________________
મહાત્માઓને વંદન કરી લઈએ, ઓઘાનું અને ઉપધિનું પડિલેહણ કરી લઈએ, બહાર સ્થંડિલ જઈ આવીએ, કયારેક ગ્લાન-વૃદ્ધ-વડીલનો કાપ કાઢવા બેસી જઈએ, બીજાને પાઠ આપવાનો ગોઠવી દઈએ તો તેમાં બોલવાથી ઉંઘ ઉડી જાય. પાઠ આપવાનો ન હોય તો ઉભા ઉભા સ્વાધ્યાય કરવો. આ રીતે દોષમાંથી છૂટવાનો સક્રિય પ્રયત્ન કરવો જોઈએ.
તેના બદલે ‘ગુરુદેવ કે વડીલ અત્યારે બપોરે સૂતા છે. માટે હું સૂઈ જાઉં. તે ઉઠે તેની પહેલાં ઉઠી જઈશ.' આ રીતે કુટેવ પાડવી, કુટેવો છૂપાવવી... આવું કરવાથી તો અનેક દૂષણો ઘૂસી શકે. આપણે પહેલાં ટેવ પાડીએ અને પછી ટેવ આપણને આધ્યાત્મિક જગતમાંથી નીચે પાડે.
વાતો કરવાની ટેવ પાડી હોય પછી પાલિતાણાની યાત્રા કરતા પણ વાતો ચાલુ રહે. “મચ્છરના લીધે રાતે ઉંઘ ન આવી. રસ્તો લાંબો નીકળ્યો. અહીંનું પાણી ભારે છે. પેટ સાફ નથી આવ્યું. ભોજનશાળામાં રોટલી કાચી હોય છે.” વગેરે બોલવા દ્વારા શત્રુંજય ગિરિરાજ પર પણ આવી કુટેવ ચાલુ રહે. ક્રૂર એવા દ્રવિડ અને વારિખિલ્લ, દસ ક્રોડ સૈનિકોની સાથે જે ગિરિરાજ પર કેવળજ્ઞાન પામ્યા ત્યાં આવા વલણના લીધે સમ્યજ્ઞાન પણ પ્રગટ ન થઈ શકે. આ રીતે ગિરિરાજની કરેલી અવહેલનાથી ભવાંતરમાં પાછો ગિરિરાજ પણ ન મળે એવા અંતરાય બંધાય. પડી ગયેલી ટેવ ક્યાં અને કેટલી હદ સુધી હેરાન કરે ? તે ખબર ન પડે.
નિશીથભાષ્યમાં (ગાથા-૨૧૦૬) કહેલ છે કે વિહાર કરતી વખતે કે ગોચરીમાં સાધુને સામે સાધુ મળે અથવા સાધ્વીને સામે સાધ્વી મળે તો ‘મર્ત્યએણ વંદામિ’ બોલે. પણ સાધુએ સાધ્વીને કે સાધ્વીજીએ સાધુને રસ્તામાં ‘મત્થએણ વંદામિ' બોલવાનું (=ફેટાવંદન પણ કરવાનું) નથી. બોલે તો ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. માત્ર રોડ પર ચાલતા ચાલતા બે શબ્દ બોલવામાં પણ આ પ્રાયશ્ચિત્ત હોય તો લાંબો સમય સાધ્વીજી સાથે વાતો કરતા સાધુને શું પ્રાયશ્ચિત્ત આવી શકે? તે વિચારવાનું
-૫૦૪
-