________________
મહાવીરે કામદેવ શ્રાવકની દૃઢતાને, ઉપસર્ગમાં ય અચલાયમાનતાને સમવસરણમાં વખાણીને પ્રથમ નંબરની વૈયાવચ્ચ ચરમ તીર્થંકર ભગવંતે પણ કેવલજ્ઞાન બાદ કરેલ છે. લોકોએ સુભદ્રા મહાસતીની કરેલી પ્રશંસાને વ્યવહારસૂત્રભાષ્ય (૧/૩૭૫) અને નિશીથભાષ્ય (૬૬૦૬)માં પ્રથમ પ્રકારની વૈયાવચ્ચ સ્વરૂપે બતાવેલ છે. પ્રશંસા દ્વારા સામેની વ્યક્તિની ઉપબૃહણા થવાથી આરાધનામાં તેને પ્રોત્સાહન, પ્રેરણા મળે છે અને તે આરાધનામાં સ્થિર થાય છે, મજબૂત થાય છે. આથી પ્રશંસા પણ અધિકૃત વ્યક્તિ માટે વૈયાવચ્ચ બની શકે છે. પરંતુ વર્તમાનકાળમાં વ્યવહારસૂત્રમાં બતાવેલ ત્રીજા નંબરની વૈયાવચ્ચ જ મુખ્યતયા પ્રસિદ્ધ છે.
વૈયાવચ્ચનો ત્રીજો અર્થ છે જે આરાધકો આરાધના કરી રહેલા હોય તેને આરાધનામાં સહાય કરી. સંગમ નામના ભરવાડે તપસ્વી મુનિને ખીર વહોરાવીને બીજા નંબરની વૈયાવચ્ચ કરી. તેથી તે શાલિભદ્ર બની અણગાર બન્યા. આહાર-પાણી દ્વારા ૫૦૦ સાધુની ભક્તિ કરી બાહુમુનિ ભરત ચક્રવર્તી થયા તથા સુબાહુમુનિ ૫૦૦ મુનિઓના શરીરની વિશ્રામણા કરી બાહુબલી થયા.
ગુણીજનની સેવા કરવાથી તેવા પ્રકારના સર્વોત્કૃષ્ટ ગુણો પણ સરળતાથી મળે છે. સાધકને પરિશ્રમથી / સાધનાથી ગુણ મળે છે. એની સેવા કરનાર સેવકને સેવાના બદલામાં તે ગુણોની ભેટ સરળતાથી સહજપણે મળે તેવો પ્રકૃતિનો સનાતન નિયમ છે. જેની સેવા કરીએ એના અંતરના આશિષ મળવાથી જ્ઞાનાવરણ અને મોહનીયનો બળવાન ક્ષયોપશમ થવા દ્વારા શ્રુતધર્મ અને ચારિત્રધર્મ પણ વધુ નિર્મળ અને સાનુબંધ બને છે. જેની સેવા કરીએ છીએ તેનામાં રહેલ રત્નત્રય, તપ, ત્યાગ, વૈરાગ્ય વગેરે તમામ ગુણોની પ્રાપ્તિનું રિઝર્વેશન વૈયાવચ્ચ કરાવી આપે છે.
ઉપકારી ગુરુદેવ, વિદ્યાગુરુ વગેરેની નિઃસ્વાર્થભાવે સેવા કરવાથી કૃતજ્ઞતાગુણ સરળ અને સહજ બને છે તથા આંશિક ઋણમુક્તિનો
૧૯