________________
છે. રસ્તા પર “મFએણ વંદામિ' થી વાતની શરૂઆત થાય પછી તે વાત કેટલી આગળ વધે? તેની ખબર પડતી નથી. દેશ-કાળ બદલાઈ ગયા છે. વર્તમાન કાળમાં સામે દેખાય અને ન બોલીએ તો આપણે અક્કડ લાગીએ. “ક્યા સમુદાયના છે? અભિમાની છે....... વગેરે ખોટી કલ્પનાઓ કે દુર્ભાવ આપણા પ્રત્યે સામાવાળાને ન થાય તે માટે કદાચ “મર્થીએણ વંદામિ’ બોલીએ તો પણ જો આપણે માર્ગ જાણેલો હોય તો કોઈ વિજાતીય સંયમી રસ્તામાં આપણી સાથે કદાચ ન બોલે તો સામેથી તેને બોલાવવાનું મન ન થાય, આપણે તેના પ્રત્યે ઉગ કરવા દ્વારા તેને અન્યાય ન કરી બેસીએ. વળી, સાધ્વીજી સાથે રસ્તામાં સાધુ વાત કરે તો ઈતર લોકો પણ ખોટી કલ્પના કરે.
પાલીતાણામાં પૂજ્ય પ્રેમસૂરિ મહારાજા અને પૂજ્ય ભુવનભાનુસૂરિ મહારાજા (ત્યારે પૂ.પં.ભાનવિજયજી ગણિવર) યાત્રાએ જતા હતા. સામે ભુવનભાનુસૂરિ મ.સા.ના બેન સાધ્વીજી હંસકીર્તિશ્રીજી મળ્યા. બેન સાધ્વીજીને આવતા જોઈને તે ધીમા પડી ગયા અને વાત કરવા ઉભા રહ્યા. પૂજ્ય પ્રેમસૂરિ મહારાજાને ખ્યાલ આવી ગયો. તેમણે પાછળ જોયું અને પૂજ્ય ભુવનભાનુસૂરિ મ.સા. તરત ગુરુદેવ પાસે આવ્યા. પ્રેમસૂરિ મહારાજાએ પૂછ્યું “શું કરતો હતો?” “બેન મ.સા. સાથે વાત કરવા ઉભો રહ્યો હતો.” “તું અને હું સમજીએ છીએ કે તારા બેન મ.સા. છે પણ દુનિયા શું સમજે? ખોટી કલ્પના કરે ને !” આમ રસ્તામાં પોતાના વિદ્વાનું પ્રવચનકાર શિષ્યનો ઉધડો લીધો. જે ગુરુ પોતે આંતરિક મોક્ષમાર્ગને જાણે તે શિષ્યને ઘડી શકે. પણ પોતે જ માર્ગને જાણે નહિ તો ? રસ્તામાં વાતો કરતા સાધ્વીજીને ચોમાસુ સાથે કરવાની વાત કરે. ચોમાસામાં પત્રવ્યવહાર ચાલુ થાય પછી આગળ પરિણામ ક્યાં સુધી આવે તેની ખબર શું પડે ? માટે જ શાસ્ત્રકારોએ રસ્તામાં સાધ્વીજી પ્રત્યે “મFએણ વંદામિ' બોલવાની પણ સાધુને ના પાડી દીધી. “મૂર્વ નાસ્તિ યુતઃ શાણા ?'
પ્રશ્નઃ આ રીતે રસ્તામાં ન બોલાય તે જાણતા જ ન હોઈએ તો?
૫૦૫