________________
લાભ મળે છે. વ્યવહારસૂત્રમાં “શિતાબ-વેયાવä રેમાને સમને નિબે મહાન્તરે મહર્નિવસાને મતિ” (ઉદ્દેશ-૧૦) આવું કહેવા દ્વારા ગ્લાનની સેવા કરનારને મહાનિર્જરા બતાવેલ છે. ગ્લાનની સેવા કરવાથી તો તીર્થંકર પરમાત્માની ભક્તિનો લાભ મળે છે. કારણ કે પંચસૂત્રમાં દેવાધિદેવ ખુદ કહે છે કે “જો ગિલાણ પડિસેવઈ સો માં પડિલેવઈ.” આથી પરમાત્માના હૃદયમાં વૈયાવચ્ચીને આદરણીય સ્થાન મળે છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં તો જણાવેલ છે કે “વૈયાવચ્ચેvi તિર્થીયરનામોત્ત નાયડુ અર્થાત વૈયાવચ્ચ દ્વારા તીર્થકર નામકર્મનો બંધ થાય છે. આના દ્વારા વૈયાવચ્ચના સામર્થ્યની કલ્પના થઈ શકે છે.
બીજાને શાતા અને સમાધિ આપનારને ક્યારેય અશાતા અને અસમાધિનો ભોગ બનવું પડતું નથી. કારણ કે Give and take નો ત્રિકાલ અબાધિત નિયમ તેની પાછળ કામ કરી રહ્યો છે. માટે જ વૈયાવચ્ચીને બીજાની સેવા લેવી પડે તેવા સંજોગો માંદગી - અશક્તિ વગેરે) આપવા કર્મસત્તા, ધર્મસત્તા રાજી નથી. વ્યવહારમાં પણ દેખાશે કે વૈયાવચ્ચી વ્યક્તિ લગભગ સશક્ત અને નિરોગી જ હશે. આ બાહ્ય લાભ પણ આત્મિક સમાધિ જાળવવામાં નોંધપાત્ર ભાગ ભજવે છે.
નિશીથસૂત્રમાં જણાવેલ છે કે “જેમ સુગંધી પુષ્પની પાસે ભમરાઓના ટોળેટોળા સામે ચાલીને આવતા હોય તેમ ગ્લાન મુનિ પાસે વૈયાવચ્ચ કરનારાઓ સામે ચાલીને ભક્તિ માટે હુંસાતુંસીપડાપડી કરતા હોય.” આનાથી સિદ્ધ થાય છે કે સંયમના નિર્મળ અધ્યવસાય-સ્થાનોમાં રમતા સંયમીને વૈયાવચ્ચ ગુણની આવશ્યકતા-મહત્તા એટલી હોય જ જેટલી હવા - પાણીની.
તાત્ત્વિક સંયમની પરિણતિ આત્મસાત્ થાય એટલે વૈયાવચ્ચની રુચિ અવશ્ય હોય. વૈયાવચ્ચના સંયોગ હોય ત્યારે વૈયાવચ્ચ હોય અને બાકીના સંયોગમાં વૈયાવચ્ચ ન હોય તેવું બને. પરંતુ
ન ૨૦