ ઉપયોગ તથા સ્વ-પરના પરિણામનો વિચાર હોય તો જ સાધુપણું ટકે, વધે. કોઈને પણ ખબર ન હોય તેવી પણ ભૂલનો સ્વીકાર ખચકાટ વગર થાય એ સરળતાની નિશાની છે, ધર્મ પામ્યાની નિશાની છે. માટે ભૂલસ્વીકાર અને ભાવીમાં ભૂલ ન થાય તેવી જાગૃતિ આ બન્નેને જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ રહેવું. બીજી એક સાવધાની સંયમજીવનમાં એ રાખવાની છે કે આપણે ચાર સેનાની સામે ઝઝૂમવાનું છે. (૧) ઈન્દ્રિયની સેના, (૨) કષાયની સેના, (૩) પ્રમાદની સેના, (૪) વિકથાની સેના. ઈન્દ્રિયને જીતે તે જ પરિષહને જીતે. ઈન્દ્રિયની સેના સામે હારી જવાના તાલપુટઝેરતુલ્ય ૩ પરિબળ દશવૈકાલિકસૂત્રમાં બતાવેલ છે. (૧) વિભૂષા (૨) વિજાતીય પરિચય (૩) વિગઈથી લચપચતો ખોરાક (દશ.વૈ.આઠમું અધ્યયન). આ ત્રણને જીતે તે જ ઈન્દ્રિયની ફોજને જીતી શકે. માટે સંયમજીવનમાં શરીરને આવશ્યક વસ્તુનો ઉપયોગ પણ માત્ર બાહ્ય સંપર્કના સ્તરે જ હોય, સંબંધ કે સંસર્ગના સ્તરે નહિ તો જ ઈન્દ્રિયસેના જીતાય. ઈન્દ્રિયસેનાને જીતે તે જ વૈયાવચ્ચ કરી શકે. કષાય અને પ્રમાદની સેના વિનયમાં અવરોધ ઊભો કરે છે. ૧૯૪ Page #206 -------------------------------------------------------------------------- ________________ નાગ વધવાનું. દશવૈકાલિકસૂત્રના ૯મા અધ્યયનમાં અભિમાન, ક્રોધ, માયા અને પ્રમાદને વિનયવિરોધી તરીકે બતાવેલ છે. (૧) અભિમાની વિનય કરે જ નહિ. (૨) ગુરુદેવ વડીલ સંયમી વગેરેનો ઠપકો મળતાં અડધેથી વિનયને છોડી દે. (૩) ગરજ હોય તો વિનય શરૂ કરે અને ગરજ પતે એટલે વિનય છોડી દે. (૪) તેથી બાહ્યદષ્ટિથી વિનય કરવા છતાં વિનયનું તાત્ત્વિક ફળ તે પામી ન શકે. (૫) અભિમાન વિનયના અવસરને ઓળખવામાં થાપ ખવડાવે માટે કષાય અને પ્રમાદની સેનાને જીતીને વિનયમાં આગળ વધવાનું. વિકથાની સેના (૧) સ્વાધ્યાયની રુચિ તોડે, (૨) અંતર્મુખતાને ખતમ કરે, (૩) નિંદાદિ દોષમાં ફસાવે, (૪) સંયમની સાધનાને નીરસ બનાવે, (૫) અનર્થદંડના પાપ બંધાવે, (૬) “વિણ ખાધા, વિણ ભોગવ્યા ફોગટ કર્મ બંધાય” આવી સ્થિતિમાં જીવને મૂકાવે. બિનજરૂરી બોલવાનું અને સાંભળવાનું બંધ કરવાનો દઢ સંકલ્પ કરીએ તો જ વિકથાની સેનાથી બચાય. વિકથાને જીતીએ તો સ્વાધ્યાયમાં પ્રાણ પૂરાય. આ ચાર સેનાને જીતનાર જ હકીકતમાં સંયમજીવનને સફળસાર્થક કરે છે. પછી દુઃખ જેવી ચીજ જીવનમાં રહેતી નથી. માટે જ દશવૈકાલિકસૂત્રમાં “ઈચ્છાને ઓળંગો તો દુઃખને ઓળંગી જશો” (કામે કમાહિ કમિયં ખુ દુર્બ) આમ જણાવેલ છે. તેથી ખરા અર્થમાં સુખી થવા, નિજાનંદને માણવા માટે ઈચ્છા, તૃષ્ણા, અપેક્ષા, કામના, આશા, દોષનું આકર્ષણ કે વિરાધનાનું ખેંચાણ ઊભું ન થઈ જાય તેની સાવધાની રાખવી. ન મળેલી ચીજનું આકર્ષણ એ મળેલી ચીજમાં સમાધિ કે કૃમિને પણ દૂર કરે છે. સમાધિનો સરળ ઉપાય એ છે કે ન મળેલ ચીજનું ખેંચાણ છોડી દેવું અને મળેલ આવશ્યક ચીજમાં તૃપ્તિ રાખવી. “ન મળેલ ચીજ મારી નથી, હું એનો નથી આવી જ્ઞાનદષ્ટિ કેળવાય તો ખેંચાણ ૧૯૫ Page #207 -------------------------------------------------------------------------- ________________ છૂટે, સમાધિ પ્રસન્નતા મળે, સંયમજીવનમાં ખુમારી આવે. સ્વાધ્યાય કરતી વખતે પણ આ બાબતનું લક્ષ રાખવાની જરૂર છે. તો ઓછા જ્ઞાને પણ મોક્ષ થાય. બાકી જ્ઞાન પણ ભારબોજ રૂપ છે બની રહે. આવી સાવધાની કેળવી વહેલા પરમપદને પામો એ જ મંગલકામના... (લખી રાખો ડાયરીમાં...) જીવ મુસાફર છે. ગુરુ પ્રત્યે સમર્પણભાવ એન્જિન છે. આરાધનાઓ રેલગાડીના ડબ્બાના સ્થાને છે. ગોચરી-પાણી વગેરે બાબતમાં આપણો વિવિધ પ્રકારનો પરિવર્તનશીલ ત્યાગ બીજા માટે ત્રાસરૂપ ન બને તેનો વિવેક રાખવો એ પણ એક આરાધના છે. . • જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વગર કલ્યાણ નથી. • જેને ગુરુના અનુશાસનમાં રહેવું ન ગમે તેને ભગવાનના શાસનમાં પ્રવેશ ન મળે. ૧૯૬ Page #208 -------------------------------------------------------------------------- ________________ ક્ષા અને બાવાળી ભેદરેખL. નિશ્ચયથી આપણે સદા આપણામાં રહેવાનું છે. શરીરમાં, ઉપાશ્રયમાં કે ગામમાં રહીએ છીએ તે વ્યવહારથી સમજવું. દેહસ્થ કે દ્રવ્યસ્થ હોય તે સંસારી. સ્વસ્થ-આત્મસ્થ હોય તે સંયમી આત્મસ્થ બનવા અન્તઃસ્થ બનવાનું છે, મધ્યસ્થ બનવાનું છે, તટસ્થ બનવાનું છે. કોઈ પણ બાહ્ય ચીજનું ખેંચાણ, આકર્ષણ આપણને પુગલસ્થ બનાવે છે. ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન, ઉપકરણ વગેરેનો પણ માત્ર ઉપયોગ કરવાનો છે, તેને આલંબન કે આકર્ષણધામ બનાવવાનું નથી. ઉપકરણ કે તેનો ઉપયોગ એ મુખ્ય નથી પરંતુ તેના માધ્યમથી ઊભી થતી અન્તઃકરણની નિર્મળ પરિણતિ એ જ મુખ્ય છે. આરાધનાના ઉપકરણ, દ્રવ્ય, ક્ષેત્ર, ક્રિયા, સંયોગ, સામગ્રીને કદાચ કોઈ છીનવી જાય તેવું શક્ય છે. પરંતુ આપણા આરાધકભાવને, નિર્મળ આત્મપરિણતિને છીનવવાની કોઈમાં તાકાત નથી. મોતમાં પણ નથી, કર્મસત્તામાં પણ નહિ. બાહ્ય આકર્ષણ જીવને અનુકૂળ વિષયના ભોગવટામાં, ઉત્તમ ગોચરી-પાણી, સારા વસ્ત્ર-પાત્ર વગેરેના ઉપયોગમાં ખેંચી જાય. અનુકૂળ વિષયનું ખેંચાણ, રુચિ, ભોગવટો અને સંયમની પરિણતિ આ બે વચ્ચે રાત-દિવસની જેમ વિરોધ છે. અનુકૂળ ગોચરી, વસ્ત્ર, ઉપકરણ વગેરેની અભિરુચિ મનને વિકલ્પની ખીણમાં ઉતારી દે છે. સંકલ્પ-વિકલ્પની માયાજાળમાં અટવાયા પછી વિષાદ સિવાય કશું લલાટે લખાયેલું હોતું નથી ઝેર ખાવું અને વિષાદ કરવો તે બન્ને એકસરખા છે. વિષ ત્તિ વિષાલ' આવી વિષાદની વ્યાખ્યા છે. માટે ઈચ્છાનું કીડીયારું ઊભું થઈ ન જાય તે માટે સાવધાની રાખવી. એવું બને તો મોક્ષ બહુ સરળ છે, સુલભ છે. હકીકતમાં મોક્ષ અઘરો નથી પરંતુ ઈચ્છા, તૃષ્ણા, સંકલ્પ ૧૯૭ Page #209 -------------------------------------------------------------------------- ________________ વિકલ્પના કુંડાળા ઊભા કરીને આપણે તેને અઘરો બનાવી દીધો છે. સંકલ્પ-વિકલ્પ તો નબળા ભૂતકાળના કડવા પ્રસંગોની સ્મૃતિને કરાવે છે. નબળા ભૂતકાળને યાદ કરનારો સ્મશાનમાં રહે છે. કારણ કે સ્મશાનમાં ભૂત-પ્રેત હોય અને “ભૂતકાળ' શબ્દમાં પણ ભૂત રહેલ છે. નબળા પ્રસંગના સંસ્કાર આત્મામાં અનન્ત ભવોથી, અનન્ત કાળથી સહજ-સ્વાભાવિક રીતે દઢ પડતા હોય છે. માટે કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેનું ખેંચાણ રાખ્યા વિના અન્તઃસ્થ બની આત્મસ્થ બનવા પ્રયત્ન કરવો. આ રીતે જ આત્મવિકાસ શક્ય છે. માત્ર દીક્ષા લેવાથી નહિ પણ દીક્ષા લીધા બાદ ઉપર મુજબ સાવધાની રાખીને સંયમજીવન જીવવાથી જ તાત્ત્વિક સ્થાયી આત્મકલ્યાણ થવાનું છે. કડવા વચન, નબળા પ્રસંગ, અણગમતી વ્યક્તિ, પ્રતિકૂળ ગોચરી, જાડા-ભારેખમ ઉપકરણ, કંટાળાજનક જગ્યા વગેરે પ્રત્યે અરુચિ કે તિરસ્કાર કરવાના બદલે તેને પ્રેમથી, મજેથી સહન કરવાની ટેવ પાડવી. માત્ર કાયાના સ્તરે સહન કરવાથી તકલાદી પુણ્ય બંધાય કે અકામનિર્જરા થાય. મનના સ્તરે સહન કરવાથી સાનુબંધ સકામ નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યની કમાણી થાય. માટે મનના સ્તરે સહન કરવાની દઢતાપૂર્વક-સંકલ્પપૂર્વક ટેવ પાડવી. મનના સ્તરે પણ મજેથી સહન કરે તે સાધુ - સંયમી. મન બગાડીને કેવળ કાયાના સ્તરે સહન કરે તે બાવો. આપણે બાવા કે બાવી નથી થવાનું પણ સાધુ - સાધ્વી થવાનું છે. “બાવાના બેય બગડ્યા અને સાધુના બેય સુધર્યા. બાવો સંસારના ભોગનું સુખ ગુમાવે અને સાધુપણાની, ત્યાગની મસ્તીને ન અનુભવે. માટે બાવાના બેય બગડ્યા. સાધુ ભોગના કાદવથી કલંકિત ન થાય અને સાધુપણાની, સંયમની, ત્યાગની મજાને અનુભવે. તેથી સાધુના બેય સુધર્યા. બાવો તો સંસારને છોડી પસ્તાય અને ભોગસુખનું આકર્ષણ હોવાથી પરલોકમાં દુર્ગતિમાં જાય અથવા - ૧૯૮F ૧૯૮ Page #210 -------------------------------------------------------------------------- ________________ હલકા દેવલોકમાં જાય. તેથી બાવાના આ લોક, પરલોક બન્ને બગડ્યા. ખમીરવંતા સાધુ તો સંસારને છોડવાની ખુમારીવાળા હોવાથી લોકોત્તર ત્યાગ અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યના લીધે પરલોકમાં સતિમાં જાય છે, પરમગતિની નજીક પહોંચે છે. તેથી સાધુના આ લોક, પરલોક બન્ને સુધર્યા. (૧) કેવળ કર્મની કે બાહ્ય સંયોગની શિરોરીને લાચારીથી સહન કરે તે બાવાજી. જિનાજ્ઞા મુજબ, બધે બધાનું બધું જ ખુમારીથી સહન કરે તે સાધુજી. (૨) કેવળ વેઠ ઉતારીને બાહ્ય સાધના કરે તે બાવો. અહોભાવથી અંતરંગ સાધના-ઉપાસના કરે તે સાધુ. (૩) કેવળ પોતાની ઈચ્છા મુજબ બાહ્ય ધર્મક્રિયા કરે તે બાવો ગુરુની ઈચ્છા મુજબ બધી સાધના કરે તે સાધુ (૪) ગુરુને માત્ર શરીર સોંપે તે બાવો. મન પણ ગુરુને સોંપે તે સાધુ. (૫) લવણ સમુદ્રમાં ૧૬૦૦ યોજન સુધી ઊંચે પાણી ઉછળે છે તેમ ગુરુ પ્રત્યે બહુમાન-અહોભાવ અને સમર્પણ ભાવમાં ઉછાળો લાવે તે સાધુ. અમાસની રાતે દરિયામાં ઓટ આવે તેમ ગુરુને જોઈને મોઢું બગાડે, મનની પ્રસન્નતાને તોડે તે બાવો. (૬) તમામ સંયોગમાં સમાધિ રાખે તે સાધુ. અવાર-નવાર સંકલેશ જ કરે તે બાવો. (૭) આત્મકલ્યાણની ભાવનાથી, ભવનિસ્તા૨ની કામનાથી સદા કૃતજ્ઞતાપ્રેરિત વિનય હાર્દિક રીતે કરે તે સાધુ. કેવળ સ્વાર્થભાવથી કામચલાઉ વિનય કરે તે બાવો. (૮) ભોગને છોડી ત્યાગને પણ યોગમાં ફેરવવાની ખુમારી હોય તે સાધુ. બાહ્ય ત્યાગ પછી પણ અંદરમાં ભોગનું તીવ્ર આકર્ષણ જીવતું રાખે તે બાવો. ૧૯૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ (૯) સદા તપમાં તાત્ત્વિક રુચિ હોય તે સાધુ. માત્ર પારણામાં રુચિ હોય તે બાવો. (૧૦) ગુણીજનની સેવા કરવી ગમે તે સાધુ. સાધુની–સજ્જનની સેવા લેવી ગમે, તેની ઝંખના સતત રાખે તે બાવો. (૧૧) સર્વ સંયોગમાં શાસનની આરાધના કરે અને શક્તિ હોય તો ઋણમુક્તિની પવિત્ર ભાવનાથી શાસન-પ્રભાવના કરે તે સાધુ. સ્વાર્થ સાધવા નિરપેક્ષપણે અવાર-નવાર શાસનહીલના કરે અથવા શાસનપ્રભાવનાના નામે જાતપ્રભાવનાને જ કેન્દ્રસ્થાને ગોઠવે તે લોકોત્તર બાવો. આ ૧૧ ભેદરેખાને સતત નજર સામે રાખી બાવા-બાવીમાં આપણો પ્રવેશ ન થઈ જાય તે માટે સાવધાની કેળવીને આગળ વધવાનું છે. કોઈ પણ પરિસ્થિતિમાં આપણને કર્મસત્તા ગોઠવે તેમાં શી રીતની વિચારધારા કેળવવી ? તેની આવડત અને કુશળતા હોય તો કર્મસત્તાની ચાલમાં આપણે કદાપિ ફસાઈએ નહિ. આ રીતે ભાવસંયમ કેળવવાની ટેવ પાડવામાં સફળતા મળે તેવી પરમાત્માને પ્રાર્થના. લખી રાખો ડાયરીમાં... ડોક્ટર દર્દીના નબળા ભાગને જુએ અને તેની ચિકિત્સા કરે. ગુરુ શિષ્યના દોષ ઉપર ધ્યાન રાખે, તેને હટાવવા યોગ્ય ઉપચાર કરે. ૨૦૦ Page #212 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યને કેદીપ્યમાન કરવાના રામબાણ ઉપાય આપણે વીતરાગ બનવા નીકળ્યા છીએ. વૈરાગ્ય વધે તેમ વીતરાગતાની નજીક પહોંચાય. ડગલે ને પગલે વૈરાગ્ય કેળવવા, વધારવા, ટકાવવા પ્રયત્ન કરવો એ આપણું પ્રધાન કર્તવ્ય છે. રાગની આધારશિલા પરિવર્તનશીલતા છે અને વૈરાગ્યની આધારશીલતા સ્થિરતા, અપરિવર્તનશીલતા છે. ગોચરી, ઉપકરણ વગેરેમાં નિયત દ્રવ્ય વગેરે હોય તો રાગ ઘટે, વૈરાગ્ય વધે. ગોચરી, ઉપકરણ વગેરેના દ્રવ્ય ઘટે તેમ રાગ ઘટે. વધુ વિવિધ દ્રવ્યનો પરિચય રાગ વધારે. ગોચીમાં ૩ સાવધાની રાખવાની છે. (૧) દ્રવ્ય ઓછા વાપરવા, (૨) ગોચરીના દ્રવ્ય સાદા રાખવા. (૩) પ્રમાણ ઓછું રાખવું, ઉણોદરી રાખવી. બને ત્યાં સુધી જીવન જરૂરિયાતની તમામ ચીજ ઘટાડવી, સાદી રાખવી. જરૂરિયાત પણ ઘટાડવી. ખોરાક, ઊંઘ અને બોલવાનું - આ ત્રણ ચીજ જેટલી ઘટાડીએ તેટલી ઘટે, વધારીએ તેટલી વધે. ઉપકરણની સંગ્રહવૃત્તિ ઘટાડવી. સંગ્રહવૃત્તિ (૧) પુણ્યના અવિશ્વાસ તરફ ખેંચી જાય છે, (૨) સત્ત્વહીન બનાવે છે, (૩) આસક્તિમાંતૃષ્ણામાં ખેંચી જાય છે; (૪) ઉપકરણને અધિકરણ બનાવે છે, (૫) સંરક્ષણ અનુબંધી રૌદ્ર ધ્યાન તરફ લઈ જાય છે. (૬) રાગને તીવ્ર કરે છે, (૭) આપણને વૈરાગ્યહીન કરે છે. વિષયાકર્ષણની જેમ સંગ્રહવૃત્તિ પણ વૈરાગ્યહીનતાની નિશાની છે. શરીરની આળપંપાળમાં પણ વૈરાગ્ય ઘટતો જાય છે. વૈરાગ્ય ઘટે તેમ સ્વાધ્યાયની રુચિ, મનની સાત્ત્વિક શક્તિ, સંયમમસ્તી વગેરે પણ ઘટે અને અહંકાર વધે. અહંકાર વધે તેમ પ્રશંસાની ભૂખ વધે. તેથી ગુરુનો ઠપકો, કડવા વચન, કડક હિતશિક્ષા વગેરે ન ગમે. પછી ગુરુ સાથે પણ અણગમો, દુશ્મનાવટ ઊભી થતી જાય. પોતાનું એક જીવન જેના હાથમાં છે તે (ઓક્સીજનનો ૨૦૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ બાટલો લઈને કિનારે ઊભેલા) માણસ સાથે મરજીવો પણ દુશ્મનાવટ કરવાની ભૂલ નથી કરતો. તો પછી આપણા ભવોભવ જેના હાથમાં છે તે ગુરુની સાથે સંઘર્ષ કરવાની ભૂલ સંયમી કઈ રીતે કરી શકે ? રત્નની કિંમત કરતાં પણ પોતાના જીવનની કિંમત મરજીવાને વધુ હોય છે. તેમ આરાધનાની કિંમત કરતાં પણ ગુસમર્પણની કિંમત સંયમીને વધારે હોય છે. તમામ આરાધનાની અવેજીમાં ગુરુસમર્પણભાવ ચાલે. પરંતુ ગુરુસમર્પણની અવેજીમાં એક પણ આરાધના ન ચાલે. ગુરુને સમર્પિત ન હોય તે શુદ્ધ આલોચના કરી ન શકે. કાયાના સ્તરે થયેલા પાપનું પ્રાયશ્ચિત્ત કરવું સરળ છે. પરંતુ મનના સ્તરે થયેલા પાપોનું પ્રાયશ્ચિત્ત કરવું ખૂબ ખૂબ કઠણ છે. ગુરુને સમર્પિત ન થનાર મનના સ્તરને પાપોની આલોચના કર્યા વિના સંસારાટવીમાં ફસાય છે. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધવા, વીતરાગ બનવા નીકળેલ જીવ રાગના દાવાનલમાં સેકાય છે, બળે છે. વૈરાગ્યને જ્વલંત બનાવવા સંયમી પારકી પંચાત કરે નહિ અને જાતબડાઈમાં પડે નહિ. બીજા આપણી પ્રશંસા કરે તેમાંથી જૂઠાણું શોધવાની કળા અને આપણી નિંદામાંથી સત્યને પકડી જાતને સુધારવાની કળા આવડે તો વીતરાગદશાની નજીક પહોંચી શકાય; વૈરાગ્ય મજબૂત બને, જૂના ચીકણા અશુભ અનુબંધ તૂટે. ચીકણા કર્મો તો વગર પુરુષાર્થે પણ કાળક્રમે દૂર થઈ શકે. અસંખ્ય કાળે કાળા કર્મોને આત્મામાંથી દૂર થવું જ પડે. પરંતુ અશુભ અનુબંધો તો અનંતકાળ સુધી પણ રહે. અંતરંગ પુરુષાર્થ વગર વૈરાગ્ય વગેરે ગુણો પ્રાપ્ત ન થાય અને વિશુદ્ધ ગુણસમૃદ્ધિ વિના અશુભ અનુબંધો રવાના ન જ થાય. અને તેવું ન બને તો પ્રન્થિભેદ, સમકિતપ્રાપ્તિ વગેરે અશક્યપ્રાયઃ બની જાય. આ સત્ય પરિસ્થિતિને ખ્યાલમાં રાખીને કોઈ પણ સંયોગમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, સમજણના ઘરની અન્તર્મુખતા વગેરે કેળવતા રહેવું. આ રીતે જ વીતરાગદશા, કૈવલ્ય અવસ્થા, સિદ્ધપણું વગેરે પ્રાપ્ત થઈ શકે. આવું કરવાનું બળ, સમજણ, મક્કમતા મળે તેવી પરમાત્માને પ્રાર્થના કરીએ. -૨૦૨F Page #214 -------------------------------------------------------------------------- ________________ યૂબુદ્ધ પ્રબુદ્ધ અવસ્થા જેમ ઉમર કરતાં વધુ પડતો શરીરનો વિકાસ જોખમી છે તેમ સંયમપર્યાય કરતાં વધુ પડતો બુદ્ધિનો વિકાસ જોખમી છે. માટે બુદ્ધિના ઉછાળા માટે કદી પ્રયત્ન કરવા નહિ. અયોગ્ય વ્યક્તિએ પોતાની બુદ્ધિ તીક્ષ્ણ બને તેવા શાસ્ત્રો ભણવાના બદલે પોતાની બુદ્ધિ નિર્મળ થાય તેવા વૈરાગ્યપૂરક, ગુણપોષક, આચારવર્ધક ગ્રન્થોનો અભ્યાસ કરવો. સમ્યજ્ઞાન એકાંતે નિર્જરા કરાવે. પરંતુ બુદ્ધિ તો ઘણીવાર કર્મ બંધાવવાના પણ કામ કરે. વ્યવહારની દૃષ્ટિએ જે બુદ્ધિ સાચી હોવા છતાં તૃષ્ણા, મોહ, વ્યામોહ ઊભા કરે તે મિથ્યાજ્ઞાન કહેવાય. તેનો જીવનમાં વિકાસ થાય તો આત્મગુણોનો વિનાશ થાય. ‘સાચું કે ખોટું’ જેટલું મહત્ત્વનું છે તેના કરતાં સારું કે ખરાબ' આ સમજણનું સંયમજીવનમાં વધુ મહત્ત્વ છે. સર્વ વસ્તુમાં, સર્વ વ્યક્તિમાં, સર્વ ક્ષેત્રમાં અને સર્વ અવસ્થામાં આ વાત લાગુ પાડવી. આવું વલણ કેળવાય તો જ આગમપરિણતિ, ભાવનાજ્ઞાન, તત્ત્વસ્પર્શજ્ઞાન, અનુભવજ્ઞાનની પ્રાપ્તિ થવા દ્વારા જીવ મોક્ષમાર્ગે આગળ વધી શકે. આગમપરિણતિ વગેરે આવે તો જ ઈન્દ્રિય, કષાય, સંજ્ઞા, ગારવ વગેરેને જીતી શકાય. આ રીતે પોતાના પરિણામોનું પરીક્ષણ થવાથી, શુદ્ધિકરણ થવાથી જીવનો ઉત્સાહ કે ઉમંગ તૂટે એવી શક્યતા નથી રહેતી. આવી સમજણ પરિપક્વ થવા દ્વારા બુદ્ધ અવસ્થા આવે તે સમકિત. આગળ વધતાં સ્થાયી પ્રબુદ્ધ અવસ્થા આવે તે સંયમ. અને મોહગ્રસ્ત મૂઢ દશા જ જો હોય તો મિથ્યાત્વ. બહારના જગતમાં હોંશિયારી, આવડત હોવા છતાં ધર્મક્ષેત્રે, આત્મપરિણતિને સુધારવાના ક્ષેત્રે કોઈ આવડત, લક્ષ, પક્ષ, રુચિ, જાગૃતિ, પ્રયત્ન ન હોય તો મૂઢ અવસ્થા જ જાણવી. (૧) ભિખારીમાંથી શ્રીમંત થવા કેટલાનું સાંભળવું પડે ? તેની સમજણ ૨૦૩ Page #215 -------------------------------------------------------------------------- ________________ હોય. પણ પાપીમાંથી ધર્મી બનવા, સંયમી થવા કેટલાનું સાંભળવું પડે ? તેની કોઈ જાતની સમજણ-તકેદારી લક્ષ ન હોય તે મૂઢ દશાનું એક ઉદાહરણ છે. (૨) ૫૦ વર્ષ સુખી થવાના ઉદેશથી સી.એ.ની પરીક્ષામાં એક પણ વાર નાપાસ થયા વિના પાસ થવા કેટલી મહેનત કરવી પડે ? તેનો પાકો ખ્યાલ હોય. પરંતુ અનંત કાળ સુખી થવાના ઉદેશથી ધર્મસાધનામાં - સંયમસાધનામાં અતિચાર - દોષ લગાડ્યા વિના મોક્ષમાર્ગે આગળ વધવા કેટલી મહેનત - અપ્રમત્તતા - જાગૃતિ - પ્રયત્ન કરવાના હોય ? તેની કોઈ ધારણા કે ખ્યાલ ન હોય તે પણ મૂઢ દશાનું જ બીજું ઉદાહરણ છે. (૩) કોઈ સંત રસ્તે રખડતા ભિખારીને અતિશ્રીમંત નગરશેઠ બનાવે તો તે તેના પ્રત્યે કેટલો કૃતજ્ઞભાવ - બહુમાનભાવ ધરાવે ? તેની જાણકારી હોય. પણ ભવાટવીમાં ભટકતા મને સમકિત - સર્વવિરતિની શ્રીમંતાઈ આપનાર ગુરુદેવ પ્રત્યે કેટલો કૃતજ્ઞભાવ – બહુમાનભાવ માટે છેલ્લા શ્વાસ સુધી રાખવો જોઈએ? તેનો કોઈ વિચાર ન હોય તે પણ મૂઢ દશાનું ત્રીજું ઉદાહરણ છે. આવા તો ઢગલાબંધ ઉદાહરણ છે જેના દ્વારા મૂઢ અવસ્થાનો પાકો ખ્યાલ આવી શકે. પરંતુ આવી મૂઢ અવસ્થાને જાણવાની જેટલી આવશ્યકતા છે તેના કરતા તેને છોડવાની વધુ આવશ્યકતા છે. મૂઢ અવસ્થા આવવાનું કારણ છે આત્માને સુધારવાની અને આંતરિક ગુણસમૃદ્ધિ મેળવવાની ગરજનો અભાવ. જ્યાં ગરજ હોય, ભૂખ હોય, આતુરતા હોય, તાલાવેલી હોય ત્યાં જાગૃતિ – પ્રેમ - પ્રયત્ન - સમજણ - લક્ષ - પક્ષ વગેરે આપોઆપ કેળવાય. ગરજ જેમ જેમ (૧) તીવ્ર (૨) તીવ્રતર (૩) તીવ્રતમ બને તેમ તેમ (૧) બુદ્ધ (૨) પ્રબુદ્ધ (૩) અસંમોહ અવસ્થા પ્રાપ્ત થાય. અસંમોહદશા એ ક્ષપકશ્રેણીની શરૂઆતનું લક્ષણ છે - એવું ધ્યાનશતક પ્રકરણમાં શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે. સમકિત - સંયમ – ક્ષપકશ્રેણિ વગેરે અવસ્થાનું બીજ આત્મગુણોની H૨૦૪F Page #216 -------------------------------------------------------------------------- ________________ ગરજ, નિર્મલ પરિણતિની ભૂખ, સદ્ગુરુની ઉપાસનાની આતુરતા છે. ગુણની અને ગુરુની ગરજ હોય તો સ્વયં - સામે ચાલીને ગુરુને અરજ કરે કે ‘મારી ભૂલ હોય તો વિના સંકોચે મને કડક ઠપકો આપજો. તમે નહિ કહો તો કોણ મને કહેશે ? મને ડૂબતો કોણ બચાવશે ? મારા સંયમજીવનને નિષ્ફળ બનતું અટકાવશે કોણ ?' સંસારની, દુર્ગતિની, દોષની ભયંકરતા બુદ્ધિથી નહિ પણ હૃદયથી સમજાય તો જ સંયમ, સદ્ગુણ અને સદ્ગુરુની ગરજ ભૂખ સ્વયં પ્રગટે, દૃઢ બને, સાનુબંધ બને. શાસન ગુંડાની ભયંકરતા સમજાય તો પોલિસની ગરજ જાગે, રોગની નુકસાની દેખાય તો સારા ડૉક્ટરની તાલાવેલી પ્રગટે, આગની હોનારત નજર સામે તરવરે તો બંબાવાળાની આતુરતા આવે; કકડીને લાગેલી ભૂખ - તરસની વેદના અનુભવાય તો ભોજન - પાણીની ઉત્સુકતા ઉમટે, ગરીબીની રીબામણ સમજાય તો ધનની અભીપ્સા ઉદ્ભવે તેમ આ વાત સમજવી. સદ્ગુણ - સદ્ગતિ - સદ્ગુરુ સંયમની ગરજ જેમ પ્રબળ બને તેમ ધર્મની આરાધનામાં અને ધર્મગુરુની ઉપાસનામાં અતિચાર લગભગ નામશેષ થઈ જાય, ગોલમાલ - ઘાલમેલ રવાના થાય. તે ગરજ જેમ જેમ ઘસાતી જાય, ખલાસ થતી. જાય તેમ તેમ અતિચાર - ગોલમાલ - ઘાલમેલ બેદરકારી વધવા લાગે અને આરાધના ઉપાસનાનો ઉત્સાહ તૂટવા માંડે. આવું ન બને તે માટે જ દશવૈકાલિક અને આચારાંગજીમાં સંયમીને ઉદ્દેશીને હિતશિક્ષા આપવામાં આવેલ છે કે “જે શ્રદ્ધા, ઉત્સાહ, ઉલ્લાસ, ઉમંગ, ગરજ, તાલાવેલી, આતુરતાથી દીક્ષા લીધેલ છે તેને કાયમ ટકાવી રાખજો.' શાસ્ત્રોના પરમાર્થો, ઊંડા કાર્યકા૨ણભાવો સમજાય ત્યારે શાસ્ત્રો અને શાસ્ત્રકારો ઉપર બહુમાન છળ્યા વિના ન રહે. મોક્ષે પહોંચવા તે શાસ્ત્ર ઉપર બહુમાન છળ્યા વિના ન રહે. મોક્ષે પહોંચવા શાસ્ત્રના પરમાર્થોને પામવાની, પચાવવાની પણ ગરજ જોઈએ. આવી ગરજ કેળવીને આપણે વહેલા પરમપદને પામીએ એ જ પરમાત્માને પ્રાર્થના... - ૨૦૫ - Page #217 -------------------------------------------------------------------------- ________________ સંયનીની જવાબદારી - જાતિ - જોખલહારી વર્તમાન સંયમજીવનમાં આપણા માથે જવાબદારી ઘણી છે. હુંડા અવસર્પિણી કાળનો કળિયુગ હોવાથી શાસનની ઘણી નાજુક સ્થિતિ સર્જાયેલી છે. અનેક સંઘો કફોડી હાલતમાં મૂકાયેલ છે. સરકારના વિચિત્ર કાયદાઓથી દેરાસર-તીર્થો પણ જોખમમાં મુકાયા છે. આપણા માથે (1) તારક જૈનશાસન, (૨) જૈન સંઘ, (૩) ઉજળો સમુદાય, (૪) સહવર્તી સંયમી ગ્રુપ, (૫) આત્માર્થી શિષ્યવર્ગ અને (૬) આપણું પોતાનું હિત - કલ્યાણ - સુરક્ષા કરવાની જવાબદારી છે. અનંતકાળે આવી દુર્લભ જવાબદારી નિભાવવાનું સ્થાન મળે છે. આ સ્થાનને અનુરૂપ આપણી (૧) યોગ્યતા, (૨) પુણ્ય, (૩) આવડત, (૪) શુદ્ધિ, (૫) જ્ઞાન, (૬) સાધના, (૭) તપ, (૮) ત્યાગ, (૯) વૈરાગ્ય, (૧૦) વૈયાવચ્ચ, (૧૧) વિનય, (૧૨) વિવેક, (૧૩) ગુરુશરણાગતિ, (૧૪) આચારચુસ્તતા વિકસે તે માટે સતત જાગૃત રહેવાનું છે. આ ૧૪ તત્ત્વ આપણામાં વિકસે તો જ ઉપરની જવાબદારીને પ્રામાણિકપણે યથાવસ્થિત રીતે જિનાજ્ઞા મુજબ વહન કરવાનું શક્ય બને. આ જવાબદારી બજાવીએ તો જ શાસનઋણ, સંઘઋણ, સમુદાયઋણ, ગુરુઋણ, પિતૃઋણ, માતૃઋણ, વગેરે ચૂકવી શકાય. ઋણમુક્તિ વિના પાપમુક્તિ શક્ય નથી. કર્તવ્યભ્રષ્ટ બનીને જીવવાનો કોઈ મતલબ નથી. ઋણમુક્તિ પ્રત્યે આંખ મીંચામણા કરીએ તે કૃતજ્ઞતાની નિશાની છે. જ્યારે કૃતજ્ઞતા એ તો સાધનાનો, સદ્ગતિનો, સમાધનો, સરળતાનો પાયો છે. જવાબદારીથી પલાયન થઈએ તો તમામ સાધના પાંગળી બની જાય. જેટલી શક્તિ અને પુણ્ય હોય તે મુજબ, અધિકારનો ખ્યાલ રાખીને ઉપરની છ જવાબદારીને વહન કરવાની છે. –-૨૦૬ – Page #218 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસનની જવાબદારી સૌથી વધુ મહત્ત્વની છે, પછી ઉતરતા ક્રમે બાકીની જવાબદારીનું મહત્ત્વ છે. પરંતુ શરૂઆત છેલ્લેથી કરવાની છે અને તો જ પૂર્વ-પૂર્વની જવાબદારી તાત્ત્વિક રીતે વહન કરી શકાય. આત્મકલ્યાણમાં બેદરકાર બનનાર ક્યારેય પણ શિષ્યવર્ગ માટે પરમાર્થથી કલ્યાણકારી બની ન શકે. શિષ્યના આત્મહિતમાં ઉપેક્ષા કરનાર ખરા અર્થમાં સહવર્તી ગ્રુપનું હિત ન કરી શકે. આ રીતે આગળ સમજવું. માટે શરૂઆત જાગૃતિપૂર્વક આત્મકલ્યાણની જવાબદારીને નિભાવવાથી થાય. પરંતુ આત્મકલ્યાણમાં જ પડ્યા રહીને શક્તિ હોવા છતાં શાસન, સંઘ, સમુદાય, શિષ્ય વગેરેની ઉપેક્ષા કરે તે વિરાધક થાય. તથા આત્મકલ્યાણ સાધ્યા વિના કે તેના લક્ષ વગર જ શાસનની રક્ષા - પ્રભાવના વગેરેના કાર્યોમાં કોઈ ઝંપલાવે તો તે પણ વિરાધક જ બને. બન્ને બાબતમાં સંતુલન જાળવવાનું કપરું તો છે જ. પરંતુ મોક્ષ પણ સહેલો તો નથી ને! માટે આત્મજાગૃતિપૂર્વક એ સંતુલન જાળવવાની ગુરુગમથી સમજણ કેળવવી અને એ મુજબ જીવન ઘડવું. બીજા નંબરમાં કાળ પડતો, હલકો, દૂષિત હોવાથી કુનિમિત્તો ઢગલાબંધ મળે છે. આથી આપણા માથે જોખમદારી પણ ઘણી છે. કોલસાની ખાણમાં જઈને પણ ડાઘ નહિ લગાડવાનો, ખુલ્લા અગ્નિના ભડકાની બાજુમાં કાયમ રહેવા છતાં દાઝવાનું નહિ, મુશળધાર વરસાદમાં લાંબો સમય ચાલવા છતાં ભીંજાવાનું નહિ, ઢાળવાળા ચીકણા કાદવવાળા રસ્તે ચઢવાનું છતાં પડવાનું નહિ એ જેમ અઘરું છે તેમ વર્તમાન વિષમ કાળમાં, કુનિમિત્તોના ઢગલાની વચ્ચે રહેવા છતાં મનને પવિત્ર રાખવું એ ખૂબ જ કપરું છે. ગુરુસમર્પણભાવ દ્વારા ગુરુકૃપા મેળવે નહિ તેને માટે આ કાળમાં મનની પવિત્રતા જાળવવી, બ્રહ્મચર્ય પાળવું, સંયમમાં ડાઘ ન લગાડવો એ અશક્યપ્રાયઃ છે. ભોગવિલાસમાં રાચતા સંસારીને જોઈને કદાચ ખાનદાનીના લીધે કદાચ અબ્રહ્મના વિચાર -૨૦૭ Page #219 -------------------------------------------------------------------------- ________________ ન આવે. પરંતુ વિલાસી સંસારી જીવ આપણને ગમી જાય તોય આપણે સંયમપાલનનો ઉત્સાહ તૂટે, સંયમમાં કાળક્રમે પસ્તાવો જાગે, આરાધના કરતી વખતે ચિત્ત બીજે ભટકે, અનુપયોગથી આરાધના થાય. માટે જેને સંસારી ગમે તેના સંયમજીવનમાં દેવાળું નીકળે. માટે જ અતિમોટા શહેરમાં ચોમાસુ કરવાની બૃહત્કલ્પસૂત્ર વગેરેમાં ના પાડેલ છે. માટે બને ત્યાં સુધી કનિમિત્તોનું જોખમ જ્યાં વધારે હોય ત્યાં રહેવું નહિ. રહેવું જ પડે તો ઓછો સમય રહેવું. જેટલો સમય રહેવું પડે તેટલો સમય પણ અધિક તપત્યાગ-સ્વાધ્યાય આદિ દ્વારા આપણા વૈરાગ્યને દઢ કરવો. આગમાં જનાર ફાયરબ્રિગેડના માણસો ફાયરપ્રુફ જાકિટ પહેરીને, સાચવીને આગમાં જાય. તેમ કનિમિત્તોમાં રહેવું પડે તો પણ વૈરાગ્યનું વાસનામુફ જાકિટ પહેરી, જાગૃતિ કેળવી, સાચવીને રહેવું. આપણી આરાધના રૂના ઢગલા જેવી છે, કુનિમિત્તોથી ઊભા થતા નબળા વિચાર આગ જેવા છે. માટે જોખમદારીમાં આપણે સાવધાન રહેવાનું છે. જવાબદારી નિભાવવાની છે અને જાગૃતિ કેળવી જોખમદારીમાં સાચવવાનું છે. આવું કરીએ તો જ પરમપદ મળે. આપણે સહુ આવું કરીએ એ જ મંગલકામના.. લખી રાખો ડાયરીમાં...) શક્તિ હોવા છતાં સહન કરવું, ભણવા છતાં ય અભિમાન ન કરવું, ઉગ્ર તપ કરવા છતાં ક્રોધ ન જ કરવો, આરાધના કરવા છતાં પ્રશંસાની ભૂખ ન રાખવી તે તલવારની ધાર ઉપર ખુલ્લા પગે ચાલવા જેવું છે. -૨૦૮ ૨૦૮ – Page #220 -------------------------------------------------------------------------- ________________ નતિનું બીજું કવા. ધર્મ અને પાપની શરૂઆતમાં મોટો તફાવત છે. ધર્મની શરૂઆત પહેલા કાયામાં, પછી વચનમાં અને મનમાં આવે. પાપ પહેલા મનમાં, પછી વચનમાં અને પછી કાયામાં આવે. કેવળ કાયાના સ્તરે પાપ હોય કે ધર્મ, બન્ને તકલાદી. તેના કરતાં વચનના સ્તરે રહેલ પાપ કે ધર્મ, બન્ને બળવાન. મનના સ્તરે રહેલા પાપ કે ધર્મ; બન્ને સૌથી વધુ બળવાન. કાયાના સ્તરે થનાર પાપ કે ધર્મ બન્ને સીમિત, તેના કરતાં વચનના સ્તરે થતા પાપ કે ધર્મ વધારે હોય, મનના સ્તરે ધર્મ કે પાપ સૌથી વધુ સંખ્યામાં થાય અને તેની જ શક્તિ સૌથી વધુ હોય છે. માટે આરાધનાને મન સુધી પહોંચાડવાની અને પાપને મનમાંથી કાઢવાની મહેનત આપણે કરવાની છે. પહેલા મનમાં સંક્લેશ આવે. પછી વચનમાં કડવાશ આવે અને છેલ્લે કાયાના સ્તરે હિંસા વગેરે પાપ થાય. મનમાં પેદા થતા સંક્લેશને અટકાવીએ તો જ તે અલગ-અલગ રૂપે આગળ વધતો અટકે. હકીકતમાં તો સંક્લેશનું જ આકર્ષણ અનાદિકાળથી છે. જેનો ઉપયોગ વધુ કરીએ, છૂટથી કરી, અવાર-નવાર કરીએ, વગર કારણે કરીએ તેનું આકર્ષણ વધુ હોય. (૧) નાની-નાની બાબતમાં તીવ્ર સંક્લેશ જાગે. (૨) વાતવાતમાં ઓછું આવે. (૩) નબળા ભવિષ્યની કલ્પના જાગે. (૪) દુઃખી ભૂતકાળની સ્મૃતિ થાય. (૫) કોઈનો ડંખીલો વ્યવહાર મનમાં ચોટી જાય. (૬) બીજાના કડવા શબ્દો ભૂલાય નહિ. (૭) કોઈએ કરેલું અપમાન કે તિરસ્કાર મનને લાંબો સમય વ્યથિત કરે. -૨૦૯– ૨૦૯ Page #221 -------------------------------------------------------------------------- ________________ (૮) રોગને હટાવવાની વિચારધારા લાંબી ચાલે. (૯) ઠંડી-ગરમી-ભૂખ-તરસ-મચ્છર વગેરેના નિવારણના ઉપાય માટે સતત ચિંતા રહે. (૧૦) સ્વાર્થ સાધવાની આસક્તિ રહે. (૧૧) પ્રતિકૂળતામાં મન બેચન બને. (૧૨) કષ્ટથી ભાગેડુવૃત્તિ જાગે. (૧૩) સહન કરવામાં પલાયનવૃત્તિ પ્રગટે. (૧૪) બીજાનો ઉત્કર્ષ જોઈ ન શકાય. (૧૫) પ્રતિપક્ષી વ્યક્તિને સંભળાવવાની તકની તલાશ શોધે. (૧૬) દુઃખીને જોઈને રાજીપો થાય. (૧૭) ઉદ્ધત વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર જન્મે. (૧૮) મતલબી વ્યવહાર કરીએ. (૧૯) ભયભીત માનસથી સ્વદોષને ગુરુદેવથી છુપાવવાની વૃત્તિ રાખીએ. (૨૦) ગુથી ખાનગી વ્યવહાર કરીએ. (૨૧) અનુકૂળતાનો પક્ષપાત કેળવીએ. આ ૨૧ દોષો સપરિવાર જીવનમાં ઘૂસી જાય તો સમજવું કે આરાધના કરવા છતાં પણ સંક્લેશનું આકર્ષણ અંદરમાં મજબૂત રીતે રહેલું છે. સંક્લેશનું આકર્ષણ ન હટે ત્યાં સુધી સમકિત - સંયમ - સદ્ગણ - સદ્ગુરુ - પરમગુરુ - પરમગતિનું તાત્ત્વિક આકર્ષણ ન જાગે અને તેની પારમાર્થિક પ્રાપ્તિ ન થાય. આવું બને તો દીર્ઘ સંયમસાધના તથા સંયમ સ્વીકાર માટે પરિવાર, ઘર વગેરેના ત્યાગનું કરેલું ઉત્કૃષ્ટ બલિદાન વગેરે લગભગ નિષ્ફળ જાય. માટે સંયમસાધનાના આકર્ષણને લાવવા કરતાં સંક્લેશના આકર્ષણને તોડવાની વધુ જરૂરિયાત છે. તો જ આ તાત્ત્વિક પરિણામ મેળવવામાં આપણે સફળ બની શકીએ. “અવિરતિને ન હટાવવાની ભૂલને લીધે આપણો મોક્ષ નથી ૨૧૦ Page #222 -------------------------------------------------------------------------- ________________ થયો એ વાત સત્યથી વેગળી છે. વાસ્તવમાં તો સંક્લેશના આકર્ષણને નહિ તોડવાના લીધે જ આપણી મુક્તિ થઈ નથી. સંક્લેશનું આકર્ષણ - પક્ષપાત - રુચિ એ જ તો મિથ્યાત્વનું બીજું સ્વરૂપ છે. સર્વત્ર સર્વદા માત્ર અસંક્લેશનું, સમાધિનું, સગુણનું જ આકર્ષણ - પક્ષપાત - રુચિ હોય તો તે સમકિતનું જ બીજું સ્વરૂપ જાણવું. અનુભવગમ્ય આવી ગંભીર બાબત તરફ લક્ષ કેળવી તે દિશામાં સાવધાનીથી સાચો પ્રયત્ન કરીએ તો (૧) અપૂર્વ અગમ્ય કલ્યાણકારી તત્ત્વની પ્રાપ્તિ થાય. પછી (૨) ઔદયિક ભાવોના બદલે ક્ષાયોપથમિક ભાવોમાં મન ઠરે. (૩) ક્ષાયિક ભાવોનું આકર્ષણ અને ખેંચાણ રહે. (૪) સહજ રીતે મોક્ષમાર્ગે ઝડપી ગતિ-પ્રગતિ-ઊર્ધ્વગતિ થાય. (૫) દોષોના અનુબંધ તૂટે. (૬) ભવભ્રમણ ટળે. (૭) દોષોથી મન પાછું વળે. (૮) અદ્વિતીય સમાધિ અને જ્ઞાનાનંદનો અનુભવ પ્રગટે. (૯) અતીન્દ્રિય તત્ત્વનો સાક્ષાત્કાર થાય. (૧૦) અપરિહાર્ય આશ્રવો પણ સંવરમાં ફેરવાય. (૧૧) ચિત્ત નિર્મળ બને. (૧૨) પુષ્કળ સાનુબંધ સકામ નિર્જરા થાય. આવી ભૂમિકાએ પહોંચીએ તો જ સંયમજીવન પરમાર્થથી સાર્થક બને. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધી આપણે સહુ વહેલા પરમપદને પામીએ એ જ પરમપિતા પરમાત્માને પ્રાર્થના... ન લખી રાખો ડાયરીમાં... સંયમજીવનમાં સંયોગવશાત તપ-ત્યાગ-સ્વાધ્યાયની કચાશ ચાલે, વૈરાગ્યની કચાશ તો કદાપિ ન ચાલે. • પાંચ મહાવ્રત + દશ યતિધર્મ = સંયમજીવન. ૨૧૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ (લખી રાખો ડાયરીમાં...) સંઘ પાસે સાધુને જેટલી અપેક્ષા વધુ તેમ સંઘમાં સાધુની કિંમત ઓછી. સમાધિના ત્રણ સૂત્ર (૧) વર્તમાન જોગ, (૨) ક્ષેત્ર સ્પર્શના, (૩) કાલે કાલ સમાયરે. જડની મમતા હોય તે સંસારી, સંયમીને તો આત્માની મમતા હોય. ઉપકરણમાં મૂછ અનેક પ્રકારે હોય. દા.ત. (૧) અવસરે ઉપકરણનો ઉપયોગ ન કરવો. (૨) પોતાના ઉપકરણ હોવા છતાં બીજાના ઉપકરણ વાપરવા. (૩) ઉપકરણ બગડે કે તૂટે તો મન ખિન્ન થાય. (૪) આપણા ઉપકરણનો બીજા ઉપયોગ કરે તો મનમાં કચવાટ થાય. (૫) બિનજરૂરી ઉપકરણોનો સંગ્રહ કરવો. (૬) આકર્ષક કિંમતી ઉપકરણ માટેનું ખેંચાણ. (૭) ઉપકરણ તૂટે તે પહેલાં જ બદલવા. -૨૧૨ ૨૧૨ – Page #224 -------------------------------------------------------------------------- ________________ સંયમીના સપનામાં • સપનાની સફર પૂર્વે સોનેરી સંધ્યા • નિષ્કારણપરાર્થવાસિત નિર્મલ અંતસ્તલમાં અવિરતપણે પ્રગટેલી ‘સર્વજીવહિતાય. “સર્વજીવસુખાય'... ની ઉદાત્ત ભાવનાથી બંધાયેલ જિનનામકર્મના ઉદયથી તારક તીર્થકર ભગવંતે સ્થાપેલ જિનશાસનની જ્યાં સુધી અંતઃકરણમાં પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી સાધનાના શિખરો... જેવાં કે ક્ષાયિક સમકિત, અપ્રમત્ત ચારિત્ર, ક્ષપકશ્રેણી, વીતરાગદશા, કેવલજ્ઞાન વગેરે ઉપર આરોહણ કરવું અશક્યપ્રાયઃ છે. જિનશાસનની સ્વહૃદયમાં તાત્વિક પ્રતિષ્ઠા કરવા માટે જિનાગમનિર્દિષ્ટ તીર્થંકરપ્રરૂપિત પદાર્થો-પરમાર્થો-રહસ્યાર્થીને આત્મસાત્ કર્યા વિના અન્ય વિકલ્પને અવકાશ જ ક્યાં છે ? એની સિદ્ધિ માટે સંયમસાધના કરવા કટિબદ્ધ બનેલા સંયમીઓમાં અપેક્ષિત સંકલ્પબળ પ્રગટાવનારા સપનાઓની આવન-જાવન એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે; કારણ કે તે મોક્ષમાર્ગે-સંયમમાર્ગે આગેકૂચ કરવાથી મળનારી મુક્તિનું-સિદ્ધિનું પ્રાથમિક પગથીયું છે. (૧) મંગલ સોનેરી સ્વપ્ર... તેનાથી પ્રગટેલ (૨) ભીષ્મ સંકલ્પબળ... તેના દ્વારા થનારી (૩) ભગીરથ પુરુષાર્થસભર સાધના... અને તેના ફળસ્વરૂપે મળનારી (૪) લોકોત્તર અપ્રતિપાતી સિદ્ધિ. આ ક્રમથી જ પ્રાયઃ સર્વ આત્માઓનો વિકાસ થાય છે. મુક્તિ-સિદ્ધિ માટે જ લોકોત્તર સંયમ સાધનાનો ભેખ ધારણ કરનારા સંયમીઓમાં જરૂરી સંકલ્પબળ ખૂટી જાય તો સિદ્ધિ શિખર ભણી પ્રારંભાયેલ પાવન પ્રયાણ અવનતિ-અધોગતિની ખીણ તરફ ગબડાવવાનું નિમિત્ત બનતાં વાર ન લાગે. આનાથી ભયંકર બીજી કોઈ દુર્ઘટના ના હોઈ શકે. માટે જ “માનવ જીવનની સાર્થકતા શામાં ?” એ બાબતમાં પ્રત્યેક પાવન સંયમી ગંભીરતાથી સાવધાન હોય જ. એમાં કોઈ બેમત નથી. સળંગ માંડ બે ઘડી પણ ન ટકનારા છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકને પૂર્વ કરોડ વર્ષો સુધી, ઊંઘમાં પણ, આત્મજાગૃતિના બળે સતત ટકાવી રાખનારા ઈન્દ્રવંદિત ૨૧૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ સંયમીઓના સપનામાં કેવી દિવ્યતા, પ્રભુતા, ભવ્યતા, પાવનતા, ગરિમા હશે ? તેની કલ્પના પણ સાડા ત્રણ કરોડ રૂંવાડાને અપૂર્વ તાજગી અને પ્રસન્નતા આપે છે. સ્વજીવનધન્ય સંયમીના સપનામાં જાગૃતિભર્યો સહજ જ્ઞાનયોગ, તેજસ્વી તપોયોગ, નિષ્કામ કર્મયોગ, ભવ્ય ભક્તિયોગ, રૂડો રાજયોગ, ઉજ્જવલ ધ્યાનયોગ, જ્ઞાનગર્ભ વૈરાગ્ય યોગ, તિતિલાસભર ત્યાગયોગ, સ્થિરતાપૂર્વક જપયોગ, સમર્પણભાવ પ્રયુક્ત ઉપાસનાયોગ, અપ્રમત્તતાશાલી સાધનાયોગ, પ્રમોદપ્લાવિત પરિષહજયયોગ, અનુપમ અવંચક યોગ, અવલ્લ કોટિનો અષ્ટાંગ યોગ.. વગેરે કેટલા રોચક રીતે ગોઠવાયેલા હશે ! તો સાથો સાથ ઉત્સર્ગ-અપવાદનું સંતુલન, જ્ઞાન-ક્રિયાનો સુસંવાદ, નિશ્ચય-વ્યવહારનો સુભગ સમન્વય, નય-નિક્ષેપ-પ્રમાણનું સમુચિત મિલન, સ્વપર સિદ્ધાન્તના સંવેધ પણ સંયમીના સપનામાં વણાયેલ ન હોય તે કેમ બને? આશાતના, ગારવ, શલ્ય, પ્રમાદ, સંજ્ઞા, વિકથા, વિરાધના વગેરેના રૌદ્ર રસથી ઉભરાતા સોણલા દ્વારા સંયમીઓ કેવા સાવધ-અપ્રમત્ત બનીને સાધના-ઉપાસનાના વ્યોમમાર્ગે ઉડ્ડયન કરતા હશે ? સાધનાના સોનેરી રંગો, ઉપાસનાના ઉજ્જવલ રંગો, આત્મરમણતાના રૂપેરી રંગો, સ્વાધ્યાય-સમાધિના સૌમ્ય રંગો, જાપના જાંબલી રંગો, વૈરાગ્યના વાદળી રંગો, નિર્મન્થતા-નિસ્પૃહતાના નીલા-લીલા રંગોથી વ્યાપ્ત ઉચ્ચ આદર્શમય રંગબેરંગી સપનામાં સહજ અપરોક્ષ સ્વાનુભૂતિ, દેહાત્મભેદવિજ્ઞાન, નિર્વિકલ્પ સમાધિ.. વગેરે કેટલા બેનમુન દશ્યોની મસ્તી સંયમીઓ અનુભવતા હશે ? એ અકથ્ય છે, અવાચ્ય છે, અશ્રાવ્ય છે, અકલ્પનીય છે, અવર્ણનીય છે. કેવલ અનુભવગમ્ય છે, કો'ક વિરલા જ તેને માણે. આવી કોઈક અલૌકિક દુનિયામાં પ્રવેશ કરવા તલપાપડ બનેલા હૃદયમાં જે વિચારકણિકાઓ ઉદ્દભવી તેનું શાબ્દિક સંકલન એટલે મુમુક્ષુઓ અને સંયમીઓના કર્મઠ કરકમલમાં ઉપસ્થિત... “સંયમીના સપનામાં. ઘણા સ્થાને ગજા બહારનું લખાયેલ છે. પરંતુ લખાયેલ છે સભાન દશામાં, બેભાન કે બેધ્યાન દશામાં નહિ. સપનાઓ તો ગજા વગર પણ મનોરથ માત્રથી આવી શકે ને? પોતાની ભૂમિકા-દશા-લાયકાતયોગ્યતા ઉપરાંતના ય સોનેરી સપનાઓ યોગ્યતા સાથે સફળ થાય, સાકાર થાય, જીવન બની જાય તેવું પામર પણ કેમ ન ઈચ્છે? દેવ-ગુરુકૃપાએ “સંયમીના સપનામાં પુસ્તિકામાં આલેખિત સપનાઓ ભાવનાઓ ચરિતાર્થ થાય તેવું સંકલ્પબળ પામીને સાધનાના પગથિયા ચઢી સિદ્ધિના-મુક્તિના શિખરે વહેલી તકે પહોંચી શકે તેવા શુભાશિષની યાચના, સુવિશુદ્ધ સંયમીઓના પાવન ચરણારવિંદમાં વંદનપૂર્વક, કરીને વિરમું છું. તરણતારણહાર પાવન જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ-દુક્કડમ્. મૌન એકાદશી-ભોંયણીજી તીર્થ ગુરુપાદપઘરેણ વિ.સં.૦૨૫૬ યશોવિજય –-૨૧૪ – Page #226 -------------------------------------------------------------------------- ________________ . “વહેલા મોક્ષે જવું છે” એ ભાવના રાખવી સહેલી છે. પણ “વધારે સહન કરવું છે” એ ભાવના રાખવી ઘણી અઘરી છે. સાધ્વીના પડછાયાની પણ ગતાગમ ન હોય તો આપણે ઉજળા સમુદાયના સાચા સાધુ છીએ. માત્ર શરીરની તકલીફ જણાવે તે દર્દી. મનની મૂંઝવણ, આત્માના દોષ જણાવે તે શિષ્ય. અનુભૂતિની દિશા → ૧ મિનિટ વાંચન + ૩ મિનિટ ચિંતન + ૫ મિનિટ ધ્યાન. જ્યાં ઉપકરણની પડાપડી છે. પણ અંતઃકરણની નથી પડી, તેને સંયમી કઈ રીતે કહેવાય ? આશ્રવમાં સમાધિ હોય તે સંસારી. સંવરમાં સમાધિ હોય તે સાધુ. જ્ઞાનના નાશમાં શાસનનો નાશ નથી કહેલો, પણ આચારના નાશમાં શાસનનો નાશ કહેલો છે. ભોગી ભોગના અતિરેકમાં પરાણે ભોગને છોડે. યોગી ખુમારીપૂર્વક ભોગથી ઝડપથી છૂટકારો મેળવે છે. ચારિત્ર મેળવવા ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ જોઈએ. ચારિત્ર પાળવા, ટકાવવા યતનાવરણનો ક્ષયોપશમ જોઈએ. આત્માના નિરુપાધિક આનંદને ચૂસવાની મૌલિક પ્રક્રિયા એટલે ધ્યાન. ઓધાનો પાટો પણ સાદો જોઈએ. ભરતકામ એ પણ એક જાતની વિભૂષા છે. જ અધિકાર મળે છે જેને આસેવન સંવેગરંગશાળા ગ્રહણ શિક્ષાનો તેને શિક્ષામાં રસ હોય. ૨૧૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ ભાવસંયમી કયારેય કોઈ શિષ્યના દિલમાં તેના ગુરુ પ્રત્યે દિવાલ ઊભી કરવાનું પાપ ન કરે. આપણે જે ભૂમિકાએ છીએ ત્યાંથી મોક્ષમાર્ગે આગળ વધાય તેવો યોગ્ય દૃષ્ટિકોણ અપનાવીને જીવન ઘડીએ એ જ સ્યાદ્વાદનો સાચો ઉપયોગ છે. વિચિત્ર કર્મના ઉદયમાં પોતાની જાત કર્મસત્તાને સોપે નહિ તેણે આત્માને જાણેલ છે. • ચંદ્રાવતંસક રાજા આરાધના કરતાં અનુશાસનમાં રહેવાની કિંમત ચઢિયાતી છે. કારણ કે પોતાની ઈચ્છા જીવતી રાખીને આરાધના થઈ શકે. પણ અનુશાસન ઈચ્છાકુરબાની વિના શકય નથી. જે ગુરુ જિનાજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરાવે અને એવા પરિણામ ઉભા કરાવે તે ગુરુ મોક્ષના દાયક છે. વૈરાગીને ત્યાગમાં આનંદનો અનુભવ થાય. રાગીને ત્યાગમાં ત્રાસનો અનુભવ થાય. • પુંડરિક-કંડરિક સામેવાળાની યોગ્યતા મુજબ જ જણાવે તે ગુરુ માર્ગસ્થ છે. સ્વાધ્યાય કરવાનું એક પ્રયોજન વિકથાથી બચવાનું છે. નિંદા એ સ્વાધ્યાયનું અજીર્ણ છે. મનને આચારગ્રાહી બનાવતા પહેલાં ગુણગ્રાહી બનાવવાનું છે. જો આમ બને તો ક્યારેય જીવનમાં સાધનાનું અજીર્ણ ન થાય. વાચના, હિતશિક્ષા, પાઠ, આચારપાલન, ઠપકો આ પાંચ દ્વારા ગુરુ શિષ્યને ઉપદેશ આપે. ત્યાગમાં છોડવાનો ભાવ છે. વૈરાગ્યમાં છૂટકારાનો ભાવ છે. કબૂતરના બચ્ચાને જેવો બિલાડીનો ફફડાટ હોય તેવો સાધુને ફફડાટ સાધ્વીને મળતાં થાય. (દશ.વૈ. ૮૫૪) ૨૧૬ Page #228 -------------------------------------------------------------------------- ________________ સરળતા બીજાના દોષને પ્રગટ કરનારી ન હોવી જોઈએ. એવી સરળતા હોય તો તે ઔયિક ભાવની છે. ક્ષાયોપમિક ભાવની નહિ. મદ થવાનું કારણ જે મળેલું છે તેના કરતાં કર્મસત્તાએ અનંતગણું દબાવ્યું છે તેની જાણકારીનો અભાવ. આપણી ઈચ્છાપૂર્વકની આરાધના = બરફ ઉપર કોતરણી. ગુરુઈચ્છાપૂર્વકની આરાધના = આરસ ઉપર કોતરણી. અત્યંતર જગતમાં ચીજ નથી મળી એની ફરિયાદ કરવાની નથી પણ યોગ્યતા ઉભી કરવાની છે. - સરળ અને સહિષ્ણુ હોય તે સમર્પિત બની શકે. વ્યક્તિને માનીતી બનાવવા કરતાં સંયમને માનીતું બનાવીએ. જેની પાસે ગીતાર્થપણું નથી અને સંવિગ્ન છે તેનો વૈરાગ્ય પ્રાયઃ મોહગર્ભિત બની જાય. ગટરના કિનારે અત્તરનો અનુભવ ન મળે. સંજ્ઞાના પનારે પડેલાને સંયમનો અનુભવ ન મળે. બાહ્ય જગતમાં જેવી યોગ્યતા હોય તેવી ચીજ મળે તેવો નિયમ નહિ. જ્યારે અત્યંતર જગતમાં જેવી યોગ્યતા હોય તેવી ચીજ અવશ્ય મળે. પુણિયો શ્રાવક ભાવનાનો આનંદ ઊભો થયો નથી એનો અર્થ એ છે કે આત્મામાં ગુણોની મૂડી ઊભી થઈ નથી. શાસ્ત્રો મોક્ષમાર્ગ નથી. શાસ્ત્રોની વફાદારી મોક્ષમાર્ગ છે. વફાદારી શાસ્ત્રોમાં બતાવેલ વાતો સંપૂર્ણપણે આચરવા પ્રયત્નશીલ બનવું, ન આચરાય તેનો રંજ રાખવો. = ૨૧૭ Page #229 -------------------------------------------------------------------------- ________________ • ગીતાર્થની નિશ્રા અને આજ્ઞાપાલનના પ્રભાવે સાધુ પ્રતિક્ષણ અસંખ્ય કર્મોની નિર્જરા કરે. સ્યાદ્વાદકલ્પલતા ગચ્છ = (૧) જ્યાં સાધ્વી ગોચરી-પાણીના સમયે ઉપાશ્રયમાં પગ પણ ન મૂકે. (૨) નિમિત્તો મળે તો પણ કષાય ઉત્પન્ન ન થાય (૩) પુનર્જન્મનો જ્યાં ડર હોય. ગુરુની કડકાઈને જેટલો સારો ‘Response’ આપીએ તેટલો વિકાસ થાય. - બ્રહ્મચર્યમાં નુકશાન થવાની શક્યતા હોય તેવી લાભપ્રદ ચીજ પણ છોડી દેવી. દા.ત. દીક્ષાર્થીના ફોટાનું આલ્બમ. સાધુ એટલે પરમાત્માના ગુણોનો વારસદાર. બે મોટા દોષ = રાગ અને દ્વેષ. બે મોટા ગુણ વિવેક અને વિનય. વિવેક રાગને અને વિનય દ્વેષને હટાવવાનું કામ કરે. • શું છોડ્યું ? તે મહત્ત્વનું નથી. જે છોડ્યું એનું આકર્ષણ કેટલું છૂટ્યું ? એ મહત્ત્વનું છે. ભવદેવ મુનિ ભગવાન મોક્ષમાર્ગ બતાવે છે. આપણે મોક્ષમાર્ગ બનાવવાનો છે. - મેઘકુમાર મુનિ = આચારશુદ્ધિથી શાસન ટકે, પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. વિચારશુદ્ધિથી સંયમ, સમ્યક્દર્શનાદિ ટકે - નિર્જરા થાય. સંયમજીવનની મર્યાદા તોડીને ટકતી સમાધિ તે રાગરૂપી સંકલેશ છે. · નબળા વિચારને કયારેય આચારનું બળ આપવાની ભૂલ ન કરવી. સારા વિચારને આચારનું બળ આપ્યા વિના રહેવું નહિ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ૨૧૮ Page #230 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં પ્રવેશેલી જે કુટેવના કારણે પોતાનો મોક્ષ અટકેલો છે તે દૂર કરવાનો પ્રયત્ન કરવો તે આત્માર્થી જીવનું લક્ષણ સમજવું. ગુરુ હંમેશા અપરિશ્રાવી હોય. અપરિશ્રાવી = શિષ્યના ગુપ્ત દોષ પણ બીજાને જણાવે નહિ. - ઉપદેશમાલા પસાર થતી વસ્તુની જેમ દીવાલને કોઈ અસર ન થાય તેમ બાહ્ય પ્રસંગની આપણને પણ અસર ન થવી જોઈએ. પુદ્ગલમાં મીઠાશનો અનુભવ થાય તો સંયમમાં ફકાશ ઊભી થતી જાય. • સેલગ સૂરિ સંપૂર્ણપણે તાત્કાલિક નાશ કરવાની તાકાત અગ્નિ કરતાં બરફમાં વધારે છે. એમ આત્માનું નુકશાન કરવાની તાકાત વૈષ કરતાં રાગ-મોહ-મમતામાં વધારે છે. - આદ્રકુમાર માર્ગ(મોક્ષમાર્ગ)માં પાટીયા (શાસ્ત્રો) એટલા માટે જોવાના છે કે જેથી આપણે સાચા રસ્તે ઉત્સાહથી આગળ વધી શકીએ. તો તે પાટીયા (શાસ્ત્રો) વધારે જોવાનું અભિમાન શા માટે ? નમસ્કાર = પોતાની ચીજ ઉપર પોતાની માલિકી ઉઠાવી પંચ પરમેષ્ઠીની માલિકી સ્વીકારવી. - મયણાસુંદરી તારક તત્ત્વને કાયમ નિરખવાનું અને મારક તત્ત્વને કાયમ પરખવાનું. દ્રવ્યકર્મ સુધરે ત્યારે દ્રવ્યથી જિનશાસનમાં પ્રવેશ મળે. ભાવકર્મ ઘટે ત્યારે ભાવથી જિનશાસનમાં પ્રવેશ મળે. દ્વેષની વચ્ચે કદાચ સમ્યગ્દર્શન મળવું સહેલું છે. રાગમાં તે મળવું ખૂબ અઘરું છે. ૨૧૯, Page #231 -------------------------------------------------------------------------- ________________ o " રાગની સામગ્રીની દોસ્તી જેને ગમે તેને પ્રાયઃ રાગ ભયંકર ન લાગે. - સિંહગુફાવાસી મુનિ રાગની ભયંકરતા સમજી, રાગની સામગ્રી ઘટાડવાનો સામે ચાલીને પ્રયત્ન કરે તે સંયમજીવનનો સાચો આનંદ અનુભવે. જેટલા સંઘ-શાસન-સમુદાય-ગુરુ અને સંયમીને વફાદાર બનીએ એટલી કુદરત આપણને વફાદાર બને. સમુદાયના બંધનો ગૌણ કરીને પણ ગ્લાનની ભક્તિથી સેવા કરવી જોઈએ. • શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. ગુરુકૃપા મેળવવાની ચીજ છે, આપવાની ચીજ નથી. - એકલવ્ય ગુરુ પાસે ભણનાર કદાચ શ્રુતજ્ઞાન જ મેળવે છે. ગુરુ પાસેથી ઠપકો મેળવનાર તો કેવળજ્ઞાન RESERVE કરાવે છે. જ્યારે પ્રેમ-લાગણી-વાત્સલ્ય વધે ત્યારે સામેના જીવનમાં ગુણગ્રાહી દૃષ્ટિથી જોવાનું બને. ઉપધિ ઊંચકવામાં કંટાળો આવે ત્યારે બળદના ભવને યાદ કરવો. જેટલો દેહાધ્યાસ તૂટે તેટલો સાધનામાં આનંદ આવે. - નંદન રાજર્ષિ આસપાસના સાધુ ઉપાસ્ય છે' એવી બુદ્ધિ હોય તો મોક્ષ ઝડપથી થાય. જ્ઞાનમાર્ગ વિકાસ અટકાવનાર બે મોટા બાધક તત્ત્વો :(1) I know something. (2) I know everything. ગુરુદેવમાં કરેલા દોષદર્શન હૃદયવેદિકા ઉપર ગુરુની શ્રી ગૌતમસ્વામી તરીકેની પ્રતિષ્ઠાને ચલાયમાન કરે છે. જેમ જેમ પદ ઊંચું મળે તેમ તેમ ધીરજ વધારે જોઈએ. -૨૨૦ Page #232 -------------------------------------------------------------------------- ________________ પોતાના કાર્યમાં સ્કુર્તિ રાખવી. સંઘ-શાસન-સમુદાય તથા પરોપકારના કાર્યમાં ધીરજ રાખવી. મોક્ષમાર્ગે આગળ વધવા માટે આંખના સ્થાનમાં ચારિત્ર છે અને પ્રકાશના સ્થાનમાં વિવિધ અભિગ્રહો છે. સ્વપ્રશંસા, પરનિંદા, જીભની ગુલામી, વાસના, કષાયઆ પાંચ ઝેર નિર્દોષ સંયમના પ્રાણ ખતમ કરે છે.” - ઉપદેશમલા ગા૦ ૭૨ ભિખારીનું વર્તન હોય તેવું કરોડપતિનું વર્તન ન હોય. સંસારીનું વર્તન હોય તેવું સાધુનું વર્તન ન હોય. જેમ સંયમી મલિન બને, દોષયુક્ત બને તેમ તે શાસનનું તેજ ઢાંકવામાં નિમિત્ત બને છે. પાપોદયને પચાવવા અરતિ ટાળવી. પુણ્યોદયને પચાવવા રતિ ટાળવી. સૂત્રના પુનરાવર્તન પાછળ આશય યાદ રાખવાનો નહિ પણ તેના ભાવાર્થ અને પરમાર્થ સુધી પહોંચવાનો જોઈએ. . વજસ્વામી પૂર્વભવ દુઃખની નોંધ રાખવી તે પણ ગુનો છે. - મરીચિ મુનિ અનુચિત, બિનજરૂરી, અનધિકૃત પ્રવૃત્તિઓ ભોગીનું લક્ષણ છે, યોગીનું નહિ. સંયમીને સારી પ્રવૃત્તિનો આનંદ હોય, તે કરતાં સારા પરિણામનો આનંદ વધુ હોય. જે ક્રિયામાં ભગવાન ભળે તે ક્રિયા ઝેર હોય તો પણ અમૃત બને. . મીરા આરાધનાનો સાચો આનંદ તો જ આવે, જો પરિણામ આવે. દા.ત. ઓળીનો આનંદ તો જ આવે, જો આહારસંજ્ઞા તૂટે. ૨૨૧ Page #233 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારને વચન અને કાયામાં રાખવો. નિશ્ચયને મનમાં રાખવો, કેવળ જીભમાં નહિ. કારીગર પગથિયાં બનાવે તેમ પર્વત ચડતો જાય. જીવ મોક્ષમાર્ગ બનાવે તેમ મોક્ષ તરફ આગળ વધતો જાય. ગચ્છ = ગુરુ ઠપકો આપે ત્યારે પ્રસન્નતા બતાવે તેવો સંયમીનો સમૂહ. • ગચ્છાચારપયન્ના ભગવાનના ગુણ ગમે તેને જ ભગવાન તારી શકે. શરીર ગળિયા બળદ જેવું, ગધેડા જેવું, શેરડીના સાંઠા જેવું છે. ચાબૂક મારો, ડફણા મારો, નીચોવો તો કામ લઈ શકાય. સાધ્યની તીવ્ર સચિ અને સાધનાની તીવ્ર ઝંખનાના આધારે મોક્ષ થઈ શકે. • અવંતિસુકમાલ ઊંચા શાસ્ત્રોથી ઊંચે નથી પહોંચાતું પણ જેનાથી આપણા ભાવો ઊંચા જાય તેનાથી ઊંચે પહોંચાય - નવપૂર્વી અભવ્ય. • દોષમાં ફસાયા પછી પણ તેની કંપારી, ત્રાસ એ જાગૃતિ. • નંદિષેણ મુનિ • શિષ્યના ભાવપ્રાણની રક્ષા કરવાનો જેને સમય-રસદ-રસ નથી કે તેની કાંઈ પડી નથી તેને ગુરુ બનવાનો કોઈ અધિકાર નથી. અશુભ વિચારો અટકાવવા માટે (૧) બિનઅધિકૃત પ્રવૃત્તિ અને વિચારણા છોડવી. (૨) અશુભ વિચારોને બહુ મહત્ત્વ ન આપવું. (૩) કોઈની પાસે વધુ પડતી અપેક્ષા ન રાખવી. આપણી માનસિક દુનિયામાં જેવા પાત્રો હોય તેવા ભાવો • આપણને આવે. ૨૨ Page #234 -------------------------------------------------------------------------- ________________ શાસનનો પ્રચાર એ પુણ્યશાળીનું કામ છે. શાસનનું પરિણમન એ પ્રત્યેકનું કામ છે. આત્માના સ્વભાવ, સ્વરૂપ અને ગુણમાં કર્મવિકૃતિનો પગપેસારો થાય એટલે આત્માનો સ્વભાવ ખંડિત થવા માંડે. અહંકારનું અર્પણ એ જ પરમાત્માને વાસ્તવિક સમર્પણ છે. - બાહુબલિજી સળગતા અગ્નિમાં પ્રવેશ કરીને પોતાની જાતને બાળી નાખવી પડે તો પણ અગીતાર્થની નિશ્રામાં રહેવાનો વિચાર પણ ન કરવો. • નિશીથસૂત્ર ગુરુ = Mid wife (દાયણ). તેમની હાજરીથી ગુણપ્રસૂતિનું કામ સરળ. • ખંધકસૂરિના ૫૦૦ શિષ્યો સાધુનો કષાય કૂવાના પડછાયાની જેમ પોતાનામાં જ સમાઈ જાય, બીજે ન જાય. દોરામાં પરોવેલી સોય સીવવા માટે યોગ્ય. આત્મામાં પરોવેલું મન આરાધના માટે યોગ્ય. સારા વાતાવરણમાં આવતા સારા વિચાર વાતાવરણનો પ્રભાવ છે. નબળા વાતાવરણમાં આવતા સારા વિચાર સ્વભાવનો પ્રભાવ છે. મૂચ્છયુક્ત ક્રિયા કર્મબંધ કરાવે. જાગૃતિયુક્ત ક્રિયા કર્મનિર્જરા કરાવે. • ધર્મક્રિયામાં એકાગ્રતા સ્વર્ગ આપે. ધર્મક્રિયામાં અહોભાવ મોક્ષ આપે. પોતાના ઉપકારીને જે ક્ષેત્રમાં સંકલેશ કરાવીએ તે ક્ષેત્રમાં તો સંકલેશ જ મળે. અન્ય ક્ષેત્રે પણ પ્રાયઃ સંકલેશ મળે. ૨૨૩ Page #235 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીઓના વચન હજારો ખરાબ અનુભવોથી બચાવે. જરૂરી ઉપકરણમાં મૂચ્છ મારક બને. વધારે ઉપકરણમાં અયતના પણ મારક બને. આપણી ખોટી ટીકા સાંભળવી કદાચ સહેલી. આપણી સાચી પ્રશંસા થતી અટકાવવી ભારે અઘરી. - સ્થૂલભદ્રસ્વામી જોવામાં, બોલવામાં, ખાવામાં, સાંભળવામાં અને વિચારવામાં સંયમ ન હોય તે સાચો સંયમી બની ન શકે. બે હેતુથી સાધુ ગોચરી નીકળે. (૧) ગૃહસ્થ પર ઉપકાર કરવા. ૨) પોતાના સંયમદેહનો નિર્વાહ કરવા. - અષ્ટકપ્રકરણ શાસ્ત્રનું કહેલું આપણે કેટલું કરીએ છીએ ? તો આપણું કહેલું થાય એવી બીજા પાસે આપણે અપેક્ષા કેટલી રાખી શકીએ? મહત્ત્વ ન આપવા જેવી ચીજને મહત્ત્વ આપીએ તેનું પરિણામ કષાય. • ચંડકૌશિક કર્મોદયજન્ય પરિસ્થિતિમાંથી પસાર થતાં થતાં કર્માધીન બની ન જવાય તેની સાવધાની રાખે તે સંયમી. - મેતારક મુનિ જાગવું હોય તો એક જ મિનિટ પૂરતી છે - કપિલકેવલી ઉઠવું જ ન હોય તો જીંદગી પણ ટૂંકી છે - મમ્મણ જેની આંખમાંથી શરમના જળ કે પાપનો ભય જાય તેને તીર્થકરની કરુણા પણ આરાધક બનાવી ન શકે. - સંગમદેવ આપમતિવાળા સાચા શિષ્ય બની ના શકે. સ્વાર્થબુદ્ધિવાળા કયારેય સાચા ગુરુ બની ના શકે. દીક્ષા લેવા સાહસ જોઈએ. દીક્ષા પાળવા સત્ત્વ જોઈએ. દીક્ષાને સફળ બનાવવા સાચી સમજણ જોઈએ. ૨૨૪. Page #236 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રની વાત સમજાય તે હળુકર્મીતાની નિશાની નથી. શાસ્ત્રવચનને જીવનમાં ઉતારવાની તત્પરતા તે જ હળુકર્મીપણાની નિશાની છે. મનની ચંચળતા રવાના કરવાના ચાર અમોઘ ઉપાય. (૧) સૌમ્યતા, (૨) અનુત્સુકતા, (૩) ધીરજ, (૪) સહિષ્ણુતા. ગુણપ્રાપ્તિનું અજીર્ણ = સ્વયં ગુણવાન થઈ ગુણહીનની નિંદા, અન્ય ગુણવાનની ઈર્ષ્યા. • કુરગડમુનિના સહવર્તી મુનિ પોતાનો ઈતિહાસ જેને લખવો ગમે છે તેને ઈતિહાસકારો યાદ કરતા નથી. જે સ્વાધ્યાય છોડે છે તે જીવનિકાય પ્રત્યે પ્રાયઃ બેદરકાર બને છે. - બૃહત્કલ્પ સંયમીને સંકલેશ કરાવે તેને ભવાંતરમાં (૧) સંયમ ન મળે, (૨) સંયમીના દર્શન ન મળે, (૩) સમાધિના નિમિત્ત ન મળે. જે સ્વાધ્યાય વગેરે આરાધનાથી અને પુણ્યશક્તિથી ઉપકારી પ્રત્યે અહોભાવ વધે તે સ્વાધ્યાય આદિ સફળ, બાકી નિષ્ફળ. જે હોડીમાં બેઠા હોય તેમાં કાણું ન પડાય તેમ જે ગુરુને સ્વીકાર્યા હોય તેના પ્રત્યે દુર્ભાવ ન કરાય. પ્રતિકૂળ ઉપસર્ગને જીતવા વિર્યાતરાયકર્મનો ક્ષયોપશમ મહત્ત્વનો છે. અનુકૂળ ઉપસર્ગને જીતવા મોહનીયકર્મનો ક્ષયોપશમ મહત્ત્વનો છે. સિંહગુફાવાસી મુનિ- સ્થૂલભદ્ર સ્વામી સ્વપ્રશંસા ગમે તે અર્ધસત્ય બોલે, પૂર્ણ સત્ય પ્રાયઃ ન બોલે. મહાન વ્યક્તિને તુચ્છ બાબતમાં રસ ન હોય. શાતા, સુખશીલતા, અનુકૂળતા, માન-સન્માન, પ્રસિદ્ધિ વગેરે તુચ્છ બાબતો છે. ૨૨૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ • સાત્ત્વિક કોણ ? આક્રોશ પરિષહને પ્રસન્નતાથી જીતે તે. - પ્રભુ મહાવીર પરદુઃખના ઈન્કારમાં આઈજ્યનું બીજ નિહિત છે. - મેઘરથ રાજા સ્વદોષના સ્વીકારમાં કૈવલ્યલક્ષ્મીનું બીજ સમાવિષ્ટ છે. - મૃગાવતીજી જે સંયમી પોતાના દુઃખને અને પારકાના દોષને પ્રગટ ન કરે તે ગંભીર. ભક્તિના કયારેય વજનકાંટા હોતા નથી. • દેવપાલ સારો ગુરુકુલવાસ મળે પુણ્યના આધારે, ફળે યોગ્યતાના આધારે. ગચ્છ = મોત આવે તો પણ છ કાયની વિરાધનાનો વિચાર પણ ન કરે. • ગચ્છાચારપયન્ના. માન-સન્માનનું અજીર્ણ = માન ન મળતાં બીજાનું અપમાન કરવાની વૃત્તિ. અનાયતનનો ત્યાગ કાયરતા નથી, ડહાપણભરેલી બહાદુરી છે. દયા નિષ્ક્રિય હોઈ શકે. કરુણા કદાપિ નિષ્ક્રિય ન હોય. પોતાના ખીસ્સામાં હાથ નાંખ્યા વિના દયા કદાચ ટકી શકે. પોતાનું ખીસ્સ ખાલી કર્યા વિના કરુણા ટકી ન શખે. જડમાં પરિવર્તન કરવાની કળા હસ્તગત કરી છે.-વિજ્ઞાન જાતમાં પરિવર્તન કરવાની કળા આત્મસાત્ કરીએ તો બેડો પાર થાય. ધર્મ જાતમાં શિષ્યત્વનું નિર્માણ કર્યા વિના ગુરુ બનવાના મનોરથ એ લગ્ન કર્યા વિના મા-બાપ બનવાના મનોરથ જેવા બને છે. સંયમજીવનમાં સંયોગવશાત્ તપ-ત્યાગ-સ્વાધ્યાયની કચાશ ચાલે, સમર્પણની કે વૈરાગ્યની કચાશ તો કદી ન ચાલે. - મોષતુષમુનિ ૨૨૬ Page #238 -------------------------------------------------------------------------- ________________ ખાનદાન સંયમી બીજાને માન આપે; માન માગે નહિ. - દૂરગડ મુનિ ગચ્છ=ઉનાળામાં સખત તરસથી મોત આવે તો પણ સચિત્ત પાણીનું ટીપું પણ ન ઈચ્છે. - અંબપરિવ્રાજક શિષ્યો - ગચ્છાચારપત્રા. આધ્યાત્મિક શ્રીમંત = મનમાં ગુણાનુરાગ + વચનમાં ગુણાનુવાદ + કાયામાં સહાયકભાવ. હીરા, મોતી, માણેક, અપ્સરા અને કાગડાની વિષ્ટામાં કોઈ ફરક ન દેખાય તે સાચો વૈરાગી. - શ્રીપાર્થપ્રભુ આત્મરમણતામાં બાધક ચાર તત્ત્વ (૧) અસ્થિરતા, (૨) અધીરાઈ, (૩) અનુપયોગ, (૪) અતૃપ્તિ. જે વિચારને આચારનું બળ મળે તે વિચાર સાનુબંધ બને. જે વિચારને આચારનું બળ ન મળે તે વિચાર નિરનુબંધ બને. વિશિષ્ટ સદાચારની મૂડીવાળો શ્રાવક ધર્મને લાયક. વિશિષ્ટ સદ્ગુણની મૂડીવાળો સાધુધર્મને લાયક. ગુરુ, સમુદાય, સમુદાયના માલિક પ્રત્યે ગૌરવ હોય તેનો સંયમમાં ઉત્સાહ પ્રબળ થાય. મગજ ચિંતનશીલ, હૃદય સંવેદનશીલ, કાયા આચારશીલ તો ક્રમશઃ સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્રની સિદ્ધિ-શુદ્ધિ થયા વિના ના રહે. આત્મલક્ષે વિચારોનું લક્ષ્ય છૂટવું તે પ્રાથમિક નિર્વિકલ્પદશા. વિચાર વિના કેવળ આત્માનુભવ તે અંતિમ નિર્વિકલ્પદશા. જિનવચનસંબંધી (૧) શ્રવણ, (૨) સમજણ, (૩) શ્રદ્ધા, (૪) આચરણ, (૫) અનુભૂતિ - ઉત્તરોત્તર દુર્લભ છે. -૨૨૭ –– Page #239 -------------------------------------------------------------------------- ________________ ગુણહીન પ્રત્યે સહાયકભાવ ગુણહીન પ્રત્યે સહાનુભૂતિ ગુણહીન પ્રત્યે તિરસ્કાર = અધમ ભૂમિકા. • સાધુની ગોચરી માંડલી એટલે શોકસભા. = • = ઉત્તમ ભૂમિકા. મધ્યમ ભૂમિકા. અજાણતા પણ શાસનથી વિરુદ્ધ પ્રવૃત્તિ થાય તે નિયમા અનંત સંસાર વધારનાર દારુણ મિથ્યાત્વ બાંધે છે. અષ્ટક પ્રકરણ ઈર્ષ્યા એ અવિવેકની નીપજ છે. - પીઠ-મહાપીઠમુનિ સહાયકવૃત્તિથી ઈર્ષ્યા રવાના થાય છે. બાહુ-સુબાહુમુનિ . પ્રતિકૂળ સંયોગમાં પડતા સાધકને જોઈને થતો આનંદ એ બીજાને પછાડવાની વૃત્તિ સૂચવે છે. મોક્ષ જરા પણ અઘરો નથી. પરંતુ આપણી ક્ષુદ્રતા, તુચ્છતા, સંકુચિતતા, ઈર્ષ્યા વગેરેના લીધે આપણે તેને અઘરો બનાવ્યો છે. • બને દુનિયામાં બોઘો, તેનો સફળ બને ઓઘો. |૨૨૮ તપ એટલે, ખોરાકની QUALITY સાદી QUANTITY ઓછી, VARIETY ઓછી. ધન્ના અણગાર ક્રિયામાં સાતત્ય + ઉપયોગ + રુચિ + એકાગ્રતા ભળે તો તેના સંસ્કાર પ્રબળ બને. જગદ્ગુરુ હીરસૂરિજી સમકક્ષની ઈર્ષ્યા ન થાય તો ગુણનો પ્રમોદ સાચો. જાતમાં જેટલા ઠરીએ તેટલી સ્વાનુભૂતિ થાય. - આનંદઘનજી મ. જે ચીજની ખોટથી પોતાનો મોક્ષ અટકેલો છે તે ચીજ લાવવાનો પ્રયત્ન કરે તે આત્માર્થી. અર્ણિકાપુત્ર આચાર્ય જેમ ઢોલ વાગે અને નાચનારને તાન ચઢે તેમ પ્રતિકૂળ કર્મના ઉદયમાં આત્મજ્ઞાનીની સમતામાં ઉછાળો આવે. મુનિ દૃઢપ્રહારીજી - Page #240 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્થ જીવનના બે પાયા (૧) મૌન, (૨) સંઘર્ષનો અભાવ. સ્વોપકારપૂર્વક આપણા પરિણામ ન બગડે તેમ વૈયાવચ્ચ કરવી. - ઉપદેશપદ વિદ્વત્તા, પ્રભાવકપણું, તપ-ત્યાગ-વૈયાવચ્ચ વગેરે ઊંચી કક્ષાના ન હોય તો ચાલે. પણ સંયમની મર્યાદામાં આંશિક પણ કચાશ ન ચાલે. જેને ભણાવવાનો ગુરુને ઉમળકો થાય અને ભણાવતાં નવી નવી ફૂરણા ગુરુને થાય તેવું શિષ્યત્વ' જોઈએ. - વજસ્વામીજી આર્યરક્ષિતજી ભગવાનની સાધના એટલે એકાંત + મૌન + કાઉસગ્ગ + ધ્યાન + સ્વાનુભૂતિ + સહિષ્ણુતા. ગુરુ શું કરે છે ? તે મહત્ત્વનું નથી. પણ, “ગુરુ શું કહે છે ? તે મહત્ત્વનું છે. બધા શાસ્ત્રો જાણવા છતાં “હું કંઈ જાણતો નથી” એવો હાર્દિક સ્વીકાર ગુરુ પાસે થાય ત્યારે ઉપાસના માર્ગમાં પ્રવેશ થાય. રાગની સામગ્રીમાં રાગ ઘટાડવો હોય તો તેમાં પરિવર્તન ન કરવા અને સામગ્રી સાદી રાખવી. - શિવભૂતિગુરુ મમતા = સીમિત જીવો પ્રત્યેની લાગણી. કરુણા = સર્વ જીવો પ્રત્યેની લાગણી. ગુરુ ભણાવે, હિતશિક્ષા આપે, વાત્સલ્ય આપે = પાંચ રૂપિયા. ગુરુનો ઠપકો, કડકાઈ = પાંચ લાખનો ચેક. શું જોઈએ છે ? - મૃગાવતીજી સત્વહીન વેદનામાં અટવાય. . અરણિકમુનિ જ્યારે સત્ત્વશાળી સંવેદનામાં હાલે. • અવંતિસુકમાલ | ૨૨૯ Page #241 -------------------------------------------------------------------------- ________________ અધીરા માણસની દૃષ્ટિ ટૂંકી અને છીછરી હોય. ધીરજવાળા માણસની દષ્ટિ લાંબી, વેધક, પારદર્શી, દીર્ઘદર્શી હોય. સાચી ભક્તિ = ભક્તિ કરીને સામેની વ્યક્તિને તે ભક્તિ યાદ કરાવી ઋણના બંધનમાં ન લેવા. અનેક શિષ્ય, જ્ઞાન-તપની શક્તિ, લબ્ધિ, પુણ્ય અને દેશનાશક્તિ જેમ વધારે હોય તેમ તે શાસનનો દુશ્મન બને જો તેનું હૈયું શાસ્ત્રાર્થોથી ભાવિત ન હોય તો.- સંમતિતર્ક. કોઈ પણ વસ્ત/સ્થિતિ/સંયોગ કાયમ ટકવાના નથી.” આ વિચાર પરિસ્થિતિમાં રાગ-દ્વેષ ઉભા થવા ન દે. - સનસ્કુમાર ચક્રવર્તી સંયમની પ્રવૃત્તિથી નહિ પરંતુ સંયમની પરિણતિથી અને શાસનથી કેટલાં ભાવિત થયા છીએ ? તેના પર ભવિષ્યની સલામતી છે. પ્રવૃત્તિની નિર્મળતા પુણ્ય બંધાવે. વૃત્તિની નિર્મળતા કર્મનિર્જરા કરાવે, સાધનાના અંતરાય તોડે. ગુરુનું જે સહન ન કરે તેને સંસારીઓનું નિયમા સહન કરવું પડે. • કુલવાલક મુનિ દીક્ષા છોડીને ઘણાં વિદ્વાનો સંસારમાં ગયા છે. એક પણ ગુરુસમર્પિત દીક્ષા છોડીને સંસારમાં ગયેલ નથી. આશ્વાસનની જરૂર પડે એનો અર્થ એ જ કે મનમાં અસમાધિ છે. સાધુજીવનમાંથી પાંચ પ્રકારના સંસારને કાઢીએ. (૧) ખાવાપીવાની આળપંપાળ, (૨) ઉપકરણની આસક્તિ, (૩) છાપાં | ચોપાનિયાની લપ, (૪) શિષ્યોની ઘેલછા, (૫) પાટ-પદવી-પ્રસિદ્ધિનું પ્રલોભન. -૨૩૦ Page #242 -------------------------------------------------------------------------- ________________ પૈસો ઘટે તો જેમ ગૃહસ્થ બેચેન થાય તેમ વૈરાગ્ય ઘટે તો સાધુ બેચેન થાય. શ્વાસોશ્વાસની જેમ વિવેક દૃષ્ટિ ૨૪ કલાક સાથે હોય તો જ સાધુના ભાવપ્રાણ ટકી શકે. જેણે અધ્યાત્મ જગતમાં ટકવું હોય, તેણે સૌપ્રથમ રતિઅરિત હટાવવી જોઈએ. પછી સંકલ્પ-વિકલ્પ ઘટાડવા જોઈએ. “મેં દીક્ષા મોડી લીધી” આવો પસ્તાવો જેને થાય તેનું ચારિત્ર ભાવચારિત્ર બની શકે. ગોચરીમાં વિવિધ અભિગ્રહ ધારણ કરવાથી સત્ત્વ ખીલે, મૂર્છા તૂટે, ત્યાગ-વૈરાગ્યની ભાવના દૃઢ બને, પુણ્ય વધે, લબ્ધિ ખીલે, ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય. પંચવસ્તુ પન્ના અણુગાર ગોચરી, પાણી વગેરે શેય પદાર્થોમાં રાગ, દ્વેષ ન થવા દેવા તે સંયમની સફળતાની નિશાની છે. નાનું પણ કામ ઉપયોગપૂર્વક કરીએ તો તેના સંસ્કાર અવશ્ય પડે. વલ્કલચિરી - - ત્રણ પ્રકારે વલણ : (૧) હેયમાં દ્વેષ જરૂરી છે. (૨) ઉપાદેયમાં રાગ જરૂરી. (૩) જ્ઞેયમાં ન રાગ કે ન દ્વેષ જોઈએ. સંસારીના પરિણામ, સ્વભાવ, વૃત્તિ સંઘર્ષની હોય. સાધુના પરિણામ, સ્વભાવ, વૃત્તિ સમાધાનની હોય. જેને જાણવાથી પરિણામમાં કોઈ ફરક પડવાનો નથી તેવું જાણવાની કુતૂહલતા છોડતા જવી. સંયમીએ લોકોના સંપર્કથી દૂર રહેવું. એ શક્ય ન હોય તો અંતરમાં એકાંત ઊભું કરવું. ૨૩૧ Page #243 -------------------------------------------------------------------------- ________________ આપણી આંખ જગતને જોઈ શકે છે, આપણી જાતને જોઈ શકતી નથી, આત્મનિરીક્ષણ કરી શકતી નથી. • નિરવદ્ય સત્ય ભાષા બોલતા જેને ન આવડે તે શાસનની આરાધના ન કરી શકે. • કૌશિક (યોગશાસ્ત્ર ૨/૬૧) જેને મન નથી તે સંમૂચ્છિમ છે. જેણે મનને મારેલ છે તે પૂર્ણ ચેતન છે. બુદ્ધિનો ઉપયોગ કરે તેને ગુરુમાં દોષદર્શન થાય. - દત્તમુનિ એકલી બાહ્ય ઉગ્ર સાધના કરવાથી ઠેકાણું પડે નહિ. આત્મજાગૃતિ ૨૪ કલાક સાથે જોઈએ. • પ્રસન્નચંદ્ર રાજર્ષિ ભગવાન હૃદયમાં બિરાજમાન થાય તો ચીકણાં કર્મો રવાના થાય. - ધર્મબિંદુ હરિભદ્રસૂરિ મ.સા. ગંભીરતા = બીજાના દોષ જોયા પછી એની સાથે વ્યવહારમાં આપણા હાવભાવમાં જરા પણ ફરક ન પડે તે. કષાયને નિષ્ફળ બનાવવા માટે આંખ, મોઢાની રેખા, જીભ અને વ્યવહારમાં એ વસ્તુ પ્રગટ ન થવા દેવી અને એમાં જાતને સ્વસ્થ રાખવી. આરાધના દવા છે. અનુશાસન નિદાન છે. આરાધનામાં ઉત્સાહ જાગતો નથી તેના બે કારણ :- (૧) આરાધનાના બળ ઉપર શ્રદ્ધા નથી. (૨) આરાધનાના ફળ ઉપર નજર નથી. પગમાં ભરાયેલો કાંટો જેમ ચાલવાની તાકાતને તોડે, તેમ છૂપાયેલા નાના પણ દોષ અને આલોચના નહિ કરેલા પાપ આરાધનાનું બળ તોડે, મોક્ષમાર્ગમાં અવરોધક બને. - લક્ષ્મણા સાધ્વી સાધુ સંગ્રહ કરે તો ગુનેગાર. આચાર્ય સંગ્રહ ન કરે તો ગુનેગાર. ૨૩ર Page #244 -------------------------------------------------------------------------- ________________ આચારચુસ્તતા, આત્મશુદ્ધિ અને ગુણસમૃદ્ધિ આ ત્રણના આધારે ઊભી થયેલી પુણ્યવિભૂતિથી શાસનનો ઉદય-પ્રભાવનારક્ષણ થાય છે. - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી ઉત્કટ સંવેગવાળાને અપરોક્ષ આત્માનુભૂતિમાં નિરર્થક વિલંબ પરવડતો નથી. - જંબૂકુમાર સુખશીલતાનો દોષ ચારિત્રના આચારોમાં નીચામાં નીચી કક્ષાએ લઈ જનાર છે. • યોગપટ્ટધારી સુમંગલાચાર્ય આચાર દ્વારા પરિણામ ઊભા થાય. તત્ત્વજ્ઞાન દ્વારા આચાર મજબૂત થાય. બંન્ને પરસ્પર પૂરક છે. પરના હિત માટે સ્વયં કષ્ટ સ્વીકારવાની વૃત્તિપૂર્વકનો વ્યવહાર = સમિતિ. નિરર્થક વૃત્તિ-પ્રવૃત્તિના ત્યાગપૂર્વક નિજમાં ઉતરવાની જાગૃતિ = ગુપ્તિ. છ પ્રકારની વ્યક્તિ ગુર્વાજ્ઞા પાળી ન શકે. (૧) અભિમાની (૨) કૃતઘ્ન (૩) અવિનીત (૪) ગર્વિત (૫) આપબડાઈખોર (૬) સાધુ-સજ્જનોને માટે ઠપકા પાત્ર. (ઉપદેશમાળા ગા.૭૩) જ્યાં સમર્પણ હોય ત્યાં ખુલાસા કરવાની જરૂર નથી. - મૃગાવતી સાધી માર્ગસ્થ ક્ષયોપશમ એટલે સતત મોક્ષમાર્ગાનુરૂપ રુચિ-વૃત્તિવલણ. જેને પુણ્યોદયનું મમત્વ ન હોય; પુણ્યોદયથી પોતાને જે મહત્ત્વ ન આપે તે સાચો સંયમી • આચારવાન બીજાને ધર્મ પમાડી શકે, નહિ કે માત્ર વિચારવાન. • તામલી તપાસદષ્ટ મુનિ ભગવાને ગણધરોને પહેલાં દીક્ષા આપી = આચાર આપ્યા. પછી ત્રિપદી આપી = દ્વાદશાંગી આપી. માટે અપેક્ષાએ પહેલાં આચાર પછી જ્ઞાન---- | ૨૩૩ Page #245 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થની નિશ્રા = ગીતાર્થની આજ્ઞામાં રહેવું અને તેમની આજ્ઞા/ઈચ્છા મુજબ પોતાના મનના પરિણામ ઊભા કરવા. સાધુનો સંબંધ ગામ-નગર સાથે નહિ પણ સંઘ સાથે છે, સદ્ગુરુ સાથે છે, પરમાત્મા સાથે છે. ગુરુ પાસે બે અપેક્ષા રાખવી. (૧) મારી ભૂલ વખતે અટકાવે અને માર્ગે જોડે. (૨) મારી યોગ્યતા મુજબ શાસ્ત્ર ભણાવે. જે બુદ્ધિના પનારે પડી અનંત ભવો ભટક્યો તે દુબુદ્ધિને વશ થવું જ નથી આ નિર્ણય કરે તે જ સાચો શિષ્ય બની શકે. શિષ્ય માર્ગે છે કે ઉન્માર્ગે? તે પારખવાની તાકાત ન હોય તે વ્યક્તિ ગુરુ બની ન શકે. અને તે ઓળખે છતાં ન અટકાવે તો તે ગુરુ કસાઈ કરતાં ભૂંડા છે. ગીતાર્થની આજ્ઞા પ્રમાણે આચાર પાળે તે કર્મના મલિન બંધન અટકાવે અને તેમની આજ્ઞા મુજબ પરિણામ ઊભા કરે તે કર્મના મલિન અનુબંધને તોડે. લોકોત્તર પુરુષને ઉપદેશની જરૂર ન હોય. દા.ત. તીર્થકરો. શિષ્ટ પુરુષ થોડા ઉપદેશે પ્રતિબોધ પામે. દા.ત.સનતકુમાર ચક્રી. ભારે કર્મી ઘણા ઉપદેશે પણ પ્રતિબોધ ન પામે.-કાલસીરિક જેવા મનના અભિપ્રાય રોગની બાબતમાં ડોક્ટર પાસે છે. તેવા મનના અભિપ્રાય દોષની બાબતમાં ગુરુ પાસે જોઈએ. આપણી નિષ્ઠા, યોગ્યતા અને પુરુષાર્થ જેમ જેમ ખીલતા જાય તેમ તેમ મોક્ષ નજીક આવતો જાય. સમર્પણભાવનું કનેક્શન ગુરુ સાથે હોય તો ગુરુની ઈચ્છા મુજબ શિષ્યના પરિણામ પ્રત્યેક સમયે ઊભા થતા જાય. પોતાને સમર્પિત જીવને અભવ્ય ગુરુ પણ મોક્ષમાં મોકલે. – ૨૩૪ • ૨૩૪ Page #246 -------------------------------------------------------------------------- ________________ • આરાધનાની સફળતા તમામ દોષની સૂગ ઊભી કરવામાં અને દોષને રવાના કરવામાં છે. • શિષ્ય માટે ગુરુ એ આંખ સમાન છે. જે પ્રવૃત્તિમાં ગુર્વજ્ઞાની અથવા હાર્દિક ગુરુસંમતિની છાપ - ન લાગે તે પ્રવૃત્તિ સાધુને કર્મબંધ કરાવે. - દ્રૌપદીનો પૂર્વ સાધ્વીભવ અપવાદ માત્ર જાણવાના છે. જ્યાં ત્યાં બોલવાના નથી. આરાધનામાં ઉત્સાહ ન જાગે તે યતનાવરણનો ઉદય. આરાધનાનું સામર્થ્ય ન હોય તે વીર્યંતરાયકર્મનો ઉદય. આરાધના કરવા જેવી ન લાગે તે મિથ્યાત્વનો ઉદય. અંદરમાં આત્માનો આનંદ નથી એને જ વાતચીતનું વ્યસન હોય. સ્વાધ્યાયને તો વિશ્રામ ભૂમિ કીધી છે. થાક તો ત્યાં જ હોય જ્યાં તણાવ હોય. તણાવે ત્યાં હોય જ્યાં પારકાપણાની બુદ્ધિ હોય. આર્ત-રૌદ્રધ્યાન ટાળી, ધર્મ-શુકલ ધ્યાનમાં પ્રવૃત્તિ કરી શકાય એટલું શ્રુતજ્ઞાન સંયમીની પ્રાથમિક આવશ્યકતા. - ઉપદેશપદટીકા (ગા.૮૯૭). જેને પાપનો ભય નથી તે શાસન-સમકિત-સંયમનો વિરાધક છે. - ચંડકૌશિક પૂર્વભવ : શુદ્ધ ધ્યાનની જનેતા શાસ્ત્રબોધ કે ધર્મક્રિયા નથી. પરંતુ આત્મદર્શનની તીવ્ર અભીપ્સા અને કર્મકૃત ભાવો પ્રત્યે અત્યંત ઉદાસીનતા છે. - પ્રસન્નચંદ્ર રાજર્ષિ દરેક સાધનામાં - (૧) દોષથી છૂટવાનું, (૨) ગુણને મેળવવાના, (૩) નબળા આચારને છોડવાના અને (૪) પ્રાણાંતે પણ સારા આચારની રુચિ કેળવવાની. - વંકચૂલ ૨૩૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ ગુણનું આકર્ષણ હોય. અને સાધના કરે તો ક્યારેય અભિમાન ન આવે. સંસારી માટે જેમ વિરાધના ડૂબાડનારી છે તેમ સાધકને અભિમાન ડૂબાડનાર છે. યોગ્ય શિષ્યને ઠપકો આપવો તે ગુરુની ફરજ છે તેમ અયોગ્ય શિષ્યને ઠપકો ન આપવો (અવસરે ઉપેક્ષા કરવી) તે પણ ગુરુની ફરજ છે. પોતાની પ્રવૃત્તિમાં ગુરુની ઈચ્છા છે કે નહિ ? તેનો ખ્યાલ રાખે એ શિષ્ય વિનયી અને સમર્પિત બનતો જાય છે. જાત માટે કદરની અપેક્ષા રાખવી નહિ પણ બીજાના નાનામાં નાના કાર્યની કદર, પ્રશંસા, ઉપવૃંહણા, અનુમોદના કર્યા વિના રહેવું નહિ. • જે સ્વચ્છંદી છે તે શાસનની બહાર છે. જે સમર્પિત છે તે શાસનની અંદર છે. સંવિજ્ઞપાક્ષિક પોતે આચારચુસ્ત ન બની શકે પણ જે ચુસ્ત હોય તેને અવસરે સમાધિ જરૂર આપે. આરાધના દેવલોક આપે, . અભવ્ય મુનિ. આરાધકભાવ મોક્ષ આપે. - ભરત ચક્રવર્તી સાવદ્ય-નિરવદ્ય વચનની ખબર ન હોય તેવા સાધુને વાતચીતનો ' પણ અધિકાર નથી. • મહાનિશીથ(૩/૧૨૦). ગુરુથી ખાનગી આચાર/વિચાર/વાત વગેરે ગુરુની આશાતનાના કારણભૂત છે, મિથ્યાત્વરૂપ છે. ગૌતમસ્વામીને ભગવાનની દેશના સાથે નહિ, ભગવાન સાથે સંબંધ હતો. માટે જ જાણવા છતાં ભગવાનની દરેક વાત ઉપર બહુમાનભાવ ઉછળતો હતો. ૨૩૬ Page #248 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ શાસ્ત્રથી સમજાય તે કરતાં વધારે સ્પષ્ટ રીતે કયારેક પરમાત્મભક્તિથી સમજાય. • દેવપાલ ગુરુ બને એટલે ગંભીરતા, ઉદારતા, સહનશીલતા કેળવવી પડે. સંસારના સંબંધ લોહીના સંબંધ છે. ગુરુ-શિષ્યનો સંબંધ ગુણ-આચારસચિનો સંબંધ છે. જે શિષ્ય માયાવી હોય તેને પાઠ-આલોચના વગેરે આપવાનો નિષેધ છે. ગુરુને શરીર સોંપવું સહેલું, મન સોંપવું અઘરૂં. માથું મુંડાવવું સહેલું, મન મુંડાવવું અઘરું. - રૂકમી સાધ્વી. માયાવી એકાંતે વિરાધક છે. તેને સમુદાયમાં રાખવાની મનાઈ છે. - વિનયરત્ન ચોયણા વગર શિષ્ય આરાધના કરે તે ઉત્તમ. ચોયણાથી આરાધના કરે તે શિષ્ય મધ્યમ. ચોયણા છતાં શિષ્ય આરાધના ન કરે તે અધમ. શિષ્યને આજ્ઞા કરતાં, કંઈ કહેતાં ગુરુને વિચાર કરવો પડે, વિલંબ કરવો પડે તો તે શિષ્યનું કમભાગ્ય છે. શિષ્યને તૈયાર કરવા તે ગુરુની ફરજ છે. તૈયાર થવું તે શિષ્યની ફરજ છે. તે ગચ્છ છે જ્યાં લબ્ધિ વગેરે શક્તિથી યુક્ત હોવા છતાં માત્ર વચનથી વ્રતભંગ કરનાર સાધુને ગુરુ દંડ કરે. - ગચ્છાચારપત્રા જે ત્યાગ કે વૈરાગ્ય યોગ સુધી પણ ન પહોંચાડે તેવા ત્યાગની સમાપ્તિમાં ભોગનો અતિરેક સંભવિત છે. ૨૩૭ Page #249 -------------------------------------------------------------------------- ________________ • દર્દી જે દવા લે તે બધી દવા ડોક્ટરે લેવાની ન હોય, તેમ શિષ્યએ જે કરવાનું હોય તે બધું ગુરુ કરે જ એવું નથી. પરમગુરુ સામે કિનારે છે. આપણે આ કિનારે છીએ. પુલના સ્થાનમાં ગુરુદેવ છે. તેમના આલંબનથી ભગવાન સુધી પહોંચી શકાય તેમ છે. સંસાર છોડ્યો = દુઃખગર્ભિત વૈરાગ્ય. - સંપ્રતિ રાજાનો પૂર્વભવ. સંસારમાંથી છૂટકારો મેળવ્યો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. = જંબૂસ્વામી. નોકરે કરેલી મહેનત શેઠને પૈસાદાર બનાવે તેમ મોહનીયના ગુલામ બનેલા જીવની પુણ્યની કમાણી મોહનીયને બળવાન બનાવે. પરસાક્ષીએ જે ધર્મની પ્રતિજ્ઞા કરી તેના પાલનમાં અધર્મનો પરિણામ ઊભો થતો અટકાવવો તે આત્મસાક્ષીએ જ શક્ય છે. જે ત્યાગને લંબાવાનું મન ન થાય તે ત્યાગ પ્રાયઃ બનાવટી, આભાસી હોય. ભવદેવ મુનિ જેનાથી આપણો મોક્ષ થવાનો નથી એવા જગતના પદાર્થોને મહત્ત્વ આપી આપણે આપણો મોક્ષ અટકાવીએ છીએ. કૃતજ્ઞતાનો અભાવ એ આત્માની એક જાતની કઠોરતા છે. ગોશાળો - આળસ એટલે સાધનાને આજના બદલે આવતીકાલ-ભવિષ્યકાળ પર રાખવી. વૈરાગ્ય ત્યાગને દીર્ઘજીવી બનાવે, ત્યાગમાં આનંદ ઉભો કરાવે છે. ૨૩૮ Page #250 -------------------------------------------------------------------------- ________________ ગુરુ શાસ્ત્ર ત્રણ રીતે ભણાવે. - (૧) સૂત્રનો અર્થ આપે. (૨) શાસ્ત્રમાં શંકા ઊભી કરાવી ઊંડાણથી ભણાવે. (૩) શિષ્યની યોગ્યતા જોઈ સંપૂર્ણપણે ભણાવે. - આવશ્યકનિર્યુક્તિ લાયોપથમિક ભાવથી યુક્ત દરેક ગુણ વિવેકથી ઝળહળતો હોય. કર્મકૃત ભાવોમાં “હું - “મારું” એવી બુદ્ધિ જેનાથી ટળે તે સમ્યફ જ્ઞાન. ચારિત્ર મોહનીય અને યતનાવરણ કર્મનો ક્ષયોપશમ ઉત્કૃષ્ટ/મજબૂત હોય તે નિર્મળ ચારિત્ર પાળી શકે. યતના = સમ્યફ પુરુષાર્થ, અયતના = આળસ. આપણી આજુબાજુની દુનિયા ભૂલી માનસિક રીતે શાસ્ત્રની ઊંચી દુનિયા ઊભી કરીએ તો અભિમાન ન આવે. નિરુપાધિક આત્મદર્શનની આનંદમય અપરોક્ષ પ્રગાઢ અનુભૂતિ એટલે સાધુતા. અભિમાન બીજાના તિરસ્કાર તરફ જીવને ખેંચે. મદ > પોતાના ઉત્કર્ષ તરફ જીવને ખેંચે. સાધુને ક્ષયોપશમ ભાવ ઉપર પણ અભિમાન ન હોય તો ઔદયિક ભાવ ઉપર તો ક્યાંથી હોય ? લયોપશમ ભાવની બે વિચિત્રતા :- (૧) તે કાયમ અધૂરા છે. (૨) ગમે ત્યારે દગો દેનારા છે. • રહનેમિજી મોક્ષ ઋજુગતિએ થાય. ઋજુગતિ માટે ઋજુમતિ આવશ્યક છે. - માતુષ મુનિ કર્મસત્તા યોગ્યતા હોય છતાં ચીજ ન આપે તે બને. પણ ધર્મસત્તા યોગ્યતા હોય છતાં ચીજ ન આપે તે ન બને. - શાલિભદ્રજી –-૨૩૯ ૨૩૯ Page #251 -------------------------------------------------------------------------- ________________ તાત્ત્વિક ગીતાર્થતા હોય ત્યાં ભાવથી સંવિગ્નપણું અવશ્ય હોય. આહાર-વિહાર દ્વારા બીજાને શ્રદ્ધાભ્રષ્ટ કરતો સાધુ ઊંચા આચાર પાળે છતાં દુર્લભબોધિ અને અનંતસંસારી બને - પિંડનિર્યુક્તિ. ગીતાર્થ કારણે દોષ સેવે, કારણ જાય તો દોષ પણ જાય. અગીતાર્થ પ્રારંભે કારણે દોષ સેવે, પછી કારણ જાય તો પણ દોષ પકડી રાખે. સ્વાધ્યાય કરતાં કરતાં નિંદાનો રસ કેટલો તૂટ્યો? તેના આધારે કેવળજ્ઞાન મળે. વગર પાત્રતાએ અધ્યાત્મ જગતમાં ઉપકારી એવી એક પણ પરિણતિ/વિચારધારા મળી શકતી નથી. પોતાની સાધનાને પ્રગટ કરવાથી સાધનામાં અંતરાય પડે છે. - સિંહરૂપધર સ્થૂલભદ્રજી આગમનું પરિશીલન = મનમાં ક્યારેય આગમવિરુદ્ધ એક પણ વિચાર ન આવે તેવું વલણ. જે દોષ આપણામાં નિમિત્તના અભાવમાં નથી, તે દોષ આપણામાં નથી એવી ભ્રમણામાં ન પડવું. - સૌભરી ઋષિ ગુરુની ટકોરઠપકાથી જ્યાં સાધુ ગુસ્સો કરે/સામે બોલે તો તે ગર૭ ગચ્છ નથી. આપણે સમુદાયને હાડકાનો માળો બનાવવો છે કે સ્વર્ગ? તે આપણે વિચારવું. આરાધનાની અંદર થાક ભલે આવે પણ મનનો કંટાળો અક્ષત્તવ્ય છે. દોષના ક્ષેત્રે શરીરના થાક કરતાં મનનો કંટાળો લાવી છૂટવાનો પ્રયત્ન કરવો. ૨૪૦ Page #252 -------------------------------------------------------------------------- ________________ આરાધનામાં અધીરાઈ દૂર કરવા સચિ ઉભી કરવી. સચિ ઉભી કરવા માટે આરાધનાનું ફળ જોવું, મહાપુરુષોને જોવા. ગુરુની આજ્ઞા અને સૂચનાને પ્રામાણિકપણે ઉત્સાહથી પાળે તે ગુરુની ઈચ્છા જાણવાની શક્તિ મેળવી શકે. સહન કરે તે મોક્ષે જાય. સામનો કરે તે દુર્ગતિમાં જાય. શુભ ધ્યાન = ભગવાનના અતિશયનું ધ્યાન. શુદ્ધ ધ્યાન = ભગવાનના ગુણસ્વરૂપનું ધ્યાન. - અધ્યાત્મસાર જે આરાધનામાં મન ઠરે ત્યાં નિર્જરા થાય. • સકલચંદ્ર ઉપાધ્યાય આપણે મોક્ષ પુણ્યથી નહિ પણ પુણ્યના નિર્મળ અનુબંધ દ્વારા અને સાનુબંધ સકામ નિર્જરા દ્વારા મેળવવાનો છે. જેમ ઉપકરણ સાદા તેમ સંયમના પરિણામ ઊંચા. જેમ ઉપકરણ ઊંચા તેમ સંયમના પરિણામ નીચા. - શિવભૂતિ મુનિ મન ફુરસદમાં જો અશુભ/હલકા વિચારોને કબજે જાય તો સમજવું આપણા દોષના અનુબંધ હજુ સુધી તૂટ્યા નથી. પોતાની આરાધનાના ઉત્સાહ કરતાં પણ ગુરુના અનુશાસનને જે પચાવી જાણે તે ખરો આરાધક બને છે. શાસ્ત્રો મોક્ષમાર્ગની ચર્ચા માટે નથી પણ અનુભવ માટે છે. આત્માના સૌથી મોટા બે શત્રુ (૧) અજ્ઞાન (૨) અનાચાર. જ્ઞાન પરમગતિને અપાવે. જ્યારે આચાર પરમગતિ ન મળે ત્યાં સુધી સદ્ગતિ આપે. નિમિત્ત મળતાં જ વિષય-કષાય-વાસનાનો ભડકો થાય તે દ્રવ્ય સાધુ, નિમિત્ત મળવા છતાં સ્વસ્થ રહે તે જ ભાવસાધુ પરીષહને જીતવા કર્મસિદ્ધાંતના પરિશીલન દ્વારા ધીરજનો ગુણ કેળવવો. • શ્રી મહાવીર સ્વામી ભગવાન ૨૪૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ અધીરાઈ આવે ત્યાં નિર્જરા ન થાય, પુણ્ય ન બંધાય, કર્મબંધ ચાલુ થઈ જાય, આરાધનાની ગુણવત્તા ઓછી થઈ જાય. શરીરના થાકના કારણે જે દોષપ્રવૃત્તિ છૂટી તે છૂટી તેમ ન સમજવું. આચાર્ય તીર્થકરતુલ્ય, પ્રભાવશાળી, મધુરવક્તા, ગંભીર, ધીરજવાળા, ઉપદેશ આપવામાં તત્પર, સંગ્રહશીલ, સૌમ્યમુખાકૃતિવાળા, અચંચળ, મિતભાષી, અભિગ્રહવાળા હોય.. વ્યવહારસૂત્ર ઈન્દ્રિયદમન = જરૂરી પ્રવૃત્તિ હોય પણ આસક્તિ નહિ. ઈન્દ્રિયગુતિ = બિનજરૂરી વિષયોમાં પ્રવૃત્તિનો અભાવ. મુનિ સંસારની કોઈ પણ ચીજના ખેંચાણથી રહિત હોય, સંગ્રહવૃત્તિથી પર હોય, જરૂરિયાતોને ઘટાડનાર હોય. જેટલી મનની ખણજ તોડીએ તેટલો આત્માના આનંદનો અનુભવ થાય. સંસારીને સંસારના કાર્યની કલ્પનામાં જેમ આનંદ હોય તેમ સાધુને મોક્ષસુખની ભાવનામાં આનંદ હોય. - શ્રીયક મુનિ સંગ્રહવૃત્તિ એ સંસારી માનસનું પ્રતીક છે. • મોતીસંગ્રાહક રત્નાકરસૂરિ - સાધુ માટે સાધ્વી જેવું કોઈ બંધન નથી. માન અને મતાગ્રહ મોક્ષમાર્ગે આગળ વધવામાં દીવાલરૂપ છે. . જમાલિ વ્યવહારથી વિરતિ એટલે અનાચારની અને પાપની વિરતિ. નિશ્ચયથી વિરતિ એટલે દોષનો ત્યાગ. વ્યવહાર ચારિત્રના પાલનથી નિશ્ચય ચારિત્ર પ્રગટે. ર૪ર Page #254 -------------------------------------------------------------------------- ________________ • શ્રદ્ધા/સમજણને આચરણમાં મૂકીએ તો તે જીવન બની જાય. સુલસ વિવેક જ્ઞાનનો અભાવ કે મંદતા પુદ્ગલની આસક્તિનું સૂચક છે બીજાના દુઃખને જોઈ જે ઓગળે અને બીજાના નિમિત્તે લેશ પણ સંકલેશ ન કરે તેનું હૈયું મૃદુ કહેવાય. સમ્યગ્ જ્ઞાન મેળવવાની ત્રણ શરત છે. (૧) પ્રણામ, (૨) પરિપ્રશ્ન (૩) પરિસેવા. ભગવદ્ગીતા(૪/૩૪) સમજણ અને અનુભૂતિ વૈરાગ્ય તરફ લઈ જાય છે. વૈરાગ્ય ત્યાગના સત્ત્વ સુધી પહોંચાડે છે. એ સત્ત્વથી મોક્ષમાર્ગે આગળ વધાય. સાધુ ચાર હેતુ માટે ગોચરી ન વાપરે. (૧) લાવણ્ય, (૨) ભોજનનો રસ, (૩) ચામડી સ્નિગ્ધ રાખવા, (૪) શરીર પુષ્ટ કરવા. શિષ્યએ તો શાસનની મૂડી છે, ગુરુની નહિ. પૃથ્વીની જેમ સાધુ પણ સહન કરવામાં ક્યારેય મર્યાદા નક્કી ન કરે. આલોચના નિકાચિત કર્મોના પણ અનુબંધોને તોડી નાખે. . તરવૈયાને માટે સોનાનો ભાર પણ અવરોધક છે. સંયમીને જીવનજરૂરીયાતની વસ્તુનું પણ આંશિક આકર્ષણ અવરોધક છે. આપણને સ્વાધ્યાય-વૈયાવચ્ચ કે આચાર-વિચારોનો સંતોષ થયો. સદ્ગુણોથી આપણને સંતોષ થાય તેવું કેટલું છે ? ૨૪૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગે આગળ વધવા નાની ભૂલની પણ મોટી સજાની તૈયારી રાખવી જોઈએ. - અંધકમુનિ પદાર્થને સાચવવાની મહેનત કરે તે સંસારી. પરિણામને સાચવવાની મહેનત કરે તે સાધુ. પરિણામ સુધારવા સાદી વસ્તુથી ચલાવવાની તૈયારી રાખવી. બીજા બધા બંધનની જાણકારી હોવાથી તે બંધનરૂપ લાગે. પણ વિજાતીયમાં બંધનની બુદ્ધિ ન હોવાથી તેનું જોખમ વધી જાય છે. જેને શ્રવણની જરા પણ ઈચ્છા નથી, તેને ઉપદેશ આપવો તે ગુનો છે. તેને ઉપદેશ આપનાર ગુરુ પણ ગુનેગાર છે. નિંદા એટલે પરાયા દોષની પોટલી આપણા માથે ઊંચકવી. નિંદા એટલે પારકા દોષની આમંત્રણ પત્રિકા. - ઉપદેશમાલા આપણી, ગુરુની, સમુદાયની આબરૂ વધે અને આપણા આચાર જોઈ ગૃહસ્થોને સંયમી ઉપર બહુમાન થાય એવું જીવન બનાવવું. સંવેગ અને સમર્પણભાવ સ્વાધીન છે. તેની ખોટ મોક્ષમાર્ગે અવરોધક છે. અને તેમાં પ્રામાણિક પુરુષાર્થ કરવાથી જ્ઞાન અને તપ વગેરે યોગની ખોટ પૂરાઈ જાય છે. પોતાના દોષને છૂપાવે તે માયાવી. બીજાના દોષને છુપાવે તે ગંભીર. બાહ્ય વાતોમાં ધ્યાન રાખનારા ગુરુ ગમે અને આંતરિક બાબતોમાં ધ્યાન રાખનારા ગુરુ ન ગમે તો સમજવાનું કે આ ભારેકર્મીપણાની નિશાની છે. આત્માની અનુભૂતિ માટે સંવેદનશીલ હૃદયથી ભાવના થવી . જોઈએ. તેવી ભાવના ન હોય તો શુભ સંસ્કાર જોઈએ. ૨૪૪ Page #256 -------------------------------------------------------------------------- ________________ • નાની નાની ક્રિયામાં પણ બહુમાન વધારો અને નાના નાના દોષોને પણ ઘસતા જાવ. અઈમુત્તા મુનિ ઠંડા, વિલાસી અને વિકૃત લોહી આત્મક્રાંતિ કે દોષમાંથી સંક્રાંતિ કરી શકે નહિ. કંડરિક મુનિ પુદ્ગલની આસક્તિ તૂટે તો સ્વાધ્યાયનો ક્ષયોપશમ કુદરતી રીતે ઊભો થાય. ઊંચા ગુરુથી મોક્ષ નથી પણ મળેલા ગુરુના અનુશાસનને સહર્ષ સ્વીકારવાથી મોક્ષ છે. ચંડરુદ્રાચાર્ય શિષ્ય સાધુની પ્રતિજ્ઞા છે.’ ગજસુકુમાલ · નાનામાં નાની ભૂલ બદલ ગુરુનો કડકમાં કડક ઠપકો મળવા છતાં મનની પ્રસન્નતા વધે ત્યારે સાચું શિષ્યત્વ પ્રગટ થાય. - મૃગાવતીજી - - - આપણા નિમિત્તે બીજાને અંતરાયાદિ ન કરવા તે પણ એક આરાધના છે. શાલિભદ્રપત્ની જિજ્ઞાસા = આત્માના સ્તરે જાણવાની તાલાવેલી. ‘સહન કરવું એ મારો જન્મસિદ્ધ હક્ક કુતૂહલ = પુદ્ગલના સ્તરે જાણવાની તાલાવેલી. મોક્ષની ઈચ્છા (૧) શાસ્ત્રજ્ઞાનથી જાગે. (૨) સમજણથી જાગે. (૩) અનુભૂતિથી જાગે. = જીવનના મુખ્ય બે કામ (૧) સ્વના ગુણને પચાવો. (૨) પરના દોષને પચાવો. શુદ્ધ ચૈતન્યનું પોતાને પોતામાં સંવેદન એટલે નિર્મળ સમ્યગ્ દર્શન. સંયમમાં ઉદ્યમ જયણાનું પાલન. ધર્મરુચિ અણગાર ૨૪૫ - Page #257 -------------------------------------------------------------------------- ________________ ગુરુને શાસ્ત્રની શરમ અને દોષનો ડર નડે. શિષ્યાદિ શક્તિશાળી કે લબ્ધિધર હોય તો પણ તેની શરમ ગુરુને ન નડે. સ્થૂલભદ્ર ! બીજાને આકર્ષવાની વૃત્તિ જન્મે ત્યારે પોતાના અંતઃકરણનો નિર્મળ પરિણામ ખતમ થાય છે - ભદ્રબાહુ સ્વામી આત્મસાક્ષીએ સંયમ આવે ત્યારે સંયમનો આનંદ, સાવધાની, સમ્યકજ્ઞાન, કેવલજ્ઞાન આવે. - પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાધુ માટે સાધ્વીના શબ્દો પણ અશ્રાવ્ય છે. તેમનું રૂપ પણ અદર્શનીય છે. બીજા સાધુનો વિચાર કરે તેનો (૧) સ્વાર્થભાવ તૂટે, (૨) હૃદય કુણું પડે, (૩) સાધુ પ્રત્યે સદ્ભાવ જળવાય, (૪) શાસનની સાચી આરાધના થાય. કપટાદિરહિત હૃદયથી ગુરુ પ્રત્યેની સાચી શરણાગતિથી પણ ભાવનાજ્ઞાનની સમકક્ષ પહોંચી શકાય છે. - ભાષrષમુનિ શાસ્ત્રમાં જે વાંચેલ, સાંભળેલ હોય તે જીવનમાં અનુભવીને બતાવે તે ભાવ સંયમી. • પન્ના અણગાર જ્ઞાની અને અજ્ઞાનીની પ્રવૃત્તિમાં કદાચ ફરક ન હોય. પણ પરિણામમાં તો ઘણો ફરક હોય. - નંદીષણ સ્થાનજન્ય મોક્ષ પછી મળે. પહેલાં મનઃસ્થિતિજન્ય મોક્ષ મળે. - પુષ્પચુલા સાધ્વીજી સ્વગુણોને અપ્રગટ કરવા દ્વારા પચાવવાના. અને પરદોષોને પર પ્રત્યે અતિરસ્કારથી પચાવવાના. • પુંડરિક મુનિ બહુમાન વિનાનું શ્રવણ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કરાવી શકે નહિ. - ૩૬૩ પાખંડી • ૨૪૬ Page #258 -------------------------------------------------------------------------- ________________ જેમ ઘરમાં ગંદકી ન ચાલે તેમ જીભ પર(બોલવામાં) પણ ગંદકી ન ચાલે. - દ્રૌપદી ધ્યાન એટલે પરમાત્મામાં અને તેના ગુણોમાં તદ્રુપ બનવું. - ગુફાવર્તી દમયંતી જેમ જેમ નબળા આચાર છૂટતા જાય તેમ તેમ યોગ્ય જીવના નબળા વિચાર ખલાસ થતા જાય. • ચક્રીનો બ્રહ્મચારી ઘોડો સ્વાધ્યાયથી પદાર્થ-ભાવાર્થ-પરમાર્થ મળે. - સિદ્ધર્ષિ ગણી વિભૂષા-વિકૃતિ- વિકથા-વિશ્રવણ-વિદર્શન એ સંયમમર્યાદાની બહારની વાત છે. - દ્રૌપદીનો પૂર્વ સાધીભવ સાધુપણાની મર્યાદાને ચુસ્તપણે વળગી રહે તેને નિકાચિત કર્મો પણ પછાડી ન શકે. . રાજીમતીજી જેનું હૈયું મોક્ષની ઝંખનાથી વ્યાપ્ત હોય તે જ સાચો ભાવસાધુ પરમાત્માનું સાન્નિધ્ય ન અનુભવે તેનો કેડો ભય છોડે નહિ. પરમાત્માનું સાંનિધ્ય જે અનુભવે તેને ભય સતાવે નહિ. પીપરામૂળ જેમ ઘસો તેમ તેની શક્તિ બળવાન બને. સાધુ જેટલું સહન કરે તેમ સંયમનો અનુભવ દઢ બને. - મેતારજ મુનિ અગ્નિ લીલા ઘાસને પણ બાળે, ઝેર તંદુરસ્તને પણ મારે. તેમ વિજાતીય વ્યક્તિ નિર્મળ ચારિત્રવાળાને પણ પછાડે છે. - આદ્રકુમાર દોષિત રોટલી વાપરવા કરતાં કયારેક નિર્દોષ એવી મીઠાઈ/બદામ વાપરવામાં દોષ વધારે ! શાબ્દિક જ્ઞાનને સમજણમાં ફેરવવા માટે યથાશક્તિ અમલ જરૂરી. તે માટે સત્ત્વ ફોરવવું પડે. સમજણ મજબૂત બને પછી અનુભૂતિના સ્તરે પહોંચે. ૨૪૭ Page #259 -------------------------------------------------------------------------- ________________ પોતાની ભૂલમાં લઘુતાના દર્શન એ જ સૌથી મોટી ભ્રમણા છે. - લક્ષ્મણા સાધ્વીજી વ્યવહાર કે નિશ્ચય નહિ, પરંતુ પહેલાં સદ્ગુણ મેળવવા એ મોક્ષમાર્ગ છે. સ્વાધ્યાય ઘટે તો દુનિયાનો રસ વધે. સ્વાધ્યાયનો રસ વધે તો દુનિયાનો રસ ઘટે. જે સરળ છે તે ધર્મ પામવાને લાયક છે. - અઈમુત્તા મુનિ કોઈના દોષ પ્રગટ કરવા એ પણ નિષ્ઠુરતા/કઠોરતા છે. સુદર્શન શ્રેષ્ઠી સ્વદોષનું જ્ઞાન અને તેનાથી મુક્તિનો પ્રયત્ન એ જ મોક્ષમાર્ગ છે. - બંધકમુનિઘાતક રાજા વિવેકીને આરાધના સરળ. જડને આરાધના મુશ્કેલ. વક્રને આરાધકભાવ દુર્લભ. પોતાના જીવનમાં જરૂર આચારચુસ્ત બનવાનું અને ‘આચારચુસ્ત ન હોય તે સાધુ ન કહેવાય' આવું કદી વિચારવાનું કે બોલવાનું નહિ. પુષ્પચૂલા સાધ્વીજી પોતાના નિમિત્તે બીજાના ભાવપ્રાણો ખતમ ન થાય એની સતત સાવધાની રાખે તેનો મોક્ષ નજીક સમજવો. બલભદ્ર મુનિ ગોચરીમાંડલીમાંથી બહાર આવે ત્યારે કોના પાત્રામાં શું હતું ? તેનો કોઈ ખ્યાલ ન હોય તે સાચો વૈરાગી. ઉચિત પ્રવૃત્તિ = ગુરુની ઈચ્છા, સંમતિ અને પ્રસન્નતા જોઈને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી તે. વિલાસપૂર્વકની ચાલ, ગાદલાનો ઉપયોગ, સ્નાન, ગૃહસ્થને ગોચરી જતાં ઉપદેશ આપવો- આ સુસાધુના લક્ષણ નથી. ૨૪૮ – - Page #260 -------------------------------------------------------------------------- ________________ સાધુતાનો સંબંધ જ્ઞાન, ક્રિયા કે તપની ઝંખના સાથે નથી પણ દોષમુક્તિની ઝંખના સાથે છે. · સંયમની સાચી અનુભૂતિ સહન કરવામાં છે. - મુનિ દૃઢપ્રહારીજી શાસન એટલે મર્યાદા. મર્યાદા છે ત્યાં શાસન છે. મર્યાદા તોડવી એ શાસનનાશ કરવાનું કાર્ય છે. કારણવશ ગોચરીના ૪૨ દોષ લાગે પણ માંડલીના ૫ દોષ ન લાગે તો પોતાને નુકશાન ઓછું થાય. દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ મોક્ષમાર્ગ પછી છે, પહેલાં સરળતા મોક્ષમાર્ગ છે. કુરગડુ મુનિ • - ગુરુગમથી મેળવેલું જ્ઞાન સત્ત્વના ઊર્ધીકરણમાં સહજ રીતે આગળ વધારે છે. મોક્ષ ઉપકરણથી નહિ પણ અંતઃકરણની વિશુદ્ધિથી થવાનો છે. મરુદેવા માતા ચિલાતિ પુત્ર સ્વનું પરિશીલન એ જ મોટો સ્વાધ્યાય છે. પ્રાયશ્ચિત્તનું વહન કરવામાં પાપ પ્રત્યે પસ્તાવો જાગે તો પાપના અનુબંધ તૂટે. - અઈમુત્તા મુનિ - તપ-ત્યાગ-સ્વાધ્યાય ઓછો હોય તો ચાલે પણ મારા કારણે બીજાના ભાવપ્રાણ તૂટી ન જાય તેવી સાવધાની ન હોય તે હગિજ ન ચાલે. મોક્ષે જનાર સાધુને ગુરુનું અનુશાસન ગમે. દેવલોકમાં જઈ સંસારમાં ભટકનારને બહુ બહુ તો અનુશાસન વગરની આરાધના ગમી શકે. મૃગાવતીજી-કુલવાલક ચાર વસ્તુ સહન કરવાની :- (૧) પોતાનું દુઃખ (૨) બીજાનું સુખ (૩) બીજાના દોષ (૪) કોઈના કડવા વચન. ૨૪૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય કોણ વિશુદ્ધ પાળી શકે ? (૧) અપ્રમત્તપણે સ્ત્રી કે સાધ્વીનો સંપર્ક ન રાખે. (૨) સ્ત્રીનો જે ક્યારેય વિશ્વાસ ન રાખે. દરેક પ્રકારની પરિસ્થિતિમાં આરાધના કરવાની આવડત હોય તે મોક્ષમાર્ગના સાચા આરાધક બને. • અર્ણિકાપુત્ર આચાર્ય જેણે જીવનસમાધિ ટકાવી હોય તેને સમાધિમરણ સુલભ. • ગુરુ પાસે ભણવા જતા પહેલાં વિનય, અહોભાવને ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચાડો તો મેળવેલું જ્ઞાન ઠરેલ સમજણ અને અનુભૂતિના સ્તરે પહોંચાડે. શાસ્ત્રો એ દિશાસૂચક પાટીયા છે. આપણું જીવન એટલે એ પાટીયા પ્રમાણે આચરણ-વલણ-વર્તન. વિષયાંધ દશા, રાગ, આસક્તિ અને ગૃદ્ધિ શાસ્ત્રોને પરિણમન થતા અટકાવે. - અષાઢાભૂતિ અવિનય અને ઉદ્ધતાઈ સમજણના જ્ઞાનને શાબ્દિક બનાવી દે. - જમાલિ આરાધકોમાં ચોતરફ જ્ઞાન-આચાર- ક્રિયાની પડાપડી છે, પણ અનંતજ્ઞાનાદિ ગુણયુક્ત આત્માની પ્રાયઃ કોઈને પડી નથી. જેને અંતઃકરણની પડી ન હોય અને ઉપકરણમાં અટવાય તે સંયમજીવન પાળી ન શકે. • રત્નકંબલવાળા શિવભૂતિમુનિ જગતના લાભ-નુકસાનના ગણિતથી ધર્મક્ષેત્રમાં સ્થિરતા શક્ય નથી. • અરણિક મુનિ જેમાં મન ઠરે તેની યાદ વધે. - ભવદેવ મુનિ ગુણ આવે તો દોષ જાય- એમ નહિ, પણ દોષ જાય તો ગુણ આવે. • નંદીષેણ મુનિ ૨૫૦ Page #262 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ તો પશુને પણ સુલભ છે. વૈરાગ્ય સમજદાર માનવને પણ દુર્લભ છે. - મુનિ રહનેમિજી માયાવી પકડાઈ જાય તો માયા છોડી દે. વક્ર પકડાઈ જાય તો ય દલીલ-બચાવ કરતો રહે. • રુક્તિ સાધ્વી ઉપકરણની Quantity થી સંતોષ રાખવો અને અંતઃકરણની Quality વધારવી. પૈસા પાકીટથી સલામત, શ્રદ્ધા આચરણથી સલામત. - સુલસા એક સિક્કાની બે બાજુ :- (૧) આત્માની સચિ/આનંદ - એક બાજુ. (૨) પુદ્ગલનું મમત્વ ન હોય – બીજી બાજુ. શક્તિ ન હોય ત્યારે જે સમસમીને રહે તે શક્તિ આવે ત્યારે સમુદાય/ગુરુ સામે બળવો કર્યા વિના ન રહે. - કલિકાલસર્વજ્ઞશિષ્ય બાલચંદ્ર શાસ્ત્રનો મર્મ સાધના અને ઉપાસનાના સમન્વયથી મળે, વ્યાકરણ અને ન્યાયની નિપુણતાથી નહિ. - નિદ્ભવ ગોષ્ઠા માહિલ વૈરાગ્યનું ઉત્પત્તિસ્થાન સંવેગ છે. - જંબુસ્વામી વક્ર ત્યાગ કરી શકે. પણ ઉત્કૃષ્ટ વૈરાગ્યના માર્ગે આગળ વધી ન શકે. - ગોશાળો વૈરાગ્ય ન હોય ત્યાં તાત્ત્વિક સમર્પણભાવ ન હોય. ગુરુસમર્પણ ન હોય ત્યાં પારમાર્થિક ગુરુકૃપા ન હોય. - કંડરિક મુનિ સ્વાધ્યાય એ સાધુપણાનો પ્રાણ છે. જેટલો સ્વાધ્યાયનો યોગ મજબૂત એટલો સંયમનો સ્વાદ વધારે. જાતે વિરાધનાથી અટકવું સહેલું. પણ વિરાધકભાવથી-દોષથી અટકવા માટે ગુરુકૃપા આવશ્યક છે. • કુલવાલક મુનિ આરાધના ઓછી થાય તો ચાલે, પણ વિરાધકભાવ લેશમાત્ર ન ચાલે. - સુમંગલાચાર્ય -- ૨૫૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ સંયમીને મોક્ષમાર્ગમાં આગળ વધવાનો અનુભવ થવો જોઈએ અને તે માટે પોતાનામાં સદ્ગુણો ખીલતા દેખાવા જોઈએ. વિદ્વત્તા, પ્રભાવકપણું, તપ-ત્યાગ-વૈયાવચ્ચ ઊંચી કક્ષાના ન હોય તે ચાલે. પણ સંયમની મર્યાદામાં આંશિક પણ કચાશ ન ચાલે. આર્ય મહાગિરિજી - પોતાની જાત ઉપર જે અનુશાસન નથી કરી શક્તો તે ભગવાનના શાસનમાં આવી નથી શક્તો. આચાર્ય મંગુ આચારશુદ્ધિ અનેકને લાભદાયી છે. વિચારશુદ્ધિ સ્વને લાભદાયી છે. માટે આચારશુદ્ધિનો લાભ તે જ પ્રારંભમાં તાત્ત્વિક લાભ છે. - ઈલાયચીકુમાર પ્રતિબોધક મુનિ ધીરજ = કુતૂહલનો અભાવ. જ્યાં રુચિ છે ત્યાં ધીરજ આવે છે. જ્યાં રુચિ ન હોય ત્યાં અધીરાઈ આવે છે. સંયમી=કટોકટીમાં છોડેલા આચારને અનુકૂળ સંયોગોમાં પાછા પકડી લે, પોતાની શક્તિ અને ભાવનાને ઊંચકી આચારમાર્ગે જવા તત્પર બને.- સાધ્વીશીલરક્ષક કાલિકસૂરિ - નાની-નાની વાતમાં સહવર્તી સાથેની મૈત્રી તોડનારની ‘શિવમસ્તુ ....' ની ભાવના પોકળ સમજવી. જાત ઉપર કડકાઈ કરીને જ સંયમનું ઘડતર કરવાનું છે. - વિગઈત્યાગી સોમસુંદરસૂરિ બાહ્ય પરિબળો આપણને ભૌતિક તત્ત્વોથી છોડાવી શકે પણ છૂટકારો તો આપણે ખુદ મેળવવો પડે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ આચાર ભલે યથાશક્તિ પાળીએ. પણ ભગવાને જે, જે પ્રમાણે, જેટલું કીધું છે તે, તે પ્રમાણે, તેટલું બધું જ યોગ્ય જીવને કહેવું. નહિ તો આપણે માર્ગભ્રષ્ટ બનીએ. મરીચિ ૨૫૨ - Page #264 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયનયથી પરપરિણતિ કયારેય ભોગ્ય નથી. પુદ્ગલ દ્રવ્ય કયારેય ભોગ્ય નથી. કર્મોદયજન્ય દશા કે વસ્તુ કયારેય ભોગ્ય નથી. સારા આલંબનથી આગળ વધીએ તે પ્રશસ્ત ભાવ છે. પણ આલંબન દૂર થતાં ઉભી થયેલી શક્તિને ગૌણ કરીએ અને તે ભૂમિકાએ ન પહોંચીએ તો તે માયા-કપટનો ભાવ છે. પ્રવૃત્તિ માટે શક્તિ-સંયોગ-સામગ્રી- સહાયક-યોગ્ય સમયયોગ્ય ઉપકરણ-પ્રેરણા જોઈએ. તો આરાધના સરળ બને. પણ પરિણામ માટે આગમભાવિત બુદ્ધિ જોઈએ. - મેઘકુમાર મુનિ શ્રવણનું ફળ - સમજણ. સમજણનું ફળ - આચરણ. આચરણનું ફળ - પરિણમન. પરિણમનનું ફળ - મોક્ષગમન. આચરણ હોય તો સમજણ ટકે. તેથી દેવોને સમકિત ટકાવવું મુશ્કેલ, મનુષ્યોને સમકિત ટકાવવું સરળ. સારું આચરણ સમજણને પણ સારી અને શુદ્ધ બનાવે છે. - વલ્કલચિરી આપણી પાસે કયા ગુણો છે ? તે યાદ રાખીએ અને જે દોષ છે તેની ઉપેક્ષા કરીએ ત્યાં સુધી મોક્ષ ન થાય. - બાહુબલિ મુનિ જે ક્રિયામાં ભગવાન ભળે તે ક્રિયા ક્રિયાયોગ કહેવાય. જે ક્રિયામાંથી ભગવાન હટે તે ક્રિયા ક્રિયાકાંડ કહેવાય. સમજણથી પણ આચરણ આવે છે અને નિષ્કપટ આચરણથી પણ સમજણ આવે છે. તેથી બંનેના આલંબનથી આગળ વધવું. કોઈ પ્રસંગની અસર આવતી નથી, આપણે ઊભી કરીએ છીએ, આપણે લઈએ છીએ. - ખંધક સૂરિજી • –-૨૫૩E Page #265 -------------------------------------------------------------------------- ________________ પોતાના દોષની જવાબદારી લેવાની જેની તૈયારી ન હોય તેનો મોક્ષ ન થાય. - ચંડકૌશિક પૂર્વભવ શાસ્ત્રો એ સૂચક છે અને મોક્ષમાર્ગમાં થતા આપણા અનુભવની સરખામણી માટે છે. દ્વેષ બે-ચાર વસ્તુ પર હોય, જ્યારે મોહ તમામ વસ્તુ પર હોઈ શકે છે. મોક્ષમાર્ગની સતત જાગૃતિ માટે જ્ઞાનની લંબાઈ કરતા ઊંડાઈ વધારે મહત્ત્વની છે. અભવ્યનું નવ પૂર્વનું જ્ઞાન = લંબાઈ. અષ્ટપ્રવચન માતાનું હૃદયસ્પર્શી જ્ઞાન = ઊંડાઈ. - અઈમુત્તા મુનિ આપણી મનોવૃત્તિને શાસ્ત્રવચન મુજબ ગોઠવતા જઈએ એટલે કે શાસ્ત્ર અને આપણા અનુભવ વચ્ચે સંવાદ ઊભો થાય, તો જ્ઞાન ઊંડાઈમાં જાય. સરળજીવ = શાસન પામવાને લાયક. તે સદાચાર મેળવે. સંવેદનશીલ જીવ સમકિત પામવાને લાયક. તે સાધના મેળવે. સમર્પિત જીવ સંયમ પામવાને લાયક. તે ઉપાસના મેળવે. “હે પરમાત્મા ! મારી પાસે રહેલી તમામ ચીજ તારી થાપણ છે અને તે થાપણનો હું નાશ કરી ન બેસું કે તેને અભડાવી ન નાખું-એવી ઠરેલ સમજણ દેજે.” - આવી હાર્દિક પ્રાર્થના એ પણ નમસ્કારનો પ્રકાર છે. દ્રવ્ય કર્મ ઘટાડવાનું મુખ્ય સ્થાન = નરક, તિર્યચ. ભાવ કર્મ વધારવાનું મુખ્ય સ્થાન = દેવભવ. ભાવ કર્મ વધારવા/ઘટાડવાનું મુખ્ય સ્થાન મનુષ્યભવ. સરળતા અને અહોભાવ મોશે પહોંચવાના રાજમાર્ગ છે. - પુંડરિક સ્વામીના પાંચ કરોડ મુનિ ગુરુદેવ પ્રત્યે સમર્પણભાવ + વ્રતપાલનમાં સાત્ત્વિકતા + સાધર્મિક પ્રત્યે સહાયકતા = ભાવસંયમ. મુનિ બાહુ-સુબાહુ H૨૫૪ Page #266 -------------------------------------------------------------------------- ________________ ઘણી વાર પાપજન્ય સંસાર કરતાં પુણ્યજન્ય સંસાર વધારે હેરાન કરે. - ચક્રવર્તી સ્ત્રીરત્ન અપેક્ષાએ પ્રતિકૂળતામાં આરાધના કરવાનું અનુકૂળતામાં આરાધના કરવા કરતાં વધારે સરળ છે. વેષ ઉત્પન્ન થવાનું કારણ રાગ છે. કષાય ઉત્પન્ન થવાનું કારણ વિષયનો રાગ છે. • શિવભૂતિ મુનિ હમણાં રાગને ઘટાડવા કરતાં રાગનો વિષય પ્રશસ્તતત્ત્વને બનાવીએ. - રેવતી શ્રાવિકા વૈયાવચ્ચ અથવા સ્વાધ્યાયના રાગથી ઊંઘ ઓછી થાય. રાગ કાબૂમાં હોય તો એનો અર્થ એ કે વિવેકદષ્ટિ જાગૃત છે. • જેબૂકુમાર આરાધના કરવી સહેલી પણ આરાધના કર્યા બાદ મન નિર્મળ બનાવવું અઘરું. - અગ્નિશર્મા આરાધના કરવાની શક્તિ અયોગ્યને અભિમાની બનાવે. આરાધના કરવાની શક્તિ ન હોય તો તે હતાશ અને ઈર્ષ્યાળુ બને. . સિંહગુફાવાસીમુનિ જે ચીજ મનને મલિન કરે તે તમામને છોડવી. જે કાર્ય મનને નિર્મળ કરે તે તમામને કરવું. સાધના કર્યા વિના સરળ અને સમર્પિત અનંતા જીવો મોક્ષે ગયા છે. પણ સરળતા અને સમર્પણભાવ વિના એક પણ સાધક મોક્ષે ગયો નથી. શિષ્ય સતત ઝંખતો હોય કે “ગુરુની નજર સતત મારી ઉપર રહે તો સારું. જેથી મારું સાચું ઘડતર થઈ શકે.” દેહ, કર્મ અને જગતથી પર એવા પોતાના પારમાર્થિક અસ્તિત્વમાં ઠરવું એ જ સાચી સાધુતા. - ઢંઢણમુનિ -૨૫૫ Page #267 -------------------------------------------------------------------------- ________________ રૂપકેન્દ્રિતદષ્ટિ એટલે મિથ્યાદર્શન. સ્વરૂપકેન્દ્રિતદષ્ટિ એટલે સમ્યગ્દર્શન. સ્વરૂપની અપર્ણોલ ગાઢ અનુભૂતિ = સંયમ. આપણા ઉપર ગુરુનો ક્રોધનારાજગી વધે એમ ગુરુના અંતરમાં આપણું સ્થાન વધે છે. પણ તેમાં આપણી પ્રસન્નતા વધવી | ટકવી જોઈએ. • ચંદ્રાચાર્યના શિષ્ય પ્રેમ - લાગણી - વાત્સલ્યમાં ક્યારેય બદલાની અપેક્ષા હોતી નથી. બદલાની અપેક્ષા હોય તે પ્રેમ નહિ, સોદાબાજી છે. જીવલેણ ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ પ્રેમ વરસાવે તે સાધુ - મુનિ અર્જુન માળી “ગુરુ ઠપકો આપી મને કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે. આવો દૃષ્ટિકોણ આવે તો જીવન વિકાસોન્મુખ બને. - સાધ્વી મૃગાવતીજી સાધનાની ભઠ્ઠીમાંથી પસાર થયા વિના દોષના કચરા ન બળે. - સુકોશલ મુનિ સહનશીલને સાધનામાં આનંદ આવે. કાયરને સાધનામાં કંટાળો આવે. વિવેકી માણસ સત્ત્વને જગાડે. જ્ઞાનદષ્ટિ વિવેકને આપે. શાસ્ત્રબોધ = કેરીનો પડછાયો. સ્વાનુભવ = મધુર આમ્રફળ. શું પડછાયો તૃમિ પ્રગટાવે ? સત્ત્વની કચાશ પ્રાપ્ત થયેલ સંયમજીવનના આનંદને તોડી નાખે છે. - મુનિ મેઘકુમાર શિષ્ય બુદ્ધિનું બખ્તર પહેરી ગુરુ પાસે આવે ત્યારે શિષ્યને ગુરુમાં બુદ્ધિ ઓછી લાગે અથવા સમર્થ ગુરુમાં પણ કોઈ ત્રુટિના દર્શન થાય. • જમાલિ –-૨૫૬ ૨૫૬ Page #268 -------------------------------------------------------------------------- ________________ કર્મકૃત સ્વવ્યક્તિત્વ સાથે તાદાભ્યનો અનુભવ એટલે સંસાર. સ્વભાવગત સ્વવ્યક્તિત્વ સાથે ઐક્યનો અનુભવ એટલે મુક્તિ. ગુરુમાં ગૌતમસ્વામીની બુદ્ધિ, ગુરુભાઈઓ કે વડીલોમાં ઉપાસ્યની બુદ્ધિ, નાના સાધુ પ્રત્યે વાત્સલ્યનો ભાવ હોય તો મોક્ષ થાય. પરપરિણતિની ઉપેક્ષા માટે (૧) તેનું મહત્ત્વ ઘટાડો અથવા (૨) બીજી મહત્ત્વની આંતર વસ્તુ મેળવો. વૈરાગી ભરતચઢી માન-અપમાનથી આપણે દુઃખી નથી પણ તેની નોંધથી દુઃખી છીએ. • મુનિ વિશ્વભૂતિ (મહાવીર પ્રભુજીવ) ગુરુ પાસે બુદ્ધિનો ઉપયોગ થાય તો ગુરુ પ્રત્યે સમર્પણભાવની કચાશ જાણવી. • નિહ્નવ ગુરુસમર્પણભાવ જેટલો પ્રકૃષ્ટ હોય તેમ તેમ જ્ઞાન, સંયમ, તપ, જપ, પુષ્ય, લબ્ધિ, શક્તિ, શુદ્ધિ આદિ સર્વક્ષેત્રીય વિકાસ થાય. - ગૌતમ સ્વામી ધીરજવાળો સ્વભાવ હોય તે જયણા પાળી શકે. સમર્પણભાવ = પોતાની જાત ઉપર પોતાની માલિકી ઉઠાવી સંપૂર્ણપણે ગુરુની માલિકી સહર્ષ સ્થાપિત કરવી. -મેઘકુમાર મુનિ બાહ્ય આચારો કપડાના સ્થાનમાં છે. મોક્ષમાર્ગનો અનુભવ આરોગ્યના સ્થાનમાં છે. - વૈરાગી પૃથ્વીચંદ્રરાજા ગુરુ ઉત્સર્ગને આચરે તો ગુરુ કહે અને કરે તેમ કરવાનું. ગુરુ અપવાદને આચરે તો ગુરુ કહે તેમ કરવાનું. ગુરુની આજ્ઞા ન પાળવી, ગુરુની આજ્ઞામાં મોટું બગાડવું, નિંદા, આશાતના, ઉદ્ધતાઈ કરવી, ગુરુની સામે બોલવું વગેરે ગુરુના પરાભવના પ્રકારો છે. ૨૫૭+ Page #269 -------------------------------------------------------------------------- ________________ • જ્યાં મર્યાદા-વિનય-વિવેક-વૈરાગ્ય-ઔચિત્યનું પાલન છે ત્યાં શાસન જીવંત છે. પરિણામનો આનંદ ન હોય પણ તેની રુચિ હોય તો પણ આપણે મોક્ષમાર્ગ છીએ. ગુરુની ધાક હોય તો જ પ્રમાદી શિષ્યનું જીવન ઉજ્જવળ બને. ધીરજ = જે કામમાં જેટલો સમય આપવાથી તે કાર્ય સારી રીતે થાય, સ્વ-પરને નુકશાન ન થાય તેટલો સમય ફાળવવો. લબ્ધિ અભિગ્રહથી ખીલે તેમ જ વૈયાવચ્ચ આદિમાં ઉલ્લાસથી ઉછળતા ભાવો દ્વારા ખીલે. અનાસક્ત-નિર્લેપ-નિર્વિકારદશા તરફ ગમન તે જ મોક્ષમાર્ગ, - લગ્નમંડપમાં કેવલી થનાર ગુણસાગર જગતની અનિષ્ટ ઘટનામાં ચાર વિકલ્પ - (૧) રડવું = આર્તધ્યાન (૨) લડવું = રૌદ્ર સ્થાન (૩) હસવું = ધર્મધ્યાન (૪) તટસ્થતા = શુક્લ ધ્યાન. ભગવાન અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યરૂપ ભોગ્ય શક્તિમાં લીન છે. માટે તેમને પરપદાર્થની ઉપેક્ષા સહજ બની જાય છે. શાસનની સ્થાપના - રક્ષા અને પ્રભાવના એ ત્રણે દરેક નથી કરી શકતા. પણ શાસનનું તેજ ઘટતું અટકાવવાની જવાબદારી દરેકની છે. નોકરીમાંથી ધંધો કરવામાં કમાણી વધવી જોઈ તેમ શ્રાવકપણામાંથી સાધુપણામાં ભાવોની મૂડી વધવી જોઈએ. વૈયાવચ્ચી થઈને, તપ કરીને, વિદ્વાન બનીને, માન લઈને પણ નમ્રતા કેળવે તે ભાવચારિત્ર પામી શકે. (૨૫૮F Page #270 -------------------------------------------------------------------------- ________________ કષાય કષાય તરીકે લાગે જ નહિ તે અનંતાનુબંધી કષાય. પરપરિણતિની ઉપેક્ષા જ કરવાની હોય. જેમ રસ્તાની ધૂળ ઉપેક્ષ્ય છે તેમ. - સનતકુમાર રાજર્ષિ પરમાત્માની નજીક જવાનો ઉપાય - (૧) જગતની ઉપેક્ષા કરવી. (૨) જીવોને નિકટ રાખવા. (૩) જાતની શુદ્ધિ કરવી. • મીરા પ્રવૃત્તિનો ભાવ કર્તુત્વભાવ લાવે. તે બંધનનો માર્ગ છે. પરિણામનો ભાવ ઉદાસીનભાવ લાવે. તે નિર્જરાનો માર્ગ છે. કેવળ પ્રવૃત્તિનો આનંદ = ઔદયિક ભાવ. તે દેવલોક આપે. પરિણામનો આનંદ = ક્ષયોપશમ ભાવ. તે મોક્ષ આપે. બાહ્ય જગતમાં “હોવા” સાથે સંબંધ છે. આંતરિક જગતમાં “લાગવા” સાથે સંબંધ છે. ભગવાન સારા છે. પણ સારા લાગવા જોઈએ. પ્રવૃત્તિમાં કાયમ વ્યવહાર લાવવો. પરિણામમાં કાયમ નિશ્ચય રાખવો. “દીક્ષાનો પર્યાય ૨૫ વરસનો થયો” એવા શબ્દો = વ્યવહાર. ૨૫ વર્ષના દીક્ષા પર્યાય પછી પણ “મેં હમણાં જ દીક્ષા લીધી' એવો ભાવ = નિશ્ચય. ભગવાનના ગુણ જેને આનંદ ન આપે તેને ભગવાનના વચન કઈ રીતે આનંદ આપી શકે ? સંયમીની પુદ્ગલમાં પ્રવૃત્તિ (૧) ઉપેક્ષ્ય-ઉદાસીનપણે હોય, (૨) ઉપાદેયપણે ન હોય, (૩) ઉચિત અને જરૂરીપણે હોય, (૪) માત્ર અધિકૃત હોય તેટલી જ હોય. --૨૫૯ • ૨૫૯ Page #271 -------------------------------------------------------------------------- ________________ આપણી રુચિ હોય તે પ્રમાણે આપણી શક્તિ વળતી જાય છે. પ્રદેશી રાજા આપણા અપરાધીભાવનો સ્વીકાર કરીએ તેટલા પૂરતો અશુદ્ધ નિશ્ચયનય ઉપકારી છે. અશુદ્ધ નિશ્ચય નયથી આત્મા રાગ-દ્વેષનો કર્તા છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા સ્વભાવદશાનો કર્તા છે. શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રનો કર્તા છે. મોક્ષમાર્ગ અને સંસારમાર્ગ બેમાંથી એક માર્ગ સતત બને જ છે. માટે મોક્ષમાર્ગ બનાવવા સતત જાગૃત રહેવું. • માનસિક સત્ત્વ અને ધીરજ કદાચ ન હોય તો ય નિશ્ચયનયની ભાવનાથી તે પ્રગટ થાય. ભગવાન એક એવા સાગર છે જેની પાસે ગુણની સુવાસ છે અને સુખની મીઠાશ છે. છતાં દુઃખ-દોષની ખારાશ નથી. ભોગાંતરાયના ઉદયથી, મોહનીય કર્મના ઉદયથી જે ગુણો આવે તે ઔદિયક ભાવના કહેવાય. ચક્રીનો બ્રહ્મચારી અશ્વ ધર્મમાં પુરુષાર્થપ્રધાન દૃષ્ટિ જોઈએ. નંદનરાજર્ષિ પાપમાં ફળપ્રધાન ષ્ટિ જોઈએ. સુલસ - ‘પુણ્યથી સુખી, પાપથી દુ:ખી, માનથી સુખી, અપમાનથી દુઃખી’ આ ગેરસમજ છે. ‘ગુણથી સુખી, દોષથી દુઃખી’ આ સાચી સમજણ છે. -11 વિવેક આચારસંબંધી જડતાને તોડે પણ તે મર્યાદા તોડતો નથી. દા.ત. એકસીડંટ થતાં સાધુને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે મોકલવા. બે પ્રકારની મૂડી સાધુ પાસે હોય (૧) આચારની (૨) ગુણની. આચારની મૂડી કરતાં ગુણની મૂડી સ્વ માટે વધુ બળવાન છે. ૨૬ ૦ Page #272 -------------------------------------------------------------------------- ________________ ફળની રુચિ કે પ્રતીતિ થાય ત્યાં હાર્દિક પ્રતિજ્ઞા આવે. તે પહેલાં પ્રાયઃ ગતાનુગતિક પ્રતિજ્ઞા જાણવી. - મેતાર્યમુનિઘાતક સોનીમુનિ પ્રેમ-લાગણી-વાત્સલ્ય ભાવ કદાચ ઓછા સાથે હોય તો ચાલે. પણ દ્વેષ જરા પણ, એકની સાથે પણ ન ચાલે. જેમાં વિવેકદૃષ્ટિ ભળે તે દષ્ટાંત સિદ્ધાંત બને.. જેમાં કદાગ્રહ કે કટુલિતા ભળે તે દષ્ટાંત સિદ્ધાંત ન બને. ખુદ તીર્થકરો જેને નમે છે તે શાસનની કયારેય પણ હાલના ન કરવી એવો સંદેશો “નમો તિત્યસ્સ દ્વારા તીર્થકરો આપે છે. બીજાની અણસમજ + અજ્ઞાનના કારણે આપણા ધર્મની નિંદા મશ્કરી થાય તો તે વ્યક્તિથી વિવેકદષ્ટિપૂર્વક દૂર રહેવું. પણ ધર્મ છોડી ન દેવો. - સીતા આ ભવમાં પળે પળે આજ્ઞાપાલનની ઝંખના હોય તો ભવોભવ ભગવાનની સેવા કરવાની ભાવના સાચી. નિર્મળ ચારિત્ર વૈરાગ્યના આધારે તથા ભાવનાઓના બળે પાળી શકાય. • ચિત્રમુનિ સાધ્યની રુચિ વિના સાધનાની ઝંખના ગુતાનુગતિક હોય, ઔદયિક ભાવની હોય. આપણે પરમાત્માની કરુણાની અભિમુખ બનીએ તો લોકસ્થિતિ, ભવસ્થિતિ, કર્મસ્થિતિ, નિયતિ વગેરે આપણને અનુકૂળ બને. • નાગકેતુ ઘંટનાદ શ્રવણ છતાં અંધકાર જાગવાનો ઉત્સાહ ખતમ કરે છે. પ્રબળ પ્રશસ્ત નિમિત્ત છતાં મિથ્યાત્વ આત્મજાગૃતિનો ઉત્સાહ અટકાવે છે. - અભવ્ય સંગમદેવ ૨૬૧ Page #273 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય અંધકાર નથી ગમતો. પણ મોહનીય કર્મનું અંધારું ગમે છે. માટે તે ટળવું મુશ્કેલ છે. • સૂર્યકાના રાણી સુખ બહારમાં છે એવી ભ્રમણા = મિથ્યાત્વ. સુખ અંદરમાં છે એવી સમજણ = સમ્યકત્વ. અનુભવ અને રુચિ/બુદ્ધિ અલગ હોવા છતાં વાસ્તવિક રીતે પરિસ્થિતિમાં એક બની જાય છે. અત્તરવાયણા અને પારણામાં વેચાઈ જવાય એવા આયંબિલ ઓળીના તપ કરતાં અપેક્ષાએ કાયમી સાદી ગોચરીના એકાસણા ચઢિયાતા છે, અનુબંધવાળા છે. જે આરાધનાના માધ્યમથી આપણો આરાધકભાવ બળવાન બને તે આરાધના બળવાન બને અને જેનાથી વિરાધકભાવ બળવાન બને તે વિરાધના બળવાન બને. પ્રશંસાયુક્ત આરાધના ગમે તો સમજવું કે આપણી આરાધના પોકળ છે. - પીઠ/મહાપીઠ આરાધકભાવનો સંબંધ ન જોડાય તો સંયમ પણ કલ્યાણકારી ન બને. - કંડરીક મુનિ મોક્ષદાયક ધર્મમાં પરસાલી સાથે આત્મસાક્ષી અનિવાર્ય છે. સકારણ આચરેલો પ્રમાદ શિષ્યના જીવનમાં નિષ્કારણ ન પ્રવેશી જાય તે માટે પણ ગુરુ બાહ્યથી કડકાઈ રાખે. મોહજનિત પુણ્ય મોહનું વર્ધક છે. • અજયપાળ રાજા સંસારીનું પતન પાપથી છે. સંયમીનું પતન પ્રમાદથી છે. આપણી પ્રશંસામાં અણગમો અને અપમાનમાં આનંદનો અનુભવ એ જાગૃતિ. મોક્ષમાર્ગ મેળવવા આપણા દોષોને આપણે ઓળખવા જોઈએ, આપણી ગેરસમજોને ટાળવી જોઈએ. ૨૬૨ • Page #274 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય જેમ પ્રકાશથી જગતને પાળે છે તેમ અરિહંત ભગવંતો નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ નિક્ષેપથી જગતને પાળે છે. અત્યારે ભગવાનનો સંયોગ શક્ય નથી પણ સ્મરણ ચોક્કસ શક્ય છે. જિનાજ્ઞા મુજબ, નિસ્વાર્થ ભાવે કરેલો પરોપકાર વિશુદ્ધ પુણ્ય ઊભું કરે. - જગડુશા નિર્મળ નિષ્કામ ભક્તિમાંથી પ્રગટ થયેલ જ્ઞાન કે ચારિત્ર આદિ ગુણ અપ્રતિપાતી હોય, ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાએ પહોંચાડનાર હોય. ગુરુ ખોખું વિશ) આપે. દેવગુરુની ભક્તિના પરિણામ દ્વારા માલ(નિર્મળ વલણ)ને મેળવવાની જવાબદારી આપણી છે. ભક્તિ એટલે ભગવાન પાસે મનના પરિણામ કબૂલ કરવા, પ્રગટ કરવા, અને ભગવાનની આજ્ઞા પ્રમાણે મનના પરિણામ ઊભા કરવા. જેટલા આધ્યાત્મિક જગતમાં ઊંચે જાવ તેટલા ભેદ ભાવ દેખાતા બંધ થાય. આત્માના દોષોથી મુક્ત થાય તે જાતવિજેતા અને જગતવિજેતા બને. - તીર્થકર જે ધર્મઆરાધનામાં આત્માનો અહોભાવ, ઉપયોગ અને પરિણામ ભળે તે આરાધના સાચી અને આત્મસાક્ષીની આરાધના છે. અલ્પ અને નબળા સત્ત્વવાળાને આરાધનામાં પરસાક્ષીની જરૂર છે. ૨૬૩ Page #275 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ ભૂમિકા = વડીલ સાધુનો વિનય કરે. મધ્યમ ભૂમિકા = વડીલ સાધુની સેવા ન લે. જઘન્ય ભૂમિકા = વડીલ સાધુની આશાતના ન કરે. પહેલાં આરાધનાની Quantity વધારવી. પછી આરાધનાની Quality સુધારવી. જે આરાધનાનું લક્ષ પરમાત્માને ખુશ કરવાનું હોય, આત્માને સુધારવાનું - તારવાનું હોય તે આરાધના સાચી. સંયમીએ વેશ પ્રમાણે વલણ અને પ્રવૃત્તિ અનુસાર વૃત્તિ ઊભી કરવી. • ઢંઢણ મુનિ સાધુવેશ અને પરસાક્ષી આ બે અલ્પસત્ત્વશાળી એવા પાપભીરૂ જીવની ધર્મમાં રક્ષા કરે છે - સ્થિરતા કરે છે. માત્ર સારી પ્રવૃત્તિથી સારા બની નથી જવાતું. મનોવૃત્તિ પણ સારી બનવી જોઈએ. . જે શિષ્ય પોતાને અજ્ઞાની તરીકે સ્વીકારે, તેનામાં ગુરુ પાસે ભણવાની યોગ્યતા છે. સમય, સ્થળ, પ્રવૃત્તિ, ઉપકરણ, સહવર્તી વ્યક્તિ-પાંચેય સારા હોય પણ પરિણામ અશુભ હોય તો અનુબંધ પાપના જ છે. • ભવદેવ મુનિ સાધુ માટે આપબડાઈ તાલપુટ ઝેર છે. ગુરુ સાથે સંબંધ જોડવાથી મોક્ષ નથી. ગુરુતત્ત્વ સાથે જોડાવાથી મોક્ષ છે. - રડતા સિંહ અણગાર નબળા વિચારો છોડવા માટે સ્તવન, પદો, સક્ઝાય, સ્તુતિ, થોય વગેરે પણ ઉપકારી અને ઉપયોગી છે. કોઈ વ્યક્તિ આપણી હાજરી નોધે નહિ એવું સાધુનું ગંભીર જીવન હોય. • • ૨૬૪, Page #276 -------------------------------------------------------------------------- ________________ તર્કથી તત્ત્વનિર્ણય કરવો વિદ્વાનને શોભે. સ્વાનુભૂતિથી તત્ત્વનિર્ણય કરવો સંયમીને શોભે. પ્રબળ વૈરાગ્ય અને નિર્મળ ભાવનાથી બળવાન અશુભ વિચાર આવે જ નહિ. વિવેક દષ્ટિ, જ્વલંત વૈરાગ્ય, ઉત્કટ મુમુક્ષા, જરૂરી ચિત્તશુદ્ધિ, સત્યાગ્રાહીપણું (સત્યાગ્રહીપણું નહિ), તટસ્થતા, દીર્ઘ દૃષ્ટિ હોય તો શાસ્ત્રના મર્મ મળે. પરલોક, પરમપદનો માર્ગ તે બુદ્ધિ માટે અગમ્ય છે. બુદ્ધિ ચાર સંજ્ઞા અને ત્રણ ગારવથી મલિન થયેલી હોય તો જ મોક્ષમાર્ગથી વિરોધી વિકલ્પો મનમાં ઉભા થાય. ગુરુનો ઉપદેશ સગુણને જોડે, સંજ્ઞાને તોડે અને ગારવને શોષે. - નયસાર જે જીવને (૧) પરલોક દેખાતો નથી. (૨) પરલોકનું સુખ આપનાર માર્ગ દેખાતો નથી. (૩) પરલોકમાં દુઃખ આવે તેવી મતિ ગમે છે. તે જીવની મતિ સ્વચ્છંદી છે. ગુરુના વિયોગમાં પણ તેમની ઈચ્છા-સૂચના-માર્ગદર્શન પ્રમાણે આરાધના કરવી તે જ ગુરુ પ્રત્યે સાચો સમર્પણભાવ છે. સરળ હોય તેની પાસે વિવેક ન હોય તે હજુ બને. પણ વિનય તો અવશ્ય હોય. ગુરુ પાસે બુદ્ધિ ગૌણ કરવી અને વ્યવહારમાં માર્ગસ્થ બુદ્ધિનો સંપૂર્ણ ઉપયોગ કરવો એ વિકાસનો શ્રેષ્ઠ માર્ગ છે. - વજસ્વામી ગુરુનો ઠપકો ખટકે છે તેટલી સ્વભૂલ ખટકતી નથી. તેથી સમ્યફ આત્મજ્ઞાન થતું નથી. અભિમાન = શક્તિ વિના પણ અક્કડતા. મદ = શક્તિ અને આવડતના જોરે કૂદવું. બહુમાન હોય તો વિનય સહજ પ્રગટ થાય. H૨૬૫F Page #277 -------------------------------------------------------------------------- ________________ પણ વિનયથી બહુમાન આવે જ એવું ચોક્કસ નથી. છતાં બહુમાન ઊભું કરવા વિનય જ રાજમાર્ગ છે. પતનનો ક્રમ : દોષસેવન – દોષબચાવ અભિમાન – ઠપકાનો ડર ) ગુર્વાજ્ઞા અપાલન > સમુદાય બહાર ) લોકમાં બદનામી 2 આરાધકભાવનો નાશ. ગુરુનો ઠપકો મોહનીય કર્મને તોડે છે. આરાધના ગૌણ છે. આરાધભાવ મુખ્ય છે. આપણો આરાધકભાવ પોષાય તેમ આરાધના કરવી. અભિમાન આદિ વિરાધકભાવ પોષાય તેવી આરાધના ન કરાય. શાસ્ત્રવચનનો ઉપયોગ પોતાના દોષોને સુધારવા કરે તે જીવ હળુકર્મી. જેનાથી આપણા રાગ-દ્વેષ-મોહ ઘસાય તે મોક્ષમાર્ગ, શાસ્ત્રો ઘણા છે, વિદ્યા ઘણી છે, કાળ થોડો છે, શક્તિ થોડી છે, વિનો ઘણા છે. તેથી જે સારભૂત હોય તે શક્તિ છુપાવ્યા વિના પોતાને લાગુ પડે તે રીતે સ્વીકારવું. જાત સુધારવા આપણને લાગુ પડતા શાસ્ત્રવચન શોધીએ તો આપણી યોગ્યતા ખીલે. ભૂલ પકડાવી એ ગુનો નથી. પણ ભૂલ કરવી અને ભૂલ છપાવવી એ જ ગુનો છે. - રુકમી સાધ્વી. જીવ પોતાના દોષ કબૂલે નહિ તેવું બને. પરંતુ જાગૃત હોય, મોહના નશામાં ન હોય તો પોતાના દોષથી અજ્ઞાત હોય તેવું તો કદાપિ ન બને. આચાર પાળવાથી આચાર પાળવાની શક્તિ વધે છે અને આચાર ન પાળતાં તેની શક્તિ નાશ પામતી જાય છે. દીક્ષા શાસનના પ્રચાર માટે નહિ પણ શાસનના પરિણમન માટે છે. ૨૬૬ Page #278 -------------------------------------------------------------------------- ________________ આ બે વિચારો નિશ્ચય સો ગયો. પુણ્યોદયમાં ઉદાસીનતા કેળવીએ, પાપોદયમાં પ્રસન્નતા કેળવીએ તો મુક્તિ નજીક. જાગૃત રહીએ તો યોગ્યતા ખીલે. ગફલતમાં | મોહમાં પડીએ તો યોગ્યતા જાય. (૧) આપણને મળેલી વસ્તુ કર્મસત્તાએ “Lease' પર આપી છે અને (૨) દેવ-ગુરુની કૃપાએ બધું હેમખેમ પાર પડે છે. આ બે વિચાર અભિમાનથી બચાવવા સમર્થ છે. - શ્રીપાળ વ્યવહાર સમજ્યો. નિશ્ચય સાંભળ્યો. સ્વજીવનમાં મોક્ષમાર્ગ તો સાવ રહી ગયો. પોતાના દોષ પોતાને ખટકે તે સમકિતની ભૂમિકા. - શ્રેણિક “હું શાસનના અનુશાસનમાં આવતો જાઉં” - આવા પરિણામથી હૃદયમાં શાસન ઉગે-જીવે- જીવંત બને. બાહ્ય જગતમાં પુરૂષાર્થ વધુ હોવાનું કારણ લક્ષ ઊંચું છે. આંતરિક જગતમાં પુરૂષાર્થ ઓછો હોવાનું કારણ લક્ષ નીચું છે. ધન્ના અણગારની ખાવાની Quality સાદી, ભાવ ઊંચા. આપણી ખાવાની Quality ઊંચી, અને ભાવ સાવ નીચા હોય તે કેમ ચાલે ? અભવ્યને વસ્યતરાયનો ક્ષયોપશમ, ભોગાંતરાયનો ઉદય, સ્વર્ગની ઝંખના, ચારિત્રમાં સ્વર્ગના સાધન તરીકેની બુદ્ધિઆ ચાર હોવાથી નિરતિચાર ચારિત્ર પાળે. લક્ષ ઊંચુ હોય તો વર્તમાન આરાધનાનું અભિમાન ન થાય અને આરાધનામાં આગળ વધવાનો ઉત્સાહ વધતો રહે. બધી અનુકૂળતા વચ્ચે આપણે આરાધનાના ભાવોને ઊંચકી શકતા નથી. હજારો પ્રતિકૂળતા વચ્ચે મહાપુરુષો પોતાના ભાવને ઉંચકયા વિના રહેલા નથી. સારા નિમિત્ત મળે એવું પુણ્ય કદાચ ન હોય તો સારા • ૨૬૭ Page #279 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રીય આલંબનો પોતાની માનસિક દુનિયામાં ઊભા કરીએ તો ય જીવન ઊંચું બને. આરાધનાનો ભાવ ઓસરે નહિ અને સતત ચડે તે માટે આલંબનો ઊંચા રાખવા અને સમજણને પ્રામાણિક બનાવવી. સદ્ગતિ મળવી સહેલી, સદ્ગતિના કારણો મળવા અઘરા. દુર્ગતિ છૂટવી સહેલી, દુર્ગતિના કારણો છૂટવા અઘરા. - ગોશાળો સગુણકેન્દ્રિત જીવને સાધના સહેલી. - કામદેવ. સુખકેન્દ્રિત જીવને વિરાધના સહેલી. કણિક જીવની નબળી કડી - આસપાસના નબળા જીવને આદર્શ બનાવે છે. દૂરના ઊંચા સંયમી કે શાસ્ત્રોના વિશિષ્ટ સત્ત્વશાળી જીવોને આદર્શરૂપ બનાવતો નથી. જડની મમતાથી જગતના મનમાં સદા વસ્યા. આત્માની મમતા નહિ કરવાથી કદિ જગતપતિના મનમાં વસ્યા નહિ. નેપોલિયનનું જીવન વિચારો. કષાયના નિષેધ અને ઈન્દ્રિયના નિયંત્રણ વિના સાધુતા ન હોય. શ્રીમંતની આજ્ઞાનું ઉલ્લંઘન ધનની દરિદ્રતા આપે. સદ્ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ગુણની દરિદ્રતા આપે. માળીની કાપકૂપ જંગલને બગીચો બનાવે. ગુરુની કાપકૂપ આત્માને પરમાત્મા બનાવે. ક્ષાયોપથમિક ભાવથી આરંભેલી આરાધના ક્ષાયિક ભાવમાં પરિણમે તે ઉત્તમ ભૂમિકા. • જંબૂસ્વામી ઔદયિક ભાવથી આરંભેલી આરાધના ક્ષાયોપથમિક ભાવમાં પહોંચે તે મધ્યમ ભૂમિકા. • મેતાર્યમુનિનો પૂર્વભવ ક્ષાયોપથમિક ભાવથી પ્રારંભેલી આરાધના ઔદયિક ભાવમાં પટકાય તે અધમ ભૂમિકા. - બ્રહ્મદત્તચક્રી પૂર્વભવ -૨૬૮} Page #280 -------------------------------------------------------------------------- ________________ ઔદયિક ભાવથી આરંભેલી આરાધના ઔદયિક ભાવમાં જ અટવાય તે અધમાધમ ભૂમિકા. • વિરો સાળવી કેવળજ્ઞાની આપણને સતત જુએ છે' - આ વિચારધારા પાપમુક્ત અને ગુણયુક્ત બનાવે. - કુકડો ન મરનાર વિદ્યાર્થી નારદ • ગુરુના અભિપ્રાયની આરાધના ન થાય તો કદાચ ચાલે. ગુરુના વચનની વિરાધના તો કયારેય થવી ન જોઈએ. - સિંહગુફાવાસી મુનિ આસક્તિથી પુણ્યોદયનો ભોગવટો દુર્ગતિ આપે. - સુભૂમચકી આસક્તિ વિના પુણ્યોદયનો ભોગવટો જીવને સત્ત્વહીન બનાવે. - શ્રેણિક-કૃષ્ણ પુણ્યોદયનો સદુપયોગ જીવને સદ્ગતિ આપે. . પેથડશા પુણ્યોદયનો પરિત્યાગ પરમગતિ આપે. ચક્રવર્તી શાંતિનાથ ભગવાન સહવર્તી સાથે adjust થવું. સાધનામાં involve થવું. સાધ્યમાં Attach રહેવું. સાધના જેટલી ગુપ્ત તેટલી વધારે મજબૂત. નિશ્ચય (કેવળજ્ઞાન)ના લક્ષ્ય સાથે વ્યવહારથી પ્રવૃત્તિ (સ્વાધ્યાય)માં મસ્ત રહેવું. વિષયકષાયના નિગ્રહની તક મળે તેને ઓળખવાની દૃષ્ટિ જોઈએ. એ તકને ઝડપી લેવાનો ઉત્સાહ જોઈએ. એ તકને ઝડપ્યા પછી મનની પ્રસન્નતા વધારવાનો પ્રયત્ન જોઈએ. તો મોક્ષમાર્ગે જીવ આગળ વધી શકે. વિવેકહીન તપના કલંકો : (૧) ક્રોધ આવે, (૨) સ્વાધ્યાય ઘટે, (૩) ઊંઘ વધે, (૪) માન આકાંક્ષા વધે, (૫) ખાવાની આસક્તિ વધે, (૬) સેવાની અપેક્ષા વધે. આવો તપ પ્રાયઃ લાંઘણ બને. જડની આસક્તિ તોડવા :- આપણા કાપ સાથે વડીલ ૨૬૯ Page #281 -------------------------------------------------------------------------- ________________ • ગ્લાન/બાલમુનિનો કાપ કાઢીએ. ગોચરી લાવતાં આચાર્યાદિની પણ ગોચરી લાવવી. ગોચરી વાપરતા પહેલાં ઉત્તમદ્રવ્યોનો લાભ મળે તે માટે વડીલાદિને વિનંતી કરવી. દેખાદેખીથી આરાધના શરૂ થાય પણ દોષ તોડવા માટે વિવેકપૂર્વક અંતરંગ પ્રબળ પુરુષાર્થ જોઈએ. આપણે જેમ જેમ શાસનના તેજને હણીએ તેમ તેમ ભવાંતરમાં જૈન શાસન, સદ્ગુરુ, કલ્યાણમિત્ર, ધાર્મિક માતાપિતા, સંયમ, સમજણ અને શારીરિક સત્ત્વ- આ બધાના ચીકણાં અંતરાય બંધાય. ગુરુમાં (૧) શિષ્યને ઘડવાની કળા જોઈએ. (૨) પોતાનું વચન શિષ્ય સ્વીકારે એવું પુણ્ય જોઈએ. (૩) પોતાને મોક્ષમાર્ગનો બોધ જોઈએ. તો ગુરુ દ્વારા શિષ્યનું કલ્યાણ થાય. કોલસાને પંપાળવાનું નહિ પણ કોલસાનો ઉપયોગ કરવાનું વલણ હોય તો રસોઈ થાય. શરીરને પંપાળવાનું નહિ પણ શરીરનો કસ કાઢવાનું વલણ હોય તો આત્મકલ્યાણ થાય. જ્ઞાનપ્રાપ્તિના છ ઉપાય. (૧) જ્ઞાનીની ભક્તિ, (૨) ભણનારા પ્રત્યે સહાયક ભાવ, (૩) વિદ્યાગુરુનો વિનય, (૪) નવું ભણવાની લગની. (૫) પુનરાવર્તનમાં અપ્રમત્તતા, (૬) આગમ પ્રત્યે અહોભાવ. કાચી કેરીને પકવવા માટે થોડા દિવસ પાંદડામાં ઢાંકવી પડે. કાચા ઘડાને પકવવા માટે નિભાડામાં રહેવું પડે. સ્વાનુભવશૂન્ય મુનિએ પરિપકવ થવા લોકસંપર્ક વગર થોડાં વર્ષો વ્યક્તિગત જ્ઞાન-ધ્યાનમાં ખોવાઈ જવું પડે. સંયમની નિષ્ફળતાના લક્ષણો (૧) ઝઘડાનો સ્વભાવ, (૨) અસભ્ય ભાષા, (૩) બળતણીયો સ્વભાવ, (૪) આક્ષેપબાજી, (૫) નિરર્થક વાદ-વિવાદ-ચર્ચાની ટેવ (૬) શાસનહીલનાકારી પ્રવૃત્તિ. ઉપદેશમાળા ગા.-૧૩૧ ૨૩૦ Page #282 -------------------------------------------------------------------------- ________________ સંયમીના રોમેરોમમાં • લેખકના ઉદ્ગાર . નદી નૈસર્ગિક રીતે સતત વહેતી રહે છે, પરોપકાર થતો રહે છે. સૂરજ સ્વાભાવિક રીતે પ્રતિદિન ઉગે છે, વિશ્વોપકાર થઈ જાય છે. પુષ્પ પ્રાકૃતિક રીતે રોજ ખીલે છે, વાતાવરણ સુવાસિત બની જાય છે. વાદળા સહજતાથી વરસે છે, લોકોપકાર અનાયાસે થઈ જાય છે. મોરનો કેકારવ, કોયલનો ટહુકો, બાળકનું નિર્દોષ હાસ્ય, માતાનું વહાલ... આ બધું સહજ-સ્વભાવિક રીતે થાય છે અને બીજાને નિર્વ્યાજ આનંદ આપી જાય છે. કર્તૃત્વભાવને છોડી સહજતાથી પોતાના સ્વરૂપમાં નિર્દોષ રીતે જે ખીલે છે તેના દ્વારા થતો પરોપકાર સહજ છતાં અણમોલ હોય છે. આ હકીકત હૃદયાંકિત હોવાથી કર્તુત્વભાવ છોડીને આત્મભૂમિનું ખનન થતાં જે વિચારરત્નો પ્રગટ થયા તે માત્ર કર્તવ્યપાલન રૂપે શિષ્યોને વાચના, સંયમીને પત્ર-હિતશિક્ષા વગેરે સ્વરૂપે અપાતા ગયા. તે વાચના-પત્રો વગેરેનું જેટલું શાબ્દિક સંકલન સહજ રીતે થયું તેના પરિણામ સ્વરૂપે ‘સંયમીના રોમેરોમમાં' પુસ્તિકા પ્રગટ થઈ રહી છે. ૨૭૧ Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત પ્રકાશન પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો તથા આત્માર્થી મુમુક્ષુઓને ઉપકારી નીવડશે તો કાંઈક સંઘસેવાનો તથા તેના દ્વારા આંશિક ઋણમુક્તિ મળવાનો અપાર આનંદ થશે. આ પૂર્વે પ્રકાશિત થયેલ “સંયમીના કાનમાં” તથા “સંયમીના દિલમાં પુસ્તિકા માટે અનેક પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોના મળેલા સુંદર પ્રતિભાવ બદલ તે તમામ પૂજ્યોનો હું આભારી છું. તરણતારણહાર શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. જેઠ સુદ-૧૩, વિ.સં.૨૦૫૫, અમદાવાદ ગુરુપાદપદ્મરણ (સંયમજીવનના ૧૭મા વર્ષના પ્રવેશ દિને) મુનિ યશોવિજય (લખી રાખો ડાયરીમાં...) (૧) દોષિત ગોચરીથી તપનું તેજ ઘટે, (૨) પ્રમાદથી સંયમજીવનનું તેજ ઘટે, (૩) બહુ બોલવાથી વચનનું તેજ ઘટે, (૪) બહુ ઊંઘવાથી જ્ઞાનનું તેજ ઘટે, (૫) સ્વાર્થવૃત્તિથી સમ્યગુ દર્શનનું તેજ ઘટે, (૬) પર નિંદાથી આપણા સદ્ગણનું તેજ ઘટે, (૭) સ્વપ્રશંસાથી આત્માનું તેજ ઘટે. ૨૭૨ Page #284 -------------------------------------------------------------------------- ________________ બે આધારસ્તંભને ઓળખીએ સંયમજીવનની સફળતાના મુખ્ય બે આધારસ્તંભ છે. સૌપ્રથમ આધારસ્તંભ એ છે કે દરેક તારક યોગને નૈશ્ચયિક દૃષ્ટિથી પકડવાની કળા. જે આશયથી જે યોગને આરાધવાની જિનાજ્ઞા છે તે આશયથી તે યોગની આરાધના કરીએ તો નૈૠયિક દૃષ્ટિથી તારક યોગ પકડાય. (૧) આહારસંજ્ઞા તોડવાના આશયથી તપ કરીએ; (૨) નિંદારસ છોડવાના અને ગુણરુચિ ઊભી કરવાના અભિપ્રાયથી ગુણાનુવાદ કરીએ; (૩) પુદ્ગલરમણતા હટાવવાની ઈચ્છાથી ત્યાગમાર્ગે આગળ વધીએ; (૪) નિજસ્વરૂપનો આસ્વાદ માણવાની ભાવનાથી સ્વાધ્યાયને અપનાવીએ; (૫) સંયમી પ્રત્યે અહોભાવને જીવંત બનાવવાના ઈરાદાથી વૈયાવચ્ચમાં આગેકૂચ કરીએ; (€) નમ્રતા કેળવવાના ઉદેશથી વિનય કરીએ; (૭) પાપભીરુતા આત્મસાત્ કરવાના દૃષ્ટિકોણથી આલોચના, પ્રાયશ્ચિત્ત કરીએ; (૮) દેહાધ્યાસ તોડવાની તમન્નાથી કાયોત્સર્ગ-વિહાર-લોચભિક્ષાટન-કાયક્લેશ વગેરેમાં ઝૂકાવીએ; (૯) શ્રીસંઘ વગેરેના ઋણમાંથી મુક્તિ મેળવવાની ભાવનાથી તથા જીવો પ્રત્યેની કરુણાબુદ્ધિથી અધિકાર મુજબ વ્યાખ્યાનવાચના-પાઠ આદિમાં પ્રવર્તીએ; (૧૦) તીર્થંકર પરમાત્મા પ્રત્યેના માત્ર કૃતજ્ઞભાવથી-ભક્તિભાવથી પ્રેરાઈને સ્તુતિ-સ્તવન-સ્તોત્ર વગેરે બોલીએ; (૧૧) જીવો પ્રત્યે કોમળ પરિણતિ આત્મસાત્ કરવાના અભિગમથી પડિલેહણ, ઈરિયાવહી વગેરે કરીએ; ૨૭૩ Page #285 -------------------------------------------------------------------------- ________________ (૧૨) આત્મા અને પરમાત્માનો અભેદ સાધવાના તાત્પર્યથી જપ ધ્યાન વગેરેમાં ઊંડા ઉતરીએ; (૧૩) દેહ અને આત્માનું ભેદવિજ્ઞાન જીવંત બનાવવાના નિમિત્તે રોગાદિ પરિષહ તથા ઉપસર્ગને વધાવીએ; (૧૪) અનાત્મભાવોથી દૂર રહેવાના લક્ષ્યથી મૌન, સ્થિરતા વગેરે રાખીએ; (૧૫) કેવળ બોધિબીજ વાવણીને જ અનુલક્ષીને શાસનપ્રભાવના કરીએ; (૧૬) નિતાંત કરુણાબુદ્ધિથી જ યોગ્યને દીક્ષા આપીએ; (૧૭) આત્મદર્શન કરવાના પ્રયોજનથી જ પરમાત્મદર્શન-વંદન આદિ કરીએ; (૧૮) વિજાતીયના રૂપના આકર્ષણથી છૂટવાની તત્પરતાથી પ્રભુની આંગીને નિહાળીએ કે જિનબિંબ ઉપર ત્રાટક કરીએ; (૧૯) ગુરુ વગેરે પ્રત્યેના બહુમાન-અહોભાવને ઉજ્જવળ બનાવવાના ભાવથી ગુરુ વગેરેને વંદન કરીએ; (૨૦) વિશુદ્ધ ઉપશમભાવને પ્રગટાવવાની કામનાથી ક્ષમાયાચના કરીએ; (૨૧) ગુરુદેવ પ્રત્યેના સમર્પણભાવને હૃદયમાં પ્રતિક્તિ કરવાના જ એકમાત્ર પવિત્ર પ્રેમલ કોડથી તમામ ગુજ્ઞાને પાળીએ તો સમજવું કે તપ વગેરે યોગોને આપણે નિશ્ચય દષ્ટિથી ગ્રહણ કર્યા છે. ટુંકમાં, દરેક તારક યોગને એકમેવ આત્મકલ્યાણના ઉદ્દેશથી, ભવનિસ્તારની તીવ્ર તમન્નાથી, નિરપાધિક આત્મસ્વરૂપમાં લયલીન બનવાની ઝંખનાથી જ આદરીએ તો નિશ્ચય દૃષ્ટિથી, પારમાર્થિક દૃષ્ટિથી યોગસાધના કરી કહેવાય. આવી જ કોઈક ઉત્તમ ભૂમિકાએ પહોંચવાથી (૧) ઈરિયાવહી કરતાં કરતાં અઈમુત્તા મુનિને કેવલજ્ઞાન મળ્યું. (૨) પૂજા કરતાં કરતાં નાગકેતુએ કૈવલ્યલક્ષ્મી પ્રાપ્ત કરી. ૨૭૪ Page #286 -------------------------------------------------------------------------- ________________ (૩) પડિલેહણ કરતાં કરતાં વલ્કલચિરીએ ક્ષપકશ્રેણી માંડી. (૪) એકાસણું કરતાં કરતાં કૂરગડુમુનિ પંચમ જ્ઞાનને પામ્યા. (૫) વૈયાવચ્ચ દ્વારા પુષ્પચૂલા સાધ્વીજીએ ક્ષાયિક જ્ઞાન પ્રગટ કર્યું. ક્ષમાયાચના કરતાં કરતાં મૃગાવતી સાધ્વીજી અપ્રતિપાતી જ્ઞાનને વર્યા. ચંડ દ્રાચાર્ય ગુરુના આક્રોશ સહન કરતાં કરતાં શિષ્યને વીતરાગદશા સામેથી મળી. (૮) પંચમ સમિતિનું પાલન કરતાં કરતાં ઢઢણમુનિ પંચમ જ્ઞાનને પ્રગટાવી ગયા. (૯) સાધુદર્શન કરતાં કરતાં ઈલાયચીકુમારે કૈવલ્યબોધિ મેળવી. આવા તો ઢગલાબંધ દૃષ્ટાંતો શાસ્ત્રમાં મળે છે કે નાનકડા યોગની આરાધના ઉપરોક્ત લક્ષ્યથી કરતાં કરતાં અનંતા જીવોએ મુક્તિને પ્રાપ્ત કરેલી છે. મતલબ એ થયો કે નાની નાની આરાધનાને પણ તત્ત્વદષ્ટિથી - નિશ્ચયદષ્ટિથી અપનાવીએ તો મોક્ષમાર્ગે ઝડપથી પૂરપાટ આગળ વધી શકાય. બાકી મોટી મોટી સાધના કરવા છતાં તેના નિમિત્તે મોક્ષમાર્ગે એક ડગલુંય આગળ વધી ન શકાય. કંડરિકમુનિ, ગોશાળો, નિત્સવો, પાખંડીઓ, બાલ તપસ્વીઓ, ઉગ્ર તપસ્વી કુટ-ઉત્કટ મુનિ, કુલવાલકમુનિ, વિનયરત્ન સાધુ તાપસ કમઠ, વૈશ્યાયન તાપસ, શિવભૂતિ બોટિક, સૌભરી ઋષિ, અગ્નિશર્મા વગેરે આના ઉદાહરણો છે. આપણું મહામૂલ્યવાન સંયમજીવન, ઉગ્ર તપશ્ચર્યાઓ વગેરે નિષ્ફળ ન બને એ માટે તમામ આરાધનામાં નિશ્ચય દૃષ્ટિને કેળવ્યા સિવાય છૂટકો નથી. આવી અમૂલ્ય દુર્લભ પારમાર્થિક દૃષ્ટિ કેળવાય એ માટે આપણે આપણી જાતને રોજ પ્રશ્નો પૂછવા જોઈએ કે (૧) શા માટે મેં દીક્ષા લીધી છે ? ૨૭૫ Page #287 -------------------------------------------------------------------------- ________________ (૭) (૨) જે પ્રયોજનથી મેં દીક્ષા લીધી છે એનાથી હું દૂર તો જતો નથી ને ? (૩) મારી વર્તમાન જીવનપદ્ધતિથી હું જે મેળવવા માગું છું તે મળશે કે કેમ ? (૪) અનંતા ઓઘા લેવા છતાં જેની ગેરહાજરીના લીધે તે તમામ ઓઘા નિષ્ફળ ગયા તે તત્ત્વને મેં મેળવ્યું છે કે નહિ ? (૫) અત્યારે હું જે પ્રકારની આરાધના કરું છું તે શું મેં પૂર્વે કયારેય નહિ કરી હોય ? મારી વર્તમાન આરાધના લોકલાજથી, ગતાનુગતિક વૃત્તિથી, ભયથી, અનુપયોગથી, એકાગ્રતા વિના, અહોભાવ વગર, બેદરકારીથી, માત્ર સંયમજીવન પૂરું કરવાના ઈરાદાથી કે સમય પસાર કરવાના આશયથી તો થતી નથી ને ? પ્રતિક્ષણ મારામાં અપૂર્વ તારક તત્ત્વ પ્રગટી રહ્યું છે'- એવી મને અનુભૂતિ થાય છે કે નહિ ? એકાંત-મૌન-સ્થિરાસન-જપ-સ્વાધ્યાય વગેરેમાં કંટાળો તો નથી આવતો ને ? વાહ-વાહ મેળવવાનો કે ચારે બાજુ છવાઈ જવાનો કે પ્રસિદ્ધિ મેળવવાનો ઉદેશ મારા તપ, ત્યાગ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ, વિનય, વ્યાખ્યાન, ઉગ્ર નિર્દોષ સંયમચર્યા વગેરે તારક યોગમાં ભળતો તો નથી ને ? (૧૦) સંયમીની ઈર્ષ્યા, નિંદા, ચાડીચૂગલી, કાનભંભેરણી વગેરે તેજાબી મારક પ્રવૃત્તિનો હું શિકાર તો બનતો નથી ને ? (૧૧) સંયમપર્યાય વધે તેમ તેમ (A) ગુરુબહુમાન ઘટતું નથી ને ? (B) બિનઅધિકૃત પ્રવૃત્તિ કરતો નથી ને? (C) બીજા ઉપર અધિકારવૃત્તિ જમાવતો નથી ને ? (D) સેવા લેવામાં ગલગલીયાં તો નથી થતાં ને? (E) અપેક્ષાઓ વધતી નથી ને ? (F) શ્રાવક-શ્રાવિકા જોડે તોછડાઈભર્યો વ્યવહાર કરતો ૨૭૬ Page #288 -------------------------------------------------------------------------- ________________ નથી ને ? (G) રસગારવ-ઋદ્ધિગારવ-શાતાગારવ ગમતા નથી ને ? (H) પત્રિકા વગેરેમાં મારા નામ લખાવવા, ફોટા મૂકાવવા વગેરેની આકાંક્ષાઓ ઊભી નથી થતી ને? આવા અનેક પ્રશ્નોની વણથંભી વણઝારથી આપણે આપણી જાતને ખખડાવીએ નહિ તો નિશ્ચયદષ્ટિ ખીલે-ખુલે તેવી કોઈ શક્યતા રહેતી નથી. તથા ઉપરોક્ત પાવન પારમાર્થિક દૃષ્ટિના ઉઘાડ વિના આત્મવિકાસના પગથિયા ઉપર આરૂઢ થઈને આગળ વધી શકાય એ ત્રણ કાળમાં શક્ય નથી. હવે સંયમજીવનની સફળતાના બીજા મહત્ત્વના આધારસ્તંભની વિચારણા કરીએ. એનું નામ છે સત્ત્વનું ઊર્ધીકરણ. ચતુર્વિધ સંઘની હાજરીમાં સ્વીકારેલ સંયમજીવન, મહાવ્રતો, પ્રતિજ્ઞા-અભિગ્રહો વગેરેને પ્રાણના ભોગે પણ ખંડિત ન થવા દેવાનું પ્રચંડ સત્ત્વ કેળવીએ તો જ હઠીલા કર્મો હટે. જે સત્ત્વને ઊંચકી શકે તે જ દેહાધ્યાસ તોડી શકે, સ્વકલ્યાણ અને વિશ્વકલ્યાણ સાધી શકે. સત્ત્વ હોય તો જ પ્રતિકૂળતામાં પ્રસન્નતા ટકી શકે. ગજસુકુમાલ મુનિ, અંધકસૂરિના ઘાણીમાં પીલાતા ૫૦૦ શિષ્યો, ભાલામાં વિધાતા અર્ણિકાપુત્ર આચાર્ય, મેતારજમુનિ, દઢપ્રહારી સાધુ મુનિ અર્જુનમાળી, છ માસના ઉપવાસી તપસ્વી યમુન રાજર્ષિ, હસતા હસતા ચામડી ઉતરાવનાર ખંધક મુનિ, દેવના ઉપસર્ગમાં ય અચલ એવા કામદેવ શ્રાવક, ઋષભદેવ ભગવાનના વંશજ પેલા આખી રાત કાઉસગ્ગ કરનારા ચંદ્રાવતંસક રાજા, કડવી તુંબડી વાપરનાર ધર્મરુચિ અણગાર વગેરે કેવલજ્ઞાનને કે સ્વર્ગને મેળવી શક્યા તેમાં મુખ્ય ફાળો પ્રચંડ સત્ત્વનો જ હતો. ચિલાતિપુત્ર, સનકુમાર ચક્રવર્તી, અવંતિસુકમાલ વગેરેએ આત્મકલ્યાણને સાધ્યું તેમાં ઉગ્ર સત્ત્વ મહત્ત્વનું પરિબળ બની ગયેલ હતું. સત્ત્વને ઊંચકવાથી જ અતિસુકોમળ કાયાવાળા શાલિભદ્ર કઠોર સાધનાના શિખરે આરૂઢ થઈ શક્યા હતા. – ૨૭૭ Page #289 -------------------------------------------------------------------------- ________________ - (૧) “કમે શૂરા તે ધમ્મ શૂરા, (૨) યા હોમ કરીને પડો, ફતેહ છે આગે', (૩) “ડગલું ભર્યું તે ભર્યું, ના હટવું ના હટવું', (૪) “ઘેટાની જેમ ૧૦૦ વર્ષ જીવવા કરતાં સિંહની જેમ ૧ દિવસનું જીવન જીવવું વધુ સારું', (૫) “સત્વે સર્વ પ્રતિષ્ઠિત', (૬) “સાહસે સિદ્ધિઃ વસતિ', (૭) “સર્વે નષ્ટ વુિં ન નષ્ટનું ? (૮) “જનની જણજે ભક્તજન, કાં દાતા કાં શૂર', (૯) “સિંહની જેમ નીકળી સિંહની જેમ દીક્ષા પાળવી', (૧૦) “નાદરવન્ત પુરુi નાવન્તિ સિદ્ધિ', (૧૧) દલુર મહાપણાં” ઈત્યાદિ વચનો પણ સત્ત્વની જ મહત્તા દર્શાવે છે. સત્ત્વ હોય તો જ પ્રાણના ભોગે ગુરુરક્ષા, સંઘરક્ષા, તીર્થરક્ષા વગેરે કાર્યો થઈ શકે. સુનક્ષત્રમુનિ, સર્વાનુભૂતિ સાધુ, સગરચક્રીના પુત્રો, રામલાલ બારોટ (અજયપાળકાલીન), શત્રુંજયમાં સિંહનો ઉપદ્રવ ટાળનાર વિક્રમકમાર વગેરે આના જવલંત ઉદાહરણો છે. “માર મારવા છતાં લોકો એ કપડાનો શત્રુ નથી, તપાવવા છતાં અગ્નિ સુવર્ણનો શત્રુ નથી, ઘા લગાવવા છતાં હથોડો લોખંડનો દુશ્મન નથી, ચીરવા છતાં સર્જન દર્દીનો વિરોધી નથી, ટાંકણા મારવા છતાં શિલ્પી આરસનો અહિતકારી નથી, પ્રસૂતિની વેદના આપવા છતાં ખાનદાન પુત્ર માતાનો શત્રુ નથી પરંતુ હિતકારી જ છે તેમ કષ્ટ આપવા છતાં રોગ આદિ પરિષહો કે ઉપસર્ગ કરનાર માણસ એ મારો શત્રુ નથી પણ હિતકારી જ છે”- આ સમીકરણને જીવનમાં ઉતારવા માટે પ્રચંડ સત્ત્વ કેળવ્યા વિના બીજો કોઈ વિકલ્પ જ ક્યાં છે? સત્ત્વશાળી ન હોય તે (૧) નાની નાની પ્રતિકૂળતામાં અતિચાર લગાડે, (૨) નિયમમાં ગોલમાલ-ઘાલમેલ કરે, (૩) “સાધુએ નિત્ય અભિગ્રહ ગ્રહણ કરવા' - આવી જિનાજ્ઞાથી ડરે, (૪) અભિગ્રહ ક્યારે પૂરો થાય ? તેની પ્રતીક્ષા કરે, (૫) પ્રતિજ્ઞાપાલનમાં ઉત્સાહ ન રાખે, (૬) જાહેરમાં લીધેલા મહાવ્રતો-મોટા નિયમો પરાણેલોકલાજથી પાળે, (૭) પ્રતિકૂળતામાં કંટાળે, (૮) સ્વભાવ બળતણીયો ૨૭૮ Page #290 -------------------------------------------------------------------------- ________________ બનાવે, (૯) સંયમના આચારમાં ઢીલો પડે, (૧૦) દૂરના ઘરમાં નિર્દોષ ગોચરી માટે ન જાય, (૧૧) એકાંત-અંધકાર-નિર્જન ભૂમિ વગેરેથી ડરે, (૧૨) બેઠા બેઠા ધર્મક્રિયા કરે, (૧૩) પ્રમાદનો ડગલે ને પગલે શિકાર બને, (૧૪) એક વાર પ્રતિજ્ઞા તૂટે પછી આગળ પ્રતિજ્ઞાને પાળે નહિ, (૧૫) એક નિયમ ભાંગ્યા પછી બીજા નિયમો પણ ઈરાદાપૂર્વક ભાંગે, (૧૬) સુખશીલતાને પોષે, (૧૭) ઉપસર્ગ-પરિષહથી દૂર ભાગે, (૧૮) ખડે પગે વૈયાવચ્ચભક્તિ-વિનય ન કરી શકે, (૧૯) વિહારમાં કંટાળે, (૨૦) લોચથી ભયભીત રહે, (૨૧) મચ્છર બેસે કે કાઉસગ્ગ ભાંગે, (૨૨) અનુકૂળ ગોચરી-જગ્યા-ઉપકરણ વગેરે આપનારની ખુશામત કરે, (૨૩) કટોકટીમાં દેવ-ગુરુની વફાદારી પ્રાયઃ ગુમાવી બેસે, (૨૪) આર્તધ્યાન-રૌદ્રધ્યાનનો સહેલાઈથી ભોગ બને, (૨૫) સહનશીલતા ન કેળવે, (૨૬) અધીરાઈ-ઉદ્વેગ-આવેશ-આવેગ વગેરેના વળગાડથી ન છૂટે, (૨૭) ધર્મસાધનામાં પોતાની શક્તિ છૂપાવે, (૨૮) તેથી માયા-દેખાવ-દંભ-આડંબર વગેરેમાં ગળાડૂબ રહે.... આ રીતે સર્વતોમુખી વિનિપાતની આમંત્રણ પત્રિકા લખવાનું કામ ડગલે ને પગલે સત્ત્વહીન ધર્મી કરે રાખે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમાધિ ટકાવવા જેમ શારીરિક સત્ત્વ જરૂરી છે તેમ દોષોની હાર્દિક આલોચના કરવામાં પુષ્કળ માનસિક સત્ત્વ એટલું જ જરૂરી છે. (૧) દોષનો ભય, (૨) દુર્ગતિનો ભય, (૩) દુઃખનો ભય, (૪) પાપનો ભય, (૫) ગુરુસમર્પણભાવ, (૬) “અનંતા સિદ્ધ ભગવંતો મને પૂરેપૂરો ઓળખે છે. તો એક ગુરુદેવ મારા દોષને જાણે તો શું વાંધો ?” - આવી વિચારસરણી, (૭) “આલોચના વગરના દોષો ભવાંતરમાં રાક્ષસની જેમ મને હેરાન-પરેશાન કરશે” આવી શ્રદ્ધા, (૮) શલ્યોદ્ધાર વિના મોત સમયે થનારી અસમાધિનો ખ્યાલ, (૯) સરળતા, (૧૦) નિખાલસતા, (૧૧) નમ્રતા તથા (૧૨) આલોચના વિના ૨૭૯ Page #291 -------------------------------------------------------------------------- ________________ દીર્ઘભવભ્રમણ કરનારા લક્ષ્મણા સાધ્વી, રુક્મી સાધ્વી વગેરેના ઉદાહરણથી ભાવિત હૃદય.... ઈત્યાદિ અનેક પરિબળો ભેગા થાય ત્યારે તેવું માનસિક સત્ત્વ પ્રગટે છે. પછી આત્મા મોક્ષમાર્ગે પુરપાટ આગળ ધપે છે, આત્મકલ્યાણને સાધે છે. આથી સંયમજીવનની સફળતાના મુખ્ય આધારસ્તંભ (૧) નિશ્ચયથી યોગને આદરવાની કળા અને (૨) સત્ત્વનું ઊર્ધ્વકરણઆ બન્નેને કેળવવા સતત પ્રયત્નશીલ બનવાની જરૂર છે. તો જ સ્વકલ્યાણ શક્ય બને. આ અતિ મહત્ત્વની અને ગંભીર બાબતનો અંગુલિનિર્દેશ શ્રીધર્મદાસ ગણિવરે ઉપદેશમાલા ગ્રન્થરત્નમાં ‘નો निच्छएणं गिण्हड़, देहच्चाए वि न य धिडं मुयइ, सो साहेइ સવÄ' (ગા. ૧૧૮) આવું કહેવા દ્વારા કરેલ છે. આ શાસ્રવચનના રહસ્યાર્થનું પરિણમન કરવાનો સમ્યક્ પુરુષાર્થ અવિરતપણે આપણા જીવનમાં ચાલુ રહે તેવી પરમાત્માને મંગલ પ્રાર્થના. લખી રાખો ડાયરીમાં અધ્યાપન યોગ દ્વારા ભવાંતરમાં પણ જિનશાસન, સંયમજીવન અને સમ્યગ્નાન વગેરેની સાનુબંધ પ્રાપ્તિ થાય છે. ♦ સમ્યજ્ઞાનની પ્રાપ્તિના છ ઉપાય. (૧) જ્ઞાનીની ભક્તિ, (૨) ભણનારા પ્રત્યે સહાયક ભાવ, (૩) વિદ્યાગુરુનો વિનય, (૪) નવું ભણવાની લગની. (૫) પુનરાવર્તનમાં અપ્રમત્તતા, (૬) આગમ પ્રત્યે અહોભાવ. ૨૮૦ Page #292 -------------------------------------------------------------------------- ________________ નાસ્તિકતા પણ આવકાર્ય : ગઈકાલે સત્ત્વના ઊર્ધ્વકરણની વાત વિચારી ગયા. અદમ્ય ઉત્સાહ અને ઉલ્લાસથી સિંહની જેમ પરાક્રમથી આપણે દીક્ષા લીધી છે. પરંતુ સંયમપર્યાય વધવા છતાં, શાસ્ત્રો ભણવા છતાં સત્ત્વ ઉછળતું નથી એનું કારણ શું ? એ વિચારવાની જરૂરી છે. ઘણા બધા તેના કારણો જણાય છે. પરંતુ વિચાર કરતાં પ્રચંડ સત્ત્વના ઉછાળામાં આપણી આસ્તિકતા જ ઘણી વાર બાધક બનતી હોય તેમ લાગે છે. આમ તો પુણ્ય, પાપ, પરલોક વગેરેના સ્વીકાર સ્વરૂપ આસ્તિકતા ધર્મમાર્ગે પ્રવર્તવાનું બીજ છે. કારણ કે તેના અભાવમાં ધર્મપ્રવૃત્તિનું કોઈ પ્રયોજન જ રહેતું નથી. પરંતુ આવી આસ્તિકતા કયારેક મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધવામાં બાધક પણ બની જાય છે. આરાધનામાં વિઘ્ન આવે ત્યારે અથવા સાધના દીર્ઘ કાળ સુધી ચાલનારી હોય ત્યારે ઘણી વાર ઉપરની આસ્તિકતા ઉત્સાહને ઘટાડે છે. જેમ કે (૧) તપ દરમ્યાન માંદગી આવે ત્યારે “મારા નસીબમાં તપ નહિ હોય આવો વિચાર; (૨) મહેનત કરવા છતાં જ્ઞાન ન ચડે ત્યારે “મારા જ્ઞાનાવરણ ભારે છે' આવો પ્રતિભાવ; (૩) “આ ભવમાં નહિ તો આવતા ભવમાં દીક્ષા, નિર્મળ ચારિત્રપાલન થશે” આવી ગણતરી; (૪) વૈયાવચ્ચ, જપ, તપ, ત્યાગ, વિહાર વગેરેમાં અવાર-નવાર અડચણો આવે ત્યારે મારા જ અંતરાય કર્મ ચીકણાં છે આવી દીનતાગર્ભિત માન્યતા જો આસ્તિકમાં આવે તો તેવી આસ્તિકતા મોક્ષમાર્ગે આગળ વધવાની ઝડપને તોડી નાંખે છે. સાધકને હતાશ, નિરાશ, નિરુત્સાહી અને પ્રમાદી બનાવે છે. અંતરાય કર્મ, પાપ, પરલોક વગેરેના સ્વીકારમાંથી આવી ૨૮૧ Page #293 -------------------------------------------------------------------------- ________________ દીનતા, સત્ત્વહીનતા પ્રગટે તો તેવી આસ્તિકતા વૈરાગ્યની જવલંતતા, પુરુષાર્થની પ્રબળતા, ઉત્સાહની અદમ્યતા વગેરેને ખતમ કરે. નિર્માલ્યતા અને નિર્વીર્યતા પેદા કરે તેવી આસ્તિકતા શ્રી જિનેશ્વર ભગવંતોને માન્ય નથી. ધર્મમાર્ગમાં પ્રવેશ કરવા આસ્તિકતા અનિવાર્ય ભલે હોય. પરંતુ ધર્મમાર્ગે પરાકાષ્ઠાએ પહોંચવા, મોક્ષપુરુષાર્થને ચરમ સીમાએ પહોંચાડવા તો નાસ્તિકતા જ ઉપકારક છે, આવશ્યક છે, આવકાર્ય છે. “આવતો ભવ છે જ નહિ'- એમ માનીને અવિરત અદમ્ય ઉત્સાહથી આ જ ભવમાં તમામ આરાધના કરવાનો તરવરાટ આવે તો જ અપ્રમત્તતા આવે-ટકે-વધે. (૧) જ્ઞાન ન ચઢે ત્યારે “મને જ્ઞાનાવરણ કર્મ નડે જ નહિ આવી નાસ્તિકતાથી જ્ઞાનપ્રાપ્તિના ઉપાયમાં રાત-દિવસ રચ્યા-પચ્યા રહેવાથી જ્ઞાનયોગમાં નિષ્ણાત બનાય. (૨) તપસાધનામાં વિઘ્ન આવે ત્યારે “મને તપના અંતરાય છે જ નહિ' આવી નાસ્તિકતા તો તપયોગની પરાકાષ્ઠાએ પહોંચાડે તેવો ઉત્સાહ આપે. (૩) દીક્ષા પ્રાપ્તિમાં વિલંબ થાય, વિઘ્ન આવે કે દીક્ષા પછી અતિચારબહુલ જીવન બને ત્યારે આવતા ભવ ઉપર નિરતિચાર સંયમસાધનાને ઠેલવવાના બદલે આ જ ભવમાં તેને આત્મસાત કરવાની તીવ્ર તમન્ના “આવતો ભવ કોણે જોયો છે ? આવી નાસ્તિકતામાંથી જ પ્રગટે તેવી શક્યતા રહેલી છે. જેમ નાસ્તિક માણસ કોઈ પણ ભોગસુખને-મોજમજાને આવતા ભવ ઉપર છોડતો નથી. પરંતુ આ જ ભવમાં તેને મેળવવા ઝંખે છે તેમ આપણે કોઈ પણ સાધનાને, સંયમપરિણતિને આવતા ભવ ઉપર છોડવાના બદલે આ જ ભવમાં આત્મસાત કરવાની તીવ્ર તમન્ના પ્રગટાવીએ તો જ પ્રચંડ સત્ત્વ ખીલી શકે. (૧) અત્યારે પહેલું સંઘયણ નથી. (૨) આપણું સંઘયણ નબળું છે. (૩) કાળ પડતો છે. (૪) ૨૮૨ Page #294 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવો જાગ્રત નથી. (૫) કેવલજ્ઞાનીનો વિરહ છે. (૬) નિર્દોષ સંયમચર્યાને યોગ્ય ક્ષેત્રો પ્રાયઃ મળતા નથી. (૭) આ ભવમાં ગમે તેટલી ઉગ્ર સાધના કરીએ તો પણ આ ભવમાં તો મોક્ષ મળવાનો જ નથી. (૮) યુગપ્રધાનો-અવધિજ્ઞાનીઓ-લબ્ધિધારી મહાત્માઓનો અહીં હાલ દુકાળ છે. (૯) જૈન સંઘનું વર્તમાનમાં પુણ્ય નબળું લાગે છે. (૧૦) મંત્રોનો પ્રભાવ ઘટી ગયો છે. (૧૧) મલિન તત્ત્વોનું બળ હમણાં પ્રચુર છે. (૧૨) આપણે વિરાધક ભાવનું જ ચારિત્ર પાળવાનું નસીબ લઈને આવ્યા છીએ. (૧૩) આમ પણ સાંપ્રત કાળમાં તો બકુશ-કુશીલ ચારિત્ર જ ભગવાન ભાખી ગયા છે ને ! (૧૪) પાંચમા આરાનું વર્ણન શ્રીવીર પ્રભુજી જેવું કરી ગયા છે તે મુજબ ઘટનાઓ બનતી જ જાય છે. (૧૫) પુણ્યપાલ રાજાના દશ સ્વપ્રો સત્ય સાબિત થઈ રહ્યા છે. (૧૬) નિયતિ કે ભાવભાવને કોણ અન્યથા કરી શકે છે ? (૧૭) ભસ્મગ્રહનો પ્રભાવ સંઘ-શાસન ઉપર પોતાનું કાર્ય કરી રહ્યો છે. (૧૮) આપણું પુણ્ય જ વાકું, તકલાદી અને નબળું છે. (૧૯) શાસનદેવ ૨૪ કલાક સેવામાં રહીને જેમની તમામ આજ્ઞાને આનંદથી પાળે તેવા સમર્થ મહાત્માનો હમણાં અભાવ છે. (૨૦) રાજકારણીઓ બુદ્ધિભ્રષ્ટ-શ્રદ્ધાભ્રષ્ટ છે...” આવી બાબતો કદાચ સત્ય હોય અને શાસ્ત્રકથિત હોય તો પણ તેની શ્રદ્ધા રાખવા સ્વરૂપ આસ્તિકતાને તો આપણે તાત્કાલિક રવાના જ કરવી જોઈએ. કારણે કે તેવી આસ્તિકતા આપણને નિસત્ત્વ, નિસ્તેજ, નિર્વીર્ય, નિષ્ક્રિય, નિર્માલ્ય અને નિરાશ બનાવે છે. તે આપણી કર્તવ્યપરાયણતાને દફનાવે છે; ફરજ ચૂકાવે છે; બેધ્યાન, બેફિકર અને બેદરકાર બનાવે છે; ગુમસૂમ કરી મૂકે છે; શાસનદાઝને ખતમ કરે છે. શ્રીસંઘ અને શાસન ખાતર કંઈક કરી છૂટવાના, બલિદાન દેવાના આપણા અરમાનોના ચૂરેચૂરા કરી નાંખે તેવી આસ્તિકતા ક્યારેય - ~-૨૮૩} ૨૮૩ Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનેશ્વર ભગવંતોને માન્ય ન હોઈ શકે. શાસનની અને સંઘની બેહાલ દશાને જોવા-જાણવા છતાં પેટનું પાણી ન હાલે, આંખમાં ઉના આંસુ ન આવે, હૃદય સંવેદનશીલ ન બને તેવી ભૂમિકાએ આપણને પહોંચાડે તેવી આસ્તિકતા આપણા માટે સ્વીકાર્ય-સત્કાર્યસન્માન્ય કઈ રીતે બની શકે? જે સમજણ-શ્રદ્ધા-આસ્તિકતા સારું પરિણામ ન લાવે તે કઈ રીતે મુમુક્ષુ માટે આદરણીય બને ? બિલાડી આવે છે - એવા સમાચાર મળે પછી પોપટ તેને સત્ય માનીને કેવળ આંખ મીંચીને બેસી રહે કે પાંખ ફફડાવીને ઉડી જાય ? આગ ફાટી નીકળવાના સમાચારને સત્ય માનવા માત્રથી બંબાવાળાનું કામ પૂર્ણ થાય કે તેણે આગ બૂઝવવાના સઘન પ્રયત્ન કરવાના હોય ? “ગામમાં ચોર-લૂંટારાનો ઉપદ્રવ ઘણો છે' - આ સમાચાર પોલીસને આપવાની પાછળ “આ સમાચારને પોલીસ સત્ય તરીકે માને” આવો આશય સમાચાર આપનારનો હોય ? કે “ગામને ચોરના ત્રાસમાંથી પોલીસ બચાવે - એવો અભિપ્રાય સંદેશ આપનારના હૈયામાં હોય ? ડોકટરના સાચા રીપોર્ટની કેવળ શ્રદ્ધા રાખીને, ચિકિત્સા કરાવ્યા વિના મરી જનાર દર્દીને શું શાબાશી મળે? મેડિકલનો રીપોર્ટ કેવળ રોગની જાહેરાત કરવા માટે છે કે રોગને નાબૂદ કરવા માટે ? તેમ ભગવાને કલિકાલનું વર્ણન કરેલ છે કે છેલ્લા સંઘયણ વગેરેની વાતો શાસ્ત્રમાં આવે છે તે શું કેવળ સત્યરૂપે સ્વીકારવા માટે છે કે આપણને વધુ સાવધાન-સક્રિય અને જાગ્રત બનાવવા માટે છે? તેથી આપણને સત્ત્વહીન બનાવનારી આસ્તિકતાને છોડી, તરછોડીને શાસન-સંઘસંયમ ખાતર કેસરિયા કરવા કટિબદ્ધ બનાવે તેવી નાસ્તિકતા કેળવવાના આપણા પ્રયત્નોને પરમાત્મા સફળ બનાવે તેવી મંગલકામના... -૨૮૪ ૨૮૪ Page #296 -------------------------------------------------------------------------- ________________ .....તો અનgવાસી દેવ ભટકાઈ જાય સમજણથી અને સત્ત્વથી સ્વીકારેલ સંયમજીવન સમય જતાં સરસના બદલે વિરસ-નીરસ લાગે તો તેના પાયામાં મહત્ત્વનું કારણ છે ગુરુના ઠપકાને પ્રસન્નતાથી વધાવવાની કાયમી તૈયારીનો અભાવ. અને તેનાં કારણો છે (૧) ગુરુદેવ પાસેથી સ્વપ્રશંસા સાંભળવાની ભૂખ, (૨) “આપણી આરાધનાની ગુરુજી દ્વારા ઉપબૃહણા થવી જોઈએ- એવી અપેક્ષા, (૩) શ્રાવક-શ્રાવિકા દ્વારા આપણી લાયકાત કરતાં ય વધુ મળતા માન-સન્માનમાં થતી મીઠાશની અનુભૂતિ, (૪) ઠપકાથી બેઆબરૂ થવાનો ભય, (૫) મુમુક્ષુપણામાં થયેલા આપણા બહુમાન-મેળાવડા વગેરે દ્વારા પુષ્ટ થયેલ માન કષાય, (૬) ગુરુના ઉપકારોનું વિસ્મરણ, (૭) આપણી ભૂલના ગંભીર પરિણામના ખ્યાલનો અભાવ, (૮) ભારે કર્મીપણું, (૯) ભાવી દીર્ઘભવભ્રમણ... વગેરે. - શ્રાવકોની ઉદારતાથી વર્તમાન સંયમજીવનમાં વિહાર-ગોચરી વગેરે બધું જ સરળ બની ગયું છે તેમ જ સમય જતાં લોચકાપ વગેરે સંયમચર્યા પણ સરળ બની જાય છે. પરંતુ સમય જેમ જેમ પસાર થાય, પર્યાય જેમ જેમ વધે તેમ તેમ ગુરુના કડવા વચન, ઠપકો, આક્રોશ વગેરે સાંભળવાનું બહુ જ અઘરું અને કપરું બનતું જાય છે. જો આ કાર્ય સરળ બને તો જ ભાવસંયમની અનુભૂતિ આપણે કરી શકીએ. ગુરુ કે વડીલ વગેરે ઠપકો આપે ત્યારે લેશ પણ પ્રસન્નતા ન ઘટે તે જ ચારિત્રની તાત્ત્વિક લાયકાત છે. ગુરુ ઠપકો આપે ત્યારે બચાવ, દલીલ, ખુલાસો, કારણની રજૂઆત કે બોલાચાલી કરવી તે સંયમજીવનની અપાત્રતાની જાહેરાત છે. ગુરુ ઠપકો આપે ત્યારે “સારું થયું ગુરુદેવ ઠપકો આપ્યો. તેનાથી જ મારું અભિમાન તૂટશે.” આવો પરિણામ જાગે તે શિષ્યની ઉત્તમ -૨૮૫ Page #297 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા છે, “મિચ્છામિ દુક્કડમ્, “મારાથી ભૂલ થઈ ગઈ. હવેથી ખ્યાલ રાખીશ.' આ મધ્યમ ભૂમિકા છે. બચાવ-વિરોધ-બળવો. આ તો ઉત્તરોત્તર કનિષ્ઠ ભૂમિકા છે. (૧) “શિલ્પીની જેમ સતત અનુશાસનના ટાંકણા મારીને પણ આપણું ઘડતર કરવું અને સદ્ગતિ-પરમગતિ તરફ આપણું જીવન બનાવવું એ જ આપણા પ્રત્યે ગુરુનું વાત્સલ્ય છે” (૨) “ગળીયા બળદ જેવો ગુરુની કડકાઈ વિના, સીધી રીતે, સામે ચાલીને, ક્યાં શક્તિ છૂપાવ્યા વિના હું જિનાજ્ઞાને પાળવાનો છું ? (૩) “ઉન્માર્ગગામી હાથીને અંકુશની જરૂર છે, ઉદ્ધત ઘોડાને લગામની જરૂર છે તેમ પુણ્યોદયથી છકેલા મને ગુરુના અંકુશની ઘણી જરૂર છે.” (૪) “ગુરુ મને જાહેરમાં બેરોકટોક ઠપકો આપી શકે છે - તે મારી પાત્રતાની જાહેરાત છે. કેમકે “જાહેરમાં ઠપકો સાંભળવા છતાં હું બળવો નહિ કરું, બચાવ-દલીલ કરીને ગુરુને ખોટા નહિ પાડું, મનને બગાડીશ નહિ, સમર્પણભાવ છોડીશ નહિ, ભૂલને સ્વીકારીને ભૂલને સુધારીશ, સ્વયં સુધરીશ' - આવો મારા ઉપર ગુરુદેવશ્રીને વિશ્વાસ હોવાથી જ તેઓ મને જાહેરમાં ઠપકો આપે છે.” (૫) “ગુરુ મને ઠપકો આપે છે તે મારા પૂર્વસંચિત પુણ્યોદયની નિશાની છે. કેમ કે ગુરુનો ઠપકો, કડકાઈ મને પાપમાર્ગે જતાં અટકાવે છે અને પુણ્યમાર્ગે - પવિત્રમાર્ગે લઈ જાય છે. સદ્ગતિમાં લઈ જનાર મારો પુણ્યોદય જ મારા વિશે કડક ઠપકો આપવાની ગુરુને પ્રેરણા કરે છે.” (પુvોર્દિ રોડયા પુર:હિં - ઉપદેશમાલા - ગાથા-૧૦૧) (૬) “ગુરુ પ્રત્યેનો મારો સમર્પણભાવ, બહુમાનભાવ, કૃતજ્ઞભાવ, અહોભાવ વાસ્તવમાં પોલાદી છે કે તકલાદી?- આની પરીક્ષા કરવા માટે કર્મસત્તા ઉપકારી એવા ગુરુદેવ દ્વારા ઠપકો અપાવે છે. જો કર્મસત્તાની આ કસોટીમાં હું ઉત્તીર્ણ થઈશ તો ૨૮૬ Page #298 -------------------------------------------------------------------------- ________________ ધર્મ મહાસત્તા મારી ઈજ્જત પણ એટલી જ કરશે.” (૭) “મારા સંયમજીવનની, તપ-ત્યાગ-સ્વાધ્યાય-વૈરાગ્યની સફળતા ગુરુના ઠપકાને પ્રેમથી ઝીલવામાં જ છે.” (૮) “પ્રસન્નતાથી ગુરુની તમામ કડકાઈને વધાવીશ તો જ મારો સર્વક્ષેત્રીય અપ્રતિહત પુણ્યોદય જાગશે અને મોક્ષ મળશે.” (૯) “સદ્ગના આક્રોશને, ઠપકાને આ ભવમાં ઉત્સાહથી વધાવીશ તો ભવાંતરમાં મને સદ્દગુરુનો, પરમગુરુનો પાવન યોગ થશે, અન્યથા નહિ.” (૧૦) “સંપત્તિ અને સગાસ્નેહીના સંસારમાંથી છોડાવ્યા બાદ શિષ્ય માન-સન્માન-પરિગ્રહ-પ્રમાદના સંસારમાં ખેંચી ન જાય તે માટે ગુરુનું અનુશાસન, કરુણા સતત જાગતી હોય તો જ શિષ્યનું સૌભાગ્ય લોકોત્તર બને.” (૧૧) દર્દીની દુનિયામાં ડોકટર તરીકે પ્રસિદ્ધ વ્યક્તિનું સ્થાન, માતાના હૈયામાં પુત્ર તરીકે જ હોય તે માતાનું વાત્સલ્ય છે. તેમ શ્રાવકોની દુનિયામાં પ્રભાવક તરીકે પ્રસિદ્ધ શિષ્યનું પણ સ્થાન ગુરુના હૈયામાં આશ્રિત-શરણાગત તરીકે જ હોય તે ગુરુનું વાત્સલ્ય છે અને શિષ્યનું સદ્ભાગ્ય છે.” (૧૨) “ગુરુની નિગ્રહકૃપાને સદા સર્વત્ર પ્રસન્નતાથી ઝીલે તે શિષ્ય કુદરતનો અને શાસનનો પણ લેણદાર બને છે.” આવી ઉપરોક્ત વિચારણામાંથી કોઈ પણ વિચારણા દઢતાથી આત્મસાત્ થાય તો ગુરુનો ઠપકો સાંભળવામાં મીઠી લાગણીનોમધુર લાગણીનો અનુભવ થાય, જાણે કે ભૂખ્યા પેટે ઉનાળામાં સૌપ્રથમવાર કેરીનો રસ વાપરતાં હોઈએ તેવી મીઠાશનો અનુભવ થાય. આવી ભૂમિકાએ પહોંચીએ પછી તો ગુરુ ઠપકો ન આપે તો દિવસ વાંઝીયો લાગે અને વગર વાંકે ગુરુ ઠપકો આપે તો ય પ્રસન્નતા વધે. આપણી ભૂલ વિના ય ગુરુ આપણને ઠપકો ૨૮૭ Page #299 -------------------------------------------------------------------------- ________________ આપે ત્યારે તેને પ્રેમથી સાંભળીએ તો તેનાથી (૧) કાયમ ગુરુના અનુશાસનમાં રહેવાની લાયકાત આવે; (૨) ગુરુનો તાત્ત્વિક વિનય થાય. (૩) નમ્રતા નામનો મહાકિંમતી ગુણ કેળવાય. (૪) મોહનીય કર્મનો પ્રબળ અને સાનુબંધ ક્ષયોપશમ થાય. (૫)ભવાંતરમાં ગૌતમ-સ્વામીજી જેવા સદ્ગુરુની પ્રાપ્તિના અંતરાય તૂટે. (૬) જોરદાર આઠેય નામ કર્મ, સૌભાગ્ય કર્મ, યશનામકર્મ બંધાય. (૭) આપણા નિમિત્તે બીજાને વિનય, નમ્રતા, સમર્પણનો ઉજળો આદર્શ મળે. (૮) ગુરુદેવના હાર્દિક આશિષ મળે છે. (૯) સંયમજીવનમાંથી ઉથલાવનારા ચીકણા કર્મો ઝડપથી રવાના થાય છે. (૧૦) તાત્ત્વિક-સાત્ત્વિક-આધ્યાત્મિક-પારમાર્થિક શિષ્યત્વ આપણામાં પ્રગટે છે. (૧૧) હાર્દિક સાનુબંધ મોક્ષમાર્ગ મળે છે. (૧૨) બિનશરતી સદ્ગુરુશરણાગતિ દૃઢતાથી કેળવાય છે. (૧૩) ગુરુને ખોટા પાડવાનું બનતું નથી. (૧૪) ગુરુનું ગૌરવ-બહુમાન સચવાય છે. આવી અનેક લાભાનુલાભની ઉદાત્ત દૃષ્ટિને પરાકાષ્ઠાએ પહોંચાડવાથી જ ચંડરુદ્રાચાર્યના શિષ્ય, મૃગાવતીજી વગેરેને બાહ્ય ઉગ્ર સાધના વિના ય કેવળજ્ઞાન સામે ચાલીને મળેલ હશે-એમ લાગે છે. આવી ગુણગ્રાહી દૃષ્ટિ જીવંત બને પછી શિષ્ય દેવની જેમ ગુરુની ઉપાસના કરે. શિષ્ય સૌ પ્રથમ જ્વલંત સમર્પણભાવ દ્વારા ગુરુમાં દેવત્વને, દેવાધિદેવત્વને પ્રગટાવે. પછી ગુરુ અને કેવલજ્ઞાની ભગવંત વચ્ચેનો ભેદ પણ શિષ્યની ષ્ટિમાંથી રવાના થાય. આ ૨૮૮ Page #300 -------------------------------------------------------------------------- ________________ રીતે ભાવીકલ્યાણને સૂચવનાર ગુરુતત્ત્વ અને દેવતત્ત્વ વચ્ચે અભેદભાવ થવાથી ગુરુ હવે ગુરુદેવ બને છે. ગુરુતત્ત્વ અને દેવતત્ત્વ વચ્ચેનો ભેદભાવ જ્યારે શિષ્યના મનમાંથી મરી પરવારે ત્યારે ધર્મતત્ત્વની=ચારિત્રધર્મની સાચી આરાધના શરૂ થાય છે. એક સિક્કાની બે બાજુ. એક બાજુથી ગુરુ લાગે અને બીજી બાજુથી દેવ દેખાય. સારણા-વારણા-ચોયણા-પડિચોયણા વગેરે કરે તેથી તે ગુરુ તથા દેવાધિદેવની જેમ ઝડપથી મોક્ષે પહોંચાડે તેથી તે દેવ. શિષ્ય પોતાના શિષ્યત્વને જેમ ઊંચા સ્તરે પહોંચાડે તેમ ગુરુ એ ગુરુદેવ બને. આમ જુઓ તો ગુરુ એ પોતાની રીતે સ્વયં તો મુનિ-સંયમી જ છે, વિશેષ કશું જ નહિ. પરંતુ શિષ્યમાં જેમ જેમ શિષ્યત્વ પ્રગટે તેમ તેમ સામે ભવોદધિતારક મુનિમાં ગુરુત્વ પ્રગટે. જેટલું અને જેવું શિષ્યત્વ આપણામાં પ્રગટ થાય તેટલું અને તેવું ગુરુત્વ આપણા માટે ગુરુમાં ઊભું થાય. જ્યારે શિષ્યત્વ ચરમ સીમાએ પહોંચે ત્યારે ભવોષિતારક સંયમીમાં ગુરુદેવત્વ પ્રગટે અને આપણામાં કૈવલ્ય પ્રગટે. એક જ સંયમીમાં અલગ અલગ શિષ્યો દ્વારા નિર્માયેલ ગુરુત્વ, ગુરુતરત્વ, ગુરુદેવત્વ મુજબ તે તે શિષ્યોને લાભ થાય છે. મતલબ કે ગુરુ દ્વારા આપણે તરવાનું નથી પરંતુ તેમનામાં ગુરુત્વ-ગુરુદેવત્વ પ્રગટાવવા દ્વારા તરવાનું છે. ગુરુત્વ કે ગુરુતત્ત્વ સાથે આપણો સંબંધ એટલે આપણું અનુશાસન કરવાની ગુરુની શક્તિશુદ્ધિ સાથે આપણો સંબંધ. આ સંબંધ અસ્થિમજ્જા બને તો જ ભાવીમાં કલ્યાણ થાય અને ગુરુની દેવતુલ્ય-તીર્થંકરતુલ્ય પર્યાપાસનાનો પ્રારંભ થાય. આ અતિગહન-ગૂઢ-સૂક્ષ્મ-રહસ્યાત્મક વાતને ઉપદેશમાલા ગ્રંથમાં ધર્મદાસગણિવરે ‘સેવમિવ પન્નૂવાસંતિ -(ગાથા ૧૦૧) કહેવા દ્વારા આપણી સમક્ષ રજૂ કરી છે. પરંતુ ગુરુમાં દેવતત્ત્વની ચલપ્રતિષ્ઠા ન થવી જોઈએ. ગુરુતત્ત્વની સાચી ઓળખાણ થાય તો ગુરુના ઠપકામાં, ૨૮૯ Page #301 -------------------------------------------------------------------------- ________________ અનુશાસનમાં કે કડકાઈમાં ઉગ ન થાય. ગુરુ એને કહેવાય કે જે શિષ્યને (૧) પાપ ક્રિયાથી બચાવે, (૨) પાપના નિમિત્તથી બચાવે, (૩) પાપ કરાવનાર દુર્બુદ્ધિથી બચાવે, (૪) પાપના ઉદયમાં આર્તધ્યાનથી બચાવે, (૫) દુર્ગતિથી બચાવે, (૬) દુર્ગતિના દુઃખથી, દુર્નિમિત્તથી અને દોષથી બચાવે, (૭) મોક્ષમાર્ગે લાવે-ચલાવે-દોડાવે, (૮) સન્મતિ-સદ્ગતિ-પરમગતિ આપે-અપાવે. આ આઠ જવાબદારીને અદા કરવા માટે ગુરુ ભગવંતે પ્રમાદી શિષ્યને ઠપકો વગેરે આપ્યા વિના છૂટકો જ નથી. બાકી તો ગુરુ વિના આપણો આપણી જાતે જ ક્યારનો મોક્ષ થઈ ગયો હોત. ગુરુદેવ પોતાની ફરજ ત્યારે જ નિઃસંકોચ રીતે અદા કરી શકે જો આપણે તેમના અનુશાસનમાં, કડકાઈમાં, આક્રોશમાં પ્રસન્નતાના ફુવારા ઉછાળીએ. ગુરુ પ્રત્યે પ્રકૃષ્ટ સમર્પણભાવ હોય તો ચારિત્ર પાળવાનો પરિણામ કદાપિ તૂટે નહિ, ચારિત્રપરિણામ તોડે તેવા સંયોગ મળે નહિ. કદાચ તેવા સંયોગ મળે તો પણ તેમાં તે ટકી જાય, ડગે નહિ. આ વસ્તુસ્થિતિ નજર સામે હોય તો ગુરુની ભક્તિશરણાગતિ-સમર્પણમાં કયારેય કચાશ આવે નહિ. પછી પ્રતિદિન સંયમમાં ઉત્સાહ વધે અને અનુત્તરવાસી દેવની પ્રસન્નતાને પણ ટક્કર માટે તેવી પ્રસન્નતા આત્મસાત થાય. તેવી પ્રસન્નતા જોઈને કદાચ અનુત્તરદેવ પણ શરમાઈ જાય ! શિષ્ય જો (૧) આચારસંપન્ન, (૨) શીલસંપન્ન અને (૩) વિનયસંપન્ન હોય તો ગુરુને પણ કેવલજ્ઞાન અપાવવાનું સૌભાગ્ય ધરાવી શકે. ચંડરુદ્રાચાર્યના શિષ્ય આચારસંપન્ન હતા. કારણ કે ૨૯૦ Page #302 -------------------------------------------------------------------------- ________________ પરાણે દીક્ષા આપી છતાં પાળી. શીલસંપન્ન પણ હતા. કારણ કે લગ્નના દિવસે દીક્ષા આપવા છતાં વિજાતીય આકર્ષણથી મુક્ત હતા. વિનયસંપન્ન પણ હતા, કારણ કે લાકડીના ઘા ખાવા છતાં ગુરુ પ્રત્યે બળવો તો નહિ, દુર્ભાવ પણ કર્યો નહિ. ઊલટું “લગ્નદિવસે આજીવન બ્રહ્મચર્યની ભેટ આપીને સંયમનું તિલક કરવા દ્વારા મોક્ષલક્ષ્મીની વરમાળાનું મારા કંઠે આરોપણ કરનાર છે ભવોદધિતારક ગુરુદેવશ્રીને હું અભાગીઓ અશાતામાં નિમિત્ત બની રહ્યો છું - આવા પ્રકષ્ટ સમર્પણભાવના ફુવારામાં સ્નાન કરીને, ગુરુદેવને ય સમતાસુધારસમાં નવડાવીને કેવલજ્ઞાનની ભેટ ધરી. કોટિ કોટિ વંદન આ ઉત્તમ વિનીતશિરોમણિ સંયમીને ! બીજી મહત્ત્વની વાત એ સમજી લેવી જરૂરી છે કે ગુરુ શક્તિશાળી હોય, નીરોગી હોય, શિષ્ય પરિવારસંપન્ન હોય, સંસારીપણે સગા હોય, શાસનપ્રભાવક હોય, પ્રભાવક પ્રવચનકાર હોય, વિશિષ્ટ પુણ્યશાળી હોય, અનેક ભક્તોથી પરિવરેલા હોય, તેમની ભક્તિસેવા કરવા બધા પડાપડી કરતા હોય, ગુરુ આપણા પ્રત્યે સાનુકૂળ વલણ ધરાવતા હોય તેવા સંયોગમાં જ ગુરુ પ્રત્યે લાગણી, સમર્પણભાવ, ભક્તિભાવ જાગે અને તેવું ના હોય તો તેમના પ્રત્યેની આપણી લાગણી સૂકાઈ જાય તો સમજી રાખવું કે ગુરુતત્ત્વ સાલ્વે હજુ આપણો તાત્ત્વિક સંબંધ બંધાયો નથી. ચામડાની આંખે દેખાતી ગુરુની પુણ્યોદયજન્ય શક્તિ-લબ્ધિ-વૈભવસમૃદ્ધિને જોઈને જ ગુરુ પ્રત્યે પ્રગટ થતો ભક્તિભાવ ભ્રામક સમજવો, પ્રાયઃ ઔદયિક ભાવનો સમજવો. આપણો સંયમપર્યાય વધે, શાસ્ત્ર ભણતર વધે તેમ તેમ ઉપકારી ગુરુવર્ગ પ્રત્યે વિનય, સમર્પણભાવ વધે તો જ તે બધું સાર્થક. બાકી તે પણ પ્રાયઃ નિરર્થક-નિષ્ફળનિપ્રયોજન સમજવું. ૨૯૧ Page #303 -------------------------------------------------------------------------- ________________ તો બ્રહ્મચર્ય સરળ છે. શ્રી દશવૈકાલિકજીમાં સ્વયંભવસૂરિજી મહારાજે ચિત્તમિત્તિન નિખ્વાણ નાર્ત્તિ વા મુગાિ' (૮/૫૫) કહેવા દ્વારા ચિત્રમાં દોરેલ સ્ત્રીને પણ જોવાનો નિષેધ કર્યો છે. તેમણે તો આગળ વધીને નાક-કાન વગરની અને હાથ-પગ કપાઈ ગયા હોય તેવી ૧૦૦ વર્ષની ઘરડી ડોશીને પણ જોવાની મનાઈ કરી છે. (૬.વૈ. ૮| ૫૬) અન્ય શાસ્ત્રોમાં પણ નારીને નરકની દીવડી, જીવતી ડાકણ, વિફરેલી વાઘણ, ડંખીલી નાગણ, દૃષ્ટિવિષ સર્પ, *તાલપુટ ઝેર, દુર્ગતિદાયિની, અશુચિથી ઉભરાતી ગટર, ગંધાતો ઉકરડો, વિષ્ટાથી ભરેલી ચામડાની કોથળી, “રાખનો ઢગલો, હાડકાનો માળો, પુદ્ગલપુંજ, રૌદ્ર રાક્ષસી, સળગતા અંગારાનો ઢગલો, અસીમ તોફાની સમુદ્ર, વંટોળીયો પવન, ભયંકર અરણ્ય, ૧૯જંગલી શિકારી પશુ, ઊંડી અંધારી ખાઈ વગેરે અનેક ઉપમા આપી છે. આ બધી ઉપમા સ્ત્રીની અધમતા કે નીચતા બતાવવા માટે નથી. પરંતુ આપણા મનમાં રહેલ વિજાતીયઆકર્ષણની અધમતા-ભયંકરતા બતાવવા માટે છે. જેમ સાપ ભયંકર નથી પણ તેના મોઢામાં રહેલ ઝેરની કોથળી ભયંકર છે, જીવલેણ છે. તેમ છતાં સાપને ભયંકર કહેવામાં આવે છે. તે રીતે ‘સ્ત્રી ભયંકર નથી' પણ તેના પ્રત્યે આપણા મનમાં રહેલ આકર્ષણ જ ભયંકર છે. તેમ છતાં સ્ત્રીને ભયંકર કહેવામાં આવેલ છે તેનો આશય વિજાતીયથી આપણને દૂર રાખવા દ્વારા વિજાતીય આકર્ષણથી બચાવવાનો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ઉપરના અનેક શાસ્ત્રવચનો અનેક વાર વાંચવા છતાં, સાંભળવા છતાં, બુદ્ધિથી સમજવા છતાં, હૃદયથી સ્વીકારવા છતાં, વિજાતીય તત્ત્વથી દૂર રહેવાનો પ્રામાણિક પ્રયત્ન કરવા છતાં, તપ-ત્યાગ-વૈયાવચ્ચથી શરીરનો કસ કાઢવા ૨૯૨ Page #304 -------------------------------------------------------------------------- ________________ છતાં, વિજાતીય વ્યક્તિની ભયંકરતાનું ચિંતન-મનન-કરવા છતાં આ રાંક જીવ નિમિત્ત મળતાં જ વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષાય છે ત્યારે ઉપરની તમામ શાસ્ત્રોક્ત ગરીબડા જીવને બચાવવા માટે અસમર્થ બની જાય છે. અને વાસનાની વિકૃત ખણજ પોષવા દ્વારા જીવ ફરી જન્મ-મરણના ચકરાવામાં ફસાઈ જાય છે. અહીં સવાલ એ થાય છે કે (૧) શાસ્ત્રની મોટી ઘોષણાઓ પણ શું જીવને વાસનાના વિષમ વમળમાંથી ઉગારવા શક્તિમાન નથી ? (૨) શાસ્ત્રોક્ત બ્રહ્મચર્યની નવ વાડનું વર્ષો સુધી પાલન કરવા છતાં વિચિત્ર નિમિત્ત મળતાં એકાએક વાસનાની જ્વાળા મનમાં કઈ રીતે પેદા થઈ શકે ? (૩) શું વેદમોહનીયના ઉદયને શાસ્ત્રનું ચિંતન-મનન-પાલન કાયમ દફનાવી ના શકે ? (૪) વાસનાના ભૂખ્યા વરનો શિકાર બનતા જીવને રક્ષણ આપવા તપત્યાગ-વિહાર-અસ્નાન-લોચ-મલધારણ-અદંતધાવન-વિભૂષાવર્જન વગેરે સંયમચર્યાપાલન સ્વરૂપ સિહ શું અસમર્થ છે ? (૫) રોજ સ્થૂલભદ્ર સ્વામીજીનો જાપ કરવા છતાં શું હઠીલી વાસનાની પજવણી શાંત ન થાય ? (૬) હાર્દિક ગુરુભક્તિ, પ્રભુભક્તિ કે ગ્લાનસેવા પણ શું એકાંતમાં-અંધકારમાં મનમાં પેદા થતી કામવાસનાને અટકાવી ન શકે? (૭) સ્ત્રી શરીરમાં અશુચિ ભાવના કરવા છતાં તેનું આકર્ષણ છૂટે કેમ નહીં ? ભલભલા મોટા સાધકોતપસ્વીઓ પણ ગોથા ખાઈ જાય તેવો બહુ જ જટિલ-વિષમગહન-ગંભીર એવો આ પ્રશ્ન છે. આ સમસ્યા વ્યક્તિગત હોવા છતાં સમષ્ટિને લાગુ પડે જ છે. કાયમી અત્યંત નાજુક સવાલ હોવા છતાં તેનો જવાબ અનાદિકાળથી આપણે કયાંયથી પ્રાયઃ પ્રાપ્ત કરેલ નથી. જેઓએ આ પ્રશ્નનો સચોટ ઉત્તર મેળવેલ છે તેઓ સહજ રીતે વાસનામુક્ત બની શક્યા છે. કુનિમિત્તો વચ્ચે પણ પવિત્ર રહી શક્યા છે. ૨૯૩ Page #305 -------------------------------------------------------------------------- ________________ આપણે આજે આ પ્રશ્નનો જવાબ મેળવવો જ છે. પ્રશ્ન જટિલ હોવા છતાં તેનો જવાબ બહુ જ સરળ છે. ઉપરના પ્રશ્નનો જવાબ આપતા પહેલાં એક લૌકિક દૃષ્ટાંત વિચારી લઈએ. દૂધમાં આપણને આરોગ્ય, શક્તિ, સ્ફર્તિ, પ્રોટીન, વિટામીન આપવાની ક્ષમતા હોવા છતાં દૂધ જ્યાં સુધી ગાયભેંસના આંચળમાં રહેલું હોય, બોટલમાં કે કોથળીમાં રહેલ હોય ત્યાં સુધી દૂધ પોતાનું કાર્ય કરવાની ક્ષમતા પ્રાપ્ત કરતું નથી. દૂધાળા ઢોરના આંચળમાંથી, બોટલમાંથી કે કોથળીમાંથી બહાર નીકળીને દૂધ જ્યારે આપણા પેટમાં જાય, પચે પછી જ તે આરોગ્યશક્તિ-સ્તુર્તિ વગેરે આપે. બરાબર આ જ રીતે “નારી નરકની દીવડી...' વગેરે શાસ્ત્રવચનો વિજાતીય આકર્ષણના બંધનમાંથી છોડાવવા માટે સમર્થ હોવા છતાં જ્યાં સુધી તે શાસ્ત્રવચનોને આપણે ગેરસમજની કોથળીમાં બાંધી રાખેલ હોય ત્યાં સુધી તે પોતાનું કાર્ય કરી ના શકે. વિજાતીય વ્યક્તિમાં સુખ આપવાની શક્તિ છે'- આવી અનાદિકાલીન માન્યતા છે તેવા કુસંસ્કાર એ ગેરસમજરૂપી કોથળી છે. વાસનાના ઉદ્રકમાં ગલગલીયાં થાય એ પણ ગેરસમજ જ છે. આવી ગેરસમજ કે ભ્રમણા હોય ત્યાં સુધી સત્ત્વનું ઊર્ધીકરણ ન થાય પણ અધોગમન જ થાય. બીજાને સમજાવવાની શક્તિ હોય તો બીજામાં સત્ત્વનું પ્રગટીકરણ કરી શકાય. પરંતુ જાતમાં સત્ત્વનો પ્રાદુર્ભાવ કરવા માટે તો જાતને જ સમજાવવાની કળાને આત્મસાતુ. કરવી રહી. વાસ્તવમાં વાસનાના આવેગમાં આકુળતા-વ્યાકુળતા છે. આકુળતા એ જ અસ્વસ્થતા છે, દુઃખ છે, રીબામણ છે, માનસિક ભારબોજ છે. ચિત્તની વિહ્વળતા એ અસમાધિની જાહેરાત છે. સુખ બહારમાં નથી, અંદરમાં છે, આત્મામાં જ છે. સ્વાનુભૂતિમાં જ આનંદ છે. વાસના તો એક જાતની આસક્તિ છે, બંધન છે, માગણી છે, અતૃતિ (૨૯૪. Page #306 -------------------------------------------------------------------------- ________________ છે, લત છે, લપ છે, તલપ છે. વાસના માત્ર મનને બહેકાવે છે, રખડાવે છે, રઝડાવે છે, ઉન્માર્ગે લઈ જાય છે. વાસના કેવળ વેદનાવ્યામોહ-સંમોહ પેદા કરે છે. વાસનામાં કેવળ વિચારવાયુના તોફાન છે, આક્રમકતા છે, લાચારી છે, પરાધીનતા છે, ખેંચાણ છે, ખેંચતાણ છે, ગુલામી છે, ભીખારીપણું છે, પશુતા છે. આ જાતની સમજણ જ્યારે હાર્દિક બને, અનુભવના સ્તરે વિવેકદષ્ટિથી સ્વૈચ્છિક રીતે સ્વીકારાય ત્યારે જ વાસનામાં સુખબુદ્ધિ સ્વરૂપ ગેરસમજની કોથળી ફૂટે. અસ્વસ્થતા કે આકુળતા એ આનંદ ન કહેવાય અને વાસનામાં આકુળતા હોય જ; અસ્વસ્થતા પણ ભળેલી જ હોય. પછી વાસનાને સુખ કઈ રીતે કહી શકાય ? સર્પના મોઢામાં અમૃતનો વાસ ન હોય તેમ વિજાતીયમાં કદાપિ સુખનો વાસ હોય નહિ. વિષ્ટામાં કયારેય પવિત્રતા હોય નહિ, વિજાતીયમાં કદાપિ સુખદાયકતા હોય નહિ' - આવી અનુપ્રેક્ષા અવાર-નવાર વિવેકદષ્ટિથી મધ્યસ્થભાવે કરતાં કરતાં “વાસનાના આવેગમાં થતી આનંદની લાગણી એ ભ્રાંતિ છે, કર્મોદયજન્ય ગલત ભ્રમણા છે'- આવી સમજણ પરિપકવ બનતી જાય છે. આવી વાસ્તવિકતાનો હાર્દિક સ્વીકાર થાય પછી જ તાત્ત્વિક પ્રવૃત્તિ આવે. સમ્યગદર્શન વિના ભાવ ચરિત્ર કેવી રીતે હોય ? પરિપક્વ હાર્દિક સમજણ-સ્વીકાર-સમ્યફ આચરણ આવે પછી જ સ્વાનુભૂતિ થાય. પછી અનુભવના સ્તરે ખરેખર વાસના એક જાતની અકળામણગુંગણામણ લાગવા માંડે. પછી વાસનાથી સહજ રીતે છૂટકારો મળે છે. પરંતુ ગેરસમજની કોથળીમાં જ્યાં સુધી શાસ્ત્રનો સંગ્રહ કરીએ ત્યાં સુધી તો તેવા શાસ્ત્ર-વચનોથી વાસનામુક્તિ મળવી અશક્યપ્રાય જ છે. શાસ્ત્રો જેને ઝેર કહે તેને આપણે અંતરથી અમૃત માનતા હોઈએ ત્યાં સુધી તેને છોડવાની રુચિ, બુદ્ધિ કે પુરુષાર્થ પાંગળા જ બને ને ! માટે ગેરસમજની કોથળીમાં કોઈપણ શાસ્ત્રને બંધીયાર ૧૨૯૫ ૨૯૫ Page #307 -------------------------------------------------------------------------- ________________ કરી દેવાની ભૂલ આપણાથી થઈ ન જાય તેની સાવધાની રાખીએ તો જ શાસ્ત્રો આપણા ઉપર પારમાર્થિક ઉપકાર કરી શકે. જ્યાં સુધી શાસ્ત્ર અને આપણો જાત અનુભવ- આ બન્નેના અભિપ્રાય વિરુદ્ધ આવે ત્યાં સુધી શાસ્ત્રનો પરમાર્થ પરિણમાવવાનું લોકોત્તર સૌભાગ્ય આપણે પામી ન શકીએ. અંતે જીત તો આપણા અનુભવની જ થાય છે. માટે આપણા અનુભવને શાસ્ત્રમુજબ ઘડવા પ્રયત્નશીલ રહીએ એવી પરમાત્માને પાવન પ્રાર્થના. • લખી રાખો ડાયરીમાં... ખાનદાન સંયમી બીજાને માન આપે; માન માગે નહિ. સામેની વ્યક્તિ છદ્મસ્થ છે. માટે તેની ભૂલ દેખાય છે- એ આપણી ભ્રમણા છે. સામેની વ્યક્તિમાં ભૂલ દેખાય છે. માટે આપણે છદ્મસ્થ છીએ આ પારમાર્થિક સત્ય છે. · ૨૯૬ Page #308 -------------------------------------------------------------------------- ________________ (૨) ગુરુ બનતાં પહેલાં.... તમારા ગુરુદેવશ્રીની લોકોત્તર ઉદારતાના પ્રભાવે તમને સંપ્રાપ્ત થયેલ ગુરુપદના શ્રવણથી ખૂબ આનંદ થયો. તમારા ગુરુદેવશ્રીની ઉદારતા અને તમને ગુરુ તરીકે સ્વીકારવાની તમારા શિષ્યની તૈયારી તથા સંચિત પુણ્યના ઉદયે ગુરુપદ ઉપર વ્યવહારમાં સરળતાથી આરૂઢ થઈ જવાયું છે. પરંતુ હૃદયમાં ગુરુતત્ત્વને પ્રતિષ્ઠિત કરવું, પ્રગટ કરવું એ ભગીરથ પુરુષાર્થનું કાર્ય છે. હૃદયમાં ગુરુતત્ત્વ નિષ્પન્ન ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક દૃષ્ટિએ સફળ સમારાધક ગુરુ બનવું દુષ્કર છે. તે માટે(૧) મોક્ષમાર્ગનો માત્ર શાબ્દિક નહિ પણ અનુભવના સ્તરે બોધ જોઈએ. શિષ્યની ભૂમિકા ઓળખી તેને મોક્ષમાર્ગે આગળ વધારવાની કનેહ જોઈએ. શિષ્યની ભૂલને ભૂલી જવાની, ગળી જવાની ઉદારતા અને ગંભીરતા જોઈએ. વ્યક્તિગત સ્વાર્થને શિષ્યના માધ્યમથી સાધી લેવાની વૃત્તિ ન જોઈએ. (૫) શિષ્યને ગ્રહણશિક્ષા-આસેવન શિક્ષા આપવા માટે સમયનો ભોગ દેવાની તૈયારી જોઈએ. માંદગી વગેરે અવસરે શિષ્યની જાતે સેવા કરવાની પણ ભાવના જોઈએ. વાત્સલ્ય, વાચના, હિતશિક્ષા વગેરે માધ્યમથી શિષ્યના માનસિક દોષનું પ્રકટીકરણ-શુદ્ધિકરણ કરાવવાની કળા જોઈએ. (૮) વાત્સલ્યસભર સ્વભાવ જોઈએ. સેવા ન કરતા શિષ્યને મેણા-ટોણા મારવાની વૃત્તિ રવાના થવી જોઈએ. ~-૨૯૭ – (૪) (૬) Page #309 -------------------------------------------------------------------------- ________________ (૧૦) જાણી-જોઈને પ્રમાદ-ભૂલ કરતા શિષ્ય ઉપર કડકાઈ કરવાની હિંમત જોઈએ. (૧૧) દાદાગુરુદેવ પ્રત્યે ગુરુનો સમર્પણભાવ-ભક્તિભાવ શિષ્યને દેખાવો જોઈએ. (૧૨) શિષ્યની ઉપબૃહણા, સ્થિરીકરણ કરવાનું લક્ષ જોઈએ. (૧૩) નાની-નાની ભૂલો બદલ જાહેરમાં ઠપકો આપવાના બદલે વાચના કે હિતશિક્ષા વગેરેના માધ્યમથી નાની-નાની બાબત અંગે શિષ્યમાં ચોકસાઈ કેળવવા પ્રયત્નશીલ બનવું પડે. (૧૪) અનેક શિષ્યો થાય ત્યારે પક્ષપાત થઈ ન જાય તેની સાવધાની કેળવવી પડે. (૧૫) પરાવલંબી કે શિષ્યના ઓશિયાળા જીવનનો ત્યાગ કરવાનું સત્ત્વ જોઈએ. (૧૬) શિષ્યને સારો આદર્શ આપવા માટે પણ તપ-ત્યાગસ્વાધ્યાય-વૈયાવચ્ચ-અપ્રમત્તતા આદિ ગુણોને, આચારોને આત્મસાત્ કરવા પડે. (૭) જાહેરમાં શિષ્યની પ્રશંસા કે ખુશામત ન કરવી. (૧૮) ઠઠ્ઠા-મશ્કરીભર્યા વ્યવહારને દેશનિકાલ આપવો પડે. (૧૯) નિંદા-પારકીપંચાત વગેરે દોષોને પોતાના જીવનમાંથી પણ કાઢવા પડે. (૨૦) ૨સગારવ-ઋદ્ધિગારવ-શાતાગારવને તિલાંજલિ દેવી પડે. (૨૧) સ્વપ્રશંસા. જાતપ્રભાવના, બિનજરૂરી બાહ્ય પ્રવૃત્તિઓ, સંગ્રહવૃત્તિ વગેરે રવાના કરવી પડે. (૨૨) દીક્ષા પહેલાં શિષ્ય પાછળ સમય ફાળવવાની તૈયારી અને દીક્ષા પછી તેના પ્રત્યે બેદરકારી- આવો બેઢંગો વ્યવહાર ન જોઈએ. (૨૩) શિષ્યપ્રલોભન ન જોઈએ. ૨૯૮ Page #310 -------------------------------------------------------------------------- ________________ (૨૪) શિષ્યને પોતે ભણાવી ન શકે તેવા સંયોગમાં યોગ્ય સંયમી પાસે ભણાવવા માટેની તૈયારી જોઈએ. આ ચોવીશ બાબતમાં જે વ્યવસ્થિત બને તેમાં નૈૠયિક ગુરુતત્ત્વ પ્રગટ થાય- તેવી પ્રબળ સંભાવના રહેલી છે. તેવા ગુરુ પ્રત્યે યોગ્ય શિષ્યમાં ઉત્કૃષ્ટ સમર્પણ ભાવ જાગે અને આ રીતે તેવા ગુરુ સ્વ-પરના તારક બને. તમે આવું ગુરુતત્ત્વ પ્રગટાવશો જ એવી શ્રદ્ધા રાખું ને ? જો કે તમે ઘણા ગુણીયલ છો એટલે આ બાબતમાં સફળ-સાવધાન બનશો જ એવો વિશ્વાસ છે. -લખી રાખો ડાયરીમાં...મોક્ષ જરા પણ અઘરો નથી. પરંતુ આપણે આપણી ક્ષુદ્રતા, તુચ્છતા, સંકુચિતતા, ઈર્ષ્યા વગેરેના લીધે તેને અઘરો બનાવ્યો છે. - ૨૯૯ Page #311 -------------------------------------------------------------------------- ________________ શું સિદ્ધ ભગવંતની આરાધના કરીએ છીએ ? શેઠની નજર મારા ઉપર છે એવું જાણતો નોકર ચોરી કરવાની ઈચ્છા હોવા છતાં ચોરી કરી શકતો નથી. તેમ “૨૦ વિહરમાન તીર્થકર, બે કરોડ કેવલજ્ઞાની, અનંતા સિદ્ધ ભગવંતોની નજર મારા ઉપર છે એવું અનુસંધાન કરીએ તો દોષસેવનની રુચિ હોવા છતાં આપણે દોષને સેવી ન શકીએ, વિરાધનાને પોષી ન શકીએ. જેણે સારામાં સારું સંયમજીવન પાળવું છે તેણે માત્ર સહવર્તીની સાક્ષીના બદલે સિદ્ધ ભગવંત વગેરેની સાક્ષીને સતત નજર સામે રાખવી. કેવળ સહવર્તીની શરમ નડે તે જાહેરમાં પાપ ન કરે, ખાનગીમાં દોષસેવન ચાલુ હોય. સિદ્ધ ભગવંતની શરમ નડે તે ખાનગીમાં ય દોષનો શિકાર ન બને. જેમ “વાહન વગેરેનો ઉપયોગ કરીશ તો સમાજની નજરમાં સાધુ તરીકે મારી છાપ નહિ રહે આવો મજબૂત ખ્યાલ આપણને વાહન, લિફટ, વગેરેના ઉપયોગથી તો અટકાવે જ છે પરંતુ તેના ઉપયોગની ઈચ્છાને પણ શમાવે છે જ. તેમ “હું ઈર્ષા-નિંદા-વાસના-લાલસા-પ્રસિદ્ધિભૂખ વગેરે પ્રમાદને પરવશ બનીશ તો અનંતા સિદ્ધ ભગવંતની નજરમાં સંયમી તરીકે મારી છાપ નહિ રહે આવો દઢ સંકલ્પ આપણને ઈર્ષા-નિંદા-વાસના વગેરે પ્રમાદનો શિકાર બનતા તો અટકાવે જ. પણ તેની ઈચ્છા-આકર્ષણ-રુચિને ય ખતમ કર્યા વિના ન રહે. આવો ભાવ પ્રામાણિકપણે જગાડીએ તો જ વર્તમાન કાળમાં મળેલ સંયમથી પણ ત્રીજા-પાંચમા-સાતમા ભવે સિદ્ધ બનવાનું સૌભાગ્ય સંપ્રાપ્ત થાય. આ જ રીતે “અનંતા સિદ્ધ ભગવંતો મારી તમામ આરાધનાને જુએ છે આવો ખ્યાલ ઉપસ્થિત હોય તો સહવર્તી કે દૂરવર્તી પરિચિત વ્યક્તિને આપણી આરાધના જણાવ્યા વિના ન રહી શકવાની કુટેવથી ૨૦૦ Page #312 -------------------------------------------------------------------------- ________________ પણ સરળતાથી છૂટી શકાય. અનંતા સિદ્ધ ભગવંતો મારી પ્રત્યેક આરાધનાની કાયમી નોંધ રાખે છે તો પાંચ-પંદર સહવર્તી વગેરે મારી આરાધનાની નોંધ રાખે કે ન રાખે તેની શી કિંમત છે ? સિદ્ધ ભગવંતની નોંધ કાયમી હશે, તે પણ વગર કીધે. સહવર્તીને આપણી તમામ આરાધનાની કાયમી નોંધ રાખવાની ક્યાં ફુરસદ છે ? સિદ્ધ ભગવંતે કરેલી પોલાદી નોંધ ધર્મરાજાને મારી તમામ આરાધનાનું ફળ આપવા પ્રેરણા કરશે. જ્યારે સહર્વતી પાસે આપણે કરાવેલી સ્વઆરાધનાની નોંધ તો તેવું કરાવવામાં તકલાદી છે.' આવો ખ્યાલ હોય તો આપણી આરાધનાને ગુપ્ત રાખવામાં આનંદ આવે તથા શાસ્ત્રકારે બતાવેલ ‘સંયમીના તપ વગેરે કાયમ ગુપ્ત હોય' આવી મર્યાદાનું પાલન થાય. ગુપ્ત રાખેલ આરાધના જ બળવાન બને. રસ્તા ઉપર વેરેલા ખુલ્લા દાણાને ચકલા ચણી જાય તેમ સ્વપ્રશંસા-પ્રસિદ્ધિ મેળવવા આપણે બીજા પાસે પ્રગટ કરેલ આરાધનાને કર્મસત્તા-મોહરાજા ચણી જાય, સાફ કરી નાંખે, તકલાદી કરી નાંખે. માટે જ જ્ઞાનસારના ૧૮મા અષ્ટકમાં સ્વપ્રશંસાને, આત્મોત્કર્ષને છોડવાની ઉપાધ્યાયજી મહારાજે મજેની વાત કરેલ છે. અનંતા સિદ્ધ ભગવંતો આપણા કીધા વગર, આપણી ઝીણામાં ઝીણી, કેવલ કાયિક નહિ, માનસિક પણ આરાધનાની, કાયમી ફળદાયી નોંધ રાખે છે. એ બાબતનો કોઈ આનંદ ન હોય અને પાંચ-પંદર સહવર્તી વગેરે મારી આરાધના જાણતા નથી એનો અફસોસ હોય તે કેવી દરિદ્રતા-કરુણતા કહેવાય ? પછી પબ્લીસિટી, સ્ટેટ, ઈમેજ, ગુડવીલ, પ્રેસ્ટીજ ઈસ્યુ વગેરે ઝેરી વમળમાં ન ફસાય તો શું થાય ? સિદ્ધ ભગવંત આપણી તમામ આરાધના-વિરાધના અને તેની પાછળના આશયોને સ્પષ્ટપણે જુએ છે. એની જેને કિંમત ન હોય તેના ઉપર અનંતા સિદ્ધ ભગવંતોની અમીષ્ટિ કોઈ લાભદાયી અસર બતાવી ન શકે. તેવા જીવને આડંબર, ૩૦૧ Page #313 -------------------------------------------------------------------------- ________________ દેખાવ-દંભની દુનિયામાં ખોવાઈ જતાં વાર ન લાગે. આવું ન બને તે માટે ઉપરોક્ત રીતે સતત સિદ્ધ ભગવંતની મીઠી નજરનું અનુસંધાન કરવું એ જ ખરા અર્થમાં સિદ્ધ ભગવંતની આરાધના છે. - લખી રાખો ડાયરીમાં વિચિત્ર કર્મના ઉદયમાં પોતાની જાત કર્મસત્તાને સોંપે નહિ તેણે આત્માને જાણેલ છે. • (૧) અક્કડ, (૨) દોષઘેલી, (૩) નિર્દક, (૪) આપમતિ, (૫) ચંચળ, (૬) વક્ર, (૭) ક્રોધી - આ સાત પ્રકારના શિષ્યો ગુરુને ઉદ્વેગ કરાવે - (ઉપદેશમાલા ગા. ૭૪) ગુણહીન પ્રત્યે સહાયકભાવ - ઉત્તમ ભૂમિકા. ગુણહીન પ્રત્યે સહાનુભૂતિ - મધ્યમ ભૂમિકા. ગુણહીન પ્રત્યે તિરસ્કાર - અધમ ભૂમિકા. સ્વસ્થ જીવનના બે પાયા - (૧) મૌન (૨) સંઘર્ષનો અભાવ. ૩૦૨ Page #314 -------------------------------------------------------------------------- ________________ ચાલો, રોણામાં સમાધિને માણીએ. એક સંયમી ઉપર આવતી તકલીફ જોઈને બીજા સંયમીને દુઃખ થાય તે સ્વાભાવિક છે. કારણ કે પ્રત્યેક સંયમી એ શાસનની મૂડી છે. શાસનની મૂડી નાશ પામતી જોઈને કે તકલીફમાં મૂકાતી જોઈને કયા સંયમીને રંજ ન થાય ? પરંતુ પોતાની ઉપર પારાવાર તકલીફ આવવા છતાં સંયમી તો મસ્તીમાં જ હોય. ભોગને રોગ માનવાની અને રોગને યોગમાં રૂપાંતર કરવાની કળા સંયમીએ આત્મસાત્ કરેલ હોય. નબળામાં નબળી સામગ્રી અને તકલાદી શરીર તથા ૧૬ મહારોગોનો સળંગ સાતસો વર્ષ સુધી ભયાનક હુમલો થવા છતાં સનકુમાર ચક્રવર્તી રાજર્ષિએ કમાણી કરવામાં પીછેહઠ નથી કરી તો આપણે શા માટે ડગમગીએ ? શરીર અને આત્મા અલગ છે - એ હિસાબ ચોખ્ખો કરવા માટે અને એ બૌદ્ધિક સમજણને હાર્દિક શ્રદ્ધામાં ફેરવવા માટે રોગને પ્રસન્નતાથી સહન કરવા એ પણ મોક્ષમાર્ગનું આગવું પગથિયું છે. ઉમાસ્વાતીજી મહારાજે તત્ત્વાર્થસૂત્રમાં પણ આ જ વાત કરી છે કે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ ન થઈ જવાય તે માટે અને મોક્ષમાર્ગે આગળ વધવા માટે જરૂરી એવી નિર્જરા કરવા રોગ વગેરે પરિબ્રહો ખુમારીથી સહન કરવા પ્રત્યેક સાધક માટે અનિવાર્ય છે. માનनिर्जरार्थ परिषोढव्या: परिषहाः । સ્વાધ્યાય અને વૈયાવચ્ચમાં જેટલી નિર્જરા થાય તે કરતાં અનંતગુણી નિર્જરા રોગાદિ પરિષહોને સમતાથી સહન કરવામાં છે. આવું બૃહકલ્યભાષ્યમાં જણાવેલ છે. પરિવાર, પૈસા, દુકાન, ઘર, સંસારી વેશ, સંસારી નામ, સંસારી વ્યવહાર વગેરે સામે ચાલીને છોડનાર સંયમી સંસારી દેહનો અધ્યાસ, મૂચ્છ છોડે છે કે નહિ તેની કસોટી કરવા કર્મસત્તા ૩૦૩ Page #315 -------------------------------------------------------------------------- ________________ દ્વારા મોકલાયેલ રોગાદિ પરિષદોને જો પ્રસન્નતાથી, સમતાથી હસતાં હસતાં સહન કરીએ તો ધર્મમહાસત્તા આપણી ઈજ્જત પણ અવશ્ય કરે. આ ખ્યાલમાં હોય તો રોગસહન કરવામાં ખુમારી આવતી જાય. પુત્રનું મોઢું જોવાનું લૌકિક સૌભાગ્ય પ્રાપ્ત કરવા સ્ત્રી જો પ્રસૂતિની વેદનાને સહન કરવા કટિબદ્ધ બને, તો ભવાંતરમાં સીમંધરસ્વામીનું મોઢું જોવાનું લોકોત્તર સદ્ભાગ્ય મેળવવા માટે સંયમી રોગની વેદનાને સહન કેમ ન કરે ? દવા-ઈંજેક્શન-ઓપરેશનની વેદનાથી બચનારો દર્દી આરોગ્યને મેળવી શકે નહિ, શિલ્પીના ટાંકણાથી બચનારો આરસપહાણ પરમાત્મા તરીકે પૂજાવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરી શકે નહિ, અગ્નિપરીક્ષામાં પસાર થવાની તૈયારી ન રાખનાર ખાણનું સોનું પ્રભુમસ્તકે મુગટ તરીકેની શોભા પામી શકે નહિ, એરણ ઉપર હથોડાના ઘા સહન કરવા તૈયાર ન થનાર લોખંડ પણ પાણીદાર તલવાર બની શકે નહિ, તેમ રોગને પ્રસન્નતાથી સહન કરવા તૈયાર ન થનાર સાધક પણ પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે નહિ. શરીરની લાગણી પરમાત્માની લાગણી કરતાં વધુ હોય ત્યારે રોગ અસહ્ય બને. આત્મા-પરમાત્મા પ્રત્યેની મમતા શરીરની મમતા કરતા વધુ હોય તો રોગ સુસહ્ય બને. “હાયવોય તો દેહાધ્યાસનું સૂચક છે જ. પરંતુ હું રોગી છું.'- આવો ખ્યાલ પણ દેહાધ્યાસનો જ સૂચક છે. તેમ જ તે ખ્યાલથી “હું યોગી છું, સંયમી છું, સિદ્ધ સ્વરૂપ છું આવી અનુભૂતિ આવરાય છે અને સંયમ, સમકિત પણ મલિન થાય છે. માટે રોગોનો વિચાર પણ છોડવો અનિવાર્ય છે. તેજીના સમયમાં તો સહુ કમાણી કરે. પણ શાબાશીને પાત્ર તો તે વેપારી છે જે મંદીના સમયમાં અને પ્રતિકૂળ સંયોગમાં પણ નબળી જગ્યાએ રહેલી સામાન્ય દુકાનમાં પણ કમાણી કરે. તેમ અનુકૂળતા અને આરોગ્યમાં આરાધના કરનાર કરતાં પ્રતિકૂળતામાં, તકલીફમાં, –-૩૦૪ 3०४ Page #316 -------------------------------------------------------------------------- ________________ નબળા કર્મના ઉદયમાં, નબળા શરીરે, નબળા સંયોગમાં પણ મનને મજબૂત કરીને દઢતાથી આરાધભાવને ટકાવી રાખનાર-જ્વલંત બનાવનાર વધુ ધન્યવાદને પાત્ર બને છે. સનસ્કુમાર રાજર્ષિ આનું ઉત્તમ ઉદાહરણ છે. પુણ્યના ઉદયમાં કેવળજ્ઞાનને પામનાર જીવો કરતાં ચીકણાં ભારે કર્મના ઉદયમાં કેવળજ્ઞાનને પામનાર ઢગલાબંધ જીવો છે. મેતારક મુનિ, સુકોશલ મુનિ, ગજસુકુમાલ મુનિ, ઢંઢણ મુનિ, ધર્મરુચિ અણગાર, ખંધક મુનિ, અર્ણિકાપુત્ર આચાર્ય, બંધક સૂરિના ૫૦૦ શિષ્યો, ઝાંઝરીયા મુનિ વગેરે આના શ્રેષ્ઠ ઉદાહરણો છે. આખું વર્ષ મહેનત કરનાર વિદ્યાર્થી જો પરીક્ષામાં નાસીપાસ થાય તો આખા વર્ષની મહેનત નકામી જાય અને સ્કુલની પરીક્ષામાં નાપાસ થાય. તેમ આજીવન સુધી સંયમપાલન કરવા છતાં છેલ્લે રોગપરિષદમાં હતાશ થઈએ તો આપણે પણ કર્મપરીક્ષામાં નાપાસ થવું પડે. નબળા સંયોગોમાં દેવું લાચારીથી કરેલ હોય પણ ખાનદાન દેવાદાર સારા દિવસોમાં લેણદારને સામે ચાલીને કે બોલાવીને પ્રસન્નતાપૂર્વક દેવું ચૂકવે છે. તેમ ભૂતકાળમાં આપણે પાપબંધસ્વરૂપ દેવું જાણે-અજાણે, ટાણે-કટાણે, મને-કમને પણ કરેલ છે. જૈનશાસન, સદ્ગુરુ, સમજણ, સંયમ વગેરે મળવાથી આપણે આધ્યાત્મિક શ્રીમંત બન્યા, પાપ કર્મનું દેવું ચૂકવવાને સમર્થ બન્યા છીએ. આવા અવસરે મર્દાનગીપૂર્વક સામે ચાલીને તમામ સ્વકૃત દુષ્કૃત કર્મોને ચૂકવવા માટે થનગનતા રહીએ એમાં જ આપણી સાચી ખાનદાની છે. કદાચ તેવું સત્ત્વ ન હોય અને તેવી ઉત્તમ ભૂમિકાએ આરૂઢ થઈ ન શકાય તો પણ કમ સે કમ પોતાની મેળે ટપકી પડેલ રોગને તો સમતાથી-સહજતાથી, સૌમ્ય ભાવથી સહન કરીને પાપ કર્મનું દેવું ચૂકવવાની મધ્યમ ભૂમિકાએ પણ ન ટકીએ તો તો આપણું સંયમ લજવાય. કનિષ્ઠ ભૂમિકાએ પહોંચી જવાની ભૂલ શું થઈ શકે? -૩૦૫ Page #317 -------------------------------------------------------------------------- ________________ કદાચ સન્ત તૂટે, મનોબળ ઘટે, ધીરજ ખૂટે, તો પણ સામેથી આવેલા રોગોને વધાવી લેવા પરમાત્માને આપણે મનોમન પ્રાર્થના કરવી જોઈએ કે - હે પ્રભુ ! ભૂતકાળમાં મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાના પરિણામરૂપે આવી પડેલ રોગાદિ દુઃખોને મજેથી વેઠી શકું એવું સત્ત્વ મારામાં તું જગાડ. ભોગની મજાથી મળેલ રોગની સજા ઘટાડવાની તને વાત નથી કરતો પણ એ સજા ભોગવતાં મનમાં સંકલ્પ-વિકલ્પ કે આર્તધ્યાન ન થાય એ જોવાની જવાબદારી તારા ઉપર છોડતો જાઉં છું. સજા ભોગવવા તૈયાર છું. મનમાં કોઈ આઘાત-પ્રત્યાઘાત ઊભા ન થાય એ બાબતમાં તું સહાય કરજે. ખૂટતું સત્ત્વ, મનોબળ, ધીરજ અને ઉત્સાહ આપવાનું કામ તું કરજે. બાકીનું કામ સંભાળવા હું તૈયાર છું.” આ પ્રાર્થનાથી પણ સચ્ચાઈનો એવો રણકાર આત્મઘરમાં પ્રગટે છે કે જે સત્ત્વ, સંકલ્પ, સહનશીલતા, સમાધિ, સ્વસ્થતા અને સમતાને ચોક્કસ જગાડે છે. વિહળતાને ભગાડે છે, ચિદાનંદમય નિજસ્વરૂપમાં મનને લગાડે છે, મોહને-દેહાધ્યાસને તોડવાનો જયડંકો વગાડે છે. એક બાબત તો ચોક્કસ શિલાલેખની જેમ હૃદયવેદિકામાં કોતરી રાખવા જેવી છે કે- “મારા જીવનમાં બનતી સારી-નરસી પ્રત્યેક ઘટના મારા વિકાસ માટે જ છે, વિનાશ માટે નહિ. ઉત્થાન માટે જ છે, પતન માટે નહિ. ઊર્ધ્વગતિ માટે જ છે, અધોગતિ માટે નહિ.” પછી પ્રત્યેક પરિષહ આશીર્વાદરૂપ લાગે, અભિશાપરૂપ નહિ. શરીરનો ગમો કે રોગનો અણગમો પણ પછી ખતમ થાય. જેમ ઝૂંપડપટ્ટી છોડીને નવા બંગલામાં રહેવા જતાં માણસના મનમાં ખેદ ન હોય, તેમ જીવલેણ રોગ અને મરણાંત પીડાના લીધે આ જીર્ણ શીર્ણ શરીરને છોડીને નવા શરીરના માધ્યમથી ૩૦૬ Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચતમ સાધના કરવાનો અવસર નજીક આવે ત્યારે સાધક પણ ખિન્ન ઉદ્વિગ્ન કે બેચેન ન જ હોય ને! | વિનશ્વર શરીર લઈને બેઠા, તેની કંગાળ મમતા લઈને બેઠા, તેના ફળરૂપે રોગ મનને આકુળ-વ્યાકુળ બનાવી મૂકે. ખોરાક લઈ ન શકાય, ઉતારી ન શકાય તેવા સંયોગમાં કાયમ આહારના વળગણથી મુક્ત બનેલા સિદ્ધ ભગવંતોને યાદ કરીએ તો અફસોસ ન રહે. સિદ્ધશિલામાં મળનારી કાયમી આહારમુક્ત દશાની નેટ પ્રેકટીસ કર્મસત્તા અહીં કરાવે અને તેમાં આપણે સમતા રાખી મુક્તિને નિકટ બનાવીએ એનાથી બીજું રૂડું શું હોઈ શકે? ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે મોક્ષ જેનો નજીક આવે તેના ઉપર કર્મસત્તા ફોજ લઈને નિર્દયપણે તૂટી પડે છે. આપણા ઉપર કર્મસત્તાના આવા હુમલા આપણા નિકટ મુક્તિગામીત્વને નિશ્ચિત કરે છે તો આનાથી ચઢિયાતું સૌભાગ્ય કયું હોઈ શકે? રોડનો ડાયવર્ઝન પણ સલામતી માટે છે તેમ રોગનો ડાયવર્ઝન પણ સુરક્ષિત રીતે મોક્ષે આગળ વધવા માટે જ છે. બસ, જ્યારે રોગ સહન કરવાનું અનિવાર્ય જ છે તો મન બગાડીને કર્મબંધ કરવાના બદલે મનને સ્વસ્થ-તટસ્થ-મધ્યસ્થઆત્મસ્થ રાખી કર્મનિર્જરાની કમાણી ભરપૂર કરી મુક્તિને નિકટ બનાવીએ. તમે સુજ્ઞ છો, દીર્થસંયમી છો. મારે કશું લખવાનું ના હોય. તમે જાગ્રત અને સાવધાન છો. છતાં પૂજ્ય ગુરુદેવશ્રીના આદેશથી યત્કિંચિત્ સમજણ મુજબ લખેલ છે. આશય એક જ છે રોગને યોગમાં અને મહાયોગમાં બદલી નાખો. પછી મજા જ મજા છે. સતત સ્વ-સ્વરૂપના સ્મરણમાં લીન બની મરણનું મરણ નિશ્ચિત બનાવો એ જ મંગલકામના. ૩૦૭ ૩૦૭ Page #319 -------------------------------------------------------------------------- ________________ જિનવાણી વિશે સાત પ્રકારના પ્રવાહ પરિકરું_ ઉપદેશમલામાં ધર્મદાસ ગણિવરે “નિવયમ્સ TITયર ! ગ્રામ મા વેદસિ પમા” આવું કહેવા દ્વારા જિનવચન ઉપર ક્ષણ વાર પણ પ્રમાદ ન કરવાની હિતશિક્ષા ફરમાવેલ છે. પ્રમાદનો ત્યાગ કર’ આવું કહેવાના બદલે “જિનવચન ઉપર પ્રમાદનો ત્યાગ કર” આવું કહીને તેમણે કમાલ કરી છે. આની પાછળ મોટું રહસ્ય છુપાયેલ છે. જિનવચન વિશે પ્રમાદ સાત પ્રકારે સંભવે (૧) જિનવચન ગોખવામાં, કંઠસ્થ કરવામાં આવતો કંટાળો. “મહિને ૧ ગાથા મોઢે થાય તો પણ ગોખવાનો પુરુષાર્થ નહિ છોડવાનો -આવી જે વાત પુષ્પમાળા ગ્રન્થમાં શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે તે આ પ્રથમ પ્રકારના પ્રમાદનો પરિવાર સૂચવે છે. નિત્ય નવું નવું શ્રુતજ્ઞાન મેળવવાની ઉત્કૃષ્ટ આરાધના કરવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. માટે તો વીસસ્થાનકમાં અભિનવશ્રુતજ્ઞાન નામનું પદ સ્વતંત્રપણે બતાવેલ છે. જૂની ગાથાઓ ભૂલાઈ જતી હોય તો પણ નવી ગાથાને ગોખવાનો પુરુષાર્થ તો ન જ છોડવો. અન્યથા અન્ય શાસ્ત્રનો બોધ જ ન થાય. શક્ય હોય તો ગાથા કે શ્લોકનો સામાન્ય અર્થ સમજીને ગોખવું, જેથી તેના વિશિષ્ટ સંસ્કાર પડે, વૈરાગ્યવૃદ્ધિ થાય, પદાર્થબોધ થાય, કંટાળો ન આવે, તથા પરિણતિ પણ નિર્મળ થાય. ગોખવાનો પુરુષાર્થ કરવો એ આપણું કર્તવ્ય છે. ગાથા ચડે તો નિર્જરા થાય. બાકી ન થાય'- એવું નથી. પ્રસન્નતાથી જેટલો સમય ગોખીએ તેટલો સમય સતત જ્ઞાનાવરણ કર્મ ખપે છે. ગાથા ન ચઢે એટલે ન ગોખીએ તો જ્ઞાનાવરણ કર્મ ખપે કઈ રીતે ? જ્ઞાનાવરણનો ઉદય તીવ્ર હોવાથી નવું જ્ઞાન કંઠસ્થ ન થાય અને તેથી ગોખવાનું બંધ કરીએ. ગોખવાનું બંધ કરીએ એટલે નવા ૩૦૮ Page #320 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણ કર્મ બંધાય. એટલે ગોખવાનું વધુ અઘરું બને. આમ વિષચક્ર ચાલે જ રાખે. તો કેવલજ્ઞાન ક્યારે મળે? તેથી જ્ઞાન ઝડપથી ચઢે નહિ અથવા સવારની ગાથા સાંજે ભૂલાઈ જાય તો પણ ગોખવાનો પુરુષાર્થ ચાલુ રાખવો એ જ કર્તવ્ય છે. ગાથા ગોખવામાં આવતો કંટાળો એ ચીકણા જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે. રોજની ૭૦૦ ગાથા કંઠસ્થ કરનારા બપ્પભટ્ટસૂરિજી મહારાજ, રાજસભામાં જતાં જતાં પાલખીમાં ઉપદેશમાલા ગોખનાર મંત્રી પેથડશા, પ૬ વર્ષની ઉંમરે સિદ્ધહેમ વ્યાકરણ અને છંદોનુશાસન કંઠસ્થ કરનારા કુમારપાલ મહારાજા, પ્રતિદિન સાત-સાત વાચનાને કંઠસ્થ કરનારા સ્થૂલભદ્ર સ્વામીજી વગેરે રોજ નવું ભણવાની બાબતમાં ઉત્કૃષ્ટ આદર્શરૂપ છે. (૨) જિનવચનમાં બીજા પ્રકારનો પ્રમાદ એટલે ગાથાનું પુનરાવર્તન કરવામાં આવતો કંટાળો. નવી ગાથા ગોખવામાં ઉત્સાહ આવવો હજુ સરળ છે, કેમ કે તેમાં આપણો માનકષાય પુષ્ટ બની શકે છે. જ્યારે પુનરાવર્તનમાં કર્મનિર્જરા થવા છતાં માનકષાય પુષ્ટ ન થવાથી કંટાળો આવવાની ઘણી શક્યતા છે. માટે નવી ગાથા ગોખવી સરળ છે. પરંતુ કંઠસ્થ કરેલી ગાથાને રોજ પુનરાવર્તન કરીને ઉપસ્થિત રાખવી ઘણી અઘરી છે. શક્તિ હોવા છતાં નવી ગાથા ન ગોખવામાં જેમ જ્ઞાનાવરણ કર્મ બંધાય એમ પુનરાવર્તન કરવામાં આવતા કંટાળાને લીધે, ગોખેલી ગાથાને ભૂલવાથી પણ જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. પુનરાવર્તન કરવામાં જેમ જેમ ઉત્સાહ વધે તેમ તેમ જ્ઞાનાવરણ કર્મ ખપે. દેવલોકમાં રોજ ૫૦૦ ગાથા પ્રમાણ પુંડરિક અધ્યયનનું અદમ્ય ઉમંગથી પુનરાવર્તન કરવાના લીધે તો વજસ્વામીએ ૩ વર્ષની ઉંમરે સાંભળવા માત્રથી ૧૧ અંગ કંઠસ્થ કરી લીધા. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજની જૈનશાસનને પ્રાપ્તિ થઈ તેમાં સાધ્વીશ્રી યાકિનીમહત્તરાના પુનરાવર્તન' નામના તૃતીય સ્વાધ્યાયનો ફાળો મહત્ત્વનો છે. અવંતિસુકુમાલને નલિનીગુલ્મ વિમાનના સુખને મેળવવા સંયમી બની ૩૦૯ Page #321 -------------------------------------------------------------------------- ________________ શિયાળણીના ઘોર ઉપસર્ગમાં ય સમતા રાખવામાં મુખ્ય ચાલકબળ તો આચાર્યશ્રી આર્ય સુહસ્તિગિરિજીનો ‘પરાવર્તના’ સ્વાધ્યાય જ હતો ને ! (૧) બોલીને પુનરાવર્તન કરવામાં ઉત્સાહ ટકે તો શારદામાતાનો જીભ ઉપર નિત્ય વાસ થાય, (૨) વિશુદ્ધ વચનલબ્ધિ પ્રગટે, (૩) તોતડા-બોબડાપણાના અવતાર રદબાતલ થાય, (૪) આદેય-સૌભાગ્ય નામકર્મ બંધાય, (૫) જ્ઞાનાવરણ કર્મનો તીવ્ર ક્ષયોપશમ થાય, (૬) વજ્રસ્વામીની જેમ પદાનુસારી-બીજાનુસારી લબ્ધિ, કોષ્ઠબુદ્ધિલબ્ધિ પ્રગટ થાય, (૭) ગાથાઓ ઉપસ્થિત રહેવાથી અનુપ્રેક્ષા વગેરેમાં બળ મળે છે. આવા તો અપરંપાર ફાયદા જિનવચનના પુનરાવર્તનમાં ઉત્સાહ-ઉમંગ રાખવાથી પ્રાપ્ત થાય છે. કેવળ આ લોકની આબાદી માટે અને શરીરના સુખ માટે સી.એ., એમ.એસ., એમ.ડી., ડી.એમ. વગેરેની પરીક્ષામાં પાસ થવા મહિનાઓ સુધી રોજ ૧૮-૧૮ કલાકનો અભ્યાસ-વાંચનચિંતન કરનારા દુનિયામાં હાલ વિદ્યમાન છે. તો પરલોકના કલ્યાણ માટે અને આત્માના સુખ માટે ૧૫ કલાકનો સ્વાધ્યાય-પુનરાવર્તન કરવાની ભગવાનની આજ્ઞા પાળવામાં ઉત્સાહ આપણને કેમ ન જાગે ? (૩) જિનવચનમાં ત્રીજા નંબરનો પ્રમાદ એટલે જિનવચન બોલતી વખતે ઉપયોગનો અભાવ. ગાથા ગોખવી કે પુનરાવર્તન કરવી હજુ સરળ હશે. પરંતુ ગોખતી વખતે, પરાવર્તના કરતી વેળાએ કે પ્રતિક્રમણ વગેરેમાં સૂત્ર બોલવાના અવસરે એકાગ્ર ચિત્તથી તેના અર્થનો ઉપયોગ રાખવો ખૂબ અઘરો છે. કારણ કે તે ધર્મ કેવળ આત્મસાક્ષીએ જ થાય છે. તથા તીવ્ર સંવેગવૈરાગ્ય હોય અને નિકટના ભવમાં મોક્ષ થવાનો હોય તો જ અર્થઉપયોગમાં ઉત્સાહ જાગે, ટકે, વધે, સાનુબંધ બને. સૂત્રના અર્થમાં ઉપયોગ જેટલો વધુ તેટલો વૈરાગ્ય વધુ ઝળહળે, ક્રિયામાં ઉમંગ ઉમટે, સત્ત્વ વધે. ઉપયોગ ભળે પછી ભાવક્રિયાસ્વરૂપ સ્વાધ્યાય ૩૧૦ Page #322 -------------------------------------------------------------------------- ________________ થાય. ઉપયોગ વિના દ્રવ્યસ્વાધ્યાય થાય. “ તત્ત, તત્તેજે, તસવસાણ ૩વસU...” આવું કહેવા દ્વારા અનુયોગદ્વાર સૂત્રમાં પણ ભાવ આવશ્યક, ભાવ સ્વાધ્યાય ઉપર ભાર મૂકેલ છે. માટે ગાથા ગોખવામાં, પુનરાવર્તનમાં, પ્રતિક્રમણ વગેરેમાં સૂત્ર બોલવામાં કે સાંભળવામાં જેટલો અર્થનો ઉપયોગ વધે તેટલો ભાવ સ્વાધ્યાય વધે. ઉપયોગ ન હોય તો સૂત્ર, સૂત્રનું પદ વગેરે બોલ્યા કે નહિ? તેનો ખ્યાલ જ ન રહે, તેના સંસ્કાર ન પડે, સૂત્રઉચ્ચારણનો તાત્ત્વિક લાભ ન મળે. માત્ર ગળું સૂકાય-શોષાય-છોલાય, પુણ્ય પણ અનુબંધહીન બંધાય, અનનુષ્ઠાનમાં કેવળ વધારો થાય. મોઢેથી બોલેલા શબ્દો હૃદયને ન અડે તો આપણામાં અને રેડીયો-ટેપરેકોર્ડરમાઈકમાં શું ફરક? માટે સૂત્ર-શાસ્ત્રવચન બોલતી વખતે ખાસ અર્થનો ઉપયોગ રાખીને ત્રીજા નંબરનો પ્રમાદ છોડવો. (૪) જિનવચનમાં ચોથા નંબરનો પ્રમાદ એટલે જિનવચન વિશે અનુપ્રેક્ષા, ચિંતન, મનન કરવાની બેદરકારી. સૂત્ર-ગાથા-શ્લોક બોલતી વખતે અર્થનો ઉપયોગ રાખવા કરતાં પણ તેના ઉપર ઊહાપોહ, ચિંતન-મનન કરવું તે ઘણું અઘરું છે. કારણ કે તેના માટે મોક્ષમાર્ગનો ઊંડાણથી બોધ જોઈએ, પૂર્વભવની આરાધનાનું વિશિષ્ટ બળ જોઈએ તથા નિર્મળ ક્ષયોપશમ જોઈએ. જિનવચન એ શેરડીનો ટુકડો છે. અનુપ્રેક્ષા-ચિંતનરૂપી દાંતથી તેને ચાવીએ તો જ તેમાંથી વિશેષ પ્રકારની મીઠાશનો અનુભવ થાય. ઉત્સર્ગ-અપવાદના વચનો, નિશ્ચય-વ્યવહારનયની વાતો, નય-નિક્ષેપ-પ્રમાણની મીમાંસાઓ, સ્યાદ્વાદ અને સપ્તભંગીની શૈલી તથા ષડ્રદર્શનનું દોહન મેળવવું હોય તો અનુપ્રેક્ષા-ચિંતન કર્યા વિના છુટકો જ નથી. સર્વવ્યાપી સ્યાદ્વાદના નિર્મળ બોધ વિના નૈૠયિક સમ્યગુદર્શન પણ ન સંભવે, ભલે ને જીવનભર ચારિત્રાચાર કે જીવદયા પાળીએઆવી વાત સન્મતિર્મમાં શ્રીસિદ્ધસેનદિવાકર સૂરિજીએ નિયમેળ સહંતો છાપ, માવો ન સક્રૂ' (૩/૨૮) આ રીતે સ્પષ્ટ ૩૧૧ Page #323 -------------------------------------------------------------------------- ________________ શબ્દોમાં જણાવી છે. તેની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે પણ સ્યાદ્વાદના બોધ વગર ‘દ્રવ્યસમ્યદૃષ્ટિસ્તુ સ્વાત્' આમ જણાવેલ છે. માટે પારમાર્થિક સમ્યગ્દર્શન, નૈૠયિક મોક્ષમાર્ગ પામવો હોય તો અનેકાન્ત શૈલીથી તત્ત્વચિંતન કરવું જ રહ્યું. સૂત્રથી તમામ ૧૪ પૂર્વધરો સમાન હોવા છતાં અર્થચિંતનની અપેક્ષાએ તેઓના જ્ઞાનમાં અનંતગણો તફાવત પડે છે. આવું શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે. ફક્ત એક શ્લોકનું ચિંતન કરવા દ્વારા દ્વાદશારનયચક્ર ગ્રન્થનું સર્જન શ્રીમલ્લવાદી સૂરિ કરી શકે, ત્રિપદીના ચિંતનથી ગણધર ભગવંતો દ્વાદશાંગીની રચના કરી શકે, વિવિધ શાસ્ત્રોનું ચિંતન કરીને શ્રીહરિભદ્રસૂરિજી ૧૪૪૪ ગ્રન્થરત્નનું નવનિર્માણ કરી શકે તે ‘જિનવચનચિંતન' યોગ કેટલો પ્રભાવશાળી હશે? ‘ઉપશમવિવેક-સંવર' આ ત્રણ પદના ચિંતન દ્વારા ચિલાતીપુત્ર સંયમસાધનાના શિખરે આરુઢ થઈ ગયા તે અનુપ્રેક્ષાયોગ કેટલો મહાન હશે ? માંહીંયક્ષોપશમના સહકારી અને જ્ઞાનાવરણક્ષયોપશમના માધ્યમથી જે તત્ત્વચિંતન કરી શકે છે તે જ જિનવચનના રહસ્યાર્થનેગૂઢાર્થને પરમાર્થથી સમજી શકે છે, ભાવઆજ્ઞાયોગને મેળવી શકે છે. ભગવાનની પ્રધાન આન્ના આત્મનિર્મળતાને સાધવાની છે. આત્માને કલુષિત કરી કેવળ તિથિની દ્રવ્ય આરાધના કરવામાં તો વાસ્તવિક રીતે ભગવાનની ગૌણ આજ્ઞા પણ પળાતી નથી - આ ગંભીર ત્રિકાલ અબાધિત સર્વક્ષેત્રીય સિદ્ધાન્તને ચિંતન-મનન વગર સમજવોસ્વીકારવો એ અશક્યપ્રાયઃ છે. ‘ઋષિને હણીને પણ તેમના મોરપીંછ લાવજો, પરંતુ તેમને પગથી અડીને આશાતના ના કરશો ! આવી બાલિશ વાત અનુપ્રેક્ષાના દેવાળાને સૂચવે છે. ગૌણ-મુખ્ય જિનાજ્ઞાને હાર્દિક રીતે સમજવા માટે ચિંતન-મનન અનિવાર્ય છે. માટે રોજ એકાદ શ્લોક ઉપર શક્તિને છૂપાવ્યા વિના માર્ગાનુસારી બોધથી ચિંતન-મનન કરવાની કમ સે કમ ૧૫ મિનિટ પણ ટેવ પાડવી જોઈએ. ૩૧૨ Page #324 -------------------------------------------------------------------------- ________________ (૫) પાંચમા નંબરનો જિનવચનવિષયક પ્રમાદ એટલે પ્રત્યેક જિનવચનના રહસ્યાર્થને-પરમાર્થને પામવાની તીવ્ર તાલાવેલીનો અભાવ. જિનવચન વિશે ચિંતન કરવા કરતાં પણ તેના ગૂઢાર્થનેચરમાર્થને-પરમાર્થને હૃદયથી સમજવાની-સ્વીકારવાની ઉત્કટ તમન્ના જગાવવી તે તો ઘણું અઘરું ને કપરું કામ છે. કારણ કે તે માટે અત્યંત મધ્યસ્થ મનોવૃત્તિ, સરળતા, માર્ગાનુસારી તીવ્ર ક્ષયોપશમ, પાપભીરુતા, ભવભીરુતા તથા નિકટમોક્ષગામિતા વગેરે અનેક ગુણો જરૂરી છે. પોતાની ધારણા-માન્યતા મુજબ જિનવચનને તાણવાની કુટિલ ત્તિ હોય તે જિનવચનના પરમાર્થને પામી ન શકે. પ્રભુવચનના પરમાર્થને પામવાની તાલાવેલી પણ તેને જાગી ન શકે. રાગદ્વેષરહિત, પારદર્શક, સ્પષ્ટ, નિર્મળ આત્મપરિણતિ કેળવવી એ જ પારમાર્થિક જિનાજ્ઞા છે. આવી સમજણ અભવ્યને, દૂરભવ્યને, સંસારરસિકને, કદાગ્રહીને, નિંદારસિકને, બહિર્મુખવૃત્તિવાળાને ક્યારેય ન આવી શકે. આપણે પ્રત્યેક જિનવચનના પારમાર્થિક રહસ્યાર્થને પામવા-પચાવવા તત્પર રહીએ તો જ પાંચમા નંબરનો પ્રમાદ છૂટે. (૬) છઠ્ઠા નંબરનો જિનવચનવિષયક પ્રમાદ એટલે શક્તિને છૂપાવ્યા વિના જિનવચનને અમલમાં મૂકવાની તૈયારીનો અભાવ. જે સમજણ સારું પરિણામ ન લાવે તે સમજણ વાંઝણી કહેવાય. જિનાજ્ઞાના અર્થને-પરમાર્થને સમજ્યા પછી પણ ઉત્સાહથી તેને કાયમી અમલમાં મૂકવાનું તો ઘણું કપરું છે. કારણ કે તે માટે દેહાધ્યાસ, નામાધ્યાસ, કામાંધ્યાસ, અહંકાર, સુખશીલતા, સ્વાર્થવૃત્તિ, લાલસા, તૃષ્ણા વગેરે અનેક દોષો આપણને નડે છે. કોઈની હાજરીમાં જિનવચનને અમલમાં મૂકીએ, કોઈની ગેરહાજરીમાં અમલમાં ન મૂકીએ, શક્તિને છૂપાવીને જિનવચનને અમલમાં મૂકીએ તે પણ એક જાતનો પ્રમાદ જ છે. આવું કરવામાં જિનવચનના અમલની પ્રધાનતા નથી થતી. પરંતુ શક્તિને [૩૧૩ Page #325 -------------------------------------------------------------------------- ________________ છૂપાવવાની પ્રધાનતા થાય છે. સંવિગ્ન સંયમીમાં આપણો નંબર લગાવવો હોય તો આ છઠ્ઠા નંબરનો પ્રમાદ છોડ્યા વિના છૂટકો નથી. શાસ્ત્રની જાણેલી વાતો માત્ર કાનમાં કે જીભમાં કે મગજમાં અટકે તેનાથી આપણો મોક્ષ ન થાય, જીવનમાં ઉતરે તો જ મોક્ષ થાય. (૭) જિનવચનને વિશે સાતમા નંબરનો પ્રમાદ એટલે જિનવચન મુજબ આપણા અનુભવને ઘડવાની તૈયારીનો અભાવ. આપણા અનુભવની અને જિનાજ્ઞાની દિશા જ્યાં સુધી અલગ હોય ત્યાં સુધી જિનવચનના પાલનમાં હાર્દિક ઉત્સાહ ન જાગે. તારક જિનાજ્ઞા એમ કહે કે “સહન કરવામાં મજા છે અને આપણો અનુભવ એમ કહે કે “સામનો કરવામાં મજા છે- તો સહન કરવાની જિનાજ્ઞા જાણવા છતાં તેના પાલનમાં ઉત્સાહ ન જાગે. તપમાં, ત્યાગમાં, વૈરાગ્યમાં, અંતર્મુખતામાં, સરળતામાં, નમ્રતામાં, સંતોષમાં સુખ છે એમ જિનાજ્ઞા કહે છે. પરંતુ આપણો અનુભવ પારણામાં, ભોગસુખમાં, રંગરાગમાં, બહિર્મુખતામાં, આડંબરમાં, દંભમાં, અહંકારમાં મજા છે.” આવું જો કહે તો કોઈ ન જાણે તે રીતે કેવળ આત્મસાક્ષીએ તપ-ત્યાગ વગેરે કરવામાં ઉત્સાહ જાગવો ઘણો અઘરો છે. જિનાજ્ઞા જેમાં મારકતાનું જ્ઞાન કરાવે તેમાં આપણો અનુભવ જો તારકતાનું, સુખસાધનતાનું, પ્રસન્નતાનું સર્ટીફીકેટ આપે તો નિંદાશ્રવણ, વિજાતીયદર્શન, અનુકૂળતાસેવન વગેરે મારક તત્ત્વોથી દૂર રહેવું અશક્યપ્રાયઃ બને. જ્યાં સુધી જિનવચન અને આપણો અનુભવ-આ બે વચ્ચે વિસંવાદ સર્જાતો રહે ત્યાં સુધી મોક્ષ થવો કદાપિ કોઈ પણ રીતે શક્ય નથી. જિનવચનને માત્ર બૌદ્ધિક રીતે સ્વીકારે તે અભવ્ય-દૂરભવ્યની ભૂમિકા સંભવે. હાર્દિક સ્તરે સ્વીકારે તે સમકિતીની ભૂમિકા અને અનુભવના સ્તરે સ્વીકારે તે સંયમીની ભૂમિકા. સર્વ પ્રકારના 3१४ Page #326 -------------------------------------------------------------------------- ________________ જિનવચનને હૃદયથી સ્વીકારીને એકાદ જિનવચન અને આપણા અનુભવ વચ્ચે સંપૂર્ણપણે સુસંવાદીતા સર્જાય તો પ્રાયઃ તે ભવમાં મોક્ષ થઈ જાય; બે-પાંચ ભવથી વધુ મોડું તો ન જ થાય. ગજસુકુમાલ મુનિ, બંધક મુનિ, ધર્મરુચિ અણગાર વગેરે આ હકીકતની સત્યતા પુરવાર કરે છે. સર્વ તારક યોગની, સર્વ જિનાજ્ઞાની અનુભવના સ્તરે આરાધના બધા જીવ કઈ રીતે કરી શકે ? અસંખ્ય સદનુષ્ઠાનો છે. અસંખ્ય જિનાજ્ઞાઓ છે. તે તમામની અનુભવના સ્તરે એક જ ભવમાં આરાધના કોઈ જીવે કરી હોય એવું કોઈ શાસ્ત્ર જણાવતું હોયએવું ખ્યાલમાં નથી. પરંતુ એકાદ યોગને અનુભવની એરણ ઉપર ઘડવામાં આવે તો સામર્થ્યયોગમાં તેનું પરિણમન થાય અને કૈવલ્યલક્ષ્મી પ્રાપ્ત થાય-એના ઢગલાબંધ ઉદાહરણો શાસ્ત્રમાં ટાંકેલા છે. જિનપૂજાથી નાગકેતુ, ઈરિયાવહીથી અઈમુત્તામુનિ, પારિષ્ઠાપનિકા સમિતિથી ઢઢણમુનિ, સ્વનિંદાથી ઈલાયચીકુમાર, સહિષ્ણુતાથી દઢપ્રહારી-ખંધકમુનિ-ઝાંઝરીયા મુનિ વગેરે, ક્ષમાપનાથી મૃગાવતીજી, ગુરુસમર્પણભાવથી ચંડરુદ્રાચાર્યના શિષ્ય, ગુરુભક્તિથી પુષ્પગુલા સાધ્વીજી, પ્રતિજ્ઞાપાલનદઢતાથી યમુન રાજર્ષિ, આત્મજાગરણથી પ્રસન્નચંદ્રરાજર્ષિ, અશુચિભાવનાથી ભરત ચક્રવર્તી, વૈરાગ્યભાવનાથી પૃથ્વીચંદ્ર-ગુણસાગર, ઉપશમભાવથી ગજસુકુમાલ મુનિ, અન્યત્વભાવનાથી મરુદેવા માતા વગેરે કેવલજ્ઞાન પામ્યા તેમાં કોઈ પણ એક યોગનો અનુભવના સ્તરે સ્વીકાર-સત્કાર-સન્માન કરી તેને સામર્થ્ય-યોગમાં પરિણમાવવાની કુશળતાએ જ મુખ્ય ભાગ ભજવેલ છે. આમ આપણા અનુભવને જિનવચન મુજબ બનાવવાની ગરજ જેટલી તીવ્ર બને તેટલી મુક્તિ વધુ નિકટ આવે. માટે મોક્ષને ઝડપથી મેળવવા આપણે સાતમા નંબરના પ્રમાદને પણ ઝડપથી છોડવો જ રહ્યો. જિનવચન વિશે સાતેય પ્રકારના પ્રમાદનો પરિહાર ઉત્તરોત્તર ૩૧૫) Page #327 -------------------------------------------------------------------------- ________________ વધુ ને વધુ અઘરો છે. પરંતુ મોક્ષ પણ સહેલો તો નથી ને ! સર્વદા-સર્વત્ર સાતેય પ્રકારના પ્રમાદનો પરિત્યાગ આજે આપણે કદાચ કરી ન શકીએ- તેવું શક્ય છે. પણ તે દિશામાં ભીષ્મ પ્રતિજ્ઞાપૂર્વક ભગીરથ પુરુષાર્થ તો આજથી જ શરૂ કરી દઈએ અને આ જ ભવમાં આપણો આ પ્રયત્ન મહદંશે સફળ બને તેવી આજીવન પ્રામાણિકતા ટકી રહે તેવી આ મંગલ ઘડીએ પરમાત્માને પ્રાર્થના કરીએ. (લખી રાખો ડાયરીમાં..." સાધુનું લક્ષ્ય - (૧) પર્યાય વધે તેમ પુણ્યોદય ભલે ન વધે, ગુણ વધવા જ જોઈએ. (૨) તપ વધે તેમ શરીર ઘટે કે ના ઘટે, આહારસંજ્ઞા ઘટવી જ જોઈએ. (૩) સ્વાધ્યાય વધે તેમ વિદ્વત્તા આવે કે ન આવે, અંતર્મુખતા તો આવવી જ જોઈએ. (૪) શાસનપ્રભાવકતા આવે કે ન આવે, ગુર્વાજ્ઞાની આરાધતા આવવી જ જોઈએ. કેવળ બાહ્ય લાભ-નુકશાન દેખે તે નાસ્તિક, આંતરિક લાભ-નુકશાન દેખે તે આસ્તિક, સર્વત્ર કેવળ આંતરિક ગુણલાભ જ દેખે તે ધાર્મિક. ૩૧૬ Page #328 -------------------------------------------------------------------------- ________________ જીભની નહિ, જીવન જીવવાની વફાદારી કેળવીએ. સંયમજીવનમાં ઘણીવાર ઘણાને એવા મનોરથ જાગે છે કે (૧) “હું શાસનની જોરદાર પ્રભાવના કરું.” (૨) “પ્રવચન-શિબિર વગેરે માધ્યમથી અનેકને પ્રતિબોધ કરું.” (૩) “સામૂહિક તપશ્ચર્યાના રેકોર્ડ ઊભા કરાવું.” (૪) “ગામેગામ દેરાસરની પ્રતિષ્ઠા-અંજનશલાકા કરાવું.” (૫) “અનેક ભવ્યાત્માઓને દીક્ષા આપું.” (૬) “પુષ્કળ સંખ્યામાં ચોથા વ્રતની બાધા આપું.” (૭) “લોકોના ટી.વી., વિડીયો, વ્યસન, ફેશન, ટેન્શન છોડાવું.” (૮) “ગર્ભપાત બંધ કરાવું.” (૯) “કતલખાના બંધ કરાવું.” (૧૦) "જ્ઞાનની આશાતના બંધ કરાવું.” (૧૧) “લોકોને સ્વાવલંબી બનાવું.” (૧૨) “ગુપ્તદાનની આરાધના વધુ પ્રમાણમાં કરાવું.” (૧૩) શાસનપ્રભાવના, સંઘસેવા, ઋણમુક્તિ, તીર્થરક્ષા, પશ્ચિમી સંસ્કૃતિનો પ્રતિકાર, સડેલા રાજકારણ પ્રત્યેની મનોવ્યથા, દેશની દુર્દશા, હુંડા અવસર્પિણી કાલની વિકૃતિઓ, ગુંડાગીરી, અસામાજિક તત્ત્વોનો વધતો પ્રભાવ... ઈત્યાદિ સેંકડો બાબતમાં વ્યથિત હાલતમાં અનેક સમર્થ પ્રભાવકોને નિહાળેલા છે. શાસનની રક્ષા, પ્રભાવના વગેરે અંગેની ભાવના-વેદના ખરેખર ઉત્તમ છે. પરંતુ એક હકીકત સમજી રાખવા જેવી છે કે શક્તિ છૂપાવ્યા વિના શાસનની હાર્દિક ઉપાસના કરવાની બાબતમાં જો ઉપેક્ષા હોય તો શાસનપ્રભાવનાની ભાવના એ માત્ર ઘેલછા બની જાય છે. પ્રવચન-શિબિર વગેરેના માધ્યમથી બીજાને પ્રતિબોધ કરવાની તીવ્ર તમન્ના હોવા છતાં જે દોષ પોતાને નડતો હોય તે દોષને કાઢવાની બાબતમાં પોતાની જાતને સમજાવવાની પૂરેપૂરી બેદરકારી હોય, બેરોકટોક દોષસેવન-વિરાધના ચાલુ જ હોય તો પરપ્રતિબોધની ભાવના પણ બોગસ બની જાય. બીજાને સમજાવવાનું સહેલું છે પણ જાતને સમજાવવાનું જ અઘરું ૨૧૭ Page #329 -------------------------------------------------------------------------- ________________ અને કપરું કામ છે. યોગસારમાં જણાવેલ છે કે ઉદ્દેશવિના किञ्चित् कथञ्चित् कार्यते परः । स्वात्मा तु स्वहिते योक्तुं मुनीन्द्रैरपि દુઃ ।' મતલબ કે વ્યાખ્યાન વગેરે દ્વારા બીજાને આરાધના કરાવવી સરળ છે. પરંતુ પોતાની જાતને આત્મકલ્યાણમાં જોડવાનું કામ તો આચાર્ય ભગવંતો માટે પણ દુષ્કર છે, મુનિઓની તો શી વાત કરવી? સલાહ આપવી સરળ છે, સ્વજીવનમાં ઉતારવી અઘરી છે. દેશનાલબ્ધિથી કે પ્રવચન-શક્તિથી સામૂહિક તપશ્ચર્યા કરાવવાની ભાવના પણ નિર્માલ્ય બની જાય, જો શક્તિ મુજબ ચોમાસામાં કે શેષકાળમાં તપ-ત્યાગમાં લેશ પણ પ્રવૃત્તિ ન કરીએ તો. પ્રતિષ્ઠા કરાવવાની કામના પણ આત્મવંચના બની જાય, જો હ્રદયમાં પરમાત્માને કે જિનવચનને પ્રતિષ્ઠિત કરવાની કોઈ ઝંખના ના હોય તો. બીજાને દીક્ષા આપવાની તાલાવેલી હોય પણ પોતાના જીવનમાં સંયમના પરિણામ જગાવવાની, વધારવાની, દઢ કરવાની લગની ના હોય તો દીક્ષાદાનની તાલાવેલી પણ કેટલી કલ્યાણકારી બને ? તે પણ મોટો પ્રશ્ન છે.. બીજાને ચોથા વ્રત ઉચ્ચરાવવાની વિચારણા હોવા છતાં પોતાના જીવનમાં બ્રહ્મચર્યના પાલનમાં ચુસ્તતા ન હોય, બેદરકારી હોય તો તેવા મનોરથથી વિશિષ્ટ આત્મકલ્યાણ સાધી શકાય નહિ. બીજાને ટી.વી. વિડીયો વગેરે છોડાવવાની ભાવના હોવા છતાં પોતાના હૃદયમાં તેનું આકર્ષણ ઉભું જ હોય તો તેવી ભાવના પણ પોકળ સમજવી. સ્વયં છાપા, પૂર્તિ, સાપ્તાહિક, મેગેઝીન, સીને સંદેશ, પોસ્ટરો, દીક્ષાના આલબમ વગેરેમાં વિજાતીયના ચિત્રો ધરાઈને જુએ અને લોકોને સિનેમા, ટી.વી. વિડીયો, ચેનલ વગેરેના ત્યાગની પ્રતિજ્ઞા આપવા જોરશોરથી પાટ ગજાવે કે પ્રેરણા કરે તો તે જ્ઞાનીની દૃષ્ટિમાં હાસ્યાસ્પદ કે દયાપાત્ર જ બને. એમાં કોઈ આશ્ચર્ય નથી. ૩૧૮ Page #330 -------------------------------------------------------------------------- ________________ પોતાના જીવનમાં ચા, ફુટ, ફરસાણ, મીઠાઈ, મુખવાસ વગેરેના વ્યસન હોય તે જરા પણ ખૂંચે નહિ. દિવસની ઊંઘ વગેરે નવી નવી ટેવ-કુટેવ પાડવાનું ચાલુ હોય અને લોકોને વ્યસન છોડાવવા ગળા ઘસે તેનું ફળ કેટલું મળે ? તે તો જ્ઞાની જાણે. એક બાજુ વિભૂષા કરવી ગમે, વિભૂષિત વિજાતીયના દર્શન જયે, દાંત ચમકતા રાખવા ચે, ઉજળા-નવા કપડા, લેટરપેડ વગેરે જ ફાવે, સોનેરી ફ્રેમ-ગોગલ્સ ચશ્મા ગમે, આધુનિક સાધનોનો છૂટથી વપરાશ ગમે અને બીજી બાજુ લોકોને ફેશન છોડાવવા તનતોડ પ્રયત્ન કરે તો તે કેટલા અંશે પોતાના માટે આત્મકલ્યાણકર બને ? તે એક મોટી સમસ્યા છે. તેવી વ્યક્તિથી કોઈ પ્રતિબોધ પામે તો તેમાં પ્રતિબોધ પામનાર વ્યક્તિની ઉત્તમતા, હળુકર્મીતા જ મુખ્ય કારણ છે, ઉપદેશક વ્યક્તિનો પ્રભાવ નહિ. અભવ્યથી અનંતા જીવો મોક્ષમાં જાય તેમાં અભવ્યનો પ્રભાવ નહિ પણ મુક્ત થનાર જીવની યોગ્યતા, ઉત્તમતા, પુરુષાર્થ વગેરે જ મુખ્ય કારણ મનાય છે તેમ આ વાત સમજવી. ગર્ભપાત, કતલખાના બંધ કરાવવાનો ઉપદેશ દેનાર જો . પોતાના જીવનમાં જયણા અને સૌમ્ય વાણીને ના અપનાવે અને બિનજરૂરી આરંભ-સમારંભ, દોષિત ગોચરીના ઓર્ડર, સાવદ્ય ભાષાનો છૂટથી વપરાશ, કઠોર-કર્કશ ભાષાના પ્રયોગો, બે-ચાર દિવસે દોષિત પાણીથી પોતાનો કાપ કાઢવાની/કઢાવવાની ઝંખના વગેરેને બેરોકટોક પ્રવેશ આપે તો ગર્ભપાત-કતલખાના બંધ કરાવવાનો ઉપદેશ એ સાધુવાણી બને કે પછી નટવાણી અને પ્રોફેસરનું લેક્ટર બને? તે પણ વિચારણીય મુદ્દો છે. પોતે ગુરુને, ગુરુભાઈઓને, સહવર્તીઓને, ઉપાશ્રયના માણસોને ટેન્શન કરાવે, ટ્રસ્ટીઓને અને શ્રાવકોને પણ બિનજરૂરી ખર્ચાઓના ટેન્શન ઉભા કરાવે, સ્વયં નિરર્થક ભયથી ઘેરાયેલ રહે, પ્રોજેક્ટપ્રોગ્રામ-પ્લાનીંગ-ફંકશન-ફેડરેશન વગેરેના ટેન્શનમાં સ્વયં ગળાડૂબ ૩૧૯ Page #331 -------------------------------------------------------------------------- ________________ રહે તથા બીજી બાજુ લોકોને ટેન્શનથી મુક્ત રહેવાનો ધારદારશાનદાર-ચોટદાર-જોરદાર ઉપદેશ આપે તેવા વક્તાઓને જોઈને જ્ઞાનીઓ કરુણા જ વરસાવે ને ! પોતે છાપા-ચોપડી-પત્રિકાઓ ધરતી ઉપર રાખે, એઠા મોઢે બોલે, નવા-નવા ભપકાદાર સ્ટીકરો-પોસ્ટરો-પેટ્લેટ-પત્રિકાઓચોપાનીયાઓ-બેનરો છૂટથી છપાવે, ગામેગામ પૈસા ઉઘરાવીને અત્યલ્પ ઉપયોગી અને અલ્પજીવી ચોપડીઓ છપાવે જ રાખે, પુસ્તકો રખડતા મૂકે, જ્ઞાનીનો તિરસ્કાર-મશ્કરી-ઈર્ષ્યા કરે-કરાવે તથા બીજી બાજુ લોકોને જ્ઞાન-જ્ઞાનીની આશાતના ટાળવાનો ઉપદેશ આપે તેવા જીવો શાસ્ત્રકારોની દૃષ્ટિએ જાત સાથે છેતરપિંડી કરનારા છે. સામે ચાલીને પોતે પરાવલંબી બને જ રાખે, સુખશીલતાને અલગ-અલગ પ્રકારે છૂટથી ભોગવે જ રાખે, ઓશિયાળું જીવન જીવે તથા બીજાને સ્વાવલંબી જીવન જીવવાની પ્રેરણા કરે તે કોને હાસ્યાસ્પદ-લજ્જાસ્પદ ન બને ? પોતાની એક પણ આરાધનાને કે શાસનપ્રભાવનાના કાર્યને પ્રગટ કર્યા વિના ન રહેનાર ઉપદેશકની ગુપ્તદાનની વાત કેટલા જીવો હૃદયથી સ્વીકારે ? કહેવાનો મતલબ એ છે કે (૧) ‘મુખમેં રામ, બગલમેં છૂરી,’ (૨) પોથીમાંના રીંગણા', (૩) ‘હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા,’ (૪) ‘પોદ્દેશે પાંડિત્યું', (૫) ‘વચને રિદ્રતા' આવી ઉક્તિઓ પોતાના જીવનમાં ચરિતાર્થ ન બની જાય તેની સાવધાની પ્રત્યેક ઉપદેશકે રાખવી જોઈએ. શાસન-પ્રભાવનાના નામે કેવળ જાતપ્રભાવના કરવાની, પ્રસિદ્ધિને મેળવવાની, વાહ-વાહને વળગવાની વિકૃતિ પોતાના જીવનમાં પાછલા દરવાજેથી ઘૂસી જતી નથી ને ? તેની કાળજી ભવભીરુ સંયમીમાં અવશ્ય હોય જ. જાતનું બગાડીને, ચૂંથીને તો પરોપકારનો ડોળ-દેખાવ કરતો નથી ને ? ‘દીવા નીચે અંધારું' ૩૨૦ Page #332 -------------------------------------------------------------------------- ________________ આવી દશામાં ફસાતો નથી ને ? અનંતા જીવોને મોક્ષમાં મોકલવા છતાં સંસારમાં જ કાયમ રખડપટ્ટી કરનાર અભવ્ય જેવી હાલતમાં મૂકાતો નથી ને ? “ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો” આ રીતે આશ્રિતનું ઘડતર કરવાની ઉપેક્ષા કરીને ભગતોની ભૂતાવળમાં સંયમ વેંચાઈ જતું તો નથી ને ? આવી અનેકવિધ જાગૃતિ હોય તો જ આરંભ-સમારંભના સંસારમાંથી ગુરુએ છોડાવ્યા બાદ માન-સન્માનના સંસારમાં પોતાની જાતે ફસાઈ ન જવાય. બાકી તો “આંધળી દળે ને કુતરું ચાટે તેવી કફોડી હાલતનો જ શિકાર બનવું પડે. પરોપકારની હાટડી ખોલીને વિરાધભાવને જ તગડા કરવાની કરુણ દશામાં સાચો સંયમી કઈ રીતે મૂકાય? બીજાને અવનવું જણાવવા માટે રોજ નવું-નવું જાણવાની, વાંચવાની તાલાવેલી રાખવા કરતાં જે જાણેલું છે તેને જીવનમાં પ્રામાણિકપણે ઉતારવાની તૈયારી શું વધુ લાભકારી નથી લાગતી ? વાસ્તવમાં તો સંયમીએ સ્વોપકારને જ એટલો પ્રકૃષ્ટ કક્ષાએ પહોંચાડવો જોઈએ કે તેમાંથી પ્રગટતી શુદ્ધિ-પવિત્રતા-પુણ્યસમૃદ્ધિ દ્વારા અનાયાસે જ આધ્યાત્મિક પરોપકાર થતો રહે. પ્રધાનતયા ભાવના આત્મકલ્યાણની જ સેવવા જેવી છે. ગુલાબ બીજાને સુવાસ આપવા ખીલતું નથી. પોતાની મસ્તીમાં સહજ રીતે તે ખીલી જાય છે અને સુવાસ ફ્લાઈ જાય છે. સુરજ દુનિયાને પ્રકાશ આપવા ઉગતો નથી. પોતાના સ્વરૂપમાં ખીલવા-ઠરવા સ્વાભાવિક રીતે સમય આવે તે ઊગી જાય છે અને જગતને રોશની, ઉષ્મા આપી જાય છે. તેમ કર્તુત્વભાવને છોડી આપણે આપણી ગુણરમણતા-આત્મરમણતા માણવામાં મસ્ત બનીએ અને તેનાથી નિષ્પન્ન શુદ્ધિના આંદોલનથી પરોપકાર થઈ જાય, કરવો ન પડે. એમાં વિરાધક બનવાની શક્યતા પણ પ્રાયઃ ખતમ થાય છે. જેમ કે “હું શાસનની, શાસનપતિની એવી ઉત્કૃષ્ટ ઉપાસના કરું કે શાસનપ્રભાવના દ્વારા જે પવિત્ર આંદોલનો મારા દ્વારા ૩ર૧ Page #333 -------------------------------------------------------------------------- ________________ નિર્માય તેના કરતાં પણ વધુ પ્રબળ આંદોલન શાસનની ઉપાસના દ્વારા સર્જાય. પ્રવચન, શિબિરના માધ્યમથી પરપ્રતિબોધ કરવા દ્વારા જે શાસનસેવા હું કરી શકું તેમ છું તેના કરતાં પણ બળવત્તર શાસનસેવા થાય તે રીતે મારી જાતને પ્રતિબોધ કરું. સામૂહિક તપશ્ચર્યા કરાવવા દ્વારા હું જે પ્રાપ્ત કરી શકું તેમ છું તે કરતાં પણ વધુ આધ્યાત્મિક લાભ મળે તે રીતે હાર્દિક તપસચિ કેળવી શક્તિ છૂપાવ્યા વિના તપ, ત્યાગ, તપસ્વીની જ્વલંત ભક્તિઉપબૃહણા વગેરેમાં પ્રવૃત્તિ કરું. દેવાલયમાં પ્રતિષ્ઠા દ્વારા જે ઋણમુક્તિ હું અદા કરવા માગું છું તેના કરતાં પણ વધુ દેદીપ્યમાન ઋણમુક્તિ થાય તેવી રીતે મારા દેહાલયમાં, આત્માલયમાં હું પ્રભુને, પ્રભુવચનને પ્રતિષ્ઠિત કરું.” આવી ભાવનામાં નુકસાન લેશ પણ નથી. લાભ તો અપરંપાર છે. એના દ્વારા ઉત્કૃષ્ટ આધ્યાત્મિક વિકાસ સંપન્ન થાય છે. બીજાને દીક્ષા આપવામાં પણ સ્વાર્થવૃત્તિ, સ્પૃહા, સ્પર્ધા, સન્માનઝંખના, સુખશીલતા વગેરેની પુષ્ટિ કેન્દ્રસ્થાને ગોઠવાયેલ છે કે માત્ર મુમુક્ષ પ્રત્યેની કરુણાર્ક ચિત્તવૃત્તિ અને શાસનની ઋણમુક્તિ ? તે બાબતમાં પણ વર્તમાનકાળમાં તો વિશેષ રીતે ઊંડાણથી પ્રામાણિકપણે પ્રત્યેક આત્માર્થી સંયમીએ મંથન કરીને પછી જ દીક્ષા આપવાની ઉદારતા કરવા જેવી છે. આત્મરમણતા મેળવવા દ્વારા હું બ્રહ્મચર્યનું વિશુદ્ધ પાલન કરીને એવું સૂક્ષ્મબળ ઊભું કરું કે જે હજારોને આજીવન ચોથું વ્રત ઉચ્ચરાવવા દ્વારા ઉત્પન્ન થનાર સૂક્ષ્મ બળને પણ ટક્કર મારે.” આવી તમન્નામાં આપણે જાતે જ ભોગ આપવાની અને કર્તવ્યપાલનની વાત કેન્દ્રસ્થાને ઝળહળી રહેલ છે. તેના લીધે નિષ્ક્રિયતા, નિર્વીર્યતા, આત્મવંચના વગેરે અવગુણો રવાના થાય છે. મારા પ્રત્યેક આત્મપ્રદેશમાંથી દેહાધ્યાસ, પુગલરમણતા, બહિર્મુખતા, ક્રૂરતા, ભવાભિનંદીતા, આહાર સંજ્ઞા, શાતાગારવ ૩૨૨ Page #334 -------------------------------------------------------------------------- ________________ વગેરે દોષોને જડમૂળમાંથી એવી રીતે ઉખેડીને ૨વાના કરું કે મને જોવા માત્રથી જ લોકોનો ટી.વી. વિડીયો, ફેશન, વ્યસન વગેરે જોવાનો વળગાડ ૨વાના થાય. હું એવી આત્મરમણતા અને ઉપશમરસમાં ગળાડૂબ રહ્યું કે મને સ્પર્શીને જનાર પવનના સ્પર્શમાત્રથી જ લોકોના ટેન્શન દૂર થાય તથા ગર્ભપાત, કતલખાના ચલાવવાની કાતિલ વૃત્તિ દેશવટો લે.”- આ જ તાત્ત્વિક આધ્યાત્મિક પરોપકારવૃત્તિ તારક જિનેશ્વર ભગવંતને મુખ્યતયા માન્ય હોઈ શકે. આવી ભૂમિકાએ આરૂઢ થવાય તો જ ષોડશક ગ્રન્થમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે બતાવેલ વિનિયોગને કરવાની પાત્રતા પ્રગટે. ધર્મસિદ્ધિ વિના પારમાર્થિક વિનિયોગ કઈ રીતે સંભવે ? વ્યાખ્યાન વગેરે દ્વારા સામેની વ્યક્તિ તરે એ જેટલું મહત્ત્વનું છે તે કરતાં આપણે ડૂબીએ નહિ તે વધુ મહત્ત્વનું છે - એ પણ ભૂલાવું ન જોઈએ. જાતસુધારણા માટે જે તૈયાર ના હોય તેને જગતસુધારણાનો અધિકાર કઈ રીતે મળે ? જીવન જીવવાની વફાદારી ન હોય તેની જીભની વફાદારીની કિંમત કેટલી હોઈ શકે ? શ્રીધર્મદાસગણીએ રચેલ ઉપદેશમાલા ગ્રન્થના નિમ્નોક્ત શ્લોકોને વિચારવાથી ઉપરની તમામ બાબત એકદમ સત્ય અને નિર્દોષ સાબિત થાયછે. साहंति य फुडविअडं मासाहस - सउणसरिसया जीवा । नय कम्मभारगरुयत्तणेण तं आयरंति तहा ॥ ४७१ ॥ वग्घमुहम्मि अहिगओ मंसं दंतंतराउ कड्ढे । मा साहसं ति जंपड़ करेड़ न य तं जहाभणियं ॥ ४७२ ॥ परिअट्टिऊण गंथत्थवित्थरं निहसिऊण परमत्थं । तं तह करेड़ जह तं न होइ सव्वं पि नडपढियं ॥ ४७३ ॥ पढइ नडो. वेरग्गं निव्विज्जिज्जा य बहुजणो जेण । पढिऊण तं तह सढो, जालेण जलं समोअर ॥४७४ ॥ અર્થાત્ ભારેકર્મી માનાકાંક્ષી જીવો ‘માસાહસ' પંખીની જેમ ૩૨૩ Page #335 -------------------------------------------------------------------------- ________________ બીજાને સ્પષ્ટપણે વિસ્તારથી ઉપદેશ આપે છે ખરા પણ ભારે કર્મીપણાથી ઉપદેશેલ કર્તવ્યને સ્વયં આચરતા નથી. (૪૭૧) માસાહસપંખીનું દષ્ટાન્ત આ પ્રમાણે છે - ખાઈ, પી મોટું ફોડીને સૂતેલા વાઘના મોઢામાં રહેલ પંખી વાઘના દાંતના આંતરાઓમાંથી માંસના કણિયાઓને ખેંચીને ખાય છે તથા “મા સાહસ' (અર્થાત “સાહસ ન કરો) એમ બોલે છે. છતાં પોતે બોલવા પ્રમાણે આચરતું નથી. (૪૭૨) મા-સાહસ પંખીની જેમ સૂત્ર-અર્થનો સુંદર અભ્યાસ કરીને વળી સોનાને કસોટી પત્થર ઉપર કસવાની જેમ સૂત્રના પરમાર્થને ખેંચીને પણ ભારે કર્મીપણાથી વર્તાવ એવી રીતે કરે છે કે બોલેલું બધું નટકથનની જેમ લઘુતા પામે છે. (૪૭૩) નાટકીયો (લેક્ટરર) વૈરાગ્યનાં વચનો બોલે એવી રીતે કે ઘણા લોકો વૈરાગ્ય પામી જાય. પરંતુ માછીમાર જેમ જાળ લઈને પાણીમાં ઉતરે છે તેમ શઠ વક્તા ધર્મકથારૂપી જાળથી ભોળા લોકોને આકર્ષી એમની પાસેથી આહાર-વસ્ત્ર-પાત્ર (પ્રોજેક્ટ-પ્રોગ્રામ-ફંકશન-ફેડરેશન વગેરે માટેના પૈસા પણ) મેળવે છે. (૪૭૪). યોગસાર ગ્રન્થમાં પણ જણાવેલ છે કે - स्वाधीनं स्वं परित्यज्य विषमं दोषमन्दिरम् । अस्वाधीनं परं મૂહ ! સમીવતું વિમા પ્રદર શો અર્થાત્ “સ્વાધીન એવી પોતાની વિચિત્ર અને દોષના ઘર જેવી જાતને સુધારવાનું છોડીને દોષગ્રસ્ત બીજા જીવોને સુધારવાનો આગ્રહ હે મૂઢ જીવ ! તું શા માટે કરે છે ? પરોપકાર માટે, પ્રવચનપ્રભાવના માટે ઉછળતા ઉલ્લાસને ધરાવનાર પ્રભાવકોએ ઉપરોક્ત શાસ્ત્રવચનોને ગંભીરતાથી વાગોળવા જેવા છે. ૩૨૪ Page #336 -------------------------------------------------------------------------- ________________ તો સંસાની ચારેય ઉપના આત્મસાત્ થાય – મોક્ષદાયક સંયમજીવનમાં શારીરિક પ્રતિકૂળતા અને માનસિક પ્રતિકૂળતાને જે મજેથી વેઠી શકે તેની જ પ્રસન્નતા પ્રતિદિન વધતી જાય. આ ત્રિકાલ અબાધિત સત્ય હકીકત છે. શારીરિક પ્રતિકૂળતામાં પ્રસન્નતા ટકાવી રાખવા ૩ વિચારને સદા જીવંત બનાવવાની જરૂર છે. (૧) “શરીર અને આત્મા અલગ છે.” (૨) “શરીરની મમતા આત્મવૈરિણી છે.” (૩) “શારીરિક દુખ અનિત્ય છે, આત્મશુદ્ધિદાયક છે.” આ ત્રણ વિચારને આત્મસાત કરવાથી જ ગજસુકુમાલ મુનિ, મેતારજમુનિ, દઢપ્રહારી મુનિ, અર્જુનમાળી મુનિ વગેરે ઝડપથી મોશે પહોંચી ગયા. આનાથી સિદ્ધ થાય છે કે પ્રસન્નતાથી, સામે ચાલીને ખુમારીપૂર્વક સમજણગર્ભિત રીતે દેહાધ્યાસને તોડવાની તીવ્ર તાલાવેલી એ મોક્ષે જવાનો SHORT CUT છે. શરીરની મમતાને પુરુષાર્થ-પ્રયત્ન દ્વારા તોડવાનો સક્રિય સંકલ્પ કરીએ તો એ જરૂર ઘસાય છે. માનસિક પ્રતિકૂળતાને સહન કરવા માટે ચાર વિચારણાને દઢ કરવી જરૂરી છે. (૧) કોઈ પણ ચીજ મનને વાસ્તવમાં અનુકૂળ કે પ્રતિકૂળ નથી. (૨) આજે પ્રતિકૂળ લાગતી ચીજ આવતી કાલે અનુકૂળ લાગી શકે છે. (૩) આજે અનુકૂળ લાગતી ચીજ કાલે પ્રતિકૂળ લાગી શકે છે. (૪) મનની તમામ પસંદગી પરિવર્તનશીલ છે. - ઉનાળામાં પ્રતિકૂળ લાગતો તડકો શિયાળામાં અનુકૂળ લાગે છે. શિયાળામાં પ્રતિકૂળ લાગતી ઠંડક ઉનાળામાં અનુકૂળ ભાસે છે. આજે જે મીઠાઈ ખૂબ ભાવે તે જ મીઠાઈ રોજ ખાવાની આવે તો પ્રતિકૂળ લાગે છે. આમ મનના ગમા-અણગમા પરિવર્તનશીલ છે. માટે પ્રશમરતિ ગ્રન્થમાં શ્રીઉમાસ્વાતિજી મહારાજે ૩૨૫ Page #337 -------------------------------------------------------------------------- ________________ જણાવેલ છે કે તાનેવાર્થાન્ દ્વિષતઃ સાનેવા/ત્પ્રનીયમાનસ્યો નિશ્ચયતોઽસ્યાનિમિષ્ટ વા વિદ્યતે વિશ્વિત્ ॥ મતલબ કે મનની પસંદગી કયારેય ભરોસાપાત્ર નથી. આ હકીકત ખ્યાલમાં હોય તો માનસિક પ્રતિકૂળ ચીજને અનુકૂળ ચીજ રૂપે જોવાનો સક્રિય અને પ્રામાણિક પ્રયત્ન થાય. શરીર જેમ મારું નથી તેમ મન પણ મારું નથી.'- એમ હૃદયથી સ્વીકારીને મનનું દમન કરવામાં આવે તો આત્મકલ્યાણ દૂર નથી. મનની વિચિત્રતા, કર્મની વિચિત્રતા અને સંસારની વિચિત્રતાને તત્ત્વદષ્ટિથી ઓળખે તે કોઈ પણ પ્રસંગને આત્મકલ્યાણકારી બનાવી શકે. પછી નાના સંયમીનું સહન કરવાનું પણ સહજ બની જાય. મનના સ્તરે મુખ્યતયા બે ચીજ સહન કરવાની આવે. (૧) પરગુણપ્રશંસા અને (૨) પોતાને મળતો ઠપકો. પરપ્રશંસાને સહન કરવા ગુણાનુરાગ કેળવવો. ઠપકો સહન કરવા માટે ભૂલ સ્વીકાર અને બચાવવૃત્તિત્યાગ આ બે કેળવવાની જરૂર છે. સરળ, સમર્પિત, નિસ્પૃહ અને નમ્ર વ્યક્તિને પ્રાયઃ મનના સ્તરે કશું સહન કરવાનું આવતું નથી. કારણ કે ઊંધું અર્થઘટન કરવાની દુર્બુદ્ધિ, ઉદ્ધતાઈ, સ્વચ્છંદતા, સ્પૃહા, તૃષ્ણા, માનાકાંક્ષામાંથી જ મનના સ્તરે પ્રતિકૂળતા ઊભી થાય છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. તથા આપણું નજીકનું ભવિષ્ય ભલે કદાચ કર્મસત્તાના હાથમાં હોય પણ આપણું દૂરનું દીર્ઘકાલીન-સર્વકાલીન ભવિષ્ય તો આપણા જ હાથમાં છે આ વાસ્તવિકતા જો હૃદયથી સમજાય, સ્વીકારાય તો કોઈ પણ પરિસ્થિતિમાં મન બગડી ન શકે. આપણો વર્તમાનકાળ એ આપણા જ ભૂતકાળનું પ્રતિબિંબ છે અને આપણા વર્તમાન પરિણામ એ આપણા ભવિષ્યનું બીજ છે આ સત્ય સતત નજર સામે રાખે તેની સહનશક્તિ આપોઆપ વધી જાય છે. પછી ક્ષુદ્રતા, તુચ્છતા, અધીરાઈ, અકળામણ, આવેગ, આવેશ વગેરે દોષો પણ નામશેષ - ૩૨૬ Page #338 -------------------------------------------------------------------------- ________________ બને અને આપણે સહજ સમાધિના ભોક્તા બનીએ. આ રીતે જીવીએ તો મોક્ષ દૂર નથી. શારીરિક પ્રતિકૂળતાને સહન કરવા ‘શરીર એ ભયંકર શત્રુ છે' એમ મનમાં ઠસાવીને પ્રસન્નતાપૂર્વક સત્ત્વ ફોરવીને સહન કરવાની ટેવ પાડે તેનું શરીર ધર્મસાધન બને. બાકી શરીર ધર્મસાધન છે' એમ માની શરીરને પંપાળે રાખે તેનું શરીર કેવળ પાપકર્મનું જ સાધન બની રહે. આવી વિવેકદૃષ્ટિનો અભાવ, ઉત્સાહની ખામી અને સત્ત્વની કચાશ- આ ત્રણ કારણને લીધે સંયમના કષ્ટને મજેથી વેઠવા જીવ તૈયાર થતો નથી. સાધના દ્વારા મળતા ફળનો-આત્મકલ્યાણનો પ્રેમ હોવા છતાં સાધનામાં આવતા વિઘ્ન, કષ્ટ, પ્રતિકૂળતાથી જે ડરે તેની સાધનાનું આયુષ્ય બહુ ઓછું હોય. સંપૂર્ણ શક્તિ ફોરવીને સહન કરીએ તથા શક્તિને છૂપાવ્યા વિના, ઘાલમેલ કર્યા વગર આરાધના આધ્યાત્મિક કલ્યાણ માટે કરીએ તે સાચી ભાવ આરાધના. આરાધનાની કે સહન કરવાની શક્તિને છૂપાવવી તે સંયમજીવનની માયા છે. “જે શક્તિનો ઉપયોગ ન કરીએ તે શક્તિ છરીની જેમ કટાઈ જાય.' આવું જાણ્યા પછી ય સહનશક્તિને અને આરાધનાશક્તિને છૂપાવીએ તો ‘આપણી તે તે શક્તિઓ નાશ પામે' એવું આપણે ઇચ્છીએ છીએ- એમ ફલિત થાય છે. સાધ્યરુચિને બળવાન બનાવીને સહનશીલતા વધારીએ તો જ સંયમ સારું પળાય, તો શુદ્ધિ મળે, સમ્યગ્નાન વધુ નિર્મળ બને. બાકી સંયમજીવન કંટાળાદાયક લાગે. આનો મતલબ એ થયો કે પોતાની પાંચ ઈન્દ્રિય, શરીર, મન- આ સાત તથા બીજાના દોષ અને પુણ્યોદય - આમ કુલ નવ ચીજને સહન કરવાની હાર્દિક તૈયારી હોય તે જ ભાવસાધુ બની શકે. માટે જ સંયમસાધના રેતીના કોળીયા ચાવવા, મીણના દાંતથી લોખંડના ચણા ચાવવા, કાંટાળા રસ્તે ચાલવા વગેરે સ્વરૂપે પ્રસિદ્ધ ૩૨૭ Page #339 -------------------------------------------------------------------------- ________________ છે. બાહ્ય દૃષ્ટિથી સંયમસાધના શુષ્ક અને કષ્ટદાયી લાગવા છતાં સાધ્યની રુચિ જેટલી તીવ્ર હોય તેમ સાધનામાં આનંદની અનુભૂતિ વધતી જાય. આ રીતે સંયમસાધના દીર્ઘજીવી અને બળવાન બનતી જાય. તેથી સફળ સંયમ સાધના એટલે (૧) ઉપસર્ગ-પરિષહ સ્વરૂપ રેતીના કોળીયા ચાવવા છતાં તેમાં મીઠાશની અનુભૂતિ કરવી. (૨) બકુશ-કુશીલ-ચારિત્ર સ્વરૂપ મીણના દાંતથી લોખંડના ચણા (કષ્ટમય આચાર) ચાવવા ( પાળવા) છતાં દાંતને (= સંયમપરિણામને) ભાંગવા ન દેવા. (૩) કાંટાળા રસ્તે ખુલ્લા પગે ચાલવા છતાં પગને (= મનને) લોહીલુહાણ થવા ન દેવા, (૪) કાળી ચીકણી ભીની માટીથી (=અગવડતાથી) ભરેલા ઢાળવાળા રસ્તે ઝડપથી ચઢવા છતાં માર્ગથી (=નિર્દોષ સંયમચર્યાથી) લપસી ન પડવું. સંયમની પ્રવૃત્તિ વખતે પરિણામ તરફ, ફળ તરફ દૃષ્ટિ હોય તો જ આ ચાર ઉપમા આપણા માટે શક્ય બને, સરળ બને, સહજ બને. પછી તમામ આરાધનામાં આત્મસાક્ષી અને આત્મનિરીક્ષણ અવશ્ય આવે. (લખી રાખો ડાયરીમાં...) સમજણશીલને વિષ્ટામાં પવિત્રતાની બુદ્ધિ થતી નથી. ચારિત્રશીલને વિજાતીયમાં સુખની બુદ્ધિ થતી નથી. કડવા વચન સાંભળવા છતાં જે બહારથી ભડકે નહિ, મનમાં ખળભળે નહિ, કાનમાં સળવળે નહિ, જીભમાં સળગે નહિ તે સાધુ બાકી વેશધારી. ૩૨૮ Page #340 -------------------------------------------------------------------------- ________________ શું દીક્ષામાં પણ અર્થપુરુષાર્થ-કાલપુરુષાર્થ ? સંયમજીવનમાં ધર્મપુરુષાર્થ ગૌણરૂપે અને મોક્ષપુરુષાર્થ પ્રધાનરૂપે વણાયેલ હોય. ન્યાયસંપન્નતા અને દાન દ્વારા નિયંત્રિત કરવામાં આવે તો જ અર્થપુરુષાર્થ ગૃહસ્થ માટે મારક ન બને. તથા મર્યાદાપાલનનો સ્વૈચ્છિક અંકુશ રાખવામાં આવે તો જ કામપુરુષાર્થ ગૃહસ્થને દુર્ગતિદાયક ન બની શકે. પરંતુ સંયમજીવનમાં તો અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ મારક જ બને. સંયમજીવનમાં અર્થકામપુરુષાર્થ સાંભળીને આંચકો લાગે તેવું છે. પરંતુ સંયમજીવનમાં પણ સાવધાની રાખવામાં ના આવે તો તે બન્નેને પ્રવેશ મળતાં વાર ન લાગે. ઉપકરણની સંગ્રહવૃત્તિ, પોતાના પ્રોજેક્ટ-પ્લાન-પત્રિકા-પેમ્પલેટપોસ્ટર-પુસ્તક વગેરે માટે ગૃહસ્થો પાસેથી આર્થિક સહયોગ મેળવવાની તાલાવેલી... વગેરે સંયમજીવનમાં અર્થપુરુષાર્થના લક્ષણ છે. તથા પાંચેય ઈન્દ્રિયોની ખણજ પોષવાની વૃત્તિ-પ્રવૃત્તિ એ સંયમજીવનમાં કામપુરુષાર્થનું લક્ષણ છે. પોતાના પુણ્યોદય ઉપર જેને ભરોસો ન હોય તે અર્થપુરુષાર્થમાં ઝૂકાવે. પુણ્યોદયનું પ્રબળ આકર્ષણ હોય તે કામપુરુષાર્થમાં ઝૂકાવે. ગૃહસ્થો તો અર્થ-કામપુરુષાર્થનું લૌકિક ફળ ભોગવીને પાપ બાંધે છે. જ્યારે સંયમી તો ઉપરોક્ત પ્રવૃત્તિ કરીને અર્થ-કામપુરુષાર્થનું લૌકિક ફળ ભોગવ્યા વિના જ પાપ બાંધે છે. વગર ખાધાનું આ અજીર્ણ છે. તેથી પોતાના હસ્તક સંસ્થા વગેરે ઊભા કરવાની બાબતમાં કે પુસ્તકો છપાવવા, શિબિરમાં જમણવાર માટે, મહોત્સવોમોંઘી પત્રિકાઓ, મૂલ્યવાન ફોટા પડાવવા, સંઘમાળ-ઉપધાનમાળ વગેરે પરોપકારના કાર્યો માટે પણ પોતાના હસ્તક ટ્રસ્ટો વગેરે ઊભા કરવાની બાબતમાં કે તે માટે પૈસા ભેગા કરવાની માથાકૂટમાં પ્રાયઃ સાધુએ આ કાળમાં તો ખાસ પડવા જેવું જ નથી. કેમ -- ૨૯ - Page #341 -------------------------------------------------------------------------- ________________ કે સંઘ પાસે ઉપરોક્ત કાર્યો માટે જેમ જેમ સાધુને આર્થિક અપેક્ષા વધતી જાય તેમ તેમ સાધુની કિંમત સંઘમાં ઘટતી જાય છે. તથા સાધુને તેવું શોભે પણ નહિ. એક બાજુ સંયમજીવનની મર્યાદા તોડીને અર્થ-કામપુરુષાર્થના ઉપરોક્ત વ્યવહાર કરવા દ્વારા આપણે લોકોનો સાધુ પ્રત્યેનો અહોભાવ કચડી તેઓને બોધિદુર્લભ બનાવીએ તથા બીજી બાજુ શ્રીસંઘમાં આરાધના અને શાસનપ્રભાવના કરાવીને બોધિબીજને વાવવાનું, નવપલ્લવિત કરવાનું કાર્ય કરીએ. તે બે વચ્ચે તાલમેળ કઈ રીતે મળે ? સંયમનો વિનાશ કરીને સાધુ તીર્થનો વિકાસનવનિર્માણ કરે તે તારક તીર્થંકર પરમાત્માઓને કઈ રીતે માન્ય હોઈ શકે ? સંયમજીવનની મર્યાદા પળાય તે રીતે પોતાના પુણ્યને ધ્યાનમાં રાખીને જ સંઘમાં આરાધના કે શાસનપ્રભાવનાના કાર્યો કરાવીએ તે આપણા માટે આત્મકલ્યાણકારી બની શકે. બાકી તો “લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય' આવી હાલત સર્જાય. સંઘમાં આરાધનાના રેકોર્ડ સર્જવા (પત્રિકા છપાવવી, સંગીતકારવિધિક બોલાવવા, બેન્ડવાળા નક્કી કરવા વગેરે બાબતમાં) આપણે જેમ જેમ સક્રિય બનીએ તેમ તેમ ગૃહસ્થો વધુ ને વધુ નિષ્ક્રિય બનતા જાય છે. પછી અંતે તમામ જવાબદારી પ્રાયઃ સાધુના ગળે વળગે છે અને દીક્ષાના પ્રથમ દિવસના કે મુમુક્ષુપણાના દિવસોના સઘળા અરમાનો અકાળે મૂરઝાઈને ખરી પડે છે. આવી દયનીય હાલત ના સર્જાય તેની આત્માર્થી સંયમીએ ખૂબ કાળજી લેવા જેવી છે. બીજાની નિંદા કે ચર્ચા કર્યા વિના પોતાનું જીવન સારું ઘડાય એ રીતે સાવધાની રાખવાનો આશય આની પાછળ રહેલો છે. સુશેષ કિં બહુના ? ન ૩૩૦ – Page #342 -------------------------------------------------------------------------- ________________ . આ જળ વાત છે. ગજસુકુમાલ મુનિના દૃષ્ટાંત ઉપરથી એક બોધપાઠ એવો મળે છે કે સહન કરવાની જેણે કોઈ તાલિમ લીધી નથી અને સહન કરવું જેના સ્વભાવમાં જ નથી તેવા ક્ષત્રિયકુલમાં ઉત્પન્ન થયેલ યુવાન રાજકુમાર દીક્ષા લઈને અધમ માણસનું પણ પ્રસન્નતાપૂર્વક સહન કરીને ઉત્કૃષ્ટ કર્મનિર્જરા કરે છે; તો સહન કરવાની જેને આદત પડી છે તેવા વણિકકુલના નબીરા દીક્ષા લઈને ગુરુનું પણ સહન ન કરે તો તે કેમ ચાલે ? ગુરુના ઠપકા વગેરે સહન ન કરવાથી દીક્ષિત વ્યક્તિ ચીકણામાં ચીકણા કર્મ બાંધે છે. “ગુરુ કે ગુરુભાઈઓથી મળતા આક્રોશ-ઠપકા-અપમાનના કડવા ઘૂંટડાને સ્વસ્થતાથી પીએ તેનો મોક્ષ બહુ ઝડપથી થાયએમ ચંડરુદ્રાચાર્યના શિષ્ય આપણને જણાવે છે. પાપનો ભય, દુર્ગતિનો ભય, જન્મ-મરણનો ભય જેને હોય તે જ ગુરુનું કે બીજા કોઈનું સહન કરી શકે. જે અભિમાની હોય કે કૃતઘ્ન હોય તે ઉપકારીનું પણ સહન ના કરી શકે. સહન કરવું તે સંયમીનો મુદ્રાલેખ છે. આ વાત સંકુચિતવૃત્તિવાળાને કદી ના સમજાય. એક વાત તો બરાબર સમજી લેવાની જરૂર છે કે આપણે સ્વયં મોક્ષમાર્ગે ચાલવા અસમર્થ છીએ, અજાણ છીએ. અનુભવના સ્તરે આપણને મોક્ષમાર્ગનો આસ્વાદ માણવા મળે, તે ભૂમિકાએ પહોંચવાની આપણામાં પાત્રતા ખીલે, ત્યાં સુધી પહોંચવા માટે વચ્ચે નડતા દોષો દૂર થાય, તેવું વાતાવરણ મળે તે માટે સુયોગ્ય ગુરુને સ્વીકારવાના છે. આપણી તેવી પાત્રતા ખીલ-ખુલે તે રીતે ગુરુના સંગ-સાંન્નિધ્ય-શરણાગતિમાં આપણે રહેવાનું છે. આ માટે ગુરુદેવ મને જે પણ વાત કરે છે તે સર્વજ્ઞ ભગવાન વતી જણાવી રહ્યા છે' - આવો હાર્દિક પરિણામ ઊભો કરવો અનિવાર્ય છે. કારણ કે જે ગુરુનું વચન પ્રમાણ કરે છે તે સંયમમાં ટકી શકે છે. ૩૩૧ Page #343 -------------------------------------------------------------------------- ________________ જે ગુરુવચનને પ્રમાણ ન કરે તે સંયમમાં ટકી શકતો નથી. ગુરુદેવના વચનને, સૂચનને, ઈચ્છાને જે જીંદગીમાં કયારેય પાછી ઠેલવાની ભૂલ કર્યા વિના નિર્વિકલ્પ રીતે સ્વીકારે, કોઈ પણ જાતની દલીલ, ખુલાસા, બહાના, બચાવ, સ્વાર્થ, કારણની રજૂઆત કે શરમ વિના અમલમાં મૂકે તેનું સંયમ સાનુબંધ બને. તેનો સંયમપાલનનો ઉત્સાહ રોજ વધે છે, તેના ઉપર અસીમ ગુરુકૃપા વરસે છે. તેને ભવાંતરમાં ય સદ્ગુરુ-પરમગુરુનો સહજ સંયોગ થાય છે. ગુરુની કઠોરતા સંયમની પરિણતિ ઊભી કરવામાં સહાયક છે.” આ હકીકત નજર સામે હોય તો ગુરુના અનુશાસનમાં રહેવાનો ઉત્સાહ વધતો જાય. આ વાસ્તવિકતાને વિચારીએ તો “ગુરુ ઠપકો ન આપે એવી ઈચ્છા એ ભારે કર્મીપણાની નિશાની છે. “ગુરુ ઠપકો ન આપે એવી ઈચ્છા રાખીએ પરંતુ ગુરુને ઠપકો આપવાની જરૂર જ ન લાગેતેવું જીવન બનાવવાની ઈચ્છા કેટલી રાખીએ. ? ભૂલ ન થાય તેવી સાવધાની ન હોય એનો મતલબ એ છે કે ઊંડે ઊંડે ભૂલ પ્રત્યે કૂણી લાગણી છે. “આપણી ભૂલ એ આપણા કર્મનું પરિણામ છેએવું માનવાના બદલે “આપણી ભૂલ એ આપણી બેદરકારીનું પરિણામ છે'- એમ સમજી પોતાની જાતને આરોપીના પાંજરામાં ઊભી કરીએ તો જ ભૂલ સુધરે. ગુરુનો ઠપકો એ ડાળી છે અને આપણી બેદરકારી અને પ્રમાદ એ મૂળ છે. “ગુરુ ઠપકો આપે તેમાં ગુરુની કરુણા અને આપણી ભૂલ એ કારણ છે' - આવું હૃદયથી સ્વીકારીએ તો ગુરુનો ઠપકો સહન કરવો સરળ બને. દુર્જન આપણને ઠપકો આપે એમાં “આપણા પુણ્યની કચાશ અને એની સાથે પૂર્વભવમાં આપણા દ્વારા થયેલો અન્યાય કારણ છે – આવું સમજીએ તો દુર્જનનો ઠપકો પણ પ્રેમથી સહન થઈ શકે. મતલબ કે પ્રતિકૂળ કર્મના ઉદયમાં આપણી આરાધનાની કચાશને નજર સામે રાખીને સમાધિ ટકાવવી. --૩૩૨ ૩૩ર Page #344 -------------------------------------------------------------------------- ________________ મૂળ વાત ઉપર આવીએ. સમાધિ ટકાવવા માટે કાં પોતાની જાતે સુધરી જવું કાં તો ગુરુના ઠપકાને-અનુશાસનને પ્રેમથી વધાવવાનો પ્રયત્ન કરવો. આ સિવાય ત્રીજો કોઈ રસ્તો નથી. હૃદય પાણી જેવું હોય તો ઠપકાની કોઈ આડઅસર ન થાય. પત્થર જેવું હૈયું કઠોર-નઠોર હોય તો ઠપકો દિલમાં શિલાલેખની જેમ કોતરાયા વિના રહે નહિ. કુલવાલક મુનિની હાલત ખ્યાલ છે ને? | દોષનો પ્રેમ તો અનાદિ કાળનો છે જ. તેથી નિમિત્ત મળતાં જ જીવ અવળા માર્ગે આગળ વધે ત્યારે ગુરુનું અનુશાસન ન હોય તો દુર્ગતિ કેવી રીતે અટકે ? આવું ન બને તે માટે ગુરુ કરવાના છે. તેથી જાતે દોષની રુચિ તોડી ન શકનાર વ્યકિત માટે અનુશાસન ઉપયોગી છે, જરૂરી છે. નરક-નિગોદની સજા ગુરુના બે-ચાર કડવા વચન પ્રસન્નતાપૂર્વક સાંભળવાથી જાય તેમાં તો રાજી થવા જેવું છે ને? જેને શેરબ્રોકર થવું હોય, હીરા બજારના કિંગ થવું હોય તે તાલિમ મેળવવા અનુભવી સફળ શેઠને શરણે ગયા પછી શેઠના અનુશાસનને, ઠપકાને, કડકાઈને ઉમળકાથી વધાવ્યા વિના ના રહે. તેને ઠપકો ય મીઠો લાગે. જેનું લક્ષ્ય કેવળ નોકરી કરવાનું હોય તેને શેઠનો ઠપકો કડવો લાગે. તેમ જેને મોક્ષે જવાની તીવ્ર તાલાવેલી હોય, દોષમાં ત્રાસ લાગે, ગુણની લાલચ હોય તેને ગુરુનો ઠપકો મીઠો લાગે અને અનુકૂળતા ભોગવીને જીવન પૂર્ણ કરવાનું જેનું વલણ હોય, માન-સન્માનના સંસારમાં જેનું મન ફસાયેલું હોય તેને કાયમ ગુરુનો ઠપકો કડવો લાગે. ટૂંકમાં નજીકના કાળમાં જેનું કલ્યાણ થવાનું હોય તેને ગુરુની કડકાઈ મીઠી લાગે. દુર્ગતિમાં ભટકવાનું હોય તેને ગુરુની કડકાઈ કડવી લાગે. યોગ્ય શિષ્યની સારણા, વારણા, અનુશાસન, કડકાઈ વગેરેમાં ગુરુ કંટાળે અને શિષ્યની ભૂલ પ્રત્યે આંખ મીંચામણા કરે ૩૩૩ Page #345 -------------------------------------------------------------------------- ________________ તેવા ગુરુ ખાટકી કરતાં પણ ભૂંડા છે- એવું ગચ્છાચારપત્રો જણાવે છે. શિષ્ય વિના ગુરુનું આત્મકલ્યાણ અટકવાનું છે કે ગુરુ વિના શિષ્યનું આત્મકલ્યાણ અટકવાનું છે ? તે શાંત ચિત્તે વિચારવાથી ગુરુની મહત્તા સમજાય તેમ છે. દુર્જનની ગાળ એ કઠોરતા છે અને ગુરુનો ઠપકો એ કરુણા છે. આ સૂક્ષ્મ ભેદરેખા ન પારખી શકે તેનું સંયમજીવન પ્રાયઃ નિષ્ફળ જાય છે. હજારો મોટા કારણોથી સંયમજીવન નિષ્ફળ નથી જતું. પરંતુ ઉપરની એકાદ નબળી કડીથી સંયમજીવન નિષ્ફળ-નિષ્ઠાણ-નિસ્તેજ બને છે. આપણે ભવસાગર તરવા નીકળેલ છીએ. ગુરુ તરાવનાર છે. તરાવનાર પ્રત્યેની શંકા અને તેમના વચનનો અસ્વીકાર એ તરવામાં બાધક બને છે. ભવભીરુ ગીતાર્થ ગુરુના વચનમાં શંકા કરવી એ કેવળજ્ઞાનીના વચનમાં શંકા કરવા જેવું છે. ગુરુવચનના સ્વીકારમાં અવરોધક તત્ત્વ છે આપણી બુદ્ધિ. જે બુદ્ધિના શરણે જવાથી નરકનિગોદ-દુર્ગતિના દુઃખો વેઠ્યા એ બુદ્ધિને હટાવીએ નહિ ત્યાં સુધી ગુરુ તારક કઈ રીતે બને ? ગૃહસ્થનો સંસાર આરાધનાથી ઘટે. સંયમીનો સંસાર તો ગુર્વાજ્ઞા મુજબની જ આરાધનાથી ઘટે. ગુર્વાજ્ઞાને તોડીને પોતાની ઈચ્છાથી કરેલી આરાધનાથી તો સંસાર વધે. દીર્ઘભવભ્રમણ કરનાર ગોશાળો, કુલવાલક, અગ્નિશર્મા, શિવભૂતિ બોટિક વગેરે ઉદાહરણો આ વાતની સાક્ષી પૂરે છે. ગુર્વાજ્ઞાને જે ન આરાધી શકે તે ગુરુની ઈચ્છાને તો કઈ રીતે આરાધે ? દેવાધિદેવની આરાધના અને ચારિત્રધર્મની સાધના સરળ છે. પણ ગુરુની ઉપાસના અઘરી ને કપરી છે. કારણ કે તેમાં આપણને અહં, ઈચ્છા, મહત્ત્વાકાંક્ષા, ઉદ્ધતાઈ વગેરે નડે છે. પરંતુ સમજી લેવા જેવું એ છે કે ગુરુની ઉપાસના વગર દેવતત્ત્વની આરાધના અને ધર્મતત્ત્વની સાધના એ સુગંધશૂન્ય ફૂલ જેવી છે, ગળપણ વગરની મીઠાઈ સમાન છે, મીઠા વિનાની રસોઈ સમાન ૩૩૪ Page #346 -------------------------------------------------------------------------- ________________ છે. હકીકતમાં તો પ્રાણના ભોગે પણ તમામ ગુર્વાજ્ઞાને પ્રસન્નતાથી પાળવાની તૈયારી હોય તે જ શિષ્ય થવાને લાયક છે. ગુરુમાં પૂર્ણ શ્રદ્ધા + સંપૂર્ણ સમર્પણ + પ્રામાણિકપણે આજ્ઞાપાલન = ઉત્તમ શિષ્યવ. આવું શિષ્યપણું પ્રગટ થાય તો જ ભવાંતરમાં સદ્દગુરુ અને સંયમનો સંયોગ સંપ્રાપ્ત થાય. ગુરુના ઠપકાને પ્રસન્નતાથી ઝીલીએ તો આત્મશુદ્ધિ વધે. ગુરુની તમામ પ્રેરણાને પ્રસન્નતાથી ઝીલીએ તો જ વિશુદ્ધ પુણ્યવૃદ્ધિ થાય. આ હકીકત સતત નજર સામે રાખીને ગુરુની પ્રેરણાસ્વરૂપ અનુગ્રહકૃપા અને ઠપકા સ્વરૂપ નિગ્રહકૃપાને ઝીલીએ તો મોક્ષ બહુ દૂર નથી. - લખી રાખો ડાયરીમાં...) ગુરુ ઠપકો આપે ત્યારે બચાવ, દલીલ, ખુલાસો, કારણની રજૂઆત કે બોલાચાલી કરવી તે સંયમજીવનની અપાત્રતાને સૂચવે છે. જીભનો ગુલામ સંયમનો સાચો આનંદ અનુભવે નહિ. સ્વપ્રશંસા જગમે તેઓ સોનેરી ઈતિહાસ સર્જી શકતા નથી. જિનવચનપાલન સંયમજીવનમાં અશક્ય નથી, કદાચ અઘરું હોઈ શકે. પણ પ્રમાદ-બેદરકારીસુખશીલતાના લીધે આગળ જતાં “અઘરું જ “અશક્ય બની જાય છે. ૩૩૫ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કોષસ્થાનકને પરહર્સ બ્રહ્મચર્યનું વિશુદ્ધ પાલન એ સંયમજીવનમાં ઘણી અગત્યની બાબત છે. આપણને વિજાતીયનું આકર્ષણ ન થાય તે માટે તપ, ત્યાગ, વૈયાવચ્ચ, વિહાર-ભિક્ષાટન આદિ શ્રમ તથા કાયોત્સર્ગ, સ્વાધ્યાય વગેરે આરાધના શાસ્ત્રકાર પરમર્ષિઓએ બતાવી છે. તથા વિજાતીયને આપણું આકર્ષણ ન થાય તે માટે લોચ, અસ્નાન, મલધારણ, અદંતધાવન, જીર્ણ-શીર્ણ-શ્વેત પણ મેલા વસ્ત્રનું પરિધાન, ખુલ્લા પગે વિહાર, સુગંધી દ્રવ્યના વપરાશનો ત્યાગ, ઈસ્ત્રી કરેલ કપડાનો ત્યાગ, પાવડર વગેરેની વિભૂષાનો ત્યાગ વગેરે આચારો શાસ્ત્રજ્ઞ ભગવંતે જણાવેલ છે. બ્રહ્મચર્ય બાધિત ન થાય તે રીતે જ બાકીના મહાવ્રત પાળવાના છે. બીજા વ્રતોમાં અપવાદ છે, કારણ કે રાગ-દ્વેષ વિના તેનું સેવન શક્ય છે. બ્રહ્મચર્ય નિરપવાદ છે. કારણ કે અબ્રહ્મસેવન રાગાદિ વિના અશક્ય છે. માટે જ કહેલ છે કે ન ય વિષિ अणुन्नायं, पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । मोत्तुं मेहुणभावं, न વિળા તંરાયોમે॥િ” બ્રહ્મચર્ય નિર્મળ રીતે પાળવા માટે (૧) ખાવામાં અંકુશ રાખવો. (૨) ઊંઘમાં નિયમન રાખવું. (૩) નબળા નિમિત્તોથી પોતાની જાતે દૂર રહેવું. (૪) અબ્રહ્મના વિચારોને અટકાવવાનું સત્ત્વ કેળવવું. (૫) આંખ ઉપર સંયમ રાખવો. (૬) વિશિષ્ટ તપ, ત્યાગ, ભિક્ષાટન, વિહાર, લોચ, વૈયાવચ્ચ એવા વગેરે કાયકષ્ટ દ્વારા શરીરનો કસ કાઢવો. (૭) કાયમ બોલીને સ્વાધ્યાય કરવો. (૮) નિયમિત રાત્રીસ્વાધ્યાય ઉપર ભાર આપવો. (૯) જ્યાંથી સ્ત્રીનો અવાજ સંભળાય, સ્ત્રીનું મોઢું દેખાય, 339 Page #348 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીના સૂકવેલા કપડા દેખાય, સ્ત્રીના પોસ્ટરો દેખાય, સ્ત્રીના આભૂષણ દેખાય, સ્ત્રીકથા સંભળાય, સ્ત્રીનું પૂતળું દેખાય તેવા સ્થાનનો સાધુએ સામે ચાલીને ત્યાગ કરવો. બાકી ઓઘાની વફાદારી પણ દફનાઈ જાય. ગુરુની તમામ આજ્ઞા, ઈચ્છાને પ્રસન્નતાથી પાળવા સ્વરૂપ ગુરુની વફાદારી હોય તે ઉત્તમ ભૂમિકા. યથાશક્તિ શાસ્ત્રાજ્ઞાના પાલન સ્વરૂપ ભગવાનની વફાદારી હોય તે મધ્યમ ભૂમિકા. નિર્મળ બ્રહ્મચર્ય પાલનની તૈયારી અને શાસનહીલના ન થાય તેની તકેદારી સ્વરૂપ ઓવાની વફાદારી હોય તે જઘન્ય ભૂમિકા છે. આવી જઘન્ય ભૂમિકા પણ ન હોય તેના હાથમાં ઓઘો કઈ રીતે શોભે ? નજરની પવિત્રતા જેની પાસે ન હોય તે સંયમી કઈ રીતે બની શકે? દષ્ટિ ચોખ્ખી ન હોય તે સાચો-પાકો સંયમી બને એ શક્ય જ નથી. શિષ્યવૃન્દ સારી રીતે બ્રહ્મચર્યનું પાલન કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવા માટે ગુરુ બંધાયેલ છે. માટે તેવા નબળા નિમિત્ત મળતા જ રહેતા હોય તો ઉપાશ્રય, સ્થાન, ગામ વગેરે બદલવા વિનયપૂર્વક ગુરુને જરૂર વિનંતિ કરી શકાય. પણ ગુરુ દ્વારા બાહ્ય નિર્મળ વાતાવરણ મળે તેવી ગોઠવણ થાય પછી પણ મનમાં વિષયનું આકર્ષણ પુષ્ટ કરે જ રાખે તેનામાં સંયમી બનવાની પાત્રતા કઈ રીતે માનવી? જ્યાં સુધી શિષ્ય પોતાની અંતરંગ ફરજનું પાલન ન કરે ત્યાં સુધી ગુરુએ બજાવેલી બાહ્ય ફરજો વિશિષ્ટ ફળ આપી ન શકે. પોતાની જાતનું સ્મરણ થાય, આત્મસ્વભાવનું સંવેદન થાય તેને વિજાતીયનું આકર્ષણ સતાવે નહિ. આ વાત હૃદયમાં લખી રાખવા જેવી છે. પતનનો ક્રમ પણ ધ્યાનમાં રાખવા જેવો છે. સૌપ્રથમ (૧) વારંવાર સ્ત્રીનું ઉપાશ્રયમાં આગમન, (૨) દૃષ્ટિમિલન, (૩) ૩૩૭ Page #349 -------------------------------------------------------------------------- ________________ વાતચીત, (૪) વાસક્ષેપ, (૫) રક્ષાપોટલી દાન, (૬) પરિચય, (૭) વિશ્વાસ, (૮) અંગત વાત, (૯) સ્નેહરાગ, (૧૦) ફુરસતમાં સ્મરણ, (૧૧) આરાધનાની વ્યક્તિગત પ્રેરણા, (૧૨) વારંવાર તેના ઘરે ગોચરીગમન, (૧૩) કૌટુંબિક સમસ્યાનું નિરાકરણ, (૧૪) કામરાગની વાત અને (૧૫) અંતે સંયમભ્રષ્ટતા... પ્રાયઃ આ જ ક્રમથી વિજાતીયના પરિચયથી સાધુ નીચે પટકાય છે. વિગઈના ભોજન, દિવસની ઊંઘ, છાપા-પૂર્તિ-સાપ્તાહિક વગેરેમાં આવતા શૃંગારિક દશ્યોનું અવલોકન વગેરે આ આગમાં પેટ્રોલનું કામ કરે છે. વિષયના આકર્ષણમાંથી જ આગળ જતાં કષાયના ભડકા પ્રગટે છે. જેને વિષયવાસના ન સતાવે તેને કષાય કદી સતાવી ન શકે. કૂવાની છાયા કૂવામાં સમાય તેમ વૈરાગીનો કષાય મનમાં જ સમાઈ જાય, શમી જાય. કેમ કે કાયાના સ્તરે જે દોષ ન લાવીએ તેનું જોર મનમાં ઓછું થવા માંડે. ઝળહળતો વિષયવૈરાગ્ય હોય અને કદાચ તેના જીવનમાં કષાય દેખાય તો તે આભાસિક હોય એટલે કે તે કષાય (૧) અલ્પ રસવાળા હોય, (૨) અલ્પકાલીન હોય, (૩) પ્રાયઃ પ્રશસ્ત હોય. પ્રશસ્ત કષાય = આંખ લાલ + જીભ ગરમ + હૈયું શીતળ + પરકલ્યાણનો આશય. ઝળહળતો જ્ઞાનગભિત વૈરાગ્ય ન હોય તેણે પોતાના કષાયને પ્રશસ્ત માનીને તેનો આશ્રય ન કરવો. પરંતુ તેણે પોતાના માનેલા પ્રશસ્ત કષાયથી પણ દૂર જ રહેવું. ઝળહળતો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કષાયને આવવા ન દે, આવે તો પ્રગટ થવા ન દે, પ્રગટ થાય તો ય અશુભકર્મબંધ થવા ન દે, કર્મબંધ થાય તો ય મલિન અનુબંધ તો ન જ પડવા દે. તેથી સંયમજીવનમાં ઉપમિતિ ભવપ્રપંચા કથા, કુવલયમાળા, સંવેગરંગશાળા, વૈરાગ્યરતિ, ભવભાવના વગેરે ગ્રન્થોનો હૃદયસ્પર્શી --૩૩૮ ૩૩૮ Page #350 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ કરીને વૈરાગ્ય જ્વલંત બનાવ્યા પછી જ ન્યાય, કમ્મપયડી વગેરેનો અભ્યાસ કરવાનો ખ્યાલ રાખવો. તેમ જ સૌથી મહત્ત્વની વાત એ છે કે આત્માના પરમ નિર્વિકારી સ્વરૂપનો પોતાને અનુભવ ન થાય, આનંદસ્વરૂપનું સંવેદન ન થાય ત્યાં સુધી “સોડહં, “શુદ્ધાત્માડહં’, ‘ચિન્માત્રોડીં આવી ભાવનાના પરિશીલન દ્વારા નિરંતર પોતાની જાતના અનુસંધાનમાં મસ્ત રહેવું. પછી બ્રહ્મચર્ય સરળ, સહજ હશે. (લખી રાખો ડાયરીમાં...) વિશ્વમાં જેની સૌથી ઓછી જરૂરિયાત તે સાચો જૈન સાધુ. સ્વાર્થ માટે ઉપયોગ કરાતા શાસ્ત્રો સ્વશસ્ત્ર બની જાય. - ૩૩૯ – ૩૩૯ Page #351 -------------------------------------------------------------------------- ________________ . તો ભાવશક્તિ પ્રગટે, નિશ્ચયનયથી જે સમયે જાગૃતિ જાય તે સમયે સંયમ જાય. રાગ-દ્વેષની ગુલામી ન થવી તે જાગૃતિ. રાગ-દ્વેષને જીતવાનો નિરંતર વિશિષ્ટ પ્રયત્ન તે જ સંયમ. માટે જ ઉપદેશરહસ્ય અને અધ્યાત્મમત પરીક્ષામાં નિચોડરૂપે છેલ્લે બતાવેલ છે કે “જિં તુIT, जह जह रागद्दोसा लहुं विलिज्जति । तह तह पयट्टियबं एसा ૩માળા નિવાઇ ” (ઉ રહ. ૨૦૧; અ.પ.૧૮૩) અર્થાત “રાગદ્વેષ જલ્દી ઓછા થાય તે રીતે પ્રયત્ન કરો એ જ મુખ્ય જિનાજ્ઞા છે.” કર્મવશ કદાચ કયારેક વ્યક્તરૂપે રાગ-દ્વેષ ઉત્પન્ન થવા સંયમજીવનમાં શક્ય છે. પરંતુ તેને સતત ચાલુ રાખવા કે નહિ ? વધારવા કે ઘટાડવા ? તે આપણા ઉપર નિર્ભર છે. મીઠાઈ ખાવાનું મન થાય, વિજાતીયને જોવાની ઈચ્છા થાય, નિંદા કરવાની પણ ઊભી થાય, પરિગ્રહની અભિલાષા થાય - એ શક્ય છે. પરંતુ તેમાં લજ્જાથી પણ પ્રવૃત્તિ ન કરીએ તો ચારિત્ર ટકે; તો જ રાગ-દ્વેષ ઘટે. માટે જ સવાસો ગાથાના સ્તવનમાં મહોપાધ્યાયજી મહારાજે “એ કારણ લજ્જાદિકે પણ, શીલ ધરે જે પ્રાણીજી, ધન્ય તેહ કૃતપુણ્ય કૃતારથ, મહાનિશીથે વાણીજી.” આવું જણાવેલ છે. મનની તમામ ખણજ પૂરી કરીએ તો રાગ-દ્વેષ તીવ્ર બને. રાગદ્વેષ તીવ્ર બને તો મારક તત્ત્વની મારકતા ન સમજાય, સમજાય તો પણ તેને છોડવાનું સત્ત્વ ન જાગે, સમજણ પછી પણ આસક્તિ થાય. આરાધનાના ક્ષેત્રમાંથી બહાર નીકળતાં જ રુચિપૂર્વક રાગ-દ્વેષ ઘેરી વળે તો સમજવું કે ભાવ સંયમ નથી. માટે શાસ્ત્રાભ્યાસ કરતી વખતે નિર્મળ બોધ હોય તેનું બહુ મહત્ત્વ નથી. પરંતુ મીઠાઈ વાપરતી વખતે બોધ નિર્મળ હોય તે અતિમહત્ત્વનું છે. અધ્યયનકાલીન - બોધની નિર્મલતા એ આપણો પ્રભાવ નથી પરંતુ શાસ્ત્રકારોનો ३४० Page #352 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ છે. તથા મીઠાઈના વપરાશ વખતે મલિન થયેલી બુદ્ધિ પુનઃ ધર્મસાધનામાં પ્રવૃત્તિ કરવામાં કંટાળો લાવે. આમ ધર્મારાધનામાં આવતો કંટાળો એ સંસાર પ્રત્યેના પક્ષપાતનું, લાગણીનું, વફાદારીનું જ ફલતઃ સૂચક બને છે. વળી, સંયમજીવનની સફળતાની મુખ્ય નિશાની છે સહવર્તી પ્રત્યે સહાયક ભાવ. મોટા પ્રત્યે પ્રમોદ ભાવ થવો સરળ છે. પરંતુ નાના-સમકક્ષ પ્રત્યે ઈર્ષ્યા જાગે તો મોટા પ્રત્યેનો પ્રમોદભાવ પણ આભાસિક બની જાય. માનસિક ઈર્ષામાંથી વાચિક નિંદા આવે. તેમાંથી કાયિક સંઘર્ષ-હિંસા-વેરપરંપરા વગેરે પ્રવૃત્તિ ઊભી થાય. ઈર્ષ્યાનું કારણ છે માનસિક અસહિષ્ણુતા. બીજાના ગુણ અને પુણ્યોદય પ્રત્યેની અસહિષ્ણુતા પ્રાયઃ ઈષ્યને જન્માવે. તથા અસહિષ્ણુતા સંકુચિતતામાંથી પ્રગટે છે. પરાયાપણાની બુદ્ધિ સંકુચિતતા પેદા કરે છે. આમ બધાના મૂળમાં સંકુચિત મનોવૃત્તિ રહેલી છે. ઉદારતા આવે તો સંકુચિતતા જાય. સંકુચિતતા જાય તો માનસિક અસહિષ્ણુતા જાય. અસહિષ્ણુતા રવાના થાય તો ઈર્ષા વિલીન થાય. પછી નિંદા-સંઘર્ષ-હિંસા-વેરપરંપરા વગેરેની શક્યતા જ મટી જાય છે. માટે તે તમામ દોષોથી બચવા માટે નાના કે સમકક્ષને સહાય કરવી, જરૂરી સાધનસામગ્રી પૂરી પાડવી, તેમના વિકાસને જોઈને રાજી થવું, તેમના ગુણોની પ્રશંસા-ઉપવૃંહણાઅનુમોદના કરવી, તેમની જોડે અધિકારવૃત્તિનો ત્યાગ કરી સંપ કેળવવો. આ રીતે મહેનતુ સ્વભાવની ટેવ પાડીએ તો ઈર્ષ્યા ન થાય. આળસુને પ્રાયઃ ઈષ્ય જલ્દી થાય. ઈર્ષાના લીધે જ સ્વાધ્યાય, સંયમ અને તપની સાધના હોવા છતાં પીઠ-મહાપીઠ પ્રથમ ગુણસ્થાનકે જઈને સ્ત્રીવેદ નિકાચિત કરી ચરમશરીર મળવા છતાં બ્રાહ્મી-સુંદરી તરીકે ઉત્પન્ન થયા. ઈર્ષ્યાળુને પ્રાયઃ કોઈના આશિષ મળે નહિ, ફળે નહિ. ઉદાર અને સહાયક હોય તેને કદી ઈર્ષ્યા નડે નહિ અને બીજાના આશિષ ૩૪૧. Page #353 -------------------------------------------------------------------------- ________________ મળ્યા વિના - ફળ્યા વિના રહે નહિ. તેને માર્ગસ્થ ક્ષયોપશમ પણ અવશ્ય જાગે. તથા સંયમપાલનમાં ઉત્સાહ પણ જાગે. આરાધનામાં ઉત્સાહ જાગે તો આરાધના મજબૂત બને, તારક બને, સાનુબંધ બને. તેવી આરાધનાથી વિશુદ્ધ ભાવો અને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. પ્રાપ્ત થયેલ સંયમીનો સંગ સફળ બને. બાકી, જેને અહીં સહવર્તી તરીકે મળેલા ૫/૧૦ સંયમી પ્રત્યે બહુમાન ન હોય તેને મહાવિદેહમાં કરોડો સંયમીના દર્શને પણ આનંદ-બહુમાન-લાગણી ન જ થાય. તો ત્યાં દીક્ષા કેવી રીતે મળે ? “સહવર્તી સંયમી છદ્મસ્થ હોવાથી આપણને તેમાં દોષદર્શન થાય છે”- આ માન્યતા ભ્રાન્ત છે. હકીકત તો એ છે કે આપણને સહવર્તીમાં દોષદર્શન થતા હોવાથી આપણે છદ્મસ્થ છીએ. કેવલજ્ઞાનીને નિગોદના જીવમાંય સ્વરૂપતઃ કોઈ દોષદર્શન ન થાય, કેવળ ગુણદર્શન થાય. છદ્મસ્થ એવા ૩૬૩ પાખંડી, નિદ્ભવ વગેરેને સર્વજ્ઞ ભગવંતમાં પણ દોષ દેખાતા હતા. દોષષ્ટિ આવે પછી વ્યવહારમાં પણ અનૌચિત્ય, ઉદ્ધતાઈ આવતાં વાર ન લાગે. આપણા વિચિત્ર વ્યવહારના લીધે આપણા સહવર્તીને ‘મેં ક્યાં દીક્ષા લીધી ?' આવો વિચાર જાગે તો આપણને સંયમના ચીકણા અંતરાય બંધાય, સહવર્તી સંયમીમાં રહેલ જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિના પણ અંતરાય બંધાય. માટે આપણે બે સાવધાની રાખવાની છે. (૧) આરાધના કર્યા પછી પસ્તાવો ન કરવો, (૨) સંયમ જીવનનો પસ્તાવો જાગે તેવું વાતાવરણ આપણા સહવર્તીને ન આપવું. ‘બીજાને આપણી ધર્મપ્રવૃત્તિથી ઉદ્વેગ ન થાય' એવી સાવધાની રાખીને વિવેકદૃષ્ટિથી જિનાજ્ઞા પાળવા છતાં સામેની વ્યક્તિને પોતાની અપાત્રતાના જ લીધે આપણા ઉપર દ્વેષ થાય તો તેમાં આપણે ગુનેગાર નથી. પરંતુ બીજાને આરાધનામાં ખલેલ પડે તેમ અત્યંત મોટેથી વાતો કે સ્વાધ્યાય કરીને, કટાક્ષ-મેણા-ટોણા મારીને બીજાને આપણા પ્રત્યે દુર્ભાવ કરાવીને તેનો સંયમપાલનનો ઉત્સાહ ૩૪૨ Page #354 -------------------------------------------------------------------------- ________________ તોડીએ તે તો ન જ ચાલે, કેમ કે એક તો ધર્મસામગ્રી મળવી દુર્લભ છે. તેના કરતાં તેનો સદુપયોગ કરવાનો ઉત્સાહ જાગવો વધુ દુર્લભ છે. કારણ કે બાહ્ય અનુકૂળતા-ધર્મસામગ્રી મળવી તે પૂર્વકૃત બાહ્ય આરાધનાનું ફળ છે. અને બાહ્ય અનુકૂળતા મળ્યા પછી આરાધનાનો ઉત્સાહ જાગવો તે પૂર્વકૃત આંતરિક આરાધનાનુંઆરાધકભાવનું ફળ છે. બાહ્ય આરાધના કરતાં પણ આંતરિક આરાધના-આરાધકભાવ અઘરી ચીજ છે. બાહ્ય ધર્મસામગ્રી મળવી તે કરતાં તેનો સદુપયોગ કરવાનો ઉત્સાહ જાગવો અઘરો છે. તેનાં કરતાં તેનો સદુપયોગ કરતી વખતે વિઘ્ન-અંતરાયના લીધે અહોભાવપૂર્વક આરાધના પૂર્ણ થવી દુર્લભ. તેના કરતાં ય આરાધના પૂર્ણ થયા પછી પસ્તાવો કે સ્વપ્રશંસા ન થવી તો અતિઅતિદુર્લભ છે. સુકૃત કર્યા પછી પસ્તાવો કરીને મમ્મણશેઠે આરાધકભાવ બાળી નાખ્યો. અપૂર્વ સ્વાધ્યાય કર્યા પછી સ્વપ્રશંસામાનકાયના વમળમાં થૂલભદ્ર સ્વામી જેવા કામવિજેતા પણ ફસાઈ ગયા. આથી ઉપરની સાવધાની રાખીએ તો જ ભાવચારિત્ર પ્રગટ થાય. લખી રાખો ડાયરીમાં... કોઈનો આપણા પ્રત્યેનો સ્નેહરાગ આપણને ગમે નહિ, આપણને કોઈ પ્રત્યે સ્નેહરાગ-કામરાગ વગેરે જાગે નહિ તો ભાવ સંયમ દૃઢ બને. ૩૪૩ Page #355 -------------------------------------------------------------------------- ________________ ઉત્સાહનું ઊર્દીકરણ “સંયમજીવનની સફળતાનો મહત્ત્વનો પાયો ઉત્સાહ છે.” માટે જ આચારાંગજીમાં ‘જાએ સદ્ધાએ નિ ંતો તામેવ અણુપાલિજ્જા આમ જણાવેલ છે. શ્રદ્ધા એટલે જિનવચન અને ગુર્વાશા ખાતર પોતાની તમામ ઈચ્છાનું બલિદાન આપવાનો અદમ્ય ઉત્સાહ. આવો ઉત્સાહ જે યોગમાં ભળે તે યોગ દીર્ઘજીવી બને, નૈૠયિક બને, કલ્યાણકારક બને. ઉત્સાહ એ ભાવ છે. જે યોગમાં ભાવ હોય તેમાં ભાર લાગે નહિ. જે યોગમાં ભાવ ઘટે તેનો ભાર લાગ્યા વિના રહે નહિ. દુકાનમાં ઘરાકી વધે તેમ પરિશ્રમ વધે છતાં શેઠને વધતી ઘરાકીનો ભાર લાગતો નથી, કારણ કે ત્યાં શેઠનો ઉત્સાહ પ્રવર્ધમાન છે. ઘરાકી વધે તેમ નોકરને થાક લાગે છે, ભારબોજ-કંટાળો આવે છે, કેમ કે તેને તેમાં ઉત્સાહ નથી. ઉત્સાહનું ચાલકબળ છે લાભષ્ટિ. શેઠ પાસે તે છે, નોકર પાસે તે નથી. જો સંયમજીવનમાં વૈયાવચ્ચ, ગ્લાનસેવા, ગોચરી, અધ્યયન, અધ્યાપન, વિહાર વગેરે તમામ યોગોમાં આપણને ભાર ન લાગે તો આપણે તે યોગના માલિક, ભાર લાગે તો આપણે નોકર-ગુલામ ! માલિક બનવું કે ગુલામ? તેની પારાશીશી આપણો ઉત્સાહ છે. ઉત્સાહ હોય તે સત્ત્વ ઊંચકી શકે, દેહાધ્યાસ તોડી શકે, મનને પોલાદી બનાવી શકે, શરીરની સહનશક્તિ કલ્પના બહાર વધારી શકે. આનું બેનમુન ઉદાહરણ શાલિભદ્ર છે. શાલિભદ્રજી કહે છે કે દુઃખની જોડે દોસ્તી ન કરી શકે તે આત્મકલ્યાણ ન સાધી શકે.’ દુઃખની દોસ્તી કરવાનું મુખ્ય ચાલકબળ ઉત્સાહ છે. શાલિભદ્રનું ઉદાહરણ કહે છે કે ‘સહન કરવાની શક્તિ વધારી શકાય છે.' ઉત્સાહથી શક્તિનો ઉપયોગ કરો તો શક્તિ વધે, બાકી કટાઈ જાય. ડાબા હાથ અને જમણા હાથની શક્તિ સ્વરૂપતઃ સમાન હોવા છતાં ડાબા ૩૪૪ Page #356 -------------------------------------------------------------------------- ________________ હાથનો લખવામાં ઉપયોગ જે ન કરે તેની ડાબા હાથની લેખનશક્તિ કટાઈ જાય છે. શક્તિ એક છે. શક્તિ પરિવર્તનશીલ છે. ધીરજ, ઉત્સાહ અને પ્રયત્નથી શક્તિ વધી શકે, સુધરી શકે. તપ, ત્યાગ, અભિગ્રહપાલન, લોચ, વિહાર, વૈયાવચ્ચ, ગાથા ગોખવી, રાત્રી સ્વાધ્યાય વગેરે તમામ યોગમાં આ રીતે વિચારી લેવું. સત્ત્વ કાયાના બળે નથી વધતું પણ ઉત્સાહના બળે જ મુખ્યતયા વધે છે. સાતમા ઉપવાસે ટેકો લઈને માંડ માંડ ચાલનારો અઠ્ઠાઈના પારણાના દિવસે પારણા પૂર્વે સવારે દોડતો દેખાય છે ને ! જિનાજ્ઞાના મર્મથી જેનો આત્મા ભાવિત થયો હોય તેનો સર્વક્ષેત્રીય સહન કરવાનો ઉત્સાહ વધતો જાય છે. શાસ્ત્રવચન એક પાટો છે. આપણો અનુભવ એ બીજો પાટો છે. બન્ને સમાંતર (Parallel) ચાલે તો જ સંયમ-સ્વાધ્યાય-તપની ગાડી દોડે, બાકી ઉથલી પડે. શાસ્રકારનો અભિપ્રાય અને આપણો અનુભવ આ બન્ને વચ્ચે વિસંવાદ ન જન્મે તો જ આત્મકલ્યાણ થાય. શાસ્ત્રનો બોધ અનુભવની એરણ ઉપર ઘડાય નહિ ત્યાં સુધી આધ્યાત્મિક સત્ત્વ આવે નહિ, ત્યાં સુધી ઉપસર્ગ-પરિષહો જીતાય નહિ, ત્યાં સુધી સંયમનો કે નિર્જરાનો આનંદ થાય નહિ. સંયમીને પુદ્ગલનો ટેકો હોય પણ પુદ્ગલની ગુલામી ન હોય. જેમ શેઠને પગાર ચૂકવવામાં રસ નથી પણ નોકર પાસેથી કામ લેવામાં રસ છે. તેમ સાધકને આરામ-ભોજનરૂપી પગાર ચૂકવવામાં રસ ન હોય પણ શરીર પાસેથી તપ-સ્વાધ્યાય-સંયમસાધનાનું કામ લેવામાં જ રસ હોય. આવું હોય તો જ ‘હું અને શરીર અલગ છીએ’ એવું ભેદવિજ્ઞાન થાય અને પરિષહ-ઉપસર્ગને જીતી શકાય. આવું ભેદવજ્ઞાન પચાવવાથી જ ગજસુકુમાલ મુનિ, મેતારજ મુનિ વગેરેએ કૈવલ્યલક્ષ્મીને સંપ્રાપ્ત કરી. મન તો કાયમ શરીરનો અને ઈન્દ્રિયવિષયોનો જ પક્ષપાત ૩૪૫ Page #357 -------------------------------------------------------------------------- ________________ કરે. તેવી મનની વૃત્તિનો નિગ્રહ કરીએ તો જ દેહાધ્યાસ છૂટે, તૂટે. પછી જ તાત્ત્વિક ભેદવિજ્ઞાન થાય. દેહાધ્યાસ ન છૂટે ત્યાં સુધી શાસ્ત્રાભ્યાસથી થનાર ભેદવિજ્ઞાન કેવળ શાબ્દિક હોય, હાર્દિક ન હોય. મહાકાય હાથી કરતાં તેના કાનમાં પેસનાર તુચ્છ મચ્છરની તાકાત ઘણી છે. તેમ બાહ્ય તપ-ત્યાગ-સ્વાધ્યાય-વિહાર, વગેરે ઉગ્ર આરાધના કરતાં દેહાધ્યાસની મારક તાકાત ઘણી વધુ છે. વિરાધકભાવ વગરની નાનકડી પણ આરાધના મોક્ષ અપાવી શકે. માટે તો નાગકેતુને પૂજા કરતાં કરતાં, વલ્કલચીરીને પડિલેહણ કરતાં કરતાં, ભરત ચક્રવર્તીને અન્યત્વ-અશુચિ ભાવના ઉપર ચઢતાં ચઢતાં કેવલજ્ઞાન થઈ ગયું. વિરાધકભાવ સાથેની મોટી આરાધના પણ મોક્ષ અપાવવા અસમર્થ છે. માટે જ લક્ષ્મણા સાધ્વીનો, કુલવાલક મુનિનો અને અગ્નિશર્મા તાપસનો ઉગ્ર તપ નિષ્ફળ ગયો. દેહાધ્યાસ, આશાતના, તૃષ્ણા, વૈર, માયા વગેરે દઢ વિરાધકભાવ સાથેની ઉગ્ર પણ આરાધના આત્મામાં ભોગનું આકર્ષણ ખતમ કરી ન શકે. આ વાત ઉપરના ત્રણેય દૃષ્ટાંતથી નિર્વિવાદ સિદ્ધ થાય છે. મજબૂત વિરાધકભાવ સાથેની મોટી આરાધનાથી બંધાયેલ પુણ્ય પણ જીવને સંસારમાં જ રખડપટ્ટી કરાવે છે. મમ્મણશેઠ, ગોદા માહિલ નિહ્નવ, કંડરીક મુનિ, વૈરિક તાપસ વગેરે ઉદાહરણ વિચારવાથી આ વાત સારી રીતે સમજી શકાય તેમ છે. કાયાથી ત્યાગ હોય અને મનમાં ભોગનું અદમ્ય આકર્ષણ હોય તો ભોગના જ સંસ્કાર આત્મામાં ઊભા થાય છે, સંયમના ચીકણા અંતરાય બંધાય છે. પૂર્વભવની આવી ભૂલથી જ આર્દ્રકુમાર દીક્ષા લઈને પતિત થયા, જંબુસ્વામીના જીવે શિવકુમારના ભવમાં ૧૨ વર્ષ સુધી ઉગ્ર તપ કરવા છતાં સંયમ ન મેળવ્યું, કંડરિક પણ ઘર ભેગા થયા. જ્યારે કાયા ભોગમાં હોવા છતાં મનમાં ત્યાગનું ૩૪૬ Page #358 -------------------------------------------------------------------------- ________________ હું જ તીવ્ર આકર્ષણ હોય અને ત્યાગી પ્રત્યે જ અનન્ય અહોભાવ હોય તો જીવ મોક્ષમાર્ગે આગળ ધપે રાખે છે. પુંડરિક મુનિ, શ્રેણિક મહારાજ, કૃષ્ણ મહારાજ વગેરે આના દૃષ્ટાંત છે. આવું કહીને મનમાં સારા ભાવ રાખીને કાયાને ભોગસુખના કાદવથી ખરડવાની વાત આદરણીય છે- એમ નથી બતાવવું. પરંતુ સંયમજીવન લીધા પછી ભોગનું આકર્ષણ જન્મે તો સંયમસાધના પ્રાયઃ નિષ્ફળ જતી હોવાથી (૧) તપ કરનારે પારણાનું આકર્ષણ છોડવું, (૨) સ્વાધ્યાય-વ્યાખ્યાન કરનારે પ્રસિદ્ધિનું આકર્ષણ હટાવવું. (૩) બ્રહ્મચારીએ વિજાતીયનું આકર્ષણ તોડવું, (૪) લોચ-વિહાર વગેરે કાયકષ્ટ સહન કરનારે દેહાધ્યાસને ખસેડવા પ્રયત્નશીલ રહેવું, (૫) ગુણાનુવાદ કરનારે નિંદાથી દૂર રહેવું, (૬) સંયમીએ સંસારીનું અને સાંસારિક પ્રવૃત્તિનું આકર્ષણ કાઢવું, (૭) પ્રતિક્રમણ કરનારે આત્મા ઉપર દોષોનું આક્રમણ કરવાનું આકર્ષણ રવાના ક૨વું. આ બાબત ઉપર ધ્યાન આપવાનું અહીં અભિપ્રેત છે. બાકી પેંડો ખાધા પછી મીઠી પણ ચા ફિક્કી લાગે તેમ ભોગના આકર્ષણ પછી સરસ પણ આરાધના નીરસ-વિરસ લાગે. ભોગનું, જડનું આકર્ષણ ખલાસ થાય પછી સંયમમાં મીઠાશની અનુભૂતિ સરળ છે. બાકી અઘરી છે. જડને જાણ્યા પછી એનું આકર્ષણ જન્મે એવી શક્યતા હોય તો તેને જાણવા જ નહિ. જડનું આકર્ષણ જડના સદુપયોગમાં બાધક જ બને છે. જેમ કે રજોહરણ આદિ ઉપકરણનું આકર્ષણ-મૂછ હોય તો ઉપકરણ મેલું ન થાય માટે પૂજવા-પ્રમાજવા વગેરેમાં ઉત્સાહ ન જાગે. માટે ઉપકરણની મૂછ પણ હટાવવી. જડમાત્રનું આકર્ષણ મટે પછી જ આત્માનું તાત્ત્વિક આકર્ષણ જાગેજામે-ફાવે. ૩૪૭, Page #359 -------------------------------------------------------------------------- ________________ બાધક-સાધક-શોધક તત્ત્વને તપાસીએ સંયમજીવનમાં તે જ દિવસો આપણો સંયમપર્યાય વધારી શકે કે જે દિવસોમાં આપણે દર્શન, જ્ઞાન, ચારિત્રના પર્યાયની વૃદ્ધિ કરી હોય. રત્નત્રયના પર્યાયને ન વધારીએ કે ન શુદ્ધ કરીએ તો તે તમામ દિવસો વાંઝીયા કહેવાય. વર્ષોથી પ્રતિષ્ઠિત નામના મેળવેલી પેઢી મેઈન બજારમાં મોકાના સ્થળે હોય, દુકાનમાં કિંમતી માલ પણ હાજર હોય, તેજીનો સમય હોય, ઘરાકની લાઈન લાંબી હોય તેવા સમયે દુકાનનું શટર પાડીને, અંદરથી બંધ કરીને ઊંઘી જનાર વેપારીના દિવસો વાંઝીયા ગણાય. તેમ સદ્ગુરુ, સંયમ, સહાયક, સહવર્તી, સ્વસ્થ શરીર, સાનુકૂળ સંયોગ, સુંદર વાતાવરણ, સંયમી સમુદાય, સાધનાનો સમય આટલું બધું મળ્યા પછી પણ આપણે પ્રમાદના લીધે દર્શન-જ્ઞાન-ચારિત્રના પર્યાય ન વધારીએ તો આપણા દિવસ પણ વાંઝીયા જ ગણાય. આવું ન બને તે માટે રત્નત્રયના બાધક-સાધક અને શોધક તત્ત્વને પીછાણીને આધ્યાત્મિક સમૃદ્ધિ મેળવવા પ્રયત્નશીલ બનવું જ રહ્યું. (૧) સંયમીની નિંદા, ગુરુની આશાતના, વિજાતીય આકર્ષણ, ખાવાની લાલસા, ઉપકરણમૂર્છા, સંઘર્ષવૃત્તિ, પ્રસિદ્ધિની ભૂખ આ બધા ચારિત્રના બાધક તત્ત્વ છે. (૨) ચારિત્રના સાધક તત્ત્વ તરીકે ગુરુ સમપર્ણભાવ, સંયમીની સેવા, શક્તિ છુપાવ્યા વિના તપ-ત્યાગ, અપ્રમત્તતા, વિધિ-યતનાનો ખપ, અષ્ટપ્રવચનમાતાનું પાલન આ બધા ગણી શકાય. (૩) ચારિત્રના શોધક તત્ત્વ તરીકે આલોચના, જાત પ્રત્યે કઠોરતા, જડ પદાર્થ પ્રત્યે ઉદાસીનતા, સમુદાય વગેરેના ભેદભાવ વગર તમામ સાધુ પ્રત્યે અહોભાવ, આત્મનિરીક્ષણ, મુમુક્ષુપણાના ઉત્તમ અરમાનોને જીવંત રાખવાની કાયમી તૈયારી... વગેરે નોંધવા લાયક છે. ૩૪૮ Page #360 -------------------------------------------------------------------------- ________________ (૪) છાપા-પૂર્તિ-સાપ્તાહિક-મેગેઝીન વગેરેનું વાંચન, ગપ્પાવિકથા-પારકી પંચાતની કુટેવ, વધુ પડતી ઊંઘ, બેજવાબદાર માનસ, જ્ઞાનોપકરણની આશાતના, બહિર્મુખવૃત્તિ, જ્ઞાનીની ઈર્ષ્યા-નિંદા, પ્રોજેકટ-ફંકશન-પ્રોગ્રામપરસ્તતા... આ બધા સભ્યજ્ઞાનના બાધક તત્ત્વો છે. (૫) જ્ઞાનીની ભક્તિ, ભણનાર પ્રત્યે સહાયકભાવ, જ્ઞાનભંડારની ભક્તિ, રાત્રિસ્વાધ્યાય, અર્થના ઉપયોગસહિત ગોખવાની ધગશ, વિનય, અધ્યાપનમાં ઉત્સાહ વગેરેને સમ્યજ્ઞાનના સાધકતત્ત્વ ગણી શકાય. (૬) સમ્યજ્ઞાનના શોધક તત્ત્વ તરીકે વિવેકદૃષ્ટિ, તત્ત્વચિંતન, વેધકદૃષ્ટિ, જિનાગમ પ્રત્યે અહોભાવ, ગુણાનુરાગ, આગમના ઐદંપર્યાર્થોને-પરમાર્થોને પચાવવાની તીવ્ર તાલાવેલી, જિનાજ્ઞાવિરુદ્ધ એક પણ વિચારસરણી ઊભી ન થાય તેની સાવધાની... આ બધાનો સમાવેશ જ્ઞાનના શોધકતત્ત્વમાં થાય. (૭) સમ્યગ્દર્શનના બાધક તત્ત્વ તરીકે સંયમી પ્રત્યે અણગમો, સંયમી અસ્થિર બને કે લોકો ઉદ્વિગ્ન બને તેવી પ્રવૃત્તિ, શક્તિ હોવા છતાં સંયમીની પ્રેરણા અમલમાં ન મૂકવી, સંયમીની ઈર્ષ્યાઅદેખાઈ, લોકો બોધિદુર્લભ થાય તેવી પ્રવૃત્તિ વગેરે સમજવા. (૮) સમ્યગ્દર્શનના સાધક તત્ત્વરૂપે પ્રભુભક્તિ, સંયમીની ભક્તિ, ગ્લાનસેવા, સ્તુતિ-સ્તવન-થોય વગેરેમાં તન્મયતા, તીર્થસ્થળ વગેરેમાં ભગવદ્ભક્તિને પ્રધાન બનાવવાની તૈયારી, નમસ્કાર મહામંત્ર વગેરેના જાપમાં લીનતા વગેરે ઓળખી શકાય. (૯) સમ્યગ્દર્શનના શોધક તત્ત્વની યાદીમાં જીવો પ્રત્યેની કોમળ પરિણતિ, કરુણાભાવના, જીવંત સ્યાદ્વાદવૃત્તિ, સંયમીની ઉપબૃહણા-અનુમોદના-વાત્સલ્ય, સંયમી પ્રત્યે અહોભાવ, સંયમીની પ્રેરણા ઝીલવી અને યોગ્ય પ્રેરણા કરવી- આ બધા ગણી શકાય. રત્નત્રયીના બાધક તત્ત્વોને છોડી, સાધકતત્ત્વોને શક્તિ મુજબ જીવનમાં લાવી, શોધક તત્ત્વોને આત્મસાત્ કરીએ તો પ્રતિદિન નૈૠયિક સંયમપર્યાય વધે અને એક વર્ષ પછી અનુત્તરવાસી દેવોની તેજોલેશ્યાને ઓળંગવાનું અહોભાગ્ય-સૌભાગ્ય-સદ્ભાગ્ય પ્રગટ થાય. ૩૪૯ Page #361 -------------------------------------------------------------------------- ________________ પોક્ષને પ્રત્યક્ષ કરવાની કળા. પરોક્ષ એવા મોક્ષને પ્રત્યક્ષ સ્વરૂપે અનુભવે તે સાચા સંયમીઆ મુદ્દા ઉપર આજે આપણે વિચારણા કરશું. ત્રણ પરિબળ ભેગા થાય તો આ ભૂમિકાએ પહોંચી શકાય. સૌપ્રથમ વ્યાવહારિક ઉદાહરણથી આ બાબતને સમજીએ. સ્વીટ્ઝર્લેન્ડ ફરવા જવા માટેની આવતીકાલની પ્લેનની ટીકીટ, પાસપોર્ટ, વિઝા, પૂરતી સંપત્તિ વગેરે જેની પાસે આજે આવી ગયેલ હોય તે શ્રીમંત યુવાન માટે સ્વીટ્ઝર્લેન્ડ હકીકતમાં પરોક્ષ હોવા છતાં જાણે સ્વીટ્ઝર્લેન્ડ સાક્ષાત્ દેખાતું હોય તેમ તેના હાવભાવ-દેખાવ-દેદાર કેવા બદલી જાય છે ? કેવા કલ્પનાના સાગરે તે હિલોળે ચઢે છે ? “ત્યાં જઈને હું આમ કરીશ, તેમ કરીશ' વગેરે સ્વપ્નો પણ શરૂ થઈ જાય છે. જાણે કે સ્વીટ્ઝર્લેન્ડમાં પહોંચી જ ન ગયો હોય ! અહીં તે શ્રીમંત યુવાનને (૧). સ્વીટ્ઝર્લેન્ડ પ્રત્યેનું ગજબનાક આકર્ષણ, (૨) પ્લેનની ટીકીટપાસપોર્ટ વગેરેમાં ત્યાં પહોંચાડવાના સામર્થ્યની દઢ શ્રદ્ધા અને (૩) ટીકીટ-પાસપોર્ટ-વિઝા વગેરે સાચવવાની પૂરતી સાવધાનીઆ ત્રણ પરિબળ મજબૂત હોવાથી પરોક્ષ એવા સ્વીટ્ઝર્લેન્ડનો જાણે પ્રત્યક્ષરૂપે જ તે અનુભવ કરે છે. બરાબર આ જ રીતે (૧) વિષય-કષાય-હાસ્ય-રતિ-અરતિસુખશીલતા વગેરે તમામ દોષોથી રહિત એવા મોક્ષનું અદમ્ય આકર્ષણ, (૨) મળેલ સંયમજીવનમાં મોક્ષ સુધી પહોંચાડવાના સામર્થ્યની ઝળહળતી શ્રદ્ધા અને (૩) સંયમને દઢપણે સાચવવાની પાકી અને પ્રામાણિક સાવધાની- આ ત્રણ પરિબળ મજબૂત હોય તેને મોક્ષ પરોક્ષ હોવા છતાં જાણે અહીં જ પ્રત્યક્ષ અનુભવાય છે. ત્રણમાંથી એકમાં પણ ગરબડ હોય તે આવી અનુભૂતિ કરી ન શકે. ૩૫o Page #362 -------------------------------------------------------------------------- ________________ (૧) મોક્ષનું આકર્ષણ છે કે નહિ? એની પારાશીશી એ છે કે મોક્ષમાં જે નબળી ચીજ ન હોય તેનું અહીં લેશ પણ આકર્ષણ તો ના હોય પણ તેમાં ત્રાસની અનુભૂતિ થતી હોય. કષાય-વાસનાલાલસા-તૃષ્ણા-પ્રમાદ-પ્રસિદ્ધિ-સુખશીલતા વગેરે એક પણ નબળી ચીજ મોક્ષમાં નથી. તે એકનું પણ અહીં આકર્ષણ ન હોય, તેના ઉદયમાં ત્રાસની લાગણી થાય, તેને જીતેલા હોય તો મોક્ષની તાલાવેલી તાત્ત્વિક સમજવી. (૨) દેવ-ગુરુની કૃપાથી સંપ્રાપ્ત થયેલ સંયમમાં મોક્ષ સુધી પહોંચાડવાની પ્રબળ શ્રદ્ધા હોય તે સંયમના આચારમાં બેદરકાર ન હોય, સુખશીલ ન હોય, પરાવલંબી ન હોય, આળસુ ન હોય, નિર્દોષ સંયમચર્યાના ભોગે જીભની લાલસા ન પોષે, પુણ્યોદયને ન ઝંખે, ઉપસર્ગ-પરિષહ-પ્રતિકૂળતામાં ય ખિન્ન ન હોય. (૩) સંયમને સાચવવાની સાવધાની હોય તે ગોલમાલ-ઘાલમેલ ન કરે, ભગતોની આશામાં આચારને વેગળા ન મૂકે, નાનીનાની બાબતમાં અતિચાર ન લગાડે. સંયમસાધનાની વિશુદ્ધિના બળે તેવા સંયમીને મોક્ષ નજરની સામે તરવરવા માંડે; હાથવેંતમાં લાગે, નિકટના કાળમાં સુનિશ્ચિત લાગે અને અહીં જ મોક્ષના સુખની અનુભૂતિ થવા લાગે. આવા જ કોઈક આશયથી પ્રશમરતિમાં ઉમાસ્વાતિજી મહારાજે નિક્કિતમામ નાનાં, મનોવાવટાવિટાદિતાનાં વિનિવૃત્તપરાશાનદૈવ મોક્ષ સુવિદિતાનામ્ ! આવું જણાવેલ છે. પરોક્ષ ચીજનું પ્રત્યક્ષ ભાન કાં ભ્રમથી થાય કાં તીવ્ર સંવેદનાથી થાય. સિનેમાના શ્વેત પડદા ઉપર હિરો-હિરોઈન હાજર ન હોવા છતાં તેનો પ્રત્યક્ષ અનુભવ થાય છે, તે ભ્રમને-નજરદોષને આભારી છે. રેલ્વેના બે પાટા દૂરથી ભેગા થતા લાગે, રણપ્રદેશમાં પાણીનો સાક્ષાત્કાર થાય, સાંજે અંધારામાં દોરડામાં સાપના દર્શન થાય. આ બધા ભ્રમના પરિણામ છે. . ૩૫૧ Page #363 -------------------------------------------------------------------------- ________________ જ્યારે ભક્તને પ્રતિમામાં ભગવાનનો સાક્ષાત્કાર થાય, શિષ્યને પોતાના સદ્દગુરુદેવમાં ગૌતમસ્વામીના દર્શન થાય, સાધ્વીજીને પોતાના ગુરુણીમાં સા. ચંદનબાલાજીના દર્શન થાય, શ્રાવકને એક સુસાધુમાં અઢી દ્વીપના તમામ સંયમીના દર્શન થાય. આ બધું સંવેદનની તીવ્રતાને આભારી છે. પરોક્ષ એવા મોક્ષનો પ્રત્યક્ષ અનુભવ કરવા માટે આવી સંવેદનની તીવ્રતા અનિવાર્ય છે. શુદ્ધિનો પ્રેમ, દોષનો અણગમો, સદાચારની રુચિ, સદૂગુણવૈભવપ્રાપ્તિ માટેનો અંતરંગ પુરુષાર્થ, ગુણીબહુમાન... આ બધા પરિબળો ભેગા થાય એટલે મોક્ષનું આકર્ષણ પ્રબળ બને. મોક્ષનું આવું આકર્ષણ, સંયમમાં - મોક્ષપ્રાપકતાની શ્રદ્ધા અને સંયમની સદા સર્વત્ર સાચવણી- આ ત્રણ તત્ત્વનો ત્રિવેણીસંગમ થાય એટલે મોક્ષ પ્રત્યેના સંવેદનમાં તીવ્રતા આવતી જાય. આ તીવ્રતા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે પરોક્ષ એવો મોક્ષ પણ પ્રત્યક્ષ અનુભવાય. ભોગસુખના ભોગવટા પછી ભોગસામગ્રી વગર પણ સંસારના રસિયા જીવો કાલ્પનિક આનંદને અનુભવે જ છે એમ આપણે “મારો બે-ચાર ભવમાં જ મોક્ષ થવાનો છે” આવો કાલ્પનિક આનંદ આરાધના પૂર્વે ઊભો કરીએ તો આરાધનામાં ભાવ પ્રાણ પૂરાય, યોગ બળવાન બને, દીર્ઘજીવી બને, કલ્યાણકારી બને, સુસંસ્કારજનક બને. તેનાથી પણ દોષખેંચાણ ઘસાય, ગુણનું આકર્ષણ જાગે, આરાધનાનો ઉત્સાહ પ્રગટે, મોક્ષરૂચિ તીવ્ર બને અને ઉપરની ભૂમિકાએ પહોંચી શકાય. ટૂંકમાં ભાવના સક્રિયપણે ઘૂંટાય તો સંવેદના જાગે અને સંવેદનાની પરાકાષ્ઠાએ સ્વાનુભવ થવાથી પરોક્ષ એવા મોક્ષનો સાક્ષાત્કાર થાય. આમાં જ સંયમજીવનની સફળતા છે. લખી રાખો ડાયરીમાં...) આત્મજાગરણ જેવી કોઈ આરાધના નથી. આત્મવિસ્મરણ જેવી કોઈ વિરાધના નથી. ઉપર Page #364 -------------------------------------------------------------------------- ________________ ઉપાર્જન નહિ પણ પ્રગટીકરણ. સંસારીને ઉપાર્જનમાં રસ હોય અને સંયમીને પ્રગટીકરણમાં રુચિ હોય- આ બાબતને આજે શાંતિથી વિચારીએ. ધનોપાર્જન, પુત્રોપાર્જન, કીર્તિઉપાર્જન, સ્થાનોપાર્જન, માનોપાર્જન વગેરેની પાછળ ગૃહસ્થ પુરુષાર્થ કરે. સંયમીને તો આત્માની શુદ્ધિ, ગુણસમૃદ્ધિ અને આત્મરમણતાના પ્રકટીકરણમાં રસ હોય. નમ્રતા, સરળતા, નિર્દોષતા, નિખાલસતા, નિરભિમાનિતા, નિર્દભિતા, નિર્વિકારિતા વગેરે ગુણોના પ્રકટીકરણને જ કેન્દ્રસ્થાને ગોઠવીને સંયમી ઉદ્યમ કરે. પોતાનું ન હોય તેને પેદા કરવું તે ઉપાર્જન. પોતાનું જ જે છે, પણ અપ્રગટ છે, તેની ખીલવણી કરવી તે પ્રકટીકરણ. નિરર્થક ચીજનો વધારો = ઉપાર્જન. નિરર્થકનું નિવારણ = પ્રગટીકરણ. પત્થરના નકામા-નિરર્થક ભાગો દૂર થતાં તેમાં સુંદર, આકર્ષક આકૃતિ-પ્રતિકૃતિ પ્રગટ થાય છે તેમ નિરર્થક દોષો દૂર થતાં જ સાર્થક સદ્ગણો સ્વયં પ્રગટે છે. પરંતુ નિરર્થકને છોડવાની તૈયારી ન હોય તેના જીવનમાં સાર્થકનું પ્રગટીકરણ અશક્ય છે. ઉપાર્જનમાં ફલેશ-અંકલેશ, વિરાધના, દોષસેવન વગેરે ઘણું ઘણું વળગણ છે. જ્યારે પ્રકટીકરણમાં નિસ્તરંગ મસ્તી છે. ઉપાર્જનમાં અતૃપ્ત રીતે ભટકવાનું-રખડવાનું-આથડવાનું છે. પ્રકટીકરણમાં પરમ વિશ્રાન્તિતૃપ્તિ છે. પરંતુ સંયમજીવનમાં પણ પ્રકટીકરણના બદલે ઉપાર્જન જ જ્યારે લક્ષ્યસ્થાને પ્રતિષ્ઠિત થાય છે ત્યારે ઘણી મુશ્કેલી સર્જાય છે. શિષ્યોપાર્જન, કીર્તિઉપાર્જન, ટ્રસ્ટ ઉપાર્જન, અભિનવતીર્થ નિર્માણ વગેરે બાબતો સંયમજીવનમાં મુખ્ય બની જાય તો સંકલેશ, ટેન્શન, આવેશ, આવેગ, આક્રોશ, ગૃહસ્થગુલામી, પરનિંદા, અકળામણ, અજંપો વગેરે દોષો કબજો જમાવ્યા વિના ન રહે. -૩૫૩ ૩૫૩ Page #365 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનોપાર્જન પણ સ્પર્ધા, ઈર્ષ્યા, દેખાદેખી, સ્વપ્રશંસા, પ્રસિદ્ધિ, સુખશીલતા, પ્રમાદ વગેરે દોષોને જન્માવે તો નુકસાનકારક બનવાની સંભાવના નકારી ના શકાય. ગોખણપટ્ટી, ગાડરીયાવૃત્તિ, અનુપયોગ, ગ્લાનસેવાઅરુચિ વગેરેથી પ્રેરિત સ્વાધ્યાયપ્રવૃત્તિ પોતાની જાતે જ્ઞાનોપાર્જનની ભૂમિકાએ ગોઠવાઈ જાય. તે આધ્યાત્મિક લાભ આપે તેવી શક્યતા પણ ઓછી છે. વાસ્તવમાં તો જ્ઞાનનું પણ પ્રગટીકરણ કરવાનું જ લક્ષ્ય જોઈએ. આત્મસ્વરૂપને અનુભવવાની તાલાવેલી, જિનોક્ત તારક તત્ત્વની જિજ્ઞાસા, વિનય, મારક તત્ત્વથી દૂર રહેવાની સાવધાની, જ્ઞાની પ્રત્યે અહોભાવ વગેરે પાવન પરિબળો પાયામાં ભળે તો જ વાચના-પૃચ્છના-પરાવર્તના વગેરે સ્વાધ્યાયપ્રવૃત્તિને જ્ઞાનપ્રગટીકરણની કક્ષામાં ગોઠવી શકાય. માનાકાંક્ષા, મહત્ત્વાકાંક્ષા, ઈર્ષ્યા, ખાનાર પ્રત્યે દ્વેષ, સ્વાધ્યાયનો કંટાળો વગેરે ચાલક બળના જોરથી થતી તપપ્રવૃત્તિને ઉપાર્જનની હરોળમાં મૂકી શકાય. આહાર પ્રત્યે અનાસક્તિ, નમ્રતા, સ્વાધ્યાય, માન-સન્માનની નિસ્પૃહતા, અણાહારીપદ પ્રાપ્તિની ઝંખના, આજ્ઞાપાલન પરિણામ, આત્મસ્વરૂપનું અનુસંધાન, અપ્રમત્તતા વગેરે ચાલકબળથી પ્રેરિત તપોયોગને પ્રગટીકરણની કક્ષામાં પ્રતિષ્ઠિત કરી શકાય. આ રીતે તમામ આરાધનામાં સમજી લેવું. વાસ્તવમાં આપણે કશું ઉપાર્જન કરવા દીક્ષા લીધી નથી. શિષ્ય, માન-સન્માન, પદવી, પ્રસિદ્ધિ, આદર, કદર, ટ્રસ્ટ, ભંડોળ, ફંડ-ફાળા વગેરેનું ઉપાર્જન મોક્ષમાર્ગે આગળ વધવામાં બાધક બની ન જાય તેની તકેદારી પર્યાય વધવાની સાથે ખાસ ગંભીરતાથી કેળવવા જેવી છે. ગુણમય આત્મસ્વરૂપના પ્રકટીકરણમાં સર્વત્ર સર્વદા સર્વથા મસ્ત રહેવામાં આવે તો જ શ્રીભગવતીસૂત્રમાં નિર્દિષ્ટ અનુત્તરવાસી દેવની તેજોલેશ્યાનું અતિક્રમણ આપણા માટે અનુભવગમ્ય બની શકે. દીક્ષા લેતી વખતે જો પ્રકટીકરણનું જ લક્ષ્ય હોય તો દીક્ષા પછી ઉપાર્જનનું લક્ષ્ય શા માટે રાખવું? શું આ જાત ૩૫૪| Page #366 -------------------------------------------------------------------------- ________________ સાથે છેતરપિંડી ન ગણાય ? ટેમ્પરરી મેળવીને પરમેનન્ટને છોડવાની મૂર્ખાઈ ન કરવાનો આપણા દ્વારા ગૃહસ્થને અપાતો ઉપદેશ શું આપણે જ અમલમાં નહિ મૂકીએ ? આટલા લાચાર, પરવશ અને અસમર્થ બની જઈએ તે સંયમીને કઈ રીતે શોભે ? એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે પ્રગટીકરણની દુનિયામાં અંતરંગ પ્રવેશ કર્યા પછી જ સહજ ભાવે થતું શિષ્યાદિઉપાર્જન સ્વ-પર માટે કલ્યાણકારી બની શકે. બાકી ખેંચાણ, ખેંચતાણ, તણાવ, ઉગ્રતા, સ્પૃહા વગેરેના વમળમાં ખેંચી જવાનું દુર્ભાગ્ય દૂર ન રહે. ઉપાર્જન પરાધીન છે, પુણ્યાધીન છે, સંયોગાધીન છે, વિનશ્વર છે, સોપાધિક છે. જ્યારે પ્રકટીકરણ તો સ્વાધીન છે, અવિનાશી છે, નિરુપાવિક છે. આ વાત હૃદયસ્પર્શી રીતે જચે પછી આધ્યાત્મિક જગતમાં એકાંતે કલ્યાણ છે. પ્રભાવક બનવા કદાચ ઉપાર્જનની દુનિયામાં પ્રવેશ કરવો જરૂરી હોઈ શકે. પરંતુ આરાધક બનવા પ્રકટીકરણની દુનિયામાં પ્રવેશ કર્યા વિના છૂટકો જ નથી. પ્રભાવક બન્યા વિના અનંતા જીવો મોક્ષે ગયા છે. આરાધક બન્યા વિના એક પણ જીવ મોક્ષે ગયો નથી. અને આપણે મોક્ષે જવા દીક્ષા લીધી છે. આ વાત કદાપિ (દીર્ઘ સંયમપર્યાય પછી પણ) ભૂલાવી ન જોઈએ. આરાધક બનવા ગુણોના પ્રગટીકરણમાં લાગી જવું કે પ્રભાવક બનવા પુણ્યના ઉપાર્જનમાં દોડવું? તેનો આખરી નિર્ણય તો આપણે પોતે જ કરવાનો છે. આરાધક મર્યા વિના પ્રભાવક બનીને શાસનસંઘ-સદ્ગુરુના ઋણમાંથી કાંઈક મુક્તિ મળતી હોય તો તે બિલકુલ ખોટું નથી. પરંતુ જાતને ભૂંસીને, વિરાધક બનીને પરોપકાર કરવાનું તો તારક તીર્થકર ભગવંતને માન્ય નથી જ. માટે જ અંધકસૂરિને ૫૦૦ શિષ્યો લઈને સંસારી બેન-બનેવીને પ્રતિબોધ કરવા જવાની સંમતિ શ્રી મુનિસુવ્રતસ્વામીએ ન આપી ને ? - - ૩૫૫ ૩૫૫ Page #367 -------------------------------------------------------------------------- ________________ શાસનરક્ષાની ચટાકેદાર વાતો, પશ્ચિમના આક્રમણમાંથી છૂટવાની ભપકાદાર રજૂઆત વગેરે કરીને પોતાની પ્રેસ્ટીજ-ઈમેજ-ગુડવિલને જ જોરદાર કરવાનો ઈરાદો જોર કરતો નથી ને? આની તપાસ કરવામાં ન આવે તો શુભ અનુબંધ કઈ રીતે પડે ? પરંતુ આજે જ્યારે સાધનનો જ યુગ સ્ફુટનિક ગતિએ પુરજોશમાં આગળ દોડે છે અને સાધનાનો યુગ ગોકળગાયની ગતિએ ચાલે છે તેવા આ કપરા કલિકાલમાં ઉપરની વાતો વિચારવાની ફુરસદ પણ કોને હશે ? પણ ઠરેલ મનથી જે આરાધક આના મનન-સ્વીકાર-અમલની ભૂમિકાએ પહોંચશે તેના માટે આત્મકલ્યાણ દૂર નહિ હોય. યા એવા જ આત્માર્થી સંયમીના સૂક્ષ્મબળથી સાનુબંધ પરોપકાર સહજભાવે, જગત ન જાણે તેમ, થયે રાખશે -આ વાત સુનિશ્ચિત છે. લખી રાખો ડાયરીમાં... એક દૃષ્ટિએ સ્ત્રી હાડકાનો માળો, માંસની કોથળી, રાખનો ઢગલો, અશુચિનું ઘર, નરકની દીવડી છે. બીજી દૃષ્ટિએ માતા, બહેન, તીર્થંકરજનની, રત્નકુક્ષિ, સાધર્મિક, મહાસતી, સિદ્ધસ્વરૂપ છે. આ જાણીને સ્ત્રી પ્રત્યે ધિક્કાર કરવો કે લાગણી રાખવી? ના.. ના... સ્ત્રી તરફ મધ્યસ્થતા જ બરાબર છે. સર્પના મુખમાં અમૃતનો વાસ હોતો નથી. સંસારમાં પરિપૂર્ણ શુદ્ધ ધર્મનો વાસ હોતો નથી. • ગુરુનું અનુશાસન જેને કટકટ અને ટકટક લાગે તેણે પરમાધામીની કટાકટ અને ખચાખચ સહન કરવા તૈયાર રહેવું. ૩૫૬ Page #368 -------------------------------------------------------------------------- ________________ #કણપ્રાિનો લક્ષ્યાર્થ એક વાત ગંભીરતાથી સમજી લેવા જેવી છે કે જે દોષના સેવનનો અવસર-તક મળે કે તરત જ, ખચકાટ વગર, દેખાદેખીથી, આવશ્યકતા વિના દોષસેવન કરીએ તો તેવા સંયોગ ન મળવાથી આપણે જે દોષનું સેવન નથી કરતા તેની જ્ઞાનીની દૃષ્ટિએ બહુ કિંમત નથી. પરણેલો કામી ગૃહસ્થ રાતની મુસાફરીમાં પત્નીની ગેરહાજરીમાં બ્રહ્મચર્ય પાળે તેની કિંમત પારમાર્થિક દૃષ્ટિએ કેટલી હોઈ શકે ? ઈમ્પોર્ટેડ સાધનો, મેવા, મીઠાઈ, ફુટ, ફરસાણ, અતિકિંમતિ લેટરપેડ-પેન-વસ્ત્ર-પાત્ર-પાકીટ આદિ ઉપકરણ વહોરાવનાર કોઈ ન મળે એટલે તેના વિના ચલાવીએ અને ભક્ત મળે કે હોંશેહોંશે લાભ આપીએ તો પરાધીનપણે કરેલા ત્યાગનું બહુ મૂલ્યાંકન આપણા જીવનમાં આંકવાની ભૂલ ન કરવી. આપણા સહવર્તી એકાસણા-આંબેલ કરતા બંધ થાય, માણસને ઉપધિ ઊંચકવા આપે, પગના મોજાનો ઉપયોગ કરે, રાત્રિ સ્વાધ્યાય ન કરે, “છાપા-પૂર્તિ વાંચે, “મુખવાસ આદિ વાપરે, અવારનવાર કાપ કાઢે, ભક્તોની વચ્ચે ઘેરાયેલા રહે, પ્રશંસા-પ્રસિદ્ધિના ઝેરી વમળમાં ફસાય, વિજાતીય પરિચયમાં ખેંચી જાય, "પ્રોજેકટપ્લાન ઊભા કરે, “અધ્યયન-અધ્યાપનને અભરાઈએ ચડાવે, સાંજે વિહારમાં વધેલ પાણીથી હાથ-પગ-મોઢું ધુવે, દોષિત અભ્યાહત ગોચરીનો લાભ આપે એ બધું જોઈને વિના કારણે, માત્ર દેખાદેખીથી કે સ્પર્ધાથી આપણે પણ તેના જેવા બની જઈએ તો કમ્મપયડી-પંચસંગ્રહ વગેરેમાં બતાવેલ સંક્રમકરણની પ્રક્રિયા એમ કહે છે કે પૂર્વે એ દોષનું સેવન ન કરવાથી બાંધેલ પુણ્ય વર્તમાન કાળે પાપકર્મમાં ઝડપથી રૂપાંતર થવા માંડે છે. કારણ કે પૂર્વે સપ્રવૃત્તિ હોવા છતાં અંદરમાં આપણે અસવૃત્તિને પકડેલી જ હતી. પૂર્વે એ અપ્રગટ હતી. પાછળથી પ્રગટ થઈ. ચાર વર્ષની -૩૫૭ Page #369 -------------------------------------------------------------------------- ________________ નિર્વિકારી જણાતી બાળકીમાં જ ૨૪ વર્ષની ઉંમરે વાસનાના તોફાન દૃષ્ટિગોચર થાય છે ને! માટે અપ્રગટ દોષથી નિર્ભય ન બનવું. આ કેવી દરિદ્રતા છે કે વર્ષો સુધી સ્વેચ્છાથી કરેલા તપત્યાગ-સ્વાધ્યાય વગેરેથી બંધાયેલ પુણ્ય પણ, પાછળથી આપણે દોષગ્રસ્ત બનીએ તો, પાપમાં ફેરવાઈ જાય અને તેના ઉદયમાં કટુ ફળ ભોગવવા પડે. આનાથી ચઢિયાતી અત્યંત કરુણ ઘટના સંયમજીવનમાં કઈ હોઈ શકે? આશ્ચર્યની વાત તો એ છે કે કમ્મપયડી વગેરે ભણનારા-જાણનારા-કંઠસ્થ કરનારા પણ આ દયાજનક પરિસ્થિતનો શિકાર બની જાય છે આ એક જાતનું મોહરાજાનું જ પ્રબળ સામ્રાજ્ય સમજવું ને ! દેખવા છતાં આંધળા! સાંભળવા છતાં ય બહેરા ! - હૃદયમાં દોષની તીવ્ર રુચિ ઊભી રાખીને પરાધીનપણે લાચારીથી કે દેખાદેખીથી બાહ્ય આરાધના કરીએ કે છાપ સારી રાખવા વિરાધના છોડીએ એ વખતે અનુબંધ મલિન જ બંધાય એ તો બધા સમજી-સ્વીકારી શકે. પરંતુ પ્રસન્નતાપૂર્વક, સામે ચાલીને, ખુમારીથી વર્ષો સુધી આરાધના કરવા છતાં પાછળથી મલિન પુણ્યના ઉદયકાળમાં દોષરુચિ જાગૃત થતાં શિથિલ બનીએ તો પૂર્વબદ્ધ પુણ્ય પણ પાપરૂપે ફેરવાઈ જાય અને સાધકને ખીણમાં ય ફેંકી દે- એ તો કમકમાટી ઉપજાવે તેવી હકીકત છે ને ! મર્દાનગીથી, રુચિપૂર્વક દાયકાઓ, સેંકડો ને કરોડો વર્ષો સુધી ઊગ્ર તપ કરનાર કુલવાલકમુનિ, કંડરિક મુનિ, અગ્નિશર્મા તાપસ વગેરેનો ઈતિહાસ આપણી સામે જ છે ને ? આ માટે જ શ્રીવીરપ્રભુ ‘સમયં ગોયમ! મા પમાયએ'ની શરણાઈ અવારનવાર વગાડતા હશે ને ! વળી, બીજી વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે કલુષિત વિચારનો વિષય નાનો હોય એટલે પાપ નાનું લાગે અને વિષય મોટો હોય તો પાપ ઘણું લાગે - એવો કોઈ નિયમ નિશ્ચયનયને માન્ય નથી. કલુષિત વિચારધારાની તરતમતાના આધારે પાપ ૩૫૮ Page #370 -------------------------------------------------------------------------- ________________ બંધાય છે. તથા ક્લિષ્ટ વિચારની ઉગ્રતા વધતાં માનસિક રીતે પાપનો વિષય વધી જ જાય છે, ભલે ને વ્યવહારથી બાહ્ય દૃષ્ટિએ પાપનો વિષય નાનો રહે. કર્મબંધ તો કાયિક કે વાચિક યોગ મુજબ નહિ પણ હૃદયના ભાવ મુજબ જ થાય છે એમ ઉપાધ્યાયજી મહારાજે ભાષારહસ્યગ્રંથમાં અત્યંત સ્પષ્ટ પણે જણાવેલ જ છે. તંદુલિયા માછલાનું ઉદાહરણ આપણે જાણીએ જ છીએ ને ! ‘આપણી કલુષિત વૃત્તિ-પ્રવૃત્તિનો વિષય નાનો-અલ્પ છે એટલે વાંધો નહિ' આવી ગેરસમજ વહેલી તકે કાઢી નાંખવા જેવી છે. એક સંયમીની આશાતનામાં અઢી દ્વીપના તમામ સંયમીની આશાતનાનું પાપ લાગે છે. એક ગુરુની નિંદા-હીલનામાં ત્રણેય કાળના તમામ ગુરુદેવોની નિંદા-હીલનાનું ચીકણું પાપ બંધાય છે. વ્યવહારમાં સાધુ-સાધ્વી તરીકે આપણી છાપ ઊભી રહી શકે તે રીતે જેટલી હદ સુધી શિથિલતા પોષી શકાય તેટલી પોષીએ અને મનના પાપને સહવર્તી કોઈ જાણવાના ન હોવાથી માનસિક રીતે દોષરુચિને તીવ્ર બનાવતા જઈએ તો સંસારી જીવ પાપ બાંધે તેના કરતાં પણ વધુ ચીકણા પાપકર્મનો બંધ સંયમજીવનમાં થયે જ રાખે- એમાં કોઈ શંકા નથી. ઉદાહરણથી આ વાત સમજવી હોય તો કહી શકાય કે (૧) ગૃહસ્થો બ્યુટી પાર્લરમાં જાય અને આપણે વિભૂષા કરીએ. (૨) સંસારી જીવ ટી.વી., વિડીયો જુએ અને આપણે વિજાતીયને કે તેના ચિત્રને છાપ-પૂર્તિ વગેરેમાં રુચિપૂર્વક જોઈએ. (૩) અવિરતિધરો અબ્રહ્મસેવન કરે અને આપણે સજાતીય સ્પર્શ વગેરે કુચેષ્ટા કરીએ. (૪) ગૃહસ્થો પેપ્સી, કોકોકોલા વગેરે પીવે અને આપણે તેવી જ લાલસાથી ઉનાળામાં વરીયાળી-સાકરનું પાણી, ગુલાબ શરબત, લીંબુ શરબત વાપરતી વખતે હાશકારો અનુભવીએ. (૫) ગૃહસ્થ ફ્રીઝનું, બરફનું પાણી પીવે અને આપણે ઠારેલું ઠંડા ૩૫૯ Page #371 -------------------------------------------------------------------------- ________________ ઘડાનું જ પાણી પીવાનો આગ્રહ તીવ્ર આસક્તિથી સેવીએ. ગૃહસ્થ અનીતિનું ધન વાપરે અને આપણે દોષિત ગોચરી વાપરીએ. શેઠીઆઓ નોકર ઉપર અધિકારવૃત્તિ જમાવે અને આપણે શિષ્યો ઉપર સ્વાર્થપ્રેરિત અધિકારવૃત્તિ જમાવીએ. ગૃહસ્થો પોતાના નોકરનો કસ કાઢે અને આપણે આશ્રિતના સ્વાધ્યાય વગેરેની તદન ઉપેક્ષા કરીને કેવળ સુખશીલતાઋદ્ધિગારવને પોષવા સેવા કરાવે જ રાખીએ. ગૃહસ્થ રવિવારે હોટલમાં જાય અને આપણે રસગારવને પુષ્ટ કરવા અવાર-નવાર દોષિત ભેળ, ઈડલી, ઢોસા, રસગુલ્લા વગેરે આસક્તિપૂર્વક વાપરીએ. (૧૦) ગૃહસ્થ ધોબીને કપડા આપે અને આપણે દોષિત પાણીથી, બહુ ઓછા સમયે, ઋદ્ધિગારવ પુષ્ટ કરવા કાપ કાઢીએ કઢાવીએ. (૧૧) ગૃહસ્થ બ્લ બુક્સ વાંચે અને આપણે છાપામાં સેકસી દશ્યો, કામોત્તેજક લેખોમાં ગરકાવ થઈએ. (૧૨) સંસારી લોકો બ્યુ ફિલ્મ જુએ અને આપણે ગામેગામ અલગ-અલગ વિજાતીય પ્રત્યે નજર બગાડીએ. (૧૩) ગૃહસ્થ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને આપણે સુખશીલતા પોષવા વિહારમાં માણસને તમામ ઉપધિ આપીએ તો અપેક્ષાએ ગૃહસ્થ કરતાં આપણે વધુ ગુનેગાર બનીએ. દોડતી બસ અને ટ્રક સાથે મોટો મોર ટકરાય તો બસ-ટ્રકને કશું નુકશાન ન થાય અને ઉડતા પ્લેનની સાથે નાની ચકલી ભટકાય તોય પ્લેન નીચે પટકાય-એના જેવી આ વાત છે. શણના આથર બદલવા છતાં વિચિત્ર ગધેડાને ન બદલનાર કુંભારને ગધેડાની લાત ખાવાના દિવસો દૂર ન હોય- તેના જેવી આ કટુ હકીકત છે. કારણ કે ઉપરોક્ત પ્રવૃત્તિમાં આપણને H૩૬૦ Page #372 -------------------------------------------------------------------------- ________________ સત્ત્વહીનતા, શ્રદ્ધાહીનતા, સમજણહીનતા, પાપભયહીનતા, ચારિત્રહીનતા, આરાધકભાવહીનતા, મહાવ્રતવફાદારીહીનતા વગેરે ઢગલાબંધ દોષો વળગેલા હોય એવું ફલિત થાય છે. માટે તો શ્રાવકપ્રજ્ઞપ્તિમાં ઉમાસ્વાતિજી મહારાજે રામા વંધે'. (૨૨૯) જણાવેલ છે. માટે દોષસેવન કે વિરાધના હમણાં આપણા જીવનમાં અપ્રામાણિકપણે દેખાદેખીથી કાયમી સપરિવાર ઘૂસણખોરી કરવા આવેલ છે કે સંયોગાધીન મજબૂરી અને બાહ્ય સત્ત્વની કચાશના લીધે અલ્પ સમય માટે યતનાપૂર્વક આવેલ છે ? તેનો ખૂબ ઊંડાણથી મધ્યસ્થપણે વિચાર કરવો આત્માર્થી સંયમી માટે વર્તમાનકાળમાં તો ખૂબ આવશ્યક છે. વિશિષ્ટ પુણ્યના અભાવમાં ઋદ્ધિગારવ ન હોય પણ, ૨સગારવ અને શાતાગારવ હોય તો સમજવું કે વિશિષ્ટ પુણ્યોદય આવશે ત્યારે ઋદ્ધિગારવમાં પણ ફસાવાના જ છીએ. આવી ભૂમિકા હોવાથી ઋદ્ધિગારવના અભાવમાં ય તેનું પાપ લાગ્યા વિના ન રહે. સ્વાધ્યાય કરતી વખતે મીઠાઈના દર્શન-શ્રવણ થતાં તરત જ મીઠાઈ ખાવાની ઈચ્છા થાય તો સમજવું કે સ્વાધ્યાય કરતી વખતે પણ મીઠાઈ ખાવાનું પાપ અનુબંધથી ચાલુ છે. ઉંદરને જોતાવેંત તરાપ મારનાર બિલાડી શાંતિથી બેઠી હોય ત્યારે પણ ઉંદર મારવાનું પાપ બાંધે જ છે ને ! સેકસી દશ્ય જોવાની ગણતરીથી છાપું-પૂર્તિ વાંચીએ અને તેમાં શૃંગારિક દૃશ્ય ન હોવાથી ન જોઈએ તો પણ વિજાતીયદર્શનનું પાપ લાગે જ. સરળતાથી વિજાતીયના દર્શન વગેરે થાય એવી જગ્યાએ ઈરાદાપૂર્વક બેસીને સ્વાધ્યાય કરીએ તે સમયે વિજાતીયદર્શન ન થવા છતાં તે પાપ અનુબંધરૂપે ચાલુ જ છે. તેવા સ્વાધ્યાયથી પુણ્ય બંધાય પણ તે પાપાનુબંધી હોય. અવસરે વિજાતીયદર્શન થતાં જ પૂર્વે બાંધેલ પુણ્ય પણ ઝડપથી ૩૬૧ Page #373 -------------------------------------------------------------------------- ________________ પાપમાં સંક્રમી જાય, અનુબંધ તો પાપના જ હતા. તેથી તે પાપાનુબંધી પુણ્ય પાછળથી પાપાનુબંધી પાપમાં ફેરવાઈ જાય, ગટરમાં પડેલ અત્તરનું બુંદ ગટરીયા પાણીમાં ફેરવાય તેમ. જીવે મલિન પરિણામોને શ્વાસની જેમ એવા આત્મસાત કરેલ છે કે કાયાથી કાંઈ ખરાબ ન કરીએ કે સારું કરીએ તો પણ ક્ષપકશ્રેણી ન માંડીએ ત્યાં સુધી જ્ઞાનાવરણ વગેરે ૪૭ ધ્રુવબંધી પ્રકૃતિઓ બંધાયે જ રાખે છે – આવું પાંચમા કર્મગ્રન્થમાં (ગાથા૨) શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે છે. “જીવદયાનો પરિણામ ન હોય અને આડું અવળું જોતાં જોતાં ચાલીએ અને જીવ ન મરે તો પણ જીવહિંસાનું પાપ જીવને ચોટે છે” - આવી જે વાત પ્રવચનસાર, ઓઘનિર્યુક્તિ અને નિશીથભાષ્યમાં કરેલ છે તથા દોષિત ગોચરી-પાણીના નિત્ય વપરાશથી નિર્દોષતાનિરપેક્ષ બનેલ નિધુર સાધુ કદાચ નિર્દોષ ગોચરી-પાણી વાપરે તો પણ દોષિત ગોચરી-પાણી વાપર્યાનું જ પાપ બાંધે છે”. આવી જે વાત પિંડનિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજી મહારાજે કરેલ છે તે વાત આપણા જીવનની બીજી પણ કેટલી-કેટલી બાબતોમાં લાગુ પડે છે તેનું પાપભીરુતાથી નિરીક્ષણ કરવામાં આવે તો જ ભાવસંયમનો પરિણામ જાગૃત બને, જીવંત અને જોમવાળો બને, જુવલંત બને. ખરેખર, પાપ સેવનના સંયોગ-સામગ્રી-અવસર, હોય બીજા પણ તેવું દોષસેવન કરતા હોય, તેવું કરવા છતાં સાધુ તરીકેની આપણી છાપ ટકી રહે તેવી પાકી શક્યતા જણાતી હોય, છતાં પણ જે સંયમી સત્ત્વનું ઊર્ધ્વીકરણ કરીને, વૈરાગ્યને જ્વલંત બનાવીને (૧) મનથી પણ દોષસેવન ન કરે અને (૨) બીજાની નિંદા પણ ન કરે તથા (૩) શુદ્ધ સંયમી તરીકેની પ્રસિદ્ધિ-પ્રશંસા મેળવવાની વૃત્તિ-પ્રવૃત્તિથી દૂર રહે તેવા ભાવસંયમીને અનંતશઃ નમસ્કાર. ૩૬ર Page #374 -------------------------------------------------------------------------- ________________ e a ñ î ê ભારે કાપણાની અgફ નિશાનીઓ. ભૂલ હોવા છતાં ગુરુ ઠપકો ન આપે તેવી ઈચ્છા. (૨) સિદ્ધિની ઈચ્છા હોવા છતાં સાધનામાં ઉદ્વેગ, બેદરકારી, અણગમો. આંતરિક દોષોની આલોચના કરવામાં કંટાળો, શરમ, ભય. ભૌતિક સુખસાધનમાં અપૂર્વત્વબુદ્ધિ થાય, આધ્યાત્મિક સુખની સામગ્રીમાં તેવો આનંદ ન થાય. પોતાના દુઃખ અને ગુણ માટે તથા બીજાના સુખ અને દિોષ માટે છીછરું પેટ. સાચી સમજણ, શ્રદ્ધા હોવા છતાં તીવ્રભાવે વિપરીત આચરણ દા.ત. સત્યકી વિદ્યાધર. સ્વદોષનું સમાધાન કરવા છતાં બીજાના દોષમાં મનના સમાધાનની તૈયારીનો અભાવ. પોતાની ઈચ્છા મુજબની આરાધનામાં ઉત્સાહ જાગે, ગુર્વાજ્ઞા મુજબ આરાધના કરવામાં ઉમંગ ન જાગે. ગુર્વાજ્ઞાવિરુદ્ધ પ્રવૃત્તિ કરવાની તીવ્ર તમન્ના. વિષય-કષાયને પરાધીન બની બીજાના હૈયામાં પ્રતિષ્ઠિત શાસન ઉખડે તેવી પ્રવૃત્તિ. (૧૧) શક્ય આરાધના, યતના, વિધિપાલન ન કરવું અને અશક્ય આરાધના વગેરે માટે બૂમાબૂમ કરવી. પ્રતિબોધના મોટા નિમિત્તો લમણે ઝીંકાય તો ય મૂઢતા. (૧૩) “વર્તમાન દુઃખ કેવળ મારી જ ભૂલ-પ્રમાદ-પાપકર્મનું પરિણામ છે.” - આવું હૈયાથી ન સ્વીકારવું. (૧૪) વ્રત-નિયમને જાણીબૂઝીને નિષ્ફરતાથી તોડીને રાજી થવું. (૧૫) બીજાના અસ્થિરીકરણ, પતનમાં આનંદ થવો. § જય આ ધન વગેમ (૧૨) ઝીંક ૩૬૩ Page #375 -------------------------------------------------------------------------- ________________ આવો, પાત્તતાને ઓળખીએ પ્રમાદની નિશાની છે તુચ્છ સુખમાં “હાશ', દુઃખમાં “ત્રાસ'. અપ્રમત્તતાની નિશાની છે સગુણમાં “હાશ', દોષમાં “ત્રાસ”. કારણ કે માત્ર પ્રવૃત્તિ કરવી તે અપ્રમત્તતાની નિશાની નથી. બાકી તો કીડી, કડીયા, મજૂર, નોકરીયાત વર્ગનો સમાવેશ અપ્રમત્તમાં થઈ જાય. ધર્મપ્રવૃત્તિ કરવી તે પણ અપ્રમત્તાનું પ્રતીક નથી. બાકી અભવ્ય મુનિ, વિનયરન વગેરેની તેમાં ગણના કરવી પડે. પરંતુ (અ) મારી ઉજળી છાપ રાખવાની વૃત્તિ સ્વરૂપ દોષ કે (બ) પ્રસિદ્ધિ-પ્રશંસા મેળવવાની રુચિ સ્વરૂપ દોષ કે (ક) પારલૌકિક ભૌતિક સુખ પ્રાપ્ત કરવાના લક્ષ્ય સ્વરૂપ દોષ અથવા (ડ) પરનિંદા સ્વરૂપ દોષ પુષ્ટ ન થઈ જાય તેવી સાવધાની રાખવા સાથે (૧) કેવળ આત્મગુણોની ખીલવટ, (૨) નિરુપાધિક આત્મસ્વરૂપની અનુભૂતિ, (૩) નિર્ભેળ પારદર્શક જ્ઞાનના આનંદની પરાકાષ્ઠા, (૪) નિર્દભ આત્મરમણતા, (૫) નિરવદ્ય સઘન આત્મતૃપ્તિ, (૬) જ્ઞાનગર્ભિત સ્વસ્થતા, (૭) સ્થાયી પરમ નિર્વિકાર દશાની ખીલવણી કરવાના પવિત્ર આશયથી જિનોક્ત સંયમઆરાધનામાં શક્તિ છૂપાવ્યા વિના વિધિ-યતનાપૂર્વક ગળાડૂબ રહેવું તે જ સાચી અપ્રમત્તતા છે. આવી અપ્રમત્તતાને પચાવી ચૂકેલા આરાધકોને અનંતશઃ વંદના. આવા સંયમીઓને સુખ મળવા છતાં સાથે દોષ વળગે તો “ત્રાસ' થાય તથા દુઃખ મળવા છતાં સાથે સદ્ગણ મળે તે “હાશ થાય છે. ગજસુકુમાલ મહામુનિ, અંધક મુનિ, ઝાંઝરીયા મુનિ વગેરે આના ઉદાહરણ તરીકે લઈ શકાય. ગુણ અપાવે તેવી સપ્રવૃત્તિ આપણે ઘણી કરી છતાં દોષનાશ થયો નથી. એ જણાવે છે કે દોષપક્ષપાત હજુ ખતમ થયો નથી. દોષ પ્રત્યે અણગમો ઊભો થાય તો જ સતપ્રવૃત્તિના માધ્યમથી દોષક્ષય થાય. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ ૩૬૪ Page #376 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુકિતની વ્યાખ્યામાં એમ જણાવે છે કે “જીવે અનાદિકાળમાં સપ્રવૃત્તિ અનંતવાર કરી છે, પરંતુ અસવૃત્તિ ઓછી ન કરી. તેથી જીવનો મોક્ષ થયો નથી.” વ્યવહારથી સંયમજીવનમાં પ્રવેશ થયા પછી જીવને સપ્રવૃત્તિ જેટલી ગમે છે તેના જેટલી અસવૃત્તિ પ્રત્યે અરુચિ ઉભી થઈ જાય તો મોક્ષ દૂર નથી. સપ્રવૃત્તિ એ અલ્પવિરામ છે, અસવૃત્તિની નિવૃત્તિ એ પૂર્ણવિરામ છે. સપ્રવૃત્તિ પરાધીન છે, સંયોગાધીન છે, અલ્પકાલીન છે. અસવૃત્તિની નિવૃત્તિ સ્વાધીન છે, સ્થાયી છે. ગાથા ગોખવા માટે પુસ્તક વગેરે જોઈએ. નિંદારસને છોડવા માટે બાહ્ય કોઈ સાધનની જરૂર નથી. તે માટે ફક્ત આંતરિક પરિપકવ સમજણની જરૂર છે. સંયમીના જીવનમાં સ્વાધ્યાય, તપ-ત્યાગ, વિહાર વગેરે સપ્રવૃત્તિ તો સ્વાભાવિક રીતે હોય જ. પરંતુ સંયમીનું લક્ષ્ય તો અસવૃત્તિને, દોષરુચિને પૂર્ણતયા ખલાસ કરવાનું જ હોય. સતપ્રવૃત્તિમાં સંતોષ રાખે તેનો આત્મવિકાસ અટકી પડે. દોષરુચિ ઘસાય તો સપ્રવૃત્તિ સહેજે આવી જાય. નિંદારુચિ જાય એટલે સ્વાધ્યાય આવે, આહાર સંજ્ઞા ઘસાય એટલે તપ-ત્યાગ જીવનમાં પ્રતિષ્ઠિત થાય, પાપભીરુતા આવે એટલે વિરાધનાઓ રવાના થાય, બહિર્મુખતા જાય એટલે જપ-મૌન-સ્થિરાસન વગેરે આરાધના આવે. પરંતુ “સતપ્રવૃત્તિ આવે એટલે અસવૃત્તિ જાય એવો કોઈ નિયમ નથી. સ્વાધ્યાય કરે એટલે નિંદારુચિ રવાના થાય એવો નિયમ નથી. તપ કરે એટલે આહારલોલુપતા જાય તેવું નક્કી નહિ. માટે પ્રવૃત્તિના પરિમાર્જનનું મુખ્ય લક્ષ્ય રાખવાના બદલે વૃત્તિના પરિમાર્જનનું લક્ષ્ય સંયમજીવનની સફળતાનું મહત્ત્વનું પાસુ છે. જે યોગની આરાધના જે આશયથી તારક તીર્થંકર ભગવંતે કરવાની બતાવી છે, તે જ પવિત્ર આશયથી તે તે તારક યોગોને આરાધવામાં ૩૬૫ Page #377 -------------------------------------------------------------------------- ________________ આવે તો જ ચિત્તવૃત્તિનું પરિમાર્જન-સંમાર્જન-સંશોધન થાય. અને અપ્રમત્તતા પ્રગટ થતી જાય. (૧) ઉપકારી પ્રત્યે બિનશરતી કૃતજ્ઞભાવ, (૨) સહવર્તી સંયમી પ્રત્યે નિઃસ્વાર્થ સહાયકભાવ, (૩) ગુણવાન પ્રત્યે નિર્દભ ભક્તિભાવ, (૪) તારક યોગો પ્રત્યે અહોભાવ અને (૫) દોષોની હાર્દિક આલોચનાઆ પાંચ પરિબળ આરાધનામાં જોડીએ તો અપ્રમત્તતાની નજીક પહોંચવાની ભૂમિકા મજબૂત બનતી જાય. બાકી કેવળ ગતાનુગતિક વૃત્તિથી, લાજશરમથી, લોકસંજ્ઞાથી, વ્યવહારથી, ઈન્દ્રિય અને કાયાથી આરાધનાને પકડીએ તો ઉપરની ભૂમિકાએ પહોંચવું ખૂબ અઘરું છે. જે આરાધનામાં મન મરી જાય, ઉત્સાહ તૂટી જાય અને કેવળ કાયા જ દોડધામ કરે તે આરાધના હાડપિંજર જેવી બની જતાં વાર ન લાગે. માટે વાચના-પૃચ્છના-પરાવર્તના સ્વાધ્યાયમાંથી કે ઊંઘ-ગોચરી-પાણી વગેરેમાંથી થોડો સમય ફાળવીને ઉપરોક્ત બાબતનું રોજ ૧૦-૧૫ મિનિટ આત્મનિરીક્ષણ કરવાની ખૂબ જરૂર (લખી રાખો ડાયરીમાં...) • ઉત્તમોત્તમ = વિષયનું ખેંચાણ થાય જ નહિ. ઉત્તમ = વિષયસેવનની ઈચ્છાને કચડી નાંખે. મધ્યમ = મર્યાદામાં ઈચ્છા પૂર્ણ કરી ફરી ધર્મમાર્ગે વળે. અધમ = સર્વત્ર બેમર્યાદ વિષયતૃષ્ણાની પૂર્તિમાં જ રાચે. શક્તિ હોવા છતાં બીજાના જીવનમાં દેખાતા સદ્ગુણ, સદાચારને આત્મસાત્ કરવાનો ઉત્સાહ ન થાય તે અવિરતિનું સામ્રાજ્ય છે. –૩૬૬ 3၄ ၄ Page #378 -------------------------------------------------------------------------- ________________ ..તો જ તયો તારક બને. જિનશાસનમાં તપની આરાધના જ્ઞાન વગેરે બીજા યોગોને સાચવીને કરવા જણાવેલ છે. અજ્ઞાનીનો તપ મોટા ભાગે લાંઘણ બને. જિનશાસનમાં બતાવેલ તપની અનેક વિશેષતાઓ છે. (૧) જ્ઞાનદષ્ટિ સહિત હોય, (૨) ઉત્સર્ગ-અપવાદનું સંતુલન જાળવીને હોય, (૩) આત્મવિશુદ્ધિના મુખ્ય ઉદ્દેશથી પ્રવર્તેલો હોય, (૪) અત્યંતર તપની પુષ્ટિ માટે હોય, (૫) આહારસંજ્ઞા કાપવા માટે હોય, (૬) જયણા અને દયાના પાલન સાથે હોય, (૭) બ્રહ્મચર્યની સુવાસથી યુક્ત હોય. આ સાત બાબત વ્યવસ્થિત સચવાય તો આપણો તપ જૈનશાસનને માન્ય બને. આપણે જૈન શાસનમાં છીએ. તેમ આપણા તપત્યાગ વગેરે યોગો પણ જિનશાસનમાં પ્રવિષ્ટ હોય, માન્ય હોય તો જ તે યોગો આપણા માટે તારક બને. જે તપમાં (૧) નિત્ય બપોરની ઊંઘ ઘૂસે, (૨) સ્વાધ્યાય ઘટે, (૩) રાત્રિ સ્વાધ્યાય બંધ પડે, (૪) સેવા લેવાની વૃત્તિ જાગે, (૫) આંખ વગેરે ઈન્દ્રિયની શક્તિ ક્ષીણ થાય, (૬) અતિભોજનથી હોજરી અત્યંત નબળી પડી જાય. (૭) કષાયના આવેશ વધે, (૮) અભક્ષ્ય દવા લેવી પડે, (૯) આરંભ-સમારંભ અવારનવાર કરાવવા પડે, (૧૦) સ્વપ્રશંસા-પ્રસિદ્ધિની ભૂખ વધે, (૧૧) અન્ય તપસ્વીની નિંદા-ઈષ્ય વધે, (૧૨) અતિ- અતિમાત્રામાં ઉત્તરપારણામાં-પારણામાં વિગઈનો બેફામ વપરાશ થાય તો તેવો તપ શ્રીજિનશાસનને માન્ય બની ન શકે. શક્તિ હોય તો શાસ્ત્ર તપને કરવાનું કહે છે. પરંતુ તપ કરવા માટે આરંભ-સમારંભ કરાવીને, બ્રહ્મચર્ય દૂષિત થાય તે રીતે શંક્તિ ૩૭) Page #379 -------------------------------------------------------------------------- ________________ ભેગી કરવાની કોઈ શાસ્ત્રાજ્ઞા નથી. તેવી તપની ઘેલછા પણ નુકસાનકારક બની રહે. --- તપ કરવા છતાં જીભ ઉપર કાબુ ન આવે તો રોગ ઘૂસે, ભોગવૃત્તિ ઘૂસે, કદાચ સર્વતોમુખી પતન થાય. જીભ ઉપર કાબુ ન હોય તો તપસ્વી સાધુ પણ પ્રચ્છન્નસંસારી બની જાય. બાહ્ય તપ કરવામાં મુખ્યતયા શાતાનો ઉદય, વિર્યાતરાય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે, મોહનીય કર્મનો ક્ષયોપશમ જરૂરી નથી. માટે જીભની ગુલામી કરનાર તપસ્વી સાત્ત્વિક ન કહેવાય. જ્યારે મનપસંદ વાપરવાની જીભની લાલસાને રોકવા મોહનીયકર્મના ક્ષયોપશમની જરૂરિયાત હોવાથી જીભની લાલસા છોડનાર સાત્ત્વિક કહેવાય. માટે જ ઈચ્છાનિરોધસ્વરૂપ તપના ગુણગાન શાસ્ત્રકારોએ ગાયેલા છે. ઈચ્છાનિરોધમય નૈૠયિક તપનું આકર્ષણ પ્રબળ બને પછી બાહ્ય તપ કે બીજી કોઈ પણ આરાધના વિકૃતિને જન્માવે નહિ. આંબેલ આદિ બાહ્ય તપ શક્ય ન હોય તો પણ (૧) ઉન્માદ ન જાગે, (૨) આસક્તિ ન પોષાય, (૩) ત્યાગનો પરિણામ ટકે, (૪) તપના અંતરાય તૂટે, (૫) બીજાને સારું આલંબન મળે, (૬) ભવાંતરમાં આરાધનાની સામગ્રી મળે, (૭) નિ:સત્ત્વતા રવાના થાય એવા આશયથી શક્ય હોય તો રોજ ઉલ્લાસથી ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, મીઠાઈ-ફૂટ-મેવા વગેરેનો ત્યાગ, દ્રવ્ય આદિ અભિગ્રહ વગેરેમાં શક્તિ છૂપાવ્યા વિના અવશ્ય ઉદ્યમ કરે તો જ દેહાધ્યાસ તૂટે અને મોક્ષમાર્ગે તાત્ત્વિક વિકાસ થાય. તપને પણ ત્યાગ-વૈરાગ્ય-સ્વાધ્યાય-વૈયાવચ્ચ આ ચારેય યોગનું સંતુલન જાળવીને જ કરીએ તો ઝડપથી આત્મકલ્યાણ સુનિશ્ચિત બને. કારણ કે અંતે તો જિનશાસનમાં વિવેકદષ્ટિની જ પ્રધાનતા છે ને ! વિવેકદષ્ટિ વિકસિત થાય તો સન્મતિ, સમ્પ્રવૃત્તિ, શક્તિ, ભક્તિ, સદ્ગતિ, આત્મરતિ, ગુણપ્રગતિ, સાનુબંધ ઉન્નતિ, શાસનપતિ, પરમગતિ મળ્યા વિના ન રહે. ૩૬૮ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૫. ભાવીજી ભગવંતોને ઉદ્દેશીને સંસારમાં પડવાના બદલે તમે સાધ્વીજી ભગવંત બની ગયા તે ઘણું સારું થયું. આજકાલ સંસારમાં કોઈની ધર્મપત્ની બનીને જીવન ગુજારતી સ્ત્રીને જોશો તો તમને મળેલા સંયમજીવન બદલ ખૂબ આનંદ થશે. લગ્ન પછી (૧) પત્નીને બાળી મૂકવાના. (૨) મારપીટ કરવાના, (૩) ડામ દેવાના, (૪) પરાણે રાત્રિભોજન કરાવવાના, (૫) વાતવાતમાં ડાયવોર્સની ધમકી આપવાના, (૬) પિયર તગેડી મૂકવાની ધમકી આપવાના, (૭) ઘરની બહાર કાઢી મૂકવાના, (૮) પરસ્ત્રીની સાથે લફરુ કરવાના, (૯) કલંક આપવાના, (૧૦) દહેજ દ્વારા ચૂસવાના, (૧૧) પત્નીના શીલને રોજ ચૂંથાવીને આવક ઊભી કરવાના કામધંધા કરનારા લોફર, વ્યસની, અતિકામી, અતિક્રોધી, સ્વાર્થી, દંભી, લોભી, ઝઘડાખોર, ચૂસણખોર, આળસુ, જુગારી, રંડીબાજ, નશાબાજ, દેવાળીયા પતિદેવોના જુલમ નીચે કચડાઈને બાળકો સહિત સળગીને, ડૂબીને, રેલ્વે પાટા ઉપર સૂઈને, પંખામાં લટકીને, ઝેર ખાઈને, જીભ કચડીને, અગાશી ઉપરથી ભૂસકો મારીને આપઘાત કરનારી સ્ત્રીઓનો આ દુનિયામાં તોટો નથી. સસરા દ્વારા થતા બળાત્કાર, સાસુ દ્વારા થતા અત્યાચાર, દેરાણી- જેઠાણી-નણંદ-ભોજાઈ દ્વારા થતા હૃદયવેધી અપમાનો, નાગણ જેવી પડોશણોના ત્રાસ, દૂધવાળા-શાકવાળા-ગુરખા વગેરેની જોહુકમી, મકાન માલિકના વિચિત્ર ત્રાસ, નોકર-ઘાટી વગેરેની પણ ગુલામી, દરજી-ડોક્ટરના આંટાફેરા, દીકરા-દીકરીના મેણાટોણાથી રિબાતી અને ગરીબી, મોંઘવારી, બેકારી, માંદગી, ભૂખમરો વગેરેમાં દટાઈ જતી બહેનો-સ્ત્રીઓ તરફ નજર જાય તો સંયમજીવનનો આનંદ-અનુમોદના થયા વિના ન રહે. ઘણી જગ્યાએ આર્થિક નબળી સ્થિતિના લીધે નોકરી કરતી બહેનો ૩૬૯ Page #381 -------------------------------------------------------------------------- ________________ પણ ઓફિસરો વગેરે દ્વારા થતી કુચેષ્ટાથી શીલભ્રષ્ટ બની ચૂકી છે. ધોબણ, રસોયણ, ઘાટણ, ભંગણ, નોકરાણી, કામવાળી તરીકેના બધા જ કામ પત્ની બનનારી સ્ત્રીને પ્રાયઃ ભજવવાના અને પાપના પોટલા જ માત્ર ભેગા કરવાના. બધું સહન કરીને પણ દુર્ગતિનું જ રીઝર્વેશન કરાવવાનું, કોઈની વાસનાપૂર્તિનું સાધન બનીને જીવન ચૂંથી નાંખવાનું, મહામૂલો માનવ ભવ ગુમાવી દેવાનો ! આ બધી રિબામણો, વિડંબનાઓ કરતાં સાધ્વીજીવન એ બહેનો માટે અતિઉત્તમ છે. અહીં સહજ રીતે શીલસુરક્ષા, તીર્થયાત્રા થાય. તપ-ત્યાગ વગેરમાં કોઈ અંતરાય ના કરે. ઉભયતંક પ્રતિક્રમણપડિલેહણ વગેરે આરાધના નિત્ય થઈ શકે. કાચા-પાણીના પાપનો જીવનભર ત્યાગ થાય. અભક્ષ્ય-કંદમૂળ-રાત્રિભોજન વગેરે મહાવિરાધનાઓ છૂટી જાય. વિભૂષા દ્વારા બીજાને પાપમાં નિમિત્ત બનવાનું છૂટી ગયું. સંયમીની સેવા દ્વારા અપ્રતિપાતી વૈયાવચ્ચ ગુણને આત્મસાત કરવાની અમૂલ્ય તક-કેળવણી મળે. આ બધા અપરંપાર લાભો નજર સામે દેખાતા હોય તો ગુરુના કે ગુરુબહેનોના ઠપકા કે મેણા-ટોણા સ્વરૂપ નાની તકલીફ દેખાય જ નહિ. સંસારમાં પતિ, સાસુ, સસરા, જેઠાણી, નણંદ, પુત્ર-પુત્રી વગેરેની આખો દિવસ સેવા કરીને ય પાપ બાંધવાના. એના બદલે અહીં થોડી ઘણી ગુરુગુરુબહેનોની પ્રેમથી ભક્તિ કરવાની અને પુણ્યની પરબ બાંધવાની. આ બધી હકીક્ત નજર સામે હોય તો નિંદા, ક્ષુદ્રતા, તુરછતા, ઈર્ષ્યાથી પારકી પંચાત, સંકૂલેશ, ઝઘડા, પસ્તાવો, આર્તધ્યાન કરીને અમૂલ્ય સાધ્વીજીવનને નિષ્ફળ કરવાની ભૂલ થઈ ન જ શકે -લખી રાખો ડાયરીમાં...) જિનવચન સાંભળીને ચમકે તે ચિત્ત, ડોલે તે દિલ, માને તે મન, આસું પાડે તે અંતઃકરણ, હચમચી ઉઠે તે હૃદય ૩૭૦) Page #382 -------------------------------------------------------------------------- ________________ અતિપરિચય નહિ, ક્ષણહિ કરો. અતિપરિચયથી અવજ્ઞા' આ કહેવત આપણે જાણીએ છીએ. પરંતુ “સુપરિચયથી સદ્ભાવ” આ કહેવત પ્રાયઃ કોઈને યાદ આવતી નથી. ગુરુ, સહવર્તી સંયમી વગેરેનો અતિપરિચય અવજ્ઞા કરે એનો મતલબ એ છે કે ગુરુ અને સહવર્તી સંયમીના ઔદયિક ભાવોનું નિરીક્ષણ તેમના પ્રત્યે અવજ્ઞા પ્રગટાવે. “તેઓ શું વાપરે છે ? કેવો પ્રમાદ કરે છે ? કેટલી સુખશીલતા પોષે છે ? પ્રસિદ્ધિ-પ્રશંસા માટે તેઓ કેવા પ્રયત્ન કરે છે? તેમનો ક્રોધ, આહારસંજ્ઞા, આચારશિથિલતા કેવી છે ? ભક્તોની પાછળ તેઓ કેટલો ભોગ આપે છે ?' વગેરે બાબતની મગજમાં નોંધ રાખવી એટલે એમના ઔદયિક ભાવોનું નિરીક્ષણ. આનાથી તેમના પ્રત્યે અણગમો, અરુચિ જન્મ અને તેના પરિણામરૂપે આપણે તેમની અવજ્ઞા, આશાતના, નિંદા, ટીકા વગેરે કરી બેસીએ તેવી શક્યતા ઘણી વધી જાય છે. તેના બદલે જો ગુરુદેવ, વડીલ, સહવર્તી સંયમી વગેરેનો સુપરિચય કરવામાં આવે તો સદ્ભાવ જાગ્યા વિના ન રહે.• સુપરિચય એટલે તેમનામાં રહેલ શાસનપ્રેમ, શાસ્ત્રરુચિ, સંઘ માટે કંઈક કરી છૂટવાની ભાવના, તપ-ત્યાગ, સ્વાધ્યાય, પ્રભુભક્તિ-વૈરાગ્યસહાયકભાવ-અપ્રમત્તતા વગેરે ક્ષાયોપથમિક ભાવોનું-ગુણોનું જ સતત અવલોકન કરવું. તથા તેમનામાં રહેલ કોઈક દોષને છદ્મસ્થતામૂલક, કર્મજન્ય, શારીરિક ક્ષમતાની કચાશ વગેરે નિમિત્તક માનવા. આ રીતે કરવામાં આવે તો જેમ જેમ ગુરુવર્યો, વડીલવર્ગ, સહવર્તી સંયમીના સાન્નિધ્યમાં રહેવાનું વધે તેમ તેમ તેમના પ્રત્યે ક્રમશઃ “સમર્પણભાવ, સદ્દભાવ, સહાયકભાવ વધ્યા જ કરે. આમ થાય તો જ સંયમના અનુબંધ મજબૂત પડે. ટૂંકમાં, દીવાલને જોયા પછી તેની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ વગેરેની ઝીણી નોંધ નથી કરતા તેમ ગુરુદેવ કે સહવર્તીના ઔદયિક ૩૭૧ Page #383 -------------------------------------------------------------------------- ________________ ભાવોની નોંધ ન લેવી. દીવાલમાં રહેલ આકર્ષક સૌમ્ય વીતરાગની છબીની નોંધ રાખીએ તેમ તેઓના ક્ષાયોપમિક ભાવોની નોંધ રાખવી. ઔદિયકભાવના દર્શન દીવાલની જેમ, ક્ષાયોપશમિક ભાવનું નિરીક્ષણ આકર્ષક તીર્થપટની જેમ કરવા ચામડાની આંખ ઉપર વધુ મહત્ત્વ આપવાના બદલે ગુણગ્રાહી ર્દષ્ટિ ઉપર ભાર આપ્યા વિના છૂટકો જ નથી. વળી, આપણી આસપાસ તપસ્વી, ત્યાગી, વૈરાગી, જ્ઞાની, મૌની, આત્માર્થી, જયણાપ્રેમી સંયમીઓ રહેલા હોવાથી આપણને પણ તપ, ત્યાગ, સ્વાધ્યાય વગેરેમાં પ્રવૃત્તિ કરવાનું આલંબન મળે છે અને આપણે યથાશક્તિ તપ, સ્વાધ્યાય વગેરે યોગમાં જોડાઈએ છીએ. જો આપણે એકલા રહીએ તો વર્તમાનમાં આપણા જે તપ, ત્યાગ, સ્વાધ્યાય વગેરે દેખાય છે તે પ્રાયઃ રવાના થઈ જાય. એકલાને એક્સીડન્ટ કે માંદગીમાં સહાય, સમાધિ, સાંત્વન પણ કોણ આપે? મતલબ કે ‘આપણે સંયમ પાળીએ છીએ' આ વાતના બદલે ‘આપણને સહવર્તી સંયમીઓ સંયમ પળાવે છે, સંયમમાં ટકાવે છે' આ હકીકતને હૃદયમાં કોતરી રાખીએ તો સહવર્તી પ્રત્યે પ્રમોદભાવ જાગ્યા વિના ન રહે. બાકી જતે દહાડે સમુદાયને છોડવાની, સહવર્તીને તરછોડવાની ભૂમિકાએ પહોંચી જવાય. મગર વગેરેના ત્રાસથી સમુદ્રને છોડનાર માછલીની જેવી હાલત થાય તેવી હાલત સમુદાયમાં થતી બોલાચાલી વગેરે તકલીફથી સમુદાયને છોડનાર સાધુની થાય. આવું શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં અને શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા પંચાશકજીમાં જણાવે છે. લખી રાખો ડાયરીમાં... સત્ત્વહીનને બદનામીનો ડર હોય, બેઈમાનીનો ડર ન હોય. ૩૭૨ Page #384 -------------------------------------------------------------------------- ________________ બારક તત્ત્વની પીળા, સંયમજીવનમાં સૌથી વધુ મારક તત્ત્વ છે પુણ્યોદયનું પ્રબળ આકર્ષણ. એની અનેક નિશાનીઓ છે. જેમ કે (૧) લાયકાત વિના, અધિકાર વગર, મર્યાદાને તોડીને ય ઋદ્ધિગારવ-રસગારવ-શાતાગારવને પોષવાનું વલણ. (૨) દેવ-ગુરુના દિલમાં વસવાના બદલે લોકોના દિલમાં, ઉપાશ્રયની દીવાલમાં, પત્રિકા-પેમ્ફલેટ-પોસ્ટર-સ્ટીકર-પુસ્તકન્યુઝપેપર-દેરાસરના બોર્ડ-પાટીયા, શિલાલેખ, વગેરેમાં વસવા માટે ફાંફાં મારવા. (૩) કષ્ટસાધ્ય આરાધનાના બદલે સરળ કાર્યો દ્વારા પ્રસિદ્ધિપ્રશંસા મેળવવાની ઝંખના. (૪) બેઈમાનીના બદલે બદનામીનો સતત ડર. (૫) દેખાદેખીથી આધુનિક પ્રવચનકારો અને પ્રભાવકોની જીવનશૈલીને અપનાવવાનો થનગનાટ. (૬) ફરજ પ્રત્યે બેફિકર બનીને, તમામ અધિકારોને ભોગવવાની ભૂતાવળ... આવી ઢગલાબંધ નિશાનીઓ છે. ઝીણવટથી પ્રત્યેકનો ઉલ્લેખ કરીએ તો પાર ન આવે. પુણ્યોદયના પ્રભળ આકર્ષણને સૌથી વધુ મારક કહેવાનું કારણ એ છે કે આપણા પુણ્યોદયથી આપણે અંજાઈએ એટલે આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધક વિચારો, અભિમાન, ઉન્માદનો શિકાર બનવા દ્વારા માનસિક પતન, દુર્ગતિગમન વગેરે નિશ્ચિત બને. હલકી વ્યંતરયોનિ, આભિયોગિક દેવ, કિલ્બિષિક દેવ, ગટરના યક્ષ, ભૂત-પ્રેત-પિશાચ વગેરે કક્ષાની દેવગતિને પણ ઉપમિતિ ભવપ્રપંચા કથા વગેરે ગ્રન્થોમાં કુગતિ તરીકે જ બતાવેલ છે- આ વાત પણ અહીં ભૂલાવી ન જોઈએ. આપણે આવી ભૂમિકાએ ૩૭૩ Page #385 -------------------------------------------------------------------------- ________________ પહોંચેલ હોઈએ અને આપણો પુણ્યોદય બીજાને આંજે તો પણ સ્વ-પરને નુકશાન. પોતાનો પુણ્યોદય પોતાને જ આંજે, પોતે પુણ્યોદયને જ ઝંખે તેણે આગમના પરમાર્થને કઈ રીતે પચાવેલ હોય ? માટે જ તેવા બહુશ્રુત, બહુજનમાન્ય, શિષ્યપરિવારસંપન્ન પ્રભાવકને શાસનશત્રુ તરીકે ઉપદેશમાલામાં બતાવેલ છે કે “નન્હેં ગન્ન વદુસ્તુઓ, सम्मओ अ, सीसगणसंपरिपुडो अ । अविणिच्छिओ अ समए तह તહ સિદ્ધંતડિળીઓ ॥ (રૂરરૂ)” બીજાનો પુણ્યોદય આપણને આંજે તો પણ ગુણવાનને છોડીને માર્ગભ્રષ્ટ બનવાની ઘણી શક્યતા ઊભી છે. કેવળ પુણ્યોદયથી અંજાઈ જવું તે બાલકક્ષા છે. સદાચારથી અંજાઈ જવું તે મધ્યમ ભૂમિકા છે. સદ્ગુણથી અંજાઈ જવું તે ઉત્તમ ભૂમિકા છે. “આપણને મળતી અનુકૂળતા, પ્રસિદ્ધિ વગેરે (૧) જિનશાસનની બલિહારી છે, (૨) શ્રાવકની ઉદારતા અને ભક્તિનું પરિણામ છે, (૩) દેવગુરુની બેહદ કૃપા છે. (૪) સંયમવેશનો પ્રભાવ છે,” આવી ખાનદાની સભર જાગૃતિ અને કૃતજ્ઞતા પરિણતિ હોય તો પુણ્યોદયને પચાવવો સરળ બને છે. પુણ્યોદય મારક નથી, પરંતુ તે સુપાચ્ય પણ નથી- એ ય ભૂલાવું ન જોઈએ. માટે જ તપસ્વી, ત્યાગી, સંયમી, પ્રભાવકો, પ્રવચનકારો, સ્વાધ્યાયપ્રેમીઓ, ઉગ્રવિહારીઓ યત્ર તત્ર સર્વત્ર દેખાશે. પરંતુ પ્રસિદ્ધિથી દૂર ભાગનાર અને સ્વપ્રશંસાની એલર્જીવાળા મળવા મુશ્કેલ બનેલ છે. આપણો નંબર આમાં લગાવવા જેવો છે. બહોળો પરિવાર, પ્રવચનશક્તિ, પુણ્યશક્તિ, પંડિતાઇ હોય તે પ્રભાવક એવી વ્યાખ્યા પૂર્વે ઘણીવાર સાંભળવા મળેલ છે. પરંતુ હમણાં ક્યાંક એવું પણ સાંભળવા મળ્યું કે “કાર્ડીયોગ્રામ, એન્જોગ્રાફી, એન્જોપ્લાસ્ટ, ડાયાલિસીસ, બાય-પાસ સર્જરી, બાયપ્સી, સીટી સ્કેન, બોન સ્કેન, M.R.I., E.M.G., H.L.A.B.-27 ટેસ્ટ વગેરે કરાવે તે પ્રભાવક !!!” પુણ્યોદયના પ્રબળ આકર્ષણવાળાએ આ ૩૭૪ Page #386 -------------------------------------------------------------------------- ________________ વાત પણ ખૂબ માર્મિક રીતે વર્તમાનમાં વિચારવા જેવી છે. પૂર્વકાળમાં સંયમજીવનમાં પ્રતિકૂળ ઉપસર્ગો ખૂબ હતા. આજે મોટા ભાગે અનુકૂળ ઉપસર્ગો વધી ગયા છે. પ્રતિકૂળ ઉપસર્ગ સહન કરવા સહેલા છે, કારણ કે તેમાં શારીરિક સત્ત્વ, વીર્યંતરાયકર્મનો ક્ષયોપશમ મહત્ત્વનો ભાગ ભજવે છે. અનુકૂળ ઉપસર્ગ સહન કરવા અઘરા છે, કારણ કે તેમાં માનસિક પવિત્રતા, મોહનીયકર્મનો પ્રબળ ક્ષયોપશમ આવશ્યક છે. પ્રતિકૂળ ઉપસર્ગમાં આચાર ઉજળા રાખવા અઘરા છે અને અનુકૂળ ઉપસર્ગમાં વિચારને ઉજળા રાખવા મુશ્કેલ છે. પુણ્યોદયનું આકર્ષણ હોય તે પ્રાયઃ અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગ અને પરિષદ બન્નેમાં હારી જાય. અનુકૂળતામાં કદાચ આચાર ઉજળા હોય પણ તે વખતે પણ મન મેલા હોય તેની શું કિંમત ? આપણે V.P. હોઈએ અને આપણા વિચાર B.C. હોય તેવું કજોડું કેટલું હાસ્યાસ્પદ, લજ્જાસ્પદ અને કરુણાસ્પદ બને? આ રીતે પોતાની જાત પ્રત્યે બેવફા બનનાર જગતને, જગતપતિને, શાસનને, સંઘને કે સમુદાયને હૃદયથી વફાદાર કઈ રીતે હોઈ શકે ? વિચારો ઉપર સંયમ હોય તો બાહ્ય તમામ સંયમ સાચા, બાકી પરમાર્થથી ખોટા. દીક્ષાના પ્રથમ દિવસે જે મોક્ષની ઘણો નજીક હોય તેવો સંયમી પર્યાય વધતાં, પુણ્યોદયનું પ્રબળ ખેંચાણ વધતાં, શક્તિનો નશો ચડતાં, નમ્રતા ગુમાવીને પોતાની જાતે જ મોક્ષથી ઘણો દૂર ફેંકાઈ જાય તો તેનાથી વધુ કરુણ ઘટના બીજી કઈ હોઈ શકે? શિખર તરફનું ઉચ્ચન પણ ખીણ તરફના પતનમાં પરિણમે, જો પોતાના પુણ્યોદય ઉપર મુસ્તાક બનીએ તો. “મુમુક્ષુપણામાં જે આરાધકભાવ કેળવીને આરાધના કરતા હતા એના કરતાં પણ સંયમજીવનમાં થતી આરાધનામાં અનુભવાતો આરાધકભાવ, નમ્રભાવ, અહોભાવ, ગદ્ગદભાવ પાવરફુલ છે કે નહિ? તે વેધક દૃષ્ટિથી સતત તપાસીએ તો જ પુણ્યોદયનું આકર્ષણ મંદ પડે તેવી શક્યતા છે. –-૩૭૫ Page #387 -------------------------------------------------------------------------- ________________ ખટાશ ખાવાના લીધે આવેલ સોજાને આરોગ્ય માનવાની ભૂલ ન કરાય. તેમ આપણા પુણ્યોદ્યને સંયમની સફળતાનું થર્મોમીટર બનાવવાની ભૂલ ન કરાય. ખૂજલીના દર્શને આનંદસાધન ન મનાય તેમ પુણ્યોદયના ખેંચાણને-અંજામણને આનંદસાધન કઈ રીતે માની શકાય? વાસ્તવમાં તો શાસ્ત્રાનુસારી સમજણ, આચરણ અને અનુભવ - આ ત્રણેય વચ્ચે વિસંવાદ ન સર્જે તે જ સાચો સંયમી. પછી પાંચેય પ્રમાદની પોટલી તે ઉંચકે નહિ (૧) સાંભળવા છતાં, જાણવા છતાં ધર્મ આચરવો નહિ = પ્રમાદ. જે આશયથી ધર્મ આરાધવાનો હોય તે આશયના બદલે બીજો આશય ભેળવવો = પ્રમાદ. આરાધના પછી પસ્તાવો = પ્રમાદ (૪) આરાધના પછી સ્વપ્રશંસા-પ્રસિદ્ધિની ભૂખ = પ્રમાદ (૫) આરાધના પછી થતી પરનિંદા-ઈર્ષા = પ્રમાદ. આ પાંચેય પ્રમાદનો પરિહરનાર સંયમીને અનંતશ વંદનાવલી. (લખી રાખો ડાયરીમાં...) સ્વાર્થી માનસ અને અધિકારવૃત્તિ એ અસમાધિના સ્વભાવની જાહેરાત છે. દોષના પક્ષપાતથી દોષના અનુબંધ મજબૂત બને અને ભવાંતરમાં શાસન, સદ્ગર, કલ્યાણમિત્ર, સંયમ વગેરેની પ્રાપ્તિ થઈ ન શકે. રાગની સામગ્રી ઘટાડવી, તેનો વપરાશ ઘટાડવો, સાદી સામગ્રી રાખવી તે વૈરાગ્યનું બીજ છે. ૩૭૬ Page #388 -------------------------------------------------------------------------- ________________ | શું સિંહાહાવાક્ષી મુનિને ઓળખીએ છીએ ?. આંધળો માણસ કૂવામાં પડે તો કોઈ સહાનુભૂતિ બતાવે. પરંતુ દેખતો માણસ બેદરકારીથી કૂવામાં પડે તો તે ઠપકાને પાત્ર બને. સંસારના રસિયા જીવોને અંધસ્થાને ગણીએ તો સંયમી નિર્મળ ચક્ષુવાળા કહી શકાય. તેવા સંયમી જો પ્રમાદથી, બેદરકારીથી, દેખાદેખીથી, ઈર્ષ્યાથી નીચે પડે તો સહાનુભૂતિપાત્ર નહિ પણ ઠપકાને પાત્ર બને. રાતનો ભૂલો પડેલ હોય તેનું દિવસે ઠેકાણું પડે પરંતુ દિવસે ભૂલો પડે તેનું ઠેકાણું ક્યારે પડે ? સંસાર = અમાસની ઘોર અંધારી રાત અને સંયમ = મધ્યાહ્ન સમય. શાસન, સંયમ, સગુરુ, સમજણ, કલ્યાણમિત્ર મળ્યા પછી પણ વિષયકષાયની અટપટી ગલીમાં ભૂલા પડીએ તો આપણું ઠેકાણું ક્યારે પડે ? ઘણું જાણવા, સમજવા, સ્વીકારવા છતાં પણ અવસરે જો આપણે વિના ખચકાટે દોષનો શિકાર જ બનીએ તો જે જાણ્યું તે ન જાણ્યા બરાબર સમજવું. “બિલ્લી આવે ઉડ જાના' એવા પોપટપાઠની કિંમત કેટલી ? ઉગ્ર સાધકો જે દોષનો શિકાર બનીને પતિત થયા તે જાણીને પણ તે દોષને સામે ચાલીને ભેટવા જઈએ તે મૂર્ખામી નહિ તો બીજું શું કહેવાય ? આજે આપણે સિંહગુફાવાસી મુનિનું ઉદાહરણ વિચારીએ. (૧) ચાર-ચાર મહિના સુધી ચોવિહાર ઉપવાસ કરવા છતાં ઈર્ષ્યા કરવાથી તે પતિત થયા. તો પછી એક મહિનાના પણ ચોવિહાર ઉપવાસ ન કરી શકનાર આપણે બીજાની ઈર્ષ્યા કરીએ તો આપણી શી હાલત થાય ? (૨) ચાર મહિના સુધી ઊભા-ઊભા કાઉસગ્ગ કરનાર સિંહગુફાવાસી મુનિ ઈર્ષ્યાથી ભ્રષ્ટ થયા. તો પછી ક્યારેય પણ ૪ કલાક બેસીને પણ કાઉસગ્ન ન કરનાર આપણે બીજાની ઈર્ષ્યા કરીએ તો આપણી કઈ દશા થાય ? –-૩૭૭ Page #389 -------------------------------------------------------------------------- ________________ (૩) ભૂખ્યો સિંહ પ્રાયઃ રોજ ગર્જના કરતો પસાર થાય છતાં ભયથી રુવાડું ન ફરકવા છતાં ઈર્ષ્યાથી તેઓ વાસનાના કાદવમાં ખેંચી ગયા. જ્યારે આપણે તો વિહારમાં એકલા હોઈએ અને ચાર-પાંચ ડાઘિયા કૂતરા ઘેરી વળે તો પણ ગભરાઈએ. છતાં બીજાની ઈર્ષ્યા કરીએ તો આપણું ભાવી કેવું હોઈ શકે ? (૪) પ્રાયઃ સંપૂર્ણ ૧૧ અંગ મુખપાઠ હોવા છતાં ઈર્ષ્યાથી તેઓ ઉન્માર્ગગામી થયા. જ્યારે આપણને તો ૧૧ હજાર ગાથા પણ કંઠસ્થ નથી. છતાં બીજાની ઈર્ષ્યા કરીએ તો આપણું શું થશે? (૫) ચાર મહિના સુધી કાઉસગ્ગ મુદ્રામાં આડા-અવળા સંકલ્પવિકલ્પ વિના આગમની અનુપ્રેક્ષા-ધ્યાનમાં મસ્ત બનનારા પણ તેઓ ઈર્ષાથી વેશ્યાકામી થયા. તો ચાર કલાક સુધી પણ એકેય કુવિકલ્પ વગર ચિંતન-ધ્યાનમાં આપણે સ્થિર થઈ શકતા નથી. તેમ છતાં સંયમીની ઈર્ષ્યા-અદેખાઈ કરીએ તો આપણું ભવિષ્ય કઈ રીતે ઉજળું બની શકે ? (૬) ચાર મહિના સુધી દિવસ-રાત ઊંઘનું એકેય મટકું પણ ન લેવા છતાં તેઓ ઈર્ષાથી અધોગામી થયા તો એકેય રાત ઊંઘ વિના ન ચલાવી શકનાર આપણે ગુણવાનની ઈર્ષ્યા કરીએ તો ઊર્ધ્વગામી કઈ રીતે બની શકીએ ? (૭) ચાર મહિનાના ઉપવાસમાં ખાવા-પીવાની ઈચ્છા-ચિંતા પણ ન કરનારા તેઓ જો ઈર્ષ્યાથી ઓઘો છોડવા તૈયાર થયા તો એકાદ ઉપવાસમાં ય રાત્રે પારણાના વિચાર કરનાર જો અન્ય સંયમીની ઈર્ષ્યા કરે તો જીવનમાં કઈ હોનારત ન સર્જાય? (૮) કાઉસગ્નમાં ઉભા-ઉભા ચાર મહિના સુધી કીડી, મચ્છર, ચામાચિડીયા, શિયાળ, સિંહ, ભૂત-પ્રેત-પિશાચ વગેરે સહુના પરિષહને મજેથી વેઠવા નીકળેલ દેહાધ્યાસમુક્ત એવા પણ છે જો ઈર્ષ્યાથી કામવાસનાગ્રસ્ત બની ગયા. તો પછી એકાદ મચ્છરથી ૩૭૮ Page #390 -------------------------------------------------------------------------- ________________ પણ કાઉસગ્ગમાં ડગમગી જનાર જો અન્ય સંયમીની ઈર્ષ્યા-નિંદા કરે તો તેનું સંયમ પવિત્ર કઈ રીતે રહી શકે ? (૯) ચાર મહિના મૌન રાખનારા પણ તેઓ ઈર્ષ્યાથી ગબડી પડ્યા. તો સળંગ ચાર કલાકના મૌનમાં પણ અકળાઈ જનાર જો બીજા સંયમીની ઈર્ષ્યા કરે તો ભાવસંયમમાં સ્થિર કઈ રીતે રહી શકે ? (૧૦) ચાર મહિના એકાકી રહેવા છતાં નિર્ભયતા-પવિત્રતાને ટકાવી રાખનારા પણ તેઓ ઈર્ષ્યાથી વાસનાનો શિકાર બની ગયા તો પછી મધરાતે અજાણી જગ્યામાં એકલા બહાર નીકળીને માત્ર પરઠવવામાં પણ ગભરાટ-ફફડાટને અનુભવનાર તથા એકાંતમાં કુવિચારનો-કુચેષ્ટાનો ભોગ બનનાર સાધક જો અન્ય આરાધકની ઈર્ષ્યા-નિંદા કરે તો કઇ દુર્ઘટના ન સર્જાય? (૧૧) ભૂખ્યા સિંહને પણ અવાર-નવાર ઉપશમરસનો અસ્વાદ કરાવનાર એવા પણ તેઓ ઈર્ષ્યાથી ફેંકાઈ ગયા. તો સહવર્તી શાંત સંયમીને પણ ક્રોધગ્રસ્ત બનાવવામાં નિમિત્ત બનનાર જો બીજા સંયમીની ઈર્ષ્યા-નિંદા કરે તો તેનું પરિણામ શું આવે? (૧૨) અત્યંત ઊંચી સાધનાના શિખરે આરૂઢ થયા પછી પણ ઈર્ષ્યાની સાંકળથી બંધાયેલ સિંહગુફાવાસી મહાત્માને મોહરાજા જો વાસનાની ખીણમાં ખેંચી શકે-પટકી શકે તો પછી કેવળ સાધનાની તળેટીએ આવીને જ થાકી જનાર સંયમી સામે ચાલીને જો અન્ય ગુણીયલ આરાધકની ઈર્ષ્યારૂપી સાંકળથી બંધાય તો તેને નિગોદનરકની ખીણ સુધી ખેંચી જવામાં મોહરાજાને કેટલી મહેનત પડે ? આ હકીકતને હૃદયથી સમજ્યા પછી પણ શું આપણે અન્ય સંયમીની ઈર્ષ્યા કરી શકીએ ? આ સાંભળ્યા પછી, સમજ્યા પછી ય ઈર્ષ્યા-અદેખાઈ-નિંદાનું રસપાન કરીએ તે કાં તો મિથ્યાત્વની અને કાં તો નિકાચિત પાપોદયની નિશાની છે. આ બાબતમાં સાક્ષી છે ઉપદેશમાલામાં આવતો આ શ્લોક “ગળુસિઙ્ગા ય વવિનં ૩૭૯ Page #391 -------------------------------------------------------------------------- ________________ मिच्छद्दिट्ठी य जे नरा अहमा । बद्धनिकाइयकम्मा सुणंति धम्म ન ચ રતિ ને ” (૨૧૬) શ્રીમંતને દેખીને શ્રીમંત થવાની ઈચ્છા થાય તો ખાનદાન ગરીબ કમાવાનો પુરુષાર્થ કરે પણ ઈર્ષ્યા કરવાની ભૂલ ન કરે. તો પછી એક સંયમી બીજા સંયમીના વિકાસને જોઈને સાધનાનો પુરુષાર્થ કરવાના બદલે ઈર્ષા-નિંદા કરવાની ભૂલ કઈ રીતે કરી શકે ? એ જ સમજાતું નથી. ખાનદાન ગરીબ માણસ શ્રીમંતને જોઈ રાજી થાય, તેની સેવા કરે, તેની પ્રેરણા ઝીલે તો પછી ખાનદાન સંયમી બીજાના સંયમીના વિકાસને જોઈને ઈર્ષ્યાથી જલે એ કઈ રીતે શક્ય છે ? પુણ્યવાન અને ગુણવાન એવા શ્રીપાલ મહારાજની ઈર્ષ્યા કરનાર કૃપણ અને કૃતજ્ઞ ધવલશેઠનું કરુણ મોત કઈ રીતે થયું? તે નવપદની ઓળીના વ્યાખ્યાનમાં શ્રાવકને સમજાવનાર સંયમી કદી સંયમીની ઈર્ષા કરે એ શક્ય જ નથી. ઈષ્ય તો શું સ્પર્ધામાં પણ સંયમી ન ઉતરે. કેમ કે સ્પર્ધામાં આગળ નીકળીએ તો અભિમાન અને ઉદ્ધતાઈની આગમાં હોમાઈએ તથા પાછળ રહીએ તો દીનતા, હતાશા, લઘુતાગ્રંથિ, ઈર્ષા, અદેખાઈ, નિંદાકુથલી વગેરે ડાકણો વળગે. તપ, સ્વાધ્યાય વગેરે આરાધનામાં બીજાની પ્રેરણા જરૂર ઝીલવી, પ્રગતિ પણ જરૂર કરવી. પરંતુ તપ, સ્વાધ્યાય વગેરેની પણ સ્પર્ધા તો ન જ કરવી. તો પછી પ્રવચનશક્તિ, શિષ્યસંપદા, ભક્તવર્ગ વગેરેની સ્પર્ધા તો થાય જ કઈ રીતે ? સંયમી તો સદા આત્મરમણતામાં તૃપ્ત હોય, ગુણની ખીલવટમાં લયલીન હોય. પછી તેને સ્વપ્રશંસા-આદર-કદરની ભૂખ કઈ રીતે લાગે? સ્વપ્રશંસા-પ્રસિદ્ધિ-આદર-કદરની ભૂખ ન હોય તેને ઈષ્યની નાગણ ડંખે નહિ, સ્પર્ધા સતાવે નહિ, નિંદાના ગચરકા આવે નહિ. તથા સ્વપ્રશંસા વગેરેની જેને ભુખ હોય તેનું સંયમ આત્મકલ્યાણકારી બને નહિ. ગુણસમૃદ્ધ સંયમસાધના મોક્ષ અપાવે. પરંતુ પ્રશંસાભૂખઈર્ષ્યા વગેરે દોષો સાથે હોય તો ઉગ્ર સંયમસાધના હોવા છતાં ૩૮ ૦ Page #392 -------------------------------------------------------------------------- ________________ કલંક પણ મળે. બાહુ-સુબાહુની ઈર્ષ્યા કરનાર પ્રશંસાભૂખ્યા પીઠમહાપીઠ મુનિ ત્રીજા ભવે મોક્ષે ગયા પણ બ્રાહ્મી-સુંદરી તરીકે સ્ત્રી અવતારનું કલંક પણ સાથે મળ્યું. ને ! પ્રભાવક શિષ્યની ઈર્ષ્યા કરનાર નયશીલસૂરિ સર્પ થયા એ જાણીને ઈર્ષ્યા કોણ કરે ? તૃષ્ણા, તુચ્છતા, ક્ષુદ્રતા, અધીરાઈ, માનસિક અસહિષ્ણુતા અને પ્રગતિ સાધવાની ઉતાવળ પણ ઈર્ષ્યા જન્માવે. સંયમી તો જાતમાં ઠરેલ હોય, ક્યાંય બળેલ ન હોય, કર્મસત્તાના ગણિતમાં પાકો ભરોસો રાખનાર હોય. પછી બીજાની સ્પર્ધા-ઈર્ષા-નિંદા કે પોતાની પ્રશંસા, પ્રસિદ્ધિ, આદર, કદર અને ત્રણ ગારવની ભૂખ તેને કેવી રીતે લાગે ? (૧) બીજાથી આગળ નીકળી જવાની ગણતરી = સ્પર્ધા. (૨) આપણાથી આરાધનાના ક્ષેત્રે કે પુણ્યના ક્ષેત્રે આગળ હોય તેને જોઈને થતી બળતરા = ઈર્ષ્યા. માનસિક ઈર્ષાના લીધે બીજાના દોષોનું મૌખિક કે લેખિત પ્રકાશન = નિંદા. આપણા હોઠ ઉપર કે સહવર્તીના હોઠ ઉપર અવારનવાર આદરણીય રીતે આપણું નામ આવે = સ્વપ્રશંસા. (૫) દૂરવર્તી જીવોના હોઠ ઉપર આદરણીય રીતે આપણું નામ આવે = પ્રસિદ્ધિ. આપણા પુણ્ય મુજબ મળતો મીઠો આવકાર, મધુર વાતચીત, સ્નેહાળ નજર = આદર. સ્વાધ્યાય આદિ આરાધનામાં બીજા દ્વારા મળતો જરૂરી સહકાર, આપણી આરાધના અને પુણ્ય શક્તિની બીજા દ્વારા થતી અનુમોદના-ઉપવૃંહણા, યોગ્ય શિષ્ય-સંઘાટકની પ્રાપ્તિ એટલે ધર્મસત્તા દ્વારા થયેલ આપણી કદર. (૮) ધર્મસાધનાને ઉતાવળથી પતાવવાની વૃત્તિ અને અનુકૂળ રીતે ગોચરી-પાણી વાપરવામાં ધીરજ = રસગારવ. - - ૩૮૧ Page #393 -------------------------------------------------------------------------- ________________ (૯) શાસનપ્રભાવના, સંઘરક્ષા, તીર્થરક્ષા વગેરે કાર્યોના માધ્યમથી જાતપ્રભાવનાની અને આડંબરની આસક્તિ ઋદ્ધિગારવ. (૧૦) યશ-કીર્ત્તિ મળે તેવા કાર્યમાં ઉત્સાહ હોવા છતાં કેવળ આત્મસાક્ષીએ કરવાની આરાધનામાં અનુત્સાહ = શાતાગારવ. આ દશની જેને અતૃપ્ત ભૂખ કદાપિ ન હોય તેવા ભાવસંયમીને અનંતશ વંદનાવલી. લખી રાખો ડાયરીમાં... ♦ પ્રસિદ્ધિ, પ્રશંસા, પતન, પાપ, પરલોક, પરમાત્માઆ છ તત્ત્વનો જેને સતત ડર હોય તે સંયમી. = અપાત્રને પાટ, પદવી, પરિવાર પણ પતનનું કારણ બને. આચારની કઠોરતા સંયમની પરિણતિ ઊભી કરવામાં સહાયક છે. ♦ (૧) શરીર અને આત્મા અલગ છે., (૨) શરીરની આસક્તિ આત્મવૈરિણી છે. (૩) શારીરિક દુ:ખ આત્મશુદ્ધિ માટે આવે છે. આ ત્રણ વિચાર જીવંત હોય તે પ્રતિકૂળતાને મજેથી વેઠે. ૩૮૨ Page #394 -------------------------------------------------------------------------- ________________ બેજવાબદારને પ્રભાવકનું લેબલ ? . આપણે આપણી કશી બાહ્ય ચિંતા ન કરવી પડે તેવું વાતાવરણ ગુરુદેવો, અને શ્રાવકવર્ગ દ્વારા તૈયાર થયેલું હોવા છતાં જો આપણે આત્મકલ્યાણની ચિંતા ન કરીએ તો આનાથી બીજી કરુણ દશા કઈ હોઈ શકે ? શ્રાવકોને તો શરીર, પત્ની-પુત્રાદિ પરિવાર, કૌટુંબિક વ્યવહાર, સમાજ, દુકાન, ઘર, નોકર, ઘરાક, બજાર, ઓફિસરો, પલટાતું રાજકારણ, મોંઘવારી.... વગેરે બાબતની કેટલી ચિંતા વળગેલી છે ? આટલા ટેન્શનમાં શેકાવા છતાં આત્મકલ્યાણની ચિંતા કરનાર શ્રાવક શાબાશીને પાત્ર બને કે કશી બાહ્ય ચિંતા ન હોવા છતાં આત્મકલ્યાણની ઉપેક્ષા કરનારા સાધુસાધ્વીજી ? બાહ્ય મોંઘવારી, બેકારી અને ગરીબી જેને કદી નડે નહિ તેવા સંયમી જો આત્મકલ્યાણની તમન્ના કે ઉગ્ર પુરુષાર્થ ન કરે તો ગુણોની મોંઘવારી, બુદ્ધિની બેકારી અને આધ્યાત્મિક ગરીબીનો અવશ્ય શિકાર બને- એમાં કોઈ શંકા નથી. ગુરુભક્તિ, ગ્લાન સંયમીની સેવા, આરાધનામાં સંઘને સહાય, સ્વાધ્યાય, તપ-ત્યાગ વગેરે યોગો પણ આપણા ઉપર જવાબદારી તરીકે ઠોકી બેસાડવામાં નથી આવ્યા. પરંતુ જેને આત્મકલ્યાણની સતત ચિંતા-ધગશ-ઝંખના હોય તેવા સંયમી માટે તો તે બધા તારક યોગો પ્રિય વ્યસન બની જાય. તેના વિના તે રહી ન શકે તેવી આત્મહિતેચ્છુ સંયમીની ભૂમિકા હોય. આત્મકલ્યાણની જેને પડી ન હોય તેને તે યોગો જવાબદારી લાગે છે, ભારબોજરૂપ લાગે છે. તેવા જીવો બીજાને પોતાનો ચેપી રોગ ન લગાડે. તે કારણથી તેના માટે આ યોગો કંઈક અંશે કર્તવ્યરૂપે શાસ્ત્રકારોએ ફરમાવ્યા છે. કારણ કે કર્તવ્યભ્રષ્ટ થઈને જીવવાનો કોઈ મતલબ નથી. ૩૮ ૩ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દિવસના ૩૦ ટંકના પડિલેહણમાંથી ૨૫ ટંક પણ ગુરુ, વિદ્યાગુરુ કે વડીલનું પડિલેહણ ન કરીએ, ગ્લાનસેવાની ઉપેક્ષા કરીએ, શાસ્ત્રીય સ્વાધ્યાયના બદલે દૈનિક છાપા-સાપ્તાહિક પૂર્તિ-માસિક મેગેઝીન વગેરેનો જ સ્વાધ્યાય (!) કરીએ અને તેમાંય કોઈ ડંખરંજ ન રાખીએ, આલોચના ન કરીએ, પ્રમાદમાંથી પીછેહઠ ન કરીએ તો ગૃહસ્થ કરતાં આપણે વધુ દયાપાત્ર બનીએ. કર્તવ્યભ્રષ્ટ થવા જેવું બીજું કોઈ પાપ નથી. નાના-નાના કર્તવ્યોમાં અહોભાવ, ભક્તિભાવ, આજ્ઞાપાલનભાવ, ઋણમુક્તિનો ભાવ, આરાધકભાવ ન પ્રગટાવીએ અને ગુરુભક્તિ, ગ્લાનિસેવા, નિર્દોષ સંયમચર્યા વગેરે કર્તવ્યોમાં ભ્રષ્ટ થઈએ તો સંઘરક્ષા, તીર્થરક્ષા, શાસનપ્રભાવના, બોધિબીજવાવણી, સમુદાયસંચાલન વગેરે મોટી જવાબદારી વહન કરવાની તાત્ત્વિકપારમાર્થિક લાયકાત ન આવી શકે. “આત્મગુણોના ખીલવટની તીવ્ર તમન્ના કે આત્મકલ્યાણની ચિંતા ન હોય તેવા સાધુ ઉપર પ્રોગ્રામ, પ્લાનીંગ, ટ્રસ્ટ, ફંડ, ફાઉન્ડેશન, ફંકશન, ભક્તવર્ગ વગેરેની ચિંતા તથા સામૈયાના બેંડવાળાની ચિંતા, વિહારમાં સાથે લારી-વાહનની ચિંતા, માણસોના પગારની ચિંતા, પત્રિકા-પોસ્ટર-બેનર-પેમ્ફલેટ વગેરે સમયસર મેળવવા પ્રેસવાળાની ચિંતા, પ્રોજેક્ટ પૂરો કરવા ભક્તવર્ગ ઊભો કરવાની ચિંતા, પ્રોગ્રામ-સ્ટેજ વગેરે માટે મંડપવાળા-ડેકોરેશનવાળાની ચિંતા, વરઘોડા વગેરેમાં ઐતિહાસિકતા લાવવા નવીન નૃત્યકાર, કલાકાર, સંગીતકાર, ઢોલીવાળા વગેરેને લાવવાની ચિંતા વગેરે ઠોકી બેસાડવા માટે તો કર્મસત્તા તરફથી પ્રભાવક' નું બિરુદ અપાતું નહિ હોય ને ?” આ સમસ્યાનું સમાધાન કેવલજ્ઞાનીઅતિશયજ્ઞાની વગેરે સિવાય કોણ આપી શકે ? -૩૮૪– Page #396 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાપૂર્વક સહન કરવા છતાં અકામનિર્જરા ! આપણે ઝવેરીના સંતાન છીએ. ગુણસમૃદ્ધ વિશુદ્ધ સંયમજીવન = ઝવેરીનો ધંધો. નાની નાની બાબતમાં સુખશીલતાથી અતિચારબહુલ શિથિલ જીવન = પાનનો ગલ્લો. ઝવેરીનો દીકરો પાનના ગલ્લે શોભે નહિ. થીગડાઓથી ભરપૂર સાડીનું અસલ પોત દેખાતું નથી તેમ નિષ્કારણ દોષસેવન કરીને કેવળ દ્રવ્યઆલોચનાના થીગડા લગાવીએ તો અસલ સંયમજીવનનો આસ્વાદ આવે નહિ. પ્રમાદ, દેખાદેખીથી એક વાર ઈરાદાપૂર્વક દોષસેવનની ઝાપટમાં આવી ગયા પછી નિર્દોષ ચારિત્રચર્યાની થનગનાટી-તાલાવેલીદૃઢ સક્રિય રુચિ ખલાસ થઈ જાય છે. એક વાર પગે ફેક્ચર થાય તો હાડકું સંધાયા પછી પણ શિયાળામાં, દોડવામાં તેની અસર થોડા-ઘણા અંશે તો દેખાય જ છે ને ! દોષનું વારંવાર સેવન થતાં હૃદય નિષ્ઠુર થઈ જાય છે. બેરોકટોક નિષ્ઠુરપણે બેમર્યાદ દોષસેવન શરૂ થાય પછી ઈચ્છાપૂર્વક લોચ-વિહાર આદિ કાયકષ્ટ સહન કરીએ તો પણ તેમાં અકામનિર્જરા જ થાય, સકામનિર્જરા ન થાય. કારણ કે સકામનિર્જરા તો સમજણપૂર્વક સદ્ગુણની મૂડીના આધારે થાય. ચક્રવર્તીનો ઘોડો પ્રારંભમાં પરાણે બ્રહ્મચર્ય પાળે અને આગળ જતાં કાળક્રમે ઈચ્છાપૂર્વક પણ પાળે છતાં ય તેને શું સકામનિર્જરા થાય? ઢોર કષ્ટ સહન કરતાં કરતાં ટેવાઈ જવાથી, સહિષ્ણુ બનવાથી પરાધીનપણે ભૂખ-તરસ વેઠે તેમાં ભદ્રક ઢોરની ઈચ્છા ભળે તો ય શાસ્ત્રમાન્ય સકામનિર્જરા ન થાય. કારણ કે તેની પાસે સદ્ગુણની સમૃદ્ધિ નથી. સામાન્યથી સકામનિર્જરાનો વ્યવહાર ગુણસમૃદ્ધ સમગ્ર જીવનના આધારે થાય, એકાદ ક્ષણના આધારે નહિ. કારણ કે જેમ ધંધામાં રોજ હજારો રૂપિયાની ખોટ કરે અને એકાદ દિવસ ૧૦૦-૨૦૦ રૂપિયાની કમાણી કરે તો પણ તેવો વેપારી દેવાળુ જ કાઢે. તેને ૩૮૫ Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્રીમંત ન ગણી શકાય. ભિખારી પાસે બે-પાંચ રૂપિયા હોય એટલા માત્રથી તે શ્રીમંતની હરોળમાં ગોઠવાઈ ન શકે. ગટરમાં અત્તરના બે-ચાર બુંદ પડે એટલા માત્રથી ગટર સુગંધી ન કહેવાય. તેમ સમગ્રજીવન નિર્વોસપણે એમર્યાદ દોષસેવનથી ખરડાયેલ હોય તો અવશ્યકર્તવ્ય એવા લોચ, વિહારને ઈચ્છાપૂર્વક કરવા છતાં સકામનિર્જરા થઈ ન શકે. સમગ્ર જીવન ગુણસમૃદ્ધ હોય અને એકાદ ક્ષણની ગલતના લીધે કર્મબંધ થતો હોય તો (૧) પ્રસન્નચંદ્રરાજર્ષિની જેમ પ્રબળ આત્મજાગૃતિ દ્વારા સકામનિર્જરા થઈ શકે. અથવા (૨) પાર્શ્વનાથપ્રભુનો જીવ આર્તધ્યાનના લીધે હાથીના ભવમાં જવા છતાં ફરી ઝડપથી મોક્ષમાર્ગે ચઢી ગયો અને સકામનિર્જરામાં લાગી ગયોતેવું બની શકે. પણ સદ્દગુણ વૈભવ જોરદાર હોય તો જ તેવું બને. આથી સકામનિર્જરા કરવા માટે ઉપયોગપૂર્વક, એકાગ્રતાપૂર્વક, અહોભાવપૂર્વક, ગુણપ્રાપ્તિની ઝંખનાપૂર્વક, વિધિ-યતનાપૂર્વક, શક્તિ છૂપાવ્યા વિના, અન્યની ઈર્ષ્યા-નિંદા કર્યા વગર, ઘાલએલરહિત આરાધના કરવામાં સતત પ્રયત્નશીલ રહેવું એ જ આપણું પ્રધાન કર્તવ્ય છે અને અંગત જવાબદારી છે. તથા “જીવનનિર્વાહ માટે જરૂરી ગોચરી-પાણી-ઊંઘ વગેરે પણ અણાહારી-સદાઅપ્રમત્ત એવા આપણા આત્મા માટે કલંકરૂપ છે'- એ ભૂલવું નહિ. તો જ તેમાં આસક્તિ કરવા સ્વરૂપ ગુનો થઈ ન શકે. ગોચરી-ઊંઘ વગેરે આત્મા માટે કલંક જરૂર છે પણ ગુનો નથી. તેમાં આસક્તિ કરવી તે ગુન્હો છે. મતલબ કે બાહ્ય ચીજ દ્વારા જ આત્મકલ્યાણ થવાનું લાગતું હોય અને બાહ્ય ચીજ આત્મકલ્યાણને જ કરે તેવું બનતું હોય તો તેવા સંયોગમાં પરિમિત આવશ્યક સાદી ગોચરી-ઉપકરણ વગેરે બાહ્ય ચીજને સ્વીકારવી. આ સતત નજર સામે હોય અને આરાધનામાં ઉપરની દશ શરત વણાયેલ હોય તો સકામનિર્જરા પ્રબળ થાય. ૩૮ ૬ Page #398 -------------------------------------------------------------------------- ________________ ત્યા કરતાં તૌયાય શકે. આપણે દીક્ષા જીવનનો સ્વીકાર કરવાનો ભગીરથ પુરુષાર્થ અને ભીષ્મ પ્રતિજ્ઞા કરેલ છે. પાવન દીક્ષાજીવનના પ્રારંભથી જ આપણે ત્યાગી બની ગયા. પરંતુ તે ત્યાગને દીર્ઘજીવી બનાવવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યને આપણે આત્મસાત્ કરવો જ રહ્યો. દીક્ષા લેવાથી ત્યાગી બની જવાય પણ વૈરાગી તો જાતે જ બનવું પડે. શાસ્ત્રવચન, ગુરુ, કલ્યાણમિત્ર, તિથિ, પર્વો... વગેરે આપણને ત્યાગી બનાવીને અટકી જાય છે. વૈરાગ્યજ્યોત તો આપણે જ જગાવવી પડે છે. જો આપણી આ જવાબદારીને આપણે અદા ન કરીએ તો મહાત્યાગ વાંઝીયો બની જાય. દા.ત. (૧) શાસ્ત્ર તપ કરવાનું કહીને ભોજનત્યાગ કરાવે. પણ રસનેન્દ્રિયવિજય સ્વરૂપ વૈરાગ્યને આપણે જગાવવો પડે. (૨) ગુરુદેવ સ્વાધ્યાયની પ્રેરણા કરીને આપણને વાતચીતવિકથા વગેરેનો ત્યાગ કરાવે. પણ સ્વનું અધ્યયન-પરિશીલન કરવા સ્વરૂપ વૈરાગ્યને તો આપણે ઊભો કરવો પડે. (૩) વિહાર, લોચ, ભિક્ષાટન, કાઉસગ્ગ વગેરેમાં આપણને જોડનારા શાસ્ત્રવચનો તેટલો સમય સુખશીલતાનો ત્યાગ કરાવે. પણ દેહાધ્યાસવિસર્જન સ્વરૂપ વૈરાગ્યને તો આપણે જ પ્રગટાવવાનો છે. (૪) મલને ધારણ કરવાની કે મેલા કપડા પહેરવાની પ્રેરણા કરનાર કલ્યાણમિત્ર કે સ્નાનનિષેધક શાસ્ત્રવચન આપણને વિભૂષાનો ત્યાગ કરાવે. પરંતુ દેહાત્મભેદવિજ્ઞાનસ્વરૂપ જ્ઞાનગર્ભ વૈરાગ્યનું સર્જન કરવાની જવાબદારી તો આપણા શિરે છે. (૫) રોગ આદિ પરિષહ કે ઉપસર્ગને સહન કરવાની જિનાજ્ઞા શરીરની આળ-પંપાળનો ત્યાગ કરાવે. પરંતુ દેહમમતાવિલયસ્વરૂપ વૈરાગ્યનો ધોધ આપણે વરસાવવાનો છે. (૬) વિજાતીયને જોવાનો પ્રતિષેધ કરનાર શાસ્ત્રવચન વિજાતીય ૩૮૭} Page #399 -------------------------------------------------------------------------- ________________ દર્શનનો ત્યાગ કરાવે. પણ વિજાતીયતત્ત્વની ઉદાસીનતા સ્વરૂપ જાજ્વલ્યમાન વૈરાગ્યનું નિર્માણ કરવાનું કર્તવ્ય તો આપણું જ છે. મતલબ એ થયો કે આત્મકલ્યાણમાં બાધક બને એવા દ્રવ્યક્ષેત્ર-કાળ સાથેના સંપર્કનું વિસર્જન એટલે ત્યાગ. આત્મકલ્યાણમાં બાધક એવા મલિન ભાવનું વિસર્જન એટલે વૈરાગ્ય. (૧) શાસ્ત્ર કે ગુરુ વગેરે મિષ્ટાન્ન, માવો, મેવો, ફુટ વગેરે આત્મકલ્યાણબાધક દ્રવ્યની સાથે આપણો સંપર્ક છોડાવે. પરંતુ પુદ્ગલરમણતાસ્વરૂપ મલિન ભાવનું વિસર્જન આપણે કરવાનું છે. (૨) “વેશ્યાના ઘરે ગોચરી ન જવું...' ઈત્યાદિ પ્રેરણા કરનાર ગુરુ ભગવંત વગેરે અકલ્યાણકારી ક્ષેત્ર સાથેનો આપણો સંપર્ક છોડાવે. પણ વિજાતીય આકર્ષણ સ્વરૂપ મલિન ભાવનું વિસર્જન કરવું એ આપણી અંગત કરણી છે. (૩) રાત્રે ૧૦ થી ૪ વિશ્રામ કરવાની જિનાજ્ઞા કામોત્તેજક અહિતકારી કાળ સાથેનો આપણો સંપર્ક છોડાવે. પરંતુ પૂર્વક્રીડિતસ્મરણસ્વરૂપ કે કુવિચારવાયુ સ્વરૂપ કલુષિત ભાવને દેશવટો આપવાનું આપણું કર્તવ્ય ત્યારે આપણે ચૂકી જવું ના જોઈએ. પ્રવૃત્તિનો પરિહાર એટલે ત્યાગ અને કુવૃત્તિનો પરિહાર એટલે વૈરાગ્ય. ખુદ તીર્થંકર પરમાત્માઓ પણ કુવૃત્તિપરિહાર સ્વરૂપ વૈરાગ્યને જમાલિ વગેરે નિહનવો, ૩૬૩ પાખંડીઓ, સંગમદેવ, કાલસૌકરિક કસાઈ, કપિલા દાસી, મમ્મણશેઠ વગેરેમાં જગાવી શક્યા નથી. કારણ કે એ જવાબદારી જમાલિ વગેરેની અંગત હતી. આપણે કુવૃત્તિપરિહારસ્વરૂપ વૈરાગ્યને કેળવવાની આપણી અંગત જવાબદારીને જો વિવેકદષ્ટિથી અદા ન કરીએ તો કુપ્રવૃત્તિપરિહાર સ્વરૂપ કે બાધક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ સાથેનો આપણો સંપર્ક છોડાવવા સ્વરૂપ પોતાની ફરજ બજાવનાર શાસ્ત્રો, ગુરુદેવ, કલ્યાણમિત્ર વગેરેની મહેનત ઉપર પાણી ફરી વળે. ૩૮૮ Page #400 -------------------------------------------------------------------------- ________________ ઊલટું, જો ત્યાગ કર્યા પછી વૈરાગ્યને કેળવીએ નહિ તો પ્રાયઃ બમણા વેગથી ભોગમાર્ગે આપણે તણાઈ જઈએ- એવું ભયસ્થાન આપણી સામે મોઢું ફાડીને ઊભું રહે છે. દા.ત. (૧) તપ કરવા દ્વારા ભોજનત્યાગ કરવા છતાં આહારસંજ્ઞાની તીવ્રતા સ્વરૂપ મલિન ભાવનું વિસર્જન ન કરીએ, ભોજન પ્રત્યે વૈરાગ્ય ન કેળવીએ તો પારણામાં બમણા વેગથી લપસી પડીએ. (૨) કાઉસગ્ગ કરીએ એટલે દેહની આળપંપાળનો ત્યાગ થયો. પરંતુ દેહાધ્યાસવિસર્જન ન કરેલ હોય તો કાયોત્સર્ગ પૂરો થાય કે તરત મચ્છર ઉડાવવાનું આકર્ષણ થયા વિના ન રહે. (૩) પ્રતિક્રમણ કરીએ એટલો સમય વાત-ચીતનો ત્યાગ હોય પણ વિકથાઆકર્ષણ સ્વરૂપ મલિન ભાવનું વિસર્જન કરેલ ન હોય તો પ્રતિક્રમણ પછી તરત વિકથા-ગપ્પા-નિંદા વગેરે શરૂ થઈ જાય. (૪) જીવનભર બ્રહ્મચર્ય પાળવા છતાં વિજાતીય આકર્ષણવિસર્જન સ્વરૂપ વૈરાગ્યને આત્મસાત કર્યો ન હોય તો દેવલોકમાં ગયા પછી નિરંતર અપ્સરાના બાહુપાશમાં જકડાઈ જવાનું ભયસ્થાન નકારી શકાય તેમ નથી. (૫) સુગંધી ફુવારા કે અત્તરના હોજમાં સતત દેવાંગનાથી લપેટાઈને આપણે દેવલોકમાં પડી રહેવાનું ભવિષ્યમાં બેને તો સમજી લેવું કે અસ્નાન, વિભૂષાવિસર્જન વગેરે ત્યાગને જીવનમાં ઉતારવા છતાં પુદ્ગલ-રમણતા-વિસર્જનસ્વરૂપ વૈરાગ્યને દૃઢ બનાવવામાં આપણે નિષ્ફળ બન્યા છીએ. ત્યાગમાં વૈરાગ્ય ભળે તો ત્યાગ યોગમાર્ગે ઊર્ધ્વયાત્રા કરાવે. ત્યાગમાં વૈરાગ્ય ન ભળે તો તે ત્યાગ પ્રાયઃ દંભસ્વરૂપ બને, અભિમાનને પોષે, ભવભ્રમણમાં જકડી રાખે અને ભોગમાર્ગે ઉત્સુકતા તથા આસક્તિ પેદા કરાવે. વૈરાગ્ય વિનાના ત્યાગનું આયુષ્ય બહુ અલ્પ હોય. વૈરાગ્ય ભળે તો ત્યાગની જીવાદોરી લંબાય. વૈરાગ્ય વગર ત્યાગમાં નીરસતા આવે. જ્ઞાનગર્ભ વૈરાગ્યનું પીઠબળ હોય તો ત્યાગમાં ૩૮૯ Page #401 -------------------------------------------------------------------------- ________________ ય પ્રસન્નતાના ફુવારા ઉડે, ઉપસર્ગ-પરિષહમાં પણ આત્મા નિજાનંદમાં ગળાડૂબ બને, પ્રતિકૂળતા પણ મીઠી લાગે. આવું બને તો સંયમજીવન સફળ બને, સાનુબંધ બને. માટે વર્તમાન જીવનનો આપણો ત્યાગ ભવાંતરમાં આપણને યોગમાર્ગે જોડશે કે ભોગમાર્ગે ઢસડી જશે ? આ સવાલનો સચોટ અને સંતોષકારક જવાબ મેળવવા વિવેકપૂર્ણ વૈરાગ્યને દૃઢ બનાવવો એ આપણી અંગત અને મોટી જવાબદારી છે. આ કર્તવ્યને અદા કરવાના આપણા પુરુષાર્થને પરમાત્મા સફળ બનાવે તેવી મંગલ પ્રાર્થના આજની મંગલ ઘડીએ કરીએ. લખી રાખો ડાયરીમાં... આપણી દોરી કોઈ સંયમીના કપડા સૂકવવાનો આધાર ન બને તો ભવાંતરમાં કોઈ સદ્ગુરુની જીવનદોરી આપણા કર્મને સૂકવવામાં, સળગાવવામાં આધાર કઈ રીતે બની શકશે ? ૩૯૦ Page #402 -------------------------------------------------------------------------- ________________ સંયમીના વ્યવહારમાં • લેખકની હૃદયોર્મિ . સંયમજીવનની ઉપલબ્ધિના મહત્ત્વના પાંચ પરિબળો છે. (૧) પૂર્વભવની વિશિષ્ટ આરાધના, (૨) માતા-પિતા આદિના સંસ્કાર, (૩) દેવ-ગુરુની અનરાધાર કૃપા (૪) કલ્યાણમિત્ર વગેરેનો સુયોગ તથા (૫) આ ભવનો આધ્યાત્મિક પુરુષાર્થ. સંયમજીવનને મેળવવામાં આ પાંચેય પરિબળો તરતમભાવે પોતાનો ફાળો નોંધાવે છે. રજોહરણની પ્રાપ્તિ બાદ સ્વાધ્યાય, સેવા, સમિતિ-ગુપ્તિ-પાલન, સદ્ગુરુસમર્પણ આદિ સંયમ સાધનામાં અનેક વર્ષો પસાર થયા બાદ પણ સતત જોઈએ તેવી પ્રસન્નતાનો/મસ્તીનો/સમાધિનો અનુભવ કેમ થતો નહિ હોય ? આ પ્રશ્ન લાંબા સમયથી મનમાં ઉઠતો હતો. તેનું સમાધાન મેળવવા કરેલા મનન-મંથન-મથામણના અંતે ‘પગામ સજ્ઝાય' નામના આવશ્યકસૂત્રમાં આવતા ‘વીસાળુ અસાહિતાનેěિ' પદ ઉ૫૨ નજર સ્થિર થઈ. તે પદની હારિભદ્રી આવશ્યકનિર્યુક્તિવૃત્તિ ઉપર ચિંતન-મનન થતાં પ્રશ્નનો પ્રત્યુત્તર પારદર્શક થતો ગયો. તે અંગે ઉદ્ભવેલા મનન અને મંથનના મોતીઓ, વાચનાના માધ્યમથી, શિષ્યવર્ગને પ્રદાન કરવાનો સુભગ અવસર મળ્યો. કલિકુંડ તીર્થ-ધોળકામાં થયેલી આ વાચનામાં ‘સંયમીઓનો પરસ્પર વ્યવહાર, ગુરુદેવ સાથે વ્યવહાર, શ્રાવકાદિ જોડે વ્યવહાર કેવો હોય ? ૩૯૧ Page #403 -------------------------------------------------------------------------- ________________ અસમાધિને ટાળવા, સંકલેશને ખાળવા, દોષોને બાળવા શું કરવું ?” ઈત્યાદિ બાબતની વિસ્તારથી વિચારણા થઈ. આવી વિચારણાઓ રૂપી વાનગીનો રસથાળ એટલે “સંયમીના વ્યવહારમાં'. તપાગચ્છમાં, અચલગચ્છમાં, સ્થાનકવાસી સંપ્રદાયમાં સાધ્વીજી ભગવંતોના અનેક ગ્રુપમાં આ પૂર્વે પ્રકાશિત થયેલી “સંયમીના કાનમાં', “સંયમીના દિલમાં', “સંયમીના સપનામાં” અને “સંયમીના રોમેરોમમાં પુસ્તિકાઓની ઉપર નિયમિત વાચના અપાય છે. તેવા સમાચારથી ખૂબ પ્રમોદ અનુભવાયો. અનેક સંયમીઓના જીવનઘડતરમાં આ રીતે પણ ઉપયોગી બની શકાય. તેવા આશયથી લખાયેલી સંયમજીવનલક્ષી પ્રસ્તુત પુસ્તિકાને પણ સંયમીઓ/મુમુક્ષુઓ વધાવી લેશે અને વિશુદ્ધ સંયમવ્યવહાર દ્વારા આત્માને પાવન કરશે તેવી અપેક્ષા. તર્કનિપુણ પૂજ્ય પંન્યાસપ્રવશ્રી યશોરત્નવિજયજી મહારાજે પ્રભુવચનને, પ્રભુશાસનને, પ્રભુપ્રદર્શિત મોક્ષમાર્ગને કે વાચકવર્ગને લેશ પણ અન્યાય આ પુસ્તિકા દ્વારા ન થઈ જાય તેની પૂરતી કાળજી રાખીને સૂક્ષ્મદષ્ટિથી પ્રસ્તુત પુસ્તિકાનું પરિશ્રમસાધ્ય સંશોધન કરી આપવાની ઉદારતા દર્શાવી છે તે નહિ વિસરાય. તરણતારણહાર શ્રીજિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધત્રિવિધ મિચ્છામિદુક્કડમ્. પૂજ્યપાદ સ્વ.ગચ્છાધિપતિશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પંન્યાસપ્રવરશ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણિવરનો શિષ્યાળુ પંન્યાસ યશોવિજય શ્રી પાર્શ્વનાથ દીક્ષા કલ્યાણક વિ.સં. ૨૦૬૦ માગ.વદ.૧૧, ઓપેરા, અમદાવાદ, ૩૯૨ ૩૯ર Page #404 -------------------------------------------------------------------------- ________________ ક્ષણાધિ અને સંક્લેશના ભાઈ પગામસિક્ઝાય' નામના પ્રતિક્રમણ આવશ્યક સૂત્રમાં “વીસા સમદિડાર્દિ આ પ્રમાણે ઉલ્લેખ આવે છે. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પ્રત્યેકના નામોલ્લેખપૂર્વક વીસ અસમાધિસ્થાન આવશ્યકનિયુક્તિમાં બતાવ્યા છે. તેના ઉપર પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ વ્યાખ્યા રચેલ છે. તેની અહીં છણાવટ કરવામાં આવે છે. સમાધાનં સમાધિ: | કોઈ પણ પરિસ્થિતિમાં સમાધાન કરવાની કળા હોય તે સમાધિ કહેવાય. મોટી લીટીને સમજવા નાની લીટીની જાણકારી મેળવવી જરૂરી બને છે તેમ સમાધિને સમજવા અસમાધિની જાણકારી હોવી જરૂરી છે તથા તેના નિમિત્તોને જાણીને છોડવા જરૂરી છે. અહીં ૨૦ વસ્તુ એવી બતાવી છે જેનાથી અસમાધિ ઊભી થાય. માટે ૨૦ અસમાધિસ્થાનને ઓળખી, છોડી સમાધિમાં લીન બનવાનો પ્રયત્ન થાય તો જ સંયમજીવન સાર્થક બને. દા.ત. “વિહારનો રસ્તો કેટલો લાંબો છે ?” “સાહેબ ! ૨૨ કિ.મી. છે.” નીકળ્યું ૨૬ કિ.મી.! અને ગૃહસ્થ પર દુર્ભાવ થાય કે “ગૃહસ્થો સાચો જવાબ પણ નથી આપતા.” આ રીતે પોતાને અસમાધિ થાય ત્યારે જો વિચારીએ કે “ગામ તો છે ત્યાં છે. અત્યારે વધુ ચાલ્યા તો કાલે ઓછું આનું નામ સમાધિ. સમાધાન કરવાની કળા તે સમાધિ. ગોચરી માંડલીમાં મીઠાઈ પોતાને ન મળી અને બાજુવાળાને મળી ત્યારે હું રહી ગયો” આ અસમાધિ છે. “આજે મારા પેટને આરામ, આંતરડાને આરામ, આહારસંજ્ઞાથી બચાયું એવો વિચાર એટલે સમાધિ. વેતસ: વાચ્યું સમાધિઃ ચિત્તની સ્વસ્થતા એ જ સમાધિ છે. નાની નાની વાતમાં ખોટું લાગે-ઓછું લાગે તેની સ્વસ્થતા રવાના થઈ જાય. જેને ડગલે ને પગલે ઓછું ન લાગે તેની સમાધિ ટકે. ડગલે ને પગલે ઓછું લાગે તે અસમાધિ. જે મળેલ હોય તે લાયકાત કરતાં વધુ લાગે તે સમાધિ. એક દર્દીને ડોક્ટર અડધો કલાક તપાસે અને બીજાને બે મિનિટમાં ૩૯૩ Page #405 -------------------------------------------------------------------------- ________________ રવાના કરે તો બીજાને વિકલ્પ નથી આવતો કે “મને ઓછું તપાસ્યું.' તે જ રીતે ગુરુ પોતાની સાથે ઓછી વાત કરે અને બીજા સાથે વધુ સમય વાત કરે તેમાં તે રીતે મનનું સમાધાન કરવું. અસમાધિથી મન સ્વાધ્યાયમાં ચોટે નહિ, ભક્તિ પણ જામે નહિ. જ્યારે સમાધિથી પ્રસન્નતા આવે. તેનાથી તન્મયતા અને લીનતા આવે. અનુયોગદ્વારમાં પણ કહેલ છે કે “તશ્ચિત્તે તમ્મને તત્તેસે તવંન્નवसिए तत्तिव्वज्झवसाणे तदट्ठोवउत्ते तदप्पिअकरणे तब्भावणाभाविए...' (સૂ.૨૮) અર્થાત્ વ્યાપશૂન્ય-વિક્ષેપરહિત અવસ્થામાં આરાધના અંગે તન્મયતા, તલ્લીનતા હોય તો જ આરાધના વાસ્તવમાં ભાવઅનુષ્ઠાન = ભાવ આવશ્યક બને. પ્રસન્નતા માટે તૃપ્તિ જોઇએ અને તે માટે ઓછાપણાનો અનુભવ ન જોઈએ. ઓછાપણાનો અનુભવ હોય તો આરાધના ઉપલક બની જાય. કોઈ ગોચરીમાં પાંચ નંગ આંબેલના ઢોકળા મંગાવે. તેને અનુકૂળ લાગ્યા અને વધારે લીધા. લાવનારને અસમાધિ થાય કે “બરાબર ગણાવતા પણ નથી.” આનું નામ અસમાધિ. એના બદલે એમ વિચારે કે “(૧) ન મે જુગાડું જ્ઞા, સાદું દુષ્પમિ તરિો (દશવૈકાલિક૫/૧૯૪) (૨) જિનાજ્ઞાપાલનનો મોકો મળ્યો, (૩) તેઓ જે સ્વાધ્યાય-જાપ વગેરે કરશે તેમાં ગોચરી Petrol પૂરશે અને મને લાભ મળશે.” તો તે સમાધિ. પણ ત્યારે જો અસમાધિ કરે તો બીજા દિવસે ગોચરી પૂછતી વખતે પ્રાયઃ આકરા શબ્દોમાં પૂછશે કે “જેટલા જોઈએ તેટલા સ્પષ્ટ ગણાવજો. બીજાને ખૂટે નહિ.” આ રીતે સંયમી પ્રત્યે સદ્ભાવ તૂટે પછી મહાવિદેહમાં સાધુદર્શન મળે તો પણ તેમાં તેને અહોભાવ કે સંયમના પરિણામ જાગે નહિ. સામેનાની Action કરતાં આપણું Reaction વધુ મહત્ત્વનું છે. માટે આટલું નક્કી રાખવું - “મારે અસમાધિ નથી કરવી. પ્રસન્નતા ટકાવવી છે.” આવી ભાવનાને સફળ કરવા માટે બે ઉપાય છે. (૧) દોષદષ્ટિનો અભાવ અને (૨) તૃમિનો અનુભવ. – ૩૯૪F ૩૯૪ Page #406 -------------------------------------------------------------------------- ________________ તૃપ્તિના અનુભવ માટે સમ્યક અભિગમ કેળવવો પડે. દા.ત. ગોચરીમાં દૂધ ન મળ્યું તો વિચારવું “મૂળ માર્ગથી તો ૧૮ થી ૪૫ વર્ષના સાધુ વિગઈ જરા પણ ન વાપરે અથવા વિશેષ કારણ હોય તો ગુરુદેવની રજા લઈને પરિમિત વિગઈ વાપરે. દશવૈકાલિકના જોગમાંથી નીકળતી વખતે “પરિમિત વિગઈ વિસર્જવણી” કાઉસ્સગમાં અવસરે પરિમિત વિગઈ વાપરવાની રજા લીધી હતી અને વર્તમાનમાં અપરિમિત વિગઈ વાપરીને જિનાજ્ઞા માંગું છું. આમ તો ગળીયા બળદ જેવો હું જિનાજ્ઞા પાળતો નથી પણ અત્યારે આ રીતે જો સહજ પ્રસંગ બન્યો તો આજ્ઞાપાલનનો, વિગઈત્યાગનો લાભ મળ્યો.' ઉનાળાના દિવસોમાં વિહારમાં આપણે છેલ્લા હોઈએ અને રસ્તામાં ઘડો ફૂટી જાય. મનમાં હાયવોય થાય તો અસમાધિ ઉભી થાય. હાયવોય કરવાના બદલે વિચારીએ કે “ભગવાનની આજ્ઞા બે ઘડી પહેલાં પાણી ચૂકવવાની છે. મારામાં સત્ત્વ-ભાવના-ઈચ્છા વગેરેની કચાશ હોવા છતાં આજે કુદરતી રીતે આજ્ઞાપાલનનો લાભ મળ્યો.” આવો વિચાર કરીએ તો સમાધિ ટકે અને બીજાની અપેક્ષા પણ ઉભી ન થાય કે “તમે કેમ ઉભા ન રહ્યા? હું તમારા માટે પરમદિવસે ઉભો હતો અને આજે તમે મારી રાહ ન જોઈ !.” સમાધિના પાયામાં સંકલ્પ છે કે કોઈ પણ હિસાબે મારે અસમાધિ કરવી નથી. મારા કર્મથી બધું બને છે. મારા જીવનમાં જે જે ક્ષેત્રકાળમાં જે જે નબળું બને છે તેમાં જવાબદાર માત્ર હું જ છું.” આ સમ્યગ્દર્શનનો પાયો છે. તે હોય તો જ સમ્યક ચારિત્ર છે. ઉમાસ્વાતિ મહારાજા તત્ત્વાર્થસૂત્રભાષ્યમાં કહે છે કે સમ્યગુ દર્શન હોય તો જ ચારિત્ર સમ્યફ કહેવાય અને મિથ્યાદર્શન હોય તો ચારિત્ર મિથ્યા. સમ્ય દર્શન એટલે ભગવાનના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા. દા.ત. ભગવાનના વચન પ્રમાણે “મારા જીવનમાં આવતી પ્રતિકૂળતા-રોગપરેશાનીમાં હું અને મારા કર્મ જવાબદાર છીએ. કર્મબંધ વખતની ૩૯૫ Page #407 -------------------------------------------------------------------------- ________________ મારી ભૂલ-પ્રમાદ જવાબદાર છે. આ વિચારથી આપણે આપણને જ આરોપીના પીંજરામાં ગોઠવીએ. આવું કરીએ નહિ તો સંકલેશ ચાલે રાખે. Foot-ball ની જેમ આપણે વિચારોના મેદાનમાં રમીએગમે ત્યાં ભટકીએ અને સાચી સમાધિ આવે નહિ. સમાધિમાં રમે અને માટે તે સંયમી. સંકલેશમાં રખડે અને રખડાવે તે સંસારી. ભગવાને બતાવેલ સંયમની સાધનાની સાચી નિશાની છે સમાધિ. આ વ્યાખ્યા જાત માટે લગાડવાની છે, બીજા માટે નહિ. બીજા સાધુ આપણને સંક્લેશ કરાવવામાં નિમિત્ત બને અથવા સંક્લેશ કરે ત્યારે તેને અસંયમી માનવા માટે ઉપરની વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો નથી. ગોચરીમાં આપણું પાત્રુ બીજાએ વાપરવા લીધું અને પાછા આપી ગયા. આપણે જોયું તો ખરડાયેલ હતું. તરત જ મન સંક્લિષ્ટ બને કોણે ધોયું છે ? બરાબર ધોતા પણ નથી... ” આવો નાનકડો દ્વેષ પણ લંબાય તો વેરમાં convert થાય છે. સમરાદિત્ય-અગ્નિશર્માના નવ ભવની પરંપરામાં આવું જ નાનું બીજ હતું ને ! આનાથી અગ્નિશર્માનો અનંત સંસાર વધ્યો. માટે સમજવું કે વેરની ગાંઠ સામેવાળાને રખડાવે કે ન રખડાવે, પણ મને તો અવશ્ય રખડાવશે. વળી આ ગાંઠ અહીં સંયમજીવનમાં પ્રાયઃ સંસારીની સાથે નથી બંધાતી પણ સંયમી એવા ગુરુભાઈની/ગુરુબેનની સાથે બંધાય છે. મહોપાધ્યાય યશોવિજય મહારાજા પણ ૧૨ મા ભગવાનના સ્તવનમાં જણાવે છે કે “શે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર” આ કડી આપણે સેંકડો વાર બોલ્યા. પણ આ પરિણામ કેળવવાનો સંકલ્પ નથી. માટે by pass થાય છે. અને પરિણતિને પારદર્શક કરવાનું કાર્ય બાકી રહી જાય છે. જેથી ઉગ્ર સંયમચર્યા પણ નિષ્ફળ જાય છે. લોચ, વિહાર, તપ વગેરે અનેક ઉગ્ર ચર્યા પાળી. ઘર, કુટુંબ, મા-બાપ, હેર સ્ટાઈલ, હોટેલ બધું છોડ્યા છતાં પરિણામ કંઈ જ નહિ! તો આપણે મૂરખ જ ગણાઈએ. આપણું રોકાણ (ઈન્વેસ્ટ ૩૯૬ Page #408 -------------------------------------------------------------------------- ________________ મેન્ટ) ઊંચામાં ઊંચુ, અને વળતર શું? રીઝલ્ટ શું મળ્યું? દીક્ષા લઈને પ-૧૦-૧૫-૨૫ વર્ષ તેનું પાલન કર્યું. લોચ-ઓળી-આયંબિલ-વિહારવૈયાવચ્ચ વગેરે ઘણું કર્યું. સંસારના કહેવાતા સુખો છોડ્યા. આ બધું કર્યા પછી પરિણામ શું? એ વિચારીએ તો રડવું પડે એવું બને કે નહિ? જો રડવું પડે તો આનું કારણ આપણી પોતાની બેદરકારી છે. સંયમી ઉપરના દ્વેષ-દુર્ભાવ-અણગમો આપણી પ્રસન્નતાને તોડે છે. આપણી ખાનદાનીના કારણે કદાચ સાધુવેશ છોડતા નથી. પરંતુ પ્રસન્નતા દેખાતી નથી. કારણ કે આપણામાં દોષ જોવાની વૃત્તિ જીવતી-જાગતી પડી છે. માટે બે સંકલ્પ કરવા જરૂરી છે. (૧) ઈરાદાપૂર્વક દોષદર્શન ન જ કરવું અને (૨) આરોપીના પાંજરામાં બીજાને ન ગોઠવવા. બીજાને આરોપીના પાંજરામાં મૂકવા તે બીજા પરના દ્વેષનું સૂચક છે. અને દ્વેષ વધતા વધતા વેરની ગાંઠરૂપ બને છે, જે અનંત સંસાર વધારે છે. દેવદ્રવ્યનું ભક્ષણ, સાધ્વીના શીલનો ભંગ અને આશાતના આ ત્રણ તત્ત્વ અનંત સંસારવૃદ્ધિના મુખ્ય કારણ છે. સંયમી પ્રત્યે દ્વેષ-વેર તે તેની આશાતનારૂપ હોવાથી સંસારવર્ધક છે. તપ, સ્વાધ્યાય વગેરે વધારે થાય કે ન થાય પણ સમાધિની વૃત્તિ આત્મસાત્ કરવી જ રહી. કારણ કે કહ્યું છે કે “સન્નિષ્ટ ચિત્તરત્ન સાન્તાં ઘનમુવ્ય” = સંક્લેશરહિત મન તો આંતરિક મૂડી છે. જીવનમાં સંકલેશ અને અસમાધિ સાથે પાળેલી ઉગ્ર પણ સંયમચર્યાનું ફળ જોઈએ તેવું ન મળે. “ગોચરી મળે તો સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ” આ જાણવા છતાં પણ ગોચરીમાં ઓછું-ઠરેલું-બળેલું આવ્યું હોય ત્યારે તેના લીધે સંકલેશ કરીને મન બગાડીએ તે કેમ ચાલે? વાપરવાનું માત્ર અડધો કલાક અને ૨૩ કલાક સંકલેશ થયા કરે તો તેને લીધે (૧) સ્વાધ્યાયથી જે આનંદનો અનુભવ કરવાનો હતો તે રવાના થાય, (૨) આચાર માયકાંગલા બને. બાહ્ય પ્રતિકૂળ પરિસ્થિતિ ન બદલાય તો “જિનાજ્ઞાપાલનનું સૌભાગ્ય મળ્યું.” એમ વિચારી સમાધિ અનુભવવી. રોજ આવા પ્રસંગો તો બન્યા જ કરે છે. આપણો --૩૯૭ ૩૯૭ Page #409 -------------------------------------------------------------------------- ________________ સમાધિનો સંકલ્પ ન હોય તો કર્મસત્તા આવા પ્રસંગે વખતે આપણને રમાડે-રખડાવે. “આજે ગોચરીમાં ઓછું આવ્યું. આજે મારી સાથે તેણે સીધી રીતે પ્રેમાળ શબ્દોથી વાતો ન કરી. મારી ૫૦ મી ઓળીની પ્રશંસા ન કરી. પારણું કરાવવા ગુરુદેવ ન આવ્યા. પારણામાં અનુકૂળ દ્રવ્ય માટે મને પહેલાં ન પૂછ્યું.” આવા નાના નાના કારણોસર પ્રસન્નતા તૂટી ન જાય તે બહુ ગંભીરતાથી વિચારવું. આમાં પોતાની મૂર્ખતા બદલ રડવું આવવું જોઈએ. કઠપૂતળીના ખેલની જેમ કર્મસત્તા જીવને (મનને) રમાડે છે અને હું માત્ર રમી નથી રહ્યો. પણ રખડી રહ્યો છું. કારણ કે રમવાની પ્રવૃત્તિમાં આનંદ હોય, જ્યારે રખડવાની પ્રવૃત્તિમાં તો ત્રાસ અને સંકલેશ જ હોય. આવી સંવેદના ઉભી કરવી જોઈએ. ઉપરોક્ત સંકલ્પવિકલ્પમાં રાગ-દ્વેષના સંકલેશ અને આર્તધ્યાન સિવાય બીજું શું છે? માટે રખડપટ્ટી જ થઈને ! તેમાં પણ જે સભાનપણે રખડે તેની રખડપટ્ટી મર્યાદિત હોય. આપણે બેભાનપણે તો રખડતા નથી ને? પાત્રા પરનો રાગ બીજા દ્વારા પાત્રુ તૂટી જાય તો ગુસ્સો કરાવે. પણ જો જાગૃતિ હોય તો તે ગુસ્સાનો જોશ ઘટી જાય. “એની જેમ મારાથી પણ આ પાત્રુ તૂટી શકે છે. અને વીસ વર્ષમાં મારાથી પણ ઘણું તૂટ્યું છે.” આવું વિચારીએ તો સામેવાળા ઉપર થયેલ દુર્ભાવ ઓસરવા માંડે. એના બદલે માત્ર વર્તમાનને જ જોવાના કારણે સંયમી પર દુર્ભાવ થાય, વ્યવહારથી સંયમ સારૂં પાળવા છતાં સંયમના અંતરાય બંધાય. આપણા પાત્રા બીજા દ્વારા ખરડાયેલા રહી જાય અને આપણે તે સાફ કરવા પડે ત્યારે એમ વિચારવું જોઈએ કે “સંયમીના મળમૂત્ર-એઠવાડ જે સાફ કરે, તે જ્યાં સુધી મોક્ષમાં ન જાય ત્યાં સુધી, તેના ભંગીના અવતાર કેન્સલ થાય છે. આ તો મારું સૌભાગ્ય છે કે તપ-સ્વાધ્યાયથી પણ જે ન થાય તે ભંગીના અવતાર કેન્સલ કરવાનું કામ આજે અનાયાસે મળ્યું. આનાથી તેવું જરૂર થશે. વળી, આ 3८८ Page #410 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા તો નવા છે. એને ખબર પણ નથી કે પાત્ર બરાબર ધોવાયું નથી. ઉતાવળમાં હોવાથી કદાચ બરાબર સાફ નહિ થયા હોય.” જો આવી સમાધાનવૃત્તિ હોય તો સંયમમાં અપાર આનંદ આવે. જો આવી સમાધાનવૃત્તિ ન હોય તો જીવન સંકલેશના લીધે મસોતા કરતાં પણ કાળું બનતાં વાર ન લાગે. સમાધાનની વૃત્તિ ન હોય તો સંકલેશ-તણાવ-ટોર્ચરિંગ-ટેન્શન અનુભવાય. બાહ્ય પરિસ્થિતિની વધુ પડતી ઝીલી લીધેલી અસર આપણને સંકલેશ-તણાવ વગેરેમાં ખેંચી જાય. “કર્મસત્તાએ ઉભી કરેલ બાહ્ય પરિસ્થિતિની અસર લેવી કે નહિ? તે માટે હું સ્વતંત્ર છું.” આવી સમજણ સમાધિની ચાવી છે. જો જીવને બાહ્ય પરિસ્થિતિની અસરો કાયમ ઉભી કરાવવા કર્મસત્તા સમર્થ હોય તો ગજસુકુમાલ મુનિને કેવળજ્ઞાન મળી ન શકત. “હું જ ગાંડો બની બાહ્ય પરિસ્થિતિની સાથે એકમેક થાઉં છું. વાસ્તવમાં તો “તેના કરતા હું અલગ જ છું - તેવું આત્મભાન નથી. માટે તેની અસર ઝીલીને હું સંકલેશ કરૂં છું.' આ રીતે પોતાના અપરાધીભાવની કબુલાત થવી જોઈએ. સુદ પાંચમના દિવસે બધાને ઉપવાસ હોય અને પોતે જ પોતાની ગોચરી લઈ આવે. યોગાનુયોગ ગોચરીમાં વધારે આવી ગયું. વધુ વાપરવાથી તબિયત બગડી. અજીર્ણ થયું. પેટમાં દુઃખાવો થયો. તે દ્વેષ કોના ઉપર કરવાનો? પોતાની જાત તો સૌથી વધારે વહાલી જ હોય ને ! જ્યારે એ જ ગોચરી બીજા લાવે અને આપણને વધી ગયું, તબિયત બગડે તો મન કેવું રહે ? સામેના ઉપર દુર્ભાવ થાય ને કે “ભાન પડતી નથી. ગણાવ્યા કરતા બમણું લઈ આવે છે. અને વાપરવાનું મારે !....” પણ આવા સમયે જાગૃતિ હોય તો ખબર પડે કે “કર્મસત્તા મને રમાડે છે. એણે જે ભૂલ કરી છે તેના કરતાં મારી તેના પ્રત્યે દ્વેષ કરવાની ભૂલ બહુ મોટી છે.” જો આ વિચાર હોય છતાં કર્મવશ સામેની વ્યક્તિ ઉપર દ્વેષ જાગે તો પણ તેનો પાવર ઓછો થઈ જાય, દ્વેષમાં “પંકચર પડી જાય. ૩૯૯ Page #411 -------------------------------------------------------------------------- ________________ સર્જાને જ છે. ઓશનિયુકિશાસનમાં એક સારા દિલથી પકડી સાચો સંયમી પોતાની સાવધાનીથી ટ્રેષને ઉદયમાં આવવા જ ન દે. કદાચ ઉદયમાં આવી જાય તો તેમાં પંચર પાડ્યા વિના ન રહે. તેના બદલે બીજાની ભૂતકાળની ભૂલ યાદ કરવા દ્વારા કષાયની ઉદીરણા કરે તે અંદરથી પાકો સંસારી હોય, સંયમી ન હોય. બીજાને ભૂતકાળની ભૂલો યાદ કરાવવા દ્વારા સ્વ-પરને કષાયની ઉદીરણા કરાવવી તે તો સંસારી માનસની નિશાની છે. હવે સાવધાન થવાનું છે. નવી ગીલ્લી, નવો દાવ. મજબૂત સંકલ્પ કરીએ કે “કોઈ પણ સંજોગમાં મારે દ્વેષ-દુર્ભાવ કરવો નથી. સમાધાનની કળા આત્મસાત્ કરવી છે. શાસ્ત્રમાં તો કરોડો વાતો કહેલી છે. તેમાંથી એકાદ પણ મને લાગુ પડતી વાતને ખરા દિલથી પકડીને ઝડપથી મુક્તિને પામવી છે.” જિનશાસનમાં એક એક યોગથી અસંખ્ય જીવો મોક્ષે ગયા છે. ઓઘનિર્યુક્તિમાં કહેલ છે. “નો નો નિવાસसणंमि दुक्खक्खया पउंजंते । एक्किक्कमि अणंता वटुंता केवली जाया।।" (ગા.૨૭૮) સાચા દિલથી, પ્રતિકૂળતામાં પણ, આપણને લાગુ પડતા એવા એકાદ વચનને દઢતાથી પકડી રાખીએ તો તે શાસ્ત્રવચન આપણને અવશ્ય મોશે પહોંચાડે. માટે કદાચ (નબળી હોજરીના કારણે) વર્ધમાન તપની ૧૦૦ ઓળી ન થાય, (નબળા શરીરથી) ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ ન થાય, ધારણા શક્તિ અને ક્ષયોપશમના અભાવે કદાચ ૧૪ પૂર્વધર કે આગમધર ન બની શકાય તો તે ચાલી શકે, પરંતુ સંયમી પર દુર્ભાવ ન થાય તેનું તો દરેક સ્થાન-સમય-સંયોગમાં અવશ્ય ધ્યાન રાખવું જ જોઈએ. " Standing point મજબૂત હોય તો કૂદકો જેટલો ઊંચો મારવો હોય તેટલો ઊંચો મારી શકાય. માટે “મારે દ્વેષ નથી જ કરવો” આ Standing point ને આપણે મજબૂત કરીએ. દેશવિરતિથી સર્વવિરતિનો High jump અને પછી ક્ષપકશ્રેણિ રૂપ Highest jump મારવા માટે આપણું Standing point પોલાદી બનાવવું જ પડશે. આ Standing point મજબૂત બનાવી ૨૦ અસમાધિના સ્થાન છોડવામાં આપણે સફળ બનીએ તેવી પરમાત્માને પ્રાર્થના. -૪૦૦ Page #412 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અક્ષણાધિસ્થાન ટળીએ. સમાધિ રાખવાની વાત આપણે વિચારી. હવે સમાધિને વિસ્તારથી ઓળખીએ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ આવશ્યકવૃત્તિમાં કહે છે કે समाधानं समाधिः, चेतसः स्वास्थ्यं, मोक्षमार्गे अवस्थितिः इत्यर्थः। સમાધાનવૃત્તિ કેળવવા દ્વારા મનની સ્વસ્થતા ટકાવી હોય તો મોક્ષમાર્ગે ટકી શકાય. મનની સ્વસ્થતા હોય તો સંયમજીવન પ્રસન્નતાસભર બને. પણ અનુકૂળ એવા ગોચરી-પાણી મળે, ચારે બાજુથી મીઠા શબ્દો સાંભળવા મળે, આપણા ફોટા પડે, પત્રિકા-બેનર વગેરેમાં નામ આવે, લોકપ્રસિદ્ધિ ખૂબ મળે, રાત્રિ સ્વાધ્યાય છોડી રાત્રે વહેલા સૂઈ જઈએ, દર અઠવાડિયે કાપ કાઢવા દ્વારા કપડા ચોખ્ખા થઈ જાય અને ચિત્ત સ્વસ્થ બને-રહે તે સ્વસ્થતા શું સાચી હોઈ શકે ? ના જ હોય. માટે જ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું કે “મોક્ષમ અવસ્થિતિઃ | પરમાર્થથી મોક્ષમાર્ગે આપણે ન હોઈએ અને ચિત્ત સ્વસ્થ જણાતું હોય તે તો રાગનો સંકલેશ છે. કેરી ખાતાં આવતી મજા તે સમાધિ નથી પણ રાગનો સંકલેશ છે. પ્રતિકૂળ વ્યક્તિ કે વસ્તુ ઉપર ગુસ્સો તે દ્વેષનો સંકલેશ છે. અને અનુકૂળ ગોચરી વગેરેનું આકર્ષણ તે રાગનો સંકલેશ છે. યોગશતકમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજા સંકલેશ ત્રણ પ્રકારે બતાવે છે. રાગનો સંકલેશ, દ્વેષનો સંકલેશ અને મોહનો સંકલેશ. (યો.શ.ગાથા-૫૩) માટે મજેથી અનુકૂળતા પોષીએ અને રાગ પુષ્ટ બને તે પણ સંકલેશ જ છે. તેનાથી જીવ મોક્ષમાર્ગથી નીચે ઉતરી પડે છે. ધર્મરુચિ અણગાર કડવી તુંબડી મજેથી આરોગી ગયા ત્યારે તેમને બ્રાહ્મણી પર દ્વેષ નથી. શરીરનો રાગ પણ નથી. તેઓ ત્યારે પોતાના કર્મનો વાંક કાઢે છે. એટલે કે બ્રાહ્મણીનો વાંક જોવા રૂપ અજ્ઞાન -૪૦૧ Page #413 -------------------------------------------------------------------------- ________________ પણ નથી. આમ રાગનો, દ્વેષનો કે મોહનો (અજ્ઞાનનો) એક પણ સંકલેશ નથી. ઊલટું સમ્યફ જ્ઞાન ટકાવ્યું છે. માટે જ તેઓ મોક્ષમાર્ગે ટક્યા. આમ “વેતસ: સ્વાથ્ય મોક્ષમા અવસ્થિતિ: ” આ પંક્તિ તેમના જીવનમાં સાર્થક થતી જણાય છે. માટે સમજી રાખવું કે રાગ કે દ્વેષ કે અજ્ઞાન એક પણ સંલેશ બળવાન થઈને આવે એટલે ગાડી મોક્ષમાર્ગેથી ઉતરી જ ગઈ. ભરસભામાં પિતાની આજ્ઞાથી શ્રીપાળનો હાથ પકડનાર મયણાને પણ આ સંકલેશ નથી. કોઢીયાનો હાથ પકડવા છતાં મારા કર્મથી મને આ પતિ મળેલ છે' એ વિચારે પિતા કે પતિ પર દ્વેષ નથી. ભોગસુખના તીવ્ર આકર્ષણને ખતમ કર્યું છે. માટે રાગનો પણ સંકલેશ નથી. પિતાનો વાંક પોતે જરા પણ વિચારતી નથી. આમ અજ્ઞાનનો સંકલેશ પણ નથી. માટે અનુકૂળતાજન્ય સમાધિ ન જોઈએ. રાગ પુષ્ટ થવાથી મળતી સ્વસ્થતા ન જ જોઈએ. રાગ-દ્વેષ-મોહથી છૂટીએ અને સ્વસ્થ હોઈએ તો જ સમાધિ સાચી ગણાય. માંદગી આવે ત્યારે ઉભો થતો શાતાનો રાગ, અશાતાનો દ્વેષ અને આનંદમય આત્મસ્વરૂપનું અજ્ઞાન = વિસ્મરણ –આ ત્રણેય જીવને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે. રાગ-દ્વેષ વાસ્તવમાં અજ્ઞાનમાંથી ઉભા થાય છે. માટે અજ્ઞાનના વિરોધી એવા સમ્યક જ્ઞાનને પકડવું. તેનાથી મોક્ષમાર્ગમાં આપણને ટકાવે તેવી સ્વસ્થતા મળે છે. માટે આપણે સમજી જ લેવાનું કે સમાધિ ગઈ એટલે મોક્ષમાર્ગ ગયો. આપણા માટે તો મોક્ષમાર્ગ એટલે સમાધિ. અને સમાધિ તે જ મોક્ષમાર્ગ. સમાધિનો અર્થ પ્રતિકૂળતામાં પણ સ્વસ્થતા. અસમાધિ સ્થાન = જેના નિમિત્તે અસમાધિ થાય તથા જેના નિમિત્તે મોક્ષમાર્ગથી દૂર ખસાય છે. તેવા અસમાધિસ્થાન વસ છે. (૧) વવવ વારિ અત્યંત ઝડપથી ચાલવું તે અસમાધિનું સ્થાન १. दवदवचारि दुयं दुयं निरवेक्खो वच्चंतो इहेव अप्पाणं पडणादिणा असमाहीए जोएइ, अन्ने य सत्ते बाधते असमाहीए जोएइ, सत्तवहजणिएण य कंमुणा परलोएवि अप्पाणं असमाहीए जोएइ, अतो द्रुत-द्रुतगन्तृत्वमसमाधिकारणत्वादसमाधिस्थानम् । - आवश्यकनियुक्ति-हारिभद्रीयवृत्ति पृ.६५३ । ૪૦૨ Page #414 -------------------------------------------------------------------------- ________________ છે. અત્યંત ઝડપથી નિરપેક્ષપણે ચાલવાથી જીવદયા ન પળાય, નાના કાંટા વગેરે ન દેખાય. ઝડપથી ચાલવામાં પશુ કે વિજાતીય સાથે સંઘટ્ટાની સંભાવના છે. બીજા જીવને પીડા થાય. કોઈની સાથે ભટકાઈ જવાય, પડી જવાય. ઠેસ વાગે, દીવાલ કે થાંભલા સાથે અથડાઈ જવાય. ઘડો ફૂટે, પાત્રા તૂટે, પડવાથી ફ્રેકચર વગેરે પણ થાય. આમ ઝડપથી ચાલવામાં ઠેસ વાગે-વસ્તુ તૂટે વગેરે આ લોકના નુકસાન છે. અને જીવહિંસાથી દુર્ગતિ વગેરે પારલૌકિક નુકસાન થાય છે. અમે દક્ષિણમાં એક નાનકડા ગામમાં ઉતરેલા ત્યારની વાત છે. એક મહાત્મા ગરમ પાણી લઈને આવતા હતા. ટૂંકે રસ્તેથી જતાં વચ્ચે એક આડો વાળેલો જાડો સળીયો આવતો હતો. મહાત્મા ઉતાવળથી ચાલતા હતા. ઉતાવળના લીધે વાળેલો સળીયો ન દેખાયો. જોરથી ઘડો સળીયાને અથડાઈને ફૂટ્યો. મુનિ પણ ગરમ પાણીને કારણે દાયા. એક મિનિટ બચાવવા જતા એક અઠવાડિયાની અસમાધિ ઉભી થઈ ગઈ. દાઝયા તેની દવા કરવામાં પાછા અસંયમ અને અજયણાના દોષ ઘૂસે. માટે જે કામમાં જેટલા સમયની જરૂર હોય તેટલો સમય ફાળવવો જોઈએ. જરૂરી કામ કરવામાં બિનજરૂરી વધુ સમય ફાળવે કે ઓછો સમય કાઢે તે બન્ને ખોટું. ઝડપથી ચાલવામાં કીડી વગેરે મરે. તેથી બીજા જીવોને પણ પોતે અસમાધિમાં જોડે તથા ઠેસ વાગવી, પડવું વગેરેથી પોતે પણ તત્કાલ અસમાધિમાં જોડાય. જીવોનો વધ કરવાથી બંધાયેલા અશાતા વેદનીય વગેરે કર્મથી પોતાની જાતને ભવિષ્યમાં પણ અસમાધિમાં જોડે. ઉપાશ્રયમાં વહેલા પહોંચવા વિહારમાં ઝડપથી ચાલે અને મકાનમાં દશ મિનિટ વહેલા પહોંચીને થાક લાગવાથી અડધો કલાક સૂઈ જાય. આમ ઝડપથી ચાલવાથી બચાવેલી ૧૦ મિનિટ તો પાણીમાં ગઈ પણ બીજી ૨૦ મિનિટ નવી બગડે અને સૂવાથી ઉભા થતા પ્રમાદના સંસ્કારનું નુકસાન પણ નાનું-સૂનું નથી. તે જ રીતે ગોચરી કે પાણી માટે ઝડપથી ચાલવામાં ૨ કે ૫ મિનિટનો ફરક પડે. પણ ----૦૩ Page #415 -------------------------------------------------------------------------- ________________ સામે નુકસાન મોટું છે. માટે જ દશવૈકાલિકના પાંચમા અધ્યયનમાં સ્વયંભવસૂરિજીએ જણાવેલ છે કે “સંપત્તમિવશ્વામિત્રસંનંતો ગમુઘ્ધિો ।।” અર્થાત્ સંભ્રમ કે ઉતાવળ વિના અને મૂર્છા વિના સાધુ બપોરે ગોચરી માટે નીકળે. માંડલીની ગોચરી ઉતાવળમાં ગણીએ તો તે પણ યાદ ન રહે. ગોચરીમાં રોટલી વગેરે કેટલું આવ્યું ? તે પણ યાદ ન રહે. ઘરોમાં કોને પ્રાયોગ્ય શું મળે છે ? તેનો પણ વિચાર ન આવે. પોતાને ગ્લાનાદિસંબંધી વિશિષ્ટ ભક્તિનો લાભ ન મળે. ‘ગોચરી લાવ્યા બાદ તુરંત વાપરવા ન બેસવું' વગેરે ભગવાનની બીજી આજ્ઞાઓ પણ ભૂલાય. પિંડનિર્યુક્તિમાં દૃષ્ટાંત આવે છે - સાધુ ભગવંત પાસેના ગામથી ગોચરી વહોરીને આવતા હતા. ગામના પાદરે બેઠેલા વૈધે તેમને આવતા જોયા. ઉનાળાના દિવસો, ગરમી પુષ્કળ અને પરસેવાથી રેબઝેબ, પિત્તનો પણ પ્રકોપ થયો હતો એવા એ સાધુ ભગવંતને જોઈ વૈદ્યને વિચાર આવ્યો “આવી સ્થિતિમાં જો આ સાધુ જઈને તરત વા૫૨શે તો તેમની તબિયત બગડશે. જોવા તો દે તે શું કરે છે ?” એમ વિચારી સાધુની પાછળ તે વૈદ્ય ઉપાશ્રયના પાછળના ભાગમાં ગયા અને જોયું તો સાધુ ભગવંત ગોચરી ગુરુદેવને બતાવી પાત્રાને બાજુ પર મૂકીને સ્વાધ્યાય ક૨વા બેસી ગયા હતા. ધીરજ હોય તેને યોગ્ય સમયે ભગવાનની આજ્ઞા યોગ્ય રીતે યાદ આવે. વૈધે બારીમાંથી જોયું કે ૨૦ મિનિટ સુધી સ્વસ્થ ચિત્તે સ્વાધ્યાય કરીને થાક ઉતરી ગયો અને પિત્ત શાંત થઈ ગયું પછી તે સાધુ વાપરવા બેઠા. આ જોઈ વૈદ્યની આંખો પહોળી થઈ ગઈ. પગે પડીને તે બોલ્યો “તમારો ધર્મ ખરેખર સર્વજ્ઞનો ધર્મ છે. અમારા વૈદ્યશાસ્ત્રમાં જણાવેલ છે કે તડકામાંથી આવીને તરત ન વાપરવું. તે વાત તમારા ભગવાને પણ જણાવી છે. તેનાથી જ સિદ્ધ થાય છે કે તમારા ભગવાન સર્વજ્ઞ છે.” ત્યાં તે વૈદ્યના હૃદયમાં બોધિબીજની વાવણી થઈ ગઈ. ભગવાનના એક એક વચનને પાળવાથી આપણે બીજાને ધર્મ પમાડી શકીએ. ૪૦૪ Page #416 -------------------------------------------------------------------------- ________________ પેટના પાચનતંત્રના અવાય નહિ વવવવ મોડુ - માણેકશેખરસૂરિજી મહારાજ આવશ્યકદીપિકા નામની ટીકામાં જણાવે છે કે જેમ ઝડપથી ચાલવું તે અસમાધિ છે તેમ ઝડપથી ભોજન કરવું તે પણ અસમાધિનું કારણ છે. ઝડપથી ખાવામાં ખોરાક બરાબર ચવાય નહિ અને તેથી પચે પણ નહિ. અજીર્ણ, અપચો, પાચનતંત્રની તકલીફ, હોજરી નબળી પડવી વગેરે કારણસર પેટની દવાઓ કરાવવી પડે. આ બધાથી અસમાધિ થવાની શક્યતા ઉભી રહે છે. લોકમાં પણ કહેવાય છે કે “પહેલું સુખ તે જાતે નર્યા.” એક વખત સવારના ગોચરીમાં ચેવડાની સાથે પીન આવી ગઈ. અને ઉતાવળે વાપરતા તે પીન એક મહાત્માના પેટમાં ઉતરી ગઈ. એક મિનિટ બચાવવા જતાં ઘણી મોટી નુકસાની ઊભી થઈ. ક્યારેક ગોચરીમાં વહોરનાર કે વહોરાવનારની બેદરકારીના લીધે જીવાતો પણ આવી જવાની શક્યતા રહે અને ઝડપથી વાપરવામાં તેની જયણા પણ ન સચવાય. વવવ મસિ - આવશ્યક દીપિકા-ટીકામાં કહેલ છે કે ઝડપથી બોલવું તે પણ અસમાધિસ્થાન છે. ઝડપથી બોલવામાં - ઘણીવાર સામેવાળો સમજે જ નહિ. અથવા બોલવામાં કંઈક બફાઈ જાય તેવું પણ બને. યોગશાસ્ત્રમાં “કાવ્ય માપના િમાવચેત સૂનૃતવ્રતમ્ (૧/૨૭) આવું કહેવા દ્વારા કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરીશ્વરજી ભગવંતે બીજા મહાવ્રતની પાંચમી ભાવનામાં કહેલ છે કે સાધુ વગર વિચાર્યું ન બોલે. ઘણીવાર તો બોલીએ છીએ કે બકીએ છીએ કે બાફીએ છીએ તે પણ ખબર હોતી નથી. “નીલ્લા ક્ષતિ રૂતિ વચ્ચે” જીભ મળેલ છે માટે બોલે રાખે. બોલતા પહેલાં “શું બોલવું? કયા શબ્દો બોલું? મારો અધિકાર છે? બોલવાનો આ ઉચિત સમય છે? કેટલા પ્રમાણમાં બોલવું? ઉગ્રતાથી બોલવું કે નરમાશથી ? ફરજ પાળવા માટે બોલું છું કે અધિકાર જમાવવા ? સામેવાળો મારું માને તેવું મારું પુણ્ય છે ખરું ? તે નહિ માને તો મને સંક્લેશ નહિ થાય ને ?' વગેરે --૦૫ Page #417 -------------------------------------------------------------------------- ________________ વિચારીને બેલેન્સ સાચવવાનું છે. માટે જ બોલવા ઉપર દશવૈકાલિકમાં આખું સ્વતંત્ર ૭મું “વાક્યશુદ્ધિ અધ્યયન મૂક્યું છે. શ્યામાચાર્યે પણ પન્નવણામાં સ્વતંત્રરૂપે ૧૧ મું ભાષાપદ મૂકેલ છે. ભાષા પદમાં આ વિશે વિસ્તારથી વાત કરી છે. બોલતા પહેલાં “જે બોલીશ તે સાવદ્ય છે કે નિરવદ્ય છે? બોલવું અને શું ન બોલવું? તેનું પરિણામ શું આવશે ?' આ બધો વિચાર કરવો જરૂરી છે. વચનયોગ અત્યંત મૂલ્યવાન છે. એનો વ્યવસ્થિત ઉપયોગ ન કરીએ તો ભવાંતરમાં તેને મેળવી ન શકાય. અર્થાત્ જ્યાં વચનયોગ નથી એવી પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય ગતિમાં અને નિગોદની યોનિમાં લાંબો સમય રહેવાનું દુર્ભાગ્ય સ્વીકારવું પડે. દ્રૌપદીએ એક જ વાર જીભનો દુરુપયોગ કર્યો અને મહાભારત ઉભું થઈ ગયું. હાથ-પગનો ઉપયોગ બરાબર ન થાય તો બહુ લાંબુ નુકસાન નથી. પણ જીભનો ઉપયોગ બરાબર ન થાય તો બહુ મોટું નુકસાન છે. હાથથી કદાચ પાત્રુ તૂટે, પગથી ઠેસ વાગે તો વસ્તુ પડી જાય. પણ જીભની ગરબડ તો મહાભારત ઊભું કરી દે. માટે આપણો અધિકાર, સામેનાનો ગમો-અણગમો વગેરે વિચારીને મિત અને મિષ્ટ શબ્દોમાં વિચારીને બોલવાથી લાભ ઘણો થાય. આપણી ભાષા Fax ની જોઈએ, Cover ની નહિ. Fax ની ભાષા હોય તો આપણા પર બીજાને આદર ટકે અને સાંભળનાર આપણું કહેલું કરે. જ્યારે લાંબા-લાંબા Cover ને તો વાંચનાર પણ કંટાળે. અવિચારીને આડેધડ બોલવાથી અનાદેય - અપયશ અને દુર્ભાગ્ય નામકર્મ ઊભું થાય. ગાડી Central ના બદલે Western track પર ચડી જાય. ઉતાવળમાં ભળતું બોલાયા બાદ તેનો પસ્તાવો કરવાનો વખત આવે. જ્યારે વિચારીને બોલવામાં ભાષા સમિતિ પળાય. મુહપત્તિનો ઉપયોગ પણ રહે. મુહપત્તિનો ઉપયોગ ન રાખવામાં મોંમાંથી ઘૂંક ઉડી સામેનાને લાગે તેમાં વડીલની/સાધુની આશાતના થાય. બોલતા બોલતા ઉડેલું થુંક કાગળ પર પડે તો જ્ઞાનની આશાતના ૪૦૬ Page #418 -------------------------------------------------------------------------- ________________ થાય. સંપાતિમ જીવ મોંમાં ઘૂસી જાય તો જીવવિરાધના થાય. બીજા જીવને તો અસમાધિ થાય, કદાચ આપણા પેટમાં ઉતરી જાય તો તબિયત બગાડવા દ્વારા સ્વને પણ અસમાધિ થઈ શકે. માટે ઉતાવળ કર્યા વિના, જરૂર પૂરતું બોલવું અને વિચારીને બોલવું. વઢવ હિનૈદે - ઝડપથી પડિલેહણ કરવું તે પણ અસમાધિનું કારણ છે. પાત્રાનું ઉતાવળથી પડિલેહણ કરતાં કીડી દેખાય નહિ. કીડી બે પાત્રાની વચ્ચે આવીને મરી જાય તો પરને અસમાધિ થાય. જયણા વિનાની પ્રવૃત્તિથી આપણને એવો કર્મબંધ થાય કે જેના ઉદયથી આવેલ અશાતા આપણને અસમાધિ કરાવે. સામાન્યથી કહી શકાય કે અશાતા અને અસમાધિ બહેનપણીઓ છે કે જે સામાન્ય જીવોમાં પ્રાયઃ સદા સાથે જ રહે છે. ઉત્સાહ ઓછો હોય તો બીજાનું એક કપડું પણ ધીમેથી વ્યવસ્થિત રીતે પડિલેહણ કરીએ તો જીવદયાના સંસ્કાર પડે. શું પડિલેહણ માટે પડિલેહણ કરવાનું? માત્ર પતાવવાની ક્રિયા રૂપે પડિલેહણ કરવાનું કે જીવદયાના સંસ્કાર અને કોમળ પરિણામ ઉભા કરવા માટે પડિલેહણ કરવાનું? તેની સમજણ જોઈએ. જયપુર અને ઉદયપુરના રાજા વચ્ચે લડાઈ જાહેર થઈ. રણશિંગુ ફૂંકાઈ ગયું. પરંતુ જયપુરના રાજાના હાથીઓ લડવા તૈયાર નથી. રાજાએ તપાસ કરાવી તો ખ્યાલ આવ્યો કે હસ્તિશાળાની સામે ઉપાશ્રયમાં સાધુઓ ચોમાસુ ઉતર્યા હતા. તેમની રોજની પડિલેહણની ક્રિયા સતત ચાર મહિના સુધી જોતા જોતા હાથીની ક્રૂરતા ચાલી ગઈ. આપણે તો ચાર/ચૌદ કે ચોવીશ વર્ષથી પડિલેહણ કરીએ છીએ ને ! તો સ્વ-પરને પરિણામ કેવું મળવું જોઈએ ? પરંતુ ઉપયોગ અને આદર વિના ઝડપથી પડિલેહણ વગેરે પ્રવૃત્તિ કરવામાં આવે તો તે-તે પ્રવૃત્તિ પાછળનો આશય મરી જાય છે. માલ વિનાના બારદાન જેવી, અનાજ વિનાની ગુણી જેવી અને અલંકાર વિનાના ખોખા જેવી --૦૭ ૪૦૭ Page #419 -------------------------------------------------------------------------- ________________ હાલત થાય. દુકાળ પડે કે ભૂખ લાગે ત્યારે બારદાન નકામા બને છે, અનાજ જ કામ લાગે છે. તે રીતે ભવાંતરમાં આ ભવની ક્રિયાઓ આવવાની નથી પણ ક્રિયા દ્વારા પડેલા સંસ્કાર જ કામ લાગશે. આ બધું બાહ્ય જગતમાં સ્પષ્ટપણે સમજાય છે. પણ આંતરિક જગતમાં આવી સમજણ કેટલી? દુનિયાની પ્રવૃત્તિમાં સમજાય છે પણ પડિલેહણ. - દર્શન-વંદન- કાજો કાઢવો વગેરેમાં આશયશુદ્ધિ-લક્ષ્યશુદ્ધિ ટકાવવાની સમજણ કેટલી ? એ વિચારણીય બાબત છે. ધીરજથી પ્રવૃત્તિ કરવાથી પ્રવૃત્તિ વખતે જાગૃતિ આવે, પ્રવૃત્તિ કરતાંકરતાં તેના પરિણામો જાગે, સાચા ભાવો ઊંચકાય. દીક્ષા લીધી ત્યારે આપણે બધાને વંદન કરતી વખતે ખમાસમણું બરાબર સંડાસા પૂંજીને વિધિથી દેતા હતા. પાંચ-પંદર/ પચીસ વર્ષ પછી ખમાસમણું કેવું ? વિંદનાદિ કરતી વખતે વિધિ, જયણા, આદર, અહોભાવ અને ઉપયોગ ક્યાં ગયા? પોપટની જેમ/યાંત્રિક રીતે પ્રવૃત્તિ કરવાથી શું લાભ થાય? કાજો કાઢવો એટલે કચરાને કાઢીને ઉડાડવાનો નથી પણ કાજાને સૂપડીમાં ભરીને જોવાનું કે કીડી-મંકોડા વગેરેમાંથી કોઈ જીવ મરેલ નથી ને ! કદાચ કલેવર મળે તો ક્ષમાયાચના કરીએ, આલોચના કરીએ, “મારા પ્રમાદના નિમિત્તે આપની વિરાધના થઈ તેનું મિચ્છામિ દુક્કડમ્” એવા પરિણામ લાવીએ તો કાજો કાઢવાની તે પ્રવૃત્તિ સાચી બને, ભાવ-ધર્મસ્વરૂપ બને. કાજો શા માટે લેવાનો? કપડા-ઉપાધિ ન બગડે તે માટે ? કે આલોચના ન આવે તે માટે ? કે જીવદયાના પરિણામ આવે-ટકે-વધે તે માટે ? આની પારદર્શક દષ્ટિ-સમજણ જોઈએ. ઉતાવળે કરાતી ક્રિયામાં ભાવ ન ભળે. તેવી ક્રિયાથી અંતરમાં તાત્ત્વિક સંતોષ-પરિતોષ ન થાય. પર્યાય વધવાની સાથે ક્રિયામાં શુષ્કતા અને શિથિલતા વધતી જાય, આમ ને આમ ભાવપ્રાણ ખતમ થાય અને માત્ર ક્રિયાનું ખોખું બચે તો આ એક પ્રકારની આધ્યાત્મિક દુર્ઘટના જ ગણાય. આવું ન બને તે માટે દરેક ક્રિયામાં આદર અને ઉપયોગ સાથે ભાવનાના પ્રાણ પૂરતા જવા. ૪૦૮ Page #420 -------------------------------------------------------------------------- ________________ જયણાપૂર્વક પાણી ગાળતા ગાળતા પણ ભાવના કરવી કે “આ પાણી જે જે વાપરે તે સર્વનો આરાધનામાં ઉત્સાહ વધો, તેઓનો સ્વાધ્યાયમાં ઉત્સાહ વધો, તેઓ ઉત્સાહથી તપ-વૈયાવચ્ચ વગેરે કરો. શાસન, સંઘ, સમુદાય, સદ્ગુરુ, શાસ્ત્ર અને સિદ્ધાન્ત પ્રત્યેની વફાદારી તેમનામાં વધુ બળવાન બનો.' આવી ભાવનાથી પાણીને ગાળનાર ભાવિત બને તો તે પાણીને વાપરવાથી સાધુઓને પણ સાધનાનું નવું બળ મળે છે. આ રીતે ગોચરી લાવવાની-વહેંચવાનીવપરાવવાની-વાપરવાની બાબતમાં પણ સમજી લેવું. દિવસે જેને ઝડપથી ચાલવાની ટેવ હોય તે રાત્રે પણ તે જ રીતે ચાલે. તેથી દંડાસણ તેમના માટે દેવતાઈ બની જાય ! રાત્રે ચાલતી વખતે દંડાસણ કદાચ હલતું હોય પણ જમીનને અડવાના બદલે ચાર આંગળ અદ્ધર રહે તેવું જ પ્રાયઃ બને. વળી, ઝડપથી ચાલવામાં “પગ જ્યાં પડે ત્યાં જ દંડાસણ પણ ફરે” તેવી માનસિક નોંધ પણ ન રહે. આમાં કર્મબંધ થાય કે કર્મનિર્જરા? આમાં છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની પરિણતિ કેવી રીતે ઘડાય? માટે પહેલેથી જ એવી રીતે Practice કરીએ કે જ્યાં પૂજીએ ત્યાં જ પગલા પડે. બાકી બેદરકારી રાખીએ તો ૨૦/૪૦ વર્ષ પછી પણ સંયમજીવનમાં આધ્યાત્મિક આનંદ ન આવે. કસ્તુરક્ષાર્થમાનોવચ તિરી મતા સતા” (યોગશાસ્ત્ર ૧/૩૬), “ષ્ટિપૂત ક્ષેત્ર પર્વ” (સંન્યાસગીતા ૬/૧૦૭) -આવું શાસ્ત્ર દ્વારા જાણીને સંકલ્પ કરીએ કે “દિવસે બરાબર જોઈને પગ મૂકું અને રાત્રે દંડાસણથી બરાબર પૂજીને પગ મૂકું.” રાત્રે સાધુની આંખ દંડાસણ કહેવાય. ધીરજ હોય તો (૧) આ વિચાર આવે. બાકી જીવનનો અંત આવે પણ આ પરિણતિ ન કેળવાય. (૨) આ વિચાર આવે તો જ સંયમના પરિણામ સારી રીતે ટકે. ધ્યાનબિંદુ ઉપનિષદ્ અને યોગચૂડામણિ ઉપનિષમાં જણાવેલ છે 3 "ब्रह्मचारी मिताहारी योगी योगपरायणः । अब्दादूर्ध्वं भवेत् सिद्धो ૪૦૯ Page #421 -------------------------------------------------------------------------- ________________ નાડત્ર ચા વિચારણા IP” (ધ્યાબિ.૭૨, યો યૂ.૪૨) અર્થાત્ એક વર્ષની સાધના પછી બ્રહ્મચારી-મિતાહારી-યોગસાધનાનિરત એવા સાધુ સિદ્ધ બની જાય છે. તેમાં શંકા ન કરવી. ભગવતીસૂત્રમાં (૧૪/૯/પ૩૭) પણ જણાવેલ છે કે વિધિ, જયણા, અહોભાવ અને ઉપયોગ પૂર્વકની પ્રવૃત્તિથી એક વર્ષ પછી મુનિ અનુત્તરવાસી દેવની તેજોલેશ્યાને Overtake કરે છે. ધીરજ અને શાંતિથી આરાધના કરીએ તો સંયમના પરિણામ જાગે. માટે જાગૃતિ રાખીએ કે (૧) રાત્રે બિનજરૂરી ચાલવું નથી અને (૨) રાત્રે ચાલવું પડે તો દંડાસણ વગેરેનો વ્યવસ્થિત ઉપયોગ રાખું. પ્રતિક્રમણ પછી વિચારીએ કે “પગામસિક્કાય બોલ્યો હતો તેમાં શું “વીસાએ અસમાવિઠાણહિં આ પદ ઉપયોગપૂર્વક બોલ્યો હતો ખરો? આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપણને પ્રસન્નતા આપે ખરો ? આનું કારણ ઉતાવળી ક્રિયા છે. આ પણ અસમાધિનું જ કારણ છે. ખરેખર કાયાની જેમ મનને પણ આરાધનામાં જોડવા માટે જરૂરી સમય અને પૂરતું પ્રોત્સાહન આપીએ તો આંતરિક પરિણતિ જાગે, આધ્યાત્મિક પરિણામ મળે. સાધનાનું પરિણમન થાય, સદા પ્રસન્નતા વધે, સમાધિ ટકે. ૪૧૦ Page #422 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય-તૃતીય-ચતુર્થ અસમાધિસ્થાનની સમજ अप्पमज्जिअ भने दुप्पमज्जिअ ' અપ્રમાર્જન એ બીજા નંબરનું અસમાધિસ્થાન છે. દુષ્મમાર્જન તે ત્રીજા નંબરનું અસમાધિસ્થાન છે. અપ્રમાર્જન એટલે પૂંજવું નહિ. ઉપલક્ષણથી ‘પડિલેહણ ન કરવું.’ આ પણ અહીં સમજી લેવું. અડિલેહિત સ્થાને બેસવા કે સૂવામાં વીંછી વગેરે ડંખ મારે તો સ્વને અસમાધિ થાય અને મચ્છર વગેરે મરે તો પરને અસમાધિ થાય. વળી, વિકલેન્દ્રિય જીવોને કિલામણા, પરિતાપના વગેરે દોષો પણ સંભવિત છે. દુષ્પ્રમાર્જન એટલે જેમ-તેમ પ્રમાર્જન. પ્રમાર્જન એટલે કે પૂંજવું. (૧) તે ન કરે તો અપ્રમાર્જનનો દોષ લાગે અને (૨) તે બરાબર ન કરે તો દુષ્મમાર્જનનો દોષ લાગે. ઉપલક્ષણથી તેવું પડિલેહણ સમજવું. જોયું ન જોયું ને મૂકી દીધું. ઉપયોગમાં લેવાની ચીજ-વસ્તુ કે સ્થાન વગેરેને જુએ જ નહિ અથવા જુએ તો જેમતેમ જુએ તેને ક્રમશઃ અનેિદબાણ અને વુત્તેિળાપ નો દોષ લાગે. તે જ રીતે ઉપયોગમાં લેવાની ચીજ-વસ્તુ કે સ્થાન વગેરેને જે પૂંજે નહિ અથવા પૂંજે તો જેમ-તેમ પૂંજે તેને ક્રમશઃ અપ્પમઘ્નબાપુ, લુપ્પમપ્નબાપુ નો દોષ લાગે. પાલિતાણા આંબેલખાતામાં પાણીનો ઘડો મૂકીને સાધ્વીજી ભગવંત દર્શન કરવા ગયા. માણસ ત્યાં મૂકેલા ઘડા ભરી રાખે. મકાનમાં એ સાધ્વીજી ભગવંતે ઘડો લાવીને ઘડાની અંદર જોયું તો મરેલો ઉંદર નીકળ્યો ! ઘડો સવારના પડિલેહણ કર્યા વિના જ મૂકી १. अपमज्जिए ठाणे निसीयणतुयट्टणाइ आयरंतो अप्पाणं विच्छुगडंकादिणा सत्ते य संघट्टणादिणा असमाहीए जोइए, एवं दुपमज्जिएवि आयरंतो । ४११ Page #423 -------------------------------------------------------------------------- ________________ દીધો. પગારદાર માણસ બેદરકાર હોય તેમાં તો શી નવાઈ? બન્નેના પ્રમાદથી ગરમ પાણીને લીધે બિચારો ઉંદર મરી ગયો. નાનકડી બેદરકારી મોટી વિરાધનામાં નિમિત્ત બની જાય છે. માટે પહેલા જોવું અને પછી પ્રમાર્જવું. વિહારમાં મહાત્મા એક સ્થાને રાત્રે પહોંચ્યા. અંધારામાં વસતિ ન જોઈ. ઉપાશ્રયના પાછલા ભાગમાં લઘુશંકાનિવારણ કરવા રાત્રે પગથિયું સમજીને નીચે ઉતર્યા અને નીચે ખાડામાં પડ્યા. પગમાં ફ્રેક્સર થયું. “સાંજે વસતિ ન જોઈએ તો ચાલે. આમાં શું થઈ ગયું? બધા કરે છે. માટે આપણે પણ કરીએ તો ચાલે.” આવા દેખાદેખીના નાના દોષોથી મોટો દોષ ઉભો થાય. ચોથું અસમાધિસ્થાન છે 'अइरित्तसिज्झाए झंझसालाए અતિરિક્ત શય્યા = વધુ પડતા પાટ, પાટલા કે સંથારા-આસન વગેરે રાખવા-વાપરવા તે પણ અસમાધિનું કારણ છે. ધર્મશાળામાં બીજા બાવા-જોગી-સંન્યાસી હોય તે આપણી પાસે વસ્તુ માગે તો ના પાડી ન શકીએ. તેથી ઝઘડો થવાની શક્યતા છે. અને આપીએ તો તેના ઉપયોગથી થતી વિરાધના આપણને લાગે. અસંયતપોષણનો દોષ લાગે. ગૃહસ્થ માગે અને આપીએ તો “ગૃહસ્થવૈયાવચ્ચનો પણ દોષ લાગે. દિનો વેચાડિયું ન જ્ઞા' (દ.વૈ.ચૂલિકા ૨૯) આવા દશવૈકાલિકવચનનો ભંગ થાય. તે જ રીતે અધિક પેન, પેડ, વસ્તુ વગેરે બીજી વસ્તુઓમાં પણ સમજી લેવું. अइरित्तं अधिकरणं આત્મા ઉપર ઉપકાર કરે તે ઉપકરણ. સંયમ ઉપર ઉપકાર કરે તે ઉપકરણ. જે પણ બિનજરૂરી વધુ-પડતું દોરી, ટોકસો વગેરે સાધન હોય १. अइरित्ते सेज्जाआसणिएत्ति अइरित्ताए सेज्जाए घंघसालाए अण्णेवि आवासेंति अहिगरणाइणा अप्पाणं परे य असमाहीए जोइए आसणं-पीढफलगाइ तंपि अइरित्तमસાદી નો | - કાવયનિવૃત્તિ રિમજીવવૃત્તિ પૃ.૬૬રૂ | ૧૪૧૨ ૪૧૨ Page #424 -------------------------------------------------------------------------- ________________ તથા વધુ પડતા માપવાળા લાંબા કપડા વગેરે હોય તે બધું અધિકરણ. મહાનિશીથ સૂત્રના ચોથા અધ્યયનમાં તથા ગચ્છાચારપયન્ના વૃત્તિમાં નેમિનાથ ભગવાનના સમયનું એક દષ્ટાંત આવે છે. સુમતિ અને નાગિલ નામના બે ભાઈ હતા. અન્ય રાજ્યમાં જઈ રહેલા પાંચ સાધુ અને એક શ્રાવકવાળા સાર્થમાં બન્ને ભાઈ જોડાયા. નાના ભાઈ નાગિલે તે સાધુઓની સાથે રહેવાની ના પાડી. મોટા ભાઈએ પ્રશ્ન કર્યો “કેમ ?” મોટા ભાઈ સુમતિને નાગિલે કહ્યું. “આ સાધુ પાસે એકના બદલે બે મુહપત્તિ છે. આ સાધુને વિશ્વાસ નથી કે સંયમના પ્રભાવે ઉપયોગ-જાગૃતિ રાખવાથી મારી મુહપત્તિ ખોવાશે નહિ. કદાચ ખોવાઈ જશે તો સામેથી બીજી મુહપત્તિ વહોરાવનાર મળી જશે. આવા પરિણામ ન હોવાથી તે બે મુહપત્તિ રાખે છે. તેથી તે પાસત્થા છે. ભગવાને પાસસ્થાને અદર્શનીય-અવંદનીય તરીકે જણાવ્યા છે.” આમ કહેવા છતાં મોટાભાઈએ તો તે સાધુની પાસે દીક્ષા લીધી. જિનાજ્ઞા ન માની. માટે બીજા ભવમાં તે પરમાધામી થયા. આવી વાત કેવળજ્ઞાની ભગવાન મહાવીરે કરી. નાનો ભાઈ આરાધક બન્યો. આપણા જીવનમાં પરિગ્રહ કેટલો? તેનો વિચાર આપણે કરવાનો છે. જેટલું વધારે લાગે તેનું વિસર્જન કરીએ તો જિનવચન ઉપર શ્રદ્ધા કહેવાય. “આ કામ લાગશે. આની જરૂર તો નહિ પડે ને ! પછી આ નહિ મળે તો? વહોરાવનાર નહિ મળે તો? પછી મારું શું થશે?' આવી શંકા થાય તે પણ જિનવચન ઉપર કે સંયમપ્રભાવ ઉપર અશ્રદ્ધા કહેવાય. - પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા યોગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં યોગમાર્ગમાં પ્રવેશેલા જીવોના Symptoms બતાવે છે અને યોગની ચરમ સીમાએ પહોચેલાના પણ Symptoms બતાવે છે. ત્યાં “તારા” દૃષ્ટિમાં રહેલા અર્થાત્ પ્રારંભિક કક્ષાના ધર્મી જીવો માટે એક લક્ષણ બતાવેલ છે કે “પરિતિ : પ્રાયો વિધાતોગપિ ન વિદ્યતે” (શ્લોક પ૬) અર્થાત્ સાધનાના ઉપકરણ મેળવવા માટે થયેલી તેમની ઈચ્છા પ્રાયઃ ક્યારે પણ નિષ્ફળ જાય નહિ. આનો મતલબ એ થયો કે “આ ———૪૧૩} Page #425 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણ મળશે કે નહિ ?” આવી શંકા જીવને યોગના પહેલા તબક્કામાં પણ ટકવા દેતી નથી. યોગીને ક્યારે પણ બિનજરૂરી - અનુચિત - રાગપોષક ઈચ્છા થાય નહિ અને સાધના માટે આવશ્યક સામગ્રી અંગે થતી ઈચ્છા (નિકાચિત અંતરાય કર્મ ન હોય તો) પૂરી થયા વિના રહે નહિ. આ કુદરતનો કાયદો છે. વળી વર્તમાનકાળમાં તો એક કામળી માગતા ૧૦ કામળી મળે છે. છતાં ભેગું કરવાની વૃત્તિ છૂટતી ન હોય તો તે સંયમની નિશાની નથી. આ વૃત્તિ (૧) સાધુને અવંદનીય બનાવે છે. (૨) ઉપકરણને અધિકરણ બનાવે છે. (૩) જીવને પ્રાયઃ દુર્ગતિગામી બનાવે છે. વધારે પડતી ઉપાધિ હોય તો (૧) પ્રાયઃ પડિલેહણ થાય નહિ. કારણ કે એમાં કંટાળો આવે. (૨) અને પડિલેહણ કરે તો જેમતેમ કરે. તેથી દુષ્પડિલેહણનો દોષ લાગે. માટે ઉપધિ વધારવી જ નહિ. मूलं नास्ति कुतः शाखा ? વિહારમાં વધુ પડતી ઉપાધિ ઉંચકાય નહિ. કારણ કે આપણા સંઘયણ અને મન બંને લગભગ નબળા છે. તેથી વધારાની ઉપધિ ઉંચકવા માટે સાયકલ રાખવી પડે. તે સાયકલ ચલાવનાર માણસની ખાવા-પીવાની અને પગારની ચિંતા આપણે કરવી પડે. શિષ્યની સારસંભાળની ચિંતા કરતા પણ પ્રાયઃ તે ચિંતા વધારે હોય. તેના પગાર માટે પોતાના પાકીટમાં પૈસા આવી જાય તો ય નવાઈ નહિ. આવી શક્યતાઓ જોઈને દીર્ધદષ્ટિવાળા મહાપુરુષોએ બિનજરૂરી વધુ પડતા પરિગ્રહનો નિષેધ કર્યો. સાથે રાખેલ માણસ રાત્રિભોજન કરે, બીડી પીવે વગેરે પાપો પણ આપણા માથે આવે, કારણ કે તે માણસ આપણા માટે આપણી સાથે રહે છે. માટે સાચો વિકલ્પ એ જ છે કે આપણી શક્તિ-ત્રેવડ હોય એટલું જ જરૂર પૂરતું રાખીએ અને ઊંચકીએ. આમ કરીએ તો સુખશીલતા વગરની સાચી સમાધિ ટકે. આવી સમાધિ હોય તો પરલોકમાં શાસન મળે. અહીં જે જીવનભર સમાધિ ટકાવે તેને પરલોકમાં સમાધિના સાધનો અને સમાધિ મળે. ૪૧૪ Page #426 -------------------------------------------------------------------------- ________________ છે જે બિનજી છે. મુંબઈ પબંધ તો છે પરમાત્મા પાસે રોજ જયવીયરાય સૂત્રમાં સમાધિમરણ માગીએ પણ સાધનાનો પૂરતો શ્રમ કરી, શ્રમણ બની, સાધનાથી મળતી જીવનસમાધિ પ્રત્યે જો બેદરકાર રહીએ તો પરિણામે સમાધિમરણ ન મળે. જે જે બિનજરૂરી હોય તે તે બધું અધિકરણ બની શકે છે અને અસમાધિ આપી શકે છે. મુહપત્તિ-બોલપેન-કામળી વગેરે કેટલું જોઈએ? આ બાબતની ઉપેક્ષાથી પાપબંધ તો થાય પણ તેના પાછા મલિન અનુબંધો પડે અર્થાત્ પાપાનુબંધી પાપ બંધાય. શાસ્ત્રમાં દષ્ટાંત આવે છે. - મહાત્મા એક ગુફામાં કાઉસગ્ગ ધ્યાને રહેલા હતા. રાત પડી ગઈ. ખુલ્લા શરીરે મહાત્મા ઉભા છે. વહેલી પરોઢે ભૂખ્યો સિંહ ગુફામાં પ્રવેશ્યો. આખા દિવસમાં શિકાર મળ્યો નથી અને રાત્રે પણ બધે ફરીને ભૂખ્યો સિંહ સૂર્યોદય જેવું થયું ત્યારે ગુફા પાસે આવે છે. મહાત્માને સિંહની ત્રાડ સંભળાઈ. “સિંહ સામે આ દાંડો કામ લાગશે.” આ વિચારથી ગુફાના દરવાજે રાખેલો દાંડો લેવા માટે મહાત્મા હાથ લંબાવે છે પણ વિચારની સાથે જ જાગૃત થઈ ગયા. “મને સંયમ કરતા આ દાંડાની તાકાત પર વધુ ભરોસો છે?” આ વિચારે હાથ અટકી ગયો. સિંહ નજીક આવે છે પણ આ બાજુ મહાત્માને “ક્યારેય પણ હું અસંયમમાં જોડાયો નથી અને આ રીતે મારે અસંયમમાં ક્યાં જોડાવાનું ? વિનશ્વર શરીરની સંભાળ કરવાની કે અવિનાશી આત્માને સંભાળવાનો? સમકિતી દેવો જેની ઝંખના કરે છે તેવું આ દુર્લભ અને અમૂલ્ય સંયમ મારી રક્ષા કરશે કે દાંડો ? ધિક્કાર છે મને કે શરીર માટે સંયમને મલિન કરું છું આમ પસ્તાવો કરતાં કરતાં કેવળજ્ઞાન થઈ ગયું. આપણી પાછળ કૂતરું ભસે તો ? પથરો ઉચકીએ અને દાંડો દેખાડીએ કે સમભાવે ચાલીએ ? આવા સંયોગમાં ખ્યાલ આવે કે આપણને સંયમ પર શ્રદ્ધા કેટલી છે ? ગોચરી જતાં ગાય સામેથી શીંગડુ ઉંચકે અને આપણે દાંડો દેખાડીએ કે કૂતરું ભસે તો દાંડો દેખાડતા દેખાડતા ચાલીએ તે વખતે પણ શું આટલી જાગૃતિ રાખીએ [૪૧૫ Page #427 -------------------------------------------------------------------------- ________________ ખરી કે “હું સત્ત્વહીન છું. દાંડા ઉપર જેટલી મને શ્રદ્ધા છે તેટલી સંયમમાં શ્રદ્ધા નથી.” આટલી પણ જાગૃતિ હોય તો પાપના અનુબંધ તો ન જ પડે. આના બદલે વિચાર આવે કે “દાંડો તો લેવો જ પડે. તે સિવાય મને કોણ બચાવે ? કૂતરું કરડી જાય તો મારે જ ૧૪ ઈજેક્શન લેવા પડે ને !” આવો સંયમનિરપેક્ષ કઠોર વિચાર આવે તો સમજવું કે પ્રાયઃ આપણે દેહાત્મભેદજ્ઞાનની કે સંયમની સ્પર્શના કરતા નથી. સંયમી ક્યારેય સંયમવિરુદ્ધ પ્રવૃત્તિ કરે નહિ. કદાચ તેવી પ્રવૃત્તિ કરવી પડે તો ત્યારે પણ તેને ડંખ હોય, મોક્ષમાર્ગ મેળવવાની પ્રબળ ભૂખ હોય. શાસ્ત્રો ન ભણીએ, “મને શું લાગુ પડે છે?” તે યાદ ન રાખીએ, Apply પણ ન કરીએ, બેદરકારીથી સાંભળીએ, નોંધ ન કરીએ તો ફાયદો શું ? શાસ્ત્રનું વાંચન-તેની નોંધ-અણીના સમયે શાસ્ત્રવચન યાદ કરવા-આ બધું થાય તો મોક્ષમાર્ગનો પક્ષપાત ઉભો થાય. “ધન્ય છે તે મહાત્માને કે સિંહ સામે દાંડો ઉંચકવા જતા અંતર્મુખ બનીને કેવળજ્ઞાન મેળવી લીધું..... હું ક્યારે એ ભૂમિકાએ પહોંચીશ ?” આવા પરિણામ હોય તો સંવિગ્નપાક્ષિકની ભૂમિકા પણ ટકે. એના બદલે “આવું તો કરવું જ જોઈએ.” એમ ઉન્માર્ગનો પક્ષપાત કરવાથી તો પાપાનુબંધી પાપ જ બંધાય. મોક્ષમાર્ગની ઉપેક્ષાથી ૧૪ પૂર્વધરો પણ તે જ ભવમાં નિગોદમાં ગયા તો આંતરિક મોક્ષમાર્ગની રુચિના સ્તરે પણ નિરંતર ઉપેક્ષા જ કરશું તો આપણી શું હાલત થશે ? ભગવાનના વચન યાદ કરીએ, તેમાં રુચિ જોડીએ, તે પ્રમાણે અનુસરવાના પરિણામ ઉભા કરીએ તો ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય. “આ તો એક જ કૂતરું ભસે છે, તે પણ પાછું માયકાંગલું છે. કમ સે કમ આજે તો દાંડો ઉંચકવો જ નથી.” આવું બે-ચાર પ્રસંગોમાં પણ કરીએ તો પ-૧૫ ભવ પછી ભાવસંયમ મળી શકશેતેવું લાગે છે. માત્ર પડિલેહણ વગેરે પ્રવૃત્તિથી સંયમી થવાતું નથી. એવી પ્રવૃત્તિમાં તો અનંતા ઓઘા પસાર થઈ ગયા. માર્ગની રુચિ ૪૧૬ Page #428 -------------------------------------------------------------------------- ________________ પક્ષપાત જાગે, અણીના સમયે જિનાજ્ઞા યાદ આવે, તેને આચરીએ તો ભાવસંયમ મળે. દેખાદેખીની પ્રવૃત્તિ કરીએ કે દેખાડવા, કહેવા, બોલવા માટે શાસ્ત્રવાંચન કરીએ... આ બધાથી આત્મકલ્યાણ ન થાય. જેટલું અતિરિક્ત હોય તે અસમાધિમાં જોડે છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજા જણાવે છે કે વધુ પડતા ઉપકરણ પણ અધિકારણ બને છે. માટે જે જે બિનજરૂરી હોય તે બીજાને આપો તો લાભ મળે અને ઉપયોગશૂન્ય હોય તો પરઠવી દો તો ભાવસંયમ મળે. સૌપ્રથમ તો વધારે = બિનજરૂરી રાખવું જ નહિ. જે જરૂરી ઉપકરણ રાખેલ હોય તેની પણ મૂછ ન રાખવી. તો તે અધિકરણ ન બને. જરૂરી ઉપકરણ રાખવા છતાં અવસરે તેનો ઉપયોગ ન કરીએ તો તે પણ એક પ્રકારની મૂછ જ કહેવાય. “પૂજવાથી ઓઘો બગડી જશે' એમ વિચારીને ઓઘાથી જગ્યા પૂંજ્યા વિના આસન પાથરીએ તો તે ઓઘાની મૂછ જ કહેવાય. ઓઘાનો પ્રશસ્ત રાગ દેવલોક આપે અને તેની જ મૂછ દુર્ગતિ આપી શકે. દંડાસણનો ચોમાસી કાપ કાઢ્યા બાદ માંડલીનો કાજો લેવા આપણા દંડાસણના બદલે બીજાનું દંડાસણ કે સંઘનું દંડાસણ લઈએ તો આપણું દંડાસણ મૂછના લીધે આપણા માટે અધિકરણ બને. આવી તો ઘણી બાબતો છે. આપણે ઘણું છોડી દીધું છે. ખાવા માટે દીક્ષા નથી લીધી પણ આરાધના કરવા માટે જ દીક્ષા લીધી છે. પરંતુ દેખાદેખીથી બીજાની બેદરકારીને, બીજાની નબળી પ્રવૃત્તિને આપણામાં ઉતારીએ તો ઉપકરણ છે તે અધિકરણ બને અને પ્રવૃત્તિ પણ અધિકરણ બને. જોયા વગર ચાલવાની પ્રવૃત્તિથી કીડી મરે. તેથી જયણા વગરની તેવી પ્રવૃત્તિ પણ અધિકરણ જ છે ને જે જે અધિકરણ છે તે તે અસમાધિ કરાવનાર છે અને જે જે ઉપકરણ છે તે તે સમાધિ કરાવનાર છે. આપણો તરપણીનો દોરો કોઈ મહાત્મા ગોચરીમાં લઈ ગયા અને પાછો આપ્યો ત્યારે જોયું તો દોરો ખરડાયેલો હતો. દોરાની મૂછથી સામેના પર દ્વેષ કે અણગમો થયો તો સમજવું કે દોરો ----૪૧૭ ४११ Page #429 -------------------------------------------------------------------------- ________________ અધિકરણરૂપ બન્યો, પાપબંધ કરાવનાર થયો. જ્યાં સુધી અધિકરણ વોસિરાવો નહિ ત્યાં સુધી પાપબંધ ચાલુ રહે. બીજી વાર તે મહાત્મા દોરો લેવા આવે અને ના પાડીએ તો તે દોરો દઢ અધિકરણ બને. નાનકડા દોરા ખાતર મહાત્મા પ્રત્યે દ્વેષ કર્યાનો પસ્તાવો થાય પાછા વળીએ- ‘મિચ્છામિ દુક્કડમ્' દઈને તેમની સાથે પૂર્વવત વાત કરવા જઈએ તો પાપબંધ અટકે. આવું ન કરીએ ત્યાં સુધી પાપબંધ ચાલુ રહે. અધિકરણિકી ક્રિયા અને પ્રહેષિકી ક્રિયા ચાલુ રહે. ભૂલની આલોચના-પસ્તાવો કરીએ નહિ, બીજી કોઈ બાબતમાં સામેથી તે મહાત્મા પ્રેમથી પૂછે તો પણ આપણે જવાબ ન આપીએ તો સમ્યક્ દર્શન કેવી રીતે આવે અને ટકે ? કોઈ મહાત્મા બોલપેન-કામળી-કપડા-ઝોળી વગેરે લેવા આવે અને તેને ના પાડી દઈએ, તેને ના પાડ્યાનો પસ્તાવો ન કરીએ, તેની ક્ષમા ન માગીએ, “લઈ જજો” એમ વિનંતિ ન કરીએ તો આંતરિક મોક્ષમાર્ગ કઈ રીતે મળે ? આવું થતું હોય તો ‘આના લીધે જ અંત૨માં ભગવાનનો માર્ગ ન ખુલ્યો, ન મળ્યો' –એમ સમજવું રહ્યું. ગતાનુગતિક પ્રવૃત્તિથી ભગવાનનો માર્ગ ન ખૂલે પણ સંયમી પ્રત્યેના હાર્દિક સદ્ભાવથી અને સહાયકભાવથી જ તે ખૂલે. ૪૧૮ Page #430 -------------------------------------------------------------------------- ________________ પાંચમું–છટકું અસમાધિસ્થાન છોડીએ. સંયમ = ડગલે ને પગલે સમાધિ મેળવાની કેળવણી. તે માટે અસમાધિના સ્થાન છોડવાના. તેમાં આપણે ચાર બાબતનો વિચાર કર્યો. (૧) વવવ વરિ, (૨) તુષ્ટમાર્ગન, (૩) પ્રમાર્ગન, (૪) તિરિ उपकरण. આજે પાંચમું સ્થાન વિચારીએ- રાક્ય પરિમાસિય રત્નાધિક એટલે જેના દર્શન - જ્ઞાન- ચારિત્રના પર્યાય વધારે છે, જે આપણા કરતા દીક્ષામાં મોટા છે તેવા સંયમી. આવા રત્નાધિકનો અપલાપ કે પરાભવ કરવો તે પણ અસમાધિનું સ્થાન છે. (૧) આપણા વડીલ સાધુ ભગવંત જન્મથી/જાતિથી લુહાર, કુંભાર હોય તે વાત યાદ કરાવી તેનું અપમાન કરવામાં સામે રહેલ વ્યક્તિને અસમાધિ થાય અને સામેના પ્રત્યે આવા શબ્દોથી દુર્ભાવને વ્યક્ત કરનારા એવા આપણને પણ સંયમીની આશાતના કરવાથી, સંયમના અંતરાય બાંધવાથી, દુર્લભબોધિ થવાથી ભવિષ્યમાં અસમાધિ થાય. (૨) શ્રતથી સામેવાળી વ્યક્તિનો પરાભવ કરવો. જેમ કે “પાંચ વર્ષના પર્યાયવાળા એવા મને ખબર છે કે “બે રાત પછી દહિ અભક્ષ્ય થાય' અને ૫૦ વર્ષ પછી પણ તમે આટલું ભણ્યા નથી !” નાના સાધુને પણ આ રીતે ન કહેવાય તો પછી મોટાને તો આમ તોછડાઈથી શી રીતે કહેવાય! અલ્પજ્ઞાનવાળાનો પરાભવ કરવાથી પોતે જ્ઞાનના અંતરાય બાંધે. મળેલી ચીજનો મદ હોય તો જ તે ચીજ જેની પાસે નથી તેનો પરાભવ થઈ શકે. પોતાની વિશિષ્ટ બોલપેનની પોતાને મહત્તા ન १. रायणियपरिभासी राइणिओ-आयरिओ अण्णो वा जो महल्लो जाइसुयपरियायादीहिं तस्स परिभासी परिभवकारी असुद्धचित्तत्तणओ अप्पाणं परे य असमाहीए जोयइ । ૪૧૯ Page #431 -------------------------------------------------------------------------- ________________ હોય તો બીજા પાસે સામાન્ય બોલપેન જોઈ તે વ્યક્તિનો પોતે પરાભવ ન કરી શકે. આ મદ ટાળવાનો ઉપાય એ છે કે સામાન્યથી કાયમ સાદી વસ્તુ રાખવી. કદાચ કોઈ પરાણે વિશિષ્ટ ક્વોલિટીવાળી વસ્તુ વહોરાવી જાય તો પણ પોતાને મળેલ વસ્તુનું મહત્ત્વ ન રાખવું. તો તેનું અજીર્ણ ન થાય. માત્ર બાહ્ય વસ્તુ માટેની આ વાત નથી. આંતરિક તમામ શક્તિમાં પણ આ જ રીતે સમજી લેવું. પોતાને મળેલી કોઈ પણ શક્તિનું પોતે મહત્ત્વ સ્થાપિત ન કરવું. પછી તે લેખન શક્તિ હોય, ગાવાની શક્તિ હોય, શાસનપ્રભાવનાની શક્તિ હોય, તપની શક્તિ હોય, શિષ્યની શક્તિ હોય, પુણ્ય-સૌભાગ્યની શક્તિ હોય કે શ્રુતની શક્તિ હોય. જે શક્તિ મળે તેનાથી પોતાને મહાન સમજી બેસે તો શક્તિનું અજીર્ણ થાય. શક્તિનું અજીર્ણ ન થાય તે માટે શક્તિના દૂષણો કાયમ નજરની સામે રાખવાના. જેવા કે (૧) આપણને જે શક્તિ મળી છે તે અધૂરી છે. સંપૂર્ણ શક્તિ તો કેવળજ્ઞાની પાસે છે. ૧૪ પૂર્વ તો શું ૪૫ આગમ પણ મોઢે કરવાની વર્તમાનમાં આપણી શક્તિ નથી. એક દિવસમાં ૫૦૦ ગાથા આપણે મોઢે કરી શકવાના નથી. ત્રિપદી પામીને દ્વાદશાંગીને રચનાર ગણધર ભગવંતો કે રોજ સાત વાચના લેનાર સ્થૂલભદ્રસ્વામી પાસે આપણી જ્ઞાનની શક્તિ કેટલી પાંગળી અને અધૂરી ? (૨) જે શક્તિ મળી છે તે વિનશ્વર છે, પરભવમાં આપણી સાથે આવવાની નથી. કડકડાટ ચાલતી હોય તેવી ગાથા પણ જો રીવિઝન ન કરીએ તો ભૂલાઈ જાય છે. પચાસ ઓળી કર્યા પછી તબિયત બગડે તો એક આયંબિલ પણ કદાચ ન થાય. વળી આ ભવમાં મળેલી તમામ શક્તિ મોત સુધી સાથે રહેવાની કોઈ ગેરંટી નથી. ગાથા ગોખવાની સારી શક્તિ હોય અને મોટી ઉંમરે ગોખવાની, યાદ રાખવાની શક્તિ ઘસાઈ જાય. કદાચ બ્રેઈન હેમરેજ થઈ જાય તો વર્ષોથી સાથે રહેલાને પણ ન ઓળખી શકીએ. આ ખ્યાલ હોય તો જ્ઞાનશક્તિનું અજીર્ણ ન થાય. ૪૨૦ Page #432 -------------------------------------------------------------------------- ________________ (૩) જો મળેલી શક્તિનો દુરુપયોગ કરીએ તો તે પાછી ભવિષ્યમાં મળવાની નથી. શક્તિનો મદ, શક્તિનું વધુ પડતું મમત્વ, તેનાથી પોતાની જાતને મહત્ત્વ આપી દેવું.... આ શક્તિના દુરુપયોગનું સૂચક છે. રિચિએ કરેલો કુળમદ તેને નીચ ગોત્ર બંધાવનાર બન્યો. જે શક્તિ પચાવીએ તે મોક્ષમાર્ગે આગળ વધારે અને જે શક્તિ ન પચે તે આપણને પણ ખતમ કરવાનું કામ કરે. ગુંદરપાક પચે તો તાકાત વધારે અને ન પચે તો નબળાઈ વધારે, આંતરડાને વહેલા ખલાસ કરે. માટે ગુંદરપાક ખાવો તે મહત્ત્વનું નથી, પણ ખાધેલો પચે છે કે નહિ ? તે મહત્ત્વનું છે. માષતુ મુનિએ ‘મા રુમ મા તુષ’ આટલું પણ પચાવ્યું તો કેવળજ્ઞાન મેળવી શક્યા અને દશપૂર્વધર બનેલા સ્થૂલભદ્રજીએ એક વાર સિંહનું રૂપ કરીને સંપૂર્ણ ૧૪ પૂર્વ ભણવાની લાયકાત ગુમાવી. માટે જે શક્તિનું અજીર્ણ થાય તે શક્તિ આપણને પણ પછાડે. યોગ્યતા વિના મળેલી શક્તિ પ્રાયઃ પછાડે. તેથી શક્તિ મળે તે મહત્ત્વનું નથી, પણ શક્તિને પચાવવાની લાયકાત મળે તે મહત્ત્વનું છે. ગુંદરપાક ન પચે અને વાપરેલી રોટલી પચે તો રોટલી વાપરવી વધુ સારી. પચેલી રોટલી પણ લોહી કરે. ગુરુનો કે વડીલનો અપલાપ કરીએ તેના મૂળમાં શક્તિનું અભિમાન છે. તે રીતે ગોચરીમાં ઉત્તમ દ્રવ્ય લાવીએ તેનું અભિમાન કરીએ અને સામેવાળાને હલકા પાડીએ તો ગોચરી મેળવવાના અંતરાય બંધાય, બીજી વાર ઉત્તમ દ્રવ્ય મેળવવાની યોગ્યતા ખતમ થાય. માટે બીજા કરતાં વધુ સારી રીતે ગોચરી લાવવાનું કે ઉત્તમ દ્રવ્ય મેળવવાની લબ્ધિનું મહત્ત્વ આપણા મનમાં સ્થાપિત ન કરવું. તથા ગોચરીની લબ્ધિ જેની પાસે ન હોય તેનો કદાપિ તિરસ્કાર ન કરવો. ગોચરીની જેમ ગોચરી લાવવાની લબ્ધિને પણ આ રીતે પચાવતા આવડવું જોઈએ. ‘મળેલ શક્તિનું મહત્ત્વ રાખવાનું નથી.' તે જેમ સત્ય હકીકત છે તે રીતે ‘શક્તિ વિના મોક્ષ શક્ય નથી' આ પણ સત્ય હકીકત |૪૨૧ Page #433 -------------------------------------------------------------------------- ________________ છે. નવતત્ત્વ પ્રકરણ વગેરેમાં આવતી ગાથા સાફ-gિ- ... (ગા.૪૫) પણ આડકતરી રીતે આ જ વાત સૂચવે છે ને ! મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૧ લું સંઘયણ વગેરે પણ એક જાતની પુણ્યશક્તિલિબ્ધિઓ જ છે અને મોક્ષ માટે તે પણ આવશ્યક છે. કમ્મપયડીમાં બતાવેલ ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ પણ એક પ્રકારની શક્તિલિબ્ધિ જ છે ને ! શક્તિ પણ જરૂરી છે અને શક્તિને પચાવવી પણ જરૂરી છે. ભણીને અભિમાન થાય એના કરતાં ન ભણવું સારૂં –એ પણ ખોટું છે. અને ભણીને બીજાનો પરાભવ કરે તે પણ ખોટું છે. જે યોગ આરાધે તેમાં ચઢીયાતા આદર્શ નજર સામે હોય તો અભિમાન ન આવે. સ્થૂલિભદ્ર સ્વામીજી રોજ સાત સાત વાચના લેતા અને યાદ રાખતા. એમની સામે મારો સ્વાધ્યાય કેટલો? મારો તપ ધન્ના અણગારના તપની સામે કંઈ જ નથી. આવશ્યકસૂત્રવૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિજી તથા શ્રી મલયગિરિસૂરિ મહારાજે “પંદરીયાથvi દિયું યંત્ર સા ' (હારિ.૨૮૮, મલ.પૃ.૩૮૬ ગા.૭૬૪) આ પ્રમાણે વજસ્વામીના પ્રસંગમાં જણાવેલ છે. ઉપદેશપદવૃત્તિમાં પણ વજસ્વામીના ચરિત્રમાં જણાવેલ છે કે “નાથધમ્મદનું સિä પંથથરિમાનં સવારે ય સુદ્ધ સમ્પત્તમદ સો |’ (ઉપદ.ગા.૧૪ર વૃત્તિ ગાથા-૧૧૫ પૃ.૧૨૦) અર્થાત્ વજસ્વામી પૂર્વના દેવભવમાં ૫૦૦ ગ્રંથપ્રમાણ પુંડરિક-કંડરિક અધ્યયનનું ગૌતમસ્વામી પાસે શ્રવણ કરીને એવું અવધારણ કર્યું કે શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત થયું. આપણે લોગસ સૂત્રનું પણ આ રીતે અવધારણ કર્યું નથી. આ હકીકતને સતત નજર સમક્ષ રાખીએ તો સ્વાધ્યાય, તપ વગેરે યોગનું અજીર્ણ ન થાય. મળેલા સ્વાધ્યાયાદિ યોગનું અજીર્ણ ન થાય તો તેના કરતા ઊંચા યોગની યોગ્યતા ખીલતી જાય. અને તેનું અજીર્ણ થાય તો મળ્યું હોય તે પણ છૂટતું જાય – દૂર થતું જાય અને પાછું મેળવવા માટે પોતે અયોગ્ય બને. —-૪૨૨ ૪૨૨ Page #434 -------------------------------------------------------------------------- ________________ અતિશય અને નકામું બોલવાની આદત વચનલબ્ધિના અજીર્ણને સૂચવે છે. તેનાથી જીભ મેળવવાના અંતરાય બંધાય. તેનાથી એકેન્દ્રિય ગતિ મળે કે પંચેન્દ્રિયમાં પણ તોતડા-બોબડાપણું મળે. ભવિષ્યનું આ પરિણામ દેખાય તો વાણીથી કોઈનો પરાભવ કરવાનું મન ન થાય. છä અસમાધિસ્થાન છે - થેર ઉવધા સ્થવિરમાં આચાર્ય, ગુરુ ભગવંત કે વડીલ સાધુનો સમાવેશ થાય. તેવા સ્થવિરમાં આચારદોષ દેખાડીને, શીલદોષ દેખાડીને કે જ્ઞાનાદિને આશ્રયીને જે અવહેલના કરાય તે પણ અસમાધિનું સ્થાન છે. (અ) આચારદોષ :- ચૌદસના દિવસે નવકારશી કરનાર સ્થવિરને કહેવું કે “તમે ખાઉધરા છો” આ સ્વ-પર ઉભયને અસમાધિનું કારણ બને છે. એક મહાત્મા સતત આયંબિલની ઓળીઓ કરતા હતા. તે તપસ્વી મહાત્મા એક દિવસ ચૌદસના નવકારશી કરનાર બીજા મહાત્માને કહી બેઠા “તપ કરો, તપ. બાકી ભૂંડ થશો.” આવા પરાભવના શબ્દો બોલવાના કારણે તપસ્વી મહાત્માને એવા અંતરાય બંધાયા કે બે વર્ષ બાદ તેઓના આયંબિલ તો છૂટ્યા, એકાસણા પણ છૂટ્યા, ચૌદસના પણ નવકારશી કરવી પડે અને નબળી હોજરીના કારણે રોજ પ્રાયઃ દોષિત ગોચરી વાપરવી પડે. નજરે જોયેલી આ સત્ય હકીક્ત છે. જ્યાં જ્યાં ગુમાન અને બીજાનો પરાભવ આવે ત્યાં સમજી રાખવું કે પછડાટ નિશ્ચિત છે. માટે ગુમાનથી બચવા વિચારવું કે “હું તપ નથી કરતો પણ દેવ-ગુરૂની કૃપા મને તપ કરાવે છે.' હૈયું આ વાત ન સ્વીકારે અને આપણી આવડત-મનોબળ-શારીરિક બળની મહત્તા હોય તો બીજાનો પરાભવ કરવાની ભૂલ થાય. “દેવ-ગુરુકૃપાથી હું ઉજળો છું. તેમના પ્રભાવે હું આગળ વધું છું.” આ ભાવ હૈયામાં આવે તો પરાભવ કરવાની ભૂલ ન થાય અને કૃતજ્ઞતા-નમ્રતા વગેરે ગુણો આવે. १. थेरोवघाई थेरा-आयरिया गुरवो ते आयारदोसेण सीलदोसेण य णाणाईहिं उवहणति, उवहणतो दुट्ठचित्तत्तणओ अप्पाणमण्णे य असमाहीए जोएइ । ૪૨૩ Page #435 -------------------------------------------------------------------------- ________________ (બ) શીલદોષ :- બીજાને ચારિત્રની શિથિલતા યાદ કરાવીએ તો તેનાથી પણ સ્વ-પરને અસમાધિ થાય. સામેવાળી વ્યક્તિમાં દોષો હોય અને તે તેની આલોચના તથા પસ્તાવો કરી લે તો તે મુક્ત થઈ જાય. અને આપણે તેનામાં રહેલા દોષો જોઈને, તેના પ્રત્યે દ્વેષ કરીને મજબૂત રીતે દસગણા દોષોને આપણામાં વળગવા આમંત્રણ આપીએ- એવું પણ બની જાય. ઉપદેશમાલામાં પૂજ્ય ધર્મદાસગણી જણાવે છે કે એકવાર પણ સામાન્ય ભાવથી બીજાની નિંદા કરીએ, આળ ચઢાવીએ તો પણ તે દોષ દસગણો બળવાન થઈ આપણને વળગે. સંકલેશ સાથે કરેલી નિંદા વગેરેથી તે દોષ અનંતગણો બળવાન થઈને પણ આપણામાં આવે. હિંસા વગેરે માટે પણ આ વાત સમજી લેવી. આ રહ્યા ઉપદેશમાલાના શબ્દો वह-मारण-अब्भक्खाण-दाण-परधनविलोवणाईणं । सव्वजहन्नो उदओ दसगुणिओ इक्कसि कयाणं ।। तिव्वयरे उ पओसे सयगुणिओ सयसहस्सकोडिगुणो । ઢોડાઢોડિજીપો વા કુંક્ત વિચારો વદુતરો વા || (TI.9૭૭-9૭૮) સમજી રાખવું કે નિંદા તે-તે દોષની આમંત્રણ પત્રિકા છે. તેમાં પણ આપણે કરેલી નિંદાનો વિષય કોણ ? આપણી આજુ-બાજુમાં રહેલા સાધુ-સાધ્વી કે બીજું કોઈ ? “નમો તો સવ્વસાહૂ” બોલવા દ્વારા ગૌતમસ્વામી ગણધર વગેરે જેને નમસ્કાર કરે છે તેની નિંદા ! “નમો નિત્ય” બોલવા દ્વારા તીર્થકરો જે તીર્થને સંઘને નમસ્કાર કરે છે તેમાં રહેલા એવા સાધુ-સાધ્વીની નિંદાથી ભવાંતરમાં ન દેવાધિદેવ મળે, ન ગુરુ મળે, ન શાસન મળે. ઊલટું અનંત કાળ એકેન્દ્રિય દશાની સજા મળે. એવોર્ડ મળે તો તેને પાછો ઠેલી શકાય. સજાને તો સ્વીકારવી જ પડે ને ! આ જીવ અનંત કાળમાં મોક્ષે કેમ નથી ગયો ? આ પ્રશ્નના જવાબમાં આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા જણાવે છે કે જીવે કરેલી આરાધનાની કચાશ નહિ પણ વિરાધનાનું ૪૨૪ Page #436 -------------------------------------------------------------------------- ________________ પ્રાચર્ય અને વિરાધકભાવોનું આકર્ષણ જીવના મોક્ષને અટકાવે છે. માટે “મારે વ્યર્થ બિનજરૂરી વિરાધનાઓને તો તરત છોડવી જ છે. શરીરની નબળાઈથી થતા દોષસેવનમાં પણ આજથી જ વિરાધકભાવનું જોર તોડવું છે, વિરાધકભાવ ઘટાડવા છે.” આવી મથામણ થાય તો સંયમ સફળ થાય. પૂજ્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજા પણ કહે છે કે વર્તમાનમાં આપણું જીવન સદોષ છે. કારણ કે આપણે પૂર્વભવમાં વિરાધના કરીને આલોચના કર્યા વિના અહીં આવ્યા છીએ. આપણું ચારિત્ર વિરાધકભાવનું છે. વર્તમાનમાં પણ આપણે દોષિત પાણી, પ્રાય: આધાકર્મી ઉપાશ્રય, દોષિત ઉપકરણો, કામળીકાળમાં વિહાર... વગેરે અનેક દોષો વચ્ચે રહેલા છીએ. નવા-નવા દોષોનું સેવન કરે જ રાખીએ તો આપણને મોક્ષ ક્યારે મળશે? વિરાધકભાવનું આકર્ષણ તોડીએ અને વિરાધના ઘટાડીએ તો જ મોક્ષ થાય. તે માટે - “મારે તો ભગવાનનો તાત્ત્વિક માર્ગ જાણવો છે, સમજવો છે, ચાહવો છે, જીવનમાં પ્રામાણિકપણે ઉતારવો છે.” આવો ઉત્સાહ ઉભો કરવો પડે. | નવો ગ્રંથ ભણવાનો ચાલુ કરીએ ત્યારે ઉત્સાહ હોય અને ૧૫ દિવસ પછી તે ઉત્સાહમાં ઓટ આવવા માંડે. ૫૦ મી ઓળીના ૨૦ આયંબિલ થાય પછી અરુચિ થવા માંડે તો સમજવું કે પ્રાયઃ જૂના વિરાધકભાવો દઢ છે. ઑક્સિજનના બાટલાથી આપણી આરાધના ચાલે છે. સ્વયં ઉત્સાહથી ચાલતી નથી. આપણા જૂના વિરાધકભાવ આપણને સતત નડે છે. આવા વિરાધકભાવથી છૂટવા આપણે ઉપાયો અજમાવવા જોઈએ. જેમ કે (૧) “મારે વિરાધક-ભાવમાં જોડાવું નથી” આવો સંકલ્પ કરીને તેમાંથી છૂટવા પ્રયત્ન કરવો. (૨) જેમણે મહદંશે વિરાધભાવોને તોડેલા છે તેવા ગુણવાનોની ભક્તિ કરવી. (૩) દોષનો શિકાર બની જઈએ તો પાછા વળવાનો સક્રિય પુરુષાર્થ કરવો. (૪) આલોચના, પ્રાયશ્ચિત્તવહન આદિ દ્વારા શુદ્ધિ કરવી. સાધુ વગેરે ઉપર ક્રોધ આવે ત્યારે જાગૃતિ રાખીએ કે (૧) (૪૨૫ Page #437 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળમાં જે ભૂલ કરી હતી એવી ભૂલ નથી કરવી. (૨) વર્તમાનમાં સંયમને ક્રોધ દ્વારા બાળીને નિષ્ફળ નથી કરવું. (૩) આવતા ભવમાં સંયમ મેળવવાના નવા અંતરાયો નથી બાંધવા. આ રીતે ત્રણ કાળને નજર સમક્ષ રાખી આટલું થાય તો વિરાધક ભાવનું જોર તૂટે. નિંદા કરતી વખતે (૧) “આ દોષ મારામાં દસ ગણો-સો ગણોહજાર ગણો થઈને આવશે. (૨) મેં ભૂતકાળમાં આવી ભૂલ નથી કરી ને? (૩) ભેંસના શીંગડા ભેંસને ભારે, સામેની વ્યક્તિના દોષો તેને ભારે. (૪) દરેક છદ્મસ્થ વ્યક્તિમાં ઓછાવત્તા અંશે દોષો હોય જ છે. મારામાં પણ દોષો ક્યાં નથી ? (૫) નિંદા દ્વારા જીભનું કેન્સર કે પેરેલિસીસની આમંત્રણ પત્રિકા લખવાની ભૂલ મારે નથી કરવી એમ વિચારે તો નિંદા બંધ થાય અને અસમાધિથી બચાય. દોષો જ જોવાથી, તેની ટીકા કરવાથી તો સ્વ-પરને અસમાધિ જ વધે. (ક) જ્ઞાનાદિશક્તિ - વિશિષ્ટ જ્ઞાનના કારણે બીજાનો પરાભવ કરીએ- તેવું ન બનવું જોઈએ. આપણને શક્તિનું અજીર્ણ થવું ન જોઈએ. રાત્રે ૧૧ વાગ્યા સુધી કરાતા સ્વાધ્યાયનું અજીર્ણ રાતે વહેલા સૂઈ જનારા બીજાના પરાભવમાં નિમિત્તરૂપ બને તે કેમ ચાલે ? વિશિષ્ટ શાસ્ત્રાભ્યાસ ન કરી શકનારા વડીલ સાધુ-સાધ્વીનો પરાભવ કરનારો નાનો સાધુ વધુ ભણેલ હોય તો પણ પોથી પંડિત છે, આત્મજ્ઞાની નહિ- આટલું તો નિશ્ચિત સમજવું. | દુષ્ટ અને સંક્લિષ્ટ ચિત્ત હોય તે જ બીજાની નિંદા કરી શકે. જેનું મન સ્વસ્થ હોય તે બીજાનું નબળું (૧) દેખી ન શકે (૨) અંદરમાં સંઘરી ન શકે. (૩) યાદ હોય તો પણ તેને જાહેરમાં બોલી ન શકે. આપણને શાસ્ત્રો યાદ રહેતા નથી અને બીજાના દોષો ભૂલાતા નથી. શાસ્ત્ર માટે આપણી બુદ્ધિ Magic slate જેવી છે. અને દોષોની બાબતમાં તો Oil paint અને શિલાલેખના અક્ષર જેવી અસર આપણી બુદ્ધિ પર થાય છે. યાદશક્તિ સ્થૂલભદ્રજી માટે આશીર્વાદરૂપ બની --૪૨૬ Page #438 -------------------------------------------------------------------------- ________________ અને આપણા માટે અભિશાપરૂપ બને તો તે આધ્યાત્મિક જગતની કરુણ દુર્ઘટના છે. દેવ-ગુરુની કૃપાથી માષતુષ મુનિ માટે વિસ્મરણ પણ આશીર્વાદરૂપ બન્યું. પરંતુ આપણા વિસ્મરણના વિષયો કયા?સંસ્કૃતના નિયમો યાદ નથી. ધાતુ + શબ્દના રૂપો વીસરાઈ ગયા. જૂના આગમિક પદાર્થો ભૂલાઈ ગયા. ગોખેલી ગાથાઓ ઉપસ્થિત નથી. આપણા સ્મરણના વિષયો કયા ? આપણું થયેલું અપમાન. કોઈકે આપેલા તીખા ઠપકા. કોઈના મોંમાંથી નીકળેલ કડવા શબ્દ. આપણો થયેલો વિશ્વાસઘાત. જ્યાં સુધી આવું હોય ત્યાં સુધી કૃતજ્ઞતા ન આવે, નમ્રતા ન આવે, યાદશક્તિ અભિશાપરૂપ બને, સંકલેશ વધે, જાહેરમાં કોઈનું અપમાન કરતા ખચકાટ ન થાય. આ બધાથી બચવા માટે (૧) પરદોષદર્શન, (૨) બીજાના દોષ યાદ રાખવા અને (૩) દોષ બોલવા- આ ત્રણેય બંધ કરી દઈએ. બીજાના દોષના દર્શન-સ્મરણભાષણ ન જ ચાલે. મૂર્ત નતિ અતઃ શાહી ? પછી સંયમીની નિંદાઆશાતના આપમેળે બંધ થઈ જશે. આંખથી જોયેલ અને કાનથી સાંભળેલ પણ નબળું બીજા પાસે ક્યારેય બોલવું નહિ. મુંબઈમાં ફોર્ટ, ભાયખલા વગેરે વિસ્તારમાં મચ્છરનો ખાસ ત્રાસ નથી. કારણ કે ત્યાં ગટરો અન્ડર ગ્રાઉન્ડ છે. અને વિરાર બાજુ મચ્છર, ડાંસ વગેરેનો ત્રાસ બેસુમાર છે. કારણ કે ત્યાં ગટરો ખુલ્લી છે. ગટર ઢાંકેલ હોય તો નગરનું સ્વાસ્થ સલામત. તેમ આપણે કોઈના દોષો ખોલીએ નહિ/જાહેર કરીએ નહિ તો સમુદાયનું અને આધ્યાત્મિક જગતના લોકોનું સ્વાથ્ય સલામત. બીજાના દોષના ઢાંકણા ખોલો એટલે સૌપ્રથમ આપણે ૧૦૦% જોખમમાં. - - ૪૨૭ Page #439 -------------------------------------------------------------------------- ________________ તરસ્યો માણસ ગંગા પાસે જાય પછી ગંગાનું ઠંડુ પાણી પીવાનું કામ કરે, કાદવ તપાસવાનું કામ તે ન કરે. કારણ કે દરેક નદી ઊંડે-ઊંડે થોડો-ઘણો કાદવ તો સંઘરીને જ બેઠી છે. પણ નદીનો કાદવ નદીને મુબારક. તે રીતે પ્રત્યેક સંયમીમાં ગુણો જોઈને મોક્ષમાર્ગે આગળ વધવાનું. તેની નિંદા કરવાથી કે આક્ષેપબાજીનો કાદવ ઉછાળવાથી આપણી તો સંસારવૃદ્ધિ જ છે. કારણ કે સંયમીની નિંદાથી તેને અસમાધિ અને આપણને ભગવાનની પ્રાપ્તિના અને જિનશાસનની પ્રાપ્તિના અંતરાય બંધાય. આમ નિંદાથી સ્વ-પર ઉભયને અસમાધિ થાય. મકાન એટલે શું? આના જવાબમાં એમ કહી શકાય કે જ્યાં ફલોરીંગ, દીવાલ, અને છાપરું હોય તે મકાન. કારણ કે ફલોરીંગના બદલે કાદવવાળી જમીન હોય અથવા અડધા મકાનમાં છાપરૂં ન હોય અને દીવાલ ના હોય આવું કાંઈ પણ થાય તો તે સ્થાનમાં રહી ન શકાય. તેને મકાન કહી ન શકાય. તે જ રીતે સંયમજીવનરૂપી મકાનમાં ત્રણ વસ્તુ જરૂરી છે. છાપરાના સ્થાને ગુરુની નિશ્રા, ગુરુ પ્રત્યે સમર્પણભાવ, તેમની બિનશરતી શરણાગતિ, કૃતજ્ઞતા અને સભાવ. દીવાલના સ્થાને આચારચુસ્તતા અને આચારસંહિતા સમજી લેવી. જેનું જીવન જાહેરમાં જુદું અને એકાન્તમાં જુદું હોય, જેનું બોલવાનું જુદું હોય અને મનમાં પાછું કાંઈક જુદું હોય, દંભના લીધે દિવસ અને રાતની પ્રવૃત્તિ પણ અલગ પડતી હોય (પ્રતિક્રમણ સવારે બેઠા બેઠા અને સાંજે ઉભા ઉભા) તો સમજવું પડે કે તેવી વ્યક્તિના આચારમાં ઘાલમેલ રહેલી છે. આપણું ફલોરીંગ = નિંદાત્યાગ પણ મજબૂત રાખીએ. ચૌદસના આયંબિલ ન થાય તો પણ તપસ્વીની તો ભક્તિ જ કરવી છે. તેની નિંદા તો નથી જ કરવી. જેમ કે “આ તપસ્વી કહેવાતા હશે ! ત્રણને ચાર વાર ગોચરી મંગાવે છે.” જ્ઞાન ન ભણું તો પણ જ્ઞાનીની તો ભક્તિ જ કરવી છે. નિંદા નથી જ કરવી. જેમ કે “પંડિત તો છે, પણ માયાવી છે, આચારમાં શિથિલ ૪૨૮ Page #440 -------------------------------------------------------------------------- ________________ છે' વગેરે રૂપે જ્ઞાની સાધુની નિંદા ન જ કરવી. અને તે રીતે વૈયાવચ્ચીની પણ નિંદા છોડી દઈએ, ન કરીએ. ફુલોરીંગ મજબૂત હોય અને કદાચ દીવાલ ન હોય તો પણ રાત્રે સૂઈ શકાય. માટે મારે નિંદા તો નથી જ કરવી. આટલો સંકલ્પ જો મજબૂત હોય તો પણ છલાંગ લગાવી શકાય. જેમ વડીલની આશાતના ન કરાય તેમ નાના સાધુની પણ નિંદાઆશાતના ન કરવી “પહેલો મોક્ષ કોનો થશે, તે મને ક્યાં ખબર છે?” જેમ અવર્ણવાદ ન કરીએ તે અગત્યનું છે, તેમ આપણું જીવન આજુબાજુ વાળાને પ્રતિકૂળ ન પડે તે પણ અગત્યનું છે. શિયાળામાં રાત્રે માત્રુ પરઠવવા જતાં દરવાજો બંધ કરીને જવું જોઈએ. જેથી મકાનમાં બીજાને ઠંડી ન લાગે. આ રીતે સતત પ્રત્યેક પ્રવૃત્તિમાં આંતરિક જાગૃતિ રાખવાની હોય. આશાતના-નિંદાદિ છોડી બીજાને સહાય કરવી જોઈએ. ગોચરી ખૂટે તો લાવી આપીએ, બીજાને ભણવામાં મદદ કરીએ, રસ્તો દેખાડવા વિહારમાં નાના સાધુની સાથે રહીએ, અવસરે મોટાઈ મૂકી બીજાનું કરી છૂટીએ, બીજાને સહાયક થઈએ તો તે ઉત્તમ ભૂમિકા. બીજા સાથે અનુકૂળ વહેવાર તે મધ્યમ ભૂમિકા. “મારૂં લેવા જાઉં છું તો બીજાને પૂછતો જાઉં. મારું કાપનું પાણી પરઠવતા તેનું પણ કાપનું પાણી લેતો જાઉં. વિહારમાં હું પહેલો-વહેલો પહોંચી ગયો છું તો દોરી બાંધી દઉં. બીજાને કામ લાગશે.” આમ કરીએ તો પરોપકારનો ગુણ પ્રગટે. બાકી પોતાના કપડા સૂકાઈ જાય અને દોરી છોડી નાખે તે તો નરી સ્વાર્થવૃત્તિ જ કહેવાય. બીજા આપણને સહાય કરે એવી ઝંખના આપણને થાય છે. પણ આપણે બીજાને સહાય નથી કરતા કે સહાય કરવાના ભાવ ઉભા નથી થતા તો સમજવું કે માત્ર વેશપરિવર્તન થયેલ છે, હૃદયપરિવર્તન નહિ. પર્યાય વધે તેની સાથે અધિકારની વૃત્તિ આવે તો સમજવું કે અંદરમાં તાત્ત્વિક સંયમના પરિણામ જાગૃત થયા નથી. ૪૨૯ Page #441 -------------------------------------------------------------------------- ________________ કોઈની સાથે પ્રતિકૂળ વહેવાર ન કરવો તે જઘન્ય ભૂમિકા. આવવા-જવાના રસ્તે માત્રુ પરઠવીએ તો ચાલનારની આશાતનાનું પાપ લાગે. ઉપાશ્રયની બાજુમાં દેરાસર હોય, અને આપણે તે તરફના રસ્તામાં પરઠવીએ કે જેના પર પગ મૂકી શ્રાવકો દેરાસરમાં જાય તો તેમાં ભગવાનની આશાતનાનું પાપ આપણને અને શ્રાવકો બન્નેને લાગે. તથા આપણને શ્રાવક-શ્રાવિકાની પણ આશાતનાનું પાપ લાગે. તથા તેના ઉપરથી સાધુ-સાધ્વીજી અવર-જવર કરે તો આપણને સાધુ-સાધ્વીની પણ આશાતનાનું પાપ લાગે. જવા-આવવાના રસ્તે પાટ-પાટલા વગેરે ચીજ-વસ્તુ મૂકી રાખીએ તો બીજાને ચાલવામાં તકલીફ પડે. આપણી વસ્તુઓ છૂટી છવાઈ રાખીએ તો બાજુમાં પણ કોઈ બેસે નહિ- બેસી શકે નહિ. આમ વગર બોલ્ટે આપણે સામેના સાધુની ઉપેક્ષા કરીએ છીએ. આવું વલણ આપણી જ અસમાધિનું કારણ બને છે. આ વલણ છોડીએ તો નાનામોટા કોઈને પીડા ન થાય અને સ્થવિર વગેરેને ઉપઘાત કરવા સ્વરૂપ છઠ્ઠા અસમાધિસ્થાનમાંથી બચી શકાય. -૪૩૦ ૪૩૦ Page #442 -------------------------------------------------------------------------- ________________ સાતમા અસમાધિસ્થાનની ભયાનકતા સમાધિ તો સંયમનો પ્રાણ છે. માટે તે ન તૂટે તેની જાગૃતિ ડગલે ને પગલે રાખવી. આજે સાતમું અસમાધિસ્થાન વિચારીએ. ભૂગોવધારૂ = જીવોનો ઉપઘાત કરવો. એકેન્દ્રિય વગેરે જીવોની વિરાધનાથી અસમાધિ ઉત્પન્ન થાય. બીજાને અશાતા આપીએ તો આપણને અશાતા અને અસમાધિ થાય. અનાદેય-અપયશ-અસમાધિ-અશાતા પ્રાયઃ એકબીજા સાથે સંકળાયેલ હોય છે. માટે તે બધા પ્રાયઃ સાથે જ ઉદયમાં આવે. ઓઘનિર્યુક્તિમાં જણાવ્યું છે કે ડાફોળીયા મારતા ચાલીએ અને કદાચ કીડી ન મરે તો પણ કીડી માર્યાનું પાપ લાગે. ઉપયોગ પૂર્વક ચાલીએ અને તે છતાં જીવ મરે તો તે જીવને માર્યાનું પાપ ન લાગે. કારણ કે આપણો પરિણામ બચાવવાનો છે, જીવદયાનો છે उच्चालियम्मि पाए ईरियासमियस्स संकमट्ठाए । वावज्जेज्ज कुलिंगी मरिज्ज वा तं जोगमासज्ज ।। न य तस्स तन्निमित्तो बंधो सुहुमो वि देसिओ समए । अणवज्जो उ पओगेण सव्वभावेण सो जम्हा ।। (गा. ४८-४९) તેથી ઊલટું જો જીવને મારવાનો પરિણામ ન હોવા છતાં નિરપેક્ષપણે ચાલવાથી જીવને બચાવવાના પરિણામરૂપ જાગૃતિ ન હોય અને કીડી વગેરે ન મરે છતાં પણ પ્રમાદથી ચાલનારને જીવહિંસાનું પાપ ચોંટે જ છે. શાસ્ત્રમાં હિંસા ત્રણ પ્રકારે બતાવી છે. (૧) હેતુથી (૨) સ્વરૂપથી (૩) અનુબંધથી. હેતુહિંસા એટલે તે પ્રવૃત્તિ કે જે પ્રવૃત્તિ હિંસાનું કારણ બને તેવી યોગ્યતા ધરાવે. જીવો મરે કે ન મરે તે અહીં ગૌણ છે. પારિધ જાળ નાખે અને એક પણ કબૂતર ફસાય નહિ તો પણ १. भूयाणि एगिंदिया ते अणट्ठाए उवहणइ उवहणंतो असमाहीए जोएइ । ૪૩૧ Page #443 -------------------------------------------------------------------------- ________________ કબૂતરને માર્યાનું પાપ તો તેને લાગે જ છે. બિલાડી અને ઉંદરનું તો આપણે જાણીએ જ છીએ. બિલાડી કદાચ ૨૪ કલાકમાં એક પણ ઉંદર ન મારે છતાં પણ ૨૪ કલાક ઉંદરને મારવાની વેશ્યા તેને સતત પાપબંધ કરાવે જ છે. આપણે મકાનની બહાર (કદાચ) ઈર્યાસમિતિ પાળીએ પણ મકાનમાં પાળીએ ખરા ? ઉપાશ્રયમાં પણ નિરંતર ઈર્યાસમિતિ પાળીએ તો જીવદયાના પરિણામ અવશ્ય જાગે. મુહપત્તિનો ઉપયોગ રાખીએ તો “વાઉકાય પણ જીવ છે' એવી શ્રદ્ધા મજબૂત થાય અને આનાથી સમ્યગ્દર્શનની ભૂમિકા દઢ થાય. આચારાંગજીમાં શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં પાંચ એકેન્દ્રિયમાં સૌપ્રથમ પૃથ્વી-અપકાય-તેઉકાય-વનસ્પતિકાયનું નિરૂપણ કર્યું. પછી વાઉકાયનું નિરૂપણ કર્યું. આમ કેમ ? એનો જવાબ આપતા શીલાંકાચાર્ય કહે છે કે “વાઉકાય જીવ છે” એવી શ્રદ્ધા થવી જ મુશ્કેલ છે. બાકી ચારમાં આવું નથી. માટે વાઉકાયનું નિરૂપણ વનસ્પતિકાય પછી કર્યું. વિશુદ્ધ બાલબ્રહ્મચારી પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજા કહેતા હતા કે “એક સાધુ આજીવન એકાસણા કરે અને બીજો સાધુ કારણસર રોજ નવકારશી કરે પણ આદરભાવે મુહપત્તિનો ઉપયોગ સતત હોય, તો બીજા નંબરનો સાધુ ચઢીયાતો છે.” કેટલી સરસ વાત છે ! વાત પણ સાચી. એકાસણામાં મુખ્યતા કાયયોગની છે. જ્યારે મુહપત્તિના ઉપયોગમાં મુખ્યતા મનોયોગની છે. માત્ર કાયા ભળે તે યોગ કરતાં જેમાં મન પણ ભળે તે યોગ બળવાન જ બને ને ! વળી, એકાસણાદિ તપ આરાધના રૂપે અન્યને દેખાડી શકાય છે. જ્યારે મુહપત્તિનો ઉપયોગ સામાન્યથી લોકોમાં આરાધના તરીકે ગણના પામેલ નથી. તેથી નિરંતર મુહપત્તિનો ઉપયોગ રાખવા કરતાં નિત્ય એકાસણાની આરાધના સરળ છે. કેમ કે માન કષાય પોષાય તેવી આરાધના કરવામાં ઉત્સાહ જાગવો સહેલો છે. જ્યારે તે સિવાયની આરાધનામાં ઉત્સાહ જાગવો મુશ્કેલ છે. ૪૩૨ Page #444 -------------------------------------------------------------------------- ________________ કેટલું ભણ્યા ? શું તપ ચાલે છે ?' વગેરે પૂછનાર બીજા મળી શકે છે. પણ “સાંજે વસતિ જોઈ? કાયમ પૂંજીને બેસો છો? બોલતી વખતે મુહપત્તિનો ઉપયોગ નિરંતર રાખો છો ?” વગેરે પૂછનાર કે તે યોગની પ્રશંસા કરનાર જનસામાન્યમાં પ્રાયઃ કોઈ મળતા નથી. માટે મુહપત્તિનો ઉપયોગ રાખતા નથી. કાં તો “વાઉકાય જીવ છે' તેવી આપણને વ્યક્ત શ્રદ્ધા નથી. અથવા તેને બચાવવાની રુચિ નથી અથવા જિનાજ્ઞાપાલનનો તથાવિધ ઉત્સાહ નથી. પરંતુ આપણે સળં સવપ્ન નો વ્યવસ્થામિ કહેવા દ્વારા જે પ્રતિજ્ઞા કરી છે તેમાં વાઉકાયની છૂટ નથી લીધી. નિરર્થક હિંસા કરીએ, તેની આલોચના ન કરીએ, કદાચ બહારથી આલોચના કરીએ છતાં અંતરમાં તેનો ડિંખ ન હોય તો જે કર્મ બંધાય તે પ્રાયઃ મલિન અનુબંધવાળા બંધાયભોગવવા પડે તેવા બંધાય. અહીં અસમાધિસ્થાનમાં ભૂકોવાફ શબ્દ મૂકેલ છે. મૂત્ર = મૂત = એકેન્દ્રિય જીવ. જે એકેન્દ્રિય જીવોને બચાવે તે વિકલેન્દ્રિય જીવોને તો સુતરાં બચાવે. શત્રુંજયની યાત્રા કરવામાં કે દેરાસર જવામાં જે ઉત્સાહ જાગે તેના કરતાં બોલવામાં કે કપડા સૂકવવામાં આપણાથી વાયુકાયની વિરાધના થઈ ન જાય, કીડી પગ નીચે ન આવે તે માટે ઉત્સાહ વધવો જોઈએ. તીર્થયાત્રા કરવામાં કે દેરાસર જવામાં સંયમના પરિણામ તાત્કાલિક પ્રગટ થાય જ તેવો નિયમ નથી. પરંતુ આશયશુદ્ધિથી પંચાચાર અને મહાવ્રતના પાલનથી સંયમના અધ્યવસાય નિયમા પ્રગટ થાય અને હોય તો ટકે-વધે. શાસ્ત્રમાં બે પ્રકારના પાપની વાત કરી છે. અર્થદંડના પાપ અને અનર્થદંડના પાપ. અર્થદંડ એટલે કે પોતાના સત્ત્વની કચાશના કારણે કે સંયોગ વિપરીત હોવાના લીધે થતું અનિવાર્ય દોષનું સેવન. જેમ કે દોષિત પાણી વાપરવું, ટાઈફોડ વગેરે માંદગીમાં મોસંબીનો દોષિત રસ વાપરવો વગેરે. જયણાપૂર્વક દુભાતા દિલથી તે દોષનું સેવન કરીએ તો પણ તેનાથી કર્મબંધ તો થાય. પરંતુ તે કર્મના ઉદયમાં ૪૩૩ Page #445 -------------------------------------------------------------------------- ________________ અસમાધિ થાય જ તેવો નિયમ નથી. દોષ તરીકેનો સ્વીકાર, દોષસેવનનો રંજ, જયણા, પસ્તાવો, બળાપો, આલોચના, પ્રાયશ્ચિત્તવહન વગેરે પરિબળોના લીધે તે કર્મ નિર્જરી પણ જાય અથવા તે કર્મ નિરનુબંધ પણ થઈ શકે. જ્યારે અનર્થદંડના પાપોમાં તો નિષ્કારણ દોષસેવન અને હિંસા થાય છે. સાંજે વસતિ ન જોવી, દોરી ન છોડવી, મુહપત્તિના ઉપયોગ વિના બોલવું, પૂંજ્યા વિના ટેકો દઈને બેસવું વગેરે દોષોના સેવનમાં સત્ત્વની કચાશ કારણ છે કે શ્રદ્ધાની કચાશ અને પ્રમાદ? ઓઘનિર્યુક્તિવૃત્તિમાં જણાવેલ છે કે “સાધૂનાં વરંગ: લાલતું ત્પતે.” નિશીથસૂત્રમાં ટેકો લઈને બેસનાર સાધુને એક આયંબિલનું પ્રાયશ્ચિત્ત બતાવેલ છે. વૃદ્ધ-ગ્લાન-માંદાને પૂંજીને ટેકો લેવાની છૂટ છે. વગર કારણે પ્રમાદ કરીએ તો અનર્થદંડ કહેવાય. અને તેનો દંડ અને સજા વધી જાય. ' વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણી ક્ષમાશ્રમણ કહે છે કે “પિ ઉદ્દદકો નં રä પન્નવં ૨ મિચ્છત્ત (ા.ર૭૧૨) “ભગવાનના એક પણ વચનમાં, જિનોક્ત એક પણ દ્રવ્ય કે પર્યાયમાં શ્રદ્ધા-રુચિ ન હોય તેનામાં સમ્યક્ત નથી.” પછી તે મુહપત્તિના ઉપયોગ વિશે હોય, મકાનમાં ઈર્યાસમિતિના ઉપયોગ વિશે હોય, ટેકો લેવા વિશે હોય, સાંજે દોરી છોડવા વિશે હોય કે બીજી કોઈ પણ નાની-મોટી બાબતમાં હોય. બધે જ આ સમજી લેવું. શાસ્ત્ર તો mile stone ના પાટીયા છે. તે માત્ર માર્ગ દેખાડે. પણ ક્યાં જવું ? તે તો આપણે જ નક્કી કરવું પડે. ઝડપથી જવાનો ઉત્સાહ તો આપણે જ જગાડવો પડે. વાચના-હિતશિક્ષા વગેરે જે મળે તે બધું જ mile stone ના બોર્ડ જેવું છે. ધોળકાથી અમદાવાદ જવા નીકળીએ ત્યારે ૪૦ કિ.મી. દૂર રહેલું અમદાવાદ દેખાતું નથી. પણ ૨૦ કિ.મી. ચાલીએ એટલે ૨૦ કિ.મી. નું અમદાવાદનું પાટીયું કે પથરો દેખાય. તે જોવાથી શ્રદ્ધા થાય કે આપણો રસ્તો સાચો છે. તથા હવે ચાલવાનું કેટલું બાકી ૪૩૪ Page #446 -------------------------------------------------------------------------- ________________ છે ? તેનો પણ સાચો ખ્યાલ આવે છે. અને તેથી ઉત્સાહ અને ચાલવાનો પુરુષાર્થ પણ વધે છે. તે રીતે શાસ્ત્રોમાં જીવોની વિવિધ ભૂમિકાઓ તથા ગુણસ્થાનકના અધ્યવસાયો અને ચિહ્નો બતાવેલા છે. તેને આધારે આપણું તાત્ત્વિક લક્ષ નક્કી કરીએ, આંતરિક મોક્ષમાર્ગ પકડીએ, તે તરફની સાચી દિશાની રુચિ જગાડીએ તો શાસ્ત્ર આપણને પુરુષાર્થ પ્રગટાવવામાં સહાયક બને તથા આપણને આંતરિક સમજણ આપે કે “મારો મોક્ષ હવે તો નજીક જ છે.” તેનાથી આરાધનામાં આપણો ઉત્સાહ બમણો થતો જાય. જિનવચનની કે આત્મકલ્યાણની સાચી રુચિ ન હોય તો શાસ્ત્ર વાંચતા વિચાર આવે કે “આવું તો ઘણું ઘણું શાસ્ત્રમાં આવે છે. આપણે કેટલું કરીએ? કેટલા ઠેકાણે લાંબા-પહોળા થવું?...” આ પરિણામ જ મિથ્યાત્વની નિશાની છે. કારણ કે માર્ગની રુચિનો અભાવ કે વિપરીત રુચિને શાસ્ત્રકારો મિથ્યાત્વ શબ્દથી ઓળખાવે છે. જે દ્રવ્યથી સમ્યક્ત પામે તે ભાવથી સમ્યક્ત પામવાની લાયકાતને મેળવે છે. વાચના વગેરેથી પોતાના આંતરિક કર્તવ્યને જાણવું-સ્વીકારવું તે દ્રવ્યસમ્યક્ત. તે કર્તવ્યનું પાલન કરતાં કરતાં આત્મકલ્યાણની રુચિ બળવાન બને અને જીવ અંતર્મુખ બને તો ગ્રંથિભેદ કરવાની તાકાત પ્રગટે. દ્રવ્ય સમ્યક્ત મિથ્યાત્વની મંદતાનો સૂચક છે. જેમ જેમ દ્રવ્ય સમ્યક્ત દ્વારા જિનાજ્ઞા પાલનની તથા આત્મકલ્યાણની રુચિ વધતી જાય તેમ તેમ મિથ્યાત્વ વધુ ને વધુ મંદ પડતું જાય. અને જીવ ગ્રંથિદેશ પાસે પહોંચે છે. “આ અનુષ્ઠાન આપણા કામનું નહિ. કેટલા ઠેકાણે લાંબા-પહોળા થવું? કેટલે પહોંચવું? છેલ્લા માયકાંગલા સંઘયણમાં કયાં બધી જિનાજ્ઞા પાળી શકાય? મોક્ષમાર્ગ આવો કપરો હોય ! આમાં આપણું કામ નહિ...” આવા તકલાદી વિચારો દ્રવ્યસમ્યત્ત્વની પણ ખામીને/ખોડખાંપણને સૂચવે છે. તે કરતાં આ પ્રમાણે વિચારીએ કે “માર્ગ તો આ જ સાચો છે કે જેને વીતરાગ ભગવંતે બતાવેલ છે. મારા સત્ત્વની કચાશ છે ૪૩૫ Page #447 -------------------------------------------------------------------------- ________________ કે આ કરવાનું મન નથી થતું....” આમ અંદર ડંખ હોય તો દ્રવ્યસમ્યક્ત્વ પણ ટકે. ‘જેમ તલવાર અને મ્યાન બન્ને જુદા છે તેમ શરીર કરતાં હું ભિન્ન છું.' આવું અંતરમાં સ્વયં અનુભવથી ઉગે તે ભાવસમ્યક્ત્વની નિશાની. ભગવાને તો મોક્ષે જવા માટેના અસંખ્ય યોગો બતાવ્યા છે. એક જીવ બધા યોગોને પકડી શકવાનો નથી. કોઈ પણ મુક્તિગામી જીવે ચરમાવર્તકાળમાં બાહ્ય-આંતર બધા જ યોગોને આરાધ્યા નથી. ઓઘનિયુક્તિ (ગા.૨૭૭)માં પણ કહેલ છે કે ‘કર્મક્ષયના આશયથી પ્રત્યેક યોગમાં વર્તતા અનંત જીવો મોક્ષમાં ગયા છે.’ પરંતુ ‘બધા જ યોગને આરાધીને પ્રત્યેક જીવ મોક્ષમાં ગયેલ છે' તેમ જણાવેલ નથી. મતલબ કે ક્ષયોપશમાનુસાર, શક્તિ મુજબ, સંયોગ અનુસારે, કાયાથી આરાધના તો અમુક યોગની જ હોય. પરંતુ અંતઃકરણમાં રુચિ તો સર્વ યોગની હોવી જ જોઈએ. અથવા એક પણ યોગની અરુચિ તો ન જ ચાલે. આવું હોય તો જ સમ્યક્ત્વ આવે અને ટકે. શાસ્ત્રો તો માર્ગને જાણવાનું સાધન છે. તેનાથી ક્રમે કરીને (૧) માર્ગ જાણીએ, (૨) જાણેલા માર્ગની દઢ રુચિ ઊભી કરીએ, (૩) તે રુચિ દ્વારા યથાશક્તિ આચારચુસ્ત બનીએ. તેમ છતાં ગ્રન્થિભેદ થયેલ ન હોય તો પ્રધાન દ્રવ્યસમ્યક્ત્વ આવે અને (૪) પછી તે મજબૂત દ્રવ્યસમ્યક્ત્વ ગ્રન્થિભેદ કરાવીને ભાવસમ્યક્ત્વ અપાવે. પણ આપણને કોઈ પાંચ મહાવ્રતની ૨૫ ભાવના પૂછે તો તે પણ યાદ ન હોય તો તે કેમ ચાલે ? કદાચ યાદ હોય તો તે પ્રમાણે કરવાનો ઉત્સાહ ન હોય. બીજા કોઈ યાદ કરાવે કે ટોકે તો ગમે નહિ. ઊલટું આપણે સામે સંભળાવીએ. દા.ત. કોઈ પૂછે -- “આજે કેમ ૧૦ ના બદલે ફક્ત ૫ ગાથા ગોખી ?” તો સામે કહેવાનું મન થાય કે “તમે તો રોજની ૨ ગાથા પણ નથી ગોખતા અને મને સલાહ આપવા ચાલી નીકળ્યા !” આ બધું મિથ્યાત્વનું સૂચક છે. મહામિથ્યાત્વ હોય તો જ (૧) બીજાના સારા વચનો ન ગમે. ૪૩૬ Page #448 -------------------------------------------------------------------------- ________________ (૨) આપણી ભૂલ કબૂલ ન કરીએ. માષ-તુષ મુનિને નાના પણ સાધુ ભૂલ બતાવે તો તે ખુશ થતા હતા અને તેમનો ઉપકાર માનીને ભૂલને સ્વીકારતા-સુધારતા હતા. આપણી વાત આનાથી તદન ઊંધી હોય તો તે કેમ ચાલે ? વડીલ કે ગુરુ પણ ભૂલ બતાવે કે ઠપકો આપે કે ટકોર કરે ત્યારે મોઢું બગડી જાય તે કેમ ચાલે ? “મૂળભૂત મોક્ષમાર્ગ પ્રત્યે રુચિ ન હોય તો જ વડીલ કે ગુરુ ભગવંત આપણી ભૂલ કાઢે ત્યારે આપણે તે ન સાંભળીએ કે સાંભળવું ન ગમે આટલું અંતઃકરણમાં દઢ કરી રાખવું. તે સમયે ઊલટું સામેવાળાની ભૂલ કાઢીએ અથવા આજુબાજુનાની ભૂલ દેખાડીએ તો કોઈએ મહેનતપૂર્વક આપણને કરાવેલ સાધુવેશપરિધાન સાવ નિષ્ફળ જ છે- તેમ સમજી રાખવું. વડીલ કે ગુરુ ભગવંત આપણી ભૂલ કાઢે, ઠપકો આપે, કડવા શબ્દ બોલે ત્યારે તે પ્રેમથી સાંભળી, ભૂલને સ્વીકારી-સુધારી આત્મોત્થાન કરવું આ પણ એક પ્રકારનો અમોઘ યોગમાર્ગ છે. તથા અંદરમાં પ્રગટ થયેલી એક પણ યોગની અરુચિ જીવને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે. માટે “જ્યારે કોઈ મારામાં ખામી બતાવે ત્યારે મારે બીજાને આરોપીના પાંજરામાં પૂરવા નથી.” આટલું પણ જો જીવનમાં આવે તો દ્રવ્યસમ્યક્ત ટકશે. અને ભાવસભ્યત્વની યોગ્યતા, ભાવસમકિત આવવાની શક્યતા ઉભી રહેશે. અહીં શાસ્ત્રકારો સટ્ટા = અનર્થદંડની વાત કરે છે. પૂજ્યા વિના બારી બંધ કરવી તેમાં આપણને લાગતો દોષ તે સકારણ નથી પણ બેદરકારીના કારણે-જીવદયાની ઉપેક્ષાને કારણે છે. જેમ કે બોલતી વખતે મુહપત્તિ મોં પાસે ન રાખવી, દોરી ઉપર સૂકવેલા લૂણા કે કપડા સૂકાયા બાદ પણ અડધો કલાક સુધી લટકતા-ઉડતા રહે. અહીં “વાઉકાય પણ જીવ છે. તેની વિરાધના ન થાય તે માટે તકેદારી રાખું” એ બાબતમાં સાવ ઉપેક્ષા છે. “આવું શા માટે ચાલે રાખે છે?' એમ આપણે આપણી જાતને જ પૂછવાનું છે. આ રીતે નિરંતર જાગૃતિ સાથે જાતને સમજાવીએ તો જ ઠેકાણું પડે તેવી શક્યતા જણાય છે. – ૪િ૩૭ Page #449 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસમ્પર્વને ટકાવવા માટે (૧) વ્યાખ્યાન, વાચના કે શાસ્ત્રાભ્યાસ દ્વારા જે જાણીએ છીએ તે આચરવાની પૂર્ણ તૈયારી – તેનો સ્વયંભૂ ઉત્સાહ અને તેમાં પુરુષાર્થ આવે તો તે ઉત્તમ ભૂમિકા. (૨) જિનાજ્ઞા હોવા છતાં જે આપણે આચરતા ન હોઈએ તેવું કોઈ યાદ કરાવે તો તેમાં પોતાની ભૂલનો એકરાર કરવો. દા.ત. તરાણીચેતનો વગેરે ખુલ્લા ન રાખવા, કાપનું પાણી એક જગ્યાએ ખાબોચિયું થાય તેમ ન પરઠવવું, ગમે ત્યાં ન પરઠવવું, વિહારમાં સ્કુલના કમ્પાઉન્ડ વગેરેમાં ઠલ્લે ન જવું, મુહપત્તિનો ઉપયોગ વગેરે બાબતમાં કોઈ સૂચના આપે તો પ્રેમથી સાંભળી સ્વીકારી, અમલ કરવો. આ મધ્યમ ભૂમિકા. | (૩) જો એવું થાય કે બીજા બેદરકાર છે. માટે મારામાં બેદરકારી છે.” તો આ જઘન્યભૂમિકા. દા.ત. મુહપત્તિ ઉપયોગ કોઈ રાખતા નથી. તેથી મને પણ યાદ રહેતું નથી.' તો તેવી બાબત માટે અલ્પ કાળ કે અમુક ક્ષેત્રને આશ્રયીને પ્રારંભમાં એવો નિયમ કરી શકાય કે “૧૫ દિવસ સુધી કે જ્યાં સુધી આ ગામમાં છું ત્યાં સુધી મુહપત્તિનો ઉપયોગ રાખવો. ભૂલ થાય તો ત્રણ ખમાસમણાં આપવા.” અને આ રીતે આ બાબતમાં બીજાને પણ તૈયાર કરી શકાય. સાવ નાની ગણાતી મુહપત્તિનો ઉપયોગ - સાંજે દોરી છોડવી વગેરે ભૂલોની ઉપેક્ષાથી બંધાતા અશાતાદિ કર્મ ઉદયમાં આવે તો અશાતા-અનાદયઅશુભ-અપયશ વગેરે એકીસાથે આવે. માંદગીમાં સમાધિ ટકાવવી કદાચ સહેલી. પણ અનાદેય-અપયશ-દુર્ભાગ્ય વગેરે એકીસાથે ઉદયમાં આવે તે વખતે સમાધિ ટકાવવી મુશ્કેલ છે. વિના કારણે હિંસા કરે તો પોતાને અસમાધિ કરાવે તેવો કર્મબંધ થાય. માટે જ દશવૈકાલિકના ચોથા અધ્યયનમાં કહેલ કે - નર્થ ઘરે નયે વિષે નયે મારે નાં સંg | (૪૮) અનર્થદંડના પાપો તો શ્રાવકના જીવનમાં પણ ન હોય. દાદાગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ ઘણીવાર વાચનામાં ૪૩૮ Page #450 -------------------------------------------------------------------------- ________________ કહેતા કે શ્રાવક સૂકવણી કરેલો-તળેલો ગુવાર આઠમના દિવસે વાપરે તો ઉપવાસની આલોચના આવે. ‘ઉપવાસ શા માટે ? તો એનું કારણ એ કે તિથિના દિવસે અશક્તિના કારણે મગનું શાક વાપરવું પડે તેવું બને. પણ સૂકવણી તળેલો ગુવાર તો આસક્તિના કારણે જ વપરાય છે. તેનાથી પેટ ન ભરાય. આ આસક્તિ તો ૧ લા ગુણસ્થાનકે ઉતારી શકે. માટે મગ વાપરવા તે અર્થદંડનું પાપ છે. અને સૂકવણી કરેલો તળેલો ગુવાર કે જે પરંપરાએ વનસ્પતિની આસક્તિ સૂચવે છે તેમાં અનર્થદંડનું પાપ રહેલું હોવાથી તે વાપરવામાં દંડ વધારે આવે, ઉપવાસની આલોચના આવે. મગથી પેટ ભરી શકાય છે, છતાં પણ તળેલા ગુવારની આસક્તિ છૂટતી નથી. તેથી અનર્થદંડનું પાપ લાગે. સાધુ જો લવિંગ, સોપારી, જાયફળ, મુખવાસ વગેરે સ્વાદિમ વાપરે તો શાસ્રબોધવાળા સાધુને પણ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે-તેવું જીતકલ્પચૂર્ણિમાં બતાવેલ છે આ રહ્યા તે શબ્દો- ‘વોલન-તવંગપૂજન-ખાદ્ન-તંવોનાસુ સત્ય ઘડત્યં' (ગા.૫૪). મુખવાસ તે સાધુ માટે અનર્થદંડનું પાપ છે. પરંતુ શાસ્ત્રબોધ હોવાથી કદાચ સાધુ મિથ્યાત્વે ન પહોંચે. તેમ છતાં જો સાધુને પણ શાસ્ત્રબોધ અને જાગૃતિ ન હોય તો મિથ્યાત્વ પણ આવી શકે. માટે તેને પણ ઉપવાસનો દંડ આવે. તિથિના દિવસે દો-મુરબ્બો-પાપડ તો જોઈએ જ આવું હોય તો ‘ભગવાને બતાવેલ મોક્ષમાર્ગ ક્યાં અને હું ક્યાં ચાલું છું?’ - આ બધું પણ વિચારવું જોઈએ. માટે આપણને કર્તવ્યરૂપે ૧૫ કલાકનો સ્વાધ્યાય જરૂરી બતાવ્યો. સ્વાધ્યાય કરીએ તો આ બધું જાણી શકાય. પછી તેને યાદ રાખીએનોંધ કરીએ-રિવિઝન કરીએ તો કામ લાગે. પણ યાદ રાખવાની રુચિ કોને અને કેટલી? તેમાં ઉત્સાહ કેટલો ? તે ટકે કેટલો સમય ? વિહારમાં આયંબિલ કરવાની વાત આવે તો ઉત્સાહ અને રુચિ કેટલા પ્રમાણમાં ટકે ? રુચિ અને ઉત્સાહ જાગવા જ અઘરા છે, ટકવા તે તો વધારે અઘરૂં કામ છે. સાવધાની ન રાખીએ તો કિનારે આવીને ડૂબવા જેવી હાલત ૪૩૯ Page #451 -------------------------------------------------------------------------- ________________ થાય. દીક્ષા લીધી એટલે કિનારે આવી ગયા. હવે વીતરાગ ભગવંતને માન્ય અને આપણી ભૂમિકાને યોગ્ય એવો સાધનામાર્ગ-ઉપાસનામાર્ગ ગુરુગમથી જાણીએ અને તેના પર સાચી રુચિ અને અંતરંગ અહોભાવ કેળવીએ તો ઝડપથી ઉત્સાહભેર મોક્ષમાર્ગે આગળ વધાય. જીવનમાં ઉત્સાહ લાવવા માટે જેના જીવનમાં ઊંચા આચાર હોય, તેની ભક્તિ અને વૈયાવચ્ચ (કાયાથી), બહુમાન (મનથી) અને ગુણાનુવાદ (વચનથી) કરીએ. પૂજ્યપાદ હિમાંશુસૂરિ મહારાજા, કુમુદચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, રાજતિલકસૂરિ મહારાજા, ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા, અરિહંતસિદ્ધસૂરિ મહારાજા જેવા તપસ્વીના ગુણાનુવાદ વગેરે કરવાથી તપ કરવામાં ઉત્સાહ વધે. આપણી જાતને પણ ઓળખવી પડે કે “મને (૧) મોક્ષમાર્ગનો ઊંડો બોધ નથી. (૨) તાત્ત્વિક રુચિ નથી. (૩) ઝળહળતી શ્રદ્ધા નથી. (૪) અદમ્ય ઉત્સાહ નથી. (૫) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. માટે અવાર-નવાર આરાધનાની ગાડીમાં પંકચર પડી જાય છે. થોડી પ્રતિકૂળતા આવે ને ગાડી ઠપ્પ થઈ જાય છે. વાચના અને પ્રેરણાના ધક્કા મારવા પડે છે.” આરાધનામાં સ્વયંભૂ ઉત્સાહ-ઉમંગ પ્રગટાવવા આસપાસના સંયમીના દોષ જોવાનું ટાળીને એમના પ્રત્યે સદ્ભાવ કેળવવો જોઈએ. સવારમાં ઉઠતાની સાથે આજુ-બાજુમાં રહેલા સંયમીઓ તરફ બે હાથ જોડી અહોભાવથી “નમો નો સવ્વસાહૂ બોલીએ. “સંસારમાં તો રોજ સવારમાં જ રાગીના દર્શન થતા હતા. અહીં તો વૈરાગી અને વીતરાગીના દર્શન થાય છે. આ રીતે સંયમી પ્રત્યે બહુમાન છાળીને કોઈના દોષ જોવા નહિ. દોષ દેખાઈ જાય તો પણ વિચારવું કે ભેંસના શીંગડા ભેંસને ભારે... નદીનો કાદવ નદીને મુબારક. પરમાત્મા એમને દોષમાંથી છૂટવાનું બળ આપે. આ જીવ વહેલી તકે દોષમુક્ત થાવ.” આવી ભાવના દોષિત વ્યક્તિ પ્રત્યે રાખવી. અનુમોદના મનથી, ગુણાનુવાદ વચનથી, જયણા અને સહાયતા કાયાથી કરીએ તો સંયમસાધના કરવામાં મનનો ઉત્સાહ ટકે. તેવી ४४० Page #452 -------------------------------------------------------------------------- ________________ સાધના સફળ પણ થાય. પરંતુ નિંદા-આશાતના વગેરેની સાથે કરેલી આરાધના ઉગ્ર હોય છતાં પણ સફળ ન થાય. "" કુલવાલક મુનિને આપણે જાણીએ જ છીએ. ગુરુ પોતાની ભૂલ કાઢે તે ગમ્યું નહિ, ગુરુ પર દ્વેષ થયો અને એક વાર ગુરુને મારવાનો પણ અધમ પ્રયત્ન કર્યો. વારંવાર ઘૂંટેલો રોજનો દ્વેષ વેરમાં પરિણમ્યો. ગુરુના મોંમાંથી પણ શબ્દ નીકળી પડ્યા “તારૂં સ્ત્રીથી પતન થશે.’ ગુરુએ ક્યારેય પણ શાપ નીકળે એવા વચન બોલાય નહિ. પરંતુ અહીં કર્મવશ એવું થઈ ગયું. કુલવાલક મુનિ ‘એવી જગ્યાએ જાઉં કે જ્યાં વાસના જ ન જાગે અને ગુરુ ખોટા પડે.' એમ વિચારીને નગરથી દૂર નદીના કિનારે ચાલ્યા ગયા. અને ઉત્સાહ સાથે તપ શરૂ કર્યો. જે નદીના કિનારે ગયા હતા તે નદીમાં પૂર આવતાં તેનો કિનારો (=કુલ) પણ તપના પ્રભાવથી બીજી દિશામાં વળી ગયો. તેથી ‘કુલવાલક’ નામ પડયું. આવો ઉગ્ર તપ કરવા છતાં તેમનું વેશ્યાથી પતન થયું. બીજા ભવમાં નરકમાં ગયા અને તીવ્ર સંક્લેશની ભઠ્ઠીમાં તે સેકાયા. સામાન્ય જીવની પણ હિંસા (ભૂતોપઘાત) જો અસમાધિસ્થાન હોય તો ગુરુની હિંસા કરવા માટે કરેલ હિચકારી પ્રયત્ન તો ભયંકર અસમાધિસ્થાન જ બને તેમાં શંકા નથી. આપણે શુભ સંકલ્પપૂર્વકની આરાધના કરીએ છતાં પણ અંદ૨માં જો સંયમીની નિંદા-કૂથલી, વડીલ-ગુરુ વગેરે પ્રત્યે દ્વેષ વગેરે હશે તો જીવનના અંત સુધી પણ કોઈ આરાધના નહિ ટકે. પરલોકમાં સાથે આવવાની વાત તો દૂર રહી. આ ભવમાં પણ છેલ્લે સુધી સાધુવેશ, આવી જીવનપદ્ધતિ ચાલુ રહે તો, ટકશે કે કેમ ? એ પણ લાખ ડોલરનો પ્રશ્ન છે. કુટિલ અને કાતિલ કર્મસત્તા સામે આપણા બાવડાના બળે આપણે ટકી શકીએ તેમ નથી. આશાતના કરવાથી કુલવાલક મુનિ તીવ્ર તપસાધના હોવા છતાં તે જ ભવમાં પતન પામ્યા. આપણી તો સાધના પણ કેવી? માટે નક્કી કરીએ કે કોઈ ભૂલ બતાવે તો કયારેય પણ દુર્ભાવ કે દ્વેષ નથી જ કરવો. ૪૪૧ Page #453 -------------------------------------------------------------------------- ________________ આહના અસમાધિસ્થાનનો વિવાહ આઠમું અસમાધિસ્થાન છે- સંનત્તનો સંનો એટલે કે ડગલે ને પગલે ગુસ્સો કરનાર. કાંડી ચાંપો તો તરત જ ભડકો થાય. મનમાં સતત દુર્ભાવનું પેટ્રોલ ભરી જ રાખે, માત્ર કટુવચન વગેરે નિમિત્ત(કડી)ની જ વાર હોય. તે પણ અસમાધિસ્થાન છે. આ વલણ સ્વ-પરને અસમાધિ કરાવનાર છે. માટે (૧) આપણી ભૂલ બીજા બતાવે તો તરત પ્રેમથી તેનો સ્વીકાર કરી લેવો. (૨) આપણી ભૂલ ન હોય અને કોઈ ઠપકો આપે | ભૂલ બતાવે તો પણ તે ક્ષણ પૂરતો સ્વીકાર તો કરી જ લેવો. નહિ તો બીજી વાર આપણી વાસ્તવમાં ભૂલ થતી હશે તો પણ કોઈ બતાવશે નહિ. ઠપકો સાંભળવાના બદલે કે ભૂલ સ્વીકારવાના બદલે તેવા અવસરે જો નકામા વિચારોમાં અટવાઈએ કે “પેલાને ઠપકો ન આપ્યો અને મને ઠપકો આપ્યો. મારી સાથે ઈરાદાપૂર્વક દ્વેષ રાખી તેમનો પક્ષપાત કરે છે.” તો આવા વિચારો સાથે કરેલ આરાધનાથી મોત વખતે સંયમની કોઈ મૂડી હાથમાં ન રહે. માટે વડીલની વાતનો સ્વીકાર કરીએ, આપણી ભૂલ વિના પણ ઠપકો સાંભળીએ તો વિનય, ઔચિત્ય અને નમ્રતા કેળવાય. આખી દુનિયા તો વંદન કરીને અને શાતા પૂછીને પ્રશંસા જ કરવાની છે, અભિમાન જ કરાવવાની છે. નાનો પર્યાય છે ત્યાં સુધી આપણને નમ્રતાની કમાણી થવાની છે. અમુક પ્રમાણમાં પર્યાય વધી ગયા પછી પ્રાયઃ કોઈ આપણી ભૂલ કાઢવાનું નથી. ક્ષમા, મૃદુતા, સરળતા વગેરે દસ ગુણોને યતિધર્મ જણાવ્યા છે. યતિગુણ વગેરે બીજા કોઈ શબ્દ ન વાપર્યા. પણ “યતિધર્મ તરીકે તેને ઓળખાવ્યા. “ધર્મ શબ્દનો અર્થ જ સ્વભાવ. અર્થાત્ ક્ષમાદિ તો સાધુના સ્વભાવમાં જ હોય. સામેથી તે ક્ષમાદિ ગુણોને આત્મસાત १. संजलणोत्ति मुहुत्ते मुहुत्ते ख्सइ रुसंतो अप्पाणमण्णे य असमाहीए जोइए । ૪૪૨ Page #454 -------------------------------------------------------------------------- ________________ કરે. તેને મજબૂત બનાવે તેવી તકની સાધુ ભગવંતો રાહ જોતા હોય. માટે બીજા દ્વારા મળેલા ઠપકા વખતે મનમાં કડવાશ આવે તો સમજવું પડે કે માર્ગનો ઊંડો બોધ કે તીવ્ર રુચિ નથી. તેવા સમયે અંદ૨માં વિચારવાનું કે “પ્રત્યેક સંયોગમાં, શાંતિથી અસંગભાવે પસાર થાઉં તો જ મને કેવળજ્ઞાન મળશે. કૂતરાના ભવમાં કાંઈ કેવળજ્ઞાન મળવાનું નથી કે ક્ષમા કેળવવાની શક્યતા રહેવાની નથી. વર્તમાનમાં પણ મારી ઉપર ગૃહસ્થો ગુસ્સો કરવાના નથી કે નાના સાધુઓ પણ પ્રાયઃ ગુસ્સો કરવાના નથી કે જેમાં મારું અભિમાન તૂટે. ગુસ્સો ક૨શે કે ઠપકો આપશે કે ભૂલ કાઢશે તો ફક્ત ગુરુભગવંત કે અન્ય મોટા સાધુ ભગવંતો જ તેવું ક૨શે. માટે માન કષાયને તોડવાનો અહીં જ મોકો છે. વળી, ચાર ગતિમાં ચારે કષાયો છે પણ તેમાં અમુકની મુખ્યતા છે. તેમાં મનુષ્ય ભવમાં માનકષાયની મુખ્યતા છે. માનવ એટલે શું ? માન જેને વામણો બનાવે તે માનવ. ગુરુ પણ પ્રાયઃ આપણો નાના પર્યાય હોય ત્યાં સુધી જ ઠપકો આપે, પછી પ્રાયઃ નથી આપતા. આમાં બે કારણ હોઈ શકે. (૧) કાં તો શિષ્યનું ખૂબ પુણ્ય વધી જાય (૨) અને કાં તો શિષ્યની પાત્રતા ખૂબ ઘટી જાય. પણ સામાન્યથી સમજી રાખવું કે વગર ગુનાએ કોઈ ઠપકો આપે નહિ. તથા રુચિથી ઠપકો સાંભળવાથી કાંઈ આપણું બગડતું નથી. પણ રુચિનો અભાવ ઉદ્વેગ કરાવે છે અને તે ઉદ્વેગથી આપણું બગડે છે. માટે કોઈ ભૂલ બતાવે તો સ્વીકારવી, ભૂલને સુધારવી અને ભૂલ બતાવવામાં બીજાનો ઉત્સાહ વધે તેવા શબ્દો બોલવા. તો આપણું “ક્ષમાશ્રમણ’ બિરૂદ સાર્થક થાય. આપણને સંતોષશ્રમણ કે નમ્રતાશ્રમણ નથી કહેલ પણ ક્ષમાશ્રમણ તરીકે નવાજેલ છે. આપણું જીવન એવું બનાવીએ કે જેથી સ્વ-૫૨ બન્નેને પ્રસન્નતા રહે. ક્ષમા વગેરે કેળવીને, આત્મસાત્ કરીને બીજાને આપણે આદર્શરૂપ બનીએ તો ભાવમાર્ગ પામીએ. બાકી ગફલતથી તો ચૌદ પૂર્વધર પણ પતન પામ્યા છે. પૂજાની ઢાળમાં કહેલ છે ને “ચૌદ પૂર્વધર નિગોદે પડીયા જો, દીપજ્યોતે નવિ મળીયા જો.” ૪૪૩| Page #455 -------------------------------------------------------------------------- ________________ જલના અક્ષણાધિસ્થાનનો વિવાહ જેને ડગલે ને પગલે ઓછું આવે તે ડગલે ને પગલે ગુસ્સો કરે. જેને “પુરતું મળ્યું છે.” એવું લાગે તેને ગુસ્સો ન આવે. કીડીને કણ અને હાથીને મણ પ્રમાણ જોઈએ. વસ્તુ કેટલી છે? તે તૃપ્તિનું માપદંડ નથી. કરોડો સોનામહોરની વચ્ચે રહેવા છતાં પણ મમ્મણ અતૃપ્ત હતો અને બે આનામાં પણ પુણિયો તૃપ્ત હતો. માટે ઓછું હોવું તે ગુનો નથી, પણ ઓછું લાગવું તે ગુનો છે. કારણ કે ઓછું હોવું તે કર્માધીન છે અને ઓછું લાગવું કે ન લાગવું તે સ્વાધીન છે. માટે ઓછું લાગવું તે આપણી ભૂલ છે. માટે સદા તૃપ્તિ હોય તો ક્રોધાદિ ન થવાથી અસમાધિથી બચી શકાય. નવમું અસમાધિ સ્થાન છે- હોદો અત્યંત ક્રોધી સ્વભાવ હોય તે પણ અસમાધિનું કારણ બની શકે. સંનો આ પ્રમાણે પૂર્વે આઠમું અસમાધિસ્થાન બતાવેલ તેમાં ગુસ્સો આવે પણ બહુ લાંબો ટકે નહિ. જ્યારે પ્રસ્તુતમાં નાના નાના પ્રસંગોમાં પણ બહુ લાંબા સમય સુધી ઉગ્રતા સાથે ગુસ્સે ભરાય તે હોદળો માં આવે. આ નવમું અસમાધિસ્થાન છે. (૧) પોતાને ઓછાશનો અનુભવ થાય, (૨) પોતાની ઈચ્છા પૂરી ન થાય, (૩) સામેવાળી વ્યક્તિ ન માને ત્યારે “મેં કીધું છતાં કેમ ન કર્યું ?' આવા વિચારોથી ક્રોધ આવવાની શક્યતા છે. ક્રોધથી બચવા માટે (૧) આપણો અધિકાર હોય ત્યાં જ બોલવું. તે સિવાય ન બોલવું. (૨) અધિકાર હોય ત્યાં પણ માને તો બોલવું. (૩) મીઠા શબ્દથી કામ પતે ત્યાં કડવા શબ્દો ન જ બોલવા. (૪) ઓછા શબ્દથી કામ પતે તેવું હોય ત્યાં વધારે શબ્દ ન બોલવા. (૫) આપણી જાત १. कोहणोत्ति सइ कुद्धो अच्चंतकुद्धो भवइ, सो य परमप्पाणं च असमाहीए जोएइ, एवं क्रिया वक्तव्या । - आवश्यकनियुक्ति-हारिभद्रीयवृत्ति । ૪૪૪ Page #456 -------------------------------------------------------------------------- ________________ ચલાવવાથી કામ પતે તેવું હોય ત્યાં શબ્દ ચલાવી, ઓર્ડર કરી, બીજા પાસે કામ ન લેવું. એક વાત તો કાયમ સમજી રાખવી કે જેટલી જીભ વધુ ચાલે અને જાત ઓછી ચાલે એટલી અસમાધિ વધારે. જેટલી જીભ ઓછી ચાલે અને જાત વધુ ચાલે એટલી અસમાધિ ઓછી. અત્યંત ક્રોધી હોય તે સ્વ-પર બન્નેને અસમાધિમાં જોડે. ક્રોધ તે વૈશ્વાનર જેવો છે. તે જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પહેલા બાળે. ક્રોધની સક્ઝાયમાં પણ આ વાત આવે છે “ક્રોધે ક્રોડ પૂરવ તણું, સંયમ ફળ જાય. ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય...” નિશીથભાષ્યમાં તથા ચંદ્રકવેધ્યપ્રકીર્ણકમાં પણ જણાવેલ છે કેजं अज्जियं चरित्तं देसूणाए वि पुवकोडीए । તં પિ સફિયમૈત્તો નારોફ નરી મુદુખ ! (નિ.મા.૨૭૧૩, ઘં.વે.૧૪૩) ક્રોધ ક્રોડપૂર્વના સંયમને બાળી નાખે. ક્રોધ આવી જ જતો હોય તો તે વખતે “ક્રોધ કરવો નથી” એવી ભાવનાથી ભાવિત થવું પડે. અભિગ્રહ-સંકલ્પ કરવા પડે. દંડ રાખીએ તો ધીમે ધીમે ક્રોધ કંટ્રોલમાં આવે. તેના બદલે “ક્રોધ મારો સ્વભાવ છે. ક્રોધ તો મારી નબળી કડી છે. હું શું કરું ? સામેનાની ભૂલ હતી. તેથી મેં ક્રોધ કર્યો. તે તો ઉચિત જ છે ને !” એમ માનો તો ક્રોધ ક્યારેય કાબુમાં ન આવે અને આજીવન ક્રોધમાં સળગવું પડે. માટે “મને ક્રોધ આવે છે તે સામાની નહિ પણ મારી ભૂલ છે. મારા સ્વભાવની વિચિત્રતા છે. હવેથી મારો સ્વભાવ હું જરૂર સુધારીશ. પ્રતિકૂળ સંયોગમાં સાવધાન રહીશ. બિનજરૂરી ઈચ્છાઓ ઊભી નહિ કરું. મહત્ત્વાકાંક્ષા છોડી દઈશ. અંતર્મુખ બનીને સ્વદોષશોધન કરીશ.” એમ માનવુંસ્વીકારવું રહ્યું. ખંધકસૂરિજીના ૫૦૦ શિષ્યોને પાલકે ઘાણીમાં પીલ્યા છતાં તેઓ સમાધિમાં ઝૂલતા હતા અને મોક્ષમાં ગયા. જો સામેનાની ભૂલને લીધે ક્રોધ આવે જ- એવો નિયમ હોય તો ૫૦૦માંથી કોઈ પણ ૪૪૫ Page #457 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ત્યારે કેવળજ્ઞાન પામ્યા ન હોત. વાસ્તવમાં (૧) આપણી જાગૃતિ ઓછી છે. (૨) ક્રોધ ટાળવાનો આપણો પ્રયત્ન મંદ છે, નબળો છે. (૩) ક્રોધના કટુ પરિણામો દેખાતા નથી. (૪) ‘ક્રોધ આપણો સ્વભાવ નથી.’ તેવું અનુભવાયેલ નથી. માટે એકાએક બળવાન ક્રોધ આવે છે અને લાંબો સમય સુધી તે રહે છે. શાંતિથી વિચારીએ તો ખ્યાલમાં આવી જ જાય કે “ક્રોધ ગરમ છે અને આત્મા તો બરફ જેવો શીતળ છે. માટે ક્રોધ મારો સ્વભાવ નથી. ગ્રહણ વખતે રાહુ સૂરજને કાળો દેખાડે છે તેમ ક્રોધ આત્માને કાળો દેખાડે છે. હકીકતમાં સૂર્ય કાળો નથી તેમ હકીકતમાં આત્મા કાળો નથી. આત્મા ગરમ નથી, ઠંડો છે.” આવી ભાવનાથી નિરંતર ભાવિત થવું જોઈએ. તો ક્રોધ રવાના થાય. ક્રોધથી બચવા માટે (૧) ભાવના ભાવવી કે ક્રોધ આવે છે, વિભાવમાંથી. પણ વિભાવને હું મારો માનું છું. તેથી તેમાં તણાઉં છું. ક્રોધ તે મારો સ્વભાવ નથી કે મારું સ્વરૂપ નથી કે મારું કાર્ય નથી. મારે તેમાં જોડાવું નથી (૨) દંડ રાખવા પૂર્વક પ્રયત્ન કરીએ કે ‘ક્રોધ આવે તો ૨૧ ખમાસમણા આપવા’ તો ક્રોધ ઘટે. (૩) ક્રોધના પરિણામનો ભય હોય તો ક્રોધ ઘટે. માસખમણ જેવી તપસ્યા કરવા છતાં મહાત્મા ક્રોધના કારણે ચંડકૌશિક સાપના ભવમાં પહોંચી ગયા. આપણા જીવનમાં શું સાધના છે ? આપણા જીવનમાં તે મહાત્મા જેવી તપસાધના નથી અને કષાયો નિરંતર છળે રાખે તો પરિણામ શું આવશે ? આ રીતે પરિણામનો વિચાર કરીએ તો ક્રોધ ઘટે. જેમ ક્રોધને અસમાધિસ્થાન કહેલ છે તેમ માન-માયા-લોભમાં પણ સમજી લેવું. અને તે ચારે કષાય થવામાં જવાબદારી આપણી છે, બીજાની નથી. બૃહત્કલ્પભાષ્યમાં દૃષ્ટાંત આવે છે. બાપ-દીકરાએ દીક્ષા લીધી હતી. દીકરો ઝઘડાખોર હતો. માટે સમુદાયમાં મેળ ન પડે. સ્વભાવની વિચિત્રતાને કારણે સમુદાયમાંથી રવાના થયા. બીજા સમુદાયમાં -૪૪૬ Page #458 -------------------------------------------------------------------------- ________________ ગયા. ત્યાં પણ તે રીતે મેળ ન પડવાથી રવાના થયા. આમ છ મહિનામાં અનેક સમુદાય બદલ્યા. પછી એક વાર બાપે દીકરાને વાત કરી “વાંક તો આપણો જ છે. તારા સ્વભાવને બદલી નાખ તો કદાચ મેળ પડે” છોકરાના ગળે વાત ઉતરી ગઈ. તેણે સંકલ્પ કર્યો કે “હવે કોઈને હેરાન નહિ કરું, પણ સહાય કરીશ.” - નવા સમુદાયમાં તેઓ ગયા. સ્વભાવ બદલવાને લીધે બધાને પ્રિય બન્યા. માટે જ કહેલ છે કે “મન્નમૂને વશીકરાં દિ સેવન” મંત્રજાપ વિના અને કોઈ જડીબૂટ્ટી વિના બીજાનું વશીકરણ કરનાર કોઈ ચીજ હોય તો તે સેવા છે, સહાયકભાવ છે. માટે કમ સે કમ એટલું તો સ્વીકારી જ લઈએ કે “સામેવાળાની ભૂલના કારણે નહિ પણ મારા સ્વભાવને કારણે મને ગુસ્સો આવે છે.” -૪૪૭ ४४9 Page #459 -------------------------------------------------------------------------- ________________ ક્ષણાતિ અને સંક્લેશના માર્ગ વિક્રીમંg :- પીઠ પાછળ માંસ ખાવું = જે પરામુખ હોય, ગેરહાજર હોય તેવાની નિંદા કરવી. આ દસમું અસમાધિસ્થાન છે. આનાથી બચવા એક સંકલ્પ કરીએ કે “જેની નિંદા કરવી જરૂરી જ લાગે તો પણ કમ સે કમ તેની હાજરીમાં જ નિંદા કરીએ.” આપણે જેની નિંદા કરીએ છીએ તેની સાથે વ્યવહારથી સંબંધ બગાડવા નથી માંગતા અથવા તેવી હિંમત નથી. તેથી પીઠ પાછળ નિંદા કરીએ છીએ. જો તેની હાજરીમાં જ નિંદા કરીએ તો મૃષાવાદ-મીઠું-મરચું ન આવે. ડગલે ને પગલે જે નિંદા થતી હોય તે બંધ થઈ જાય. સામેની વ્યક્તિની ગેરહાજરીમાં થતી નિંદામાં ૧૦ ના બદલે ૧૫ જૂના પ્રસંગો ખુલે અને હાજરીમાં નિંદા કરવામાં ૧૦ ના બદલે ૨ જ પ્રસંગો ખૂલે. ગેરહાજરીમાં થતી નિંદામાં પ્રાય: અસત્ય ઘણું આવે. અસત્યનું અને નિંદાનું પ્રમાણ વધે એટલે બીજા પર દુર્ભાવ વધે. તેના બદલે જેની ભૂલ થાય તેને જ કહેવામાં આવે તો વાત ત્યાં જ પૂરી થઈ જાય. આ નિંદા ન કહેવાય પણ સૂચના કે ટકોર કહેવાય. આ અનેક જગ્યાએ થઈ ન શકે. જ્યારે બીજા પાસે નિંદા કરવામાં (૧) ૨, ૩, ૫ જગ્યાએ કહેવાનું મન થાય. (૨) બે-પાંચ વરસ પછી પણ તેની તે જ વાત repeat થાય. (૩) નિંદા એક જાતની ખણજ છે. જેટલું ખણો એટલું ઓછું લાગે. બીજાની ભૂલ વખતે આપણા મનમાં સાત વિકલ્પ ઊભા થઈ શકે છે. (૧) મગજમાં નોંધ ન રાખીએ. (૨) કદાચ નોંધ હોય તો પણ પાણીમાં લખેલ અક્ષર જેવી રાખીએ. પ્રસંગ પતે કે તરત જ ભૂંસાઈ જાય. १. पिट्ठिमंसिएत्ति परंमुहस्स अवण्णं भणइ । - आवश्यकनियुक्ति-हारिभद्रीयवृत्ति । ४४८ Page #460 -------------------------------------------------------------------------- ________________ (૩) રેતીમાં લખેલ અક્ષર જેવી નોંધ. પ્રસંગ પત્યા બાદ થોડીવાર પછી ભૂસાય. (૪) મેજીક સ્લેટ જેવી નોંધ. કોઈક સમજાવે ને ભૂલી જઈએ. (પ) કાળા પાટીયા પર ચોકના અક્ષર જેવી નોંધ. સમજાવવાથી ન જાય. મૈત્રીભાવ કેળવવા (ડસ્ટર) દ્વારા નોંધને ભૂંસવી પડે. (૬) ઓઈલ પેઈન્ટ જેવી નોંધ. કેરોસીનથી ઘસો તો ભૂંસાય. ગુનો કબુલીને સામેવાળો માફ માગે, સહાય કરે, પ્રશંસા કરે તો તેના પ્રત્યે આપણો દુર્ભાવ જાય. | શિલાલેખ જેવી નોંધ. ભવોભવ પછી પણ દ્વેષ અને દુર્ભાવ રહે તેવી નોંધ. ગુણસેન પ્રત્યે અગ્નિશર્માના વલણની જેમ. આ સાત નોંધ ઉત્તરોત્તર વધુ ને વધુ નુકસાનકારક બને તેવી છે. છેલ્લી બે ભૂમિકાએ તો સામેવાળાની ભૂલ આપણા મગજમાં ન જ નોંધવી જોઈએ. બાકી આપણી યાદદાસ્ત આશિષ નહિ પણ અભિશાપ જ બની જાય. તેવું આપણા જીવનમાં કોઈના પણ માટે કયારેય પણ બની ન જાય તે માટે નિરંતર જાગૃતિ રાખીએ, સંકલ્પ કરીએ. તે સંકલ્પને વારંવાર યાદ કરીએ અને ભાવિત થઈએ તો દોષની નોંધપોથીને કાઢવાનો પ્રયત્ન અસરકારક બને. અનુષ્ઠાનની વ્યાખ્યા કરતા પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ શ્રાવપ્રજ્ઞપ્તિવૃત્તિ ગ્રંથમાં કહેલ છે કે “મૃતિમૂનો ઘર્મ | (૧૦૮)” પરંતુ “પ્રતિજ્ઞામૂલ” કે “આચારભૂલ ન કહ્યું. પ્રવચનસારોદ્ધારવૃત્તિમાં સિદ્ધસેનસૂરિજી મહારાજે પણ જણાવેલ છે કે “મૃતિમૂર્વ દિ સર્વમનુષ્ઠાનમ્ (ગા.૨૮૦ પૃ.) આવશ્યકનિયુક્તિવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે મૃતિમૂનં ૨ મોક્ષસાધનાનુષ્ઠાનમ્ (પ્રથમ શિક્ષાવ્રત. ભાગ-૪, પૃ.૮૩૪) આવું જણાવેલ છે. માટે વારંવાર સ્મરણ કરીએ તો અનુષ્ઠાન જીવતુંજાગતું-ધબકતું રહે. પચ્ચખાણ પારતા “હાંસિયં નિયં...” માં છેલ્લે “વિટ્ટી’ શબ્દ આવે છે. તેનો અર્થ એ કે કીર્તન = “મારે ઉપવાસ છે' એમ મનમાં વારંવાર યાદ કરવું. પચ્ચખ્ખાણ કર્યા પછી યાદ ४४८ Page #461 -------------------------------------------------------------------------- ________________ ન કરીએ તો કદાચ પચ્ચકખાણ ભાંગી પણ જાય અને ન ભાંગે તો પણ તે ઉપવાસ દ્રવ્યઅનુષ્ઠાન બનતાં વાર ન લાગે. લીધેલા અભિગ્રહો, નિયમો, પચ્ચખાણ, સંકલ્પો, પ્રતિજ્ઞા વગેરે વારંવાર યાદ કરવાના છે. માટે જ “કરેમિ ભંતે' સૂત્રને સાધુ-સાધ્વીજી આખા દિવસમાં ૯ વાર બોલે એ રીતની શાસ્ત્રકારોએ દિનચર્યામાં ગોઠવણ કરી છે. સંસ્કાર અને સ્મરણ વિનાની પ્રતિજ્ઞા પણ મડદાતુલ્ય જ છે. જેનું વારંવાર સ્મરણ કરીએ, તેની અભિરુચિ થાય. દા.ત. મિઠાઈની બાધા લીધી હોય તેને યાદ કરીએ તો બાધા ભાંગે નહિ અને મીઠાઈ આરોગવા દ્વારા રાગના તોફાનમાં તણાતા બીજા જીવોને જોઈને, યોગ્યતા હોય તો, મનમાં વિચાર આવે કે “સારું થયું કે રાગના આવા તોફાનમાંથી બચ્યો.” જો લીધેલ પચ્ચખ્ખાણ/પ્રતિજ્ઞા યાદ ન કરીએ તો આપણે એ પણ ભૂલી જઈએ કે કેટલા ટાઈમ સુધી મેં આ પ્રતિજ્ઞા કરી છે ? આપણને જે દોષ જીવનમાં નડતો હોય તે કાઢવા સંકલ્પ કરીએપ્રતિજ્ઞા રાખીએ - તે ભૂલનો દંડ નક્કી કરીએ તો કુસંસ્કાર ભૂંસાય અને ગુણો પ્રગટે. આપણે રોજ બોલીએ છીએ “સમોડર્દ સંન વિર દિય-વ્યવવાયાવને.' એનું તાત્પર્ય સતત યાદ રાખવાનું છે. બાકી “હું સાધુ છું.” એવું બોલીએ તો પણ ઈંટનો જવાબ પથ્થરથી આપવાની મનોવૃત્તિ ઉભી થાય. જો “હું સાધુ છું એવો પરિણામ આપણે ટકાવીએ તો “સાધુ પથ્થરનો જવાબ ફૂલથી આપે, પોલાદથી નહિ.' એવું આપણું જીવન બોલે. એવા સાધુ થવા માટે તો ઘર છોડ્યું છે. આ બધું વારંવાર, સમયે-સમયે યાદ કરીએ તો પ્રતિકૂળ વ્યવહાર કરનાર પ્રત્યે દ્વેષ ન થાય. માટે સામેનાની નિંદા કરવી જ નહિ, અથવા જરૂરી જ લાગે તો તેની હાજરીમાં જ કરવી. જેથી બિનજરૂરી શબ્દો ન ઉમેરવાના લીધે મસાલાવાળી નિંદા કરવાનો દોષ ખતમ થઈ જાય. રસ્તામાં માણસ જતો હતો. વરસાદ ચાલુ હતો અને હાથમાં ૪૫૦ Page #462 -------------------------------------------------------------------------- ________________ છત્રી હતી. પણ તેણે છત્રી બંધ જ રાખી હતી. સામેથી અચાનક મળેલ મિત્ર પૂછે છે કે “છત્રી છે તો ખોલતો કેમ નથી ?” પેલાએ કહ્યું કે “છત્રી કાગડો થઈ ગઈ છે.” “તો પછી રાખી છે શા માટે?” આમ પાછું મિત્રએ પૂછતા જવાબ મળ્યો “મારી પાસે છત્રી છે એ વાતની દુનિયાને ખબર પડે તે માટે.” આપણા પણ બીજા સાથેના સંબંધો પ્રાયઃ કાગડો થયેલી છત્રી જેવા જ છે કે જેમાં દેખાવ પૂરતા તકલાદી સંબંધો તોડવા માગતા નથી અને એ ઉપર છેલ્લા સંબંધો સાચવવા છતાં તેમની જ પીઠ પાછળ નિંદા કરવાનું પણ ચાલુ છે. તેના બદલે જો કૃતજ્ઞતાનો ગુણ કેળવ્યો હોય તો વ્યક્તિની પાછળ નિંદા ન થાય. આપણે સાધુ થયા. એટલે કે સાધુ સંસ્થામાં જ છીએ. નિંદા કરીએ તો પ્રાયઃ સાધુ સંસ્થાની જ કરવાના ને ! જેનું ખાઈએ તેનું જ ખોદવાનું કામ કરીએ ! આ રીતે તો માર્ગાનુસારીપણું પણ ન ટકે. ધર્મરત્ન પ્રકરણમાં એકવીસ ગુણની વાત કરી. તેમાં (ગા.૨૬) પણ જણાવ્યું કે ઉપકારીની નિંદા કરવાથી વિદ્યમાન ગુણ ખતમ થાય. કૃતજ્ઞતાથી જ ગુણોની વૃદ્ધિ થાય છે. (ધર્મરત્ન.ર૬) માટે વ્યક્તિ હોય કે સંઘ. કોઈ પણ હોય. તેની પાછળ તો કંઈ પણ બોલવું જ નહિ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજાએ યોગશાસ્ત્રના ૧ લા પ્રકાશ (ગાથા.૫૫)માં જ કૃતજ્ઞતા ગુણની વાત કરી છે. સંઘ સાથે વાંકું થાય અને સંઘનું ઘસાતું બોલીએ તેમાં સંઘની નિંદા અને આશાતના થાય. માટે ખૂબ સાવધ રહેવું. થાય તો ગુણાનુવાદ કરવા. પણ નિંદા તો ન જ કરવી. પાછળથી તો નિંદા ન જ કરવી. સંયમી પર સદ્ભાવ ટકાવવા વિચારવું કે “આપણે જાતે સંયમ પાળતા નથી, પણ આજુબાજુના સંયમીઓ આપણને સંયમ પળાવે છે. મનમાં ઢીલાશ આવે તો પણ તેઓને લીધે જ આચારની ઢીલાશ વર્તનમાં નથી આવતી” આવો વિચાર આવે તો નિંદા રવાના થાય. આ બધું પ્રયોગાત્મક ધોરણે નક્કી કરીએ તો કામ થાય. માત્ર ૪૫૧ Page #463 -------------------------------------------------------------------------- ________________ બોલવાથી કે સાંભળવાથી દોષ જતા નથી. કોઈનાથી અજાણતાઅનિચ્છાએ થયેલી એકાદ વખતની ભૂલ આપણા મગજમાં શિલાલેખની જેમ કોતરાઈ જાય છે. તથા વાચના તો વારંવાર રોજ સાંભળવા છતાં પાણીમાં લખેલ અક્ષરની જેમ ભૂંસાઈ જાય છે. આરાધનાઉપાસના અંગે એક જ વાત ૨૫ વાર સમજાવવા છતાં જીવનમાં ટકતી નથી, કારણ કે તેની કોઈ નોંધ જ નથી. તે યાદ રાખવાનો તથા આચરવાનો કોઈ સંકલ્પ નથી. માટે ઠેકાણું ન પડે. જેને માત્ર સાંભળવાનું ગમે-બોલનારને માર્ક આપવા ગમે પણ જીવનમાં ઉતારવાનું કશું જ નહીં, તેનું પ્રાયઃ ઠેકાણું ન પડે. પરંતુ “મારી જાતને સુધારવા જાઉં છું.” આવા સંકલ્પ સાથે વ્યાખ્યાનમાં કે વાચનામાં જાય તો જ તેનું ઠેકાણું પડી શકે. માત્ર સાંભળવા કરતાં સાંભળીને આચરવાનો અને જાતસુધારણાનો સંકલ્પ વધુ મહત્ત્વનો અને જરૂરી છે. ૪૫૨) Page #464 -------------------------------------------------------------------------- ________________ અગિયારમા અક્ષણાધિસ્થાનના બે અર્થ ૧૩માં એટલે કે વારંવાર કહેવું અને કોરિ એટલે કે અવધારણ = જકાર પૂર્વક બોલવું. આ ૧૧મું અસમાધિસ્થાન છે. આવશ્યકનિર્યુક્તિવૃત્તિમાં સોદરિ શબ્દના બે અર્થ કરેલ છે. अधिकरणी मने अवधारणी. થરી એટલે કે ઝઘડો થાય તેવી ભાષા બોલીએ અથવા તો સામેનાની સાથે હલકા શબ્દોથી બોલીએ તે અસમાધિનું નિમિત્ત છે. દશવૈકાલિક સૂત્રમાં સાતમા અધ્યયનમાં લખ્યું છે કે “ા વાળ ત્તિ નો વU” (TI.૭/૧૨) અર્થાત “કાણાને તું કાણો છે એમ ન કહેવાય. નવો ઘા પડે કે જૂનો ઘા ઉઘડે એવી ભાષા બોલવાના બદલે નરમમુલાયમ-શીતળ-મલમપટ્ટીની ભાષામાં સાધુ બોલે. જેટલું જોઈએસાંભળીએ-જાણીએ તે બધું બોલવાનું નથી. માટે જ આપણી આંખ અને કાન ખુલ્લા હોય છે તે પ્રમાણે જીભ ખુલ્લી નથી. સામેના કરતા આપણામાં વધુ દોષ દેખાય તો સામેનાની ભૂલ પર બોલવાનું ન થાય. માટે જે બોલીએ તે મીઠી ભાષામાં બોલીએ. કહેલ છે ને ધન્ય જીભ તો તેને રે કહીએ, વાણી વિમલ ઉચ્ચરતી રે, પાપ તાપ સંતાપ શમાવે, તન મન શીતળ કરતી રે.” જે જીભ ઘા શમાવે તે જીભ ધન્યવાદને પાત્ર અને જે જીભ ઘા ઉઘાડે તે અપાત્ર. ગમે તેને, ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે બોલવુંટોકવું એ એકેન્દ્રિય ગતિને આમંત્રણ આપવા સ્વરૂપ છે. કાંઈ પણ બોલતા પહેલાં “અત્યારે આ બોલવાની જરૂર છે ? મારો બોલવાનો અધિકાર છે ?, બોલવાનું પરિણામ શું ?, સામેવાળો મારું માનશે?” તે વિચારીને બોલવું. તે ન માને તો આપણને તેના ઉપર દુર્ભાવ १. अभिक्खभिक्खमोहारीति अभिक्खणमोहारिणी भासं भासइ जहा 'दासो तुमं चोरो व'त्ति जं वा संकियं तं निस्संकियं भणइ एवं चेवत्ति । ૪૫૩ Page #465 -------------------------------------------------------------------------- ________________ ન થવો જોઈએ. કોઈ સાધુને આપણે મુહપત્તિનો ઉપયોગ રાખવાની પ્રેરણા કરીએ અને તે સામે જવાબ આપે કે “તમે મુહપત્તિનો ઉપયોગ ક્યાં રાખો છો ?” આવા પ્રસંગે તેના ઉપર સંકલેશ-દુર્ભાવ ન કરવો. સલાહ' વસ્તુ એવી છે કે જે આપવી ગમે પણ લેવી ન ગમે. માટે “તે માનતો કેમ નથી?' આ પ્રશ્ન ગંભીર નથી પણ “મારી વાત તેને સાંભળવી ગમે તેવો મારો વર્તાવ કેમ નથી?” એ વાત મહત્ત્વની છે. સામેવાળો આપણી વાત ન સાંભળે, ન સ્વીકારે કે ન આચરે તો સંકલેશ ન કરવો. આપણું પુણ્ય ઓછું છે. અથવા સંયોગ વિપરીત છે- તેમ વિચારવું. સંકલેશ થાય તે નુકસાન તો બહુ મોટું છે. આપણું બગાડીને જગતને સુધારવાની વાત ભગવાનને માન્ય નથી. પોતાની બેનને પ્રતિબોધ પમાડવાની ભાવનાથી રજા લેવા માટે બંધકસૂરિ મુનિસુવ્રતસ્વામી ભગવાન પાસે ગયા ત્યારે ભગવાને રજા ન આપી પણ કહ્યું કે “તમે વિરાધક થશો.” “પણ મારા ૫૦૦ શિષ્યોના કેવળજ્ઞાનમાં તો હું નિમિત્ત જ બનીશ ને !” આના જવાબમાં ભગવાન મૌન રહ્યા. પણ જવાની રજા ન આપી. મૌન રહેવાનું એક કારણ એ હતું કે વિશ્વકલ્યાણને પકડવા જતાં સ્વકલ્યાણ મૂકાવું ન જોઈએ. જાતનું કલ્યાણ છોડીને જગતનું કલ્યાણ કરવાની જિનાજ્ઞા નથી. તથા ત્યાં મૌન રહેવાનું બીજું કારણ એ હતું કે સામેનો જીવ ન માને તો જિનાજ્ઞાભંગનું પાપ તેને ચોટે. જો સામેવાળો માને તેમ હોય તો જ ભગવાન બોલે. માટે મુનિસુવ્રતસ્વામી ભગવંતે બંધકસૂરિને કશો જવાબ ન આપ્યો. ભગવાન બોલે અને સામેવાળો ન માને તો જિનાજ્ઞાભંગનું મોટું પાપ લાગે. એક તો ખોટી પ્રવૃત્તિ કરે. વળી, તે પ્રવૃત્તિ પણ પાછી સંક્લેશથી કરે એટલે જે પાપ બંધાય તે પાપાનુબંધી પાપ હોય. લોહારિ શબ્દનો બીજો અર્થ “અવધારણી” કર્યો છે. અવધારણી એટલે કે જકારપૂર્વક બોલવું. જે વિષયની આપણને જાણકારી ન હોય પણ શંકા હોય ત્યાં ‘જ કાર પૂર્વક ન બોલવું. મૃષાવાદ ન થાય તે માટે પાંચ ભાવના --૪૫૪ ૪૫૪ Page #466 -------------------------------------------------------------------------- ________________ બતાવી, તેમાં પણ પાંચમી ભાવનામાં જણાવ્યું કે “પુત્રિ દિત્તા' અર્થાત્ પહેલાં વિચાર કરીને પછી બોલવાનું. દશવૈકાલિકસૂત્રમાં પણ જણાવેલ છે કે “લgવીઃ સવ્વ સંધ્યત્વ પર્વ માસિગ્ન પન્નવં' (દશ.૭/૪૪) આપણે આયંબિલ ખાતે પાણી લેવા ગયા ત્યારે આંબેલની રસોઈ તૈયાર છે કે નહિ ? તેની તપાસ કરવાનું ભૂલી ગયા. તેવી અવસ્થામાં આપણને કોઈ સાધુ પૂછે કે “શું પરિસ્થિતિ છે ?” ત્યારે આપણે કહીએ કે “આંબેલની રસોઈ તૈયાર જ છે તો તેમાં મૃષાવાદનો દોષ લાગે. સાધુ વિચક્ષણ હોય, બેદરકાર ન હોય. જો આયંબિલ ખાતે થોડી વાર હોય અને સાધુ આયંબિલ ખાતે જઈને ગોચરી લીધા વિના પાછા આવે અને આપણી પાસે તેઓ સ્પષ્ટતા કરાવે-પાછું પૂછે તો આપણે તેમને ભળતો જ જવાબ આપીએ, “મને તો ઘરનો-લૂખ્ખી રોટલીનો અથવા આયંબિલખાતામાં ખીચડીનો તૈયાર હોવાનો ખ્યાલ હતો” એમ બચાવ કરવાનું મન થાય. તેના કરતા પહેલેથી જ “મને ખ્યાલ નથી, બીજી વાર જાઉં ત્યારે તપાસ કરી લઈશ.” એમ જવાબ આપીએ તો છાપ કાંઈ હલકી પડવાની નથી. પહેલેથી ખોટું બોલીએ કે “ત્યાં રસોઈ તૈયાર જ છે” તો આમાં પાછળથી સાધુ ગોચરી જાય ત્યારે (૧) આપણા મનમાં સંકલ્પ-વિકલ્પ આવે “આયંબિલ ખાતે આયંબિલની આઈટમ તૈયાર થઈ ગઈ હોય તો સારું !” (૨) આનાથી આરંભકારી પાપપ્રવૃત્તિની અનુમોદના થાય, (૩) સત્યની ટેક છૂટે, (૪) જીવનમાં માયા ઘૂસે, (૫) બચાવ-દલીલો કરવાનું મન થાય. તેના બદલે “હું ત્યાં ગયો ત્યારે પાણી તૈયાર હતું, આયંબિલની રસોઈનો મને ખ્યાલ નથી' એમ બોલવું. જે, જ્યારે, જેવું જોયું હોય તેવું અને તે પણ જરૂર પૂરતું મધુરભાષામાં બોલવાનું. બાકી બીજાને સંકલેશ થાય અને આપણને મૃષાવાદનો દોષ લાગે, મહાવ્રત પાળવું હોય તો બોલવામાં સાવધાની રાખવી પડે. માટે દશવૈકાલિકજી સાતમા અધ્યયનમાં પણ કહેલ છે કે “મોદારિણી ન ય પરોવાળ' (૭/૧૪) અર્થાત્ સાધુ અવધારણી-જકારવાળી ભાષા, પીડાકારી ભાષા ન બોલે. ૪૫૫ Page #467 -------------------------------------------------------------------------- ________________ બારમું-તેનું અસમાધિસ્થાન સર્વથા વર્જ્ય સંયમમાં સમાધિ મેળવવા માટે ૨૦ અસમાધિસ્થાન છોડવાના છે. ૧૨મું અસમાધિસ્થાન છે-અરિહાર'. અહિગરણ એટલે ઝઘડો. ઝઘડો કરનાર સ્વ-પરને અસમાધિ કરે છે. વારંવાર કાંઈ ને કાંઈ વાંધો વચકો કાઢવાની ટેવથી ઝઘડો ઉભો થાય. વિના અધિકારે proof reading કરવાની પડી ગયેલી ટેવ સંકલેશ અને અસમાધિ કરાવે તથા સંઘર્ષને વધારે છે. ‘તમારે ઉપધિ અહીં નહિ રાખવાની. મારો દાંડો કોણે ખસેડયો ? મારું પાકિટ કોણે લીધું ? મા૨ી તરપણી મને પૂછયા વિના કેમ લઈ ગયા ?' વગેરે નાની નાની બાબતોને લઈને બીજાની સાથે કલહ કરે તે અસમાધિ પામે. માંડલીમાંથી કોઈની ભૂલના કારણે પોતાનું પાત્ર ન આવ્યું, મોડું આવ્યું કે ખરડાયેલી હાલતમાં આવ્યું તો જીભાજોડી, ચડભડ અને સંઘર્ષ ચાલુ કરે તો સ્વ-પરને અસમાધિ ઉભી થાય. જે ડગલે ને પગલે કચ-કચ કરીને, ઝઘડો કરાવી સ્વ-૫૨ને અસમાધિમાં નિમિત્ત બને તે દિરબાર બને છે. ૧૩મું અસમાધિસ્થાન છે- વીરળદર. અર્થાત્ શાંત થયેલા ઝઘડાને ફરીથી ઊભો કરવો. ઉપશાંત ઝઘડો ઉદીરણા દ્વારા ઉભો કરવો એ તો પેટ ચોળીને શૂળ ઉભું કરવા જેવું છે. ભૂતકાળના નબળા પ્રસંગો યાદ આવવાના કારણે પ્રાયઃ વર્તમાન કાળમાં અશાંતિ ઉભી કરવાનું મન થાય છે. આનાથી બચવા નીચેના ઉપાયો અજમાવી શકાય. (૧) મારે બીજા શું કરે છે ? તે જોવું નથી. પરંતુ મારે તો મારા ભગવાનની મને મળેલી આજ્ઞા પ્રમાણે જીવવું છે. (૨) ‘બીજાની ભૂલ હું માફ કરી શકતો નથી તે રીતે જો ભગવાન મારી ભૂલ જોતા હોત તો હું અહીં સુધી પહોંચ્યો ન હોત. બીજાની १. अहिगरणकरोदीरण अहिगरणाई करेति अण्णेसिं कलहेइत्ति भणियं होति यन्त्रादीनि वा उदीरति, उवसंताणि पुणो उदीरेति । आवश्यकनिर्युक्ति-हारिभद्रीयवृत्ति । - ૪૫૬ Page #468 -------------------------------------------------------------------------- ________________ ભૂલની જેટલી નોંધ હું રાખું છું, તેટલી મારી ભૂલની નોંધ ભગવાને રાખી હોત તો હું રખડતો જ હોત.” આવા વિચારથી બીજા સાથે જીભાજોડી બંધ થાય. (૩) વળી, “મારી ભૂલો તો આના કરતાં મોટી હતી, છતાં ભગવાને માફ કરી છે. આ વિચારથી ઝઘડો કરવાની કુટેવ સુધરે છે. (૪) “હું જો એની જગ્યાએ હોઉં તો મારાથી ભૂલ થયા પછી સામેનાની પાસે શું અપેક્ષા રાખું ?” એ રીતે પણ વિચાર કરી શકાય. (૫) “મારી સાથે કોઈ આવું ( = ઝઘડો) કરે તો મારા પરિણામ કેવા થાય?' - આમ ભૂલ કરનારની જગ્યાએ આપણે આપણી જાતને ગોઠવીએ તો ઝઘડો-સંઘર્ષ કરવાની કુટેવ ઓછી થાય, રવાના થાય. (૬) પ્રેમ-લાગણી-વાત્સલ્ય સામેના સાધુ પ્રત્યે હોય તો ભૂતકાળની ભૂલની નોંધ રાખવાનું મન ન જ થાય. લાગણી કદિ ભૂલનો દસ્તાવેજ તૈયાર ન કરે. (૭) ભૂલવા જેવી હોય તેનું નામ તો ભૂલ છે. (૮) બીજાની ભૂલને યાદ રાખીને દુઃખી થવા કરતાં તેને ભૂલીને સુખી-સ્વસ્થ રહેવું સાત દરજ્જુ સારું. ક્યારેક આપણાથી ભૂલ થઈ જાય તો આપણને વિચાર આવે ને? કે (અ) મેં ક્યાં ઇરાદાપૂર્વક ભૂલ કરી છે ? અર્થાત્ આમાં આપણી જાત માટે નિરપરાધિપણાની ભાવના રહેલી છે. (બ) સામેવાળો મારી ભૂલને માફ કરી દે - આવી અપેક્ષા આપણામાં હોય છે. (ક) “મારા જેવી ભૂલ બીજા દ્વારા પણ થઈ શકે છે'- આ પણ માત્ર સ્વબચાવની વૃત્તિ છે. જો આપણે આપણી ભૂલ વખતે આવા પરિણામની અપેક્ષા રાખીએ તો આપણી જેમ બીજાના પણ પરિણામ આવા જ હોય ને! આપણે બીજાની પાસે (૧) “તે મને માફ કરી દે તો સારું, (૨) તે મને જાહેરમાં ઠપકો ન આપે તો સારું” આવી અપેક્ષા રાખીએ ૪૫૭) Page #469 -------------------------------------------------------------------------- ________________ જ છીએ ને ! તો બીજાની પણ તેવી અપેક્ષા પૂર્ણ કરવાની આપણી ફરજ ખરી કે નહિ ? સામાન્યથી જે બીજાને આપીએ તે કાયમ આપણને મળે –આ નિયમ છે. જે બીજાની ભૂલને માફ ન કરે, તે પોતાની ભૂલ વખતે ઠપકો ન મળે તેવી અપેક્ષા રાખી ન શકે. એવી અપેક્ષા રાખવાનો તેવી વ્યક્તિને અધિકાર પણ નથી. દુનિયાનો આ કાયદો છે કે (૧) જે બીજાને આપો તે તમને મળે અને (૨) જે ભોગવો તે દૂર થતું જાય. વસ્તુને ભોગવવાથી પુણ્ય ક્ષીણ થાય. તેથી તેવી ચીજ-વસ્તુ ભવાંતરમાં મળવાની શક્યતા ઘટી જાય. (૩) જે મને ગમે તે સૌને ગમે. અર્થાત્ મારી ભૂલ બીજા માફ કરે તે મને ગમે છે તો તેની ભૂલને હું માફ કરૂં તે તેને ગમે જ ને ! આ તો માર્ગાનુસારીના પાયાના ગુણો છે. આ આવે તો ઝઘડોસંઘર્ષ વગેરે બંધ જ થઈ જાય. તથા સ્વર્ગનું વાતાવરણ સર્જાય. માટે આ ત્રણ સમજણને આપણે કેળવીએ. કોઈની પૂર્વે થયેલી ભૂલ છ મહિના પછી પણ યાદ આવે તો સમજવું કે તે વાતને આપણે છ મહિનાથી મગજમાં સંઘરેલી છે, જેવી રીતે Bank માં Deposit મૂકીએ તે રીતે. આવા વલણથી શાસ્ત્રો યાદ રાખવાની યોગ્યતા ઘટતી જાય, ઘસાઈ જાય. ન યાદ રાખવાનું ઘણું બધું યાદ રાખીને બેસીએ તો શાસ્ત્રને યાદ રાખવાની Capacity ઘસાતી જાય. મુમુક્ષુપણામાં હતા ત્યારે Simple Living અને High thinking આ સમીકરણ પકડેલ હતું. તેથી જ મુનિજીવનમાં આપણો પ્રવેશ ગુરુ ભગવંતે કરાવ્યો. હવે સંયમજીવનમાં High Living અને simple thinking હોય તે કેમ ચાલે? જે ડાળ ઉપર બેસીએ તે જ ડાળને કાપવામાં આપણા ચારિત્રજીવનની સલામતી કેટલી? Simple Living & High Thinking- આ ડાળ ઉપર તો મુનિજીવન ટકી રહેલ છે. ઉપાશ્રયમાં વાતાવરણ ચોખ્ખું રાખવું હોય તો વિષ્ટા ન જોઈએ. તે જ રીતે મનનું વાતાવરણ ચોખ્ખું રાખવું હોય તો નકામી વાતો ૪૫૮ Page #470 -------------------------------------------------------------------------- ________________ યાદ ન રાખીએ. (૧) “તે મારા પારણામાં નહોતા આવ્યા. માટે મારે પણ તેના પારણામાં નથી જવું.” (૨) “ગયા વખતે વિહારમાં પહેલા મકાનમાં પહોંચીને મેં તેના માટે જગ્યા રાખી હતી, પણ આ વખતે એણે મારી જગ્યા ન રાખી.” (૩) “મને મળેલ મીઠાઈ મેં એને આપી હતી, એણે એવું ન કર્યું.” (૪) “એમની માંદગીમાં મેં એમનો કાપ કાઢ્યો હતો. મારી માંદગીમાં તે પડિલેહણ માટે પણ ન આવ્યા.” (૫) “વિહારમાં એમની મેં રાહ જોઈ હતી. તેમણે મારી રાહ ન જોઈ” (૬) એમના સંસારી સ્વજન મળવા આવ્યા હતા ત્યારે એમના બદલે હું ગોચરી ગયો હતો. પણ આ વખતે મારા સંસારી બા-બાપુજી આવ્યા તો તે મારા બદલે પાણી પણ ન લાવ્યા.” (૭) મારાથી વધારે આવી ગયેલી ગોચરી તેમણે ખપાવી નહતી તો હું શા માટે તેમના દ્વારા આવેલી વધારાની ગોચરી ખપાવું ?” (૮) “તેમણે પોતાની વ્યાખ્યાનની નોટ મને બતાવી ન હતી તો હવે મારી વ્યાખ્યાનની ડાયરી તેમને બતાવવાની મારે શી જરૂર ?” (૯) “મારા માટે તે ઘણું ઘસાતું બોલેલ હતા. તો પછી એમને ઉઘાડા પાડવાની આ તક મારે શા માટે ગુમાવવી ?” (૧૦) “એમને મારી પડી નથી તો મારે એમની શી ગરજ છે ?' આવી નકામી વાતો યાદ રાખવાથી/વિચારવાથી જરૂરી શાસ્ત્રો યાદ રાખવાની મનની/આત્માની શક્તિ લાંબો સમય ટકતી નથી. ભગવાને બતાવેલ પાયાનો મોક્ષમાર્ગ એ છે કે તા૨કસ્થાન ઉપર તમામ સંયોગમાં બહુમાન ટકાવી રાખીએ. ‘દીક્ષા પૂર્વે ગુરુદેવ પ્રત્યે, ગુરુભાઈ કે ગુરુબેન પરત્વે, વડીલો તરફ, બાળ મુનિ વગેરે વિશે અહોભાવ અને સદ્ભાવ કેટલો હતો ? અને આજે કેટલો છે ? તેમાં વધારો થયો કે ઘટાડો ? આમ શા માટે ? બીજાના નબળા વ્યવહાર કે કડવા વેણ કે ભૂલો યાદ રાખવાના લીધે તો આવું થયું નથી ને? આપણે જે ભાવનાથી સંયમ લીધું છે તે રીતે જ સંયમજીવન વર્તમાનમાં ચાલે છે કે બીજી રીતે ? જે ધ્યેયથી નીકળ્યો છું, તે ધ્યેયથી નજીક ૪૫૯ Page #471 -------------------------------------------------------------------------- ________________ છું કે દૂર છું ?’ - આ બધું કાપ કાઢતા-ગોચરીથી પાછા ફરતા-સ્થંડિલ જતા-કાજો કાઢતા-વિહાર કરતા-ઓઘો બાંધતા વિચારીએ તો જીવનની દિશા અને આત્માની દશા મોક્ષગામી બને. સંથારામાં સૂતા પછી ઉંઘ ન આવે ત્યારે પણ આ બધું જ સતત વિચારીએ તો આત્મોત્થાન નિશ્ચિત બને. આપણને આ રીતે વિચારવાનો સમય તો ઘણો મળે છે. પણ જેવો, જ્યારે અને જે રીતે સદુપયોગ કરવો જોઈએ તે રીતે ન કરીએ તો ગાડી પાટા ઉપરથી નીચે ઉતરી જતાં વાર ન લાગે. ગોચરી આવે અને વહેંચાય ત્યારે ‘કોણ શું વાપરે છે અને કોને શું વહેંચાય છે ?' તે જોઈએ છીએ. અને ‘મારા ભાગે ઓછું કેમ આવ્યું? ઉત્તમ દ્રવ્ય કેમ ન આવ્યું ?’ એમ વિચારીએ છીએ. પણ “વાપરવું તે જ મારી લાચારી છે. ક્યારે મને સિદ્ધ ભગવંતોની જેમ અણાહારીપણું મળશે ? આ શરીર કેવું તકલાદી છે ? કેટલી બાદી અને બદબૂથી ભરેલ છે ? સારામાં સારી મીઠાઈને પણ વિષ્ટામાં ફેરવનાર આ શરીર કેવી ગંદી ફેકટરી છે ! ગમે તેટલું તેને સાચવો તો પણ અંતે તો મને તે દગો જ દેશે ને ! અંતે તો સ્મશાનની ધૂળ-માટી અને રાખ જ થશે ને ? એને પંપાળવાથી શો લાભ ?...” વગેરેમાંથી કાંઈ જ વિચાર્યું નથી. આથી જ મન સંક્લિષ્ટ રહે છે અને હૈયામાં ભગવાનનો માર્ગ ઉગતો નથી. તથા વીતરાગ ભગવાનનો આંતરિક માર્ગ જાણવાની ઊંડી જિજ્ઞાસા પણ થતી નથી. આપણી અનાદિની અવળી ચાલ, મિથ્યા રુચિ, ખોટી વૃત્તિ અને ગલત સમીકરણો સિવાય આમાં કોઈ જ જવાબદાર નથી. જે ઊંધા સમીકરણ કર્યા તે મારી જાતે જ ચત્તા કરૂં” આવો જીવંત સંકલ્પ આવે અને ગતાનુગતિક કર્મોદય પ્રમાણે નાચીએ નહિ તો સ્વ-પરને સમાધિ થાય. આ વાત ‘પોથીમાંના રીંગણા’ જેવી વાત ન બને તેની કાળજી રાખીએ. “અજાણતા પણ, ગમે તે ભોગે પણ મારે દુર્ભાવ તો નથી જ કરવો” આ જાગૃતિ રહે તો જ તારક સ્થાન પ્રત્યે અહોભાવ ટકે-વધે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં (શ્લોક ४५० Page #472 -------------------------------------------------------------------------- ________________ ૨૧-૨૪) વાત કરે છે કે ચરમાવર્તમાં આવેલો એવો જીવ યોગની ૧ લી દૃષ્ટિમાં પ્રવેશ કરે ત્યારે સૌ પ્રથમ અદ્વેષ ગુણ તેનામાં આવે છે. યોગની પૂર્વસેવામાં પણ મુક્તિનો અદ્વેષ હોય- આવું યોગબિંદુ ગ્રંથમાં (શ્ર્લોક ૧૦૯) બતાવેલ છે. માટે જ મોક્ષ, મોક્ષદેશક પરમાત્મા, મોક્ષમાર્ગના દાતા એવા ગુરુદેવ, મોક્ષમાર્ગના મહાયાત્રી એવા મહાત્મા અને ધર્માત્મા ઉપ૨ તમામ પરિસ્થિતિમાં અદ્વેષ હોય તો જ આપણે પ્રારંભિક મોક્ષમાર્ગે છીએ- એમ સમજવું. ઉપર જણાવી ગયા તેમાંથી એક પણ ઉપર દ્વેષ હોય તો યોગની પહેલી દૃષ્ટિમાં કે યોગની પૂર્વસેવામાં પણ પ્રવેશ થતો નથી. પ્રતિકૂળ વ્યવહાર કરનાર એકાદ વૈરાગી મહાત્મા પ્રત્યે દ્વેષ થયો કે પ્રાથમિક મોક્ષમાર્ગ-પ્રથમદષ્ટિ-યોગ પૂર્વસેવાની સીમામાંથી આપણે તત્કાળ બહાર નીકળી જ ગયા- એમ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા ફરમાવે છે. માટે ‘આપણે ક્યાં જવા નીકળ્યા છીએ ? આપણે શું કરીએ છીએ? ભગવાનની દૃષ્ટિએ વાસ્તવમાં મારી વર્તમાન ભૂમિકા કઈ છે ? અને હું મારી જાતને ક્યાં પહોંચેલી સમજું છું ?’ આ બધું સંવેદનશીલ હૃદયથી વિચારીએ તથા જે જાણીએ છીએ કે ભણીએ છીએ તે આત્મલક્ષી બને- કેવળ આત્મોત્થાન માટે બને તો ભગવાનનો તાત્ત્વિક-સાત્ત્વિક એવો આધ્યાત્મિક માર્ગ મળે, પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ ષોડશક ગ્રન્થના ૪ થા ષોડશકમાં धर्मश्रवणेऽवज्ञा तत्त्वरसाऽऽस्वादविमुखता चैव । धार्मिकसत्त्वाऽसक्तिश्च धर्मपथ्येऽरुचेर्लिङ्गम् ।। (४ / १२ ) આવું કહેવા દ્વારા જીવને ધર્મમાં અટકાયત કરનારી ત્રણ વસ્તુ બતાવી છે. તેમાં એક એ પણ છે કે જેને સાધર્મિકનો સંગ ન ગમે તો તે અણગમો પણ ધર્મમાં અટકાયત કરે છે. દા.ત. (૧) મકાનમાં પોતાની જગ્યાએ સામાન પહોળો કરીને બેસવું ગમે. (૨) વિહારમાં બીજા સંયમીની સાથે રહેવું ન ગમે. (૩) બીજા મહાત્માની જોડે રાત્રિસ્વાધ્યાય કરવાનું ટાળીએ. (૪) બીજા મહાત્માની જોડે કાપ કાઢવાનું ન ગમે. (૫) ગોચરી જતાં ઘરમાં કોઈ મહાત્મા ભેગા થઈ ४५१ Page #473 -------------------------------------------------------------------------- ________________ જતાં ગુસ્સો થાય. (૬) શેષ કાળમાં ઉપાશ્રયમાં નવા મહાત્મા પધારે તો અણગમો થાય. (૭) આપણે વ્યાખ્યાન કરતા હોઈએ એ સમયે બીજા લોકપ્રિય સારા પ્રવચનકાર પધારે તો ઉગ થાય. (૮) આપણે પાઠ લેતા હોઈએ ત્યારે કોઈ નવા સહાધ્યાયી તેમાં જોડાય તો અરતિ થાય. (૯) આપણી બાજુમાં ગ્લાન મહાત્મા બેસે તો અજંપો થાય. (૧૦) આપણા તપ-સ્વાધ્યાયાદિની પ્રશંસા થતી હોય ત્યારે આપણા કરતા વધુ તપસ્વી અને જ્ઞાની કોઈ મહાત્મા વિહાર કરીને પધારે તો એમની પ્રત્યે અપ્રીતિ થાય. આ બધા ચિહ્નો ધર્મપથ્યની અરુચિને જણાવે છે. લોકોત્તર મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવામાં આ મોટું વિઘ્ન છે. - સાધુ બનવું જેટલું જરૂરી છે તે કરતાં પણ સાધુ પ્રત્યે સદ્ભાવ હોવો તે વધારે જરૂરી છે. સાધુ બનવા માટે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે. જ્યારે સાધુ પ્રત્યે અંતરંગ અહોભાવ જાગવા માટે દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે. દર્શનમોહનીય કર્મના ક્ષોયપશમ વિના સાધુ થઈ જાય તે સાચો સાધુ ન હોઈ શકે. દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમમાં જ દીર્ઘકાળ લાગે છે. દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ થઈ ગયા પછી ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થતાં બહુ વાર લાગતી નથી. માટે દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ અપેક્ષાએ વધુ અઘરો છે. તે થયા પછી મળેલ જ્ઞાન, ચારિત્ર, તપ વગેરે પણ સમ્યગું બની જાય છે. માટે તમામ અવસ્થામાં સાધુ પ્રત્યે સદ્ભાવ ટકી રહે તે માટે સતત જાગૃતિ રાખવી જરૂરી છે. - સાધુ ભગવંત સાથે અધિકરણ એટલે કે ઝઘડો થાય તો એના મૂળ કારણ તરીકે “આપણને સાધુ જ નથી ગમતા'- એમ માનવું રહ્યું. તો જ “મારી ચીજ શા માટે મારી રજા વિના લીધી ? મારી જગ્યાએ કેમ બેસ્યા ? મારી પરમીશન વગર મારી તરાણી કેમ વાપરી?” આવા ભાવો આવી શકે. અન્યથા લાભ મળ્યાનો, લોટરી લાગ્યાનો પરિણામ જાગે. હલકા ભાવો જાગે પછી અધિકરણની = ઝઘડાની ઉદીરણા ચાલુ થાય. ૪૬૨ Page #474 -------------------------------------------------------------------------- ________________ અહીં ખાસ વિચારવું કે “મેં મારામાં સાધુ ભગવંત પ્રત્યે પૂજ્ય તરીકેનો ભાવ જગાડ્યો નથી. માટે જ મને પ્રતિકૂળ વ્યવહાર કરનાર સાધુ નથી ગમતા.” જો તમામ સંયમી પ્રત્યે શુભ પરિણામ-પૂજ્યભાવસદ્ભાવ જગાડીએ તો પ્રસન્નતાનો અનુભવ થાય. એના બદલે “(૧) જે મને સહાય કરે તેને હું સહાય કરું. (૨) જે મારૂં પડિલેહણ કરે તેને જ હું ભણાવું. (૩) જે અમારા સમુદાયના હોય તેને જ હું પૂજ્ય માનું. (૪) જે અમારી માન્યતા ધરાવે તે જ સાચા અને સારા. (૫) જે માંદગીમાં મારી ભક્તિ કરે તેને જ હું અણીના અવસરે સહાય કરૂં.” એવા સમીકરણ હોય તો વીતરાગ ભગવાનનો આંતરિક માર્ગ ન મળે. જેનો હાથ પથરાથી ભરેલ હોય તેને રત્નનો વેપારી રત્ન આપે તો પણ તે રત્નને લઈ ન શકે. સાધુ પ્રત્યેનો આપણો સદ્ભાવ આપણને આગળ વધારે અને સંયમી પ્રત્યે આપણો દુર્ભાવ આપણને જ પછાડે. લોકોત્તર એવી આરાધના અંતરમાં લૌકિક ભાવને રાખવાથી ન ફળે પણ લોકોત્તર ભાવ હોય તો જ ફળે. લૌકિક ભાવથી માત્ર દેવલોક મળે જ્યારે લોકોત્તર ભાવ હોય તો મોક્ષ પણ મળે. આપણને મળેલી લોકોત્તર એવી સામગ્રીની, દેવ-ગુરુ-ચારિત્ર ધર્મની, જિનાગમની આરાધના કરતી વખતે “હૈયામાંથી તમામ લૌકિક ભાવોને કાઢી નાંખવા છે' એવો સંકલ્પ કરીએ. તેના પ્રભાવે મારો સાધુ પ્રત્યેનો સંભાવ, જ્યારે મને સીમંધરસ્વામી મળશે ત્યારે, મને સાધુ બનાવવાનું અને મને સંયમમાં આગળ વધારવાનું કામ કરશે. વરસોના સંયમજીવન પછી પણ પ્રસન્નતાનો અભાવ હોય તો તેનું એક કારણ આપણે હૈયામાં લૌકિક ભાવોને પકડીને બેઠા છીએ તે તો નથી ને? તેની બરાબર તપાસ કરવી જોઈએ. છ મહિનાના ગંધાતા મસોતામાં બે-ચાર સેટના ટીપા નાખો તો કોઈ ફાયદો ન થાય. આ વાત આપણા જીવનમાં તો લાગુ ન જ પડવી જોઈએ. લૌકિક ભાવોના લીધે જીવન મસોતા જેવું મેલું તો ન જ બનવું જોઈએ. - ૪િ૬૩ ૪૬૩ Page #475 -------------------------------------------------------------------------- ________________ દિશાસૂચક એવા શાસ્ત્રો આપણને મળ્યા છે. યોગદષ્ટિસમુચ્ચયમાં કહેલ છે કે મુક્તિ, મુક્તિમાર્ગયાત્રી વગેરે પ્રત્યે અદ્વેષ નામનો ગુણ આવે તો જીવ યોગની ૧લી મિત્રા દૃષ્ટિમાં ગણાય. હું ઝઘડો કરૂં તો કેટલામી દૃષ્ટિમાં? વળી તે ઝઘડો કોની સાથે? સંસારીની સાથે કે સંયમીની સાથે ? વગર વાંકે પોતાના નિમિત્તે મનદુઃખ-દ્વેષ ઉભો કરનારા કલ્યાણમંત્રીને ખમાવવા ધર્મસાગર ઉપાધ્યાય સામે ચાલીને ગયા. અર્થાત્ ગૃહસ્થની પણ ભૂલને સાધુ ન નોધે. - આપણે ગૃહસ્થની પાસેથી પેન મંગાવી અને ચાર દિવસ મોડી મળી તો શું કરવાનું ? “તેને ન લાવવી હોય તો ના પાડી દેવી હતી ને ! આમ મોડું થોડું કરાય? ...” વગેરે વિચારીને ઝઘડવું કે ક્લેશ કરવો તે સાધુની મર્યાદા નથી. આપણે વ્યાખ્યાનમાં બોલીએ કે “સંસાર એટલે ધારેલું કંઈ ન થાય અને ન ધારેલું બધું થાય” પણ શ્રદ્ધાના સ્તરે આ આપણા જીવનમાં કેટલું ઉતરે ? આવી આંતરિક જાગૃતિ હોય તો ગૃહસ્થની સાથે જીભાજોડી ન થાય. “મારે કોઈ પણ સંજોગમાં કોઈને પણ અસમાધિ નથી આપવી” આવા પરિણામ ન હોય તો પોતાને સંકલેશ થાય તેવા જ સંયોગ પ્રાયઃ મળે. “મેં બીજાને અસમાધિ આપી. માટે મને અસમાધિ થઈ આવો હાર્દિક સ્વીકાર કરીએ તો પણ સંયમી પ્રત્યે તો વૈષ ન જ થાય. પોતાના નિમિત્તે તાપસને અપ્રીતિ થઈ તો મહાવીર સ્વામી ભગવાને ચાલુ ચોમાસામાં વિહાર કર્યો હતો. સ્તવપરિજ્ઞા, પંચાલકજી, પંચવસ્તુ મહાવીરચરિયું (શ્રીનેમિચન્દ્રસૂરિકૃત) ગ્રન્થમાં આ ઘટનાની નોંધ કરતા જણાવેલ છે કે “સો તવિસડડસમાણો તેહિં સંપત્તિયં મુwiા પરમં સવોથિવીયું તો તો દંતડાજોડવા” (ત.૫.૬, પડ્યા.૭/૦૫, પં.વ.999૬, મ.વ.કૃ.૩૪) ધર્માત્મા કે મહાત્મા દ્વારા બીજાને થતી અપ્રીતિઅણગમો-ઉદ્વેગ ભયંકર અબોધિબીજ છે, બોધિદુર્લભતાનું કારણ છે -એમ સ્પષ્ટપણે ઉપરોક્ત ગાથામાં જણાવેલ છે. આના દ્વારા ભગવાન આપણને મૂકસંદેશો આપે છે કે ક્યારેય પણ આપણે કોઈને અજાણતા ४१४ Page #476 -------------------------------------------------------------------------- ________________ પણ અપ્રીતિ ઊભી કરીને અસમાધિ ન આપીએ, માર્ગવિમુખ ન કરીએ. પણ આ સંદેશો આપણે કેટલો લીધો ? આવું ન વિચારીએ તો આપણે છતી આંખે આંધળા છીએ અને છતે કાને બહેરા છીએએમ માન્યા વિના છૂટકો નથી. આવી જ દશા કાયમ રહે તો ખેદ સાથે કહેવું પડશે કે આપણને જીવતા તીર્થંકર મળે તો પણ આપણું ઠેકાણું નહિ પડે. ગૌતમસ્વામીથી પણ આપણું ઠેકાણું નહિ પડે. ભગવાનના જીવનમાં બનેલા પ્રસંગોનું ‘પોસ્ટમોર્ટમ’ કરીએ તો પણ આંતરિક જાગૃતિ આવી જાય. ઊંચું જીવન જીવીને ભગવાન “હું તને બોધપાઠ આપું” એમ પોતાનો અધિકાર સ્થાપવા ઈચ્છતા નથી. પરંતુ “મારા જીવનમાંથી તું કાંઈક સારું શીખ” એમ ઈચ્છે છે. વીતરાગ ભગવાનનો પરમ માર્ગ આપણને ખરા અર્થમાં સમજાયસાચી રીતે ગમે આપણા હૃદયમાં તાત્ત્વિક રીતે ઉગે તો આપણા આત્માનું વાસ્તવિક કલ્યાણ થાય. માત્ર પરોપદેશથી આપણું ખરું કલ્યાણ થવાનું નથી. પરંતુ પ્રત્યેક અવસ્થામાં સ્વને ઉપદેશ આપવાનો છે. આ કાર્ય આચાર્યો માટે પણ દુષ્કર છે. માટે જ યોગસાર ગ્રન્થમાં કહેલ છે કે- ઉપવેશવિના વિશ્ચિત્ થિત્વત્ ાર્યતે પરઃ । સ્વાત્મા તુ સ્વહિતે યો મુનીન્દ્રરપિ તુરઃ ।। (૧/૨૬) પણ આપણે જાતને સમજાવવાનું દુષ્કર કાર્ય જ ઉલ્લાસથી કરવાનું છે. ભગવાને બીજાની સમાધિ માટે ચોમાસામાં વિહાર કર્યો, અપવાદનું સેવન કર્યું. આપણે તો ઘણી વાર ઉત્સર્ગમાર્ગે ચાલીને પણ બીજાને સંકલેશ કરાવીએ છીએ- એનું અંદરમાં દુઃખ પણ થતું નથી. આપણે સંયમી પ્રત્યે આપણને થયેલા દુર્ભાવને આપણા અપરાધરૂપે સ્વીકારતા જ નથી. દૂર રહેલા સાધુની પેટ ભરીને અનુમોદના કરીએ, પણ પાસે રહેલા બે-ચાર સારા સાધુની નિંદા ભરપેટ થતી હોય તો સમજવું પડે કે દૂરનાની થતી અનુમોદના ફક્ત હોઠથી છે. અથવા પાસેનાની અનુમોદના ન કરવા માંગતા હોઈએ એટલે પણ દૂરનાની અનુમોદના થાય તેવું પણ સંભવે. ‘શિવમસ્તુ સર્વ જગતઃ’ બોલીએ તેમાં ‘આખા જગતનું કલ્યાણ ૪૬૫ Page #477 -------------------------------------------------------------------------- ________________ થાવ અને પાસેનાનું અકલ્યાણ થાવ'- આવું હોય તો આ ભાવનામાં જગત કલ્યાણની વાત મિથ્યા સાબિત થાય છે. આપણને દૂરના સાધુ પ્રત્યે સદ્ભાવ એટલા માટે છે કે તેઓ આપણાથી દૂર છે. તે સંયમી છે- માટે તેના પર સદ્ભાવ હોય એવું પ્રાયઃ હોતું નથી. પણ ‘તેણે મને હેરાન નથી કર્યો. માટે મને તેના પર સદ્ભાવ છે'- એવું હોવાની સંભાવના વધુ છે. જેમ દૂર રહેલ સાધુ સાધુવેશમાં છે તેમ મારી પાસે રહેલ સાધુ પણ સાધુવેશમાં જ છે. જેમ દૂર રહેલા પાસે ભગવાનનો માર્ગ છે તેમ મારી પાસે રહેલ સાધુ પાસે પણ ભગવાનનો માર્ગ છે જ. તો પછી પાસેના-નજીકના સંયમી પ્રત્યે બહુમાન કેમ નહિ ? સામેવાળો સાધુ પ્રતિકૂળ આચરણ કરે અને આપણો એના પરનો સદ્ભાવ તૂટે તો સમજવું કે જાગેલો સદ્ભાવ તૂટવા માટે જ જાગ્યો હતો. એક સાધુ પ્રત્યે દુર્ભાવ જાગે એટલે ‘અભિપ્રાયમાં અઢી દ્વીપના તમામ સાધુ પ્રત્યે દુર્ભાવ છે' તેમ જ સમજવાનું. એક સંયમીની અવહેલનામાં ત્રણ કાળના તમામ સંયમીની અવહેલનાનું પાપ લાગે છે. માટે જ ઓઘનિર્યુક્તિમાં જણાવેલ છે કે ‘મ્મિ દ્વિિિમ્મ સવ્વ તે દિનિયા કુંતિ (ગા.૨૬)' હિમાંશુસૂરિ મહારાજા એટલે તપસ્વીમાં શિરોમણિ. જો ભૂલેચૂકે એના દોષો બોલીશ તો મારૂં ખરાબ દેખાશે. માટે આપણે તેની નિંદા ન કરીએ. પણ જો કોઈક નાનો સાધુ હોય, જેને ૧૦ મી ઓળી ચાલતી હોય, તેનું ઘસાતું સહેજે સહેજે બોલાઈ જાય કે “પારણામાં જો જો, તૂટી પડશે.” આવું થતું હોય તો તેનું કારણ “મારે કોઈ પણ સાધુ પ્રત્યે દુર્ભાવ કરવો નથી.” એવો દૃઢ પરિણામ કે પ્રણિધાન નથી. માટે કોઈને પણ સહેજે સામેવાળા પ્રત્યે દુર્ભાવ થાય તેવું ઘસાતું બોલાઈ જાય છે. માટે લક્ષ રહેવું જોઈએ કે જે પણ બોલીએ તે સંઘર્ષ ઘટે તેવું બોલીએ, સદ્ભાવ અને સમાધાન થાય તેવું બોલીએ. કોઈની સાથે જૂનો ઝઘડો યાદ ન કરવો-ન કરાવવો કે નવો ઝઘડો ઉભો ૪૬૬ Page #478 -------------------------------------------------------------------------- ________________ ન કરવો. તે તો જ થાય જો આપણી દઢ ભાવના ન હોય કે “મારે કોઈના પણ પ્રત્યે દુર્ભાવ નથી કરવો અને એવા શબ્દો નથી બોલવા કે જેથી કોઈને બીજા સાધુ પ્રત્યેનો અહોભાવ તૂટે.’ શાસ્ત્ર કહે છે કે સાચો સંયમી હોય તે ઝઘડો શાંત કરે. પાણીનો ઘડો મકાનમાં પડ્યો હોય અને અચાનક ફૂટે. પાણીનો રેલો બીજા કોઈના આસન તરફ જતો હોય અને આપણને આળસ હોય તો પણ તેમને સંકલેશ થવાનો હોય એવું લાગે તો તો અવશ્ય તે પાણીને લૂછવા ઉભા થઈ જવું જોઈએ. આ મધ્યમ ભૂમિકા છે. તેમને સંકલેશ થાય તેવું ન લાગે તો પણ, કોઈની પ્રેરણા વિના, ઉલ્લાસથી પાણી લૂછવા ઊભા થઈ જવું તે ઉત્તમ ભૂમિકા છે. તથા તેવા અવસરે ઝઘડો થવાની સંભાવના હોય તો પણ લૂછવા ઊભા ન જ થવું તે કનિષ્ઠ ભૂમિકા છે. આટલી હદે આપણે કદાપિ નીચા ન ઉતરવું. ગોચરી વાપર્યા પછી પાંચ-દસ મિનિટ આંટા મારીએ તેમાં કંટાળો આવતો નથી. પરંતુ આ રીતે સકારણ પણ ઉભા થવાની આળસ આવે તો સમજવું કે “આપણું સંયમજીવન લૌકિક ભાવોથી પળાય છે.' - લૌકિક ભાવથી પળાતું એવું લોકોત્તર સંયમજીવન પ્રાયઃ નિષ્ફળ જાય છે. આપણે કોઈનું પડિલેહણ કરવા સામે ચાલીને જઈએ તો તે કદાચ ના પાડે તેવા ચાન્સ છે. પણ આવી બાબતમાં કાંઈ તે ના નથી પાડવાના. આપણા હાથે જ કડકાઈથી એસિડનું પોતું ફેરવીને આપણામાં રહેલા લૌકિક ભાવોને ઘસી નાખીએ તો આપણું ઠેકાણું પડે. સામેના સંયમીને ઉતારી પાડવા તે લૌકિક ભાવ છે. અઢાઈમાં કદાચ તપસ્વીની સતત સેવા કરીએ. પરંતુ બે વર્ષ પછી પણ આપણે તેમની કરેલી ભક્તિ તેમને જાહેરમાં યાદ કરાવીએ તો તે લૌકિક ભાવ છે. બીજી વાર તપમાં આપણી સહાય લેવાની જરા પણ રુચિ તે તપસ્વીને ન થાય. આમાં એમ સમજવું પડે કે “આપણને સુકૃતમાં રસ નથી. પણ માન કષાય પોષાય તેમાં રસ છે.” પ્રાય: તે માટે જ વૈયાવચ્ચ આદિ આરાધના I૪૬૭ Page #479 -------------------------------------------------------------------------- ________________ કરીએ છીએ. આ રીતે લૌકિક ભાવથી કરેલી આરાધનાના પરિણામે આપણે લીધેલા અનંતા ઓઘા નિષ્ફળપ્રાયઃ ગયા. આ બાબતમાં ઊંડાણથી સંવેદનશીલ હૃદયે વિચારીએ તો વર્તમાનમાં મળેલ ઓઘો કેવી રીતે સફળ બને? તે અંગે ઘણું વિચારી શકાય. નિશીથભાષ્યમાં, બૃહત્કલ્પભાષ્યમાં અને ઘનિર્યુક્તિમાં દષ્ટાંત આવે છે કે - જંગલમાં એક વાર બે કાચીંડા વચ્ચે ઝઘડો થયો. ત્યાં જાગૃત એવા વનદેવતાએ બીજા પ્રાણીઓને ચેતવણી આપતા કહ્યું કે “પ્રાણીઓ ! જાગો. આ કાચીંડાને ઝઘડતા બંધ કરો. તેમને શાંત કરો.” જંગલમાં પ્રાણીઓએ આ સાંભળવા છતાં ઉપેક્ષા કરી કે “આ બે કાચીંડા ઝઘડે તેમાં જંગલને કે આપણને શું નુકસાન થવાનું ?', અને પેલા બે કાચીંડા ઝઘડતા રહ્યા. ત્યાં એક હાથી શાંતિથી સૂતો હતો. એક કાચીંડો ભાગતો-ભાગતો હાથીની સૂંઢની અંદર ઘૂસી ગયો. તેની પાછળ બીજો કાંચીડો સુંઢમાં ઘૂસી ગયો. તોફાની કાચીંડા અંદર ઘૂસવાને લીધે તે હાથી વેદનાથી ગાંડો બની ગયો અને જંગલના ઝાડો તોડવા માંડ્યો. એમ જંગલને ખેદાનમેદાન કરતો તે હાથી સરોવરની પાસે પહોંચ્યો અને તે સરોવરની પાળ પણ તોડી નાંખી. આખા જંગલમાં સરોવરનું પાણી ફરી વળ્યું. જંગલના નાના-મોટા હજારો પ્રાણીઓ ખલાસ થઈ ગયા. માત્ર બે નાના પ્રાણીના ઝઘડાથી આખું જંગલ ખતમ થઈ ગયું. આ ઘટનાને દર્શાવતા નિશીથભાષ્ય અને બૃહત્કલ્પભાષ્યમાં જણાવેલ છે કે णागा जलवासीया ! सुणेह तस-थावरा !। सरडा जत्थ भंडंति अभावो परियत्तई ।। वणसंडसरे जल-थल-खहचर-वीसमण देवयाकहणं । वारेए सरडुवेक्षण धाडण गयणास चूरणता ।। (નિ.મા.૨૭૮૫/૮૬, પૃ.મા.૧૭૩૨/ર૦૦૭) નાની નબળી ઘટનાને શરૂઆતથી જ અટકાવીએ તો મોટા નુકસાનમાંથી બચાય. માટે જ આવશ્યકનિયુક્તિ કહેલ છે કે -૪૬૮ – Page #480 -------------------------------------------------------------------------- ________________ अणथोवं वणथोवं अग्गिथोवं कसायथोवं च । ન ટુ મે વિસિયä, થોડં પિ સે વહું રોટ્ટ || (ા.નિ.૦૨૦) ઋણ (દવું), શરીરનો વ્રણ (ઘા), આગ અને કષાય -આ ચારેય નાના હોય તો પણ તેનો ભરોસો ન કરવો. તેનાથી કદાપિ નિર્ભય ન રહેવું. કારણ કે નાના દેખાતા તે કયારે વિકરાળ-મહાકાય-દારુણ બની જાય ? તે અંગે કશું કહી ન શકાય. માટે ક્યારેય પણ શાંત પડી ગયા હોય તેવા ઝઘડાને સાધુએ ફરીથી ભૂતકાળનો કોઈક નબળો પ્રસંગ યાદ કરાવીને તાજેતરમાં ઉદીરણા કરીને ઉભો ન કરવો અને કોઈની પણ જોડે કોઈને પણ ઝઘડો થયો હોય તો તેને તરત જ શાંત કરવો. કાયમ પાણી બનવું પણ પેટ્રોલ તો હરગીઝ ન બનવું. આપણે જો બીજાને અસમાધિ આપીએ તો ભવિષ્યમાં આપણને પણ અસમાધિ જ મળે ને ! આપણે જે કરીએ છીએ તે પીચકારી નથી પણ ફુવારો છે. પીચકારીમાંથી છોડેલું પાણી સામેવાળા પર જાય. જ્યારે ફુવારામાંથી પાણી આપણા જ ઉપર આવે. માટે જો પાણી ભરવું હોય તો ગંગાનું પાણી ભરવું, ગટરનું નહિ. આપણને પાણી ભરવાનો અધિકાર છે પણ પછી જે ભરેલ હોય તે જ અનુભવવું પડે- તેનાથી જ ભીંજાવું પડે. આપણે જેવું વલણ દેખાડીએ/કેળવીએ તેના આધારે પડઘા પડે. માટે જો જાગૃતિ કેળવીએ તો અધિકરણ = ઝઘડો થાય નહિ. આપણી પ્રત્યેક પ્રવૃત્તિ “પાણી ભરવા જેવી છે. પણ જાગૃતિ હશે તો ગંગાનું પાણી ભરાશે, નહિ તો ગટરનું પાણી ભરાશે. શાસ્ત્ર એ ગંગાનું પાણી છે અને દુર્ભાવ તે ગટરનું પાણી છે. શું ભરવું? તે આપણા હાથમાં છે. તે સમજવા છતાં ગટરનું પાણી જ ભરવાનું કામ કરશું તો આપણે ધિક્કારને પાત્ર અને સજાને પાત્ર બનશું. સંસારી તો અજ્ઞાની છે માટે દયાને પાત્ર ગણાય પણ આપણે નહિ. માટે પ્રત્યેક પળની જાગૃતિથી સંયમી પ્રત્યે સદ્ભાવ ટકાવીએ અને પરમપદને પામીએ એ જ મંગળ કામના. '૪૬૯ Page #481 -------------------------------------------------------------------------- ________________ શૌહજ અનાટિનનું તાત્પર્ય ૧૪મું અસમાધિસ્થાન છે - નિસાયકારી વા સ્વાધ્યાય તે સમાધિનું કારણ છે. પણ અકાળે સ્વાધ્યાય કરવો તે અસમાધિનું કારણ છે. આચારાંગ વગેરે કાલિકશ્રુતને (જેમાં કાલગ્રહણ લેવા પડે તેવા આગમોને) ભણવા માટે ૧ લા અને છેલ્લા પહોરનો કાળ છે. આ રીતની જે મર્યાદા શાસ્ત્રમાં બતાવી છે તેનું ઉલ્લંઘન જો સાધુ કરે તો પ્રાંતદેવતા- નજીકના ક્ષેત્રના મિથ્યાત્વી દેવતા તેને હેરાન પણ કરી શકે. ગાંડા કરે-માંદા કરે ને ઉન્મત્ત બનાવે. તેનાથી મૃત્યુ પણ આવી શકે. આવું નિશીથભાષ્ય તથા ઓઘનિર્યુક્તિમાં આવે છે. જે સમયે જે કરવાનું હોય તે સમયે તે કરો તો તે સ્વ-પરને સમાધિનું કારણ બને. માટે જ શાસ્ત્રકારોએ સૂત્ર આપ્યું કે “ાને વાતં સમાયરે” (દશવૈકાલિકસૂત્ર-પ/ર/૪). નિશીથસૂત્ર મુજબ, સામાન્યથી સૂર્યોદય પહેલાની ૪૮ મિનિટ, સૂર્યાસ્ત પછીની ૪૮ મિનિટ, પુરિમુડ઼ઢની આગળની અને પાછળની ૨૪-૨૪ મિનિટ અને મધ્યરાત્રિની ૪૮ મિનિટ એ કાળવેળા છે. સ્વાધ્યાય માટે તે અકાળ છે. આ સમયે વ્યન્તરાદિ દેવો અવરજવર કરતા હોય અને કરાતા (આગમાદિસંબંધી) સ્વાધ્યાયમાં રહેલા મંત્રાક્ષરગર્ભિત અક્ષરો અને ધ્વનિના કારણે દેવતાઓને ચાલવામાં વિન્ન થાય, અલના થાય. આવશ્યક નિર્યુક્તિ (ગા.૧૩૩૬) અને નિશીથચૂર્ણિમાં દષ્ટાંત આવે છે કે- એક વાર સાધુ રાત્રે ૧૨-૩૦ વાગે સ્વાધ્યાય કરતા હતા. તે જોઈને ત્યાં રહેલી શાસનદેવી ભરવાડણના વેશમાં પસાર થાય છે અને બોલે છે “છાસ લો, છાસ...” આ સાંભળી પેલા १. अकालसज्झायकारी य कालियसुयं उग्घाडापोरिसीए पढइ, पंतदेवया असमाहीए जोएइ । H૪૭૦ (૪૭૦ Page #482 -------------------------------------------------------------------------- ________________ સાધુએ ઠપકો આપ્યો. “આ કાંઈ છાસ વેચવાનો સમય છે ? અત્યારે છાસ કોણ લે ?” અને ત્યારે અત્યારે કાંઈ સ્વાધ્યાયનો સમય છે?” એમ સમજાવી દેવી પાછા ગયા. સાધુને હેરાન કોણ કરે ? ભગવતીસૂત્રમાં જણાવ્યા મુજબ અડધા સાગરોપમ કરતાં ન્યૂન આયુષ્ય વાળો દેવ સાધુને (આપણને) ચલાયમાન ન કરી શકે. કારણ કે આપણે વ્યવહારથી જયણાપૂર્વક ભગવાનના માર્ગે ચાલીએ છીએ. તેથી ઈરાદાપૂર્વક આરાધનામાં ઘાલમેલ કરીએ અને આજ્ઞાનો ભંગ કરીએ તો જ આપણને તે દેવતા હેરાન કરે, માંદગી આપે વગેરે થઈ શકે. માંદગી વગેરેમાં તીવ્ર સંક્લેશ થાય તો ભૂતકાળની તમામ સાધના ઉપર પાણી ફરી વળે તેવું પણ બને. સામાન્યથી જેનું આયુષ્ય અડધા સાગરોપમ કરતા ઓછું હોય તે વ્યંતર, ભવનપતિ વગેરે નીચેના નિકાયના દેવ તથા ફક્ત પ્રથમ-દ્વિતીય વૈમાનિક દેવલોકના દેવ હોય. તેઓ અપ્રમત્ત સાધુને હેરાન કરી શકે નહિ. પૂર્વધરના શાસ્ત્રો અને આગમશાસ્ત્રો કાળના સમયે ભણાય નહિ. પણ વ્યવહારસૂત્રના સાતમા ઉદેશામાં જણાવ્યું છે કે પૂર્વધરરચિત સ્તોત્રનો પાઠ કાળના સમયે પણ થઈ શકે, માટે નમિણ, કલ્યાણમંદિર (જે સિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજાએ બનાવેલા છે તે) બેસતા વર્ષે છ વાગ્યે અને દિવસના પણ અકાળ સમયે સ્તોત્રપાઠરૂપે બોલી શકાય. આગમનું અકાળ સમયે રીવીઝન = પુનરાવર્તન ન થાય, પણ ચિંતન થઈ શકે. વૃદ્ધાવસ્થા કે અત્યંત મંદસ્મૃતિ વગેરે કા૨ણે ભૂલી ન જવાય માટે અપવાદમાર્ગે ગુરુ રજા આપે તો રીવીઝન (પક્ખીસૂત્ર વગેરેનું) થઈ શકે. હરિભદ્રસૂરિ મહારાજા પૂર્વધર નહોતા. માટે તેમના ગ્રંથો શાશ્વતી ઓળી વગેરે અસાયના દિવસોમાં પણ વાંચી શકાય. કર્મગ્રંથ છઠ્ઠો અને કમ્મપયડી શિવશર્મસૂરિ મહારાજાએ બનાવેલા છે. તે પૂર્વધર હતા. માટે કાળવેળાએ તે ગ્રન્થો ન ભણી શકાય. નવતત્ત્વ પણ ન ૪૭૧ Page #483 -------------------------------------------------------------------------- ________________ ભણાય. (ફાગણ આદિ) ચોમાસીના અઢી દીવસ અને શાશ્વતી ઓળીના ૧૨ દિવસ અસક્ઝાય ગણાય. એક મત મુજબ શાશ્વતી ઓળીના પ્રથમ ત્રણ દિવસ સિવાય તત્ત્વાર્થસૂત્ર વગેરે ભણી શકાય. સામાન્યથી આગમાદિનો સ્વાધ્યાય તે સમાધિનું કારણ છે. પણ તેની મંત્રશક્તિનો પ્રભાવ શુદ્રદેવતા સહન કરી ન શકે. ચાર સંધ્યા (કાળવેળા) તેવા દેવોની અવરજવર વધારે રહે છે. માટે ત્યારે સ્વાધ્યાય ન કરવાનું શાસ્ત્રકારોએ જણાવેલ છે. તે જ રીતે મકાનમાં સાધુ માંદા હોય ત્યારે અસ્વાધ્યાયનો સમય જાણવો. વૈયાવચ્ચના સમયે ગ્લાનની સેવા ન કરે અને ભણે તે ભણવા છતાં જ્ઞાનાવરણ કર્મ બાંધે છે. વળી સંયમીની ઉપેક્ષા કરવાથી ચારિત્રાવરણ બાંધે છે. નિરપેક્ષપણે આજ્ઞાભંગના પાપે મિથ્યાત્વ મોહનીય કર્મ પણ બાંધે. જો ગ્લાન સાધુની સંભાળ માટે વ્યવસ્થા થઈ હોય અને પોતે સ્વાધ્યાય કરે તો વાંધો નથી. પરંતુ તેવું ન હોય અને પોતે સ્વાધ્યાય કરે તો બંધાયેલ જ્ઞાનાવરણ અને મોહનીય કર્મ એકીસાથે ઉદયમાં આવે જેના કારણે એકાંતે અસમાધિ થાય. અન્ય સંયમીને અસમાધિ કરાવનાર યોગ આપણને પણ અસમાધિ કરાવે. માંડલીમાં બાળમુનિ, વૃદ્ધસાધુ ગ્લાન વગેરે હોય અને રોજ ગોચરી વધ-ઘટ થવાની ઘણી શક્યતા હોય અને બીજા કોઈ વધેલું વાપરી શકે તેમ ન હોય તેમ છતાં ત્યારે પોતે એકાસણા પકડી જ રાખે અને ગોચરી વધે તો કાયમ પરઠવી દે તેવું ન ચાલે. ગ્લાનને અસમાધિ થાય તેવું ન ચાલે. ગ્લાન માટે જે છાસ લાવીએ તે છાસ મોળીના બદલે ખાટી નીકળે. ગ્લાન વાપરે અને વધારે તબિયત બગડે એવું હોય તો તેવા સમયે પોતે નવકારશી રાખી હોય તો ગ્લાનને અસમાધિ ન થાય માટે પોતે વાપરી જાય. આવા સમયે ગ્લાનને અસમાધિ થાય તે ન ચાલે. તેવા સંયોગમાં જડતાથી પકડી રાખેલ એકાસણાની આરાધના પણ આત્માને ૪૭૨ Page #484 -------------------------------------------------------------------------- ________________ વિરાધક બનાવે. આવા સમયે એકાસણાના અભિગ્રહપૂર્વક કે ધારણાઅભિગ્રહપૂર્વક નવકારશી વગેરે પચ્ચકખાણ થઈ શકે. આમ દરેક આરાધનામાં વિવેક મુખ્ય છે. વિવેક મૂકાય તેવી આરાધના માયકાંગલી બને છે અને જેમાં વિવેક ભળે તેવી આરાધના મજબૂત અને ચેતનવંતી બને છે, આનંદ અને પ્રસન્નતા વધારનારી બને છે. તેનાથી “હું ભગવાનના માર્ગે ચાલુ છું.” એવી પ્રતીતિ ચોક્કસ થાય. આરાધનાના ભાવ તો અભવ્યને પણ જાગે. પણ આરાધકપણાની પ્રતીતિ થવી તે એક અલગ ચીજ છે. વિવેકદષ્ટિવાળાને આરાધનાના ભાવ હોય પણ ‘હું ભગવાનના તાત્ત્વિક આશયપૂર્વકનું અંતરંગ જીવન જીવું છું.’ એવો અંદરમાંથી સ્વયંભૂ અણસાર મળે તે અલગ જ ચીજ છે. જેટલો પારમાર્થિક માર્ગ સમજ્યા છીએ તેટલો માર્ગ વિવેકને ચૂક્યા વિના, શક્તિને છૂપાવ્યા વિના પાળીએ તો આ પ્રતીતિ થાય. વર્તમાનમાં આપણું જીવન આમ તો બકુશ અને કુશીલ છે. પરંતુ (૧) આપણે પરાર્થવ્યસની ભગવાનનો જેટલો માર્ગ જાણીએ (૨) જેટલા પ્રમાણમાં તે માર્ગે ચાલવાની શક્તિ હોય અને (૩) આપણો ક્ષયોપશમ જેટલો પહોંચે તે રીતે પ્રામાણિકતાથી અને સરળભાવે પ્રયત્ન કરીએ તો સંતોષ થાય કે ‘હું ભગવાનના અંતરંગ આશયને સાચવીને આરાધના કરૂં છું.' જો આવું હોય તો “સખ્યાપ્ વકૃતો વળે વળે નળેક વેરાં' આ ઉક્તિ આપણા માટે સાચી પડે. બાકી પોપટ પાઠની જેમ સ્વાધ્યાય કરવાથી ઝાઝો અર્થ સરતો નથી. માંદગીમાં હોસ્પિટલમાં દાખલ થવું પડે ત્યારે તપ, સ્વાધ્યાય, ઊભા-ઊભા પ્રતિક્રમણ વગેરે કાંઈ થવાનું નથી. આપણી પ્રસન્નતા જો માત્ર બાહ્ય આરાધનાથી ટકતી હોય તો ત્યારે પ્રસન્નતા ટકશે કેવી રીતે ? જેટલા લોકોત્તર ભાવો કેળવેલા હોય તેના આધારે સાચી પ્રસન્નતા ટકે. બાકી તેવા સંયોગમાં એકાસણા ન થવાની હાયવોય કરવી તે ૪૭૩ Page #485 -------------------------------------------------------------------------- ________________ તો આર્તધ્યાન જ છે. દરેક સંયમી પાસે એવી કળા હોવી જોઈએ કે પ્રત્યેક યોગ અને પ્રત્યેક પરિસ્થિતિ પોતાના માટે માત્ર સંવર અને નિર્જરામાં ફેરવાઈ જાય. પ્રત્યેક પરિસ્થિતિમાંથી અસંગ રીતે પસાર થવાનું છે. આનો ઊંડો વિચાર હોવો જોઈએ. રોજીંદા જીવનમાં ઉપલક સંતોષ હોય પણ આ પ્રકારની જીવન પદ્ધતિથી તાત્ત્વિક આત્મકલ્યાણ કેટલું ?” એ વિચારીએ નહિ તો ઠેકાણું ન પડે. ભગવાનના અંતરંગ માર્ગની પ્રાપ્તિની ખરી ઝંખના અંદરમાં ઉગે તો ભગવાનનો માર્ગ મળે. બાકી શાસ્ત્રમાં લખાયેલો, રજોહરણ લઈને, વેશપરિવર્તન કરીને વ્યવહારથી પાંચ મહાવ્રત પાળવાનો બહિરંગ માર્ગ તો અભવ્યને અને આપણને અનંતીવાર મળ્યો. અત્યારે ઉપલબ્ધ ૪૫ આગમો ભેગા કરો તો પણ તે “૧ પૂર્વ જેટલા પણ પ્રમાણવાળા ન થાય. માટે કંઠસ્થ થયેલ શાસ્ત્ર, ગાથાનો સ્ટોક, પ્રવચનની શક્તિથી કે શિષ્ય પરિવારથી ઠેકાણું ન પડે. આપણી આંતરિક નિર્મળ અને કોમળ પરિણતિના આધારે આપણું ઠેકાણું પડે. “કોઈ પણ પરિસ્થિતિમાં મારા પરિણામ મોક્ષાભિમુખ રહે છે કે નહિ ? માયા-મમતા-મહત્ત્વાકાંક્ષાથી અંતઃકરણ મલિન તો થતું નથી ને ? પુણ્યોદયનું આકર્ષણ અંદરમાં અડ્ડો જમાવીને બેસેલ નથી ને ?” એ વિચાર જો સતત જાગતો રહે તો દેવગુરુકૃપાથી મળેલ કોઈ પણ વસ્તુનું અજીર્ણ ન થાય. કર્મસત્તા સામે આપણી જીત આપણા આંતરિક સ્વચ્છ પરિણામથી છે, ભગવાનના આશય મુજબના પરિણામથી છે. તપ-ત્યાગ- પ્રભાવનાઉપધાન કરાવવા-સંઘ કઢાવવા વગેરે માત્ર બાહ્ય પ્રવૃત્તિથી જીત નથી. જ્યારે પ્રત્યેક યોગ આપણામાં પરિણમે, આપણને પ્રસન્ન બનાવે, આત્મસંતોષ કરાવે તો સમજવું કે આપણે ભગવાનના માર્ગ છીએ. વ્યવહારથી દીક્ષા પર્યાયની વૃદ્ધિ અને મળેલી પુણ્યશક્તિ, સત્તા કે અધિકાર ભગવાનના માર્ગને અપાવતા નથી. ૪૭૪ Page #486 -------------------------------------------------------------------------- ________________ તે માટે નિરંતર જાગૃતિ કેળવવી પડે કે “માત્ર બાહ્ય આરાધના અને પુણ્ય ઉપર મારે મદાર નથી બાંધવો. પણ ભગવાનના વચન મુજબ અંદરની પરિણતિ ઘડીને મારે નિશ્ચિત બનવું છે.” આ જાગૃતિ સાથે જિનવચનો ઘંટાય, તેનું પરિશિલન - ચિંતન - મંથન થાય, આંખના આંસુ અને હૃદયના સમર્પણ પૂર્વક આત્માના ઉદ્ધારની તમન્ના થાય તો મળેલ યોગસાધના તારક બને. તેનાથી ઊંધુ કરવામાં અર્થાત્ ભગવાનની ના હોય તે કામ કરવામાં, તે રીતે કામ કરવામાં આજ્ઞાભંગનું પાપ લાગે અને તેનાથી અસમાધિ થાય. કારણ આજ્ઞાભંગમાં આજ્ઞાથી વિપરીત પરિણામ રહેલા છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા ઉપદેશપદ (ગા.૨૩૮) ગ્રંથમાં કહે છે કે શુદ્ધ આજ્ઞાબહુમાન = આજ્ઞાયોગ તે મોક્ષમાર્ગ છે. “પ્રત્યેક સંયોગોમાં મારા પરિણામ કેવા કરૂં એવી જિનાજ્ઞા મને મળેલી છે?” – આ વિચાર કરીને તે મુજબ વલણ-વર્તન કેળવવું તે મોક્ષમાર્ગ છે, આજ્ઞાયોગ છે. શાસ્ત્ર દ્વારા તેવી પ્રવૃત્તિ અને પરિણામ જાણીને સંયમી તે અનુસાર જીવન બનાવે તો જ આજ્ઞાબહુમાન તાત્ત્વિક કહેવાય અને તો જ વિશુદ્ધ આજ્ઞાયોગ મળે. માટે “વર્તમાનમાં હું શું કરું કે જેથી (૧) તે બધું ભગવાનને માન્ય થાય ? (૨) ગુરુ-આજ્ઞાનું પાલન થાય? (૩) વિશુદ્ધ સંવર અને પ્રબળ નિર્જરા થાય ?' આ વિચારવું જોઈએ. વિહારમાં નૂતન દીક્ષિત સૌથી પાછળ હોય તો તેની સાથે રહેવાનો વિચાર આરાધક બનાવે, ભલે આપણે મોડા પહોંચીએ. તેના બદલે તે એકલા પડી જાય તો તેમાં શક્યતા એ છે કે કદાચ તેનો સંયમ પ્રત્યેનો સદ્ભાવ અને સંયમી પ્રત્યેનો વિશ્વાસ તૂટી પડે. આરાધનાથી તાત્ત્વિક કલ્યાણ તો જ થાય, જો આરાધકભાવને ટકાવીને આરાધના કરીએ. આરાધકભાવ ખતમ કરીએ તો તેવી આરાધના પરમાર્થથી કલ્યાણકારી બની ન શકે. દા.ત. બોલતી વખતે મુહપત્તિનો ઉપયોગ ન રાખે એવા સાધુ તેના સંયમ ની તાત્વિક ૪૭૫ Page #487 -------------------------------------------------------------------------- ________________ પરનો દ્વેષ, આપણી મુહપત્તિના ઉપયોગપૂર્વક બોલવાની આરાધના પર પાણી ફેરવી દે. તે જ રીતે નવકારશી કરનારા ઉપર દ્વેષ, દોષિત ગોચરી વાપરનારા પર દ્વેષ, પ્રતિક્રમણ બેઠા બેઠા કરનારા ઉપર દ્વેષ અને અણગમો આવે તો આપણી અન્ય આરાધના વિશુદ્ધ અને અપ્રમત્ત દેખાતી હોય છતાં પણ તે અંદરથી સડેલી છેતેમ જાણવું. માટે રોજ ૫-૧૦ મિનિટ આ બધું વિચારીએ તે જરૂરી છે. ઓઘો બાંધતા, કાપ કાઢતા આ વિચારીએ કે હું જે કરું છું તેમાંથી ભગવાનને માન્ય કેટલું? હું જે પરિણામથી કરૂં છું તે પરિણામ પણ ભગવાનને માન્ય કેટલો ?” સંયમજીવનની પ્રત્યેક પ્રવૃત્તિ તે આરાધના છે. પણ તેમાં આરાધકભાવ ભળે તો તે બળવાન બને. દૂધપાક બનાવવા દૂધમાં સાકર નાખવાની ન ભૂલાય અને મીઠું ન નખાય. તેનાથી વહુ ફૂવડ”માં ગણાય. અહીં દૂધના સ્થાને આરાધના, મીઠાના સ્થાને વિરાધકભાવ અને સાકરના સ્થાને આરાધકભાવ સમજવા. સાકર નાખવાની ભૂલાય અથવા મીઠું નખાય તો વહુનું સ્થાન નીચું ઉતરે તેમ આરાધકભાવ ન ભેળવું અથવા વિરાધભાવ લાવું તો કેવળીની દૃષ્ટિમાં મારું સ્થાન નીચું ઉતરે. “હું ક્યાં છું ?” એની ગતાગમ ન હોય તો જીંદગી પૂરી થઈ જાય અને જ્ઞાનીની દૃષ્ટિમાં નીચે ઉતરેલો રહી જાય. “હું શું કરું? એવી ભગવાનની, ગુરુની અને શાસ્ત્રની આજ્ઞા મને મળેલી છે તે વિચારવું. “હું શું કરું તો ભગવાન પ્રસન્ન થાય ?” તે વિચારવું. આપણે સ્વાધ્યાય કરવાનો તે શા માટે ? વિદ્વત્તા માટે? કે કર્મબંધ ન થાય તેવું જીવન બનાવવા માટે ? રોજ એક જણ પાંચ ગાથા ગોખે. એક દિવસ ગાથા ગોખવાની ભૂલાઈ ગઈ અને મનમાં તેનો રંજડંખ રહે તો આવો ડંખ દેવલોક આપી શકે. પરંતુ “એક પણ ગોખેલી ગાથા ક્યારેય પરિણમી નહિ તેનો સાચો ડંખ જો ઉભો ૧. ‘તુમ તુટે સુખ થાય, મનના માન્યા.” (ઉપાયશોવિજયકૃત સ્તવન- ચંદ્રપ્રભ જિન સાહેબા રે...) '૪૭૬ Page #488 -------------------------------------------------------------------------- ________________ થાય તો તે મોક્ષ આપે. કેવળ સ્વર્ગની યાત્રા તો અભવ્ય જીવ અને દૂરભવ્ય જીવો પણ કરે છે. આપણે શું એના રસ્તે ચાલવાનું ? કે પછી આસન્નભવ્ય મુક્તિગામી જીવોના રસ્તે ચાલવાનું? દોષની સૂગ આવે, તેનો ડંખ ઊભો થાય તો પ્રતિક્રમણ પણ ભાવપ્રતિક્રમણ બની શકે. બાકી બે ટાઈમ પ્રતિક્રમણ ઉભા ઉભા કરવામાં માત્ર મિથ્યા સંતોષ આવે. તેનાથી કેવળ સ્વર્ગ મળે. પરંતુ સ્વર્ગ દુર્લભ નથી. સ્વર્ગની યાત્રા તો ઢોર પણ કરે છે. મોટા ભાગની દેવની સંખ્યા તિર્યંચો પૂરી કરે છે. કારણ મનુષ્ય સંખ્યાતા છે અને ઉત્પન્ન થતા દેવો અસંખ્યાતા છે. સંખ્યાતા મનુષ્યોથી દેવલોકના અસંખ્યાતા દેવોની સંખ્યા કેવી રીતે પૂરાય ? અને નારકી કે દેવ તો મરીને દેવરૂપે બની ન શકે. માટે માનવું જ પડે કે તિર્યંચો દેવ બનીને ત્યાંની બાકીની સંખ્યા પૂરી કરે છે. તેથી સ્વર્ગની યાત્રા કરવામાં કાંઈ મોટી ધાડ નથી મારવાની. આમ ભાવઅનુષ્ઠાન માટે આજ્ઞાપાલનનો પરિણામ અને દોષનો ડંખ ઊભો કરવાનો. શાસ્ત્રમાં અકાળે સ્વાધ્યાયનો નિષેધ કર્યો છે. માટે તે અંગે પણ આજ્ઞાપાલનનો પરિણામ ઉભો કરવાથી અસમાધિથી બચી જવાય. ઠાણાંગજી વગેરે શાસ્ત્રમાં પાસત્થા, બકુશ અને કુશીલ ત્રણની વાત આવે છે. પાસત્થાના મૂળ ગુણ અને ઉત્તરગુણ બન્નેમાં ખામી હોય અને છતાં તેનો ડંખ પણ ન હોય. બકુશના ઉત્તરગુણમાં ખામી હોય અને કુશીલના મૂળ ગુણમાં ખામી હોય. પણ આ બન્નેને તે ખામીનો ડંખ છે. માટે તેમનું સમ્યગ્દર્શન તેટલા અંશે ઝળહળતું છે. તે શક્તિ મુજબ માર્ગમાં પાછા આવે છે, રીવર્સ થાય છે. કર્મની સામે બાથ ભીડે છે. આંતરિક પરિણામોને ભગવાનના માર્ગ ઉપર સ્થિર રાખે છે. પોતે શિથિલ છે, પણ તેમાં ડંખ છે. એને ભગવાનની આજ્ઞા પાળવાની તમન્ના પણ છે. માટે ગુણસ્થાનકનો વિચાર કરીએ તો પાસત્થા ૧લા ગુણસ્થાનકે આવે અને બકુશ તથા કુશીલ ૬ કે ૭ મે ગુણસ્થાનકે આવે. ૪૭૭ Page #489 -------------------------------------------------------------------------- ________________ તેઓને માર્ગનો પ્રેમ છે. “મારે અકાળે સ્વાધ્યાય નથી કરવો. ગ્લાનસેવાના અવસરે ચોપડી પકડવી નથી. સ્વાધ્યાયના અવસરે સ્વાધ્યાય કરવો છે. અકાળ છોડીને યોગ્ય કાળે ઉત્સાહપૂર્વક સ્વાધ્યાય કરનારને ધન્ય છે. તેમની સેવાનો લાભ મળે તો સારું” આ પ્રમાણે માર્ગે ચાલવાના પરિણામ બકુશ-કુશીલને છે. પણ કર્મની સામે આત્માનું બળ ઓછું પડે છે. માટે દોષની આલોચના કરે છે. તેથી તેને છઠ્ઠ ગુણસ્થાનક હોય. પણ પોતે કરેલી ભૂલમાં દલીલબચાવ આવે તો બકુશ કે કુશીલ પણ પાસત્થામાં ઉતરી જાય. અહીં સમજી રાખવું કે નિશ્ચય નથી તો ૧૮૦૦૦ શીલાંગમાંથી એક પણ ન હોય તો છઠ્ઠ ગુણસ્થાનક ન ટકે. માટે જીવનમાં દોષનું સેવન કરતી વખતે માર્ગનો પ્રેમ છે કે નહિ ? માર્ગપક્ષપાત ખતમ થાય છે કે જાગતો રહે છે ? તે માટે સતત જાગૃત રહેવું. પ્રાયઃ આ વાતમાં ગુરુ કાંઈ વારંવાર પૂછવાના નથી. પૂછે તો આપણને પ્રાયઃ ગમવાના નથી. આપણે આપણી જાતે જ આ બાબતમાં આપણા ગુરુ બનવું પડે. ભગવાન કે ગુરુદેવ તો યોગ્યતા મુજબ માર્ગ બતાવે. મનના પરિણામ ઉભા કરવાની જવાબદારી આપણી છે. દીક્ષા લીધેલ તમે બધા ખાનદાન છો. મોક્ષની ઝંખનાથી નીકળેલા છો. પણ હવે ગાડી મૂળ પાટે છે કે આડે અવળે ? તે વિચારવું રહ્યું. ४७८ Page #490 -------------------------------------------------------------------------- ________________ | Uહરણું અક્ષરાદિસ્થાન : શાસ્ત્રહવામાં ससरक्खपाणिपाओ' સચિત્ત એવી પૃથ્વી વગેરેથી યુક્ત તે સ-સરખ. તેવા હાથપગવાળો = સસર-પાવાગો. અંડિલ = અચિત્ત જમીન અને અસ્થડિલ = સચિત્ત જમીન. સામાન્યથી સાધુએ વિહાર અચિત્ત જમીન પર જ કરવાનો હોય. પણ કદાચ સંયોગવશ સચિત્ત પૃથ્વી વગેરે વાળા રસ્તે ચાલ્યા બાદ અચિત્ત પૃથ્વીવાળો રસ્તો આવે તો પગ પ્રમાર્જવાની વિધિ છે. નહિ તો પૃથ્વીકાયના જીવને પીડા-અસમાધિ થાય. તે આ રીતે - આચારાંગના ૧ લા અધ્યાયમાં અકાયશસ્ત્રની વાત આવે છે. પૃથ્વીકાયની વિરાધના જે પૃથ્વીકાય કરે તે સ્વકાયશસ્ત્ર બને. એટલે કે ઉપર કહ્યું તેમાં સચિત્ત પૃથ્વી જો અચિત્ત પૃથ્વીની સાથે ભેગી થાય તો અચિત્તપૃથ્વી શસ્ત્રનું કામ કરે અને સચિત્તપૃથ્વીની વિરાધના = અસમાધિ થાય. ખ્યાલ રાખવા જેવું એ છે કે પગ ઉપાડીએ ત્યારે તળિયાની માટી તો સ્વાભાવિક રીતે ખરી પડે છે પણ પગના ઉપરના ભાગની માટી-રજકણ પગ પર જ રહી જાય છે. તેથી પગ પૂંજવાના છે તેમાં પગનો ઉપરનો ભાગ દંડાસણથી પૂજવાનો, જેથી તે સચિત્ત માટીની વિરાધના ન થાય. તે રીતે અચિત્ત જમીન પરથી સચિત્ત જમીન પર ચાલવાના પ્રસંગે પણ પગ પૂંજવા, જેથી સચિત્ત માટીના જીવની વિરાધના ન થાય. તે રીતે વિહાર કરતા કાળી માટીમાંથી પીળી માટીના ખેતરમાં સાધુ જાય તો પણ પગ પૂંજે. જેથી વિરાધના १५. ससरक्खपाणिपाओ भवइ ससरक्खपाणिपाए सह सरक्खेण ससरक्खे अथंडिल्ला थंडिलं संकमंतो न पमज्जइ थंडिल्लाओवि अथंडिल्लं कण्हभोमाइसु विभासा ससरक्खपाणिपाए ससरक्खेहिं हत्थेहिं भिक्खं गेण्हइ अहवा अणंतरहियाए पुढवीए निसीयणाइ करेंतो ससरक्खपाणिपाओ भवति । - आवश्यकनियुक्ति-हारिभद्रीयवृत्ति । H૪૭૯E Page #491 -------------------------------------------------------------------------- ________________ ન થાય, પગ ઉપર લાગેલી માટી બીજી માટીનું સ્વકાયશસ્ત્ર ન બને. ઘણી વાર શોર્ટકટ કાઢતા આવું બનતું હોય છે. - પૃથ્વીથી પૃથ્વીની વિરાધના તે સ્વકાય શસ્ત્રથી વિરાધના અને પૃથ્વીની પાણીથી વિરાધના તે પરકાય શસ્ત્રથી પૃથ્વીકાયની વિરાધના. અશુચિમય અંડિલ ભૂમિથી આવીને પગને પૂજ્યા વિના પાણીથી ધોવામાં માટીના જીવોની પાણી દ્વારા વિરાધના થાય. આ પરકાય વિરાધનામાં પણ જાગૃત થવા જેવું છે. પ્રશ્ન :- વર્તમાનમાં તો ડામરના પાકા રોડ બની ગયા છે. તેથી એક ગામથી બીજે ગામ જવામાં માટી બદલાય અને તેથી પગ પૂંજવાનું જણાવેલું પ્રયોજન રોડ ઉપરના વિહારમાં હાલમાં પ્રાયઃ રહેતું નથી. તો પગ પૂંજવા કે નહિ ? જવાબ :- તેમાં જીવની અજયણા કદાચ ન થતી હોય તો પણ પગ પુંજીએ તો આપણા મનમાં જીવદયાના પરિણામ ટકી રહે. જો પગ પૂજવાની ટેવ પાડેલી હોય તો જીવદયાના પાડેલા સંસ્કારોના લીધે કોઈ આવી પડેલા પ્રસંગે અજાણતા પણ વિરાધના ન થાય. માટે પગ પૂંજવાનું ચાલુ રાખવું. વિરાધના ઉપરાંત ભગવાનની આજ્ઞાને પાળવાનો પરિણામ ઘસાઈ ન જાય તે વધારે મહત્ત્વનું છે. ભગવાનની આજ્ઞા છે કે ગામનો રસ્તો બદલાય એટલે નવા રસ્તે જતાં પગ પૂજવાના. તે જ રીતે રાત્રે વિહાર કરતા અંધારામાં પહોંચીએ અને સૂર્યાસ્ત ઉપર એક કલાક થઈ જાય તો પછી વસતિ જોવી કે ન જોવી ? તે પ્રશ્નનો જવાબ એ છે કે આપણા કોમળ પરિણામ અને જીવદયાના સંસ્કારોને ટકાવવા માટે કૃત્રિમ ઉજાસવાળી જગ્યાએ પણ વસતિ જોવી. આરાધના કરતાં પણ આરાધનાના સંસ્કાર વધારે મહત્ત્વના છે. કારણ કે ભવાંતરમાં સૌપ્રથમ સંસ્કાર જ કામ લાગવાના છે. વલ્કલચીરીને પૂજવા-પ્રમાર્જવાના સંસ્કારે જ કેવળજ્ઞાન અપાવ્યું હતું. જેનો જન્મ જંગલમાં થયો, જેનું જીવન પ્રાયઃ જંગલી છે, પુરુષ ૪૮૦ Page #492 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીનો ભેદ પણ જેને ખબર નથી, સાવ ગમારપણું હોવા છતાં પૂર્વેના કોઈક પડિલેહણ-પ્રમાર્જનની આરાધનાના સંસ્કાર હતા કે જેથી પિતામુનિની પાસે આવે છે અને પોતાના પૂર્વના વનવાસ સમયે જે માટલા વગેરે જોયા હતા તેના પર બાઝેલી ધૂળને દૂર કરવા પૂંજતા પૂંજતા ‘આવું ક્યાંક કરેલું છે.’ એવા વિચાર કરતા કરતા જાતિસ્મરણ જ્ઞાન-સંયમપરિણામ દ્વારા ક્ષપકશ્રેણિ પર ચડી ગયા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અત્યારે તો જ્ઞાનીનો વિરહ છે. આપણે કઈ આરાધના દ્વારા તરવાના ? તે આપણને ખબર નથી. તેથી તમામ આરાધના ઉપયોગ પૂર્વક કરવી પડે. તો તેના સંસ્કાર પડે. અને કયો સંસ્કાર ઉગી નીકળશે? તે ખબર નથી. દાણા વાવતો ખેડૂત તે જ દાણા વાવે કે જે ઉગવાના હોય કે ઘણા બધા વાવે ? ૧૦૦૦ દાણા વાવે ત્યારે ૧૦૦ જેટલા દાણા ઉગે. તે જ રીતે આપણે બધી આરાધનામાં પ્રાણ પૂરીએ, ઉત્સાહ, આદર, વિધિ અને જયણાપૂર્વક તમામ આરાધના કરીએ તો એકાદ યોગના સંસ્કાર ઉગી નીકળે તો પણ આપણું કલ્યાણ થઈ જાય. માટે પગપ્રમાર્જન વગેરેમાં પણ ઉત્સાહ રાખવો. આ રીતે સતત પ્રમાર્જવાની કરેલી પ્રવૃત્તિ સમાધિ આપનારી બને છે. સસરવ્રુત્તિ દત્યદિ - (હાથ સચિત્ત ધૂળ-માટીથી સંસક્ત થાય તેનું પ્રમાર્જન) પૂર્વના કાળમાં સાધુ નિર્દોષ ગોચરી માટે બાજુના ગામમાં જતા હતા. બે ગામ વચ્ચે ઉડતી ધૂળથી પ્રાયઃ હાથ ખરડાય. તેવા સંયોગોમાં ગોચરી વહોરતા પહેલાં સાધુ મુહપત્તિથી મુલાયમ રીતે હાથ ગૂંજે ખંખેરે કે જેથી પૃથ્વીકાયના જીવને કીલામણા = અસમાધિ ન થાય. ઉપલક્ષણથી એ પણ સમજી લેવાનું કે ઘરમાં જે વ્યક્તિના હાથ સચિત્ત પાણી વગેરેથી ખરડાયેલા હોય તેના હાથે ગોચરી વહોરવામાં આવે તો જીવોને કીલામણા થાય. માટે બીજી વ્યક્તિના હાથે ગોચરી વહોરવી. ४८१ Page #493 -------------------------------------------------------------------------- ________________ ખેતરદિયા, પૃઢવી નિલીય બંતો - (સચિત્ત પૃથ્વી પર બેસવાથી વિરાધના કરતો અસમાધિ પહોંચાડે. માટે તેમ ન કરવું.) ઝાડની નીચે બેસવાનું થાય તો સચિત્ત પૃથ્વી પર ન બેસી જવાય એવો ઉપયોગ રાખવો. જે દૂધાળા ઝાડ હોય, જેવા કે વડલો, પીપળો, આંકડો વગેરે, તેની નીચેની (મૂળની આજુબાજુની અને વૃક્ષના ઘેરાવા જેટલા ભાગની) જમીનની માટી પ્રાયઃ સચિત્ત હોય. જે કાંટાળા ઝાડ હોય તેના મૂળ પાસેની જમીન સચિત્ત અને બાકીની (તે ઝાડની નીચેની જમીન) પ્રાયઃ અચિત્ત હોય. સામાન્ય ઝાડ પાસેની માટી પ્રાયઃ અડધી સચિત્ત અને અડધી અચિત્ત (= મિશ્ર) જાણવી. માટે ઝાડ કયું છે ? તે પણ ઉપયોગ રાખીએ અને વિરાધના ન થાય તેમ બેસીએ તો ભગવાનના વચન ઉપર આદરભાવ જીવતો રહે, આપણું સમ્યગ્દર્શન નિર્મળ બને. જ્યાં અવરજવર સતત ચાલુ હોય તે જમીન અચિત્ત હોય. ગામડાના કાચા રસ્તે શોર્ટકટમાંથી જતા આનો ઉપયોગ રાખવો. निसग्गुवएसरुई, आणाई सुत्त-बीयरुइमेव ।। માન-વિત્થાર વિરિયા-સંવેવ-ધમ્મ - આવું કહેવા દ્વારા ઉત્તરાધ્યયન સૂત્ર (૨૮/૧૬) અને પ્રવચનસારોદ્ધાર (ગા.૯૫૦)માં નિસર્ગરુચિસમકિત, ઉપદેશરુચિ સમ્યગ્દર્શન, આજ્ઞારુચિ સમ્યક્ત, સૂત્રરુચિ સમ્યક્ત વગેરે દશ પ્રકારના સમ્યગ્દર્શન બતાવ્યા છે. તેમાંથી “આ સચિત્ત તો નહિ હોય ને !” આવો વિચાર આજ્ઞારુચિ સમ્યક્તનો સૂચક છે. માટે “શાસ્ત્રમાં ક્યાં શું બતાવ્યું છે ? તેમાંથી મને શું લાગુ પડે છે?” તેની કાળજી હોય તો સ્વ-પરને સમાધિ પમાડી શકાય. જે ખેતર ખેડેલું હોય તેની માટી સચિત્ત જાણવી. ટેલિફોનના વાયર નાખવા-બદલવા ખોદેલ જમીનની માટી સચિત્ત જાણવી. ચાર આંગળ કરતા નીચેની જમીન સચિત્ત જાણવી. તેમાંથી બહાર કાઢેલ માટી લાંબો સમય સચિત્ત રહે. ઉનાળો હોય અને સૂર્યનો આકરો તડકો હોય અને તેના ઉપરથી લોકોની અવર-જવર ચાલુ હોય તો ૪૮૨ Page #494 -------------------------------------------------------------------------- ________________ પ્રાયઃ દશ-બાર દિવસે તે અચિત્ત થાય. બાકી જમીનની નીચેથી બહાર કાઢેલો માટીનો તાજો ઢગલો સચિત્ત જ સમજવો. રાજમાર્ગ કે જ્યાં સતત અવરજવર પુષ્કળ પ્રમાણમાં હોય ત્યાં એક વેંત સુધીની જમીન અચિત્ત ગણી શકાય. અવરજવર વિનાના રસ્તાની જમીન સૂર્યનો તડકો વગેરેના લીધે ચાર આંગળ જેટલી અચિત્ત જાણવી. આ બાબતમાં સાવધાનતા ન રહે તો આજ્ઞારુચિ સમ્યક્ત્વ ન ટકે. સૂત્રરુચિ સમ્યક્ત્વનો અર્થ છે આગમવચનો ગમે, શાસ્ત્રનું પુનરાવર્તન-વાંચન-કંઠસ્થીકરણ વગેરે કરવું ગમે. ગણધર ભગવંતોએ બનાવેલા સૂત્રો, ન સમજાય છતાં, બોલીએ તો જીભ પવિત્ર બને અને ભવાંત૨માં જિનવાણી રટવાનું સૌભાગ્ય પણ મળે. બીજા સૂત્રો ન આવડે પણ પક્ષીસૂત્ર તો આવડે છે ને ! તે છતાં તેનું પણ પુનરાવર્તન કર્યા વગર જ રાત્રે સૂઈ જઈએ તે કેમ ચાલે ? રોજ રાત્રે સૂત્રપુનરાવર્તન સાવ ન કરીએ તો સૂત્રરુચિ સમ્યક્ત્વ મલિન બને. વજસ્વામીનો જીવ પૂર્વભવમાં દેવરૂપે હતો. રોજ દેવલોકમાં તેઓ પુંડરિક-કંડરિક અધ્યયનનું અહોભાવપૂર્વક રીવીઝન કરતા હતા. પોતે રીવિઝન ન કરે તો પણ કાંઈ ભૂલાઈ જાય એવું તેમના માટે નહોતું. છતાં રોજ રીવિઝન કરતા. સૂત્રમાં પણ એક બળ રહેલું છે. માટે જ દશ પૂર્વનું જેને જ્ઞાન હોય તેને સમ્યક્ત્વ નિયમા હોય. તેના બદલે ‘આજે કંટાળો આવે છે. માટે રાત્રે વહેલા સૂઈ જાઉં. કાલે વહેલા ઉઠી રીવિઝન કરશું.’ એમ વિચારે પણ ઉઠે મોડા. માટે બન્ને ટાઈમનું રીવિઝન ગયું. તેના બદલે જો રીવિઝન કરે તો ટીપે ટીપે સરોવર ભરાય. એમ કરતા કરતા ગ્રંથિભેદ થાય અને ભાવસમ્યક્ત્વ મળે. આપણે પુરુષાર્થ કરવાનો ઘણો બધો છે. તેના બદલે થોડોક પુરુષાર્થ કરીને સંતોષ માની લઈએ કે ‘મેં ઘણું કર્યું.’ અથવા દેખાદેખીના માર્ગે ચાલીએ. આવું થાય એટલે સમજવું કે આપણે મોક્ષમાર્ગથી દૂર થઈએ છીએ, દુર્ગતિની નજીક જઈએ છીએ તથા અસમાધિને આમંત્રણ આપીએ છીએ. ૪૮૩ Page #495 -------------------------------------------------------------------------- ________________ સાંજે દોરી ન છોડીએ તો શું વાંધો? શાસ્ત્રકારો આમાં ઉપવાસનો દિંડ ફરમાવે છે. દોરી પર સાંજે માખી બેસે. રાત્રે અંધારામાં તેને દેખાવાનું બંધ થઈ જાય એટલે તે ઉડવાની નથી. હવે માખીનો વાઘ જો ત્યાંથી પસાર થાય તો તે માખીને ખાઈ જાય અને તે વિરાધના આપણા પર આવે. માટે દોરી ન છોડવામાં ઉપવાસનો દંડ આવે. આપણે કદાચ આલોચના કરી, પ્રાયશ્ચિત્ત વહન કરી દઈશું. પણ તે માખીને પ્રાણ આપવાનું કામ તો આપણે નથી જ કરી શકવાના ને ! તો પ્રમાદને સેવીને કોઈના પ્રાણ લેવાનો અધિકાર આપણને કઈ રીતે મળી શકે? હા, જરૂર હોય તો દોરી સૂર્યાસ્ત વખતે છોડીને રાત્રે પાછી બાંધી દેવાય. તો વાંધો ન આવે. આપણને આમાં સમય બગડતો લાગે પણ વાસ્તવમાં આજ્ઞાપાલનનો પરિણામ ઉભો થાય છે. અને આમાં બીજાને સમાધિ આપવાની પ્રવૃત્તિ રહેલી છે. માટે તેનાથી આ લોક અને પરલોક બન્નેમાં આપણને સમાધિ મળે. આપણને દોરી છોડવાની બે મિનિટ ન મળે તો વિહારમાં રસ્તો ભૂલાવીને કર્મસત્તા એક કલાક મોડું કરાવે. મનમાં શોક-અરતિ-ઉદ્વેગ થાય તે વધારામાં. ઠલ્લે જતાં ચાર કાંટા વાગે ત્યારે બચાવેલી બે મિનિટના બદલામાં બે દિવસ કર્મસત્તા બગાડે ત્યાં આપણી આવડત કાંઈ કામ નથી લાગતી. બીજાને શાતા આપવાનો પરિણામ આપણને શાતા આપે. જયણાપાલનમાં કરેલી ઉપેક્ષા સ્વ-પરને અસમાધિ કરાવે. આ વિચારીએ અને સક્રિય પુરુષાર્થ કરીએ તો સમાધિ મળે. બીજાને શાતા આપવાનો પરિણામ આપણી અશાતાને શાતામાં સંક્રમ કરવાનું કામ કરે. માટે સાંજે દોરી છોડીએ જેથી માખી ન મરે. તેનાથી (૧) નવું શાતા વેદનીય કર્મ બંધાય અને (૨) જૂના અશાતા વેદનીય કર્મનું શાતામાં સંક્રમણ થાય. આમ બમણો લાભ મળે. ઉપરાંત (૩) આજ્ઞાપાલનનો લાભ મળે. (૪) આજ્ઞારુચિ સમ્યક્ત વધુ નિર્મળ બને. જ્યારે આમાં થતી ઉપેક્ષાથી આજ્ઞારુચિ સમ્યક્ત ગુમાવીએ તેવું પણ બને. ४८४ Page #496 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની આજ્ઞાના પાલનમાં સમય ન ફાળવીએ તો કર્મસત્તાની આજ્ઞા પાળવા માટે વ્યાજસહિત સમય ચૂકવવો પડે. આજ્ઞાપાલનના પરિણામથી રોજ જે દૂરના ઘરમાં ગોચરી જતા હોય તો કદાચ જે દિવસે વરસાદ પડવાનો હોય તે દિવસે તેને નજીકના ઘરમાંથી ગોચરી લાવવાનું બને. જ્યારે બીજા સાધુ રોજ નજીકમાંથી ગોચરી લઈ આવે પણ વરસાદ પડવાના દિવસે જ દૂરથી કોઈક બોલાવી લઈ જાય અને વરસાદના કારણે એક કલાક ફસાઈ જાય એવું પણ બને. કર્મના ગણિત બહુ ન્યારા હોય છે. ચામડાની આંખથી દેખાય તેટલું સત્ય માની લઈએ અને જ્ઞાનદૃષ્ટિની ઉપેક્ષા કરીએ તો સમ્યગ્દર્શન ટકે નહિ, ભાવચારિત્ર મળે નહિ. ભવાંતરમાં ભગવાનને જોઈ સ્વતઃ અહોભાવ તો જ થશે જો એમની આજ્ઞાને પાળવાના ઊંડા વિશુદ્ધ સંસ્કાર અંદરમાં નાખેલા હશે. પન્નવણા સૂત્રમાં કહેલ છે કે વ્યવહારરાશિમાંના બધા જીવો અનંતવાર નવ રૈવેયકમાં ગયા છે. અર્થાત આપણે પણ અનંતવાર દીક્ષા લીધી, નિરતિચારપણે પાળી પણ ખરી. માટે તો નવમા રૈવેયક સુધી પહોંચ્યા. રોજ સતત ભાવથી યાદ કરીએ – હૃદયથી વિચારીએ કે “હું જે કરું છું, એમાં શું એવું થાય છે કે જે મેં ભૂતકાળમાં અનંતા ઓઘા લીધા હતા તેમાં નહોતું કર્યું ?” આનાથી જીવન ઊર્ધ્વગતિમય બને. પાંચ વર્ષમાં મેં એવું શું કર્યું છે કે જે અનંતવાર ઓઘા લેવા છતાં નથી કર્યું ? તે ખબર કેવી રીતે પડે ? એ એક મોટો પ્રશ્ન છે. તે માટે વિચારવાનું એ છે કે આપણે તેમાં શું નહિ કર્યું હોય? વિહાર, ભિક્ષાટન, સ્વાધ્યાય, લોચ.... વગેરે પ્રત્યેક કષ્ટદાયી ક્રિયાઓ વિશુદ્ધપણે કરી. ઊલટું અત્યારે કામળીકાળમાં વિહાર કરીએ છીએ, માંદગી-આદિમાં ગોચરી-પાણી પ્રાયઃ દોષવાળા આવે છે. દોષિત મકાન, દોષિત પાત્રા અને દોષિત કપડા આપણે વાપરીએ છીએ. પૂર્વે પાળેલું, રૈવેયક અપાવે એવું ઊંચું સંયમજીવન છતાં ફેઈલ થાય તો વર્તમાનમાં તો અતિચારવાળું જ સંયમ જીવન છે. પાંચમા આરાના ૪િ૮૫ Page #497 -------------------------------------------------------------------------- ________________ છેડા સુધી બકુશ અને કુશીલ ચારિત્ર જ છે. તો અહીં એવું શું મેં કર્યું છે કે જે અનંતા ઓઘા લઈને નથી કર્યું ? શું પંદર કર્મભૂમિના પાંચ મેરુપર્વત કરતાં ચડે એવા ઓઘાના ઢગલામાં વધારો કરવા માટે મેં દીક્ષા લીધી છે ? જો ‘ના’ તો દીક્ષા લીધી એટલે પહેલાં નથી કર્યું એવું નિષ્પક્ષપણે સ્વદોષદર્શન કરવાનું, નિરંતર આત્મરુચિ-આત્મભાનને ઘૂંટવાનું, હૃદયપલટો કરવાનું, આંતર પરિણતિનો ઉઘાડ કરવાનું, પરમાત્મા અને મોક્ષમાર્ગ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટાવવાનું, ક્ષપકશ્રેણિના બીજને વાવવાનું કામ કરવાનું છે. આપણે દીક્ષા લઈને આપેલું મોટું બલિદાન સાર્થક કેવી રીતે થાય ? ઈન્વેસ્ટમેન્ટ કર્યું તો તેનું પરિણામ શું ? પ્રવૃત્તિમાં તો પહેલા કરતાં નવું કંઈ જ નથી. વિચારવાનું તો પરિણતિ માટે છે. મેં પરિણતિ કેટલી ઘડેલી છે ? મારામાં કઈ બાબત અનંતકાળમાં નહોતી અને વર્તમાનકાળમાં ઉભી થઈ છે ? જગદ્ગુરુ હીરસૂરીશ્વરજી મહારાજાના જીવનમાં જીવદયાની પરિણતિ એવી દૃઢ હતી કે તેઓ ઉંઘમાં પણ પૂંજતા હતા. માટે જીવદયાની દૃષ્ટિએ વિચારીએ તો એમનો ઓઘો ૧૦૦ % સાર્થક કહી શકાય. આપણામાં કઈ બાબતમાં વિશુદ્ધ પરિણિત છે કે જે આપણને સ્વપ્રમાં કે જાગતા પણ નિરંતર કામ લાગે ? પ્રતિક્રમણ કરતાં-કરતાં કયું સૂત્ર કે સૂત્રનું પદ એવું ભાવિત કરેલ છે કે જેમાં ઉપયોગ અચૂક ૧૦૦% ચોટી જ જાય. દસ વર્ષમાં કરેલા ૭૦૦૦ જેટલા પ્રતિક્રમણ કે ૨૦ વર્ષ બાદ ૧૪૦૦૦ કરતાં વધુ પ્રતિક્રમણ કર્યા તો આખું પ્રતિક્રમણ આત્મસાત્ થયું ? પ્રતિક્રમણનું એક પણ સૂત્ર શું આત્મસાત્ થયું ? આ બાબતમાં શ્રાવક આપણને પ્રશ્ન નથી પૂછવાના, પણ આપણે આપણી જાતે જાગૃત રહેવાનું છે. લોગસ્સ સૂત્ર બોલતા સંપૂર્ણ ઉપયોગ રહે કે નહિ ? પ્રતિક્રમણ પોતે ભણાવે કે બીજા, પણ પ્રત્યેક સૂત્રમાં નિયમા ઉપયોગ આવે ખરો ? પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ ‘પ્રતિક્રમણ સૂત્ર આલબમ' નામે પુસ્તક બહાર પાડેલ છે કે જેમાં પ્રતિક્રમણના સૂત્ર ૪૮૬ Page #498 -------------------------------------------------------------------------- ________________ સચિત્ર અર્થસહિત આપેલા છે. ઈરિયાવહીમાં આપણી જાતને આરોપીના પાંજરામાં મૂકીને અપરાધભાવ સાથે ઈરિયાવહી સૂત્ર બોલવાનું ચિત્ર છે. સંસારીપણે પ્રતિક્રમણ આ ચિત્રોના આધારે કરતા મને દોઢ-બે કલાક થતા. જે સૂત્ર ઉપયોગ વિના બોલાય તે ફરીથી બોલવાનું. એમ કરતા કરતા એવા સંસ્કાર પડ્યા કે અત્યારે કોઈ ઝડપથી સૂત્રો બોલે તો પણ ઉપયોગ ટકે. જાગૃતિથી આપણી જાતને ઘડીએ તો કામ થાય. બાકી ભવાંતરમાં આપણને કોણ તારે ? સો જગ્યાએ એક એક ફૂટ ખોદીએ તો પાણી ન મળે, પણ એક જ જગ્યાએ ૧૦૦ ફૂટ ખોદીએ તો પાણી મળી શકે. આરાધનાનું પણ એવું જ છે. એક પણ, નાની પણ, આરાધના વિધિ-જયણાઉપયોગ-અહોભાવ-લક્ષપૂર્વક કરીએ તો તેનું પરિણામ દેખાય. બાકી ઉપયોગશૂન્યતાથી સૂત્ર બોલવામાં પ્રતિક્રમણના સૂત્રોની પરિણતિ કેવી રીતે તૈયાર થાય ? રુચિ કેવી રીતે જાગે ? સૂત્ર કેવી રીતે આત્મસાત્ થાય ? સૂત્રરુચિ વગેરે દસ સમ્યક્ત ફકત યાદ રાખવાના કે પરિણમન પણ કરવાનું? કોમ્યુટર પણ બધું યાદ રાખે છે, સંગ્રહ કરે છે પરંતુ તેને નિર્જરા નથી થતી. આપણે આ બધું આપણી જાતે તપાસીએ, આપણને આપણે ખુદ પ્રશ્ન પૂછીએ, તેનો દંડ રાખીએ, જાતને તમાચો મારીએ તો ઠેકાણું પડે. બાકી રોજ દોષિત ગોચરી વાપરીએ અને તેનું ઋણ આ રીતે પણ ચૂકવીએ નહિ તો ભરૂચના પાડા થઈ, ચાબુક ખાઈ અને સામાન ખેંચીને ઋણ ચૂકવવું પડે. “અધ્યાત્મકલ્પદ્રુમ” (યતિશિક્ષા-અધિકાર-૧૩/૧૯, ૨૦) તથા “ભવભાવના' ગ્રંથમાં “જે દીક્ષા લઈને સંઘને માત્ર ભારરૂપ બને છે તે સાધુ ભવાંતરમાં કેવી તકલીફો ભોગવે છે ? તે જણાવ્યું છે. અંત સમયે કયો સંતોષ લઈ ભવાંતરમાં જશું? મોત આજે અને હમણાં જ આવે તો આપણે તૈયાર કેટલા ? “આપણી દુર્ગતિ નહિ થાય' એવો વિશ્વાસ અને રણકાર કેટલો ? એવી ભૂમિકા તૈયાર કરી ખરી ? કે પછી હાયવોય થાય (૪૮૭ Page #499 -------------------------------------------------------------------------- ________________ તેવી ભૂમિકા છે? આત્મદશા ઉન્નત બનાવી હોય તો જ રાત્રે સૂતી વખતે મોતને લલકારવાની, પરલોકને સ્વીકારવાની તૈયારી રાખીને કે - કદાચ સવારે ન ઉઠું તો વાંધો નથી-- એ રીતે સૂઈ શકાય. એવી ભૂમિકા તૈયાર થઈ છે ખરી? કે રાત્રે સૂતા સૂતા પણ જીવ અદ્ધર જ રહે એવી ભૂમિકા છે ? અને છતાં સૂઈએ તો શાંતિથી જ ને ! મુનિજીવનમાં તો આવું ન જ ચાલે. માટે આપણી જાતને આપણે ખુદ ચાબખા મારીને, નક્કી કરીએ કે અમુક સૂત્રમાં તો ૧૦૦ % ઉપયોગ રાખવો જ છે. “કદાચ સંપૂર્ણ શબ્દોનો ઉપયોગ ન રહે પણ આંશિક ઉપયોગ તો રાખવો જ છે.” એવું પ્રણિધાન કરીએ અથવા સંપૂર્ણ સૂત્રનો ઓઘથી પણ ઉપયોગ રાખીચિત્ર ઉભું થાય તો પણ લાભ થાય. દા.ત. લોગસ્સમાં “તિર્થીયરી પરીયંત આવે ત્યારે તો ઉપયોગ અચૂક આવે કે- તીર્થકરો મારા પર કૃપા કરે છે. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલતા “ રિસ્થા નાનું નિસિદિમા’ શબ્દો બોલતા ક્રમે કરીને ગિરનાર, સહસાવન અને દત્તાત્રેય દેખાય ખરાં? જ્યારે ગાથા બોલીએ ત્યારે તેને યાદ કરીએ ખરા ? અરિહંત ચેઈયાણં સૂત્રમાં “સદ્ધા, મેદ....' પદ બોલીએ ત્યારે શું અર્થનો ઉપયોગ આવે ? તમામ આરાધનાઓ ઝળહળતી શ્રદ્ધા અને પૂર્ણ ઉપયોગ સાથે કરવાની છે. કાયમ એવી જાગૃતિ હોય ખરી? કારિય-ઉવજ્ઞાઈ' બોલતા બોલતા ૮૪ લાખ જીવોને ક્ષમાપના કરતા-કરતા ૧૪ રાજલોકમાં નજર ફરી વળે. દિવસમાં બે વાર બોલાતી માત્ર આ ત્રણ ગાથાના દઢ સંસ્કાર અંદરમાં પાડેલ હોય તો સર્વ જીવો સાથે ક્ષમા આત્મસાત થઈ જાય. અઈમુત્તા મુનિની અને આપણી ઈરિયાવહી સૂત્રની શબ્દરચના સરખી, છતાં આદર-ઉપયોગ સ્વરૂપ ભાવપ્રાણ પૂરવાના છે તે ખૂટે છે. તેથી જ આપણે અત્યાર સુધી ઢગલાબંધ ઇરિયાવહી કરી પણ પરિણામ ન આવ્યું. આના ઉપરથી આપણને સૂત્રમાં સાચી શ્રદ્ધા કેટલી છે ? એ પણ પ્રશ્ન ઉભો થાય છે. પૂજ્ય જયભદ્રવિજયજી મ.સા.ની દીક્ષા લીધા પછી તબિયત ४८८ Page #500 -------------------------------------------------------------------------- ________________ બગડે છે ત્યારે વિચાર કરે છે કે “બીજાને મેં અશાતા અને અસમાધિ પૂર્વે આપી છે. માટે મને અત્યારે અશાતા આવી છે. તેથી વિરાધનાની ક્ષમાયાચના કરૂં.” રોજ ઈરિયાવહીની માળા ગણવાની ચાલુ કરી. પ્રાયઃ રોજની ૫૦ માળા ગણતા. આપણી રોજની એક નવકારવાળી ગણવાની વાતમાં પણ ખાડા પડતા હોય તો તે કેમ ચાલે ? આપણને નવકાર અને બીજા સૂત્રોમાં આસ્થા કેટલી? અને તેમની ઈરિયાવહીમાં આસ્થા કેટલી? એક એક શબ્દ ઉપયોગપૂર્વક બોલીએ- પરિવયા, વીનામીયા... વગેરે તો “સૂત્ર ઉપર શ્રદ્ધા છે” એમ કહી શકાય. હાથપગ સચિત્ત માટી-પાણી વગેરેથી ખરડાયેલા હોવાથી થયેલી વિરાધનાનો ડંખ હોય તો “ઈરિયાવહી” સૂત્રમાં ‘ને મે નવા વિદિયા’ પદ આવતાં જે જીવોને પીડા પહોંચાડી હોય તે જીવો પ્રત્યે ક્ષમાપનાનો પરિણામ જાગે. પૂજ્ય જયભદ્રવિજયજી મહારાજ જીવો પ્રત્યે ક્ષમાયાચનાના ભાવ સાથે “ઈરિયાવહી સૂત્રની માળા ગણતા હતા. નવકાર મંત્રની, લોગસ્સની અને સંતિકરની માળા ગણવાની વાત જાણમાં છે. પણ ઈરિયાવહી સૂત્રની માળા ગણવાનો કોઈ ઉલ્લેખ શાસ્ત્રમાં આવતો હોય તેવું ખ્યાલમાં નથી. પણ સૂત્રરુચિ અને પાપભીરુતા હોય તો તેની માળા ગણવાનો વિચાર આવે. બાકી ન આવે. જો અંતરમાં દઢતાથી થોડું પણ પકડેલું હશે તો તે ભવાંતરમાં ઉગી નીકળશે. માટે સંકલ્પ સાથે જાગૃતિથી આરાધના કરીએ. ક્રિયામાં બીજા આગળ જાય તો તેને જવા દઈએ અને આપણે ચીવટથી ઉપયોગપૂર્વક શાંતિથી ક્રિયા કરીએ તો સંસ્કાર પડે અને વલ્કલચીરીની જેમ આપણને તે ક્રિયા કેવળજ્ઞાન સુધી પહોંચાડે. આમ પાડેલા સંસ્કારનું પરિણામ ૧૦૦ % મળે. મૂળ વાત સચિત્ત માટી વગેરેથી ખરડાયેલા હાથ-પગથી થતી વિરાધનાની ચાલે છે. આપણા નિમિત્તે થતી વિરાધનામાં પર પક્ષે અસમાધિ થાય અને ઉપેક્ષા-કઠોરતા-હિંસાદિના પરિણામો આપણને આલોકમાં-પરલોકમાં અસમાધિ કરાવે. માટે તેમાં ઉપયોગ અને જયણા રાખીએ તો સમાધિ પામીએ. -૪૮૯ Page #501 -------------------------------------------------------------------------- ________________ સોળણું અક્ષણાધિસ્થાન ચાર પ્રકારે ૧૬મું અસમાધિસ્થાન છે - સરો’ બિનજરૂરી અવાજ/ઘોંઘાટ કરવો તે પણ અસમાધિનું એક સ્થાન છે. તે આ રીતે- (૧) ૩ સંવડવોનં રે અર્થાત્ ઝઘડાની ભાષામાં કર્કશ વાણીમાં બોલવું. ઝઘડો થાય તેવી વાણીથી, સંઘર્ષ કરાવનારા શબ્દો બોલવાથી સ્વ-પરને અસમાધિ થાય છે. (૨) સાંજના સમયે મોટા શબ્દોથી બોલે તે પણ અસમાધિદાયક છે. સામાન્યથી સાંજનો સમય એટલે ઉપાસનાનો સમય ગણાય. ધ્યાન કે મંત્રનો જાપ કરનારા એવા મહાત્માઓને આપણા મોટા અવાજથી ત્યારે ખલેલ પહોંચે. તેથી અસમાધિ ઉભી થાય. તેનાથી આપણને જાપ વગેરે આરાધનાના અંતરાય બંધાય. ભવિષ્યમાં આપણે, કમરનો દુઃખાવો થવાના કારણે, લાંબો સમય જાપ કરવા બેસી ન શકીએ એવું પણ બને. કર્મસત્તા નબળું શરીર આપે કે જેથી જાપ સાથે જરૂરી વિધિ પ્રમાણે તપ પણ કરી ન શકીએ. અથવા પોતાનું શરીર નિરોગી અને સશક્ત હોય પણ પોતાને મંત્ર આપનાર જ કોઈ ન મળે. આમ એક બાજુ પોતાની જાપ કરવાની શક્તિ ખલાસ થાય અને બીજી બાજુ જાપના બાંધેલા અંતરાયને કારણે બાહ્ય સામગ્રી પણ ન મળે. તેથી અસમાધિ ઉત્પન્ન થાય. આજે કોઈકને કરેલી ખલેલથી બંધાયેલ કર્મ બે-પાંચ-પંદર ભવે પણ આપણને નડે. વહેલી તકે ક્ષપકશ્રેણી માંડવા માટે પ્રાયઃ ૨૪ કલાક ધર્મધ્યાન જરૂરી છે. કોઈકને અસમાધિ કરવાને કારણે આપણને ભવિષ્યમાં અસમાધિ થાય તો ક્ષપકશ્રેણિ સુધી પહોંચાય શી રીતે? સાંજનો સમય સામાન્યથી સ્વાધ્યાય માટે નથી પણ જાપ-ધ્યાનપ્રાર્થના-પ્રતિક્રમણ વગેરે માટે છે. તે સમયે મોટો અવાજ કરવાથી આ યોગોના અંતરાય બંધાય. १. सदं करेइ असंखडबोलं करेइ विगालेवि महया सद्देण उ वएइ वेरत्तियं वा गारत्थियं भासं भासइ । - आवश्यकनियुक्ति-हारिभद्रीयवृत्ति । ४८० Page #502 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય ઘોષપૂર્વક કરવાનું જણાવેલ છે. પણ તે ઘોષ એવો હોય કે (A) જેનાથી બીજાને પોતાની પ્રવૃત્તિમાં વિઘ્ન ન પડે, સ્વાધ્યાયમાં ખલેલ ન થાય. (B) કોઈક સ્વાધ્યાય કરે છે એટલો બીજાને ખ્યાલ માત્ર આવે તેટલો આપણો અવાજ નીકળવો જોઈએ. (C) આખો ઉપાશ્રય ગજાવવાનો નહિ. (D) અવાજ મધુર, મંદ અને મૃદુ હોય. કર્કશ અવાજે અને ઘાંટા પાડીને બોલાય નહિ કે જેથી બહારનાને એવું લાગે કે અંદર કોઈક ઝઘડો કરી રહ્યું છે. (E) કોઈને આપણો અવાજ ત્રાસરૂપ બને તેવું તો ન જ ચાલે. આપણામાં વિવેક હોય તો આપણને જાતે જ ખ્યાલ આવે કે આપણો અવાજ કેવો છે? કોઈએ આપણને કહેવાની જરૂર ન પડે. જો ભણવાનું ચાલતું હોય તો ભણનાર અને ભણાવનાર પરસ્પર સાંભળી શકે એટલો જ મોટો અવાજ હોય. વાચના આપતી વખતે અવાજ એવો કાઢીએ કે આવેલા બધાને સંભળાય. તેના બદલે પાઠ આપનાર જો વધુ મોટેથી બોલે તો (1) પોતાની શક્તિનો દુર્વ્યય થાય અને (I) પાઠ ન લેનારા બીજાને અંતરાય થાય. આમ બે રીતે અસમાધિ થાય. પ્રશ્ન :- પણ કોઈ ત્રીજાને નવું જાણવા મળે ને! જવાબ :- જો ત્રીજાને જાણવું હોય તો રજા લઈને વિનયથી પાઠમાં ભલે બેસે. પણ બીજાને પોતાનો યોગ સાધવામાં અંતરાય થાય તેવી રીતે આપણે ન બોલવું. જો ધ્યાનયોગના અંતરાય ન બાંધ્યા હોય તો પોતે રાતના ૧૨ થી ૩ કલાક સુધી જાગીને ધ્યાન કરે અને છતાં પોતાની દિવસની આરાધનામાં વિક્ષેપ પણ ન થાય. જો અંતરાય બાંધ્યા હોય તો ધ્યાનમાં રહેવાય જ નહિ, આલંબનમાં ચિત્ત લાગે જ નહિ. કાંઈક ને કાંઈક disturbance આવ્યા જ કરે. | (૩) વેરિયં :- વહેલી સવારે પણ મોટેથી ન બોલાય. કારણ કે તેને લીધે ગરોળી, કબૂતર વગેરે જાગી જવાની શક્યતા છે. તથા ગૃહસ્થ પણ જાગી જાય. તથા જાગ્યા બાદ તેઓ જે હિંસા વગેરે -- --૪૯૧} Page #503 -------------------------------------------------------------------------- ________________ પાપો કરે તે આપણા માથે આવે. સવારે પ્રતિક્રમણ મોટેથી બોલીને કરીએ તો ગ્લાનાદિ સાધુને નિદ્રામાં ખલેલ થાય. જીવજંતુ જાગે વગેરે કારણે બીજાને અસમાધિ થવાની શક્યતા છે. માટે સવારનો સ્વાધ્યાય અત્યંત મંદ અવાજે કરવાનો છે. (૪) ગૃહસ્થની ભાષામાં ન બોલવું :- “આવો “બેસો' એમ આપણા કહેવાથી કીડી વગેરે પર ગૃહસ્થ બેસે અને જીવહિંસા થાય તો તે પાપ આપણને લાગે. “ચાર દિવસથી દેખાયા કેમ નહિ?..” વગેરે ભાષા કે આજ્ઞાપની ભાષા સાધુ ન વાપરે. તપસ્વીશિરોમણિ શ્રી મણિપ્રભવિજયજી મહારાજે એક શ્રાવકને પૂછ્યું “ક્યાં જાવ છો?” “ઘર” – “વચ્ચે ટપાલનો ડબ્બો આવે છે?” “હા, કેમ?” “એક કાગળ પોસ્ટ કરવો હતો પણ જો રસ્તામાં ડબ્બો ન આવતો હોય તો નથી આપવો. ખોટી વિરાધના થાય” આમ એક કાગળ પોસ્ટ કરવા માટે પણ શ્રાવકની અનુકૂળતા-ઈચ્છા-by the way Post-Office આવે કે નહિ? તે બધી તપાસ કરવાની છે. ગૃહસ્થને સીધે સીધું આજ્ઞાની ભાષામાં ન કહેવાય કે “આ કાગળ પોસ્ટ કરી દેજો.” જો અન્ય સાધુ પોતાને થયેલી આજ્ઞા પાળે તો આજ્ઞા કરનાર સાધુને હિંસાદિ અતિચાર લાગવાના નથી. પણ ગૃહસ્થ સાધુની આજ્ઞા પ્રમાણે કરે એમાં તેના દ્વારા હિંસા અને અજયણા થાય તેનું પાપ સાધુને લાગે. છતાં સાધુ અન્ય સાધુને પણ આજ્ઞા ન કરે તો પછી ગૃહસ્થને તો સાધુ આજ્ઞા ક્યાંથી આજ્ઞા કરે ? સાધુ બીજા સાધુને આજ્ઞા ન કરી શકે. કારણ કે પોતાનો તેમાં અધિકાર નથી. પણ કોઈક કામ હોય તો ઈચ્છાકાર સામાચારી પાળવાની છે. ગૃહસ્થ જેવી ભાષા તે સાવદ્ય છે અને આજ્ઞાપની ભાષા પ્રાયઃ સાવદ્યસ્વરૂપ છે. માટે હુકમની ભાષામાં સાધુ સાથે કે શ્રાવક સાથે વાત ન કરાય. કોઈ પણ કામ (A) આપણાથી શક્ય હોય ત્યાં સુધી પોતે જ કરવું. (B) કદાચ આપણી આવડતના અભાવે, સમયના અભાવે કે બીજી કોઈ આરાધનાના કારણે કોઈકને કામ ભળાવીએ તો તેની ઈચ્છા ૪૯૨ Page #504 -------------------------------------------------------------------------- ________________ જાણવી. જો તેની ઈચ્છા ન હોય તો તે (૧) કચવાઈને કામ કરે અથવા (૨) જેમ તેમ કામ કરે અથવા (૩) દ્વેષ-દુર્ભાવથી કામ કરે. આમાં કામ કરનાર અને કામ કરાવનાર બન્ને વિરાધક બને. માટે કામ સોંપવું હોય તો પણ કોને સોંપવું અને કોને ન સોંપવું? તેનો વિવેક રાખવો. પ્રશ્ન :- કામ કરવા માટે અનેક વ્યક્તિનો ઉત્સાહ હોય તો કામ કોને ભળાવવું ? જવાબ :- જે કામ કરવામાં કુશળ હોવા છતાં કામમાં ભૂલ થાય તો ઠપકો આપવા છતાં જેને મનમાં ઉદ્વેગ ન થાય - કામનો પસ્તાવો ન થાય તેવાને કામ આપવું. પાણી પહેલા પાળ બાંધવી. પરંતુ આપણે બીજાનું કામ કરતી વખતે સ્ખલના = ભૂલ ન થાય તે રીતે કામ કરવું. આપણી ભૂલ બદલ કોઈ ઠપકો આપે તો પ્રેમથી તે સહન કરવો. તો વૈયાવચ્ચનો - સેવાનો યોગ સાધી શકાય. આ કામ અઘરું છે. માટે જ ભર્તૃહરિએ પણ નીતિશતકમાં કહેલ છે કે – “સેવાધર્મ: પરમાદનો યોગિનામપ્યામ્ય (૧૮) ' સેવા કરવી હોય તો (૧) તે માટે સમય કાઢવાનો. (૨) આપણને ઠપકો સાંભળવાનો આવે ત્યારે માન કષાય ન રાખવો. અથવા હોય તો પણ ઘસાયેલો હોય તો સમાધિ ટકે. બાકી ન ટકે. માટે સાવધાની રાખવાની કે જો ઠપકામાં પ્રસન્નતા નહિ રાખું તો બીજી વાર મને લાભ લેવાનું મન નહિ થાય અથવા લાભ નહિ મળે. ભૂલ કરવાને લીધે ઠપકો મળે અને મન બગડે તો બીજી વાર કામ ન મળે ત્યારે “સારું થયું” એમ વિચારે તો (૧) મિથ્યાબુદ્ધિથી મિથ્યાત્વ ચોટે, (૨) ભગવાનનો માર્ગ મળે નહિ, (૩) વ્યવહારથી મળેલો ભગવાનનો માર્ગ નિષ્ફળ જાય. આમ નુકસાનોને નજર સામે રાખી સતત સ્વસ્થ મનથી વિચારણા કરવી. આમ આપણે સદકરો નામનું ૧૬મું અસમાધિનું સ્થાન ચાર પ્રકારે વિચાર્યુંઃ-(૧) ઝઘડો થાય તેવા અવાજે બોલે. (૨) સાંજે મોટેથી બોલે. (૩) સવારે મોટેથી બોલે. (૪) ગૃહસ્થની ભાષામાં બોલે. ૪૯૩ Page #505 -------------------------------------------------------------------------- ________________ ક્ષારનું અક્ષણાધિસ્થાન : મોક્ષમાર્ગમાં પર્વત વજનદાર (૧) હાથે કરીને ઝઘડો થાય તેવું પોતે કરે. (૨) એવું કરે છે જેથી વાતાવરણ ડહોળાય, દ્વેષ થાય, ગુસ્સો આવે. જોગમાં સંઘટ્ટાની વિધિ ચાલતી હોય અને દાંડો થાપે ત્યારે મશ્કરી કરીએ તો જોગીની ભૂલ થાય અને ઝઘડો થાય, અપશબ્દો બોલવાના થાય. જોગી અપશબ્દો બોલે તેની ફરિયાદ ગુરુને કરે પણ પોતે સળી કરી તે ન કહે. ભાર સામેનાના અપશબ્દો પર આપે, પોતાની ભૂલ ન જુવે. “તે સમયે મેં તો સામાન્ય મશ્કરી કરી હતી. તેમાં આટલો ગુસ્સો !” એમ વિચારવાના બદલે “મેં સળી ન કરી હોત તો તેને દ્વેષ ન થાત” એવું વિચારવું. બાકી હસવામાંથી ખસવું થાય. જ્યારે‘ઝઘડો કરે” એમ નહિ પણ એવું કરે જેથી ઝઘડો થાય - ત્યારે હસવામાંથી ખસવું થાય. સૌ પ્રથમ તો મશ્કરી કરાય જ નહિ. છતાં મશ્કરી કરીએ અને સામેવાળો તમાચો મારે તો પણ ફરિયાદ ન કરવી. પણ મશ્કરીમાંથી ઝઘડો-ફરિયાદ અને વૈષ તે તો ભગવાનની આજ્ઞાથી ઘણે દૂર લઈ જાય. માટે જાગૃતિ રાખવી કે – “ભગવાન મને શું કહેવા માગે છે? હું શું કરું જેથી ભગવાનના શાસનમાં ટકું ?' આવી ભૂખ ન હોય તો શાસ્ત્રો વાંચવા છતાં ભારેકર્મીપણું રહે. કારણ કે જિનવાણીનું આત્માના સ્તરે પરિણમન તો નથી જ, કાયિક આચરણ પણ નથી યથાર્થ શ્રદ્ધાન પણ નથી. આ સમયે માનવું પડે કે આપણે સાડા નવ પૂર્વ ભણનારા અભવ્યની track પકડી છે. સમિતિ-ગુણિવાળા નિખાલસ સ્વભાવી માપતુષ મુનિની track નથી પકડી. સામેનાની ભૂલને છ મહિના પછી પણ યાદ રાખે, ભૂલો સંઘરી १. कलहकरेत्ति अप्पणा कलहं करेइ, तं करेइ जेण कलहो भवइ । ४८४ Page #506 -------------------------------------------------------------------------- ________________ રાખે, “ગુરુ મહેણા-ટોણો મારે છે” એમ વિચારે તે સંયમજીવન હારી જાય. તેના બદલે “ગુરુદેવ મારા ઉપકારી છે. તેથી મારી ભૂલ સુધારી” એમ વિચારે તો તરી જાય. નેગેટિવ દષ્ટિથી વિચારે તેને પોઝીટિવ એવો શાતા-સમાધિનો માર્ગ ન મળે. માટે સતત ભણીએ અને ભણીને જીવનમાં ઉતારીએ. અનાજના દાણા નાખવા છતાં પર્વત પર વરસાદ પડે તો કદાચ ઘાંસ પણ ચોતરફ ન ઉગે અને પોચી કાળી માટીમાં પાણી ઉતરે તો અનાજ પણ ઉગ્યા વિના ન રહે. - જિનવાણી પાણી સમાન છે. આપણું હૈયું તે કાળી માટીનું ખેતર છે કે પર્વતશિલા કે રણભૂમિ છે? તે પ્રશ્ન છે. વળી, પાણી બીજવાળા ખેતરમાં પડે છે કે બીજ વગરના ખેતરમાં? તેની પણ જાગૃતિ રાખવી. ભણતા ભણતા શાસ્ત્ર-શાસ્ત્રકાર-ભણાવનાર પર બહુમાન હોય તો સમજવું કે બીજવાળી જમીનમાં પાણી પડે છે. નહિ તો બીજ વિનાની માટીમાં પાણી પડે છે તેમ માનવું પડે. વરસાદ જેટલો જરૂરી છે, તેટલી જ બીજની વાવણી પણ જરૂરી છે. ઉપર ઉપરના ગુણસ્થાનકોના અધ્યવસાયો જાગૃત થાય, સંયમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ મંડાય તો સમજવું કે પાક થયો. કેવળ દેવલોક વગેરે બાહ્ય રિદ્ધિ મળે તો “ઘાસ ઉગ્યું' એમ માનવું પડે. એક પણ શાસ્ત્ર પરિણમે તો તેના આધારે બીજા પાંચ-પંદર શાસ્ત્ર જાતે ભણવાની, પંક્તિ-પદાર્થ બેસાડવાની, પરમાર્થને પરખવાની અને પરિણાવવાની શક્તિ ખીલે. બાકી બીજા શાસ્ત્રમાં રહેલો શ્લોક પણ બેસાડતા ન આવડે, વારંવાર ઉપયોગી હોય તેવો મહત્ત્વનો શ્લોક આવે ત્યારે ઊંઘ-ઝોલા આવે. જો પરિણતિ નિર્મળ અને કોમળ હોય તો “આ નોંધવા લાયક છે...” વગેરેનો ક્ષયોપશમ ઉગે, પારમાર્થિક વસ્તુ ઝડપાય, વસ્તુ જીવનમાં ઉગે અને તે જરૂર વખતે કામ લાગે. પરિણતિ ન હોય તો ભણે અને ભૂલે. પાના ફેરવે પણ સંસ્કાર ન પડે. આંતરિક પરિણામ- જેવા કે જ્ઞાનીનો વિનય, વિદ્યાગુરુની ભક્તિ, ગુરુદેવ પ્રત્યે સમર્પણ, સંયમજીવનમાં મર્યાદાપાલનની રુચિ, શાસનની ૪૯૫ Page #507 -------------------------------------------------------------------------- ________________ વફાદારી, શાસ્ત્ર પ્રત્યે અહોભાવ વગેરે જ્ઞાનપ્રાપ્તિના આંતરિક માર્ગો છે. વાંચવું, ગોખવું, પુનરાવર્તન વગેરે જ્ઞાનપ્રાપ્તિના બાહ્ય માર્ગ છે. આંતરિક માર્ગ હોય તો મળેલો બાહ્ય માર્ગ ફળે. આંતરિક માર્ગ ન હોય તો બાહ્ય માર્ગ ન ફળે. માટે જ પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મહારાજા કહે છે કે “જે ગ્રંથ ભણીએ એના મૂળ કર્તા અને ટીકાકારના નામની માળાનો જાપ કરવો.” સ્વભૂમિકાયોગ્ય જે કાંઈ જાણવા મળે તે મજબૂત રીતે પકડીએ તે આંતરિક માર્ગ છે. આપણે ગ્રંથ ભણતા છ મહિના થાય અને ટીકાકારના નામની એક માળા તો ન ગણીએ પરંતુ તેમનું નામ પણ ખબર ન હોય તો તેમના પ્રત્યે અહોભાવ શું જાગે? ૧૪ પૂર્વ વગેરેનું માપ શા માટે બતાવ્યું? જેથી આપણને ગ્રંથકાર ઉપર વિશ્વાસ થાય, બહુમાન જાગે. જે ગ્રંથ ભણીએ તેના કર્તા પ્રત્યે અહોભાવ હોય તો ગ્રન્થના પદાર્થ અને પરમાર્થનું પરિણમન થાય, ક્ષયોપશમ વધે અને ગ્રંથ આઠ મહિનાને બદલે ચાર મહિનામાં ઊંડાણપૂર્વક પૂરો થાય. આપણે અહોભાવથી ગ્રંથકારના નામની માળા ગણીએ તો તેમની સન્મુખ થવાથી તેમની કૃપા વરસે અને જ્ઞાન પરિણમે. માળા ન ગણીએ તો તેમનાથી વિમુખ બનીએ, કૃપાને લાયક ન બનીએ. તે જ રીતે “ગુરુની તો પાઠ આપવાની ફરજ છે. માટે પાઠ આપે જ ને !” આ વિચાર અહોભાવના અભાવને સૂચવે છે. આ રીતે જે વિચારેલ હોય તે મુજબ બોલે તો કલહ થાય. જે કૃતજ્ઞભાવે પોતાના વિદ્યાગુરુનો કાપ કાઢે - પડિલેહણ કરે તે તેમના પ્રત્યે અહોભાવ દેખાડે છે. અહોભાવ ન હોય, પડિલેહણાદિ ન કરે તો ગ્રંથ લંબાય, સમજાય નહિ, યાદ ન રહે, ક્ષયોપશમ મંદ પડે, માંદા પડીએ, ચાલુ પાઠમાં કોઈ મળવા આવે -આવું પણ બને. અહોભાવથી હૈયું પરિપ્લાવિત નથી. માટે જ્ઞાનનો પાક ઉગતો નથી. રણમાં રહેલી રેતી પ્રકૃતિથી ઉષ્ણ હોય, પાક માટે અયોગ્ય હોય. ચોમાસામાં પણ રણમાં વરસાદ પડે નહિ. કદાચ વરસાદ વરસે તો પણ ખેતી ન થાય. ૪૯૬ Page #508 -------------------------------------------------------------------------- ________________ તે રીતે ગુરુદેવ-વિદ્યાગુરુ વગેરે પ્રત્યે દ્વેષ-દુર્ભાવ-અસદ્ભાવ વગેરે મનમાં હોય, જીવનમાં સાધુ-સાધ્વી જોડે કજીયા-કંકાશ વગેરે હોય ત્યાં સુધી જિનવાણી વરસે નહિ = યાદ રહે નહિ અને ગોખીએ તો પણ અણીના સમયે યાદ આવે નહિ, ભૂલાઈ જાય. ગુરુ-વિદ્યાગુરુ વગેરે પ્રત્યે અહોભાવ હોય તો જ્ઞાન ઉગી નીકળે. કયા કયા શાસ્ત્રમાં ખૂણે ખાંચે શું કહેલું છે ? મહત્ત્વપૂર્ણ બાબત ક્યા શાસ્ત્રમાં ક્યા સ્થળે છે ? તે ખરા અવસરે અચૂક યાદ આવે. પણ તે માટે શાસનશાસનપતિ-ગુરુ-ગુરુભાઈ-શાસ્ત્રકાર-શાસ્ત્ર આ બધા ઉપર અહોભાવ જોઈએ. એક પણ ઉપર આદર ન હોય તો ન ચાલે. તારકસ્થાન પ્રત્યે અહોભાવ હોય તો બીજા ભણતા હોય તેમાંથી પણ ઉપયોગની મહત્ત્વપૂર્ણ વસ્તુ આપણને સંભળાઈ જાય. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ યોગદૃષ્ટિ સમુચ્ચયમાં કહેલ છે કે શાસ્ત્ર ન ભણે તો પણ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ સહજ રીતે થાય. તેમાં તારકસ્થાન પ્રત્યે અદ્વેષ, તત્ત્વજિજ્ઞાસા, ૫૨મશુશ્રુષા વગેરે ગુણો કારણ તરીકે બતાવ્યા. મોક્ષ-મોક્ષદર્શક-મોક્ષમાર્ગદાતા-મોક્ષમાર્ગયાત્રી વગેરે તારક સ્થાન પ્રત્યે અદ્વેષ, “ભગવાનનો માર્ગ કેવો અદ્ભુત છે ! ક્યારે પૂર્ણ તાત્ત્વિક વીતરાગમાર્ગ જાણવા મળશે ?’” આવી તત્ત્વરુચિ જિજ્ઞાસા, જિનવચન સાંભળવાની ઉત્કંઠા = શુશ્રુષા, તત્ત્વ સંભળાવનાર પ્રત્યે રુચિ = ધર્મગુરુ પ્રત્યે રુચિ. વ્યવહારથી ભણવાના સંયોગ ન હોય છતાં પણ આ અદ્વેષ-જિજ્ઞાસા વગેરે આંતરિક તાત્ત્વિક ગુણો દૃઢ હોય તો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ સ્વાભાવિક થાય. જાતે ભણવાથી, વાંચવાથી ક્ષયોપશમ થાય જ- એવો નિયમ નથી. માટે જ ગુરુગમથી શાસ્ત્રને ભણવાનું અને ગુરુ પાસે તત્ત્વ સાંભળવાનું કહ્યું છે. યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં ‘શુશ્રુષા’ એવો શબ્દ મૂક્યો, પણ ‘પિપઠિષા’ એવો શબ્દ નથી મૂક્યો. ‘પિપઠિષા' માં કેન્દ્રસ્થાને પુસ્તકપ્રતના છાપેલા પાના આવે અને શુશ્રુષામાં કેન્દ્રસ્થાને ગુરુ આવે. ગુરુગમથી ભણવામાં ગુરુનું આસન પાથરવું, ભગવાન ગોઠવવા, ૪૯૭ = Page #509 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન કરવું.... વગેરે સ્વરૂપે ગુરુવિનય થવાથી જ્ઞાનાવરણ કર્મનો લયોપશમ થાય. આસન ગોઠવવું વગેરે કામ શ્રાવક કરે તે ચાલે નહિ. ગુરુ પ્રત્યે સભાવ કેળવવાથી-વધારવાથી-વિશુદ્ધ બનાવવાથી ક્ષયોપશમ થાય. પ્રતનું પાનું જ્યાં ત્યાં રખડે – ઉડી જાય તેમ રાખે, પ્રત જેમતેમ બંધ કરી મૂકી દે. આ બધું શુશ્રુષાનો અભાવ સૂચવે છે. આવી ઝીણી ઝીણી બાબતમાં ચીવટ રાખવાથી શુશ્રુષાની ભૂમિકા આવે. બેદરકારીથી વિહારમાં પ્રતિ વગેરે આગલા મૂકામે ભૂલાઈ જાય, વિદ્યાગુરુ પ્રત્યે આદર ન હોય, તત્ત્વજિજ્ઞાસા પ્રગટી ન હોય, આત્મકલ્યાણની ઝંખના ન હોય તો સમજવું કે આપણામાં શુશ્રુષા અને શાસ્ત્રશ્રવણની ખરી લાયકાત આવી નથી. છાપેલી વ્યવસ્થિત પ્રત તો વર્તમાનકાળમાં આવે છે. પહેલાં તો જૂની તાડપત્રીઓ ઉપર લખાણ હતા. હસ્તપ્રતનું પાનું પવનથી ઉડીને પડતાં બટકી પડે તો ચીકણા અંતરાય બંધાય, કારણ કે શાસ્ત્ર રચવાની શક્તિ તો છે નહિ અને ઉપરથી શાસ્ત્રનાશ થાય તેવી બેદરકારી કરીએ. તે કેમ ચાલે? વર્તમાનકાળમાં જોઈએ તો ભણવાનો રસ ઘણા સ્થળે દેખાય છે. પણ જ્ઞાન-જ્ઞાની-સહાધ્યાયી-જ્ઞાનોપકરણ આદિ પ્રત્યે અહોભાવની ખામી જણાય છે. ઘણી વાર તેમની આશાતના પણ જોવા મળે છે. આથી ભણવા છતાં સતત જ્ઞાનાવરણકર્મનો બંધ પ્રાયઃ ચાલુ રહે. આપણા જીવનમાં આવું હોય તો આ એક દયાજનક પરિસ્થિતિ કહેવાય. હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે અહોભાવ, તત્ત્વ જિજ્ઞાસા અને શાસ્ત્રને સાંભળવાની ઈચ્છા હોય તો સંયોગવશ શાસ્ત્ર ન સાંભળવા છતાં અવંધ્ય અને અમોઘ એવો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય, જેથી જીવંત સમ્યગું જ્ઞાન જીવનમાં ઉગે. શાસ્ત્રો ભણે પરંતુ શાસ્ત્ર-શાસ્ત્રકાર-ગુરુ વગેરે પ્રત્યે અહોભાવ ન હોય તો શ્રવણ છે પણ શુશ્રુષા નથી. માટે જ્ઞાનાવરણનો મર્મવેધક ક્ષયોપશમ થાય નહિ. શ્રવણ = ખોદકામ અને શુશ્રુષા = ભૂમિગત પાણીની સેર છે. શ્રવણ તે નિમિત્ત કારણ છે, ગૌણ છે. શુશ્રુષા ઉપાદાન કારણ છે, મુખ્ય છે. ४८८ Page #510 -------------------------------------------------------------------------- ________________ જમીનમાં ખાડો ખોદો તો પાણી નીકળે.' આ અધૂરું સત્ય છે. મહત્ત્વની શરત એ છે કે ખોદકામ જ્યાં થાય છે તે જમીન રણની ન હોવી જોઈએ. પણ અંદ૨માં પાણીનું વહેણ પસાર થાય તેવી જમીન હોવી જોઈએ. જમીન ખોદવાના સ્થાને ગોખવાની-ભણવાની પ્રવૃત્તિ છે. અને વહેણના સ્થાને બહુમાન- વિનય-ભક્તિ-જયણા-થૂંક લાગવાથી આશાતના ન થાય વગેરે તત્ત્વો છે. ખોદવા કરતાં પણ ભૂમિગત જલપ્રવાહ-વહેણ મહત્ત્વના સ્થાને છે. તેમ ગોખવા કરતાં પણ બહુમાન વગેરે મહત્ત્વના સ્થાને છે. કલહ-કજીયા-કંકાશસ્વરૂપ પર્વતમાં આરાધકભાવનો કૂવો ખોદી ન શકાય. તેમાંથી પાણી નીકળવાની આશા રાખવી અસ્થાને છે. માટે કલહ કરે તે જ્ઞાનામૃત કયાંથી પામી શકે ? શાસ્ત્રો મનમાં વાંચવા તે વાસ્તવમાં સ્વાધ્યાય ન ગણાય. ઘોષપૂર્વક શાસ્ત્રપાઠ- શ્લોકોચ્ચાર થવો જરૂરી છે. બાકી ‘ઘોસદીનું’ નામે જ્ઞાનની આશાતના થાય. પરંતુ બોલવામાં થૂંક વગેરે ઉડીને લાગવાની શક્યતા છે. માટે મુહપત્તિના ઉપયોગપૂર્વક અને ઉચ્ચારપૂર્વક વાંચવું. એકલા વાંચતી વખતે પણ બોલીને વાંચવું. આ રીતે શાસ્રવચન જીભ પર ચડે. ઘણી વાર એવું થાય કે શાસ્ત્ર મનમાં વાંચે, પ્રતિક્રમણ મનમાં ભણાવે. પછી જીભની ખણજ પોષવા પારકી પંચાત કરે. તેના બદલે મોઢેથી શાસ્ત્રો બોલીને જીભને થકવીએ તો લૂલી જીભ પારકી પંચાત ન કરે. માટે જે પણ ગ્રન્થ વાંચીએ, પુનરાવર્તન કરીએ તે બોલીને કરીએ. પુનામાં સોનારધર્મશાળામાં મારૂં દીક્ષાજીવનનું બીજું ચોમાસુ હતું. પ.પૂ. દાદાગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે મારી સામે જોયું અને હું તેઓશ્રી પાસે ગયો “કાંઈ કામ-સેવા ?” “શું કરતો હતો?'' “સ્વાધ્યાય”. “વાંચીને કે બોલીને?” “વાંચીને”. “ફક્ત વાંચે તો સ્વાધ્યાય ન ગણાય. બોલીને વાંચે તો જિનવાણી ઉડીને જીભ પર આવે, કારણ કે તેમાં જિનવાણીનો પ્રેમ આત્મસાત્ થાય છે. જિનવાણી ૪૯૯ Page #511 -------------------------------------------------------------------------- ________________ ઉપર સાચો પ્રેમ તો કહેવાય જો તેને જીભથી પ્રેમથી રટવાનો બોલવાનો કાંઈક પ્રામાણિક પ્રયત્ન કરીએ.” ભોગ આપ્યા વિના અંદરની લાગણી/ભક્તિ/પ્રીતિ સાચી કઈ રીતે કહેવાય? You can give without loving. But you can not love without giving. સાધુ જીભ વડે તાત્ત્વિક ઉપકાર કરે અને કાયા દ્વારા વ્યાવહારિક ઉપકાર કરે. પણ જો “ગુરુ ભલે બોલે, આપણે જેમ કરીએ છીએ તેમ કરવાનું” એમ વિચારીએ તો ગુરુ બીજી વાર કહે નહિ. માટે “ગુરુએ એક વાર જે કહ્યું તે એવી રીતે ઝીલું કે બીજી વાર કહેવું ન પડે.” એ પરિણામ સાચા ગુરુસન્માનને સૂચવે છે. તેનાથી શાસ્ત્રકારોએ જે લક્ષ્ય બતાવ્યું ત્યાં સુધી પહોંચવાનું બળ મળે. અન્યથા “આવશ્યકનિર્યુક્તિમાં આ વાત આવે છે ?” આવું કોઈ પૂછે ત્યારે જવાબ આપવો પડે કે “આવશ્યકનિર્યુક્તિ વાંચી છે, પણ આ વાતનો ખ્યાલ નથી.” માટે અહોભાવ વગેરે આંતરિક મોક્ષમાર્ગ મજબૂત પકડો તો વિકાસ થાય. અહોભાવ વિના બોલવું, ગોખવું, લખવું, સાંભળવું વગેરે કદાચ માત્ર મજૂરી બની રહે. તેનાથી પુણ્ય મળે પણ નિર્જરા ન થાય. ગુરુ તો વાચના-પાઠ-વ્યાખ્યાન વગેરે માધ્યમથી માર્ગ યાદ કરાવે. આપણે વાતને ઝીલી જીવનભર ટકાવીએ તો આપણા જીવનમાં તે ઉગી શકે. નવું સાંભળવાનો અને ન જાણેલું જાણવાનો આપણને ઉત્સાહ ઘણો છે. પણ જે જાણેલું છે તેને ઉતારવાનો ઉત્સાહ ન હોય તો વીતરાગકથિત તાત્ત્વિક મોક્ષમાર્ગ ન મળે કે ન ફળે. માટે તારકસ્થાન પ્રત્યે, બહુમાનભાવ, સહાધ્યાયી પ્રત્યે સહાયકભાવ વગેરે આંતરિક મોક્ષમાર્ગે ચાલીએ અને કલહ વગેરે આંતરિક ઉન્માર્ગને છોડીએ તો સમાધિ મેળવી શકાય. ૫૦૦ Page #512 -------------------------------------------------------------------------- ________________ - અઢાર-ઓગણીસમું અસમાધિસ્થાન તજીએ ૧૮મું અસમાધિસ્થાન છે. ગ્રંવારી? જેનાથી ગ્રુપ-ગણ-સમુદાયના ટુકડા થાય તેવું બોલે કે કરે તે ૧૮મું અસમાધિસ્થાન છે. અનાદિકાળથી નિગોદમાં આપણે અનંતા જીવોની સાથે રહ્યા અને ભવિષ્યમાં નિર્વાણમાં પણ અનંતકાળ સુધી અનંતાની સાથે રહેવાનું છે. અત્યારે આપણા ગ્રુપમાં કે સમુદાયમાં જે ૨૫-૫૦ સાધુ-સાધ્વીજી છે તેની સાથે સંપીને રહેવાની કેળવેલી વૃત્તિ આપણને મોક્ષે પહોંચાડવાનું કામ કરશે. ગુરુકુલવાસમાં-સમુદાયમાં-ગ્રુપમાં સંપીને રહેવાનું વલણ હોય તો મોક્ષમાં અનંતાની સાથે રહેવાની યોગ્યતા પ્રગટ થાય, બાકી ન થાય. ઉત્તમ ભૂમિકા એ છે કે આપણે જ્યાં જઈએ ત્યાં બધા પરસ્પર નજીક આવે એવા પ્રયત્ન કરીએ. તેના બદલે આપણે આપણી આરાધનામાં મસ્ત રહીએ તે મધ્યમ ભૂમિકા. પરંતુ ગણના સમુદાયના ટુકડા થાય તેવું કરવું તે કનિષ્ઠભૂમિકા છે. - સાધુ પાણી જેવો હોય, સાધુની વાણી પણ પાણી જેવી હોય. ઈટ, સિમેંટ, રેતી બધા અલગ હોય છે. એકબીજા સાથે ઈંટ-સિમેન્ટરેતી વગેરે સ્વયં મિક્ષ ન થાય. બે ઈટ કે ઈંટ અને સિમેન્ટ સ્વયં ભેગા ન થાય. પણ તેમાં પાણી નાંખો તો ભેગા થાય. તેમાં પાણી ભળે તો એ રીતે બધા ભેગા થઈ જાય કે પછી છૂટા પાડવામાં તકલીફ પડે. પછી પાણી તો તેમાંથી ઉડી જાય. તેમ સાધુની વાણી બે સાધુની વચ્ચે અણગમો અને વેરની ગાંઠ ઓગાળે અને પરસ્પરને સાથે સંપીને રાખે તેવી હોય. પછી પાણીનું અસ્તિત્વ ન રહે તેમ વાણીનું પણ અસ્તિત્વ ન જોઈએ. અર્થાત “ખબર છે ને ! મેં તમારા બેની વચ્ચે મેળ કરાવ્યો હતો.” – આવી વાણી ન જોઈએ. બાકી પાણી ફરી १८. झंझकारी य जेण जेण गणस्स भेओ भवइ सब्बो वा गणो झंझविओ अच्छइ તારિસ માસ રે વા | - અાવશ્યનિતિરિમીયવૃત્તિ (પૃ.૬૪) H૫૦૧ Page #513 -------------------------------------------------------------------------- ________________ વળે. બન્ને પાછા છુટા પડી જાય અથવા આપણા પ્રત્યે અણગમો થાય. જ્યાં જઈએ ત્યાં બધાને નજીક લાવીએ, એ સાચું સાધુપણું છે. તેનાથી જીવનમાં સાચી સમાધિ મળે. -- તેના બદલે નારદવેળા કરીએ, ગુરુ માટે શિષ્યના કાનમાં ફૂંક મારીએ કે “તમારા ગુરુ આમ કહેતા હતા અને શિષ્ય માટે ગુરુના કાનમાં ફૂંક મારીએ કે “તમારા શિષ્ય તમારા માટે આમ બોલતા હતા” અને શિષ્યના મનમાં ગુરુ પ્રત્યે સદ્ભાવ દૂર કરીને ઉદ્વેગ કરાવીએ તો સમજવું કે આપણા હૈયામાં ક્યારેય પણ ગુરુતત્ત્વની પ્રતિષ્ઠા થવાની નથી. તેનાથી ગુરુપણાની = ગુરુ થવાની યોગ્યતા પણ નાશ પામે. તેના બદલે જો શિષ્યના દિલમાં ગુરુ પ્રત્યે સદ્ભાવ પ્રગટાવીએ તો આપણા હૈયામાં ગુરુતત્ત્વની અચલ પ્રતિષ્ઠા થાય અને ગુરુ બનવાની લાયકાત આવે. ગુરુ-શિષ્યને કે બે ગુરુભાઈને પણ જો વિખુટા ન પડાય તો સમુદાયના બે ટુકડા તો કેવી રીતે કરાય? આપણામાં કોઈક વ્યક્તિગત નબળાઈ હોય તે કદાચ ચાલે પણ સંઘના કે સમુદાયના ભેદ અને ટુકડા કરવાનું તો હરગિઝ ન ચાલે. ચૌદસે નવકારશી કરવામાં નુકસાન ઓછું પણ સંઘભેદ-સમુદાયભેદવ્યક્તિભેદ કરવામાં તો કલ્પનાતીત નુકસાન છે. માટે તેવી મોટી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું. જે સાધુ નાના સંયમ પર્યાય વખતે બે વ્યક્તિની વચ્ચે ભેદ પાડે તે સંયમપર્યાય મોટો થયા પછી પોતાની પાસે શક્તિ હશે તો પ્રાયઃ સમુદાયના પણ ટુકડા પાડશે, કારણ કે અલ્પ દીક્ષા પર્યાય વખતે પણ ટ્રેક તો એ જ હતો. | દોષ, દવ (દાવાનળ) અને દેવું નાનું હોય ત્યારે અટકાવીએ તો સહેલાઈથી ખતમ થાય. એને તરત ન અટકાવીએ તો કાળાંતરે તે આઉટ ઓફ કંટ્રોલ થાય. પિંડનિર્યુક્તિમાં પ્રામિત્વ દોષના નિરૂપણમાં (ગા.૩૪૫) દષ્ટાંત આવે છે. પોતાના ભાઈ મહારાજ ગામમાં પધાર્યા. તેમનો લાભ ૫૦૨) Page #514 -------------------------------------------------------------------------- ________________ લેવા માટે સંસારી બેનને ઉત્તમ ભોજન બનાવવાની ભાવના થઈ. પણ આર્થિક પરિસ્થિતિ નબળી હતી. તેથી શેઠ પાસેથી અનાજ આદિ સામગ્રી ઉધાર લાવી ભોજનના ઉત્તમ દ્રવ્ય બનાવી ભાઈ મહારાજને વહોરાવે છે. પણ પોતે વિધવા છે, કમાણીની તાકાત નથી, આવકનું વિશેષ માધ્યમ નથી. તેથી પોતે જે વસ્તુ ઉધાર લાવી હતી તેના પૈસા ચૂકવી ન શકી અને શેઠને ત્યાં ગુલામ તરીકે પોતાને વેચાવું પડ્યું. દેવું નાનું હોય તો પણ વધતા વધતા ભારે બને. ૧૦ રૂ.નું દેવું હોય અને પાંચ વર્ષે બમણું થાય એ રીતે હિસાબ માંડીએ તો ૧૦૦ વર્ષે ૧,૦૪,૮૫,૭૬૦ રૂ. સુધી દેવું પહોંચી જાય. તો પછી નાના નાના દોષના સેવન રૂપ પાપનું દેવું ભવિષ્યમાં વ્યાજસહિત ચૂકવવું પડશે ત્યારે હાલત કેવી થશે? કારણ કે કર્મસત્તાનું દેવું તો કરોડો વર્ષ પછી પણ ચૂકવવાનું આવશે જ. ચીભડાની છાલ ઉતારીને તેની અનુમોદના કરી તો મોક્ષે જવાની બે ઘડી પહેલાં કર્મસત્તાએ ખંધકમુનિના જીવતા ચામડા ઉતાર્યા. આપણો મોક્ષ તો નિશ્ચિત પણ નથી કે ૫૦ ભવ પછી થશે કે ૫૦૦ ભવ પછી ? અને આવી સ્થિતિમાં કર્મનું દેવું વધતું જાય તો હાલત શું થશે ? શું આપણને માફી મળશે? સજામાં સેન્સરશીપ મળશે ? એનો ભરોસો શું ? આ બધું ગંભીરતાથી વિચારવાનું છે. દવ = અગ્નિ નાનો હોય તો એક ગ્લાસ પાણીથી બુઝાઈ જાય. પણ જો આગ મોટી હોય તો અગ્નિશમનદળ-ફાયર બ્રિગેડના માણસો પણ તેને પહોંચી ન શકે. દોષનું પણ એવું જ છે. દીક્ષા પછી બપોરના ગોચરી વધવાના કારણે એકાદ દિવસ દશ મિનિટ સૂવાનું ચાલુ થાય, એમાંથી વધતાવધતા અડધો કલાક સુધી ટેવ પડી જતાં વાર ન લાગે. પછી બપોરે વાચના કે પાઠ હોય તો અચૂક ઝોકા આવે, માટે શરૂઆતમાં જ કંટ્રોલ રાખીએ તો આવા નાના નાના દોષો ઘૂસે નહિ. તેના માટે ઉપાયો પણ છે. જેમ કે બપોરે ઉંઘ આવે ત્યારે બધા વડીલ ૫૦૩ Page #515 -------------------------------------------------------------------------- ________________ મહાત્માઓને વંદન કરી લઈએ, ઓઘાનું અને ઉપધિનું પડિલેહણ કરી લઈએ, બહાર સ્થંડિલ જઈ આવીએ, કયારેક ગ્લાન-વૃદ્ધ-વડીલનો કાપ કાઢવા બેસી જઈએ, બીજાને પાઠ આપવાનો ગોઠવી દઈએ તો તેમાં બોલવાથી ઉંઘ ઉડી જાય. પાઠ આપવાનો ન હોય તો ઉભા ઉભા સ્વાધ્યાય કરવો. આ રીતે દોષમાંથી છૂટવાનો સક્રિય પ્રયત્ન કરવો જોઈએ. તેના બદલે ‘ગુરુદેવ કે વડીલ અત્યારે બપોરે સૂતા છે. માટે હું સૂઈ જાઉં. તે ઉઠે તેની પહેલાં ઉઠી જઈશ.' આ રીતે કુટેવ પાડવી, કુટેવો છૂપાવવી... આવું કરવાથી તો અનેક દૂષણો ઘૂસી શકે. આપણે પહેલાં ટેવ પાડીએ અને પછી ટેવ આપણને આધ્યાત્મિક જગતમાંથી નીચે પાડે. વાતો કરવાની ટેવ પાડી હોય પછી પાલિતાણાની યાત્રા કરતા પણ વાતો ચાલુ રહે. “મચ્છરના લીધે રાતે ઉંઘ ન આવી. રસ્તો લાંબો નીકળ્યો. અહીંનું પાણી ભારે છે. પેટ સાફ નથી આવ્યું. ભોજનશાળામાં રોટલી કાચી હોય છે.” વગેરે બોલવા દ્વારા શત્રુંજય ગિરિરાજ પર પણ આવી કુટેવ ચાલુ રહે. ક્રૂર એવા દ્રવિડ અને વારિખિલ્લ, દસ ક્રોડ સૈનિકોની સાથે જે ગિરિરાજ પર કેવળજ્ઞાન પામ્યા ત્યાં આવા વલણના લીધે સમ્યજ્ઞાન પણ પ્રગટ ન થઈ શકે. આ રીતે ગિરિરાજની કરેલી અવહેલનાથી ભવાંતરમાં પાછો ગિરિરાજ પણ ન મળે એવા અંતરાય બંધાય. પડી ગયેલી ટેવ ક્યાં અને કેટલી હદ સુધી હેરાન કરે ? તે ખબર ન પડે. નિશીથભાષ્યમાં (ગાથા-૨૧૦૬) કહેલ છે કે વિહાર કરતી વખતે કે ગોચરીમાં સાધુને સામે સાધુ મળે અથવા સાધ્વીને સામે સાધ્વી મળે તો ‘મર્ત્યએણ વંદામિ’ બોલે. પણ સાધુએ સાધ્વીને કે સાધ્વીજીએ સાધુને રસ્તામાં ‘મત્થએણ વંદામિ' બોલવાનું (=ફેટાવંદન પણ કરવાનું) નથી. બોલે તો ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. માત્ર રોડ પર ચાલતા ચાલતા બે શબ્દ બોલવામાં પણ આ પ્રાયશ્ચિત્ત હોય તો લાંબો સમય સાધ્વીજી સાથે વાતો કરતા સાધુને શું પ્રાયશ્ચિત્ત આવી શકે? તે વિચારવાનું -૫૦૪ - Page #516 -------------------------------------------------------------------------- ________________ છે. રસ્તા પર “મFએણ વંદામિ' થી વાતની શરૂઆત થાય પછી તે વાત કેટલી આગળ વધે? તેની ખબર પડતી નથી. દેશ-કાળ બદલાઈ ગયા છે. વર્તમાન કાળમાં સામે દેખાય અને ન બોલીએ તો આપણે અક્કડ લાગીએ. “ક્યા સમુદાયના છે? અભિમાની છે....... વગેરે ખોટી કલ્પનાઓ કે દુર્ભાવ આપણા પ્રત્યે સામાવાળાને ન થાય તે માટે કદાચ “મર્થીએણ વંદામિ’ બોલીએ તો પણ જો આપણે માર્ગ જાણેલો હોય તો કોઈ વિજાતીય સંયમી રસ્તામાં આપણી સાથે કદાચ ન બોલે તો સામેથી તેને બોલાવવાનું મન ન થાય, આપણે તેના પ્રત્યે ઉગ કરવા દ્વારા તેને અન્યાય ન કરી બેસીએ. વળી, સાધ્વીજી સાથે રસ્તામાં સાધુ વાત કરે તો ઈતર લોકો પણ ખોટી કલ્પના કરે. પાલીતાણામાં પૂજ્ય પ્રેમસૂરિ મહારાજા અને પૂજ્ય ભુવનભાનુસૂરિ મહારાજા (ત્યારે પૂ.પં.ભાનવિજયજી ગણિવર) યાત્રાએ જતા હતા. સામે ભુવનભાનુસૂરિ મ.સા.ના બેન સાધ્વીજી હંસકીર્તિશ્રીજી મળ્યા. બેન સાધ્વીજીને આવતા જોઈને તે ધીમા પડી ગયા અને વાત કરવા ઉભા રહ્યા. પૂજ્ય પ્રેમસૂરિ મહારાજાને ખ્યાલ આવી ગયો. તેમણે પાછળ જોયું અને પૂજ્ય ભુવનભાનુસૂરિ મ.સા. તરત ગુરુદેવ પાસે આવ્યા. પ્રેમસૂરિ મહારાજાએ પૂછ્યું “શું કરતો હતો?” “બેન મ.સા. સાથે વાત કરવા ઉભો રહ્યો હતો.” “તું અને હું સમજીએ છીએ કે તારા બેન મ.સા. છે પણ દુનિયા શું સમજે? ખોટી કલ્પના કરે ને !” આમ રસ્તામાં પોતાના વિદ્વાનું પ્રવચનકાર શિષ્યનો ઉધડો લીધો. જે ગુરુ પોતે આંતરિક મોક્ષમાર્ગને જાણે તે શિષ્યને ઘડી શકે. પણ પોતે જ માર્ગને જાણે નહિ તો ? રસ્તામાં વાતો કરતા સાધ્વીજીને ચોમાસુ સાથે કરવાની વાત કરે. ચોમાસામાં પત્રવ્યવહાર ચાલુ થાય પછી આગળ પરિણામ ક્યાં સુધી આવે તેની ખબર શું પડે ? માટે જ શાસ્ત્રકારોએ રસ્તામાં સાધ્વીજી પ્રત્યે “મFએણ વંદામિ' બોલવાની પણ સાધુને ના પાડી દીધી. “મૂર્વ નાસ્તિ યુતઃ શાણા ?' પ્રશ્નઃ આ રીતે રસ્તામાં ન બોલાય તે જાણતા જ ન હોઈએ તો? ૫૦૫ Page #517 -------------------------------------------------------------------------- ________________ જવાબ : માર્ગને જાણવાનો પ્રયત્ન કરવાનો અને આપણે જેટલું જાણીએ એટલું જીવનમાં ઉતારવાનું. ઝેર અજાણતા ખવાય તો મારે નહિ- એવું નથી. જો આપણે માર્ગને જાણીએ તો (૧) કોઈ સાધ્વીજી આપણને ન બોલાવે તો મનમાં વિકલ્પ ન આવે. (૨) બોલવાનો પ્રસંગ આવે તો વાતો લંબાવવાની ઈચ્છા ન થાય. તથા ‘કેટલો વિહાર કર્યો ? ક્યાં ચોમાસું કર્યું ? કેટલો તપ કર્યો ? વ્યાખ્યાનમાં કેટલા માણસો આવતા હતા ? ટ્રસ્ટીઓ કેવા હતા ? લોકોને ધર્મરસ કેટલો ? ચોમાસુ કેવું ગયું?' વગેરે બહિર્મુખતાપોષક વાતો ઉભી ન થાય. બાકી અજ્ઞાન રૂપી ખીણમાં પડવાથી હાડકા ભાંગે. મૂળ વાત ઉપર આવીએ સંઘના કે સમુદાયના ટુકડા કરવા રૂપ મોટી વિસ્ફોટક શક્તિ કે બે વ્યક્તિમાં ફાટફૂટ પડાવવા રૂપ નાની વિસ્ફોટક શક્તિ- બન્ને અસમાધિ કરનારી છે. ગુરુ-શિષ્ય વચ્ચે સારો મેળ હોય. પણ આપણે શિષ્યને વહાલા બનવા ગુરુના દોષો દેખાડીએ તો ભવાંતરમાં ગુરુપ્રાપ્તિ ન થાય. આમ (૧) આ લોકમાં ગુરુ બનવાની લાયકાત જાય, (૨) પરલોકમાં સદ્ગુરુને મેળવવાની લાયકાત જાય અને (૩) પોતાનામાં ગુરુતત્ત્વ પ્રતિષ્ઠિત થઈ ન શકે. કારણ કે પોતે કોઈના જીવમાં કાતર બની કાપવાનું કામ કર્યું છે. પણ સોય બનીને સાંધવાનું કામ નથી કર્યું. માટે સોય બનીને સાંધવાનું કામ કરીએ તો સમાધિ મળે. કોઈક ગુરુશિષ્યની વચ્ચે મેળ પાડીએ તો આપણામાં ગુરુતત્ત્વ પ્રગટે. આપણે ગુરુ બની શકીએ. પણ જો વૃત્તિ ખરાબ હોય તો નુકસાન બહુ મોટું છે. બે વ્યક્તિની વચ્ચે પણ જો ભેદ ન કરાય તો સમુદાયની વચ્ચે તો ભેદ કઈ રીતે કરી શકાય ? 'सव्वो वा गणो झंझाविओ होइ तारिसो भासइ बोलेइ वा ' આખા ગણના બધાના જીવ ઊંચા થાય એવું કરે અથવા બોલે તે અસમાધિનું જ સ્થાન છે. દરેક સમુદાયની ચોક્કસ મર્યાદા હોય, આચરણા હોય. તેને ૫૦૬ Page #518 -------------------------------------------------------------------------- ________________ જાણવાનો અને તેને અનુસાર જીવન બનાવવાનો પ્રયત્ન કરવાનો. “પેલા સમુદાયમાં આવું ચાલે છે. માટે હું પણ આવું કરું.” આવો વિચાર કોઈ મોટી બાબતમાં હોય અને તે વિચારને આડેધડ જાહેર કરે તો પોતાના સમુદાયના બધાના જીવ ઊંચા કરે. આ સ્વચ્છંદતા છે, અસમાધિનું કારણ છે. જ્યાં રહેલા છીએ ત્યાંની મર્યાદા જાણીને તે રીતે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. દા.ત. પૂ.ગુણરત્નસૂરિજી મ.સા. સાથે રહેલા હો તો આઠ-દસ મહિને કાપ કાઢવો, રોજ એકાસણા કરવા વગેરેની તૈયારી જોઈએ. ત્યારે એમ વિચારે કે “મારા ગુરુ મ.સા. સાથે રહેતો હતો તો પંદર દિવસે કાપ કાઢતો હતો. માટે અહીં પણ વહેલો કાપ કાઢીશ અને ત્રણ ટંક વાપરીશ' તો એકના કારણે આખો સમુદાય કે ગ્રુપ વેરવિખેર અને બરબાદ થાય, પરસ્પર સંબંધો ખાટા થાય, આપણાથી બીજાના મન ઉદ્વિગ્ન થાય. આવું ન ચાલે. આપણે તો આપણા નિમિત્તે એકને પણ ઉગ ન થાય તેની કાળજી રાખવાની છે. કદાચ (૧) આપણા કર્મો ભારે હોય, (૨) આપણે અવાર-નવાર દોષનો શિકાર બનીએ, (૩) આપણા મલિન અનુબંધો મજબૂત હોય તો પણ તેના કારણે સમુદાયમાં ખટાશ ઉભી થાય, આપણો ચેપ બીજાને લાગે એવું વર્તન તો ન જ કરવું. “અમે તો અમારા ગ્રુપમાં આ રીતે ટેવાયેલા છીએ” -આ પ્રમાણે પાછળથી વડીલોને ખુલાસા બતાવવા તે ઉચિત નથી. તે જ રીતે જે કામ કરવાનો જ્યારે અવકાશ હોય, આવશ્યકતા હોય ત્યારે તરત કરવું. દા.ત.ગુરુ બોલાવે ત્યારે “આવું છું” એમ જવાબ આપે અને દસ મિનિટ પછી જાય ત્યાં સુધીમાં ગુરુએ તે કામ જાતે કરી લીધું હોય અથવા બીજા પાસે કરાવી લીધું હોય અને આપણે ખુલાસો કરીએ કે “મારા મનમાં કામ ન કરવુંએવો કોઈ ભાવ નહોતો” આ ન ચાલે. પૂજ્ય યશોદેવસૂરિ મહારાજાના શિષ્ય પૂજ્ય ત્રિલોચનસૂરિ મ.સા. ૧૦૮ લોમ્મસનો કાઉસગ્ગ કરતા હોય, ૯૨ લોગસ્સ પૂરા થયા હોય અને ગુરુ મહારાજ બોલાવે તો વિચાર-વિલંબ કર્યા વિના “હાજી' ૫૦ ૭ Page #519 -------------------------------------------------------------------------- ________________ કહીને પહોંચી જાય. બીજી વાર કાઉસ્સગ્ગ પહેલેથી કરવાની તૈયારી રાખે. મનમાં કોઈ જાતનો ઉદ્વેગ ન હોય. કારણ કે કાઉસગ્ગની સાધના પોતાની વ્યક્તિગત આરાધના છે. જ્યારે ગુરુ યાદ કરે કે તરત પ્રેમથી પહોંચી જવું તે ઉપાસના કહેવાય. આરાધના કરતાં પણ ઉપાસના ચઢે. આરાધનામાં પ્રાયઃ કાયયોગની મુખ્યતા હોય. જ્યારે ઉપાસનામાં મનોયોગની મુખ્યતા હોય છે. કાયયોગ કરતાં મનોયોગ અપેક્ષાએ બળવાન છે. તેઓ સમજતા હતા કે “મારૂં નામ મારા ગુરુના મોઢે ચડે તે મારૂં પરમ સૌભાગ્ય છે.” તેથી જ કાઉસગ્ગ છોડીને પહોંચી શકતા હતા. આ આરાધકભાવનું/ઉપાસનાનું પરિણામ છે. બાકી વિરાધકભાવ હોય તો વિચાર આવી શકે કે ‘ગુરુજી મને જ બધા કામ સોંપે છે. મારો ભોગ લેવાયો. મારે જ દસ ધક્કા ખાવાના....” આને લીધે સંયમજીવન હારી જાય. કાઉસગ્ગ કરતાં પોતાને ગુરુદેવ બોલાવે ત્યારે અહોભાવથી પહોંચી જવું તેમાં મોટી કમાણી છે. જેમ સંવત્સરીનો અટ્નમ પર્યુષણના દિવસોમાં કરે અને સંઘને આરાધના કરાવી ન શકે તો તે કરતાં અઠ્ઠમ આગળ કે પાછળ કરી પર્યુષણમાં ગુર્વજ્ઞા મુજબ સંઘમાં વ્યાખ્યાન વાંચવું તે મોટી આરાધના છે. પોતાની વ્યક્તિગત અટ્ઠમની આરાધના તેની સામે ગૌણ છે. તે જ રીતે કાઉસગ્ગમાં ગુરુદેવ બોલાવે ત્યારે સમજવું. આવશ્યક ઊંચી આરાધનાની ઉપેક્ષા કરીને કરેલી નીચેની કક્ષાની આરાધના પાપ બંધાવે, પુણ્ય નહિ. ૯૨ લોગસ્સ તો પૂરા થયા અને માત્ર ૧૬ લોગસ્સ બાકી છે. છતાં પણ કાઉસગ્ગ છોડીને ગુરુ પાસે વિના વિકલ્પે ‘તહત્તિ’ સાથે પૂજ્ય ત્રિલોચનસૂરિજી મહારાજ પહોંચ્યા અને આપણે કાઉસ્સગ્ગમાં ન હોઈએ, છતાં રાતના બોલાવે તો પણ ગુરુ પાસે ન જઈએ, બે વાર બોલાવે પછી જવાનું, દૂરથી ‘શું છે ?' એમ પૂછીએ, ગુરુ ઠપકો આપે કે ‘વિનય નથી આવડતો?’ ત્યારે જવાબ આપીએ કે ‘હું ઘેર મમ્મીને પણ આમ જ કહેતો હતો. હું ૫૦૮ Page #520 -------------------------------------------------------------------------- ________________ આ બધું ન મર્યાદાનું = આ જ રીતે ટેવાયેલો છું. હું તો ફ્રી માઈન્ડ છું.' તો ચાલે. આપણે સંયમી છીએ. સમ્ સારી રીતે, યમ = જીવનમાં પાલન કરવું સંયમ. તે કરનાર = સંયમી. સંસારની પ્રવૃત્તિનું પોટલું ઉકરડામાં ફેંકીને અહીંનું જીવન જાણી તે મુજબ જીવવા સક્રિય બનવાનું છે. દીક્ષા પહેલાં બપોરે સૂતા હોઈએ. માટે અહીં બપોરે સૂવું તે મર્યાદા નથી. દીક્ષા પહેલાં જે રીતે બોલતા હતા તે રીતે બોલવું તે સંયમજીવનની મર્યાદા નથી. માતુશ્રી, માતાજી, મમ્મી અને બાપની બાયડી -આ શબ્દોના અર્થ એક જ છે. છતાં શબ્દની પાછળના ભાવમાં ઘણો ફરક પડે છે. સંસારની જેમ અહીં બોલીએ તે ન ચાલે. “આવું બોલવાની પાછળ મારો ખરાબ ભાવ નહોતો” એમ ન વિચારવું પણ “મારા વર્તનથી વડીલના મનમાં શું ભાવ જાગશે ? કઈ રીતે બોલવું વધુ યોગ્ય ગણાય ?” તે વિચારવાનું. બાકી દુર્ગતિ ઊભી થઈ જાય. સતત મર્યાદાનું પાલન કરીએ તો (૧) સ્વનિમિત્તે બીજાને સંકલેશ ન થાય અને (૨) પોતાને પણ ઉદ્ધતાઈ-તોછડાઈ વગેરે રૂપે સંકલેશ ન થાય. માટે જીવનભર આવી ઝીણી ઝીણી બાબતોને પણ પકડી રાખવાની. = સાંજે વિહારમાં બીજા કરતાં દસ મિનિટ મોડા પહોંચીએ તે કદાચ ચાલે પણ એક કલાક મોડા પહોંચીએ તે ન ચાલે. બધાના પ્રતિક્રમણ થઈ જાય છતાં ન આવીએ તો બધાના જીવ ઊંચા થઈ જાય. ‘શું થયું હશે ? એકલા છે. કાંઈ થયું હશે તો ? ક્યાંક પડી ગયા હશે કે એક્સિડન્ટ થયો હશે કે રસ્તો ભૂલી ગયા હશે ?' વગેરે સંકલ્પવિકલ્પો અને ચિંતાઓ ઉભી થાય. ‘આપણા નિમિત્તે જેને જે થવું હોય તે થાય, આપણે તો આપણી રીતે જીવો' એમ વિચારીએ તે ન ચાલે. જો એકલા પડી જવાથી વિહારમાં આપણે ધીમા ચાલતા હોઈએ તો બે-ત્રણ જણની સાથે રહીએ અથવા વહેલા નીકળીએ તો ૫૦૯ Page #521 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના માર્ગ ઉપર શ્રદ્ધા કહેવાય, અસંક્લિષ્ટચિત્તસ્વરૂપ મોક્ષમાર્ગને પક્ષપાત કહેવાય. બપોરે અતિશય ગરમી સહન ન થાય તો ગુરુદેવની રજા લઈ પગમાં મોજા પહેરી વિહારમાં વહેલા નીકળવું અને સડક ઠંડી પડે પછી પગના મોજા કાઢી નાંખી સ્થાને સમયસર પહોંચવું તે આરાધના છે. પણ સાંજે મોડા નીકળે, ધીમા ચાલે, વિહારમાં ઠલ્લે જાય, વિહારમાં અવાર-નવાર પાણી વાપરે, વચ્ચે અડધો કલાક બેસી જાય, રાત્રે મોડા આવે અને બીજાને ચિંતા કરાવેઆવું તો ન જ ચાલે. એ જ રીતે ગોચરી માટે બીજા મહાત્મા ૧૧-૦૦ વાગે નીકળે અને ૧૨-૦૦ વાગે પાછા આવી જાય. જ્યારે આપણે ૧૧-૩૦ વાગે નીકળીએ. પાછા આવીએ ત્યારે ૧-૦૦ વાગે. આવું ન ચાલે. પ્રાયઃ સાથે આવી જવું જોઈએ. એક તો મોડા આવવાનું અને પાછું મંગાવે એના કરતાં ઓછું લાવીએ તો તેમાં બીજાને પણ અસમાધિ થાય અને પોતાને પણ અસમાધિ થાય. આ બધું બીજા ચલાવે તે તેમની ઉત્તમતા ગણાય. પણ આપણા પક્ષે બેજવાબદાર માનસ ન ચાલે. “હું શું કરું? મોડું થઈ જાય છે. રસોઈ મોડી થાય છે. ઘરો છૂટાછવાયા છે. ઘરો દૂર છે...” આ રીતે બચાવ-દલીલ કરી ગમે તેમ જીવન જીવીએ તે ન ચાલે. (૧) સ્વ-પરને સમાધિ પણ જરૂરી છે. (૨) મર્યાદાપાલન પણ જરૂરી છે. “મારા નિમિત્તે કોઈને અસમાધિ થાય, મારું નબળું વર્તન બીજાએ ચલાવવું પડે, મને બીજાએ નભાવવો પડે તે ન ચાલે. પણ મારે બીજાને પ્રેમથી નભાવવાના-સંભાળવાના હોય' આમ વિચારવું. આપણી ગોચરીની ડ્યૂટિ હોવા છતાં ભક્તિ થાય તેવી ગોચરી લાવીએ તો બીજાને આરાધનામાં ઉત્સાહ વધે અને ગમે તેવી ગોચરી લાવીએ તો સાધુના પેટ દુઃખે, માંદા પડે, અસમાધિ થાય. (૧) બપોરની વધેલી ગોચરી સાંજ સુધી ચાલે. અથવા (૨) ગોચરી જતાં જ “આ ગોચરી બરાબર નહિ લાવે' એવી આપણી છાપ પડે. અથવા (૩) ૫૧૦ Page #522 -------------------------------------------------------------------------- ________________ આપણા હાથે ગોચરી અડધી આવે અથવા ડબલ આવે. (૪) અતિશય વહેલી આવે અથવા અતિશય મોડી આવે તે ન ચાલે. આવું કરીને આપણે આપણું પણ બગાડીએ જ છીએ. દીક્ષાના ૨૫ વર્ષ પછી પણ નિરંતર પ્રસન્નતાની લહેર ન ઉઠે, આંતરિક ઉલ્લાસ-ઉમંગ ન આવે તેમાં પ્રાયઃ આપણી પોતાની ભૂલ જ જવાબદાર છે. આ હકીકતને પોતે જ ભૂલી જાય, તેની આલોચના કે પસ્તાવો ન કરે અને મલિન અનુબંધ નબળા ન પાડે તો આ ભવમાં જ તેના કડવા ફળ મળે, દીર્ઘ સંયમજીવનમાં પણ પ્રસન્નતાનો અનુભવ ન જ હોય. કરેલી વિરાધના અને કેળવેલા વિરાધકભાવને લીધે ચૌદસ જેવા દિવસે પણ પોતે સાંજે વાપરવું પડે. વાપરવામાં એકલા હોઈએ અને ગમે તેવું વાપરવું પડે ત્યારે પણ વિચારીએ કે “કોઈને અસમાધિ કરાવી હશે. માટે મને અસમાધિ-નિમિત્તની પ્રાપ્તિ થઈ. મેં કરેલું મારે ભોગવવાનું છે. અહીં સમાધિ નહિ રાખું તો અત્યારે બંધાતું કર્મ ભવિષ્યમાં વધુ વિષમ પરિસ્થિતિ બનાવશે કે જેમાં અસમાધિ વધશે.” તો સમતા-સંવર આવે અને નિર્જરા થાય. તેના બદલે “આ તો આવું જ લાવે છે” એમ ગોચરી લાવનાર ઉપર અંકલેશ કરીએ તો કર્મબંધ વધે. “હું કોઈને ભારરૂપ ન બને” એવો વિચાર કરે તે સાચો સંયમી. સંયમી ક્યારે પણ કોઈને ભારરૂપ ન બને પણ બીજાના પાપનો અને દુઃખનો ભાર ઉતારવાનું કામ કરે. માટે આપણે જ્યાં જઈએ ત્યાં પ્રસન્નતાનું વાતાવરણ તૈયાર કરીએ તો ભવાંતરમાં પણ સદ્ગતિ, શાસન, સદ્ગુરુ, સંયમ, શાતા અને સમાધિ અવશ્ય મળે. સુરપમા મોડુ આ ૧૯મું અસમાધિસ્થાન છે. સૂર = સૂર્યના પ્રમાણમાં અર્થાત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વાપરવાનું કામ કરે, જેથી અસમાધિ થાય. વાપરવામાં વધુ પડતો १. सूरप्पमाणभोइत्ति सूर एव पमाणं तस्स उदियमेत्ते आरतो जाव न अत्थमेइ ताव भुंजइ सज्झायमाई ण करेति, पडिचोइओ स्सइ, अजीरगाई य असमाहि उप्पज्जइ। ૫૧૧ Page #523 -------------------------------------------------------------------------- ________________ સમય લાગે તે અસમાધિનું કારણ બને. તેનાથી સ્વાધ્યાયનો સમય બગડે, સ્વાધ્યાય અભરાઈએ ચડે. ત્રણ ટાઈમ વાપરે પોતે અને ગોચરી માટે ઘણીવાર એકાસણા કરનાર જાય જેથી વાપરનાર અને લાવનારબન્નેનો સ્વાધ્યાય બગડે. પોતાની સુખશીલતા પોષાય તે જુદું. બન્ને બાજુ મીણબત્તિ સળગે અને જલ્દી ખલાસ થાય એના જેવું આ થયું. જેને વાપરવામાં વધુ સમય લાગે, જે ઘણું વાપરે-ઘણી વેરાઈટી વાપરે-ઘણી વાર વાપરે તેની ગોચરી લાવવાનો બીજાને ઉત્સાહ પ્રાયઃ ન જાગે. જે આરાધક હોય તેની ગોચરી લાવવા માટે બીજાને ઉત્સાહ જાગે. વાપરતા સમય વધારે લાગે અને કોઈ પોતાને ટકોર કરે તો ગુસ્સે થાય. તથા બીજાને સામો જવાબ આપે એટલે અપ્રિય બને. આમ સર્વતોમુખી વિનિપાત સર્જાય. કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે વિવેક રાખવો જોઈએ. સવારે પારિઠાવણીના કાગળ વગેરે ફાડવા બેસે અને સ્વાધ્યાય બગડે તે ઉચિત ન ગણાય. આ બધું કામ બપોરે ઉંઘ આવે તેવા સમયે કરવાનું. વાપરવામાં વધુ વાર લગાડવાની આપણી ભૂલની કોઈ ટકોર કરે અને આપણને ગુસ્સો આવે તો સામેનાને પણ અસમાધિ થાય અને પોતાને પણ થાય. બીજી વાર તે આપણી ભૂલ જોવા છતાં અટકાવે નહિ, કહે નહિ. આપણે દ્રવ્યથી અને ભાવથી બન્ને રીતે દુઃખી થઈએ, માર્ગથી દૂર થઈએ. માટે આપણાથી થતી ભૂલને સ્વીકારવી. ટકોરની નોંધ કરવાની બદલે આપણી ભૂલની નોંધ કરવી તો તે બીજી વાર ભૂલને બતાવશે. કદાચ ભૂલ થાય અને કોઈ ટકોરે તો બોલીએ નહિ પણ મોઢાના હાવભાવ બગાડીએ તો પણ કોઈ ટકોર ન કરે. પછી તો ભૂલની પરંપરા લાંબી ચાલે. ગંભીર ભૂલ પણ થવા માંડે. માર્ગભ્રષ્ટ થતાં વાર ન લાગે. માટે કોઈ ભૂલ બતાવે તો પ્રસન્નતા દેખાડવી. તે સમયે ગુસ્સે ન થવાય, આંખ લાલ ન કરાય પણ “મિચ્છામિ દુક્કડમ્' બોલવાનું. “એમણે મને શા માટે કહેવું પડ્યું ? વાપરવામાં વધુ સમય લગાડવાની મારી બેદરકારી છે. માટે જ ને !” એમ ૫૧૨ - Page #524 -------------------------------------------------------------------------- ________________ વિચારીએ તો ભૂલ દેખાય. બધા સાડા બાર વાગે વાપરીને ઉભા થયા અને મને ગોચરી હોલમાં દોઢ વાગ્યો તેમાં મારી જ ભૂલ છે. મારી ભૂલ ન હોય તો મને ટોકવાની કોઈને ઈચ્છા ન જ થાય.” એમ વિચારવું. બાકી જેની ભૂલ કાઢીએ તેના દુશ્મન બનવાનું છે એમ વિચારી કોઈ ભૂલ જ ન કાઢે. અને છતાં પણ ગુરુ ભૂલ કાઢે છે. કારણ કે શાસ્ત્રમાં કહેલ છે કે “શિષ્ય ભૂલ કરે તેમાં ગુરુને શિષ્ય કરતાં ચાર ગણું પાપ લાગે. માટે ગુરુ ભૂલ કાઢે ત્યારે “તેઓ મને ઘડી રહ્યા છે” એમ વિચારવું. “મારા પ્રત્યે ભાવકરુણા છે. માટે તેઓ મને કહે છે. ભૂલને સાંભળવાથી મને તેમના પ્રત્યે થોડો-ઘણો અણગમો થશે અને કદાચ તેમની સેવા હું ઘટાડી દઈશ- તેવું જાણવા છતાં પણ મારું ભવિષ્ય ન બગડે- આત્મકલ્યાણ ન અવરોધાય તે માટે કહે છે” એ જાણીએ અને પ્રસન્નતા ટકાવીએ તો ગુરુદેવ સંકોચ વિના કરુણાબુદ્ધિથી બીજી વાર ભૂલ કાઢે અને આપણને સુધારે. બાકી “ગોચરી-પાણી વધુ વાપરીને તબિયત બગાડનારો આ ગુરુને પણ તોડી નાખે છે, તતડાવે છે તો મારું તો ક્યાં સાંભળવાનો ?” એમ વિચારી કોઈ પણ આપણી ભૂલ ન કાઢે. આ રીતે સંયમી આપણી ઉપેક્ષા કરે તેનાથી મોટું દુર્ભાગ્ય બીજું કોઈ નથી. શાસ્ત્રવ્યવસ્થા એ છે કે સાધુ સારણા-વારણા કરે અને ગુરુ ચોયણા-પડિચોયણા કરે. આપણી મૂળ વાત આખો દિવસ ખાવાની-અતિખોરાકની હતી. અતિખોરાકને લીધે, અજીર્ણ વગેરે થાય. તેનાથી ગ્લાન થવાથી આપણને અસમાધિ થાય અને બીજાને દોડધામ કરવી પડે. સ્વ-પરના સ્વાધ્યાયમાં પણ વ્યાઘાત થાય. માટે હિત-મિત વાપરવું. જે હિતમિત-અલ્પ વાપરે છે તેમને વૈદ્યની જરૂર નથી પડતી. તે પોતે જ પોતાના ડૉકટર છે –એમ પિંડનિર્યુક્તિમાં જણાવેલ છે. આ રહ્યું તે વચન हियाहारा मियाहारा अप्पाहारा य_जे नरा । ન તે વિજ્ઞા તિનિતિ ૩Mા તે તિષ્ઠિTI || (વિ.નિ.૬૪૮) ૫૧૩ Page #525 -------------------------------------------------------------------------- ________________ વીસનું અસમાધિસ્થાન : સંયમ રવાના કરવે ૨૦મું અસમાધિસ્થાન છે - પુસળા-ગમિપ્ નિર્દોષ ગોચરીની એષણા-ગવેષણા-તપાસ ન કરે, અકલ્પ્ય અને દોષિત ગોચરીનો ત્યાગ ન કરે તો (૧) જિનાજ્ઞાનો ભંગ થવાથી, (૨) અશુભકર્મબંધ થવાથી, (૩) શાસ્રનિષ્ઠા ઘટવાથી, (૪) સંયમશાસન-શાસનપતિ પ્રત્યેનો અહોભાવ વફાદારી તૂટવાથી, (૫) સત્ત્વહીન બનવાથી અસમાધિ થાય. માટે કલ્પ્ય અને નિર્દોષ એવી ગોચરી સાધુએ વાપરવી જોઈએ. નિર્દોષ હોવા છતાં ન કલ્પે તેવી ચીજ ન રખાય. શિવભૂતિ સાધુને રાજાએ આપેલી રત્નકંબલ પર વધુ પડતો રાગ થયો. ગુરુએ ના પાડી કે સવા લાખ સોનામહોરની કિંમતની રત્નકંબલ જેવી મોંઘી વસ્તુ ન રખાય. પણ રાગને લીધે પોતે છોડી નહિ. ન કલ્પે એવી વસ્તુ આગ્રહથી પકડે તો કલ્પે એવું સંયમ રવાના થાય. આખો દિવસ રત્નકંબલમાં જ જીવ હોય. બહારથી ઉપાશ્રયમાં આવે કે પહેલી તપાસ રત્નકંબલની કરે. તે બગડે નહિ માટે વાપરે નહિ. વસ્તુની વધુ પડતી આસક્તિ (૧) વસ્તુ રાખવા દે પણ વાપરવા ન દે. (૨) તેના વિશે બોલનારા ગુરુ પણ ટકટક કરનારા લાગે. ગુરુએ રત્નકંબલના ટુકડા કર્યા. શિવભૂતિમુનિ ત્યારે ગોચરી ગયા હતા. પાછા ફર્યા ત્યારે ખબર પડી. રત્નકંબલના રાગે ગુરુ પર ગુસ્સો કરાવ્યો અને એમાંથી શિવભૂતિએ દિગંબરપંથ ચાલુ કર્યો. જો ગુરુના ‘આ ન કલ્પે' એવા ઈશારાને શિવભૂતિ મુનિ સમજેલા હોત તો નવો પંથ ઉભો ન થાત. (૧) ‘આ ચાલે કે નહિ ? (૨) આ રખાય કે નહિ? (૩) બીજાને મારા નિમિત્તે નુકસાન તો નહિ १. एसणाऽसमि त्ति अणेसणं न परिहरइ पडिचोइओ साहूहिं समं भंडइ, अपरिहरंतो य कायाणमुवरोहे वट्टइ, वट्टंतो अप्पाणं असमाहीए जो इत्ति । | ૫૧૪ Page #526 -------------------------------------------------------------------------- ________________ થાય ને ?' આ વિચાર ન આવે તો પોતે અસમાધિ કરે અને બીજાને પણ અસમાધિ કરાવે. સંઘ અને શાસનને પણ નુકસાન કરાવે. “આ ચીજ મને ગમે છે. મારી બાહોશીથી અને મારા પુણ્યોદયથી મને મળી છે. મારે રાખવી છે. આ સંસારી માનસ છે. આપણે ગોચરી લેવા જઈએ. ગોચરીમાં મીઠાઈ માત્ર આપણને મળે અને પૂરતા પ્રમાણમાં લાવ્યા, પણ પોતાને વાપરવામાં મીઠાઈનો એક પણ ટુકડો ન આવ્યો. ત્યારે સંક્લેશ કરવાના બદલે “મારો અધિકાર માત્ર લાવવાનો છે, વહેંચવાનો કે વાપરવાનો નથી. ગુરુ જેને યોગ્ય લાગે તેને વહેંચે.” એમ વિચારવું. જેમ મોટરને બનાવવાનો અધિકાર તેની કંપનીને છે પણ તે મોટર વેચ્યા પછી તેને ક્યાં ચલાવવી? તેનો અધિકાર કંપનીને નથી. તેમ આપણા હાથમાં ગુર્વાજ્ઞા મુજબ ગોચરી લાવવાનું છે. ગોચરી લાવ્યા પછી કોને શું આપવું ? તે ગુરુદેવનાવડીલના હાથમાં છે, આપણા હાથમાં નથી. જેમ ગોચરીમાં ચીજ અકથ્ય આવે તે ન ચાલે તેમ આપણી પ્રવૃત્તિ પણ અકથ્ય હોય તે ન ચાલે. “છુંદો હું લાવ્યો છું. માટે મારી ઈચ્છા મુજબ પેલાને આપો” એમ કરવામાં ગુરુ-શિષ્ય વચ્ચે સંઘર્ષ થાય, વડીલ પ્રત્યે દ્વેષ થાય, મર્યાદા અને સદ્ભાવ તૂટે. માટે (૧) ન કલ્પે તેવી કોઈ પણ ચીજ રખાય નહિ અને (૨) અયોગ્ય એવી પ્રવૃત્તિ કરાય નહિ. તો નુકસાનીથી બચાય. પર્વતના હજાર પગથિયા ચડેલાને ઉપદેશ એટલો જ છે કે જ્યાં છો ત્યાંથી ન લપસો. એક પગથિયું લપસવામાં ૯૯૯ પગથિયા લપસસો. ન કલ્પે એવી પ્રવૃત્તિ ન કરાય અને ન કલ્પે તેવી ચીજ ન લેવાય. જો અકથ્ય ચીજ આવી જાય તો પરઠવવી પડે, ન પરઠવે તો સ્વ-પરને અસમાધિ થાય. વર્તમાન કાળમાં સંયોગ અને સત્ત્વના કારણે વિપરીતતા દેખાતી હોય તો પણ તેનો ડંખ જોઈએ. તો દોષમાં કંઈક ઘટાડો થાય, સજામાંથી થોડી-ઘણી બાદબાકી થાય, બાકી ન થાય. ક્યારેક લાંબા વિહારમાં સકારણ ગાડીમાં ગોચરી દૂરથી ૫૧૫ Page #527 -------------------------------------------------------------------------- ________________ મંગાવવી પડે પરંતુ ચોમાસામાં પણ જો તે જ રીતે વહોરવાનું ચાલુ રાખે તો માનવું પડે કે દોષસેવન વખતે દોષની સૂગ મરી ગઈ છે. જીવનમાં દોષ આવે છે કારણથી અને પછી કારણ રવાના થયા બાદ પણ દોષ ટકે છે. કારણ કે દોષની સૂગ ઊભી કરી નથી. તે રીતે દોષિત ગોચરી વિશે પણ સમજી લેવું. કદાચ દોષિત વાપરવું પડે તેવું બને. કારણ કે સંયોગ વિપરીત હોઈ શકે છે, સત્ત્વની કચાશ હોઈ શકે છે. આવા સંયોગમાં દોષ પ્રત્યેની સૂગ હોય તો દંડમાં ઘટાડો મળી શકે. પરંતુ આસક્તિના કારણે દોષિત વાપરવામાં માફી ન મળે. અકસ્માત થયેલા સાધુની સાથે એબ્યુલન્સમાં બેસીને હોસ્પિટલમાં જવું પડે, તે વખતે જો બીજા કુશળ સાધુ ન હોય, પોતાને અંગ્રેજી સારૂ આવડતું હોય અને પોતે તેની સાથે જાય તો તે સંયોગની વિપરીતતા છે. તેવા સંયોગમાં જવું જોઈએ. વિહારમાં ૫૦ કિ.મી. સુધી કોઈ જૈનના ઘર નથી કે પટેલના ઘર નથી. તેથી રસોડાની ગોચરી વાપરવી પડે અથવા પટેલના ઘરોમાં મળતા જાડા રોટલા ન પચવાને લીધે રસોડામાંનું વાપરે તે સત્ત્વની કચાશ ગણી શકાય. તેમાં પણ “આ અપવાદ છે' એમ દોષ પ્રત્યે સૂગ ઉભી રાખે-રહે તો દંડમાં ઘટાડો મળી શકે. પણ જો દોષની સૂગ જ નથી તો દોષનો પક્ષપાત ઉભો થવાની શક્યતા છે. એનાથી દોષ સાનુબંધ બને એવી શક્યતા છે. આપણાથી સેવાતો દોષ આસક્તિના કારણે છે કે અશક્તિના કારણે? તે પણ વિચારવું પડે. આસક્તિથી સેવેલો દોષ સાનુબંધ હોય છે અને અશક્તિના કારણે જયણાપૂર્વક કરેલ દોષસેવન નિરનુબંધ હોય છે. જીવનમાં નિષ્કારણ અકથ્યના સેવનનો ત્યાગ ન કરે તો સમજવું કે તેમાં આસક્તિ રહેલી છે. આસક્તિ હોય તો દોષનું સેવન કરતા જોઈ બીજા ટકોર કરે તો ન ગમે, સંઘર્ષ અને ઝઘડો કરે. વધુ પડતી આસક્તિ હોય તો (૧) તેમાં વિક્ષેપ કરનાર પ્રત્યે અરુચિ અને અણગમો થાય. (૨) ગુરુ ટકોર કરે તો દોષિત ગોચરી બતાવવાનું બંધ કરે. અર્થાત્ આસક્તિ માયા કરાવે. કારણ કે દોષનું ૫૧૬ Page #528 -------------------------------------------------------------------------- ________________ સેવન કરવું છે અને ઠપકો સાંભળવો નથી. (૩) માયા કરતા પકડાય તો જે પકડે તેની સાથે ઝઘડો કરે કે મને જ પકડો છો, બીજાને નહિ.” જો આસક્તિ ન હોય તો (૧) જીવનમાં માયા ન આવે, (૨) નિષ્કારણ દોષિત વાપરે નહિ, (૩) સામેવાળા સમજીને પ્રાયઃ ટકોર કરે નહિ અને કદાચ કોઈ ટકોર કરે તો પોતે શાંતિથી વાત કરી શકે. દા.ત. અકસ્માત થયેલ મહાત્મા સાથે એબ્યુલન્સમાં બેસીને પોતે હોસ્પિટલ ગયા હોય એનો ખુલાસો પોતાને કોઈ પૂછે તો શાંતિથી આપી શકે. (૪) કારણ જાય પછી દોષને છોડી શકે. (૫) આત્મબળ = સત્ત્વ વધારી શકે. જેને આસક્તિ ન હોય તેને સંઘર્ષ કરવાનું રહે નહિ. આપણે દોષિત વાપરીએ એમાં બીજા ટોકે અને આપણે ઉગ્રતા દેખાડીએ એનો અર્થ એ કે આપણને દોષનો પક્ષપાત છે. આ વાત તે સમયે સમજી શકીએ તો સામેનાની સાથે દ્વેષ, દુર્ભાવ, સંઘર્ષ થાય નહિ. બપોરે સકારણ સૂઈએ અને બીજાના અવાજથી ખલેલ પડે. ઊંઘ ઉડી જાય અને ગુસ્સો આવે તો સમજવું કે નિદ્રારૂપી દોષનો પક્ષપાત રહેલો છે. આવા પ્રસંગે આસક્તિ ન હોય તો વિચાર આવે કે (૧) “સારું થયું કે ઊંઘ ઉડી ગઈ, (૨) બાજુવાળાએ સર્વઘાતિ પ્રકૃતિના વિપાકોદયની જેલમાંથી મને બચાવવાનું કામ કર્યું. આ વિચાર આપણને આરાધનામાં જોડાવે. તેના બદલે નિદ્રાની આસક્તિ હોય તો કોઈ ઉઠાડે તો પણ “ઉઠું છું.” એમ કહીને સૂઈ જાય અને “કાલથી દસ મિનિટ મોડા ઉઠાડજો' વગેરે સૂચના આપે. ઊંઘમાં ખલેલ પડવાથી સાધુ ઉપર દ્વેષ કરે તે પણ મિથ્યાત્વનો ઉદય છે. ગજસુકુમાળ મુનિને માથે સગડી સળગાવી ત્યારે વિચાર્યું કે “સસરા મને મોક્ષની પાઘડી પહેરાવે છે.” તો કેવળજ્ઞાન થયું. તેમ કોઈના અવાજથી ઊંઘ ઉડી જાય ત્યારે “નિદ્રારૂપ ઘાતિકર્મની સામે પડવાનું, તેને તોડવાનું બળ ઉભું થયું એમ વિચારીએ તો આત્મકલ્યાણ થાય. બાકી એમ માનવું પડે કે “ઘાતિકર્મનો ઉદય ૫૧૭ Page #529 -------------------------------------------------------------------------- ________________ ગમે છે.’ સમકિતીને તો અઘાતિ કર્મનો પણ ઉદય (રૂપ-૨સ વગેરે) ન ગમે. તેને ઘાતિકર્મનો ઉદય તો કેવી રીતે ગમી શકે ? ઉત્તરાધ્યયનના ૯મા અધ્યયનમાં આવે છે કે ‘સત્સં ામા, विसं હ્રામા' (કામસુખ તો શલ્યઃકાંટા જેવા છે, ઝેર જેવા છે.) અને નિદ્રામાં પાંચેય ઈન્દ્રિયના ભોગવટા કરતાં પણ વધુ સુખનો અનુભવ જીવને થતો હોય છે. માટે આવા શલ્ય જેવા ઘાતિકર્મજન્ય પરિણામનો નિદ્રાનો પક્ષપાત હોય તો સમ્યક્ત્વ ટકે કેવી રીતે ? છતાં વિહારાદિ કારણે આપણે અત્યંત શ્રમિત થયેલ હોય, વધારે ઊંઘની જરૂર લાગે, આરામ કર્યા વિના આરાધનાનું જોમ આવતું ન હોય તો વિવેકથી “મહાત્મા ! શાંતિ રાખજો” એમ કહી શકાય. સમકિત હોય અને સૂવ'નું વ્યાજબી કારણ હાજર હોય, તો અવાજ કરનાર મહાત્મા પ્રત્યે દુર્ભાવ ન થાય. એના બદલે એવો વિચાર આવે કે “એ સૂવે ત્યારે વાત” તો સમજવું કે મિથ્યાત્વમોહનીય તરફ આપણે જઈ રહ્યા છે. “મારા પક્ષીસૂત્રમાં તેણે ત્રણ ભૂલ કાઢી, તેની અજીતશાંતિમાં હું પાંચ ભૂલ કાઢીશ”- આ ગાઢ સંક્લેશ મિથ્યાત્વનો ઉદય સૂચવે છે. સાધુ પ્રત્યેના દ્વેષ અને દોષના પક્ષપાતનો સૂચક પરિણામ એ છે કે “હું ગમે તેવું-ગોટાળાવાળું-ઊંધુચત્તું બોલું છતાં બીજાએ ચલાવવાનું.” તેથી બે મહિના પછી પણ આપણે ઈરાદાપૂર્વક તેના પ્રતિક્રમણમાં ભૂલ કાઢીએ. આ વૃત્તિ આપણને પછાડે છે. માટે કોઈ ભૂલ કાઢે તો (૧) ‘મારે તેના પ્રત્યે દ્વેષ રાખવો નથી.' આવી જાગૃતિ જોઈએ. (૨) દોષનો પક્ષપાત ન રહે તેની કાળજી રાખવી. (૩) દોષના સેવન વખતે આસક્તિ ન રાખવી. તો જ ઉપકારી પ્રત્યે અહોભાવ ટકે. બાકી અહોભાવ ટકે નહિ. , = દક્ષિણના વિહારમાં પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની ભક્તિરૂપે સવાર-સાંજ બે ટાઈમના વિહારમાં ઘણા મહાત્મા તેઓશ્રીનું સ્ટ્રેચર ઊંચતા હતા. વિહાર લાંબા હતા. એટલે એક વાર સવારે થાકના લીધે એક સાધુ પ્રતિક્રમણ બેઠા બેઠા કરતા હતા. ચાર થોય ૫૧૮ Page #530 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણકંદની થઈ ગઈ હતી ત્યારે પૂજ્ય ભુવનભાનુસૂરિ મ.ની નજર પડી. “શું કરે છે ?” “જી, પ્રતિક્રમણ.” “બેઠા બેઠા !” “ક્યાં પહોંચ્યો?” “ચાર થાય થઈ ગઈ.” “ફરીથી કર.” રોજ કમસે કમ ત્રણ કલાક સ્ટ્રેચર ઉંચકવાની સેવા કરનારો શિષ્ય પણ બેઠા બેઠા પ્રતિક્રમણ કરે તે ન ચાલે. આપણને આવા ગુરુ કેવા લાગે? ગુરુદેવની આવી કડકાઈ અને સાત્ત્વિકતા હતી. “મારી સેવા કરવાની બંધ કરશે તો ?” એમ વિચારવા રૂપ સત્ત્વહીનતા નહોતી. મેં તે મહાત્માને પૂછ્યું “શું પ્રતિક્રમણ ફરીથી કર્યું ?” ત્યારે તેમણે કહ્યું “યશોવિજય મહારાજ ! ગુરુદેવ આવા મળ્યા છે તો જીવનમાંથી પ્રમાદ નીકળશે. બાકી પ્રમાદ કેવી રીતે નીકળે ?” આવો સદૂભાવ ગુરુદેવ પ્રત્યે તેમણે જીવતો રાખ્યો હતો. બાકી વિચારી શકત કે “હું નજીકમાં બેઠો હતો. માટે પકડાઈ ગયો. બીજા પણ બેસીને પ્રતિક્રમણ ક્યાં નહોતા કરતા?” પણ તેમ ન વિચાર્યું. આવા કડક ગુરુના બદલે આપણને ઢીલા ગુરુ ગમે તે કેમ ચાલે ? “મારી ઢીલાશ ચલાવે તેવા ગુરુ જોઈએ. આ અભિગમનું કારણ છે દોષની આસક્તિ. દોષની આસક્તિથી (૧) તારકસ્થાનો પ્રત્યે રુચિબહુમાન તૂટી જાય અને (૨) તારક સ્થાનો પર દ્વેષ ઉભો થાય. આ રીતે તારક સ્થાનની આશાતના થાય તેમાં શાસનની બહાર નીકળી જવાય અને અનંત સંસાર વધી જાય. માટે તારકસ્થાનની આશાતના ન થાય તેની કાળજી રાખવી. અને તે માટે દોષની આસક્તિ જીવનમાં ન ઘૂસે તેની કાળજી રાખવી. કારણિક દોષના સેવન વખતે આંતરિક જાગૃતિ રાખીએ તો આપણે સમાધિમાં રહીએ અને બીજા પણ સમાધિમાં રહે. કદાચ કોઈકને ગુરુએ ઠપકો આપ્યો હોય તો ત્યારે એને ઠારવાનું કામ કરીએ, આશ્વાસન આપીએ તો સમાધિ અને સ્વસ્થતા ટકે, આરાધકભાવ વધે. તેના બદલે આપણે જેને ઠપકો મળ્યો છે તેને વહાલા થવા જઈએ, “આટલો બધો ઠપકો !...” તો બળતામાં લાકડા હોમવા જેવું થાય. પેલાનો પોતાના ગુરુ પ્રત્યે રોષ અને ઉદ્વેગ વધી ૫૧૯ Page #531 -------------------------------------------------------------------------- ________________ જાય. “ગુરુને મારી પડી જ નથી, પહેલા પણ વગર ભૂલે ઠપકો આપ્યો હતો....” વગેરે ભાવરૂપે મલિનતા ઉભરાઈને બહાર આવે. આપણી જીભથી આ રીતે બીજાને વધારે સળગાવીએ તો તે જીભનો દુરુપયોગ છે. તેનાથી અનંત કાળ જીભ વગરની અવસ્થાવાળું એકેન્દ્રિયગતિનું - નિગોદનું રીઝર્વેશન થઈ જાય. જેનો દુરુપયોગ કરીએ તે મેળવવાની યોગ્યતા ખતમ થાય. કડકાઈ રાખનારા ગુરુ પ્રત્યે નિંદાને જો કર્તવ્ય માનીએ કે ‘આ જમાનામાં આ રીતે કડકાઈ ચાલે ? આમ જાહેરમાં ઠપકો અપાય ?’ તો સમજવું કે આપણે નરક-નિગોદના રાજમાર્ગ પર બેફામપણે બેમર્યાદપણે દોડી રહ્યા છીએ. ગુરુ જો એકલાને ઠપકો આપે તો એમ વિચારે કે “મને એકલાને જ કહે છે” અને જો બધાને ઠપકો આપે તો એમ વિચારે કે બધા ઉપર ગુરુ મહારાજ ગુસ્સો જ કરે છે.' આમ બન્ને સંયોગમાં ગુરુને જ આરોપીના પાંજરામાં પૂરવાનું કામ સિદ્ધ કરે છે કે દોષનો પક્ષપાત આપણામાં રહેલો છે. ડોક્ટર પાસે બતાવવા જઈએ. આપણને ઈન્જેક્શન આપે, બીજાને માત્ર ગોળી આપે અને ત્રીજાને ગોળી પણ ન આપે, માત્ર ખાવા-પીવામાં અમુક સૂચન ડોકટર કરે તો શું વિચાર કરીએ ? આપણા રોગની ગંભીરતા વિચારીએ કે ડોક્ટર પર દ્વેષ અને અણગમો કરીએ ? આપણે રોગની દુનિયામાં જાગૃત છીએ. પણ દોષની દુનિયામાં ગાફેલ છીએ. ‘આપણા રોગો નીકળી જાય' એમ આપણે ઈચ્છીએ છીએ. પણ દોષ કાઢવાની બાબતમાં ગાફેલ છીએ. “પેલાએ આમ કર્યું, તેણે ગોચરી પરઠવી તો એને કંઈ ન કીધું અને મને જાહેરમાં કડકાઈથી ખખડાવ્યો.” આ બધું દોષના પક્ષપાતના કારણે થાય છે. મૂળ કારણ એ છે કે “મારી ભૂલ ગુરુએ ચલાવી લેવાની” આવું બંધારણ મનમાં રહેલું છે. કુલવાલક મુનિએ તો માત્ર ગુરુની આશાતના કરી હતી. આપણે ગુરુ, ગુરુભાઈ, વડીલ બધાની આશાતના કરીએ છીએ. તેણે તો જીવનમાં એક જ ભૂલ કરી હતી. ૫૨૦ Page #532 -------------------------------------------------------------------------- ________________ આપણી ભૂલો કેટલી ? તેણે તો નદીએ વળી જવું પડે એવી ઉગ્ર સાધના પણ કરી હતી, આપણી સાધના કેવી ? અને છતાં તેનું પતન થયું અને નરકમાં ગયા છે, આપણે કયે રસ્તે ? જો દોષની સૂગ હોય તો જ માર્ગમાં ટકાય એમ ગંભીરતાથી સમજી રાખવું. તારકસ્થાનની સૂગ હોય ફેંકાઈ જવાય. માર્ગાનુસારીના ૩૫ ગુણોમાં એક ગુણ પાપભીરુતાનો બતાવેલો છે. ભૂલનો બચાવ કરવા સ્વરૂપે પાપનો પક્ષપાત હોય તો સમજવું પડે કે માર્ગાનુસારીતા પણ નથી. સમકિતની ભૂમિકા તો ક્યાંથી હોય? ગુરુ વાચના આપતા હોય ત્યારે વિચારે કે “આ વાત આને લાગુ પડે છે અને તે વાત પેલા માટે બોલાઈ છે. પરંતુ “મારા માટે શું આવ્યું? એ વિચાર ન કરીએ તે કેમ ચાલે? આપણે દોષની દુનિયામાં બીજાની ચિંતા કરીએ અને રોગની દુનિયામાં આપણી ચિંતા કરીએ. તો શી રીતે ઠેકાણું પડે? રોગને છોડી આપણા દોષોનો વિચાર કરીએ તો ઠેકાણું પડે ? માંદા પડીએ તો “ડોક્ટર ક્યારે આવશે ? આવ્યા કે નહિ ? દવા કેમ નથી આવી ?” વગેરે સ્વરૂપે રોગની ચિંતા છે. પણ દોષની ચિંતા ન હોય અને ગાફેલ બનીને જીવન પૂરું કરીએ તો સંયમજીવન નિષ્ફળ જાય. “બીજાને નથી કહેતા અને મને કહો છો...” આ વિચાર પણ દુર્ભાગ્યની નિશાની છે. અને “ઠપકો મળ્યો એટલે લોટરી લાગી, પુણ્યશાળી છું.” આવો વિચાર ઉન્નતિની નિશાની છે. પ્રશમરતિ ગ્રંથમાં ઉમાસ્વાતિ મહારાજા કહે છે 'धन्यस्योपरि निपतति अहितसमाचरणधर्मनिर्वापी । ગુરુવનમન્નનિવૃતો વનસરસવન્દ્રનW: ' (ગા.૭૦) ધન્ય એવા જીવ પર ગુરુના ઠપકારૂપી વાણી પડે છે કે જે ખોટી પ્રવૃત્તિરૂપ ગરમીને દૂર કરે તેવા મલયાચલમાંથી નીકળેલા ઠંડા પવન જેવી શીતળ છે. માટે ઠપકા વખતે “લોટરી લાગી ! સોનાનો સૂરજ ઉગ્યો ! આજનો દિવસ સફળ થયો. આ ઘડી સાર્થક થઈ ગઈ” વગેરે વિચારો આવવા જોઈએ- કરવા જોઈએ. વળી, “હું રોજ રોજ નાની ૫૨૧ Page #533 -------------------------------------------------------------------------- ________________ મોટી ભૂલો કરું છું. પણ મને ઠપકો તો ગુરુદેવ મહિનામાં ૮-૧૦ દિવસ પણ નથી આપતા.” આ રીતે પ્રત્યેક ઠપકા વખતે સમાધિ ટકે તે ઉત્તમ ભૂમિકા. પાંચમાંથી બે ઠપકામાં સમાધિ ટકે તો તે મધ્યમ ભૂમિકા. ગુરુના એકાદ ઠપકામાં પણ સદ્દભાવ ટકે તો ૨૫-૫૦ ભવે ઠેકાણે પડે, આપણને ભગવાનનો માર્ગ મળે. બાકી આપણો ભગવાનના માર્ગ સાથે તાલમેળ કેવી રીતે પડવાનો ? ઠેકાણું કેવી રીતે પડે ? કેવળ ૫૦૦ ગાથા ગોખીને ઉપસ્થિત રાખવા દ્વારા કે ૧૦૦ ઓળા રૂપ વર્ધમાન તપ વગેરે કરવા દ્વારા નહિ પણ ઠપકા વખતે પ્રસન્નતા રાખવાથી વધુ ઠેકાણું પડે. માટે ગુરુ-વડીલ કે નાના પણ ઠપકો આપે તો સદૂભાવ ટકાવવો. આ રીતે માર્ગ તરફ પા-પા પગલી ભરતા ક્ષપકશ્રેણિ સુધી પહોંચવાનું છે. વર્તમાનકાળની આપણી બધી આરાધનાઓ માયકાંગલી છે. પ્રતિક્રમણ જેવી આવશ્યક ક્રિયા પણ ઉપયોગ વિનાની, એકાસણામાં પણ દોષિત ગોચરીની શક્યતાઓ, સ્વાધ્યાય પણ રોજ ૧૫ કલાકના બદલે ૪-૫ કલાક.... જ્યારે બાહ્ય આરાધનામાં કોઈ ઠેકાણા નથી તો એક આરાધના પકડું કે જેમાં શરીરનું સત્ત્વ જરૂરી નથી પણ મનનો સદ્ભાવ જરૂરી છે. શારીરિક સત્ત્વ ઓછું હોય તે ચાલી શકે પણ માનસિક સભાવ ઓછો હોય તે ન ચાલે. માટે દોષ તરફ કડક પરિણામ -લાલ નજર રાખીએ તો આપણી દોષની આસક્તિ તૂટે. શલ્યોદ્ધાર કરીએ તો દોષનો પક્ષપાત રવાના થાય. શલ્યોદ્ધાર એટલે કે સેવાયેલા દોષનો પસ્તાવો અને આલોચના. મહાનિશીથ સૂત્રમાં કહેલ છે કે (૧) આલોચના લેવાનો વિચાર કરતા અનંતાને કેવળજ્ઞાન થયું. (૨) આલોચના માટે ઉભા થયેલા એવા અનંતા સાધક કેવળી થયા. (૩) આસન પરથી બહાર એક ડગલું માંડ્યું ને કેવળજ્ઞાન થાય તેવા અનંતા સાધક થયા. (૪) આલોચના લેવા માટે વંદન કરે ત્યારે અનંતાને કેવળજ્ઞાન થયું. (૫) ઠપકો પ્રસન્નતાથી સાંભળી પ૨૨ Page #534 -------------------------------------------------------------------------- ________________ ભૂલની આલોચના લેનારા અનંતાને કેવળજ્ઞાન થયું. માટે આપણને ઠપકો આપે ત્યારે વિચારવું કે (૧) જે યોગમાં મોક્ષ આપવાની તાકાત છે તે આજે મળે છે. (૨) તેને ગુમાવવો મને નહિ પોસાય, (૩) તે તક મારે ઝડપવી છે. (૪) મારી પ્રસન્નતાને વેરવિખેર નથી કરવી. (૫) મારે સદ્ભાવ નથી ગુમાવવો. કદાચ પ્રત્યેક પ્રસંગમાં સદ્ભાવ ન ટકે તો પણ પાંચમાંથી કમ સે કમ એક પ્રસંગમાં સદ્ભાવસભરસ્વરૂપે આપણે ટકી રહીએ. એ માટે સંકલ્પ કરીએ. આપણા સંકલ્પ પણ પ્રાયઃ પ્લાસ્ટીક જેવા તકલાદી હોય છે. તેવા સંકલ્પ ન ચાલે. “નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન” એ ન્યાયથી ઊંચા લક્ષ અને દઢ સંકલ્પ સાથે આરાધના કરીએ. ઊંચું નિશાન રાખી તીર છોડનાર કદાચ પ્રારંભમાં ચૂકે તો પણ શાબાશી મેળવે. પરંતુ જો પહેલેથી જ નીચું તીર હોય તો ઠપકો મેળવે. વળી તે ત્યારે ફરિયાદ કરે કે “પેલાના તીરે પણ નિશાન વિંધ્યું નથી.” તો ધનુર્વિદ્યામાં હારી જાય. તેથી ઊંચું લક્ષ રાખી એક મહિના માટે આપણે સંકલ્પ કરીએ કે ક્યારેય પણ સામેનાને અરુચિ થાય તેવું નથી કરવું.” તો કદાચ સંકલ્પપાલનમાં પ્રારંભિક ૧૫ દિવસ ભૂલ થાય પણ પાછલા ૧૫ દિવસની સાવધાનીથી ઝળહળતા સંસ્કાર પડે તો તે ભવાંતરમાં અવશ્ય ઉગે. ઠપકો મળતાં સંઘર્ષ અને અસમાધિ થતી હોય તો બધું અલવિદા થાય. માટે સાવધાની રાખવાની. “મને તારક સ્થાન પ્રત્યે દ્વેષ જાગે છે. કારણ કે ગુરુ વગેરે મને ઠપકો આપે છે” એમ નહિ પણ “મને દોષનો પક્ષપાત છે. માટે તારકસ્થાન પ્રત્યે દ્વેષ જાગે છે. આ સમ્યફ જ્ઞાન છે. બાકી પોપટપાઠરૂપ કોરું શાસ્ત્રજ્ઞાન તે સમ્યક જ્ઞાન નથી. કેવળ ૭ નરક, જીવના પ૬૩ પ્રકાર, ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય વગેરેના કોરા જ્ઞાનથી સમ્યત્વ ન આવે. બાકી તો અભવ્યને પણ સમકિત મળી જાય. પરંતુ તારક સ્થાન પ્રત્યેના દ્વેષમાં સ્વના દોષનો સ્વમાં પક્ષપાત પર૩ Page #535 -------------------------------------------------------------------------- ________________ કારણરૂપે દેખાય તો સમ્યફ જ્ઞાન આવે. સાત નરક વગેરે માનવામાં તો આપણને કોઈ વાંધો આવવાનો નથી. કારણ કે ફક્ત માનવાનું જ છે ને ! નરક સાત માનો કે સાતસો. તેની સાથે કંઈ હમણાં આપણને બહુ લેવા-દેવા નથી અને તેને માનવામાં આપણને અહીં દેખીતું કોઈ નુકસાન પણ નથી કે તેના સ્વીકારથી રાગાદિ દોષ ઘસવાના-ઘસાવાના નથી. જ્યારે સ્વ-દોષના સ્વીકારમાં તો અનંતાનુબંધી કષાય વગેરેને ઘસવા પડે તેમ છે. તેમાં ઘણી મુશ્કેલી પડે છે. માટે જ આપણા દોષની વાત વાચના વગેરે દ્વારા સાંભળવા છતાં-વાત બુદ્ધિમાં બેસે છતાં તે સ્વીકારવાની તૈયારી કેટલી ? હોઠથી બોલીએ “મને દોષનો પક્ષપાત નથી જ.” અને “હારી ખીલી વટે રી વટે (જ્યાં છે ત્યાં)” - આ વલણ કેળવીએ તે મિથ્યાત્વ છે. નરકાદિ પદાર્થ બુદ્ધિમાં બેસે કે ન બેસે છતાં તેને માનવાનું કારણ એ છે કે તેને માનવામાં આપણી માન્યતામાં-દુન્યવી વલણમાં-બૌદ્ધિક સમીકરણમાં કોઈ ફેરફાર અવશ્ય કરવો પડે તેમ નથી. પણ આપણે જે દૂષણ બુદ્ધિમાં બેસે છતાં તેને માની/સ્વીકારી શકાતું નથી. કારણ કે તેના માટે આપણે આપણી માન્યતા બદલવી પડે છે, આપણા સમીકરણ બદલવા પડે છે, અનંતાનુબંધી માન કષાયને ઘસવો પડે છે. ગજસુકુમાલનું દષ્ટાંત વ્યાખ્યાનમાં બોલવું સહેલું છે. પણ આપણને ઠપકો મળે ત્યારે “મારા અનાદિકાલીન શત્રુ એવા માનકષાયનો નાશ કરવામાં સામેના સાધુ સહાયક થાય છે.” એવો હાર્દિક પરિણામ ઉભો કરવો બહુ મુશ્કેલ છે. માટે જ યોગસાર (૫/૨૯)માં પણ કહેલ છે કે - उपदेशादिना किञ्चित् कथञ्चित् कार्यते परः । स्वात्मा तु स्वहिते योक्तुं मुनीन्द्रैरपि दुष्करः ।। આ વાત પૂર્વ પણ (પૃ.૭૩) વિચારી ગયા છીએ. આ સ્વીકારીએ તો સમ્યક જ્ઞાન થાય. અંદર માનકષાયાદિને સંઘરી રાખવાના વલણ સ્વરૂપ મિથ્યા માન્યતાને તોડે તેવા વચનને સ્વીકારીએ તો સમ્યફ જ્ઞાન -પર૪ Page #536 -------------------------------------------------------------------------- ________________ અને સકિત આવે. તેનાથી આપણું ઠેકાણું પડી શકે. તે રીતે અનાદિની ગાઢ મિથ્યા માન્યતા તોડવા માટે મનને તૈયાર કરીએ તો મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધાય. દોષિત વાપરે, ષડ્જવનિકાયની વિરાધના થાય તેવી પ્રવૃત્તિ કરે છતાં સ્વદોષબચાવ કરે, સ્વપ્રશંસા અને પરનિંદા કરે તો જીવ અસમાધિ થાય તેવા કર્મ બાંધે. જે નિર્દોષ વા૫૨વાના લક્ષવાળા હોય પણ ગુરુએ મનાઈ કરેલ એવું કલ્પ્ય છોડવાનું લક્ષ ન હોય તે સાધુ-સાધ્વી સંયમજીવન હારી જાય. જેમ કે નિર્દોષ અને કલ્પ્ય એવો શીરો વાપરવાની ગીતાર્થ ગુરુએ ના પાડી હોય અને પોતે વિચારે કે “ભગવાને નિર્દોષ વાપરાવની હા પાડી છે તો ગુરુ શું ભગવાન કરતા મોટા થઈ ગયા ?!” તો પોતે સંયમજીવન હારી જાય. નિશીથચૂર્ણિમાં પ્રશ્ન કરેલ છે- ‘વિંજ નીયસ્થા વળી ?” અને તેના જવાબમાં ત્યાં કહેલ છે કે ‘ગોમિત્યુષ્યતે, અવની વિ છેવત્તીય મતિ (ગાથા-૪૮૨૦)' અર્થાત્ તારા માટે તો છદ્મસ્થ પણ ગીતાર્થ ગુરુ કેવળીતુલ્ય જ છે. તેથી ગીતાર્થ ગુરુદેવ તરફથી તને જે ઠપકો મળે તેને શાંતિથી સાંભળીશ, ગુરુએ ના પાડેલ વસ્તુને છોડીશ તો તને કેવળજ્ઞાન મળશે -એમ કેવળજ્ઞાની જાણે છે. આ બધું સાંભળવું-બોલવું સહેલું છે પણ આચરણ મુશ્કેલ છે. પણ તેવું આચરણ આત્મસાત્ કરીએ તો જ તાત્ત્વિક આત્મકલ્યાણ થાય એ પણ નિશ્ચિત હકીકત છે. પરમાત્માના આશય મુજબ સમજણ કેળવી, વિવેકદૃષ્ટિ મેળવી, સમ્યક્ આચરણમાં મસ્ત બની જવું એ જ પારમાર્થિક મોક્ષમાર્ગ છે. આવો અપૂર્વ મોક્ષમાર્ગ અંતઃકરણમાં પ્રગટે-ટકે-વિશુદ્ધ બને-વધે તેવી પરમાત્માને હાર્દિક પ્રાર્થના. તા.૨૮-૯-૨૦૦૨, કલિકુંડ તીર્થ-ધોળકા. ૫૨૫ Page #537 -------------------------------------------------------------------------- ________________ લેખક દ્વારા રચિત-સંપાદિત-અનુવાદિત સાહિત્ય સૂચિ નં. .... પુસ્તકનું નામ.......... ... ભાષા-વિષય.... કિંમત રૂા. ૧ . ન્યાયાલોક . . (સંસ્કૃત+ગુજરાતી) .... ૧૭૦૦૦ ૨ ... ભાષા રહસ્ય .. (સંસ્કૃત-હિન્દી) ... ૧૨૦૦ ૩. સ્યાદ્વાદ રહસ્ય (ભાગ ૧ થી ૩). (સંસ્કૃત+હિન્દી) ... ૪૩૫-૦૦ ૪. વાદમાલા (સંસ્કૃત+હિન્દી) . ૧૨00 ૫. ષોડશક (ભાગ ૧-૨) . ... (સંસ્કૃત+હિન્દી) - ૨૦૦ ૬... અધ્યાત્મોપનિષદ્ (ભાગ ૧-૨) ...” (સંસ્કૃતગુજરાતી) . ૧૯%૦ ૭..... દ્વાન્નિશ ત્રિશિકા (ભાગ ૧ થી ૮).... (સંસ્કૃત ગુજરાતી) ૨૦૦૦૦ ૮. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્યાનુયોગપરામશ) (સંસ્કૃત+ગુજરાતી) મુદ્રણાલયસ્થ ... FRAGRANCE OF SENTIMENTS... .................ENGLISH ..........25-00 ૧૦.. GLIMPSES OF SENTIMENTS .................... ..ENGLISH ......... 30-00 ૧૧ .. ABUNDANT JOY OF SENTIMENTS.................................. ENGLISH................. 25-00 92.. WHAT IS SUPERIOR ? INTELLECT OR FAITH ? ........ ENGLISH ............ 10-00 43.. LUST GENTS DEFEATED, DEVOTION WINS............. ENGLISH ............ 10-00 98.. WHAT IS SUPERIOR ? SADHANA OR UPASANA ? .. ENGLISH ..... 10-00 ૧૫ જય પરાજય ગુજરાતી) 40-00 ૧૬ દ્વિવર્ણ રત્નમાલિકા.......... ... ....... (સંસ્કૃત+ગુજરાતી) .... અમૂલ્ય ૧૭. સંવેદનની સુવાસ ............... ...... (પરમાત્માભક્તિ ગુજરાતી) ......... અમૂલ્ય ૧૮. સંવેદનની ઝલક...... ... (પરમાત્માભક્તિ ગુજરાતી) ... અમૂલ્ય ૧૯ સંવેદનની મસ્તી ...... ... (પરમાત્માભક્તિ ગુજરાતી) ... અમૂલ્ય ૨૦. સંવેદનની સરગમ ....................... ... (પરમાત્માભક્તિ ગુજરાતી) ... અમૂલ્ય ૨૧. સંયમીના કાનમાં ... . (સાધુ-સાધ્વીજી ભગવંતો માટે) ૨૨ .... સંયમીના દિલમાં.......... . (સાધુ-સાધ્વીજી ભગવંતો માટે) ............. અમૂલ્ય ર૩ સંયમીના રોમેરોમમાં... ............... ... (સાધુ-સાધ્વીજી ભગવંતો માટે) ...અમૂલ્ય ૨૪. સંયમીના સપનામાં . (સાધુ-સાધ્વીજી ભગવંતો માટે) ...... અમૂલ્ય રપ... સંયમીના વ્યવહારમાં.... ... .... (સાધુ-સાધ્વીજી ભગવંતો માટે) ... અમૂલ્ય ૨૬ વિદ્યુતપ્રકાશન સજીવતા અંગે વિચારણા... (ગુજરાતી) ... ૧૦૦ ૨૭.. વિદ્યુતપ્રજાશઃ સનીવ યા નિર્જીવ ? .... (હિન્દી) ૧૦-૦૦ ૨૮. યશોવિજય છત્રીશી............ .......... ............. (અભિનવ પ્રભુસ્તુતિ) ........ અમૂલ્ય ૨૯.. સંવેદનની સુવાસ ... ... (પરમાત્મામ િહિન્દી) ............ ૩૦-૦૦ ૩૦.. સંવેદનની હી મસ્તી...... ............ (પરમાત્મામ િહિી) ... ૩૧-૦૦ ૩૧. સંવેદન શ્રી કૃત ............ ............. (પરમાત્મામજિ હિન્દી) . ... ૩૦-૦૦ ૩ર.. સંવેદન વહી રામ .................... .............. ... (પરમાત્મા હિન્દી) .... ૭૦-૦૦ ૩૩...શ્રાવક દિનચર્યા . ... (ગુજરાતી) ... અમૂલ્ય ૩૪ શ્રીદેવચંદ્રજીકૃત ચોવિસી. ..... ... .... (ગુજરાતી) . અમૂલ્ય ૩૫. પ્રમુ વીર . અંતિમ સંદેશ ..... ............(હિન્દી) ... સમૂન્ય ૩૬ . સંયમીના વલણમાં ... ... ... (ગુજરાતી) ... અમૂલ્ય નોંધ :- અધ્યયનશીલ પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા જ્ઞાનભંડારોને ભેટ રૂપે મળી શકશે. પ્રાપ્તિ સ્થાન - દિવ્ય દર્શન ટ્રસ્ટ, ૩૯-કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ. પીન-૩૮૭૮૧૦. Page #538 -------------------------------------------------------------------------- ________________ HTTI પ્રકાશક દિવ્ય દર્શન ટ્રસ્ટ