________________
વળે. બન્ને પાછા છુટા પડી જાય અથવા આપણા પ્રત્યે અણગમો થાય.
જ્યાં જઈએ ત્યાં બધાને નજીક લાવીએ, એ સાચું સાધુપણું છે. તેનાથી જીવનમાં સાચી સમાધિ મળે. --
તેના બદલે નારદવેળા કરીએ, ગુરુ માટે શિષ્યના કાનમાં ફૂંક મારીએ કે “તમારા ગુરુ આમ કહેતા હતા અને શિષ્ય માટે ગુરુના કાનમાં ફૂંક મારીએ કે “તમારા શિષ્ય તમારા માટે આમ બોલતા હતા” અને શિષ્યના મનમાં ગુરુ પ્રત્યે સદ્ભાવ દૂર કરીને ઉદ્વેગ કરાવીએ તો સમજવું કે આપણા હૈયામાં ક્યારેય પણ ગુરુતત્ત્વની પ્રતિષ્ઠા થવાની નથી. તેનાથી ગુરુપણાની = ગુરુ થવાની યોગ્યતા પણ નાશ પામે. તેના બદલે જો શિષ્યના દિલમાં ગુરુ પ્રત્યે સદ્ભાવ પ્રગટાવીએ તો આપણા હૈયામાં ગુરુતત્ત્વની અચલ પ્રતિષ્ઠા થાય અને ગુરુ બનવાની લાયકાત આવે. ગુરુ-શિષ્યને કે બે ગુરુભાઈને પણ જો વિખુટા ન પડાય તો સમુદાયના બે ટુકડા તો કેવી રીતે કરાય?
આપણામાં કોઈક વ્યક્તિગત નબળાઈ હોય તે કદાચ ચાલે પણ સંઘના કે સમુદાયના ભેદ અને ટુકડા કરવાનું તો હરગિઝ ન ચાલે. ચૌદસે નવકારશી કરવામાં નુકસાન ઓછું પણ સંઘભેદ-સમુદાયભેદવ્યક્તિભેદ કરવામાં તો કલ્પનાતીત નુકસાન છે. માટે તેવી મોટી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું.
જે સાધુ નાના સંયમ પર્યાય વખતે બે વ્યક્તિની વચ્ચે ભેદ પાડે તે સંયમપર્યાય મોટો થયા પછી પોતાની પાસે શક્તિ હશે તો પ્રાયઃ સમુદાયના પણ ટુકડા પાડશે, કારણ કે અલ્પ દીક્ષા પર્યાય વખતે પણ ટ્રેક તો એ જ હતો. | દોષ, દવ (દાવાનળ) અને દેવું નાનું હોય ત્યારે અટકાવીએ તો સહેલાઈથી ખતમ થાય. એને તરત ન અટકાવીએ તો કાળાંતરે તે આઉટ ઓફ કંટ્રોલ થાય.
પિંડનિર્યુક્તિમાં પ્રામિત્વ દોષના નિરૂપણમાં (ગા.૩૪૫) દષ્ટાંત આવે છે. પોતાના ભાઈ મહારાજ ગામમાં પધાર્યા. તેમનો લાભ
૫૦૨)