________________
લેવા માટે સંસારી બેનને ઉત્તમ ભોજન બનાવવાની ભાવના થઈ. પણ આર્થિક પરિસ્થિતિ નબળી હતી. તેથી શેઠ પાસેથી અનાજ આદિ સામગ્રી ઉધાર લાવી ભોજનના ઉત્તમ દ્રવ્ય બનાવી ભાઈ મહારાજને વહોરાવે છે. પણ પોતે વિધવા છે, કમાણીની તાકાત નથી, આવકનું વિશેષ માધ્યમ નથી. તેથી પોતે જે વસ્તુ ઉધાર લાવી હતી તેના પૈસા ચૂકવી ન શકી અને શેઠને ત્યાં ગુલામ તરીકે પોતાને વેચાવું પડ્યું. દેવું નાનું હોય તો પણ વધતા વધતા ભારે બને. ૧૦ રૂ.નું દેવું હોય અને પાંચ વર્ષે બમણું થાય એ રીતે હિસાબ માંડીએ તો ૧૦૦ વર્ષે ૧,૦૪,૮૫,૭૬૦ રૂ. સુધી દેવું પહોંચી જાય. તો પછી નાના નાના દોષના સેવન રૂપ પાપનું દેવું ભવિષ્યમાં વ્યાજસહિત ચૂકવવું પડશે ત્યારે હાલત કેવી થશે? કારણ કે કર્મસત્તાનું દેવું તો કરોડો વર્ષ પછી પણ ચૂકવવાનું આવશે જ. ચીભડાની છાલ ઉતારીને તેની અનુમોદના કરી તો મોક્ષે જવાની બે ઘડી પહેલાં કર્મસત્તાએ ખંધકમુનિના જીવતા ચામડા ઉતાર્યા. આપણો મોક્ષ તો નિશ્ચિત પણ નથી કે ૫૦ ભવ પછી થશે કે ૫૦૦ ભવ પછી ? અને આવી સ્થિતિમાં કર્મનું દેવું વધતું જાય તો હાલત શું થશે ? શું આપણને માફી મળશે? સજામાં સેન્સરશીપ મળશે ? એનો ભરોસો શું ? આ બધું ગંભીરતાથી વિચારવાનું છે.
દવ = અગ્નિ નાનો હોય તો એક ગ્લાસ પાણીથી બુઝાઈ જાય. પણ જો આગ મોટી હોય તો અગ્નિશમનદળ-ફાયર બ્રિગેડના માણસો પણ તેને પહોંચી ન શકે.
દોષનું પણ એવું જ છે. દીક્ષા પછી બપોરના ગોચરી વધવાના કારણે એકાદ દિવસ દશ મિનિટ સૂવાનું ચાલુ થાય, એમાંથી વધતાવધતા અડધો કલાક સુધી ટેવ પડી જતાં વાર ન લાગે. પછી બપોરે વાચના કે પાઠ હોય તો અચૂક ઝોકા આવે, માટે શરૂઆતમાં જ કંટ્રોલ રાખીએ તો આવા નાના નાના દોષો ઘૂસે નહિ. તેના માટે ઉપાયો પણ છે. જેમ કે બપોરે ઉંઘ આવે ત્યારે બધા વડીલ
૫૦૩